________________
(૪૯) ક્યાં? “અમને કંઈ ખબર નથી; અમે તો બીજાને માત્ર પાછળ પાડવા દોડીએ છીએ.”આમ, ધ્યેયહીન, દિશા વિનાની દોડ ક્યાં લઈ જશે, પ્રગતિ વિનાની યાત્રા કે પ્રવાસ ક્યાં પહોંચાડશે? કોઈને ફરસદ નથી. સ્થિતિ છે આપણી ઘાંચીના બળદ જેવી - દોડી દોડીને જૈસે થે - હતા ત્યાંના ત્યાં. આવા પ્રયત્નનો અર્થ બસસ્ટેન્ડ પર ઊભા રહેવું અને જે બસ આવે તેમાં ચડી જવું. “જવું છે જ્યાં તે મને ખબર નથી. મારે તો બસયાત્રા મંજૂર છે.” આમ ભટકનારને જન્મ-મૃત્યુ, સ્વર્ગ-નરક, સ્થાવર-જંગમ અનેક યોનિઓમાં ભટકવું પડશે અને છતાં સ્મશાન અને ગર્ભથી તેનો છુટકારો નહીં થાય.
કેટલાકને જીવનનું લક્ષ્ય ખબર છે પણ તે પ્રયત્ન કરતા નથી; કેટલાક પ્રયત્ન કરે છે પણ તેમની દિશા સાચી નથી; કેટલાક સાચી દિશામાં છે પણ તેમનાં સાધન અયોગ્ય છે. યોગ્ય સાધન અને સાચી નિશ્ચિત દિશામાં પ્રવાસ કરી અંતિમ પારમાર્થિક ધ્યેયને પ્રાપ્ત કરવા કોઈનો સંપર્ક કે માર્ગદર્શન જરૂર આવશ્યક છે. ઘર બનાવવા જેમ કલાકોનું ચિંતન કરીને પછી એન્જિનિયર, આર્કિટેકટ અને કોન્ટેક્ટરનો સંપર્ક સાધી તેમના સૂચન ને માર્ગદર્શન મુજબ આગળ વધીએ છીએ તો આ તો પારમાર્થિક પરમ પુરુષાર્થ સાધવો છે. આ લક્ષ્ય તો ઘરની જેમ લૌકિક વિનાશી નથી, અવિનાશી છે; સ્વર્ગની જેમ પારલૌકિક લક્ષ્ય નથી કે જ્યાંથી પુણ્ય ક્ષય થતાં પાછા ફરવાનું હોય. આ તો જીવનનું અલૌકિક લક્ષ્ય છે જ્યાં ગયેલો - પહોંચેલો કદી જન્મ-મૃત્યુના ચક્રમાં પાછો ફરતો નથી. આ તો અંતિમ ધ્યેય છે. જીવનનું તે દેશ-કાળ-વસ્તુથી પર અલ્ય - અવિચ્છિન્ન બ્રહ્મ છે. શું તેની પ્રાપ્તિ માટે કોઈના સંપર્કની જરૂર નથી?”
જીવનના આવા પરમ લક્ષ્ય કે ધ્યેય પર ચિત્તને એકાગ્ર કરવું તેનું નામ જ સમાધાન છે. આવું સમાધાન તે જ જીવનના આંતરિક સંઘર્ષનો આત્યંતિક અંત.
આ સમાધાન એટલે જ ચિત્તનું નિર્વિષય થવું પછી ક્યાં છે પ્રવાસ? | ક્યાં છે દોડ? ક્યાં છે પ્રગતિની હોડ?
“જિતજયં તુ સક્સ' ચિત્તનું લક્ષ્યમાં એકાગ્ર થવું એટલે જ એક+અગ્ર =ધારદાર =એક