________________
(૯૩)
સંતો, લાંબા આયુષ્યના વહેમમાં જીવે છે. અરે, જ્યાં હું પૂર્ણ છું, અનંત છું, ત્યાં લાંબી આયુ મને ક્યાં આંબી શકે? અને હું તો અપરિવર્તનશીલ એક છે. શરીરને વૃદ્ધિ અને વિકાર છે, પરિવર્તનશીલતા છે, તેનો મને મોહ ક્યાં? છતાં આજે પૂજાય છે ભ્રાંતિ. “જોયું ને એમની ઉમર તો વરતાતી જ નથી! કોઈ ૪૦૦, ૫૦૦ હે છે. એ તો યોગી છે.” “આટલી મોટી ઉમરે પણ જોયું ને મુખનું તેજ!-એક કરચલી નથી માં પર!” આવા સૌ હાડ, માંસ અને શરીરના આકારને જ જોનારા, ચામડીને, જ ભાખનારા, ઋષિ અષ્ટાવકની ભાષામાં તો ચમાર માત્ર છે. તેઓ પોતાની પૂર્ણતા, એકતા, અદ્વિતીયતા ગુમાવી બેઠા છે. માટે વિચારવું કે હે પ્રભુ, મને આકારથી મુક્ત કર, દેહથી ભિન્ન કર, રૂપની અનેકતાથી અલગ કરી અને “સ્વ” સ્વરૂપની એકતા, પૂર્ણતા, અભેદતાથી એક કર, કારણ કે હું એક અતિય આત્મતત્વ છું.
મદમ્ સૂક્ષ્મ.. હું સૂક્ષ્મ છું.’
હું સૂક્ષ્મ છું એટલે હું સૌથી મહાન છું તેવો ગૂઢાર્થ આ નાના વાક્યમાં અભિપ્રેત થાય છે. શ્રવણ કરતાં આશ્ચર્ય થાય તેવી આ વાત છે છતાં હકીકત છે. તેથી કોઇએ લઘુતાગ્રંથિથી પીડાવાની જરૂર નથી. જે સૂક્ષ્મ થઇ શકે તે જ સર્વવ્યાપ્ત થઈ શકે. તેથી વિચારવું કે હે પ્રભુ, જે નાનો છું તો મને એટલો નાનો બનાવ કે મારાથી નાનું કોઈ ન હોય, હું એટલો સૂક્ષ્મ થાઉં કે સૃષ્ટિના કણ કણમાં, ગગનના અંગેઅંગમાં સમાઈ જાઉં. વ્યાપક થવા માટે સૂક્ષ્મતા એક જ રસ્તો છે. અને ખરેખર તો
જ્યાં કોઈ રસ્તો જ નથી તે જ મારું અંતિમ લક્ષ્ય છે. મારો આત્મા સર્વવ્યાપ્ત છે, ક્યાંય નથી તેવું નથી. અરે, જેને હું મારો આત્મા’ કહું છું તે જ હું છું. તે માત્ર જડ, મૃત શરીરની સીમાઓમાં જ કેદ નથી; તે અતિસૂક્ષ્મ, નામ-આકારની પેલે પાર છે તેવું સમજાતાં સ્પષ્ટ થાય છે કે..
હું સૂક્ષ્મ છું. જેમ આકાશ સૂક્ષ્મ છે, માટે સર્વવ્યાપ્ત છે. હું તો આકાશથી પણ સૂક્ષ્મ છું. આકાશનું પણ કારણ છું. તેથી આકાશથી પણ મહાન હું વિરાટનો વિરાટ છું.