________________
(૧૦૮)
એવો ક્રમ ચાલ્યા જ કરે છે. કબ્રસ્તાનથી સ્તનપાન, સ્તનપાનથી કબ્રસ્તાન એ પંથ દેહથી છૂટતો જ નથી. માટે જ શરીરને ‘અત્તિ' અપવિત્ર કહ્યું છે. ઉપરાંત દેહ તો માંસ, મજ્જા, લોહી, ચરબી, આંખે પિયા, મોંમાં થૂંક, નાકમાં લીંટ, પેટમાં મળમૂત્ર આમ વિચિત્રતાનો સમૂહ, સુંદર પેકિંગ સાથે મોહ પમાડે તેવો છે. સંસારસાગરમાં ડુબાડે તેવો છે તેથી જ તો અપવિત્ર કહ્યો છે.
શંકા: આત્મા જે અસંગ છે તો તેને પુછ્યું કે પાપ કેવું? શા માટે તેને ‘આત્મા મુખ્ય:’ કહ્યું?
સમાધાન: ‘આત્મા પુણ્યશાળી છે', પવિત્ર છે કારણ કે તે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન એટલે જ અગ્નિ. જેમ અગ્નિ સોનાને પણ મળરહિત-પાવન કરે છે તેમ ‘જ્ઞાન' પણ અપવિત્રતાને બાળી નાખે છે. અપવિત્ર એ જ અજ્ઞાન. અજ્ઞાન બળે તો બચે જ્ઞાન. ‘જ્ઞાન’ જ આત્મા છે.
આ જ્ઞાનમય આત્મા શરીરમાં પડેલા અપવિત્ર બીજરૂપી કર્મને બાળી નાખે છે. દરેક બીજમાં તેના સંસ્કાર હોય, મરચાંના બીજમાં તીખાશ તે સંસ્કાર છે, કાતરામાં આંબલીની ખટાશ તે સંસ્કાર છે. એટલા બધા તીવ્ર સંસ્કાર કે બીજો કાતરા ખાય ને આપણી આંખ બંધ થાય. જેવા બીજના સંસ્કાર તેવું તેનું ફળ. આમ શરીરમાં કર્મરૂપી બીજ પડયાં છે. અને તે બીજમાં અનેક દેહ પેદા કરવાના સંસ્કાર છે, ફ્ળ ભોગવવાના સંસ્કાર છે. જો આ કર્મરૂપી બીજને સળગાવી દેવામાં ન આવે તો જન્મમૃત્યુનું આ ચક્ર અટકે તેમ નથી. સુખ-દુ:ખના સંસારનો અંત આવે તેમ નથી. અને જ્ઞાન એક જ અગ્નિ એવો છે કે જે કર્મરૂપી બીજને બાળીને ભસ્મીભૂત કરે છે અને વ્યક્તિને સંસારસમુદ્રથી તારે છે. જન્મ-મૃત્યુથી મુક્તિ અપાવે છે. ગર્ભથી છોડાવે છે. કારણ બીજનો જ નાશ થાય તો વૃક્ષ કે શરીરરૂપી ફળનો પ્રશ્ન જ રહેતો નથી. શરીરમાં પડ્યાં છે સંચિત, આગામી અને પ્રારબ્ધ કર્મરૂપી બીજ. પલકમાત્રમાં ‘જ્ઞાનમય’ આત્માનો સ્પર્શ કે આત્મજ્ઞાન થતાં તે બળીને ભસ્મીભૂત થાય છે. તે જ કારણથી આત્માને પવિત્ર “આત્મા મુખ્યઃ” તેમ કહ્યું છે. કૃષ્ણ પરમાત્માએ તો હ્યું કે