________________
(૫૩)
(૩) મુક્તિનો વિચાર તેના મનમાં જાગે જેને mત-જીવન બંધનરૂપ ભાસે છે. જેને બંધનનો અનુભવ નથી તેને બંધનથી છૂટવાની જરૂર જણાતી
જ નથી.
(૪) નિર્વાણ કે આત્મજ્ઞાનની ઝંખના તેના જ હૃદયમાં સુરે છે જેને અજ્ઞાનની અંધારી દીવાલોમાં જાત કેદ જણાય છે.
(૫) આત્મસાક્ષાત્કારની તાલાવેલી તેના જ ચિત્તને કોરી ખાય છે કે જેને આત્મસાત કરેલી સર્વ વિદ્યા શુષ્ક જણાય છે. તેની સમક્ષ ઊભેલી સર્વ સમૃદ્ધિ, સંપત્તિ અને સાક્ષાત્ ભોગની મૂર્તિઓ તેને જડ, ચેતનહીન અને નિરર્થક જણાય છે. એવું જણાયું નચિકેતાને સ્વર્ગનાં ભોગોને માટીના ઢેફાંની જેમ ગાવી દીધાં. અને તેવું અનુભવાયું મૈત્રેયીને; માટે જ તેણે પ્રશ્ન પૂછયો.
“स होवाच मैत्रेयी। यन्नु म इयं भगो: सर्वा पृथिवी वित्तेन पूर्णा स्यात्कथं तेनामृता स्यामिति।
-હે ભગવન્! જે આ ધનથી પૂર્ણ સમગ્ર પૃથ્વી મારી થઈ જાય, તો શું હું તેનાથી અમર થઈ શકું?”
"नेति होवाच याज्ञवल्क्य। अमृतत्त्वस्य तु नाशास्ति वित्तेनेति। યાજ્ઞવલ્સે કહ્યું ના (ના) ધનથી અમૃતતત્વની (અમરતાની)તો આશા
જ નથી.”
આ ઉત્તર સાંભળતાંની સાથે જ મૈત્રેયીની મોસની અપૂર્વ ઉત્સુકતાનો અલૌકિક સૂર સંભળાયો
"येनाहं नामृता स्याम् किमहं तेन कुर्याम्
यदेव भगवन् वेद तदेव मे ब्रूहीति।" -જેનાથી હું અમર ના થાઉ તેને લઈને હું શું કરું? જે કંઈ અમરતાનું સાધન આપ જાણો છો તે જ હે ભગવાન, મને કહો.”
આમ, જેને કાંચન-કામિની માટી જેવાં દશ્ય થાય તેને આત્મસાક્ષાત્કારની ઝંખના જાગે.
(૬)અથવા જે કોઈ યોગભ્રષ્ટ હોય તેના જીવનની શરૂઆત જ સ્વરૂપના વિચારથી, અંતિમ ધ્યેયની ખોજથી, નિજાનંદની શોધથી કે પરબ્રહ્મની અનન્ય ભક્તિથી શરૂ થાય છે; તે તો મુમુક્ષુની આકૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ લઈને જ જન્મે છે.
(૭) કોઈને દેવયોગથી જો સદ્ગુરુનો ભેટો થઈ જાય અને પરમપુરુષાર્થ અર્થાત્ મોક્ષની પ્રેરણા મળી જાય તો તેઓ કઈ ક્ષણે જિજ્ઞાસુમાંથી મુમુક્ષુ થઈ જશે તે કહી શકાય તેમ નથી. એવા કેટલાય દાખલા છે કે જેઓ