________________
(૧૫૭)
'सम्मतम्
આત્મા પુરુષ નામધારી છે. નિત્ય છે, મુક્ત છે, દેહથી ભિન્ન છે. વિશ્વનો આધાર છે, અભય છે, નિર્લેન્દ્ર છે તે વાત શ્રુતિ, સ્મૃતિ, વેદ, શાસ્ત્ર-સમમત છે અને હું પણ તે જ આત્મા છું.”
અધ્યસ્ત તુઝમેં વિશ્વ હૈ તૂ વિશ્વકા આધાર હૈ સ્વચ્છન્દ હૈ, નિર્કન્દ હૈ ભયમુક્ત હૈ, ભવપાર હૈ કૃતિ સન્ત સબ હી કહ રહે, કહતા યહી પ્રભુ શ્યામ હૈ ભોલા નહિ હૈ દૂસરા, તો સોચકા ક્યા કામ હૈ”
_ 'भो मूर्ख आत्मानं शून्यं किं करोषि હે અજ્ઞાની મૂર્ખ, આત્માને શા માટે શૂન્ય રૂપ માને છે?”
એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટ છે કે જે આપણું સ્વરૂપ છે તેનો ત્યાગ ! કદાપિ આપણે ઇચ્છતા નથી, એટલું જ નહીં, સ્વરૂપનો ત્યાગ શક્ય પણ નથી. તેવું જ બીજું સત્ય છે કે જે આપણું સ્વરૂપ છે તે આપણને પ્રિય-છે અને જે આપણા સ્વરૂપથી ભિન્ન છે તે આપણને અપ્રિય છે.
જેના વિશે અરચિ, અપ્રિયતા, અણગમો છે, જેનો ભય છે તે આપણું સ્વરૂપ કદી નથી. આ એટલી સ્વાભાવિક અને સહજ ઘટના છે છતાં આપણે કદી તે વિશે વિચાર નથી કર્યો તેથી વાત સ્પષ્ટ થઈ નથી; અને ઊલટું સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં જીવનપ્રવાહ સરી ગયો. ઊડ્યા ત્યાંથી સવાર, સમજી ફરી વિચારીએ, સર્પ કદી પણ પોતાના ઝેરનો ત્યાગ કરતો નથી ઇચ્છતો પણ નથી. સર્પનું ઝેર બીજા માટે ઘાતક છે, સર્પ માટે આશીર્વાદ છે. તે તો તેનું જ સ્વરૂપ છે તેથી તેણે તે ઝેર ત્યાગવાનો કદી ન તો પ્રયત્ન કર્યો, ન તો ઇચ્છા કરી. તેમ આનંદ આપણું સ્વરૂપ છે માટે આનંદના ત્યાગની કલ્પના માનવીએ કદી કરી નથી. પણ સતત, નિરંતર દુખત્યાગ માટે માનવી પ્રયત્નશીલ રહ્યો. કારણ દુખ આપણું સ્વરૂપ નથી, રૂપ નથી. માટે જ તેના ત્યાગની તત્પરતા છે. જો દુ:ખ જ સ્વરૂપ હોત તો સૌ દુ:ખમાં મગ્ન થઈ જીવતા હોત. દુ:ખની વિદાય કોઈને દુઃખમય ન જણાઈ હોત. પણ આપણો અનુભવ તેવો નથી. છતાં