________________
(૪૮) ટૂંકમાં, શાનમાર્ગે શ્રદ્ધાના વિકાસમાં અતિપરિચય વિન પણ થઈ શકે છે અને આશીર્વાદને બદલે શાપમાં પરિણમે છે. તેથી સાધકે શ્રદ્ધાની જ્યોત પ્રજ્વલિત કરતાં પહેલાં સાવધાની રાખવાની જરૂર છે.
સમાધાન
ભગવાન શંકરાચાર્યજી સમાધાનનો સામાન્ય વ્યવહારુ અર્થ સમજાવવામાં રુચિ રાખતા નથી. તેમની દષ્ટિ સદા પરમાર્થ પર સ્થિર રહી છે અને જીવનના પરમ પારમાર્થિક લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ લક્ષ્યનાં સંદર્ભમાં, અંતિમ ધ્યેયના અનુસંધાનમાં દરેક શબ્દની વ્યાખ્યા કે અર્થ સમજાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. કારણ કે શરૂઆતમાં જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ગ્રંથ તો મોક્ષની સિદ્ધિ અર્થે જ છે-“મોસિયે પ્રો. તેથી જેનું મન ધર્મ, અર્થ અને કામમાંથી ઉપરામ પામ્યું છે તેને રામનું દર્શન કરાવવાના હેતુથી - સ્વરૂપનું જ્ઞાન કરાવવાના ઉદ્દેશ્યથી જ શબ્દના ગૂઢાર્થ - ગર્ભથિને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે.
અહીં જે સમાધાનની વાત છે તે જીવનના આંતરિક અંતિમ સમાધાનના સંદર્ભમાં છે. દરેકના જીવનમાં એક આંતરિક સંઘર્ષ જાણે અજાણે ચાલ્યા જ કરે છે. “હું યુવાન હતો; યુવતીના વિચારમાં વિહાર કરતો; તે મળી. બાળકો નહોતાં તે પણ મળ્યાં, અઢળક ધન સાચવવાની ચિંતા આવી; પ્રતિષ્ઠા દોડતી આવી અને હું મૂંઝાયો. મારા જ પ્રશ્નનો ઉકેલ મારી પાસે નથી. બધું મળ્યું ન મળી શાંતિ! જે બધું જ મેળવવાથી પણ સંતોષ-શાંતિ ન મળે, મનને સમાધાન જ ન થાય તો શા માટે કંઈ પણ એન્ન કરવું? અરે જે કંઈ જ ન કરીએ તો કરીએ શું? ક્યાં જવું? શું કરવું? બધે જ અંધાર!” એમ, આપણે આપણા જ ઊભા કરેલા ભાવગતમાં અટવાઈ પડીએ છીએ, કારણ કે જીવનમાં કોઈ બેય નથી; લક્ષ્ય નજરે ચડતું નથી ધીમો ધીમો ધૂંધવાયેલા અગ્નિની જેમ સંઘર્ષ ચાલ્યા જ કરે છે. દરેક વ્યક્તિ પ્રવાસમાં છે, પ્રવાહમાં છે, દોડમાં છે, પણ ક્યાં જવાનું છે તે કોઈને ખબર નથી. બસ કર્મ, ક્રાંતિ, કૌશલ્ય ને કરામત દ્વારા દરેક સ્પર્ધામાં ઉતરી પડયા છે. કોઈને પૂછો તો ખરા કે કેમ આ સ્પર્ધા? ક્યાં જશો? “હું ઊભો નહીં રહું વાત કરવી હોય તો દોડતા દોડતા કરો.” મારે તો એટલું જ પૂછવું છે કે પ્રયાણ