________________
(૭૦)
નથી. ઘડો' તો નામ છે. તેને એક આકાર છે. નામ અને આકાર માટીમાં કલ્પિત છે. જન્મ તો આકારનો જ થાય, તેનું નામ અપાય તેથી તે બન્ને આવનારાં છે, જ્યારે માટી ઘડા પહેલાં હતી અને રહેવાની. એટલે નામરૂપ મિથ્યા છે? હા, હવે બરોબર. તે માટીમાં આરોપિત છે; તે માટીમાં કલ્પિત છે. કુંભારે જ ઘડ્યા આકાર ને આપ્યાં નામ. માટે જ અજન્મા એક જ સત છે, એમ જ ને? હા, જે સત છે તે જ આત્મચૈતન્ય છે અને નામ, રૂપ, દેશ, કાળ, વસ્તુ તેમાં કલ્પિત છે. દેશ, કાળ, આકાર કે વસ્તુમાં તે નથી. કલ્પિત એટલે જ આરોપિત? હા, તેથી દશ્ય તમામ અધિકાન આત્મા પર આરોપિત છે, પછી તે મારો, તમારો, આપણા સૌનો આકાર હોય કે સૌનું નામ હોય. હવે સ્પષ્ટ થયું. મારે સમજવું કે હું માનવીના આકારવાળો નથી અને દશ્ય શરીર મારું નથી. બસ! બસ! આ રીતે વિચારણાની ટેવ પાડવી તે જ આત્મવિચાર. “વાર્દ મૂતા:” ન તો હું ભૂત છું, ન તો ભૂતોનો સમૂહ છું. અર્થાત્ પંચમહાભૂતમાંથી જે શરીર બન્યું છે તે હું કદી નથી. કારણ કે શરીરને તો નામ અને આકાર છે, તેનો તો જન્મ છે; જ્યારે કહેવાય છે કે હું તો જન્મ પૂર્વે પણ બીજા શરીરમાં હતો અને આ શરીર છૂટી જતાં પણ રહીશ. તો પછી એક વાત નિર્વિવાદ છે કે હું શરીર તો નથી જ, તેથી અન્ય એવો હું તેમાં નિવાસ કરનાર કોઈક છું, ' હવે સમજણ પડી. આખરે પકડાયું! હું શરીરથી ભિન્ન છું પણ શરીર મારું છે! અરે ભાઈ, જો જો શરીર તમારું માનતા! અને માનવું હોય તો વિચારો કે તે શરીરમાં હાડ, માંસ, રક્ત છે તેમાં તમે શું બનાવ્યું? એ બધું તો હું જન્મ સાથે જ લાવ્યો. તો કહો જોઈએ, શરીરમાં જે પૃથ્વી તત્વ છે, અગ્નિ છે, વાયુ છે,