________________
(૯૯ )
અજ્ઞાન પરિચય
હવે ગ્રંથ નવો પંથ લે છે. આ પૂર્વે આત્મવિચાર કેમ કરવો તે સમજાવવાનો પ્રયત્ન થઈ ગયો. હવે પછી શ્લોક ૧૭થી ૨૧ સુધી આત્માની દેહ સાથે તુલના કરી અજ્ઞાન એટલે શું તે સમજાવવા ગ્રંથે પોતાના પ્રવાહને વેગ આપ્યો છે.
आत्मा विनिष्कलो ह्येको देहो बहुभिरावृतः । तयोरैक्यं प्रपश्यन्ति किमज्ञानमतः परम् ॥ १७ ॥
આત્મા વિનિતઃ ફ્રિ ઃ= =(આત્મા કળારહિત એક છે) આત્મા નિરવયવ એક છે,
બેઠ: વૃમિ: આવૃત:-દેહ અનેક અવયવો અને આકારોથી ઘેરાયેલ છે.
તયો: મૈવયં પ્રશ્યન્તિ=(પણ) લોકો આ બન્નેને એક સમજે છે અર્થાત્ દેહ એ જ આત્મા છે’ તેમ માને છે,
અત: પમ્ અજ્ઞાનમ્ વિજ=આનાથી વધુ મોટું અજ્ઞાન કર્યું ?
અહીં એક વાત સ્પષ્ટ છે કે દેહમાં અનેકતા છે અને આત્મા -જેના જેવો બીજો નથી તેવો એક છે. પ્રથમ દેહની અનેક્તાનો વિચાર કરતાં સમજાય છે કે દેહ ત્રણ છે. (૧)સ્થૂળ શરીર (૨)સૂક્ષ્મ શરીર (૩)કારણ શરીર
-
સ્થૂલ દેહ (ફીઝિકલ ગ્રોસ બોડી)-જે આકાર સાથે જન્મે છે અને મૃત્યુ પામે છે તેને નામ અપાય છે અને નામધારીનો નાશ થાય છે. આ સ્થૂળ દેહમાં હૃદય, ફેફસાં, મગજ, જઠર, આંતરડાં એમ અનેક અવયવ છે, તેમાં અનેક તંત્રો પણ છે; પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે.
આમ સ્થૂળ દેહની અનેકતામાં શંકા નથી. દેહની અંદર પણ અનેકતા અને દેહમાં પણ વિભિન્નતા. દેહના આકાર જુદા, તેમના રંગ જુદા, તેમનાં નામ અનેક. અરે! ઊંચાઈ, વજન અને સ્વભાવની ભિન્નતાથી ક્યાં આપણે અપરિચિત છીએ?
સૂક્ષ્મ શરીર (સટલ બોડી)-સૂક્ષ્મ શરીર જેને ડાઘુઓ ઉપાડી લઈ જતા નથી પણ વાસનાના સમૂહુરૂપે તે નવા ગર્ભમાં પ્રવેશ કરી કર્માનુસાર સુખ-દુ:ખ