________________
(૬૪)
ઈશ્વર જેવો.
ઈશ્વર કેવો છે?
વિરાટ વિશ્વ જેવો.
વિરાટ વિશ્વ ક્યાંથી આવ્યું?
માયામાંથી.
તો માયા ક્યાંથી આવી ?
ઈશ્વરથી ઉત્પન્ન થઈ.
અર્થાત્ ઈશ્વર જ કારણ છે?
હા, ઈશ્વર જ જ્ગતનું અભિન્ન નિમિત્ત-ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ એટલે શું?
કોઈ પણ સર્જન માટે વસ્તુ કે મટિરિયલ જરૂરી છે. દા. ત., ઘડો બનવવા માટી; વજ્ર માટે રૂ; દાગીના માટે સોનું. આ માટી, રૂ અને સોનું તે ઉપાદાન કારણ કહેવાય. તેના વિના સર્જન શક્ય નથી.
જે આ સત્ય છે કે કોઈ પણ સર્જન માટે ઉપાદાન કારણ કે મટિરિયલ કોઝ અથવા વસ્તુ જરૂરી છે તો આ જ્ગત બનાવવા કઈ વસ્તુ વાપરવામાં આવી? અને જેમ માટી, રૂ, સોનું ધરતીમાંથી મળે છે તેમ જગતની વસ્તુ કોણ ક્યાંથી લાવ્યું?
ભૌતિક પદાર્થોના સર્જન માટે માનવી સ્વતંત્ર નથી, પણ પરતંત્ર છે-પરાધીન છે. રૂ, માટી, સોનું મેળવવા તેને ધરતીનો સહારો લેવો પડે છે. જ્યારે ઈશ્વર ઉપાદાન વસ્તુ કે મટિરિયલ માટે પરાધીન, પરતંત્ર નથી બલકે સ્વતંત્ર છે અને જ્ગતના સર્જનનું વસ્તુ મટિરિયલ કે ઉપાદાન ‘માયા' છે. તમામ દૃશ્ય કે જ્ઞેય પદાર્થો અંતે માયાથી બન્યા છે. આ ‘માયા’ ઈશ્વરની શક્તિ છે, જે ઈશ્વરે જ જાતે પેદા કરી છે. બીજેથી આયાત કરવામાં આવી નથી; પોતાની અંદરથી જ તેમણે માયાશકિત ઊભી કરી અને તેમાંથી જ્ગત બન્યું છે. માટે જ જ્ગત માયિક છે અને ઈશ્વર માયાવી કહેવાય છે.
=
જો આ સાચું જ હોય તો દૃષ્ટાંત આપી સમજાવો.
જેમ કરોળિયો જાળું બનાવવા તાર બીજેથી લાવતો નથી, પણ પોતાની