________________
(૧૫) નથી, પણ નિત્યમુકત છીએ. એવો કોઈ સમય નહોતો જ્યારે આપણે મુક્ત હતા, નથી, અને હોઈશું પણ નહીં
હું નિત્યમુક્ત છું અર્થાત મુક્તિસમયમાં માનવપ્રયત્ન દ્વારા, કોઈ દેશમાં પેદા થઈ શકે તેમ નથી. “લિબરેશન કેન નોટ બી ક્રિએટેડ ઈન ટાઈમ એન્ડ ઈન સ્પેસ બાય હ્યુમન એફર્ટસ. હર ક્ષણે હું મુક્ત છું. પણ હું જાણતો નથી. અજ્ઞાનના આવરણથી, શરીર સાથેના તાદાત્મથી, જીવ-બ્રહ્મના ભેદભાવથી, અને જન્મોના અવિદ્યાજનિત અનાત્મસંસ્કારથી મારી સ્વરૂપ છે વિશેની અજ્ઞાનતા કે સ્વરૂપની વિસ્મૃતિથી જ મારી અને બ્રહ્મની વચ્ચે ભ્રાંતિરૂપી ભેદ છે. ભ્રાંતિરૂપી ભેદથી મુક્તિ નષ્ટ થતી નથી જેથી તે ફરી ઉત્પન્ન થાય. આત્મા તો સદા દેશ, કાળ, વસ્તુથી, મુક્ત જ છે.' એવું જે ક્ષણે અપરોક્ષજ્ઞાન થાય અને તે આત્મા કે બ્રહ્મ હું જ છું, તેવું ભાન થાય ત્યારે અવિદ્યા, અજ્ઞાન હોતાં નથી. બન્ને પરસ્પર પૂર્ણ વિરોધી સાથે રહી શકે નહીં. આમ અજ્ઞાનનો નાશ તે જ સ્વરૂપનું જ્ઞાન છે. તેનો અર્થ જ્ઞાન કે મુક્તિ ઉત્પન્ન થઈ ગઈ તેમ નહીં જ. ધારો કે આપણી અને સૂર્યની વચ્ચે વાદળ છે. તેથી સૂર્ય દશ્ય નથી પણ વાદળાં ખસી જતાં સૂર્યદર્શન થાય. તેથી કંઈ સૂર્ય નહોતો અને પેદા થયો તેમ નહીં જ ગણાય. તેવી જ રીતે મુક્તિ પેદા ન થાય. આત્મસાક્ષાત્કાર માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયાં હોતાં નથી. તે અમુક સ્થળે અમુક રૂપે દેખાય, દર્શન દે; આ બધી વાતો, આવાં પુસ્તકોનાં વર્ણનો ભ્રાંતિ સિવાય કંઈ જ નથી. મુક્તિ તો અત્યારે અને અહીં જ મોજૂદ છે. “લિબરેશન ઈઝ હિયર; એન્ડ નાઉ મારે મને મળવા બીજે ન જવું પડે! આત્મા, ક્યાંકથી આવશે? માટે રાહ પણ ન જોવી પડે માટે જ સમજવાનું કે હું નિત્યમુક્ત છું. નથી મને કાળનું બંધન. હું હતો, છું અને રહેવાનો. નથી મને દેશનું બંધન કેમ કે હું નિરાકાર, સર્વવ્યાપ, સર્વ સમયે અને સર્વ સ્થળે મોજૂદ છું. નથી મને વસ્તુનું બંધન. કેમ કે મારામાં સ્વગત, સ્વજાતીય વિજાતીય ભેદ નથી. હું અભેદતત્વ છું.
આમ નિત્યમુક્ત હોવા છતાં જ્યારે અનાત્મા સાથે તાદાત્મ કરી અનુભવીએ છીએ કે હું બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય છું. હું ગૃહસ્થી કે સંસારી છું, હું