________________
(૧૫૫)
ગુણગાર છે....
મૂર્તિના શણગારથી, દેવાલયોના અલંકારથી જો પ્રતિષ્ઠા મળે અને દુરાચારી પ્રવૃત્તિ બળે, પાપ સૌ શણગાર અને અલંકાર પાછળ છુપાઈ જાય તો ધંધા-દારીઓને સર્વશ્રેષ્ઠ ‘ઈન્વેસ્ટમેન્ટ’-રોકાણ ગણાય.....આમ સમાજમાં ચતુર દેખાનારા સજજનતાનાં મહોરાં પહેરેલા આપણે સૌ આપણી જાતને કેવી રીતે છેતરીએ છીએ...તે તરફ જોવાનો પ્રયત્ન કરીશું...તો...દેવ અને દાનવ બન્નેને આપણી અંદર જોઈ શકીશું.
અહીં, આ શ્લોમાં તો સ્પષ્ટ સંકેત છે કે આત્માને મેળવવા શરીરનો ત્યાગ અનાવશ્યક છે. શરીર છોડવાથી આત્મા નહીં મળે. સ્વર્ગમાં જવાની જરૂર નથી. વૈકુંઠમાં જ પરમાત્મા છે અને અહીં, અત્યારે નથી તેવું પણ નથી. તેવું માનનારા આત્માને દેશ અને કાળથી પરિચ્છિન્ન, બદ્ધ “લિમિટેડ બાય ટાઈમ ઍન્ડ સ્પેસ' બનાવી દેશે. પણ આત્મા તો મુક્ત છે દેશ અને કાળથી. માટે સર્વવ્યાપ્ત છે. અને શરીરમાં પણ છે.
આત્મા સર્વત્ર છે તો કેવો છે?
‘શોમનમ્’. આત્મા. મંગળમય છે. સૌંદર્યોનું પણ સૌંદર્ય છે. તેના સૌંદર્યમાં નથી વૃદ્ધિ કે વૃદ્ધત્વ; નથી જરા કે રોગ; તે અનાદિ અને અનંત છે. જ્યાં જ્યાં જે જે મંગળમય, આનંદકર, સુખમય, સૌંદર્યમય જણાય છે...તે આત્માની જ વેરવિખેર થયેલી સૌંદર્યમય વિરાટ વિભૂતિ છે. શરીરમાં સૌંદર્ય છે...તે પણ આત્માનું. આમ જ્યાં જ્યાં અસ્તિત્વ છે ત્યાં ત્યાં આત્મા જ ઉપલબ્ધ છે. માટે જ કહ્યું કે તે સન્તમ્ છે. ‘હોવું’ ‘ભાવ’ ‘અસ્તિત્વ’ જ આત્માનો સ્વભાવ છે, તે કદી અભાવ નહોતો. ‘નૉન એકઝિસ્ટન્સ’ નથી, અને નહીં હોય. આત્માનાં સ્વરૂપ અને સ્વભાવમાં ‘પ્રાગભાવ’ કે ‘પ્રધ્વંસાભાવ’ નથી.
[પ્રાયર નૉન એક્ઝિસ્ટન્સ ઍન્ડ પોસ્ટિરિયર નૉન એક્ઝિસ્ટન્સ] અર્થાત્ નથી આત્માનો ઉદય અસ્ત; નથી આદિ કે અન્ત; માટે જ તે સન્તમ્ કહેવાયો છે.
પુરુષાણ્યમ્ આત્મા પુરુષ નામધારી છે. આત્માનું બીજું નામ કે પ્રત્યય