________________
(૧૪૯)
હું અકામ, નિષ્કામ અને આત્મકામ છું. તેથી મારામાં વાસનારૂપી મળ નથી, અને વાસનાના અભાવે જ અંત સમયે મારા પ્રાણોનું ઉત્ક્રમણ થતું નથી પણ જે પોતાને શરીર માને છે, કર્તા, ભોક્તા માને છે તેનું ઉઠમણું નિશ્ચય થાય છે. અરે, કેટલાકનું તો રોજ-બરોજ ઉઠમણું થતું દેખાય છે. કારણ મમત્વ છે તેનામાં મોહ છે. શોક છે. આ તો સૌ મનના મળ છે. અંત:કરણની હૃદયગ્રંથિ જ મળસ્વરૂપ છે. જેમાં અવિદ્યા+કામ+કર્મ છે. જ્યાં સુધી આ હૃદયગ્રંથિનું છેદન ન થાય ત્યાં સુધી હું નિર્મળ છું તે ન સમજાય. નિર્મળ અર્થાત્ જેનામાં શોક, મોહ, કર્તા, ભોક્તા, દેહાભિમાન, વાસના, કર્મ અને અવિદ્યારૂપી મળી નથી તે. હું તેવો છું. પરબ્રહ્મ... મારા જેવો જ પરમાત્મા છે. તેથી જ પરાપૂજામાં ભગવાન શંકરાચાર્યે સ્પષ્ટ કર્યું કે
निर्मलस्य कुत: स्नानं वस्त्रं विश्वोदरस्य च।
अगोत्रस्य तु अवर्णस्य कुतः तस्योपवितकम्॥ નિર્મળને સ્નાન કેવું? સમગ્ર વિશ્વ જ જેના ઉદરમાં છે તેને વસ્ત્ર કેવું? જે ગોત્ર, વર્ણથી રહિત છે તેને યજ્ઞોપવીત કેવી?
અક્રમ નિત હું નિશ્ચળ છું. અર્થાત હું સ્થિર, અવિચળ, અચળ છું એટલું જ નહીં સર્વવ્યાસ અને પરિપૂર્ણ છું. તેથી ક્યાંથી આવ્યો નથી; કયાંય જવાનો નથી. નથી મારામાં શરીરની જેમ આવાગમનનો ફેરો, નથી મારામાં વૃદ્ધિ, નથી જીવન જેમ ઉત્ક્રમણ કે ગર્ભમાં પ્રવેશ. કારણ હું દેશથી મુક્ત, સર્વ સમયે, સર્વ સ્થળે રહેનાર છે. અરે, મારે તો શરીરો પણ બદલવાં નથી પડતાં. જે અવતારી હોય તેને પણ શરીરો બદલવાં પડે; હું અવતરતો નથી, અવતારી નથી. પણ દેશ, કાળ, વસ્તુથી અપરિચ્છિન્ન આત્મતત્ત્વ છું.
પીર, પયગમ્બર, અવતારીને, પડે શરીર બદલવું
સંતોનું મરવું એવું ભાઈ, મહાજળે જળ મળવું. હું નિશ્ચલ છું તેથી જ વૃદ્ધિ, ક્ષય, ક્રિયા, સદ્ગતિ કે અવગતિ મુક છું. અજ્ઞાની જીવને સ્વર્ગની પ્રાપ્તિ કે નરકનું ગમન છે.
“ના હમ નરલોક કો જાતે, ના હમ સરગ સિધારે હો;