________________
(૭૧)
આકાશ છે, જળ છે તેમાં તમારું પોતાનું શું છે? તમે શેના માલિક છો?
ના, તે બધું તો ઈશ્વરનું જ છે.
જે તે પંચમહાભૂતના માલિક તમે નથી તો તેથી બનેલું શરીર તમારું કઈ રીતે ?
ખરો તમારો વિચાર !ખૂબ અજબ-ગજબની વાતો કરો છો કે હું શરીર નથી અને શરીર પણ મારું નથી.
હવે યાદ રાખજે.
હા, હવે ભૂલ કરે તે બીજા.
જો તમે તમારી જાતને શરીર માનશો તો કેદ થશો.
અર્થાત્ શું?
જે આપણે શરીર છીએ તો જન્મેલા છીએ અને જન્મેલા એટલે આવેલા છીએ. અર્થ એ જ કે આપણે ભૂતકાળમાં નહોતા, ભવિષ્યમાં નહીં રહીએ. આપણે શરીર તરીકે તો માત્ર વર્તમાનકાળમાં જ છીએ. આમ આપણે આપણી જાતને શરીર તરીકે સ્વીકારીને સમયમાં કેદ કરી, સમજાયું? આપણે આપણી જાતને શરીર માનીએ તો શું હાનિ ?
અરે, જે આપણે શરીર તો આપણને ભૂત, ભવિષ્ય, વર્તમાન છે. જે આપણે શરીર તો જ આપણને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશા છે. જે આપણે શરીર તો જ આપણે કોઈના સગા છીએ અને કોઈ આપણું સગું છે.
જો શરીર તો જ કોઈ આપણું વડીલ છે કે આપણે કોઈથી નાના છીએ. જે ક્ષણે સમજાય કે હું શરીર નથી તે જ પળે પકડાય કે
નથી મારે દિશા,
નથી મારે સમય,
નથી મારે દેશ,
નથી મારે જન્મ,
નથી મારે સ્નેહી,