________________
(૪)
સર્જક અને નિયંતા છે. આવી નિશ્ચયપૂર્વકની સમજ કેળવવા માટે તેમ જ જીવ, mત અને ઈશ્વરને જાણવા માટે વેદવાક્યમાં, ગુરમાં પ્રથમ શ્રદ્ધા રાખવી અને ત્યાર બાદ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી અને તેની સાથે ઐક્ય સાધવા આત્મશ્રદ્ધા કેળવવી ખૂબ જ જરૂરી છે. સાચી શ્રદ્ધાથી થતી જીવનયાત્રામાં ક્યારેય, ક્યાંય, “અશક્ય”, “અસંભવ'નો અણસાર પણ નથી.
“ક્ષિતિજોને આંબવાની હામ જે હૈયાને હશે; ગગનનો ધ્રુવતારો પંથનો સહારો થશે.”
શ્રદ્ધા કયારે ન ફળે? શ્રદ્ધાના જન્મ, વિકાસ અને દઢતાનાં એકબે પરિબળો સાધકે સમજી લેવા જેવાં છે. અર્વાચીન ભણતરની એક નવી ફળશ્રુતિ ઘણી વાર દેખા દે છે કે ભણેલાને, ખૂબ ખૂબ ઉપાધિ - ડીગ્રીઓથી ઘેરાયેલાને, ભણતરનું એવું અભિમાન બહેકાવી મૂકે છે કે તે કોઈને ગુરુ માનવા તૈયાર નથી, તે તો ઠીક પણ ગુરુ શબ્દ માટે એલર્જી સમાજે ઊભી કરી છે. કંઈ વાંધો નથી; તેના બદલે તમે કેન્ડ, ફિલોસોફર કે ગાઈડ' શબ્દપ્રયોગ કરો, પણ “સ્વરૂપને પહેચાનો એટલે બધું જ સમાઈ ગયું. ગુરુના બદલે શિક્ષક, આચાર્ય, માર્ગદર્શક શબ્દ વાપરવામાં વાંધો નથી, પણ જેની પાસેથી કંઈક મેળવવું છે તેના માટે આદરભાવ, પૂજ્યભાવ, સન્માન નહીં જાગે તો જીવન સમર્પણ નહીં થઈ શકે. અને તે વિણ “ગુરુ-શિષ્ય-ટિચર એન્ડ ટોટ વચ્ચે આત્મીયતાનો સેતુ નહીં સર્જાય. રિપોર્ટ એસ્ટાબ્લિશ નહીં થાય અને આત્મીયતા અને લાગણીના અભાવમાં સંવાદ કદી જન્મ નહીં લઈ શકે. ત્યાં તો વાદ, વિવાદ, વિતંડાવાદ, જલ્પ વગેરે જ હાહાકાર મચાવશે અને તેવી શબ્દોની રમઝટમાંથી પેદા થશે ઘર્ષણ, પ્રકાશ કદી નહીં. માટે સૌ પ્રથમ સાધક કે મુમુક્ષુએ - જ્ઞાનમાર્ગના પથિકે પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરવો. બધી જ ઉપાધિ અને ડીગ્રીઓને ડુબાડી નમ્રતાથી ગુરચરણમાં ઉપસ્થિત થવું. કારણ, mતનાં પ્રમાણપત્રો અને ધૂળ બરાબર છે - આત્મજ્ઞાનના પંથે તેનું અભિમાન વ્યર્થ છે.
“વૃથા ગુમાન ભણતરનું ભણ્યો તે ના ભણ્યો આંહી; નિરક્ષરની સદારતા પ્રભુને પ્રાણપ્રિય, ભાઈ.” -શ્રી રંગ અવધૂત