________________
(૧૩૧)
છીએ તોપણ મોતનો ભય નથી, દર્દનો ડર નથી, કારણ કે જ્ન્મથી આપણે ડરતા નથી, ગર્ભથી મુક્તિ તે જ વિકાર અને જન્મ, બાળપણથી યુવાનીમાં પ્રવેશ તે પણ વિકાર, યુવાનીથી વૃદ્ધાવસ્થા અને અંતે શરીભાવ કે શરીરની અવસ્થાનો ત્યાગ પણ વિકાર. આમ દેહ છોડવાની ક્રિયાને પણ સ્વાભાવિક્તાથી સ્વીકારવી જોઈએ. કારણ કે તે પણ એક વિકાર જ છે. માટે જે આપણે વિકારી છીએ તોપણ મોતના ભયથી મુક્ત છીએ, અને નિર્વિકારમાં તો - મોતની, જ્ન્મની, વૃદ્ધિની, ફેરફારની કોઈ શક્યતા જ નથી. વિકારો તો દેહને છે. હું દેહથી ભિન્ન નિર્વિકાર આત્મા છું તેવા જ્ઞાનમાં પણ ભય નથી મોતનો, દર્દ નથી રોગનું- કારણ રોગ સૌ શરીરને છે, મને નથી.
અહમ્ નિર્વિષ:-વિકાર એટલે ફેરફાર. વિકાર અર્થાત્ બગડવું. વિકાર એટલે જ સડો. પછી તે સડો પાણીમાં, પદાર્થમાં ખોરાકમાં કે શરીરમાં ગમે તેમાં હોય. અરે મનનો સડો એટલે કામનાનું તોફાન અને વિચારોનો સડો કે વિકાર એટલે વિષયચિંતન.
માનવસ્વભાવ કેવો વિચિત્ર છે! તેને વિકાર પસંદ છે. ખૂબ ખૂબ મહેનતથી તે વિકારો પેદા કરી તેનું સેવન કરે છે. આપણી જાણીતી જલેબી વિકારની પરાકાષ્ઠા. લોટ ખૂબ ખૂબ સડે, ગંધાય-પણ તળાય એટલે ગંધ પર સુગંધનું પડ ચડે અને પાછી ચાસણીમાં ડૂબકી મારે લેબી, ખાનાર વિકારમાં ડૂબે. તે જ પ્રમાણે લોટને સડાવવામાં આવે એટલે ખમણ થાય-તે પણ લોટનો વિકાર. દૂધનું દહીં થાય તે પણ વિકાર. દૂધમાં લાખો બેંકટેરિયા જંતુ થાય પછી જ દહીં થાય. પણ તમામ જંતુ સાથે એક ગ્લાસ લસ્સી પેટમાં જાય એટલે વિકાર અંદર જઈ શાંતિનો કરે સિસકાર. આપણે આપણી જાતને વિકારી માની તેથી બન્યા આપણે વિકારના ભોગી. ઢોકળાં, હાંડવો અને તમામ આથો આવે તેવી વસ્તુ વિકારી અને જે શરીરના અવયવો માટે મોહ ઊપજે છે તે નારીના સ્તન પણ માંસચરબીનો વિકાર જ છે. પણ મોહ લાગ્યો માનવને સડાનો, બગાડનો, વિકારનો; કારણ વિકારથી જ દેહનો જન્મ છે. બાળપણથી વૃદ્ધત્વની યાત્રા વિકારોની જ હારમાળા છે. અંતે મૃત્યુ પણ શરીરનો વિકાર છે. કામક્રોધ મનનો વિકાર છે. શરીરમાં પરું થાય, પાક થાય, ગૂમડાં લે તે પણ વિકારને જ આભારી છે.
આપણે સમજવાનું છે આત્મચિંતનથી કે હું નિરાકાર તો ક્યાં મારે વિકારની-વિકૃતિની સ્વીકૃતિ કરવી? તેવું આપણી સંસ્કૃતિમાં નથી. આપણે