________________
(૨૦૪)
જે પોતે એક જ છે, છતાં અનેક પદાર્થોનું કારણ છે. અને જેને એમ કહી શકાય કે એના સિવાય જગતનું બીજું કોઈ કારણ
નથી.”
આમ કાર્ય-કારણના અપવાદ દ્વારા ભેદ નાબૂદ કરીને બ્રહ્મ કાળની પેલે પાર છે, કાળથી મુક્ત છે તેમ બતાવવાનો સુંદર પ્રયત્ન થયો છે. (૨) અંદર-બહારનો ભેદ
આત્મા કે બ્રહ્મ અંદર છે અને જગત બહાર છે. અર્થાત્ કારણ અવ્યક્ત છે, કાર્ય વ્યક્ત છે. બ્રહ્મ સૂક્ષ્મ છે, જગત સ્થળ છે. આ અંદર-બહારનો ભેદ હંમેશા દેશમાં-સ્પેસમાં, આકાશમાં હોય છે ખરેખર તો અંદર-બહારના ભેદમાં બે વસ્તુના ભેદનો સ્વીકાર કરવો પડે. જ્યારે આત્મા કે બ્રહ્મ એક અદ્વૈત અને સર્વવ્યાપ્ત છે. સર્વવ્યાસમાં કોણ અંદર? કોણ બહાર? અરે, એકમાં વળી અંદર અને બહાર કેવું? છતાં આ દેશના ભેદ સ્વીકારવામાં આવ્યા. અને અધ્યારોપની મદદ લીધી. કારણ સામાન્ય માનવની ધારણા-માન્યતા છે કે જગત આપણી બહાર છે અને આત્મા શરીરની અંદર છે. આવી ધારણાનું મુખ્ય કારણ જડથી જ ઉત્પત્તિ થાય તેવું સમજવાના સંસ્કાર માનવીમાં ખૂબ પ્રબળ થઈ ગયા છે. અને તેવા અભ્યાસથી જ તે માને છે કે જેની ઉત્પત્તિ થાય છે તે દશ્ય છે અને આપણી બહાર છે, એટલું જ નહીં પણ ઉત્પન્ન થયેલ જગત બહાર છે અને જડ છે. બ્રહ્મ ચેતન છે અને આપણી અંદર છે.
આવા ભેદ ઊભા કરી તેનો ઈન્કાર પણ શ્રુતિએ જ કર્યો છે. જેથી સમજાય કે બ્રહ્મમાં નથી કંઈ અંદર, નથી બાહ્ય. અને તે દેશથી મુક્ત છે. બૃહદારણ્યક કૃતિ જણાવે છે કે “બ્રહ્મ ન પ્રાણ છે, ન મુખ છે, ન માપ છે, ન તેમાં અંદર છે, ન બહાર છે.” "अप्राणममुखममात्रमनन्तरमबाह्यम्"
(બુ.ઉ. ૩-૮-૮) (૩) કટા-દશ્ય ભેદ
સમજાવવા માટે કહ્યું કે જગત દશ્ય છે અને બ્રહ્મ દ્રષ્ટા છે. આ સ્વીકારેલ અધ્યારોપ છે. જ્યાં દશ્ય તમામ ભ્રાંતિ છે ત્યાં સાચો દષ્ટા કેવો? કંઈ ઉત્પન્ન જ થયું નથી ત્યાં દ્રષ્ટા કેવો? અન્ય હોય તો કોઈ દશ્ય અને કોઈ દ્રષ્ટા હોય પણ જ્યાં બીજી વસ્તુ જ નથી ત્યાં દશ્ય-દ્રષ્ટાનો