________________
(૫૫)
અગર ન તો સેંકડો પ્રાણાયામ મદદ કરી શકશે. પણ સંતોનાં હિતકારક વચનોનો વિચાર કરવાથી જ આત્મરૂપ વસ્તુનો દૃઢ નિશ્ચય થઈ શકે છે"अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः । न स्नानेन न दानेन प्राणायामशतेन वा ॥ १३ ॥
-વિ, ચૂડામણિ
વેદાન્તના અર્થનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન થાય છે અને તે પછી સંસારના દુ:ખનો અત્યંત નાશ થાય છે. માટે મુમુક્ષુએ તીવ્ર મુમુક્ષુતા પ્રાપ્ત કરવા વિચારમાર્ગે પ્રયાણ કરવું.
वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् । તેનાત્યન્તિ તાલુકાનાશો મવત્યનુ ॥ ૪૭ ।।વિ.ચૂ.
સાધન-ચતુષ્ટયનું સમાલોચન
અથવા
(જ્ઞાનનાં બહિરંગ સાધનની સમાપ્તિ)
અત્યાર સુધી ચર્ચેલા ચાર સાધન: (૧) વૈરાગ્ય (૨) વિવેક (૩) ષસંપતિ-શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન (૪) મુમુક્ષુતા-આ બધાં જ જ્ઞાનપ્રાપ્તિનાં બહિરંગ સાધન ગણવામાં આવે છે અને આ સાધનસંપન્નઅધિકારી મોક્ષમાર્ગે સફ્ળતાપૂર્વક આગળ વધી શકે છે. આત્મજ્ઞાનપ્રાપ્તિની પૂર્વ શરતો કે લાયકાત જો આ સાધનને ગણવામાં આવે તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. જીવનના અંતિમ ધ્યેય પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરવા ઇચ્છતા મુમુક્ષુ કે સાધકે ક્ષણે ક્ષણે સિંહાવલોકન કરી આ બધાં જ સાધનને માઈલસ્ટોનની જેમ નિહાળવાં જોઇએ. આપણી આધ્યાત્મિક પ્રગતિમાં બીજાના દોષ જેવા કરતાં આપણામાં કેટલાં સાધન કેટલા પ્રમાણમાં હસ્તગત થયાં છે તેનો વિચાર કરવાથી પ્રગતિ ઝડપી થશે અને ખોટા ખ્યાલોમાં સમય વેડછાશે નહીં. આસાધનોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ જ સાધકની-મુમુક્ષુની પ્રગતિની પારાશીશી છે.
પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને સદાસર્વા તેની પ્રેરણા પ્રાપ્ત થતી રહે અને આપણે સાધ-ચતુષ્ય-સંપન્ન અધિકારી બની શકીએ. જો આપણે તેવા અધિકારી હોઇશું તો સાક્ષાત્ પરમાત્માએ કોઇ ને કોઇ રૂપે, પંચમહાભૂતનો મેકપ કરી માનવદેહમાં ગુરુનું સ્થાન શોભાવવું જ પડશે તેવી અનંત શ્રદ્ધા સાથે વાણીને વિરામ આપીએ.
-