________________
(૯૮). ફક્ત યુતિ, બસ સ્મૃતિ જ અદ્વિતીયત્વ પ્રતિપાદન કરી શકે તેમ છે.
અહં સત્ અવ્યય: હું એક સાક્ષી સમયનો તેથી જ સત્ છું. હું હતો, છું અને રહેવાનો એવું શાશ્વત અસ્તિત્વ હું, હું સત્ શાશ્વત છું તેથી મારો વ્યય થઈ શકે નહીં. તેથી અવ્યભિચારી, અચળ, નિશ્ચળ, અવ્યય, આત્મતત્ત્વ હું..
નથી વ્યય મારો દેશમાં, નથી કાળમાં અને હું નિરાકાર તેથી નથી વ્યય વસ્તુમાં નથી મારો અંત દેશ, કાળ કે વસ્તુ દ્વારા, તેથી અનંત હું... અનંત છું માટે જ અવ્યય છું. આમ, વિચારણાના અમોધ શસે ક્ય સંહાર મારા સર્વ સંશયોનો કે અનેક હું સ્કૂળ હું, અજ્ઞાની હું, સમયમાં કેદ હું અસ અને વિનાશી છું. આવી તમામ ભમાણાને ભસ્મીભૂત કરી મેં મારા વિચાર દ્વારા. જગતના ઉપાદાન કારણ માયાને મારી, તેના ત્રણે ગુણને બાળી, તેની નિશાની રૂપે ભસ્મના ત્રણ લીટા કપાળે કર્યા છે કે હું જ છું દશ્યપ્રપંચનો સંહારક, છું હું જ અજ્ઞાન વિનાશક, છું હું જ દેશ, કાળ અને વસ્તુને દફનાવનાર... એવો હું કેવો? કોઇ મારો સાક્ષી ન બને તેવો હું.
એક, સૂમ, શાતા, સાક્ષી, સત, અવ્યય છું __ "अहमेकोऽपि सूक्ष्मश्च ज्ञाता साक्षी सदव्ययः" આવો બ્રહ્મવિચાર, આત્મવિચાર, સ્વરૂપવિચાર જે કોઈ કરી શકે છે તે પરમ ભાગ્યશાળી છે. સૉંથોએ તો આવા ચિંતન-મનન અને વિચાર કરનારની સ્તુતિ કરતાં કહ્યું કે “જે પુરુષ ક્ષણમાત્ર પણ બ્રહ્મ સંબંધી (આત્માના) વિચારમાં સ્થિરતા રાખે તે પુરુષે સકળ તીર્થના જળમાં સ્નાન કર્યું છે એમ સમજવું; તેણે સકળ પૃથ્વીનું દાન કર્યું એમ સમજવું. તેણે હજારો યજ્ઞ કરી સર્વદવોનું પૂજન કર્યું છે એમ સમજવું અને તેણે પોતાના પિતૃઓનો ઉદ્ધાર પણ કર્યો છે તે પુરુષ ત્રણ લોકમાં વંદનીય છે.”
स्नातं तेन समस्त तीर्थसलिले; सर्वाऽपि दत्ताऽवनि:! यज्ञानां च सहस्रमिष्टमखिला; देवाश्च संपूजिता:!! संसाराच्च समुद्धृता: स्वपितरस्-त्रैलोक्यपूज्योऽप्यसौ! यस्य ब्रह्मविचारणे क्षणमपि; स्थैर्य मन: प्राप्नुयात्!!