________________
(૫૦)
અદ્વિતીય પરબ્રહ્મમાં ચિત્તને અથવા જીવને તીવ્ર બનાવવું, તેની સાથે એક કરવું ઐકય સાધવું તેવો અર્થ છે.
એકાગ્ર અર્થાત્ જે માત્ર એક તત્ત્વ છે તેમાં જ આગળ વધવું અને વિષયવાસનાની દિશાનો ત્યાગ કરવો. તે સિવાય જીવનમાં નથી સમાધાન કે શાન્તિ. સામાન્ય અર્થમાં વાસના, ઇચ્છા, કામના, મહેચ્છાપૂર્તિ તે જ શાન્તિ અથવા ખરાબ ઇચ્છાની - અનિચ્છનીય ઇચ્છાની નિવૃત્તિ તે શાન્તિ છે. સાચી શાન્તિ કે સમાધાન માત્ર ઇચ્છા કે વાસનાના આત્યંતિક અંતમાં છે અને તે માત્ર પરબ્રહ્મરૂપી લક્ષ્યનું જીવ કે ચિત્ત સાથે ઐકય સ્થાપવાથી જ શકય છે. આવું ઐકય સ્થાપવું કઈ રીતે ? ઋષિ યાજ્ઞવલ્કય તેનો સર્વોત્તમ રસ્તો મૈત્રેયીને ઉપદેશતાં બૃહદારણ્યક ઉપનિષદમાં નીચે મુજબ જણાવે છે:
‘‘આત્મા વા ગરે દદવ્ય: શ્રોતવ્યો મંતવ્યો નિવિધ્યાસિતવ્ય:’-અરે! મૈત્રેયી, આ આત્મા દર્શનીય છે (જો જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થાય તો પોતાથી અભિન્ન અનુભવવા જેવો છે), આત્મા શ્રવણીય છે (શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા), આત્મા મનનીય છે (ચિંતન – મનન દ્વારા જાણવા યોગ્ય છે.) આત્મા ધ્યાન કરવા યોગ્ય છે (જ્ઞાતા - જ્ઞેય - જ્ઞાનની ત્રિપુટીને સમાપ્ત કરી બ્રહ્માકાર વૃત્તિ દ્વારા.)’'
ઋષિ યાજ્ઞવલ્ક્યનો સંદેશ જેને સમજાય, સંકેત જેને પકડાય તેણે સમાધાનની દિશામાં ક્ષણમાત્ર પણ થોભ્યા વિના પ્રયાણ કરી દેવું જોઈએ. કોઈ સંજોગની, મુહૂર્તની કે કોઈની સલાહની તેમાં જરૂર નથી, જે સંકેત પકડાયા હોય તો ! ઘર બાંધવામાં સલાહસૂચન જરૂરી છે પણ છોડવા માટે નિરર્થક છે. કારણ, જેને પેલા લક્ષ્ય પરત્વેના સંકેત પકડાયા જ નથી - તે તમને શું સલાહ આપશે? જે ખુદ તરવૈયો નથી - તરેલો નથી - તે શું તારે ? “સ્વયં તીર્ણ: · પાન્ તારયતિ' માટે કોઈ લાલ સિગ્નલથી થોભશો નહીં - લીલી ઝંડીની રાહ જોશો નહીં; જીવનનો સમય તો વીજળીના ચમકાર જેટલો જ છે. તૈયાર રહેજો એક હાથમાં જીવાત્મારૂપી દોરો અને બીજામાં પરબ્રહ્મરૂપી મોતી લઈને જેવી વીજળી ચમકે કે દોરો પરોવી ઐકયની અદ્વિતીય અલૌકિક અનુભૂતિ કરી લેજો. વીજળી ચમકે ત્યારે દોરાને વળ ચડાવવા રહેશો તો સુખદુ:ખના વમળમાં ઘુમ્યા જ કરશો. ‘ચમકે વીજળી આતમ ઉજાસની ત્યારે રખે ચશ્મા શોધતા.' તૈયાર, તત્પર અને એકાગ્ર