________________
(૪૨)
જાણતી હોય તેના અનુભવની મદદ લેવી પડે. પણ જો તેમાં અહંકાર આડે આવે તો માત્ર એક રસ્તો છે અને તે સીવવાનો સંચો કે મોટર સાઈકલ જોડે એક નાની પુસ્તિકા હોય છે તે સાહિત્ય કે લિટરેચરની સહાય લેવી પડશે. તેવા પુસ્તકમાં ચિત્રો સાથે માહિતી હોય છે. પણ યાદ રાખીએ કે આવી પુસ્તિકા કે લિટરેચરમાં જે અનંત વિશ્વાસ નહીં હોય તો તે સચિત્ર માહિતી પણ નકામી થઈ જશે. આપણે કદી ન ભૂલીએ કે આ તો માનવરચિત યંત્રો છે, બેશક જટિલ યંત્રો છે. જે તેને સમજવા માણસને કોઈ સાહિત્યની જરૂર પડે છે, તો શું આ અખિલ બ્રહ્માંડને સમજવા તેને કોઈ સાહિત્ય, લિટરેચર કે પુસ્તકની અપેક્ષા નથી? કઈ રીતે સમજાય નિત્ય નિરંતર-ગ્રહોની ગતિ? કઈ રીતે સમજાય આ અનંત, અખંડ, વૈવિધ્યપૂર્ણ સર્જનનો એક સર્જનહાર? આ અગણિત તારલાની ટોળીઓ કોણે રચી? ખીલવે છે કોણ આ રંગબેરંગી પુષ્પોને સમાન ધરામાં? લાવે છે કોણ નિશ્ચિત સમયે પાનખરને? કોની પ્રેરણાથી “ઓવર ટાઈમની માગણી ક્ય વિના સૂર્ય નિત્ય-નિરંતર-ઉષા ને સંધ્યાની સાચી ખબર આપે છે? હડતાળ કે “ધરણા વિના કેમ તુ પ્રમાણે નિયમિત ગ્રીષ્મ, વસંત, શિશિર, પાનખર આવે છે ને નિયમ મુજબ ફળ-ફૂલ લાવે છે?
આ એકતામાં વૈવિધ્ય કોણે ભર્યું? અને વૈવિધ્યમાં એકતાનો સૂર કોણે રેલાવ્યો? જો સર્જનહાર એક, તો સમાનતા કયાં? સર્જક વિના સંસાર કેવો? જો સર્જનહાર છે, તો કેમ છુપાઈને બેઠો છે? આવી સમસ્યાના સમાધાન માટે આપણે કોનો સંપર્ક કરવા જઈશું? આ તો સામાન્ય માનવીના રોજબરોજના પ્રશ્નો છે.
આંખમાં ઊંધને ભરે છે કોણ? ને સપન થઈને વિસ્તરે છે કોણ? લીલું લીલું વિકસતું કોણ અહીં? પીળું પીળું સતત ખરે છે કોણ? હું તો ઊંધી રહ્યો છું બિસ્તરમાં, ખાલી ઘરમાં પછી ફરે છે કોણ?
હું હતો, છું અને રહેવાનો; રોજ પ્રશ્નો મને કરે છે કોણ?
– આદિલ