Page #1
--------------------------------------------------------------------------
________________
41
ଠଗୋପା ଫାର୍ମି ଠାଗା
-શંભુપ્રસાદ દેશાઈ
Do 53
Cool
Page #2
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ અને ગિરનાર
(સ્થળ અને પ્રસંગ ચિત્રોના સુંદર ફોટોગ્રાફસના આલબમ સાથે વર્ધિત અને સંશોધિત નૂતન સંસ્કરણ)
લેખક શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ
બી. એ., એલએલ.બી, કેવિદ, વિદ્યાલંકાર, ઇતિહાસવિદ, આઈ. એ. એસ. (નિવૃત્ત)
પ્રવીણ પુસ્તક ભંડાર લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, રાજકૉટ.
Page #3
--------------------------------------------------------------------------
________________
'
JUNAGADH ANE GIRANAR (History) By: SHAMBHUPRASAD DESHAI Published by : PRAVIN PRAKASHAN, Dhebar Road, RAJKOT.
પ્રકાશક :
પ્રવીણચંદ્ર એમ. પટેલ પ્રવીણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, રાજકોટ,
સર્વ હક્ક લેખકને સ્વાધીન
પહેલી આવૃત્તિ : ૧૯૭૫ બીજી આવૃત્તિ : ૧૯૯૦
કિંમત : રૂા. ૧૨૫/
મુદ્રક :
ભાવેશ પ્રિન્ટીંગ પ્રેસ, ‘વિકો હાઉસ’,
૭/૨, મવડી પ્લાટ, રાજકોટ.
Page #4
--------------------------------------------------------------------------
________________
જેના સ્વમુખેથી કિશોર વયમાં વારંવાર ભારતના ઈતિહાસની ગૌરવશાળી ગાથાઓ
અને
જૂનાગઢના ભવ્ય ભૂતકાળના વિવિધ પ્રસંગે શ્રવણ કરી ઈતિહાસ પ્રત્યે અનુરાગ થયો
મારી સ્વર્ગસ્થ પરમ પૂજ્ય
માતુશ્રીને સાદર સપ્રણામ સમર્પણ...
Page #5
--------------------------------------------------------------------------
________________
“પ્રભાસ અને સોમનાથ” વિશે મંતવ્ય
આ પુસ્તક વાંચી જતાં મને ઘણા આનંદ થયો. બ્રિટિશ હકૂમત વેળા આપણા દેશમાં જુદા જુદા હોદ્દા પર નિમાઈને રાજ્યકર્તા તરીકે આવેલા ઘણા અંગ્રેજ અમલદાર, આપણા ઈતિહાસ, પુરાતત્ત્વ, ભાષાઓ, કોમા, લેાકંસમાજ, ધર્મતત્ત્વજ્ઞાન, સાહિત્ય, ચિત્ર-શિલ્પસ્થાપત્ય, વનસ્પતિઓ, પશુપક્ષીઓ ઇત્યાદિમાંથી પાતાના રસને વિષય પસંદ કરી, તેમના પર પેાતાના બધા ફાજલ સમયમાં અભ્યાસ–સ ંશોધન કરી, હજી તે તે વિષયમાં પ્રમાણભૂત ગણાય તેવા ગ્રંથા લખી ગયા છે. એવા વિદ્યાવ્યાસંગ આપણા દેશબાંધવ અમલદારોએ મુકાબલે ઓછો જ બતાવ્યા છે. આવી પરિસ્થિતિમાં, શ્રી શંભુપ્રસાદ હ. દેશાઇ જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની વહીવટી નેાકરી કરતાં, “સૌરાષ્ટ્રના ઇતિહાસ” અને તે પછી આવું પુસ્તક તૈયાર કરે એ ઘટના ખરેખર આનંદ જનક ગણાવી જોઈએ.
પુસ્તકમાં પ્રભાસ અને તેને ઈતિહાસપ્રસિદ્ધ કરનાર સામનાથ મંદિરને પ્રાચીન કાલથી આજ સુધીના ભાગ્યપલટા જેવા વારાફેરાવાળા ઈતિહાસ યથાશકય સ પૂર્ણતાથી આલેખાયેલા જોઉં છું. સ્વાભાવિક રીતે જ, એમાં મહમૂદ ગઝનવી અને તેની પછીના મુસ્લિમ આક્રમણકારોની ચઢાઈઓ અને સામનાથ મંદિરના તેમને હાથે થયેલ ધ્વંસ તથા હિન્દુ રાજાઓને હાથે થયેલા તેના જીર્ણોદ્ધાર કે નવનર્માણના વૃત્તાંત કેન્દ્રમાં રહે. પુરાણા, શિલાલેખા, મુસલમાન અને અંગ્રેજ ઈતિહાસકારોના ગ્રંથા, દસ્તાવેજો, વગેરેની પુસ્તકમાં ભરપટ્ટ સહાય લેવામાં આવી છે. કુળ સંસ્કાર જેવી ફારસીની જાણકારીએ લેખકને એમાં સારું કામ આપ્યું છે. આ કડીબદ્ધ ઈતિહાસ તેમજ પ્રભાસ અને સામનાથ વિષે ઉપયુક્ત માહિતી ધરી દઈ, ' પુસ્તકને પ્રભાસ—સર્વસ`ગ્રહ બનાવી દેતા પરિશિષ્ટોમાં મૂર્ત થતો વિપુલ સ્નેહ શ્રમ જન્મભૂમિ માટેની મમતાએ ઍમની ઈતિહાસદૃષ્ટિને ધૂંધળી બનાવી નથી એ સ ંતોષની વાત છે. હિન્દુ પુરાણેાની વાર્તા તથા મુસ્લિમ અને અંગ્રેજી તવારીખનવિસેાના વૃત્તાન્તા અક્ષરશ: માની લેવાને બદલે એની બુદ્ધિગ્રાહ્ય ચિકિત્સા કરીને તેમાંથી સત્યાસત્ય તારવવાના પ્રયાસ કરીને એમણે ઇતિહાસકારનું વૈજ્ઞાનિક વલણ સારા પ્રમાણમાં બતાવ્યું જણાય છે. આ પુસ્તક જોઈ સ્વ. રત્નમણિરાવ જોટેના અમદાવાદ, ખંભાત અને સામનાથ પરનાં માહિતીસમૃદ્ધ પુસ્તકો યાદ આવે. આ પુસ્તક સ્વ. રત્નમણિરાવના ‘“સામનાશ” કરતાં ઐતિહાસિક સાધનસામગ્રીમાંથી પ્રાપ્ત ઘણી વિશેષ માહિતી રજૂ કરતું હોઇ તેના મૂલ્યવાન પૂરક ગ્રંથ બને છે. શ્રી શંભુપ્રસાદ દેશાઇને વિદ્રુજનાના ધન્યવાદ રળાવી આપે એવા તેમના આ અભ્યાસપૂર્ણ ગ્રંથને હું સહર્ષ આવકારું છું. સ્વ. રત્નમણિરાવના તથા એમના દાખલાને અનુસરીને ઉત્સાહી નવ-સ ંશોધકો દ્વારા ગુજરાતનાં અન્ય ઇતિહાસ-પુરાણ-ખ્યાતનગરો અને તીર્થ ધામા પર આવા અભ્યાસગ્રંથ લખાય એવી આશા વ્યક્ત કરું છું.
સેવાસદન, અમદાવાદ. (૧૩–૧–૬૫)
—અળવ તરાય મહેતા
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
મારા પુસ્તક “પ્રભાસ અને સેમિનાથ” નું “આવકાર” શીર્ષક આમુખ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી માનનીય સ્વ. શ્રી બળવંતરાય મહેતાએ ઈ. સ. ૧૯૬૫માં લખ્યું ત્યારે તેમાં તેમણે ઈતિહાસ-પુરાણ ખ્યાત નગરો અને તીર્થધામે પર આવા અભ્યાસ ગ્રંશે લખાય એવી આશા વ્યક્ત કરી અને તે સાથે મને જૂનાગઢ અને દ્વારકા માટે “પ્રભાસ અને સોમનાથ” પ્રકારનાં બે પુસ્તકો લખવા પ્રેરણા આપી, એટલું જ નહિ પણ તેમ કરવા મારી પાસે વચન માગ્યું. આ વચન પૂર્ણ કરવા મેં યથામતિ અને યથાશક્તિ જે નમ્ર પ્રયાસ કર્યો તે જૂનાગઢ અને ગિરનાર.”
સૌરાષ્ટ્રના આ પુરાતન અને પ્રખ્યાત નગરને ઇતિહાસ દેશી તેમજ વિદેશી લેખકોએ તેમનાં પુસ્તકોમાં વિભિન્ન પ્રકારે આલેખ્યો છે તથા તેના રૂટ ઉલ્લેખો, સાહિત્ય ગ્રંથોમાં, પ્રવાસીઓએ લખેલાં પ્રવાસ પુસ્તકમાં અને અન્ય વિષયના ગ્રંથમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ શ્રી ગુલાબશંકર વેરાને જૂનાગઢનો ઇતિહાસ અને શ્રી જી. એ. શેખની મીરાતે મુસ્તફાબાદ સિવાય જૂનાગઢના ઈતિહાસનું કોઈ સ્વતંત્ર પુસ્તક પ્રસિદ્ધ થયું હોવાનું જાણવામાં આવ્યું નથી. શ્રી. ગુલાબશંકર વેરાને ઈતિહાસ ઘણો સંક્ષિપ્તમાં છે અને શ્રી. જી. એ. શેખની મીરાતે મુસ્તફાબાદ ઉર્દૂ ભાષામાં અને લિપિમાં છે. એટલે જૂનાગઢને વિસ્તૃત ઇતિહાસ ગુજરાતીમાં લખાય તેવી ઇચ્છા ઘણા વિદ્વાન મિત્રોએ વ્યક્ત કરતાં મને તેથી પ્રોત્સાહન અને પ્રેરણા પ્રાપ્ત થતાં મેં આ પ્રયાસ કર્યો છે.
- ઈ. સ. ૧૮૪૦ લગભગ દીવાન રણછોડજીએ ફારસી ભાષામાં સંપૂર્ણ કરેલા તેના ઈતિહાસ ગ્રંથ “વકાયાએ સોરઠ વ હાલાર” કે જે સામાન્ય રીતે તારીખે સેરઠ કે “સેરઠી તવારીખ”ના નામથી જાણીતું છે તેમાં આ વિદ્વાન લેખકે તેમના સમયને ઇતિહાસ સુરેખ અને સુંદર રીતે આલેખ્યો છે. પરંતુ તે સમય પૂર્વે ને ઈતિહાસ સંપૂર્ણપણે વિશ્વસનીય નથી. તેમની પાસે જે માહિતી હતી, જે સાધનો હતાં અને જે વિગતો હતી તેને તેમણે પૂર્ણ ઉપયોગ કર્યો છે. આ ફારસી ગ્રંથનું મિ. જે. બજેસે અંગ્રેજી ભાષાંતર કર્યું છે, પરંતુ તેમાં તેમણે ઘણાં વર્ણનો સંક્ષિપ્ત સ્વરૂપે આપ્યાં છે અને ક્યાંક કયાંક કેટલાક પ્રસંગે મૂકી દીધા છે. તેમના પછી કેપ્ટન બેલ, મેજર વેટસન, એ. કી. ફેબ્સ વગેરે અંગ્રેજ લેખકોએ તેમની કૃતિઓમાં, તારીખે સેરઠ, મીરાતે સિકંદરી, મીરાતે
Page #7
--------------------------------------------------------------------------
________________
અહેમદી વગેરે ફારસી ગ્રંથાનાં ભાષાંતરો તથા ભાટ ચારણેા પાસેથી સાંભળેલી વાતા, તે સમયે ઉપલબ્ધ હતા તે અમિલેખા અને તામ્રપત્રો આદિનો અભ્યાસ કરી જૂનાગઢનો ઇતિહાસ તેમનાં પુસ્તકોમાં યોગ્ય સ્થળે અને આવશ્યક પ્રમાણમાં સંક્ષિપ્ત સ્વરૂપે સમાવિષ્ટ કર્યો છે.
વર્ષો પૂર્વે આ ગ્રંથો લખાયા ત્યારે આજે છે ઍટલા ઇતિહાસ ગ્રંથો, શિલાલેખા, તામ્રપત્રા, મુદ્રાઓ અને ઈતિહાસ આલેખન માટે આવશ્યક એવાં અન્ય સાધન ઉપલબ્ધ ન હતાં. તેમ છતાં આ વિદ્વાન લેખકોએ ઇતિહાસના અગેાચર અને અગમ્ય વનમાં કેડી પાડી દિશા સૂચન કરી ભવિષ્યના સંશોધકો અને લેખકોને તે પગદ’ડી ઉપર પગલાં પાડી આગળ વધવા માર્ગદર્શન આપ્યું. તેમાંથી એ લેખકોએ પ્રેરણા પામી તે પગદડીને વિકસાવી ત્યાં વિશાળ માર્ગોનું નિરૂપણ કર્યું.
અને તેના ઉપર આવતી પેઢીના લેખકોને ચાલી સંશોધન અને સંકલન કરવાની સુવિધા કરી આપી.
એ માટે આ સર્વ લેખકો ધન્યવાદના અધિકારી છે એટલું જ નહિ પણ આજના ઈતિહાસકારો અને લેખકો તેના ઋણી છે, છતાં એમના પ્રત્યે પૂર્ણ સન્માન અને આદરની ભાવના સહ એ સત્ય સ્વીકારવું રહ્યું કે તેમની કૃતિઓ પ્રગટ થઈ તે પછી જે દશકાઓ વ્યતિત થઈ ગયા તેમાં નવાં સાધના પ્રાપ્ત થયાં, નવીન માહિતી મળી અને ઉપયોગી એવી વિગતો ઉપલબ્ધ થઇ એટલું જ નહિ પણ ઈતિહાસના આલેખનની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું અને ઈતિહાસમાં માત્ર રાજાઓનાં અંગત જીવન કે તેમના વિજયા કે પરાજયા જ નહિ પણ તેમાં દેશનાં ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, સમાજ આદિના ઇતિહાસ પણ સમાવિષ્ટ થવા જોઇએ એવી માન્યતા દૃઢ થઇ અને એ રીતે દૃષ્ટિકોણ બદલાતાં, નવીન દષ્ટિએ જૂનાગઢના ઇતિહાસ લખવાનું આવશ્યક બન્યું અને તેથી જૂનાગઢના રાજકીય ઈતિહાસને કેન્દ્રમાં રાખી, રાજતંત્ર, રાજપુરુષો, રાજનીતિ, સમાજ આદિની વિગતો આ પુસ્તકમાં મેં આવરી લેવા પ્રયત્ન કર્યો છે.
મારા “સૌરાષ્ટ્રના ઈતિહાસ”માં પ્રાચીન કાળથી ઇ. સ. ૧૭૪૮માં બાબીવંશની સ્થાપના થઇ ત્યાં સુધીના ઈતિહાસ અને ઈતર માહિતી વિસ્તારથી આપી છે એટલે આ ગ્રંથમાં તેનું પિષ્ટપેષણ ન થાય તે માટે એ સમય પૂરતા રાજ્યદ્નારી ઇતિહાસ સક્ષિપ્તમાં આપ્યો છે અને ઇતર માહિતી અધ્યાહાર રાખી છે. પરંતુ બાબીવંશની સ્થાપનાથી ઉચ્છેદ સુધીના સમયના ઈતિહાસ, વિસ્તૃત પ્રમાણમાં અન્ય માહિતી સાથે આપ્યો છે એનું એક કારણ એ છે કે, આ સમયના ઈતિહાસ અન્યત્ર આટલા વિસ્તારથી કાંય આલેખાયા નથી અને જૂનાગઢને ઇતિહાસ તે વિગતા વગર મારી દૃષ્ટિએ અપૂર્ણ છે. બીજુ કારણ એ છે કે આ સમયમાં, મધ્યકાલીન રાજ્યતંત્ર,
Page #8
--------------------------------------------------------------------------
________________
સમાજ, લેાકજીવન વગેરેમાં પરિવર્તન આવ્યું. મુગલશાસનના અંત અને બ્રિટિશ સાર્વભૌમત્વના પ્રારંભ વચ્ચેના સમય મધ્યકાલ અને વર્તમાન કાલ વચ્ચેના સંધિકાલ છે અને સાંપ્રત સમયની રાજ્ય અને સમાજની સ્થિતિ જાણવા માટે તે જરૂરી છે. આ સમયમાં જૂના વિચારો, જૂની માન્યતાઓ અને જૂની પદ્ધતિના અંત આવ્યા અને નવીન યુગના પ્રકાશ પડયો. તેથી ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના અભ્યાસીને આ પરિવર્તનની પ્રક્રિયાની માહિતી રસપ્રદ થાય એ હેતુથી અને આ સમયના કેટલાક પ્રસંગા, વિશિષ્ટ વ્યક્તિઓ અને રાજતંત્ર અને સમાજની વિશેષતા કાલે કરી વિસ્મૃત ન થઈ જાય તેથી કયાંક વિષયાંતર કરીને પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. અત્રે એ પણ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે આ સમયની કેટલીક બાબતા એવી છે કે તે કદી પણ કોઇ સ્વતંત્ર ગ્રંથના વિષય બની શકે નહિ અને તે સાથે તેની ઉપેક્ષા કરવી પણ ચાગ્ય ગણાય નહિ; તેથી તે પ્રકારના પ્રસંગો અને માહિતીને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.
સ્વાતંત્ર્યની ઊગતી ઉષામાં જૂનાગઢની પ્રજાએ અભૂતપૂર્વ ઇતિહાસ સર્જ્યો અને પરાધીન દેશી રાજ્યા અને તેની કચડાયેલી પ્રજાને સ્વતંત્ર ભારતમાં સમાવી લેવાના સ્વર્ગીય સરદાર વલ્લભભાઇ પટેલના ભગીરથ પ્રયાસમાં જૂનાગઢ ઝંડાધારી થઈ ભારતના ઇતિહાસમાં અનેાખુ સ્થાન પ્રાપ્ત કર્યું. આ વિરલ પ્રસંગની પૂર્વભૂમિકા પણ ભવિષ્યની પ્રજા જાણી શકે તે માટે તેની સ ́ક્ષિપ્ત વિગતો આપી છે. પરંતુ તે પ્રસંગ હજી જીવતી પેઢીની સ્મૃતિને છે અને જૂનાગઢમાંથી પાકિસ્તાનને હાંકી કાઢવાના ભગીરથ પુરુષામાં એક વા અન્ય પ્રકારે સહયોગી થનારી વ્યક્તિઓ જીવંત છે તેમજ તે સમયના ઇતિહાસની પુષ્કળ વિગતો જ્ઞાત હોવા છતાં તેનું પ્રકાશન કેટલાંક કારણેાસર હિતાવહ નથી એ દૃષ્ટિએ તેના વિવેચન અને વનમાં સંયમ રાખવાનું મને ઉચિત જણાયું છે.
આ ગ્રંથમાં અનેક ઐતિહાસિક વ્યક્તિઓના અને તેમનાં કાર્યોના ઉલ્લેખા કરવામાં આવ્યા છે. જે તે સમયના રાજપુરુષોની નીતિ અને પતિની કયાંક ચર્ચા પણ કરવામાં આવી છે તે કયાંક તેની આલેાચના પણ કરી છે. પરંતુ તે માત્ર ઈતિહાસની દૃષ્ટિએ કોઇ પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય તટસ્થ ભાવે આલેખન કર્યું" છે. ઈતિહાસ લેખકે પક્ષપાતથી પર રહી નિર્મળ અને નિર્ભેળ વિગતો આપવી જોઇએ એ સિદ્ધાંત અનુસાર મેં પણ તેમ કરવા પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આ ચર્ચા કે આલાચનામાં માહિતીના અભાવે કોઈ ક્ષતિ રહી ગઇ હોય કે કોઇ વ્યક્તિના ઉલ્લેખ કરવાનું રહી ગયું હોય તે હું સંબંધકર્તા સજ્જનાની ક્ષમા ચાહું છું.
ઇ. સ. ૧૯૪૭ના નવેમ્બરની નવમી તારીખે જૂનાગઢમાં નવાબી શાસનના અંત આવ્યા અને સારઠ સ્વતંત્ર થયું તે તારીખે આ ઇતિહાસ વાસ્તવિક રીતે
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂરો થાય છે. સ્વાતંત્ર્ય પછીના ઇતિહાસ ભવિષ્યના કોઇ સુભાગી લેખક લખશે તેવી અપેક્ષાએ હું માત્ર ઉપસ’હારમાં થોડીક વિગતો આપી વિરમું છું.
આ પુસ્તક તૈયાર કરવામાં જે જે વિદ્રાનાની કૃતિઓના મેં આધાર લીધા છે અને જે જે મિત્રાએ અને ગૃહસ્થાએ સ્ફુટ માહિતી પૂરી પાડી છે તે સર્વના તથા સારઠ સ ંશાધન સભાએ આ પુસ્તક પ્રકાશન માટે સ્વીકાર્યું" તે માટે સભાના અંત:કરણપૂર્વક આભાર માનું છું.
જૂનાગઢના નાગરિકો અને જૂનાગઢ- ગિરનારના ઇતિહાસમાં રસ લેતા વાચકો આ પુસ્તકમાં રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે ઉપેક્ષા કરી, તેમાં રહેલી અપૂર્ણતા લક્ષ્ય ન લેતાં, ઉદાર દૃષ્ટિથી તેના ઉપયોગ કરશે તો મારો શ્રમ સાર્થક થયા છે તેમ હું માનીશ.
‘આજસ’
સરદાર ચાક, જૂનાગઢ.
તા. ૧૦–૩–૧૯૭૫
શ’ભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ
Page #10
--------------------------------------------------------------------------
________________
અ–
–
–મ
૬૫
૩૭
૭૪
(૧) જૂનાગઢ ૩૩ ૧૬ ગુપ્ત સમય
૬૩ ૧ સીમા–૩૩ ૨ ક્ષેત્રફળ ૩૩ ૧૭ સ્કંદગુપ્તને લેખ ૩ જનસંખ્યા–૩૪ ૪ કિલ્લો ૩૪ ૧૮ સુદર્શન તળાવ ૫ જૂનાં નામો ૩૪ ૧૯ વલભી સમય
૬૮ ૬ ચંદ્રકેતુપુર
૩૫ (૩) ચુડાસમા વંશ ૭ ગિરિનગર
(૩૬ ૧ ચંદ્રચૂડ–૭૦ ૨ પ્રહાર ૮ ગિરિનગરનું સ્થાન
(૩ દયાસ ૯ ઉપરકોટ
૪૦ ૪ નવઘણ ૧લો ૧૦ જીર્ણદુર્ગ ૪૨ ૫ નવઘણ રજો
૭૩ ૧૧ જીર્ણગઢ
૪૫ ૬ રાણકદેવી ૧૨ જીર્ણ પ્રકાર–૪૬ ૧૩ ઉગ્રસેનગઢ ૪૬ ૭ સિદ્ધરાજને અમલ ૧૪ ખેંગારગઢ-૪૬ ૧૫ મુસ્તફાબાદ ૪૬ ૮ નવઘણ ૩જો–૭૭ ૯ કવાટ રજો ૭૭ ૧૬ ગિરનાર (નગર) ૪૭ ૧૦ જયસિંહ ૧લો
૭૮ ૧૭ જૂનાગઢ
૪૮ ૧૧ રાયસિંહ—મહિપાળ રજો ૭૯ ૧૮ યવનગઢ–૫૦ ૧૯ જૂનાગઢ ૫૦ ૧૨ જયમલ–૭૯ ૧૩ મહિપાલ ૩જો ૭૯ ૨૦ જૂનાગઢનો કિલ્લો
૫૧ ૧૪ વસ્તુપાલ–તેજપાલ ૮૦ (૨) પ્રાચીન ઇતિહાસ ૫૪ ૧૫ તેજલપુર–કુંવર સરોવર ૧ પ્રાચીન
૫૪ ૧૬ ખેંગાર ૩જો–૮૨ ૧૭ નાગરો ૮૨ ૨ મૌર્ય સામ્રાજ્ય–૫૬ ૩ અશોક ૫૬ ૧૮ ગુજરાતની સત્તા ૪ પર્વતીય લેખ
૫૭ ૧૯ માંડલિક પહેલે ૫ મૌર્ય પશ્ચાદ્
૨૦ ગુજરાતના રાજ્યને અંત ૬ શક સમયનાહપાન
૨૧ નવઘણ ૪થો ૭ ચસ્ટન–૫૯ ૮ રૂદ્રદામા ૫૯ ૨૨ મહિપાલ ૪ ૯ સુદર્શન તળાવ
૫૯ ૨૩ ખેંગાર કથો ૧૦ ઈંટવા
૬૦ ૨૪ મહમદ તઘલગ ૧૧ બોરદેવી
૬૧ ૨૫ જયસિંહ રજો ૧૨ રૂદ્રદામા પછી
૬૨ ૨૬ મહિપાલ પમ-૮૬ ૨૭મોકલસિંહ ૮૬ ૧૩ ગિરિનગર–પાટનગર ૬૨ ૨૮ માંડલિક રજો ૧૪ સુવર્ણગિરિનગર
૬૨ ૨૯ મેલિંગદેવ ૧૫ શક રાજ્યનો અંત
૬૩ ૩૦ જયસિંહ ૩જો
Page #11
--------------------------------------------------------------------------
________________
૩૧ મહિપાલ ડ્રો
૩૨ માંડલિક ૩જો
૩૩ સ્થાનિક ઈતિહાસમાં માંડલિક
૩૪ આઈ નાગબાઈ
૩૫ નરિસંહ મહેતા
(૪) મુસ્લિમ સમય
૧ ગુજરાતના સુલતાને ૨ ભૂપતસિંહ ૩ મહમૂદ બેગડો
૪ જામે—મસ્જિદ
૫ મહમુદનું મૃત્યુ
૬ મુઝફ્ફર રજૂ ૭ મસ્જિદ
૮ મુઝફફરનું મૃત્યુ ૯ સિકંદર અને પછી
૧૦૫
૧૦૬
૧૦૬
૧૦૭
૧૦૭
૧૦૭
૧૦૮
૧૦૮
૧૦૮
૧૦૯
૧૧૦
૧૧૦
૧૩ મુઝફ્ફર ૩જો
૧૧૦
૧૪ અકબરનું આક્રમણ
૧૧૧
૧૫ શાહબુદ્દીન અહમદની ચડાઈ ૧૧૧
૧૧૨
૧૦ બહાદુરશાહ
૧૧ બહાદુરશાહનું મૃત્યુ
૧૨ બહાદુરશાહ પછી
૧૬ મુઝફફર ૩જો
૧૭ ભૂચર મેારીનું યુદ્ધ
૧૮ જૂનાગઢના ઘેરા
૧૯ મુઝફફરનું મૃત્યુ
૨૦ સારઠ સરકાર
૨૧ રાયજાદા ખે’ગાર
૨૨ મુગલ સામ્રાજ્ય ૨૩ જહાંગીર
re
૨૪ રાયસિ હજી રાઠોડ
૨૫ ખુમ–સુબા
૨૬ શાહજહાન
9 ૪ ૪ ૪
૧૦૫
૧૦
૨૭ આલમગીર
૨૮ ઔરંગઝેબ પછી
(૫) બાબી વંશ પૂર્વાધ
૧ બાબી વંશ
૨ શેરખાન
૩ બહાદરખાન ગાદીએ
૪ વસંતરાય પુરબીઓ
૫ જૂનાગઢના ઘેરા
૬ બહાદરખાનના સિક્કા
૭ જગન્નાથ ઝાલા
૮ ઉપરકોટના કબજો
૯ ધારા
૧૦ બહાદરખાન સ્વતંત્ર
૧૧ બહાદરખાનનું મૃત્યુ
૧૨ મહાબતખાન ૧લા
૧૩ જગન્નાથ ઝાલાનું ખૂન
૧૪ સામજી જીકાર
૧૫ બીબી સાહેબા સુલતાના
૧૬ રાધનપુરની ચડાઇ
૧૭ નવાબની મુક્તિ
૧૮ રાજતંત્ર
૧૯ વેરાવળના કબજો
૧૧૨ ૨૦ અમરજી
૧૧૩
૧૧૩
૧૧૩
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૫
૧૧૫
૧૧૬
૨૧ વેરાવળના ધેરા
૨૨ દીવાના
૨૩ શેર ઝમાનખાનનું બંડ
૨૪ દીવાનપદે અમરજી
૨૫ અમરજીના વિજ્રયા
૨૬ જી છાયા
૨૭ અમરજી કેંદ
૨૮ મહાબતખાનજીનું મૃત્યુ
૨૯ હામેદખાનજી ૧લા
૧૧૬
૧૧૭
૨૦
૧૨૦
૧૨૧
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૮
૧૨૯
૧૨૯
૧૨૯
૧૩૦
૧૩૦
૧૩૦
૧૩૦
૧૩૧
૧૩૧
૧૩૧
૧૩૨
૧૩૨
૧૩૨
૧૩૩
૧૩૩
૧૩૪
૧૩૪
૧૩૪
૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૭
Page #12
--------------------------------------------------------------------------
________________
13
૩૦ રાજમાતાને વિદ્રોહ ૧૩૭ ૬૩ દીવાને-૧૬૦ ૬૪ અંગ્રેજ ચડાઈ ૧૬૦ ૩૧ પિશ્વા ગાયકવાડ
૧૩૮ ૬૫ કલ્યાણ શેઠ ફરીથી સત્તા ઉપર ૧૬૦ ૩૨ પોશીત્રા-૧૩૮ ૩૩ કાલુ મેર ૧૩૮ ૬૬ મરાઠા ચડાઈ
૧૬૦ ૩૪ અમરજીના વિજો ૧૩૯ ૬૭ ગોદડ ખવડ ઉપર ચડાઈ ૧૬૧ ૩૫ રાજપૂત સંગઠ્ઠન ૧૩૯ ૬૮ નવાબની નિરાશા
૧૬૧ ૩૬ અમરજીનું ખૂન ૧૪૦ ૬૯ રાજ ખટપટ
૧૬૧ ૩૭ ગાયકવાડની ચડાઈ ૧૪૨ ૭૦ બહાદરખાનને જન્મ ૧૬૨ ૩૮ દીવાન અમરજી ૧૪૩ ૭૧ જામનગરની મદદે
૧૬૨ ૩૯ જોરતલબી
૧૪૬ ૭ર રઘુનાથજી પુન: જૂનાગઢમાં ૧૬૨ ૪૦ નવાબ કેદ
૧૪૭ ૭૩ કલ્યાણ શેઠને બળવો ૧૬૩ ૪૧ ગીફમજહલો ૧૪૮ ૭૪ કુતિયાણાને ઘેર
૧૬૪ ૪૨ દીવાન કુટુંબની વિદાય ૧૪૮ ૭૫ કલ્યાણ શેઠ ૪૩ સૈનિકોનું બંડ ૧૪૯ ૭૬ અમરેલીને ઘેરો
૧૬૫ ૪૪ પ્રેમજી દામાણી ૧૫૦ ૭૭ વંથળીને ઘેરો
૧૬૫ ૪૫ ગલુ સોમનાથ
૧૫૦ - ૭૮ પ્રભાસ પાટણને ઘેરો ૧૬૬ ૪૬ રઘુનાથજી પાછા જૂનાગઢમાં ૧૫૧ ૭૯ રેવાશંકર દીવાન
૧૬૬ ૪૭ નવાબ હામદખાનનાં લગ્ન ૧૫૧ ૮૦ અંગ્રેજ હકૂમત
૧૬૭ ૪૮ રઘુનાથજીના વિજય ૧૫૧ ૮૧ સેટલમેન્ટ
૧૬૮ ૪૯ રઘુનાથજીનું રાજીનામું ૧૫૧ ૮૨ શ્રી સહજાનંદજી મહારાજ ૧૬૯ ૫૦ કુંભાજી ૧૫૨ ૮૩ હામેદખાનનું મૃત્યુ
૧૭) ૫૧ રાયજાદા દાગોજી ૧૫ર ૮૪ બહાદરખાનજી રજા : પર વેરાવળનો ઘેરો (રાણા સરતાનજી) ૧૫૨ ૮૫ ગાદીને ઝગડો પ૩ ચેરવાડનો ઘેરો
૧૫૩ ૮૬ રઘુનાથજી પુન: દીવાન પદે ૧૭૨. ૫૪ વેરાવળ લીધું
૧૫૩ ૮૭ કંપની ગાયકવાડની સવારી પપ નવાબ કેદ ૧૫૪ ૮૮ કુદરતી આફતો
૧૭૪ : ૫૬ દીવાન ગોવિંદજી ૧૫૪ ૮૯ જમાદાર ઉમર મુખાસન પ૭ પેશકશી
૧૫૪ ૯૦ દીવાન ભાઇઓ ૧૭૫ ૫૮ રઘુનાથજી કેદ
૧૫૫ ૯૧ નવાબ બહાદરખાન કેદ ૧૭૬ ૫૯ રણછોડજીનો બળવો ૧૫૬ ૯૨ સુંદરજી શિવજી સોદાગર ૧૭૮ ૬૦ દીવાન કુટુંબની વિદાય ૧૫૭ ૯૩ સાધુ બોની કતલ
૧૭૮ ૬૧ કલ્યાણ શેઠ
૧૫૭ ૯૪ પ્રભુદાસ વસાવડા દીવાન ૬૨ પ્રભાસપાટણના બ્રાહ્મણે ૧૫૮ ૯૫ કોયલીનું સમાધાન
૧૭૧
૧૭૧
૧૭૩
૧૭૫
૧૭૯
૧૯
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૮૧
૧૮૨ ૧૮૩
૧૯૮
૧૮૪
૨૦૨
૧૮૫
૯૬ દીવાન રઘુનાથજીનું મૃત્યુ ૧૭૯ ૧૨૮ સતી–૧૯૪ ૧૨૯ રાજતંત્ર ૧૯૫ ૯૭ સુંદરજી શિવજી પુન: દીવાન ૧૮૧ ૧૩૦ કુદરતી આફતો ૧૯૫ ૯૮ ગાયકવાડની જમા ૧૮૧ ૧૩૧ હામેદખાન રજાનું મૃત્યુ ૧૯૫ ૯૯ નવાબ બહાદરખાનનાં લગ્ન ૧૮૧ ૧૩૨ પ્રકીર્ણ
૧૯૫ ૧૦૦ સુંદરજીનું મૃત્યુ
(૬) બાબી વંશ - ઉત્તરાર્ધ ૧૯૮ ૧૦૧ બાવાવાળા
૧ નવાબ મહાબતખાન ૨ જા ૧૯૮ ૧૦૨ બહાદરખાનના દીવાને
૨ રીજન્સી .
૧૯૮ ૧૦૩ અહમદખાન ફકીર ૧૮૩
૩ રાજમાતા નાજબીબી ૧૯૮ ૧૦૪ ત્રિનેત્રેશ્વરની લૂંટ
૧૮૩
૪ સગીર નવાબ ૧૦૫ ગોવિંદજી ઝાલા ૧૮૪
૫ રજન્સી બરખાસ્ત
૧૯૯ ૧૦૬ સદાશિવરાવ
૬ જનાનાની ખટપટ ૧૯૯ ૧૦૭ ખડિયાનું બંડ
૧૮૪ ૭ અનંતજી દીવાન
૨૦૦ ૧૦૮ આતે મેર
૧૮૫
૮ ડુંગરશી દેવશી ૧૦૯ અમૃતલાલ અમરચંદ ૧૮૫
૯ કેશવજી વીરજી
૨૦૩ ૧૧૦ નથુરામ અમરજી ૧૮૫
૧૦ ડુંગરશીની દીવાનગીરી ૨૦૩ ૧૧૧ જાફરાબાદ–સરહદી ઝગડો
૧૧ ગોકુલજી ઝાલા દીવાનપદે ૨૦૪ ૧૧૨ દેવગામ
૧૮૬ ૧૨ નવાબની મુક્તિ
૨૦૪ ૧૧૩ બહાદરખાનનું મૃત્યુ ૧૮૬
૧૩ કેશવજી વીરજી કેદમાં ૨૦૫ ૧૧૪ દીવાન રણછોડજીનું મૃત્યુ ૧૮૬
૧૪ દત્તકની સનંદ
૨૦૬ ૧૧૫ બુદ્ધેશ્વર
૧૮૭
૧૫ સરહદી ઝગડાઓ ૧૧૬ શ્રી સ્વામીનારાયણ મંદિર
૧૬ મજમું ગામો
૨૦૭ ૧૧૭ નવાબ હામદખાન ૨ જા
૧૭ બાબરિયાવાડ
२०८ ૧૧૮ રીજન્સી
૧૯૧
૧૮ અગ્રિમ રાજ્ય જૂનાગઢ ૧૧૯ નથુખાન સરવાણી
૧૯ રાજ્યમુદ્રા
૨૦૯ ૧૨૦ માંગરોળ ઉપર ચડાઈ ૧૯૧
૨૦ શાહ ધ્વજ
૨૦૯ ૧૨૧ રાજમાતા દાદીબુ
૧૯૨ ૨૧ દીવાનનો હેદો
૨૧૦ ૧૨૨ જબ્બર શેઠ
૨૨ સાર્વભૌમ સત્તાની તાકીદ ૨૧૦ ૧૨૩ અનંતજી અમરચંદ
૨૩ વાઘેરો-૨૧૦ ૨૪ ગીગો મૈ ૨૧૧ ૧૨૪ કાવનું
૨૫ જસલ મૈયો
૨૧૨ ૧૨૫ કુંવરજન્મની અફવા
૨૬ હટુ મકરાણી
૨૧૨ ૧૨૬ બહારવટિયા
૨૭ હમીર મૈયો
૨૧૨ ૧૨૭ નવાબ હાકેદખાનના શોખ ૧૯૪ ૨૮ દેવાત ખુમાણ
૨૦૭
૧૮૮
૧૮૦
૨૦૮
૧૯૧
૧૯૨
૧૯૨
૧૯૩
૧૩
૧૯૩
૨૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૪૫
૨૪૫
૨૯ બાપુ સિપાઇ ૨૧૩ ૭૦ ગાદીવારસને પ્રશ્ન
૨૩૫ ૩૦ મૈયા
૨૧૩ ૭૧ મૈયાઓનું રિસામણું ૨૩૫ ૩૧ બીજા બહારવટિયાઓ ૨૧૩ ૭૨ સાલેહ બીન સાલમ હિન્દી ૨૩૭ ૩૨ કાવત્રુ–૨૧૫ ૩૩ ખટપટ ૨૧૬ ૭૩ કાદુ મકરાણી
૨૩૮ ૩૪ વિપ્લવવાદી પઠાણ ૨૧૬ ૭૪ સંધી લૂંટારાઓ
૨૪ ૩પ ખુમાણનું સમાધાન ૨૧૬ ૭૫ કેદીને બળવો
૨૪૪ ૩૬ માંગરોળ કમિશન ૨૧૬ ૭૬ માંગરોળ કમિશન ૩૭ સાર્વભૌમ સત્તાને મદદ ૨૧૭ ૭૭ ગિરની સરહદ ૩૮ રાજ્ય બહારની સંસ્થાઓને મદદ ૨૧૭ ૭૮ રેલવેની હદ–ર૪૫ ૭૯ દીવ ૨૪૫ ૩૯ સૌરાષ્ટ્રની સંસ્થાઓને મદદ ૨૧૮ ૮૦ રાજતંત્ર-૨૪૬ ૮૧ રેવન્યુ ૨૪૬ ૪૦ પ્રવાસ-૨૧૮ ૪૧ સુધારા ૨૧૯ ૮૨ પોલીસ-૨૪૭ ૮૩ સર્વે ૨૪૭ ૪૨ જકાત-૨૨૧ ૪૩ બંદર ૨૨૧ ૮૪ લાન્સર્સ–૨૪૭ ૮૫ માર્ગો ૨૪૭ ૪૪ તાર–૨૨૨ ૪૫ રેલવે ૨૨૨ ૮૬ વીજળી-૨૪૭ ૮૭ રેલવે ૨૪૮ ૪૬ જેલ–૨૨૨ ૪૭ જંગલ ર૨૨ ૮૮ રાજ્યનું વર્ષ-૨૪૯ ૮૯ કેળવણી ૨૪૯ ૪૮ રાજસ્થાનિક કોર્ટ ૨૨૩ ૯૦ અન્ય ફડે
૨૫૦ ૪૯ ન્યાય ખાતું ૨૨૩ ૯૧ ફરગ્યુસન પુલ
૨૫૧ ૫૦ ગેઝેટ–૨૨૩ ૫૧ પ્રેસ ૨૨૩ ૯૨ લેપર એસાયલમ
૨૫૧ પર હાઈસ્કૂલ–૨૨૩ ૫૩ હોસ્પિટલ ૨૨૪ ૯૩ ગિરનાર લોટરી
૨૫૧ ૫૪ પોસ્ટ–૨૨૪ પપ ટંકશાળ ૨૨૫ ૯૪ શાહપુરનો કિલ્લો
૨૫૨. ૫૬ નગર આયોજન ૨૨૫ ૯૫ પથ્થરના સિંહ
૨૫૨ ૫૭ મકા–મહાલ ૨૨૫ ૯૬ વોટર વર્કસ
૨૫૨ ૫૮ રાજ્યતંત્ર-૨૨૭ ૫૯ દીવાને ૨૨૮ ૯૭ ફરતે માર્ગ
૨૫૩ ૬૦ દીવાન ગોકુલજી ઝાલા ૨૨૯ ૨૮ પ્રાણી સંગ્રહસ્થાન
૨૫૩ ૬૧ શ્રી નરસિંહપ્રસાદ બૂચ ૨૩૦ ૯૯ સિંહની સંખ્યા
૨૫૩ ૬૨ નરસિંહ પુસ્તકાલય ૨૩૧ ૧૦૦ દાતાર
૨૫૩ ૬૩ નગર નિશાળ ૨૩૨ ૧૦૧ ઉપરકોટ–બોરદેવી
૨૫૪ ૬૪ પ્રિન્સ ઓફ વેલ્સ ૨૩૨ ૧૦૨ ગળીનું કારખાનું
૨૫૪ ૬૫ કુદરતી આફત ૨૩૨ ૧૦૩ તોપ
૨૫૪ ૬૬ નવાબ મહાબતખાનને માન ૨૩૩ ૧૦૪ ચોરવાડની આબાદી
૨૫૪ ૬૭ બેગમો–સંતાન
૨૩૪ ૧૦૫ સાંસ્કૃતિક પ્રવૃત્તિ ૬૮ નવાબ મહાબતખાનનું મૃત્યુ ૨૩૪
શ્રી મણિશંકર કીકાણી ૨૫૫ ૬૯ બહાદરખાન હજા
૨૩૪ ૧૦૬ શ્રી ભગવાનલાલ ઈંદ્રજી ૨૫૬
Page #15
--------------------------------------------------------------------------
________________
-
ર૭૮
ર૭૯
૧૦૭ અન્ય પંડિત ૨૫૭ ૧૪૧ લેબોરેટરી
૨૭૭ ૧૦૮ આચાર્ય વલ્લભજી હરિદત્ત ૨૫૮ ૧૪૨ હોમિયોપથી
૨૭૭ ૧૦૯ ભગવાનલાલ સંપત્તરામ છત્રપતિર૫૮ ૧૪૩ બહાદરખાનજી લાયબ્રેરી મ્યુઝિયમ ૨૭૭ ૧૧૦ શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા ૨૫૮ ૧૪૪ સુધરાઇ—૨૭૮ ૧૪૫ પેડક ૨૭૮ ૧૧૧ પંડિત ગટુલાલ ર૫૯ ૧૪૬ કોઠાર–ઘાસવાડો ૧૧૨ શ્રી અનંતપ્રસાદ વૈષ્ણવ ૫૯ ૧૪૭ સાર્વજનિક કાર્યો ૨૭૯ ૧૧૩ મનહર સ્વામી
ર૬૦ ૧૪૮ અશોકનો શિલાલેખ ૧૧૪ આદિત્યરામ વ્યાસ ૨૬૦ ૧૪૯ ફુવારો
૨૭૯ ૧૧૫ સુધારકો-૨૬૦ ૧૧૬ ડોકટરો ર૬૧ ૧૫૦ દાદર પુલ
૨૭૯ ૧૧૭ કુદરતી આફતો
૨૮ર ૨૬૨ ૧૫૧ ચલણ–૨૭૯ ૧૫ર કાવનું ૨૮૦
૧૫૧ ચલાગ_ર૧ ૧૧૮ સ્વામી વિવેકાનંદ એની બીસન્ટ ૨૬૨ ૧૫૩ બદનક્ષી–૨૮૦ ૧૫૪ યાદી ૨૮૦ ૧૧૯ વજીર બહાઉદ્દીનભાઈ ૨૬૩ ૧૫૫ ગિરની આબાદી
૨૮૧ ૧૨૦ નવાબ બહાદરખાન ર૬૩ ૧૫૬ ચોરવાડને વિકાસ ૨૮૨ ૧૨૧ નવાબ બહાદરખાનનું મૃત્યુ ૨૬૩ ૧૫૭ દીવાને ૧૨૨ ગાદીના વારસ
૨૬૩ શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈ ૨૮૩ ૧૨૩ નવાબ રસુલખાન ર૬૫ ૧૫૮ શ્રી ચુનીભાઈ સારાભાઈ ૨૮૩ ૧૨૪ પ્રવાસ
ર૬૫ ૧૫૯ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા ૨૮૪ ૧૨૫ સેમનાથ ઉપર હકૂમત ૨૬૬ ૧૬૦ શ્રી ચુનીલાલ સારાભાઈ ૨૮૫ ૧૨૬ પ્રભાસપાટણમાં અશતિ ૨૬૬ ૧૬૧ શ્રી પુરુષોત્તમરાય ઝાલા ૨૮૬ ૧૨૭ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ૨૬૮ ૧૬૨ શ્રી છોટાલાલ બક્ષી ૨૮૯ ૧૨૮ ફકીરમહમદ મકરાણી ૨૬૯ ૧૬૩ ખટપટ
૨૯૦ ૧૨૯ એલીએનેશન સેટલમેન્ટ ર૭૦ ૧૬૪ દીવાન સર અબ્બાસઅલી બેગ ર૯૧ ૧૩૦ જાગીરના પ્રકાર ૨૭૨ ૧૬૫ શેરઝમાનખાન
૨૯૧ ૧૩૧ માંગરોળ ઉપર મેનેજમેન્ટ ૨૭૨ ૧૬૬ કેપ્ટન કાર્નેગી
૨૯૨ ૧૩૨ નાણાંકીય વર્ષ ૨૭૨ ૧૬૭ કુદરતી આફતો
૨૯૩ ૧૩૩ ન્યાય ખાતું ર૭૩ ૧૬૮ પ્રકીર્ણ
૨૯૪ ૧૩૪ કેળવણી ખાતું : ૨૭૩ ૧૬૯ નવાબ રસુલખાનનું મૃત્યુ ૧રૂપ બજેટ-૨૭૩ ૧૩૬ ઉતારા ૨૭૩ ૧૭૦ પ્રજા જીવન
૨૯૮ ૧૩૭ સૌરાષ્ટ્ર પિસ્ટ ૨૭૩ (૭) બાબી વંશને અંત ૩૦૧ ૧૩૮ વોટર વર્કસ
૨૭૪ - ૧ એડમિનીસ્ટ્રેશન
૩૦૧ ૧૩૯ બહાઉદીન કોલેજ
૨ સ્વદેશી ચળવળ ૧૪૦ હોસ્પિટલ
૨૭૬ ૩ મિ. એચ. ડી. રેન્ડોલ ૩૦૪
૨૭૪
૩૦૩
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૪૪
૩૪૬
૩૫૦
૪ વજીર બહાઉદ્દીનભાઈ ૫ રાજતંત્ર ૬ નવાબ મહાબતખાન ૩જા ૭ પ્રારંભિક સુધારા ૮ ગુપ્ત પ્રયાગ ૯ મહમદભાઇની બરતરફી ૧૦ વીઘાટી ૧૧ ત્રણ રાહત ધારો ૧૨ ગીતા મંદિર ૧૩ જૂનાગઢ રાજય પ્રજામંડલ ૧૪ રાજ્યતંત્ર ૧૫ કેળવણી ૧૬ આરોગ્ય ૧૭ મહેસૂલ ૧૮ ઘરભેણી ૧૯ ગીરાસ ૨૦ પશુ સંવર્ધન ૨૧ વન સંરક્ષણ ૨૨ ન્યાયખાતું ૨૩ સુધરાઇ ૨૪ જકાત ૨૫ ઉદ્યોગ ૨૬ બેંક ૨૭ પોલીસ , ૨૮ સૈન્ય ૨૯ પિસ્ટ ઓફિસ ૩૦ બસ સર્વિસ ૩૧ જાહેર બાંધકામ ખાતું ૩૨ એરોડ્રોમ ૩૩ બંદરો ૩૪ સરકારી વકીલ ૩૫ ખેરાત
૩૦૪ ૩૬ ગેઝેટ.
૩૪૧ ૩૦૫ ૩૭ રાજ્યભાષા
૩૪૧ ૩૦૮ ૩૮ રાજ્યવર્ષ
૩૪૧ ૩૦૮ ૩૯ રાજગીત
૩૪૨ ૩૧૦ ૪૦ રાજ્યનું ક્ષેત્રફળ
૩૪૨ ૩૧૬ ૪૧ વસતી
૩૪૨ ૩૧૮ ૪૨ મહાલ
૩૪૨ ૩૧૯ ૪૩ રમતગમત
૩૪૩ ૩૧૯ ૪૪ ઉત્સવ
૩૪૪ ૩૨૧ ૪૫ સહિષ્ણુતા ૩૨૫ ૪૬ બહારવટિયા
૩૪૪ ૩૨૮ ૪૭ વર્તમાન પત્રો-સામયિકો ૩૨૮ ૪૮ પુનર્સર્જન ૩૨૯ ૪૯ નવાબ મહાબતખાનનું અંગત ૩૩૦
જીવન ૩૩૧ ૫૦ લગ્ન સંતાને
૩૫૩ ૩૩ર ૫૧ સંતાનનાં લગ્ન
૩૫૪ ૩૩૩ પર રાજમાતા
૩૫૪ ૩૩૪ પ૩ સર શાહનવાઝ ભુટો
૩૫૮ ૫૪ પાકિસ્તાન સાથે જોડાણ - ૩૫૯ ૩૩૫ ૫૫ પૂ. ગાંધીજી
૩૬૪ ૩૩૫ ૫૬ આરઝી હકૂમત
૩૬૫ ૩૩૬ ૫૭ શરણાગતિ
૩૬૭ ૩૩૬ ૫૮ બાબી વંશને અંત
૩૬૯ ૩૩૬ ૫૯ સ્વાધીનતા પશ્ચાદ્
૩૭૦ ૩૩૭ ૬૦ સરદારનું આગમન
૩૭૦ ૩૩૮ ૬૧ વહીવટી તંત્ર
૩૭૦ ૩૩૮ ૬૨ વિલિનિકરણ
૩૭૫ ૩૩૯ ૬૩ સૌરાષ્ટ્ર
૩૭૬ ૩૩૯ ૬૪ મુંબઈ રાજય
૩૭૭ ૩૪૦ ૬૫ ગુજરાત રાજ્ય
૩૭૭ ૩૪૦ ૬૬ ઉપસંહાર
૩૭૭
Page #17
--------------------------------------------------------------------------
________________
૬૨૮
(૮) ગિરનાર
૩૭૯ ૪૪ દામોદર કુંડ-૪૨૧ ૪૫ રેવતી કુંડ ૪૨૨ ૧ પર્વતે-૩૭૯ ૨ ક્ષેત્રફળ ૩૮૦ ૪૬ લક્ષ્મણ ટેકરી
૪૨૨ ૩ નદીઓ-૩૮૦ ૪ તળાવો ૩૮૦ ૪૭ ઇંદ્રશ્વર-૪૨૨ ૪૮ રામેશ્વર ૪ર૩ ૫ વનસ્પતિ–૩૮૧ ૬ ભૂસ્તર ૩૮૨ ૪૯ દાતાર–૪૨૩ ૫૦ પવિત્રતા ૪૨૫ ૭ ગિરનાર પર્વત ' ૩૮૩ ૫૧ પરકમ્મા-૪૨૫ પર મેળ ૪ર૬ ૮ રૈવત–ઉજ્જયંત ૩૮૩ ૫૩ પર્વતની કથાઓ
૪૨૬ ૯ ગિરનાર–૩૮૭ ૧૦ ગિરનાર ૩૮૮ ૫૪ સાહિત્યમાં ગિરનાર ૧૧ ગિરનાર મહાત્મા ૩૮૯ પરિશિષ્ટ -
૪૩૦ ૧૨ અંબિકા-૩૯૧ ૧૩ ઉમાશંભુ ૩૯૨ ૧ પર્વતીય લેખ
૪૩૦ ૧૪ શ્રી કૃષ્ણ ૩૯૩ ૨ સુદર્શન તળાવ
૪૩૧. ૧૫ વસ્ત્રાપથ ક્ષેત્ર-૩૯૩ ૧૬ ગિરનાર ૩૯૭ ૩ ઉપરકોટ
૪૩૧ ૧૭ શિખરો–૩૯૭ ૧૮ બ્રાહ્મણો ૩૯૮ ૪ ગુફાઓ
૪૩૩ ૧૯ સપાન માર્ગ–૩૯૯ ૨૦ કોટ ૪૦૩ ૫ નવઘણ કૂવે
૪૩૪ ૨૧ અમીઝરા પાર્શ્વનાથ ૪૦પ ૬ અડીચડીવાવ
૪૩૪ ૨૨ સુર્યકુંડ ૪૦૮ ૭ બીજાં મકાને
૪૩૪ ૨૩ રાણકદેવીને મહેલ ૪૦૮ ૮ તોપ
૪૩૫ ૨૪ કુમારપાળની ટૂંક ૪૦૮ ૯ બાવા ખારાની ગુફા ૪૩૫ ૨૫ વસ્તુપાલ–તેજપાલનાં મંદિરો ૪૦૯ ૧૦ ખાપરા-કોઢિયાની ગુફાઓ ૪૩૭ ર૬ સંપ્રતિ રાજાની ટૂંક ૪૧૦ ૧૧ માઇ ગઢેચી
૪૩૭ ૨૭ હાથી કુંડ-૪૧૧ ૨૮ રાજુલગુફા ૪૧૧ ૧૨ બીજી ગુફાઓ
૪૩૯ ૨૯ ભીમ કુંડ
૪૧૨
૧૩ નરસિંહ મહેતાનો ચોરો ૪૦ ૩૦ જટાશંકરની ધર્મશાળા ૪૧૩ ૧૪ રણછોડજીનું મંદિર ૪૪૦ ૩૧ ગૌમુખી ગંગા ૪૧૩ ૧૫ પુષ્ટિમાર્ગીય હવેલી
૪૪૧ ૩૨ પથ્થર ચટ્ટી
૪૧૪
૧૬ શ્રી સ્વામીનારાયણ મંદિર ૪૪૨ ૩૩ ભૈરવજપ-૪૧૫ ૩૪ શેષાવન ૪૧૫
અન્ય જોવા લાયક સ્થાને ૩૫ ભરતવન
૪૧૫
૧૭ સક્કરબાગ મ્યુઝિયમ ૪૩ ૩૬ હનુમાન ધારા
૪૧૬
૧૮ કચેરી દરબાર હોલ મ્યુઝિયમ ૪૪૪ ૩૭ સીતા મઢી
૧૯ પુસ્તકાલય-૪૪૪ ૨૦ રાજમહેલે ૪૪ ૩૮ શ્રી ગેરખનાથ
૪૧૭
૨૧ મોતીબાગ-૪૪૫ ૨૨ પરિતળાવ ૪૪૫ ૩૯ કમંડલ કુંડ-૪૧૮૪૦ પાંડવ ગુફા ૪૧૮
૨૩ વિલિંગ્ડ ડેમ
૪૪૫ ૪૧ દત્તાત્રેય-૪૧૮ ૪૨ બોરદેવી ૪૧૯ ૨૪ મહાબત મકબર
૪૪૫ ૪૩ ઝિણાબાવાની મઢી ૪૨૦ ૨૫ બીજાં સ્થાને
૪૪૫
૪૧૬
Page #18
--------------------------------------------------------------------------
________________
પહેલા નવાબ મોહંમદ બહાદુરખાન
શેરખાન બાબી
Page #19
--------------------------------------------------------------------------
________________
મોહંમદ ઝફરખાન ઉર્ફે સફદરખાન બાબી
Page #20
--------------------------------------------------------------------------
________________
મોહંમદ મહોબતખાન પહેલા
Page #21
--------------------------------------------------------------------------
________________
DE
મોહંમદ મહોબતખાન બીજા
Page #22
--------------------------------------------------------------------------
________________
મોહંમદ મહોબત ખાન બાબી બહાદુર ત્રીજા
Page #23
--------------------------------------------------------------------------
________________
આઠમાં નવાબ મોહંમદ રસુલખાન બાબી
Page #24
--------------------------------------------------------------------------
________________
વઝીર શેખ મહંમદ બહાઉદ્દીન સાહેબ
દીવાન ગોકળજી સંપતરાવ ઝાલા
Page #25
--------------------------------------------------------------------------
________________
અંબાજી ગિરનાર
વઝીર બહાઉદ્દીન ભાઇનો મકબરો
Page #26
--------------------------------------------------------------------------
________________
L
ખાપરા કોઢીયાના ભોંયરા
ગોરખનાથ શિખર
Page #27
--------------------------------------------------------------------------
________________
ગૌમુખી ગંગા
ગિરનાર
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપરકોટ – જૂનાગઢ
ધક્કાબારી–ઉપરકોટ
Page #29
--------------------------------------------------------------------------
________________
દામોદરરાયજી મંદિર
અશોક શિલાલેખ
Page #30
--------------------------------------------------------------------------
________________
જમીયલશા દાતાર
(
જૈનમંદિર-ગિરનાર
Page #31
--------------------------------------------------------------------------
________________
થી બની શકે
મૃગીકુંડ
Page #32
--------------------------------------------------------------------------
________________
ht
ભવનાથ મંદિર
સ્ટેશન દરવાજા ટાવર જુનાગઢ
Page #33
--------------------------------------------------------------------------
________________
ઉપરકોટ દરવાજો
નવઘણ કૂવો
Page #34
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ - પ્રાગ ઐતિહાસિક કાળથી સૌરાષ્ટ્રમાં અગ્રસ્થાન અને પ્રસિદ્ધને પામેલા જૂનાગઢ નગરને અને ગિરનાર પર્વતને ઈતિહાસ આલેખવાને આ નમ્ર પ્રયાસ છે
સાંપ્રત કાળમાં જૂનાગઢ, ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે અને તેથી ત્યાં જિલ્લા કક્ષાની કચેરીઓ છે. જૂનાગઢમાં નગરપાલિકા છે અને કેળવણીના ક્ષેત્રે આર્ટસ, સાયન્સ, કોમર્સ, એગ્રિકલ્ચર, આયુર્વેદ વગેરેની કોલેજો તેમજ વહીવટી અધિકારીઓને તાલીમ આપતી ઓરીએન્ટેશન ટ્રેનિંગ કોલેજ અને પોલીસ અધિકારીઓની પોલીસ ટ્રેનિંગ કોલેજ પણ છે.
જૂનાગઢ નગર ઉત્તર અક્ષાંશ – ” પૂર્વ રેખાંશ ૭૦–૧૩ ઉપર આવેલું છે. સીમા
જૂનાગઢ નગરની પૂર્વે પુરાણ પ્રસિદ્ધ દામોદરકુંડ તથા ગિરનાર પર્વત છે. પશ્ચિમે મોટું તળાવ, સરદારબાગ વગેરે બાગો છે. ઉત્તરે શેલતપરા વગેરે ગામડાંઓ અને દક્ષિણે પાદરડી, પલાંસવા વગેરે ગામડાંઓ છે. ક્ષેત્રફળ
જૂનાગઢ નગરનું ક્ષેત્રફળ ૩૭૭૦ એકર ૩૨ ગુંઠા એટલે ૩૨ કીલોમીટર ૧૪ હેકટર છે. તેની લંબાઈ લગભગ બે માઈલ અને પહેળાઈ પણ તેટલી જ છે. જૂ.ગિ-૧
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪ : જૂનાગઢ અને ગિરનાર
જન સંખ્યા
જૂનાગઢની જન સંખ્યા ઈ. સ. ૧૯૭૧ની ગણત્રી પ્રમાણે ૯૫૯૪પની છે. છેલ્લાં સીત્તેર વર્ષના આ જન સંખ્યાના આંકડા નીચે પ્રમાણે છે.
ઈ. સ. ૧૯૦૧ - ૩૪રપ૧ ઈ. સ. ૧૯૧૧ - ૩૫૩૫૪ ઈ. સ. ૧૯૫૧ – ૬ર૭૩૦ ઈ. સ. ૧૯૨૧ - ૩૩૨૨૧ ઈ. સ. ૧૯૬૧ - ૭૪૨૯૮ ઈ. સ. ૧૯૩૧ – ૩૯૮૯૦ ઈ. સ. ૧૯૭૧ – ૯૫૯૪૫
ઈ. સ. ૧૯૪૧ - ૫૮૧૨૧ ઈ. સ. ૧૯૮૧ – ૧૨૦૪૧૬ કિલ્લે
જૂનાગઢ ફરતો કિલે છે જેની અંતર્ગત ઉપરકોટને દુર્ગ છે. ગિરના કેટને પશ્ચિમ અને ઉત્તર દીવાલને કેટલેક ભાગ અને કાળવા તથા વંથલી દરવાજાથી જાણીતાં દુર્ગ દ્વારે, થોડાં વર્ષો પૂર્વ નગર વિસ્તારની દૃષ્ટિએ પાડી નાખવામાં આવ્યાં છે. જુનાં નામે
સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં અધ્યાય ૭થી અધ્યાય 'પરમાં પૌરાણિક શૈલીમાં ગિરનાર માડાન્ય આલેખ્યું છે. તેમાં પુરાણકાર કહે છે કે જૂનાગઢનું મૂળ નામ કરણકુળ્યુ હતું અને તેના આધારે તેને કરણદેજ અને કરણવિર પણ કહેવામાં આવ્યું છે. આ કારણ કે કણે કણ હતા તે પુરાણકાર કહેતા નથી. મહાભારત કાળમાં કર્ણ મહારથી થયે તેણે આ પ્રદેશમાં કેઈ નગર વસાવ્યું હોય કે તે અહીં વસતે હેય તે ઉલ્લેખ કયાંય પ્રાપ્ત નથી. અન્યત્ર કહેવામાં આવ્યું છે કે,
आदौ मणिपुर नाम चंद्रकेतुपुर स्मृत तृतीय रेवत नाम कलौ पुरातनपुर : ॥ ...
એ વિધાન અનુસાર આ નગરનું મૂળ નામ મણિપુર હતું. તે નામ કોણે આપ્યું, શા માટે આપ્યું, અને કયા યુગમાં કે જ્યાં સુધી પ્રચલિત હતું તે માટે પણ પુરાણકાર મૌન સેવે છે. તેમ છતાં તે કહે છે કે મણિપુર પછી આ નગર ચંદ્રકેતુપુર કહેવાતું. આ નામ રેવંત નામ પડ્યા પહેલાં હતું અને હરિવંશ પ્રમાણે રેવંત યાદવે પૂર્વે ચાર ચેકડી યુગ પહેલાં થઈ ગયો એટલે
Page #36
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૩૫
પુરાણકારનું કથન સાચું માનીયે તે રેવંત નામ મહાભારત પૂર્વે હજારો વર્ષ પૂર્વે હતું. અન્ય પુરાણના વિધાન પ્રમાણે શ્રીકૃષ્ણ દ્વાપરના અંતમાં અને કલિના પ્રારંભમાં થયા ત્યારે ઉપરોકત લેકમાં દર્શાવ્યા પ્રમાણે કલિકાલમાં આ નગર પુરાતનપુર નામે ઓળખાયું. આને સ્પષ્ટ અર્થ એ થાય કે શ્રીકૃષ્ણના સ્વધામગમન પશ્ચાદ્ આ નગર પુરાતનપુર થઈ ગયું. ચંદ્રકેતુપુર
ચંદ્રકેતુપુરનો ઈતિહાસ આપતાં પુરાણકાર કહે છે કે આ પૃથ્વી ઉપર પુરાતની ચંદ્રકેતુ નામે પ્રખ્યાત રાજા હતા તે સૂર્યવંશીય હતા અને વારંવાર વૈકુંઠમાં જતા. એકવાર તેને નારાયણે કહ્યું કે “વૃદ્ધાવસ્થાના કારણે તમારે વૈકુંઠમાં આવવાથી કષ્ટ થાય છે. માટે હવે વૈકુંઠમાં ન આવતાં રેવતાચળ રાજધાની વસાવી ત્યાં રહો.” ચંદ્રકેતુ રેવતાચળનું સ્થાન જોઈ પ્રસન્ન થયા અને ત્યાં તેણે મોટા મહાલ, મંદિરે, ધારે અને કોટવાળું મોહર નગર બાંધ્યું. પુરાણકાર વિશેષમાં એમ પણ કહે છે કે ? '
કલિકાલમાં ચંદ્રકેતુનું વસાવેલું આ નગર જીર્ણદુર્ગના નામે પ્રસિદ્ધ થશે.” અંતિમ વિધાનથી સ્પષ્ટ થાય છે કે ઈસુની છઠ્ઠી કે સાતમી સદીમાં સ્કંધપુરાણને પ્રભાસખંડ લખાય ત્યારે ગિરિનગર જીર્ણદુર્ગ નામે ઓળખાતું અને તેથી જ પુરાણકારે કહ્યું કે કલિયુગમાં તે પુરાતનપુર કહેવાતું અને તે પહેલાં તેનું નામ ચંદ્રકેતુપુર હતું અને તે ચંદ્રકેતુ નામે પ્રખ્યાત રાજાએ વસાવ્યું હતું. ઈ.સ. પૂર્વ ત્રીજી-ચોથી સદીમાં થયેલા ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર વિકસાવ્યું અને ત્યાં ગિરિદુર્ગ બાંધે, સુદર્શન તળાવ બાંધ્યું અને તેના પુત્ર મ્રાટ અશોકે તે સરોવરની પાળે તેની આજ્ઞાઓ પર્વતીમાં કેતરાવી, તે માહિતીને પિતાની લાક્ષણિક શૈલીમાં પુરાણકારે આપી કહ્યું કે આ નગર ચંદ્રગુપ્ત વિકસાવેલું અને તેનું નામ ચંદ્રકેતુપુર આપેલું. પુરાણકાર એમ પણ કહે છે કે ગિરનાર પાસે દિય સરેવર પણ હતું.
પુરાણકારે ઈતિહાસને નિર્મળ અને નિર્ભેળ સ્વરૂપમાં રજૂ કરવાને બદલે તેમાં તેમની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે દેવોની ઉપસ્થિતિ, ચમત્કારો આદિનું વર્ણન કરી સત્ય વસ્તુને અસંગત બનાવી દીધી છે પરંતુ તેનું વર્ણને સમય રીતે વિચારતાં તે જે નગરનું વર્ણન આપે છે તે નગર તે ગિરિનગર અને તે જ તેના કાલમાં વસતું તે જીર્ણ દુર્ગ.
મૌનું સામ્રાજ્ય છિન્નભિન્ન થયું અને કેની સત્તા સૌરાષ્ટ્રમાં સ્થિર થઈ ત્યારે સંભવત્ તેઓએ ચંદ્રકેતુપુર કે ચંદ્રગુપ્તપુર નામ મિટાવી દીધું અને તેને પુનઃ ગિરિનગર નામ આપ્યું
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬ ઃ જૂનાગઢ અને ગિરનાર ગિરિનગર - ઈ. સ. ૧૫-૧૫રમાં શક મહાક્ષત્રપ રુદ્રદામાને ગિરિનગર ઉપર અધિકાર હતો તેમ ઈટવા અને બોરદેવીમાં કરેલા ઉખનનમાંથી મળેલી મુદ્રા આદિથી જ્ઞાત થાય છે. તદુપરાંત અશોકના લેખની બાજુમાં કેતરાવેલા તેના લેખમાં ગિરિનગરને સ્પષ્ટ ઉલ્લેખ છે. ઈ. સ. ૨૨૩-ઈ. સ. ૨૩૬ની વચમાં શકોએ ઉજજૈન ગુમાવી ગિરિનગરમાં તેની રાજધાની ફેરવી અને તેને કદાચ સુવર્ણગિરિનગર કે સાર્વભૌમ નરેન્દ્રપુર એવું નામ આપ્યું.
સુવર્ણગિરિનગર એ જ ગિરિનગર હતું કે કેમ તેના માટે સ્પષ્ટ પ્રમાણે ઉપલબ્ધ નથી પરંતુ ગિરિનગર પાસેથી વહેતી સુવર્ણરેખા સરિતા ઉપરથી કદાચ સુવર્ણગિરિનગર નામની યોજના થઈ હોય ! સાર્વભૌમનરેન્દ્રપુર નામ તે સ્વામિલકની કૃતિ પાતાડીતકમાં શક રાજ ગુપ્ત પ્રધાન સાથે શકની રાજધાની સાર્વભૌમનરેન્દ્રપરમાં વાત કરે છે. તેનું વર્ણન છે તે ઉપરથી માની લેવાનું છે. ગમે તેમ હોય, તેનું નામ સુવણગિરિનગર હેય કે સાર્વભૌમનરેન્દ્રપુર હોય પણ એ નિઃશંક રીતે સ્પષ્ટ છે કે શકાના સમયમાં ગિરિનગર નામે ઓળખાતું આ નગર એક અગત્યનું નગર હતું.
શકેને ઉછેદ થય અને ગુપ્ત સામ્રાજયની સ્થાપના થઈ ત્યારે પણ ગિરિનગર એક પ્રાંતીય રાજધાની જેવું નગર હતું. સ્કંદગુપ્તના ઈ. સ. ૫૫૪૫૬ના પર્વતીય લેખમાં પ્રશસ્તિકાર લખે છે કે તેના ઉપર શાસન કરવા માટે સુયોગ્ય વ્યક્તિની પસંદગી કરવાની ચિંતા સમ્રાટે દીર્ઘ કાળ કરીને પર્ણદત્તને ત્યાં નિયુકત કરેલો. તેને ઉત્તમ ગુણવાળો અને આત્મશ્રદ્ધાવાળો ચકપાલિત, પુત્ર હતા અને તેણે કોને ચિંતામુક્ત કરેલા અને દુષ્ટોને દંડેલા. ઉકત લેખમાં આ નગરને ગિરિનગર ન કહેતાં માત્ર નગર કહ્યું છે અને તેથી એમ પણ જણાય છે કે તેનું લોકપ્રિય કે સંક્ષિપ્ત નામનગર થઈ ગયું હોય ! - ઈ. સ. ૪૮ન્માં વલભીપુરમાં ભદગુપ્તના નામે સ્વતંત્ર રાજયની સ્થાપના કરી અને ઈ. સ. ૪૯૯ લગભગ ગુપ્ત સામ્રાજ્યના પતન પશ્ચાદ્દ સંપૂર્ણ સ્વતંત્રતા ધારણ કરી અને થોડા જ કાળમાં એક બળવાન સામ્રાજ્યની
સ્થાપના કરી. આ સમયના ગુ. વ. સંવત ૩૧૨-ઈ. સ. ૧૨૮ અને ગુ. વ. સંવત ૩૪૬-ઈ. સ. ૬૬રના બે તામ્રપત્રોમાં ગિરિનગરને ઉલેખ છે અને ઈ. સ. ૬૪૦ આસપાસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ચીની પ્રવાસી હ્યુએન સાંગ તે નગરને ગિરિનગર ન કહેતાં નગર કહે છે એટલે ગિરિનગરનું બીજું પ્રજાપ્રિય નામ નગર હશો જૈન કથા વાસુદેવ હિડિમાં ગિરિનગરના એક સાર્થવાહની વાર્તા છે અને તેમાં આ નગરનું સુંદર વર્ણન છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૩૭
ઈ. સ. ૭૭૦માં વલ્લભી સામ્રાજ્યના ઉચ્છેદ થયા અને સૌરાષ્ટ્રમાં અરાજકતા વ્યાપી અને તે સાથે એક પ્રબળ ક્રાંતિમાં, સમસ્ત દેશમાં, ભાષા, ધ, લિપિ, રાજ્યવિસ્તાર, રાજવંશ, સભ્યતા, સંસ્કૃતિ વગેરેમાં જબ્બર પરિવર્તન આવ્યુ. તે પૂર્વે સભવત સુદ ના ફરી ફાટવાથી તે નષ્ટ થયુ અને કાઈ અજ્ઞાત કારણે ગિરિનગર પણ ઉજજડ - પડયું. વારંવાર વિનાશ વહારતા સુદર્શનને કાઈ એ ફ્રી સમરાવ્યુ .હે અને ગુ. વ. સંવત ૩૧૨ અને ૩૪૬નાં તામ્રપત્રા ઉપરથી જણાય છે તેમ પ્રજા અન્યત્ર ચાલી ગઈ. આ સમય ઈ. સ ૬૬૨ની આસપાસમાં મૂકી શકાય તેમ છે.
ઈ. સ. પૂર્વે` ૬ઠ્ઠી સદીમાં થઈ ગયેલા વ્યાકરણાચાય પાણિનીએ ગિરિનગરના ઉલ્લેખ કર્યો છે તે આ ગિરિનગર હતુ` કે કેમ તેનાં કાઈ સ્પષ્ટ પ્રમાણેા નથી.*
ગિરિનગરનું સ્થાન
ગિરિનગર ગિરનારની તળેટીમાં વસતુ' તેવી વિદ્વાનેાના એક સમૂહની માન્યતા છે. જો આ માન્યતા સ્વીકારીએ તા ગિરિનગર ભવનાથની તળેટીની ઉત્તરે વસતું હતું અને તેની તથા ઉપરકાટની વચમાં અત્યારે દામેાદર કુંડની પૂર્વ-પશ્ચિમના જે ભાગ છે તે આવી જતા હતા અને ઉપરકોટ અને ગિરિનગરની વચમાં સુદર્શન તળાવ હતુ. અને તેને ઢાંઠે સમ્રાટ અકે તેની આજ્ઞાએ કાતરાવી હતી. એ રીતે આ માન્યતા અન્વય ઉપર}ાટની દીવાલેાની પૂર્વે, અશાકના પર્વતીય લેખની ઉત્તરે અને ગિરિનગરની પશ્ચિમે સુંદર ન હતું. આ વિદ્વાના એટલું અવશ્ય સ્વીકારે છે કે જ્યારે ગિરિનગર વસતું ત્યારે સુદર્શનની પાળે અશોકે તેને લેખ કાતરાવેલા. ઉપરાટમાં જે ભોંયરાઓ છે તેમાં સ્ત્રીઓની આકૃતિ છે તે ઉપરથી વિદ્યાના એમ પણ માને છે કે આ ભોંયરાઓ બૌદ્ધ સાધુએનાં નહિ પણ રાજપુરૂષોને રહેવાના નિવાસસ્થાના હતાં. ચંદ્રગુપ્ત મૌયે ઉપરક્રાટ બધાવ્યો ત્યારે તેના પ્રતિનિધિ અને તેમના કમ ચારીએ ત્યાં સહકુટુંબ રહેતા હશે. સરજેલાં સુદર્શનનાં અને ઉપરાટની પૂર્વ દીવાલે નીચે સુવણુ` રેખા વગેરે સરિતાને નાથીને જલ તેને અથડાતાં હશે. આ તળાવના સ્વચ્છ જળ ઉપર ઝૂકી રહેલી
* લબ્ધપ્રતિષ્ઠિત પુરાવિદ ડા. સાંકળિયા તેના તા. ૩૧-૭-૧૯૮૦ના પત્રમાં લખે છે કે અડીવાવમાંથી મળેલા એક પથ્થરનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરતાં જે એક લાખ, વર્ષ પૂર્વે ના હોવાનું જણાયુ ત્યારે અહી' માનવવસાહત હશે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮ : જૂનાગઢ અને ગિરનાર
વૃક્ષ વલ્લરી અને પુષ્પ લતાએ અને દૂર છતાં સમીપ દેખાતાં ગિરિવર ગિરનારની દિવસમાં વારવાર રંગ બદલતી અને ક્ષણે ક્ષણે નૂતનનાં ધરતી ટેકરીઓથી એ તળાવનું દર્શન આંખને તૃપ્ત કરતું હશે તેથી તેનું નામ સુદર્શન આપવામાં આવ્યું અને ત્યાં નગરજનો આનંદપ્રમાદ ખાતર મોટી સંખ્યામાં જતા હશે તેથી-અશે કે તેના તીરે જ ધણા લેાકેા વાંચી શકે તે માટે આજ્ઞાઓ કાતરાવી. તે વર્ણના અને વિધાનના સંદર્ભોમાં જે ગિરિનગર, ગિરનારની તળેટીમાં વસતું તે વિધાન વિચારીએ તા ઉપરકાટ અને ગિરિનગરની વચમાં સુદર્શન તળાવ હતું અને તે બંને એક ખીજ્રથી કપાઈ ગયાં હતાં, એવી પણ એક માન્યતા છે કે ગિરિનગર સુદર્શનને બ ંને કાંઠે વસતુ. શિલાલેખ સ્પષ્ટ કહે છે કે તેની બ ંને બાજુએ માર્ગો બંધાવેલા અને જો માર્ગ હાય તા પછી મકાનેા માટે જગ્યા રહે નહિ તે સ્વાભાવિક છે, આ માન્યતા ભૂલભરેલી છે તેમ સ્પષ્ટ અને આધારભૂત પ્રમાણેથી જાણી
શકાય છે.
પુરાતત્ત્વવિદે માને છે કે બાવાપ્યારાની ગુફા, ખાપરા કાઢિયાની ગુફા, ઉપરાષ્ટ વગેરે મૌય કાલમાં અસ્તિત્વ ધરાવતાં. ઈંટવા-ખારદેવીના ઉત્ખનનમાં નીકળેલા અવશેષે! ઉપરથી નિઃશંક રીતે કહી શકાય છે કે ખારદેવી ઈવા વગેરે સ્થળે ધર્માંસ્થાના હતાં પણ ત્યાં પ્રજા વસતી ન હતી.
રૂદ્રદામાના ઇ. સ. ૧૫૧-૧૫ના પવ તીય લેખમાં કહેવામાં આવ્યુ છે કે જયારે વૃષ્ટિ વરસતાં વાદળાંઓને લીધે પૃથ્વી જાણે કે સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઉજયંત પર્વતનાં સુવર્ણસિકતા પલાશને અને ખીજ વાકળા, અતિ આવેગ પૂર્વ આવેલા પૂરથી તે બધ....જો કે યોગ્ય સાવચેતી (રાખી હતી) તે પણ પર્વતનાં શિખરા, વૃક્ષા, કાંડા, અગાસી, મેડીએ, દ્વારા, અને ઊંચા વિસામાએ ફાડી નાખતા યુગના અંત લાયક પરમ ઘેર વેગવાળા તોફાનથી વલાવાતા પાણીએ વિખેરી નાખ્યા, ભાગીને ભૂકા કર્યાં, ફાડી નાખ્યાં...આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડી અને વેલેથી નદીના તળિયા પંત ખુલ્લુ થઈ ગયું.” આ વનમાં ગિરિનગર, સુદર્શનની કઈ દિશામાં હતું તે કહેવામાં આવ્યું નથી અને કહ્યું હાય તા તે ખડિત ભાગમાં આવી જાય છે.
સ્કંદગુપ્તના ઈ.સ. ૪૫૬-૪૫૭ના લેખમાં જણાવ્યુ` છે કે પછી સ દિશામાં) શુ કરવું તે વિવેચન કરતાં લેાક નિરાશ થયા અને આખી રાત્રી
* ભાષાંતર-હિરટાટિલ ઇન્સ્ક્રિપ્શન્સ એક ગુજરાત, પુ. ૧-શ્રી ગિ. વ. આચાય
Page #40
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૩૯
૦ નગી મહા ચિંતામાં તેએએ વિચાર કર્યાં.” “અહિં એક ક્ષણમાં જળ ન સમાવાથી સુદર્શન સરવરે તે મનુષ્ય હોય તેમ સ લેાક તરફ દુર્દ શનત. ધારી છે. જળથી પૂર્ણ સાકરના દેખાવવાળુ હોઈ તે સુદર્શન પુનઃ થઈ શકે...?' આ લેખમાં પણ ગિરિનગર કયાં હતું તે સ્પષ્ટ કરવામાં આવ્યું
નથી..
ઉકત્ત બંને લેખાની ઉપરકથિત પતિના અભ્યાસ કરતાં સ્પષ્ટ જણાય છે કે સુક્શન તળાવમાં નદીએઠનાં પૂરનું પાણી પ્રવેશી, તળાવના અંધ તોડી આગળ વધ્યું ત્યારે કાંડાએ તા નહિ પણ અગાસીએ, મેડીએ દ્વારેા વગેરે પણ તાડી-ફાડી નાખ્યાં, નદીએ ઉત્તટ થઈ અને પાણીએ માઁદા આળગી, કાંડા ઉપર થઈને નગરમાં પ્રવેશી લોકોને ચિંતાગ્રસ્ત કરી દીધાં. કોંદચુતના લેખ કહે છે કે જ્યારે આ પ્રકારનું પૂર આવ્યું ત્યારે નગરજનાએ આખી રાત્રો ચિંતામાં વ્યતિત કરી કારણ કે જો પાણીને યાગ્ય માગ ન મળે તા તેમના નિવાસસ્થાનમાં પ્રવેશી તેને ખેાળી દે.
આ ઉપરથી સ્પષ્ટ અને નિર્વિવાદ પ્રતીત થાય છે કે સુદર્શનનાં પાણી નગર પ્રતિ વહેતાં હતાં અને તેથી નગર સુનની પશ્ચિમે હતું. જો ગિરિનગર સુદનની પૂર્વે અને ગિરનારની તળેટીમાં હાય તા પૂરનાં પાણી ગમે તેટલાં પ્રભુલ થાય છતાં પુરજનાને તે ચિતામાં ન મૂકે તે સ્વાભાવિક છે, ગિરનારથી પશ્ચિમે એટલે નદીના પ્રવાહથી હેઠવાસ પૂર વિનાશ કરતું હોય તા તેમાં ગિરિનગરના વાસીએ આખી રાત્રી શા માટે ચિંતામાં વિતાવે 1 પાણી -પૂર્વગામી થવાનાં ન હતાં અને જે દશ માંથી પાણી આવતાં હતાં તે દિશામાં પાછાં જવાનાં ન હતાં.
ઈ. સ. ૬૪૦ આસપાસ ગિરનારની યાત્રાએ આવેલા ચીની પ્રવાસી હ્યુએનસાંગે કહ્યું છે કે “નગરથી થાડે દુર ઉજજત નામના પર્વત છે અને તે પત ફરતું ધાડું વન છે.” તે એમ પણ કહે છે કે આ નગરના વિસ્તાર ૩૦ લી. એટલે ૧૦ માઇલના છે. આ વિધાન ઉપરથી ફલિત થાય છે કે ગિરનારના વિસ્તાર ૧૦ માઈલના હતા તથા ગિરિનગર અને ગિરિનાર પર્વતની વચ્ચે ધાડું વન હતુ. અને તે નગર પર્વતથી દૂર હતું. જો ગિરિનગર, તળેટીમાં હાય તા ત્યાં ૧૦ માઈલના વિસ્તાર સ ંભવતા નથી. આજે પણ ત્યાં નગરના હાઈ અવશેષ: મળતા નથી કે તેવી ડાઈ ઉધાડી વિશાળ જગ્યા નથી અને જો તળેટીમાં જ હાય તા તેની તથા પર્વતની વચમાં
ધાડું વન હાવાના કોઈ
ભાષાંતર-હિસ્ટારિકલ ઇન્સ્ક્રિપ્શન્સ એફ ગુજરાત, પુ. ૧-શ્રી ગિ. વ. આચાય
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦ : જૂનાગઢ અને ગિરનાર
સંભવ નથી. આ લેખક કમભાગ્યે ગિરિનગર, ખરેખર કયાં વસતું તે કહેતા નથી પરંતુ તેણે આપેલું વર્ણન સ્પષ્ટ કહી જાય છે કે ગિરિનગર ગિરનારની સમીપે જ તળેટીમાં વસતું ન હતું.
ઈટવા અને બેરદેવી નામનાં તળેટીમાં આવેલાં સ્થાનમાં ઉખનન કરતાં રૂદ્રદામાના સમયની મુદ્રા આદિ કેટલીક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે તથા ત્યાં વિહાર અને સભામંડપ વગેરેના પાયા નીકળ્યા છે. હ્યુએનસાંગ પણ કહે છે કે ત્યાં બૌદ્ધ મઠ હતે. ઉપરકેટમાં અને તેની આસપાસ બૌદ્ધ ગુફાઓ છે. તથા સુદર્શન તળાવનું સ્થાન નિશ્ચિત સ્વરૂપે દષ્ટિગોચર છે તે બધાં પ્રમાણ એકસાથે વિચારી પુરાતત્ત્વવિદ શ્રી છે. મ. અત્રિ એવા નિર્ણય ઉપર ઉપર આવ્યા છે કે ઈટવાના વિવારે ગિરિનગરની પૂર્વોત્તર સીમાએ હશે, તેની પૂર્વ ગિરનાર અને પશ્ચિમે સુદર્શન તળાવ હશે. આ અનુમાન પણ પુનવિચારણા માગી લે છે. જે સુદર્શન તળાવ, અશોકના લેખની ઉત્તરે હેય અને તેને એક છેડો ત્રિવેણી સુધી હોય તે ગિરિનગર સુવર્ણસિકતાને તીરે વસી શકે નહિ. અશોકના લેખ અને સરિતાની વચમાં એક સાંકડો માને છે તે સુદર્શનમાં આવી જતા હોય કે તેને તીરે જતે હોય તે નગર અને પર્વત તેનાથી જુદા પડી જતાં હોય અને પૂર્વકથિત પ્રમાણો વિચારતાં ગિરિનગર, સુદર્શનના બંધથી પશ્ચિમે હોય તે અત્યારે જૂનાગઢ વસે છે ત્યાં જ તે વસતું તે નિર્વિવાદ છે. ઉપરકોટ
દીવાન રણછોડજી તેના પ્રખ્યાત ગ્રંથ વકાઆયે સોરઠ કે જે તારીખે સોરઠના નામથી પ્રસિદ્ધ થયો છે તેમાં લખે છે કે “ખુરાસાનના શાહ કાલયવનની બીકે યાદો સોરઠમાં આવ્યા ત્યારે તેના રાજા ઉગ્રસેને ઉપરકેટ બાં એમ કહેવાય છે.”
- ઈ. સ. ૧૨૩૨ લગભગ લખાયેલા રેવંતગિરિ રાસમાં તેના કર્તા શ્રી વિજયસેનસુરી લખે છે કે તેજપાળે ગિરનારની તળેટીમાં તેજપાલપુર કે તેજલપુર વસાવ્યું તેની પૂર્વે ઉગ્રસેનગઢ નામને દૂર્ગ હતા.
દીવાન રણછોડજીએ તેને ગ્રંથ ઈ.સ. ૧૮૨૦ લગભગ પુરે કર્યો અને ત્યારે ઉપરકેટ, ઉગ્રસેને બંધાવ્યો છે તેવી માન્યતા પ્રચલિત હશે. અને ઉગ્રસેનગઢ કહેવાતો હશે. તેજલપુર ઉગ્રસેનગઢની પશ્ચિમે હતું. કેટલાક વિદ્વાનો
ક્ષપકાલિન ગિરિનગર-વિદ્યાપીઠ માર્ચ એપ્રિલ ૧૯૬૭–ી છે. મ. અત્રી
Page #42
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૪૧ ભારપૂર્વક કહે છે કે તેજલપુર ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ છે ત્યાં હશે કારણ કે ત્યાં તેજપાલે બંધાવેલુ કવર સરાવર' પણ છે. આ વિદ્યાના ગિરનારની તળેટીમાં અર્થ ગિરનારની સાવ સમીપે આવેલી ભૂમિ એવા કરે છે પણ લેાકવાણીમાં વંથળી, ખીલખા અને મજેવડી પણ ગિરનારની તળેટીમાં હાવાનું અને સારડમાં જૂનાગઢની પુચકાશીના ગામેમા ગિરનારની છાયામાં હોવાનું આજ પણ કહેવાય છે, એટલે તળેટીના સંકુચિત અર્થ કરવાનું આવશ્યક નથી. મજેવડીના સીમાડે એટલે જૂનાગઢ-ઉપરકેાટ-ઉગ્રસેનગઢની પશ્ચિમે તેજપુર કે તાજપુરના ઉજજડ ટીબા છે તે મશિનું ગામ હતુ તેમ જૂના લકા માને છે. આ તેજપુર તેજ તેજલપુર. ત્યાં ઉત્ખનન થાય તા શિના અવશેષા જરૂર મળી આવે. કુંવર તળાવ નામે આળખાતુ તળાવ જૂનાગઢની દક્ષિણે આવેલું છે. દીવાન રણછેડજી તારીખે સોરઠમાં જૂનાગઢ પાસેના તળાવાની નોંધમાં આ વર સાવરના ઉલ્લેખ કરે છે.
ઇ. સ. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલા કીતિ કૌમુદીના ભાષાંતરની પ્રસ્તાવનામાં સદ્ગત વૈમૂતિ" શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય' આ કુવર સરોવર તે તેજપાલે બંધાવેલું 'વર સરેાવર હાવાનું કહે છે. ગિરનારની તળેટીમાં જે સરાવર છે તે જૂનાગઢ રાજયે થાડાં વર્ષો પૂર્વે જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવેલું એટલે તેને કવર સરોવર કહેવું અયોગ્ય છે.
ઉગ્રસેનગઢ અને ગિરનારની વચ્ચે જો તેજલપુર હાય તા રેવંતગિરિ રામુના વર્ણન અનુસાર તેની પૂર્વે` ઉગ્રસેનગઢ સાઁભવે નહિ તેમ ત્યાં કાઇ ગઢ ધાયા હૈાય તેવી જગ્યા પણ હેાય નહિ અને છે પણ નહિ. સાંપ્રત જૂનાગઢ તે જ તજલપુર તેવા તક પણ વાસ્તવિક નથી.
યાદવોના સમયના કાઈ દુર્ગા કે મદિરા ભારતમાં જોવામાં આવતાં નથી છતાં ઉગ્રસેનગઢ યાદવાના સમયના છે તેમ માનવામાં આવે છે તે પણ ખરાબર નથી. પુરાતત્ત્વની દષ્ટિએ પણ આ વિધાન અસ્વીકાય અને છે. સંભવ છે કે રાહગ્રહારના પુત્ર અને અનુગામી રાહુ કવાટના મામા તળાજાના ઉગાવાળા વા ઉગ્રસેનના નામ ઉપરથી તે ઉગ્રસેનગઢ કહેવાય હાય ! પરંતુ તે વિધાન સ્વીકાર્ય બને તેવાં કાઈ પ્રમાણેા ઉપલબ્ધ નથી. ઉપરકાટમાં, યુદ્ધો અને
1 જૂનાગઢની સીમમાં સ. નં. ૩૦૯માં આવેલુ' કંવર તળાવ આજ પણ મેાજુદ છે, વિશેષ માટે જુએ પ્રકરણ ૩શું.
2 જુએ પ્રકરણ ૩જી જૂત્રિ.-૬
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
ઘેરાઓ માટે તેને ઉગાવાળા દ્વારા રાહ કવાટે સુસજજ કર્યો અને તેથી તેને નામ આપ્યું હોય તે સંભવિત છે પણ તે માટે પણ કઈ ઐતિહાસિક પ્રમાણ નથી. - આમ ઉગ્રસેનગઢ તે ઉપરકેટ એ અનુમાન કરવા માટે કોઈ આધાર લાયક ભૂમિકા નથી પરંતુ જે તેનું મૂળ નામ ઉગ્રસેનગઢ હોય તો તેમાંથી ઉગ્ર, ઉમરગઢ થયું અને તેમાંથી ઉપરકોટ થયું તેમ માનવામાં બાધ નથી.
“મિરાતે સિકંદરી” તેને જહાંપનાહને કિલ્લ કહે છે. ફરિસ્તા મહાબલીયાહ કહે છે. જયારે મહમૂદ બેગડાએ જૂનાગઢનું નામ મુસ્તફાબાદ પાડ્યું ત્યારે તેણે ઉપરકેટને જહાંપનાહ નામ આપ્યું હશે. જીર્ણદુર્ગ
ઉજજડ પડેલા ગિરિનગર ઉપર ઝાડી થઈ ગઈ તેને દુર્ગ પણ ખંડિયેર થઈ ગયો અને તેની આસપાસ જંગલ થઈ ગયું. સિરાતે સિકંદરી કહે છે. કે “જૂનાગઢ નામ પડવાનું કારણ સોરઠના કેટલાક લે કે એવું કહે છે કે જૂના કાળમાં સોરઠ દેશના રાજાની રાજધાની જૂનાગઢથી પાંચ કેસ દૂર આવેલા મોજે વંથળી હતી. વંથળી અને જૂનાગઢની વચમાં એક એવું જંગલ હતું કે તેમાંથી ઘડે કે માણસ પણ દાખલ થઈ શક્તાં નહિ.” આ જંગલમાં આવેલા એક કઠિયારાએ દુગ તથા તેના દ્વારે જોયાં. તેણે રાજાને વાત કરતાં તે રાજાએ જગલ કપાવી નાખ્યું. આ દુર્ગ કયારે બંધાય તેના માટે રાજાએ ઈતિહાસના જ્ઞાતાઓને પૂછયું પરંતુ જ્યારે તેઓએ અજ્ઞાનતા બતાવી ત્યારે તે કિલાને જૂનાગઢ એટલે જૂને કિલે કહ્યો કારણ કે તેની રચનાને કાળ કે રયિતાને કઈ જાણતું નથી. આ રાજા કેણ હતા તે માટે કલ્પના કરવાની રહે છે. ઈતિહાસને કમ તથા પ્રસંગે જોતાં તેમજ પ્રભાસખંડમાં આ નગર જીર્ણદુર્ગ નામે ઓળખાશે તે વિધાન જોતાં આ રાજા ચંદ્રચૂડ હશે, અથવા તેના અન્ય અનુગામીઓએ આ કેટ સમરાવી યુદ્ધ માટે સુસજજ કર્યો હશે, તે પ્રસંગે જ્યારે ગિરિદુર્ગ–ઉપરકેટનું નવનિર્માણ કર્યું ત્યારે તેની સમીપે વસતા ગિરિનગરનું પણ પુનનિર્માણ કર્યું હશે. એને દુર્ગ જીર્ણ હતા તેથી તેને છર્ણદુર્ગ કહ્યો અને નગર પણ તે જ નામે ઓળખાયું. પાછળથી દુર્ગ ઉપરકોટ તરીકે જાણીતા થયે તે સમયે જીર્ણદુર્ગ નગર હતું અને તેની અંતર્ગત ઉપરકોટ હતા. આજે પણ ઘણું જૂનાં નગરની અંદર ભીતર છેટ હૈય છે, તેમ તેમાં રાજકુટુંબ રહેતું હશે અથવા યુદ્ધકાલે, આક્રમો સામે બહાર કિલો તૂટી પડે પછી પ્રતિકાર કરવા માટે તેને ઉપયોગ થતું હશે
* આ સ્થાન ગિરનારની તળેટીમાં અન્યત્ર હશે, આજે તેનું અસ્તિત્વ નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૪૩ તેવા આ દુ પણ ભીતરકાટ હતા. આપણે એ પશુ જોઈએ છીએ કે કઈ મંદિર, મહાલય કે પવિત્ર તીર્થસ્થાનના નામ ઉપરથી તેની સમીપે વસતા ગામનું પણુ, તે જ નામ પડે છે. ભીમના દેવળ પાસે વસતુ. ગામ ભીમદેવળ કહેવાય છે, વરાહ સ્વરૂપના મંદિર પાસે વસતુ. ગામ વારાહરૂપ કહેવાય છે. કદમ વરાહના મદિર પાસે વસતું ગામ કદવાર કહેવાય છે તેમ જીણુ દુ` પાસે વસતુ ગામ પણ જીર્ણદુર્ગં કહેવાયું. પ્રભાસખંડમાં જીણુ દુગના સ્પષ્ટ ઉલ્લેખ છે અને ભાર ખડે ઈસુની સાતમી કે આદમી રદીમાં લખાયા દાવાની માન્યતા સાચી હાય તા જી ંદુ નું નામ રાહુ ગ્રહાર પહેલાં પ્રચલિત થયું... એમમાની શકાય.
જીણુ દુગના નવનિર્માણ પ્રસ ંગે રાહુ ગ્રહાર કે તેના પુરોગામીઓ વા અનુગ!મીઓએ અન્યત્રથી ચારે વણુની પ્રાને આમંત્રી છ દુગ માં વસાવી. ઈ. સ. ૧૦૨૫માં થયેલા નવષ્ણુના મંત્રી નાગરા હતા અને નાગરાના ઈતિહાસ કહે છે કે તેઓ નવધણુના આમંત્રણથી જીણુ દુગ માં આવ્યા. તેમના દસ્તાવેજો સાક્ષી પૂરે છે કે રાહે તેમને વસવા માટે જગ્યાએ આપી, નિર્વાહ માટે ભૂમિ આપી અને રાજત ંત્રમાં સ્થાન આપ્યું. તેઓએ જીણુ દુગ માં પ્રથમ ગણેશ ફળિયું બાંધી ત્યાં નિવાસ માટે પોતાનાં ઘા બાંધ્યાં, નાગરા નવધણુ પહેલાં આવ્યા હશે અને તે વર્ષો સુધી જુદા જુદા જથ્થાઓમાં આવતા રહ્યા હશે. તે જ પ્રમાણે બ્રાહ્મા, વણિકા ઈત્યાદિ જ્ઞાતિએ અને કારીગર વની જ્ઞાતિભા અને દોસત્વ કરનારી જાતિએ આવીને જીંદુ માં વસી. આ નગર ફરતા દુ હતા તે સમરાવવામાં આવ્યા વા નવેસરથી બાંધવામાં આવ્યા, પાણીના પુરવા માટે વાવ બાંધવામાં આવી અને ત્યાં અનેક દેવસ્થાનાની સ્થાપના થઈ.
જીણુ દુગ ના સિ ંહદ્વાર પૂર્વાભિમુખ હો અને આજે વિશાળવાવ છે તેની સામેના ભાગમાં હશે અથવા વિશળવાવ તેની અંદર આવી જતી હશે અને નગરની પૂર્વે હશે. નરસિંહ મહેતાનાં ચાર છે ત્યાં ઉત્તર દ્વાર હશે અને ત્યાંથી નગરના કાઢ વમાન સુખનાથ મહાદેવ પાસેથી સંઘાડિયા બજાર દીવાનચોક થઈ કાળવા સુધી જઈ ત્યાંથી વિશળવાવ મળી જતા હશે. એ રીતે નગરની પૂમાં ભીડભ જન મહાદેવ તથા વિશળવાવ, મધ્યમાં ઉત્તર છેડે સુખનાથ મહાદેવ તથા તે તરફ આજ અસ્તિત્વમાં નથી તેવાં શિ, દક્ષિણ છેડે ગેંડાની અગડ, સકરિયા ટી ખેા હશે. નગરની પશ્ચિમે આજે પચહાટડી છે ત્યાં સ્મશાન હતું, તેથી પશ્ચિમ દ્દાર હવેલી ગલીનું નાકું છે ત્યાં હશે અને તે પ્રમાણે ઉત્તર અને દક્ષિણુ દ્વારા, નરિસ ંહ મહેતાના ચારા પાસે અને કાળવા પાસે અનુક્રમે હશે. આજે પણ જે જૂનાં દેવસ્થાના છે તે આ ભાગમાં જ છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪ : જૂનાગઢ અને ગિરનાર
મુસ્લિમ સમયમાં કિલ્લાના વિસ્તાર વર્તમાન ગાંધી રોડ સુધી વધારી દેવામાં આવ્યા અને આજ પણ આ વધારેલા વિસ્તારમાં જ મુસ્લિમ લત્તાએ છે. ઈ. સ. ૧૮૮૦માં નવાબ મહાબતખાનજી ખીજાના સમયમાં ત્યાંથી પણ કાટની દીવાલા ખસેડી આજે છે તે સ્થળે બાંધવામાં આવી અને લીબર્ટી ટાકીઝ છે ત્યાંથી વાઁથલી દરવાજા થઈ હાથીખાના સુધીના ભાગ શહેરમાં લેવામાં આવ્યા.
એ રીતે વિચારતાં રાહુ નવધણના સમયમાં ઉપરકાટની ઉત્તર દીવાલ તથા પૂર્વ દીવાલ નગર બહાર હતી પર ંતુ દક્ષિણ દીવાલ અધી અને પશ્ચિમ દીવાલ આખી અ ંતર્ગત હતી અને તેવુંસિ ંહદ્વાર પશ્ચિમાભિમુખ નગરમાં પડતુ.
પ્રભાસખંડ લખાયા તે પહેલાં જીણુ દુગ એટલે રાહુ ગ્રહાર કે તેના પુરાગામીઓના સમય પ્રજાને તેની માહિતી હતી અને તેથી તે નગર
નામ પ્રચલિત થઈ ગયું હતું પહેલાં સ્થાનિક રાજા તથા છ! દુગ તરીકે જાણીતું થયું.
સૌરાષ્ટ્રના ઈતિહાસનાં પ્રમાણા શ્વેતાં જીણુ દુગ ના ઉલ્લેખ ઇ. સ. ૧૩૩૦માં થયા છે. હાથસણીમાંથી મળી આવેલા ઈ. સ. ૧૩૩૦ ના લેખમાં' રાહ ખેંગારના વંશજ રાજા ડેપકે કુન્તરાજને કહ્યું કે “મમ पितृव्येन जीण'दुर्गा' निवासि (ना) कारिता सांगावापीति ठेपा वापी પ્રાપ્ત્ય... અર્થાત્' મારા પિતૃવ્યે જીણુ દુગ માં સગવાપી બંધાવી તેવી જ રીતે તું ઢપાવાપી ધાવ’2 આ રીતે ઈ. સ. ૧૩૩૦ માં જીણુ દુ નામના સ્પષ્ટ ઉલ્લેખ છે અને તેમાં કહેનાર કહે છે કે તેના પૂર્વાંજે જીણુ દુગ'માં સંગવાપી બંધાવી હતી. તેના પૂજનું નામ પણ ખેંગાર આપે છે અને તે જીણુ દુગ ના રાહના વંશજ હતા તેમ કહે છે. સૌરાષ્ટ્રના ઈતિહાસમાં બે ખેંગાર કુમારા તેમના રાજગાદી ઉપરના હક્ક ત્યાગી અન્યત્ર ગયા, તેમાં પ્રથમ ખે ́ગાર ઈ. સ. ૧૦૬૭માં થયેલા રાહ નવષ્ણુના કુમાર અને દ્વિતીય ખેંગાર ઈ. સ. ૧૧૪૦માં થયેલા રાહ કવાટના કુમાર. ટેપકના પૂર્વાંજ દ્વિતીય ખેંગાર ગણીયે તા પશુ ઈ. સ. ૧૧૪૦માં આ નગર જીણુ દુગ નામે પ્રસિદ્ધ હતું તે નિવિવાદ છે.
1 હિસ્ટોરિક્લ ઈન્ક્રિપ્શન્સ એક ગુજરાત, પુ-૩, શ્રી ગિ. વ. આચાય
2 આ સંગવાપી કસાઈવાડના નાર્ક હતી. થાડાં વર્ષોં પહેલાં તે પુરાવી દેવામાં આવી છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૪૫
ઈ.સ. ૧૩૩૩માં લખાયેલા વિવિધ તીથ કલ્પ અને તેની પૂર્વે લખાયેલા રૈવતગિરિકલ્પમાં આ નગર માટે અપભ્રંશમાં જુદુગ્માં શબ્દ વાપર્યોં છે. જુણ્ણ અને જણ્યુ બંનેના અથ જીણુ થાય છે.
ઈ. સ. ૧૩૩૭માં કસુરી નામના વિદ્વાન જૈન મુનિ મહારાજે લખેલા તેના ગ્રંથ “નાભિનન્દન નૈાહાર પ્રશ્નધ”માં એક સધ ગિરનાર જાય છે, તેના વર્ણનમાં પણ આ નગરને જીણુ દુ કહ્યું છે.
ઈ. સ. ૧૪૭૨માં રાહ માંડલિકનું પતન થયુ. તે પૂર્વે લખાયેલા સ ંસ્કૃત કાવ્ય ‘માંડલિક કાવ્ય”માં તેના રચિયતા કવિ ગંગાધરે જીંદુ નામના આ નગર માટે ઉપયોગ કરી તેની બારા અને દુર્ગાનું રસિક વણૅન કર્યું છે.
ઈ. સ. ૧૪૫૧માં લખાયેલે એક શિલાલેખ ઉપરાટની દક્ષિણુ દીવાલમાંથી પ્રાપ્ત થયા છે તેમાં રાહુ માંડિલો કરેલી આજ્ઞા કંડારી છે. તેમાં પ્રારભની પતિમાં લખ્યું છે કે, ‘સ્વસ્તિ શ્રી સંવત ૧૫૭ વષે માધ (વદી ૫) અમી દિને ગુરુ (વાસરે) સૌ(રાષ્ટ્ર) દેશે શ્રી જીણુ દુગે' શ્રી (?) વશે રાણાશ્રી મેલગદેવ સુત (રા) ઉન્ન મહિપાલ (દેવસુઃ રાઉલ) શ્રી માંડલિક પ્રભુણાય...' એ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે ઈ. સ. ૧૪૫૧માં આ નગરનું રાજ્યસ્વીકૃત નામ છણું દુ હતું..
ઈ. સ. ૧૪૭ર એટલે વિ. સ. ૧૫૨૮ના પોષ વદી ૧૩ બુધવારે સંપૂર્ણ કરેલી વાસહિતાના અતિમ અધ્યાયમાં ઉકત પુસ્તકની પ્રતિકૃતિ છણું દુગ માં થઈ હાવાનું જણાવ્યુ છે.
આવા અનેક પ્રમાણેાથી નિઃશંક સિદ્ધ થાય છે કે પંદરમી સદીમાં આ નગરનું નામ જીંદુ' હતું.
જીણુ ગઢ
જીણુ દુ માંથી જીણુ ગઢ તે પછી થઈ ગયું હોવાનું જણુાય છે. સામાન્ય લેાકભાષામાં તે જૂનાગઢ, જૂનાગઢ કે જૂનેગઢ કહેવાતુ. પણ પત્રવ્યવહારમાં તેના ઈ. સ. ૧૯૦૦ સુધી જીણુગઢ તરીકે ઉલ્લેખ થયે સરકારી અને ખાનગી ધૃતરામાંથી જોવા મળે છે.
1 જૈન યુગ, ૧૯૮૨, વૈશાખ 'ક,
2 અનપબ્લિશ્ડ ઈન્તિ, આફ્રિ સાસાયટી-જૂનાગઢ જનરલ, નવેમ્બર, ૧૯૪૭, પ્રા. પુરૈાહિત
૩ લેખમાં નાગા -ત્રિમાસિક, ચૈત્ર ૧૯૬૪, શ્રી વલ્લભજી હા આચાર્ય
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬ ૪ જૂનાગઢ અને ગિરનાર જીણું પ્રાકાર
ઈ. સ. ૧૪૧૩ના રાજપાતાકના પાવળિયામાં રહ મેલગદેવ માટે લખ્યું છે કે એ “અઢાર રાજપુત સાથે વંથળી છોડી જીણું પ્રાકાર પહોંચી ગયો.” આ “જીર્ણપ્રાકાર' નામે એક જ સ્થળે વપરાયું છે. આ નામ જીર્ણદુર્ગ માટે જ વપરાયું હોવાનું જણાય છે. સંભવ છે કે કદાચ દુર્ગ અંતર્ગત
આવેલે ઉપરકેટ એ નામથી ઓળખાતા હોય ! - ઉગ્રસેનગઢ છે. ' ' ઉગ્રસેનગઢ તે જૂનાગઢનું જ નામ હતું તેવી માન્યતા જૈન ગ્રંથના આધારે
ધણા વિદ્વાની છે. શ્રીકૃષ્ણના સમયના યાદવ ઉગ્રસેન સાથે જીર્ણદુર્ગને ભેળવી દેવાનું સાહસ પણ કેટલાક લેખકોએ કર્યું છે પણ જ્યાં યાદવે અહીં હતા જ નહિ તેમજ તે સમયમાં “ગઢ' ન હતા ત્યાં તે સિદ્ધાંત સ્વીકાર્ય બનતા નથી. રાહ કવાટના સભ્યોને અધિપતિ ઉગ્રસેન વા ઉગાવાળો હતો અને તેણે ઉપરકેટનું યુદ્ધને માટે નિર્માણ કર્યું હોય અને તેથી ઉપરકેટને ઉગ્રસેનગઢ કહ્યો હોય તે અસંભવ નથી પરંતુ એ સ્પષ્ટ છે કે જૈન સાહિત્યમાં આ નામનો ઉપયોગ થયો છે તે સિવાય કઈ આધાર નથી વિવિધ તીર્થકલ્પમાં તેજલપુરસ્સ પૂર્વે દિશાએ ઉગ્યસેગઢ નામ દુગ્ગ–' હેવાને ઉલેખ છે અને તેજલપુર તે ગિરનારની તળેટીમાં હતું તેથી તેજલપુરની પૂર્વે જૂનાગઢ હતું તેમ માની જૂનાગઢનું નામ ઉગ્રસેનગઢ હતું તેમ પ્રતિપાદિત કરવાનું સાહસ કરવામાં આવ્યું છે. તેજલપુર આજના મજેવડી ગામ પાસે હતું અને ત્યાં આજે પણ તાજપુર કે તેજપુરને ટીંબો કહેવાય છે. તેની પૂર્વે કેઈ નગર ઉગ્રસેનગઢ નામનું ત્યારે હેય. દીવાન રણછોડજી તારીખે સોરઠમાં ઉપરોટનું નામ ઉગ્રસેનગઢ હતું તેમ કહે છે. ઉગ્રસેનગઢ નામ કદી પણ જૂનાગઢ નગરનું હેવાનું જણાતું નથી. ખેંગારગઢ * એ જ રીત ખેંગારના સમયમાં કદાચ જૂનાગઢ ખેંગારગઢ કહેવાયું હેય અથવા વિવિધ તીર્થકલ્પમાં અને અન્ય ગ્રંથમાં તેને ખેંગારનું નગર કહ્યું હેય તે બનવાજોગ છે. બાકી આ નગરનું લોકમાન્ય કે રાજયસ્વીકૃત નામ ખેંગારગઢ હેવાનું અન્ય પ્રમાણેથી જણાયું નથી. સુતકાબાદ
મહમદ બેગડાએ જૂનાગઢ જીતી તેનું નામ મુસ્તફાબાદ કરી નાખ્યું પણ
Page #48
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૪૭
પ્રે. ક્રામીકેરિયટ તેના હિસ્ટ્રી એક્ ગુજરાતમાં કહે છે તેમ તે નામ આપનારના મૃત્યુ પછી મુસ્તફાબાનું અસ્તિત રહ્યું. હેાવાનું જણાતું નથી. એક જુલ્મી શાસકની તરંગી ઈચ્છાથી ધણી સદીઓથી પરિનાયત થયેલું નામ ભૂંસી શકાયુ નહિ અને જૂનાગઢ નામ તેના આતે પ્રખ્યાત વિજેતાના વંશના અને તેના રાજના અંત પછી પણ જીવતું રહ્યું છે.”
ઈ. સ. ૧૮૭માં બ્રિટિશ સાર્વભૌમત્વ સ્થપાયુ. ત્યારે જૂનાગઢ નામ રાજ્યસ્વીકૃત નામ થઈ ગયું. ગિરનાર (નગર)
વિ. સ. ૧૨૩૨ ઈ. સ. ૧૧૭૬ લગભગ શ્રી વિયંસેનસૂરીએ રચેલા રૈવતગિરિ રાસમાં, વિ. સ’. ૧૩૫૩ ઈ. સ. ૧૨૯૭ લગભગ શ્રી વિનયચંદ્રસૂરીએ લખેલી નેમીનાથ ચતુષ્પાદિકામાં, વિ. સં. ૧૭૬૧ ઈ. સ. ૧૩૦૫ માં શ્રી મેરૂતંગસૂરીએ રચેલા પ્રબંધચિંતામણિમાં, વિ. સં. ૧૨૫૦ ઈ. સ. ૧૧૯૪ વિ. સ’. ૧૩૦૦ ઈ. સ. ૧૨૫૪ વયમાં કવિ સામેશ્વરરચિત કીતિ કૌમુદ્દીમાં અને અન્ય ગ્રંથામાં ગિરનારનાં વણુ ના છે પણ તેમાં જીણુ દુ, જીણુ ગઢ કે ગિરિનગરના કેાઈ ઉલ્લેખ નથી. આ સમયના લેખાએ ગિરનાર તરીકે જ નગરના પશુ ઉલ્લેખ કર્યાં છે. તેનું શું કારણુ હરો તે અનુમાનના અથવા સંશોધનના વિષય છે કે એમ માની શકાય કે મૂળરાજ સોલકીથી માંડીને કરણ વાઘેલા સુધીના ગુજરાતના રાજાની જૂનાગઢ ઉપર અખ હતી. તેમણે વારવાર આક્રમણા કરેલાં અને રાખની અને પ્રજાની પાયમાલી કરેલી. તેના આશ્રિત કવિઓએ અને લેખાએ જૂનાગઢ જાણે હસ્તી જ ધરાવતું ન હતું. તેમ માની તેના જરા જેટલા પણ ઉલ્લેખ કરવાનું ઉચિત ધાર્યું નથી. ગિરનાર ઉપર તા પવિત્ર મદિરા હતાં એટલે તેની યાત્રા કર્યા સિવાય કે તેનાં વણું ના કર્યા સિવાય ચાલે નહિ તેથી ગિરનારને મઽત્ત્વ આપવામાં આવ્યું, એમ પણ માની શકાય કે ચુડાસમા રાજાએના જીણુ દુગ ને કાઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે અગત્ય ન મળે તે માટે પણ તેમણે તેના ઉલ્લેખ ન કર્યાં ઢાય 1 અને તેથી તેમણે જ્યાં જ્યાં ગિરનાર લખ્યું છે ત્યાં તે શબ્દ નગર માટે વાપર્યાં છે તેમ સમજવું જોઈએ.
ગુજરાતના પાટનગરમાં જીણુ દુત્ર ગિરનાર તરીકે એળખાયું અને ઈ સ. ૧૩૦૦માં ગુજરાતમાં મુસ્લિમસત્તા સ્થપાઈ ત્યારે તેઓએ પણ જૂનાગઢને ગિરનાલ–ગિરનાર ૩ કરનાલના કિલ્લો કહ્યો. ઈ. સ. ૧૪૧૩ના માંગરાળના શિલાલેખમાં અને ઈ. સ. ૧૪૭૨ના જૂનાગઢની ખેારવાડની મસ્જિદના શિલા
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮ઃ જૂનાગઢ અને ગિરનાર લેખમાં ગિરનાલ અને ગિરનાર શબ્દો અનુક્રમે વાપર્યા છે. મિરાતે સિકંદરીના લેખક સિકંદર મંજુ, ગુલશને ઈબ્રાહિમના લેખક ફરિસ્તા અને તારીખે ફિરજશાહીના લેખક ઝિયાયુદ્દીન બારની વગેરે મુસ્લિમલેખકે જુનાગઢ માટે કિલ્લાએ કિરનાલ, ગિરનાલ કે ગિરનાર શબ્દ વાપરે છે. એ ઉપરથી એમ માની શકાય કે હિન્દુ રાજાઓ પાસેથી તંત્ર સંભાળનારા મુસ્લિમ શાસકેએ તેમને પગલે ચાલી જૂનાગઢને ગિરનારનો કિલે કહ્યો. પાછળના સમયમાં લેખકે તેનું જૂનાગઢ નામ આપે છે. ઈ. સ. ૧૫૧૪ને જૂનાગઢના બેરવાડ મસ્જિદને લેખ તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે, “આ મકાન ગિરનારના કિલ્લામાં કે જેનું નામ મુસ્તફાબાદ રાખ્યું છે તેમાં બાંધ્યું છે. સારાંશ ગિરનારને કિલે તે જ જૂનાગઢ
જુનાગઢ * એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે મુસ્લિમેએ જીર્ણદુર્ગ કે જીર્ણગઢમાંથી જૂનાગઢ નામ કરી નાખ્યું કેટલાક વિદ્વાને એમ પણ માને છે કે તેનું
સ્થાનિક અને લેકમાન્ય નામ જૂનાગઢ હતું પરંતુ વિદ્વાનોએ તેનું સંસ્કૃતકરણ કરી જીર્ણગઢ નામ પુસ્તકે અને અભિલેખમાં લખ્યું. ઈતિહાસ અને સાહિત્યમાં કરેલા ઉલ્લેખ તપાસતાં એમ સ્પષ્ટ થાય છે કે જયારે આ નગર જીર્ણદુર્ગ તરીકે ઓળખાતું ત્યારે અને તે સમયે તેનું નામ જૂનાગઢ પણ હતું. ઈ. સ. ૧૩૭૪માં “તીર્થમાળા સ્તવન” નામની તેની રચનામાં જૈન વિદ્વાન વિનાપ્રભ લખે છે કે “વીરહુ એ વરૂણથલીયંમિ જૂનઈગઢી સિરિપાસ પહુચડિયઉ એ ગિરિ–ગિરનારિ દીઠઉ નયણિહિ મિજણું વગેરે. તેમાં નિરવર 'ગિરનારની સમીપે જૂનાગઢ અર્થાત્ જૂનાગઢ છે તેમ કહે છે: એ જ પ્રમાણે, એ જ અરસામાં લખાયેલા બૌત્ય પરિપાટી સ્તવન”ના લેખક શ્રી જિનતિલકસૂરી લખે છે કે “જૂનગઢ પાસ ને જલવિહાર નવપલ્લવ મંગલપુરી મઝાર આ પ્રમાણે સામે શંકા કરવા કોઈ કારણ નથી અને તેનાથી એ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે ચૌદમી સદીમાં આ નગર જુનાગઢ તરીકે પણ જાણીતું હતું. - આટલાં સ્પષ્ટ પ્રમાણે છતાં કેટલાક વિદ્વાનોએ એવાં નિરાધાર અનુમાને કર્યા છે કે જૂનાગઢ નામ સુલતાન મહમદ તઘલગનાં મૂળ નામ “જુના
1 શ્રી જૈન સાયપ્રકાશ, અમદાવાદ, તા. ૧૫-૧૦-૧૯૫૧. આ પુરતક તે વહેલું લખાયું હશે પણ ઉપલબ્ધ પ્રત વિ. સં. ૧૪૩૦માં લખાઈ છે જેના ઉપર શ્રી ભંવરલાલજી નાહટાએ
ટીપ્પણ કર્યું છે. [2 જૈન તીર્થોને ઈતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, ૧૯૪૯, સંપાદક, શ્રી ન્યાયવિજ્યજી
મહારાજ.
Page #50
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૪૯
ઉપરથી આવ્યું છે, અને કર્ણદુર્ગ તેનું સંસકૃતકરણ છે. આ વિધાન પર વિચાર કરતાં મહમદ તઘલગનું મૂળ નામ જ નહિ પણ “જાઉન” હતું અને તે ઈ. સ. ૧૩૨૫માં દિલ્હીથી ગાદીએ બેઠો. આ કુર, તરંગી અને કડક સ્વભાવના સુલતાને તેની ત્રાસદાયક વર્તણુકથી તેને અમીરને વિરોધ વિહેરી લીધું અને રાજયમાં ઠેર ઠેર બળવા થયા. ગુજરાતમાં પણ બળ થયો, જે શમાવવા મહમદ ઈ. સ. ૧૩૪૫માં ગુજરાત સૌરાષ્ટ્રમાં આવ્યો. તેને જૂનાગઢના રાહ ખેંગાર ચેથાએ બળવાખોર સરદાર તાઘીને આશ્રાપ આપ્યો છે તે ખબર મળતાં તે જૂનાગઢ ઉપર ચડાઈ લઈ આવ્યું.
સુલતાનની સાથે આવેલા તેના ઈતિહાસકાર ઝિયાઉદીન બારનીએ, સુલતાનની ગુજરાતની જુદા જુદા સ્થળે નાખેલી છાવણીઓનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. તેમાં તે લખે છે કે મહમદ દેવલગિરિથી ભરૂચ આવ્યો ત્યાં તેને માહિતી મળી કે બળવાખોર તાઘી પાટડી અને માંડલ થઈ સૌરાષ્ટ્રમાં ઊતરી ગયું છે. મહમદ તેની પાછળ ચ. તાઘી “કિરનાલ (પાસે બેંકાર (ખેંગાર)ના કિલ્લામાં ભરાયે છે તેવી માહિતી મળતાં તેણે “કિરનાલને કિલે ઘેર્યો, તેનું પતન થયા પછી તે “ડલ (ગોંડલ) ગયે અને ત્યાંથી ઠઠ્ઠા ગયે, જ્યાં ગુજરી ગયો. આ વર્ણનમાં અનેક સ્થાનેનાં અને વ્યક્તિઓનાં નામો આપ્યાં છે, કયાં કયાં તેણે શું શું કર્યું તે પણ જણાવ્યું છે પણ કઈ સ્થળે તેણે પિતાના નામ ઉપરથી જૂનાગઢ વસાવ્યું હોય કે તે નગરને જૂનેગઢ નામ આપ્યું હોય તેમ દર્શાવ્યું નથી. તઘલગ વંશના બીજા ઈતિહાસકાર શસ્થ અફીફી તેની તારીખે ફિરોઝશાહીમાં તથા સુલ્તાન ફિરે છે લખેલા ફરહુતુલ ફિરોઝશાહમાં પણ આ પ્રસંગને કેઈ નિર્દેશ નથી. જ્યારે મહમદ તઘલગને સુલતાન થવાનું સ્વપ્ન પણ આવેલું નહીં ત્યારે તેનું નામ જાઉન હતું અને જે નામ તેણે ગાદીએ આવી, તેના દરજજાને યોગ્ય ન હોવાથી તજી દીધેલું તે નામે તે શા માટે નગર વસાવે ? વસાવે તે મહમદાબાદ કે તઘલગાબાદ કહે, તેને જૂનાગઢ જ શા માટે કહે ? માત્ર ને તથા જૂનાગઢને સામ્ય હોવાથી કોઈ વિદ્વાને આ નવીન શેધ છે તેમ કરી વહેતી
1 ગુજરાતનો ઈતિહાસ, મૌ. અ. ઝફર નદવી, ભાષાંતર શ્રી છોટુભાઈ નાયક 2 ફારસી ભાષામાં ક અને ગ વચ્ચે માત્ર એક માત્રાને ફેર છે. હસ્તપ્રતના વાંચનમાં આ માત્રા રહી ગઈ હોય તો ગિરનાલનું કિરનાલ અને ગેડલનું ઊંડલ વંચાય-સામાન્ય રીતે ગાફનો કાફ લખવાનો રિવાજ છે. જૂ.ગિ.-૭
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦ : જૂનાગઢ અને ગિરનાર
મૂકેલી કલ્પના સિવાય તેને કેઈ આધાર નથી. જે મહમદ તઘલગે જૂનાગઢ વસાવ્યું હોય તો તેના અનુગામીઓ તેને એક અથવા બીજે સ્થળે જરૂર ઉપયોગ કરતાં પણ તઘલગે કે તે પછીના સુલતાનના સમયમાં કેઈ સ્થળે જુનેગઢ શબ્દ વપરાયે નથી. ઊલટાનું મિરાતે સિકંદરી, આગળ જોયું તેમ જૂનાગઢ નામ પાડવાનું સ્પષ્ટ કારણ આપે છે, તેમાં પણ કહેવામાં આવ્યું નથી કે “જને ઉપરથી જૂનાગઢ થયું. આ અનુમાનથી વિશેષ વિપરીત વિધાન તે એ છે કે, જીર્ણદુર્ગ નામ જૂનાગઢ ઉપરથી થયું. જ્યાં, એતિહાસિક ગ્રંથ, શિલાલેખે અને અન્ય પ્રમાણભૂત આધાર ઉપલબ્ધ છે ત્યાં આ અનુમાન સર્વથા અસ્વીકૃત બને છે અને તેના ઉપર વિશેષ ચર્ચા અનાવશ્યક છે. યવનગઢ
આ તર્કથી વિશેષ હાસ્યાસ્પદ તક છે. લાસને તેના પુસ્તક ઈન્ડેસ આૉહ તેમસ કુન્દ (Indesche Alternhumaskunai)માં કર્યો છે. તે કહે છે કે આ નગરનું નામ ગ્રીક-યવન ઉપરથી યવનગઢ થયું અને તેના ઉપરથી જેનગઢ થઈ જૂનાગઢ થયું. એક વિદ્વાન કહે છે કે યેન શબ્દ ઉપરથી નાગઢ થયું. યેન ગ્રીકેની એક જાતિ હતી. પ્ર. લાસનના તર્કને જેમ્સ બજેસ વગેરે વિદ્વાનોએ સ્વીકાર્યો નથી. યોના જાતિ માટે જૂનાગઢના પર્વતીય લેખમાં યણ શબ્દ વાપર્યો છે અને પંડિત ઉમેશચંદ્ર વિદ્યારત્ન તેના ગ્રંથ માનવેર આદિ જન્મભૂમિમાં સિદ્ધ કરે છે કે તે યણમાંથી જ્યુ-યહૂદી થયા. જે ગ્રી કે- વન કહેવાતા કે તુશાફ યવન હતા તેથી યવનગઢ નામ અપાયું તે પછી આપણે શા માટે ન માનીયે કે કાળ યવન ઉપરથી આ નગર યવનગઢ કહેવાયું ન હેય ? પણ આ તક કેવળ નિરાધાર છે. પ્રો. લાસન, સર ડબલ્યુ ટાન, મિ. વડકેક વગેરેના આધારે પ્રો. પુષ્કરભાઈ ચંદરવાકર આ પ્રશ્ન પર વિચારણા કરે છે પરંતુ જેમ જૂને ગઢ માટે કઈ આધાર નથી તેમ યવનગઢ માટે કોઈ આધાર નથી. જે પર્વતીય લેખમાં યવન તુશાફને ઉલ્લેખ કર્યો તે નગરને ગિરિનગર શા માટે કહ્યું ? જૂનાગઢ
ત્રીજા એક લેખક મહાશય તે એવો તર્ક કરે છે કે રેશમન દેવતા
1 વાકુ, માર્ચ, ૧૯૯૯, શ્રી પુષ્કરભાઈ ચંદરવાકર. 2 પથિક, જન, ૧૯૬૯ જાણવા જેવું, શ્રી વિદુર.
Page #52
--------------------------------------------------------------------------
________________
જયુપીટરજીવીનુંમામ જૂનાં હતું તેથી આ નગર જુનાગઢ કહેવાયું ! રેમને આ દેશ સાથે કોઈ સંબંધ ન હતા અને આ તક કેવળ નિરાધાર છે તેથી તે માટે પણ કોઈ ચચ આવશ્યક નથી. '
ભારતમાં અનેક નગરે કે નદીઓનાં વિભિન્ન નામે છે તેમ જુનાગઢનાં પણ ગિરિનગર, નગર, છ , જીર્ણપ્રાકાર, જૂથ, જૂનાગઢ, જૂનાણું પ્રચલિત થયાં અને મૂળ ગિરિનગર વસતું ત્યાં જ વધતાથટતા વિસ્તારમાં આજ પણ તે વસી રહ્યું છે. જૂનાગઢને કિલ્લે
કેટલાક ઈતિહાસકારો એવી માન્યતા ધરાવે છે કે રાહ માંડલિકના પતન પછી સુલતાન મહમૂદ બેગડાએ ઉપરકેટની પાસે જૂનાગઢ વસાવ્યું અને તેની ફરત કેટ બાંધ્યો જે આજનું જૂનાગઢ. ગુજરાતને ફારસી ઇતિહાસ ‘મિરાત સિકંદરી’ સ્પષ્ટ કહે છે કે “આ ફોડ થયા પછી સુલતાને ગુજરાતના શહેર અને ગામમાંથી મેટા મોટા સૈયદ, ઉલ્માઓ અને કાઝીઓને બોલાવી તેમને જૂનાગઢ તથા પાસેના કસબાઓમાં વસાવ્યા. સુલતાન પોતે પણ ત્યાં રહ્યો અને જૂનાગઢનો આબાદી માટે પ્રયાસ કરવા લાગ્યો. તેણે જહાંપનાહ' કિલ્લાની દીવાલોની મરામત કરવા માંડી અને ત્યાં મેટા મેટા મહેલે બંધાવ્યા અને દરેક અમીરને હુકમ કર્યો કે પોતાનો માટે મોટાં મોટાં આલીશાન મકાન બાંધે. ઘેડા સમયમાં અમદાવાદના બેટાનું બીજ એક શહેર ત્યાં વસી ગયું. તેનું નામ મુસ્તફાબાદ પાડવામાં આવ્યું.”
મિરાતે સિકંદરી, રાહ માંડલિકે મહમૂદ સામે કરેલા યુદ્ધના વર્ણનમાં લખે છે કે “સુલતાને મોરચાને બંદોબસ્ત કરી જુદા જુદા મોરચા ઉપર એક એક અમીરની નિમણૂક કરી, જૂનાગઢના કિલાને ઘેરો ઘાલ્યો.” આગળ ચાલતાં તે કહે છે કે “જનાગઢમાં રહેવા કરતાં ગિરનારના મજબૂત કિલામાં જવું વધારે સલાહભરેલું છે.”એવી સલાહ રાહના મંત્રી તનહલે આપતાં કલાના લેકેએ આ સલાહ માન્ય રાખી, વકીલો મોકલી સુલતાનને અરજ કરી કે “સુલતાન અમારા જનનું રક્ષણ કરશે અને અમારા કુટુંબને જે તે કાંઈ ઈજા નહિ કરશે તે અમે કિલામાંથી અમારા કુટુંબ પરિવાર તથા માલસત્તા લઈ કિટલે ખાલી સુલતાનના કદમોમાં સોંપશું. સુલતાને આ વાત કબૂલ રાખી પણ જયારે લેકે કિલે ખાલી કરી ગયા ત્યારે લશ્કરને તેની ઉપર તૂટી પડી કતલ કરવા તથા લૂંટી લેવા હુકમ કર્યો ” મિરાતે સિકંદરી આ વર્ણનમાં જૂનાગઢ અને ગિરનારના
Page #53
--------------------------------------------------------------------------
________________
પર : જૂનાગઢ અને ગિરનાર
અદા કૂિલ્લાઓને નિર્દેશ કરે છે તથા ગિરનારને કિલો ઉપર હતા તેમ સ્પષ્ટ કહે છે. એટલે નીચે કિલ્લે તે જૂનાગઢનો કિલે અને ઉપરકેટ પણ તે કિલ્લામાં હતા તે કિલો.
વિશેષમાં રાહ માંડલિકનાં પતન પહેલાં લખાયેલા માંડલિક કાવ્યમાં જીદુગ નગરનું સુરેખ અને વિસ્તૃત વર્ણન છે તે ઉપરથી ફલિત થાય છે કે ઉપરકોટની નીચે નગર વસતું હતું તથા તેમાં પચરંગી પ્રજા વસતી હતી, ત્યાં બજારો, દુકાને અને મકાને પણ હતાં. આ નગરનાં કારોનાં નામે પણ હતાં જે આજ સુધી જેમનાં તેમ છે. મહમૂદે ન કેટ બાંધ્યો હતો તે તેનાં દ્વારનાં મુસ્લિમ પદ્ધતિએ નવાં નામો તેણે આપ્યાં જ હેત ! '
તેણે અમીરોને જૂનાગઢમાં મકાન બાંધવા આજ્ઞા કરી તેથી નગરને વિસ્તાર વધારવાનું આવશ્યક બન્યું હશે અને તેથી આજને ધારાગઢ દરવાજા પાસેને ભાગ અને કદાચ ઉપરકેટની દક્ષિણ તરફને ભાગ તેણે નગરના કિલ્લામાં લઈ લીધો હશે. આજે પણ મુસ્લિમ લત્તાએ આ વધારેલા વિસ્તારમાં છે. મહમૂદ બેગડાએ જુનાગઢ જીત્યા પછી તેને વિસ્તાર વધાર્યો પરંતુ તેણે ન કિલ્લે બાંધ્યો તેમ કહેવું સાચું નથી. - દીવાન રણછોડજી, તેના ગ્રંથ, તારીખે સોરઠમાં કહે છે કે “ઈ. સ. ૧૬૩૩માં બાદશાહના સૂબેદાર ઈસાખાને શહેર ફરતે કિલે બાંધે તેમાં ૧૧૪ બુરજ અને ૯ દરવાજાઓ હતા જેમાંના ૫ દરવાજાઓ બંધ રહેતા અને ૪ ખુલ્લા રહેતા, તે પછી ઈ. સ. ૧૬૬માં મિરઝા ઈશાખારખાને આ કિલ્લો નવેસરથી બંધાવ્યું.” - ઈ. સ. ૧૬૩૩માં શાહી ફોજદાર ઈમારતખાન હતા પણ ઈ. સ. ૧૬૬૧માં તે પદ ઉપર કુતુબુદ્દીન પેશગી હતા એટલે નામમાં કંઈક ભૂલ થયેલી જણાય છે પરંતુ એ સ્વીકારવું જ રહ્યું કે, મુગલ સામ્રાજ્યમાં કિલ્લાનું સમારકામ થતું રહેતું હશે અને વિસ્તાર પણ વધી રહ્યો હશે પણ જૂનાગઢને કિલો પ્રથમ મહમૂદ બેગડાએ જ બાંધ્યો તેવો ઉલ્લેખ આ વિદ્વાન ઈતિહાસકાર કરતા નથી અને તે વિધાનને કઈ સમર્થન મળતું નથી તેથી આ કિલ મહમૂદે બાંધે તેમ માની શકાય નહિ.
ઈ. સ. ૧૮૮માં નવાબ મહાબતખાનજી બીજાના સમયમાં, શહેરની વધતી જતી વસતીને સમાવવા શહેરને વિસ્તાર વધારવા માટે પશ્ચિમ તથા ઉત્તર તરફની દીવાલ પાડી નાખી, બહારને ભાગ અંદર લઈ લેવામાં આવ્યો અને વર્તમાન ગાંધીરેડને સ્થળે કિલ્લે હતા તે દીવાલ તળાવ તરફ ખસેડી, લેતાં રિાતળા કુંડ-ડાયમંડ ટોકીઝથી વંથળી દરવાજા સુધીનો ભાગ પશ્ચિમ
Page #54
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૫૩
તરફ અને વર્તમાન કડીયાવા-જવાહર રોડની દક્ષિણથી દાતાર રોડ સુધીને ભાગ કિલ્લામાં આવી ગયો.
ઈ. સ. ૧૮૮૪માં પ્રસિદ્ધ થયેલા ગુજરાત રાજસ્થાન નામના પુસ્તકમાં તેના લેખક શ્રી કાળિદાસ દેવશંકર પંડયા લખે છે કે શહેરમાં બે કિલ્લાઓ છે. જૂના કિલ્લામાં વિશેષ વસતી છે. નવા કિલ્લાને ભાગ બહુ વસતીયાણ નથી તથા જૂના શહેરને ભાગ ઉજજડ છે. ઈ. સ. ૧૮૭૭માં કલકત્તા રિવ્યુમાં પ્રસિદ્ધ થયેલા સી. એમ. નામના અંગ્રેજ લેખકના લેખ સૌરાષ્ટ્ર એન્ડ ધી હિલ ઓફ સેરઠમાં જણાવ્યું છે કે “જૂને કિલ્લા પ્રથમ ગિરિનગર કહેવાતા તેમાં બારાશહીદની કબરો છે.”
એ બંને વિધાને ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે, ધારાગઢ દરવાજાવાળા લત્તા પાસે ઈ. સ. ૧૮૮૪ સુધી જૂના કિલ્લાની દીવાલ હતી અને તેની ઉત્તરે જે ભાગ હતે ત્યાં જૂના શહેરને ભાગ હશે અને તેની અને નવા કિલ્લાની વચ્ચે એક બીજો કિલ્લો હશે. આ દીવાલ પણ ઈ. સ. ૧૮૮૪ પછી પાડી નાખવામાં આવી હશે. તેના અવશેષો અને સ્થાને હજી દષ્ટિગોચર થાય છે.
કાળવા દરવાજે થડા વર્ષો પૂર્વે નગર વિસ્તારની દષ્ટિએ પાડી નાખવામાં આવ્યો ત્યારે તેની નીચેથી વિશાળ ભૂગર્ભ માર્ગ નીકળે તે હાંકી દેવામાં આવ્યું છે. આ દરવાજાનાં દ્વાર, રા નવઘણ રજે પાટણથી લઈ આવ્યું હોવાની લેકવાર્તા કહેવાય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઇતિહાસ
પ્રાચીન
મૌર્ય કાલ પૂર્વે જૂનાગઢનો ઈતિહાસ અંધારની ઘેરી જવનિકા પાછળ છુપાયેલો પડયો છે. વિષ્ણુપુરાણ અને હરિવંશમાં તેના અસ્પષ્ટ ઉલલેખ થયા છે. તેનો સારાંશ એ છે કે શર્યાતિના પુત્ર રેવના પુત્ર રૈવતની રાજધાની કુશસ્થળી હતી. એકવાર તે તેની પુત્રી રેવતીને સાથે લઈને, બ્રહ્મા પાસે, રેવતીનાં લગ્ન કોની સાથે કરવાં તેની સલાહ લેવા બ્રહ્મલોકમાં ગયો. ત્યાં હુછું અને હાહા નામના ગાંધર્વો અતિતાન નામનું ગાન કરતા હતા તે સાંભળવા રોકાઈ ગયો. ગાન સમાપ્ત થતાં તેણે રેવતીનાં લગ્ન કોની સાથે કરવાં તે સલાહ માગી, ત્યારે બ્રહ્માએ કહ્યું કે “મૃત્યુલેકમાં તું આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ચાર ચોકડી યુગ વીતી ગયો છે અને ત્યાં મનુષ્યની અનેક પેઢીઓ થઈ ગઈ છે. કુશસ્થળીને પુજનોએ નાશ કર્યો છે અને ત્યાં યાદવે વસ્યા છે. તેમાં શ્રીકૃષ્ણ છે, તેના ભાઈ બલરામ સાથે તારી પુત્રીનાં લગ્ન કર.” રેવત કુશસ્થળીમાં પાછો આવ્યો. ત્યાં યાદવો રાજ કરતા હતા. તેણે બલરામને પિતાની પુત્રી પરણાવી પણ રેવતી ઊંચી હતી અને બલરામ નીચા હતા તેથી બલરામે તેના ગળામાં હલ નાંખી તેને ખેંચતાં તે નીચી થઈ ગઈ. રૈવત તે પછી રેવતીનાં લગ્ન કરી એક પર્વતમાં રહેવા ચાલ્યો ગયો અને તે પર્વત રેવતાચલ કે રેવત કહેવાયો. આ વાર્તા સ્વરૂપનું વિધાન ઈતિહાસ તરીકે સ્વીકાર્ય થઈ શકે નહીં.'
આ માહાભ્યની ચર્ચા ગિરનાર પ્રકરણમાં કરવામાં આવી છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ : ૫૫
સ્કંદપુરાણના પ્રભાસખડમાં રેવતાચળ પાસેના વસ્ત્રાપથ ક્ષેત્રનું વર્ણન છે તેમાં પણ દૈવી ચમત્કારાથી ભરપૂર વાર્તાએ જ આપી છે અને તેથી તેમાંથી પણ કાંઈ ઐતિહાસિક માહિતી મળતી નથી.
શ્રીકૃષ્ણ જયારે સુરાષ્ટ્રમાં આવ્યા ત્યારે રાજા મુચુકુ શાપિત થઈ ભરગંધમાં સૂતેલા. તેના ઉપર પોતાની પામરી શ્રીકૃષ્ણે ઓઢાડી દીધી. શ્રીકૃષ્ણની પાછળ પડેલા કાલયવને તેને શ્રીકૃષ્ણે માનીયે ત્યારે જાગૃત થતાં તેની દષ્ટિ કાલયવન ઉપર પડતાં તે ભસ્મીભૂત થયા એવી પણુ પુરાણુની એક કથા છે.
એમ છતાં પુરાણેની વાર્તાઓમાંથી એ સારાંશ નીકળે છે કે પાવે. પ્રભાસ સમીપે શ્રીકૃષ્ણે સ્થાપેલા દ્વારકામાં વસવા આવ્યા ત્યારે આ ભૂમિમાં આવેલા અને સ`ભવત રહેલા પણુ. દ્વારકા તા દ્વાર સમુ નગર હતું, તેની પૃષ્ઠભૂમિ ગિરનાર સુધી વિસ્તરી હતી અને તે સમગ્ર ભૂમિમાં યાદવે વસતા. દ્વારકા સમીપે રૈવત પવ ત હતા અને તેથી દ્વારકા જૂનાગઢ઼ છે, ત્યાં વસતું એવી ભ્રમમૂલક કલ્પના કેટલાક વિદ્વાનોએ કરી છે પરંતુ એમ વિચારવામાં આવતું નથી કે છપ્પન કાટી યાદવો એક નગરમાં જ રહેતા હૈવાનું સંભવી શકે નહિ. રૈવત પર્વતથી શરૂ થતી ગિરિમાળા સમુદ્ર પય ત વિસ્તરેલી અને વ માન સારઠ પ્રદેશમાં યાદા વસી ગયેલા. તેની પશ્ચિમે શ્રીકૃષ્ણના પ્રિય અને ખાસ પ્રર્દેશ નાગર ભૂમિ" હતા જે આજે નાઘેર કહેવાય છે અને પ્રભાસથી પૂર્વમાં ચાવીસ માઈલ ઉપર શ્રીકૃષ્ણનું સમૃદ્ધ અને વિશાળ નગર હતુ' ને સમુદ્ર માર્ગે થતા વ્યાપારનું કેન્દ્ર હતું અને ત્યાંનાં નિવાસી સમુદ્ર વ્યાપારથી અઢળક ધન ઉપજિત કરતા તેથી લક્ષ્મી સમુદ્રમાંથી મળી છે અને તેનાથી તે નગર સુવણૅ નું નગર છે એમ કહેવાતું અને પૃષ્ઠ પ્રદેશનું તે દ્વાર હતું. તેથી દ્વારકા કહેવાતું અને તેથી વર્તમાન જૂનાગઢ છે ત્યાં કે તેની સમીપે દ્વારકા વસતુ તે વિધાન બરાબર નથી. 1
દ્વારકાનાં વર્ણનામાં રૈવતગિરિશ્તા ઉલ્લેખ છે તે ગિરિ આજ રૈવત કે ખીજો તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ છે. દ્વારકા સમીપે જે પર્વત હતા તેને રેવત નામ અપાયુ હોય અથવા તે આજ રૈવત હાય અથવા એક જ નામના બે પવ તા હાય અથવા ગિરનારથી સમુદ્ર પરત જતી ગિરની નામથી એક કાત્રે જાણીતી હાય.2
ગિરિમાલા તે
1 વિસ્તૃત ચર્ચા માટે જીએ શ્રીકૃષ્ણનું દ્વારકા”, શ”. હ. દેશાઈ. 2 એજન.
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૬ ઃ જૂનાગઢ અને ગિરનાર મૌર્ય સામ્રાજ્ય
ઈ. સ. પૂર્વે ૩૧૯માં ચંદ્રગુપ્ત મૌર્ય મગધના સિંહાસને બેસી ભારતના વિભિન્ન પ્રદેશ ઉપર તેને વિજયધ્વજ ફરકાવ્યો અને તે સમયે સૌરાષ્ટ્ર પણ મગધના સામ્રાજ્યનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. સૌરાષ્ટ્ર આ કાલે ગણતંત્ર હતું અને તેની આંતરિક સ્વાધીનતા અબાધિત રાખી સમ્રાટે તેના ઉપર અંકુશ રાખવા રાષ્ટ્રીય નામના એક અધિકારીને નિયુક્ત કરેલ. સૌરાષ્ટ્રના આ ગણતંત્રનું પાટનગર ગિરિનગર હતું અને રાષ્ટ્રીય પણ ત્યાં રહેતા. ચંદ્રગુપ્તના આ રાષ્ટ્રીય પદે પુજ્યગુપ્ત વૈશ્ય હતા તેણે ઉપરકેટ બંધાવ્યો અને તેની દીવાલની નીચે સુવર્ણસિકતા, પલાશિનિ વગેરે સરિતાઓના પ્રવાહ રોકી એક બંધ બાંધી ત્યાં એક સરોવર નિર્માણ કર્યું અને તેનું દશ્ય સુંદર હતું તેથી તેને સુદર્શન કર્યું.'
ને કહ્યું અશોક
ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકના સમયમાં પણ ગિરિનગર એક પ્રાંત પાટનગર રહ્યું પણ ત્યાંનું ગણતંત્ર નષ્ટ થઈ ગયું હોવાનું જણાય છે. આ ગણતંત્રને પ્રમુખ કે રાજા તુષાર્ફ હતું તે અશોક વતી રાજ કરતાં એટલે કદાચ સ્વતંત્ર પ્રમુખ નહિ પણ તેને પ્રતિનિધિ હશે. કદાચ પ્રમુખ, રાજા પણ કહે વાત હોયપરંતુ અશોકના સામ્રાજ્યના અસ્ત પછી ઈ. સ. ૧૫૧-૧૫રમાં કેતરાયેલા રૂદ્રદામાના શિલાલેખમાં લખ્યું છે કે “નિપુણપુસૈન પ્તિ ગાય નૌજ તે યવન ન (ગા) નાયિ.” “મૌય અશોક માટે રાજ્ય કરતા યવન રાજા તુષારફથી...વગેરે” એ ઉપરથી ફલિત થાય છે કે એ અશોકને પ્રતિનિધિ હશે અને તેથી ગણતંત્ર વિખરાઈ ગયું હશે.
તુષાર્જુને યવન રાજા કહ્યો છે. ગ્રીકેને સામાન્ય રીતે યવન કહેતા અને મૌર્ય રાજાઓને ગ્રી કે સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. ચંદ્રગુપ્તની એક રાણી ગ્રીક હતી. ગ્રીકોએ આ કાલમાં ભારતમાં ઘણાં નાનાં નાનાં રાજ્યો પણ સ્થાપેલાં અને પાછળથી આર્ય ધર્મમાં સમ્મિલિત પણ થઈ ગયેલા તે પૈકીને તુષારફ એક હશે. પ્રો. કેમીસેરિયેટ, તે પારસી હતો તેમ કહે છે જે માન્યતાને પણ કોઈ આધાર નથી.
|1 રૂદ્રદામાને શિલાલેખ-હિસ્ટેરિકતા ઈન્સિ ઓફ ગુજરાત, પુસ્તક ૧૬, શ્રી ગિ. વ.
આચાર્ય.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસ ઃ ૫૭
તુષારાં સદન વિસ્તૃત કર્યુ " તેમાંથી નહેશ કાઢી અને તળાવની બન્ને બાજુ ઉપર માર્ગ બંધાવ્યા. ગિરિનગર, સુદર્શનને કાંઠે કાંઠે બે બાજુએ વસ્તુ' તેવી અમુક વિદ્વાનાની માન્યતા ઉપરાક્ત કારણેાસર ખેાટી છે. પર્વતીય લેખ
સમ્રષ્ટ અશોકે તેની આજ્ઞાએ પ્રજાના માટે વગ તે વાંચી શકે તે માટે સુદર્શન તળાવને દક્ષિણ કાંઠે એક ખડકમાં કાતરાવી,
આ લેખ અશેકના શિલાલેખના નામથી જાણીતા છે. તે પહેંચાત ફીટના પરિધમાં છે અને તેના ઉપર લગભગ એકસો ફીટના વિસ્તારમાં બ્રાહ્મો લિપિમાં અને પાલી ભાષામાં ચૌદ શાસનેા લખી પ્રજાને હિંસાથી દૂર રહેવા, ઔષવિ પ્રાપ્ત થાય તેવી વનસ્પતિએ રોપાવવા, ભ્રાહ્મણ અને શ્રમણને સરખા ગણવા, સÖયમ નિયમનું પાલન કરવા, માંગલિક મૃત્યા કરવા, ભિક્ષુકાને દાન આપવા, સર્વે ધર્મને અનુસરનારાઓને અરસપરસ સ`પથી રહેવા આજ્ઞા આપી છે. તે ઉપરાંત અન્ય શાસનામાં રાજય પદાધિકારીઓને સ્ત્રીઓ, યાત્રિ આદિનું ધ્યાન રાખવા અને મહામાત્રાને જ્ઞાનના પ્રચાર કરવા, ઉપદેશ કરતા રહેવાની સૂચના આપી છે.
આ શિલાલેખ પોતે પ્રથમ જોયા એવા દાવા કÖલ જેઈમ્સ ટાડે તેન! પુસ્તક ટ્રાવેલ્સ ઈન વેસ્ટન ઈન્ડિયા'માં કર્યો છે, તેએ આ લેખની લિપિ ઉકેલી શકેલા નહિ. ઈ. સ. ૧૮૩૭માં જૂનાગઢના સપૂત પરમ વિદ્વાન ડૉ. ભગવાનલાલ ઈંદ્રજીએ કરેલા ભગીરથ પુરુષાર્થના પરિણામે તેના બિં`ગા તૈયાર થયાં અને રેવ. ડી. જે વિલ્સને કલકત્તાના ડૉ. જે પ્રિન્સેપ નામના વિદ્વાન ઉપર મોકલતાં તેણે ઈ. સ. ૧૮૩૮માં તેનું ભાષાંતર કર્યું". તેના ઉપર પ્રેા. એમ. એમ. વિલ્સન, ઈં. બરનુક્, સી. લાસન, ડૅ. એમ. ક્રેન, જેમ્સ ખરનેસ વગેરે વિદ્વાનાએ ટિપ્પા અને નોંધ લખ્યાં.
આ લેખનાં પાંચમાં અને તેરમાં શાસના, ગિરનારના માર્ગ કાઢતી વખતે તાડી પાડવામાં આવેલાં જેના એક ટુકડા જૂનાગઢ મ્યુઝિયમમાં છે. આ શિલાલેખની સુરક્ષા માટે આ એલેાજિકલ સર્વે ઓફ ઈન્ડિયાવાળા શ્રી જેમ્સ
1 હિસ્ટારિકલ ઈન્સ્ક્રિપ્શન્સ આફ ગુજરાત, વે. ૧, શ્રી ગિ. વ. આચાય. 2 એકસટ્રેકટસ ફ્રોમ ધી રિા એન ધી એન્જિકવિઝ એક્ કાઠિયાવાડ એન્ડ કચ્છ, જેઇમ્સ ખરજેસ.
જૂત્રિ.-૮
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮ : જૂનાગઢ અને ગિરનાર બજેસ અને બીજા વિદેશી વિદ્વાનોએ ભલામણ કરતાં તથા પોલિટિકલ એજન્ટ સર ચાર્લ્સ ઓલીવને આગ્રહ કરતાં રાજ્ય તેના ઉપર મકાન બનાવ્યું. આ મકાનનું ખાતમુહૂર્ત ઈ. સ. ૧૯૦૦ના જૂન માસમાં કર્નલ સી. ડબલ્યુ. એચ. ' સીલીના હાથે થયું
મૌર્ય પશ્ચા - ઈ. સ. પૂર્વે ૧૮૫માં મગધના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે મૌર્ય સમ્રાટ બ્રેડદ્રથને વધ કરી મગધને મુગટ સ્વશિરે મૂક્યો. શુંગાને અધિકાર સૌરાષ્ટ્ર ઉપર હતો કે કેમ તે નિશ્ચિતપણે જાણી શકાયું નથી. મૌર્ય સામ્રાજ્યના અંત પછી ગિરિનગર ઉપર કોને અધિકાર હતા તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સ્કુટ ઉલ્લેખો ઉપરથી અનુમાન થઈ શકે છે કે ગ્રીક સરદારોએ આ પ્રદેશ ઉપર તેમની સત્તા સ્થાપેલી. શૃંગોની સત્તા ઈ. સ. પૂર્વે ૭૭માં અને ગ્રી કોની સત્તા ઈ. સ. પૂર્વે ૭૦માં ભારતમાંથી નષ્ટ થઈ અને તે સાથે જે તેઓને ગિરિનગર ઉપર અધિકાર થયે હેય તે પણ આ કાળે તેને ઉચ્છેદ થઈ ગયો. * ઈતિહાસકારોમાં એક એવી પણ માન્યતા પ્રવર્તે છે કે ગ્રી કે પછી સૌરાષ્ટ્ર ઉપર આંધ્ર રાજાઓને અધિકાર થયું. પરંતુ ગિરિનગર તેઓનું પાટનગર હતુ કે પ્રાંતિક રાજધાની હતી તે માટે કોઈ નિર્દેશ નથી, તેથી ઈતિહાસનાં સબળ સમર્થન સિવાય આંધોનું સ્વામીત્વ હતું તેમ સ્વીકારી શકાય નહિ એટલે એ અનુમાન કરી શકાય કે, ઈ. સ. પૂર્વે ૭૦ થી ૧૦૦ સુધી ઉજજૈનના ક્ષત્રપો અથવા કેઈ સ્થાનિક રાજાને આ પ્રદેશ ઉપર અધિકાર હશે અને ગિરિનગર તેનું પ્રતિક પાટનગર હશે ! શિક સમય નાહપાન * ઈ. સ ૧૦૦ આસપાસ ભૂસક નામને ક્ષહરથ શાખાના એક શક ક્ષત્ર રાષ્ટ્ર સ્વાધીન કર્યું. તેના અનુગામી નાહાને તેનું રોજ મહારાષ્ટ્ર સુધ વિસ્તાયું, નહપાનને જમાઈ ઉઘાત, અહીં આવે. તેણે પ્રભાસ ક્ષેત્રમાં આઠ બ્રાહ્મણને કન્યાદાન આપ્યાં અને ગિરિનગરની યાત્રા કરી.' સાતવાહન રન ગૌતમી પુત્ર શ્રી સાતકરણીએ નાહપાનને પરાજિત કરી ક્ષહરથ શની સત્તા નષ્ટ કરી. આ રાજાઓના સમયમાં ગિરિનગરનું શું સ્થાન હતું તે જાણ વામાં આવતું નથી. 1 નાશિક પાસેના પાંડલેને શિલાલેખ એગ્રિાફિકા ઈન્ડિક પુ-મું.
-
-
-
-
-
-
- - -
- -
-
-
-
ગાકારક
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસ : પ.
ચસ્ટન છે. ઈ. સ. ૧૩૦માં શક સરદાર યસમોતીકા કે સ્પામોતીકાનો પુત્ર ચસ્ટન ગૌતમી પુત્ર સામે યુધે ચડ્યો અને તેને હરાવી તેણે છોલી શકે પ્રદેશે પુનઃ હસ્તગત કર્યા. તેણે તેની રાજધાની ઉજજૈનમાં કરી અને સ્વતંત્ર શાસક તરીકે પોતાના નામના સિક્કાઓ પડાવ્યા. , ચસ્ટન અને તેને અનુગામી જયદામન ઈ. સ. ૧૪૮ સુધી આધોની, સામે લડતા રહ્યા. દીર્ઘકાળ પર્વત. લડાયેલા આ નિગ્રહમાં ગૌતમી પુત્રના પુત્ર વિશિષ્ટપુત્રે શોને સખ્ત રિાકસ્ત આપી તેથી જયદામનના પુત્ર રૂદ્રદામાએ પિતાની પુત્રી વિશિષ્ટપુત્રને આપી તેના રાજાને સર્વનાશમાંથી ઉગારી લીધું. રૂદ્રદામા
'રૂદ્રદામાં એક વિચિક્ષણ રાજનીતિ અને વ્યવહારકુશલ રાજા હતા. તેણે વિશિષ્ટ પુત્રને પરાજિત કરી તેણે જીતી લીધેલા ઘણા પ્રદેશો પુનઃ સ્વાધીન કર્યા ક્રમે ક્રમે અન્ય પ્રદેશો જીતી લઈ તેણે એક મહારાજ્યની સ્થાપના કરી, જેમાં આકરાવતિ અનુ૫, આનર્ત, સુરાષ્ટ્ર, ધન્ન, મરૂન કચ્છ, સિધુ, સૌવિર, કુકર, અપસન્ત, નિષાદ આદિ પ્રદેશો હતા. રૂદ્રદામાની રાજધાની ઉજજૈનમાં જ હતી. - સૌરાષ્ટ્રનું પ્રાંતિક પાટનગર રૂદ્રદામાના સમયમાં ગિરિનગર હતું. ત્યાંને અધિકારી સુવિશાખ હતા. આ સુવિશાખ, પહલવ વા. પાથીઅન જાતિને હતા. ડે. ભાઉદાજી અનુમાન કરે છે કે, સુવિશાખા ઈરાની સીયાવક્ષ હશે. પ્રે, કમસેરિયેટ પણ તે પારસી હેવાનું માને છે. પરંતુ જો તેમ ત તે શિલાલેખમાં તે નામ આપવામાં આવ્યું હતું. આ સમયમાં પહદેલ, પાથી અને શકે, ઈરાનીએ, ગ્રી વગેરે વિદેશીઓ ભારતમાં સ્થાયી થઈ ગયા હતા અને બૌદ્ધ કે બ્રાહ્મણ ધર્મ સ્વીકારી ભારત વિશાળમાં સમાઈ ગયા હતા. સુવિશાખ તે પૈકીનું એક પહલવ હશે. સુદર્શન તળાવ વ શિક સંવત ૭૨-ઈ. સ. ૧૫માં ગિરિનગરમાં અને ગિરિમાળામાં ભારે વરસાદ પડ્યો અને વાવાઝોડું થયું. તેના કારણે સુવર્ણસિકતા અને પલાશિની સરિતાઓમાં ત્યારે પૂર આવ્યાં અને તેમાં તણાઈ આવેલાં વૃક્ષો તળાવમાં ભરાયાં. વણથંભ્યા અવિરત વરસતા વરસાદે નદીના પાણીને માર્ગ
1 શના ઈતિહાસ માટે જુઓ “સૌરાષ્ટ્રનો ઇતિહાસ, શં. હ. દેશાઈ.
Page #61
--------------------------------------------------------------------------
________________
૬૦ : જૂનાગઢ અને ગિરનાર
આપ્યો નહિ. પરિણામે આ સરિતાઓને નાથીને મૌર્યકાલમાં બાંધેલું સુદર્શન તળાવ ફાટયું. જયારે વૃષ્ટિ વરસતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઉજયંત પર્વતના સુવર્ણસિકતા, પલાશિની અને અન્ય નાળાઓનાં અતિ ચડેલાં પૂરથી તે બંધ... જે કે એગ્ય સાવચેતી (રાખી હતી) તે પણ, પર્વતનાં શિખરે, વૃક્ષો, કાંઠાઓ, અગાસીઓ, મેડીએ, દરવાજાઓ અને ઊંચા વિસામાઓ ફાડી નાખતાં, યુગના અંત લાયક પરમાર વેગવાળા, તોફાનથી વલોવાતા પાણીએ વિખેરી નાખ્યાં; ભાંગીને ભૂ કર્યા, ફાડી નાખ્યાં...આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ ઝાડી અને વેલેથી નદીના તળિયા પર્યત ખલું થઈ ગયું -” “ચારસે વીશ હાથ લાંબા તેટલા જ પહેળા અને પંચોતેર હાથ ઊંડા ગાબડામાંથી બધું પાણી વહી ગયું જેથી રેતાળ રણના જેવું દુર્દશન (થયું).
આવી કુદરતી આફક્ત તેમના ઉપર ઊતરેલી જોઈને, ગિરિનગરની પ્રજા ભયગ્રસ્ત થઈ અને તેના ઉપયોગનું પાણી નિરર્થક વહી જતું જોઈ પિતાના ભાગ્યને રોવા લાગી ત્યારે મહાક્ષત્રપ રુદ્રદામાએ પ્રજા પાસેથી કંઈપણ પ્રકારને ખર્ચ ન લેતાં પોતાના અંગત દ્રવ્યકેષમાંની વ્યય કરી આ પાળનું સમારકામ કરાવી લેવા આજ્ઞા આપી. તેણે માત્ર આત્માની ઉન્નતિ માટે આ કાર્ય કરાવ્યું. કુદરતે વેરેલા વિનાશથી વ્યથિત થતા લેકેને વિશાખ જોઈ શકો નહિ. સ્થપતિઓ આ પ્રચંડ ફાટ પૂરી નહિ શકે એમ જણાતાં પિતાની શક્તિ અને બુદ્ધિથી તેણે આ કાર્ય હાથમાં લઈ પડેલી ફાટ પૂરી દીધી. તેણે તળાવને વિસ્તૃત પણ કર્યું.”
આ લેખ અશોકના લેખની પશ્ચિમ બાજુમાં મથાળાના ભાગમાં ૧૧ ફીટ ૧ ઈંચ પહોળાઈ અને ૫ ફટ ૫ ઈંચ ઊંચાઈવાળી જગ્યામાં છે. તે લેખની વિશ પંક્તિઓ છે જેની ચાર પંક્તિઓ સુરક્ષિત છે. બીજી પંક્તિઓ ઘસાઈ ગયેલી છે. આખા લેખનું ક્ષેત્રફળ ૧૯૦૦ એ. ઈચ છે જેમાંના ૨૭૫ ઈંચ જેટલો ભાગ નષ્ટ થયું છે. અક્ષરની ઊંચાઈ ૭/૮ ઈંચ છે. ઈટવા
રૂદ્રદામાના સમયમાં ગિરિનગર રાજ્યનું અને ધર્મનું કેન્દ્ર બન્યું હોવાનું જણાય છે. ગિરિનગરની પૂર્વમાં આવેલા ગિરનારની તળેટીમાં ઈંટવા નામના
2-3 રૂદ્રદામાનો શિલાલેખ હિસ્ટોરિક્ત ઈસ્ક્રિપશન્સ ઓફ ગુજરાત, પુ. ૧લું, શ્રી ગિ.
વ. આચાર્ય, ભાષાંતર તેના જ શબ્દોમાં છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિડાસ : ૬૧
ઓળખાતા સ્થળે ઉત્ખનન કરતાં ત્યાંથી ૪૭૫ ફીટ×૧૫૦ ફીટના ક્ષેત્રફલવાળા વિહાર હશે તેના પાયા નીકળ્યા છે. આ વિહારના પાયે ૧૮ ઇંચ × ૧૨ ઈંચ × ૩ ઈંચના માપની પાકી ઈંટાથી બાંધવામાં આવ્યા છે. તેની પશ્ચિમ દિશામાં ૨ ક્રીટ ઊંચી અને ૨ ફીટ પહેાળી એ દીવાલેાના પાયા છે. નૈઋત્ય દિશામાં ૨૦ ફીટ x ૧૦ ફીટના ક્ષેત્રફળની ક્રસ છે. આ ફ્રસ પ્રાÖનાખંડની હાવાનું અનુમાન કરવામાં આવે છે. પૂર્વ દિશામાં ૧૦ ફીટ x ૧૦ ફીટના છ ખ ડા હાવાનું જણાય છે તથા ૩૬ ફ્રીટ × ૧૦ ફીટના એક ખંડના પાયા પણ ત્યાં દેખાય છે. આ સાત ખંડા ફરતી પફીટ ૧૦ ઈંચ પહેાળી આસરી છે. પશ્ચિમ દિશામાં લાંબી પરસાળ હેવાનાં ચિહ્નો છે. આ સ્થળથી ૩૬૦ ફીટ પૂર્વમાં અને ૭૦ ફીટ દક્ષિણમાં ખાદકામ કરતાં ૩ ફીટ પ ઈંચ પડેળી પાયાની ચણતરની ઈંટાની બનાવેલી ૪૦ ફીટ × ૪૦ ફીટ ખીજી પણુ ઈમારત હોવાનું દેખાય છે. આ દીવાલની જાડાઈ જોતાં ત્યાં કાડાર હશે એમ માનવામાં આવે છે. આ સ્થળેથી તે ઉપરાંત ચટણી વાટવાના પથ્થર, તાલમા, માટીના ક્રાડિયા, પ્યાલા ઓ, કુંજા, અન્ય પાત્રા, પાત્રાના ખેડા, રાજમુદ્રા વગેરે પ્રાપ્ત થયાં છે.
મારદેવી
ગિરનારની પશ્ચિમે આવેલા ખોરદેવી નામક સ્થાનમાં ઈ. સ. ૧૮૮૯માં શ્રી જે. એમ. કેમ્પબેલ નામના પુરાતત્ત્વવિદે ઉત્ખનન કરતાં લાખામેડી પાસેથી એક રૂપ શેાધી કાઢયા હતા. ત્યાંથી કેટલીક ખંડિત મૂર્તિ આ તથા પૃથ્થરની પેટી મળેલાં. ઈ. સ. ૧૯૩૬માં ત્યાં ઉત્ખનન કરતાં ત્યાંથી ૧૨ ઈંચ×૧૮ઈંચ -- થી ૧૧ ઇંચ અને ૨૨-૫ ઈંચ×૩૧-૩ ઈંચના માપની ઈંટા નીકળેલી. ઈ. સ. ૧૯૫૦માં ત્યાંથી એક સ્તૂપ મળી આવેલા છે. ત્યાંથી એક ત્રાંબાના ડાબલે મળ્યા છે. તેમાં ચાંદીના ડાખલો હતા તેમાં એક નાની સાનાની ખી હતી. તદુપરાંત મહારાજા રૂદ્રસેન વિહારે ભિક્ષુ સંધસ્યુ' શબ્દો લખેલી મુદ્રા પણુ
મળી છે.
આ ઉપરથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે ગિરિનગરમાં પ્રજા વસતી, રાજપુરુષો રહેતા, વ્યાપાર રાજગાર થતા પણ બૌદ્ધ સાધુએ તેનાથી બે માઈલ દૂર ગિરનાર પર્વતની સમીપે બાંધેલા વિહારામાં વસતા. ઈંટવા કે મારદેવીના
1 શ્રી જયેન્દ્રરાપ નાણાવટીના ‘પથિક” જુલાઇ, ૧૯૬૮ના લેખ તથા “સૌરાષ્ટ્રના ઇતિહાસ”,
શ'. હ. દેશાઈ
Page #63
--------------------------------------------------------------------------
________________
કર ઃ જૂનાગઢ અને ઈતિહાસ ઉત્પનનમાંથી પ્રજાજનો કે રાજપુરૂ વસતા હોય તેવા કોઈ અવશેષ મળ્યા નથી. રૂદ્રદામા પછી
રૂદ્રદામા ઈ. સ. ૧૫૮માં મૃત્યુ પામ્યો. તેને અનુગામી યઝદામા ઈસ. ૧૭૮માં ગુજરી ગયા અને તેના પુત્રો છવદામાં અને સત્યદામા યુધેિ ચડયા. તેમાં છવામા જીત્યો. પરંતુ ઈ.સ. ૧૮૧માં યઝદામાનાં ભાઈ રૂદ્ધસિંહ, ૧લાએ જીવદામાને પંદષ્ણુત કરી ગાદી પચાવી પાડી. રૂદ્રસિંહ ઈ.સ. ૨૦૧માં ગુજરી ગયો અને તેને અનુગામી રૂદ્રસેન, લો. ઈ. સ. રસરમાં ગુજરી ગયે. તેના પછી સંધદામા ગાદીએ આવ્યો પણ તે એક જ વર્ષ રાજ્ય કરી ઈ.સ. ૨૩ માં મૃત્યુ પામ્યો., , ઈ. સ. ૧૫૮થી ઈ. સ. રર૩ સુધીના પાંસઠ વર્ષના ગાળાને ગિરિનગરને કાંઈ ઈતિહાસ પ્રાપ્ત થતી નથી. માત્ર શક સંવત ૧૦૦-ઈ. સ. ૧૭૮ના એક શિલાલેખને ખંડિત ભાગ મળે છે તેમાં ન જીવેશમાના નામને ઉલ્લેખ છે. .. . ગિરિનગર–પાટનગર
ઈ.સ. રર૩માં કેના હાથમાંથી ઉજજૈન ગયું અને તેમણે ગિરિનગરને ' પાટનગર બનાવ્યું. ઈ. સ. ૨૩ થી ઈ. સ. ૨૦ ની વચમાં શાકે મહારાજ્યનું મુખ્ય કેન્દ્ર ગિરિનગર થયું અને તેનું નામ સંભવત સુવર્ણગિંરિનગંર કે સાર્વભૌમનરેદ્રપુર રાખ્યું. સુવર્ણગિરિનગર , સુવર્ણગિરિનગર ગિરિનગરનું જ નામ હતું કે કેમ તે પ્રશ્નો નિશ્ચયાત્મક નિર્ણય થઈ શકે એમ નથી. ગિરિનગર પાસે સુવર્ણરેખા સરિતા વહે છેતેથી તેને સુવર્ણગિરિ કહ્યું હોય. એમ પણ જાણવા મળે છે કે સામ્રાજ્યના દક્ષિણાપથ વિભાગનું પાટનગર સુવર્ણગિરિ હતું અને સૌરાષ્ટ્ર દક્ષિણાપથમાં હતું તેમ તે મૌર્યકાલથી પ્રાંતિક પાટનગર હતું તેથી આ સુવર્ણગિરિનગર તે ગિરિનગર જ હોય ! એ સાથે એવી શંકા કરવામાં આવે છે કે મેગેસ્થતીને માંડ્યું છે કે દક્ષિણાપથનું પાટનગર સુવર્ણગરિનગર - સમુદ્રતીરે હતું. મેગેસ્થનીઝે ઈ. સ. પૂર્વે ૩૧૭-૩૧૨ લગભગ થઈ ગયા અને તેના વિધાનને પ્રમાણ ગણીએ તો દ્વારકાનું નામ સુવર્ણગિરિ હેય ! દ્વારકા સુવર્ણનું હતું તેમ આજે પણ કહેવાય છે પણ ત્યાં ગિરિ ન હતી. કદાચ સુવર્ણ એટલા પ્રમાણમાં હતું કે તેને ગિરિની ઉપમા આપી હેય ! હરિવંશમાં દ્વારકા સમીપે રેવત પર્વત હતું એવું કથન છે તેથી તેને સુવર્ણગિરિ માનીયે
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઇતિહાસ : ૬૩
પ્લાવિત
તા મેગેસ્થનીઝના સમયમાં તે સમુદ્રમાં થયેલુ" નહિ હાય અને અસ્તિત્વ ધરાવતું હશે એમ કહી શકાય. આમ ગિરિનગર તે સુવર્ણ ગિરિનગર હતુ` કે કેમ તે સ્પષ્ટ થતું નથી,
એ જ પ્રમાણે સાવ લૌમનરેન્દ્રપુર માટે પણ કાઈ સબળ પ્રમાણેા મળતાં નથી. સ્વામિલકની કૃતિ પાક્તાડીતકમાં ગુપ્ત પ્રધાન તથા શકરાજાને સાર્વભૌમ નરેન્દ્રપુરમાં વાત કરતા બતાવ્યા છે તે સિવાય સાવ ભૌમનરેન્દ્રપુર નામના અન્યત્ર કાઇ ઉલ્લેખ નથી. આ ગ્રંથ પણ ઈતિહાસગ્રંથ નથી. રાકે રાજ્યના અંત
-
ઈ. સ. ૩૦૫માં ક્ષત્રપ વિશ્વસેનને મારી કેાઈ જીવદામાના પુત્ર રૂદ્રસિહે ગિરિનગરના સિહાસને બેસવા પ્રયત્ન કર્યો પરંતુ તે ચરતના વ ́શના ન હતા તેથી અન્ય રાજવંશીઓએ તેના અધિકારને પડકાર કર્યો અને પુનઃ રાજગ.દી` માટે શકા વચ્ચે પક્ષેા પડયા અને યુદ્દો થયાં તેમાં વિજયશ્રી સિંહને વરી. આ યુદ્ધોમાં વાકાતક રાજા પ્રવરસેને કૃસિંહને સહાય કરેલી અને તેની સહાયથી જે રૂદ્રસિંહ રાજ્યાસને બેઠેલા તેથી તેણે પ્રવરસેનનું આધિપત્ય સ્વીકારી તેને ખંડણી આપી.
* !
4
રૂદિ હું ખીજા પછી છ રાજાઓ થયા. ઈ. સ. ૭૯૫માં મહાક્ષત્રપ સ્વામી સિંહ ત્રીજો, મગધ સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનાં અજિત સૈન્ય સામે લડતાં માર્યા ગયા. શનું રાજ્ય સદાને માટે નષ્ટ થયું અને સૌરાષ્ટ્રનું મગધના સામ્રાજ્યમાં વિલિનીકરણ થઈ ગયું. 'શકે સ્થાનિક નગરી અને ગામડાંમાં વસી ગયા. આજ તેનાં વાજો કાણુ છે તે પણ કાઈને જ્ઞાત નથી, ગિરિનગર પુનઃ એક પ્રાંતિક ક્રેન્દ્ર જેવું થઈ ગયુ.
1
ગુપ્ત સમય
'
ગુપ્ત સામ્રાજ્યને પૂણૅ કક્ષાએ પહોંચાડનાર ચંદ્રગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તને બીજો પુત્ર હતા. સમુદ્રગુપ્તના મૃત્યુ પછી તેનાં યુવરાજ રામગુપ્ત મગધને સમ્રાટ થયા પર`તુ ચંદ્રગુપ્ત તેનાથી સવિશેષ શક્તિશાળી હતા તેથી તે અને ચચ્ચે અણુબનાવ થયો અને ચંદ્રગુપ્ત પાતાની રક્ષા થાય અને રામગુપ્ત તેની હત્યા ન કરે તે માટે પોતે ગાંડા થઈ ગયા છે એમ જાહેર કરી તે ગુપ્તવાસમાં રહ્યો.
રામ્બુત એકવાર શો સામેના યુદ્ધમાં એવા ઘેરાઈ ગયા કે પેાતાની
1 એ ન્યુ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન પીપલ-ડા. આર. સી. મજમુદાર
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૪ઃ જૂનાગઢ અને ગિરનાર રાણી કુવાદેવી શકરાજને સોંપી દેવાની શર્ત તેણે મુક્તિ મેળવી. સમુદ્રગુપ્તને અનુગામી તેની રાણુ શત્રુને સોંપી દે તેવી નામોશીભરેલી સંધિ ચંદ્રગુપ્તને સ્વીકાર્ય ન હતી, તેથી તેણે ધ્રુવદેવીને સ્વાંગ સજી શકેની છાવણીમાં જઈ શકરાજને ઘાત કર્યો અને તે પછી રામગુપ્તને મારી ધૃવાદેવી સાથે લગ્ન કર્યા અને મગધને મહારાજા થયો.
આ પ્રસંગ કાવ્યમીમાંસા, હર્ષચરિત અને અન્ય સાહિત્યમાં વર્ણવેલો છે. તેને મૂળ લેખક વિશાખ દત્ત, ગુપ્ત વંશના ઉચ્છેદ અને હર્ષના ઉભાવ વચ્ચે થયે હેવાનું કેટલાક લેખકો માને છે, જયારે કેટલાક વિદ્વાને તે ચંદ્રગુપ્તને સમકાલીન હતા તેવી માન્યતા ધરાવે છે. ભારતીય અને યુરોપીય વિદ્વાનોએ આ પ્રશ્નની ચર્ચા કરી તે વાર્તા સ્વરૂપને પ્રસંગ છે, તેમ પ્રતિપાબિત કર્યું છે. આ વાર્તામાં કેના સ્થાનને ગિરિમહાલય કહ્યું છે તેથી તે ગિરિનગર લેવું જોઈએ એવું અનુમાન શ્રી કે. કા. શાસ્ત્રીએ કર્યું છે પરંતુ રામગૃત શક ક્ષત્રપ કેદારના પુત્ર પીર ઉપર આ ચડાઈ પંજાબમાં કરેલી અને ધ્રુવદેવીવાળો પ્રસંગ પંજાબમાં બન્યો હતો. એટલે ગિરિમહાલય તે ગિરિ નગર હોવાને કોઈ સંભવ નથી.
ચંદ્રગુપ્ત ઈ. સ. ૪૧૪માં ગુજરી ગયો અને તેની પાટે તેને પુત્ર કુમાર ગુપ્ત બેઠા. તે ઈ. સ. ૪૫૫માં મૃત્યુ પામ્યો
આ કુમારગુપ્ત કુંવરપદે હતા ત્યારે પિતાની આજ્ઞાથી સૌરાષ્ટ્ર જીતવા આવેલો ત્યારે તેની સાથે તેની રાણી ભીમાબાઈ, પુત્ર પવનસિંહ અને પુત્રી રૂપાળીબા હતાં. કુમારપાળે વંથલી લીધું અને રૂપાળીબા બહાદુરસિંહના પ્રેમમાં પડી પરંતુ કુમારપાળે તેને બીજા સાથે પરણાવી પણ તે પતિ ગુજરી ગયે તેથી રૂપાળીબા સતી થવા ગઈ ત્યારે બહાદુરસિંહના માણસે તેને ઉપાડી ગયા. આવી વાર્તાનાં પાત્રો તથા પ્રસંગે ઈતિહાસના અજ્ઞાનવાળા નવલકથાકારની કલ્પનામાત્ર છે તેને ઈતિહાસને કોઈ આધાર નથી.
કુમારગુપ્તની પાટે તેને પરાક્રમી પુત્ર સકંદગુપ્ત આવ્યું. સ્કંદગુપ્તને લેખ
કંદગુપ્તના રાજકાલમાં ઈ. સ. ૪૫૬માં એટલે ગુપ્ત સંવત ૧૩૬ના
2 એ ન્યુ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન પીપલ ડો. આર. સી. મજમુદાર 3 “પથિક', એપ્રિલ, ૧૯૬૯-સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ 4 ૧ પ્રમાણે,
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસ : ૬૫
ભદ્રપદ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠને દિવસે સુવર્ણુસિકતા, ક્ષારિાની અને વિલાસિની સરિતાએામાં પુનઃ પ્રબળ પૂર આવ્યાં અને તે પૂર્વવત્ ફાટયું”. આ સમયે મ્રાટના ગાપત્રી પદત્ત હતા અને તેના પુત્ર ચક્રપાલિત ગિરિનગરના સ્થાનિક હતા . તેણે સુદર્શનમાં પડેલી ફાટ સમરાવી અને ૧૦૦ હાથ લાંખી, ૫૮ હાથ પહેાળી અને ૭ માથેાડાં ઊ`ચી પાળ ખંધાવી અને શક સમયમાં જે શિલાલેખ ઉપર સુદાનના સમારકામના લેખકાતરા વેલા ત્યાં જ એક લેખ કાતરાવી સુર્શનના સમારકામના કાય માં કરેલા પુરુષાનું કાવ્યમય વધુ ન કરી તે પ્રશસ્તિને સુદર્શન તાટક ગ્રંથ રચના', એવું નામ આપ્યુ. એમ પણ માની શકાય કે આ રચના પુસ્તક સ્વરૂપે હશે તેમાંથી થોડા ભાગ કે સારાંશ શિલાલેખ સ્વરૂપે કાતરાવ્યા. આ લેખની પ્રતિકૃતિ ડા. ભગવાનલાલ ઈંદ્રજીએ ઈ. સ. ૧૮૬૧માં કપડા ઉપર લીધી હતી. તેના ઉપરથી ડા. ભાઉદાજીએ બામ્બે બ્રાન્ચ એક રાયલ એશિયાટિક સેાસાયટીના જલના પુસ્તક ૭માં ઈ. સ. ૧૮૬૨માં તેનું ભાષાંતર પ્રગટ કર્યુ" તે પહેલાં ઈ. સ. ૧૮૦૮માં શ્રી જેમ્સ પ્રિન્સેપે તે પ્રગટ કરેલા અને તેના ઉપર જનરલ સર લી ગ્રાન્ડ જેકબ તથા શ્રી એન. એલ. વેસ્ટરગાડે એક ભારતીય વિદ્વાનની સહાયથી આ લેખની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. ઇ. સ. ૧૮૭૬માં ડા. ભાઉદાજીનું ભાષાંતર તથા પ્રેા. ઈંગલિંગનું ભાષાંતર આકી લેાજિકલ સર્વે ઓફ વેસ્ટન ઈન્ડિયા પુસ્તક માં
પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
આ લેખ ૧૦ ફીટ x ૭–૩ ફીટ જગ્યામાં કાતરવામાં આવ્યેા છે તેની ૨૨મી પંક્તિ સિવાય આખા લેખ અખડિત છે. અક્ષરાનું કદ ૯/૧૬ ઈંચ અને ૧૪ ઈંચ વચ્ચેનું છે.
સુદર્શન તળાવ
આગળ જોયું તેમ ઇ. સ. ૧૫૧-૧પુરના રૂદ્રદામાના લેખમાં કહેવામાં આવ્યું છે કે “મૌય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્તે રચેલા અને અશોક માટે રાજ્ય કરતા રાજા તુષાસ્ફથી પ્રણાલિકા વડે શણગારાયેલા અને રાજને અનુરૂપ વિધાનથી બધાવેલા તળાવની પાળ ફાટી'' એ ઉપરથી પ્રતીત થાય છે કે સુદન તળાવ ચંદ્રગુપ્ત મૌયના સમયમાં એટલે ઈ.સ. પૂર્વે ૩૧૯થી ઈ.સ. પૂર્વે ૩૦૦ના વર્ષોંની વચમાં ગિરિનગરને સુરાભિત બનાવવા તથા ઉપર કાઢ ઉપરથી સુંદર દૃશ્ય લાગે તે માટે સ્ત્રટની આજ્ઞાથી પુષ્પગુપ્તે બધાવ્યુ હતું. ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશેકે આ સુદર્શનને તીરે તેના શાસના કાતરાવ્યાં અને તુષારૂં સદનમાંથી નહેરા વગેરે કાઢી તેના પાણીના ખેતી જૂ.ગિ.~~
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
માટે ઉપયોગ કરવાની યેજના કરી અને તેને બંને તીરે વૃક્ષે વાવ્યાં.
પ્રભાસખંડમાં ચંદ્રકેતુરાજાએ મનહર નગર વસાવ્યું અને દુર્ગ, દ્વાર આદિથી સુંદર બનાવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે તે ઉલેખ ચંદ્રગુપ્ત મૌર્યને જ હોવો જોઈએ. પ્રભાસખંડ ત્યાં દિવ્ય સરોવર હતું તેમ પણ કહે છે. સંભવ છે કે તેનું મૂળ નામ દિવ્ય સરેવર હેય અને પાછળથી તેને દેખાવ સુંદર લાગતો હોવાથી તેને સુદર્શન કર્યું હોય !
આ સુદર્શન સરોવર ખરેખર કયાં હતું તેના માટે વિદ્વાને અને પુરાતત્ત્વવિદો વિભિન્ન અભિપ્રાયો ધરાવે છે. ઈ. સ. ૧૮૮માં જ્યારે રૂદ્રદામાના શિલાલેખનું પ્રથમ વાંચન થયું ત્યારે સર્વેને જ્ઞાત થયું કે અહીં સુદર્શન નામનું તળાવ હતું.
રૂદ્રદામાને શિલાલેખ કહી જાય છે કે આ સરોવરમાં સુવર્ણસિકતા, પલાશિની અને અન્ય કળાઓનાં પાણીને વાળવામાં આવ્યાં હતા. અંદગુપ્તને શિલાલેખ તેમાં વિલાશિની નદીનું નામ ઉમેરે છે અને એમ પણ કહે છે કે “આ નદીઓ પૈવતક પર્વતમાંથી નીકળે છે અને તે સર્વે સમુદ્રની કાન્તાઓ દીર્ધકાળ બંધનમાં રહી હતી તે શાસ્ત્રાનુસાર પુનઃ તેમના પતિ પાસે ગઈ.” આ આલંકારિક વર્ણનને સારાંશ એ છે કે આ નદીઓનાં પશ્ચિમમાં વહેતાં પાણીને બંધ દ્વારા રેકી તેનું સરેવર બનાવ્યું હતું.
ગિરનાર તો છે જ ત્યાં હતા. તે માટે શંકાને કોઈ સ્થાન નથી. સરિતાઓનું વહેણ પણ ગિરનાર અને તેની ટેકરીઓમાંથી નીકળતી નદીઓ, વોકળાઓ અને નાળાંઓ દામોદકુંડ પાસે આવે છે ત્યાં સાંકડા માર્ગમાંથી પસાર થાય છે અને બીજી નદી ત્રિવેણી છે ત્યાં આવે છે એટલે રૂદ્રદામાના લેખમાં સુવર્ણરેખા અને પલાશિની નદીઓને ઉલ્લેખ છે તે દામોદરકુંડ પાસે વહેતી વિલાશિની ત્રિવેણી પાસે પડે છે તેને ઉલેખ સકંદગુપ્તના શિલાલેખમાં છે એટલે એમ માની શકાય કે જ્યારે બંધને વિસ્તાર વધારવામાં આવ્યો ત્યારે તેની સીમા ત્રિણીથી આગળ સુધી વધારી વિલાશિનીને પણ તેમાં આવરી લીધી જયારે મૌર્ય કાલમાં તે બંધાયું ત્યારે તે અશોકના શિલાલેખની સામેની પર્વતી પાસેથી શરૂ થતું હશે. તેની ઉત્તરમાં લગભગ ૧૦૦૦ વાર લાંબી અને ઊંચી પાળ ધારાગઢ દરવાજા સુધી જતી હશે અને ધારાગઢ દરવાજાની અંદર ખાપરા કેઢિયાના ભોંયરા છે ત્યાં સુધી અને ઉપરકેટની દીવાલને તેનાં પાણી અડતાં હશે. પશ્ચિમે ઉપરકોટના ખડકને અડીને વાગીશ્વરી દરવાજા સુધી તેની સીમા હશે અને ભેસલા ખડક સુધી તેનાં પાણી પહેાંચતાં હશે અને પૂર્વ તરફ અશોકના લેખની સમીપે તેની પાળ હશે. જ્યારે
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસ : ૭,
આ પાળ તૂટી અને તે પુનઃ સમરાવવાનો પ્રશ્ન ઈ. સ. ૪૫૦ પછી ઉપસ્થિત થયો હશે ત્યારે તત્કાલીન સ્થપતિઓએ ઉપરકેટ અને જોગણીના પહાડના છેડા મેળવી લઈ વિલાશિનીનાં પાણુ તેમાં પડે તેમ બંધ બાંયો. - શ્રી. છે. મ. અત્રિના સંશોધનમાં તેમને એમ પણ જણાયું છે કે આ બંધ ઉપરથી વહેતાં વધારાનાં પાણીને ખામધ્રૌળ પાસે અને તે પછી ખલીલ પુર પાસે નાથવામાં આવેલાં. શ્રી અત્રિ માને છે કે “સુદર્શન તળાવ ગિરનારની પશ્ચિમે હતું. તેની પૂર્વોત્તર અને પૂર્વ દક્ષિણથી ક્રમશઃ આવતી તેની બંધ પાળીએ તેના પૂર્વ કેણ રચતી હતી. તેના ઉપર અશોકના લેખવાળે ખડક હતા.'
ચીની પ્રવાસી હ્યુએનસાંગ ઈ. સ. ૬૪૦ આસપાસ ગિરનારની યાત્રાએ આવેલે. તેણે સુદર્શનને ઉલ્લેખ કર્યો નથી પરંતુ સકંદપુરાણના પ્રભાસખંડમાં ૯મા અધ્યાયમાં ઉજજયંત પર્વત અને વસ્ત્રાપથ ક્ષેત્રનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે “વસ્ત્રાપથ ક્ષેત્રના વાયુ કણમાં એક દિવ્ય સરોવર છે.”વસ્ત્ર પથ ક્ષેત્રની સીમા આવતાં 9મા અધ્યાયમાં પુરાણકાર કહે છે કે વિશિષ્ટ તીર્થ (ત્રિવેણી)થી માંડીને કાલિકાનું સ્થાન જે ગિરિનગરમાં છે ત્યાં સુધી અંતર્ગીક્ષેત્ર કહેવાય છે તેનો અર્થ એ કરી શકાય કે વસ્ત્રાપથ ક્ષેત્ર વર્તમાન ધારાગઢ દરવાજાથી શરૂ થઈ ગિરિનગર સુધી પથરાયેલું હશે. તેના વાયવ્ય એટલે પૂર્વ ઉત્તરમાં દિવ્ય સરોવર હતું તેથી તે સરવર સુદર્શન કે તેનું અવશેષ હેય તે સંભવી શકે ! - ઈ. સ. ૪૫-૪૫રમાં ગુપ્તકાલમાં તેનું સમારકામ થયું પરંતુ
એવું પણ અનુમાન થઈ શકે કે ઈ. સ. ૬૪૦ કે તેની પૂર્વે સુદર્શન પુનઃ ફટયું અને તેમાં ગિરનારને ઘણું નુકસાન થયું. વારંવાર ફાટતાં આ તળાવને તે પછી કેઈએ સમરાવ્યું નહિ અને ગિરિનગરનાં પ્રજાજનોએ પણ તે કારણે સ્થળાંતર કર્યું. " આ પ્રશ્નને સંશોધનને હજી પણ પૂર્ણ અવકાશ છે અને પુરાતત્ત્વવિદો તે માટે અપાર શ્રમ કરી રહ્યા છે. તેઓના સંશોધનનું પરિણામ આવે ત્યારે સુદર્શનની ચાર સીમાઓ કયાં સુધી હતી તે પ્રશ્નને નિર્ણય આવી શકે પરંતુ હું એમ માનું છું કે સુદર્શન સરોવર અશોકના લેખની છેડે ઉપરથી શરૂ થઈ ગિરનાર જવાનો માર્ગ છેડી સામેની ટેકરીઓને તળિયે અડતું અને
1 ક્ષત્રપાકાલીન ગિરિનગર, શ્રી. છો. મ. અત્રિ 2 ભાષાંતર છે. મુ. ગેરાભાઈ રામજી
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૮ : જૂનાગઢ અને ગિરનાર
તે જલસમૂહ વ માન વાગીશ્વરી દરવાજાતી અંદરની બાવાપ્યારાની ગુફા છે ત્યાં સુધી ફેલાઈ ઉત્તરમાં ઉપરાટની દીવાલોને સ્પશી ધારાગઢ દવાજા અંદર ખાપરા કાઢિયાની ગુફા છે તેને અડીને ત્રિવેણીથી થેાર્ડ આગળ સુધી જતું, તેની બીજી પાંખ વાગીશ્વરી દરવાજાથી સકરિયા ટી ખેા છે તેના સુધી જઈ વત માન લેપર્ એસાયલમ સુધી જતુ જેના ઉત્તર ભાગ જોગણીના પહ।ડને અડતા હરશે. આ સરાવરના આકાર એ રીતે અંગ્રેજી T ટી જેવેા હશે. વલભી સમય
ઈ. સ. ૪૬૭માં સ્કંદગુપ્ત મૃત્યુ પામ્યા અને તે સાથે ગુપ્ત સામ્રાજ્યના અંતના પ્રારંભ થયો. કૂણાનાં આક્રમણા શરૂ થયાં અને ગુપ્ત સમ્રાટોની નિભળતાના કારણે સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. સમ્રાટના પ્રતિનિધિએ રાજ્ય જ્ઞાની ઉપેક્ષા કરી સ્વત ંત્રતા ધારણ કરવા લાગ્યા. આવા સૌરાષ્ટ્રના એક સેનાપતિ ભટ્ટા ઈ. સ. ૪૮૦માં સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યુ” અને ઈ. સ. ૪૯૯માં તેણે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યવશ મૈત્રક રાજવશ કહેવાય છે. તેની રાજધાની વલભીપુરમાં હતી.
વલભીપુર રાજધાની થતાં ગિરિનગરની મહત્તા ન્યૂન થઈ ગઈ પરંતુ બૌદ્ધ ધર્માંના સાધુઓ, શ્રમણા અને પ્રચારાએ ગિરિનગરને તેમનું કેન્દ્ર બના વેલુ ત જેવું ને તેવું રહ્યું.
ઈ. સ. ૬૪૦માં ગિરિનગર આવેલા ચીની પ્રવાસી હ્યુએનસાંગ નાંધે છે કે આ દેશ આશરે ૪૦૦૦ લી. (૧૩૦૦ માઈલ)ના ઘેરાવામાં છે. તેની રાજધાનીના વિસ્તાર ૩૦ લી. (૧૦ માઈલ) ના છે. તેમાં વિપુલ પ્રમાણમાં જન સંખ્યા વસે છે. પ્રજા ધનિક છે. આ પ્રાંત વલભી મડારાજ્યને આધીન છે. અહીં જમીન ક્ષારવાળી છે તથા ફલફૂલ થાડાં થાય છે. અહી સત્યધર્માંવલખી (બૌદ્ધ) અને પાખંડી (અન્ય ધર્માવલ`ખી) ઘણા છે. અહીં લગભગ પચાસ જેટલા મટા છે અને તેમાં ત્રણુસા જેટલા સાધુએ રહે છે. તે બહુધા મહાયાન–આ સ્થવિર–સ`પ્રદાયના છે. આ સિવાય પાખડ મતના (બ્રાહ્મણજૈના) સે। જેટલા ક્રિશ છે. આ રાજ્ય પશ્ચિમ સમુદ્રના તટે છે. લેકાના મુખ્ય વ્યવસાય વ્યાપાર છે. નગરથી થાડે દૂર ઉજ્જન નામનો પર્વત છે તેના ઉપર પણ એક મઠ છે-પવ તને ફરતું ધાડુ. વન છે.’-વગેરે
મ
આ વણૅન ઉપરથી ફલિત થાય છે કે ઈ. સ. ૬૪૦માં નગર કે ગિરિનગર એક મહત્ત્વનું કેન્દ્ર હતું અને વલભી સામ્રાજ્યને આધીન હોવા છતાં ઢાઈ નાના રાજ્યની રાજધાની કે સમ્રાટના પ્રતિનિધિનું મુખ્ય મથક હતું.
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસ : ૬૯
ગુ. વ. સંવત ૩૧ર-ઈ. સ. ૬૩રના વલભી સમ્રાટ ધ્રુવસેન રજાનું એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે તેમાં ગિરિનગર છોડી ખેટકમાં આવી વસેલા ભારદ્વાજ ગોત્રના વિપ્ર સ્કંદવના પુત્ર માત્રામાલને સારસકેદાર નામનું ક્ષેત્ર આયાને. ઉલ્લેખ છે. અને ગુ. વ. સંવત ૩૪૬-ઈ. સ. ૬૬૬ના સમ્રાટ શીલાદિત્ય ૩જનું તામ્રપત્ર મળ્યું છે તેમાં ગિરિનગરથી આવેલા અને સિંધપુરમાં રહેતા વસગોત્રના વિપ્ર વિઠ્ઠલેશ્વર તથા તેના પુત્ર નાગને હસ્તવકાહારમાં આવેલા કાણક ગામે ક્ષેત્ર આપ્યાનો ઉલ્લેખ છે. આ બંને તામ્રપત્રને અભ્યાસ કરતાં જણાય છે કે ઈ. સ. ૬૩રમાં અને ઈ. સ. ૬૬માં બ્રાહ્મણે ગિરિનગર છોડીને અન્યત્ર ગયા છે. આ બંને દાનપત્રો હ્યુએનસાંગ આવ્યો તે પહેલાનાં અને પછીનાં છે એટલે એવું અનુમાન થઈ શકે કે ઈ. સ. ૬૩૨ આસપાસથી ગિરિનગરની પ્રજા ગમે તે કારણે નગર છેડીને અન્યત્ર જવા માંડી હતી અને ઈ. સ. ૭૭૦માં વલભીનું પતન થયું ત્યારે ગિરિનગરનું પણ પતન થઈ ગયું હતું.
વલભી સામ્રાજ્યને ઈ. સ. ૭૭૦ આસપાસ નાશ થયો તે પછી સૌરાષ્ટ્રમાં અરાજકતા વ્યાપી. જૂનાં રાજ્યો અને રાજકુળ નષ્ટ થયાં, નવાં રાજ્યો સ્થપાયાં અને નવાં રાજકુળાએ અધિકાર પ્રાપ્ત કર્યો. બૌદ્ધ ધર્મને ઉચ્છેદ થયે પણ પરાણિક ધર્મ અને જૈન ધર્મ આ ઝંઝાવાતમાં ટકી રહ્યાં. સંસ્કૃત ભાષાનું સ્થાન પ્રાકૃત લીધું અને રાજય તંત્ર, વ્યાપાર, વ્યવહાર અને વિચારોમાં કાન્તિકારી પરિવર્તન આવ્યું. દેશમાં અનેક નવાં નગરો અને ગામ વસ્યાં અને અનેક નાશ પામ્યાં. આ પરિસ્થિતિ એક વર્ષ પયત રહી અને ઈ. સ. ૮૭૫માં વંથળીમાં ચંદ્રચૂડ યાદવે રાજગાદી સ્થાપી તે પછી પ્રજા જીવનમાં કાંઈક સ્થિરતા આવી. આ એકસો પાંચ વર્ષના અંધાર યુગમાં ગિરિનગરનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું કે તેની અગત્ય નામશેષ થઈ ગઈ.
Page #71
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ
ચંદ્રચંડ - ઈ. સ. ૭૭૦માં વલભી સામ્રાજ્યને ઉછેદ થયો ત્યારે વલભીપુરના ઘેરામાંથી બચેલાં સમ્રાટનાં કુટુંબીઓ અને આપ્તજને મેવાડમાં ચાલ્યાં ગયાં અને અહીંની પરિસ્થિતિ શાંત થતાં પાછાં આવીને જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં. તે સમયે વંથળીના જાગીરદારવાળા વેરીએ વંથળીમાં નાનું પણ સ્વતંત્ર રાજય સ્થાપ્યું. વાળા વેરસીને એકમાત્ર પુત્ર વાળા રામ હતા તેને પુત્ર દેશવટે ગયો અને તે પાછે ન આવતાં તેણે તેની પુત્રીના પુત્ર યદુવંશીય ચંદ્રચૂડ સમાને પિતાના યુવરાજપદે સ્થા.
ચંદ્રચૂડ સિંધમાં આવેલા નગરઠઠ્ઠાના યદુવંશીય રાજાને પુત્ર હતું. અને ઈ. સ. ૮૭૫માં વાળા રામ ગુજરી ગયો ત્યારે તે તેના માતામહની ગાદીએ બેઠે. ચંદ્રચૂડે તેના રાજ્યને વિસ્તાર વધાર્યો, ઝાડીઓ કપાવી ત્યાં ખેતી માટે જમીને આબાદ કરી અને નવાં ગામ વસાવ્યાં. પ્રહાર
ચંદ્રચૂડ ઈ.સ. ૯૦૭માં ગુજરી ગયો અને તેની પાટે પૌત્ર મૂલરાજ બેઠો. તેણે પણ રાજ વિસ્તારની પ્રવૃત્તિ ચાલુ રાખી. તે ઈ. સ. ૯૪માં ગુજરી ગમે ત્યારે તેને પરાક્રમી પુત્ર પ્રહાર, ઘાર, કે ઘારિયે કે જેને જૈન લેખકેએ ગ્રહરિપુ, પ્રહારસિંહ કે પ્રહાર કહ્યો છે તે વંથળને સ્વામી થયે. તેનું ઉપનામ સંગ્રામસિંહ પણ હતું.
Page #72
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૭૧
સામાન્ય રીતે એવી માન્યતા છે કે પ્રહારના સમયમાં એક કઠિયારાએ આપેલી બાતમી ઉપરથી ઉપરકેટ અને નગર ઉપર ઊગી ગયેલાં વૃક્ષોની ગીચ ઝાડી કપાવી ગિરિદુર્ગ અને જીર્ણ દુર્ગ શોધી કાઢવામાં આવ્યાં. પરંતુ પ્રભાસખંડમાં કરેલા ઉલ્લેખ ઉપરથી જણાય છે કે ગિરિદુર્ગ નવસાધ્ય કરવાનું કાર્ય તેના પહેલાં થઈ ગયું હશે. ગમે તેમ હેય પણ રાહ પ્રહારના સમયમાં ઉપરકેટને યુદ્ધો થાય ત્યારે આક્રમકેને પ્રતિકાર કરવા માટે સુસજજ કરવામાં આવ્યો હશે.
ગિરિનગર નામ લુપ્ત થયું અને ઝાડીઓમાં જૂને કિલે તથા નગરના ખંડિયેરે જોવા મળ્યાં તેથી કિલ્લાને જીર્ણદુર્ગ કહ્યો અને તેની પાસે વસેલા નવા નગરનું નામ પણ જીર્ણદુર્ગ થઈ ગયું.
રાહ પ્રહાર વીર અને પરાક્રમી રાજા હતો. તેણે સૌરાષ્ટ્રને ઘણેખરે પ્રદેશ જીતી લઈ ગુજરાત ઉપર મીટ માંડી. જેની આગેકૂચ રોકવા માટે ગુજરાત પાટણના રાજા મૂળરાજ સોલંકીએ તેના ઉપર વારંવાર ચડાઈ કરી અને અંતે ઈ. સ. ૯૭૯માં તેણે રાહ પ્રહારને પરાજિત કર્યો. પરાજયના આઘાતથી તે ઈ. સ. ૯૮રમાં ગુજરી ગયો.
રાહ કવાટ ઝહારના પુત્ર અને અનુગામી રાહ કવાટને શિયાળ બેટના અનંત -સેન ચાવડાએ દગાથી કેદ કરી કાષ્ટ પીંજરામાં પૂરેલે. તેને તેના મામા તથા સેનાપતિ ઉગાવાળા વા ઉગ્રસેને મુક્ત કરાવ્યો. આ ઉગાવાળા કે ઉગ્રસેને ઉપરકેટમાં સમારકામ કરાવ્યું કે તેને સવિશેષ સજિજત કર્યા તેથી કદાચ ઉપરકોટ ઉગ્રસેનગઢ કહેવાય ! દયાસ
રાહ કવાટના મૃત્યુ પછી તેને પુત્ર દાસ સોરઠની ગાદીએ આવ્યા. તેણે ગુજરાતના રાજા દુર્લભસેન સામે તેના પિતામહે સોરઠને પરાજય આપેલે તેથી તેની રાણીને યાત્રાવેરો આપ્યા સિવાય દામોદરકુંડમાં સ્નાન કરવા દીધું નહિ તેથી પાટણપતિનાં રૌ વંથળી ઉપર ચડયાં રાહ. દયાસે ઉપરકેટમાં રહી પાટણના સૈન્યને પ્રતિકાર કર્યો. દીર્ઘકાળ ચાલેલા ઘેરાના અંતે ગુજરાતના સેનાપતિએ બીજલ નામના ચારણને મોકલી રાહનું માથું દાનમાં મેળવ્યું. રાહે સ્વહસ્તે પોતાનું શિશ ચારણને સેપતાં ઉપરકેટ પડે અને રાહતી રાણી સતી થઈ અને તેની દાસી બાલપુત્ર નવઘણને લઈ બોડીદર ગામે જઈ દેવાયત બેદર નામના આહિરને સોંપી આપે. સોરઠ ઉપર ગુજરાતની ઉંઝૂમત થઈ.
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૨ : જૂનાગઢ અને ગિરનાર
દીવાન રહેાડજી તારીખે સેારડમાં આ વાર્તા ભીન્ન સ્વરૂપે આપે છે. તેના પ્રમાણે રાહુ દયાસે ગુજરાતના રાજકુટુંબ સાથે આવેલી રાજકન્યાના હાથની માગણી કરેલી. રાહુના પ્રતિકાર કરવાનું ત્યારે શકય હતું નહિ. તેથી તે માગણી સ્વીકારી લેવામાં આવી અને કહેવામાં આવ્યુ કે રાજકન્યાને સામેથી પરણાવવા લાવવામાં આવશે. થેાડા દિવસે રથેામાં સૈનિને બેસાડી બંધ કરી તેમાં જાનડીએ છે એમ કરી જૂનાગઢના રાજમહેલમાં રથા દાખલ થયા. તેના પૈડાના અવાજ સાંભળી એક જન્મમધ ચોકીદારે કહ્યું કે રથમાં સ્ત્રીઓ નહિ પણ લેાખડી પુરુષા ખેડા છે. આ સાંભળી સૌને કૂદી પડયા અને યુદ્ધ થયુ. તેમાં રાહ મરાયા.
પડદા
નવઘણ ૧લા
નવઘણ ખાડીદરમાં દેવાયત આહિરને ત્યાં ઊછરી મોટા થયા અને તે પંદર વર્ષ ના થતાં દેવાયતે આહિરાને એકત્ર કરી તેની મદદથી જૂનાગઢ લીં અને નવધણુને સોરઠનું રાજતિલક કર્યુ.
લોકસાહિત્યમાં અતિ પ્રચલિત એવી આ કથામાં દેવાયતે જૂનાગઢ લીધું હાવાનું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે અને તે વિધાન સ્વીકારીએ તો ઈ. સ. ૧૦૧૦માં રાહુ દયાસના મૃત્યુસમયે વથળીનું પતન તના સૂબાએ તેની રાજધાની વંથળીથી ફેરવી જીણુ દુ માની શકાય.
થયું. ત્યારે ગુજરામાં રાખી હશે તેમ
ઈ.સ. ૧૦૨૫માં મહમૂદ ગીઝની સેામનાથ ઉપર ચડી આવ્યા અને સોમનાથમાં લૂટ કરી તરત જ પાછે ગયો. તેના ઈતિહાસકારા તેના આવ્યા અને ગયાના માર્ગમાં આવતાં નગરાનું બારીક વર્ણન કરે છે પરંતુ કાઈ સ્થળે તેમણે જીણુ દુગ ના ઉલ્લેખ કર્યો નથી અને તેથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે તે આવતી કે જતી વખતે છણુ દુર્ગં આવેલા નહિ.1
નવઘણના સમયમાં ઢાંકમાં નાગાર્જુન નામના રાજા હતા. તે રસાયણશાસ્ત્રી હતા. તેની સંશાધનશાળામાં રહેતા જૂનાગઢના નાગર પડિત યશાધરે રસ રત્નાકર નામના ગ્રંથની રચનામાં પ્રધાન કાય કયું.2
1 જુઓ “પ્રભાસ અને સેામનાથ”, શ. હું દેશાઈ
૧ રસ રત્નાકર “મ: હાટકેશ્વરાય”થી શરૂ થાય છે અને તે શેાધરે લખ્યા છે. રસ રત્નાકરની એક આકૃતિ ભુવનેશ્વરી પીઠ ગાંડલ તરફ્થી પ્રકાશિત થઇ છે. મારી પાસે હસ્તલિખિત પ્રત છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વશ : ૭૩
નવઘણુ ૨ ને
નવઘણુ છૅ. સ. ૧૦૪૪માં ગુજરી ગયા અને તેના અનુગામી ખેંગાર ઈ. સ. ૧૦૬૭માં મૃત્યુ પામ્યા. તેના પુત્ર નળ્વ! ૨ જો મહા પરાક્રમી રાજ થયો. તેણે સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશ જીતી લીધા અને ગુજરાત પાટણ ઉપર પ ચડાઈ કરી ત્યારે પાટના મંત્રીએ ઉમેટાના ઠાકાર હરરાજ મહીડાને તેની પાસે વિષ્ટિ કરવા મેાકલ્યા. નવઘણું જ્યારે તેની શર્તા સ્વીકારી નહિ ત્યારે હરરાજે તેને ભરવાડ કહી તેનું અપમાન કર્યું. રાહે પાટણની ચડાઈમાંથી પરવરી ઉમેટા ઉપર ચઢાઈ કરી અને હરરાજે તેની પુત્રી રાને પરણાવી ઉમેટા બચાવ્યું. આ પ્રસંગે હરરાજના પુત્ર હંસરાજે કહેલુ. કે એક દિવસ હું નવઘણનું માથું કાપી લઈશ. નવઘણ ત્યાંથી વળ્યા ત્યારે મામાં આવતાં ભાંગરાના ઠાકારે કહ્યું કે ભોંયરાના ગઢ હજી ચણાય છે જો તે પૂરા થઈ ગયા. હાત તા હરરાજની કન્યા ભોંયરામાં જ રહે. નવઘણ ગુજરાત પાટણુ તરફ જતાં એકવાર એવા ઘેરાઈ ગયા કે તેને શરણાગતિ યાચવી પડી. આ પ્રસંગનું અતિશયોક્તિભર્યાં કાવ્યમાં મેસણુ નામના ભારે વણું ન કયુ ” તેથી નવઘણે તેના ગાલ ફાડવાની, હરરાજને મારવાની, ભેાંયરાના કિલ્લા તાડવાની અને પાટણુના દુ` ઉપર ચડાઈ કરવાની પ્રતિજ્ઞા કરી પરંતુ તે પૂરી થાય તે પહેલાં તે ગુજરી ગયા. તેના મૃત્યુના સમયે આ ચારે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની તેના ચાર પુત્રામાં ખેંગારે બાંહેધરી આપતાં તે તેની ગાદીએ બેટા.
ખેંગારને આ પ્રતિજ્ઞા પૂરી કરવાની હતી અને તેમ કરવામાં પ્રબળ શત્રુમને સામના કરવાના હતા તેથી તેણે તેની રાજધાની વંથળીથી જીણુ - દું ફેરવી અને તેના પિતા રાહુ નવધશે ઉપરાટમાં બાંધવાની શરૂઆત કરેલી તે નવઘણ કૂવા અને અડીચડીવાવ સંપૂર્ણ કરી પાણીના પુરવઠા પૂરતા મળે તે માટે પ્રબંધ કર્યો તથા અનાજ માટે એક મેટા ડાર બનાવ્યા અને તેમાં મોટા સંગ્રહ કર્યો તે સાથે આયુધા અને અસ્ત્રશસ્ત્રની પણ જમાવટ કરી એક બળવાન સૈન્ય સુસજ્જિત કર્યુ
ખેંગારે ભોંયરાના કિલ્લા ધરાશાયી કર્યાં, ઉમેટાના હસરાજ મહિડાને માર્યાં અને ગુજરાતના પાટનગર પાટણ ઉપર ચડી જઈ ત્યાંના કિલ્લાના થેડા પથ્થરો પાડી નગરના દ્વા૨ે ઊભા રહી સિદ્ધરાજ જયસિંહને આહ્વાન મેાકલ્યું કે “જેમ સિદ્ધરાજના કિલ્લા તાડી જૂનાગઢના રાહ પથ્થરો લઈ જાય છે તેમાં જૂ.ગિ.-૧૦
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૪ઃ જૂનાગઢ અને ગિરનાર તેના રાજમહેલનાં આભૂષણે પણ લઈ જશે તેથી તેની રક્ષા કરવાને જાગૃત
રહે.”
આ સમયે સિદ્ધરાજ માળવામાં હતું, તેને આ સમાચાર મળતાં તે પાટણ આવ્યો અને જીર્ણ દુર્ગ ઉપર આક્રમણ કરી તેના થયેલા અપમાનને બદલે લેવા કૃતનિશ્વયી બન્યો.
સિદ્ધરાજને, પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ખેંગારે અગ્યાર વખત હરાવ્યો હતો તેથી તેણે વઢવાણુ વગેરે નરેમાં દુર્ગો બંધાવી તે પિતે જ એક બળવાન રૌન્ય લઈને જૂનાગઢ ઉપર ચડ્યો.
- સિદ્ધરાજે ઉપરકેટ ઘેર્યો અને રાહ ખેંગારે પણ તેટલા જ ઉત્સાહથી તેને પ્રતિકાર કર્યો. આ ઘેરો કેટલા વર્ષ ચાલ્યો તે ચોક્કસપણે કહી શકાય એમ નથી પરંતુ લોકવાર્તા અનુસાર બાર વર્ષ પર્યત સિદ્ધરાજ, રાહ ખેંગારને નમાવવા માટે પુરુષાર્થ અને પરિશ્રમ કરતો રહ્યો અને ખેંગાર દીર્ધકાળથી ઘેરાયેલું હોવા છતાં નિરુત્સા કે નિરાશ ન થયો.
' અંતે રાહ ખેંગારના સોલંકી ભાણેજે દેશળ તથા વીશળે ખુટામણ કરી દુને દ્વારે ઉઘડાવી, સિદ્ધરાજનાં સૌોને અંદર પ્રવેશ કરવાનું સરલ કરી આપ્યું. સિદ્ધરાજનાં સૈન્ય દગાથી દાખલ થયાં. રાહ ખેંગાર મરાયો અને જીર્ણ દુગઈ. સ. ૧૧૧૪માં સિદ્ધરાજના હાથમાં પડયું. રાણકદેવી
સિદ્ધરાજની ચડાઈ શા માટે થઈ હતી તેનું કારણ સમજાવતી એક સુંદર વાર્તા લેક સાહિત્યમાં અને પ્રબંધ ચિંતામણિ વગેરે જૈન ગ્રંથમાં જુદા જુદા સ્વરૂપે પ્રસિદ્ધ થઈ છે.
જીર્ણ દૃગ પાસે મજેવડી નામના ગામમાં હડમત નામને એક કુંભાર રહે. શેરપાવરના પરમાર રાજાની જન્મતાં વેંત તજી દેવાયેલી પુત્રી તેને વગડામાંથી મળી. હડમતિ આ કન્યાને ઉછેરીને મેટી કરી અને તેનું નામ રાણક પાડયું. રાણકદેવી રાજપુત્રી હતી અને વયમાં આવતાં તે સ્વરૂપવાન અને નમણું હોવાથી કચછના જામ લાખા જાડેજાએ તેના હાથની માગણી કરી. હડમતની ઈચ્છા જામ લાખાને, રાણક આપવાની ન હતી તેથી પિતાના કુટુંબ સાથે તે રાતોરાત નાસી છૂટયો અને જીર્ણદુર્ગ પાસે મજેવડી વસતું હતું ત્યાં વસી ગયો.
એકવાર સિદ્ધરાજના દસોંદી ભાટે, લાલ, લંગઠ, ચંચ અને ડબલ, પ્રભાસથી પાછા વળતાં મજેવડી આવ્યા. આજે પણ સોરઠમાં રિવાજ છે
Page #76
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૭૫
તેમ અજાણ્યા ગામમાં આવેલા પ્રવાસીઓને કોઈ સગાં સ્નેહી કે નાતીલા ન હોય તે તે કુંભારને ઘરે ઊતરે છે તે પ્રમાણે તેઓ હડમતને ત્યાં રાત રોકાયા. તેઓ એ રાણકનું અપ્રતિમ સૌંદર્ય જોઈ વિચાર્યું કે આ કન્યા કુંભારની નથી તેમ કુંભારને ત્યાં રહેવા સરજાઈ નથી. તે કઈ રાજાની રાણું થવા
છે. તેઓએ પટણ પહોંચી સિદ્ધરાજને રાણકના રૂપની વાત કરી તથી આ કામી રાજાએ તરત જ તેને પાછા, મજેવડી જઈ રાણકના માંગો કરવા કહ્યું. ભાટે શીક મજેવડી આવ્યા અને તેઓએ હડમતને સમજવી સિદ્ધરાજના માંગાનો સ્વીકાર કરાવ્યો.
આ સમાચાર રાહ ખેંગારને મળતાં તેના ભાણેજે દેશળ અને વીશળની સલાહથી અને આગ્રહથી હડમતને દબાવી રાણકના માગાં કર્યો. હડમતે કહ્યું કે મેં સિદ્ધરાજ જેવા રાજાને વાઝાન કરી દીધું છે અને એવા સમર્થ રાજાને છંછેડવ નું સાહસ કરવાનું ઉચિત અને યોગ્ય નથી ત્યારે ખેંગારે કહ્યું કે પાટણને કિલ્લે મેં તો ત્યારથી સિદ્ધરાજનાં સૈન્યની હું પ્રતીક્ષા કરી રહ્યો છું. તેને મેં અનેક વાર પરાજિત કર્યો છે અને હજી ભલે જીર્ણદુર્ગ ઉપર ચડી આવવું હોય તે આવે. તે રાણકને પરણ્ય.
સિદ્ધરાજે જ્યારે જાણ્યું કે રાહ ખેંગારે રાણક સાથે લગ્ન કર્યા ત્યારે તેના ક્રોધને પાર રહ્યો નહિ. તેણે જીર્ણ દુર્ગ આની ઉપરકેટ ઘેર્યો. ઘેર ચાલતા હતા ત્યારે દેશળ વીશળે તેની માતાની શિખામણથી સિદ્ધરાજને મળી દગાથી દુગનાં દ્વાર ખોલાવી શત્રુને પ્રવેશ કરવા દીધા. દુગમાં મચેલા યુધમાં ખેંગાર મરાયો અને દેશળ વિશાળ સિધ્ધરાજને લઈ રાણકદેવીના મહેલમાં ગયા. સિદ્ધરાજે રાણકદેવીને પાટણના રાજમહેલમાં આવવા આમંત્રણ આપ્યું પરંતુ આર્યનારી એકની બે ન થઈ ત્યારે તેણે તેની દષ્ટિ સમક્ષ તેના બાલપુત્ર દગાયને ઘાત કર્યો અને તેને બળાકારે ઉપાડી પાટણ લઈ ચાલ્યો. માર્ગમાં વઢવાણ પાસે રાણકદેવી સતી થઈ અને સિદ્ધરાજને શાપ આપે કે તું અને તારા અનુગામીઓ કેઢિયા થશે.'
પ્રબંધ ચિંતામણિ એવી વાર્તા કહે છે કે, “એક વખત શ્રી સિદ્ધરાજે આભીરોના રાણા નવઘણને તાબે કરવાની તૈયારી કરી પણ પહેલાં અગ્યાર વખત પોતાનું સૌન્ય તેનાથી હારેલું હોવાથી શ્રી વઢવાણુ વગેરે શહેરના કિલ્લાઓ બંધાવી જાતે જ પ્રયાણ કર્યું. નવઘણના ભાણેજ એ ગઢને તોડવાનો માર્ગ બતાવતી વખતે એવો કરાર કરે છે કે ગઢ હાથમાં આવે ત્યારે નવઘણને
1 રાણકદેવીની વિસ્તૃત વાર્તા માટે જુઓ “સૌરાષ્ટ્રનો ઈતિહાસ - શં. હ. દેસાઈ
Page #77
--------------------------------------------------------------------------
________________
૭ : જૂનાગઢ અને ગિરનાર
અ વગેરેથી નહિ પણ દ્રવ્યથી મારા. આ કરાર રાણીઓએ વચ્ચે પડીને કરાવેલ હોવા છતાં નવઘણને તેના) વિશાળ મકાનમાંથી બહાર ખેંચી કાઢી દ્રવ્ય રાખવાનાં વાસણથી જ મારીને મારી નાખ્યું અને તેને દ્રવ્યથી જ માર્યો છે એ પ્રમાણે તેની રાણીઓને શબ્દછળથી સમજવી.
આર્ય રાજાને યોગ્ય નહિ એવા છળકપટથી, આ નિર્દય, કામી કુર રાજાએ એક પરિણીત સ્ત્રીને પિતાના અંતઃપુરમાં લઈ જવા રાહ ખેંગારને મારી જીદુર્ગ ઉપર પિતાને અધિકાર સ્થાપો.” સિધરાજને અમલ
રાહ ખેંગારનું મૃત્યુ થતાં સિદ્ધરાજે સારડને ગુજરાતના ખાલસા પ્રદેશેમાં જોડી દીધું અને ત્યાંના તંત્રવહન માટે સ જન કે સજજનને દંડાધિપતિ પદે નિયુકત કર્યો.
સાજને સિદ્ધરાજની આજ્ઞા કે અનુમતિ લીધા સિવાય સેરઠ દેશની ત્રણ વર્ષની ઊપજ ગિરનાર પર્વત ઉપર નેમિનાથનું કાષ્ઠ મંદિર હતું તેને સ્થળે પાષાણનું મંદિર ચણાવવામાં વ્યય કરી નાખી. સિદ્ધરાજે જયારે તેને ખુલાસો પૂછ્યું ત્યારે સાજને ત્રણ વર્ષની ઊપજની રકમ થાય એટલું દ્રવ્ય સિદ્ધરાજ પાસે મૂકીને કહ્યું કે “કાં તો આ દ્રવ્ય સ્વીકારે અને કાં તે જીર્ણોદ્ધારનું પુણ્ય લે.” સિદ્ધરાજે પુણ્ય લીધું અને સાજનને સોરઠના દંડવિપતિપદે રહેવા દીધે.
આ પ્રશ્નને જૈન લેખકેમાં એક વાકયતા નથી. કુમારપાળ પ્રબંધ પ્રમાણે આ જીર્ણોદ્ધાર સિદ્ધરાજના પિતા કર્ણના સમયમાં સાજને કર્યો હતો અને અને સિદ્ધરાજને દ્રવ્ય કે પુણ્ય લેવાને પ્રસ્તાવ સાજનના મૃત્યુ પછી તેના પુત્ર પરશુરામે કર્યો હતે.
પ્રભાવક ચરિત્ર કહે છે કે સાજને શ્રી નેમિનાથના દહેરાને જીર્ણોદ્ધાર કરવામાં સત્તાવીશ લાખ ક્રમ ખર્યા હતા. આ રેવંતગિરિ રાજુમાં આ જીર્ણોદ્ધાર
1 પ્રબંધ ચિંતામણિ – શ્રી. દુ. કે. શાસ્ત્રી, જૈન ગ્રંથમાં ખેંગાર અને નવઘણનાં નામની
સેળભેળ કરવામાં આવી છે. 2 દાહોદના ઈ. સ. ૧૫૪૦-વિ. સં. ૧૧૯૬ના લેખમાં લખ્યું છે કે
श्री जयसिंह देवोस्ति भूपो गुजरमडले येन कारागृहे क्षिप्ती
सुराष्ट्र मालवेश्वरी ગુર્જર રાજા જ્યસિંહ દેવે સુરાષ્ટ્ર અને માલવાના રાજાઓને કારાગૃહમાં પૂર્યા. આ વિધાન ઇતિહાસના પ્રમાણેથી વિરુદ્ધ છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૭૭
વિ. સ. ૧૯૮૫માં કરવામાં આવ્યું હતું એમ લખ્યું છે.
ગિરનાર મહાત્મમાં એવી પણ વાત છે કે જ્યારે સિદ્ધરાજે સાજનને ખુલાસા માટે લાવ્યા ત્યારે તેણે ફાળે કર્યો તેમાં થાણા દેવળીના ભીમા કુંડળિયા નામના ગૃહસ્થ સાજનને સ્વગૃહે આમંત્રી સાડી બાવીસ કરોડ સોનૈયા આપવા કહેલું. સાજને ધાર્મિક કાર્ય કર્યું છે અને તેના ઉપર આપત્તિ આવે છે તે કારણે આ ઉદારાત્માએ આ ધન સિદ્ધરાજને ભરી દેવા આપેલું. સિદ્ધરાજે જયારે ધન લીધું નહિ ત્યારે ભીમાએ અઢાર રને હાર શ્રી નેમિનાથને પહેરાવી દીધો તથા ભીમકુંડ સમરાવ્યો.'
સિદ્ધરાજે સોમેશ્વરની યાત્રા કરી અને ગિરનાર ઉપર સાજને બાંધેલાં મંદિરમાં દર્શન કરવા ગિરનાર ઉપર જવા ગયો ત્યાં બ્રાહ્મણોએ “આ પર્વત શિવલિંગ આકારને છે માટે તેના ઉપર પગ મુકાય નહિ” તેમ કહી જવા ન દીધા. બ્રાહ્મણે હાથમાં તલવાર લઈ આડા ઊભા તેથી રાજા કાપડીને વેશ પહેરી રાત્રીના સમયે ગિરનાર ઉપર ચડી ગયે અને યુગાદિ દેવોને ગંગાજળથી સ્નાન કરાવ્યું. તે પછી તેને અવર્ણનીય આનંદ ઊપજતાં, ગિરનાર પાસેના બાર ગામે શ્રી દેવની પૂજા માટે અર્પણ કર્યા.” નવઘણ ૩ જે
રાહ ખેંગારના મૃત્યુ સમયે તેને યુવરાજ નવઘણ તેના મોસાળમાં હતા. તેણે ખેંગારના મંત્રી સમાજની સહાયથી સોરઠની પ્રજાને ઉશ્કેરી બળવો કરી સિદ્ધરાજનાં થાણુઓ ઉઠાડી મૂક્યાં અને ઈ. સ. ૧૧૨૫માં તેના મામા જેઠવા રાણા નાગજી તથા મંત્રી સમરાજની સહાયથી તે જીર્ણદુર્ગની ગાદીએ બેઠો.
મંત્રી સેમરાજે તરત જ પાટણ જઈ સિદ્ધરાજને ખંડણીભરી તેનું સાવ ભૌમત્વ સ્વીકાર્યું. કવાટ ૨ જે
નવઘણના મૃત્યુ પછી ઈ. સ. ૧૧૪૦માં રાહ કવાટ બીજે ગાદિપતિ થ. ઈ. સ. ૧૧૪૩માં કુમારપાળ ગાદીએ આવ્યો. કવાટે કુમારપાળના અધિકારની અવગણના કરી પરંતુ તેને વિરોધ બહુ વાર ટકયો નહિ. કુમારપાળ આગળ તેનું સાર્વભૌમત્વ સ્વીકારવું પડયું. આ રાતના સમયમાં ભાવબૃસ્પ
1 ગિરનાર માહાત્મ-શ્રી દો. પુ. બેડિયા. વિશેષ માટે જુઓ ગિરનાર પ્રકરણ 2 પ્રબંધ ચિંતામણિ
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૮ ૯ જૂનાગઢ અને ગિરનાર
તિની સુચનાથી કુમારપાળે સેમિનાથનું દેવાલય બાંધ્યું. તેની પ્રતિષ્ઠામાં કુમારપાળ આવેલો પણ ગમે તે કારણસર કવાટ ત્યાં ગયો નહિ.'
આ સમયે સેરઠના સુંવર, સુંદર કે સાઉચર નામના કેઈ સરદાર કે રાજ સામે, કુમારપાળે વાવૃદ્ધ સેનાની ઉદા વા ઉદયનને મોટું સૈન્ય લઈને મોકલ્યો. પરંતુ તેને સજજડ પરાજય મળતાં તે મૃત્યુ પામ્યો અને તેને પુત્ર વાહડ વા વાઢ ઈ. સ. ૧૧૫રમાં સેરઠ ઉપર ચડશે. આ પ્રસંગે રાહ કવાટનાં સૈન્ય સાથે તેને ભીષણ યુદ્ધ થયું તેમાં કવાટ ભરાઈ ગયે; જયસિંહ ૧લે
રાહ કવાટનું મૃત્યુ થતાં સેરઠને પુનઃ ગુજરાતના રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. કવાટના યુવરાજ ખેંગારે કુમારપાળનું આધિપત્ય સ્વીકારી સોરઠની ગાદીએ બેસવા ઈન્કાર કર્યો ત્યારે સદાને માટે રાજ્ય ન ગુમાવી દેવાય તે કારણે કવાટને દ્વિતીય કુંવર દાસ ઉર્ફ પ્રહાર કુમારપાળનું સાર્વભૌમત્વ સ્વીકારી જયસિંહ નામ ધારણ કરીને જીર્ણદુર્ગની ગાદીએ બેઠા.
જયસિંહ સોરઠનું તંત્ર મંત્રીઓને આધીન કરી કને જ ગયો અને ત્યાંના મહારાજા જયચંદ્ર રાઠોડ પાસે રહ્યો. જયચંદ્ર તેને કને જ તંત્ર સેપી, પૃથ્વીરાજ ચૌહાણ સામેના યુદ્ધોમાં પ્રવૃત્ત થયા. જયસિંહે આ તક ઝડપી લઈ કને જનું રાજ્ય સ્વાધીન કર્યું. પણ તે પછી જયચંદ્રના દદીની સમજાવટથી જયસિંહે જયચંદ્ર પાસેથી પુષ્કળ દ્રવ્ય લઈ કનાજ છોડી દીધું અને આ દ્રવ્યની સહાયથી એક સૈન્ય ઊભું કરી ગ્વાલિયરને કિલે હસ્તગત કરી લીધો. આ પ્રદેશ તેના અધિકારમાં કયાં સુધી રહ્યો તે જાણવામાં આવ્યું નથી. - ઈ. સ. ૧૧૭૪માં કુમારપાળ મૃત્યુ પામે અને જયસિંહે તરત જ સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી.
કુમારપાળને અનુગામી અજયપાળ ઈ. સ. ૧૧૭૭માં ગુજરી ગયા અને તેના પુત્ર બળમૂળરાજને ગાદીએ બેસાડી ગુજરાતનું તંત્ર તેના કાકા ભીમદેવે હાથમાં લીધું. તેના સમયમાં ગીઝનીને મુયઝઝુદીન અહમદ બીન શામ ગોરી ગુજરાત ઉપર ચડી આવ્યો. ભીમે તેની સામે પ્રબળ સામનો કર્યો અને તેમાં તેના મિત્રો, સામંતો અને આધીન રાજાઓની સહાયથી તેને સજજડ પરાજ્ય
1 વિગતે માટે જુઓ “પ્રભાસ અને સોમનાથ”, શં. હ. દેશાઈ. 2 વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રને ઇતિહાસ”, શં. હ. દેશાઈ.
Page #80
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૦૮
આપ્યું. આ યુદ્ધમાં જયસિંહ પણ ભીમની મદદે ગયેલ અને તેથી ભીમ સાથે તને મૈત્રી થઈ.
બાળમૂળરાજ ઈ. સ. ૧૧૭૪માં બાલય વયમાં જ ગુજરી જતાં ગુજરાતની ગાદીએ ભીમદેવ બેઠે. રાયસિંહ મહિપાળ ૨ જે
ઈ. સ ૧૧૮ભાં જયસિંહ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર રાયસિંહ જીર્ણદુર્ગની ગાદીએ બેઠો. તે પણ ઈ. સ. ૧૫૮૪માં મૃત્યુ પામતાં તેને યુવરાજ રાહ મહિપાળ નામ ધારણ કરી ગાદીએ બેઠો.
રાહ મહિપાલના સેનાપતિ ચૂડામણિબે શિરસાના વત્સરાજ નામના રાજાને હરાવ્યું. તેણે ચોરવાડ, માંગરોળ, આદિ પ્રદેશો જીતી લીધા અને મહેબા ઉપર ચડાઈ કરી. મહેબાના યુદ્ધમાં ચૂડામણિ ભરાઈ ગયે. મહેબાનાં સૈન્યો સેરઠનાં સભ્યો પાછળ પડ્યાં અને આબુ પાસે થયેલા ભયંકર યુદ્ધમાં સોરઠી સેના કપાઈ ગઈ અને રહે તેની પુત્રી મોતીદે, મહેબાના મલને પરણાવી મુક્તિ મેળવી.' * આ રાહના સમયમાં ગિરનાર ઉપરનાં કેટલાંક જૈન મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને કેટલાંક નવાં મંદિરો બંધાયાં. જયમલ
રાહ મહિપાલ ઈ. સ. ૧૨૦માં ગુજરી ગયે અને તેની પાટે તેને યુવરાજ જયમલ બેઠે. આ વિદ્વાન અને કવિ રાજા વિદ્વાનોને આશ્રય આપતા. તેના ગુણનું કથન કરતું “જયમલ જશે વર્ણન” નામનું કાવ્ય કેઈ કવિએ રચેલું છે. મહિપાલ ૩ જે
જયમલ ઈ. સ. ૧૨૩૦માં ગુજરી ગયો અને તેને પુત્ર મહિપાલ ત્રીજો તને અનુગામી થશે. આ રાજા નિર્બળ અને દીર્ધદષ્ટિ વગરને હ. જીર્ણદુર્ગથી માત્ર નવ માઈલ દૂર આવેલું વંથળી પણ તેના અધિકારમાં રહ્યું ન હતું.
1 ઉત્તર પ્રદેશમાં ઝાંસી જિલ્લામાં ચિરગાંવ અને બીજા ગામમાં રાય ખેંગાર શાખના રાજપૂતો છે. તેઓ માને છે કે તેઓ ખેંગારના કુંવર ખેતસિંહ ઈ.સ. ૧૧૧૯ -માં જૂનાગઢની ગાદીએ હતા અને તેના ભાઈ જયસિંહને ગાદી આપી ગઢકંડારનો રાજા થયો તેના વંશજો છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૮૦ : જૂનાગઢ અને ગિરનાર
પાટણપતિ ભીમદેવ ઈ. સ. ૧૨૪માં ગુજરી જતાં, ગુજરાતની રાજશ્રી સોલંકી વંશથી રિસાઈ વાઘેલાઓને વરી. આ સંક્રાંતિ કાળને રહ મહિપાલ કાંઈ લાભ લઈ શકે નહિ. વસ્તુપાલ-તેજપાલ
આ સમયમાં પાટણમાં વસ્તુપાલ અને તેજપાલ નામના બે પ્રાગ્વાટ પિરવાડ ભાઈઓ થઈ ગયા. તેઓ વિરધવલ વાઘેલાના મંત્રીપદે નિયુક્ત થયેલા. નિયુક્તિ વખતે તેઓએ ત્રણ લાખ ક્રમની પૂંજી લઈ એવી શર્ત રાજાની સેવા
સ્વીકારી કે ભવિષ્યમાં રાજા કેપે તો પણ આ પૂંજી પાછી લેવી નહિ. વીરધવલ પાસેથી મળેલું ધન લઈ આ બંને ભાઈઓ ભાલ પ્રદેશના હડાળા ગામની સીમમાં દાટવા ગયા. જે સ્થળે ધન દાટયું હતું ત્યાં ખોદતાં ત્યાંથી અપાર ધનરાશિ પ્રાપ્ત થયો તે સાથે દેવીએ અંતરિક્ષમાંથી આજ્ઞા આપી કે તમારું દ્રવ્ય ભૂમિમાં ન દાટતાં પર્વત ઉપર રાખો કે સહુ કેઈ જોઈ શકે અને કઈ . લઈ જઈ ન શકે. આ ઉપરથી તેઓએ પુષ્કળ દ્રવ્ય ખરચીને ઈ. સ. ૧ર૩રમાં ગિરનાર અને શંત્રુજ્ય પર્વતે ઉપર અપ્રતિમ કલાકૌશલ્યનાં પ્રતીક જેવાં મંદિર બંધાવ્યાં.
વસ્તુપાલ અને તેજપાલ યુદ્ધ વિશારદ પણ હતા. તેઓએ ઈ. સ. ૧રર૧૨૨માં જીર્ણદુર્ગને રાહ મહિપાલ પાસેથી ખડલી વસૂલ કરી અને વીરધવલના સાળાઓ સાંગણ અને ચામુંડ વંથળીમાં અધિકાર ભોગવતા તેમને મારી વંથળીને કોષ હસ્તગત કર્યો અને સાંગણના પુત્રને વંથળી આપ્યું. તેણે સૌરાષ્ટ્રના અન્ય રાજાઓને પણ નમાવી અપાર ધન અને યુદ્ધસામગ્રી. એક ત્રિત કર્યા.
આ સમયે મહિપાલ એટલે નિર્બળ થઈ ગયો હતો કે ગિરનાર ઉપર મંદિર બાંધતી વખતે, આ ભાઈઓએ તેની અનુમતી તે નહિ પણ વિવેક ખાતર તેને માહિતી પણ આપવાનું આવશ્યક નહિ ગમ્યું હોય ! તેજલપુર-કુંવર સરોવર
તેજપાલે આ મંદિરના નિર્માણ પ્રસંગે “ગિરનારની તળેટીમાં ઉત્તમ ગઢ, મઢ અને પ્રભાવાળું તથા ઘરો અને આરામો વડે મોડર એવું તેજલપુર વસાવ્યું. તે પુરમાં આશારાજ વિહાર, પાશ્વજિન શોભતા હતા. તેજપાલે નિજ જનનીના નામ ઉપરથી વિશાળ કુંવર સરોવર નિર્મિત કર્યું. તે 1 જુઓ આ પુસ્તકમાં ગિરનાર પ્રકરણ ૮મું. 2 રેવંતગિરિ રાસુ-શ્રી વિજયસેન સૂરીસશોધક-સંપાદક છે. હરિવલ્લભ ભાયાણું.
Page #82
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૮૧
નગરની પૂર્વ દિશામાં ઉગ્રસેનગઢ હતે.
જેમ વસ્તુપાલે તેની પત્નીઓ લલિતા અને સોળકાદેવીના શ્રેયાર્થે ગિરનાર ઉપર મંદિર બંધાવ્યાં તેમ તેજપાલે તેના પિતાના નામ ઉપર તેજલપુર વસાવ્યું અને તેની માની સ્મૃતિમાં કુંવર સરોવર બંધાવ્યું.
કેટલાક વિદ્વાને રેવંતગિરિ રાસુના ઉપરોકત વિધાનના પ્રથમ ભાગના વાંચનથી એવું અનુમાન કરે છે કે તેજપાલે આ તેજલપુર ગામ “ગિરનારને તલે” એટલે તલેટીમાં વસાવ્યું હતું પણ તેના બીજા ભાગમાં રાણું લખે છે કે તે ગામની પૂર્વમાં ઉગ્રસેનગઢ હતે. નગરની અંદર આવેલો ઉપરકેટ ઉગ્રસેનગઢ કહેવાતા અને તે પ્રમાણ જોતાં, તેજલપુર ગિરનારની તળેટીમાં નહિ પણ ઉપરકેટની પશ્ચિમે હેય. આજે પણ ગિરનારથી પાંચ-પાંચ સાત-સાત માઈલ દૂર આવેલાં ગામે ગિરનારની તળેટીમાં કે ગિરનારની છાયામાં હેવાનું કહેવાય છે. “ગિરનારને ત” એટલે પર્વતની લગોલગ તળેટીમાં જ હેવાનું માની લેવાનું બરાબર નથી. વળી રાસ સ્પષ્ટ કહે છે કે તેજલપુરની પૂર્વે ઉગ્રસેનગઢ હતા. આ કિલ્લો ઉગ્રસેને બંધાવ્યો હેવાની માન્યતા ઈ સ. ૧૮૨૦ સુધી તે પ્રચલિત હતી. તારીખે સોરઠના વિદ્વાન લેખક દિવાન રણછોડજી તેના ઈતિહાસ ગ્રંથમાં લખે છે કે આ કિલ્લે ઉગ્રસેન યાદવે બંધાવ્યું હતું. ઈ. સ. ૧૨૩રમાં શ્રી વિજ્યસેનસૂરીએ રેવંતગિરિ રાસે લખ્યો ત્યારે ગિરિદુર્ગ ઉપરકેટ–ઉગ્રસેને બંધાવ્યું હતું તેવી માન્યતા હશે અને તે ઉગ્રસેનગઢ કહેવાતા હશે.
જૂનાગઢ ઉપરકેટની પશ્ચિમે મજેવડી માખીયાળા પાસે તેજપુરને ઉજજડ ટીબે આજ પણ તાજપુર નામે ઓળખાય છે. ત્યાં એક કાળે મંદિર અને મકાને હશે એમ સ્થળ જતાં જણાય છે. જૂના માણસે તેને દેરાસરનું ગામ કહેતા અને કિવદંતી હતી કે ત્યાં ઘણું મંદિરો હતાં. આ તાજપુર કે તેજપુર તે તેજપાલનું વસાવેલું તેજલપુર હશે તેમાં સંશય નથી.'
તે પ્રમાણે કમર સરોવર, વિલિંગ્ડન ફાર્મ અને પરિતળાવ પાસેનું કુંવર તળાવ હેવાને પૂરતો સંભવ છે. ઈ. સ. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલા “કીર્તિ કૌમુદીના ભાષાંતરમાં સ્વ. શ્રી વલભજી હરિદત્ત આચાર્ય પણ આ કમર સરોવર તે કુંવર સરોવર હોવાનું કહે છે. ગિરનાર માહાભ્યના લેખક
1 ઉગ્રસેનગઢની પશ્ચિમે તેજલપુર હતું તેથી તે જુનાગઢ, એવો એક નિરાધાર તર્ક પણ
કરવામાં આવ્યો છે. “પથિક', સૌરાષ્ટ્ર અંક મે, જુન, શ્રી કે. કા. શાસ્ત્રી. જ.ગિ.-૧૧
Page #83
--------------------------------------------------------------------------
________________
૮૨ : જૂનાગઢ અને ગિરનાર
શ્રી દેાલતચંદ પુ. ભરાડિયા પણ તેજપાલનું કમર સરોવર આ જ સ્થળે છે તેમ કહે છે.
વસ્તુપાલે તથા તેજપાલે વિ. સં. ૧૨૪૯, ૧૨૫૦, ૧૨૭૭, ૧૨૯૦, ૧૨૯૧ અને ૧૨૯૩માં એમ છ વાર સંધ કાઢી ગિરનારની યાત્રા કરી તા અઢાર કરેાડ જેટલે ખ' કર્યાં. આ બંને ભાઈઓ શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રાના નાતા હતા. તેઓએ ગિરનાર, આખુ અને શત્રુજ્ય પર્વતા ઉપર સુ ંદર મદિરા બાંધી અમર કીતિ' પ્રાપ્ત કરી છે.
ખેગાર જો
મહિપાળ ત્રીજો છેં. સ. ૧ ૫૩માં કાઠીએ સામે લડતાં માર્યા ગયા અને તેની પાટે તેના યુવરાજ ખેંગાર ભેઠા.
ખેંગાર તથા ઢાંકના વાળા ઠાર ઉગાવાળા વા અર્જુનસિંહ પરમ મિત્રા થતા. આ મૈત્રી રાજ્યના પતનમાં પરિણમશે એ ભીતિથી રાહુના મંત્રી કલ્યાણે તેઓ વચ્ચે મતભેદની દીવાલ ઊભી કરવા નિષ્ફળ પ્રયત્ન કર્યાં. રાહુને *યાણ ઉપર અવિશ્વાસ થતાં તેણે તને મ`ત્રીપદેથી દૂર કર્યો અને તળાથી માલજી નામના નાગરને ખાલાવી મંત્રીપદે નિયુકત કર્યાં, આથી કલ્યાણે માલજીનું ખૂન કરાવ્યું અને રાહે તે કૃત્ય બદલ કલ્યાણુને દેહાંતદડુની શિક્ષા કરી માલજીના પુત્ર મહિધરને મંત્રીપદે સ્થાપ્યા
વલભીના સમયથી નાગરી તથા મૈત્રક રાજકુળને ધનિષ્ટ સંબધા હતા, તે વલભીના વાળા વશજોએ નિભાવેલા. ઉગાવાળા મૂળ તળાજાના સ્વામી હતા અને તળાજામાં વાળાઓનું રાજ્ય થયા પછી નારા ત્યાં વસેલા. માલજી પણ તે કારણે તળાજેથી જ આવ્યા હશે. મહિધર મંત્રીએ તળાજા અને માંગરાળથી નાગર કુટુ ને ખેાલાવી જૂનાગઢમાં વસાવ્યાં અને રાજતંત્રમાં યાગ્યપદે નાગાને નીમ્યા.
નાગરા
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે નાગરાના માટે સમૂહ આ સમયે જીણુ દુગ માં આવ્યા પરંતુ ઈતિહાસના અન્ય ઉલ્લેખા જોતાં ઈ. સ. ૧૦૨૫માં જીણુ દુ ના રાહ નવધણુના મંત્રી શ્રીધર અને મહિધર નાગરો
1 વસ્તુપાલ, તેજપાલ ચરિત્ર, કીતિ કૌમુદી વગેરે વિગતા માટે જુએ ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’,
શ'. હ. દેશાઈ.
2 વિગતા માટે જીએ ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’, શ. હ. દેશાઈ.
Page #84
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૮૩
હતા. ઈ.સ. ૧૫૫માં નવઘણ ત્રીજાને મંત્રી સેમરાજ નાગર હ. ઈ. સ. ૧૧૮૪માં મહિપાળ બીજાને સેનાપતિ ચૂડામણિ નાગર હતા એટલે નાગરે ઈ. સ. ૧૦૨૫ પહેલાંથી જીર્ણદુર્ગના તંત્રમાં સ્થાન પામી ચૂકયા હતા. જૂની વંશાવલીઓમાં જણાવ્યું છે કે નવઘણ તેમને તેડી આવ્યું. આ નવધણ પહેલે, બીજે કે ત્રીજે તે નકકી થઈ શકતું નથી પણ એ સ્પષ્ટ છે કે ઈ. સ. ૧૧ર૧થી ૧૧૪૦ વચ્ચે નાગરને મોટો સમુદાય જીર્ણદુર્ગમાં વસવા આવ્યું. ઈ. સ. ૧૨૫૩ પછીનાં વર્ષોમાં મંત્રી મહિધરના આમંત્રણથી બીજે સમુદાય આવ્યો હશે. ગુજરાતની સત્તા
આ સમયમાં રાહની શક્તિ અને સામર્થ્ય જૂન થઈ ગયાં હતાં. ગુજરાતના વાઘેલા રાજાઓએ સોરઠ ઉપર વર્ચસ્વ સ્થાપેલું. સૌરાષ્ટ્ર મંડલનું તંત્ર નાગરે મંત્રી નાગડના અધ્યક્ષપદે રચાયેલા પંચકુળને સોંપવામાં આવેલું અને રાહને અધિકાર માત્ર છ દુર્ગ અને તેની આસપાસના છેડા પ્રદેશો પૂરતો રહ્યો હતો.
રાહને તથા ઉગાવાળાને ઈ. સ. ૧૨૬માં મેએ મારી નાખ્યા. ગાંડલિક પહેલે
બેંગારને મૃત્યુ પછી તેને પુત્ર માંડલિક પહેલે ગાદીએ બેઠો. તેના સમયમાં અતિથિ થઈને આવેલા જગતસિંહ રાઠોડ નામના એક સરદારે દગો કરી રાજમહેલ ઘેરી લઈ રાહને કેદ કર્યો પણ રાહના સૈનિકોએ તેને આધીન કરી રાહ પાસે રજૂ કર્યો. જગતસિંહ માલજી મંત્રીના પુત્ર લવજીના કહેવાથી આવ્યો હતો તેમ તેણે કહેતાં રાહે લવજીને મૃત્યુદંડ આપ્યો અને જગતસિંહને વંથળીમાં જાગીર આપી. ગુજરાતના રાજ્યને અંત - ઈ.સ. ૧૯૭માં સારંગદેવ વાઘેલે ગુજરી ગયો અને તેની પાટે કારણે વાઘેલે બેઠે. ઈ. સ. ૧૯૯૮માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સભ્યો અલપખાનની સરદારી નીચે પાટણ ઉપર ચડી આવ્યાં અને તેની સામે લડતાં
1 નાગરેના સૌરાષ્ટ્રમાં આગમન વગેરે ઈતિહાસ માટે જુઓ સૌરાષ્ટ્રનો ઈતિહાસ,
શે. હ. દેશાઈ. 2 વિ. સં. ૧૩પનો રિબંદરનો શિલાલેખ-હિસ્ટેસ્કિલ ઇન્ઝિશન્સ ઓફ ગુજરાત, પુ. છે.
જુ, શ્રી ગિ. વ. આચાર્ય.
Page #85
--------------------------------------------------------------------------
________________
૮૪ : જૂનાગઢ અને ગિરનાર
કરણ હાર્યો અને પાટણ પડયું. અલાઉદ્દીનનાં સૈન્યએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસીમ ત્રાસ અને જુલમની ઝડી વરસાવી, આગ અને તલવારનું સામ્રાજ્ય સ્થાપી દીધું અને સોમનાથનું પવિત્ર દેવાલય પણ ખંડિત કર્યું. અલપખાન જીર્ણદુર્ગ આવ્યે નહિ પરંતુ રાહ તેના સામે લડ્યો હશે એમ રેવતીકુંડના શિલાલેખમાં તેને મુસ્લિમોને વિજેતા કહ્યું છે તે ઉપરથી જણાય છે.'
માંડલિકે ગિરનાર ઉપરનાં શ્રી નેમિનાથના મંદિર ઉપર સેનાનાં પતરાં જડાવ્યાં અને બીજાં મંદિરને જીર્ણોદ્ધાર કર્યો. નવઘણુક થે
માંડલિક પહેલે ઈ. સ. ૧૩૦૬માં ગુજરી ગયો અને તેને પુત્ર નવઘણ ગાદીએ આવ્યા. મુસ્લિમોનાં પ્રબળ અને વિરાટ ને સોરઠને પાદાક્રાંત કરી . રહ્યાં હતાં અને તેનાં ટાંચાં સાધનથી સ્વધર્મની રક્ષા કરવાને ધર્મ બજાવવાનું તેના ભાગ્યમાં આવ્યું હતું. આ વર અને પરાક્રમી રાજા રાણપુરની લડાઈમાં ઈ.સ. ૧૩૦૮માં ઝફરખાન સામે લડતાં માર્યો ગયો. મહિપાલ કથે
આ વીર અને ધર્મ રક્ષક રાજાએ સમય સર્વથા પ્રતિકૂલ લેવા છતાં સોમનાથના ભ્રષ્ટ થયેલા દેવાલયને પુનઃ પવિત્ર કર્યું અને તેમનાથનાં લિંગની પ્રતિષ્ઠા કરી. તેણે તેનાં પરાક્રમથી મુસ્લિમોની પ્રવૃત્તિ સ્થંભાવી દીધી.
રહ મહિપાલ ચેલે ઈ. સ. ૧૩૨૫માં મૃત્યુ પામ્યો. ખેંગાર કર્યો
રાહ મહિપાલને અનુગામી ખેંગાર દીર્ઘદૃષ્ટા અને પરાક્રમી રાજા હતો. તેણે મુસ્લિમોની વધતી જતી ભરતી ખાળવા માટે અપાર ઉદ્યમ કર્યો અને પિતાની શક્તિ અને સ્થિતિથી ઉપરવટ જઈને એક સંપૂર્ણ સુસજજ અને સાધનસંપન્ન સૈન્ય તૈયાર કર્યું અને તે સાથે નાના નાના ઠારો અને સામંતનું ઐકય સાધી તેમના નેતૃત્વની જવાબદારી સ્વીકારી મુસ્લિમોને પ્રબળ પ્રતિકાર કરવા તૈયાર થશે. મહમદ તઘલગ
દિલ્હીના સુલતાન મહમદ તઘલગ તેની સતનતમાં ફાટી નીકળેલા બળવાઓને દાબી દેવા ગુજરાતમાં આવ્યો. તેને તાઘી નામને અમીર નાસીને
1 રેવતીકનો લેખ
Page #86
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૮૫
જૂનાગઢમાં રાહને આવે રહ્યો છે તેવી બાતમી મળતાં ઈ. સ. ૧૩૪૯માં તે જૂનાગઢ ઉપર ચડી આવ્યો. ખેંગારે ઉપરકોટમાં રહી રક્ષણાત્મક યુદ્ધ આપ્યું. મહમદે તાઘીને સોંપી દેવા મોકલેલા કહેણને રાહે ક્ષત્રિયચિત ઉત્તર આપે અને જ્યારે ઘેર વધુ વખત ચાલશે તો ટકી નહિ શકાય એમ જણાયું ત્યારે તેણે ઠારે ખેલી કેસરિયાં કર્યા, તુમુલ યુદ્ધ જામ્યું. તેમાં રાહને સેનાપતિ વીરસિંહ વાઘેલે મરાય પરંતુ યુવરાજ જયસિંહે પ્રબળ પ્રતિ આક્રમણ કરી સુલતાનના હાથીઓની હરોળ તેર શત્રુન્યને છિન્નભિન્ન કરી નાખ્યું.'
આ યુદ્ધ ચાલતું હતું ત્યાં તાઘી દુર્ગ છોડી નાસી ગયે તેથી મહમદ તઘલગે યુદ્ધવિરામ કરી રાહ સાથે સુલેહ કરી. રાહે મહમદને નજરાણે મે કહ્યું અને તેના બદલામાં સૌરાષ્ટ્રનાં અન્ય રજા ઉપર ન ચડવા વચન મેળવ્યું. મહમદ જીર્ણદુર્ગથી ગોંડલ ગ.
એમ કહેવાય છે કે જ્યારે મહમદે જીર્ણદુર્ગ ઉપર ઘેરો ઘાલ્યો ત્યારે ગિરનારના ઈજારદાર ખાંટ મેર જેસલે તેને ગુપ્ત માર્ગો અને દ્વારે બતાવેલાં તેથી મહમદે તેને ગિરનાર પર્વત અને બીલખા ચોવીસી જાગીરમાં આપેલી. આ વિધાન કેવળ વાર્તા જ હેવાનું જણાય છે. જયસિંહ જે
રાહ ખેંગાર ઈ. સ. ૧૩૫રમાં ગુજરી ગયા અને તેને યુવરાજ જયસિંહ તેની ગાદીએ આવ્યો.
મહમદ તઘલગ ઈ. સ. ૧૪૫૧માં સિંધમાં ગુજરી ગયે અને તેને અનુગામી ફિરોઝ, સિંધનાં યુદ્ધોમાં રોકાયેલા હો ત્યારે જયસિંહે મુસિલમોનાં થાણુઓ ઉડાડી મૂક્યાં અને ઈસ્લામને પ્રચાર કરતાં મુલ્લાઓ, મૌલવીએ અને કાઝીઓને કાઢી મૂકયા.
ગુજરાતમાં પિતાની સત્તા સ્થિર કરી સુલતાનને સૂબે ઝફરખાન ઈ.સ. ૧૩૬૯માં જૂનાગઢ ઉપર ચડી આવ્યો. રાહ જયસિંહે તેનું વીરચિત સ્વાગત કર્યું અને ઝફરખાનને સોરઠી શૌર્યને પરિચય આપ્યો. મુસ્લિમ સેનાને કચ્ચરઘાણ વળી ગયો અને ઝફરખાનને પાછા વળી જવા સિવાય અન્ય માર્ગ હતે નહિ ત્યારે તેણે સુલેહનું કહેણ મોકલ્યું અને રાહને મિત્રભાવે પિતાની છાવણીમાં આવા આમંત્રણ આપ્યું. રાતે જ્યારે ઝફરખાનના તંબુમાં પ્રવેશ
१ तस्या भूपतनय श्रीमान जयसिह ईतिश्रुत
ન જાવનન થા વિપરિતા તેન: માંડલિક કાવ્ય
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૬ : જૂનાગઢ અને ગિરનાર
કર્યો ત્યારે ઝફરખાને તેને પકડી લેવા તેના સૈનિકને સ“શ્વેત કર્યાં. રાહે તલવાર ખેંચી ઝફરખાનના બાર સરહ્યરાને તે પકડે તે પહેલાં કાપી નાખ્યા અને પાંત પણ પડયા.
આ પ્રસંગનું વર્ણ ન કરતાં તારીખે સારડમાં દીવાન રણછેડજી કહે છે કે આ ખાર સરદારા ઝફરખાન દાન કરે તે માટે જર્મીન થયેલા અને જ્યારે કરખાને દગા કર્યાં ત્યારે તેમના વચનપાલન માટે શહીદ થયા.
જે સ્થળે આ ખાર સરદારને દફન કર્યા છે તે ખાર શહીદની કબરા આજે પણ જોવામાં આવે છે.
રાહનું મૃત્યુ થતાં ઝફરખાને જૂનાગઢ ખાલસા કરી ત્યાં એક થાણુદારની નિમણૂક કરી. તે પાછા ગયા ત્યાં જયસિં’હના યુવરાજ મહિપાલે જૂનાગઢ સ્વાધીન લઈ ઝફરખાનને નજરાણા માકલી તેનું આધિપત્ય સ્વીકાયું. મહિપાલ પા
વથલીની જાગીર ધરાવતા રાઠેાડેા બળવાન થઈ ગયા હતા. તેમની પાસેથી મહિપાલે ઈ. સ. ૧૩૭૩માં વંથળી છડી લીધુ′ અને સાઁભવત્ તે પ્રયાસમાં તે ભરાઈ ગયેા.
માલસ હ
મહિપાલ અપુત્ર હતા તેથી તેના ભાઈ માકલસિહ તેની ગાદીએ મેટાં, આ સમયે ગુજરાતના સૂબાના એક અધિકારી જૂનાગઢમાં રહેતા અને એક સૈન્ય પણ રહેતું. આ અધિકારી રાહની સત્તામાં હસ્તક્ષેપ કરતા તેથી સ્વે ચ્છાએ કે શાહી સત્તાની આજ્ઞાથી રાહે તેની રાજધાની વ ંથળી ફેરવી નાખી. માંડલિક રો
ઈ. સ. ૧૭૯૭માં મેકલસિંહ મૃત્યુ પામ્યા અને તેના યુવરાજ માંડલિક સારફની ગાદીએ બેઠા.
માંડલિક સત્તાનાં મૂત્રા હાથમાં લીધાં ત્યારે સારડના ધનકાષ ખાલી હતા, સૈન્ય વેરવિખેર થઈ ગયું હતું અને ગુજરાતમાં મુઝફ્ફર જેવા બળવાન અને સર્વ સત્તાધીશ સૂબા હતા. તેની સામે ઊંચી આંખ પણ કરવાની રાહની શક્તિ હતી નિß. આવા પ્રતિકૂળ સ'જોગામાં તેણે અનેક આધાતા અને અપમાનો સહન કરી પોતાનું સ્થાન ટકાવી રાખ્યુ
આ રાહના મિત્ર પ્રભાસના રાજ વિજલ વાજે રક્તપિત્તના ભય ંકર રાગથી ગ્રસિત થયા. જ્યારે સર્વે ઉપગ્યેા નકામા ગયા ત્યારે તે કાશીએ કરવત
Page #88
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૮૭
મુકાવા જવા રવાના થશે. માર્ગમાં જીર્ણદુર્ગ આવી દામોદરકુંડમાં સ્નાન કરી બ્રાહ્મણને એક સુવર્ણ હાથી દક્ષિણામાં આપો. આ હાથીની વહેંચણીમાં બ્રાહ્મણે લડી પડયા અને ન્યાય લેવા માંડલિક પાસે ગયા. માંડલિકે જાણ્યું કે કિંજલ તેની જાણ વગર કાશીને પંથે પળે છે ત્યારે તે તરત જ તેની પાછળ પડે અને વડાલ પાસે એક કળામાં તેને પકડી પાડશે. વિંજલે રાહને પિતા પાસે ન આવવા વિનંતી કરી પણ માંડલિક તેને ભેટયો અને ભેટતાં જ વિજલને રોગ અદશ્ય થયો. ત્યારથી આ વોકળ ગંગાજળિયે કળા કહેવાય છે.'
આ વાર્તા લેકસાહિત્યમાં રાહ માંડલિક ત્રીજા માટે કહેવાય છે પણ કિંજલ વાજે માંડલિક બીજાને સમકાલીન હતા તે સેંધવું આવશ્યક છે. મેલિંગદેવ
માંડલિક ઈ. સ. ૧૪૬૦માં અપુત્ર ગુજરી જતાં તેને ભાઈ મેળગ કે મેલિંગદેવ તેને અનુગામી થયો.
દિહીને તઘલગ વંશની સત્તા મૃત્યુશગ્યા ઉપર અંતિમ શ્વાસ ઘૂંદતી હતી ત્યારે ગુજરાતના સૂબા મુઝફફરને તેના પુત્ર તાતારખાને દિલ્હી જઈ સલ્તનતને તાજ પોતાના શિરે મૂકવા આગ્રહ કર્યો પણ સુઝફફરે તેને પ્રસ્તાવ નકારતાં તાતારખ ને તેના પિતાને કેદ કરી તે સુલતાન તરીકે જાહેર થયે. મુઝફફરના ભાઈ સશખાને દિલ્હીથી આવી મુઝફફરને મુક્ત કર્યો અને તાતારખાનને કેદ કર્યો. મુઝફફરે તાતારખાનને મારી નાખ્યો અને ઈ. સ. ૧૪૦૭માં તેણે ગુજરાતના સુલતાન તરીકે સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યું.
આ અંધાધૂંધીને લાભ લઈ મેલિંગદેવે જૂનાગઢના શાહી થાણદારને કાઢી મુકો તથા મુસ્લિમોને વશ કરી લીધા.
મેલિંગદેવે રાજધાની પણ જૂનાગઢ ફેરવી નાખી અને ઇ. સ. ૧૪૧૩ સુધી નિરંકુશપણે રાજ કર્યું.
ઈ સ. ૧૪૧૧માં તાતારખાનના પુત્ર અહમદશાહે તેના વૃદ્ધ પિતામહને આ જગતની યાતનામાંથી મુક્ત કરી તેના પિતાના ઘાતને બદલે લીધે તે પછી તેના બળવાખોર સરદાર શેર મલિકને રાહે આશ્રય આપ્યો હતો તેથી તેને રિક્ષા કરવા ઈ. સ. ૧૪૧૩માં સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી.
1 ગંગાજળ ગદ્દેશા પંડ તારું હતું પવિત્ર,
વિં જાને રગત ગયાં અને તે વાળો માંડલિક.
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૮ : જૂનાગઢ અને ગિરનાર
અડમદશાહને ગિરનારના પર્વતીય દુ જોદ્યની ધણી જ ઝંખના થઈ હતી. કાઈપણુ ૨.જાએ મુસ્લિમ સતનતનું ઘૂસવું. ધારણ કરવાને પોતાની ગરદંન નીચી નમાવી ન હતી તથી શેર મલિકને સારડના રાજાએ આશ્રય નીચે રાખ્યા તે માટે તેના દેશ ઉપર ચડાઈ કરવાનું તેને વ્યાજખી કારણ મળ્યું
""1
અહમદશાહના સૈન્યે ઝાલાવાડનું પાટનગર કુવા ધૈયુ અને જ્યારે પોતાના પરાજય નિશ્ચિત છે તેમ ઝલ્લરાજ કૃષ્ણરાજને લાગ્યું ત્યારે તે મૈલિગદેવના આશ્રયે જઈ રહ્યો.
અહમદશાહને હવે બેત્રઝુ કારણ મળ્યું. ઈ. સ. ૧૪૧૩માં તેણે એક સુસજ્જ સૈન્ય સેારડ ઉપર મેાકલ્યું. રાહે વંથળીના કિલ્લામાં રહી આક્રમક સૈન્યાના મુકાબલે કર્યાં અને એવી વીરતાપૂર્વક લડાઈ કરી કે મુસ્લિમ સેના કપાઈ ગઈ અને રાહે તેનાં સાધનસર ભ્રમ હસ્તગત કરી લીધાં.2
આ નામેાશીભરેલા પરાજયની વિગતા સાંભળી ઈ. સ. ૧૪૧૪માં અહમદશાહ સવિશેષ બળવાન સેના લઈને સેારડ ઉપ્રર ચઢયા. રાહે વીરતાપૂર્ણાંક યુદ્ધ આપ્યું પણ અ ંતે વિજયશ્રી સુલતાનને વરી. રાહ નાસીને ઉપરકાટમાં ભરાયો. અઙભ શાહે ઉપરક્રેટ ફરતા ઘેરા ધાલ્યા તેવી રાહ ત્યાંથી નીકળી ગિરનાર ઉપર ચડી ગયા પણુ અહમદશાહે ત્યાં પણ તેની પૂ પકડી. આખરે શરણુ થવા ફરજ પાડી.
..
રાહ મેલિંગદેવે અહમદશાહને નજરાણૢ ધરી તેનું આધિપત્ય સ્વીકાયુ ં અને સુલતાને જૂનાગઢમાં એક થાણુદારની નિમણૂક કરી ત્યાં પોતાની સેનાની એક ટુકડી કાયમ માટે રાખી
ચારણાના મતવ્ય પ્રમાણે રાહ મેલિંગદેવ આ યુદ્ધમાં માર્યાં ગયા અને નજરાણાભરી સારઢની ગાદીએ તે નહિ પણ તેને પુત્ર જયસિંહ આવ્યો. જર્યાસંહ ૩ જો
રાહ જયસિંહ ઈ. સ. ૧૯૧૫માં ગાદીએ આવ્યા પણ તે એક પતન પામેલા રાજ્યના રાજ્યપતિ હતા. તેણે તેમ છતાં ૨૫ વર્ષ પર્યંત રાજગાદી ભોગવી અને ઈ. સ. ૧૪૪૦માં તે ગુજરી ગયે।.
શિલાલેખા અને અન્ય ઈતિહાસગ્રં થાનું વાંચન કરતાં જણાય છે કે રાહ રાજગાદી ઉપર હતા છતાં સર્વ સત્તા મુસ્લિમ અધિકારીના હાથમાં હતી.
1 મિરાતે અહેમદી. 2 માંડલિક કાવ્ય.
Page #90
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૮૯
ઈસ્લામને પ્રચાર જોરશોરથી થતા, મંદિરના વંસ થતા અને હિન્દુઓનું બળાત્કારે ધર્માતર થતું તેમ છતાં રાહ કે અન્ય રાજપૂત કાંઈ બોલી શકતા નહિ. આવા પ્રતિકૂળ સંજોગે તેવા છતાં ઈ. સ. ૧૪૧૭માં દામોદર કુંડ ઉપર નરસિંહદેવના પુત્ર દામોદરે એક મઠ બંધાવ્યો તેને શિલાલેખ ઉપલબ્ધ છે. આ મઠ હાલમાં શ્રી મહાપ્રભુજીની બેઠકના નામે ઓળખાય છે મહિપાલ દઢો - ઈ. સ. ૧૪૪માં રાહ મહિપાલ ગાદીએ આવ્યું. તે પછી બે વર્ષ વ્યતીત થતાં અહમદશાહ ગુજરી ગયે અને ગુજરાતની સલતનત નિર્બળ થઈ ગઈ તેથી રાહને અમદાવાદને ભય રહ્યો નહિં પરંતુ મુસ્લિમોનાં દિનપ્રતિદિન ઉગ્ર થતાં જતાં આક્રમણ સામે ટકવાની તેનામાં તાકાત પણ હતી નહિ. તેને ધ કોષ સર્વથા ખાલી થઈ ગયો હતો. નિરંતર થતાં રહેતાં યુદ્ધોના કારણે યુવાને કપાઈ ગયા હતા કે ધર્માતર કરી શત્રુસૈન્યમાં જોડાયા હતા. પ્રજા પાયમાલ થઈ ગઈ હતી અને નૈતિક બળ નામશેષ થઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં મહિપાલ કાંઈ પણ કરી શકે તેમ હતું નહિ.
પૂર્વજન્મના સંસ્કાર કે સમય સંયોગાનુસાર વિપરીત થતી જતી પરિસ્થિતિના કારણે મહિપાલ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળી ગયો. પ્રજાના જીવનમાંથી વિદાય લઈ ગયેલી શાંતિ પુનઃસ્થાપિત કરવા અને પ્રજાને વિવિધ પ્રકારે જીવિત રાખવાના માર્ગો તે સદૈવ વિચારતા. તેણે પ્રભાસથી દ્વારકા જવાના માર્ગે અન્નક્ષેત્ર સ્થાપ્યાં, દેવમંદિરના નિર્વાહ માટે યોગ્ય પ્રબંધ કર્યા અને તેવાં કાર્યો કરીને લેકમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિના જલનું સિંચન કર્યું.
તેની વય મોટી થઈ ગઈ છતાં તેને પુત્ર-સંતતિ ન હતી તેથી તેણે દામોદરરાયની માનતા માની અને તે ફળી ત્યારે તેણે પુત્રનું નામ માંડલિક પાડયું. આ માનતા માનતી વખતે તેણે પ્રણ કરેલું કે જે તેને ત્યાં પુત્ર થશે તે તે એ પુત્ર રાજ્ય કાર્યભાર સંભાળી શકે તેવી વયમાં આવશે ત્યારે તેને રાજ્ય સોંપી પોતે તર્થસ્થાનમાં ચાલ્યો જશે.
માંડલિક યુવાન થયો ત્યારે તેનાં લગ્ન અર્થિલાના અર્જુનસિંહ ગોહિલની પુત્રી કુંતા વેરે કરવામાં આવ્યાં. માંડલિકે રાજકાજમાં અને યુદ્ધભૂમિમાં જગિ-ર
Page #91
--------------------------------------------------------------------------
________________
૯૦ : જૂનાગઢ અને ગિરનાર તેનું કૌશલ્ય બતાવ્યું અને પરલે સમુદ્રના સાંગણ વાઘેલાને જીત્યો. - આ પ્રસંગે અમદાવાદના સુલતાને મહિપાલને એવો સંદેશો પાઠવ્યો કે માંડલિકના શ્વસુર અર્જુનસિંહને ભાઈ દુદે ગોહિલ ભૂમિ દબાવતા જાય છે માટે તેને દૂર કરે. મહિપાલે મંત્રીઓની સલાહ સ્વીકારી સુલતાનને લખ્યું કે તમારે શત્રુ તે મારે શત્રુ છે, હું તેને અંકુશમાં લાવીશ. માંડલિકે દુદા ઉપર આક્રમણ કરી તેને હરાવી મારી નાખ્યો અને અપિલા ઉજજડ કર્યું.
માંડલિકનાં પરાક્રમ જોઈ ઈ. સ. ૧૪૫૧માં રાહ મહિપાલે તેને રાજ્યભિષેક કરી પોતે ગાદીત્યાગ કરી તીર્થાટન કરવા ચાલ્યો ગયો. માંડલિક ૩ જો
માંડલિક ત્રીજાએ ગાદીએ બેસતાં જ જૂનાગઢના તને અમુક દિવસમાં શિકાર ન કરવા અને હિંસાથી દૂર રહેવા આજ્ઞા કરી, તેને એક શિલાલેખ પણ યોગ્ય સ્થળે જડાવ્યો. તેમાં લખ્યું છે કે,
પંચમી (અષ્ટમી ) તથા ચતુર્દશીને દિવસે ખંભાતનિવાસી સા. દેવના પુત્ર હમની સમક્ષ રાજયાભિષેકને દિવસે કેઈ જીવતી હિંસા ન કરવા શ્રી માંડલિક રાજાએ ફરમાવ્યું છે. અગાઉ પણ એકાદશી અને બીજના દિવસે પાળવામાં આવતા. હવે શ્રી માંડલિક પ્રભુ આજ્ઞા કરે છે કે પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી તથા બીજના દિવસે કેઈએ જીવહિંસા કરવી નહિ કઈ પણ પ્રાણીઓને જીવ લેવો નહિ..શિકારીએ શિકાર ન કરે. ચીડીમારોએ ચકલી કે.. મારવા બાજ લઈ જવાં નહિ; મેર ન મારવા. બાબર ખાંટ અને તુર્કોએ આ દિવસમાં એક પણ પ્રાણીની હત્યા ન કરવી. જે કરશે તેને બંદીવાસ મળશે. કુંભારે પાંચ દિવસમાં નોંભાડે ન કર. વગેરે.”
આ શિલાલેખમાં માંડલિકને આદર્શ રાજા અને સ્મૃતિ, શ્રુતિ, પુરાણ આદિને જ્ઞાતા કહ્યો છે.
માંડલિકે રાજયાસને બેસી તરત જ ગિરનાર ઉપના અંબાજીના મંદિરન અને પ્રભાસપાટણના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. તેણે મુસ્લિમ થાણુઓને ઉઠાડી મૂક્યાં અને શંખોદ્ધારના સાંગણ વાઘેલાને તેમજ અન્ય રાજાઓને હરાવી ચુડાસમાઓની ગત પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી.
1 માંડલિક કાવ્ય. 2 અનપબ્લિડ ઈસ્ક્રિપ્શન્સ ઇન જુનાગઢ સ્ટેટ-ઉપરકોટ ઈસ્ક્રિશન ઓફ માંડલિક છે.
એન. બી. પુરોહિત-આકોલેજિક્ત સોસાયટી -જુનાગઢ, જરનલ-નવેમ્બર, ૧૯૩૭.
Page #92
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ ઃ ૧
તેણે “પુત્રકામનાથી પાટડીના ઝાલા ભીમની પુત્રી ઉમાદે સાથે લગ્ન કર્યાં, માંડલિકે પ્રજાને પ્રેમ પ્રાપ્ત કર્યો અને એક ન્યાયી, વીર અને વિદ્વાન રાજા તરીકે નામના મેળવી.
ઈ. સ. ૧૯૫૭માં ગુજરાતની ગાદીએ મહમૂદ બેગડા બેઠા. “મૂર્તિ પૂજકને દેશ સૌરાષ્ટ્ર જીતી લેવા સ્વપ્નમાં હઝરત મહમદ પેગ ંબરસાહેબે આપેલી અજ્ઞનુપાર અપાર શસ્ત્રસામગ્રી એકત્ર કરી સંપૂર્ણ પ્રબંધ કરી'' ઈ. સ. ૧૪૬૮માં તેણે જૂનાગઢ ઉપર ચડાઈ કરી.
મહમૂદે માંડલિકને ઈસ્લામ સ્વીકારવા અથવા પેાતાની તાખેદારો સ્વીકારવા એલાન માકલ્યું. ત્યારે રાહે તેના અસ્વીકાર કરી યુદ્ધ માટે તૈયારી કરી. “સેારડના સંદર દેશ જીતી લેવા તથા કુફ્ફારને અંત લાવી ત્યાં ઈસ્લામનું રાજય સ્થાપવા” મહેમૂદે પ્રબળ સૌન્ય જૂનાગઢના દ્વારે ઉપસ્થિત કયુ ર
બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. મહમૂદના સૈન્યના પ્રબળ આક્રમણ સામે માંડલિકના સૈનિકા ટકી શકયા નહિ તેથી માંઢલિક ઉપરાટમાં ભરાઈ ગયા. મહમૂદ તેના બળવાન હાથ ચારે તરફ પ્રસારી સારઠના રાજ્યના પ્રદેશ વેરાન બનાવી દીધા પરિણામે કિલ્લામાં ક્રેઈપણ જાતના પુરવઠા પહેાંચી શકે તેવું રહ્યું નહિ અને માંડલિકને શરણાગતિ કે સવ નાશમાંથી એક પસંદ કરવાના સમય આવી ગયા ત્યારે તેણે મહમૂદને પુષ્કળ દ્રવ્ય હીરા માતી, સુવર્ણ આદિ આપી સુલેહ કરી અને મહમૂદ આ ધન સ્વીકારી પા ચાલ્યા ગયેા.
"3
વળતે વરસે મહમૂદે ફરીથી જૂનાગઢ ઉપર ચડ!ઇ કરી રાહે મહમૂદને પૂછ્યું` કે આપને નજરાણા ધર્માં છતાં ફરી આવવાનું શું કારણ છે ? ત્યારે મહમૂદે ઉત્તર આપ્યા કે છત્રપતિ રા હું છં છતાં તમે સુવર્ણ છત્ર ધરાવી ગિરનાર જાએ છે તે મારુ' અપમાન છે.” માંડલિકે તરત જ પોતાનું રાજછત્ર અને રાજચિહ્નો મહમૂદને સ્વાધીન કર્યા તથા પુનઃ મેટા નજરાણા આપી તેને પા વાળ્યો.
પણ મહમૂદને તો જૂનાગઢ અને સેરઠ ઉપર સ*પૂર્ણ અધિક ર જમાવવાની પ્રબળ ઈચ્છા હતી. સેારડનું બળવાન હિન્દુ રાજ્ય જડમૂળમાંથી ઉખેડી નાખવા તે કૃતનિશ્ચયી બન્યા હત!. ઈ. સ. ૧૪૬૯માં તેથી તેણે ફરીથી ચડાઈ કુરી, રાહે તેની પાસે જઈને પ્રશ્ન કર્યો કે “મારી હવે કઈ કસૂર ?'' ત્યારે મહમૂદે કહ્યું કે “કારથી ખીજી કઈ મેાટી કસૂર છે?” આ ઉત્તર સાંભળી માંડલિક ઊભા થઈ ચુપચાપ ચાલ્યા ગયા. તેણે કૈસરિયાં કરી રાજપૂતાના
Page #93
--------------------------------------------------------------------------
________________
૯૨ : જૂનાગઢ અને ગિરનાર
પુરાણા અને પવિત્ર ધર્મને અનુસરવા નિણૅય કર્યાં. તેના મત્રી વિશળે તેને ધ પરિવત ન કરવા સલાહ આપી પણ માંડલિકે તેને કહ્યું કે “મારા પૂર્વજોના પ્રિય ધમ હુ* પ્રાણાન્ત પણ નહિ ..” રાહે સૌરાષ્ટ્રના અન્ય રાજાને પેાતાની મદદમાં ખાલાવ્યા પણ કાઈ આવ્યા નહિ. મહમૂદે કિલ્લા ક્રૂરતા સખ્ત ઘેરા ધાલ્યો અને તે સાથે નિર્દોષ પ્રજા ઉપર ત્રાસ અને જુલ્મનાં સમગ્ર શસ્ત્રો છુઢ્ઢાં મૂકી દીધાં અને મ ંત્રી વિશળે સુલતાનની લાંચ સ્વીકારી દુ ના ઠારના રિત વ્યય કરી નાખ્યા અને યેગ્ય સ"ત થતાં દુનાં દ્વારા ખાલી નાખ્યાં. મહમૂદનું સૈન્ય મોટા ધસારા સાથે અંદર પ્રવેશ્યુ અને તુમુલ યુદ્ધ થયું.
મુસ્લિમ ઈતિહાસકારો પ્રમાણે માંડલિકે સુલતાન સમક્ષ ઉપસ્થિત થઈ કહ્યું કે તેના પુત્રા તથા કુટુંબીઓને ઈસ્લામ સ્વીકારવા ફરજ ન પાડવી અને પ્રજજનેને કૉટમાંથી સહીસલામત જવા દેવા એ શત હુ" ઈસ્લામ સ્વીકારીશ. સુલતાને તે શર્તા કબૂલ કરી એટલે માંડલિકે તેની તલવાર મહમદને ચરણે ધરી. મિરાતે સિકંદરી કહે છે કે સુલતાને આ શર્તા સ્વીકારી પણ જેવાં પ્રજાજના જવા લાગ્યાં કે સુલતાને તેમને કતલ કરવા સૈનિકને આજ્ઞા આપી.
મુસ્લિમ તવારીખ નવેશ સિકદર મ ંજુ અન્વય રાહ માંડલિક મહમૂદ બેગડા સાથે અમદાવાદ ગયા તથા સત શાહઆલમને હાથે મુસ્લિમ બન્યું. તે જ લેખક અન્યત્ર લખે છે કે માંડલિક શરણ થયા ત્યારે જ તેણે કલમાને ઉચ્ચાર કરી ઈસ્લામ સ્વીકાર્યાં.
મહમૂદે માંડલિકને ખાનજહાનના ઈલ્કાબ આપ્યો અને ઈસ્લામ ધર્મના અભ્યાસ કરવામાં શેષ જીવન ગાળીને અમદાવાદમાં ગુજરી ગયા.
મુસ્લિમ ઈતિહાસકારોના આ કથનથી સ્થાનિક ઈતિહાસકારાનાં વૃત્તાંતા જુદાં પડે છે. તેઓ અનુસાર આ વીર્ અને પરાક્રમી રાજાના જીવન અને કરુણુ અંતની વાર્તા જુદી જ છે. સ્થાનિક ઇતિહાસમાં માંડિલક
વિ. સં. ૧૫૦૭ના વૈશાખ શુકલતૃતીયા, અક્ષયતૃતીયાને દિવસે રાહ મહિપાલે સ્વહસ્તે માંડલિકને રાજતિલક કર્યું" અને પેાત દામેાદરરાયજી સમક્ષ પ્રણ લીધું હતુ. તે પાળવા તી વાસી થવા ચાલ્યા ગયા.
માંડલિક ન્યાયી, પ્રજાપ્રિય અને નીતિમાન રાજા હતા. તે એક સુસજ્જ સૈન્ય, વિશાળ શસ્ત્રાગાર અને સમૃદ્ર ધાષના સ્વામી હતા. તે સર્વ ધર્મન સરખા ગણતા અને પ્રજાનું રક્ષણ કરતા. વિ. સ. ૧૫૦૭ના શિલાલેખમાં તેનું
Page #94
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૯
વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે “તે ઉદારતામાં, ગંભીરતામાં, ચાતુર્યમાં અને શૌર્યમાં રત્નાકર સાગર જેવો હતો.” તેના રાજ્યમાં પ્રજા સમૃદ્ધ અને સુખી હતી. જીર્ણ દુર્ગની બજારમાં હીરા, મોતી, જવાહીર, કાપડ, દરેક પ્રકારનાં અનાજ, કઠોળ વગેરે તથા વિવિધ પ્રકારની બહુમૂલ્ય અને અન્યત્ર અપ્રાય એવી વસ્તુઓ મળતી. છર્ણદુર્ગને કિલ્લે વીર સૈનિકેથી સુરક્ષિત હતા અને તેના મકરી યંત્રની પૂપકાલિઓની ગર્જના શત્રુની સેનાને ધ્રુજાવતી હતી.'
રાહ માંડલિકે ગુજરાતના સૂબાઓ અને સુલતાનના નિરંતર ચાલતી રહેતી ચડાઈઓથી નિર્બળ થઈ ગયેલા રાજ્યને સમૃદ્ધ કર્યું હતું. શાથી અને સમજાવટથી સૌરાષ્ટ્રના અન્ય રાજાઓનું ઐકય સાધી તેમને તે અગ્રણે થયો હતા. અમદાવાદના ઊતા સૂર્યના તેજમાં ન અંજાતાં તેણે ધર્મનું અને પ્રજાનું રક્ષણ અડગ ઊભા રહીને કર્યું હતું. જે કાળમાં મંદિરોના વંસ થતા અને મૂર્તિઓનું ખંડન થતું તે કાળમાં તેણે મંદિર બાંધ્યાં કે સમરાવ્યાં અને ન્યાયનીતિથી રાજ્ય કર્યું તેમ છતાં તે પરાજિત થયો તેથી આપણા વાર્તાકારોએ અને ઈતિહાસકારોએ તેને કામી, કોબી, મૂર્ખ, અવિચારી અને કાયર રાજા તરીકે વર્ણવી મહાન રાજાને અન્યાય કર્યો છે.
રાહ માંડ લક માટે જે જુદી જુદી વાર્તાઓ પ્રચલિત થઈ છે તેમાં એક વાર્તા એવી છે કે, તેણે તેના મંત્રી વિમલશાની પત્ની મનમોહના ઉપર કુદષ્ટિ કરેલી અને તેથી વિમલે અમદાવાદ જઈ મહમૂદ બેગડાની સેરઠ ઉપર ચડાઈ લઈ આવી તેને નાશ કર્યો. વિમલ ભાઈ વિશલ રાહ પાસે રહેતા. તેણે પિતાનું વેર લેવા દુર્ગને કે ઠાર ત્વરિત ખાલી કરી નાખ્યા અને પરિણામે રાહને શરણ થવાનું અનિવાર્ય બન્યું. તારીખે સોરઠમાં મહમૂદને લઈ આવનાર વિશળ હતા એમ લખ્યું છે. તારીખે બહાદુરશાહીમાં અને મિરાતે સિકં. દરીમાં આ મંત્રીનું નામ તનહલ આપ્યું છે. આઈ નાગબાઈ
ચારણે એક બીજી વાર્તા કહે છે તે પ્રમાણે માંડલિકે મેણિયાની ચારણ આઈ નાગબાઈની પુત્રવધૂ મીણબાઈ પ્રત્યે કુદષ્ટિ કરેલી તેથી તેણે શાપ આપેલ કે તારું રાજય નષ્ટ થશે અને મુસલમાનેનું રાજ્ય થશે. આ વાર્તા ઘણા પાઠથી કહેવાય છે. તે પૈકીની અતિ પ્રચલિત અને મુખ્ય વાર્તા
1 માંડલિક કાવ્ય. 2 જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ”, શં. હ. દેશાઈ.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૪ ઃ જૂનાગઢ અને ગિરનાર
એવી છે કે રાહ આઇ નાગબાઇને જનેતા તુલ્ય મનતિ અને તેને પુત્ર નાગાજણ તેને દરબારી અને મિત્ર હતા. એકવાર રાહને કેઈએ કહ્યું કે નાગાજણની પત્ની મીણબાઈ અતિ સ્વરૂપવાન છે. તેથી તે મણિયા ગયે અને જ્યારે મીણબાઈ તેને વધાવવા આવી ત્યારે મોઢું ફેરવતો ગયો. મીણબાઈએ કહ્યું કે “આઈ રાહ ફરે છે” ત્યારે આઈ નાગબાઈએ કહ્યું કે રાહ નહિ પણ રાહને દિવસ ફરે છે. તે પછી માંડલિકના અપવિત્ર વિચાર આઈએ જાણી લેતાં તેને શાપ આપે. વાર્તાકારે વિશ્વાસપૂર્વક કહે છે કે રાહને આઈએ શાપ આપતાં કહ્યું કે,
કાને અકેટ હસબશે અંગે કાપડું હોય,
પાના પડામાંથ તને નર નચવશે માંડલિક. આ ઉપરથી ચારણ વિદ્વાને માને છે કે માંડલિકે જે ગુને કર્યો તેવી સજા નાગબાઈએ કરી. માંડાલક પાવૈને વેશમાં સેરઠમાં તેના પતન પછી ફરતો રહ્યો અને ગત રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરતો રહ્યો.
કેટલાક વાર્તાકારે આ વાર્તામાં વિવિધ પ્રકારનું મિશ્રણ કરી કચેરીમાં રસ જમાવવા જુદા જુદા પાડફેર કરી માંડલિકના પતન માટે આઈ નાગબાઈ સામે તેણે કરેલા અયોગ્ય વર્તન, તેનું કરેલું અપમાન જમીયલશાહ દાતારની શિખામણ વગેરે વાર્તા કરે છે પરંતુ આ બધા પાક માત્ર વાર્તા સ્વરૂપના
' રહે અંતિમ યુદ્ધ પૂર્ણ વિરતાથી ખેલ્યું. જ્યારે વિશળે તેને ધર્માતર કરી રાજ્ય ન ગુમાવવા સલાહ આપી ત્યારે તેણે કહ્યું કે મારું જીવન હું સુધારી ન શકો પણ મરણ તે જરૂરી સુધારીશ માંડલિક જયારે મહમૂદને મળવા ગયો અને જયારે મહમૂદે કહ્યું કે કફફારથી બીજે કઈ ગુને મેટ નથી ત્યારે રાહે ઉત્તર આપ્યો કે “તમે ધર્મભ્રષ્ટ રાજપૂત આમ પેટ ખાતર તમારી બહેન દીકરીઓને મુસ્લિમેને પરણાવી આ સ્થાને પહોંચ્યા છે, હુ શુદ્ધ યદુવંશીય ક્ષત્રિય છું, પ્રાણત તે શું પણ સર્વસ્વને નાશ થાય તો પણ હું ઈસ્લામ સ્વીકારીશ નહિ. મહમૂદે આ બવિષ્ટ વચન સાંભળી તેના અંગરક્ષકને માંડલિકને પકડી લેવા આજ્ઞા આપી અને કહ્યું કે આ અભિમાની રાજાના મુખમાં હું ઘૂંકી તેને મુસ્લિમ બનાવીશ. માંડલિકે તલવાર ખેંચી ત્યારે તેનું રૂદ્ર રૂપ જોઈ મહમૂદે તેને જવા દીધો. સમરભૂમિમાં માંડલિકે અતુલ
1 આ બધી વાર્તાઓ માટે જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ”. શ. હ. દેશાઈ.
Page #96
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૯૫
પરાક્રમ બતાવ્યું. તેણે મહમુદને % માટે આહવાન આપ્યું. મહમૂદના સેનાપતિ આલમખાન ફારૂકીને તેણે ઠાર માર્યો અને મહમદ ઉપર ધસે તે પહેલાં મહમૂદની આજ્ઞાથી તેના અંગરક્ષકેએ તેને ઘેરી લઈ પીઠમાં ઘા મારી પાડી દીધો મહમૂદની પ્રતિજ્ઞા પાળવા સૈનિકે કોઈ પકડાયેલા યોદ્ધાને તેની પાસે લઈ ગયા અને મહમૂદે તેની પ્રતિજ્ઞા પૂરી કરી.
મુસ્લિમોએ માન્યું કે માંડલિક મૃત્યુ પામે છે પણ તેને અસાધવ સ્થિતિમાં પડેલે જોઈ રાજપૂત સનિકો તેને ગિરનારના પર્વતમાં રહેતા કઈ કાપડી સાધુ પાસે લઈ ગયા અને ત્યાંથી તેના ઘાવ રૂઝાયા પછી તે કાપડી વેશે સેરઠમાં ફરતે રહી ગુમાવેલું રાજય પુનઃ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરતો રહ્યો.
મુસ્લિમ તવારીખનવીસેનાં વિધાને પરસ્પર વિરોધાભાસી છે. મિરાતે સિકંદરી એક વાર કહે છે કે શરણ થઈને તરત જ રહે ઈશલામ અંગીકાર કર્યો. બીજી વાર કહે છે કે શાહઆલમને હાથે મુસલમાન થે. યુદ્ધનાં વર્ણને પણ તારીખે ફરિસ્તા તથા તારીખે સિકંદરી જુદાં જુદાં આપે છે. આ ઈતિહાસકારોએ આપેલાં વૃત્તાંત અને કરેલાં વિધાને વિચારતાં એ પ્રશ્ન થાય છે કે જે મહમૂદે માંડલિકને ખાન જહાન જે ઊંચે ખિતાબ આપે તે શા માટે તેની પાસે સોરઠનું રાજય રહેવા દીધું નહિ ? મહમૂદે માંડલિક એકલાને મુસ્લિમ બનાવી શા માટે સંતેષ લીધો ? તેના પુત્રોને શા માટે ઈસ્લામની દીક્ષા ન આપી અને તેને સેરઠને મુલ્કી વહીવટ સોંપ્યો ? આ પ્રશ્નોના ઉત્તર એ જ છે કે માંડલિકે ઈસ્લામ અંગીકાર કર્યો ન હતો અને યુદ્ધભૂમિમાંથી ઘાયલ સ્થિતિમાં સુરક્ષિત
સ્થાને તેને લઈ જવામાં આવ્યો. ત્યાંથી બે વર્ષ પર્યત ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા તે પ્રવૃત્તિ કરતો રહ્યો હશે અને તે પ્રવૃત્તિ અંતર્ગત, કાપડી વેશે, પાવે વેશે કે અન્ય વેશે તે ફરતો રહ્યો હશે.
બીજી એક એવી પણ વાર્તા ચારણ વાર્તાકારો કહે છે કે, માંડલિકને શાપ આપી મહમૂદનાં ધર્મસ્થાને અને પ્રજા ઉપરના જુલ્મ જોઈ તે સહન ન થવાથી આઈ નાગબાઈ હિમાલયમાં ગળવા ગયાં. રાહ તેની પાછળ ગયે અને બગસરા પાસે સાંતલી નદીમાં તેના ગાડાને પકડી લીધું. તેણે આઈની માફી માગી આશિષ માગ્યા ત્યારે આઈએ ગાડાના માફામાંથી કહ્યું કે હું તારું મોઢું જોવા માગતી નથી. રાહે તેથી તેનું મસ્તક ગાડાના પૈડામાં પછાડી તેના લેહીથી પૈડું ભીંજવ્યું. તેના પ્રાણ ત્યાં જ ઊડી ગયા. આજ પણ સાંતરલીમાં તેની ખાંભી છે.
આઈ ત્યાંથી ઉત્તરમાં ગયાં. અમદાવાદ પાસે તેજપુર ગામમાં તે જયાં
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૬ : જૂનાગઢ અને ગિરનાર
ઊતર્યાં. હતાં ત્યાં આ જ પુછુ તેની ડેરી છે. ત્યાંથી ત નાગલ ડેમ છે ત્યાં ગયાં અને પોતાના દેહ છેડયો નાંગલ નામ પશુ નાગલ ઉપરથી જ પડયું છે. કહેવાય છે કે વિદાય વખતે કોઈએ પૂછ્યું કે સારડમાંથી મુસ્લિમ શાસનના કયારે અંત આવશે ત્યારે તેણે કહેલું કે,
વીસશત વિક્રમ વિતશે આળસશે અસરાણુ, ચઢશે ધજાઉ ધરમની નહિ રે’ નેને નિશાણુ.1
આ ચારણી વાર્તાઓનું વિશ્લેષણ કરતાં તેમાં પણ અનેક વિરાધાભાસ છે, નાગબાઈને ત્યાં માંડલિક વાર વાર જતા અને બન્ને વચ્ચે માતા પુત્રના સબંધ હતા, નાગાજણતા રાહના દરબારમાં રહેતા તા શું માણુભાઈને રાઢે કદિ જોયેલ જ નહિ કે તેના જાણવામાં આવ્યુ કે તે રૂપવતી છે ત્યારે તરત જ તે મેાણિયા દેડયા ગયા. ચારણુ સ્ત્રીએ લાજ કાઢતી નથી અને રાજાની લાજ કાઢે નહિ તથી માંડલિક મીણભાઈને કદી ન જોઇ હાય તે સભવે જ નહિ. વળી રાહ માંડલિક પોતે નીતિવાન અને ધમ પાલક રાજા હતા. તેના પવિત્ર પિતાના ઊંચા સ`સ્કારે તેનામાં હતા. તે ચારણ સ્ત્રી પ્રત્યે કુષ્ટિ કરે તે પણ માની શકાય નિß. આઈ નાગબાઈના પુત્ર ખુંટકરણ હતા કે નાગાજણુ તે માટે વાર્તાકારાના એકમત નથી અને માંડલિકનું પતન થયું તેમાં કાઈ ચમત્કારિક કારણુ હવે, તે બતાવવા વર્ષો પૂર્વે ઉત્પન્ન થયેલી કિ'વતીમાં સેળભેળ અને ઉમેરે થતાં થતાં આ વાર્તા આકાર પામી. જેનું પતન થાય તે પતિત અને અધમજ હોય એ માન્યતાએ પ્રજાએ આ વાર્તા સ્વીકારી લીધી.
નરિસંહ મહેતા
રાહ માંડલિકના પતનનું એક કારણુ એ પણ આપવામાં આવે છે કે તેણે ભકતકવિ નરસિંહ મહેતાને ત્રાસ આપેલો અને તે કારણે ભગવાનની તેની ઉપર અવકૃપા ઊતરી.
નરસિંહ મહેતા વડનગરા નાગર ગૃહસ્થ હતા. તેમના જન્મ કયા
1 બીજો કુ। પણ પ્રચલિત છે.
સવ’ત એગણી નવ્વાણુએ થીર જૂનેગઢ થાપુ'
નાગઇ હર જોગણી આજ અભેપદ આપુ
નાગઈ પુરાણ, શ્રી કાનજીભાઇ લાંગઢિયા.
Page #98
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ : ૯૭
વર્ષમાં થયો હતો તે અને વિદ્વાનમાં જુદા જુદા મત પ્રવર્તે છે. સદ્ગત સાક્ષર શ્રી જયસુખલાલ જોશીપુરાના મતે તેમને જન્મ વિ. સં. ૧૪૬૯માં થયા હતા જયારે શ્રી નયનસુખલાલ વિનોદરાય મજમુદાર વિ. સં. ૧૪૬૫-૭૦માં થયે હેવાનું કહે છે. શ્રી નરસિંહ મહેતા ચેરા કમિટીના સં. ૧૯૭૧ના રિપોર્ટમાં તે વર્ષ વિ. સં. ૧૪૭૦નું આપવામાં આવ્યું છે. શ્રી જગજીવનરામ નરભેરામ બધેકાના સંશોધન પ્રમાણે નરસિંહ મહેતા વિ. સં. ૧૪પમાં જનમ્યા હતા.~+
નરસિંહ મહેતાની જન્મભૂમિ માટે પણ ભિન્ન ભિન્ન મંતવ્ય પ્રવર્તે છે. એક મત પ્રમાણે તેના પિતા કૃષ્ણ દામોદર અને તેના ભાઈ પર્વત વા પરબત મહેતા તળાજાના નિવાસી હતા અને ત્યાંથી કંઈ કારણસર માંગરોળમાં આવી વસેલા. બીજા મત પ્રમાણે કણ દામોદર વંથળીની લડાઈમાં રાહ મેલિંગદેવ નીચે લડતાં મરાઈ ગયા અને પરબત મહેતા માંગરોળ ગયા જયાં શેખ મલેકના કામદાર થયા.
પરબત મહેતા શ્રીકૃષ્ણના પરમ ભકત હતા અને પ્રતિવર્ષ હાથમાં તુલસી વાવી દ્વારકા જતા. વૃદ્ધાવસ્થા થઈ અને પ્રવાસ કરવાનું મુશ્કેલ બન્યું ત્યારે એકવાર ભગવાને તેને સ્વપ્નમાં આવી માર્ગમાંથી પાછા વળી જવા આજ્ઞા કરી અને પોતે માંગરોળમાં તેના ઘર પાસે સોઢલી વાવમાં પ્રકટ થશે એવું વચન આપ્યું અને વિ. સં. ૧૫૦૧ના માર્ગશીર્ષ શુકલા ૬ ના રોજ શ્રીનું સ્વરૂપ પાણીમાં પ્રગટયું, જે મૂર્તિ હાલ જૂનાગઢના રણછોડજી મંદિરમાં છે. - નરસિંહ મહેતાનું જીવન અને કવન જૂનાગઢ કે સોરઠમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આ પરમ વિદ્વાન, વીતરાગી અને ભકત કવિનું જીવનચરિત્ર તેનાં જ કાવ્યોમાંથી મેળવવા વિદ્વાનોએ પ્રયાસ કર્યો
1 લાઇફ એન્ડ ટીચિંસ ઓફ નરસિંહ મહેતા, શ્રી જ. પુ. શીપુરા 2 નરસિંહ મહેતાના સમયને નિર્ણય, શ્રી ન. વિ. મજમુદાર 3 નરસિંહ મહેતા અને મીઠો કવિ, શ્રી. જ. ન. બધેકા, વિ. સં. ૧૮૧ને દીપોત્સવી
અંક, ગુજરાતી” 4 વડનગરનું સાચું સ્થળ કયું? શ્રી. હ. પ્ર. શાસ્ત્રી, ગુજરાતી, તા. ૧૪-૧-૧૯૩૪. 5 ત્યારે શેખ હતા જ નહિ, લેખકો જોગિ-૧૩
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૮ : જૂનાગઢ અને ગિરનાર
છે. તે પોતે જ કહે છે કે હારમાળાના પ્રસંગ વિ. સ. ૧૫૧૨ના માગ શીષ શુકલ સપ્તમીના દિવસે બન્યા. ઇતિહાસ કહે છે કે રાડુ માંડલિક અને નરસિહ મહેતા સમકાલીન હતા તે નિઃસ`શય છે,
શ્રી જગજીવનરામ નરભેરામ બધેકા નામના એક વિદ્યાને તળાજા પાસેના ઉંચડી ગામના ભીડા નામના ચારણ કવિનાં ફડફ્થ કાવ્યોનું પોતે સંશોધન થયુ‘ છે એમ કહી “ગુજરાતી” પત્રમાં ઈ. સ. ૧૯૩૪માં એક લેખમાળા લખેલી આ લેખમાળામાં અદિપ અજ્ઞાત અને આવશ્યક એવી માહિતી પ્રાપ્ત થતી હોવાથી કેટલાક વિદ્વાનોએ તે લેખમાળાનાં વિધાના સર્વાં શું સ્વીકારી લીધાં
જ્યારે કેટલાક વિદ્વાનોએ ભીડ઼ા કવિની ભાષા, ઈતિહાસ વિરુદ્ધની હકીકતા અને સહેજે સ્વીકાય ન બની શકે તેવાં કેટલાંક વિધાનાને કારણે તેની મૌત્રિ
કતા માટે શકા કરી.
આ સમયે શ્રી ૪. મા. મુનશીએ,1 નરસિંહ મહેતાના જાષનું વર્ષ હારમાળાના પ્રસંગ, તેનાં કાવ્યા, તેની ભકિત,પ્રેરણા વગેરે પ્રર્વે શંકાએ ઉઠાવી અત્ય!ર સુધી જે પ્રચલિત માન્યતાઓ હતી અને જે પ્રમાણે! ઉપર આ આ માન્યતા નિર્ધારિત હતી તે શ`કાસ્પદ છે અને સ્વીકારી શકાય એમ નથી એમ કહી ઈ. સ. ૧૯૦૫માં સાહિત્ય પરિષદના પ્રમુખ સદગત સાક્ષરવ શ્રી ગાવધ નરામ ત્રિપાઠીના વિવૈત ઉપર સદ્દગત સાક્ષર શ્રી આન શૅ'ર ધ્રુવે કરેલી ટીકાના આધારે એક વિવાદ ઊભા કર્યાં તેની સામે જુદે જુદ સમયે અને જુદી જુદી રીતે શ્રી કે. કા. શાસ્ત્રી, શ્રી અબાલાલ જાની, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી હરિશંકર પ્રશાસ્ત્રી, શ્રી નટવરલાલ ઈચ્છારામ દેસાઈ વગેરે વિદ્વાનાએ તેમનાં મહતવ્યો રજૂ કર્યાં. તે ઉપરથી શ્રી વિનાદરાય જયસુખરાય મજમુદાર તથા શ્રી નયનસુખરાય વિનાદરાય મજમુદારે આ બધાં મતવ્યા સમાવિષ્ટ કરી એક અભ્યાસપૂર્ણ લેખ લખી આ વિધાભાસી મતવ્યો તિક છે એમ સફળતાપૂર્વક પ્રતિપાદિત કર્યુ” છે.
શ્રી શાંતિપ્રમાદ પરમાણુ દદાસ વૈશ્નવ તથા શ્રી વશરામ માવજી પટેલ સ‘પાતિ અને પ્રકાશિત કરેલું, લેખકના નામ વગરનું “પરમ ભાગવત મહેતા નરસિહનું સાચુ` દર્શન” નામક પુસ્તકમાં નરસિંહ મહેતાના જીવનમાં બનેલા ચમત્કારા કલ્પિત અને અસંભવ છે તથા નરસિંહ મહેતા જેવા એક દૈવી પુરુષને ઉતારી પાડવા તથા તેની લઘુતા દેખાય એવી વાતા ભકતાએ જોડી
1 નરસિ ́હ મહેતા, શ્રી ક. મા. મુનશી.
Page #100
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ ઃ ૦૯ કાઢી છે તેમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તે કહે છે કે, “નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં સર્વભૂતની આત્મારૂપે એકતા સિદ્ધ કરી હતી, તેણે સર્વ માયાથી પર જઈ આદિ શંકરાચાર્યના નિર્વાણ દશક પ્રમાણે શિવરૂપ થઈ શ્યામ પ્રેમને ભજ્યા અને શિવયામની એકતારૂપ વૈષ્ણવતા બતાવી.”
આ વિદ્વાન લેખક નરસિંહ મહેતાનાં લખેલાં હેવાનાં કેટલાંક પદે અને કાલે બીજા કેઈએ લખી નરસિંહ મહેતાના નામે ચડાવી દીધાં હોવાનું સતક અને સપ્રમાણ વિધાને કહે છે. આ વસ્તુ પણ નિષ્પક્ષપાત અને તટસ્થ વિચારકની અવશ્ય વિચારણા માગી લે છે.
ગમે તેમ હેય પણ આજ પાંચ પાંચ સદીઓથી નરસિંહ મહેતાના જીવનના અદ્દભુત પ્રસંગો વાર્તાઓમાં, કાવ્યોમાં, આખ્યામાં, નાટકમાં, કથાઓમાં અને ભજનમાં વર્ણવાય છે અને તેમાંથી પ્રજાને મોટો સમુદાય ભક્તિ, નીતિ, સત્ય અને શ્રદ્ધાની પ્રેરણા મેળવે છે અને પિતાના જીવનને ઉજજવલ કરે છે - નરસિંહ મહેતા જે કાળમાં જનમ્યા અને જે કાળે, તેમને વિદ્યાભ્યાસ થયો તે કાળ હિંદુઓ માટે ઘણું જ વિષમ હતું. ગુજરાતના બળવાન સુલતાન અહમદશાહે સૌરાષ્ટ્રમાં ઈસ્લામને પ્રબળ પ્રચાર શરૂ કરેલી અને હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને પ્રણાલીને ઉચછેદ કરવાની પ્રવૃત્તિ પૂરજોશમાં હતી. આ સમયમાં જૂનાગઢની ગાદીએ ગુજરાતના સુલતાનનું સાર્વભૌમત્વ સ્વીકારી તેના ખંડિયા તરીકે રાહ મેળેગ હતો તે અને તેના અનુગામી જયસિંહ પણ મુસ્લિમ શાસકો સામે માથું ઊંચું કરી શકે એમ હતા નહિ. પ્રજામાં હતાશા અને પરાજિત મનવૃત્તિ સિવાય કાંઈ હતું નહીં.' આ પ્રશ્ન એ થાય છે કે આવા વિષમ અને વિપરીત સમયમાં જ્યાં સ્વમાન સાથે જીવવાનું શકાય ન હતું અને જ્યાં સમાજમાં કે રાજ્યતંત્રમાં સ્થિરતા કે સલામતી ન હતાં ત્યાં નરસિંહ મહેતાએ ધર્મગ્રંથ, વેદ, ઉપનિષદો, પુરાણો મહાભારત, રામાયણ, સાહિત્ય અને કાવ્યના ગ્રંથો વગેરેનો અભ્યાસ કયારે કર્યો અને કેમ કર્યો હશે ? તેમને અભ્યાસ કેણે કરાવ્યો હશે? તેનાં કાવ્યોનું વાંચન કરતાં એમ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે તેમણે વેદવેદાંગ, ઉપનિષદો, દર્શનગ્રંથ, પુરાણે, ઈતિહાસ, કાવ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર આદિને વિશિષ્ટ અભ્યાસ કર્યો હતો. તે ઉપરથી એમ પણ જણાય છે કે તેના પિતા અને પિતામહ શ્રીમંત
1 વિગતો માટે જુઓ સૌરાષ્ટ્રને ઇતિહાસ, શ. હ. દેસાઈ
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦૦: જૂનાગઢ અને ગિરનાર તે નહિ ઘરના સુખી અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા ગૃહસ્થ હતા. શ્રી બધેકા લખે છે કે પરબત મહેતા માંગરોળના શેખના કામદાર હતા તે વાતો કાલ્પનિક અને હાસ્યાસ્પદ છે. માંગરોળમાં ત્યારે કોઈ શેખ હતા નહિ પણ નરસિંહ મહેતાનું કુટુંબ ત્યારે માંગરોળમાં વસતું અને ત્યાંથી કેઈ કારણસર જૂનાગઢ આવ્યું. - નરસિંહ મહેતાએ ગૃહસ્થાશ્રમ કર્યો. તેનાં પત્ની માણેકબાઈથી તેમને એક પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ થયાં. નરસિંહ મહેતા ગૃહસ્થાશ્રમને નિભાવવા કોઈ વ્યવસાય પણ કરતા હતા પણ પ્રચલિત વાર્તા છે તે પ્રમાણે ભાભીના મહેણાથી, પૂર્વજન્મના કઈ સંસકારો જાગૃત થતાં તેમણે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં હૃદયને ભકિત અને વૈરાગ્યના રંગમાં રંગી નાખ્યું. - નરસિંહ મહેતાએ જ્ઞાન મેળવવા ગોપનાથની આરાધના કરી તેને પ્રસન્ન કર્યા. મહાદેવ તેને વૈકુંઠમાં લઈ ગયા જ્યાં શ્રીકૃષ્ણ રાસ રમતા હતા તે જેવા હાથમાં દિવેટ લઈ નરસિંહ મહેતા ઊભા. રાસ દર્શનમાં એટલા તલ્લીન થઈ ગયા કે મશાલ બળતાં બળતાં હાથ બળવા માંડે તો પણ તેને શુદ્ધ રહી નહિ. શ્રીકૃષ્ણની પ્રસન્નતા અને વર મેળવી તે પાછા જૂનાગઢ આવ્યા.
તે પછી શ્રીકૃષ્ણ, તેના પુત્ર શામળદાસના વિવાહને પ્રસંગ ઉકેલી આપે, પુત્રી કુંવરબાઈનું મામેરું પૂર્યું, તેના પિતાનું શ્રાદ્ધ કરાવી આપ્યું, યાત્રાવાસીઓને લખી આપેલી હૂંડી સ્વીકારી લીધી અને એવા અનેક ચમત્કારે બતાવ્યા પણ નરસિંહ મહેતા તે “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કહી એકની જ ઉપાસનામાં મસ્ત રહા. ને તે તેને શ્રીકૃષ્ણની મળતી સહાયથી થયો ગર્વ ન તે વારંવાર આવતી આફતો માટે શોક થ.
મધ્યકાલીન સમાજમાં ભક્તો અને ભગવાનના સંબંધની, ચમત્કારે. આદિની વાર્તાઓ પ્રચલિત હતી. નાના મોટા આવા પ્રસંગને મોટું સ્વરૂપ આપવામાં આવતું અને મહાન પુરુષોની મહત્તાનાં વર્ણને કે તેમની સ્તુતિ તે પ્રકારે થતી. આ ચમત્કારોને સાચા માનવામાં આવે, અતિશયેક્તિ ભરપૂર માનવામાં આવે કે બેટા માનવામાં આવે પણ સારાંશ એ રહે છે કે આવા વેદાતી, ભક્ત અને વીતરાગી દૈવી પુરુષને સમાજે કષ્ટ આપ્યું હશે અને પ્રત્યેક પ્રસંગે પરમાત્માએ તેની પ્રતિષ્ઠા રાખી હશે.
જૂનાગઢમાં તે એક અતિ આદરણીય પુરુષ હતા. તેનાં ભજને, કીર્તને
Page #102
--------------------------------------------------------------------------
________________
અને કથાઓ પાછળ સમાજનાં સ્ત્રીપુરુષો ઘેલાં બન્યાં હતાં
અનુયાયી થયા હતા. પ્રજાના જીવનમાંથી વિદાય લઈ ગયેલી શ્રદ્ધા, શાંતિ, આસ્થા અને ધર્માભાવનાને આ મહાન તપસ્વી તેનાં આખ્યાના દ્વારા પાછાં વાળી રહ્યા હતા ત્યારે શુષ્ક વેદાંતના ઉપાસી સંન્યાસી રામાનંદી જૂનાગઢની શેરી શેરીમાં ગાજતા થયેલા નરસિંહ મહેતાનાં પદ્મ અને ભજનાથી ક્રાતિ થઈ ગયા. તેણે રાહ માંડલિકને કહ્યું કે નરસિંહ ધૂત છે, મેલી વિદ્યાના જાણકાર છે અને તે વિદ્યાના બળે લેાકાને પાખંડ મત પ્રતિ દેરી જાય છે. રાહ માંડલિક સ્વયં વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હતા. તેણે નરસિંહ. મહેતાને મેાલાવી તેની અને રામાન તીથ વચ્ચે શાસ્રા કરવાનું કહી એક સભા કરી. અને પક્ષાના માણુસા મેાટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને જ્યારે નરસિંહ મહેતાના સિદ્ધાંતાની વિરુદ્ધ રામાન તીથ કાંઈ સખળ તર્ક કરી ન શકયા ત્યારે લોકામાં પક્ષા પડી ગયા અને મારામારી ઉપર આવી ગયા. રાહે વિવાદ બધ કરાવી દીધા અને રામાનંદતી ના કહેવાથી કહ્યું કે “જો દામેાદરરાયજી તમને હાથેાહાથ તેના ગળામાં આરેાપેલા હાર પહેરાવે તેા હુ` માનીશ કે તમે સાચા છે, જો તેમ નહિ બને તે તમે ધૂત છે એમ માની દેહાન્તદંડ આપીશ.'
આમ કહી રાહે તેને હઢબેડીમાં નાખી એકાંત કેદમાં પૂર્યો અને દામાદરરાયની ગ્રીવામાં પુષ્પહાર પહેરાવી મંદિરને તાળાં મારી દીધાં. જેને લાભ, અલાભ, જય, અજય, જીવન અને મૃત્યુ સરખાં હતાં તેવા આ પરમ વેદાંતીને કેદનું કે કષ્ટનું કંઈ પડયું ન હતું પણુ તેમાં શ્રીકૃષ્ણની અપકીતિ થશે અને જનતામાં તેના પ્રત્યે પ્રગટેલી ભાવના નષ્ટ થશે તે દુઃખ હતું. કહેવાય છે કે આખી રાત નરસિંહ મહેતાએ ભજના ગાવાનું ચાલુ રાખ્યું પણ ન હાર આવ્યા ન મુકિત થઈ. અંતે તેને સ્મરણ થયું કે કેદ્દારા ' રાગ ગાયા સિવાય શ્રીંકૃષ્ણે જાગશે નહિ અને કેદારા તા વ્યાપારીને ત્યાં દુકાને ગીરા પડયા છે. શ્રીકૃષ્ણે દ્વારા છેડાવી તેનું ખત નરસિંહના ખાળામાં નાખ્યું અને મહેતાજીએ કેદારા છેડયા. સધળી સભા જોતી રહી એમ મંદિરનાં દ્વારા ખૂલી ગયાં અને હાર આપમેળે આવી નરિસંહના કંઠમાં આરેાપાયા.
રાહ માંડલિકે તેનાં ચરણ ઝાલી પોતાનાં આંસુથી પલાળ્યાં અને ક્ષમા માગી. મહાત્મા નરસિહ મહેતાએ માત્ર કલ્યાણુ ઈંન્ગ્યુ. અને જ્યારે રામાનંદતીર્થ' માંડલિકને ક્રેાધપૂર્ણ વયના કહેવા માંડયા ત્યારે મહેતાજીએ તેને કહ્યું કે ઃ
-
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૨ જૂનાગઢ અને ગિરનાર
મહેતાજી કડે એમ ન કીજે ધ રામાનંદ મુન્યજી, રાય દામોદરે હાર આપ્યો તે રાહ માંડલિકનું પુન્યજી.
આ પ્રસંગ વિ. સં. ૧૫૧રના માર્ગશીર્ષ શુકલા ના રે જ બને અને શાહ મલિકનું પતને ૧૫૨૮માં થયું. ત્યાં સુધી નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા. સ્વ. શાસ્ત્રી રેવાશંકર મેધજીએ એવું અનુમાન કર્યું છે કે આ પ્રસંગ પછી તે જૂનાગઢ તજી દઈ માંગરોળ રહેવા મયા અને ત્યાંથી ઉના ગયા, જ્યાં તે મુકિત પામ્યા. આ વિધાનને કઈ સબળ પ્રમાણે ટેકો નથી.
નરસિંહ મહેતાને એક માત્ર પુત્ર શામળદાસ તેની હયાતીમાં જ ગુજરી ગયેલો પરંતુ તેની વિધવા કમળાલમાં ઉફે જુઠ્ઠીબાઈએ તેની અંત પયત સેવા કરી. કમળાલમાં ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરના મદન મહેતાની પુત્રી હતી અને કવયિત્રી હતી. આજે નરસિંહને નામે ચડેલાં ઘણાં પદો તેણે લખ્યાં હોવાનું કહેવાય છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનાં લગ્ન ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર વત્સરાજ સાથે કરેલાં. તેને એક પુત્ર નામે ભવાનીપ્રસાદ હતા. નરસિંહ મહેતાને પુરુષ વંશ હત નહિ પણ તેના કાકા પરબત મહેતાના વંશમાં આજ વૈશ્નવ, બક્ષી અને મજમુદાર અવટંકથી ઓળખાતાં નાગરકુટુંબે છે. '
નરસિંહ મહેતા ગુજરાતના આદિ-કવિ ગણાય છે. તેની કવિતા મૌલિક, ભાવવાહી અને મધુર છે. તેણે આ કાવ્ય કેઈની સ્તુતિ, ગ્રંશસા કે ધન્યવાદ મેળવવા માટે કે કેઈની નિંદા કરવા માટે લખ્યાં નથી, તેમ તેનાં કાવ્યું કે કવિત્વશક્તિ માટે કે શું કહેશે તેની પરવા કર્યા વગર હદયનાં શંકણોમાંથી પ્રભુપ્રેરણા પામી લખેલાં છે. તેમાંથી ભકિત, ઉપાસના, ઉપદેશ, માર્મિક કટાક્ષ, બેધ અને શ્રદ્ધાનાં અમૃત નીતરે છે. આ કાવ્ય વર્ણનાત્મક, વ્યવહારુ અને વિશિષ્ટ છે અને તેથી જ પાંચ પાંચ સદીઓ વીત્યા છતાં તે જેવાં ને તેવાં જ લોકપ્રિય અને લોકભોગ્ય રહ્યાં છે.
સૂરત સંગ્રામનું કાવ્ય તેનું લખેલું નથી તેમ ઘણા વિદ્વાને માને છે. શ્રીહરિના પરમ ઉપાસક અને પૂર્ણ વેદાંતી સંત સુરંત સંગ્રામ ન જ લખે તે સ્વાભાવિક છે. અમુક વિદ્વાને માને છે કે સુરત સંગ્રામ તેને જ લખેલે છે તે પણ તેનું આધ્યાત્મિક અર્થઘટન કરવું જોઈએ. એ જ રીતે “ગિરિ તળેટી ને કુંડ દામોદર” જેવાં અનેક પદે, ભજન અને પ્રભાતિમાં પણ અન્ય કવિઓએ લખ્યાં છતાં નરસિંહ મહેતાને નામે ચડી ગયાં છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ચુડાસમા વંશ ઃ ૧૦૩
નરસિંહ મહેતાની રચનાઓમાં શબ્દોની સુગ્ય પસંદગી, ઉપમા, અલંકાર, પ્રાસાનુપ્રાસ આદિ પિંગળના પ્રત્યેક અંગઉપાંગ પણ સંપૂર્ણ અને શુદ્ધ હેવાનું જણાય છે.
આ મહાન વિભૂતિને જનાગઢમાં કયાં નિવાસ હતો તે જાણી શકાયું નથી પણ મજેવડી દરવાજા પાસે આવેલા નરસિંહ મહેતાના ચરા નામે જાણીતા સ્થાનમાં તે રહેતા હશે અથવા નગરનું નિવાસસ્થાન તજી પાછળથી ત્યાં ગયા હશે એમ માનવામાં આવે છે. - નરસિંહ મહેતાની કીર્તિ તેમના જીવનકાલમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાહ અને ઉત્તર ભારતમાં પ્રસરી ગઈ. મીરાંબાઈ, સૂરદાસ, ઈસરદાન વગેરે મહાન ભકતાત્માઓએ તેની મહત્તા ગાઈ છે. કબીર અને ગુરુ નાનક જૂનાગઢમાં તેના દર્શને આવેલા. તેના મૃત્યુ પછી તેની કીતિ સમસ્ત ભારતમાં પ્રસરી ગઈ. ઈ. સ. ૧૪૮૧માં સૌરાષ્ટ્રની યાત્રાએ આવેલા ગોવિંદ સ્વામીએ “ભકિત દર્પણ નામનો ગ્રંથ લખી ઈ. સ. ૧૪૯માં પૂર્ણ કર્યો તેમાં લખ્યું
सौराष्ट्र जीर्ण दुर्गेच भर नृसिंह नागरम् द्रष्टवा दुःखमय हारोऽद दामोदर स्वयम् ॥'
આજ પણ ભારતભરમાં ભાવિક લે નરસિંહના નામ ઉચ્ચાર સાથે જ તેને નમન કરે છે અને જૂનાગઢવાસીઓ નરસિંહની જન્મભૂમિમાં જનપ્યા છે તે માટે તેમને પ્રણામ કરે છે.
ગુરુનાનક અને સંત કબીર જૂનાગઢ આવેલા અને નરસિંહ મહેતાને મળેલા તેમ આ મહાપુરુષોના જીવનચરિત્ર લેખકે માને છે.”
મહમૂદ બેગડાનું રાજ્ય સ્થપાયા પછી નરસિંહ મહેતા જૂનાગઢમાં રહ્યા કે નહિ તે નિણત થઈ શકતું નથી તેમ માંગરોળ કે ઉના ગયા હેવાને કેઈ આધાર નથી. સંસારથી અલિપ્ત એવા મહાન પુરુષને તે રાજય પરિવતનની કાંઈ અસર થાય નહિ તે સ્વાભાવિક છે. તેણે શેષ જીવન જૂનાગઢમાં જ વિતાવીને ઈ. સ. ૧૫૮૦ લગભગ તેના પાર્થિવ શરીરનો ત્યાગ કરી મેક્ષા
1 શ્રી જગજીવનરામ નરભેરામ બધેકા, ગુજરાતી', તા. ૪-૧-૧૯૭૩. 2 છે. ક્રિપાલસિંહ, પંજાબ યુનિવર્સિટી તથા કે. કે. સી. ભટ્ટ, રાજપીપળા.
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૪ઃ જૂનાગઢ અને ગિરનાર પામ્યા. પ્રચલિત કિંવદંતી પ્રમાણે અંત્યેષ્ટિ સમયે તેના નિચેતન દેહ ઉપરથી વસ્ત્ર ખસેડતાં ત્યાં પુષ્પને ડું જ હતા, માનવદેહ ન હતા.
આ મહાન વિદ્વાન, વિરલ કવિ, પરમ વેદાંતી, નીડર નાગરિક અને વીતરાગ ભકત જૂનાગઢના હતા તેથી જૂનાગઢ સગવં ગૌરવ લેવાનું અધિકારી છે.'
1 નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો અને કવન અને તેને સંબંધર્વો પરસ્પર વિરોધી
વિધાનની વિસ્તૃત ચર્ચા વિસ્તાર કરવામાં આવી નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમય
ગુજરાતના સુલતાને
રાહ માંડલિકનું ઈ. સ. ૧૪૬૯માં પતન થતાં જૂનાગઢ ગુજરાતના ખાલસા પ્રદેશોમાં ભળી ગયું. મહમૂદ બેગડાને જૂનાગઢ શહેર અને ગિરનાર એટલાં બધાં પસંદ પડયાં કે તેણે અમદાવાદથી તેની રાજધાની જૂનાગઢમાં ફેરવી નાખવાનું વિચાર્યું.
પિતાના વિચારોને મૂર્તસ્વરૂપ આપવા જીર્ણદુર્ગનું સંસ્કૃત નામ ફેરવી પતે તેની ફતેહ કરી હતી તે માટે મુસ્તફાબાદ પાડયું ' અને રાહ માંડલિકની ટંકશાળમાં મહમૂદી નામને સિકકે પાડી તેના ઉપર “શહેરે આઝમ” શબ્દ ઉપસાવ્યા. તેણે ઉપરકેટમાં રાહના રાજમહાલયમાં પિતા માટે નિવાસસ્થાન કર્યું અને કેટલાંક મકાને તેડાવી તેના પથ્થરમાંથી એક મસ્જિદ બનાવી.
તેણે ગુજરાતનાં શહેરો અને ગામોમાંથી સૈયદે, કાઝીઓ, મૌલવીઓ અને
1 મુસ્તફાબાદ નામ અલ્પજીવી હતું. જુઓ પ્રકરણ ૧લું. 2 મિરાતે સિકંદરી. 3 ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા, કર્નલ ટેડ. જૂ.ગિ-૧૪
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
મુલ્લાઓને બેલાવી ધર્મપ્રચાર, ધર્મશિક્ષણ અને ન્યાયના કાર્ય માટે નિયુક્ત કર્યા. અમીરોને જૂનાગઢમાં મોટાં મોટાં આલીશાન મકાન બાંધવા આજ્ઞ કરી અને જૂનાગઢને વૈભવ અને મહત્તા વધે તે પ્રબંધ કર્યો.'
મહમૂદે ગુજરાતના સુલતાનોની ધાર્મિક રાજનીતિ અનુસાર ઈસ્લામને પ્રચાર કર્યો. જેઓએ ઈસ્લામ અંગીકાર કર્યો તેમને દીની તાલીમ આપવા મૌલવીઓને સૂચના આપવામાં આવી. ભૂપતસિંહ
જૂનાગઢ પ્રાંતને વહીવટ કરવા તેણે પોતાના યુવરાજ ખલીલખાનને નીમ્યો. તેના નાયબ તરીકે તાતારખાનને રાખી મુકી વહીવટ રાહ માંડલિકના યુવરાજ ભૂપતસિંહને સોંપ્યું. મહમૂદ ભૂપતસિંહનાં વ્યક્તિત્વ, શકિત અને રીતભાતથી પ્રભાવિત થયો અને તેનું રાજાનું પદ રહેવા દીધું અને બગસરા રાશી ગિરાસમાં આપી.
પૂર્વેના રાહના અન્ય વંશજો રાયજાદા કહેવાતા તે સંજ્ઞા ભૂપતસિંહે સ્વીકારી અને ત્યારથી તેના વંશજો રાયજાદા કહેવાયા. રાયજાદા શબ્દ રાહઝાદાનો અપભ્રંશ છે તેવી એક પ્રચલિત માન્યતા છે પરંતુ તે બરાબર નથી. યાદવ વંશમાં થયેલ ચૂડચંદ્ર યાદવની સમા નામની પેટાજાતિને હતા અને તે ચૂડચ દ્ર સમા કહેવાતા તેના વંશજો ચૂડાસમા કહેવાયા. આ યાદવ વંશીય રાજપૂત તેના નામ પાછળ યાદવ શબ્દ લખતા જેમાંથી જાદવ અને જાદા કે જાદે શબ્દ રૂઢ થયા. રાહ નવગણ બીજે ઈ. સ. ૧૦૨૭-૧૦૯૮માં થયે. તેને પુત્ર રાયઘણુ હતા. તેના વંશજે પણ રાયજાદા કહેવાતા એટલે રાયજાદા શબ્દ રાયયાદવ અર્થાત્ યાદવ વંશને રાજા થાય છે. તે રાહજાદાનું અપભ્રંશ રૂપ નથી.'
ખલીલખાને જૂનાગઢ પાસેના કેઈ ગામે ખલીલપુર નામે પડું વસાવી ત્યાં તેને રહેવા માટે મહેલ બાંધ્યા. આજે આ રાજમહાલનું ખલીલપુરમાં નામનિશાન નથી. મહમૂદ બેગડે
મહમૂદે જૂનાગઢ તથા પાવાગઢ એમ બે ગઢ જીત્યા માટે તે બેગઢ કે
1 વિગતો માટે જુઓ પ્રકરણ ૧લું. 2 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૩. 3 જુઓ સૌરાષ્ટ્રને ઈતિહાસ, શં. હ. દેશાઈ.
Page #108
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમય ઃ ૧૦૭
બેગડા કહેવાતા તેવી વાર્તા પ્રચલિત થખું છે. પર ંતુ જૂનાગઢની ફતેહ પૂર્વે પણ તે બેગડા કહેવાતા હૈાવાનું જણાય છે મહમૂદ્ર તેની મૂછોને વળ ચડાવી ઊંચી રાખતા અને તે શિગડાએ જેવી દેખાતી તેથી તે બેગડા કહેવાતા તેમ પણ કેટલાક લેખા માને છે. એમ પણ કહેવાય છે કે, વગડામાં વસતાં અને રખડતાં પ્રાણીએ વેગડ કહેવાય છે. આ નિ ય રાજવીને તેના સ્વભાવ અને વનને કારણે લેકાએ વેગડ કે વેગડો કહ્યો અને મુસ્લિમા વ’ના ઉચ્ચાર અ' કરે છે તેથી તે વેગડામાંથી બેગડા કહેવાયા.
જામે-મસ્જિદ
મહમૂદ બેગડાના રાજ્યકાલના પણ જેની સાલ સ્પષ્ટ થતી નથી તેવા એક ફારસી શિલાલેખ જૂનાગઢની ખેરવાડ મસ્જિદમાં છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઘણાં વરસેાની મહેનત પછી ગિરનારની ફતેહ થઇ ત્યારે ખાંટનાં માથાને જમીનમાં દાટવામાં આવ્યું ત્યારે અબુલફતાહે નમે મસ્જિદ બાંધી– અહીં ઈસ્લામના પ્રચાર થશે અને અલ્પ કાલમાં જ કુફ્ લુપ્ત થશે.”
આ ખાંટ કાણુ હતા તેનું શિલાલેખમાં નામ નથી પણ મિરાતે સિકદરી કહે છે કે ગિરનારની પર્વતમાળા આરસ્ક્રાસમાં પથરાયેલી છે અને તેના ગાળામાનું વન એટલું ધાડુ` છે કે તેમાં ઘેાડાએ પણ પ્રવેશી શકતા નથી. ત્યાં કાઈ મનુષ્ય દેખાતું નથી, માત્ર હિ ંસક પશુઓ અને પક્ષીઓ રહે છે... ત્યાં ખાંટ નામની હિન્દુઓની એક જાતિના માણસા કે જે રાની પશુ જેવા છે તે વસે છે.'' આ ખાંટે ગિરનાર પહાડના ઈજારદારા હતા અને ગિરનારનું તેઓ રક્ષણ કરતા.'' સંભવ છે કે તેમણે ગિરનારના ઘેરામાં અને તે પછી મહમૂદને ત્રાહે તાબા પોકરાવી હશે તેથી તેને પરાજિત કરી તેના મુખીનું માથું કાપી તેને જાહેર રીતે મસ્જિદના સ્થળે દાટવામાં આવ્યુ` હશે.
મહમૂદનું મૃત્યુ
જૂનાગઢ જીત્યા પછી સેારડ દેશ ઉપર ૧૯ વર્ષ શાસન કરી મહમૂદ બેગડે! ઈ. સ. ૧૫૧૧ માં અમદાવાદમાં ગુજરી ગયા.
મુઝફફર રો
મહમૂદનું મૃત્યુ થયું. ત્યારે તેના યુવરાજ ખલીલખાન વડાદરા હતા. ત્યાંથી મેાદમ કૂચ કરી અમદાવાદ આવી પહોંચ્યો અને મુઝફ્ફર નામ ધારણ
1 અરૈખીક એન્ડ પઅિન ઇન્સ્ક્રિપ્શન્સ ઓફ સૌરાષ્ટ્ર, શં. હ. દેશાઇ,
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૮ : જુનાગઢ અને ગિરનાર
કરી ગુજરાતને સુલતાન થયે. .
તેના સમયમાં જૂનાગઢ સંબંધી કેઈ નોંધપાત્ર બનાવ બન્યા હેવાની ઈતિહાસમાં મધ નથી પરંતુ સુલતાનની જે રાજનીતિ હતી તે ચાલુ રહી.
- આ સમયે સોરઠના સુબાપદ મલેક અયાઝ હતા પરંતુ તે સમુદ્રતીરે રહેવાને શોખીન હતો તેથી દીવ, દેલવાડામાં રહેતા અને તેનો નાયબ તાતારખાન જૂનાગઢમાં રહે. મલેક અયાઝ શ્રીમંત તેમજ બળવાન પરદેશી અમીર હતું તેથી તેના તંત્રમાં સુલતાન કંઈ દખલગીરી કરી શકતા નહિ. તે સાથે રાજાઓ, જમીનદારો, જાગીરદારો અને અન્ય બળવાન અમીની શકિત સુલતાનના સૈન્યએ હરી લીધી હતી તેથી તેને કોઈના વિરે ધને લેશમાત્ર ભય ન હતા. પ્રજા પણ રાજ્યના શત્રુઓથી નિભય હતી. માત્ર હિન્દુ પ્રજાને રાજ્યના અમીર અને અધિકારીઓ તરફથી ઉપદ્રવ અને અત્યાચાર મૂક રહીને સહન કરવું પડતા. મરિજદ
ઈ. સ. ૧૫૧૪ના વર્ષને એક ફારસી શિલાલેખ જૂનાગઢની બોરવાડ મસ્જિદમાંથી મળે છે તેમાં જણાવ્યું છે કે “આ મે મજિદ મુઝફફરના સમયમાં ખાન આઝમ બાહા કે જે મરજનને પુત્ર હતે તેણે બંધાવી છે .• આ મકાન ગિરનારના કિલામાં કે જેનું નામ મુસ્તફાબાદ રાખ્યું છે, તેમાં બાંધ્યું છે.'
એ જ સાલના એક ખંડિત શિલાલેખમાં દર્શાવ્યું છે કે આ મસ્જિદ સલાટ રાધાએ બાંધી હતી અને મસ્જિદની મહેરાબ સલાટ નરબદ ઠાલ્યાએ બનાવી હતી. મુઝફફરનું મૃત્યુ
મુઝફફર બીજો ઈ. સ. ૧૫રમાં ગુજરી ગયો. તેની ગાદીએ તેને યુવરાજ સિકંદર બેઠો. સિકંદર અને પછી
ગુજરાતના બળવાન અમીર ઈમા-ઉલ-મુલકે સિકંદરનું ખૂન કરી તેનાથી નાના ભાઈ મહમૂદને ગાદીએ બેસાડી સર્વ સત્તા હસ્તગત કરી પરંતુ મુઝફફરના વજીર ખુદાવંદખાને અને સિકંદરના બનેવી સિંધના શાહઝાદા
1 અરેબીક એન્ડ પર્શિઅન ઈક્રિપ્શન્સ એફ સૌરાષ્ટ્ર, શં, હ. દેસાઈ
Page #110
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમયઃ ૧૦૮ ફતેહખાને મુઝફફરને દ્વિતીય પુત્ર બહાદુરશાહ દિલ્હી હતી ત્યાંથી તેને ઈ. સ. ૧૫૨૬માં ગુજરાતની ગાદીએ બેસાડે. બહાદુરશાહ
બહાદુરશાહે રાજકુટુંબના સર્વ શાહઝાદાઓને ફાંસી કે ઝેરના પ્યાલાની બક્ષિસ આપી પોતાને માર્ગ નિષ્કટક બનાવ્યો.
ઈ. સ. ૧૫રપમાં સેરડને સૂબો મલેક અયાઝ ગુજરી જતાં તેની જગ્યા તેના પુત્ર ઈસહાકને આપવામાં આવેલી. તેણે હિન્દુ જમીનદારો-રાજાઓ સાથે મળી જઈ નવ નગરના જામની સહાય મેળવી દીવ અને અન્ય પ્રદેશો હસ્તગત કરવા પ્રયાસ કર્યો. બહાદુરશાહને ઈસહાકના ભાઈ ઈલિયાયે ખંભાત મુકામે સુલતાન નને આ બાતમી આપતાં તેણે ઈસહાક ઉપર ચડાઈ કરી.
બહાદુરશાહ ખંભાતથી નીકળી, ગુંદી, ધંધુકા, રાણપુર થઈ જસદણ થઈ વસાવડ આવ્યો અને ત્યાંથી દેવળી આવી ત્યાં છાવણી નાખી. આ સમાચાર મળતાં જ ઈસહાક નાસી ગયા અને બહાદુરશાહે તેને પકડવા ખાનખાનાનને મોકલ્ય.
બહાદુરશાહ દેવળાથી જૂનાગઢ આવ્યું અને ત્યાં થોડા દિવસ રોકાઈ, સૈન્યને દેલવાડા મોકલી પિત, ચોરવાડ, પ્રભાસ પાટણ અને કેડીનાર થઈ દીવ ગયો. .
આ પ્રસંગે તેણે કીવામ-ઉલ-મુલ્કને દીવના અને મુજાહિદખાન બહેલીમને જૂનાગઢને થાણદારો તરીકે નિયુકત કર્યા. - આ સમયે પોર્ટુગીઝોએ દીવને કબજે કરી લીધો હતો અને સુલતાનોના નૌકા અને ભૂમિ રૌને તેની સામે યુદ્ધો કરતાં રહેતાં. આ નિરંતર ચાલતાં યુદ્ધોથી કંટાળી બહાદુરશાહે ઈ. સ. ૧૫૩૪માં પોર્ટુગીઝ સાથે સંધી કરી. તે અરસામાં દિલ્હીને સુલતાન હુમાયુ ગુજરાત ઉપર ચડી આવ્યા. બહાદુરશાહ નાસીને ખંભાત આવ્યું, ત્યાં પિતાને કાલે સળગાવી દઈ એક વહાણમાં તે દીવ આવ્યો, ત્યાંથી જૂનાગઢ, ચાંપાનેર અને અન્ય રાજ્યના ખજાના લૂંટીને તેના પૂર્વજોએ એકત્ર કરેલાં જર, જવાહિર, સુવર્ણ, રત્ન આદિથી ભરેલી ત્રણસો લેખંડની પેટીઓ તેના પિતાના સાથે સમુદ્રમાર્ગે ભક્તિા તરફ મેકવ્યું. માર્ગમાં આ કાફલાને તુર્કીના એડમિરલ સુલેમાને આંતરી આ ધન લૂંટી લીધું અને બહાદુરશાહની બેગમે અને જનાનાની સ્ત્રી એને ખલીફના જનાનખાનામાં એકલી દીધી. જૂનાગઢને ખજાન ઈસ્તંબુલ ગયો અને બહાદુરશાહની બેગમેનું શું થયું તે જાણવામાં આવ્યું નથી.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૧૦ : જૂનાગઢ અને ગિરનાર
બહાદુરશાહનું મૃત્યુ
ઈ. સ. ૧૫૩૭માં દીવના બારામાં પોર્ટુગીઝોએ બહાદુરશાહને મારી નાખ્યો.' બહાદુરશાહ પછી
બહાદુરશાહના મૃત્યુ પછી તેના ભાઈ લતીફખાનને પુત્ર મહમૂદ ત્રીજો ગુજરાતની ગાદીએ આવ્યો. તેના સમયની જૂનાગઢને સંબંધકર્તા કંઈ ખાસ હકીકત ઉપલબ્ધ નથી. ઈ. સ. ૧૫૩૮માં તુકથી સુલેમાન પાશા એક નૌકા સૈન્ય લઈ; પોર્ટુગીઝ સામે શરૂ થયેલાં સમુદ્રયુધેિમાં સુલતાનને સહાય કરવા આબે પણ સુલતાનના સેનાપતિ ખ્વાજા સફરે તેને ખોટી બીક બતાવી પાછો વાળી દીધે. સુલેમાન પાછો ગયો ત્યારે ઘણે સરંજામ પાછળ મૂકતો ગયો જેમાંની તે પૈકીના બે તે મુજાહિદખાન બહેલીમ જૂનાગઢ લઈ આવ્યું તે આજ ઉપરકેટના કિલ્લામાં છે
મહમૂદ ત્રીજે ઈ. સ. ૧૫૫૪માં મૃત્યુ પામે. ગુજરાતની બળવાન સલતનત નિર્બળ થઈ ગઈ. મહમૂદ અપુત્ર હતા તેથી અમીરએ અહમદખાન નામના એક છોકરાને ગારીએ બેસાથે પણ તેનું ઈ. સ. ૧૫૬૧માં ખૂન કરવામાં આવ્યું અને તેની ગાદી ઉપર મહમદ ત્રીજને અનૌરસ પુત્ર નથુ મુઝફફર નામ ધારણ કરી બેઠો.
તેના સમયમાં જૂનાગઢના થાણદારપદે શિહાબ-ઉલ-મુક ગેરી હતો. તેને પોર્ટુગીઝોએ ઉપરકેટમાં પડેલી અને અન્યત્ર રાખેલી સુલેમાની તેને નાશ કરવા માટે મણના મણ સેનું આપવા લાલચ આપેલી પણ તે તેને વશ થયે નહિ.. મુઝફફર ૩ જે | મુઝફફરના સમયમાં અમીરેએ ગુજરાત વહેંચી લીધું અને ઈ. સ. ૧૫૬૭માં ચંગીઝખાને ભરૂચ, સુરત, વડોદરા અને ચાંપાનેર, ઈત્તમાદખાને, ખંભાત મહિવાસ અને સાબર કાંઠે શેરખાન તથા મુસાખાને પાટણવાડો એમ જુદા જુદા પ્રદેશ જુદા જુદા અમીરોએ કાજે કરી લેતાં દેશમાં અંધાધૂંધી વ્યાપી તેથી ઈત્તમાદખાને પાદશાહ અકબરને આમંત્રણ પાઠવી ગુજરાત સ્વાધીન લેવા વિનંતી કરી.
1 દીવનાં યુધ્ધ અને બહાદુરશાહના મૃત્યુની વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ - શં હ. દેશાઈ.
Page #112
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમય ઃ ૧૧૧
અકબરનું આક્રમણ - ઈ. સ. ૧૫૭૩માં અકબરે ગુજરાત ઉપર ચડાઈ કરી તે બહુ સરળતાથી જીતી લીધું. તેણે સુલતાન મુઝફફરને કેદ કરી દિલહી મોકલ્યો અને પિતાની હકૂમત ગુજરાતમાં સ્થાપી. થોડા સમયમાં જ ગુજરાતના અમુક અમીરોએ બંડ કરતાં અકબર દમદમ કૂચ કરતા અમદાવાદ આવ્યો અને બંડ સમાવી પાછો ગયો ત્યાં મુઝફાર દિલ્હીની કેદમાંથી નાસી ગુજરાતમાં પહેચી . શાહબુદ્દીન અહમદની ચડાઈ
દરમિયાન જૂનાગઢમાં સ્વતંત્ર થઈ ગયેલા થાણદાર તાતારખાનના પુત્ર અમીનખાન અને તેના સેનાધ્યક્ષ ફતેહખાન સરવાણી વચ્ચે મતભેદ થતાં, ફતેહખાન અમદાવાદ ગયે અને ત્યાંના અમીર શાહબુદ્દીન અહમદખાનને જૂનાગઢ ઉપર ચડી અમીનખાન પાસેથી જૂનાગઢ લઈ લેવા સમજાવ્યું. અહમદખાને તેના ભત્રીજા મિરઝાંખાનને એક બળવાન સૈન્ય આપી ફતેહખાન સાથે મોકલ્યો. તેણે જૂનાગઢને ઘેરે ઘા.
અમીનખાનની શક્તિ, આવા સૈન્ય સામે લડવાની હતી નહિ તેથી તેણે જામ સતાજીની સહાય માગી. જામ સતાજીએ, જસાવછર, ભાણજી દલ તથા ભારમલજી નીચે ત્રીસ હજાર અશ્વારોહી રાજપૂતને મોકલ્યા. અમીનખાન આ સૈન્ય જોઈને ડરી ગયો. દરમ્યાન ફત્તેહખાન ગુજરી ગયા. અમીનખાને જામનગરના સૈન્યને કહેવરાવ્યું કે અમારી વચ્ચે સુલેહ થઈ ગઈ છે અને અહીં કિલામાં સ કહાશ છે માટે આપ જામનગર પાછા પધારે. જામનગરના સેનાપતિઓને આ સંદેશો રૂચિકર લાગ્યો નહિ. તેમણે પાછા ન જતાં જૂનાગઢથી બે ગાઉ દૂર ઉપર મુકામ રાખ્યો. તે ઉપરથી તેના ઉપર મિરઝાંખાને રાત્રે છાપો મારવા વિચાર્યું. આ બાતમી મળતાં જસાવજરે રાહ જોયા વગર મિરઝાંખાનની છાવણી ઉપર કબળ હલ્લો કર્યો. સૈન્યમાં ભંગાણ પડયું. મિરઝાંખાન નાસી ગયો અને મુગલ છાવણીમાંથી પર હાથીઓ, ૩૫૩૦ ઘોડા, ૭૦ પાલખીઓ, તપ, બંદૂક, તંબુઓ વગેરે સરંજામ જામનગરના સૈન્ય કબજે કર્યો. મિરઝાંખાન દક્ષિણ તરફ નાસી જાય છે તે સમાચાર મળતાં જામનું સૈન્ય તેની પાછળ પડયું અને માંગરોળ ઘેલું. ત્યાં મિરઝાંખાન ત્યાંથી કોડીનાર નાસી ગયો તેથી કેડીનાર દેવું. ત્યાં મિરઝાંખાને જામના સૈન્યને મુકાબલે કર્યો પણ તે યુદ્ધમાં તેને સ્પષ્ટ પરાજ્ય થતાં મેટી ખુવારી વેડા તે અમદાવાદ નાસી ગયો.
પિતાને બેલાવી પાછળથી દગો કર્યો તે માટે જામનાં સૈન્યએ કેડીના
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૧૨ : જૂનાગઢ અને ગિરનાર
રથી પાછા વળતાં અમીનખાન ઉપર હુમલેા કર્યાં. અમીનખાનના પુત્ર દેાલતખાને સૈયદે તથા ચારણ્ણાને જામની છાવણીમાં મોકલી માફી માગી અને જામનગરને ચુડ, જોધપુર અને ભાદનાં પરગણાં દંડ બદલ આપી સમાધાન કર્યું. સુઝફફર ઉર્જા
ગુજરાતના ભાગેડુ સુલતાન મુઝફ્ફર દિલ્હીની માંથી નાસી છૂટયા પછી ગુજરાતમાં રાજપીપળાનાં જ ગલેામાં આશ્રય શોધવા ગયા પણું શાહી સૈન્યે તેની પૂડ પડી તેને કયાંય ટકવા દીધું નહિ. અંતે તેણે જૂનાગઢ આવી અમાનખાનનું શરણુ શોધ્યુ. મિરઝાંખાને તેને મળેલા પરાજય અને નામેાશીનું કલંક લાગી ગયુ. આ મેાકા મળ્યા છે એમ ધારી જૂનાગઢ ઉપર ચડાઈ કરી પણ અમીનખાન મુઝફ્ફર માટે સર્વનાશ નેતરવા તૈયાર ન હતો તેથી તેણે કહેવરાવ્યુ` કે મુઝફ્ફર ઉપલેટા ચાલ્યા ગયા છે. મિરઝાંખાન ઉપલેટા થઈ ખરડાના પવ તામાં ગયા પણ મુઝફ્ફર મળ્યા નહિ. મુઝફ્ફર જામનગર ગયા ત્યાં તેને ામ સતાજીએ આશ્રય આપ્યો.
ભૂચર મોરીનું યુદ્
મુઝફફરને જામનગરમાં આશ્રય મળ્યે! છે એ સમાચાર શાહી સૂબા મિરઝાં અઝિઝ ઢાકલતાશને મળતાં તણે એક પ્રબળ સૈન્ય સજી જામનગર ઉપર ચઢાઈ કરી. જૂનાગઢના અમીનખાન ગારીના પુત્ર દોલતખાને મુઝફ્ફરના પક્ષમાં, રહેવાનું નકકી કર્યું". રાહ માંડલિકના વંશજ ખેંગારે પણ તેની રહી સહી શકિત એકત્રિત કરી મુઝફફરને સહાય આપવા વચન આપ્યું. ખેરડીના કાઠી દરબાર લોમા ખુમાણુ પણ તેના કાઠીઓને લઈ મુઝફ્ફરની મદે આવ્યા. સારડના જમીનદારા, તાલુકદારા પણ દોલતખાનની સાથે થયા. પ્રભાસપાટણના દેશાઈ રાધવજી તથા ગાંગજી પણ તેઓની સાથે ગયા.
જામ સતાજીએ મુઝફફરને સોંપી દેવાનું, મિરઝાં અઝિઝ કાકાનું અયલાન પાછું વાળ્યું અને ધ્રોળ પાસે ભૂચર મેારીના મેદાનમાં પાદશાહી સૈન્યના મુકાબલા કરવા તેના બળવાન સૈન્યને ઉપસ્થિત કયુ.ને પક્ષનાં સૈન્યા સામસામાં મળ્યાં ત્યારે લતખાન ગારી તેના સહાયક સાથે લામા ખુમાણુ તેના માણસા સાથે શાહી રૌન્ય સાથે મળી ગયા.
તથા
ભૂચર મેારીના મેદાનમાં ઈ. સ. ૧૫૯૨ના ઓગસ્ટ માસમાં બને વિરાટ સૈન્યે ટકરાયાં તેમાં મુઝફ્ફરના પક્ષપાતી જામ સતાજીને પરાજ્ય થયા અને તે જામનગર ત્યાગી નાસી છૂટયા. જામનગર મિરઝાં અઝિઝ
Page #114
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમયઃ ૧૧૩
કેકલતાશના હાથમાં પડયું. જુનાગઢને ઘેરે - મિરઝાને બાતમી મળી કે મુઝફફર તથા સતાજી જૂનાગઢમાં છે તેથી તેણે જૂનાગઢને ઘેરે ઘાલ્યો. મુગલ સેનાને જોઈ દેલતખાન ભયને માર્યો ગુજરી ગયે. મુઝફફર નાસીને ઓખામાં આરંભડા ગયો અને સતાજી બરડામાં ઊતરી ગયા. જૂનાગઢ મિરઝાના હાથમાં પડયું. મુઝફફરનું મૃત્યુ - મુઝફફરને આરંભડામાં આશ્રય મળે છે તે જાણવામાં આવતાં મુગલ સૈન્ય આરંભડા ઉપર ચડયું અને તેને રાજા શિવરાણે તેને પ્રતિકાર કરવા જતાં રણભૂમિમાં સદાને માટે સૂતા. મુઝફફર ત્યાંથી ક૭ ગયો. કચછના રાહ ભારમલે તેને શાહી સેનાપતિ અબ્દલાખાનને સોંપી દીધો. તેને કેદ કરી લઈ જતા હતા ત્યાં ધ્રોળ પાસે કુદરતી હાજતે જવાના મિષે એકાંતમાં જઈ ગળે અસ્ત્ર ફેરવી ઈ. સ. ૧૫૯૦માં આત્મહત્યા કરી અને તે સાથે ગુજરાતની સલતનતને અંત આવ્યો. સોરઠ સરકાર
સોરઠ સંપૂર્ણપણે શાહી સલતનતના પ્રદેશોમાં ભળી ગયું અને તેને સારડ સરકાર એટલે સેરઠને પ્રાંત એવું નામ આપવામાં આવ્યું. રાયજાદે ખેંગાર - રાહ માંડલિકના યુવરાજ ભૂપતસિંહને મહમૂદ બેગડાના તંત્રમાં મુલ્કી વહીવટ સોંપવામાં આવે તેવી સામાન્ય માન્યતા છે પરંતુ દીવાન રણછોડજી તેના ઈતિહાસગ્રંથ તારીખે સોરઠમાં કહે છે કે ભૂપતસિંહ અને તેના વંશજે રાજા કહેવાતા અને બિનહકૂમતી રાજકર્તાઓ હતા. તેઓ વિશેષમાં કહે છે કે, ભૂપતસિંહ ઈ. સ. ૧૫૫રમાં મૃત્યુ પામ્યો. તેનો પુત્ર તેની પાછળ રાજા થયું. તે સમયે હકૂમત મુજાહિદખાન બહેલીમ પાસે હતી. નવઘણ ઈ. સ. ૧૫૫રમાં ગુજરી ગયો ત્યારે તેને પુત્ર રાજા શ્રીસિંહ તેને અનુગામી થયે.
ઈ. સ. ૧૫૮૭માં શ્રીસિંહનો કુમાર ખેંગાર રાજા થયે. તેના સમયમાં સુલતાન બહાદુરશાહ ગુજરાતી વારંવાર જૂનાગઢ આવતો તેથી ખેંગારે
1. આ યુદ્ધની વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રનો ઈતિહાસ, શં. હ. દેશાઈ. જૂ.ગિ–૧૫
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૪ : જૂનાગઢ અને ગિરનાર
સુલતાન મુઝફફરની મદદમાં આવી ઈ. સ. ૫કામાં જૂનાગઢમાં બળવે . જામ સતાજીએ તેને મદદ કરી.
ઈ. સ. ૧૫૯માં ભૂચર મોરીનું યુદ્ધ થયું ત્યારે પિતાના પૂર્વજનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા રાયજાદા ખેંગારે એક નિષ્ફળ પ્રયાસ કર્યો. તેની પાસે હકૂમત હતી કે નહિ. ધન હતું કે નહિ તેમ છતાં તેણે એક સારા સૈન્યને જમાવ કરેલ. કમભાગ્યે તેણે જે પક્ષને સહાય આપી તે પક્ષને પરાજય મળે. તેથી તે નાસીને પ્રભાસપાટણમાં આશ્રય લઈ રહ્યો. ત્યાંના દેશાઈ સારંગધરના પ્રયાસથી તેને મિરઝાં અઝિઝ કેકલતાશે માફી આપી પણ જૂનાગઢમાં ન રહેતાં તેનાં ગામડાંઓમાં જવા આજ્ઞા આપી.' . ચુડાસમા વંશને અંતિમ રાહ ખેંગાર અને તેના વંશજે તે પછી બગસરા ચોરાશીમાં વસ્યા દીવાન રૂઘનાથજીએ તેમની પાસેથી કેશોદ, એરવાડ વગેરે જીતી નવાબના રાજ્યમાં ભેળવી દીધાં. આજે તેના વંશ, સેદરડા, ચોરવાડ બળેજ વગેરે ગામોમાં વસે છે.'
ગુજરાતના જુલમી, ધમધ અને ફુર સુલતાનોને અંત આવ્યો અને તે સાથે અરાજક્તા, અનિશ્ચિતતા અને અશાંત પરિસ્થિતિનો પણ અંત આવ્યો. મુગલ સામ્રાજ્ય
મુગલાઈમાં જૂનાગઢ “સોરઠ સરકારનું મુખ્ય શહેર થયું. ગોરીઓને અમલ મોકૂફ થયો અને ભૂચર મોરીના યુદ્ધમાં શાહી સૈન્યના એક વિભાગને જે સેનાપતિ હતા તે નવરંગખાનને જૂનાગઢના ફોજદારપદે નીમવામાં આવ્યો.
મિરઝાં અઝિઝ કેલતાશ ઈ. સ. ૧૫૯૪માં જૂનાગઢ આવ્યું. અમીરે, ઠાકરે, જાગીરદારે, રાજાઓ અને પ્રજાજનોએ તેનું સ્વાગત કર્યું. જૂનાગઢ પ્રદેશમાં રાજા ટેડરમલે સ્થાપેલી જમાબંદી મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં
૧ રાહ માંડલિકના વંશજો માટેના કવિ કહાનના કવિતના અંતની કડીઓ છે કે
' સોમનાથજી કે શરણ મેં થાન ઠર્યો નાગર નર સારંગધર સહાય મેં સહાયો કહાન કવિ ચંદ્રનાથ દેવકા કૃપા પ્રતાપ ચંદ્રચૂડ રાહ વંશ નાશસે બચાયો છે ૨ જુએ પ્રકરણ પમું. ૩ વિગતો માટે જુઓ, “સૌરાષ્ટ્રનો ઈતિહાસ-તથા પિતૃતર્પણ” . હ. દેશાઈ.
Page #116
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમય : ૧૧૫
:
દેશાહી”ની જગ્યા કરી તેના ઉપર વગદાર વ્યકિતઓની નિમણૂક કરવામાં આવી.
નવરંગખાન ઈ. સ. ૧૫૯૪થી ઈ. સ. ૧૯૦૫ સુધી જૂનાગઢમાં ફ્રોજદાર રહ્યો તેના સમયમાં ડાઈ અનિચ્છનીય બનાવ બન્યા નહીં અને પાદશાહ અકબરની સહિષ્ણુતાની નીતિ અને કાયદાકાનૂના અન્વયે ચાલતા રાજત ંત્રમાં પ્રજાએ અને ખાસ કરીને હિન્દુઓએ શાંતિ અનુભવી.
જહાંગીર
પાદશાહ અકબર ઈ. સ ૧૬૦૫માં ગુજરી ગયા અને સલીમ જહાંગીર નામ ધારણ કરી દિલ્હીના શહેનશાહ થયા. રાયસ હજી રાઠોડ
તેના યુવરાજ
તારીખે સેરઠમાં દીવાન રણછેાડજી, રાયસિંહજી રાઠે જૂનાગઢમાં ફોજદાર તરીકે આવેલા તેમ કહે છે તે સાથે નવરગંખાન તા હતા જ એટલે વાસ્તવિક સ્થિતિ શું હતી તે વિચારવાનું રહે છે. દીવાનજીએ ફાજદારાના ક્રમ આપ્યો છે તેમાં નવરંગખાન પછી રૌપદ ડાસમ, ભાયા મંદાર માંડણુ અને રાસિ હજી તે પછી આવ્યા હોવાનું કહે છે. રાયસિહજીના નાયબ અબ્દુલાખાન હતા.
બિફાનેર રાજ્યનાં દફતરમાંથી મળેલા દસ્તાવેજો અનુસાર ઈ.સ. ૧૫૯૭માં સેારડની નગીર કે સાર; સરકારની આમદાની બિકાનેર મહારાજા રાયસિંહજી રાઠેાડને જાગીરમાં મળેલી, એટલે તેણે નાયબને ત્યાં મોકલી પોતે તે સમયની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે બિકાનેર જ રહ્યા હોય.
બાદશાહ જહાંગીર ઈ. સ. ૧૬૧૬માં અમદાવાદ આવ્યા ત્યારે સેરઠના ફાજદાર હાસમખાન હતા એટલે સંભવ છે કે દીવાનજીએ આપેલા ક્રમ બરાબર હાય ! ભાયા માંડણુ કાણુ હતા તેના માટે કાંઈ જાણવામાં આવ્યું
નથી.
ખર મ-સૂત્રો
અમદાવાદના ખાપદે જહાંગીરના શાહજાદા ખુમ હતા. તેણે ઈ.સ. ૧૬૨૨માં ખંડ કર્યુ. ત્યારે કાસમખાન સેરઠમાં પૂરતા અંકુશ રાખી શકયા નહિ, જામનગરના જામ તથા અન્ય રાજઓએ મુગલ હકૂમતની અવગણના
1 લાઇફ એન્ડ એકસપ્લાઇટસ ઓફ રાખ વાસ હજી, શ્રી અલકધારી.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૬ : જૂનાગઢ અને ગિરનાર
કરવા માંડી અને કાસમખાન તેનાથી ડરીને જૂનાગઢ સાચવીને બેસી રહ્યો. ઈ. સ. ૧૬૩૨માં તે પાછે ગયો અને તેની અવજી ઈસાતારખાન આવ્યો. તે ઈ. સ. ૧૬૪૨માં બદલાઈ ગયો અને તે સ્થાને ઈનાયુતુલ્લા આવ્યો. શાહજહાન
જહાંગીર ઈ. સ. ૧૬૨૭માં ગુજરી ગયા અને શાહજહાન દિલ્હીપતિ થયો. તેના રાજ્ય અમલમાં તેને શાહજાદ ઔરંગઝેબ ઈ. સ. ૧૬૪૬માં અમદાવાદને સૂબે થઈને આવ્યું. તેનું ધ્યાન દિલ્હીના સિંહાસન પ્રત્યે જ હતું તેથી તેને જૂનાગઢ આવવાનું બન્યું નહિ. જૂનાગઢના ફોજદારને પદે ઈ. સ. ૧૬૫૦ સુધી ઈનાયુતુલા રહ્યો અને તે પછી મહમદ સાલેહ આવ્યું જે ઈ. સ. ૧૬૫૩ સુધી રહ્યો.
ઈનાયુતુલ્લાએ ઔરંગઝેબની ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ અનુસાર તેની આજ્ઞાથી મૂર્તિખંડન, મંદિર વંસ અને ધર્માતરની પ્રવૃત્તિને વેગ આપે, સોમનાથના મંદિરનું પણ ખંડન કર્યું અને મૂર્તિ પૂજા કરવાની મનાઈ ફરમાવી.' - ઈ. સ. ૧૬૫૪માં ઔરંગઝેબને પાછો બેલાવી લેવામાં આવ્યો અને તેને સ્થાને શાહજાદા મુરાદ આવ્યું. તેના સમયમાં ઈ. સ. ૧૬૫૪માં જૂનાગઢના ફોજદારપદે કુતુબુદ્દીન પેશગી આવ્યો. તે ઈ. સ. ૧૬૬૪ સુધી જૂનાગઢમાં રહ્યો. આલમગીર
આ કુતુબુદ્દીન ફોજદારપદે હતા ત્યારે શાહજાદા ઔરંગઝેબે બળ કરી ઈ. સ. ૧૬૫૮માં પોતાના પિતા શાહજહાનને કેદ કરી તેના ભાઈઓને મારી તે આલમગીર નામ ધારણ કરી દિલ્હીને શહેનશાહ થયો અને તે સાથે પાદશાહ અકબરે સ્થાપેલી રાજનીતિ પલટાતાં હિન્દુ અને જૈને ઉપર ત્રાસ અને જુલમ શરૂ થયો. ઈ. સ. ૧૬૬૪માં સરદારખાન ફોજદાર થઈને જૂનાગઢ આવ્યું. તેણે ઈ. સ. ૧૬૬૫માં આલમગીર સોમનાથને વંસ કરવાની કરેલી આજ્ઞાને વિવેકબુદ્ધિપૂર્વક અમલ કર્યો અને હિન્દુ રાજાઓ અને પ્રજાને ત્રાસ
1. દીવાન રણછોડજીના કથન પ્રમાણે ઈસાતખાને જૂનાગઢનો કિલ્લે નવેસરથી બાંધ્યો.
જુઓ પ્રકરણ ૧લું. 2. જુઓ “પ્રભાસ અને સોમનાથ, શં. હ. દેશાઈ.
Page #118
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમયઃ પદક
આ નહિ.'
ઈ. સ. ૧૯૮૬માં “સોરઠ સરકાર” શાહજાદી બુનિયાને ખીસા ખરચીમાં મળ્યું અને તેને નાયબ શાહવર્દીખાન જૂનાગઢ આવ્યો. તેણે સૈયદ મહમદખાન નામના તાજેતરમાં આવેલા ફોજદારને ક્ટ કરી વહીવટ સંભાળે પરંતુ તે પોતે પણ એક વર્ષ રહી પાછા ગયે.'
શાહવર્દીખાને પ્રભાસપાટણ અને માંગરોળમાંથી મળી આવેલા શિલાલેખ પ્રમાણે અમલદારો અને અમીરો તેની જાગીરની ઊપજ વગર તેલ અને ભાવ મુકરર કર્યા વગર વેપારીઓને આપતા તે પદ્ધતિ બંધ કરી. તે પછી જનાગઢ સહિત સોરઠ, શાહજાદા આઝમને ખીસા ખરચીમાં મળ્યું તેના નાયબ તરીકે કરતલબખાન નિમાઈ આવ્યા પરંતુ તેને સુજાઅતખાનના ઈલ્કાબ સાથે ગુજરાતના સૂબાનું પદ મળતાં તે થોડા જ માસ જૂનાગઢમાં રહી અમદાવાદ ચાલ્યો ગયો.
કરતલબખાન પછી ઈ. સ. ૧૬૮૭ સુધી શેર અફઘાન, ઈ. સ. ૧૯૮૮ સુધી બહલોલ શિરાની, ઈ. સ. ૧૬૯૮ સુધી પાછો શેર અફઘાન અને ઈ. સ. ૧૭૦૪ સુધી મહમદ બેગખાન ફોજદારપદે રહ્યા.
આલમગીર ઈ. સ. ૧૭૦૭માં ગુજરી ગયો. ઔરંગઝેબ પછી - ઈ. સ. ૧૭૦૪માં આવેલો ફોજદાર સરદારખાન નિર્બળ હતા અને ઈ. સ. ૧૭૧૧માં આવેલ મહમદ ગિલાની, તેને સમય સવિશેષ ધાર્મિક ગ્રંથોના વાંચનમાં પસાર કરતા. પરિણામે જૂનાગઢની હકૂમત નરમ પડી અને સૌરાષ્ટ્ર ઉપર જૂનાગઢની પકડ ઢીલી પડી ગઈ.
ઔરંગઝેબના મૃત્યુ પછી દિલ્હી દરબારમાં અમીરેનું વર્ચસ્વ વધી ગયું અને લાગવગથી અમીર અને અધિકારીઓ તેમની મહેરબાનીના માણસોની નિમણુક કરતા ગયા. મુગલ સમયના ઈતિહાસ અનુસાર ઈ. સ. ૧૭૧પમાં જોધપુર મહારાજા અભયસિંહ, ઈ. સ. ૧૭૧૭માં અબ્દુલ હામીદખાન, ઇ. સ. ૧૭૧૮માં હૈદરકુલીખાન, ઈ. સ. ૧૭૬૧માં અબ્દુલ શામીદખાન, ઈ. સ. ૧૭૨૩માં અસદકુલીખાન, ઇ. સ. ૧૭૨૯માં અસદઅલીખાન, ઈ. સ. ૧૭૩૦માં સલાબતખાન, તે જ વર્ષમાં શેરખાન, ઈ. સ. ૧૭૩૨માં ગુલામ મોહ્યુદીન, ઈ. સ.
1. જુઓ “પ્રભાસ અને તેમનાથ, શં. હ. દેશાઈ. 2. “અરેબીક એન્ડ પર્શિયન ઇસ્ક્રિપ્શન્સ ઓફ સૌરાષ્ટ્ર, શં. હ. દેશાઈ.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૮ : જૂનાગઢ અને ગિરનાર
૧૭૩૫માં સારાભમાન, ઈ. સ. ૧૭૩૭માં મેાસનખાન. તે પછી સાલ મળતી નથી તેમાં હઝબરઅલીખાન અને ઈ. સ ૧૭૪૮માં શેરખાન અને ડિસ્મતઅલીખાન ફ્રાન્દારો થઈને આવ્યા.
દીવાન રણછેાડછ તારીખે સેરઠમાં જૂનાગઢના ફોજદારાની નામાવલી આપે છે તેમાં અમદાવદના સૂબાઓનાં નામેા સેળભેળ થઈ ગયાં છે પરંતુ તેમાંથી ખીજી ઘણી ઉપયાગી માહિતી પ્રાપ્ત થાય છે. તેના પ્રમાણે ઈ. સ. ૧૯-૦થી નીચે પ્રમાણે ફોજદાસ આવ્યા. શેરઝુલંદખાન ૧ વર્ષ, શેર અફધાન ૨ વર્ષ, પીરસાહેબ અને દીવાન ઉદયરામ ૧ વર્ષ, મહારાજ અજીતસિહના નાયબ સ`ગ્રામસિ’હું અને દીવાન પ્રતાપસિ ંહ ૧ વર્ષ, નવાબ યાસીનખાન અને દીવાન ઉદયરામ ૧ વર્ષે, દિલાવરખાન અને તેના કારભારી જગતસિ ંહ નવ માસ (અથવા ત્રણ વર્ષ) પીરસાહેબ ખીજી વાર અને શાહજાદાના દીવાન તથા કહાનદ્મસ વાણિયા ખીજીવાર ૨ વર્ષ અને ૩ મહિના, શાહજાદા અને દીવાન માસૂમમેગખાન ૩ વર્ષ અને ૨ મહિના, જંગલીખાન ૧ વષૅ અને કાઝી અબ્દુલહમીદ ૩ વ
દીવાનજી નોંધે છે કે કાઝી અબ્દુલઽમીદ વ્યભિચારી હતા અને તેણે જબરજસ્તીથી મેંદરડા જીતી લીધુ હતુ. આ અધિકારી વગડામાં વસતા ઉલ્લુઓ જેવા હતા અને તેમણે કાઈ નાંધપાત્ર કામગીરી કરી નથી.’
'
તે ઉમેરે છે કે ઈ. સ. ૧૭૨૨માં અસકુલીખાન જૂનાગઢને મુત્સદ્દી થઈને આવ્યા. તેણે આખા દેશ લૂંટી લીધે, અસદકુલીખાને શેરખાત તથા સલાબતખાનને નાયા તરીકે નીમ્યા અને શરફુદ્દીનને ખાનચી બતાવ્યો. તેના મમાં અમદાવાદથી શુઅતખાન સૂબાએ આવી પેશૠશી લીધી. અસદકુલીખાને છ વષૅ કારભારી કર્યો, તે પછી ગુલામમાલુદીખાન ઈ. સ. ૧૭૨૮માં આવ્યા. તેણે સલાબતમહમદખાન ભાખીને તાયા તરીકે નીમ્યા. સલાબૃતમહમદખાને થાડા વખત કામ કરી તેના પુત્ર શેરખાનને તેની જગ્યાએ રાખી તે અમદાવાદ ગયેા. શેરખાને ગુલામમાલુદ્દીન પાસેથી જૂનાગઢના ઈજારા એંસી હજાર રૂપિયામાં રાખ્યા, ઈ. સ. ૧૭૩૧માં સલા॰તમહમદખાન ગુજરી ગયા તેથી શેરખાનને તેને પદેથી દૂર કરી મીર ઈસ્માઈલને ગુલામમાલુદીનના નાયબપદે નીમ્યા. ઈ. સ. ૧૭૩૩માં મીર ફખરુદ્દીન ફાજાર થઈને આવ્યો, મીર ઈસ્માઈલ અને તેના દીવાન ભવાનીહાસ વૈશ્નવે અમરેલી પાસે તેને
૧. જૂનાગઢ વૈશ્નવ મજમુદારાના મૂળપુરુષ. તેમના જીવન તથા વશો માટે જુએ હાદાસ બક્ષીનું આત્મચિત્ર, સપાદન : શ. હ. દેશાઈ.
Page #120
--------------------------------------------------------------------------
________________
મુસ્લિમ સમય : ૧૧૯
રેકીને યુદ્ધ આપ્યું. તેમાં ફખરૂદ્દીન તથા સૈયદ અકીલખાન માર્યા ગયા. આ વર્ષમાં જ ગુલામમોહ્યુદીન મરી ગયું અને તેથી તેના ભાઈ અસદકુલીખાને જૂનાગઢની સનંદ મેળવી મીર ઈસ્માઈલને નાયબ તરીકે રાખ્યો.
તે પછી સોરાબખાને મહારાજા અજીતસિંહના કહેવાથી મીર ઈસ્માઈલને જૂનાગઢમાંથી કાઢી મૂક્યો. મીર ઈસ્માઈલ સમુદ્રમાર્ગે સિંધમાં ચા ગયે અને ઈ. સ. ૧૭૩૪માં સોરાબખાન જૂનાગઢને ફોજદાર થયો. તે સાદકઅલીખાનને નાયબ તરીકે રાખી, વીરમગામની ફોજદારી મેળવી ત્યાં ગયો. તેને રતનસિંહ ભંડારીએ વીરમગામમાં પ્રવેશ કરવા દીધું નહિ અને સાદકઅલી ખાનની નિર્બળતાના પરિણામે પરગણામાં અરાજકતા વ્યાપી ગઈ તેથી ઈ. સ. ૧૭૩૭માં જૂનાગઢના જિદારપદે હઝબરખાન નિમાઈ આવ્યો. તેણે મીર દોસ્ત અલીને તેના નાયબ તરીકે મુકરર કર્યો. આ નાયબ સૈન્યોના પગારે ચૂકવી શકયો નહિ તેથી તેણે શેરખાનને ઘેઘાથી બોલાવી, ઈ. સ. ૧૭૩૮માં જૂનાગઢને પ્રાંત સોંપી આપે. હઝબરખાન આ જ વર્ષમાં ગુજરી ગયો.
ઈ. સ. ૧૭૦૭માં આલમગીરના મૃત્યુ પછી એક પછી એક લા. પાદશાહેની નિર્બળતા, નાદીરશાહની ચડાઈ અને મરાઠાઓનાં આક્રમણથી મુગલાઈના પાયા હચમચી ગયા. શહેનશાહ નામના જ રહ્યા અને સુબાએ સ્વતંત્ર થઈ ગયા. તે સમયમાં એટલે ઈ. સ. ૧૭૪૮માં શેરખાન બાબીએ બહાદરખાન નામ ધારણ કરી સ્વતંત્ર રાજય કરવાનું શરૂ કર્યું.
Page #121
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ
બાબી વંશ
જૂનાગઢની નવાબીને સ્થાપક શેરખાન બાબીવંશને હતા. બાબીઓ મૂળ અફઘાનિસ્તાનના વતની હતા અને તેમના પૂર્વજો દેશ પ્રાંતના પુસ્ત નામના ગામડામાં વસતા. તેમાં કયસ નામને એક પુરુષ મદીના ગયેલ અને
ત્યાં તેણે હઝરત મહંમદ પયગંબર સાહેબના હસ્તે ઈસ્લામની દીક્ષા લીધી. ઈસ્લામ અંગીકાર કર્યા પછી તેણે તેનું નામ અબ્દુરશીદ રાખ્યું. તેને ત્રણ પુત્રો થયા જેમાં એક ઈસ્માઈલ ઉર્ફે ગોરગસ્ત હતા અને તેને એક પુત્ર બાબી હતા. તેના જે વંશજો થયા તે બાબી ઉપનામથી જાણીતા થયા.
બાબીના ચાર પુત્રો પૈકી એકનું નામ મીર હતું. તેને પુત્ર યાહ્યા, તેને તેને ઉસ્માન, અબ્દરહીમ, તેને મીરખાન, તેને કરીમખાન અને તેને પુત્ર આદિલખાન થયો. - ઈ. સ. ૧૫૫માં આલિખાન ઈરાનમાં આશ્રય લઈ રહેલા દિલ્હીના પદભ્રષ્ટ શાહ હુમાયુને મળે અને જ્યારે હુમાયુ હિન્દુસ્તાનમાં પાછો આવ્યો ત્યારે તેની સાથે આવ્યું. તેના પુત્ર ઉસ્માનખાનના પુત્ર બહાદરખાનને અકબરના સમયમાં શીહીની જાગીર મળી. રાજા ટોડરમલે ઈ. સ. ૧૫૭૮માં જ્યારે ગુજરાતની જમાબંદી કરી ત્યારે બહાદુરખાન તેની સાથે હતો. આ બહાદરખાને શાહજહાનના સમયમાં શાહી દરબારમાં ઊંચું સ્થાન મેળવ્યું.
બહાદરખાનને ચાર પુત્રો હતા. તેમાં મુબારિઝખાન કડીના અને મુઝફફર
Page #122
--------------------------------------------------------------------------
________________
માખી વંશ-પૂર્વાધ : ૧૨૧
ખાન પાટણના નાયબ ફોજદારપદે નિમાયા. મુઝફરખાન કાળી સામે લડતાં માર્યા ગયા અને મુબારિઝખાન પણ ગુજરી ગયા. ત્રીજો પુત્ર જાફરખાન મુઝફરખાનના મૃત્યુ પછી તેના પદે નિમાયા. ઈ. સ. ૧૬૯૪ આસપાસ તને પાદશાહે સફરખાનના ઇલ્કાબ આપ્યા અને પાટગુના ફોજદારપદે નિયુકત કર્યાં પશુ ઈ. સ. ૧૯૯૮માં ગુજરાતના સૂબ! શુામતખાન સાથે તેને મતભેદ થતાં તે માળવા ચાલ્યો ગયો. બહાદરખાનના ચાથા પુત્ર શાહબાઝખાન હતા.
ઈ. સ. ૧૭૦૬માં વીર દુર્ગાદાસ રાઠોડે દિલ્હીની શાહી હકૂમતને ત્રાહે તાબાહુ પાકરાવી ત્યારે બાદશાહ આલમગીરના હુકમથી સફદરખાન તેની સામે ચડયા. આ કામગીરી બદલ તેને રાધનપુર, સમીમુંજપુર અને તેરવાડાની જાગીરા મળી.1
ખીજા મંતવ્ય પ્રમાણે ખાખી વંશના સ્થાપક સૈયદ મહમદ ઉર્ફે સૈયદ બાબા હતા. તેના પુત્ર ભાખી થયા તેના માતામહ ગારગસ્ત હતા અને તેના પિતા કયસ ઉર્ફે અબ્દુલ હમીદ હતા. ભાખી હઝરત અલીની એલાદમાં બાવીસમી પેઢીએ ઊતરેલા. આદમથી હઝરતઅલી એગણપચાસમી પેઢીએ અને સૈયદ ખાખી એકાતરમી પેઢીએ હતા. સૈયદ માખીને ચાર પુત્રા હતા તેમાં પ્રથમ મિરઝા હતા. તેના પુત્ર હયાતખાન થયા. તેના ઉસ્માનખાન, તેના ઈસ્માઈલખાન, તેના અબ્દુરી મખાન અને તેના આદિલખાન તથા તેના પુત્ર ઉસ્માનખાન હતા. આદિલખાન ઈરાનના શાહુ તહમાસ્પ પાસે હતા. હુમાયુ જ્યારે ઈરાનથી હિંદુસ્તાન જીતવા આવ્યા ત્યારે શાહે તેને સાથે મેાકલ્યા અને હુમાયુની ક્રોહ પછી તેની સાથે દિલ્હી દરબારમાં રહી ગયો. ઉસ્માનખાનના પુત્ર બહાદુરખાન શાહજહાનની પાસે રહેતા. તેણે શાહઝાદા પરવીઝ સામેની લડાઈમાં પરાક્રમ બતાવી શાહની બેગમને શત્રુના હાથમાં જતી બચાવી તેથી શાહજહાંને તેને શેર'ના ઈલ્કાબ આપી, કડી અને થરાદની જાગીર આપી. 2
શેરખાન
ઈ. સ. ૧૭૦૫માં મરાઠાઓએ ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે રાજપીપળા પાસે રતનપરના મેદાનમાં સફદરખાને નઝરઅલીખાનની મદદમાં રહી તેને યુધ્ધ
1 મિરાતે મુસ્તફાબાદ, શ્રી જી. એ. શેખ
2 ‘જૂનાગઢને ઇતિહાસ’, શ્રી ગુલાબશકર વાદ્દા. જૂ. ગિ.-૧૬
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨૨ : જૂનાગઢ અને ગિરનાર
આપ્યું તેમાં મુસ્લિમ સેના છિન્નભિન્ન થઈ ગઈ. સફદરખાન મરાઠામ્માના હાથમાં દેદ પકડાયા અને તેના પુત્રા સલાબતમઽમદખાન તથા શેરખાન નાસી છૂટયા. પાછળથી સલાબતખાને મરાઠા સરદાર ધાનાજીને મોટી રકમના ઈંડ આપી તેના પિતાને તથા અબ્દુલહમીદને મુકત કરાવ્યા. એવી પણ નોંધ છે કે જ્યારે શાહના મુરાદ ગુજરાતમાં સૂબાપદે આવ્યા ત્યારે શેરખાન તેની હજૂરમાં રહેતા.૩
સફદરખાનને ફરીથી પાટણના ફેાજદારની જગ્યા મળી પણ તે છેં. સ. ૧૭૨૫માં ગુજરી ગયા. તથી સલાબતમહમદખાનને વીરમગામની ફોજદારી અને ધેાધાની જાગીર મળ્યાં.
સલાબતમહમદખાન એ રીતે સૌરાષ્ટ્રમાં આવતાં તેણે સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશ કર્યો અને જામનગર તથા હળવદના પ્રશ્નોમાં રસ લઈ આ રાજ્જા સાથેના સબંધ વધાર્યા.
ઈ. સ. ૧૭૨૮માં જૂનાગઢના ફોજદાર અસદઅલીખાન ગુજરી જતાં સલાબતમહમદખાનના પુત્ર મેરખાનને તેની જગ્યા મળી, પરંતુ દિલ્હી દરબારમાંથી તે જગ્યા ઉપર માધુકીન નામના ફોજદાર બારાબાર નિમાઈને આવી જતાં શેરખાનને નાયબ ફાજદારના પદે પાછું જવું પડયું માલુદીને મીર ઈસ્માઈલને પેતા વતી નાયબ ફોજદાર તરીકે નિયુકત કર્યાં અને તેણે શેરખાનની કામગીરીમાં બેહદ દખલ કરતાં શેરખાન કંટાળીને જૂનાગઢથી ત્યાગપત્ર આપી પોતાની નગીરમાં વાધા રહેવા ચાલ્યા ગયા.
મુગલ સામ્રાજયની સેાર ઉપર હકૂમત હતી તે છતાં પીલાજીરાવ ગાયકવાડ સૌરાષ્ટ્રમાં પ્રવેશી સેારડ પ્રાંત ઉપર પેાતાની જમા બેસાડી તે વસૂલ લેવા બે વર્ષ પંત મુકામ રાખ્યું, પાદશાહી ફાજદાર તેના વિરુધ કરી શકયા નહિ.
શેરખાનની અસીમ મહત્ત્વાકાંક્ષા તેને સ્થિર બેસવા દે તેમ હતું નહિ તેણે ગુજરાતના સૂબા અને જોધપુરના મહારાજા અભયસિંહ ની કૃપા પ્રાપ્ત
1 જૂનાગઢના ઇતિહાસની કાચી નોંધ, લેખકનું નામ નથી,
2 એન
૩ ોધપુર મહારાન્ન અતસિંહ ઈ. સ. ૧૭૫૧માં અને તેના અનુગામી મહારાજા અભયસિંહ ઇ. સ. ૧૭૩૦માં ગુજરાતના સૂબા હતા.
Page #124
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૨૩ કરી ફોજદારને હેદો મેળવવા પ્રયત્ન શરૂ કર્યા. મહારાજાના ભાઈ વખતસિંહ સાથે તેણે મૈત્રી કરી અને તેના દ્વારા મહારાજની મુલાકાત મેળવી શેરખાને અભયસિંહને હાથી, ઘોડાઓ અને કીમતી આભૂષણે નજર કર્યા અને પિતાની સેવાની વિગતે રજૂ કરી.
અભયસિંહ શેરખાનના વ્યકિતત્વથી અને તેની શક્તિથી ખુશી થયા અને તેને “બહાદર”ને ઈલકાબ આપ્યો, એટલું જ નહિ પણ વડોદરામાં સરબુલંદખાન નામને ફેજદાર હતો તે છતાં તેના. ઉપરાંત શેરખાનની ત્યાં નિમણૂક કરી. સરબુલંદખાને આ નિમણૂકને વિરોધ કર્યો ત્યારે મહારાજાએ કહ્યું કે મરાઠાની વધતી જતી ભરતીને ખાળવા શેરખાન જેવા ખડકની જરૂર છે અને તે ખાસ કામગીરી માટે તેની નિમણૂક કરવામાં આવી છે.
શેરખાને સરબુલંદખાન સાથે સહકારથી કામ કર્યું તેથી તેને ખાનને ઈલકાબ આપવામાં આવ્યા તે પૂર્વે શેરખાન શેરખાન બહાદર કહેવાતા તેના બદલે હવે તે બહાદખાન થઈ ગયા.
દિલ્હીની અવ્યવસ્થિત અને અનિયમિત રાજનીતિમાં “મારે તેની તલવાર , એ સૂત્ર સ્વીકૃત થઈ ગયું હતું તેથી બુરહાન-ઉલમુક નામના અમીરની લાગવગથી સોરાબખાનને સોરઠની ફેજદારી મળી તથા શેરખાનની ઘંઘામાં જે જાગી હતી તે પણ તેને મળી. સોરાબખાને ઘોઘામાં આવી શેરખાનના માણસે તથા કુટુંબીઓને કાઢી મૂકયા. શેરખાન તે માટે કાંઈ પણ કરે તે પહેલાં સોરાબખાન તથા મહારાજા અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારી વચ્ચે વાં પડતાં બંને પક્ષો વચ્ચે ધંધુકા પાસે યુદ્ધ થયું તેમાં સોરાબખાન માર્યો ગયે.
શેરખાન તે પછી ખેડા ગયે અને દુશ્મનના દુશ્મન સહેજે મિત્ર એ ન્યાયે રતનસિંહે તેને પિરબંદરની ફેજિદારી આપી પણ શેરખાને તેને અસ્વીકાર કરી પિતે વાડાસિનોર જઈ ત્યાં રહ્યો.
ઈ. સ. ૧૭૧માં મહારાજા અભયસિંહ સૂબાપદેથી પાછાં ગયા અને તેની જગ્યાએ શેરખાનને મોટો શત્રુ મોમીનખાન ગુજરાતને સૂબે થઈને આવ્યો મોમીનખાનના મરાઠાઓ સાથેના સંબંધે સારા છે અને દિલ્હીની સત્તાને સૂર્ય ઝડપથી અસ્તાચળે ઊતરી રહ્યો છે તે જોઈ જવાંમર્દખાન બાબી તથા જોરાવરખાન બાબી મેમીનખાન સાથે મળી ગયા અને આવડ પ્રબળ
1 તારીખે સેરઠ, દીવાન રણછોડજી.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૪ઃ જૂનાગઢ અને ગિરનાર
જૂથ પિતાને પહેચવા નહિ દે એમ માની શેરખાને પણ પ્રેમીનખાન સાથે સમાધાન કરી તેની આજ્ઞાનુસાર જૂનાગઢના નાયબ ફોજદારની જગ્યા સ્વીકારી લીધી, પરંતુ ત્યાં હઝબરખાન ફેજિદાર હતો અને શેરખાનને તેની સાથે અણબનાવ હતો તેથી તે જૂનાગઢ ન જતાં મોમીનખાન પાસે જ રહ્યો. પાછળથી મોમીનખાને તે બન્નેનું સમાધાન કરાવી આપ્યું અને તેને ગુજરાતમાં આગળ વધતાં મરાઠી સૈન્યો સામે લડવા જવા આજ્ઞા આપી, મુગલ સામ્રાજય છેલ્લા શ્વાસ ઘૂંટતું હતું અને શાહી સત્તા નહિવત થઈ ગઈ હતી ત્યારે વિજયી સૈન્ય સામે લડીને સાફ થઈ જવાનું શેરખાનને યોગ્ય લાગ્યું નહિ. તેણે ગુજ- રાતની ક્ષિતિજ ઉપર મહારાષ્ટ્રના ઊગતા સૂર્યને જોઈ મરાઠા સરદાર રંગોજી
સાથે મૈત્રી કરી અને તેની સલાહથી જૂનાગઢ જઈ નાયબ ફોજદારની જગ્યા સંભાળી લીધી.
ઈ. સ. ૧૭૪૩માં મામીનખાન મૃત્યુ પામ્યો તેથી શેરખાને રંગજીનું પડખું પકડી ખંભાત પરગણાનાં જે ગામ મામીનખાનની જાગીરનાં હતાં તે લૂંટી લીધાં.
મરાઠાઓનું ગુજરાતમાં પ્રાબલ્ય વધી ગયું છે અને સ્થાનિક અમલદારે તેની સામે થતા નથી કે થઈ શકતા નથી તેમ જણાયાથી દિલ્હીથી ખુદા-ઉદ્દીન અને મુફત–ઉદ્દીન નામના સરદાર એક પ્રચંડ સેના લઈને ગુજરાતમાં આવ્યા. તેમણે રંગોજી સામે મોરચો માંડયા. રંગેજીને મહારાષ્ટ્રમાંથી મદદ મળી નહિ ત્યારે શેરખાને વચ્ચે પડી સમાધાન કરાવ્યું તેમાં એવું ઠરાવ્યું કે મરાઠાઓ વીરમગામ અને બોરસદને કબજે છેડી આપે અને મુગલ સેના અમદાવાદમાં રહે તેને રંગેજી હરકત કરે નહિ. રંગેજીને મારી નાખવા મુગલ સેનાપતિઓએ કાવવું કર્યું પણ શેરખાને તેને મદદ કરી તેને વાડાસિનોર નાસી જવામાં સહાય કરી અને પોતે પણ વાડાસિનોર પહોંચી ગયો.
દરમ્યાન જવાંમર્દખાન બાબીએ એક બનાવટી ફરમાન ઊભું કરી ગુજ. રાતની સૂબાગીરી પચાવી પાડી એટલે શેરખાને ગાયકવાડને બોરસદ લઈ લેવા સલાહ આપી. મરાઠાઓએ બોરસદ પાછું લઈ લેતાં જવાંમર્દખાને શેરખાનની નિંદા કરી ઠપકે આ તેથી શેરખાન વાડાસિનોરથી જૂનાગઢ ન જતાં પાછા વાડાસિનોર ચાલ્યો ગયો.
આ સમયે જૂનાગઢમાં દિલ્હી દરબારમાંથી આવેલા મીરદસ્તઅલી અને હિમ્મતઅલી નામના ફોજદારો હતા તેમની નિર્બળતાને કારણે તથા તેમના અયાશી જીવનને કારણે વહીવટી તંત્ર કથળી ગયું હતું. પ્રજાનું રક્ષણ કરવામાં તેઓ અસમર્થ નીવડેલા અને લૂંટારાઓ અને માથાભારે માણસો સરે જાહેર
Page #126
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૨૫
લૂંટફાટ કરી પ્રજાની પાયમાલી સરજી રહ્યા હતા તેથી રૈયતે અને દેશાઈએએ’ દલપતરામ નામના એક મુત્સદ્દી નાગરને વાડાસિનાર જઈ શેરખાન બાબીને ખેલાવી જૂનાગઢનું સૂત્ર સભાળવા આમ ત્રણુ આપ્યું.
શેરખાને આ તક ઝડપી લીધી તથા પોતાની સાથે મહમ્મદ અલીખાન, અબ્દુલ્લાખાન પટણી, ફ્રીદખાન કારાણી, ખુલીખાન યુસુફઝાઈ, કામેશ્વર પત, કરશનચંદ બક્ષી, પીતાંબર મેાદી અને ગુલાબરાય નાગરને લઈ તે ઈ. સ. ૧૭૪૭માં જૂનાગઢ આવ્યો અને સર્વ સત્તા હસ્તગત્ત કરી લીધી.
થાડા જ સમયમાં ખંડેરાવ ગાયકવાડની વિધવા ઉમાબાઈનું સૈન્ય ખંડણી લેવા સોરઠમાં પ્રવેશ્યુ પણ શેરખાને તેને યુ ન આપતાં, સોના-રૂપાના દાગીના તથા અન્ય કીમતી નજરાણું કરી તેના વકીલ સોમજી છકાર નામના નાગર દ્વારા સમાધાન યચી તે સૈન્યને પાછું વાળ્યું.
પરંતુ શેરખાનને આરામ મળે તેમ હતું નહિં. ઈ. સ. ૧૭૪૭માં કાનાજી તાકારે નામના મરાઠા સરદારે અમદાવાદના અમીર (ખરૂદૌલાની સહાય મેળવી સોરઠ ઉપર ચડાઈ કરી. તેણે જૂનાગઢ આવી ખંડણી માગી પણ શેરખાને ઈન્કાર કરતાં તેણે વંથળી લેવું. શેરખાને તેની સામે લડાઈ લીધી અને કાનાજીને પરાજિત કરી પાછા જવા ફરજ પાડી.
આ પ્રસંગે ક્ખદૌલાની સ્થિતિ વિષમ થતાં તેણે સોનાની ચાવીએ બનાવી એકવીસ અશરફી સાથે બાદશાહને દિલ્હી માકલી અને કેમ જાણે વંથળીની ફતેહ પોતે કરી હોય તેમ વધામણી માકલી પેાતાની વીરતા નહેર કરી. આ વાર્તા તારીખે સોરમાં આપવામાં આવી છે પરંતુ અન્ય પ્રમાણેાથી જણાય છે કે ફખરદૌલા કાનાજી તાકપારને વથળીમાંથી કાઢવા માટે જવાબદાર હતા. તેણે આ યુદ્ધમાં વીરતા દર્શાત્રવા માટે રાહેાડ રાજપૂત હતા પણ ધર્માંતર કરી મુસ્લિમ થયેલા તે સેતા અલી શેરખીન ઈબ્રાહીમખાનને કુતિયાણા પાસે અમરાપુરમાં જાગીર આપેલી 1
બહાદુરખાન ગાદીએ
શેરખાનને તેના બળના યાસ મળી ગયા. જૂનાગઢની પ્રજા પણ તેનાં સ્વભાવ અને શક્તિથી પરિચિત હતી તેથી તેના માટે મેદાન માકળ છે એમ માની શેરખાને ગુજરાતની ખટપટમાંથી નિવૃત્ત થઈ જૂનાગઢમાં સ્વતંત્ર શાસન કરવા વિચારી બહાદરખાન નામ તથા દિલ્હીના પાદશાહે આપેલા દીવાનના
1 અમરાપુર તાલુકા, ભારત રાજ્ય મડલ, શ્રી અમૃતલાલ જી. શાહ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
હેલો ધારણ કરી ઈસ. ૧છ૪માં પાદશાહના નામે સ્વતંત્ર રાજય કરવાનું શરૂ કર્યું અને જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના કરી.
તેણે તેના તંત્રની સમગ્ર જવાબદારી તેના કારભારી દલપતરામ નાગરને સાંપ આપી. . . વસંતરાય પુરબીઓ * આ સમયે વસંતરાય પુરબીઓ નામને એક બળવાન સરદાર જાનાગઢમાં રહેતો તેણે એક મોટી સેને ઉભી કરી માણુશીયા નામના ખાંટ સરદાર સાથે ઐકય કરી, ઉપરકેટમાં ચડી જઈ શેરખાનના અધિકારને પડકાર કર્યો અને જૂનાગઢમાં પિતાની હકૂમત સ્થાપવાનાં ચક્રે ગતિમાન કર્યા.
દીવાન દલપતરામ અમદાવાદ ગયેલા અને તેની ગેરહાજરીમાં જગન્નાથ ઝાલા કારભાર કરતા તે કાંઈ કરે તે પહેલાં વસંતરાયે બહાદરખાનને કેદ કરી લીધા અને જૂનાગઢનું તંત્ર સ્વાધીન કર્યું. ' બહાદરખાનની સ્થિતિ વિષમ થઈ ગઈ. તેને પ્રથમ ગ્રાસે મક્ષિકા આવી
અને પેશ્વા, ગાયકવાઠ કે શહેનશાહ જેવી સત્તાઓ તરફથી નહિ પણ વસ તરાય પુરબીયા જેવા એક સરદાર તરફથી ઉપસ્થિત કરવામાં આવેલ વિરોધ તેના માર્ગમાં અવરોધક થઈને ઊભો રહ્યો. વસંતરાયના કારાગૃહમાંથી મુક્તિ મળે તેવી કોઈ આશા ન હતી અને પરિણામ અનિશ્ચિત હતું ત્યાં તેની વફાદાર અને નિમકહલાલ સેનાની જગનાથ ઝાલા નામના નાગરે બુદ્ધિપૂર્વક યંત્ર રચી તેને નાસી જવાને માર્ગ કરી આપ્યો અને બહાદરખાન રાતને અંધારપછેડો ઓઢી જૂનાગઢ છોડી નાસી ગયા.
તેણે અમદાવાદ જઈ દીવાન દલપતરામને પોતાને એક બહુમૂલ્ય બાજુબંધ આપી, તેને વેચી તેમાંથી સૈન્ય ઊભું કરી જૂનાગઢ ઉપર ચડવા આજ્ઞા કરી. - દલપતરામ આવી પહોંચે તે પહેલાં વસંતરાયે જૂનાગઢને સીમાડે ધેરાજી, સુપેડી, નાની મારડ અને પીપળિયા ગામમાં પિતાનો ગીરાસે હતા ત્યાં હકૂમત
1 તારીખે સેરઠમાં માણશયો ખાંટ હતો એમ કહેવામાં આવ્યું છે. ફારસીમાં ખાંડ અને
કાઠી લખાવવામાં માત્ર એક અક્ષર વધે છે અને એક ખૂટે છે એટલે તે કાઠી હતો તેવી પણ એક માન્યતા છે અને તેના આધારે લોકસાહિત્યમાં ચાંચઈ પાણીયાના કાઠી દર બાર માણશીયાવાળાએ જુનાગઢ સ્વાધીન કર્યું હતું તેવી વાત છે. તારીખે સેરઠની મૂળ ફારસી પ્રત તપાસતાં તેમાં ખાંટ શબ્દ છે. આ બાબતમાં વિશેષ ખાત્રી કરવા કોઈ અન્ય સાધન નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂછે ? જરાક
સ્થાપી ગંડલનાં ગામે દબાવવાં શરૂ કર્યા અને પરિણામે ગોંડલ ઠાકોર હોઇ પિતાનું રક્ષણ કરવા માટે ચિંતિત થયા.
એવામાં મરાઠા સરદાર ચુંબકરાવ ઉદ્ધવ તેના પેશકાર જૂનાગઢના નાગર મામભાઈ કીકાણી સાથે જમા લેવા સૌરાષ્ટ્રમાં આવ્યો અને ગોંડલ ઉપર મોટી રકમ વસૂલ આપવા પાસે મોકલ્યો. ગોંડલ ઠાકોર હાલેજીએ ખોખરી ગામ આગળ છાવણી નાખી ત્યાં દીવાન દલપતરામ જૂનાગઢ તરફ જતાં તેનાં ભાડૂતી સૈન્ય સાથે જેતપુર પહોંચ્યા છે તેવી માહિતી મળતાં તેના કારભારી ઈશ્વરછ બૂચને જેતપુર મોકલી એવી સંધિ કરી દે વસંતરાયને જૂનાગઢમાંથી કાઢવાના પ્રયાસમાં ગોંડલની સહાય લેવી પડે તે જૂનાગંત, ધોરાજી પરગણું આપે અને વ્યંબકરાવને ગોંડલમાંથી કાઢવાના કામમાં દલપતરામ મદદ આપે તે ફજ અને દારૂગોળાને ખર્ચ ગોંડલ પાસેથી લે નહિ. - બીજે જ દિવસે દલપતરામ તથા ઈશ્વરજી બૂચે તેનાં સે એકત્ર કરી લંબકરાવના સૈન્ય ઉપર હુમલો કર્યો. આ લડાઈમાં યંબકરાવને પેશકાર ભામોભાઈ કીકાણી, પંડિત રામચંદ્ર શામરાવ વગેરે મરાઈ ગયા અને ત્રંબકરાવ પરાજ્ય સ્વીકારી પાછો ચાલ્યો ગયો. જૂનાગઢને ઘેરે
દલપતરામે આરબ જમાદાર શેખ જુબૈદીને તેના ચારસે વિલાયતી આરબો સાથે નોકરીમાં રાખી લીધે અને જૂનાગઢ ઉપર આવ્યા. તેણે વસંતરાયને દેખત હુકમે જૂનાગઢ છોડી જવાનું કહેણ મોકલ્યું પણ વસંતરાયે તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે દલપતરામે જૂનાગઢમાં ઘડીવાર પણ રહેવું નહિ અને રહેશે તે પરિણામ સારું નહિ આવે. દલપતરામ પાસે હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ ન હતા તેથી તેણે થયેલી શર્ત મુજબ પિતાની મદદે આવી જવા ગેહલ ઠાકર હાલોજીને સંદેશો મોકલ્યો.
હાલોજી તેનું સૈન્ય લઈ જૂનાગઢ ઉપર આવે છે તે સમાચાર જાણી વસંતરાયે સાંબલપુર પાસે છાવણી નાખી. બન્ને પક્ષો વચ્ચે તુમુલ યુદ્ધ થયું તમાં વસંતરાયની સેના વેરવિખેર થઈ ગઈ અને વસંતરાય તેર માસ સુધી જૂનાગઢમાં રહી અંતે નાસી ગયો.
હાલાજી તથા તેના યુવરાજ કુંભાજી જૂનાગઢમાં પ્રવેશ્યા અને તે દિવસે ચૈત્ર માસની અમાવાસ્યા હતી તેથી રાત્રિના અંધકારમાં તેણે વસંતરાય રહે તે
1 જુઓ સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ, ભા.-૩
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૮ : જૂનાગઢ અને ગિરનાર
હતો તે હવેલી ઘેરી ગોળીબાર કરવા માંડશે. વસંતરાયને નાસી ગયા સિવાય છૂટકે નહતા તેથી તેના સાથી હઠીસિંગ સાથે તેના કુટુંબીઓને હવેલીના પાર્લા બારણેથી બહાર મેલી પિતિ બીલખા તરફ નાસી ગયે.
હાલેજ તથા દલપતરામ ઉપરકેટ પાસે મુગટરાય દેશાઈની હવેલીમાં ઊતરેલા. તેમણે જૂનાગઢમાં બહાદરખાનની આણ ફેરવી, પણ થોડા જ દિવસોમાં વસંતરાયે માણશીયા ખાંટના આઠથી દશ હજાર માણસ સાથે વાગીશ્વરી દરવાજા પાસેથી શહેરમાં દાખલ થઈ મુગટરામની હવેલી લૂંટી, ઉપરકોટમાં દાખલ થઈ દરવાજા બંધ કરી દીધા. - દલપતરામ તથા હાલાજીએ ઉપરકેટને ઘેરો ઘાલ્યો. આ ઘેરો આઠ માસ પર્યત ચાલતો રહ્યો. બન્ને પક્ષે મકકમ હતા. અંતે વસંતરાયે હાલોજીને મુસ્લિમ પક્ષને મદદ ન કરતાં તેને સહાય કરવા વિનંતી કરી અને કહેવરાવ્યું કે જે હાલાજી બહાદરખાનને જૂનાગઢમાં ફરી ન આવવા દે તે તેનું અર્ધ રાજ હાલજી રાખે પણ હાલોજી એકના બે ન થયા. તેણે ઉપરકેટમાં પુરવઠા જતા બંધ કર્યો અને દુર્ગમાં જતા માર્ગો ફુધી રાખ્યા. વસંતરાયને વિશેષ સમય ટકવું શકય ન લાગ્યું તેથી તે નાસી ગયે.
હાલોજી તથા દલપતરામે જૂનાગઢમાં બહાદરખાનની આણ ફેરવી અને તેને જુનાગઢ આવવા આમંત્રણ મોકલ્યું પરંતુ બહાદરખાનને તેમને વિશ્વાસ ન હતિ તેથી તે મોરબી આવ્યા અને જૂનાગઢના બે વિજેતાઓ મેરબી જઈ બહાદરખાનને તેડી લાવ્યા. - બહાદરખાને આ ઉપકારના બદલામાં હલેજને ધોરાજી વગેરે ગામે “ આપ્યાં. ઉપરકેટના ઘેરામાં હાલના ભાયાત સુમરાજી કામ આવી ગયેલા તેના પુત્રોને બે ગામો ભાંખ અને અરણ આપ્યો અને તેની હકૂમત ગેડિલને આપી, ઈશ્વરજી બૂયને વાર્ષિક સે કરીનું વર્ષાસન બાંધી આપ્યું.' બહાદરખાનના સિકકા
બહાદરખાને જૂનાગઢની ગાદીએ બેસી “મહમૂદી”નું ચલણ બંધ કરી પિતાની હકૂમત સ્વતંત્ર છે તે દર્શાવવા તેના નામના રૂપાના સિકકા પાડયા જે દીવાનશાહી કરીને નામે પ્રસિદ્ધ થયા. તેના ઉપર “બાદશાહ ગાઝી મહમદ
1 જાડેજાને ઈતિહાસ, શ્રી રાજવૈદ જીવરાજ કાલિદાસ શાસ્ત્રી. જૂનાગઢના ઈતિહાસમાં
આ ગામે ઈ. સ. ૧૭૫૮માં આરબોએ બંડ કરી ઉપરકોટ કબજે કરેલ ત્યારે આપવામાં આવેલાં તેમ જણાવ્યું છે તે ચર્ચા આગળ કરવામાં આવી છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૨૯ અકબર સિકે ઝરબે જૂનાગઢ બાસુન” શબ્દ ફારસીમાં અને “શ્રી દીવાન” તથા સંવત દેવનાગરીમાં લખ્યા. તે સાથે ત્રાંબાના દેકડા અને અધેલા-અર્ધા દોકડા પણ ટંકશાળમાંથી બહાર પાડયા. . જગનાથ ઝાલા
બહાદરખાનને જૂનાગઢનું રાજય પ્રાપ્ત કરાવી આપનાર દલપતરામ ઈ. સ. ૧૭૫૦માં ગુજરી ગયા અને તેને પુત્ર સગીર હોવાથી તેને દીવાનપદ ન આપતાં જગન્નાથ ઝાલાની તેણે પિતાના દીવાન તરીકે નિમણૂક કરી. ઉપરકેટને કબજે
આ સમયે આરબના પગાર ચડી જતાં, જમાદાર શેખ અબ્દલાએ ઉપરકેટને કબજે કરી લઈ તેના બેડાને ચડત પગાર ચૂકવી દેવા તકાદે કર્યો. બહાદરખાન પાસે ન તો ધન હતું, ન તે અબ્દલાને પરાસ્ત કરવાની તાકાત હતી તેથી તેણે જગન્નાથ ઝાલાને, આરબોને હાંકી કાઢવા માટે યોગ્ય પ્રવૃત્તિ કરવા વિનંતી કરી. જગન્નાથ ઝાલાએ બહાદરખાનને જમાબંધી કરવાને મિષે જૂનાગઢ બહાર જવા સલાહ આપી અને તેના ભાઈ રૂદ્રજીને ઉપરકેટમાં મોકલી ત્યાં સંગ્રહ કરેલો દારૂગોળે કબજે કરી લીધો. બળવાખોર આરબો પાસે દારૂગોળા નથી તેમ ખાત્રી થતાં બહાદરખાનને જગન્નાથે મોકલેલા સંદેશા ઉપરથી, જૂનાગઢ આવી જગન્નાથ ઝાલાની મદદથી ઉપરકેટ ઘેર્યો. આરબને તે પગારની જરૂર હતી તેથી ગોંડલ ઠાકાર હાલાજીના પુત્ર કુંભાજીએ વચ્ચે પડી ચડત પગારની રકમ ચૂકવી આપી અને બહાદરખાને તેને ત્યાં ધોરાજી ગીરે માંડી આપ્યું. આરબો જૂનાગઢ છેડી ચાલ્યા ગયા. ધરાજી
ગોંડલના ઈતિહાસમાં, હાલોજીએ વસંતરાય પુરબીયાને કાઢવામાં મદદ કરવા માટે, બહાદરખાને ધોરાજી આપ્યું તેમ જણાવ્યું છે. તારીખે સોરઠમાં ધોરાજી આ પ્રસંગે ગીરે મૂકયું હતું તેમ નંધ્યું છે. જૂનાગઢ રાજ્ય પ્રસિદ્ધ કરેલા ઈતિહાસમાં આ પ્રસંગે બહાદરખાનના હજુરી શેખ મહમદ બેદીએ આરબોને પગાર ચૂકવવા ધોરાજી માંડી આપ્યું હતું તેમ કહેવામાં આવ્યું છે. આ ત્રણ વિધાને વિચારતાં એમ જણાય છે કે વસંતરાયને હાંકી કાઢવાના
૧ આ કેરી દીવાનશાહી કહેવાતી માટે દીવાન અમરજીએ પડાવેલી તેવી પ્રચલિત માન્યતા
છે તે બરાબર નથી. બાબીન ખિતાબ દીવાન હતો તેથી દીવાનશાહી કહેવાઈ. જૂ.ગ.-૧૭
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩૦ : જૂનાગઢ અને ગિરનાર કાર્યમાં સહાય કરવા માટે રાજી આપ્યું નહિ હેય પણ રાજી વસંતરાયની જાગીરમાં હતું તે જાગીર તરીકે હાજીને આપ્યું હશે અને પિતાની હકૂમત તે પછી ગીરવી મૂકી હશે. બહાદરખાન સ્વતંત્ર - ઈ. સ. ૧૮૫૭માં અમદાવાદમાંથી પાદશાહી ધજા સદાને માટે સંકેલાઈ ગઈ અને બહાદરખાને સંપૂર્ણ સ્વતંત્ર કારભાર શરૂ કર્યો. બહાદરખાનનું મૃત્યુ - ઈ. સ. ૧૭૫૮માં બહાદરખાન ગુજરી ગયો. તેને પાંચ પુત્રો હતા તેમાં સૌથી મોટા મહાબતખાનને ગાદીએ બેસાડવામાં આવ્યા. આ સમાચાર સાંભળી તેનાથી નાના ભાઈ સરદાર મહમદખાન વાડાસિનેર હતા તેણે ત્યાં પોતાના નામની આણ ફેરવી દીધી અને મહાબતખાને તેની ચિંતા કરી નહિ. ' બહાદરખાન એક દીર્ઘદૃષ્ટા અને કુનેહબાજ સરદાર હતો, તેણે આથમતી મુગલાઈમાં અનેક શત્રુઓના વિરોધ છતાં મુત્સદ્દીગીરીથી અને ધીરજથી જૂનાગઢ અને વાડાસિનેરમાં પિતાની હકૂમત સ્થિર કરી. તેના પૂર્વજીવનમાં તેણે એક શરવીર યોદ્ધા તરીકે અને રાજનીતિજ્ઞ તરીકે નામના મેળવેલી. મુગલોના પ્રખર શત્રુ મરાઠાઓની પણ તેણે પ્રશંસા અને વિશ્વાસ મેળવેલાં પરંતુ જયારે વસંતરાયે ઉપરકેટને કબજે કર્યો ત્યારે તેને હિમ્મતથી સામને કરવાને બદલે તેણે નાસી જવાનું ઈષ્ટ ધાયું તે તેની ઉજજવલ કારકિર્દી ઉપર ઝાંખપ પાથરે છે તેમ છતાં તે શાંત, ઠરેલ અને વિચારશીલ પુરુષ હતા તેમાં શંકાને કઈ સ્થાન નથી.' મહાબતખાન ૧લા',
મહાબતખાને ગાદીએ બેસતાં જ તેના ફુર અને ક્રોધી સ્વભાવનું પ્રદર્શન કરવા માંડયું. શેરખાન જેવા દીર્ઘદૃષ્ટા, શાંત અને ગંભીર પિતાના પુત્રને યેગ્ય નહિ એવું વર્તન કરી તેણે પ્રજાની અને રાજ્યના અધિકારીઓની ચાહના ગુમાવી દીધી. જગન્નાથ ઝાલાનું ખૂન
જેણે શેરખાનને એક સરદારમાંથી નવાબ બનાવ્યો અને જૂનાગઢનું રાજય પ્રાપ્ત કરવાના તેના સાહસમાં સંનિષ્ઠ અને સક્રિય સાથ આપે તે જગનાથ 1 બહાદરખાને હિન્દુ મુસ્લિમ ધર્મસ્થાનને દાન આપ્યાં છે. તેને એક રૂકે છે તેમાં
નરસિંહ મહેતાના ચોરા તથા ભવનાથ મંદિરને રોજની એક રેટી આપવા ચબૂતરા ઉપર હુકમ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૩૧
ઝાલાને કોઈ પણ કારણ વગર ઘ ત કરવા તેના સીદી ગુલામ બીલાલને આજ્ઞા કરી. ગાયક્વાડનું સૈન્ય જૂનાગઢ ઉપર ધસી આવ્યું છે તેની સામે જૂનાગઢનું રક્ષણ કરવા મજેવડી દરવાજા પાસે જગન્નાથ છાવણી નાખી પડેલા અને પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યા હતા ત્યારે બીલાલે તેનું ખૂન કર્યું.
આવા સ્વામીભકત અને વીર મુત્સદ્દીનું કરપીણ ખૂન થતાં જૂનાગઢમાં હાહાકાર થઈ ગયે. નવાબે એટલેથી ન અટકતાં જગન્નાથના ભાઈ રૂદ્રજી તથા બીજ કુટુંબીઓને કેદ કરી તેનાં મકાનો લૂંટાવી દીધાં. મહાબતખાન તેનાં અવિચારી પગલાંથી બેસતી હકૂમત ગુમાવી દેશે એ બીકે તેના પીરઝાદા સૈયદ ખલફશાહમીયાં, જમાદાર રદવખાન રેન ધોળકિયા અને અન્ય અમીરોએ ગોંડલ ઠાકોર કુંભાજીને જૂનાગઢ બેલાવ્યા અને તેની દરમ્યાનગીરીથી મહાબતખાને આ મધ્યસ્થીઓને તેના જામીન લઈ, રૂદ્રજી ઝાલાને મુક્ત કરતાં તે તેના કુટુંબીઓ સાથે પિોરબંદર ચાલ્યા ગયા. સમજી જીકાર
મહાબતખાને સોમજી જીકાર નામના નાગર ગૃહસ્થને દીવાનગીરી આપી અને તેને કાંઈ પણ કરવાની તક આપ્યા વગર જ થ્યા કરી દયાળ શેઠને દીવાનપદ આપ્યું. બીબી સાહેબા સુલતાના
- નવાબના કુટુંબમાં પણ મહાબતખાનના વર્તનથી અસંતોષ અને ઉગ્રતા વ્યાપ્યાં. શેરખાનની બહેન બીબી સાહેબા સુલતાના તેના ભાઈ જેવાં જ મહત્ત્વાકાંક્ષી અને મુત્સદ્દી હતાં. તેણે મહાબતખાનની નિર્બળતાને લાભ લઈ તેના મર્દમ પતિ સામતખાનને મળેલી જાગીરથી સંતોષ ન પામતાં જૂનાગઢ સર કરવા વિચાર્યું. સુલતાનને પુત્ર જાફરખાન, તેની હયાતીમાં મુઝફફરખાન અને ફતેહયાબખાન નામના બે પુત્રોને મૂકી ગુજરી ગયેલા. સુલતાનાએ જનાગઢમાં સૌને ફોડી, આરબ જમાદાર સુલેમાનની મદદથી નવાબ મહાબતખાનને કેદ કરી ઉપરકોટમાં મોકલી આપ્યા અને પોતાના પૌત્ર મુઝફફરખાનની જૂનાગઢના નવાબ તરીકે આણ ફેરવી. રાધનપુરની ચડાઈ
આ પરિસ્થિતિને લાભ લેવા રાધનપુરના નવાબ કમાલુદીન કે જે જવામર્દખાનના નામથી જાણતા હતા તેણે મહાબતખાનને છોડાવવાના વિષે
1 શેરખાનના ભત્રીજા મહમદ ઝફરે જૂનાગઢ સામે બંડ કરેલું પણ જવાંમર્દખાને તેને
સમજાવી તેનું સમાધાન કરાવ્યું, તે પછી કોઈ કારણસર જવાંમર્દખાને આ ચડાઈ કરેલી. મહમદઝફરના બંડની નેંધ માત્ર મિરા અહેમદી લે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
જૂનાગઢના પાદરે એક બળવાન સૈન્ય સાથે મુકામ કર્યો. તેને આંતરિક ઈરાદે તો જે લાગ મળે તે મુઝફફરખાન તથા મહાબતખાન બંનેને કાઢી પિતાના પુત્ર ગાઝ-ઉલ-દીનને જૂનાગઢની ગાદીએ બેસાડવાને હતિ.
જવાંમર્દખાને રાત્રીના જૂનાગઢના કિલ્લા ઉપર હલે કર્યો પણ દુર્ગરક્ષક સૈન્ય તેને સખ્ત પ્રતિકાર કર્યો અને પ્રાતઃકાળે પરાજ્ય સ્વીકારી તેણે પીછેહઠ કરી રાધનપુરને માર્ગ લઈ લીધે. નવાબની મુકિત
ગોંડલના ઠાકોર કુંભાજીએ તે પછી વચમાં પડી તેની મુક્તિ મેળવી આપવા નવાબે સંદેશો મોકલી વિનંતી કરતાં તેણે શિવદાસ પંડયા નામના રાજપુરુષ દ્વારા જમાદાર સુલેમાનને ફેડી નવાબની મુકિત મેળવી. મહાબતખાને મુઝફફરખાન તથા ફોહયાબખાનને, જુનાગઢ ઉપર દા ન કરવાની રીત રાણપુર ચોવીસી અને ધંધુસર વગેરે ગામો આપ્યાં. કુંભાજીને તેણે કરેલી મદદના બદલામાં વાર્ષિક કરી પાંચ હજાર પેશકશ ભરવાની શર્ત ઉપલેટા પરગણું આપ્યું.' રાજતંત્ર
નવાબને મુકિત મળતાં જ દયાળશેડને દીવાનગીરીમાંથી મુક્ત કર્યો તે પછી આ ક્રોધી અને તરંગી પ્રકૃતિના રાજકર્તાએ તેને સૈન્યના પગાર ચૂકવવા માટે, રાજાને ન શોભે તેવી રીતે ગામડાઓ લૂંટવા માંડયા અને તેમાં છતાં પણ પગાર ચૂકવી શકાય નહિ ત્યારે તેણે મેવાલાલ જગજીવન મુનશી નામના એક મુત્સદ્દીને દીવાનની જગ્યા આપી. આ દીવાને રાજતંત્રને સદ્ધર કરવા પ્રયત્નો કર્યા પણ તેના પ્રયાસોનું કાંઈ પણ પરિણામ આવે તે પહેલાં નવાબે તેને પણ રજા આપી દીધી અને ઘોઘાથી સેરાબખાનની બીકથી નાસી આવેલા પિતાના કાકા શેરઝમાનખાનને બાટવાની જાગીર આપેલી ત્યાંથી બેલાવી, દીવાનગીરી આપી. વેરાવળના કબજે - સુલતાનાએ, થયેલા સમાધાનને ભંગ કરી, વેરાવળને કબજે કરી લીધે. નવાબની અણઆવડત અને અશકિતથી પૂરા પરિચિત થયેલા શેઝમાન ખાને પણ જૂનાગઢ હડપ કરી જવાની ઊંડી ઈછાએ તંત્રને કથળવા દીધું અને સુલતાન સામે કોઈ પગલાં લીધાં નહિ. આ સમયે માંગરોળના કાઝી શેખમીયએ નવાબની મુશ્કેલીને લાભ લેવાનું વિચારી, પ્રભાસપાટણના દેશાઈ 1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૩.
Page #134
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૦૩
સુંદરજી નારણજીની સહાયથી સુલતાના પાસેથી વેરાવળ પડાવી લીધું.'
નવાબે વેરાવળ ઉપર ચડવા વિચાર કર્યો પણ આરબના પગાર ચૂકવેલા નહિ તેમ ચૂકવવા માટે ખજાનામાંથી એક રાતી પાઈ પણ ન હતી તેમ તેની પાસે કઈ કુશળ સેનાપતિ કે બુદ્ધિશાળી મંત્રી ન હતા કે તેને સહાય કરે કે સલાહ આપે. વિશેષમાં પિતાના કુર અને વિચિત્ર સ્વભાવ તથા આળસુ અને વિલાસી જીવનથી તે દરબારીઓમાં અપ્રિય થઈ પડેલા એટલે તેને સહાય કરવા કેઈ ખુશી ન હતું. આમ, એકલવાયો, નિસહાય અને નિર્ધન નવાબ વેરાવળ ઉપર ચડી શકે નહિ. આરબમાં તેમના નિયમ મુજબ તેને કેદ પકડી ઉપરકેટને કબજે કરી લીધે. અમરજી.
નવાબ પાસે કંઈ ન હતું પણ તેનાં ભાગ્ય પ્રબળ હતાં. ગાયકવાડ, ગોંડલ. જવામર્દખાન, શેરઝમાનખાન, સુલતાન, શેખમિયા જેવા શત્રુઓ સામે આંતરિક સહાય કે બળ વગરને નવાબ માત્ર ભાગ્યના બળે જ ટકી રહ્યો હતો. , ,
જયારે તેને કોઈ મદદ કરવા ન આવ્યું ત્યારે પોરબંદરના આરબ જમાદાર સાલમીનના વકીલ અમરછ કુંવરજી નાણાવટીએ નવાબ પાસે જઈ આરબોને મહાત કરવાનું બીડું ઝડપ્યું. નવાબે તેને વચન આપ્યું કે જે તે આરબોને ઉપરકેટમાંથી કાઢશે તો તેને નોકરીમાં રાખશે.
અમરજી આ સમયે માત્ર અઢાર વર્ષના હતા પરંતુ જન્મથી નેતૃત્વના ગુણ લઈ ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલા આ દીર્ધદષ્ટા અને વીર યુવાને પિરબંદર જઈ જમાદાર સલમીન તથા તેના માણસોને લઈ આવી વાગીશ્વરી દરવાજે સર કરી ઉપરકોટ ઉપર આક્રમણ કર્યું. અમરછના પ્રબળ પ્રયાસથી અંદર આશ્રય લઈ રહેલા આરબોને નમવું પડયું. તેઓ શરણે આવ્યા અને નવાબે અમરજીને તેનું પરાક્રમ જોઈ સેનાધ્યક્ષનું પદ આપ્યું. આ સમયે સેનાપતિ તે રાજક્ત જ હતું અને તેના સૈન્યના વાસ્તવિક ઉપરીને હોદો સૈન્યના વહીવટી ફરજદાર જે હતો છતાં અમરજીને સૈન્ય વિષયમાં સર્વ સત્તા આપવામાં આવી. વેરાવળને ઘેરે
અમરજીએ તે પછી આરબના પગાર ચૂકવી લશ્કરી તંત્ર વ્યવસ્થિત કરી
1 વિગતો માટે જુઓ પિતૃતર્પણ, શં. હ. દેશાઈ,
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૪ : જૂનાગઢ અને ગિરનાર
બે વર્ષ પર્યત સૌ ને અને ધનકેષને સમૃદ્ધ કરી વેરાવળ ઉપર ચડાઈ કરી નવાબના સૌન્યાધિકારીઓ જમાદાર અબ્દલાખાને કિલ્લા ઉપર ધસારો કર્યો અને તે સાથે જમાદાર વહીદુદીને સમુદ્રમાંથી વહાણે ઉપર તપ ચડાવી તપમારો શરૂ કર્યો. વેરાવળ પડયું. કાઝીશેખમિયાં નાસી ગયો અને સુંદરજી દેશાઈ પકડાઈ ગયા. આ પ્રસંગે નવાબની વૃત્તિ દેશાઈની સ્ત્રીઓની ઈજજત જોખમાવવાની હતી પણ અમરજીએ તેમ ન થવા દીધું. નવાબને અમરજીની ઈચ્છા આગળ શિર ઝુકાવવું પડ્યું. દીવાને
. નવાબે શેરઝમાન ખાનને તેના પદેથી દૂર કરી પિપટ પારેખને દીવાનપદે નીમ્યો પણ તેને ત્રીજે જ દિવસે છૂટો કરી ઝવેરચંદને દીવાનપદું આપ્યું. તેને પણ વીસ દિવસમાં જ બરતરફ કરી મૂળચંદ પારેખને દીવાનપદ આપ્યું પણ તેને પણ એક માસ રાખી મુક્ત કર્યો. શેર ઝમાનખાનનું બંડ
- દીવાનેની ત્વરિત ફેરબદલીઓ અને નવાબની વિચિત્ર માનસિક સ્થિતિને લાભ લેવા શેર ઝમાનખાને જૂનાગઢની ગાદી સ્વાધીન કરવાને પ્રબળ પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. ઈ. સ. ૧૭૬૯માં તેણે મજેવડી દરવાજા પાસેના સારત બાગમાં સૈનિકેની જમાવટ કરી એક સવારે તેણે ઓચિંતે કિલ્લા ઉપર હલે કર્યો પણુ શબંધી વેળાસર ચેતી જતાં આ હલે પાછો વાળે અને શેરઝમાનખાન તેના સૈન્ય નાસે તે પહેલાં જ નાસી ગયો. દીવાનપદે અમરજી
મહાબતખાન જેવા અસ્થિર મનના રાજકર્તાને અંકુશમાં રાખી શકે એવી વ્યક્તિ જ દીવાનગીરી કરી શકે અને દીવાનગીરીની સ્થિરતા થાય તે ક જ રાજ્યનું અસ્તિત્વ રહે તે સ્વાભાવિક હતું. ભાગ્યશાળી નવાબને આ સત્ય સૂઝયું અને તેણે અમરજીની દીવાનપદે નિમણૂક કરી. અમરજીના વિજય - અમરજીએ દીવાનગીરી સંભાળીને તરત જ તેની વિયાત્રાને. પ્રારંભ કર્યો. તેણે દલખાણિયા, કુતિયાણ, સૂત્રાપાડા, દેવડા, શીલ દીવાસા, મહિયારા અને બગસરાના કિલાએ લીધા.અને છેક ઉના સુધીના પ્રદેશ ઉપર તેને વિજયધ્વજ ફરકાવ્યો. તેણે સૌરાષ્ટ્રના સર્વે રાજ્યો પાસેથી જેરતલબી નામને વેરે પણ વસૂલ કર્યો અને ભાવનગર ઠાકોર વખતસિંહજીની 1. વિગતો માટે જુઓ સૌરાષ્ટ્રનો ઈતિહાસ -. હ. દેશાઈ.
Page #136
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ પૂર્વાર્ધઃ ૧૩૫
વિનંતીથી તળાજાને કિલે પણ સર ક 1
અમરજીની પ્રતિષ્ઠા સમસ્ત સૌરાષ્ટ્રમાં પરાકાષ્ઠાએ પહોંચી. ભલભલા મહારથીઓ તેની રણહાકથી ધ્રુજવા માંડયા અને મોટા મોટા મુત્સદ્દીઓ તેની કુનેહ અને કળ આગળ નાના દેખાવા લાગ્યા. જૂનાગઢને સીમાડે આવેલા ગોંડલના ઠાકર કુંભાજીને તેની ભીતિ લાગવા માંડી અને પ્રગટ રીતે તેના પ્રશંસક રહેવા છતાં અંદરથી તેનો ઘાત કરવા વિચારતા રહ્યા.
- કુંભાજીએ છત્રાસાના રાયજાદા બામણીઓને ઉશ્કેરી ગોંડલનું સૈન્ય આપી તેને જૂનાગઢ ઉપર ચડાઈ કરવા મોકલ્યો. અને તે સાથે ગાયકવાડની સેનાને, પોતાની કુમકે બેલાવી. કુંભાજીએ નવાબની સમ્મતિથી, અમરજીની ગેરહાજરીમાં માલાસમડી પાસે પડેલા જૂનાગઢના સો ઉપર ધસારો કર્યો. જૂનાગઢના સૈનિકમાં ભંગાણ પડયું અને જમાદાર સાલમીન ઘેડા ઉપર રાંગ વાળી શક્યો નહિ તેથી ભાગી ન શકતાં પકડાઈ ગયે. નવાબે અમરજીની વધતી જતી પ્રતિષ્ઠાથી દુષભાવે તેનું આ રીતે કાસળ કાઢવા પ્રયત્ન કર્યો પણ દીવાન અમરજીએ તરત જ માલાસમડીમાં પડેલા ગોંડલ અને ગાયકવાડના સંયુકત સૈન્યની છાવણી સામે તેને ઝંડો રોપી યુદ્ધનું આહવાન કર્યું કુંભાજીએ બામણીઓજીને જુદો પાડી નાખ્યો અને લૂંટને માલ તથા દંડ અમરજીને આપી સમાધાન કર્યું. અમરજીએ ત્યાંથી પાછા વળી બામણીઓને આધીન કરી છત્રાસાને ગઢ તેડી પાડ્યરૂદ્રજી છાયા - પોરબંદરના સીપે સાલાર રૂદ્રજી છાયા દીવાનજીને હાથે કેદ થયેલા પરંતુ તેની વીરતા, કુનેહ અને એકનિષ્ઠા જોઈ દીવાન અમરજીએ તેને જૂનાગઢની સેવામાં રાખ્યા. તેઓ રિબંદરનાં મકાને, ભગીરે વગેરે છેડી જૂનાગઢમાં વસ્યા. અંત સુધી તે દીવાનજી અને તેના પછી દીવાન રઘુનાથજીની સાથે
૨હ્યા.'
as
-
-
-
-
-
:
-
-
-
1 રાહ માંડલિકના રણ તણી તરસી હતી તેગ
નઠલંક નાગર નેક તે એને ધરવી અમર ધરધણી 2 ઘેરાજ રત રૂએ માગે તેબાને ત્રાય
ન કરીયે નાગર રાય કેપ આવો કુંવરા ઉત, વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ, શ. હ. દેશાઈ. ૩ શ્રી હરસુખલાલ જયશંકર છાયા તથા શ્રી કુંદનલાલ મોતીલાલ છાયાના પિતામહના પિતામહ,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૬ : જૂનાગઢ અને ગિરનાર
અમરજી કેદ
આવા વીર અને અપ્રતિમ યુદ્ધ કૌશલ્ય ધરાવતા, નિમકહલાલ અને નીડર દીવાને જેના માટે આવડાં મહાન સાહસેા કર્યા... અને જેણે જૂનાગઢની જાગીરમાંથી સારઠનું રાજ્ય સર્જ્યું તે દીવાનને, નવાબ મહાબતખાને, ભીમ ખાજો, જગજીવન કીકાણી, ગુલાબરાય મહેતા, ખુશાલરાય મુગટરામ તથા રાજમાતા સુજાનબીબીના સહકારથી કૈદ કરી લેવા કે તેના ઘાત કરવા વિચાયું. તેણે આ કાવત્રાના પ્રારંભ તરીકે ઈ. સ. ૧૭૬૯માં અમરજીના પક્ષપાતી અને વફાદાર જમાદાર સાલમીનને, માંગરાળ ઉપર ચડાઈ લઈ જવી છે તે મિષે ખેાલાવી ખૂન કરાવ્યુ અને તે પછી તરત જ અમરજી તથા તેના ભાઈ દુલ ભજી, ગોવિંદજી તથા અન્ય કુટુંબીઓને કેદ કરી લીધા. પાંચ માસ પર્યંત તેને કારાવાસમાં રાખી ચાલીસ હજાર કારીના દંડ વસુલ લઈ તેને મુકિત આપતાં અમરજી જૂનાગઢ છેડી ઈ. સ. ૧૭૬૩માં જેતપુર ચાલ્યા ગયા અને દંડની રકમ હાજર હતી નહિ તેથી તે ભરાય ત્યાં સુધી તેના પુત્ર રઘુનાથજીને નવાબે ભાન તરીકે રાખ્યા. તે પછી નવાબ ગુલાબરાય ઉર્ફે ગલુ સામનાથ જોશીપુરાને મદદમાં આપી ભીમ ખાજાને દાવાનગીરી આપી.
દીવાનજીની વિદાયથી જૂનાગઢના શત્રુએએ જોર કર્યું. માંગાળના શેખમિયાંએ માથું... ઉંચકયુ. અને જૂનાગઢનાં ગામડાં લૂંટવા માંડયાં. નવાબે સીમ ખાનને માંગરાળ સર કરવા માકલ્યા પણ શેખમિયાંએ લેાકવાર્તા છે તે અનુસાર કડેલુ અને ભુજીયા માકલી કહેવરાવ્યું કે “તું દાળીયા ભુજ, યુદ્ધમાં તને ખબર ન પડે. અમરજીના જોડામાં તારા પગ બહુ નાના પડે.” આરા અમરજીને વફાદાર હતા. તેમણે તે। સાલમીનના ખૂનના બદલેા ન અપાય અને અમરજી તેનું નેતૃત્વ ન લે ત્યાં સુધી લડવા જ ના પાડી,
નવાબને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે ભીમ ખેાા વગેરેને ખોલાવીને કહ્યું કે અપૂર્વ મ્રુધ્ધિ શકિત અને વીરતા ધરાવતા અમરજીને તમારા સહુના કહેવાથી મે તેની કાઈ પણ કસૂર વગર કાઢયા તે જેતપુર રહે છે. તેને સૌરાષ્ટ્રના રાજા, સૂરતના નવાબ, દીવના પોર્ટુગીઝા વગેરે ખાલાવે છે પણ તે જતા નથી. હવે જામે તેની માફી માંગીને તેી લાવા. આ ઉપરથી
1 આ આમ ત્રણેાની નોંધ તારીખે સેરઠમાં છે, તેમાં ત્રીસ જેટલા રાજાએ તથા સરદારીનાં નામે છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૩૭
ભીમ ખાજા' વગેરે દરબાર આ જેતપુર ગયા અને દીવાન અરજીની માફી માગી તેને પાછા આવવા વિનંતી કરી. જ્યારે આ પ્રતિનિધિ માળ જેતપુર ગયું ત્યારે ત્યાં કચ્છના રાહું ગાડજીના અધિકારીએ અને અમીરા, અમરજીને કચ્છ આવી દીવાનગીરી સંભાળી લેવાનું આમ ત્રણ આપવા આવેલા પણ દીવાનજી જૂનાગઢની વિન ંતી સ્વીકારીને જૂનાગઢ આવ્યા. નવાબે તેનું સન્માન કરી દીવાનપદે આરૂઢ કરી રઘુનાથજીને મુકત કર્યાં.
મહાબતખાનજીનુ મૃત્યુ
દાવાનજીએ તે પછી સૂત્રાપાડા જીત્યું અને વાગડમાં પેાશીત્રાના કિલ્લામાં આશ્રય લઈ લૂટારાઓ આસપાસના પ્રદેશ લૂંટતા હતા તેને જેર કરવા કચ્છના તથા જામનગરના આમંત્રણથી ત્યાં ગયા. તેએકવાગઢમાં હતા ત્યાં ઈ. સ. ૧૭૭૪ના ડિસેમ્બર માસની ૩૨ જી તારીખે નવાબ મહાબતખાન ગુજરી ગયા. તે સમાચાર સાંભળી તે ક્રમાદમ જૂનાગઢ આવ્યા.
નવાબ બહાદરખાન જેવા દીર્ઘદૃષ્ટા અને મુત્સદ્દી વીરપુરુષના પુત્ર હાવા છતાં મહાબતખાન પહેલામાં દુરંદેશીપણાનેા અને બુદ્ધિના અભાવ હતા. તેના સ્વભાવ કુર, તર`ગી અને ક્રેધી હતા. તે દીવાન અમરજી જેવા એક બાહેશ અને અભૂતપૂર્વ પ્રતિભાવાળા સ્વામીભકતને પણ પ્રેમથી સાચવી શકયા નહિ. તેમની ફઈને પણ રાજી રાખી શકયા નહિ. તેમણે તેમના વફાદાર સૈનિકને પણ ખુશી રાખ્યા નહિ. તેઓ માત્ર ભાગ્યશાળી હતા એટલે જ જૂનાગઢના રાજયાસને રહી શકયા અને દીવાન અમરજી જેવા મહાન સેનાપતિની સહાયુથી રાજ્યનું અસ્તિત્વ ટકાવી તેના વિસ્તાર વધારી શકયા.
હામેદખાનજી ૧લા
ઈ. સ. ૧૭૭૪માં નવાબ હામેદખાન ૧લાને માત્ર આઠ વર્ષની વયે અમરજીએ ગાદીનશીન કર્યાં અને રાજ્યની તેમજ રાજકુટુ બની સમગ્ર જવાબદારી પોતે સ્વીકારી લીધી.
રાજમાતાના વિદ્રોહ
દીવાન અમરજી સર્વસત્તાધીશ થયા તે કારણે કે અન્ય કાઈ કારણસર
1 ભીમ ખાજો મુતાતખાના એટલે પુરવઠા ખાતાનેા અધિકારી હતા.-કહાનદાસ બક્ષીનું આત્મચરિત્ર. જુ. ગ.~૧૮
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૮ : જૂનાગઢ અને ગિરનાર
દીવાનજી ઝાલાવાડમાં જોરતલબી ઉઘરાવતા હતા તે તકનો લાભ લઈ નવાબનાં મા સુભાનકુંવરે વંથળીના નાગરીઓને ફોડી, બાંટવાના બાબી મુખ્તારખાન તથા એદલખાનની મદદથી વંથળીને કિલો કજે કરી, અમદાવાદના સૂબા આબુરાવ મહીપતરાવને મદદમાં બોલાવ્યો દીવાન અમરજીને પણ સમાચાર આપવામાં આવતાં આબુરાવ આવે તે પહેલાં તે પહોંચી ગયા. તેણે અપકાળમાં જ વંથળી જીતી લીધું અને મુખ્તારખાન બાબીએ માફી માગતાં તેને જવા દીધા તથા બીજાઓને યોગ્ય શિક્ષા કરી. પેશ્વા ગાયકવાડ
ઈ. સ. ૧૭૭૬માં પેશ્વાના સૂબેદાર અમૃતરાવ તથા ગાયકવાડના સૂબેદાર ભણે પેશકશી વસૂલ લેવા સૌરાષ્ટ્રમાં સવારી કરી. જૂનાગઢ ઉપર તેમણે જેતપુર મુકામેથી તકાદે કર્યો તેથી દીવાન અમરજીએ જેતપુરના પાદરમાં પડાવ નાખી પડેલાં આ સંયુક્ત સૈન્ય સામે યુદ્ધ કર્યું. પેશ્વા ગાયકવાડના સેનાપતિએ એ દીવાનજીનું યુદ્ધકૌશલ્ય અને વીરત્વ જોઈ ગેડલ ઠાકોર કુંભાજી તથા જેતપુર દરબાર કાથડવાળાને મોકલી સુલેહ કરી, દીવાનજીને પિશાક આપી બહુમાન
કયું.
પિશીત્રા
તે પછી જામનગરના દીવાન મેરૂ ખવાસની વિનંતી ઉપરથી, તેનાં ગામડાંઓ, પોશીત્રાના ગઢમાં રહી ધમરોળતા વાઘેરે ઉપર દીવાન અમરજીએ ચડાઈ કરી અને પોશીત્રા લીધું. તે લડાઈમાં બરડાને લૂંટારે કાલુ મેર ભરાઈ ગયો. કલિ મેર
જૂનાગઢ, પોરબંદર, જામનગર અને ગોંડલનાં ગામડાંઓમાં લૂંટફાટ કરતા કાલુ મેર નામને એક માથાભારે માણસ હતો. પોરબંદરના રાણું સરતાનજી તેના કારભારી ભના મહેતા સાથે એકવાર ઈ. સ. ૧૭૭૬માં જૂનાગઢ આવેલા અને ભતા મહેતાના સસરા પૂંજાભાઈ વસાવડા દ્વારા દીવાનજીને આ મેરને પાર કરવા વિનંતી કરેલી તેથી દીવાનજીએ તેની પાછળ રીન્યને મોકલેલું. કાલ મેર નાસી ગયો અને તેને ઉપદ્રવ શાંત થઈ
1 આ રાજમાતાનું નામ એક સ્થળે સુજાનકુંવર પણ આપ્યું છે. 2 તારીખે સેરઠ-દીવાન રણછોડજી, ભાષાંતર: શં. હ. દેશાઈ 3. કહાનદાસ તાપીદાસ બક્ષીનું આત્મ ચરિત્ર.
Page #140
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાધ : ૧૩૮
ગયો પરંતુ દીવાનજી ઉપર પિતાનું વેર લેવા તેણે જૂનાગઢ આવી દવાનજીની હવેલીમાં ચૂપચાપ પ્રવેશ કરી તેના પુત્ર તથા અન્ય વિદ્યાર્થીઓ ફારસી અભ્યાસ કરતા હતા ત્યાં ખુલ્લી તલવારે હુમલો કર્યો તેમાં કુંવરજી ગુલાબરાયા સોમનાથ અને બીજે કિશોર મરાઈ ગયા. કાલુ, આરબ જમાદાર અમરાન તથા આલમખાન બલુચની મદદથી ભાગી છૂટ અને પિશાત્રામાં ભરાઈ રહેલે જયાં મરાઈ ગયો.
જૂનાગઢના કાળવા દરવાજાનું નામ કાલુ ઉપરથી પડયું છે. એવી એક લેકવાર્તા પ્રચલિત થઈ ગઈ છે પણ કાળવા નામ કાલિન્દીનું અપભ્રંશ છે અને પ્રભાસ ખંડ પ્રમાણે કાળયવનના પર્વતમાંથી તે નીકળે છે માટે કાળવાહ કહેવાય છે. કાલ મેર સાથે તેને કોઈ સંબંધ નથી. અમરજીના વિજ
અમરજીએ પોરબંદરના રાણા સરતાનજીને હરાવ્યા અને ગોંડલના પ્રદેશને લૂંટી ખાતા દેવડાના મલુક મામદ નામના સંધીને હરાવી દેવડાને કિલો લીધો. તેણે કંડોરણા તથા મેવાસાના કિલાઓ પણ જીતી લીધા. આમ તેણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢની સત્તા સર્વોપરી બનાવી. રાજપૂત સંગઠ્ઠન
મુસ્લિમ રાજ્યને બળવાન બનાવી રાજપૂત રાજાઓનું જેર તેડવા
[1 ભગવાનલાલ જોશીપુરાનું જીવનચરિત્ર. 2 મહેર-જવામ-શ્રી માલદેવજી રાણા તથા સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા.-૩ 3 આ પ્રસંગની એક સુંદર લોકવાર્તા છે. મલુક એટલો બળવાન થઈ ગયેલો કે કુંભાજી
તેને પહોંચી શક્તા નહિ. તે અમરજી પાસે ગયા અને “ડળ પળકે કુંભ રોયો” અને અને કહ્યું મલુક કહે છે કે “આઉં તે ડરાં અલ્લાસે કાં અમરેશ” માટે આપ ચડે અને તેને પારપત કરે. દીવાન અમરજી તેથી દેવડા ઉપર ચડયા અને મલુકને મારી દેવડા લીધું. આ સામે જાડેજાના ઈતિહાસમાં (શ્રી જીવરામ કાલિદાસ શાસ્ત્રી) આ પ્રસંગ વિ. સ. ૧૮૩૬ (ઈ. સ. ૧૭૮૦)માં બન્યો હોવાનું તથા તેને કુંભાજીએ છો હતો તેમ જણાવ્યું છે. દેવડા ફતેહ કરી કુંભાજીએ નવાબને તે સેંપી દીધું પણ સુપેડી, ગણદ વગેરેમાં નવાબના હકકે તેણે લખાવી લીધા. દેવડાના ઘેરા નામનું ચારણી કાવ્ય અમરજીએ દેવડા કર્યું હતું તેમ સ્પષ્ટ કહે છે. “દેવડાનો ઘેરે” ઈતિહાસ દર્શન, ભા. ૪, શં. હ. દેશાઈ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪૦ : જૂનાગઢ અને ગિરનાર
મથતા અમરજીને મડાત કરવાના સર્વ પ્રયત્ન જ્યારે નિષ્ફળ ગયા ત્યારે કુંભાછએ. રાજપૂત રાજાઓને એકત્ર કરી અમરનું બળ તાડવાના એક મહાન પ્રયાસ કર્યાં. ઈ. સ. ૧૭૮૨માં જામનગર, હળવદ, ગાંડલ, પોરબંદર, કૈાટડા, જેતપુર વગેરે હિન્દુ રાજ્યાનાં સૈન્યએ કુતિયાણા ઉપર હલ્લા કરી વિશ્રડના આરંભ કર્યાં અને જૂનાગઢ ઉપર આક્રમણ કરવા જેતપુર પાસે પડાવ નાખ્યા.
અમરજીએ તેની સામે પેાતાની છાવણી નાખી દીધી. જૂનાગઢના સદાના વિરોધીઓ બાંટવાના મુઝફરખાન, ફતેહયાબખાન અને ખીજ નાખી સરદારા, માંગરાળના શેખમિયાં વગેરે અમરજીની મદદે આવી પહેાંચ્યા. જામનગરના મેરૂ ખત્રાસે અમરજીનું સૈન્ય જોઈ જગુ . રાવળ નામના દૂત દ્વારા અમરજીના સેનાપતિએ રૂદ્રજી છાયા તથા પૂનરામ વસાવડાને વિષ્ટિ માટે ખેાલાવ્યા. તે રાતે સૂતા હતા ત્યાં મેરૂ ભાદર ઊતરી આગળ વધ્યેા. અમરજીને આ સમાચાર મળતાં તેણે તેના પી પકડી પાંચપીપળા આગળ આંતરી લીધે.
પાંચપીપળા પાસે અને સૈન્ય વચ્ચે તુમુલ યુદ્ધ થયું તેમાં મેરૂ અને તેના મિત્રોના પ્રગટ પરાજય થયા અને તેની છાવણી અમરજીના હાથમાં પડી. મેરૂએ ગાયકવાડની સહાય માગેલી તે આ સમયે આવી પહોંચી પણ યુદ્ધનું પરિણામ જોઈ પાછી ફરી ગઈ. અમરજીએ ત્યાંથી જઈ દેવડાના કિલ્લે પાડી નાખ્યા. સમય વરતી કુંભાજી પણ માફામાફી કરી ગાંડલ ચાલ્યા ગયા. જામનગરના મેરૂ પાસેથી અમરજીએ ખીરસરાના કિલ્લા લઈ તેને પણ જવા દીધા. આમ અમસ્જીએ હિન્દુ રાજાઓનાં સંગઠનને સૌંપૂર્ણ પણે તાડી નાખી નવાબના અસ્તિત્વને નિ ય કરી ધાંધુકા અને ખ'ભાત ઉપર જોરતલબી વસૂલ લેવા ચડાઈ કરી.
અમરજીનુ ખૂન
અમરજીની વીરતા, કૌશલ્ય અને કીતિ થી જેમની પ્રગતિ રૂંધાતી હતી તેવા શત્રુઓએ તેને ઘાત કરવા માટે યુવાન નવાબના કાનમાં ઝેર રેડવા માંડયું. ગોંડલના કુમાજીએ નવાબને અમરજી રૂપી કટક તેના માર્ગ માંથી દૂર કરવા માટી રકમ આપવાની પણ લાલચ આપી. લેાકવાર્તા પ્રમાણે તેણે નવાબને મહેમાન બનાવી તેના મનાર જન માટે ત્રાગાળાનું નાટક ગોઠવી તેમાં અમરજીની વિરૂદ્ધ જાય એવા પ્રસંગેા યાયા. નવાબે તેથી અમરજીના ધાત કરવા નિણ્ય કરી હૅાળીની રાત્રે રાજમાતાના નામે રાજમહેલમાંથી સંદેશા
1 શ્રી કનકરાય મહાસુખરાય, શ્રી જનકરાય ધીરજરાય વસાવડા વગેરેમાં પૂજ
Page #142
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ પૂર્વાર્ધ ૧૪૧ મેક કે નવાબનાં લગ્ન રાધનપુર નવાબની કુંવરી સાથે થવાનાં છે તેને દાગીના, કપડાં જોવા પધારો. અમરજી ગયા ત્યાં બારણું પાછળ છુપાઈ રહેલા મારાઓએ ઈ. સ. ૧૭૮૪ના માર્ચ માસની છઠ્ઠી તારીખે તેનું ખૂન કર્યું અને નવાબે તેના આખા કુટુંબને કેદ કર્યું.'
આ ખૂનના કાવત્રામાં નવાબે મનેહરદાસ ત્રિકમદાસ વૈશ્નવ, મહેતાબખાન જુબાખાન ગુજરાતી, જીવણખાન અફઘાન વગેરેને મોટાં પદોની લાલચ આપી તેમની સહાય મેળવેલી તેમ તારીખે સોરઠમાં જણાવ્યું છે. પરંતુ તેમાં મનહરદાસ ન હતા અને તે ગાયકવાડના મજમુદાર છે માટે પિતાને કાંઈ હરકત નહિ આવે તેમ માની નવાબે તેમને ખૂન પછી બોલાવી ફૂલ કારખાનું સોપેલું તેમ શ્રી નયનસુખરાય મજમુદાર તેનાં પુસ્તક “કાઠિયાવાડમાં સાર્વભૌમ સત્તા અને મજમુદાર'માં લખે છે.
જેની સરદારી નીચે પિત અનેક યુદ્ધો ખેલ્યાં હતાં તેનું તેના માલિકને હાથે જ ખૂન થયું તે વિષમ ઘટનાથી આરબે વ્યાકુળ થયા અને જમાદાર શેખ મહમદ નદી, મસુદ સાલેહ, અબ્દલા હાદી તથા સંધી જમાદારે સરફુદીન અને મલાકે, નવાબ પાસે દીવાન કુટુંબને મુક્ત કરવા માગણી કરી અને જ્યારે તે વ્યર્થ ગઈ ત્યારે તેઓએ નવાબનું કાર્ય કરવા ઈન્કાર કર્યો.
અમરછના ખૂનથી સૌરાષ્ટ્રમાં હાહાકાર થઈ ગયો. નવાબને તેનાં હીચકારા કૃત્યને કારણે ફિટકાર મળવા માંડયો. વેરી પણ જેના ઘાવ વખાણે એવા દાના દુમન અને મહાન નીતિધર સેનાનીના મૃત્યુથી સમમ સૌરાષ્ટ્ર શોકમગ્ન થયું.
1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૩. 2 ઉતારથી દળ ઉતરે તેદિ દઈ આડા દિવાન મત હિણા તેં મારીયો ફટ બાબી હામદખાન બડી ભાગ જુનાના ધણ અમારા જેવા આગેવાન કરમ કુટિયા તે કુટિ (કાપીઓ) ધિક બાબી હામદખાન (લેકસાહિત્ય) 3gધુ નગારાં ઘુઘવે બરપે બાધે દેશે
નાગર ધરતી નમાવવા ઓ આવ્યો અમરેશ દશ આંખો દીવાન અંગ તિહારે અમરજી રંગની નાગર રાણ નવખંડ નજર તારી પડે (લોકસાહિત્ય)
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૨ : જૂનાગઢ અને ગિરનાર
ગાયકવાડેની ચડાઇ
દીવાનછના બનેવી, પ્રભાસપાટણના દેશાઈ જભાઈ છબીલદાસે જૂનાગઢ આવી. જે કુટુ`ખીએ કેદમાં પડેલાં નહિ તમને મેરખી મેાકલી પોત સિંહૈાર ગયા અને ત્યાં છાવણી નાખી પડેલા મારારીરાવ ગાયકવાડ તથા રૂપાજી શિંદેને અમરજીના ખૂનના બદલે લેવા તથા તેમના કુટુંખીને મુકત કરાવવા વિનંતી કરી.
મેરારીરાવ અને રૂપાજીએ તરત જ સિંહારથી રવાના થઇ જૂનાગઢ તરફ કૂચ કરી અને ધંધુસર પાસે છાવણી નાખી, નવાબને અમરજીના કુટુંબીઓને શીઘ્ર મુકત કરવા અને તેણે કરેલા અધમ કૃત્યને ખુલાસા કરવા આજ્ઞા આપી.
નવાબને આરખાએ સહકાર ન આપ્યા. તેણે તેના રાજમહેલ ફરતી ચાકી મૂકી દીધી અને મરાઠી સેનાએ જૂનાગઢ ઉપર તાપા ગાડવી, નવાબની પરિસ્થિતિ વિષમ થઈ ગઈ. તેણે એક માસ ૫૫``ત વાટાધાટા ચલાવી અને જયારે તેને જણાયું. ૐ નમ્યા સિવાય છૂટકો નથી ત્યારે તેણે અમરજીના કુટુંબીઓને મુકત કર્યા અને અમરજીના જયેષ્ઠ પુત્ર રઘુનાથજીને ખેલાવી દીત્રાનગીરી આપી દીવાનજીનું સાઠે લાખ કારીનું લહેણું હતું તેના પેટે ઉના, દેલવાડા, માંગરેળ, શીલ અને દીવાસાનાં પરગણાં રઘુનાથજીને માંડી આપ્યાં તથા અમરજીના માથા બદલ વેરાવળ અને કુતિયાણાના કિલ્લા, અમરજીએ જીતેલા ત્યારે આપવામાં આવેલાં ગામા હળિયાદ, ભેસાણ, આંત્રાલી અને અખેાદડ નવાબે ખાલસા કરેલાં તે પાછાં આપ્યાં. ઉપરાંત, અમરજીના કુટુંબીઓને માંગરેળ અને સૂત્રાપાડા પરગણાના કેટલાંક ગામે પણ આપ્યાં.
નવાબે વિશેષમાં, સૈયદ ગુલામ માલુદીન, સૈયદ અહમદ કાદરી, જમાદાર હયાતખાન મલેચ અને રિસિંહ પુરખીયાને બહાંધર આપતાં રઘુનાથજીએ દીવાનગીરી સ્વીકારી.
રઘુનાથજીએ આ સમાચાર ગાયકવાડની છવણીમાં મેાકલ્યા પણ તેને એટલાથી સમાધાન થયું નહિ તેથી અમરજીના ખીજા પુત્ર રણછેડજીને ગાયક વાડ પાસે માકલ્યા. દીવાન રણછેાડજી તારીખે સેરઠમાં નાંધે કે છે જ્યારે
1 આ પ્રસ ́ગની વિગતા માટે જુએ ‘પિતૃતર્પણ', શ. હ. દેશાઈ.
2 રૂપાજી મહાદજી શિંદેના પિત્રાઈ ભાઇ હતા: તેનું નામ કેટલાક લેખકો રણુજી કે રણેાજી આપે છે. દેશાઇ જીભાઇના તેના પુત્ર ઉપર લખેલા પત્રમાં તેને રૂપાછ કહ્યા છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૪૩
લેખક છાવણીમાં પહેાંચ્યા ત્યારે ગાયકવાડ પોતે, રાજા નારાયણરાવ પેઢરે, જીવાજી શામર વ, રૂપાજી શિન્દે, સરદાર નિભાવકર તથા વડાદરાના અન્ય સરદારા, દેશમુખા, જમાદાર હામીદ, એમના અમીરા, ઉબેદી કાસમ, હર્ર વગેરે એક પછી એક ખરખરા કરવા આવ્યા. દરેક સરદારે તેને મે સાલ અને જરી ભરે। દુપટ્ટો અને પાઘડી આપ્યાં જે બધાં મળી લગભગ સા જેટલાં થયાં. રાવસાહેબે ખુદ તેના ખાસ તંબુથી સેા કદમ આગળ આવી તને (રણછેડઇને) પાલખી આપી તથા પોતાના પવિત્ર મસ્તી પાઘડી ઉતારીને તેની માથે મૂકી અને આજ્ઞા કરી કે પેઢરેની કક્ષામાં તેને ૧૫૦૦ સવારેાની પાયગાના દીવાન અને અધ્યક્ષ નીમવામાં આવે છે. આ પાયગાના ખ રૂપિયા ૬,૪૦,૦૦૦ થાય, જે ખર્ચને પહેાંચી વળવા તેને (રણછોડજીને મહુધા, અમરેલી, દામનગર અને કોડીનાર પરગણાની ઊપજ આપવી; પણ હું આ દેશમાં મોટા થયેલા અને મારા સગાએ અહીં હતા તેથી હું આ નવાજેશ સ્વીકારી શકયા નહિ.’1
દીવાન અમરજી
અમરજીના જન્મ ઈ. સ. ૧૭૪૧માં થયા હતા અને તેનું ખૂન ઈ. સ. ૧૭૮૪માં થયું. તે ૨૪ વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રના ઈતિહાસનું તે કેન્દ્ર છે. માત્ર તેતાલીશ વર્ષોંનું આયુષ્ય ભોગવી તેણે અમર નામના અને કીર્તિ પ્રાપ્ત કર્યા' છે. તેણે તેનાં બુદ્ધિબલ, યુદ્ધકૌરાલ્ય, મુત્સદ્દીગીરી, દિલ અને દિમાગના ઉચ્ચતમ ગુણા, અપૂર્વ નેતાગીરી અને અજોડ રાજનીતિના જગતને પરિચય આપ્યા છે. તની ધર્મભાવના, નીતિમત્તા, ‘નિભપણું અને સ્વામીભકિત તેને તેના સનયના રાજપુરુષો અને યુદ્ધવીરે થી ઘણા ઊંચે પટ્ટે મૂકે છે. તેને એક તરંગી, મનસ્વી, ક્રુર અને અવિચારી સ્વામીની સેવા કરવાની હતી. પોતે ચુસ્ત હિન્દુ હાવા છતાં તેણે તેની સર્વધર્મ સમાનની ભાવનાથી મુસ્લિમ સૈનિકાનાં હૃદયા જીતી લીધાં હતાં. વિધી અને વિદેશી આરખેા. નવાબના સહધમી હેાવા છતાં, અમરજીની નેતાગીરી સ્વીકારતા તે તેની શકિતના પિરચય આપવા પૂરતું છે.
દીવાન અમરજી એક ગરીબ કુટુંબમાં જન્મેલા, તે યજમાનવૃત્તિ
1 ગાયકવાડ દામોદરકુંડ, સ્નાન કરવા આવેલા ત્યારે રણછેડજીએ બ્રાહ્મણના વેશે તેને તેને સ’કલ્પ કરાવી દાનમાં જૂનાગઢને ઘેશ ઉઠાવી લેવા માંગણી કરી તેવી એક વાહિયાત વાર્તા પ્રચલિત થઇ ગઈ છે. તે પ્રગટ રીતે કલ્પિત અને બનાવટી છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૪ઃ જૂનાગઢ અને ગિરનાર
કરતા. નિધન હતા એવી અનેક વાર્તાઓ, કેટલાક લેખકેએ તેમના જીવનચરિત્રને અભ્યાસ કર્યા વગર લખી નાખી છે. એક લેખક તે તે બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃતિ ઉપર નિર્વાહ કરતા એમ પણ કહે છે. આ બધાં અનુમાને કંપનાથી જ કરવામાં આવ્યાં છે અને સંપૂર્ણપણે નિરાધાર અને અવાસ્તવિક છે.
તેના પૂર્વજ લાલા માંડ્ઝ એક પ્રતાપી પુરુષ હતા. દીવાન રણછોડજી તેના પૂર્વજોનું વર્ણન કરતાં લખે છે કે:
નાગર વડનગરાનમેં નાનીટી અટક બાસ છરણગઢ બસત હૈ. સહે ન અરિ હે સંક તે નાગર વડનગરસેં નિસે તજી નિજ ધામ લાલા માંડન સ્વજન મિલિ ગયે તુલાજા ગામ ગામ ભૂમિ અરૂ ગરથ દઈ રાખું ય રાજન શ્રી પતિ તાકે સુત ભયે સાહિ કર્યો સન્માન તાકે સુત શિવજી તપી કિને બહુ શુભ કામ વાપી કૂપ તડાગ કિય ધ્વજ જુન શિવકે ધામ તાકે સુત સૈફ ઠછ ગેબ્રિજ કે આધીન તાકે સુત ગોપલઇ કરમ તિહું શુભ કીન પ્રયાગજી સુત કુંવરજી તાકે સુત અમદેશ છતી લઈ સેરઠ જીમી દાબે દેશ વિદેશ રાજનીતિ રાજેન્દ્ર ભયે ઉદય નરભૂપ સકલ સૂરન કો સેઈ કે અવની લઈ અનૂપ
યા મુખતે અમરેશકી કરતી કહી હૈ કઇ - નાગર સાગર સગુન કે હુઓ ન
અમરજીના પિતામહના પિતામહે વાવ, કૂવાઓ અને તળાવ બંધાવેલાં, તેમના પિતા શ્રીપતને રાજાએ ગામ ગિરાસ આપેલાં એ ઉપરથી સ્પષ્ટપણે જણાય છે કે તેના પિતા કે પૂર્વજે નિર્ધન, ભિક્ષુક કે યજમાવૃત્તિ કરનારા બ્રાહ્મણે ન હતા પણ નાગર હતા અને તેની નાણોટી અટેક હતી. જેના વંશજો આજ પણ નાગર બ્રાહ્મણ નહિ પણ નાગર ગૃહસ્થ છે.
1 મહાશિવ રત્નાકર, દીવાન રણછોડજી,
Page #146
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૪૫
માપક્ષે અમરજીના માતુલ અને માતામહ પણ સમર્થ પુષે હતા. અમરજીનાં માતુશ્રી વેણીકુંવર મૂળ માંગરોળનાં પણ મુગલ સામ્રાજવમાં માળવાના સુબેદાર હતા તે દયારામ કે દયા બહાદુરનાં પુત્રી હતાં. દયા બહાદુર રાજા ગિરિધર બહાદુરના ભત્રીજા થતા. માળવાની ચડાઈ વખતે પેશવા સરકારે જે તે મુગલની સેવા તજી માળવા તેને અધીન કરે તે ત્યાંનું રાજ્ય આપવાનું પ્રલોભન આપેલું તે છતાં આ સ્વામીભકત સરદારે તે સમયમાં સામાન્ય હતું તેમ પક્ષપલટો ન કરતાં ધાર અને આમછરા ગામો વચ્ચે તેલ પાસે પેશ્વાઈ સેનને મુકાબલે કરી પ્રાણ આપ્યા.
પિતૃપક્ષે અને માતૃપક્ષે અમરજીના પૂર્વજો મહાન પુરુષો હતા અને અમરછ બે છીપની મેતી જેવા નિર્મળ અને નીડર કુલદીપક હતા. તેમના યુદ્ધકૌશલ્ય, વીરતા, ઉદારતા, સ્વામીભકિત, ધર્માવલંબન, નીતિ-નિયમોનું પાલન વગેરે ઉમદા ગુણે તેના પ્રતાપ અને પવિત્ર પૂર્વજોનાં લેહી અને સંસ્કારને આભારી હતા. ' તેણે જૂનાગઢમાં પુષ્ટિમાર્ગ હવેલીની સ્થાપના કરી અને હાટકેશ્વરનું નવું શિવાલય પણ તેણે ચણાવી આપ્યું.
કર્નલ વેકર તેના રિપોર્ટમાં સેંધે છે કે “અમરનો ઘાત કરનાર
બ હામેદખાન શરીરમાં અતિશય જાડે હતા. તેનામાં કાપટય, હિચકારાપણું, ઈર્ષ્યા અને લેભ દેખાઈ આવે છે. તેનામાં એક પણ સદ્દગુણ ન હતા. તેની ઉપાધિઓ અને શરમભરેલી દશા, તેની દુષ્ટ આદત અને ચારિત્ર્યહીનતા કારણભૂત હતાં.” કનલ વકર અમરજી માટે લખે છે કે, “અમરજી મનસ્વી રીતે રાજતંત્ર ચલાવતા તે નવાબને રૂચતું નહિ અને જેમ જેમ નવાબની વય વધતી ગઈ તેમ તેમ અમરજીને પદભ્રષ્ટ કરવા તે વિશેષ ઉત્સુક થતે ગયે. અમરજીએ રાજ્યવહીવટમાં નવાબનું વ્યકિતત્વ કે તેની શકિતને કદી પણ ગણતરીમાં લીધાં જ નહિ, તેમ છતાં અમરજીના કોઈ અપરાધની કેઈ સાબિતી મળી નથી. અમરજીની વર્તણક ગમે તેવી હોય છતાં તેણે નવાબની અને તેના ખાનદાનની મહાન સેવા કરી છે એમાં કેઈ શક નથી, એ છતાં નવાબે તેના ધૂનીપણામાં અને બુદ્ધિના અભાવથી તેને વધ કર્યો. નવાબમાં અકકલની ઊણપ છે અને ધૂન છે તે અમરછના ખૂન પછી પણ
1 વિગતો પરિશિષ્ટમાં આપી છે. જુગ.-૧૯
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૬ઃ જૂનાગઢ અને ગિરનાર તેના જીવનમાંથી દેખાય છે. ગુપ્ત અને અઘટિત રીતે અમરજીનું ખૂન કર્યું તે માટે તે પોતે જ જવાબદાર છે. આ પ્રસંગ પછીથી નવાબની કારકિર્દીમાં ગુના અને હલકાઈ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. માત્ર થોડી પળોના આવેશમાં આવી જઈ તેણે જે કુર અને ઘાતકી કૃત્યો કર્યા છે તેનું વર્ણન પણ નકામું અને કંટાળાજનક છે.
નવાબ મહાબતખાન પહેલાના મૃત્યુ સમયે હામદખાન સગીર હતા અને તેને રાજતંત્રની તાલીમ આપવાની અને શત્રુઓથી રક્ષણ કરવાની દિવાન અમરજીએ જવાબદારી સ્વીકારી લીધેલી. પોતાના પુત્રનું હિત પિતા સાચવે અને તેને તાલીમ આપે તેમ તેણે નવાબને જીવનના પ્રત્યેક પ્રસંગ માટે શિક્ષણ આપેલું. સગીર અવસ્થા પૂરી કર્યા પછી તે નવાબ બને અને પછી કુમાર જીવનને લહાવ લઈ શકે નહિ તે દૃષ્ટિએ તેણે જુદા જુદા ઉત્સવે છે તેમાં ભાગ લેવા માટે આયોજન કરેલું. દીવાન અમરજીએ પોતે નવાબને હેળીના ઉત્સવમાં હોળી રમાડી હતી. સંગીત નૃત્ય આદિ વિષમાં યુદ્ધમાં વપરાતાં શસ્ત્રોના ઉપયોગમાં, લડાઈઓ લડવાના અને ન્યાય આપવાના કાર્યોમાં તેમણે જાતે તેને રિક્ષણ આપેલું. .
સૈન્ય અમરજીને આધીન હતું. પ્રજા અને સૌરાષ્ટ્રના અન્ય રાજપતિઓ તેની વીરતા અને યુદ્ધકૌશલ્યથી પરિચિત હતા. વેરી પણ જેના ઘાવ વખાણે
એવી લોકપ્રિયતા મેળવી ચૂકેલા, તે સમયની પતિત રાજનીતિને બદલે પવિ. ત્રતા, એકવચન અને સિદ્ધાંત ઉપર જીવતા વીરપુરુષે જે ધાયું" હેત તે હમેદખાનને ઘાત કરીને કે તેને ગાદીએથી ઉઠાડી મૂકી સરકનું સિંહાસન
સ્વાધીન કર્યું હતું પણ તેની નસોમાં, નિમકહલાલી, વફાદારી અને સ્વામીભકિતની વેદીમાં બલિદાન આપી ચુકેલા વીર પૂર્વજોનું લેહી વહેતું હતું. અમરજીએ પણ આ પરંપરામાં પિતાના પ્રાણની આહુતિ આપી. જોરતલબી
દીવાન અમરજીએ તેનાં પરાક્રમ, અને પુરુષાર્થથી, સૌરાષ્ટ્રનાં રાજ્ય પાસેથી જોરતલબી નામની ખંડણી લેવાને જુનાગઢ રાજયને અધિકાર
સ્થાપિત કર્યો. સૌરાષ્ટ્રનાં ૧૯ રાજ્યો અને તાલુકાઓ પૈકીનાં ૧૩૪ રાજ્ય પાસેથી જોરતલબી વસુલ લેવામાં આવતી. આ રાજ્યોમાં નવાનગર, ભાવ
1 કર્નલ વોકરને રિપોર્ટ : ભાષાંતર શ્રી ભ, સ, છત્રપતિ 2 તારીખે સોરઠ (ફારસી) : દીવાન રણછોડ, ભાષાંતર-શં, હ. દેશાઈ
Page #148
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૪૭
નગર, રિબંદર, ધ્રાંગધ્રા, ગોંડલ અને મોરબી જેવાં મોટાં રાજને પણ સમાવેશ થતા. બીજા તાલુકાઓને તે નાના હેવાથી કે મહેરબાનીથી આ ખંડણીમાંથી મુકિત આપવામાં આવેલી.
જોરતલબીને અર્થ બળપૂર્વક વસૂલ કરવામાં આવતી રકમ એ થ ય છે. આ હક્ક મુગલ સમ્રાટ હતા અને શેરખાન બાબી અને તેના વારસો શહેનશાહના પ્રતિનિધિઓ છે એ સિદ્ધાંત દીવાન અમરજીએ આ ધારો” બેસાડ. | મુંબઈ સરકારે તા. ૧૯-૭-૧૮૭૨ને એક ઠરાવમાં જોરતલબીની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે બ્રિટિશ હકૂમત કાઠિયાવાડમાં સ્થિર થઈ તે પૂર્વે જૂનાગઢ રાજ્ય, અન્ય રાજ્યો અને જમીનદારો પાસેથી બળપૂર્વક જે રકમ લેવાને હક્ક સ્થાપિત કર્યો હતો અને જેને ઈ. સ. ૧૮૧૬માં બ્રિટિશ સત્તાએ સ્વીકાર કર્યો હતો તે રકમ તે જોરતલબી. - આ રકમ ઈ. સ. ૧૮૨૧થી ઈસ્ટ ઈન્ડિયા કંપની એ વસૂલ કરી આપવાની જવાબદારી સ્વીકારી હતી અને ઈ. સ. ૧૯૪૭માં નવાબનું રાજય સદાને માટે નષ્ટ થયું ત્યાં સુધી તે રકમ સાર્વભૌમ સત્તા વસૂલ કરી જૂનાગઢને આપતી.' નવાબ કેદ
ગાયકવાડનું સૈન્ય દીવાન રણછોડજીની વિનંતીથી જેવું પાછું ગયું કે તરત જ નવાબના આરબ જમાદાર રૌયદ સાલમ, અબ્દુલ્લાહ બીન હામેદ, અહમદ ઉમર શેખ મહમદ ઝુબેદી અને અન્ય આરબ જમાદારોએ વંથળી દરવાજે છાવણી નાખી પડેલા નવાબ હામેદખાનના ખાસ તંબુ ફરતી ચોકી મૂકી, તેમના ચડત પગાર ચુકાવી દેવા તાકીદ કરી. નવાબે ચાર માસ સુધી મુકત થવા મથામણ કરી પણ જ્યારે સર્વે પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે તેણે આરબને કહેવરાવ્યું કે રાજમાતા સરદારબખ્ત તેને ઘણા વખતથી મળ્યાં નથી તે મળવા આવે છે તેની ઈજજત રાખી તેને મહેરબાની કરી અંદર આવવા દેજે. આરબોએ રાજમાતાની અદબ જાળવીને તેના પડદાબંધ મેનાને અંદર જવા દીધો. નવાબે તેના હઝુરી રહેમતખાનને પિતાના પલંગે સુવાડી પતિ
1 એજન્સીએ પ્રત્યેક રાજ્ય પાસેથી લેવાતી જોરતલબીની રકમ મુકરર કરી ત્યારે અમરેલી વિભાગ સહિત સૌરાષ્ટ્રનાં ૧૩૪ નાનાં મોટાં રાજ્યો પાસેથી વાર્ષિક રૂ. ૯૨,૪૨૧ જેટલી થતી.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૮ : જૂનાગઢ અને ગિરનાર
પડદાવાળી મેનામાં નાસી છૂટયા. તેણે રંગ મહેલમાં પડેાંચી આરા ઉપર આડેધડ તાસીરા શરૂ કરાવ્યા, તેમાં કઈક આરખા માર્યા ગયા અને જે બચ્યા તે ઉપરકોટમાં ભરાઈ ગયા. નવાબે ઉપરકેટ ઉપર ઘેરે ઘાલ્યેા અને આરખા અર્ધાં પગાર સ્વીકારી શરણ થયા. તૈગીકો-મજહલા
પેાતાના સ્વામી કે સરદારને મૂંઝવીને પેાતાની શર્તો કબૂલ કરાવવાની આરબાની આ પદ્ધતિને તાગીફા કહેતા'. તેના અ ધેરા ધાલવા જેવો થાય છે તથા પરાણે શર્તા કબૂલ કરાવવી તેને મહલેા કહેતા તેને અ ઊભી કરી મૂખતાભરેલી કે વાંધાજનક વર્તણૂક બતાવી પોતાનું ધાર્યુ કરાવવું એવા થાય છે. આ પદ્ધતિ માત્ર આરબ સૈનિકે એ જ કરી હતી.
મુશ્કેલી
અખત્યાર
દીવાન કુટુંબની વિદાય
ઈ. સ. ૧૭૮૦થી વેર.વળ દીવાન રઘુનાથજીનું હતું પણ નવાબ હામેદખાને રઘુનાથજીના વિશ્વાસુ જમાદારા રાખયા રખીયા, નેમાર તથા તાજમહુમદને ફાડીને રઘુનાથજીને વેરાવળ છેાડી જવા ફરજ પાડી તથી રઘુનાથજી ગારખમઢી ગયા અને ત્યાંથી જેતપુર ચાલ્યા ગયા.
દીવાન રઘુનાથજીના ગયા પછી નવાબે તાપીદાસ વૈશ્નવ અને મનેારદાસ છકારને દીવાનપદે નીમ્યા અને એક સપ્તાહમાં જ તેમને બંનેને બરતરફ કર્યાં.
સૂત્રાપાડા દીવાનજીનું હતું અને તેના થાણદાર તેના મામા શામળજી ડાસાભાઈ માંકડ હતા. તેને ઇભરામ ખાંએ પટણી આતાજી તથા ખાંજીની મદદથી કાઢી મૂકી સૂત્રાપાડા લઈ લીધું. આ સમાચાર ઉના પહેાંચતાં ત્યાંના ફાજદાર પ્રભાશકર વસાવડાએ સૂત્રાપાડા પહેાંચી જઈ તાપ માંડી. ઈભરામ તની સામે ટકી શકે એમ હતુ... નહિ તેથી તે શરણ થયા અને પ્રભાશ કરે સૂત્રાપાડાના કબ્જો લઈ રણછેાડજીને સોંપી દીધા.
આ સમાચાર નવાબને મળતાં તેણે પ્રભાશંકરને તથા અમરજીના ભાઈ
૧ તાગીફાના સાચા રાષ્ટ્ર તાપીકા અને મજહલાનેા સાચા શબ્દ મજહલા હેાવાનું જણાય છે.
૨ જૂનાગઢના બક્ષીએના પૂર્વજ વિગતા માટે જુએ કહાનદાસ બક્ષીનું આત્મચરિત્ર, સ'પાદન શ'. હ. દેશાઈ.
Page #150
--------------------------------------------------------------------------
________________
. બાબી વંશ-પૂર્વાધ : ૧૪૯ દુર્લભજીની હત્યા કરવા હુકમ કર્યો પરંતુ આ બંને છટકી ગયા.
કેપે ભરાયેલા અને નિરાશ થયેલા નવાબ હામદખાને દીવાન ગોવિંદજીને પરહેજ કરવા પ્રયત્ન કર્યો. તેણે તેના આરબ જમાદારોને ફોડી નાખ્યા પણ ગોવિંદજીએ હિમ્મત ન હારતાં, ઉપરકેટમાં આશ્રય લઈ રહેલા નવાબ વિરોધી જમાદાર, શેખ મહમદ બેદી સાલેહ અબ્દલાહ વગેરેની કુમક મેળવી નવાબના સૈન્ય સામે મોરચો માંડે. કેટલાક સમય લડાઈ ચાલ્યા કરી પણ અંતે કંટાળીને ગેવિંદજી જેતપુર ચાલ્યા ગયા.
દરમ્યાન રણછોડજીથી સૂત્રાપાડામાં રહી શકાયું નહિ અને દુર્લભજી ઉનામાં વધુ વાર રહી શકે એમ પણ હતું નહિ તેથી રણછોડજી તેની મદદ ઉના ગયા. નવાબે આ સમાચાર સાંભળી શેખ મહમૂદ માંગળીને ઉના ઉપર ચડાઈ કરવા મોકલ્યા. શેખ મહમૂદે ગમે તેમ કરી ઉના અને બાબરિયાવાડ ઉપર જૂનાગઢનો ઝંડો ફરકાવનાર દીવાનકુટુંબના વિશ્વાસ અને મિત્ર પ્રભાશંકરને ફેડી નાખ્યો અને તેણે દીવાન દુર્લભજીના જમાદાર રાયબ, પુના, જેસા તથા રહીમને ઉશ્કેરી દુર્લભજીને ઉના બહાર જવા ફરજ પાડી, દુર્લભજી દેલવાડા ગયા, ત્યાં તેના પુત્ર મોરારજીને મૂકી તે જેતપુર ચાલ્યા ગયા.
આમ આખું દીવાનકુટુંબ જૂનાગઢ છેડી જેતપુરમાં જઈ વસ્યું. સૈનિકનું બડે
દીવાન ભાઈઓ જેતપુર ચાલ્યા ગયા અને પ્રભાશંકર વગેરે છૂટા થઈ ગયા એટલે કોઈ અંકુશ રાખી શકે એમ નથી એમ માની ઈ. સ. ૧૮૬માં આરબ અને સીધી જમાદારોએ ચડત પગાર ચૂકવી દેવા નવાબને તાકીદ કરી બંડ પે કાર્યું. તેઓએ વંથળીને કેજો કરી લીધે તથા જમાદાર કરમશહ અને ઓસ્માણે રંગમહેલને કન્સે કરી નવાબને કેદ કરી લીધો. નવાબે મોટી લાલચ આપી આરબોને ફેડયા અને તેની સૂચનાથી ઈદના તહેવારની સવારીમાં આરએ સીંધી જમાદાર ગુલખાંનું ખૂન કર્યું તેથી કરમશાહ અને ઓસ્માણ નાસીને વંથળીમાં ભરાઈ ગયા.
૧ પ્રભાશંકર વસાવડા એ સમયમાં એક શક્તિશાળી સિહસાલાર હતા. દીવાન અમર
છની અને તે પછી રઘુનાથજીની સાથે રહી લડેલા. દીવાન રણછોડ તારીખે સોરઠમાં લખે છે કે તેનાથી દીવના પોર્ટુગીઝ અને જાફરાબાદના સીદીઓ પણડતા. પીઓ. શેખે, બાબરિયા વગેરે તેની સામે થવાની હિમ્મત પણ કરી શક્તા નહિ.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૫૦ : જૂનાગઢ અને ગિરનાર
પ્રેમજી દામાણી
સીધીઓ પાસેથી વથળાના કિલ્લે લઈ લેવાનું ધાર્યાં જેટલું સહેલુ ન હતું તેમ નવાબને જણાતાં તેમજ ખાન ભીમ ફકીરાણીમાં કારભાર કરવાની આવડત ન હતી તેથી તેણે ગલુ સેામનાથ, જોશીપુરા, લાલાભાઈ, સેવાલાલ, શિવદાસ પડવા વગેરેની સલાહ ઉપરથી ગલુને પારબંદર માકલી ત્યાંના દીવાન પ્રેમજી દામાણીને જૂનાગઢ આવી દીવાનગીરી સંભાળવા આમ ત્રણ આપ્યુ. પ્રેમજીએ નવાબ દગેા ન કરે તે માટે ગેાંડલના ઠાકાર ભા કુ ભાજીની જામીનગીરી માગી. ભા કુંભાજી સહમત થતાં તે વથળી આવ્યા અને પ્રેમજી પણ ત્યાં આવ્યા અને નવાબની ખાત્રી પણ આવી ખાજો તે દરમ્યાન ગુજરી ગયા. પ્રેમજી દીવાનપદે આવે ખારીએ નારાજ હતા. વાર્તા કહેવાય છે કે એક વખત કચેરીમાં ભા કુંભાજી વગેરે બેઠા હતા ત્યાં શિવાસ પંડયા આવીને નવાબની પડખે બેસી ગયા. પ્રેમજીને આ વિવેક રૂચ્યા નહિ અને નવાબની હાજરીમાં શિવદાસને કટાર અને અતિ વચન કહ્યાં પ્રેમજીની આ ણક અમદ્ય નવાબને લાગી અને તેણે કુ ભાજીની સલાહ માગી. તેણે કહ્યું કે પ્રેમજી પોરબંદરના માણસ છે. તેને દીવાનગીરી સોંપશે। તે જૂનાગઢનું કુતિયાણા પરગણું ગુમાવી દેશેા. મારી સલાહ તો એ છે કે દીવાનગીરી દુલભજને આપો. નવાબને આ સલાહ રૂચી અને તેણે તરત જ પ્રેમજીને માકલી.
જૂનાગઢ છેાડી જવા આજ્ઞા
ગઈ પરંતુ મીમ તેમાં કેટલાક દર
પ્રેમજી દામાણી જૂનાગઢમાં એક માસ રહ્યો પરંતુ જૂનાગઢના નવાબ અને દરબારીઓ સાથે તેને બધુ ખેડુ નહિ પરંતુ જો રહ્યો હાત તા તે અવશ્ય દીવાન અમરજીની જેમ નવાબના સૈન્યોને સફળ દેરવણી આપી
શકત.
ગલુ સેમનાથ
આ સમયે નવાબ હામેદખાનના સલાહકારામાં ગલુ ઉર્ફે ગુલાબશ કર સામનાથ જોશીપુરા મુખ્ય હતા. તેએ ગાયકવાડના સરદાર નાના શામરાવના જૂનાગઢ આવ્યા પૂર્વ પેશકાર હતા અને ત્યાંની નોકરીમાં બુદ્ધિ અને પ્રતિ
1 જાડેજાઓના ઇતિહાસ-શ્રીછવરામ કાલિદાસ શાસ્ત્રી
2 શ્રી કહાનદાસ તાપીદાસ તેના આત્મચિરત્રમાં લખે છે કે ઠકકર પ્રેમજીને કારખાર કરવા તેડાવ્યેા. તે માસ ૧ એક રહયા ને જાતાંવેંત ચારવાડ તથા વેરાવળ લી.”
Page #152
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૫ ભાથી માન અને આદર પામેલાં. તે પછી જૂનાગઢની સેવામાં જોડાયા. ગુલાલશંકર દીવાન અમરજીના મિત્ર હતા અને તેની સાથે જ માંગળથી આવેલા એમ પણ માનવામાં આવે છે. તેના પુત્ર કુંવરજી દીવાન રણછોડજીના સહધ્યાયીન હતા. એકવાર તેઓ બંને અભ્યાસ કરતા હતા ત્યાં કાલમેર નામને બહારવટીએ ચડી આવતાં તેના સાથેની ઝપાઝપીમાં કુંવરજી મૃત્યુ
પામેલા.
રઘુનાથજી પાછા જૂનાગઢમાં
નવાબના વંથળી લેવાના સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે તેણે જેતપુર જઈ “અનેક વિનવણું કરી રઘુનાથજીને મનાવી. જૂનાગઢ લઈ આવી તેને દીવાનપદે નિયુકત કર્યા નવાબ હામેદખાનનાં લગ્ન
દીવાન અમરજીના ખૂનને કારણે મુલતવી રહેલાં નવાબનાં લગ્ન રાધનપુરના નવાબ ગાઝીરૂદ્દીનની કુંવરી કમાલ બન્ને સાથે નિર્ણિત થયાં' પણ નવાબને રાધનપુરના જવાનું સલામતીભરેલું લાગ્યું નહિ તેથી મોરબી મુકામે કમાલને આવે અને ત્યાં નિકાહ પઢવામાં આવે તેમ નકકી થતાં નવાબ દીવાન દુર્લભજીને સાથે લઈ ઈ. સ. ૧૭૮૪માં મોરબી ગયા. લગ્ન પ્રસંગે દિવાન રઘુનાથજીએ હાજરી આપી.
, , , , , આ પ્રસંગે મોરબી રાજયની સેવામાં જૂનાગઢના કહાનદાસ તાપીદાસ, વૈશ્નવ હતા તેની શકિત જોઈ નવાબે તેને પિતાના અંગત મંત્રી તરીકે જૂનાગઢની નેકરીમાં આમંત્રણ આપ્યું. : રઘુનાથજીના વિજે
રઘુનાથજી મોરબીથી આવી તરત જ વંથળી લીધું અને ત્યાંથી સુત્રાપાડા જઈ પટણી ને કાઢી રણછોડજીને ત્યાંના મુત્સદ્દી નીમ્યા. રઘુનાથજીનું રાજીનામું
રઘુનાથજીના પાછા આવ્યા પછી તેણે કરેલા ઉત્તરોત્તર વિજેથી અને
1 શ્રી કહાનદાસ તાપીદાસના આત્મચસ્ત્રિ ઉપરથી જણાય છે કે આ લગ્ન દીવાન
રઘુનાથજી જેતપુર ગયા પહેલાં ઈ. સ. ૧૮૪માં થયેલાં. દીવાનજી તે પછી ગયા. : 2 કહાનદાસ તે પછી થોડા વખતે મોરબીથી છૂટા થઈ આવ્યા અને બક્ષીપદે નિમાયા.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫ર : જૂનાગઢ અને ગિરનાર સૈનિકોએ તેના પ્રત્યે દર્શાવેલી વફાદારીથી હામદખાને તેને પાછા કાઢવા કાવાદાવા અને ખટપટના દાવ અજમાવવા શરૂ કર્યા પણ તે કાંઈ કરે તે પહેલાં રઘુનાથજીએ રાજીનામું આપી દઈ નિવૃત્તિ લઈ લીધી. પણ થોડા જ દિવસમાં નવાબને તેની ગેરહાજરી જણાઈ આવી તેથી તેને ઘેર જઈ માફી માગી તેને દીવાનગીરી લેવા સમજાવ્યા.
- દીવાન રઘુનાથજીની ગેરહાજરીમાં મંડલ ઠાકર કુંભાજીએ નવાબ પાસે તેણે ધીરેલી ત્રણ લાખ કેરીની ઉઘરાણી કરી અને નવાબ તે આપી શકે તેમ હતું નહિ તેથી તેના બદલામાં ગોંડલ, જેતલસર, મેલી, મજેઠી, લાઠ અને ભીમોરાની જમા માફ કરાવી તથા સરસાઈ, ચાંપરડાનાં ગામડાઓ લખાવી. લીધાં. રાયજાદા દાગોજી
જૂનાગઢનું રાજ્ય ગુમાવી કેશોદ ચોરવાડ વગેરે ગામમાં વસતા અને ત્યાં હકૂમત ભેગવતા રહના વંશજે જૂનાગઢની આંખમાં હતા એવામાં કેશોદના દાગજી રાયજાદાએ સૈન્યની જમાવટ કરી બાંટવાનાં ગામડાંઓ લૂટયાં, તેથી બાંટવા. દરબારે એદલખાન અને મુખ્તારખાને દીવાવ રઘુનાથજીની મદદ માગતાં તેણે દીવાન રણછોડજીને કેશોદ ઉપર ચડાઈ કરવા આજ્ઞા કરી. રણછોડજીએ અગતરાયના યુદ્ધમાં રાયજાદાના જમાદાર ઉમર સાલમીનને માર્યો તથા રાયજાદાનું સૈન્ય મવાણે પાછું હઠયું ત્યાં જૂનાગઢના જમાદાર જનમહમદ અને ઉમરે તેના માણસો સાથે તેના ઉપર તૂટી પડી દાગેજીના સૈન્યની મોટી ખુવારી કરી. દાગજીએ લૂંટને માલ પાછો સંપી દંડ ભરવા કબૂલાત આપી. ઇ સ. ૧૭૮૮માં તેણે રાખેલાં સૈન્યને પગાર ચૂક્વવા દીવાન દુર્લભજીએ એક લાખ કેરીમાં કેશોદ વેચી નાખ્યું. વેરાવળને ઘેરે (રાણુ સરતાનજી)
માળિયાના યુદ્ધમાં મરાઈ ગયેલા રાયજાદા સંઘજીનું કરજ ભરવા તેના વારસે મેકા વગેરેએ પોરબંદરના રાણા સરતાનજીને ચોરવાડ વેચી નાખી તેને કજે પણ સોંપી દીધે. રાણા સરતાનજીને વેરાવળના પટણી ઈભરામ ખાંછ વગેરે આવી મળ્યા અને રાણાએ તેમને નોકરીમાં રાખી ઈ. સ. ૧૭૮૮માં વેરાવળ ઉપર ચડાઈ કરી. નવાબના થાણાના જમાદાર દિલેરખાન તથા થાણદાર ગુલામી, શરણ થઈ ગયા અને કિલે રાણાને સોંપી દો.
Page #154
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૫૭
ચેરવાડને ઘેરે
આ સમાચાર સાંભળી રઘુનાથજી ચોરવાડ ઉપર ચડયા. ગોંડલના રાજપૂત ઠાકોર કુંભાજી પણ રાયજાદાને વિનાશ સજવા જતાં તેમાં સામેલ થયા. દીવાન રણછોડજી તારીખે સેરઠમાં નોંધે છે તેમ આ સત્યે “ચોરવાડના બગીચાઓને એવા ઉજડ કર્યા છે તેમાં ગાયો અને ગધેડાઓ પ્રખ્યાત “પાનનાં પાંદડાંઓ ચરવા લાગ્યાં અને લેકે નાસીને (જીવ બચાવવા) કેળ નીચે ઘસડાઈને આશ્રય લઈ રહ્યાં. ઇ. સ. ૧૭૮૯માં વિક્રમના બેસતા વર્ષે ચોરવાડના કિલ્લા ઉપર હલે કર્યો તેમાં શામળજી માંકડ અને ઉમર ખખરે બહુ પરાક્રમ બતાવ્યું.", દીવાનજીના પ્રબળ આક્રમણ સામે મોકાજી ટકી શકે નહિ. કિલો પડે અને રણછોડજી સગવં નેધ લે છે તેમ આ દિવસથી ચોરવાડમાં રાયજાદાઓના રાજ્યનું અસ્તિત્વ ભુંસાઈ ગયું.' વેરાવળ લીધું
રઘુનાથજીએ ત્યાંથી વેરાવળ ઉપર ચડાઈ કરી. વેરાવળના કિલ્લામાં ભરાઈ રહેલા જમાદાર રખીયા કરમશાહ, મલેક સુલતાન, યાતા બીન મસૂર, આતાજી પટણી તથા જેઠવા દાઉજીએ આક્રમકેનો સામનો કર્યો. વેરાવળને ઘેરે ચાલતો હતો ત્યાં દુર્લભજી દીવાન જલંધરની બીમારીમાં ગુજરી ગયા તે છતાં દીવાન ભાઈઓએ રાણા સરતાનજીને પરાજય કરવા માટે અવિરત શ્રમ કર્યો. દુર્ગરક્ષક સૈન્યમાં અનુભવી યોદ્ધાઓ હતા અને દીર્ધકાળ ચાલે એટલે પુરવઠા હતા તેથી દીવાન રઘુનાથજીએ પણ આતાજી તથા હાસુજીને ખુટવ્યા અને તેમણે સંકેત પ્રમાણે રાત્રીના દુર્ગનાં દ્વાર ખોલી નાખ્યાં. રઘુનાથજી, ગોવિંદજી, પ્રભાશંકર, વસાવડા, શામલજી માંકડ વગેરે નીચે બસો આરબ, સો સંધીઓ, જમાદાર જીયા જખરા અને રૌદ સાલમ સાથે દુર્ગમાં દાખલ થયા. દગાથી પ્રવેશેલા નવાબના સૈન્યને, પોરબંદરના સેનાપતિઓ ઓચિંતા ઝડપાયા હતા છતાં ઉગ્ર પ્રતિકાર કર્યો. તેમાં દાઉજી જેઠવા કામ આવ્યા અને રાણાના સૈનિકે માર્યા ગયા કે નાસી છૂટયા.
1 આ સમયથી એક કહેવત પ્રચલિત થઈ કે,
અકોક દાંડીઓ, મટોક મોઇ, વેરાવળ લેતાં ચોરવાડ ઈ. જ. ગિ–૨૦
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ઃ જૂનાગઢ અને ગિરનાર
રઘુનાથજીએ વેરાવળ સર કર્યું પણ તેનાથી સંતોષ ન પામતાં તેણે પોરબંદરના પ્રદેશો ઉપર આક્રમણ કરી ગામડાંઓ લૂંટયાં તથા ઉજજડ કર્યા. દીવાન ગોવિંદજીએ કંડોરણાને ઘેરો ઘાલ્યો અને નવાબનું સૈન્ય પોરબંદર ઉપર આવશે તે શું થશે તે વિચારે ઈ સ. ૧૭૮૦માં રાણા સરતાનજીએ મોટો નજરાણે આપી નવાબના સૈન્યને પાછું વાળ્યું. નવાબ કેદ
સોરઠમાં આગ અને તલવારનું સામ્રાજ્ય ફેલાવી પાછી ફરેલા - નવાબ પાસે પગારને તકાદે કર્યો અને જયારે નવાબ પગાર ન આપી શકયા ત્યારે સૈનિકોને નિયમિત પગાર મળશે તે માટે જમીન થયેલા જમાદાર ઝુબેદી, સાલેહ બીન અબ્દુલ્લાહ, મહમદ અબુ બકર, હાર્મદ બીન મેસન, હામી નાસર તથા નાજીએ નવાબ હામદખાનને રંગમહેલમાં કેદ કરી તેને પાણી તથા ખોરાક આપવાનું બંધ કર્યું.
નવાબને અસહ્ય ત્રાસ થયો પણ તે કેટલા વફાદાર મુત્સદ્દીઓની મદદથી નાસી છૂટયા અને ખાંટ તથા સંધી લેકેનું સૈન્ય ઊભું કરી આર ઉપર હુમલો કર્યો. જૂનાગઢની બજારમાં ઉભય પક્ષો વચ્ચે ધિંગાણું થયું તેમાં દીવાન રણછોડજીના પેશકાર ઉત્તમરામ ઘેડાદ્રા માર્યા ગયા. આરબે હાર્યા અને જૂનાગઢમાંથી નીકળી ગયા. તેઓએ ચોરવાડ જીતી આપ્યું હતું તેથી ચરવાહને કબજે કરી પરગણામાં લૂંટફાટ શરૂ કરી. દીવાન રઘુનાથજીએ આરબને પારપત કરવા રણછોડજીને તથા શામળજી માંકડને ચોરવાડ રવાના કર્યા '
આરબોએ ચોરવાડ કેન્દ્ર રાખી, વેરાવળ અને પ્રભાસપાટણ પરગણુનાં ગામડાંઓ લૂંટવા માંડયાં પણ રણછેડછએ તેમની પાછળ પડી શરણ થવાની તમને ફરજ પાડી. દીવાન ગેવિદજી
. સ. ૧૭૮૦માં દીવાન ગેવિંદજી ગુજરી ગયા. પેશકશી
ઈ. સ. ૧૭૮૧માં ભયંકર દુષ્કાળ પડ્યો અને પ્રજા ભૂખમરે વેઠી જીવન ટકાવી રાખવા મથતી હતી ત્યારે રધુનાથજી તથા મોરારજી પેશકશી ઉઘરાવવા
1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૧.
Page #156
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૫૫
નીકળ્યા. એ સાથે ગાયકવાડના જમાદાર હામીદે વડોદરાની જમા લેવા જૂનાગઢને પ્રદેશ લૂંટવાનું શરૂ કરી દીધું. જમાદારે જૂનાગઢ ઉપર હલે કર્યો પણ શીબંદીએ તેને મારી નાખ્યો.” રઘુનાથજી કેદ
પિતાના સ્વામી નવાબ હામદખાનનાં હિત અને સેવામાં રાણું સરતાનજી, રાયજાદા મકાજી, દાગોજી, આરબો વગેરેને પરાજિત કરનાર દીવાન રઘુનાથજીને ઈ. સ. ૧૭૮૩માં નવાબે કેદ કર્યા. તેની સાથે મોરારજી, પ્રભાશંકર, દયાળજી તથા અન્ય નાગરને પણ કારાવાસમાં પૂરી દીધા. તેમનાં ઘર લૂંટી લીધાં અને તેમના ખજાના ખાલસા કર્યા. આ કૃત્ય કરવા માટે નવાબને કલ્યાણ શેઠ તથા મધુરાયા ખુશાલરાયે સલાહ આપેલી તેમ દીવાન રણછોડજી નેધે છે. પરંતુ કર્નલ વેકર તિના રિપોર્ટમાં કહે છે કે “દીવાન રઘુનાથજીએ નવાબને એવી દરખાસ્ત કરી કે પ્રભાશંકર, દયાળજી તથા મોરારજીને મારી નાખવામાં આવે તે જ તે નવાબને ફાયદો કરાવી આપી શકે તેમ નિરંકુશ વહીવટ કરી શકે તેથી નવાબે પ્રભાશંકર તથા દયાળજીને વિશ્વાસમાં લીધા. પ્રભાશંકરે નવાબને મેરારજીને દીવાનગીરી આપવા દરખાસ્ત કરી તે પછી વિ. સં. ૧૮૦૯ના માગશર વદી ૮ના રોજ નાગરવાડા પાસે આવેલી એક મસિજદમાં નવાબે ૪૦૦ માણસે એકત્ર કરી ધાર્મિક વિધિ કરવાની છે એ મિષે પોતે પણ આવ્યા. પ્રભાશંકર બીમાર હતા તેથી ઘેર રહ્યા અને દયાળજી રાજમહેલમાં રહ્યા. નવાબે કમાલ ચેલાને રઘુનાથજીને બેલાવવા મોકલ્યો. રઘુનાથજી મસ્જિદમાં આવતાં તેને પકડી લેવામાં આવ્યા. પ્રભાશંકરથી પરિચિત એવા એક છોકરાને પ્રભાશંકરને ઘેર મોકલ્યો. પણ તે ઊડી શકે તેમ ન હોવાથી તે છોકરાએ તેને છૂરો કયો પ્રભાશંકરનાં પત્ની વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરી તે ભાગી છૂટ્યો. દયાળજીને રાજમહેલમાં કેદ કરી લીધે. પ્રભાશંકરને થોડા દિવસ પછી ઘા રૂઝાતાં માધવરાયના આગ્રહથી તે કલ્યાણ શેઠને ઘેર રહેવા ગયો અને તેણે તેની સલામતી માટે સેગન ખાધા.” આ નીતિહીન માણસોએ આ પવિત્ર બંધન તેડતાં આંચકે આ નહિ અને પિતાનું વિશ્વાસઘાતી કૃત્ય છુપાવવા પ્રભાશંકરના નામને એક બનાવટી પત્ર ઊભો કર્યો. આ પત્રમાં આજુબાજુના તાલુકદારોને જૂનાગઢ ઉપર ચડાઈ કરવા
1 જમાદાર હામીદ શિકાર કરવા ગયો ત્યાં મૃત્યુ પામે તેવી વાત પણ પ્રચલિત છે પણ
તેના મૃત્યુને બદલો તેને પુત્ર અમીન લેવા આવેલો તેથી તેનું મૃત્યુ યુદ્ધમાં જ થયું હશે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૬ જૂનાગઢ અને ગિરનાર બેલાવ્યા હતા. આ કાગળ તેઓએ નવાબ પાસે રજૂ કરતાં તેણે પ્રમાશંકરને ઘાત કરવા આજ્ઞા આપી.”
નવાબે નાગરવાડે લૂંટી લીધા, નાગને પકડી ઉપરકેટમાં કેદ કર્યા. પ્રભાશંકરને ઉપરકેટમાં લઈ જઈ વિ. સં. ૧૮૪૯માં પિષ સુદ એકમ કે વદ એકમની રાત્રે તેનું માથું કાપી નાખ્યું અને તેની સંપત્તિ લૂંટી લીધી. થોડા દિવસમાં દયાળજીને પણ ઘાત કર્યો. - દીવાન કુટુંબનાં સંપ અને શિસ્ત જોતાં દીવાન રઘુનાથજીએ મોરારજીને મારી નાખવાની સલાહ નવાબને આપી હોવાનું માની શકાય એવું નથી. રણછોડજીને બળવે - આ વખતે રણછોડજી ચોરવાડ હતા અને અનંતજી ઉના હતા. તેઓ બંનેએ સાથે મળી જઈ ઘોઘા,' સરસિયા, માળિયા, કાગવદર અને આદરીના કિલાએ લૂંટી લીધા,
દીવાન રણછોડજી તારીખે સેરમાં નોંધે છે કે મેં મહિલાઓનું શેરગઢ લૂંટયું અને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું. કેડીનારની લડાઈમા ભાઈ અનંતજીએ નવાબસાહેબના કેટલાક જમાદારોને પકડયા અને ત્યાંથી જ તેમને કાઢી મૂકયા (કે મારી નાખ્યા ?) પણ એક સરદાર અને વાણુઓ માધવજી કે જે સૌન્યને અધ્યક્ષ હતા તેણે પાણી વગરના કૂવામાં પડી તેના જીવનના પાણીનું રક્ષણ કર્યું.'
પ્રભાસપાટણને કિલો માંગરોળને કાઝી બદરૂદીન દબાવી બેઠા હતા. દિવાન અમરજીના બનેવી દેશાઈએ રણછોડજીને પ્રાચી મુકામે જઈને સમજાવ્યા કે નવાબ સામે વેર લેવા હિન્દુ જમીનદારોને અને નિર્દોષ પ્રજાને લૂંટવાનું કાર્ય તેમના શોભાસ્પદ નથી. તેમણે તેમની શકિત સ્વતંત્ર રાજ્ય પ્રાપ્ત કરવા માટે કેન્દ્રિત કરવી જોઈએ અને હિદુ જમીનદારને ટકે મેળવ જોઈએ. જીભાઈ દેસાઈએ તેમને એમ પણ કહ્યું કે જો તેઓ આવે છે પ્રભાસપાટણને કિલ્લે તેમને દેશાઈઓ એપાવી આપે. રણછોડજી આ સલાહ સ્વીકારી પ્રભાસપાટણ ઉપર ચડ્યા અને દેશાઈઓની સહાયથી પ્રભાસપાટણ સ્વાધીન કર્યું. પ્રભાસને કિલ્લે કજે થયા પછી કાઝીઓને વગર હરકત જવા દેવા એવી શત કરવામાં આવેલી પરંતુ તેઓને વિચાર પાછળથી ફરી જતાં કાઝી મહમૂદમિયાંએ જવાની આનાકાની કરી તેથી ભાઈને પુત્ર
1 તારીખે સેરઠમાં ધાને ઉલ્લેખ છે તે ઘેલા હશે.
Page #158
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૫૭
દેશાઈ ઉમિયાશંકર તથા પિત્રાઈ દેશાઈ વાધ” નારજી તેને સમજાવવા ગયા. તેઓની વાતચીત દરમ્યાન મહમૂદમિયાં ઉશ્કેરાઈ ગયા અને ઉમિયાશંકર ઉપર ખુલ્લી તલવાર લઈ હુમલા કર્યા. દેશાઇ જીભાઈએ તેના પુત્ર
ઉપર ધસતાં મહમુદમિયાંના સામના કર્યાં, તેમાં મહમૂદમિયાંએ તેના ઉપર વાર કરી લેતાં તે કામ આવી ગયા. ઉમિયાશ`કરે મહમૂદમિયાંને ત્યાં જ મારી નાખ્યા.
દીવાન રણછે।ડજી તારીખે સેારમાં આ પ્રસંગના ઉલ્લેખ કરતાં માત્ર એક જ પતિમાં કહે છે કે દૈવયોગે પાટણના કબ્જો મારા હાથમાં પડયા.' તારીખ લખાઈ ત્યારે દેશાઈએ અને રણછેાડજીના સંબંધેામાં વિક્ષેપ પડેલા તેથી તેમણે દેશાઈએ સંબધી ઘણી અગત્યની માહિતી આપી નથી પરંતુ આ પ્રસંગે દેશાઈ ઉમિયાશંકર ઉપર આવેલા તેના પિતાના મૃત્યુના ખરખરાના અસલ પત્ર આ માહિતી પૂરી પાડે છે.1
દીવાન કુટુંબની વિદાય
રઘુનાથજી તથા મારારજીને નવાબે મુકત કરતાં તે જામનગર ચાલ્યા ગયા. રણુèાઢજી પણ પાટણથી જામનગર ગયા. ત્યાં તમને મેરૂ ખવાસે નાકરીમાં રાખી લીધા. મેારારજી ભાવનગર ગયા જ્યાં તેમને જાગીર મળી અને ગાવિંદજીના પુત્ર મંગલજીની સમગ્ર સ`પત્તિ નવાબે લૂટી લેતાં તે પણ પાર
અંદર ચાલ્યા ગયા
દીવાન ભાઈઓની વિદાય પછી નવાબે કલ્યાણુ શેડને દીવાનગીરી આપી. કલ્યાણુ રો
ભાવનગર ઠાકુર વખતિસંહે જૂનાગઢમાંથી દીવાન ભાઈએ ચાલ્યા ગયા છે અને નવાબ કાંઇ કરી શકે એમ નથી એ વિચારે જૂનાગઢની હર્દૂમતમાંથી કુડલા અને રાજુલા પડાવી લીધાં. નવાબ હામેદખાને તેથી ભાવનગર
1
આ પ્રસંગની વિગતા માટે જુઓ ‘પિતૃતર્પણ’, શ’. હ. દેશાઇ.
2 અમર દુર્લભ રણછેડજી પરભા હણ્યા અનણ નાગર થે સા નગર ગયે અખ કામા કરત કલાણ કામા કરત કલાણ દેશ સારડકા દાખ્યાં ચિતલકીની ચૂર ોર કાઠીકા જાગ્યા જાય જૂનાગઢ રાજ દેખ મહામૃત સુત ગુમરા જમીનદાર સત્ર તેર ભયે
જબ માર્યાં અમરા
(અનામી)
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૮ : જૂનાગઢ અને ગિરનાર
ઉપર ચડાઈ કરી. તેણે ઘોઘા સુધીનાં ગામડાંઓ લૂંટયાં અને પ્રદેશ વેરાન કર્યો પરંતુ ઢસા આગળ ઠાકર વખતસિંહે નવાબને માર્ગ અવરોધી સજજ સામનો કર્યો. શત્રુસૈન્યના પ્રબળ ધસારા સામે જૂનાગઢનું સેન્ય ટકી શકયું નહિ, નવાબનાં ગાત્રો ગળી ગયાં. તેણે એક લાખ પંદર હજાર રૂપિયા લઈ કુંડલા તથા રાજુલા ઉપરના પિતાને હકક ભાવનગરને આપી દીધો અને ભાવનગરે નવાબની જોરતલબી કબૂલ કરી.
- તે પછી ચિતળના કાઠીઓ ઉપર ભાવનગરે ભીંસ કરતાં જૂનાગઢથી નવાબે છટમલાલ નાગર તથા જમાદાર અબ્દુલ્લાહ નીચે એક સૈન્ય કાઠીઓની મદદે કહ્યું પણ વખતસિંહે તેને હરાવી નાસી જવા ફરજ પાડી.
પ્રભાસપાટણના બ્રાહ્મણ
કલ્યાણ શેઠે પ્રભાસપાટણને સમપુરા બ્રાહ્મણે ઉપર શેખમિયાંએ નાખેલો વેરો વસૂલ લેવા સખ્તાઈ કરી તેથી બ્રાહ્મણોએ ત્રાણું કર્યું અને કુમારિકાને મારી તેને લેહી છાંટયું બ્રાહ્મણો ઉપવાસ ઉપર ઊતરતાં દેશાઈ ઉમિયાશંકર જીભાઈ તથા દેશાઈ વાધજી કહાનજી જૂનાગઢ ગયા અને નવાબને મળી આ વેરો માફ કરાવ્યો.'
આ કત્યથી કલ્યાણ શેઠ દેશાઈઓ ઉપર ક્રોધે ભરાયો. તેણે દેશાઈઓના હક્કોની અવગણના કરી દેશાઈ ઊંમયાશંકર ભાઈ દીવાન અમરજીના સગા ભાણેજ હતા તેથી પણ કલ્યાણ શેઠ તેમની જડ ખાદી નાખવા માગતો હતા પણ દેશાઈઓએ નવાબને મળી તેમને હરકત નહિ થાય તે રૂમકે મેળવ્યું.
1 વિગતો માટે જુઓ “પ્રભાસ અને સોમનાથ, શં. હ. દેશાઈ. 3 દેશાઈઓના ઇતિહાસની વિગતો માટે જુઓ પિતૃતર્પણ,-શ. હ. દેશાઈ. શ્રી કહાનદાસ
તાપીદાસના આત્મચરિત્રમાં જણાવ્યું છે તે ઉપરથી સમજાય છે કે ઉમિયાશંકર, જૂનાગઢના રાજ્યતંત્રમાં મોટી લાગવગ ધરાવતા તથા તે સમયના રાજપુરુષો અને યુધ્ધવીરમાં તેની ગણના થતી. તેમણે નવાં ગામો વસાવ્યાના, નવા વેરા વસૂલ લીધાના, માથા ભારે શો અને લુંયરાઓને જેર કર્યાના તેમાં કેટલાક પ્રસંગો નોંધવામાં આવ્યા છે.
2 આ કૂટનેટ માટે જુઓ પૃષાંક ૧૫૯.
Page #160
--------------------------------------------------------------------------
________________
2 ગોપાલજી
પ્રાગજી
આણંદજી
કુંવરજી
ભવાનીશંકર :
બેન (લાલભાઈ વેરે).
અમરજી.
મોરારજી રઘુનાથજી
દુર્લભજ ગોવિંદજી નાનાબેન ગંગારામ
વસનજી. (જયકુવર)
મંગળજી પ્રજરામ અનંતજી
(જીભાઈ વેરે) સંતોકરામ નરભે કુંવર રણછોડજી દલપતરામ ઉમિયાશકર ઈચ્છાબા (વિજય કર વેર)
વિજયશંકર (ઉદયશંકર દેશાઈ વેરે) ઉદયશંકર ઉદયશંકર,
હરપ્રસાદ હરપ્રસાદ લેખકના પિતાશ્રી)
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૫૯
હરપ્રસાદ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૬૦ : જૂનાગઢ અને ગિરનાર દીવાને
રાજ્ય કાર્યભારમાં ક૯યાણ શેઠ જેટલી જ સત્તા માધવરાય પણ ભોગવતે. એક મ્યાનમાં બે તલવાર રહેતી નથી તેમ ઈ. સ. ૧૭૮૫માં બંને વચ્ચે લેણદેણને વાંધો પડે તેથી કલ્યાણશેઠ કામ મૂકી દઈ મિયાં ગુલામ હુસેનની ડેલીએ ત્રણ માસ સુધી આશ્રય લઈ છુપાઈ રહ્યો અને માધવરાયની સલાહથી નવાબે મૂળચંદ મહેતાને દીવાનગીરી આપી.. અંગ્રેજ ચડાઈ
આ વાંધે ચાલતું હતું ત્યાં જુનાગઢના ચાંચિયાઓએ સુરત જતાં અંગ્રેજોનાં વહાણો લૂંટયાં તેથી અંગ્રેજી નકારૌજે દેલવાડા પાસેના નવાબંદરના કાંઠે તોપમારો કર્યો અને “અરમાન નાગરી ધરતી ઉપર અંગ્રેજ સૈનિકે ઊતર્યા. ઉના થાણદાર જમીયતખાં ગીરમાર્ગે ભાગીને જુનાગઢ આવ્યો તેથી નારાજ થઈ નવાબે તેને બરતરફ કર્યો અને પિતાના ખાનગી કારભારી કહાનદાસ તાપીદાસ વૈશ્નવને સો ઘેડેસવારો તથા બસે દિલ આપી ઉના મોકલ્યા. તેણે ઉને જઈને સરકાર મરજી પ્રમાણે ઉકેલ અંગ્રેજને કીધો. કલ્યાણ શેઠ ફરીથી સત્તા ઉપર
તે પછી કલ્યાણ શેઠ પાછો સત્તામાં આવ્યો અને માધવરાય નાસીને વંથળીને કાજે કરી બેઠો અને છ માસ પછી ઈ. સ. ૧૭૯૬માં ત્રણ લાખ કરી પરસોતમ વાસણુજી દ્વારા કલ્યાણ પાસેથી લઈ વંથળીને કાજે સોં. મરાઠા ચડાઈ
ઈસ. ૧૭૯૬માં આબા સેલરકર જૂનાગઢ ઉપર ચડી આવ્યો. તેના સેનાનીઓ બેમલખાં તથા બાપુમલખાએ પ્રજા ઉપર અકથ્ય જુલમ ગુજારી મોટી મોટી રકમ વસૂલ કરી. નવાબે તેને મોટી ખણું આપી પાછા કાઢો.
તે પછી ઈ. સ. ૧૭૯૯માં ગાયકવાડના જમાદાર હામીદના પુત્ર જમાદાર અમીને તેના પિતાના ઘાતને બદલો લેવા મજેવડી ઘેરી તેને કિલે જમીનદસ્ત કર્યો અને ત્યાંથી જૂનાગઢ ઉપર કૂચ કરી પણ નવાબે ત્રણ ગણી ખંડણી મોકલી, નજરાણું આપી તેને પાછો કાઢો.
૧-૨-૩ શ્રી કહાનદાસ તાપીદાસનું આગમચરિત્ર, સંપાદન: શં, હ. દેશાઈ તથા ગાયકવાડ
એફ બરડા, પુ. ૭મું.
Page #162
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૬૧
ગદડ ખવડ ઉપર ચડાઇ
નવાબના લખલૂટ અંગત ખર્ચને પહોંચી વળવા કલ્યાણ શેઠ આવશ્યક દ્રવ્ય ઉપાર્જિત કરી શકે નહિ તેથી કાંટેલિયાના વનમાં ગુપ્તવાસમાં રહી નવાબને કહેરાવ્યું કે સિપાઈઓના પગાર ચૂકવી શકાય તેમ નથી, ખજાને ખાલી છે માટે ધાંધલપુરના ગોદડ ખવડ ઉપર ચડાઈ કરી તેને સમૃદ્ધ બનાવ લૂંટી આવી પગાર ચૂકવે. નવાબ હામદખાને આ સલાહ સ્વીકારી ધાંધલપુર ઉપર ચડાઈ કરી. ધાંધલપુર કાઠી દરબાર ગોદડ ખવડ એક નાને દરબાર હતે પણ તેણે તથા તેના કાઠીઓએ જૂનાગઢના બળવાન રીન્યને ત્રણ માસ સુધી હંફાવ્યું. નવાબ અંતે પરાજય સ્વીકારી અનેક સૈનિકેના મૃતદેહે અને પિતાની પ્રતિષ્ઠા ધાંધલપુરમાં મૂકી નત મસ્તકે જૂનાગઢ પાછો ફર્યો. નવાબની નિરાશા
પરાજ્ય ઉપર પરાજય મેળવી પિતાની પ્રતિષ્ઠા ગુમાવી નવાબે મૂલ્યવાન પ્રદેશ પણ ખેયા. રાજયતંત્રમાં અવ્યવસ્થા સિવાય કાંઈ હતું જ નહિ તેથી તેણે કાલાવાડ મુકામે મેરૂ ખવાસ સાથે રહેતા દીવાન રઘુનાથજીને જાતે જઈને પાછા આવવા સમજાવ્યા પણ રઘુનાથજી આવ્યા નહિ. રાજ ખટપટ
કલ્યાણ શેઠ તથા માધુરાય ખુશાલરાયના સંયુકત કારભારનું પરિણામ માત્ર અંધાધૂધીમાં આવ્યું. બન્ને વચ્ચે મતભેદ થયા અને સત્તા પ્રાપ્તિની લાલસા માટે પક્ષે બંધાઈ વૈમનસ્ય વધી ગયું. શનૈ શને આ વિરોધ એ કક્ષાએ પહોંચ્યો કે બને દીવાનેએ એક બીજા સામે સૈન્યો સજ્યાં. કલ્યાણ શેઠ સ્વગૃહ તજીને, સૈયદ ગુલામ મોહુદ્દીનના મકાનમાં આશ્રય લઈ રહ્યો અને પરિણામે પિતાને સફળતા નહિ મળે તેમ માધુરાયને લાગતાં, તેના મદદગાર જમાદાર અહમદ કાર, શેખ સૈદ, નાસર યમની અને મુસા મુહરિઝ દ્વારા વંથળી દરવાજા પાસેની દીવાલ નીચે ભેંય ખોદાવી તેમાંથી રાતોરાત નાસી ગયો અને વંથળીને કિલે બંધ કરી તેમાં બેસી ગયો.
1 નહોતીને તે નવી કરી ગઢ જનાને ગાળ
બાબી અલ બાળ ખીજડીયો ગદડ ખવડ નરગોદડને નવાબ લડીયા ત્રણ મહિના લગી પર્વત મોટા પહાડ ક્લીયા નાને ઘબે (સાહિત્ય) જ ગિ.-૨૧
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૬૨ : જૂનાગઢ અને ગિરનાર
નવાબની સ્થિતિ વિષમ થઈ ગઈ. તેનું સૈન્ય એ વિમાગેામાં વડે ચાઈ ગયું હતું અને તેને ક્રાઈ મદદ કરે તેમ હતું નહિ તેથી લાચાર થઈ તેણે ખાસ દૂતાને જામનગર મેાકલી દીવાન રઘુનાથજીને મદદ લઈને આવવા આજીજી કરી. રઘુનાથજી પોતે ન આવતાં તેણે રણુઝેડજીને મેકલ્યા અને તેણે વંથળીને ઘેરા ધાલ્યા. માધુરાયે સમય અને સેનાનીને ઓળખી જઈ યુદ્ધ ન આપતાં દડ આપ્યા અને મુકિત મેળવી ત્યાંથી ગાંડલ ચાલ્યા ગયા.
માધુરાય ગાંડલથી વડોદરાના સેનાપતિ બાબાજીની સાથે વડાદરા ગયા અને ત્યાંથી ગ્વાલિયરના મહા શિદેની સેવામાં જઈ તેના કૃપાપાત્ર થઈ ગયા. મહાદજીએ તેને દિલ્હી દરબારમાં તેના વકીલ તરીકે ઈ. સ. ૧૭૯૫માં મેાકલ્યા, જ્યાં તેણે .સમસ્ત ભારતમાં ગૌવધના પ્રતિબ`ધ કરતું શાહી ફરમાન મેળવ્યુ.
માઘુરાય દિલ્હી દરબારમાં એક અગત્યના હદ્દ ભાગવે છે એમ જ્યારે નવાબને જણાવ્યું ત્યારે તે કદી ચડી આવે તા તે ખીકે તેને જાગીર આપી માધુરાયને પુત્ર ન હૈ.વાથી તેના મૃત્યુ પછી તે જાગીર તેના દાહિત્ર કેશવલાલને મળી.,
બહાદરખાનના જન્મ
ઈ. સ. ૧૭૯પમાં શાહજાદા બહાદરખાનના જન્મ થયા. જામનગરની મદદ
માધુરાયનું પાત્ર જૂનાગઢના રાજદ્વારી તખ્તા ઉપરથી અદૃશ્ય થતાં કલ્યાણ શેઠ સવ સત્તાધીશ થઈ પડયા. ઇસ. ૧૭૯૬માં જમાદાર ફત્તેહમામદ નાતીયાર કચ્છમાંથી જામનગર ઉપર માઢું સૈન્ય લઈ ચડી આવ્યા તેથી મેરામણ ખવાસે નવાબની મદદ માગી. નવાબ પોતે, આંટવાના ખાખી મુખ્તારખાન, આજમબેગ ચેલા, જમીયતખાન સરવાણી, જમાલખાન બલેચ, હિરિસંહ સાલકી જેવા સરદાગ તથા માંગરોળના શેખના સૈનિકા, કુતિયાણાના કસ્માતી, કાઠીઓ વગેરેનું સૈન્ય રચી હીંસરા ગામે જામનગરના સૈન્યને જઈ મળ્યા. બન્ને પક્ષોનાં સૈન્યે યુદ્ધ માટે આતુર થયાં. ત્યાં હળવદના રાજસાહેબ ગજસિંહજીના પ્રયાસથી સમાધાન થયુ. અને સૈન્યે પાછાં ફરી ગયાં.
રઘુનાથજી પુન: જૂનાગઢમાં
ઈ. સ. ૧૮૦૦માં મેરામણ ખવાસનું મૃત્યુ થયું ત્યારે રધુનાથજી પ્રેાળ રહેતા હતા. ત્યાંથી જામસાહેબે તેને ખેાલાવી દીવાનગીરી આપી જૂનાગઢમાં કલ્યાણુ
Page #164
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૬૩ શેઠ વધુ સમય રહી શકે એમ હતું નહિ. તેથી “મહેતા કેવળ ખૂય તથા ઉમિયાશંકર દેશાઈ તથા મોતીરામ કાળિદાસ” વગેરેએ નવાબને રઘુનાથજીને તેડી લાવવા સલાહ આપી. તેમને તેડવા માટે જમીયતખાન સરવાણી, હયાતખાન બલોચ, મૂળચંદ અમરજી ઝાલા, ઊંમયાશંકર દેશાઈ વગેરે ગયા. તેઓ એવી શર્ત પણ લઈ ગયા કે જે રઘુનાથજી આવે તે “મહેતા ત્રિકમદાસના વંશનું છોકરું એક ગામમાં રહેવા ન પામે તથા મહેતા સેવકરામ વૈદ, સેવકરામ જથ્થળ તથા રાજારામ ઝાલા તથા દુલેરાય તથા ગજરાજગર તથા કાનદાસ ગયાની શર્ત દીવાન રઘુનાથજીને નવાબના પ્રતિનિધિઓ મળ્યા. તે વાણિયા કહાનદાસ, નાગર કહાનદાસ,* આજમબેગ ચેલા વગેરેની ઈચ્છાથી વાકેફ હતા છતાં સંનિષ્ઠ રીતે ક્ષમા માગવામાં આવી છે અને પિતાને ગમે કે ન ગમે છતાં તેના જૂના માલિકની ઈચ્છાને માન આપવું જોઈએ તેમ માની તે (રઘુનાથજી) જૂનાગઢ ગયા. કલ્યાણશેઠને બળ
બાંટવા ભાગદાર મુખારખાન બાબીના પુત્રની વિધવા તથા રૂસ્તમખાનની પુત્રી લાડડી બીબી સાથે નવાબે નિકાહ પઢવાને નિર્ણય કર્યો અને તેના માટે પ્રવૃત્તિ શરૂ કરી પરંતુ તે મુખ્તારખાનને પસંદ પડી નહિ તેથી તેણે જૂનાગઢ સામે યુદ્ધ કરવા કમર કસી. આ કાર્યમાં કલ્યાણ શેઠે તેને સહાય કરવા વચન આપ્યું, અને પિતે પણ તૈયારી કરી, દરમ્યાન દીવાન રઘુનાથજી પાછા દીવાનપદે આવે છે તે સમાચાર મળતાં કલ્યાણ શેઠે બળવો કર્યો. તેણે કુતિયાણું કજે કરી લીધું અને પરગણાનાં ગામડાંઓ લૂંટી લીધાં. તેના આ આ કાર્યમાં મુખ્તારખાન બાબીએ સહકાર આપ્યો અને બંનેએ સાથે મળી જૂનાગઢ ઉપર ચડાઈ કરવા તૈયારી કરી.
રઘુનાથજીએ વંથળી મુકામ રાખી બાંટવા તથા કુતિયાણા ઉપર ચડવા પ્રવૃત્તિ કરી ત્યાં રણછોડજી પોરબંદર રાણાની નોકરીમાં હતા તેને આજ્ઞા
1 શ્રી કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર, સંપાદન-શં, હ. દેસાઈ 2 તારીખે રડ, ભાષાંતર-શં. હ. દેસાઈ 3 શ્રી કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર, સંપાદન-શું. હ. દેસાઈ 4 શ્રી કહાનદાસ તાપીદાસ, ખાનગી કારભારી હતા તેથી તેને રહેવા દીધા હતા. 5 તારીખે સેરઠ, ભાષાંતર-શં. હ. દેશાઈ. 6 તારીખે સેરઠ, ભાષાંતર-શં, હ. દેસાઈ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ઃ જૂનાગઢ અને ગિરનાર
મળતાં તે કુતિયાણા ઉપર ચડયા. નવાબે પણ તેને કુતિયાણા લેવા સંદેશ મોકલ્યો. રણછોડજી, જમાદાર મહમદ નાસર બુરખ, શકરખાન, સરદારખાન, ગુલબાઝખાન, મામદ રાફીઆ, મુરાદ ઘેર, મુરાદ મકરાણી અને અન્ય હાએને પિતાની સેવામાં રાખી લઈ કોટડા છાવણી નાખી.
બે તી બે ભાઈઓ બળવાન ર લઈને આવી રહ્યા છે તે સમાચાર મળતાં મુખ્તારખાન બાબીના પગ ધ્રુજવા માંડયા. તેણે તરત જ રણછોડજી સમક્ષ ઉપસ્થિત થઈ માફી માગી નવાબને વફાદારી જાહેર કરી, તેની પુત્રવધૂ નવાબને સોંપી દીધી. કુતિયાણને ઘેર - ઈ. સ. ૧૮૦૧માં સિપાહ સાલાર નાગર પ્રભુદાસ તથા આરબ અને પડાણ જમાદારોએ કુતિયાણાને કિલ્લાને ઘેર્યો અને પ્રબળ પુરુષાર્થ અને પરાક્રમ કરી કિલ્લે કજે કર્યો. કુતિયાણાના કિલ્લામાં કાળી કોઠી નામે ઓળખાતે ભીતર દુર્ગ છે. આ દુર્ગ કાલિદાસ શેઠને બંધાયેલો હોવાનું કહેવાય છે તેમાં કલ્યાણ શેઠે આશ્રય લીધો હતો. તેના ઉપર હલે ચાલતા હતા ત્યાં રઘુનાથજી વંથળીથી આવી પહોંચ્યા. કલ્યાણ શેઠ ચારે કેરથી ઘેરાયો તે પણ તેણે ત્રણ દિવસ ઝાક ઝીલી. રણછોડજીએ અંતે તેની તેને ગતિશીલ કરી કાળી કેડીના બુરજે ઉડાડી દીધા. કલ્યાણ શેઠ પાસે શરણ થયા સિવાય અન્ય કોઈ માર્ગ હતો નહિ દરમ્યાનમાં, તેના જમાદાર યાહ્યા, નાસીર યમની, ગંગાસિંહ, ખાનદાન, ગીગે, હામેદ સંધી બહાર આવી શરણ થયા અને તે પછી કલ્યાણ શેઠેથવેત ધ્વજ ફરકાવી સુલેહ યાચી. રણછોડજીએ તેને તથા તેના કુટુંબને અટકાયતમાં લઈ નવાબ પાસે પ્રભાસપાટણ લઈ ગયા ત્યાં કલ્યાણ શેઠને નવાબે રણછોડજીને સોંપી દીધું અને તેની કેદમાં જ ગુજરી ગયો. તેના પુત્ર લકિમીચંદ પાસે ચોરવાડ તથા ઉનાના કિલાએ હતા તે પણ પડાવી લેવામાં આવ્યા. કલ્યાણ શેઠ •
તારીખે સેરઠ નેધે છે કે “કલ્યાણ શેઠ પ્રથમ દીવાનસાહેબને મોદી હતા. તણે દગાથા અને ગેરકાયદેસર રીતે દીવાનજીના વિશ્વાસુ અમલદારે, પ્રભાશંકર અને દયાળજીનાં ખૂન કરાવી પોતે દીવાન થયે.' કયાણ શેઠ
1 દિનકરરાય સારાભાઈ, વગેરે વસાવડા ભાઈઓના વંજ.
Page #166
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધઃ ૧૫
દીવાન ભાઈઓને મોટે વિરોધી હતા અને તેણે રઘુનાથજી તથા રણછેડછને જૂનાગઢ છોડી જવા ફરજ પાડી હતી. તે એક મોદી હતા છતાં તેને તે સમયના મુત્સદીઓ અને મહારથીઓની કક્ષામાં અવશ્ય મૂકી શકાય. તેણે એક વિચિત્ર પ્રકૃતિના અને તરંગી રાજકર્તાને ખુશી રાખી, પ્રબળ વિરોધની વચ્ચે રાજતંત્ર ચલાવ્યું તે અવશ્ય નોંધપાત્ર બને છે. અમરેલીને ઘરે
દીવાન રણછોડજી તથા રઘુનાથજી ઝાલાવાડમાં જોરતલબી વસૂલ કરતા હતા ત્યારે ઈ. સ. ૧૮૦૨માં ગાયકવાડના સેનાધ્યક્ષ શિવરામ ભાઉ ગાર્દીએ તેના અધિકારને પડકાર કર્યો અને બંને વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ થાય તેવા તેવા સંજોગે ઉપસ્થિત થયા પરંતુ આ ભાઈઓની કુનેહ અને શકિતના કારણે સમાધાન થઈ ગયું. દરમ્યાન મુકુંદરાવ ગાયકવાડે વડોદરા સરકાર સામે બંડ કરી અમરેલીને કિલે સ્વાધીન કર્યો અને વસાવડના દેશાઈઓને કેદ કરી લીધા. રણછોડજીને નવાબે તેઓને મુકત કરાવવા માટે અમરેલી ઉપર ચડવા આજ્ઞા મોકલતાં તેણે અમરેલીને ઘેલું. આઠ દિવસના સંગ્રામ પછી અમરેલી પડયું. દેશાઈઓને દીવાને મુક્ત કર્યા પણ તેની પાસે નવાબની જોરતલબી કબૂલ કરવી. વંથળીને ઘેરે | ગાયકવાડને દીવાન બાબાજી ઈ. સ. ૧૮૦૪માં વંથળી ઉપર ચડી આવ્યો અને વંથળી ઘેરી લીધું. વંથળીના ઈજારદાર રૂદ્રજી ઝાલા પાસેથી નવાબે કબજે લઈ ગુલાબખાં નામના એક યુવાનને ઈજારે આપેલું. બાબાજી સામે થવાની શકિત ન હતી તેથી તેણે નવાબની મદદ માગી. નવાબે દીવાન રઘુનાથજીને મદદ મેકલવા કહ્યું પરંતુ વંથળી તાલુકે નવાબને અંગત હતો અને વિ. સં. ૧૮૫૯ની મુલગીરીના હિસાબમાં દીવાન તથા નવાબને મન દુ:ખ થયેલું. રાજય પણ બંને વચ્ચે વહેચાઈ ગયેલું. પારણ, વેરાવળ, વંથળી તથા માળિયા નવાબનાં હતાં અને બીજા તાલુકાઓની ઊપજ દીવાન લેતા હતા. વંથળી નવાબનું હતું તેથી રઘુનાથજીએ નવાબને જવાબ આપ્યો કે તેની પાસે માણસે નથી અને રણછોડજી મુકગીરીમાં છે. નવાબે તેથી તેના હજૂરીએ આજમબેગ, જમીયતખાં, જુહુરખાં, ફાજલ વગેરેને જવા આજ્ઞા આપી પરંતુ વેરાવળના ઘેરામાં ગયેલા દલખાં ચેલાને નવાબે કાઢી મૂકેલે તેથી કેઈ ગયા નહિ. અંત નવાબે તેના ખાનગી કારભારી કહાનદાસ તાપીદાસ વૈશ્નવને મોકલ્યા. તેણે એક માસ પર્યત લડાઈ ચલાવી સમાધાન
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬ઃ જૂનાગઢ અને ગિરનાર
પ્રભાસપાટણને ઘેરે - ઈ. સ. ૧૮૦૪માં પ્રભાસપાટણના દેશાઈ ઉમિયાશંકર જીભાઈ તથા દેશાઈ વાઘજી કહાનજીએ નવાબની હકૂમતથી કંટાળી પ્રભાસપાટણ કિલે. તથા પરગણું ગાયકવાડને સોંપી દેવા વડોદરા કહેણ મોકલ્યું અને તે સાથે પ્રભાસપાટણમાંથી નવાબના થાણાને ઉઠાડી મૂકયું. આ સમાચાર મળતાં જૂનાગઢની ફોજ પ્રભાસ ઉપર ચડી અને દેશાઈઓએ દરવાજા બંધ કરી લડાઈ આપવા તૈયારી કરી પણ તેમને ગાયકવાડની મદદ મળે તે જ જૂનાગઢની સામે તેઓ ટકી શકે તે સ્પષ્ટ હતું. ગાયકવાડની સેના આવી નહિ પણ એ સંદેશો આવ્યો કે “શ્રીમંત સરકારનો ઈરાદે હમણાં સોરઠમાં મુલક લેવા નથી માટે તમારું તમે જાણે” દેશાઈઓની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. દરમ્યાનમાં ગાયકવાડના દીવાન બાબાજીરાવે વંથળી લીધું અને ત્યાંથી સોરઠના પ્રદેશમાંથી ખંડણી વસૂલ કરવાના મિષે વંથળી, કેશોદ, ચોરવાડ અને છેક પ્રભાસપાટણ સુધીને પ્રદેશ લૂંટી લીધે તેણે પ્રભાસને ઠારે તેનું મુકામ કર્યું પણ દેશાઈઓએ તેને અંદર આવવા દીધો નહિ, તેથી બાબાજી એ કિકલા ઉપર તપ માંડી. ત્યાં રણછોડજી તેનું સૈન્ય લઈ બાબાજીની પાછળ આવી પહોંચ્યા અને ગાયકવાડી સેનાને ઘેરી લીધી. બાબાજી બે તરફથી ઘેરાતાં તેણે સંધિ કરીને અન્વયે લૂંટને માલ પાછો આપ્યો અને દેશાઈઓના હકકે બને રાજ્યોએ સ્વીકાર્યા અને જૂનાગઢે ગાયકવાડને ખંડણી આપી.” રેવાશંકર દીવાન
ઈ. સ. ૧૮૦૬માં દીવાન રઘુનાથજી કુતિયાણ રોકાઈ ગયા અને રણછેઠજી હાલારમાં જોરતલબી ઉઘરાવતા હતા ત્યારે રેવાશંકર ત્રિકમદાસ મજમુદારે રાણપુર અને ધંધુકા સુધી જૂનાગઢનાં સૈન્યો લઈ જઈ જોરતલબી, ઉઘરાવી. આ પ્રસંગે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધંધુકા પ્રદેશમાંથી જોરતલબી ઉઘરાવવાને જૂનાગઢને હકક માન્ય રાખતાં તે વિસ્તારમાં કોઈ રંજાડ કરી નહિ.
આ વર્ષમાં દીવાન રઘુનાથજી સ્વેચ્છાથી છૂટા થયા અને કુતિયાણું
1 કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર કહાનદાસ તે ડે. નલિનકાન્ત શાંતારામ બક્ષી વગેરે
બક્ષી ભાઈઓના પૂર્વજ. ? વિગતો માટે જુઓ પિતૃતર્પણ, શં. હ દેશાઈ.
Page #168
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૬૭
રહેવા ચાલ્યા ગયા. નવાબે રેવાશંકર ત્રિકમદાસનેમ દીવાનપદે નીમ્યા અને મદદનીશ દીવાન તરીકે દયારામ છાયાને નિયુકત કર્યા.
ઈ. સ. ૧૮૦૬માં કર્નલ વેકરે રેવાશંકરને માળિયા મિયાણા મુકામે તેડાવી સેટલમેન્ટ કરવા ચર્ચા કરી અને ત્યાંથી તે પાછા આવતાં તેને નવાબે
ટા કરી કારભાર ઉમર મુખાસન, મિરઝાં આજમબેગ તથા કરસનદાસ શેઠને સોંપ્યો. આ ફેરફાર વિઠ્ઠલરાવ દેવાજીની આજ્ઞા સ્વરૂપની સલાહથી કરવામાં આવ્યા હતા. વિઠ્ઠલરાવની ઈચ્છા રઘુનાથજીને પગ રાજપમાંથી ને માટે કાઢવાની હતી અને જૂનાગઢ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવાની હતી. તેણે રઘુનાથજી કાંઈ બોલે નહિ તે મોટે ભાડેર, ભલગામ વગેરે ચાર ગામડાંઓ આપ્યાં અને અમરેલી, દામનગર અને ધારીમાં જૂનાગઢને ભાગ હતા તે લખાવી લીધો.
કારભારી મંડલે હેમતરામ કાકાભાઈને પેશકાર નીમ્યા અને જોરતલબી વસૂલ કરવા નો મોકલ્યાં પણ તારીખે સોરઠમાં દીવાન રણછોડજી લખે છે કે “તઓએ આજમબેગ છેલા અને કરસનદાસ વાણિયાની સૂચનાથી જમાબંદી વસૂલ કરવા સૈન્ય દેર્યા. પણ એક કીડીને પણ ખીજવી શકયા નહિ.” તેઓએ શેખ અલી નામના વેપારીની દુકાને કચેરી ઠેરાવી'.
નવાબ નાચરંગની મહેફિલેમાં નર્તકીઓ અને સાકીઓ વચ્ચે વાપી ગયા અને નવાબની ઉપાંગના અને પબાઈ રાજ્યતંત્રમાં હસ્તક્ષેપ કરી નવાબને દેરવણ આપતી રહી. પરિણામે રાજ્યમાં અંધાધૂંધી વ્યાપી. અંગ્રેજ હકુમત
ઈ. સ. ૧૮૦૭માં ખેડાના કલેકટર કર્નલ એલેકઝાંડર વોકરને કંપનીએ કાઠિયાવાડના રેસિડેન્ટને પણ ચાર્જ આપ્યો. ઈ. સ. ૧૮૦૨માં થયેલી વસઈની તહની કલમો અનુસાર પેશ્વાના સમગ્ર અધિકારો અને હકો ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મળ્યા તે અન્વય કર્નલ વેકરે ગાયકવાડના દીવાન વિઠ્ઠલરાવ દેવાજી સાથે સોરઠમાં આવી વસલાત લેવાનું શરૂ કર્યું. દીવાન રણછોડજી તેને કંડોરણા મુકામે શિષ્ટાચાર ખાતર તે સમયની રીતિ અનુસાર મળવા
1 જૂનાગઢના મજમુદાર (અમરેલી)ના પૂર્વજ. 2 શ્રી કહાનદાસ તાપીનું આત્મચરિત્ર. સંપાદન : શું હ. દેસાઈ 3 એજન.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૮ : જૂનાગઢ અને ગિરનાર
ગયા ત્યારે દીવાન વિઠ્ઠલરાવે કલવા ર્ આગળ રૂધનાથજી તથા રણછેડજીની નિંદા કરી. તે સાંમળી વકરે કહ્યું કે નવાબ પાસે દીવાનનું સાઠ લાખનું લહેણું ગાયકવાડે મુકરર કર્યુ” છે તથા દીવાન અમરજીના માથા બદ્દલ સેાળ ગામા આપવામાં આવેલાં તે વિ. સ. ૧૮૪૯માં દગાથી પડાવી લીધાં છે તે માટે નવાબના ખુલાસા પૂછવામાં આવશે. દીવાન અમરજીના પ્રયાસેાથી જીતવામાં આવેલા પ્રદેશા હુ" જપ્ત કરીશ અને તેના પુત્ર રઘુનાયજીને આપીશ. દિલ્હીના કયા સુલતાનની સનદના આધારે નવાબ જૂનાગઢ રાજ્યના કો કરી બેઠા છે ? તેણે એમ પણ ઉમેર્યુ કે, ‘આ દીવાનના જે શત્રુ છે તે ઈંગ્લિશ સરકારના શત્રુ છે.''
કર્નલ વેકરે આ પ્રસંગે સુરત અને મુંબઈનાં વહાણે નવાબદર પાસે ચાંચિયાઓએ લૂટી લીધેલાં તે માટે નવાબના દંડ કરી તે વહૂલ લીધા.2 સેટલમેન્ટ
તે પછી કર્નલ વકરે ઈ. સ. ૧૮૦૬માં કાડીનાર, અમરેલી અને માંગરાળના જૂનાગઢ રાજ્યમાં સમાવેશ કરી તેનું સેટલમેન્ટ કર્યુ” જૂનાગઢ ગાયકવાડને દેવાની ખંડણીની રકમ પણ મુકરર કરી. વિ. સં. ૧૮૬૪ના માગસર સુદ ૫ ના ગજ નવાખે ગાયકવાડ અને પેશ્વાની સરકારને એક ખત આપ્યું, તેમાં નવાબના ફૂલ જામીન મેધપુરના ભાટ મૂળુ નરસંગ થયા. આ ખતમાં નવાબે નીચેની કબૂલાતા કરી :
(ઙ્ગ) (૧) ખીજા રાજા સામે દુશ્મનાવટ નહિ રાખુ. (ર) હારવટિયાને રક્ષણ નહિ આપું (૩) ખીજાને ઉશ્કેરી ઉપદ્રવ નહિ કરાવું (૪) ચારાને આશ્રય નહિ આપુ` (૫) બીજ તાલુકાના ભાયાતાનાં ગામા વેચવા આવશે તા સરકારને ખબર આપીશ.
(થૅ) (1) ક*પની સરકાર કે ગાયકવાડના ગુનેગારને રક્ષણ નહિ આપું. (૪) (૧) મારા રાજ્યની સરહદે આવેલા, કંપની સરકાર, પેશ્વા સરકાર કે
ગાયકવાડના મહાલાના ધારી માર્ગો ઉપર લૂટફાટ કે ધાડા પાડવામાં નહિ આવે (૨) પ્રવાસીઓ, વ્યાપારીઓ અને બીજાઓને હેરાન કર
1 તારીખે સેટરડ-ભાષાંતર : શં. હ. દેશાઈ
2 શ્રી કહાનદાસ તાપીદાસ તેના આત્મચિરત્રમાં ઉલ્લેખ કરે છે તે આ જ પ્રસગે હશે. આ પ્રસગની નોંધ આગળ લેવામાં આવી છે,
Page #170
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાધ : ૧૬૯
કરવામાં નહિ આવે. (૩) તેમને ગાડાની અને બીજી સગવડો આપવામાં આવશે. (૪) જે કઈ પ્રવાસી કે વ્યાપારી લૂંટાશે તે તેની નુકસાની
જે તે તાલુકાને ભરી દેવી પડશે. (૯) (૧) કઈ જમીનદારની જમીનમાં કે ગામડાઓમાં પેશકદમી કરવામાં નહિ આવે.
નવાબે આ શર્તના પાલન માટે ચારણિયાના ચારણ સુરૂ કા ખીમાને કાયમી આડ જામીન આપ્યા. - આ કબૂલતમાં સહીસિકકા થઈ જતાં આનંદરાવ ગાયકવાડે જૂનાગઢ તાલુકાના કારભારીને કર્નલ વેકરની સહી તથા ગાયકવાડની મહારવાળી સંવંત ૧૮૬૪ના પિષ સુદી ૧ની તારીખવાળી સનંદ આપી જણાવ્યું કે,
“સંવંત ૧૮૬૪માં તમારા તાલુકા એટલે જૂનાગઢ તાલુકો, માંગરોળ કસબો અને ગાધકડા ગામ કે જે કાયમથી તમારા અધિકારમાં છે. તેની દર વરસે હજુરને વડોદરા ભરવાની ખંડણી મુકરર થઈ તેની કબૂલાત આપી છે તેને તમે વફ દાર રહેજે અને તાલુકે આબાદ કરજે. હજુર વડોદરાથી મુકરર કરે તે પ્રમાણે દર વરસે જમાબંદી અને ખરાજાતના હતા નિયમિત રીતે આપે જજે.” “આ શર્તોના પાલન માટે અમારા તરફથી મેજર એલેકઝાન્ડર કરને નામદાર કંપની સરકારના પ્રતિનિધિ તરીકે બહાધર આપીયે છીએ.'
આ સનંદથી જૂનાગઢનું રાજય વડોદરા તાબાનું રાજ્ય થઈ ગયું અને તેને હવે જોરતલબી વસૂલ કરવા જવાનું પણ બંધ થયું. ગાયકવાડે જૂનાગઢના દીવાનને કારભારી ગયા અને જૂનાગઢ રાજયને તાલુકાની કક્ષા આપી.
નવાબે આ શર્તે ઉપરાંત સમુદ્રમાં સફર ખેડતાં વહાણેને ચાંચિયાઓથી રક્ષણ આપવાનું તથા મુશ્કેલીમાં આવી પડેલાં જહાજોને મદદ કરવાનું અને જે ભાગે તે તેના ભંગાર ઉપર કેઈપણ પ્રકારને હકક ન રાખવાની પણ કબૂલત આપી. શ્રી સહજાનંદજી મહારાજ
સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તક શ્રી સહજાનંદજી મહારાજ જૂનાગઢમાં પધાર્યા ત્યારે નવાબ સામે ખાને તેઓશ્રીને પંચાળા દરબાર ઝિણાભાઈ દ્વારા રાજમહેલમાં આમંત્રણ આપી પધરાવ્યા. ત્યાં રાસ જૂ. ગિ–૨૨
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૭૦ : જૂનાગઢ અને ગિરનાર :
મડલ રચ્યુ, તથા જે મહેલમાં તેમને પધરાવેલા તેને પોતે રગમહેલ કહ્યો તેથી નવાબે તે નામ સ્વીકારી તે મહેલને ર ગમહેલ અને તે લત્તાને રંગમહેલ ફળિયુ નામ આપ્યુ..1
હામેદખાનનુ મૃત્યુ
પોતાની તરંગી, ક્રુર અને અવિચારી પ્રકૃતિના કારણે નવાબે રઘુનાથજી, રણછોડજી, પ્રભાશંકર, દયાળજી વગેરે પરાક્રમી અને સ્વામીભકત મુત્સદ્દીઓ અને મહારથીઓની શકિતના ઉપયોગ ન કરતાં જૂનાગઢ રાજ્યના મેાત્રા અને દરજ્જાને હલકા પદે મૂકી ઇ. સ. ૧૮૧૧ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખે મૃત્યુ પામ્યા.
નવાબ હામેદખાન શરીરે જેવા જાડા હતા તેવી તેની બુદ્ધિ પણ હતી. કલ વાકર તેના માટે લખે છે કે તેનામાં કાપટ, હીચકારાપણુ, ઈર્ષ્યા અને લેાભ સિવાય કાંઈ હતું નહિ. તેની કુટેવે! અને ચારિત્ર્યડીનતાને કારણે તેણે અનેક ઉપાધિએ વહેારી લીધી હતી. તેણે તેની વિચિત્ર વર્તણૂકવી અને અસ્થિર સ્વભાવથી તે પ્રજામાં અપ્રિય થયા હતા અને તેના સ્વામીભકત સેવાને તેના વિશ્વાસ હતા નહિ. વંથળી ઉપર બાબાજીએ ઘેરા ધાલ્યા ત્યારે તેને ત્યાં સૈન્ય માકલવું હતું પણ તેના હજુરી કે સરદારા કાઈ તૈયાર થયા નહિ અને જ્યારે તેણે કારણ પૂછ્યું ત્યારે મીરઝાં આજમષેત્રે કહ્યું જે....વ થળી જોઈએ તેમ નજર પહોંચતી નથી તે! શા માટે જે પ્રથમ વેરાવળમાં ચેલા દલેલખાંને માકલ્યા હતા તેની ખરાબી અમે જોઈ છે. વર્ષે ૮ સુધી સરકારમાં પેઢાનેા હુકમ નહિં તેનાં પેટીયાં લુગડાં બંધ કીધાં હતાં.3’ નવાબના ખાના સદા ખાલી રહેતા. તેને રહેવા માટે કાઈ સારા રાજમહેલ પણ ન હતા. કલ ટોડે તેનું નિવાસસ્થાન જોઈને ઈ. સ. ૧૮૧૭માં પ્રગટ કરેલા તેના પુસ્તકમાં લખ્યું છે કે નવાબ ખંઢેરમાં રહે છે.' નાચ, રંગ અને આન પ્રમાદમાં પડી રહેતા અને રાજ્યતંત્ર ચલાવવાની સંપૂર્ણ કમઆવડુત ધરાવતા આ નવા પાસે દીવાનભાઇએ ન હેાત અને તેના હિતાનું રક્ષણ તેમણે તેમનાં સ્વમાન અને સલામતીને ભાગે ન કર્યું હેત તે હામેઃ
:
c.
1 ભકતિશામિણ ઠાકોર શ્રી ઝીણાભાઇ-શાસ્ત્રી શ્રી ધર્મવલ્લભદાસજી 2 કર્નલ વેાકરને રિપોર્ટ
૩ શ્રી ક્હાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર- સ’પાદન : શ'. હ. દેશાઈ . 4 ટ્રાવેલ્સ ઇન વેસ્ટન ઈન્ડિયા-કર્નલ શેડ
Page #172
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૭૧
ખાને જરૂર જૂનાગઢનું રાજ્ય ગુમાવી દીધું હેતા બહાદરખાનજી રજા
નવાબ હામદખાને તેના યુવરાજ બહાદરખાન ઉફે દાદામિયાંને તથા તેની માતા રાજકુવરને, તેના સીદી ગુલામ દ્વારા દારૂ ભારેલું માટલું સળગાવી રાજમહેલને આગ લગાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂકી પ્રભાસપાટણમાં નજરકેદ રાખેલાં. નવાબ હામદખાનની બીમારી વધી તેથી આજમબેગ ચેલા, કહાનદાસ તાપીદાસ વૈશ્નવ, મુગટરોય બક્ષી અને ઝીણા મહેતા, આ માતા પુત્રને પ્રભાસપાટણથી તેડી આવ્યા. તેઓ ત્યાંથી દેશાઈ ઉમિયાશંકર જીભાઈ તથા દેશાઈ વાધજી કહાનજીને પણ તેહતા આવ્યા. નવાબના મૃત્યુ પછી આ સહુએ નવાબને ગાદીએ બેસાડયા. ગાદીને ઝઘડે :
અમીર અને દરબારીઓએ નવાબ બહાદરખાનને ગાદીએ બેસાડ્યા પરંતુ મહૂમ નવાબની બાબી ખાનદાનની બેગમ કમાલબખ્તનાં પુત્ર સલાબતખાને તેના માતામહ, રાધનપુરના નવાબ દ્વારા બહાદરખાનની માતા બાબી નથી તે મુદ્દા ઉપર પિતાને હક્ક છે તેમ કંપની સરકારમાં ફરિયાદ કરી. રાધનપુર નવાબની કંપનીમાં લાગવગ હતી તેથી વડોદરાના રેસિડેન્ટ કર્નલ કનકે તેના હક્કને ટક્કે આ પણ જૂનાગઢના મુત્સદ્દીઓએ એવું સાબિત કરી આપ્યું કે, સલાબતખાન હોમેદખાનને કે કમાલબખ્તને પુત્ર જ ન હતા.
ગાદીવારસ પ્રશ્ન ઉપસ્થિત થતાં દરબારીઓમાં બે પક્ષે પડી ગયા. બહાદરખાન પક્ષની નેતાગીરી ઉમર મુખાસને લીધી અને સલાબતખાનના પક્ષની નેતાગીરી દીવાને રઘુનાથજીએ લીધી. તારીખે સોરઠમાં આ પ્રશ્નને કાંઈ કહેવામાં આવ્યું નથી. માત્ર બાબી રૂલર્સ ઓફ સોરઠ આ વિધાન કરે છે પરંતુ તે બરાબર જણાતું નથી, જે રઘુનાથજીએ સલાબતખાનને પક્ષ લીધો હેત તે બહાદરખાનના પ્રથમ દીવાન તરીકે તેની નિમણૂક થઈ તે ન થાત. ગાયકવાડસ ઓફ બરોડા, ૫. ૭ માં એજન્સી અને ગાયકવાડ વચ્ચે પત્ર
-
-
1 શ્રી કહાનદાસ તાપીનું આત્મચરિત્ર-સંપાદન : શં, હ. દેસાઈ 2 ઉમિયાશંકર દેશાઈ આ પ્રસંગ પૂર્વે પણ નવાબની કચેરીમાં અગ્રીમ કક્ષાના રાજપુરુષ
હતા. જુઓ પિતૃતર્પણ. શં. હ. દેશાઈ. 3 રધુનાથજીએ સલાબતખાનનો પક્ષ લીધે હતે તે ઉલ્લેખ શ્રી કહાનદાસ તેના આત્મ
ચરિત્રમાં કરે છે પરંતુ તે સંભવિત નથી. તેણે નવાબ વિરુદ્ધને પક્ષ લીધો હોત તો તેને દીવાનપદ આપત જ નહિ.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૭ર : જૂનાગઢ અને ગિરનાર
વ્યવહાર છે તેમાં બહાદરખાન અનૌરસ પુત્ર હતા તેમ જણાવ્યું છે. કેપને મેકર્ડની તપાસ પછી બહાદરખાનને ગાદીવારસ તરીકે ગાયકવાડે સ્વીકારી તે રીતિકની અવજી કેડીનાર તથા અમરેલીમાં નવાબનો જે કાંઈ ભાગ હતે તે પણ લખાવી લીધે...? રઘુનાથજી પુનઃ દીવાનપદે
તે પછી રાજતંત્ર સ્થિર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. મહૂમ નવાબ એક કડ કરીનું કરજ મુકતા ગયાં હતા. અમીરો અને દરબારીઓમાં પક્ષો પડી ગયા હતા. અને તંત્ર અવ્યવસ્થિત થઈ ગયું હતું. ગાયકવાડે સર્વોપરી સત્તા મેળવી લીધી હતી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સાર્વભૌમ સત્તા પણ નિશ્ચિત થઈ ગઈ હતી ત્યારે રાજયની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી શકે અને આંતરિક વહીવટ શિયર કરી શકે તેવી પડાવદાર વ્યકિતને રાજયનું સુકાન સેંપવાનું આવશ્યક બન્યું. 1 . જમાનામાં રાજમાતાની સલાહકાર પ્રભાસપાટણની ડેસીબુ નામની બાઈ હતી. નવાબની સગીર અવસ્થામાં રાજમાતાની આજ્ઞા લેવી આવશ્યક હતી અને તેથી ડોસીબું કર્તાહર્તા થઈ પડી. મહૂમ નવાબના ખાનગી મંત્રી - કહાનદાસ તાપીદાસ વૈશવને તેના પદેથી દૂર કરવામાં આવેલ. તે છતાં તે લખે છે કે “સર્વે કારખાનું પાટણનું આવ્યું. બાઈ ડે સીબુ તે રાજકાજથી નાવાકેફ ને મહેતા ઝીણું તથા મુગટરામે પ્રથમને કારકુનને પિતાનામાં મેળવી લીધા એટલે તે પણ એકરૂપ થઈ ગયા. દેશાઈ વાઘજી તે પાકું માણસ. છેટે છેટે રહેતા પણ બાઈ રોજકુંવરને તથા ડેસીબુને દેશાઈને ભસો પૂરતઆમ વાઘજી દેશાઈ જેવા પ્રખર રાજપુરુષે બેગમને સલાહ આપી કે તમે કહાનદાસને બેલાવીને પૂછો. બેગમ પાસે એક રાત્રે ચુપકીથી કહાનદાસ ગયા અને તેણે કહ્યું કે “વંથળી દરવાજાની હવેલીમાં તથા ઉપરકેટમાં નવાબે કરી દટી છે તે ખોદી કાઢી, સિપાહીને પગાર ચૂકવે તથા દીવાન રઘુનાથજીને બેલાવી દીવાનપદ આપો.'
1 આ હકકો રધુનાથજીને બરતરફ કરતી વખતે લખાવી લીધો હતો પણ કોડીનારને
અર્ધો ભાગ ગાયકવાડે આ સમયે લખાવી લીધો 2 જુઓ ઈતિહાસદર્શન, ભા. ૪, . હ. દેસાઈ. 3 શ્રી કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર, સંપાદન : શં, હ. દેશાઈ.
Page #174
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૭૩
બેગમે ડીબુ ધારા કારભારી મંડલને તેડાવી દીવાન રઘુનાથજીને તેડી આવવા આજ્ઞા કરી. જમાદાર ઉમરને તથા તેના સાથીઓને આ વાત ચી નહિ છતાં બેગમની હઠ આગળ કાંઈ ચાલ્યું નહિ અને રઘુનાથજીને તેડી આવવા, જમાદાર ઉમર મુખાસન, હામીદ બીન અમર, સાલમ બીને હમીદ, હસન અબુ બકર, રસ કહાનદાસ શેઠ, કહાનદાસ વૈશ્નવ, મુગટરામ બક્ષી, ઝીણા મહેતા તથા વાઘજી દેશાઈને મોકલ્યા.
દીવાન રઘુનાથજી આવ્યા નહિ પણ રણછોડજીને મેકલ્યા. રાજકુટુંબ તથા દરબારીઓ અને અમને, શા કારણે રઘુનાથજીને પાછા લાવવા સમજાવ્યા હતા તથા તેમણે શી રીતે કરવાનું છે તે માટે રણછોડજીએ કાંઈ કેઈને પૂછયું નહિ અને આવતાંવેંત “સહુને ડારા ડફારા દઈ કરસનદાસના ઉચાળા ધોરાજી કહાડયા ને સર્વે ને ભડકાવી નાખ્યા તે ઘડી જમાદાર ઉમર અમરેલી ચડી નીસર્યો ને માસ ત્રણ રહ્યો. પછી દીવાન વિઠોબાના ભાઈ ગોવિંદરાવને સવારે ૩૦૦ થી અહી તેડી આવ્યા ને ભૂતનાથમાં માસ દેઢ રહ્યો”.' પણ તે કાંઈ કરી શક્યો નહિ. અંધાધૂંધી વિશેષ વધી ગઈ તેથી બેગમે કબીરખાન, નખાન તથા ઈસ્માઈલખાનને કુતિયાણ મોકલી રઘુનાથજીને જૂનાગઢ આવી દીવાનગીરી સ્વીકારવા વિનંતી કરી અને જયારે તેણે જૂનાગમાં પ્રવેશ કર્યો ત્યારે નવાબે અને રાજમાતાએ સામા જઈને તેનું સ્વાગત કર્યું અને તે સાથે તેમને વંશપરંપરાગત દીવાનગીરી પ્રદાન કરી. કંપની-ગાયકવાડની સવારી - ઈ. સ. ૮૧રમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સન્ય કેપ્ટન કનકની સરદારી નીચે ફતેહસિંહરાવ ગાયકવાડ સૌરાષ્ટ્ર ઉપર પેશકશી લેવા આવ્યા તેની સાથે સૌરાષ્ટ્ર ઉપર ચડયા ગાયકવાડના સેનાપતિ વિઠ્ઠલરાવ રેવજી પણ સાથે લઈ ગયા. આ પ્રચંડ સેજે જૂનાગઢ પાસે લાલવડ ગામે છાવણી નાખી અને પોતાના પિતાની ગાદી ઉપર નવાબ બેઠા તેનું નજરાણું ભરી જવા નવાબને આજ્ઞા કરી.
આ નવા પ્રકારને કર અને અનધિકૃત લેવી આપવા દીવાન રઘુનાથજીએ ઈન્કાર કર્યો અને સમસ્ત શકિત અને બળથી સંયુકત સન્યને સામને કરવા કિલ્લેબંદી કરી અને લાલવડથી જૂનાગઢના માર્ગમાં કાંટા, પથ્થર અને અન્ય અવરોધક પદાર્થો પાથરી દઈ, શત્રુની આગેકૂચને મુશ્કેલ બનાવી દીધી.
1 એજન. તારીખે સોરઠ આ માટે મૌન છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૪ : જૂનાગઢ અને ગિરનાર
રઘુનાથજીને નિશ્ચય અને મક્કમ નિરધાર તેમજ ભૂતકાળની પ્રતિષ્ઠા અને શક્તિને વિચાર કરી કેપ્ટન કોં કે સમાધાનને સંદેશો મોકલ્યો અને ગાયકવાડની વારસા નજરાણાની માગણી પાછી ખેંચાવી લીધી.
આ સમયે દીવાન વિઠ્ઠલરાવ દેવાજીની પુત્રીના લગ્ન અમરેલી મુકામે નિર્ધારિત થયાં. તેમાં ઉપસ્થિત થવા તેણે ગાયકવાડના મંત્રી ગંગાધર શાસ્ત્રીને દીવાન રઘુનાથજી પાસે મોકલ્યા અને અમરેલી આવવા આમંત્રણ પાઠવ્યું. આ આમંત્રણને માન આપી દીવાનજી ત્યાં ગયા. પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે, જમાદર ઉમર મુખાસને ગાયકવાડની મદદ માગેલી ત્યારે અમરેલી અને કેડીનાર પરગણુને અર્ધો ભાગ લખી આપેલ. તેને પાકે અમલ કરવા વિઠ્ઠલરાવ દેવાજીએ પ્રસ્તાવ મૂક્યો. દીવાન રઘુનાથજીએ આ કરાર નવાબે નહિ પણ નવાબની અસહાય સ્થિતિમાં તેની સમ્મતિ વગર મુખાસને કર્યો છે તે રદ ગણવે જોઈએ એમ દલીલ કરી વાટાઘાટે લંબાવતા હતા ત્યાં જૂનાગઢથી નવાબ અને રાજમાતાના ગંગાધર શાસ્ત્રી અને વિઠ્ઠલરાવ દેવાજી ઉપરના પત્રો લઈને ખાસ કાસદ આવ્યા. આ પત્રમાં જણાવેલું કે આ પ્રશ્નની ચર્ચા રઘુનાથજી સાથે વાત કરવી નહિ અને નવાબ તે માટે વિચાર કરી પછીથી વિઠ્ઠલરાવ કહેશે તે નિર્ણય લઈ તે કહેશે તેમ કરી આપશે.
આ પત્ર વાંચી દીવાન રઘુનાથજીને ઘણું જ માઠું લાગ્યું અને તરત જ જૂનાગઢ આવી રાજમાતાને મળી તેમને ક્રોધ વ્યકત કર્યો. રાજમાતાએ ગાયકવાડને રોકડ રકમ આપવા વિચાર દર્શાવ્યો પણ તે પ્રશ્નનું નિરાકરણ આવે તે પૂર્વે જમાદાર ઉમર મુખાસને પાકા કરાર ઉપર નવાબની સહી કરાવી લીધી. આમ જૂનાગઢના રાજ્યમાંથી અમરેલી અને કોડીનાર જેવાં પગરણ નીકળી ગયાં.
આ પ્રસંગે કંપની સરકાર અને ગાયકવાડની સમ્મતિથી નવાબે દીવાન રઘુનાથજીને, વડાસાડા, મેસવાણ ખાગેશ્રી અને ઈશ્વરિયા વંશપરંપરા ઈનામમાં આપ્યાં. કુદરતી આફતો
ઈ. સ. ૧૮૧૧માં ચાર માસ સુધી આકાશમાં ધૂમકેતુ દેખાયો. તેની પૂંછડી ઊંધા રાખેલા સાવરણ જેવી હતી અને તેની લંબાઈ પૃથ્વી ઉપરથી આઠ હાથ જેટલી જણાતી હતી.
ઈ. સ. ૧૮૧૨–૧૮૧૩માં ભયંકર દુષ્કાળ પડે. અનાજ અને ઘાસ ચારાના અભાવે અસંખ્ય મનુષ્યો અને પશુઓ મરણશરણ થયાં.
Page #176
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૭૫
ઈ. સ. ૧૮૧ માં ફરીથી ધૂમકેતુ દેખાયો.”
ઈ. સ. ૧૮૧૪માં મહામારી આવી. અગણિત મનુષ્ય તેનાં ભેગ બન્યાં. જાહેર માર્ગો મૃતદેહથી છવાઈ ગયા. જૂનાગઢ શહેરમાં એટલે ઉગ્ર પ્રક્ષેપ હતા કે નગર લગભગ ઉજજડ થઈ ગયું. - ઈ. સ. ૧૮૧૯માં જેઠ માસમાં ભયંકર ધરતીકંપ થશે. મેટાં મોટાં મકાને ધરાશાયી થયાં અને જમીન ફાટી તેમાંથી પાણી નીકળી આવ્યું. ધરતીકંપના આંચકા બે દિવસ સુધી આવ્યા કર્યા. ઈ. સ ૧૮૨૫માં ભીષણ દુષ્કાળ પડે. તેમાં પણ હજારોની સંખ્યામાં માણસ અને પશુઓ મૃત્યુ પામ્યાં. જમાદાર ઉમર મુખાસન
રઘુનાથજી અને રણછોડજીની કારકિર્દીની સંધ્યાકાળે જૂનાગઢની કચેરીમાં ઉમર મુખાસન રૂપી નવા તારકને ઉદય થયો. આ વગદાર અને દુરંદેશી સરદારે ગાયકવાડને અમરેલી તથા કેડીનારનો અર્ધો હિસ્સો આપતાં ખતમાં, રઘુનાથજીના વિરોધ છતાં નવાબની સહી કરાવી વિઠ્ઠલરાવ દેવાજીની પ્રતિ પ્રાપ્ત કરી. તેણે જમાદાર હસન અબુબકર, સાલેહ બીન અબુદ, સાલમ બીન હમીદ અને બીજા આરબ સરદારોને પણ સહકાર મેળવી લીધે.
વિઠ્ઠલરાવ દેવાજીની ઈચ્છા જૂનાગઢની નવાબી સદાને માટે મિટાવી પિત સેઠને સ્વ મી બને તે જોવાની હતી. તેણે જમાદાર ઉમરને હાથમાં રાખી જૂનાગઢના રાજતંત્રમાં હસ્તક્ષેપ કરવા માંડયો અને યુવાન નવાબ તેની ગંભીરતા કે પરિણામ સમજી શકે નહિ. દીવાન ભાઈઓ
આવી પરિસ્થિતિમાં દીવાન ભાઈઓને જૂનાગઢમાં વિશેષ સમય રહેવાનું ગ્ય જણાયું નહિ. ઈ. સ. ૧૮૧૪માં તેના સહુથી નાના ભાઈ દલપતરામ ગુજરી ગયા હતા અને પિતાની પણ વય થઈ હતી તેથી બંને ભાઈઓ એક મોટો સંઘ કાઢી જૂનાગઢ છેડી યાત્રાએ ચાલ્યા ગયા. રઘુનાથજી નામિક ગયા અને તે પ્રવાસ દરમ્યાન રાજાઓ, સરદાર, અંગ્રેજ અમલદાર, વ્યાપારીઓ
1 આ ધૂમકેતુ ઈ. સ. ૧૮૧૩માં બીજી વાર દેખાય કે કેમ તે સ્પષ્ટ થતું નથી. તારીખે
સોરઠની એક પ્રતમાં સં. ૧૮૬૭ અને બીજીમાં સં. ૧૮૬૯ લખ્યું છે. કદાચ બીજીવાર દેખા હોય !
Page #177
--------------------------------------------------------------------------
________________
હું જૂનાગઢ અને ગિરનાર
અને અન્ય નાગરિકને મળ્યા તેઓએ તેમને બહુમાન આપ્યું. રણુછેાડજી, માત્ર અંબાજી, બેચરાજી વગેરે સ્થળે રહ્યા અને રઘુનાથજી પાછા વળ્યા ત્યારે તેની સાથે જોડાઈ ગયા.
તેઓ જૂનાગઢ પાછા ફર્યાં ત્યાં ઉમર મુખાસન બળવાન થઈ ગયા હતા અને તુ ંના સુંદરજી શિવજી સેાદાગર, કેપ્ટન ખેલેન્ટાઈનની કૃપા પ્રાપ્ત કરી, કેપનીના પ્રતિનિધિ થઈ ગયા હતા. તેની સલાહ અને સહાયથી નવાબે દીવાન રઘુનાથજીને તેનાં લહેણાં બદલ કુતિયાણા માંડી આપેલું. તે છીનવી લીધું. રઘુનાથજીને આશા હતી કે કેપ્ટન ખેલેન્ટાઈન તેને કણિયાણા પાછું લેવામાં સહાય કરશે પણ તે આશા ઠગારી નીવડી. આથમતા સૂર્યને નમસ્કાર કરવાનું અંગ્રેજ અધિકારીને યોગ્ય જણાયું નહિ.
દીવાન ભાઈઓમાં નિરાશા વ્યાપ્ત થઈ પરંતુ તેથી હિમ્મત ન હારતાં શાંત ચિત્તે પરિસ્થિતિ ઉપર નજર રાખતા બેસી રહ્યા.
આ દિવસેામાં રઘુનાથજીના નાના ભાઈ દલપતરામના પુત્ર શંભુપ્રસાદનાં લગ્ન અવલરામ અંબાવીદાસની પુત્રી વેરે થયાં. તેમાં દીવાન ભાઈઓએ ખૂબ ધામધૂમ કરી. તે સમયમાં મેાટાં કુટુ ખેામાં ઉજવાતાં લગ્નપ્રસંગ અને તેમાં કરવામાં આવતાં સુશાલતના ખ્યાલ તારીખે સેારમાં કરવામાં આવેલા વર્ણન ઉપરથી આવે છે. તેમાં લખ્યુ છે કે આ લગ્નપ્રસ`ગે ‘–સ્ત્રી અને પુરુષ નતા, ગવૈયાઓ અને ઉસ્તાદાના જુદા જુદા પ્રયોગા કરવામાં આવ્યા અને કાચ, અભરખ તથા રંગીન કાગળાના હારા દીવાઓથી શણગાર કરવામાં આવે. તેનાથી દિવસના રાત્રી જેવું લાગતું હતુ. અને રાત્રીના દિવસ જેવું લાગતું હતું. વરઘેાડામાં હારા સશસ્ત્ર સૈનિક, અશ્વારોહી સિપાઈઓ, રથા, ગાડાઓ અને હાથીઓ હતા.”
આ પ્રસગે કૅપ્ટન ખેલેન્ટાઇન તથા વિઠ્ઠલરાવ દેવાજી આવવાના હતા પણુ આવ્યા નડે.
નવાબ બહાદુરખાન કેદ
નવાબાને આરા વગર ચાલતુ” નહિ અને આરા નવાબને કે ન કરે તે તેના અર્થ સરતા નહિ. આ ક્રમ વર્ષોથી ચાલ્યા આવતા હતા પરંતુ આ પ્રસંગે જમાદાર, ઉમર મુખાસને સશસ્ત્ર આરબ સૈનિકા સાથે રંગમહેલમાં પ્રવેશ કરી નવાબ બહાદરખાન બેઠા હતા તેને બથ ધાલી પકડી લીધા અને ખીજ આરખે તલવાર ખેંચી અને તેને ધાત કરવા વાર કર્યો પણ તે પ્રસંગે જમાદાર સાલમ બીન હમીદ તથા હસન અમુખકર હાજર હતા તેણે
Page #178
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૭૭
આ વાર આડે વાળ દઈ નવાબને જાન બચાવી લીધો.
ઉમર મુખાસનની આ સિંઘ અને નિમકહરામી પ્રવૃત્તિનું વર્ણન નવાબે પોલિટિકલ એજન્ટ બેલેન્ટાઈન ઉપર લખી મોકલી તેની સહાય માગી. તેણે તેના ઉત્તરમાં વગર વિલંબે દીવાન રઘુનાથજીને દીવાનપદ આપવા આગ્રહ કર્યો.
ઉમર મુખાસન એ બળવાન અને વગદાર હતું કે આ વા હુમલા છતાં નવાબ કાંઈ કરી શકયા નહિ. રઘુનાથજીને નવાબ દીવાનપદે નિયુક્ત કરે છતાં ઉમરનું બળ તૂટે તેમ હતું નહિ તેથી તેણે રણછે.ડજી, મુગટરામ તથા અમરૂલાહને બેલેન્ટાઈન પાસે મોકલ્યા અને જાહેર કર્યું કે ઉમર બળવાન છે. વળી તેને ગાયક્વાડના સેનાપતિ વિલરાવને ટકે છે અને તેને પારપત કરવા માટે માત્ર બ્રિટિશ સેના જ સમર્થ છે. બેલેન્ટાઈને આ ઉપરથી કેપ્ટન એસ્ટનને સૈન્ય સાથે જૂનાગઢ મોકલ્યા અને તેણે ઉમર મુખાસનને પરહેજ કરી તેનું મુખ્ય ઢાંકી ઉઘાડે પગે ચલાવી બેઈજજતી કરી હદપાર કર્યો.
વિઠ્ઠલરાવને આ કૃત્યથી દુઃખ લાગ્યું પણ તે કાંઈ કરી શકે તેમ ન હતું તે પણ તેણે તેની લાગવગ વાપરી ઉમર મુખાસનને પીપળિયા અને ટીંબડી ગામે નવાબ પાસેથી અપાવ્યાં અને નવાબે સાલમ બીન હમીદને સાંગાવાડા અને હસન અબુબકરને ચાલીસ હજાર કરી રેકડી આપી અને તે ત્રણેનું નવાબ પાસે લહેણું હતું તેની પહોંચ લઈ લીધી.
આ કાર્યમાં દીવાન ભાઈઓએ નવાબને સહાય કરેલી તેથી નવાબે રઘુનાથજી તથા રણછોડજીને દીવાનપદે નિયુકત કર્યા અને ઉમરને પકડીને હદપાર કરવાના કાર્યમાં સક્રિય સહાય આપી તે માટે નવાબે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રૂ. ૨,૬૪,૨૮૫-૧૨ ૭ ખર્ચ પેટે ચૂકવ્યા. તે ઉપરાંત નવાબે કંપની સરકારને મુકગીરીને ખર્ચ આપવા, તેમાં સાથ આપવા, કંપનીના અધિકાર નીચેના ધંધુકા, રાણપુર અને ઘોઘા તાલુકામાં ઉપર નવાબના મુલ્કગીરી લેવાના હકકો છોડી દેવા. એક લાખ કેરીની ઊપજવાળા પ્રદેશો કંપનીને સેપી દેવા અને એજન્સી મંજૂર ન કરે તેવા આરબોને નોકરીમાં ન રાખવા નવાબે કબૂલાત આપી કરાર કરી આપ્યું. આ કરારમાંથી મુંબઈના ગવર્નરે એક લાખ કેરીની ઊપજવાળા પ્રદેશ સોંપવાની શર્ત રદ કરતાં બાકીના કરારને અમલ તા. ૧૩મી એપ્રિલ ૧૮૨૭થી કરવામાં આવ્યું.
આમ આરબ જમાદાર ઉપર બીન મુખાસનની વિદ્રોહી અને રાજકર્તા જૂરિ-૨૩
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૮ : જૂનાગઢ અને ગિરનાર
વિરોધી પ્રવૃત્તિને કારણે જયને બહુ મોટું નુકસાન થયું. સુંદરજી શિવજી સેદાગર
કચછના વતની અને રાજાઓને તથા કંપની સરકારને માટે જોડાઓ પૂરી પાડતા સુંદરજી શિવજી સોદાગર નામના વ્યાપારીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને અંગ્રેજ અમલદારો સાથે મૈત્રી કરી તેણે જૂનાગઢ રાજયમાં દીવાનપદ પ્રાપ્ત કરવા પ્રયાસ શરૂ કર્યા તેણે નવાબને પરિચય કરી તેને એવી વાત કરી કે જે તેને દીવાનગીરી આપવામાં આવે તો અંગ્રેજ અમલદારો સાથેની તેમની લાગવગ અને સમૃદ્ધ ધનકેષથી નવાબ પાસેથી ગેડલે લઈ લીધેલાં ધોરાજી અને ઉપલેટા પરગણું તે પાછાં મેળવી દેશે અને વાડાસિનેરનું રાજય પણ બડાદરખાનના જયેષ્ઠ પુત્ર તરીકે નવાબના પિતાનું હતું તે પણ તેના કાકા એ દબાવી દીધું છે તે પાછું લઈ દેશે. તેણે એમ પણ નવાબને કહ્યું કે દીવાન અને મુત્સદીઓએ નવાબના હક્કો ડુબાવી મેટી સંપત્તિ એકત્ર કરી છે તેથી તેમની પાસેથી પચાસ લાખ કોરી જેટલો દંડ તે વસૂલ કરાવી દેશે અને માંગરોળ ખાલસા કરી જૂનાગઢ રાજ્યમાં ભેળવી દેશે - નવાબે આ પ્રલેભનેને વશ થઈ રઘુનાથજી તથા રણછોડજીને મુક્ત કર્યા અને ઈ. સ. ૧૮૧૮માં સુંદરજીને દીવાનગીરી આપી.
સુંદરજીએ નાગરે અને મુત્સદ્દીઓને અપાર ત્રાસ આપ્યો તેથી તે વર્ષ વિ. સં. ૧૮૭૪નું હોવાથી “નાગરને ચુતરો” નામથી પ્રસિદ્ધ થયું. - સુંદરજીએ તે પછી અમરૂલાહ તથા મુગટરામ બક્ષીને પોતાના પક્ષમાં લઈ પોલિટિકલ એજન્ટ બેલેન્ટાઈનને ટેકે મેળવી રઘુનાથજી દવાનના પક્ષના અમરજી રૂદ્રજી ઝાલા તથા મૂળચંદ હેમતસિમને પકડી લીધા અને અમરૂલાને દીવાનપદ અપાવી પોતે સર્વસત્તાધીશ થઈ પડે. અમરૂલાહ નામને દીવાન રહ્યો
'' સાધુઓની કતલ
અમરજી રૂદ્રજી તથા મૂળચંદ હેમતરામને કેદ પકડતાં તેના બહાંધર કેયલીન મહંત કૃપાલગિરિ, જૂનાગઢના સૈયદ, મેઘપુરના ભાટ મૂળ નરસંગ અને કલાએ નવાબને આ બંને રાજપુરુષોને મુકત કરવા વિનંતી કરી પણ તેનો સ્વીકાર થયો નહિ ત્યારે તેઓ ધારણે બેઠા. નવાબે શેખ અમરૂલ્લાહ, મિયાં અબ્દુલકાદર, ઝીણુ મહેતા તથા મુગટરામ બક્ષીને તેઓને સમજાવવા મેકલ્યા જયારે તેઓ સમજ્યા નહિ અને અમરછ તથા મૂળચંદની મુકિત
Page #180
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૭૯
સિવાય તેઓએ કઈ પણ શત કે આશ્વાસન માન્ય રાખવાને ઈન્કાર કર્યો ત્યારે નવાબે સામતખાન બાબી અને જમાલખાન બલોચને આશરે સે સૈનિકે લઈને તે એને મારી નાખવા મેકલ્યા. સામતખાન આવતાં સૌયદે ઊડી ગયા પણ ભાટો, કલાલે તથા અતિત બેસી રહ્યા. આ નિર્દોષ માનવીઓની છૂટે હાથે ફર કતલ કરવામાં આવી. એક તપસ્વી સાધુ ત્યાં મૃત્યુ પામ્યો નહિ. તેને ઘસડીને પછાડીને ઉપરકેટમાં લઈ આવ્યા અને ત્યાં તેને કતલ કર્યો. પ્રભુદાસ વસાવડા દીવાન
આ સિંઘ અને કુરતાભરેલા અધમ કૃત્યથી સર્વત્ર હાહાકાર થઈ ગયે. અન્ય રાજ્યોને કચડી નાખી નવાબની સત્તાને સર્વોપરી બનાવનારા દીવાન ભાઈઓ અને અન્ય મુસદ્દીએ ચુપચાપ બેસી રહ્યા. સુંદરજી શિવજી ઉપર કેપ્ટન બેલેન્ટાઈનને હાથ હતું તેથી તે માટે એજન્સીએ પણ કાંઈ પગલાં લીધાં નહિ નિર્દોષ સાધુઓની વિના કારણ કતલ કરનાર નવાબના દીવાન સુંદરજીને જૂનાગઢમાં વિશેષ રહેવું શકય ન હતું તેથી તેણે જૂનાગઢ બહાર ચાલ્યા જવાનું યોગ્ય ધાયું અને સૈન્યના ચહત પગારની અધી રકમ પંદરથી ચૂકવી દેવાની શત નવાબે પ્રભુદાસ વસાવડાને દીવાનપદ આપ્યું પરંતુ સાધુઓની કતલ પછી વાતાવરણ એવું કલુષિત થઈ ગયેલું કે પ્રભુદાસ પંદર દિવસમાં જ છૂટા થયા. કેથલીનું સમાધાન
પ્રજાને રેષ ભભૂકતે હતા. કેઈનામાં તેમ છતાં એક શબ્દ પણ ઉન્ચારવાની હિંમત ન હતી; સ્વાર્થ સિવાય અન્ય કોઈ વિચાર ન હતા. સમાજ, રાષ્ટ્ર, ધર્મ કે દેશની તે સમયમાં કેઈને કાંઈ પડી ન હતી અને આગેવાને માત્ર રાજસત્તા મેળવવા કે પિતાનું સ્થાન બચાવવામાં પડ્યા હતા ત્યારે વિરોધ કેણ કરે ? છતાં નવાબે પ્રજાનું માનસ વિચારી કોયલીના મહંતને બોડકા અને નવલખી નામનાં ગામડાંઓ આપી સમાધાન કર્યું. નવલખીને બદલે પાછળથી ઉચેરા આપ્યું જે હાલ રંગપુર નામે ઓળખાય છે. અમરજી તથા મૂળચંદને પણ મુકત કર્યા. દીવાન રઘુનાથજીનું મૃત્યુ . . વિ. સં. ૧૮૭૫ના જેઠ માસમાં ભયંકર ધરતીકંપ થયો અને તે જ વર્ષના આસો સુદ દશમને દિવસે દીવાન રઘુનાથજી માત્ર પ૬ વર્ષનું આયુષ્ય ભોગવી ગુજરી ગયા.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૮૦ : જૂનાગઢ અને ગિરનાર
- રઘનાથજી એક વીરં પિતાના પરાક્રમી અને શક્તિશાળી પુત્ર હતા. તેઓ એક મહાન સેનાધ્યક્ષ, કુશળ મંત્રો અને વીર યોદ્ધા હતા. તેનામાં કલમ અને કટારને સુમેળ હતિ. રઘુનાથજીને તેના પ્રતાપી પિતાના સિદ્ધાંત ઉપર ચાલવાનું હતું અને તે સાથે તર ગી અને નિર્મળ મનના માલિકની મહેરબાની અચળ રહે તે માટે સતત જાગૃત રહેવાનું હતું. તેની ધર્મભાવના, ઔદાર્ય, નીતિરીતિ, યુદ્ધકૌશલ્ય, વિદ્વતા, પ્રતિભા અને વ્યક્તિત્વથી તેણે એ સમયના રાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેણે ગંભીરતાપૂર્વક રાજકીય સમતુલા જાળવી જૂનાગઢ રાજ્ય કે જેને રાજકર્તા મુસ્લિમ હતો, સેનામાં મુસ્લિમ હતા, પ્રજાને મોટે ભાગ હિન્દુ હતે. શત્રુ હિન્દુ હતા તેવા રાજ્યને તેણે કુશળતાપૂર્વક કારભાર કર્યો અને જયારે જ્યારે અસત્ય, અનીતિ કે અન્યાય આચરવાનું અનિવાર્ય બનતું ત્યારે ત્યારે તેણે તેના સિદ્ધાંતને ત્યાગ ન કરતાં પિતાના પદને ત્યાગ કરવામાં અને ધન અને વૈભવને ભેગ આપવાનું પસંદ કર્યું હતું. રઘુનાથજી સ્વામીભકિત અને નિમકહલાલીને અનુપમ અને આદર્શ દષ્ટાંતરૂપ હતા. સાડા ત્રણ દાયકા સુધી સૌરાષ્ટ્રના ઈતિહાસમાં તણે એક અનોખી ભૂમિકા ભજવી હતી. તેણે જૂનાગઢ રાજયને અગ્રિમ રાજય બનાવ્યું અને જામનગર રાજ્યને સદ્ધર અને શકિતશાળી રાજ્ય બનાવવામાં સક્રિય હિ આપ્યો. જે તેણે અને રણછોડજીએ તેના પિતાના ઘાતને બદલે લેવા ધાર્યું છે તે તેઓ સોરઠના સ્વામી થઈ શકયા હેત અથવા જૂનાગઢ પ્રત્યે દ્વેષ રાખી વેર લેવા ધાર્યું હતું તે તેઓ નવાબીને નષ્ટ કરી શકયા હેત. જે તેમણે જૂનાગઢ પ્રત્યે અનુરાગ ત હેત તે ગાયકવાડ કે અન્ય રાજકર્તાની કૃપા મેળવી નામના અને નાણું મેળવી શક્યા હેત પણ તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ જૂનાગઢની તેમણે અનેક યાતનાઓ અને દુઃખ ભેગને અનુપમ સેવા કરી અને તેમની ઉમદા વિચારકોણી, શુદ્ધ સંસ્કાર અને ઉચ્ચ પ્રણાલિકાઓ ઉપર ચાલી બલિદાનની પરંપરા જાળવી.
કારાવાસ, અપમાન, દગોફટકા, કાવાદાવા અને ખટપટના વારંવાર ભેગ * બન્યા છતાં તેણે નવાબને વફાદાર રહી તેની સત્તાને સ્થિર કરવામાં અને રાજ્યનું જ હિત જોવામાં જીવન ખર્ચી નાખ્યું. તે માટે આજે ટીકાકારે, તેની આજની દષ્ટિએ ટીકા કરી શકે છે. પણ તે માટે તે સમયની રાજનીતિ અને વિચારધારા જે પ્રકારની હતી તે દૃષ્ટિ સમક્ષ રાખી તેને ન્યાય
કરવો જોઈએ. - રઘુનાથજીને પુત્ર ન હતા, એક પુત્રી હરકુંવર હતાં, તેથી રઘુનાથજીએ
Page #182
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૮૧
તેના નાનાભાઈ દલપતરામના પુત્ર શંભુપ્રસાદને દત્તક લીધા હતા. સુંદરજી શિવજી પુન દીવાન
ઈ. સ. ૧૮૨૦માં સુંદરથી રિાવજી પુનઃ જુનાગઢના દીવાનપદે આલે. તેણે તેના ભત્રીજા રતનશી છે તથા હંસરાજ જેડાને સૌરાષ્ટ્રની જમાબંદી ઉઘરાવાનું કામ સોંપાવ્યું અને પોતે જૂનાગઢનાં બધાં પરગણુઓને દશ વર્ષ માટે ઈજા રાખી જોરજુલમથી પુષ્કળ દ્રવ્ય સંચિત કર્યું. કેપ્ટન બેલેન્ટાઈન તેને જામીન થયો. એમ પણ જણાય છે કે અંદરખાને તે સુંદરજીને ભાગીદાર હતા. ગાયકવાડની જમા
ગાયકવાડ સરકાર સૌરાષ્ટ્રના રાજાઓ પાસેથી જે જમા વસૂલ લેવા તથા જૂનાગઢના નવાબ જોરતલબી લેતા તે ઈસ્ટ ઈન્ડિયા કંપની વસૂલ કરી આપે તેવો પ્રબંધ થતાં જૂનાગઢ કંપની સાથે ઈ. સ. ૧૮૨૧ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે તે મતલબને એક કરાર કર્યો. તે સાથે અફીણની આયાત,વિજય અને વિતરણ વગેરેના નિયમોને પણ સ્વીકાર કર્યો. નવાબ બહાદરખાનનાં લગ્ન - ઈ. સ. ૧૮૫૦માં કચ્છના રાવ ભારમલજીની મુસ્લિમ રાણીથી થયેલી. પુત્રી કેસરબાઈનાં લગ્ન નવાબ બહાદરખાન સાથે થયાં. આ પ્રસંગે, બેલેન્ટાઈનના અનુગામી પલિટિકલ એજન્ટ મેજર બાનવેલે હાજરી આપી. કેસરબાઈનું ઈ. સ. ૧૮૨૪માં મૃત્યુ થયું. સુંદરજીનું મૃત્યુ
. સ. ૧૮૨૩માં સુંદરજી શિવજી કચ્છમાં ગુજરી ગયો. નવાબે તેના ભત્રીજા રતનશી તથા હંસરાજને તરત જ હદપાર કર્યા. આ સાહસિક અને ચાણકય બુદ્ધિના વ્યાપારીએ અંગ્રેજોની છાવણીઓમાં માલ પૂરો પાડવાના કામથી પ્રારંભ કરી મેટાં મોટાં રાજ્યનાં દીવાનપદ ભોગવ્યાં અને ઘણાં રાજ્ય પાસેથી ગામ-ગિરાસ મેળવ્યાં અને પુષ્કળ ધન એકત્ર કર્યું. તેણે જૂનાગઢના તંત્રમાં લગભગ એક દાયકે અગત્યનું સ્થાન ભોગવ્યું. કર્નલ રોડના શબ્દોમાં “તેણે નગરની દીવાલથી પ્રશંસાને પાત્ર એવા સ્થાને (ગિરનાર) જવા માટે વનમાંથી સુંદર વૃક્ષાચ્છાદિત માર્ગ, કાઢી તેના ઉપર આંબા, જાંબુ અને બીજાં ઝાડ વાવી થાકેલા યાત્રિને ફળો અને વિશ્રામ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
આપી તેની આશીષ મેળવી પિતાનું નામ અમર કર્યું છે. બાવાવાળા - વીસાવદર પરગણું પિતાનું છે અને નવાબે જબરજસ્તીથી દબાવી દીધું છે એમ કહી ત્યાંના કાઠી દરબાર બાવાવાળાએ જૂનાગઢ રાજય સામે બહારવટું કર્યું. તેણે ગામડાઓ ઉજજડ કર્યા અને નવાબની હકૂમત નહિવત કરી દીધી. નવાબના અધિકારીઓ તેને પારપત કરવામાં નિષ્ફળ ગયા.'
અંગ્રેજ તૌકાસૈન્યના એક અધિકારી કેપ્ટન ગ્રાન્ટની સેવાઓ ગાયકવાડને આપેલી તે મુદત પૂરી થતાં કેપ્ટન ગ્રાન્ટ એક ખાસદાર તથા દુભાષિયા મુનશી સાથે ગિરપ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાવાવાળાએ તેને પકડી લીધો અને અપાર દુઃખ દીધું 2 કેપ્ટન ગ્રાન્ટને બાવાવાળાએ ' કહ્યું કે, જે નવાબ તેના પ્રદેશ પાછા આપે તે જ તેને તે મુકત કરશે. ગ્રાન્ટ મેજર બાનવેલને લખ્યું અને તેણે દીવાન રણછોડજીને ગ્રાન્ટને છોડાવવા લખ્યું. રણછોડજીએ તે માટે મેગ્ય માણસો મોકલ્યા જેની સાથે ગ્રાન્ટે એક અંગ્રેજી પત્ર રણછોડજીને લખે. રણછોડજી અંગ્રેજી જાણતા ન હતા તેથી તેણે તે (પત્ર) મુનશી ભવાનીદાસને વાંચવા આપ્યું. તેણે તે પત્રની બેલેન્ટાઈનને વાત કરી તે ઉપરથી તેણે તેના કૃપાપાત્ર સુંદરજી શિવજીના ભત્રીજા હંસરાજ જેઠાને બહારવટિયા સાથે વાટાઘાટ કરવા મોકલ્યા. હંસરાજે બાવાવાળાને અમુક ગામે આપી ગ્રાન્ટની મુકિત મેળવી. બાવાવાળા તે પછી ગુજરી જતાં આ ગામો નવાબે ખાલસા કર્યા.
આ પ્રસંગ ઈ. સ. ૧૮૨૨માં બને તેમ બાબી રૂલર્સ ઓફ સેરઠમાં જણાવ્યું છે જ્યારે જનરલ સર લી ગ્રાન્ડ જેકબના “વેસ્ટ ઈન્ડિયા આફટર એન્ડ ડયુરિંગ યુટિનિઝ'માં કેપ્ટન ગ્રાન્ટ ઈ. સ. ૧૮૭૧માં લખેલે પત્ર છપાયો છે. તેમાં તેને ઈ. સ. ૧૮૨૦માં પકડયો હોવાનું તે કહે છે.
1 ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા-કર્નલ ટોડ. અન્યત્ર આ માર્ગ દીવન સંધએ કાઢો
હોવાનું વિધાન છે. . 2 ટોપી ને તલવાર નર બીજાને નમે નહિ
બંડીખાને મહિના ચાર બાંધી રાખ્યો બાવલા. (સાહિત્ય) 3 વિગતો માટે જુઓ સૌરાષ્ટ્રને ઇતિહાસ-શ. હ. દેશાઈ..
Page #184
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૮૩ બહાદરખાનના દવાનો
સુંદરજી શિવજીના મૃત્યુ પછી નવાબે સૈયદ હુસેનમિયાંની દીવાનપદે નિમણૂક કરી અને ઈ. સ. ૧૮૨૫માં તેને મુક્ત કરી પિતાના ધર્મગુરુ અહમદખાન ફકીરની ભલામણથી ગોવિંદજી અમરજી ઝાલાને દીવાનપદ આપ્યું.. અહમદખાન ફકીર
મેહકીમુદ્દીન પંજુ નામના મંતના શિષ્ય, અહમદખાનને નવાબે ગુરુ. બનાવી તેનું પ્રત્યેક વિષયમાં માર્ગદર્શન મેળવી તેની આજ્ઞાનુસાર તે સમગ્ર કાર્યભાર કરતા રહ્યા. પરિણામે અહમદખાનનું વર્ચસ્વ એટલું પ્રબળ થઈ ગયું કે મખદુમમિયાં ચિસ્તી, ઈસ્માઈલબેગ ચેલા, સૈયદ કરવા અને ફત્તેહખાને કાવત્રુ કરી સુંદરજીના પુત્ર દેવશીને લાવી તેના હાથે સૈયદ કરવાની મદદથી ઈ. સ. ૧૮રપમાં અહમદખાનનું ખૂન કરાવ્યું.'
નવાબને અહમદખાનના ખૂનથી અતિશય આઘાત લાગ્યો અને તેણે તેના ખૂનના જવાબદાર ફતેહખાનને મોતની સજા કરી. સૈયદ કરવા અને ઈસ્માઈલ ચેલાને હદપાર કર્યા અને મખદુમમિયાં ચિસ્તીને એક વર્ષની કેદની સજા કરી અને તે સજા ભોગવી લે ત્યારે સાઠ હજાર કરીને દંડ ભરી હદ છોડી જવાને હુકમ કર્યો. અહમદખાનના પુત્ર ઈસબખાનના પુત્ર ઈસબખાન ઉર્ફે યુસુફખાનને બે ગામો આપ્યાં અને અહમદખાનના ગુરુભાઈ હસનમિયાં નથુમિયાને ગુરુપદે સ્થાપ્યા.
હસનમિયાંએ લહમીદાસ શેઠ, ખુશાલ ચમનરાય, ભૂપતરાય દેશાઈ, ગોવર્ધન શેઠ વગેરે પ્રતિષ્ઠિત નાગરિકોને વગર વાંકે પકડી બે માસ સુધી કેદમાં રાખ્યા છતાં નવાબ તેને કાંઈ કહી શક્યા નહિ. નવાબ તેના પિતાને પગલે નાચરંગ અને સંગીતની મહેફિલેમાં તેમને સમય વ્યતિત કરતા રહ્યા. ત્રિનેત્રેશ્વરની લૂંટ
જૂનાગઢની મુશ્કગીરી બંધ થઈ હતી. રઘુનાથજી અને રણછોડજી જેવા સમરશોખીન દીવાન અને સેનાપતિઓને યુગ આથમી ગયે હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આંતરિક યુદ્ધો ઉપર અંકુશ મૂકે હતા તથા નિરંતર
1 જુએ સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ, ભા. ૩, શં. હ. દેશાઈ. 2 એજન.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૪ : જૂનાગઢ અને ગિરનાર
યુધ્ધા લડતા સૈનિકા નવરા પડયા હતા અને લૂટ કરવાની, ધાઢ પાડવાની, અત્યાચાડ વાની અને માનવસંહાર કરવાની તેમને ટેવ પડી ગયેલી તેથી આ સૈનિકોએ ગામડાઓ લૂટવાની પ્રવૃત્તિ આદરી.
નવાબના ગુરુ અહુમદખાનની સૂચનાથી હમીર સધી નામના લૂટારાએ જૂનાગઢના સનિાની સહાય અને સહકારથી ક્રાયલીના ત્રિનેત્રેશ્વરના મડ લૂટી, લીધા. ક્રાયલીના મહંત કલ્યાણગિરિની ફરિયાદ જૂનાગઢમાં કેાઈ સાંભળે તેમ હતું નહિ તેથી તે કેપ્ટન બાન વેલ પાસે ફરિયાદ કરવા જતા હતા ત્યાં જુનાગઢના સવારેએ પાછળ પડી તેને ધારાજી પાસેથી પકડી વડાલ પાસે જમનાવડમાં કેદ રાખ્યા. કેપ્ટન બાન વેલને ગમે તેમ આ સમાચાર પહેાંચતાં તેણે દીવાન રણછોડજીને એક પત્ર લખી કલ્યાણગિરિને મુક્ત કરાવવા લખ્યું અને તે મહંતને મુક્ત કરાવી જૂનાગઢ લઈ આવ્યા.
કેપ્ટન ખાન વેલે કલ્યાણગિરિની રિયાદ ઉપરથી કેપ્ટન વિલ્સનને એક મજબૂત ટુકડી સાથે જૂનાગઢ માકલ્યા. તેણે જૂનાગઢમાં ત્રણ માસ પયંત મુકામ રાખી તપાસ કરી. નવાબ પાસે કાઈ ખુલાસો હતા નહિ તેથી તેણે લૂંટેલી મિલકત પાછી સાંપી તથા છ લાખ પચીસ હજાર `કારીના દંડ ભરી કૅપ્ટન વિલ્સનને પાછે। કાઢયા. ગવદજી આલા
કૅપ્ટન બાન વેલ તથા પ્લેઈનની ભલામણથી અને એજન્સીની માંહેધરીથી ઈ. સ. ૧૮૨૭માં નવાબે ગાવિંદજી ઝાલાને જૂનાગઢના પરગણાના દશ વષૅ ની મુક્ત માટે ઈજારા આપ્યા. થોડા જ સમયમાં,હપુનમિયાં દરવેશની ભ ભેરણીથી નવાખે લતીમિયાં છુખારી તથા કાડીનારના સૈયદ વલમિયાં ખુખારીને, મુંબઈના ગવર્નર પાસે માકલી, ગાવિ ંદજીના ઈજારા રદ કરવા તથા તેને દીવાનપદેથી દૂર કરવા હુકમ મેળવવા કશિશ કરી પણ તેમાં સફળતા મળી નહિ તેથી હસનમિયાંએ ગાવિંદજી સાથે સમાધાન કરી લીધું. સદાશિવરાવ
ઈ. સ. ૧૮૩૪માં ગાવિંછના કારભાર માનૂ કરી નવાબે અમદાવાદવાળા પીરઝાદા નન્નામિયાંને અમદાવાદ મેકલી વિઠ્ઠલરાવ દેવાજીના ભાઈ સદાશિવરાવને દીવાનગીરી સભાળવા ખેલાવ્યો. નવાબે તેનુ સામા જઈને સ્વાગત કર્યુ તથા દીવાનગીરી આપી.
.
ખડિયાનું અ’ડ
ખડિયાના લેાય જમીનદારૢ નવાબની હકૂમતની અવગણુના કરી ભંડ
Page #186
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૮૫ ઉઠાવ્યું તેથી નવાબે ખડિયા ઉપર તપ માંડી તેને શરણ થવા ફરજ પાડી. આતે મેર
આતા મેર નામને બહારવટિયે આ સમયમાં જૂનાગઢનાં ગામો ભાંગવા માંડયો. ઈ. સ. ૧૮૩૭માં તેણે જૂનાગઢ પાસેનું કાથરેટું ભાંગ્યું. તે કયાં મરાઈ ગયો તે જાણવા મળ્યું નથી, અમૃતલાલ અમરચંદ
ઈ. સ. ૧૮૭૫માં સદાશિવરાવે રાજીનામું આપી દીધું અને દીવાનની ખાલી પડેલી જગ્યા ઉપર નવાબે જૂનાગઢના અમૃતલાલ અમરચંદ વસાવડાની નિમણૂક કરી,
અમૃતલાલના તે સમયના પ્રતિષ્ઠિત નાગરિક હતા. એજન્સીમાં રાજાઓને જે રકમ ભરવાની થતી તેના તે જામીન થતા અને રાજાઓને મોટી મોટી રકમની ધીરધાર કરતા. તેઓ અંગ્રેજ અધિકારીઓના પરિચયમાં આવેલા અને તેથી મારી રાજકીય લાગવગ ધરાવતા. તેના નાના ભાઈ અનંતજી અમરચંદ ધ્રાંગધ્રાના દીવાન હતા અથવા દીવાનના સમકક્ષ હેદ્દા ઉપર હતા. નથુરામ અમરજી.
અમૃતલાલે એક વર્ષ દીવાનગીરી સંભાળી અને તે પછી રાજ્યમાં વધી પડેલી ખટપટને કારણે રાજીનામું આપી દીધું. નવાબે તેની જગ્યાએ જૂનાગઢના નથુરામ અમરજીની ઈ. સ. ૧૮૭૬માં નિમણૂક કરી. જાફરાબાદ-સરહદી ઝઘડે
ઉના તાલુકાની સરહદે સોખડા નામનું ગામ, બાબરિયાવાડ થાણદાર પ્રભાસપાટણના દેશાઈ મયાશંકર જેશંકરે આબાદ કરતાં, તે ગામ પોતાની હકૂમતના પ્રદેશમાં છે તેમ કહી જંજીરા રાજ્યના જાફરાબાદ ખાતેના અધિકારીઓએ વધે લઈ, તેને કજો લઈ લીધો. જૂનાગઢની શી બંદીએ જાફરાબાદના માણસોને હાંકી કાઢવા પ્રયત્ન કર્યો તેમાં ઝપાઝપી થઈ અને એક સીદી અમલદાર માર્યો ગયે. એ ઉપરથી જાફરાબાદે એજન્સીમાં કરેલા વિવાદમાં મરનાર સીદી અમલદારના માથા બદલ જૂનાગઢ વડલી ગામ આપ્યું અને સેખડા ઉપર દા જાફરાબાદે મૂકી દીધું અને તે બદલ જૂનાગઢ દર વરસે ૩૬૦ રાળ જાફરાબાદને વડલી મુકામે ચૂકવે એ નિર્ણય લેવાય. આ રકમ દર વર્ષે ઈ. સ. ૧૯૪૬-૪૭ સુધી ચૂકવાતી, રાળનું ચલણ બંધ થયું છતાં આ રકમ જ. ગિ–૨૪
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૬ : જૂનાગઢ અને ગિરનાર
તે જ ચલણમાં ચૂકવવાના જ છરાએ આગ્રહ રાખેàા. આ પ્રસ ંગે ઉનાના હઝરતશાહ પીર ઉપર તેના આરસ પ્રસ ંગે ગલેફ ચડાવવાના જાફરાબાદના હ પણ સ્વીકારવામાં આવેલા.
દેવગામ
શેરખાનની પુત્રી સુલતાનાને જે જાગીર આપવામાં આવેલી તે પૈકીનું એક ગામ દેવગામ ફોડયાબખાન હસ્તક હતું: તે ગુજરી જતાં તેના છ પુત્ર પૈકીના એક પુત્રનાં વિધવા રહેમતભખ્ખુના અધિકારમાં હતું, રહેમતખતે નવાબ બહાદરખાન સાથે પુનલ ગ્ન કરતાં તે ગામ નવાબે ખાલસા કર્યું. ફતેહયાભ ખાનના ખીજા વારસદારાએ આની સામે વાંધા લીધેા પણ તેમનું કાંઈ ચાલ્યુ નહિ. પાછળથી આ ગામ પાછુ સોંપી દેવામાં આવ્યું.
બહાદરખાનનુ મૃત્યુ
નવાબ બહાદુરખાન બીજા ઇ. સ. ૧૮૪૦ ના મે માસની ૨૭મી તારીખે ૪૫ વર્ષની વયે ૨૯ વર્ષ રાજ્ય કરી ગુજરી ગયા.
દીવાન રણછેડજીનુ મૃત્યુ
ઈ. સ. ૧૮૪૦ માં દીવાન રણછેડજી ગુજરી ગયા. દીવાન અમરજી જેવા પ્રતાપી પિતાના આ પનેાતા પુત્રે તેના પિતાને પગલે ચાલી જૂનાગઢ રાજ્યની નાકરી નેકનીતિથી અને નિમકહલાલીથી કરી રાજ્યને સમૃદ્ધ બનાવવામાં અગ્ર ભાગ ભજવ્યેા. સ્વયં સવિશેષ શક્તિશાળી હાવા છતાં તેણે પોતાના મેાટાભાઈ રઘુનાથજીની આજ્ઞામાં રહી ભાતૃપ્રેમનું પણ અનેાખું ઉદાહરણ પૂરુ′ પાડયું છે. દીવાન રણછેાડજી એક અપ્રતિમ ચે.દ્ધા હતા, કુશળ સેનાની હતા અને દીદષ્ટિવ:ળા મુદ્દો હતા. તે જૂનાગઢ અને જામનગરનાં રાજા અને રાજપતિઓને સુંદર અને સુરેખ ઋતિહાસ લખી તેમનું નામ અમર કરતા ગયા છે. આ ગ્રંથ તેમણે ફારસી ભાષામાં ‘વકાયાએ સાર' નામથી લખેલા જે સામાન્ય રીતે તારીખે સારડ કે સારડી તવારીખના નામથી મશહૂર થયા છે.
દીવાન રણછોડજી, સંસ્કૃત, ફ્રાસી, ગુજરાતી, હિન્દી ભાષાના જ્ઞાતા જ નહિ પણ વિદ્વાન હતા. તેમણે હિન્દી (વ્રજ) ભાષામાં શિવમહારત્નાકર નામના એક પાગ્રંથ લખ્યો છે. દુર્ગા સપ્તશતીનું ભાષાંતર કર્યુ છે અને તે ઉપરાંત નીચે જણાવેલાં પુસ્તકા પણુ લખ્યાં છે.
1 દીવાન રણછેડછના ૧ ́શો અનુસાર તેઓ વિ સં. ૧૮૯૭ના મહા વદી ૬ અર્થાત્ તા. ૧૧-૨-૧૮૯૧ના રાજ સ્વર્ગવાસી થયા.
Page #188
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ જcs
૧ શિવરહસ્ય ૨ શિવગીતા ૩ ચંડીપાઠના ગરબા ૪ શિવરાત્રી મહાભ્ય ૫ સૂતક નિર્ણય ૬ કાલખંજ આખ્યાન ૭ ઈશ્વરવિવાહ '૮ જાલંધર આખ્યાન ૯ બ્રાહ્મણની ચોરાસી જ્ઞાતિઓનું વર્ણન ૧૦ અંધકાસુર આખ્યાન ૧૧ પ્રદેષ મહિમા ૧૨ ત્રિપુરાસુર આખ્યાન ૧૩ ભસ્માંગદ આખ્યાન ૧૪ મોહિની છલ ૧૫ શંખચૂડ આખ્યાન ૧૬ કામદહન ૧૭ શ્રાદ્ધનિર્ણય ૧૮ બિહારી સતસઈ ૧૯ શિવસાગર કીર્તન ૨૦ કુવલયાનંદ (અલંકારશાસ્ત્ર-હિન્દી) ૨૧ વિશ્વનાથ ઉપરના પત્રો ૨૨ નાગરવિવાહ ૨૩ ઓછવમાલિકા ૨૪ બુઢેશ્વર બાવની. તેમાંના નં. ૧ થી ૧૬ તથા ૨૪ છપાઈ ગયાં છે. બીજાં અપ્રગટ છે.
દીવાન રણછોડજીને સંતતિમાં માત્ર બે પુત્રીઓ રૂપકુંવર અને સૂરજકુંવર હતી. સૂરજકુંવરનાં લગ્ન નરભેરામ વૈદ સાથે કરેલાં. તેના પુત્ર શંકરપ્રસાદને દીવાન રણછોડજીએ દત્તક લીધેલા.'
રણછોડજીએ કુતિયાણુમાં, અમરેશ્વર મહાદેવ તથા વાગીશ્વરી દેવીનાં મંદિર તથા ધર્મશાળા બંધાવ્યાં છે. જૂનાગઢમાં હાટકેશ્વરના મંદિરમાં પંચદેવનું સ્થાપન તથા ભૂતનાથ પાસે સરસ્વતીકુંડ બંધાવી, ત્યાં સરસ્વતી. માતાનું મંદિર, એક ધર્મશાળા પણ બંધાવ્યાં છે. તે ઉપરાંત નીચીબારીમાં તેમના મકાનના એક ભાગમાં ક્રેશ્વરનું મંદિર તથા પડધરી તેમની જાગીરમાં હતું ત્યાં મહાદેવનું મંદિર બંધાવ્યું છે. બુધર
મૂળ માંગરોળના વતની પણ દિલ્હી જઈ સ્વપરાક્રમે દિલ્હીના મંત્રીમંડલમાં સ્થાન પામેલા રાજા છબીલારામ બહાદુરજીને બાદશાહ ફરૂખશિયરે એક રત્ન આપેલું. આ રત્ન મહાભારતના યુદ્ધમાં અર્જુનને હાથે માર્યા ગયેલા કૌરવોના બનેવી જયદ્રથના બાહુમાં હતું. આ બાહુ યુદ્ધમાં કપાઈ જતાં એક સમડી રક્ષેત્રમાંથી લઈ ગઈ અને માંસ ખાઈ રત્ન નાખી દીધું. બાદશાહ અકબરના સમયમાં આ સમડીએ કોઈ સ્ત્રી તર કે જન્મ લીધો અને તેને પૂર્વ જન્મની સ્મૃતિ એક સમડી નાનું હાડકું ઉપાડી શકી નહિ તે ઉપરથી થઈ આવતાં તેની સાહેલીને મહાભારતના રણક્ષેત્રની વાત કરી. આ વાત કર્ણોપકર્ણ અકબરને કાને પડતાં તેણે તે સ્ત્રીને બોલાવી તેના કહેવા પ્રમાણે કોઈ સ્થળે ઉખનન કરતાં આ રન મળી આવ્યું. તે તેના ખજાનામાં હતું અને કિંવદંતી છે તે પ્રમાણે તેની પૂજા થતી રહી. 1 જુઓ કૂટનેટ પૃષ્ઠ નં. ૧૮૮ પર
Page #189
--------------------------------------------------------------------------
________________
:
અમરજી.
દલપતરામ
: રઘુનાથજી
રણછોડજી 'પુત્રી હરકુંવર |
પુત્રી રૂપકુંવર સુરજકુંવર શંભુપ્રસાદ . .
(૫. નરભેરામ દ) લક્ષ્મીશંકર
૧૮૮ : જૂનાગઢ અને ગિરનાર
કાશીબા . (૫. ગંગાશંકર)
પન
અંબાશંકર
કાળિદાસ શ કરપ્રસાદ (રણછોડજીના દત્તક) મણિશ જ જાવંતરાય રે
(પુત્રીઓ)
છગનલાલ - 1 |
| | ' , દુર્ગાશંકર મહાશંકર શાંબશંકર બજીભાઈ
| | દુલેરાય
જે સુખરાય | ડોસાભાઈ | હરશંકરભાઈ જીવાભાઈ ઉમાશંકર . | સયશંકર ચંદ્રશંકર |
| ચંદુલાલ | [ ,
'' ઈન્દુભાઈ | | રમેશચંદ્ર | કમરાય કનકરાય | |
| ચંદભાઈ વો? - ડાહ્યાભાઈ નવીનચંદ્ર –
- સુતરાય સગુણરાય રમણચંદ્ર રર કચંદ્ર
જય તિલાલ
મહાસુખરાય
ગુરુવ‘તરાય
Page #190
--------------------------------------------------------------------------
________________
માખી વશ-પૂર્વાધ : ૧૮૯
રાજા છમીલારામના પુત્ર રાજા દયાબહાદુર હૈ દયારામ' પાસે આ નંગ આવ્યુ. અને તેણે તેની પુત્રી કુંવરજી પ્રાગજી નાણાવટીને પરણાવી ત્યારે તેને આપ્યું. તેની પાસેથી તેના પુત્ર અમરજી પાસે આવ્યુ અને તેનાં મૃત્યુ પછી દીવાન રાડજીએ તેને વિ. સ. ૧૮૩૯માં વિધિવત્ સ્થાપિત કરી તેની લિંગ તરીકે પ્રતિષ્ઠા કરી. આ લિંગ નીલમનું છે અને તેની પૂજા સેવા વૈશ્નવ સંપ્રદાયની પૂજાવિધિ પ્રમાણે થાય છે. રણછેાડજીએ તેની આરતી અને ખાવની લખી તેનાં ભક્તિભાવ અને કવિત્વશકિતના પરિચય આપ્યા છે. આ સૉંદિરમાં છીપજડિત અક્ષરેમાં નચેના શ્લોક છે.
શ્રીમવ્રુદ્ધ મહેશ્વરસ્ય ધીમાન શ્રી રઘુનાથકઃ ખ્યાતૌ શ્રી રણછેડછ શ્રીમદ્ વિક્રમ મંત
શ્રી સ્વામીનારાયણ મંદિર
ઈ. સ. ૧૮૨૬માં શ્રી સહજાનંદજી મહારાજની પ્રેરણાથી જૂનાગઢમાં શ્રી સ્વામીનારાયણના મંદિરનિર્માણના કાર્ય ના શ્રી સ્વામી બ્રહ્માનöજી તથા શ્રી સ્વામી ગોપ લાનંદજી દ્વારા પ્રારંભ થયા. આ મંદિર ઈ. સ. ૧૮૨૮માં સંપૂર્ણ થયું2 અને શ્રી સહનજી મહારાજના વરદઽસ્તે તેમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ, જે સ્થળે મંદિર છે ત્યાં પોંચાણા દરબાર ભક્ત ઝીણાભાઈ સેાલંકીની વાડી હતી તે તેણે શ્રીજીને અપ ણુ કરી અને નવાબ બહાદરખાને માલની જકાત વગેરે સરકારી લેત્રીએ માફ કરી.
સુખમાસમંદર મંદિર સમકરાનેત્રાત્સવ” નૈત્રિણાં ! દલપતી યસ્યાનુૌ પ્રેાજસૌ નવરસાષ્ટકૈ સમાનાં ત્રણે ull
1 રાજા છબીલારામના ભાઈ દયાળ ખહાદુર હતા, તેના પુત્ર ગિરધર બહાદુર હતા, તેઓ મોગલ શહેનશાહતમાં મેાય દરાએ ઉપર હતા. દયાબહાદુર રાજા છબીલારામના પુત્ર હતા તેમ મુસ્લિમ ઇતિહાસ “સેલમુત્ત આખેરીન”માં જણાવ્યું છે, જ્યારે અન્યત્ર દયાબહાદુર ગિરધર બહાદુરના ભત્રીજા હતા એમ જણાવ્યું છે. દીવાનજીએ પાતાના પિતાની માતાના પ્રખ્યાત કુળનું વર્ણન કયાંય આપ્યુ નથી એટલે લેખકો તેમને દોષ દે છે. તારીખે સેારમાં જણાવ્યા પ્રમાણે અમરજીના દુર્લભજી અને ગાવિંદજી નામના ભાઈઓ હતા તથા ગંગાદાસ અને તુલારામ નામના ઓરમાન ભાઇ હતા. દયાબહાદુરનાં પુત્રી અમરજીનાં માતુશ્રી કે આ ભાઈઓના પ્રશ્નોના નિચ કરવાના રહે છે, 2 જુઓ પિરિરાષ્ટ.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૦ : જૂનાગઢ અને ગિરનાર
નવાબ હા મેદખાન રજા
નવાબ બહાદરખાનના મૃત્યુ પછી ઈ. સ. ૧૮૪૦માં તેના યુવરાજ હામદખાન બીજા ગાદીએ બેઠા પરંતુ તે સાથે જ ગાદીના હકક માટે બે દાવેદરોએ પિતાને ગાદી ઉપર હકક છે એમ કહી દાવા કર્યા.
નવાબ બહાદરખાનનાં એક બેગમ કુતિયાણાના હબીબખાન સરવાણીનાં બહેન દાદીબુ હતાં. હામદખાન તેના પુત્ર હતા. બીજાં બેગમ રાધનપુર નવાબનાં બહેન નાજબીબી હતાં. તેના પુત્ર મહાબતખાન હતા. નાજુબીબીએ એ દાવો કર્યો કે હામદખાન બાબી ખાનદાનની પુત્રીના પુત્ર નથી માટે તેને ગાદી ઉપર હકક થાય નહિ. આ વિવાદ ચાલતા હતા ત્યાં નવાબનાં ત્રીજા બેગમ અમીર બેગમ કે જે બાંટવાના બાબી હેમતખાનનાં વિધવા હતાં અને નવાબ હામદખાન સાથે પુનર્લગ્ન કર્યા હતાં તેણે તેના પ્રથમ પતિના પુત્ર કબીરખાન ઉર્ફે શેરખાન તથા નવાબ હામેદખાનથી સલાબતખાન નામે પુત્રો હતા તેને દા રજૂ કર્યો. આ બંને દાવેદારોએ સૈનિકેની જમાવટ કરી અને લેહી રેડી મધ્યકાલીન યુગની પદ્ધતિ અનુસાર પિતાને હક્ક પ્રતિપાદિત કરવા નિશ્ચયી થયા.'
આ વિવાદને નિર્ણય બ્રિટિરા એજન્સીએ આપવાને હતિ તેથી રાજકેટથી આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ કેપ્ટન (પાછળથી મેજર અને સર) લી ગ્રાન્ડ જેકબ, કેપ્ટન હટ્ટની સાથે જૂનાગઢ આવ્યા અને સશસ્ત્ર અથડામણ અટકાવી. શેરખાન તથા સલાબતખાને ગીરાસ લઈ પિતાનો હક્ક છેડી દીધો પણ નાજુબીબી સગીર કુંવર મહાબતખાનજીને લઈ રાજમહેલમાંથી નીકળી તેની હજુરી ચાઈતાબુ, તેના પતિ લાલખાન રાણાખાન તથા ખાસ માણસે સાથે ઈદ્રજી ઝવેરચંદની હવેલીમાં ચાલ્યાં ગયાં.
હામદખાન માત્ર બાર વર્ષના હતા પણ હિમ્મતબાજ હતા તેથી તેણે તરત જ સૈનિકે લઈ ઈદ્રજીની હવેલી ઘેરી લીધી અને નાજુબીબીને શરણ થઈ જવા અને રાજકુળની રીતિ પ્રમાણે રાજમહેલમાં ચાલ્યા જવા કહેવરાવ્યું પણ તેણે તેનું માન ન રાખ્યું તેથી નવાબે તાપમારો શરૂ કર્યો અને નાજુબીબી શરણ થતાં તેને તથા મહાબતખાનજીને કેદ કરવામાં આવ્યાં.
મહાબતખાનની સગાઈ તેના મામા રાધનપુર નવાબની પુત્રી સાથે થયેલી તેથી રાધનપુર નવાબે એજન્સીમાં લખી માતા પુત્રને મુકત કરાવ્યાં અને તેને
1 આ ભાઈઓને ખરિયાણું તથા મેટી ઘસાટી એ બે ગામો આપવામાં આવ્યાં. 2 વેસ્ટર્ન ઈન્ડિયા-સર લી ગ્રાન્ડ જેકબ-આ પ્રકરણની બારીક વિગતો આપે છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાધ : ૧૯
રાધનપુર તેડાવી લીધા. નવાબે રણખાન તથા ચાઈનાબુને પકડી પ્રભાસપાટણ માં દેદ રાખ્યાં.1 રજન્સી
હામદખાન સગીર વયના હતા તેથી એજન્સીની આજ્ઞાથી રાણપુર ભાયત સામતખાન બાબી, વૃજદાસ રંગીલદાસ મજમુદાર તથા દીવાન સદાશિવરાવ દેવાજીની એક રીજન્સી કાઉન્સિલ નીમવામાં આવી. આ વ્યવસ્થા એક વર્ષ ચાલી ત્યાં નવાબે કાઉન્સિલ બરખાસ્ત કરી કુતિયાણાના સરવાણી હબીબખાન કમાલખાન તથા જમ્બર લીલાધર ભાટિયાને સંયુકત દીવાને નીમા રાજ્યવહીવટ પોતાના હાથમાં લીધો. નથુ ખાન સરવાણી
દરમ્યાનમાં હબીબખાનના ભાઈ નથુખાને રાજમાતાની કૃપા પ્રાપ્ત કરી નવાબ અને દીવાનના અધિકારની અવગણના કરી સ્વતંત્ર અને મનસ્વી વર્તન કરી વહીવટમાં દખલ કરવાનું શરૂ કર્યું. તે પિતાને રૂવાબ જમાવવા છેડા ઉપર હોદો મુકાવી તેમાં બેસી શહેરમાં ફરતા અને આબરૂદાર માણસોને જાહેરમાં ગાળો દઈ ધમકાવતા. એક વાર મુસલમાને એક ગાયને શણગારી વાજતેગાજતે સરઘસના સ્વરૂપમાં તેની દાતાર ઉપર કુરબાની આપવા લઈ ગયા. તે કૃત્યમાં નથખાને સરવાણીનું ઉત્તેજન હતું તેમ, જાહેર થયું અને હવેલીના ગોસ્વામી મહારાજશ્રીના નેતૃત્વ નીચે હિન્દુઓનું એક પ્રતિનિધિમંડળ નવાબ પાસે ગયું અને જયાં સુધી આ કૃત્ય માટે જવાબદારોને યોગ્ય શિક્ષા નહિ થાય અને આ પ્રસંગ ભવિષ્યમાં નહિ બને તેવી ખાત્રી નહિ મળે ત્યાં સુધી હડતાલ રહેશે તેમ કહી ન્યાયની માગણી કરી. નવાબ હામદખાન કાંઈ કહી શકે તેમ હતા નહિ તેથી તે મૌન રહ્યા પણ પોલિટિકલ એજન્ટ કર્નલ માકેટે જમાદાર સુભાનસિંહ તથા જમાદાર શેરખાનને સૈન્ય સાથે મોકલતાં નેટિવ એજન્ટ ભગવાનલાલ જોશીપુરા, જમાદાર સાલેહ હિન્દી તથા નજરમહમદ બીજરની સલાહથી નથખાને માફી માગતાં સમાધાન થયું. માંગળ ઉપર ચડાઈ
ઈ. સ. ૧૮૪માં માંગરોળના શેખે નવાબના ગનીમ વેરે લેવાના, નજરાણે લેવાના અને સંયુકત ગામોને વહીવટ કરવાના અધિકારને પડકાર
1 જુઓ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા. ૭, શં. હ. દેશાઈ.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ઃ જૂનાગઢ અને ગિરનાર કર્યો અને જૂનાગઢના આવા કોઈ હકકો નથી તેમ કહી તે લેગીઓ વસુલ લેવા દીધી નહિ. યુદ્ધોના દિવસે પૂરા થયા હતા તેથી રાજ એજન્સીમાં ફરિયાદ કરતાં રાજકેટથી કેપ્ટન લી ગ્રાન્ડ જેકબ માંગરોળ ઉપર ચડે અને ઈ. સ. ૧૮૪૧ના ડિસેમ્બરની ૨૨મી તારીખે માંગરોળ ઉપર જતી મૂકી. ઈ. સ. ૧૮૪રના એપ્રિલ માસની ૬ઠ્ઠી તારીખે શેખે લખણ કરી આપ્યું કે તે જૂનાગઢને આધીન છે અને રહેશે, તેથી જપ્તી ઉઠાડી લેવામાં આવી. રાજમાતા દાદાબુ
રાજમાતા દદીબુ તથા નથખાન સરવાણી નવાબને તુચ્છ ગણી પિતાનું ધાર્યું કરતાં અને નવાબને એવા પણ પુરાવા મળ્યા કે આ બન્ને જણાં તેનું કાસળ કાઢી નાખશે તેથી તેણે એજન્સીની સમ્મતિ લઈ નથખાનને કેદ કર્યો તથા રાજમાતાને નજરકેદ કર્યા. રાજમાતાનું કામકાજ કરતા બળવંતરાય જાદવરાય મુનશી તેમને મુક્ત કરાવવા માટે પ્રવૃત્તિ કરવા માંડયા તેથી તેને પણ કેદ કર્યા. બળવંતરાયને તરત જ મુક્ત કર્યા પણ નથુખાનને તે નવાબ મહાબતખાને છોડયા ત્યાં સુધી કેદમાં રહેવું પડયું. જબર શેઠ
દીવાન જબ્બર લીલાધર ભાટિયા રાજ્યના ખર્ચને હિસાબ પણ રાખતા પણ તેણે હિસાબ રજૂ ન કરતાં તેને હિસાબ લઈ હજરમાં હાજર થવા નવાબે આજ્ઞા કરી. જબર શેઠે તે અજ્ઞાની અવગણના કરી અને કહેવરાવ્યું કે તેને હુકમને તે માનવા ઈન્કાર કરે છે તેથી નવાબે તેની હવેલી ઉપર તપમારે કરી તેની દીવાલ તોડી પાડી. આ ધિંગાણામાં જમ્બર શેઠને આરબ તેપચી મરા અને પિતે શરણ થતાં તેને કારાવાસમાં મોકલી દેવાયા. ત્રણ વર્ષ પછી તેની પાસેથી સાડા આઠ લાખ કરીને દંડ લઈ મુક્ત કર્યા અને તે તરત જ જૂનાગઢ છોડી તેના વતન જામકંડોરણા ચાલ્યા ગયા. તેની હવેલી ખાલસા કરવામાં આવી જેમાં આજ ઉપરકોટ દવાખાનું છે. અનંતજી અમરચંદ - નવાબ હાકેદખાને હબીબખાન સરવાણી તથા અનંતજી અમરચંદને તે પછી સંયુક્ત દીવાન તરીકે નીમ્યા. થોડા જ સમયમાં તેણે હબીબખાનને છૂટા કરી અનંતજી એકલાને કુલ કારભાર સો.
1 વેસ્ટર્ન ઇન્ડિયા નામના તેના પુરતકમાં સર લી ગ્રાન્ડ જેકબે આ પ્રસંગની વિગત
આપી છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૯૩
કાવત્રુ
અન તજીને દીવાનગીરી મળી તે અમુક તત્ત્વાને ગમ્યું નહિ તેથી મુનશી ખળવંતરાય જાદવરાય, સૈયદ અબ્દુઅલી તથા ચિસ્તી આલમિયાંએ અન તજીના કારભાર ઉથલાવી નાખવા એક કાવત્રુ કર્યું". આ કાવત્રું પકડાઈ જતાં ખળવંતરાયને પકડીને ઉપરકોટમાં કૈદ કર્યા પણ પાછળથી ગમે તે કારણે છેડી મૂકવામાં આવ્યા.
કુંવરજન્મની અફવા
નવાખની એક બેગમે પુત્રને જન્મ આપ્યા છે એવી વાત જાહેર કરવ માં આવી. આ જાહેરાત બનાવટી છે તેવી નવાબને ખાત્રી થતાં તેણે જવાબદાર શખ્સાને સજા કરી. બહારવટિયા
જબ્બર શેઠની દીવાનગીરી મેા થતાં તેના કૃપાપાત્ર સિપાઈ રહેમાન તેના પુત્ર સુલતાનની સાથે ટાળી જમાવી બહારવટે ચડયા. તેણે ગિરનારમાં આશ્રય લઈ લૂંટફાટ શરૂ કરી. એકવાર તમે દીવાન અનંતજીના કુળગાળ રામશંકર પંચાળીના જમાઈ દુર્ગાશંકર ભજીભાઈ ત્રવાડી તથા મયાશંકર હરજીવન ત્રવાડીને બાન પકડયા. અનંતજીએ ખુશાલ બારોટ નામના વિશ્વાસુ માસ દ્વારા તેમના પત્તો મેળવી ગિસ્ત માકલી મહાટિયાએને ઘેર્યાં અને તેઓએ ધિંગાણું કર્યું.... તેમાં રહેમાન માર્યાં ગયા અને સુલતાન શરણુ થયો.
ઈ. સ. ૧૮૪૭માં ફિયા રબારી બહારવટે ચડયા. જામનગરના બહારવિટયા વીધા માણેક અને એખામંડળના બહારવિટયા હનુમાનિસંહ પુરિયા તેની સાથે ભળી ગયા. આ ટળીની પાછળ પડેલી. એજન્સીની ટુકડીએ કેપ્ટન લેાકની આગેવાની નીચે રાણાવાવ પાસે વિંગાણું કર્યું તેમાં ઘણા સિપાઈઓને મારી બહારવટિયા ગિરમાં ઊતરી ગયા. આ પાટણ વહીવટદાર શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ જીચે તેના પીછે પર્રા તેમને કયાંય ઠરવા દીધા નહિ. અ ંતે આ ટોળી ક લ જીલાક અને દીવાન અન ંતજી રૂબરૂ અમરાપુર મુકામે શરણુ થઈ. આ બહારવિટયા ઉપરાંત આ નવાબના અમલમાં અનેક શખ્સા અંગત કારણાસર બહારવટે ચડયા. તેમાં મુખ્ય બહારવટું માંગરાળના શકર મકરાણીનુ
2
1 સ્વ. શ્રી જીતેન્દ્રપ્રસાદ ખૂચના પિતામહ,
2 મકરાણીઓ કહે છે કે આ શંકર સધી હતા; મકરાણી નહિ, જૂ. ગિ.-૨૫
Page #195
--------------------------------------------------------------------------
________________
જૂનાગઢ અને ગિરનાર
હતું. તેણે ઈ. સ. ૧૮૪૬માં ભાંગરાળના દરબારગઢ લૂંટયા અને ઈાવાળા મકરાણી વલીમહમદે પેટલાદ સુધી તેના પીછો પકડી ત્યાં માર્યાં. ઈણાજના સુધિયાન બહારવટે નીકળેલા તને પણ વલીમહમદે મારી નાખ્યા.
રાબડાના સધી તૈયબ, કેટાલના સૈયદા, લાખા જત, ઘુમલીના પટેલ પૂ ંજો, પીઠા હાટી, વીરા રબારી, ઘુડવદરના બલેચ, ઉના પરગણાના ગે!હિલા, માણાના સંધી, બાબરિયાવાડના સામા વરૂ રાજ્ય સામે તથા શીલના સેાની મૂળજી, આદરીના સેાની કરસન સામે બહારવટે ચડયા.
૧૨૪
મકરાણી અને સંધીએ બચ્ચે વીસાવદરમાં વેર બંધાયું અને બન્ને પક્ષા વાર વાર ધિંગાણાં કરતા રહ્યા.
ઈ. સ. ૧૮૪૭માં વીસાવદર તાબાનું ગામ માંગનાથ પીપળી જૂનાગઢની શીદીએ લૂ ટપુ અને મહુત સુખલાલગરની ફરિયાદ ઉપરથી એજન્સીએ દરમ્યાનગીરી કરી મહતને તથા પ્રજાજનાનેં પૂરતું વળતર અપાવ્યું. નવાબ હામદખાનના શાખ
નવાબ હામદખાનને શિકારના શાખ હતા અને એટલેા જ તીવ્ર શેખ સંગીતના હતા. એક વાર ખડિયાની સીમમાં સિંહ છે તેવી બાતમી મળતાં ઈ. સ. ૧૮૪૫માં હાથી ઉપર બેસી શિકાર કરવા ગયા. ત્યાં સિદ્ધે હાથી ઉપર હલ્લે કર્યા. નવાના જાન જોખમમાં છે તે જોઈ સાલેહ હિન્દી ત્યાં હાજર હતા તેણે શીસકાન મારી સિંહને ઢેઢા પાડયા અને પછી તેને મારી નાખવામાં આવ્યો.
આ સમયે હવેલીના મહારાજશ્રી ત્રંજનાથજી કે વ્રજરત્નલાલજી સંગીતના નિષ્ણાત હતા તેમ તેની પાસે ગાયનું વૃંદ રહેતું. નવાબ હામેદખાન તેના અનુસ ઞીઓને લઇ હવેલીમાં જતા જયાં તેના માટે જુદી બેઠક કરાવવામાં આવતી અને રાત આખી તે સાંભળતા, ગાતા અને વાદ્યો વગાડતા. કહેવાય છે કે મહારાજશ્રીને સિતાર ઉપર અજબ કાબૂ હતા. નવાબ તેની સાથે તબલામાં સંગત કરતાં
સસ્તી
વિ. સં. ૧૮૪૭ના શ્રાવણ સુદ ૯ના રાજ જૂનાગઢના પ્રશ્નારાનાગર કમળાકર નાનાભાઈનાં મા પૂતળીબાઈ નીચી બારી પાસે તેના ધરમાં સતી થયાં હેવાના બનાવ બનેલા. તે પછી એજન્સીએ નવાબ પાસેથી આ ચાલ ભૂધ
3
1-2 હસ્તલિખિત ઐતિહાસિક પ્રસંગાની નેાંધ-શ્રી મેાતીલાલ જીવણજી છાયા ૩ માહિતી-શ્રી શંભુપ્રસાદ હ. જોશી
Page #196
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાધ ૧૯૫
કરાવવા બાંહેધરી લીધી હતી તે છતાં ઈ. સ. ૧૮૩૭માં દેલવાડા પાસે ગુપ્ત પ્રયાગમાં મુંબઈના એક ભાટિયા બાઈ સતી થયેલાં. આ માટે એજન્સીએ તાકીદ કરતાં નવાબે માફી માગી તા. ૩-૧-૧૮૩૮ના હુકમથી સતી થવા ઉપર સખ્ત પ્રતિબંધ મૂક્યો. રાજતંત્ર
આ નવાબના સમયમાં દીવાન અનંતજી અમરચંદના પ્રયાસથી રાજતંત્રની જની પદ્ધતિમાં ઘણે ફેરફાર કરવામાં આવ્યો. લેખિત હુકમો આપવાનું ધોરણ હતું નહિ અને પત્રવ્યવહાર ખાનગી પત્રો લખાય તે હતા તેને બદલે તમાર પદ્ધતિ શરૂ કરવામાં આવી. તે સાથે ન્યાય અને નાણાં ખાતું નવાબ અને દીવાનની મુન્સફી પર ચાલતાં તેને બદલે જુદા જુદા અમલદારો નીચે ખાતાઓ ઉંઘાડવામાં આવ્યાં. અરજદારોને સાંભળવા તથા તેમને જવાબ આપવા માટે દફતર અને સમય મુકરર થયાં. ખર્ચ અને ઊપજના વ્યવસ્થિત હિસાબો રાખવાની પદ્ધતિ પણ અપનાવવામાં આવી.
રાજતંત્રનું આધુનિકરણ તે હામદખાનના મૃત્યુ પછી મહાબતખાન બીજાના સમયમાં કરવામાં આવ્યું પણ તેને પ્રારંભ નવાબ હામદખાનના અંતિમ વર્ષોમાં થઈ ગયા હતા. કુદરતી આફત
ઈ. સ. ૧૮૪૬ માં અને ઈ. સ. ૧૮૪૯ માં અતિવૃષ્ટિ થતાં ભીનને દુકાળ, પ. નદીઓમાં આવેલાં છેટાં પૂરોએ જાનમાલની મેટી ખુવારી કરી. આ પ્રસંગે દીવાન અનંતજીએ કુદરતી આપત્તિના ભેગ બનેલા લેને મફત અથવા સસ્તા દરે અનાજ આપ્યું અને મકાને બાંધી લેવા તગાવી આપી અને તે સાથે કરવેરામાં રાહત આપી ગ્રામપ્રજાને બચાવી લીધી હામદખાન રજાનું મૃત્યુ
ઈ. સ. ૧૮૫૧ના જૂન માસની ૧૬મી તારીખે નવાબ હમેદખાન ર૩ વર્ષની વયે ૧૧ વર્ષ રાજ કરી ક્ષયની બીમારીમાં અપુત્ર ગુજરી ગયા. આ નવાબ યુવાન હતા છતાં સમજદાર અને ગંભીર પ્રકૃતિના હતા. તેની ન્યાયવૃત્તિ અને નીતિરીતિથી તે લોકપ્રિય થયા હતા. પ્રકીર્ણ
ઈ. સ. ૧૭૪૭ માં બાબી વંશની સ્થાપના થઈ ત્યારથી ઈ. સ. ૧૮૨ સુધીમાં રાજદરબારની ખટપટ અને કાવાદાવા અને તેમાં ભાગ લેતા રાજપુરુષોની
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૬ઃ જૂનાગઢ અને ગિરનાર
સત્તા પ્રાપ્તિ માટેની સ્પર્ધાના કારણે પાટનગરમાં અશાંતિ રહેતી અને પ્રજાના જીવનમાં બહુ અજંપિ હતા. જૂના વિચારો ધરાવતા રાજાઓ અને સેનાપતિઓ શત્રુ રાજ્યની પ્રજા અને તેની માલમિલકત નાશ કરવામાં કે તેમને ત્રાસ આપવામાં ગૌરવ સમજતા નવાબના સૈન્ય રણછોડજી જેવા સુજ્ઞ અને વિદ્વાન સેનાપતિની આજ્ઞાથી રાયજાદા અને રાણાને પ્રદેશ ઉજજડ કર્યો હતો અને રણછોડજીએ જ્યારે નવાબ સામે બળવો કર્યો ત્યારે પણ ગામડાંઓ લૂંટયાં હતાં. એ સમયની એ રાજનીતિ હતી અને તેમ કરવાનું તે વખતે આવશ્યક ગણાતું. રાજદરબારમાં અગ્ર સ્થાન પ્રાપ્ત કરવા વિરોધ પક્ષના નેતાઓનું લોહી રેડવામાં કઈ અચકાતા નહિ. એટલું તે નહિ પણ જે પક્ષના નેતાને શિક્ષા કરવી હોય તે પક્ષના અને તેની જ્ઞાતિના નિર્દોષ લોકેને પણ મારી નાખવામાં આવતા કે લૂંટી લેવામાં આવતા. નાગર અધિકારીના કહેવાતા અપરાધ માટે નાગરવાડે લૂંટી લેવામાં આવે અને તેમ છતાં નાગરે રાજકર્તાને વફાદાર રહ્યા હતા. એનું એક જ કારણ એ હેવાનું સમજાય છે કે રાજા પ્રજાના જાનમાલને સ્વામી છે અને તેમ કરવાને તેને અધિકાર છે તે સિદ્ધાંત પ્રસ્થાપિત થયેલ અને તે જ કારણે અનેક ત્રાસદાયક કૃત્ય કર્યા છતાં નવાબો તેનું સ્થાન જાળવી શકેલા અને જેના ઉપર તેમણે જુલ્મ કરેલા તેનાં પરાક્રમ અને પ્રયાસથી તેમની સત્તા બળવત્તર કરી શક્યા અને વિસ્તાર વધારી શકયા.
આ સમયમાં હિંદુ-મુસ્લિમના ભેદ સાવ ભૂંસાઈ ગયા હતા. હિંદુ સરદાર નીચે મુસ્લિમો હિંદુઓ સામે લડતા અને મુસ્લિમ સરદાર નીચે હિંદુ સૈનિકે મુસ્લિમો સામે લડતા. જૂનાગઢના નવાબ મુસ્લિમ હતા છતાં અમરજી, રઘુનાથજી, રણછોડજી, પ્રભાશંકર વગેરે સેનાપતિઓ નીચે આરબ, સંધી અને મકરાણી સિપાઈએ માંગરે.ળના શેખમિયાં કે સુત્રાપાડાના ચાંદ પટણ જેવા મુસ્લિમ સરદાર સામે લડતા. ગાયકવાડનું હિંદુ રાજ્ય હતું છતાં જમાદાર હામીદ જેવા મુસ્લિમ સેનાપતિઓ નીચે મરાઠાઓ હિંદુ રાજ્યો સામે લડતા. દીવાનગીરી અને મુલ્કી હેદીઓ ઉપર મુખ્યત્વે જૂનાગઢ જેવા મુસ્લિમ રાજ્યમાં હિંદુઓ જ હતા. પ્રજામાં પણ સહુ પોતપોતાના ધર્મ વગર રોકટોકે પાળી શકે એ માન્યતા પ્રબળ થઈ ગઈ હતી. શ્રી સહજાનંદજી મહારાજને નવાબે રાજમહેલમાં પધરાવેલા અને હવેલીના શ્રી ગોસ્વામીજી મહારાજ પાસે નવાબ જતા અને એ રીતે મુસ્લિમ સંત પાસે હિંદુઓ આશીર્વાદ મેળવવા જતા.
પ્રજામાં ગ્રામીણ વ્યાપાર સિવાય કે ખેતી સિવાય કોઈ અન્ય વ્યવસાય ન હતું તેથી આહિર, કણબી, કારડિયા રાજપૂત, મેરે વગેરે ખેતીને વ્યવ સાય કરતા. વાણિયા, લુહાણ, મેમણ, વોરા અને ખજાઓ સ્થાનિક વ્યાપાર
Page #198
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૯૭ કરતા. સનીઓ, કંસારા, લુહાર, સુતાર, સલાટ, કડિયા, ભઈ વગેરે પિતપિતાને વ્યવસાય કરતા. કેળાઓ ખેતીના, પગીના કે લાકડા કાપવાના કામમાં પ્રવૃત્ત હતા. હરિજને ચમાર કે વણકરને ધંધો કરતા. રબારીઓ, ચારણે, ભરવાડો પશુપાલન કરતા અને કયાંક લશ્કરી નોકરી પણ કરતા. નાગરે રાજયસેવામાં હતા અને બ્રાહ્મણો કર્મકાંડ કે રાજયસેવા કરતા. વાણિયા અને લુહાણ ૫ણ રાજયસેવામાં હતા. એ ઉપરાંતના, મકરાણ, સંધી, આબે, રાજપૂત, કાઠી, ખાંટ, મેર, રબારી વગેરે કેમના જુવાને માટે લશ્કરી કરી સિવાય કઈ વ્યવસાય ન હતા. અરબસ્તાનથી રે મેળવવા સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રમાં આવેલા આરબ દેશી મુસ્લિમોની જેમ આ દેશના વતની થઈ ગયા હતા. અરબસ્તાન સાથે તેમના સંબંધે તૂટી ગયા હતા. મકરાણીઓ પણ મકરાણ સાથેના સંબંધે જાળવી શક્યા ન હતા અને તેથી તેઓ પણ આરબોની જેમ સોરઠમાં મકાન મિલક્ત કે જમીનજાગીર મેળવી સ્થાનિક વતનીઓ થઈ ગયા હતા. આ સમયમાં નાગરો પણ લશ્કરી સેવામાં હતા. સિપહાલારો નાગર હતા એટલું જ નહિ પણ નાગર સિપાઈઓની એક જ પણ હેવાના ઉલેખ પ્રાપ્ત થાય છે. ખાંટ લેકેનું પણ સૈન્યમાં મહત્વનું સ્થાન હતું. કલ્યાણ શેઠ જેવા વણિક અને પ્રેમજી દામાણી જેવા લુહાણાઓ પણ સમશેર બાંધી સૈન્યનું નેતૃત્વ લેતા અને યુદ્ધો લહેતા; તેમ છતાં આ યુધવીએ આધુનિક યુદ્ધપદ્ધતિનું ન તે જ્ઞાન મેળવ્યું ન તે તે જાણવા પરવા કરી.
વારંવાર આવતા દુકાળો અને તેમાં સહાય કરવામાં રાજ્યની અશક્તિ કે અનિછાના કારણે, અને નિરંતર થતાં યુદ્ધો અને ગાયકવાડ, પિશ્તા કે અન્ય રાજની આવતી ચડાઈઓમાં થતી બેફામ લૂંટના કારણે તેમજ રાજદરબારીઓને પગાર પેટે અપાતી જાગીરમાંથી લેવાય એટલી ઊપજ લેવાના લેભના કારણે ખેતી પાયમાલ થઈ ગઈ હતી, અને ખેડૂતપ્રજા બેહાલ થઈ ગઈ હતી. વ્યાપાર આગલા યુગમાં ભાંગેલ હતો અને વિશેષ ભાગે.
આમ આ સમયમાં પ્રજા બેહાલી, પાયમાલી અને અવ્યવસ્થામાં જીવી અને રાજકર્તાઓએ કે તેના દીવાને એ તે પ્રતિ કાંઈ ધ્યાન આપ્યું નહિ. પરિણામે જ્યારે અંગ્રેજોએ નવાબની સત્તાઓ ઉપર અંકુશ મૂક્યો ત્યારે તેને વિરોધ કરવાની તેની નૈતિક હિમ્મત ન હતી તેમ તે માટે તેને પ્રજાનું પીઠબળ ન હતું.
Page #199
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ – ઉત્તરાર્ધ
નવાબ મહાબતખાન ૨ જા "
નવાબ હામદખાનના મૃત્યુના સમાચાર રાધનપુર પહોંચતાં જ ત્યાં વસતા મહંમ નવાબ બહાદરખાનનાં વિધવા બેગમ નાજુબીબી તેના સગીર કુંવર મહાબતખાનજીને લઈ જૂનાગઢ આવ્યાં અને હામદખાન અપુત્ર ગુજરી ગયા હોવાથી મહાબતખાનને જૂનાગઢની ગાદીએ બેસાડયા. રજન્સી
મહાબતખાનને જન્મ વિ. સં. ૧૮૯૩ (ઈ. સ. ૧૮૩૭) ના વૈશાખ વદી ૧૨ અને રવિવારના રોજ થયો હતો તેથી ઈ. સ. ૧૮૫૧ માં ગાદીનશીન પ્રસંગે માત્ર ૧૪ વર્ષના હતા તેથી રાજયને વહીવટ એજન્સીએ સંભાળી લેવા વિચાર્યું પણ રાજમાતા નાજુબીબી તથા રાધનપુરના નવાબના પ્રયાસથી પિલિટિકલ એજન્ટ કર્નલ લેંગે એક ચિજન્સી કાઉન્સિલની નિમણૂક કરી તથા તેમાં સભ્ય તરીકે બાટવા ભાગદાર મહમદખાન તથા કુતિયાણાના હબીબખાનને તથા પ્રમુખપદે અનંતજી અમરચંદની નિમણૂક કરી. થડા સમયમાં બને સભ્ય ગુજરી જતાં તેને અવજી પ્રભાસપાટણના સૈયદ અહમદ બીન અબ્દુલ્લાહ એસ તથા બાટવા ભાગદાર શેરબુલંદખાનની નિમણૂક કરવામાં આવી. રાજમાતા નાજુબીબી
રજન્સી કાઉન્સિલમાં રાજમાતાને સ્થાન મળ્યું નહિ છતાં તેણે સર્વ અધિકાર સ્વાધીન કર્યો તથા પિતાની હજૂરી બાઈ ચાઈતબુના પુત્ર લાલભાઈને
Page #200
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૧૯૯
વરપદ આપ્યું તથા દીવાન રઈ ડજીની પુત્રી સૂરજકુંવરના પુત્ર મણિશંકર નરભેશંકર વદને તથા પાછળથી ભગવાનલાલ મદનજીને પિતાના ખાનગી કારભારી તરીકે નીમ્યા. સગીર નવાબ
એજન્સી અધિકારીઓની સૂચનાથી સગીર નવાબને શિક્ષણ આપવા રાજમાતાએ અંગ્રેજી શીખવવા સૂરતના પ્રાણલાલ મથુરાદાસ નામના શિક્ષકને તથા મુસાહેબ તરીકે પ્રભાસપાટણના ફરીદખાન મુરખાન તથા જુનાગઢના પ્રભુદાસ કહાનદાસ બક્ષી અને નામદારખાને શેર ખાનની નિમણૂક કરી. ઈ. સ. ૧૮૫૫ માં અંગ્રેજી શિક્ષક પ્રાણલાલ મથુરાદાસ મૂળ જગ્યાએ પાછા ફરતાં તેની અવજી સુરતના નાગર સોમનારાયણ નરનારાયણની નિમણૂક થઈ. ' .
નવાબની સાથે અમીરોના તથા નાગરોના તેજસ્વી વિદ્યાથીઓને ભણવા બેસાડવામાં આવતા પરંતુ નવાબે અંગ્રેજી ત્રીજા રણ સુધી અને મુનશી જાનમહમદ પાસે ફારસીને થડો અભ્યાસ કરી રાજકાજમાં લક્ષ્ય પરોવ્યું. રજન્સી બરખાસ્ત
ઈ. સ. ૧૮૫૮માં નવાબ ૨૧ વર્ષના થતાં રીજન્સી કાઉન્સિલ બરખાસ્ત કરવામાં આવી અને અનંતજી અમચંદને મુખ્ય દીવાનપદે નીમવામાં આવ્યો. જનાનાની ખટપટ
નવાબની સગીર અવસ્થા દરમ્યાન રીજન્સી કાઉન્સિલ હોવા છતાં સાચી સત્તા રાજમાતા નાજુબીબી તથા તેની કૃપાપાત્ર હજૂરી ચાઈતીબુના હાથમાં રહી અને નવાબે સત્તાનાં સૂત્ર સંભાળ્યા પછી પણ અનંતજી જેવા સમર્થ દીવાન હોવા છતાં આ બંને બાઈઓ રાજતંત્રમાં અપાર દખલ કરતા રહ્યા. રાજમાતાથી નવાબનું કઈ વિશેષ હિત વિચારે નહિ એમ માની એની ફરિયાદ ઉપરથી દીવાન અનંતજીને તથા કાઉન્સિલ સભ્ય મિયાં અહેમદ એક્સને દૂર કરવાનાં ચક્ર એજન્સીમાં ગતિમાન કરવામાં આવ્યાં પરંતુ એજન્સી અમલદરેએ તેમ ન કરતાં નવાબના અમદાવાદવાળા પીરઝાદા નાના મિયાંને સભ્યપદે નીમ્યા. .
ઈ. સ. ૧૮૫માં નાજુબીબીની હકૂમત એવી તે બળવત્તર થઈ ગઈ કે નવાબ મહાબતખાન પૂતળા જેવા રાજકર્તા થઈ ગયા. જનાનામાંથી થતા હુકમોને અમલ થતા અને નવાબ કે દીવાનના હુકમોની અવગણના થતી. દીવાન અનંતજીએ સ્થાપેલી આધુનિક પ્રકારની રાજયવ્યવસ્થા ભાંગી પડી.
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૦૦ : જૂનાગઢ અને ગિરનાર
અને તે પૂર્વે જેવું અધેર હતુ. તેવું અંધેર થઇ ગયું. નવાબ તેની માને કાંઈ કહી શકે એમ ન હતા. અને જોકાંઈ કહે તા શીખઢી તેને આધીન હતી તેથી તેને કેદ કરે કે મૂ'ઝવે તેવા સજોગા હતા, તેથી તેણે એજન્સીમાં ખાસ દૂત મોકલી તેની સાથે તેની મુશ્કેલીનું વર્ણન લખી મે!કળ્યુ તે ઉપરથી રાજકાટથી કૅપ્ટન શાટ નામને અંગ્રેજ અધિકારી જૂનાગઢ આવ્યા અને તેણે શીદીને માત્ર નવાબના હુકમ માનવા સલાહ આપી પણ તે સલાહ અમાન્ય રહી. કેપ્ટન શાર્ટ'ની દખલગીરીથી નાજુબીબી રાષે ભરાયાં અને તેણે શીખ દીના જમાદારાને બાલાવી ઉશ્કેર્યાં. સૈનિક અને આરખેા બળવા કરશે એવી ભીતિ કેપ્ટન શાર્ટ ને લાગતાં તેણે પેલટિકલ એજન્ટનું મેજર બ્લેક દ્વારા માદ ન માગ્યું. દરમ્યાન નાનુખીખી, નવ બને સમજાવી તેને ગેાંડલમાં છાવણી નાખી પડેલા પોલિટિકલ એજન્ટ પાસે પોતે સત્તાધીશ રહે તેવી કબૂલાત અપાવવા લઈ ગયાં પણ મુકામ ઊપડી જતા પોલિટિકલ એજન્ટ મળ્યા નહિ.
નવા માટે એક સામાન્ય ગૃહસ્થ જેવું જીવન પણ જીવવાનું હવે અશકય બન્યુ. જનાનાનું જોર વધી ગયુ. તેથી તે રાજકેટ ગયા. અને પેલિટિકલ એજન્ટને સન્ય વસ્તુસ્થિતિ સમજાવી તેણે સરકારમાં લખતાં ઈ. સ. ૧૮૬૦માં એલેકઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સને જૂનાગઢ જવા મુંબઈ સરકારે આજ્ઞા કરતાં તે મુંબઈથી ધંધા આવતી સ્ટીમરમાં આવી ત્યાંથી જૂનાગઢ આવ્યા. તેમણે દીવાન અનંતજી તથા મિયાં અહેમદ દુપનાં રાજીનામાં લઈ દીવાનપદે ડુંગરશી દેવશીની નિમણૂક કરી. અન તજી દીવાન
આ પ્રસંગે ફ્રાન્સે ગેાપનાથ મુકામેથી તા. ૧૫મી મે, ૧૯૬૦ના રાજ સરકારમાં એક પત્ર ૯ખ્યો. તેમાં અન તજી દીવાનની શક્તિ તથા વફાદારીનાં ભારાભાર વખાણ કરી તેને રક્ષણ આપવા એજન્સીને ભલામણ કરી.
દીવાન અન તજી અમરચંદ વસાવડાના જન્મ ઇ. સ. ૧૮૦૯માં થયા હતા. માતૃપક્ષે દીવાન રણછેડજી તેના સગા થતા હતા. તેના પિતામહ કુંવરજી તથા તેના ભાઈએ ભાણજી અને બજીભાઈ ગાયકવ ડના રાજ્યમાં મેટા હેાદ્દા ધરાવતા. અન તછના માટાભાઈ અમૃતલાલે જૂનાગઢમાં શરફીની માટી પેઢી સ્થાપી હતી અને દેશી રાજ્યાને મોટી રકમો ધીરતા હતા અને એજન્સીના લહેણા બદલ રાજયાના જામીન પણ પડતા હતા. દીવાન રણછોડજી આ પેઢીમાં ભાગીદાર હતા. ઈ. સ. ૧૮૭૫માં અમૃતલાલ જૂનાગઢના દીવાનપદે નિમાયા ત્યારે અનંતજી ધ્રાંગધ્રામાં નિમાયા. અમૃતલાલ ઈ. સ. ૧૮૩૬માં છૂટ થયા અને જબ્બર શેડના કારભારમાં નવાબ હામેફખાનની સ્વતંત્રતા રૂધાણી ત્યારે તેણે
Page #202
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ર૦૧ અનંતજીની મદદ માગતાં તેણે તેની પિલિટિકલ એજન્ટ કર્નલ માલેટ સાથે મુલાકાત કરાવી આપી અને જયારે જમ્બર શેઠને આધીન કરવા તેની હવેલીને ઘેરો ઘાલવાનો નિર્ણય લેવામાં આવ્યો તે પૂર્વે અનંતજી પોતાની સાથે અમદાવાદના નગરશેઠ હેમાભાઈ, ભાવનગરના દીવાન પરમાણંદદાસ મહેતા અને રાજકેટના વકીલ ખેતશી વોરાને લઈ જબર શેઠને સમજાવવા ગયેલા. આ પ્રસંગે તે નવાબના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેની શકિત જોઈ ઈ. સ. ૧૮૪૫માં તેની દીવાનપદે નિયુક્તિ કરી.
તેઓ દીર્ધદષ્ટા અને વ્યવહારકુશળ મુદ્દી હતા; એટલું જ નહિ પણ કલમના કસબ સાથે કટારને ઉપયોગ પણ કરી જાણતા. વાઘેર બહારવટે ચડ્યા અને આભપરામાં મોરો બાંધી બેઠા અને જ્યારે તેના ઉપર હલ કરવામાં આવ્યો ત્યારે જૂનાગઢ તરફથી સૈનિકે લઈને ગયેલા અનંતજીએ. અંજ અધિકારીઓની હાજરીમાં વે ઘેરે ઉપર પ્રબળ ધસારો કર્યો. તેમની વીરતા જોઈ અંગ્રેજ ફળ અધિકારીઓએ તેની પ્રશંસા કરી. આ પ્રસંગે રાવળ રામ વિસા નામના કવિ હાજર હતા. તેણે તરત જ ગાયું કે,
આભપરાસે ઊડ ગયે વાયસ સમ વાઘેર,
નરસિહ નામ ઉચ્ચારકે જબ અનંત ગ્રહ્યો સમશેર. દીવાન અનંતજીએ રાજ્યના તંત્રમાં મધ્યકાલીન વહીવટી પદ્ધતિ હતી તેના બદલે એજન્સીના તંત્ર જેવું તંત્ર રાજ્યમાં દાખલ કર્યું. જુદાં જુદાં ખાતાંઓ ઊભાં કર્યા. અને સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. જે જનાજની ખટપટને કારણે તેને ઈ. સ. ૧૮૬૦માં નિવૃત્ત થવું પડયું ન હતું તે તે કાલમાં જ જુનાગઢના તંત્રને સહુથી પ્રથમ આધુનિક બનાવી શકયા હેત તેમ છતાં આધુનિક તંત્ર પદ્ધતિના પ્રારંભને યશ તેને ફાળે જાય છે.
તેમને કાંઈ સંતતિ હતી નહિ તેથી નાગર જ્ઞાતિના પ્રચલિત રિવાજથી વિરુદ્ધ જઈ બીજી પત્ની કરવાની તેમને જ્ઞાતિએ પરવાનગી આપી તે છતાં તેણે તેવું પગલું ન ભરતાં તેના અઢળક ધનનો વ્યય ધાર્મિક અને સાર્વજનિક કાર્યોમાં કર્યો. દીવાન અનંતજી એ પાંચ ધર્મશાળાઓ, ચાર શિવાલયો, બ્રહ્મપુરીઓ વગેરે બંધાવ્યાં. તે ઉપરાંત જૂનાગઢ, રાજકેટ અને કેટલાંક તીર્થક્ષેત્રમાં સદાવ્રત બાંધ્યાં વડનગરનાં હાટકેશ્વર તથા કાશી વિશ્વનાથનાં મંદિરનાં બારણાં રૂપાનાં બનાવ્યાં. મથુરામાં એક વાડી વેચાતી લઈ રઘુનાથજીના મંદિરને અર્પણ કરી. તેણે જનાગઢના માંગનાથ તથા ખાખચકના મંદિરોને જીર્ણોદ્ધાર કર્યો જ. ગિ-ર૬
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૦૨ : જૂનાગઢ અને ગિરનાર
અને ઈ. સ૧૮૫૧ અને ઈ. સ. ૧૮૫૪માં સ્વજ્ઞાતિમાં થાળી, ત્રાંસ અને ગાગરનાં લહાણ કર્યા. - નવાબે તેમને ઝાપદડ ગામ ઈનામમાં આપેલું પરંતુ તેની હયાતી પછી તે પાછું લઈ લીધું.
અનંતછ ઈ. સ. ૧૮૬૯માં ગુજરી ગયા. તે પછી તેનાં વિધવા હરકુંવરે ઈ. સ. ૧૮૭૧માં એક વીલ કરી તેના પતિની ઈચ્છા અને આજ્ઞાનુસાર તેમના રહેણાંક મકાનમાં ઈષ્ટદેવ નરસિંહજીનું મંદિર કરવા, સદાવ્રત આપવા, ગરીબ માણસો માટે દવાખાનું કરવા, રાજકોટમાં નાગર બેકિંગ બાંધવા વગેરે ધર્માર્થ કાર્યો કરવા એક કમિટી નીમી. આ કાર્યો થતાં રહે તે માટે માળિયા તાલુકાનું વાંદરવડ ગામ ઉજજડ પડેલું તે નવાબ પાસેથી દેઢ લાખ કેરીમાં વેચાતું લઈ તે આબાદ કર્યું અને ટ્રસ્ટને આપી દીધું.
કમભાગે હરકુંવર ઈ. સ. ૧૮૭૩માં ગુજરી ગયા અને વિલની શસ્ત પૂરી કરવા તત્કાલીન દીવાન હરિદાસ વિહારીદાસ દેશાઈએ એક કમિટી નીમી. જૂનાગઢ રાયે નવાબ રસુલખાનના સમયમાં વાદરવડ ઉપર જતી મૂકી પણ તેના મૃત્યુ પછી સ્થપાયેલા એડમિનિસ્ટ્રેશનમાં જપ્તી ઊડી ગઈ. સૌરાષ્ટ્ર રાજ્ય જમીન સુધારણું ધારે ઈ. સ. ૧૯૫૦માં લાગુ પાડશે ત્યારે આ ગામ ખાલસા થયું પણ તેની ઊપજ કાયમ માટે ટ્રસ્ટને મળતી રહે એમ ઠરાવ્યું.
આજે પણ જૂનાગઢમાં અનંત ધર્માલય ટ્રસ્ટ અનેક ઉપયોગી સંસ્થાઓ ચલાવે છે.' ડુંગરશી દેશી
જૂનાગઢ રાજ્યમાં માજી નવાના સમયમાં અગત્યનો ભાગ ભજવી જનાર સુંદરજી શિવજીના પૌત્ર ડુંગરી દેવશી દીવાનપદે નિમાયા પણ તે રાજખટપટથી અપરિચિત હતા અને તેનું શરીરસ્વાશ્ય બરાબર ન હતું તેથી વહીવટમાં બહુ ધ્યાન આપી શકતા નહિ. અને તે કારણે, બળવંતરાય જાદવરાય મુનશી, લમીચંદ ગાંધી વગેરે રાજપુરુષોની સલાહ ઉપર કારભાર કરતા.
1 દીવાન અનંતજીનું જીવનચરિત્ર-લેખક શ્રી ભવાનીશંકર નરસિંહરામ તથા સંક્ષિપ્ત
જીવનચરિત્ર-લેખક શ્રી સુરતરાય વસાવડાના આધારે. દીવાન અનંતજીનાં ધર્મા કરેલાં કાર્યોની નેંધ માટી છે તેથી વિસ્તારભયે વિગતો આપી નથી.
Page #204
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાઈ ૨૦૩ કેશવજી વીરજી
આ સમયમાં રાજમાતા પાસે રહેતા કેશવજી અને વીરજી નામના બે લહાણું ભાઈઓની લાગવગ વધી ગઈ. કહેવાય છે કે આ ભાઈઓ ડાળી ઉપાડવાનું કામ કરતા. કેશવજીએ કેઈ વેપારીને ત્યાં તે પછી કરી લીધી અને વીરજીને રાજદરબારમાં મેના પાલખી ઉપાડવાનું કામ મળ્યું. મહાબતખાનને લઈ નાજબીબી રાધનપુર ગયાં ત્યારે વીરજીએ સાથે રહી નાજુબીબીની કૃપા સંપાદન કરેલી હામદખાનજી ગુજરી ગયા ત્યારે રાધનપુર જઈ વધામણી આપવાની પણ તક તેણે ઝડપી લીધેલી જ્યારે નાજુબીબી અને ચાઈનીબુએ રાજતંત્રમાં હસ્તક્ષેપ શરૂ કર્યો ત્યારે તેમને રાજતંત્ર અને પ્રજાજનોની બાતમી આપતા અને તેમની આજ્ઞાને અમલ આ બે ભાઈઓ કરતા. તેમણે કરેલી વફાદારીભરેલી બેકરીની કદર કરી વાજબીબીએ કેશજીની સરકારી પાયગાના ઉપરીપદે નિમણૂક કરી અને નવાબનાં તેષાખાના, સીલેખાના વગેરે પણ તેને તથા વીરજીને સોંપાયાં. નાજુબીબીની આ ભાઈબ ઉપર અસીમ કૃપા ઊતરી અને જયારે અનંતજીને કારભાર મોકૂફ કરવા તેણે એજન્સીમાં લખ્યું ત્યારે તેની જગ્યાએ કેશવજીને નીમવા આગ્રહ કરેલ. આમ કેશવજી તથા વીરજીએ અને બળવંતરાય મુનશીએ નાજબીબીની કૃપા મેળવી રાજ્યતંત્રમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું કે નવાબ અને દીવાનથી પણ સવિશેષ અધિકાર તેઓ ભોગવવા લાગ્યા અને અમલદારે અને પ્રજાજને તેમને જ માન આપતા રહ્યા ડુંગરશીની દીવાનગીરી
ડુંગરશીની નિર્બળતા અને કમઆવડતના કારણે નાજુબીબી અને તેના કૃપાપાત્રોનું ચલણ વધી ગયું પણ એજન્સી સાથેના પત્રવ્યવહારમાં ડુંગરશીની સહીની જરૂર પડતી તેથી તેને દૂર કરવા માટે નાજુબીબીએ એજન્સીમાં કેટલાંક કારણે. અપી નવાબને નામે લખ્યું, તે ઉપરથી કેપ્ટન શર્ટ તપાસ માટે આવ્યો અને તેણે નવાબને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેજર લેંગે કેટલાક અનિછનીય માણસોને દૂર કરવા આજ્ઞા કરેલી તેનું તમે પાલન કર્યું નથી. તમે એ માણસોને રજા આપે તે જ ડુંગરશીને પાછા બોલાવી શકાય. નવાબે અને નાજબીબીએ નછૂટકે કેટલાક માણસેને દૂર કર્યા.
1 આ ઉપસ્થી હજી કહેવત ચાલે છે કે,
કુલકુલ્લાં કેશવજી કહીયે બંગલે બળવંતરાય.
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૪ઃ જૂનાગઢ અને ગિરનાર
ડુંગરશી શેઠે પણ નાજુબીબીની વિરુધ્ધ એજન્સીમાં એક નિવેદન મોકલી તેની દખલગીરીના દાખલાઓ તેમાં ટાંકયા અને જનાનાની ખટપટની સંપૂર્ણ માહિતી આપી. તેણે એવી પણ ફરિયાદ કરી કે દીવાનની મહોર પણ તેણે રાખી છે અને જ્યાં દીવાનની મહેર કરવી પડે ત્યાં તે કરે છે. ડુંગરસીના આ નિવેદન ઉપર વિચારણા થાય તે પહેલાં ઈ. સ. ૧૮૬૧માં તેને દીવાનપદેથી મુક્ત કરી પાછા બોલાવી લેવામાં આવ્યા. | ડુંગરશીએ મોરબીના હીરાચંદ દફતરીના ભત્રીજા ડોસા પારેખને સુત્રાપાડા
જદાર તરિકે નીમેલા.' તેણે વાઘેર બહારવટિયાઓને આશ્રય આપ્યો હતો તેવો આક્ષેપ મૂકી તેને રાજકોટ બેલાવી લેવામાં આવ્યા ત્યાં તેનું કોઈએ ખૂન કર્યું. આ ખૂન કરાવવામાં ડુંગરશીને હાથ હતા તેમજ વાઘેર બહારવટિયાઓને તે પણ મદદ કરતા એમ ખૂનની તપાસમાં ખૂલતાં તેના માટે બંગલો બંધ થય” અર્થાત્ તેને એજન્સીએ કઈ પણ પ્રકારના પદ માટે કે પત્રવ્યવહાર માટે અયોગ્ય ગણ્યા. ગેકુલજી ઝાલા-દીવાનપદે
ડુંગરશી દેવશીની વિદાય પછી વિ. સં. ૧૯૧૭ (ઈ. સ. ૧૮૬૧)ના વૈશાખ સુદી ૮ના રોજ નવાબે દરબાર ભરી, ગોકુલજી સંપત્તિરામ ઝાલાની મુખ્ય દીવાનપદે નિમણૂક કરી.
દીવાનપદે આવીને ગોકુલજીએ અનેક સુધારાઓ કરવાની યેજના ઘડી અને રાજ્યને વહીવટ આધુનિક પદ્ધતિએ ચલાવવા વિવિધ વિચારણા કરી પરંતુ જૂના જમાનાની અસરમાં ઊછરેલા મુત્સદ્દીઓ, રાજય તે રાજકર્તાની ખાનગી માલિકીની મિલ્કત છે તેમ માનનારા અમીરે જનાનાની સ્ત્રીઓ અને નવાબના હજુરીઓની ભયંકર ખટપટ અને કાવાદાવાના કારણે તે કોઈ પ્રગતિ કરી શક્યા નહિ. નવાબની મુક્તિ .
નવાબ જનેતા પ્રત્યેના પ્રેમ અને નિર્બળતાને કારણે નાજુબીબીના કેદી જેવા થઈ ગયા. તેન શેખ બહાઉદ્દીનભાઈએ શિર ઉંચકવા સલાહ આપી અને તેનાથી ઉત્તેજિત થઈ તેણે એજન્સીમાં તેની અસહાયતાનું વર્ણન લખી મે કહ્યું.
1 ફજદારનો હોદ્દો તે સમયે આજના ડેપ્યુટી કલેકટર જેવો હતો. ડેસ પારેખલીમડીમાં
કારભારી હતા ત્યાંથી નાગઢ આવેલા.
Page #206
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-ઉત્તરા : ૨૦૫
પેોલિટિક્સ એજન્ટ કૅપ્ટન ઈલિયટને જૂનાગઢ મોકલ્યા તે આવતાં જ કાલેરાના ભાગ બન્યા અને તેનું તરત જ ... મૃત્યુ થયું. તે પછી એજન્સીએ આસિસ્ટઢ પોલિટિકલ એજન્ટ મિ. કાલસનને મોકલ્યા. તેણે વથળા મુકામ કરી તપાસ શરૂ કરી.
#
આ પ્રસંગે શ્રી ભગવાનલાલ મદનજી જોશીપુરા તથા શ્રી પ્રભુદાસ કહાનદાસ જોશીપુરા પણ વંથળી મુકામ નાખી પડેલા અને નાજુીખી વતી ચાંપતી તપાસ રાખતા.' મહાબતખાન મિ. કાલસનને ન મળે તેની નજીખીખીએ પૂરતી તકેદારિ રાખી અને તેના ઉપર ચાકી ગોઠવી પણ જમાદાર શેખ બહાઉદ્દીનભાઈ, જમાદાર જમાલખાન, જમાદાર ઉમર અબુ ૫ચ અને જમાદાર્ મહમદ ભીન લેડ નવાબને મદદ કરવા તૈયાર થયા. જમાદાર સાલેહ ભીન સાથે અગાઉથી વથળી ગય! અને મિ. કાલસનને સત્ય હકીકતથી વાકેફ કર્યાં. પાછળથી નાજુબીબીની નજર ચૂકવી નવાબ મહાબતખાનને લઈ બહાઉદ્દીનભાઈ ઈ. સ. ૧૮૬૨ના જૂનની પમી તારીખે નાસી છૂટ્યા. તેઓએ વથળી પહેાંચી બ્રિટિશ સરકારનું રક્ષણ માગ્યું. મિ. કાલસને તને પાતા પાસે રાખી પોલિટિકલ એજન્ટને નિવેદન કરતાં ત્યાંથી જનાનાની ભાઈઓને દૂર કરી નવાબને સંપૂગ. અધિકાર સાંપી દેવાના પ્રબંધ કરવા મિ. લસનને આજ્ઞા મળી. તે તરત જ જૂનાગઢ આવ્યા અને રાજમાતાને બીજા મહેલમાં ખસેડી ઉપર ચેકીપહેશ મૂકયા અને ચાઈતીજી તથા તેના પતિ રાણેખાનને હદપાર કરતાં તેઓ ધેારાજી ચાલ્યા ગયા. નવાબ મહાબતખાન સાચા અર્થમાં
સ્વતંત્ર થયા.
કેશવજી-વીરજી કેદમાં
ડુઇંગરશી શેડ ઉપર કામ ચાલ્યું ત્યારે તેમાં હાથ આવેલા કેટલાક ખાનગી કાગળામાં કેશવજીએ લખેલા કેટલાક પત્રા પકડાયા તે ઉપરથી તેણે પણ વાઘેરેને સહાય કરી છે તેમજ ડાસા પારેખના ખૂનમાં તેના હાથ છે તેમ પણ જણાતાં એજન્સીના હુકમથી કેશવજી, વીરજી, મિયાં ામેદ એન્ડ્રુપ તથા નુરખાં મૌલવીને કેદ કરવામાં આવ્યા. તે સાથે કેશવજીએ એક લાખ અને ચાલીસ હાર કારીની ઉચાપત કરી છે તેવા આક્ષેપ મૂકી તેનાં ધરબાર ખાલસા કરવામાં આવ્યાં અને મિલકત દરબારમાં દાખલ કરવામાં આવી,
1. ભગવાનલાલ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ નવાબને સ્વતંત્ર કરવાની પ્રવૃત્તિ કરતા, કારણ કે વિ. સ. ૧૯૧૪માં ભગવાનને રાજ્યસેવામાંથી વિમુખ” થવું પડેલું.
Page #207
--------------------------------------------------------------------------
________________
, ૨૦૬ : જૂનાગઢ અને ગિરનાર
વિરછ ઉપરકેટમાં કેદ કરવામાં આવેલ, ત્યાંથી તેણે પડતું મૂકી જીવનને અંત આણ્યો કેશવજી, મિયાં હામે તથા તુરખાન રાજકોટની જેલમાં હતા. તેઓએ મિ. કેનન નામના અગ્રેજ બેરિસ્ટરને રોકી પિતાને બચાવ કર્યો. મુંબઈનાં વર્તમાનપત્રોમાં કેશવજી વગેરેને અન્યાય થયો છે તેવા લેખો પણ છપાવ્યા, પરિણામે મુંબઈ સરકારે કર્નલ બારને પાછા બોલાવી લીધા અને કર્નલ એન્ડરસનને કામચલાઉ પેલિટિકલ એજન્ટ તરીકે નીમ્યા. - નવાબ મહાબતખાને આ ઉપરથી મુંબઈ સરમમાં મોટે વધે ઉઠાવી લખી મોકલ્યું કે કર્નલ બારે મને રક્ષણ આપી નાલાયક માણસોને અટકમાં લીધા તે માટે તેને બરતરફી મળે છે તે અન્યાય છે અને મારું અપમાન છે. તે ઉપરથી સરકારે આ પ્રશ્ન પુનઃવિચારણામાં લઈ કર્નલ બાલને પાછા નેકરી ઉપર લીધા.
કેશવજી વગેરેને કેસ ચલાવવા એક પંચ નીમવામાં આવ્યું અને આરેપિ સાબિત થતાં કેશવજીને દશ વર્ષની તથા મિયાં હાદને તથા નુરખાન મૌલવીને નવ વર્ષની કેદની સજા થઈ. કેશવજીની પ્રકૃતિ કેદમાં ખરાબ થઈ જતાં તેને એક વર્ષ કપાત કરી નવ વર્ષની સજા પૂરી થયે મુનિ મળી પણ ઈ. સ. ૧૮૭રમાં તેનું મૃત્યુ થયું.'
કેશવજી અને વીરજી અભણ જેવા અને નાની સ્થિતિના માણસે હતા છતાં તેઓએ રાજરમતમાં ગણનાપાત્ર ભાગ ભજવી ઘણાં ઊંચાં પદ પ્રાપ્ત કર્યા. તેઓને તક મળી છે તે તેઓ જરૂર નામના મેળવી શક્યા હોત. તેઓ રાજમાતાના કાવાદાવાના કારણે કપ્રિય થઈ શક્યા નહિ અને કાયદેસર સ્થાપિત થયેલા રાજાને વફાદાર રહી શકયા નહિ.' દત્તકની સનદ - ઈ. સ. ૧૮દરમાં બ્રિટિશ સાર્વભૌમ સત્તાએ જૂનાગઢના રાજકર્તા અપુત્ર હોય તે મુસ્લિમ સરાહના નિયમોને આધીન રહી તેને દત્તક લેવાની સનંદ
1 હોળી રાણામાં કેશવજી-વીરની નિંદાના ચંદ્રાવળા હમણાં સુધી ગવાતા. તેની ઘણી
કડીઓ મારી પાસે છે પણ તેને ઉતારે કરવાનું અયોગ્ય અને અનુચિત જણાય છે. -ખક 2 કેશવજી તથા વીરજીના વંશજોને ઈતિહાસ અને અતિ પ્રયત્ન કરવા છતાં મ નથી, - કોઈ વાંચકને માહિતી હોય તે પૂરી પાડવા કૃપા કરે. – લેખક 3 જુએ સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ, ભા.૩, શું. હ શાઈ.
Page #208
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૦૭
આપી અને તે સાથે જ્યાં સુધી તે સર્વભોમ સત્તાને વફાદાર રહે ત્યાં સુધી તેને કોઈ જાતની હરકત નહિ કરવામાં આવે તેની ખાત્રી આપવામાં આવી. સરહદી ઝઘડાઓ
રાજ રાજ્યના સરહદી ઝઘડાઓ પતાવવાની પદ્ધતિ પણ પલટાઈ ગઈ હતી. પંચે કે કમિશન દ્વારા આવા દાવાઓને નિર્ણય કરવાને ચાલ પડી મયે હતા તે પ્રમાણે આવા વાદવિવાદ પ્રસંગે દસ્તાવેજી કે મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લઈ એજન્સીએ નિર્ણય આપવાનું ધોરણ સ્થાપ્યું. જૂનાગઢ રાજયને આ સમયે આવા ઘણા પ્રશ્નોના નિર્ણય મેળવવાના બાકી હતા. દીવાન અનંતજીએ રાજયનાં જૂનાં દફતરો અને પુરાવાઓ રજૂ કરી બાબરિયાવાડનાં કેટલાંક ગામો ઉપર ભાવનગર પોતાના હકકો હેવાને દાવો કરતું તે પ્રશ્નમાં તથા અમરેલી અને તે નીચેના ગામડાઓમાં ગાયકવાડની સરકાર પિતાના હક્કો હેવાને દાવ કરતી તે પ્રશ્નમાં સફળ રજૂઆત કરી જૂનાગઢના લાભમાં ઠરાવો મેળવ્યા. એ પ્રમાણે દીવાન ગોકળજી ઝાલાએ સરહદના હકકોના જોરબીલ લેવાને હકકોના અને બીજા વાંધાઓ કુશળતાપૂર્વક વિવાદમાં લઈ જઈ જૂનાગઢ તરફી નિર્ણય મેળવ્યા. આ કાર્યમાં સર્વશ્રી પ્રાણલાલ શંભુલાલ, જમાદાર સાલેહ હિન્દી, ગિરજાશંકર ત્રિકમજી ઝાલા, નરસિંહપ્રસાદ બૂચ, વકીલ કૃપારામ હિમ્મતરામ, ન્યાલચંદ રૂપશંકર, વકીલ પરમાણંદદાસ વૃંદાવનદાસ, મુનશી નંદલાલ મદનરાય, મિયાં હામેદ, મંગલજી ગૌરીશંકર, વકીલ ભાણજી પ્રભુદાસ, નરસિંહદાસ સંતોકરામ વગેરે મુત્સદીઓ, વકીલે અને અન્ય રાજપુએ દીવાનને સક્રિય સહાય કરી. મજમુ ગામ
જૂનાગઢ અને જેતપુર વચ્ચે ગામે મજમુ હતાં. કર્નલ કીટી જે આપેલી સલાહ અનુસાર જૂનાગઢ તરફથી શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચે આસિસ્ટંટ પિલિટિકલ એજન્ટ મિ એટકિન્સન પાસે રજૂઆત કરી અને પરિણામે ૬૦ ગામે જુનાગઢને અને ૩૦ ગામો જેતપુરને મળ્યાં. જેતપુરના બે ભાગ પડયા. તેમાં એક ભાગ જૂનાગઢને મળતાં ભાદર નદીને કાંઠે ઈ.સ. ૧૮૬૫માં નવાગઢ નામનું ગામ જૂનાગઢ વસાવ્યું અને તેની ફરતે ઈ. સ. ૧૮૩લ્માં કિલો બાંધી તેમાં સરકારી મકાન બંધાવી ત્યાં મહાલનું મુખ્ય મથક બનાવી જેતપુરની વહેંચણીમાં આવેલાં ગામો તેની નીચે મૂકયાં. નવાબ મહાબતખાન ત્રીજાના સમયમાં તેના યુવરાજ દિલાવરખાનના નામે આ નવાગઢનું નામ દિલાવરગઢ પાડવામાં આવ્યું પણ ઈ. સ. ૧૯૪૭ પછી તે પાછું નવાગઢ થઈ ગયું. .
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૮ જુનાગઢ અને ગિરનાર
રિબંદર રાજ્ય સાથે ર૨ ગામે મજમુ હતાં. તે માટે પણ આસિસ્ટંટ પિલિટિકલ એજન્ટ કેપ્ટન લેઈડ પાસે જૂનાગઢ વતી શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચે અને પાછળથી શ્રી નરસિંહદાસ સંતોકરામે અને અંતમાં શ્રી ન્યાલચંદ રૂપશંકરે રજૂઆત કરી. પોરબંદર તરફથી શ્રી કરમચંદ ગાંધી તથા શ્રી મોતીલાલ રામજીએ રજૂઆત કરતાં જૂનાગઢને ૧૮ ગામો અને રિબંદરને ૪ ગામો મળ્યાં.
આ કામગીરી બદલ શ્રી નરસિંહપ્રસાદ બૂચને સમઢિયાળા ગામ ઈનામમાં મળ્યું. બાબરિયાવાડ
ઈ. સ. ૧૮૬૪માં બાબરિયાવાડના કાઠી અને આહીર મૂળ ગિરાસિયાઓએ એવો દાવો કર્યો કે તેઓ સ્વતંત્ર છે અને નવાબને આધીન નથી. એજન્સીએ તે માટે સંપૂર્ણ તપાસ કરી એ નિર્ણય આપ્યો કે આ ગામો ઉપર હકૂમત જૂનાગઢ રાજ્યની છે અને ગિરાસિયાઓને માત્ર મહેસૂલી હકકે જ છે. જુનાગઢ ત્યાં થાણું મૂકવા ભેરાઈની પસંદગી કરી તથા પ્રભાસપાટણના દેશાઈ મયાશંકર જેશંકરને એક મજબૂત સેના આપી થાણદાર તરીકે નીમ્યા. પોતાને હક્ક પ્રતિપાદિત કરવા થડા જ સમયમાં રાજ કડિયાળીની એક પાટી અને કંથારિયાની એક પાટી ખાલસા કરી તથા નાગેશ્રી પાસે મીઠાપુરમાં કેટલીક જમીને લઈ સરકારી મકાને બાંધ્યાં. અગ્રિમ રાજ્ય જૂનાગઢ
ઈ. સ. ૧૮દરમાં પોલિટિકલ એજન્ટ કર્નલ કટીંગ્સ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યનું વર્ગીકરણ કરી તેની અગ્રતા નકકી કરી આપી તે પ્રમાણે જૂનાગઢ રાજયને પ્રથમ વર્ગમાં પ્રથમ ગણવામાં આવ્યું. રાજકર્તાને ૧૧ તેપનું માન આપવામાં આવ્યું અને તેને અન્ય રાજ્યો કરતાં સવિશેષ અધિકારો પણ આપવામાં આવ્યા.
નવાબને પોલિટિકલ એજન્ટ લખાણ કરે તે પત્રનું મથાળું શું બાંધવું તે પણ મુકરર કરવામાં આવ્યું તે પ્રમાણે જયારે પત્ર લખ હોય ત્યારે પિલીટિકલ એજન્ટ નવાબને આ પ્રમાણે લખતાઃ “નવાબ સાહેબ,
1 મયાશંકર દેશાઈ પ્રભાસપાટણના પ્રખ્યાત દેશાઈ કુટુંબના હતા. વિગતો માટે જુઓ
પિતૃતર્પણ-શં. હ. દેશાઈ.
Page #210
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૦૯
વાલીશાન હશમત વ ઈઝલાલ નિશાન રફીયત વ શૌકત બુનિયાદ મહેબત વ મુબૈદત તવામાન અઝિમુલ ખિતાબ નવાબ સાહેબ (મહાબતખાનજી) બહાદૂર, વાલીએ જૂનાગઢ, સલમેયાલ મુન્નાન અઝદીલ એખલાસ (કર્નલ કોટિંગ્સ) પિલિટિકલ એજન્ટ પ્રાંત કાઠિયાવાડ કેમ્પ (વંથળી) સલામ બાદ ઈજહારે ઈતિક મુલાકાત સરોપ મુશરત મુખશફ ખાતિર મહેબત ઝ ખયર આં કે-” પછી પત્રની વિગત
આ પ્રમાણે બાઈ બીબીઓને લખવાના પત્રોનું મથાળું પણ મુકરર થયું.
પ્રજાજનેને નવાબને અરજી કરવી હોય તો તેના મથાળે “ખુદાવન્દ ખુદાએગાન, ફઝબક્ષ ફઝરસાન, ગરીબ પરવર સલામત નવાબ સાહેબ શ્રી ૭ (મહાબતખાનજી) બાબી બહાદુર વાલીએ સોરઠની ખાસ હઝરમાં- એમ લખવાનું રહેતું. રાજ્યમુદ્રા
જૂનાગઢ રાજ્યની રાજ્યમુદ્રા આ સમયે અસ્તિત્વમાં આવી. તેમાં ઊગતો સૂર્ય, આગળ સમુદ્ર, તેમાં તરતી નૌકા તથા સિંહ હતાં નીચે દેવનાગરી અક્ષરમાં “સૌરાષ્ટ્ર” લખવામાં આવેલું. આ મુદ્રા ઈ. સ. ૧૯૪૭ના નવેમ્બરની ૯મી તારીખ સુધી પ્રચલિત રહી. શાહી ધ્વજ
જૂનાગઢ રાજ્યને તેના વાવટાની આકૃતિ રજૂ કરવા માટે એજન્સીએ કહ્યું અને કેટલાક પત્રવ્યવહાર પછી જૂનાગઢ રાજ્ય મેકલેલી આકૃતિ મંજૂર કરી. ઈ. સ. ૧૮૭૭ ના જાન્યુઆરીની પહેલી તારીખે સામ્રાજ્ઞી વિકટોરિયા તરફથી વાઈસરોય લોર્ડ લિટને, મહારાણી વિકટોરિયાએ “કેસરે હિન્દીનું પદ ગ્રહણ કર્યાના પ્રસંગે ભરાયેલા દરબારમાં રાજ્યને શાહી ધ્વજ અર્પણ કરવામાં આવ્યું. તેમાં લીલા રંગની ઢાલ ઉપર એક પંકિતમાં મુદ્દાઓ અંક્તિ કરવામાં આવી છે. તેના શિરાભાગે બે અને નિભાગે બે કેણમાં ત્રણ ખડકોની આકૃતિઓ છે. ઉપરના ભાગે રૂપેરી રંગના બે ઊભા સિંહના ટેકાવાળી રકતવણું સિંહની મખાકતિ છે. આ ધ્વજ નીચેના મુદ્રાલેખમાં નાગરી લિપિમાં “સૌરાષ્ટ' શબ્દ લખ્યો છે.
1 આ લખાણપદ્ધતિ પાછળથી બંધ થઈ ગઈ હતી. 2 ઉપર પ્રમાણે જ. ગિ – ૭
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦ : જૂનાગઢ અને ગિરનાર દીવાનને હો
જૂનાગઢના બાબી વંશના સ્થાપક શેરખાને દિલ્હીના શહેનશાહ તરફથી મળેલો દીવાનને હેદો ધારણ કરેલ તેથી તેના નામાભિધાનમાં “શ્રી દીવાન નવાબ સાહેબ શ્રી ૭ શબ્દો લખાતા. મહાબતખાનજી બીજાના મૃત્યુ સુધી એટલે ઈ. સ. ૧૮૮૨ સુધી દીવાન શબ્દ લખાતે પણ તે પછી ક્રમશઃ દીવાન શબ્દને ઉપયોગ બંધ થ. સાર્વભૌમ સત્તાની તાકીદ
ઈ. સ. ૧૮૭રમાં નવાબ મહાબતખાનજી મુંબઈ ગયેલા ત્યારે તેના રસાલામાં નિયાઝ મહમદખાન નામનો એક માણસ હતા. જે બળવાના સમયને ગદાર હતા તેથી મુંબઈની પોલીસે તેને પકડી લીધે અને સાર્વભૌમ સત્તા સામે બળ કરનાર માણસને આશ્રય આપવા માટે નવાબને ખુલાસો મગાયો. નવાબે અજાણપણું બતાવી માફી માગી અને સાર્વભૌમ સત્તાએ પુનઃ આવું કૃત્ય ન કરવા તાકીદ આપી ઠપકે આપો. વાઘેરે
ઓખા મંડલના વાઘેરેએ અંગ્રેજ સરકાર અને ગાયકવાડ સરકાર સામે વિદ્રોડ કરી યુદ્ધ કર્યા અને જ્યારે તેઓ તેમાં નિષ્ફળ ગયા ત્યારે બહારવટે ચડયા. ઈ. સ. ૧૮૬માં તેઓ સૌરાષ્ટ્રમાં ઉતરી આવી બરડાના ડુંગરમાં ભરાઈ ગયા.
બ્રિટિશ સરકારે આ બહારવટાંને ઇ સ. ૧૮૫૭ના વિપ્લવનું સ્વરૂપ આપી, સૌનાષ્ટ્રના રાજાઓને તેમને ઉચ્છેદ કરવા કડક આજ્ઞા આપી અને બ્રિટિશ સેલરોની એક બેટેલિયન સૌરાષ્ટ્રમાં મોકલી. સૌરાષ્ટ્રના ડુંગરાળા પ્રદેશોમાં સોલરો બહુ સફળ થયા નહિ અને તેથી દેશી રાજ્યના સંનિકોને આ કાર્ય માટે બોલાવવામાં આવ્યા.
જુનાગઢ તરફથી દીવાન અનંતજી અમરચંદ તથા દેવશી કરસન ૭૦૦ માણો લઈને, જામનગર તરફથી જાલમસિંહ જાડેજા ૧૦૦૦ માણસો લઈને
1 પ્રોટેકટેડ પ્રિન્સીસ ઓફ ઈન્ડિયા-ડબલ્યુ. લી. રનર ભાષાંતર હિન્દુસ્તાનનાં રક્ષિત
-શ્રી દુર્લભજી ધરમસી વૈદ
Page #212
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૧૧
પોરબંદરથી દીવાન કરમચંદ ઉર્ફે કબા ગાંધી * ૨૦૦ માણસે લઈને તથા ગોંડલથી મણિશંકર નરભેરામ વદ ૪૦૦ માણસે લઈને, મેજર હેનર, કેપ્ટન એન તથા કેપ્ટન બુલેકને આવી મળ્યા. આ દેશી અને અંગ્રેજી સૈનિકોએ આભપરાના ડુંગરમાં ભરાયેલા વાઘેરે ઉપર પ્રબળ આક્રમણ કરી તેમને વેરવિખેર કરી નાખ્યા.
વાઘેરે ત્યાંથી નાસીને ગીરના જંગલમાં ભરાઈ ગયા અને જોધા માણેકના નેતૃત્વ નીચે તેઓએ કેડીનાર લૂંટયું અને જૂનાગઢના પ્રદેશમાં ભય ફેલાવતા રહ્યા. જોધા માણેક સાસણ પાસે તાવના રોગમાં ગુજરી ગયે જે સ્થળ આજે પણ જોધા માણેકની આમલી તરીકે પ્રસિદ્ધ થયું છે.
જૂનાગઢની ગિસ્ત તેની પાછળ ચડી તેને ગિર બહાર નીકળી જવા ફરજ પાડી. આ કાર્ય માટે પોલિટિકલ એજન્ટ કેપ્ટન રસેલે તેના તા. રર-૧-૧૮૬૮ના પત્રમાં જમાદાર સાલેહ હિન્દી તથા સૈયદ અલવી એમની બહાદુરી માટે પ્રશંસા
માંચરડાના ધિંગાણામાં બ્રિટિશ સેનાના કેપ્ટન હેબર્ટ અને કેપ્ટન લાને વાઘેરેએ મારી નાખતાં તેની વિધવાઓને, દરેકને જૂનાગઢ રાજ્ય રૂપિયા ૨૦૦નું માસિક પેન્સન બાંધી આપ્યું તથા રૂપિયા ૫૫,૦૦૦ની રકમ અનામત રાખી તેમાંથી હેબર્ટ–લાટુ સોલરશિપ, મેટ્રિકમાં શ્રેષ્ઠ કક્ષાએ પાસ થતા વિવાથી માટે સ્થાપવામાં આવી. ગીગે એ
ઈ. સ. ૧૮૫૩ લગભગ કેશોદ તાબાના કણેરી ગામને ગીગા નામને ગીરાસદાર મૈયે, ગીરાસની વહેચણની તકરારમાં પિતાના ભાઈનું ખૂન કરી તેને પકડવા જનાર બાદશાહ જમાદારને ઠાર મારી તેના સાથીઓ અને ભાઈ પના વગેરેની ટોળી બાંધી રાજય સામે બહારવટે ચડે. ગીગાનું રાજ્ય સાથે સમાધાન
1 પૂ મહાત્મા ગાંધીજીના પિતાશ્રી. 2 દીવાન રણછોડજીની પુત્રીના પુત્ર. 3 દીવાન અનંતજીનું જીવનવૃત્તાંત, 4 જમાદાર સાલેહ હિન્દીના ટેસ્ટિમેનિયલ્સ. 5 આવું પેન્શન જામનગર રાજ્ય પણ બાંધી આપેલું.
બાબી ફલર્સ ઓફ સોરઠમાં એક સ્થળે આ રકમ ૧૦,૦૦૦ની હતી તેવો ઉલ્લેખ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૧૨ : જૂનાગઢ અને ગિરનાર
કરાવવા ચારણુ દેસુર ગીગાએ વિષ્ટિ ચલાવી પણ તે નિષ્ફળ ગઈ તેથી ગીગાએ ભયંકર બહારવટુ` ખેડયું. રાજ્યે મૈયાઆની સામૂહિક ધરપકડા કરી પણ તેનું કાંઈ પરિણામ આવ્યુ` નહિ. અંતે ઈ. સ. ૧૮૫૯માં તે માંગરાળમાં તેના મિત્ર મારલીશાહ ફકીરના લગ્નમાં ભાગ લેવા ગયેલા ત્યાં પોલીસે તને ઘેરી લીધે અને ત્યાં થયેલા ધિંગાણામાં ગીગા કામ આવ્યા.
જસલા તૈયા
ગીગાના સાથી જસલેા થૈયા ગીગાના બહારવટાને તેના મૃત્યુ પછી ચાલુ રાખી ગામા ભાંગતા રહ્યો અને ઈ. સ. ૧૮૬૧માં॰ કોટડાપીડામાં તે આશ્રય લઈ રહ્યો હતા ત્યાં પકડાઈ ગયા અને તેને તાપને માઢે બાંધી ઉડાડી મૂકવામાં આવ્યા.
હદુ મકરાણી
ઈ. સ. ૧૮૭૮માં શેરગઢ થાણાના સિપાઈ હટુ મકરાણી ઉપર ચારીના આરેાપસર તપાસ ચાલતી હતી ત્યાં તે નાસી છૂટયા અને રેવદરા તથા ખાડિયારના ભૈયા, ચાવડના કાઠી, વીરા શેખવા, ખેરડીના ચારણા, ખીલખાના કાઠીઓ, આંબેચાના ભલગરિયા, ખે સીદીએ અને જેલમાંથી ભાગી છૂટેલા કેંદીની મેાટી ટાળી બાંધી રાજ્ય સામે બહારવટે ચડયો. આ ટાળીએ કેટલાંયેક ગામ ભાંગ્યાં. આ બહારવટિયાએ તેની ટાળીને ત્રણ વિભાગે માં વહેચી નાખી. હતી. એક વાર તે મેાણપરી ગામ ભાંગી ભાગતા હતા ત્યાં વઢવાંગળા નેસ પાસે રાજ્યની ગિસ્તના ભેટા થઈ જતાં બહારવટિયાની એક ટોળીના ૧૧ માણુસા મરાયા તેમાં જાનાં નામની કાફિયાણી ભાઈ પણહતી. હકુ સાલેમહમદ તથા શફીમહમદ આ ટાળાના આગેવાના હતા. તેમને પણુ ધિંગાણામાં ગિસ્ત ફેરવતા પેાલીસ આસિસ્ટટ સુપ્રિન્ટેન્ડેન્ટ દીન મહમદ જ ગીએ મારી નાખ્યા અને તેની ખીજી ટોળીને જમાદાર આવદ ખૈરાને પારપત કરી. ત્રીજી ટાળીના માણુસે પણ મરાઈ
ગયા કે પકડાઈ ગયા.
હમીર તૈયા
ઈ. સ. ૧૮૮૦માં શૈયા હમીર અરસી, ભીમા અરસી અને કાડી વીરા શેખવાની ટાળીએ બહારવટુ શરૂ કર્યુ`. તેના બે ટાળીએ થઈ ગઈ. પ્રથમ ટાળી
1 ગીગાના વૃત્તાંત માટે જુએ સેરડી બહારવિટયા, ભા. ૩-શ્રી ઝવેરચંદ મેધાણી તથા ‘પિતૃતપણુ’, શ’. હ. દેશાઈ, કનડાનેા કેર, રાહુ, દેશાઈ
2 ખાખી રુલસ ઓફ સારઠમાં આ વર્ષે ૧૮૬૪નું આપ્યુ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૧૩ સામે નાયબ સુતખાન હાસમખાન તથા જમાદાર સુલેમાન ઉમરે ધિંગાણું કરીને અને બીજી ટોળી જમાદાર સુલેમાને એકલાએ ધિંગાણું કરી પારપત કરી. દેવાત ખુમાણ
તે જ વર્ષમાં દેવાત ખુમાણ નામને કાઠી બહારવટે ચડ્યું તેને પોલીસ સિપાઈ નૂરમામદ મામદ ગામેતીએ મારી નાખે. બાપુ સિપાઇ - ઈ. સ૧૮૮૧માં ચડિયાત સિપાઈ બાપુ પરભાઈ બહારવટે ચડ્યો. જમાદાર સુલેમાન ઉમરે તેને પારપત કર્યો. મૈયા
બેડિયારની જગ્યામાં નાગબાઈ નામની ચારણઆઈના પ્રોત્સાહનથી “માળા ઉપાડી' ઈ. સ. ૧૮૭૧ માં શેરગઢ તથા સ્થાનિયાણાના મૈયાઓ, તેમના આગેવાને, શેરગઢના મૈયા અમરા તથા ઘાનિયાણાના અરસીની દેરવણી નીચે મોટો બળ કરવા અને જૂનાગઢ ઉપર ચડી આવવા માગે છે તેવી બાતમી મળતાં લેફટનન્ટ (પાછળથી કર્નલ) જહોન હકોએ શેરગઢ જઈ મૈયાઓનાં હથિયાર લઈ લીધાં. આ કાર્યમાં તેને જમાદાર સાલેહ હિન્દી, જમાદાર મહમદ પીરભાઈ, ઓસ્માન ઉમર, દીન મહમદ અબા સાલમ, પરૂ હાલા, ઈબ્રાહીમખાન તથા મૈયાઓના વકીલ ઘેલાભાઈ વસાવડાએ મદદ કર્યાની નોંધ લેફ હેફીએ પિોલિટિકલ એજન્ટ ઉપર લખેલા તા. ૯-૧૨-૧૮૭રના પત્રમાં લીધી છે.* બીજા બહારવટિયાઓ
ઈ. સ. ૧૮પમાં કેયલાણાને રબારીક બરવાળાને સંધી હેથી, જવાણાને સંધી છે, હામદપરાને સૂર, પાટણને રહીમ પટણ, પીપળિયાના
1 આ આઈ મોણિયાના ચારણકુટુંબનાં હતાં. દેવી-વિભૂતિ તરીકે તે પૂજાતાં. કનડાને
કેર. શં. હ. દેસાઈ 2 સાલેહ હિન્દીના ટેસ્મિોનિયલ્સ. " 3 સ્વ. શ્રી કનકરાય મહાસુખરાય વસાવડાના પિતામહના પિતા. 4 નં. ૨ પ્રમાણે. 5 જયાં નામો આપ્યાં નથી ત્યાં નામો મળ્યાં નથી એમ સમજવું. વિસ્તારભયે વિગતે
આપી નથી. લેખક
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૪ જૂનાગઢ અને ગિરનાર
કહી. વાજી ગોહિલ અને હામદપરાને કચરે મેર બહારવટે ચડયા. તેમાંના કેટલાક ભરાઈ ગયા અને કેટલાક પકડાઈ ગયા.
ઈ. સ. ૧૮૫૩માં ગીગા મૈયો બહારવટે હતો ત્યારે ઈશ્વરિયાના જુણેજા સંધી તથા ગંડલના ગામના રબારીઓ વચ્ચે વેર બંધાતાં સામસામા બહારવટે ચડયા. ભાયાવદર તાબાના ભાલવડ ગામે ભયંકર ધિંગાણું થતા ઉભય પક્ષના ઘણાં માણસો મરાઈ ગયાં. પ્રજાને થતી કનડગતને કારણે દીવાન અનંતજીએ વચ્ચે પડી બન્ને પક્ષોનું સમાધાન કરાવ્યું. - ઈ. સ. ૧૮૫૪માં ઈસાપને સંધી બાદર, થાણાપીપળીને ફકીર ચમન શાહ, વંથળી તાબે નવલખીના સંધીઓ, ગાંઠીલાને સૈયદ મલુમિયાં અને માંડાવડને કાઠી ના બહાર નીકળી ગીગા સાથે ભળી ગયા. પાટણને જહાંગીર નામનો લૂંટાર પણ આ ટેળીમાં ભળી ગયેલે પણ તે પાછળથી છૂટા પડી ગયેલ. - ઈ. સ. ૧૮૫૫માં ઉના તાબે વાવરડાને વાણિયો કેશવજી, ઉનાને સરાોિ નથ, ટીકરને સંધી મલુક, પિલે કાઠી, જગો કાઠી અને પોરબંદર મેર માલદે બહારવટે ચડયા. પિલે તથા જગો પકડાઈ ગયા. બીજા ગાગા ' સાથે ભળી ગયા. , - ઈ. સ. ૧૮૫૬ના અંતમાં બેડીવાવના મહંત ઉપર ખમીદાણાને બાવે અમરદાસ, ટીંબાવાડીને સંધી આમદ, ઉમટવાડાના સંધી ઉપર તથા કેરાળાને ભરવાડ રાજય સામે બહારવટે ચડ્યા.
ઈ. સ. ૧૮૬૭માં પાદરૂકા(પાટણ)ના આહીરે સામે સુત્રાપાડાને આહીર બહાર નીકળ્યો. સૈયદ નથુમિયાં, તરસીંગડાને જસલે હૈયે, અજાબ ઉચેરાના મૈયા, આદરીને જપૂત દાળ બહારવટે નીકળ્યા.
ઈ. સ. ૧૮૫૮માં આંત્રોલીનાં ઠક્કર પબા ઉપર ભગુમેર બહારવટે ચડયો. કેટડાના બાવા પદ્મનાથ તથા ઓમકારનાથ પણ બહારવટે ચડયા. ઘડા બલોચના સંધીઓએ લૂંટફાટ શરૂ કરી. પઠાણ સૈયદખાન ઉપર કુતિયાણાના સંધી ડોસાએ બહારવટું કર્યું. સોડવદરને હરિજન પણબહારવટે ચડ્યો.
ઈ. સ. ૧૮૫૯માં દીવાસાને રજપૂત, બડોદરા જેબલિયો કાઠી, ભાખરવને છ મૈયો બહારવટે ચડયા. તે ઉપરાંત વેરાવળના પટણી છવા આતાજી ઉપર પટણી ઈભરામ, કુતિયાણાના બાવા છતરગર ઉપર બાવે ગોવિંદ કાપડી, ખંભડીને દરજી ઉપર ટીણમસને દરજી બહારવટે ચડ્યા.
Page #216
--------------------------------------------------------------------------
________________
ખાખી વશ-ઉત્તરાધ : ૨૧૫
ઈ. સ. ૧૮૯૦માં ગાધકડાના ખુમાણા તથા નાના ગાહિલે ફરીથી બહાર પડયા. બગસરાના મેણુંદ મેર, ચેારવાડના મારી વરસો, ઘેાડાદરના કાળી બહારવટે ચડયા. તે ઉપરાંત અંગત કારણાસર ઘુડવદર ઉપર રાયપુરના આહીરે અને કુતિયાણાના પુબિયા રામિસંગ બહારવટે ચડયા.
ઈ. સ. ૧૮૬૧માં વડાલના ધાંચી સુલેમાન, બલેચ કેસરખાન, છત્રડિયાના કલા ધાંખડાના દીકરા, ભીયાળના ચારણા બહાર નીકળી વાઘેરાને મળો ગયા.
'
ઈ. સ. ૧૮૬૩માં લાખાપાદરના કાઠીએ પાળ લઈને વીસણવેલ ભાંગી ગયા. રાઘડાના જગતિયા જસા લલા, હાલના સંધી ડેાસલ, પાટણના જહાંગીરા ખાખર બહારવટે ચડયા. તે કાંતા મરાઈ ગયા અને કાંતા પકડાઈ
ગયા.
ઈ. સ. ૧૮૬૪માં વેકરિયાના ખાંટ સામત, વાઘેર સાથે ભળી ગયે. ક્રેટિયાના હાથી તથા સામત, ખાગેમરીના રજપૂત, હડમતિયાના સધી, માલના રબારી હામ, ઈરિયાના ગામેતી પીડા, આંખેચાના ભલગરિયા ખીમા, વેલારિયાના સબંધી તરબ (કે તાલબ ?) અને ગાલાધરના કાળી દાર્નિયા એક રાળી બાંધી બહારવટે ચડયા.
આમ ઈ. સ. ૧૮૫૧ થી ૧૮૬૪ સુધીમાં રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા નિબળ થઈ ગયાં હતાં અને બહારવટિયાઓનું પ્રમાણ પુષ્કળ વધી ગયું હતું. વાઘેરે અને ગૈયા ત્રાસ વરતાવી રહ્યા હતા છતાં જૂનાગઢની પોલીસ કાંઈ કરી શકતી નથી એમ માની એજન્સીએ માકલેલા અંગ્રેજ અમલદારાએ, જમાદારાની જાગીરા ઉપર જપ્તી કરી, બહારવટિયાએને આશ્રય આપે છે તે કારણે, બાંટવા દરબાર શેરખાનજીને પકડી રાજ્કોટ લઈ જવામાં આવ્યા અને અખા ઉમર મુબારક બાજુદનું ગામ મેધપુર જપ્ત કર્યું. પરિણામે ઈ. સ. ૧૮૭૪ પછી તે કારણે અથવા આવા મધ્યકાલીન ઉપાયો સફળ થતા નથી તે કારણે અહારવટાં ઓછાં થઈ ગયાં, પરંતુ આ નામાવલિ ઉપરથી એ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે, સાની, દરજી, ધાંચી, ખાવા, વાણિયા અને હિરજનામાં પણુ હથિયાર બાંધી બહારવટે ચડવાનું ખમીર આ સમય સુધી હતું.
કાવત્રુ....
ખાખી અબ્દલાખાન, લાલમીયાં, સધી મે, પચીસ માણુસાએ ઈ. સ. ૧૮૬૬માં એક કાવત્રુ ફેલાવી, રાજ્યના વિદ્ધ અમલદારો ઉપર ગુનાહિત
જુલાયા અલી અને ભીન્ન કરી, પ્રજામાં અશાંતિ હુમલેા કરી રાજમહેલ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૬ : જૂનાગઢ અને ગિરનાર
કજે કરી સત્તા હસ્તગત કરવા પ્રયાસ કર્યો. આ કાવત્રુ પકડાઈ જતાં જવ બદાર માણસે સામે કામ ચલાવવામાં આવ્યું અને ઈ. સ. ૧૮૬૭ માં અબ્દલા ખાન, મેડ તથા અલીને દશ વર્ષની અબ્દુલા જમાલખાન તથા હસન મસ્કતીને સાત વર્ષની, હસન અને આલમને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા કરવામાં આવી, બીજાઓને દંડની કે સારી ચાલના જામીન આપવાની સજા થઈ. ખટપટ
નવાબના ભાયાત બાબી મુબારિઝખાને નવાબને તેના મંત્રીઓ કેદમાં રાખી મનસ્વી વહીવટ કરે છે એવી વાતો દાદુ તથા નરભેશ કર નામના શાની સહાયથી જાહેરમાં ફેલાવતાં તથા તે કાર્યમાં મુંબઈના કેઈ અંગ્રેજો સહકાર મેળવી આ પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ લઈ જતાં મોટે ઊડાહ કર્યો. રાજ આ ત્રણે શખ્સોની ધરપકડ કરી, તેના ઉપર કામ ચલાવી મુબારિઝખાનને અઢાર માસની કેદ તથા કોરી બે હજારને દંડ કર્યો. દાદુના સારી ચાલના જામીન લીધા અને નરભેશંકરને નિર્દોષ ઠરાવ્યો. વિપ્લવવાદી પઠાણ
ઈ. સ. ૧૮૭૬ના બ્રિટિશ સરકાર તથા અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ કાટી નીકળ્યું ત્યારે જામનગરમાં રહેતા એક કાબુલી પઠાણે વઝીર બહાઉદીનભાઈને બ્રિટિશ રાજ સામે વિપ્લવ કરવા પત્ર લખ્યો. તેણે પઠાણને જૂનાગઢ બોલાવી પરહેજ કરી બ્રિટિશ સરકારના સત્તાવાળાઓને સોંપી દીધા. ખુમાણેનું સમાધાન
ઈ. સ. ૧૮૭૯માં ભેસાણ તાબાના ગામ ચાવંડના ખુમાણાએ જેઠસુર ખુમાણની આગેવાની નીચે ખી–માખીની ધારમાં એકત્ર થઈ મોટું બહારવટું કરવા પ્રવૃત્તિ કરી પરંતુ જમાદાર મુબારક અને સર્વેશ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચ, રણછઠછ મયાશંકર અને ત્રિભોવનદાસ તુલસીદાસ ચાવંડ ગયા અને ખુમાણેને સમજાવી તેમનું સમાધાન કર્યું. માંગરોળ કમિશન
માંગરોળના શેખ બદરૂદ્દીને માંગરોળ તાલુકે જૂનાગઢથી સ્વતંત્ર છે એ દાવો કર્યો. પોલિટિકલ એજન્ટ મિ. (પાછળથી સર) જે. બી. પીલે તપાસ શરૂ કરી. તે કામમાં શેખે એક બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો તેથી તેના ઉપર ફર્જરીને ચા મૂકવામાં આવ્યો અને મેજર ફિલિપ્સ, મિ. એચ. એફ. આસ્ટન અને રાવ બહાદુર શંભુપ્રસાદ લમલાલનું બનેલું એક કમિશન
Page #218
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ–ઉત્તરાધ : ૨૧૭
નીમવામાં આવ્યું. આ કમિશન તેનું કાર્ય શરૂ કરે તે પહેલાં શેખ બદરુદીને આપધાત કર્યાં તેથી તેના અનુગામી શેખ હુસેનમિયાંએ વિવાદ પાછા ખેચી લીધા અને જૂનાગઢ રાજયે ઈ. સ. ૧૮૭૯માં તેનાં સ્વાંગ ગામેા પૂરતા માંગરાળને ખીજા દરજ્જાના રાજ્યના અધિકારા આપ્યા. ત્યારથી માંગરાળ જૂનાગઢના રાજ્યને આધીન રહ્યું.
શેખ હુસૈનમિયાંના તા. ૨૧-૯-૧૯૦૭ ના રાજ દેહાંત થયા ત્યારે જૂનાગઢ રાજ્યે તેના ઉપર જપ્તી મૂકી અને તેના ભાઈ જહાંગીરમિયાંના ગાદી ઉપરના હક્ક સ્વીકારી તેને અધિકાર સુપ્રત કર્યાં. તે જ પ્રમાણે તેના વારસ શેખ અબ્દુલ ખાલીક તથા તેના મૃત્યુ પછી શેખ નાસરમિયાંને પણુ જૂનાગઢ રાજયે જ સ્વીકૃતિ આપેલી.
માંગરોળ સ્ટેટ કહેવાતું નિહ. તેને તાલુકા તરીકે જ ઓળખવામાં આવતું અને શેખ જૂનાગઢના તાબેદાર ‘વાસલ' ગણવામાં આવતા. માંગળના શેખ, સાભૌમ સત્તા સાથે કાઈપણ કારણસર સીધો પત્રવ્યવહાર કરી શકતા નહિ. સાર્વભૌમ સત્તાને મદદ
ઈ. સ. ૧૮૬૭માં ઈંગ્લાંડ અને એબિસિનિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં જૂનાગઢ રાજ્યે કેટલાંક મુચ્ચરો અને ત્રીસ લાખ પાઉન્ડ ધાસ શાહી સત્તાને આપ્યુ..
ઈ. સ. ૧૮૭૯માં કાજીલ વિગ્રહ વખતે જૂનાગઢ રાજ્યે ૧૫૦ પાયદળ, ૫૦ સવારે। અને ૧૫૦ ખચ્ચરમાં શાહી સત્તાની મદદમાં માકમાં તથા રૂા. ૧૦૨૩૬-૬-૦ વાર ક્રૂ'ડમાં આપ્યા. આ સમયે પ્રજા પાસેથી પણ મોટુ ક્રૂડ ઉધરાવી માકલ્યું.
રાજ્ય બહારની સસ્થાઓને મદદ
જૂનાગઢ રાજ્યે રાજ્ય બહારની સંસ્થાઓને આ નવાબના સમયમાં આર્થિક સહાય કરી તેમાંની નોંધપાત્ર નીચે પ્રમાણે છે.
રાજકોટ: નિશાળા, હાઈસ્કૂલ, એન્જિનિયરિંગ સ્કૂલ, આર્ટસ સ્કૂલ,
1. માંગરાળના ઇતિહાસમાં આ વાત સ્વીકારવામાં આવી નથી. તે પ્રમાણે શેખ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા.
જુ. ગિ.-૨૮
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૮ : જૂનાગઢ અને ગિરનાર
રાજકુમાર કોલેજ, ટ્રેનિ કોલેજ, સંસકૃત પાઠશાળ', ગર્લ્સ સ્કૂલ, જનરલ લાઈબ્રેરી, ચેરિટેબલ હેસ્પિટલ, ઝંડુ ભટ દવાખાનું, કેમ્પ ગાર્ડન, હેર્સ રેઈસ કે ફં, એનેજ ફંડ વગેરે. .
રાજકેટ સિવાયઃ માણેકવાડા લિગવેટ લાઈબ્રેરી, હેબર્ટ હેપિટલ, બરડા ચેકી, માણેકવાડા દવાખાનું, વિટારિયા ગાર્ડન, મુંબઈ, નોર્થબુક ગાર્ડન, મુંબઈ.
જુદાં જુદાં ફંડ હેબર્ટ લાટુ ઍલરશિપ, કાઠિયાવાડ કેળવણીડ, ગુજરાતી ભાષાભંડોળ, ઓલ્ડ હિસ્ટોરિકલ રિસર્ચ ફંડ, ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશન ઈગ્લાંડ, લોડોર્થ બુક કલબ ફંડ, ફેમિન રિલિફ ફંડ, અફઘાન વેર ફંડ, પીલ મેમોરિયલ ફંડ, કર્નલ એન્ડરસન તથા કીટિ ગ્સના મિત્રોનું ફંડ, ગિબ્સ મેમોરિયલ ફંડ, ગવર્નર ફટઝછરાડનું માનપત્ર ફંડ વગેરે. - સાહિત્યઃ ઈગ્લિશ ગુજરાતી ડિક્ષનરી માટે, ડે. બજેસને ગિરનાર ; પાલિતાણાની એકિટવિટિઝનું પુસ્તક લખવા માટે. આ બધા ફંડમાં નવાબ મહાબતખાન બીજાના સમયમાં કુલ રૂપિયા ૧,૮૬,૯૭૯ જેટલી રકમ આપવામાં આવી. સૌરાષ્ટ્રની સંસ્થાઓને મદદ
આ રકમ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ તથા હેર કાર્યોમાં જૂનાગઢ રાયે રૂ. ,૫૪,૬ર નીચેની વિગત આપી.
આફ્રેિડ હાઈસ્કૂલનું મકાન રાજકેટ, કિંગ કેલેજ, રાજકોટ, ગર્લ્સ સ્કૂલ, રાજકોટ લાઈબ્રેરી, રાજકોટ સિવિલ સ્ટેશન રોડ, ભાદર ઉપર એન્ડરસન પુલ, ગાંડલ રિબડા રોડ, રાજકોટ વઢવાણ રેડ, ચોટા રેડ, કાઠિયાવાડના ધેરી માર્ગોનું ફંડ, રાજકેટ મુસાફરી બંગલે, રાજકોટને ગાર્ડન ગેઈટ, સોનપરીને ગાર્ડન ગેઈટ, રાજ કેટ તથા માણેકવાડાના રાજસ્થાનિક મકાને
વગેરે.
પ્રવાસ
મહાબતખાનજી તા. ૧-૧-૧૮૭૭ના રોજ દિલ્હી દરબારમાં ગયેલા
જૂનાગઢ રાજ્ય રાજ્યની બહાર જે જે સંસ્થાઓ કે વ્યક્તિઓને આર્થિક સહાય કરી છે તેની વિગતો સમયના વહન સાથે વિસ્મત થઈ ગઈ છે તેથી તેને અહીં સંક્ષિપ્તમાં સંગ્રહિત કરવામાં આવી છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ–ઉત્તરાધ : ૨૧૯
અને ત્યાંથી ભારતનાં જુદાં જુદાં નગરના પ્રવાસ કરે તે પ્રવાસમાં તેમની સાથે મેાટા રસાલા હતા. પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા માત્ર ૧૫ વર્ષની વયના હતા છતાં તેના પિતાની અવજી તેને સાથે રાખેલા. નવાબના રાજજ્યોતિષી કાશિનાથ કમળાકર જોશીને પણ સાથે લીધેલા. આ પ્રવાસ કરીને નવાબ પાછા ફર્યા ત્યારે પ્રજાજનાએ તેમનું ભવ્ય સન્માન કરેલુ..2
સુધારા
' :
F,
મધ્યકાલીન રાજતંત્રમાં રાજા, તેના પ્રદેશના અને પ્રજાના માલિક હતા. તેની મરજી એ જ કાયદા હતા અને તેના અંગત ખર્ચીનું ઉપાર્જન કરવાનું રાજ્ય એક સાધન હતું. તેમાં પ્રજાનાં સુખદુઃખની ક્રાઇને પડી જ ન હતી. નિર ંતર યુદ્ધો કરી એક બીજાને લૂટવાની, મારવાની કે તેની સ`પત્તિ સ્વાધીન કરવાની જ પ્રવૃત્તિ જારી રહેતી તેમાં સુધારાનો વિચાર પણ કાઈને આવેલા નહિ. પેશ્વા, ગાયકવાડ જૂનાગઢ અને અન્ય રાજ્યો તેમની ખડણી, પેશકશી, જમા કે જોરતલબી ગમે ત્યારે ગમે તેની પાસેથી ગમે તે રીતે બળાત્કારે વસૂલ લેતાં અને તે વસૂલાત સમયે કે અન્ય કારણસર થતાં યુદ્ધ પ્રસંગે ગામડાંમે ઉજજડ કરવામાં સેનાપતિએ અને રાજપતિએ ગર્વ લેતા. માત્ર રાજકર્તાને ખુશ રાખી પેાતાનું સ્થાન ટકાવી રાખવાની ખેવના દીવાના અને રાજપુરુષોને હતી અને તે પ્રવૃત્તિ અ ંતર્યંત ધમ, સમાજ કે રાષ્ટ્ર રાષ્ટ્ર પ્રત્યે તેમની કાંઈક પણ જવાબદારી છે તે વિચાર પણ ન હતા. પ્રજાને ન્યાય આપવાનું કે દેશને આબાદ કરવાનું કર્મને સૂઝેલુ' પણ નહિ. નંદનવન જેવા સેારને આ સમશેર શેખીત રાજપતિએ ઉજ્જડ કરી પ્રજાને પાયમાલ કરી પોતે પણ અ ંતે નિર્ધન અને નિળ થયા અને એક દિવસે ચુપચાપ વગર વિરાધે અને વગર અવાજે, બ્રિટિશ સત્તાને આધીન થયા.
બ્રિટિશ સત્તાએ તેમના મનસ્વી વન ઉપર અંકુશ મૂકયે, પરસ્પર યુદ્ધો બંધ કરાવ્યાં, જમા જોરતલખીની વસૂલાતના આંકડા નક્કી કર્યો અને તેની વસુલાતની જવાબદારી ।તે સ્વીકારી, રાજાનાં શસ્ત્રો તેમનાં
1 શ્રી કાશીનાથ જોશીને જમાદાર સાલેહ તથા ગેાલજી હા. દ્વારકાદાસ એવી સહીવાળા દીવાનના હુકમથી નવાબ સાથે જવા આજ્ઞા થયેલી. (મૂળપુત્ર શ્રી રા'ભુપ્રસાદ જોશી પાસે.)
2 આ પ્રસ`ગની છાપેલી પત્રિકા બહાર પડેલી તેમાં સર્વશ્રી ખલશાહમિયાં પીરઝાદા, હરિપ્રસાદ કલ્યાણરાય મજમુદાર, કરમચંદ કાહાનજી, આણુ દલાલ હિરદાસ તથા છેલા કર ઉમિયાશંકરની નગરના આગેવાના તરીકે સહી છે
Page #221
--------------------------------------------------------------------------
________________
રર૦ : જૂનાગઢ અને ગિરનાર
સીલેખાનાઓમાં શાંત કરી દીધાં. તે ઉપરાંત રાજાઓને દીવાને કે કારભારીઓ રાખવા વિષયમાં પણ એજન્સીએ સચેત રાખેલા. એજન્સીની પરવાનગી વગર દીવાન રાખી શકાતા નહિ અને કાઢી પણ શકાતા નહિ; પરિણામે શક્તિશાળી દીવાને આવ્યા અને સ્થિરતાપૂર્વક રહ્યા. એજન્સી અધિકારીઓએ તેમને વારંવાર આધુનિક પદ્ધતિએ રાજ્યતંત્રને મૂક્વા માટે સલાહ-સૂચના અને આદેશ આપી તેના કાર્યમાં રાજાને દખલ કરવાની વૃત્તિ ઉપર અંકુશ મૂકો.
નવાબ મહાબતખાન બીજાના સમયમાં, એજન્સીની આ નીતિ પૂર્ણ સ્વરૂપે અમલમાં આવી અને પરિણામે જૂનાગઢમાં મધ્યકાલના અંધારપટનું છેદન થઈ નૂતન યુગને પ્રકાશ પથરાયે. રાજને જેમ માત્ર જન્મની લાયકાત સિવાય અન્ય લાયકાતની આ યુગમાં જરૂર ન હતી તેમ દીવાને અને અધિકારીઓ માટે પણ રાજાની કૃપા સિવાય બીજી કેાઈ લાયકાતની જરૂર ન હતી. જે દીવાન રાજકર્તાની પ્રીતિ અને વિશ્વાસ સંપાદન કરી શક્યો હોય અને જે દીવાન રાજકર્તાને અંગત ખર્ચને પહોંચી વળવા પ્રજા પાસેથી વધારેમાં વધારે ધન ચૂસી શકતા હોય તે દીવાન કુશળ ગણાતા અને રાજકર્તાની કૃપા અન્ય પ્રત્યે સવિશેષ થતી કે દીવાન તેની ધારણા પ્રમાણે ઉપાજન ન કરી શકતા ત્યારે તરત જ તેને કારાવાસ, દેહાંતદંડ કે બરતરફીની બક્ષિસ મળતી. નવાબ મહાબતખાનના સમયમાં અનંતજી અમરચંદ વસાવડા, ગોકુલજી સંપત્તિરામ ઝાલા, વઝિર બહાઉદીનભાઈ, જમાદાર માલેહ બીન સાલમ હિન્દી, નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચ, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પ્રખર રાજપુરુષની દીર્ધદષ્ટિ, જ્ઞાન, અનુભવ ને પ્રજાહિતની ભાવના, અગ્રેજ અમલદારોનાં માર્ગદર્શન, ઉત્તેજન અને અંકુશના કારણે તેઓ રાજ્યમાં અનેક પ્રકારના ક્રાંતિકારી સુધારાઓ કરી શકયા અને રાજ્યતંત્રને જૂની ઘરેડમાંથી બહાર લઈ આવ્યા.
ઈ. સ. ૧૮૬૨માં નવાબે રાજમાતાથી સ્વતંત્રપણે રાજ્ય કરવા માંડયું. તેણે જૂના શિરસ્તા પ્રમાણે ઉના મહાલની ઊપજમાંથી એક પાઈ પણ ન વાપરતાં તેષાખાનામાં જમા રાખવાનું ધોરણ સ્વીકાર્યું પરિણામ જાહેર કામે માટે મોટી રકમની બચત થઈ શકી.
તે સિવાય, કર્નલ કટિંગ્સનાં સલાહ અને સુચનથી તેમજ દીવાન ગોકુલજી ઝાલાના પ્રયાસથી રાજયમાં “દીવાની રિસાલો' નામને સિવિલ પ્રેસિજર કોડ ફોજદારી ધાર' નામને પિનલ કોડ તથા જિદારી કામ ચલાવવાને ધાર’ નામને ક્રિમિનલ પ્રોસિજર કોડ બ્રિટિશ અદાલતમાં ચાલતા કાયદાઓ ઉપરથી થોડા ફેરફાર સાથે તૈયાર કરી દાખલ કરવામાં
Page #222
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ રર૧ આવ્યા; અદાલતની પણ સ્થાપના કરવામાં આવી. રેકર્ડની સાચવણી અને તારવણી માટે પણ નિયમો ઘડવામાં આવ્યા.
તે ઉપરાંત નીચેનાં ખાતાંઓ ઉઘાડવામાં આવ્યાં.
૧ હઝુર ર મુલ્કી દફતર ૩ તીજુરી ૪ ટપાલ ખાતું ૫ જેલ ખાતું ૬ પિોલીસ ખાતું 9 કેળવણ ખાતું ૮ હાઈસ્કૂલ ૮ ૯ લશ્કર ૧૦ તાપ ખાતું ૧૧ સુધરાઈ ૧૨ જંગલ ૧૩ વસૂલાતી દફતર ૧૪ આબકારી ખાતું ૧૫ નિમક ખાતું ૧૬ રજિસ્ટ્રેશન ખાતું ૧૭ રજવાડી દફતર ૧૮ રાજ પ્રકરણ દફતર ૧૯ ભાયાતી કટ ૨૦ છાપખાનું-ગેઝેટ,
એજન્સીની હકૂમત સૌરાષ્ટ્રમાં સ્થિર થઈ તેનાં પ્રારંભનાં વર્ષોમાં રાધે રાજ્ય અને ગામે ગામના સરહદી ઝઘડાઓ પંચ દ્વારા પતાવવામાં આવતા અથવા ભાટ ચારણે કે સાધુ ફકીરોનાં વચન કે સોગન ખાઈ ખવરાવી નક્કી થતા. આ પદ્ધતિ બંધ થઈ અને અદાલત અને કમિશનર દ્વારા આ ફેંસલાઓ પતાવવાને શિરસ્તા પાડવામાં આવ્યા.
રાયે જુદી જુદી વખતે પ્રજાની સગવડ અને સુવિધા માટે તેમજ રાજ્યની ગ્ય માર્ગે આવક વધારવા સુધારાઓ કર્યા. જકાત
ઈ. સ. ૧૮૬૪ના ઓગસ્ટ માસની ૧૧મી તારીખે રાજ્ય એક ઠરાવ બહાર પાડી ચલાઉ માલની જકાત કાઢી નાખી મુક્ત વ્યાપારને ઉરોજન આપ્યું. બંદર
યુરોપનાં અને એશિયાનાં બંદરેથી આવતી ટીમો વેરાવળમાં નગરતી થઈ ગઈ તેથી ત્યાંની બંદરી જકાત પ્રભાસપાટણના દેશ ઈઓ હસ્તક હતી તે હક્ક વગર વળતરે લઈ રાજ્ય બંદરી-તરી જકાતને વહીવટ હાથમાં લીધો. આવક વધી જતાં અને માલની હેરફેર પણ વધતાં બંદરને વિકાસ આવશ્યક બનતાં બ્રિટિશ સરકારના સમુદ્ર એન્જિનિયર મિ. બેલીઅલ સ્કેટની સેવાઓ ઉછીની લઈ, બંદરના વિકાસ માટેની યોજના તેની પાસે તૈયાર કરાવી. મિ. આટની યોજના પાછળ ચાર લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા પણ કમભાગ્યે તે સફળ થઈ નહિ અને “આ મેટી રકમ સમુદ્રના પાણીમાં તણાઈ ગઈ.'
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૨૨ : જૂનાગઢ અને ગિરનાર
તાર
- તારની લાઈન ધારાજી સુધી પડેલી. ત્યાંથી જૂનાગઢ રાજ્યે પેાતાને ખર્ચ જૂનાગઢ સુધી તારની લાઈન લીધી અને ધારાગઢ દરવાન પાસે તાર બંગલા કહેવાય છે ત્યાં આ સમયમાં પ્રથમ તાર આફ્રિસ થઈ.
રેલવે
આ સમયે હજી રેલવે લાઈન માત્ર ધારાજી સુધી જ આવેલી તેથી જૂનાગઢ સાથે ધારાજી દ્વારા રેલ્વેનું જોડાણ થાય તેવી ચેાજના તૈયાર કરી અને મિ. એ. ડબ્લ્યુ. ફેડે ધારાજી-જૂનાગઢ લાઈનની સર્વે પણ તૈયાર કરી. જો કે આ યોજના પાછળથી પડતી મૂકવામાં આવી પરંતુ તેના પૂર્વ કાર્ય તરીકે જૂનાગઢ—àારાજીના પાકા મા` બધાઈ ગયા.
જે
અત્યાર સુધી જેલ એક કેદખાનું હતું. તેને તુરંગ કહેતા. તેમાં અંધારી આરડીએ અને ભોંયરાં હતાં. કેદીઓને હાથકડી, ખેડી કે સાંકળામાં બાંધી પૂરતા અથવા હઢબેડીમાં નાખતા. કાચા કામના તથા પાકી સા ખાધેલા કૈદીમાને માથે પૂરતા. કાઈ રજિસ્ટરેશ રહેતાં નહિ કે જેલના કાઈ નિયમા હતા નહિ. બ્રિટિશ અમલદારાની સૂચના અનુસાર નવી જેલ બાંધી. કહેવાય છે કે સાલેહ હિન્દી જયારે શાહઝાદા બહાદરખાન સાથે ભારતના પ્રવાસે ગયેલા ત્યારે તેણે જોહારાની જેસ જોઈ તેના નકશા મેળવેલ અને તે ઉપરથી ૩૦૦ કેદીએ સમાય તેવી જેલ જૂનાગઢમાં બનાવી. ખાખી લસએફ સારડ નામના પુસ્તકમાં આ જેલના પ્લાન દીવાન રાવબહાદુર હરિદાસ વિહારીદાસે કર્યા હતા તેમ કહેવામાં આવ્યુ છે.
જંગલ
જંગલના કેટલાક વિસ્તારામાં ઈ. સ. ૧૮૭૬ માં ખેતી માટે જમીન ફાજલ પાડી ગામડાએ વસાવ્યાં અને ટપ્પાનું મુખ્ય મથક છેલા હતુ. તેને બદલે સારણુ રાખવામાં આવ્યુ’.
1 સાલેહ હિન્દીના ટેસ્ટિમેાનિયલ્સ.
2 સાસણને અર્થે ધણા લેખા ‘શાસન’ ઉપરથી ગુનેગારાને રાખવાનું સ્થળ એવા કરે છે પણ સાસણને રાજસ્થાની અને જૂની ગુજરાતીમાં અ ગામડુ થાય છે. ગીરમાં બધા નેસડા હતા તેથી જ્યાં દુકાને અજાર હોય તે ગામને સાસણ કહેતા.
Page #224
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૨૩
રાજસ્થાનિક કેટે
ભાયાતા અને ગિરાસિયાઓના રાજ્ય સામેની તકરારના નિવેડા માટે રાજસ્થાનિક કેર્ટ કે સભાની ઇ. સ ૧૮૬માં સ્થાપના કરવામાં આવી. તેમાં એક પ્રમુખ અને બે સદસ્યો હતા. આ કેટે અસ્તિત્વમાં આવતાં રજવાડી કેટ બંધ થઈ. રાજસ્થાનિક કેર્ટ ઈ. સ. ૧૮૯૯માં કાંઈ કામ ન રહેવાથી બંધ પડી પણ રાજ્ય રાજકરણ કોટ નામની કેટની સ્થાપના કરી.
'
ન્યાય માતા
બ્રિટિશ ધોરણે અદાલતની સ્થાપના કરવામાં આવી જૂનાગઢ તથા ઉનામાં ડિસ્ટ્રિકટ અને સેશન્સ અદાલતે અને જૂનાગઢમાં હઝુર અદાલત રાખવામાં આવી ત્યારથી “સર્વોપરી રાજયસભા' નામની એક ઉચ્ચ ન્યાય કેટે હતી તે બંધ કરવામાં આવી.
. . " ગેઝેટ
અત્યાર સુધી રાજ્યાશાઓની પ્રજાને કઈ માહિતી મળતી નહિ પરંતુ તેની જાણ જાહેર પ્રજાને થાય તે માટે ઈ. સ. ૧૮૮ ૬થી. દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢ નામનું ગેઝેટ બહાર પાડવાનું શરૂ થયું. આ ગેઝેટ નીતિપ્રકાશ પ્રેસમાં છપાતું. પ્રેસ
- આ પછી જૂનાગઢ સ્ટેટ પ્રેસની સ્થાપના કરવામાં આવી. જેણે મહર્ષિ દયાનંદ સરસ્વતી પાસે સત્યાર્થ પ્રકાશ અને અન્ય ગ્રંથનું અનુલેખન લીધું હતું તે પ્રભાસપાટણના સોમપુરા બ્રાહ્મણ પંડિત મહાદેવ જાગેશ્વર તેના ઉપરીપદે નિમાયા અને કલાપીના દરબારમાં પાછળથી કવિ તરીકે સ્થાન પામનાર શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝાએ તેની કારકિર્દીને પ્રારંભ આ પ્રેસમાં કર્યો. હાઈસ્કૂલ
ઈ. સ. ૧૮૭૮–૧૮૭૯માં જૂનાગઢની બહાદરખાનજી હાઈસ્કૂલની સ્થાપના થઈ. તેમાં તે વર્ષે ૧૪૪ વિદ્યાથીઓ હતા. ઈ. સ. ૧૮૮૦માં આ સંખ્યા ઘટીને ૯૦ની થઈ ગઈ. તેમાંથી મેટ્રિકની પરીક્ષા આપવા માત્ર ૬ વિદ્યાથીઓ
1 આ રાજ્યસભાના એક સભ્ય શ્રી ભગવાનલાલ મદનજી જોશીપુરા હતા.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૨૪ : જૂનાગઢ અને ગિરનાર
ગયા હતા. તેમાંથી ૩ પાસ થયા. આ હાઈસ્કૂલમાં માત્ર ૨ મુસ્લિમ વિદ્યાથી આ હતા.
ð. સ. ૧૮૮૧ના જૂન માસની ૧૪મી તારીખ અને મંગળવારે હાઇસ્કૂલના મકાનનું ઉદ્ઘાટન પોલિટિકલ એજન્ટ કર્નલ ખાનના હાથે થયું. આ મકાનમાં હાલ ગવર્ન્મે ટ ગલ્સ હાઈસ્કૂલ બેસે છે.
હોસ્પિટલ
ઈ. સ. ૧૮૦૦ના જુલાઈ માસની ૧લી તારીખે યુવરાજ બહાદુરખાનજીને હાથે પચડાટડીમાં કાનડગરવાળી હવેલીમાં ‘સારા પાયા' ઉપર એક દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,
તે પછી ઈ. સ. ૧૮૭૦ના ડિસેમ્બર માસની ૨૬મી તારીખે મુબઈના ગવનર સર સીમેશ્વર ફીટઝજીરાલ્ડને હાથે ‘હાસ્પિટ્ટના દવાખાનાના' પાયે નાખવામાં આવ્યા અને રૂ।. ૨૫,૦૦૦ના ખર્ચે ક્રાન્ટ્રાકટર ભવાન ડાયા દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન ઈ. સ. ૧૮૭૪ના માર્ચ માસની તારીખ ૮મી અને મગળવારે નિઝર બહાઉદ્દીનભાઈના હાથે થયું.
આ પ્રસ ંગે જ્ઞાન ગ્રાહક સભાએ શ્રી વલ્લભજી આચાય નું લખેલુ' સ`સ્કૃત અને શ્રી મણિભાઈ જશભાઈનું લખેલું અંગ્રેજી માનપત્ર સર સીમેારના તંબુમાં જઈ આપવા નિણૅય લેતાં તારીખ ૨૬-૧૨-૧૮૭૦ના રાજ સ`શ્રી ગાકુલજી ઝાલા, અમરજી આણંદજી કચ્છી, આચાય વલ્લભજી હરિદત્ત તથા શ્રી જાદવરાય વિઠ્ઠલજી ખૂચ જાતે જઈને આપી આવ્યા.
આ હોસ્પિટલના મુખ્ય ડેાકટર જાફરાબાદના વતની ડા. અમીદાસ મનજી એલ. એમ. હતા. પ્રથમ વર્ષ માં ૧૦,૯૭૬ દી એએ હાસ્પિટલના લાભ લીધે તથા ઈ. સ. ૧૮૭૪ સુધીમાં ૧૦૩૯ આપરેશના કરવામાં આવ્યાં.
પેટ
અત્યાર સુધી રાજની ટપાલ હુલકારા અને ખેપિયા દ્વારા મેકલવામાં આવતી. ઈ. સ. ૧૮૬૫માં આ પદ્ધતિ બુધ પાડી સૌરાષ્ટ્ર પોસ્ટ ખાતાની સ્થાપના કરવામાં આવી. સરકારી ટપાલ સાથે રૈયતી ટપાલ લાવવા લઈ જવાની સગવડ કરવામાં આવી તથા એક દારીના, ચાર આનાના તથા એક આનાના દરની 2` બહાર પાડવામાં આવી. ધારીના એક આના એક જુના પૈસા ભરાભર હતા.
Page #226
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-ઉત્તરાધ : ૨૨૫
ટકશાળ
જૂનાગઢ રાજ્યમાં ટંકશાળ નામનું ખાતું હતું. આ ટંકશાળ, ખાતું નાણાં તંત્ર સંભાળતું અને રાજ્યની વસૂલાતની રકમનું ભરણું પણ ત્યાં થતું અને લેાન વગેરે પણ ટંકશાળમાંથી અપાતી; તે ઉપરાંત ટંકશાળના એક વિભાગમાં કરીએ, અધી કારી તથા દેકડાઓ વગેરે છપાતાં ઈ. સ. ૧૮૭૬માં પ્રયોગ દાખલ સાનાની કારીએ પાડવામાં આવેલી પણ તે પ્રયોગ સફળ ન થતાં તે બંધ કરી. ટકશાળ દીવાન અમરજીના નિવાસસ્થાનમાં હતી તેમ સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ એફ જૂનાગઢમાં જણાવ્યું છે પણ ત્યાં રાકડ રકમના ખજાના રહેતે. દીવાનજીના મૃત્યુ પછી તે પણ અન્યત્ર ખસેડી લેવામાં આવેલ કારીની કીંમત વધતી ઘટતી રહેતી.
નગર આયેાજન
જૂના શહેરમાં નવાં મકાના બનાવવા તથા રસ્તા પહેાળા કવાનું આવશ્યક જણાતાં નગર વિકાસની એક ચેાજના બ્રિટિશ સર્વિસના સિવિલ એન્જિનિયર મિ. વાલ્ટર બ્લેકીને રાજ્યસેવામાં ખાલાવી તેના પાસે તૈયાર કરાવવામાં આવી.
જૂનાગઢના કિલ્લા બહાર પુષ્કળ જગ્યા પડતર હતી પણ ત્યાં લાક રહેવા જતા નહિ તેથી કાળવાના કાંઠાની અને તળાવ તરફની કિલ્લાની દીવાલેા તાડી તે પડતર જમીન અદર લઈ નગર વિસ્તાર વધારવામાં આવ્યા. આજના કિલ્લા અંદરના દક્ષિણ-પશ્ચિમ તરફના ભાગ ત્યારે અંદર લેવામાં આવ્યા.2 મકાન-મહાલય
મહાબતખાનજી ખીજા, સારાં અને આલીશાન મકાના બાંધવાના શોખીન હતા. ભારતના પ્રવાસ દરમ્યાન તેણે દિલ્હી, આગ્રા, જયપુર વગેરેના રાજમહેલા અને અન્ય મકાના જોઈ તેવાં મકાના જૂનાગઢમાં બાંધવા માટે વિચાયું. એમ પણુ લેાકવાયકા છે કે, નવાબની એક કૃપાપાત્ર તવાયફ્ ઉત્તર હિન્દુસ્તાનની
1 ખાખી લસ ઓફ સા૪--ઈ. સ ૧૯૮૨માં ઘેાડી સાનાની કારીઆ પાડી હોવાનું જણાય છે, ઇ. સ ૧૮૭૪માં ૩.૩/૪ કારીના એક રૂપિયા થતા. તેમાં ૧૧/૨ વાલ ચાંદી અને ૪૧/ર વાલ ત્રાંબું હતું.
2 વિગતા માટે જુએ પ્રકરણ પહેલુ. જૂ ગિ.-૨
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૨૬ : જૂનાગઢ અને ગિરનાર
હતી. તેણે તેને સુૌંદર અને વિશાળ મકાનો બાંધવા માટે પ્રત્સાહન અને મા દર્શન આપ્યું હતું.
નવાબે કચેરીના મહેલ અને આયના મહેલ બાંધ્યાં કળાના અનુપમ પ્રતીક જેવા આ સુંદર મહાલયમાં અંદર અને બહાર ઘણા રાખવામાં આવેલાં અને તેની પાસે દીકે રાખી રાશની કરવામાં આવતી. તે પછી ખાસી કચેરી બાંધી તેમાં વિવિધ પ્રકારનું વિદેશી ફ્રનિચર વસાવ્યું. નવાબે વંથળી દરવાજા પાસે હવેલી તથા કરાશખાનાનું મકાન પણ બંધાવ્યાં. વતમાન સિટી રાજમહેલ પણ તેણે બંધાવ્યો અને તે ઉપરાંત સરદારબાગના મહેલ અને સકરબાગ, માત્તીબાગ, પાઈબાગ, પરિતળાવ વગેરે પણ બાંધ્યાં ૐ વિકસાવ્યાં. તે ભાગામાં નવાબ મહાબતખાને ભારતના જુદા જુદા ભાગે માંથી કલમી અને તુમ્મી આંબાની કલમા કે ગાલા મગાવી તેમાં ચપાવ્યાં તથા હાલમાં જે કેસર કેરી કહેવાય છે તેનું તેણે સાલેમાઈની આમડી નામ આપી તેને પ્રચલિત કરી.
બુજારા રોાભાયમાન ન હેય તા રાજમહેલાની શાભા અપૂર્ણ જણાય તે વિચારે બજાર પહેાળી કરી. આજે સ`લચાક છે ત્યાં ચાંદની ચોક કહેવાતા ત્યાં મહાબત સર્કલ બનાવ્યું. ત્યાંથી દક્ષિણ તરફ દીવાન ચાક અને મહાબત સકલથી ઉત્તરે માંડવી ચેાક બનાવી તે ચેકથી વચ્ચેના માર્ગોની બન્ને બાજુએ એક જ ઘાટનાં અને સપ્રમાણ સુંદર મકાન બાંધી તેની નીચે દુકાનેા કાઢી વ્યાપારીઓને ભાડે આપી. આજ પણ આ સરકારી મકાનાની દુકાના વેપારીઓ પાસે ભાડે છે. બારામાં ગેસની ખત્તોએ મૂકી પ્રકાશ પાથરી તેને આકષ ક બનાવી. 1
1 સર્કલ ચાકનું ખાતમુર્હુત વિ.સ’. ૧૯૨૮ના વૈશાખ વદી ૫ તા. ૨૭-૫-૧૮૭૨ના રાજ પેાલિટિક્સ એજન્ટ મિ. એન્ડરસનના હાથે થયું, તેના પ્લાન એજન્સી એન્જિનિયર મિ. બ્લેકીએ કર્યો હતા. આ પ્રસંગે શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ ખૂંચે ભાષણ કરતાં કહ્યું હતું કે, આ સ્થળે મહેલ બનાવવા હતા પરંતુ હલકી કાપડની દુકાનેા તથા સુતારની • કોડ આ મહેલ અને રંગમહેલની વચમાં આવી જતી હતી તેથી શહેર સુધરાઇ તરફ્થી જમાદાર સાલેહ હિન્દીએ વિ. સ. ૧૯૨૬ના પાષ સુદી ૧૦ની તારીખથી જાહેર ખબર છપાવી ખારની હદ મુકરર કરી તે પ્રમાણે દક્ષિણે રૂપા જોશીની દુકાન, ઉત્તરે માટી બજાર તથા ગુજરીગર મહારાજની હવેલી, પૂર્વે નગારખાનું તથા પશ્ચિમે ખેાનખાનાની હ બાંધી. તે પછી વિ. સ’. ૧૯૨૭ના જેઠની ૧૭મી તારીખના જાહેરનામાથી ૧૫ દુકાને જે આશરે ૨૯૮૬ ફીટના વિસ્તારમાં હતી તે સુધારી લેવા અને ન સુધરે તેા રાજ્ય વધુ માટે જુએ પાનું ૨૨૭
Page #228
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૨૭
આ મકાને ઉપરાંત નવાબ મહાબતખાને, મોટા કેડાર, લાલ રસાલા, પીળા રસાલા, દફતરખાનું, હેસ્પિટલ, મહેમાનદારી, હાઈસ્કૂલ, અદાલત (હાલમાં પોસ્ટ ઓફિસ પાસે એકઝિકયુટિવ એન્જિનિયરની ઓફિસ છે તે), માંડવી, લાન્સર્સ, નવા ઉતારા, (શાહપુર દરવાજે હેડ કવાર્ટર છે ત્યાં), હમામ, ટંકશાળ પાયદળ વગેરે મકાને તથા ચાર મુસાફરખાનાં બંધાવ્યાં.
આ સિવાય બારા શહીદની મસ્જિદ સર્કલ પાછળની મસ્જિદ મુસાફરખાનાની મસિજદ વગેરે ધાર્મિક ઈમારતે પણ તેણે બાંધી. મૃત્યુ પછી શાશ્વાત આરામ માટે નવાબ મહાબતખાને જે જગ્યા મુકરર કરી હતી ત્યાં મકબરે બંધાય તે પહેલાં તે ગુજરી ગયા પણ તેમને ત્યાં જ દફન કર્યા, અને ત્યાં પાછળથી મહાબત મકબરા નામનું મકાન બંધાયું.
વેરાવળમાં બંદરને ધક્કો, ન ઉતારો, ભંડુરીની ધર્મશાળા પણ નવાબ મહાબતખાને બંધાવ્યાં અને વંથળી સુધી પાકે માર્ગ, લોલ નદી ઉપરને બાર્ટન બ્રિજ, સોનરખ ઉપર પુલ વગેરે કામો પણ તેના સમયમાં થયાં. રાજ્યતંત્ર - ઈ. સ. ૧૮૫રમાં નવાબ મહાબતખાનજી ગાદીએ બેઠા ત્યારે દીવાનપદે અનંતજી અમરચંદ વસાવડા હતા. તે પછી ડુંગરશી દેવશી દીવાન થયા અને તે પછી ઈ. સ. ૧૮૬૧માં કુલ સંપત્તિરામ ઝાલા દીવાનપદે આવ્યા. - ઈ. સ. ૧૮૬૨માં જમાદાર બહાઉદીનભાઈને વરજીપદ આપવામાં આવ્યું અને તે સાથે રાજકર્તા પાસે રહેવી જોઈએ તેવી અસાધારણ સત્તાઓ તેને આપવામાં આવી. જમાદાર સાલેહ હિન્દીને પણ વરિષ્ઠ સત્તાઓ સોંપવામાં આવી. તે સાથે એજન્સીની નોકરીમાંથી રાજ્યસેવામાં પ્રવેશેલા શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂથને પણ પણ ઊંચે હેદો આપવામાં આવ્યો અને આ ચારે અધિકારીઓ એક મત મેળવી કામ કરતા થયા. તે ઉપરથી ઈ સ. ૧૮૬૭માં પોલિટિકલ એજન્ટ કર્નલ કીટીજે નવાબને લખ્યું કે, “સર્વશ્રી
-
-
(અનુસંધાન ૨૨૬નું અધુરૂ).
સુધારી લેશે તેવી નેટિસ આપી. અને તે દુધને લઈ તેમાંથી ૨૪ દુકાને કરી તેમાંથી ૭ દુકાને સરકારે રાખી બાકીની ૧૭ રયાસત તથા રેચતના લોકોને આપી. તેને નવેસરથી બાંધવાનો ખર્ચ પણ ૨૪ ભાગે ફાળવી લેવામાં આવ્યો -સૌરાષ્ટ્ર દર્પણ, એક. ૧૮૭૨
. (જૂને અહેવાલ પુનઃ મુદ્રિત)
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૮ : જૂનાગઢ અને ગિરનાર
ગોકુલજી, બહાઉદ્દીનભાઈ સાલેહ હિન્દી અને નરસિંહપ્રસાદ રાજ્યના ચાર સ્થંભો છે અને જ્યાં સુધી તેઓ એક સંપથી કામ કરશે ત્યાં સુધી રાજ આબાદ રહેશે. , આ કાઉન્સિલને “સભા” નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૮૭૪માં તે સમયના પિોલિટિકલ એજન્ટ મિ ડબલ્યુ એન્ડરસને નવાબ મહાબતખાનને દીવાન ગોકુલજીને દૂર કરવા લખ્યું અને જ્યારે નવાબે આનાકાની કરી ત્યારે દબાણ શરૂ કર્યું. ગોકુલજી ઝાલાએ નવાબને એજન્સીની ખફગીમાંથી બચાવી લેવા પિતાનું રાજીનામું ધરી દીધું.
ગોકુલજી, તે કાલના સૌરાષ્ટ્રના રાજ્યોના દીવાનોમાં કદાય સર્વક રાજપુરુષ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા અને એજન્સી, જૂનાગઢ રાજ્ય ઉપર જે પ્રકારનું વર્ચસ્વ બેસાડવા માગતી હતી તેમાં અંતરાયરૂપ હતા તેથી જ તેને છૂટા કરવા એજન્સીએ નવાબને આગ્રહ કર્યો હતે. ગોકુલજીએ જૂનાગઢ રાજયમાં આધુનિક પદ્ધતિનું તંત્ર સ્થાપ્યું હતું અને તેણે રાજ્યમાં જે સુધારાઓ કર્યા હતા તેવા સુધારા એજન્સીની સીધી દેખરેખ નીચેનાં નાનાં રાજ્યો અને તાલુકાઓમાં કે અન્ય રાજ્યોમાં થઈ શકેલા નહિ. ગોકુલજીએ બુદ્ધિપૂર્વક અપાર શ્રમ લઈ, રાજકર્તા, તેના કૃપાપાત્ર અમીર અને અધિકારીઓને તથા અન્ય તને સમજવી, દૌય અને કુનેહથી આ દયેયને સિદ્ધ કરી, જૂનાગઢ રાજ્યને પ્રગતિશીલ અને આદર્શ રાજ્ય બનાવવાની દિશા તરફ પગલાં ભર્યા હતાં. દીવાને
ગોકુલજી ઝાલા છૂટા થતાં નવાબે જમાદાર સાલેહ હિન્દીને દીવાનપદે નિયુક્ત કર્યા, પરંતુ રાજ્યતંત્રમાં ગોકુલજીની ગેરહાજરી સ્પષ્ટ રીતે પ્રતીત થવા લાગી તેથી ઈ. સ. ૧૮૭૫માં નવાબે એક રાખ્યાજ્ઞા પ્રસિદ્ધ કરી, એક નવી કાઉન્સિલની રચના કરી. તે આજ્ઞામાં તેણે જણાવ્યું કે, “બહાઉદ્દીનભાઈ મારી પાસે રહે છે અને ફેરવણીખાતાને અધિકાર ભોગવે છે તેથી ખસીયત દગાહ ગોકુલજી ઝાલાની નીમણૂક રાજય કારોબારીના મેમ્બર તરીકે કરવામાં આવે છે. તેણે રેવન્યુ ખ તું, ઊપજખર્ચની દેખરેખ, મુલકી ખાતું તથા આબાદી ખાતા ઉપર ધ્યાન રાખવું. ઈજજત આસાર નરસિંહપ્રસાદ હરિપ્રસાદ ન્યાય ખાતું તથા જમાનાને છાજતાં દરેક કામ કરે અને જમાદાર સાલેહની બાજુમાં મદદગાર રહે.”. - આ ઠરાવ પ્રસિદ્ધ થયા પછી બે માસમાં જ જમાદાર સાલેહ હિન્દીએ
Page #230
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : રર દીવાનપદનું રાજીનામું આપ્યું. આ રાજીનામું નવાબે નામંજૂર કર્યું પણ તે સાથે જ ગે કુલજી ઝાલાની જોઇન્ટ દીવાન તરીકે નિમણૂક કરી. ઈ. સ. ૧૮૭૮માં સાલેહ હિન્દીએ ફરીથી રાજીનામું આપતાં, ગોકુલજી ઝાલા યુનઃ મુખ્ય દીવાનપદે નિમાયા. ઈ. સ. ૧૮૭૯માં તેઓ ગુજરી ગયા અને નવાબે જમાદાર સાલેહ હિન્દીને પુનઃ દીવાનપદ આપ્યું. તેઓ નવાબ મહાબતખાનના
ત્યુ ૫રત દીવા પદે રહ્યા. દીવાન ગેકુલજી ઝાલા
સુજ્ઞ વેદાંતી તરીકે વિદ્વાનોમાં જાણીતા થયેલા ખસુસીયત દસ્તગાહ રાવ બહાદુર દીવાન ગોકુલ સંપત્તિરામ ઝાલાને જન્મ વિ. સં. ૧૮૮૦ના અષાડ વદી ના જ બાબી વંશના સ્થાપક શેરખાનના દીવાન જગન્નાથ ઝાલાના ભાઈ રૂદ્રજી ઝાલાના પ્રપૌત્ર સંપત્તિરામ ઝાલાને ત્યાં થયો હતો. તેમની પંદર વર્ષની વય થઈ ત્યારે નવાબ હામદખાનના રહસ્ય સચિવ ભવાનીદાસ ઉર્ફે ભગુ મહેતાએ, નવાબને તેના ઉત્તરાધિકારી તરીકે ગોકુલજીને નીમવા તથા પિતાને નિવૃત્ત કરવા વિનંતી કરી. નવાબે આ વિનંતી માન્ય રાખી તેમને ભગુ મહેતા નીચે કામથી માહિતગાર થવા નીમ્યા. - નવાબ હામદખાનજીના મૃત્યુ પછી, નવાબ મહાબતખાન ગાદીએ આવ્યા, તે સગીર હોવાથી તેમને વિદ્યાભ્યાસ કરાવવા નિયુક્ત થયેલા શિક્ષક પ્રાણલાલ મથુરદાસ જ્યારે નવાબને શિક્ષણ આપે ત્યારે ગોકુલજીને ત્યાં બેસવાની ફરજ હતી. આ રીતે નવાબ વિદ્યાભ્યાસ કરે તેની પાસે બેસીને, સાંભળીને તેણે અંગ્રેજી અને ગણિતને આપ મેળે અભ્યાસ કર્યો. પ્રાણલાલ તેની મૂળ જગ્યાએ પાછા ફર્યા ત્યારે તેના સ્થાને સુરતના નાગર સોમનારાયણ નરનારાયણ નિમાયા. ગોકુલજી તેના પરિચયમાં આવતાં, તેમના આગ્રહથી તે બને મૌલવી મહમદઅલી પાસે ફારસી ભણ્યા. - ઈ. સ. ૧૮૬૧માં તેઓ દીવાન થયા. તેમણે તેમની પ્રતિભા, અતુલ શક્તિ અને દીર્ધદષ્ટિથી, રાજ્યને પ્રથમ કક્ષાનું તંત્ર આપ્યું. નવાબે તેના પૂર્વજને જે ખિતાબ હતો તે ખિતાબ ખસુસીયત દસ્તગાહ (અર્થાત રાજયને જમણે હાથ) તેને આ. બ્રિટિશ સરકારે તેમને ઈ. સ. ૧૮૭૭માં રાવ બહાદુરને ચંદ્રક આપ્યો અને તેમના અગાધ જ્ઞાન અને લેખન તેમજ વક્તવ્યથી વિદ્વાનમાં તે સુજ્ઞ વેદાંતી તરીકે આદર પામ્યા.
ઈ. સ. ૧૮૭૦માં મુંબઈના ગવર્નર સર એસ. ફેટસજીરાહે સમસ્ત સૌરાષ્ટ્રનાં રાજ્યોની એક પરિષદ મુંબઈ મુકામે બોલાવેલી તથા તેમાં રાજના
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૩૦ જાનાગઢ અને ગિરનાર ભાયાતની ફરિયાદ સાંભળી એજન્સી દરમ્યાનગીરી કરી શકે કે નહિ તે પ્રશ્નની ચર્ચા કરવામાં આવી. આ ચર્ચાને અંતે ગવર્નરે શ્રી ગોકુલજી ઝાલાનું વક્તવ્ય સાંભળી પુષ્કળ પ્રશંસા કરી કહ્યું કે, “તેઓ તેમની સાથેની મિટીંગથી ઘણા જ ખુશ થયા છે. તેની શક્તિ, જ્ઞાન, અનુભવ અને રાજનીતિ ઘણાં જ પ્રશંસા પાત્ર છે. ગવર્નરે વિશેષમાં એમ પણ કહેલું કે “તેણે ઉમેરવું જોઈએ કે તેમના પ્રવક્તા ગોકુલજી ઝાલાની કક્ષાની ચર્ચા વિચારણા કરનારા વિવાદકે તેમણે બહુ ઓછા જોયા છે.” - આ પ્રતિભાસંપન્ન વિદ્વાન અને વિચારક રાજપુરુષને ઈ. સ. ૧૮૭૮ના નવેમ્બર માસની ર૦મી તારીખે જૂનાગઢમાં દહન થયો. શ્રી નરસિંહપ્રસાદ બુચ
- આ સમયના રાજપુરુષોમાં શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બુચનું સ્થાન ઘણું જ ઊંચું અને આગળ પડતું છે. તેઓ માત્ર એક કુશળ વહીવટકર્તા જ નહિ પણ વિદ્વાન હતા અને વિદ્યાના પ્રચાર માટે પુષ્કળ પરિશ્રમ અને ધનવ્યય કરનારા એક વિરલ પુરુષ હતા.' - તેમના પૂર્વજ મહદેવ બૂથ જામનગરમાં રહેતા ત્યાંથી જૂનાગઢ આવેલા.
તેના પૌત્ર રામજી બુચે જુનાગઢમાં વ્યાપારની મોટી પેઢી સ્થાપી તથા કોડીનાર મહાલને ઇજારે રાખે. તેના પુત્ર અંબાશંકરના પુત્ર હરિપ્રસાદ શરાફી પેઢી
સ્થાપી અને તે સાથે એજન્સીના અંગ્રેજ અધિકારીઓના સંપર્કમાં આવતાં લીમડી રાજ્યના મેનેજર પદે નિયુક્ત થયા. તેમના પુત્ર નરસિંહપ્રસાદ તેને જન્મ તા. ૧૮-૧૨-૧૮૨૭ના રોજ થયો અને ઈ. સ. ૧૮૪૬માં તે પાટણ વહીવટદાર પદે નિમાયા. ઈસ. ૧૮૪૭માં તેની કાર્યક્ષમતા અને બુદ્ધિ શક્તિ જોઈ તેને નવાબે પિતાના રહસ્ય મંત્રી તરીકે નિમ્યા. ઈ. સ. ૧૮૪૯માં તેમણે પોરબંદર જૂનાગઢ રાજ્ય વચ્ચે ચાલતા આજક-મેખડી-માધુપુર કેસમાં સફળ રજૂઆત કરી, તેથી તેની નિમણુક ઈ સ. ૧૮૫૧માં રાજકોટ ખાતેના જૂનાગઢ રાજ્યના સ્ટેટ વકીલ તરીકે કરવામાં આવી. તેમની પ્રતિભા અને કાર્યદક્ષતાથી અંગ્રેજ અમલદારે પ્રભાવિત થયા અને રાજ્યની નોકરી છોડાવી એજન્સીમાં ઈ. સ. ૧૯૫૩માં આસિ. પિોલિટિકલ એજન્ટના શિરસ્તેદારની જગ્યાએ તેમની નિમણુક કરી ઈ. સ૧૮૫૭માં લીમડાના કાકર તથા રાજમાતા
1 શ્રી જીતેન્દ્રપ્રસાદ, શ્રી અમ્યુતપ્રસાદ તથા શ્રી કૌસ્તુભપ્રસાદના પિતામહ
Page #232
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૩૧
વચ્ચે વિવાદ થતાં નરસિંહપ્રસાદ એજન્સીના સંય સાથે લીમડી ગયા અને લીમડીને કબજે લીધે. તે જ વર્ષમાં ગોંડલના રાણીજી તથા કારભારી વચ્ચે વાંધો પડતાં એજન્સીએ તેમને ત્યાં મોકલ્યા અને ત્યાં પણ ગેઇલને કજો લઈ તકરાર અંકુશમાં લીધી.
એજન્સીની સેવામાં દશ વર્ષ રહી તેએ તા. ૧૬-૮-૧૮૬૩ ના રોજ નવાબના આગ્રહથી રાજીનામું આપી જૂનાગઢ આવ્યા અને તરત જ તેમને રાજય કાઉન્સીલમાં ખાસ સલાહકાર પદે નિમવામાં આવ્યા. તા. ૧૪-૧૧૧૮૭૩ ના રોજ તેમણે સરન્યાયાધીશ પદ સંભાળ્યું અને તે પછી હઝર કાઉન્સેલર થયા. તેમણે ઈ. સ. ૧૮૬૬માં જેતપુરનાં મજમુ ગામોને પ્રશ્ન તથા મૈયાઓના હક્કોને પ્રશ્ન કુનેહપૂર્વક અને સફળતાથી પાર પાડતાં નવાબે તેમને સમઢિયાળા ગામે ઈનામમાં આપ્યું. ઈ. સ. ૧૮૭૩ માં તેઓ નિવૃત્ત થયા. | શ્રી નરહપ્રસાદ ઈસ્ટ ઈન્ડિયા એસોસીએશનના સભ્ય હતા. તેમણે નરસિંહ પુસ્તક શાળા, નાગર નિરાશ્રિત ફંડ, નાગર નિશાળ વગેરે સંસ્થાઓ સ્થાપેલી. ઈ. સ. ૧૮૮૪માં મુંબઈ યુનિવર્સિટીને રૂપિયા ત્રણ હજાર આપી એક ઑલરશીપ પણ આપેલી. તેમણે ગિરનાર ઉપર ધર્મશાળા બંધાવી અને પિતાના ઘર પાસે ભૂતનાથ મહાદેવનું મંદિર બાંધ્યું. - નરસિંહ પુસ્તકાલય
શ્રી નરસિંહપ્રસાદ જયારે એજન્સીમાં સેવા આપતા ત્યારે તેના ઉપરી અધિકારી કર્નલ બાર સાથેના પરિચયને કારણે પુસ્તકાલય પ્રવૃત્તિ પ્રત્યે આકર્ષાયા અને તેમણે જૂનાગઢમાં એક પુસ્તકાલય સ્થાપવા માટે સંકલ્પ કરેલો. ત્યારે જૂનાગઢમાં રાજયનું પુસ્તકાલય ન હતું. શ્રી. નરસિંહપ્રસાદે ઈ. સ. ૧૮૭૧માં પોતાના ડેલામાં ૩૫૦૦ કેરીના ખર્ચે મકાન બંધાવી તેમાં ૧૦૦૦ કેરીનું નિચર તથા ૮૦૦૦ કેરીનાં પુસ્તકો વસાવી તા. ૧ર-૧-૧૮૭૧ ના રેજ સુજ્ઞ ગોકુલજી સંપતિરામ ઝાલાના હસ્તે તેનું ઉદ્દઘાટન કરાવ્યું. આ પ્રસંગે પાછળથી વડોદરા રાજયના દીવાન પદે પહોંચેલા શ્રી. મણિભાઈ જશભાઈ, શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, શ્રી રાજારામ બુચ વગેરે વક્તાઓએ આ પ્રવૃત્તિ અને પ્રયાસ માટે પ્રશંસાયુક્ત પ્રવચને કરેલાં. વેદમૂર્તિ શ્રી વલ્લભજી
1 પેરેટ ગેલેરી ઓફ વેસ્ટ ઇન્ડિયા-શ્રી આર. એ. જાલભાઇના આધારે 2 કવિ દલપતરામે નરસિંહપ્રસાદને તેના કાવ્યમાં સુંદર અંજલિ આપી છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૩૨ : જૂનાગઢ અને ગિરનાર હરિદત આચાર્ય વિદુરનીતિના કલેકે વાંચી સમજાવેલા અને શ્રી સુંદરજી મહેતાજીએ પ્રવાસ વર્ણન વાંચેલાં.
આ પુસ્તકાલયમાં, ઉદ્દઘાટન પ્રસંગે ૧૯૨ સંત, ૧૫૪ ગુજરાતી, ૧૭૪ અંગ્રેજી, મરાઠી, ફારસી વગેરે મળીને કુલ ૬૨૦ પુસ્તકે, વ્યાકરણ, વેદાંત, વેદ, ધર્મશાસ્ત્રો, આયુર્વેદ, કાવ્ય, નાટક, શબ્દકોશ, અલંકારશાસ્ત્ર આદિ -વિષયને લગતાં હતાં. આ ઉપરાંત શરીરશાસ્ત્ર, યેગાસને, યાંત્રિક ક્રિયાઓ વગેરેના ચાર્ટ હતા. આ પુસ્તકાલયને પ્રથમ વર્ષમાં ૬૪ વાચકોએ લાભ લીધેલ.
પુસ્તકાલયના ઉદ્દઘાટન પ્રસંગે શ્રી નરસિંહપ્રસાદે આ પુસ્તકાલયને વિકાસ થાય અને તેને ઉપયોગ વધારેને વધારે વાચકે કરતા રહે તેવી ઈચ્છા પ્રદર્શિત કરેલી. અને તે પ્રસંગે ઉપસ્થિત રહેલા સર્વશ્રી મણિભાઈ જશભાઈ, વલભજી હરિદત્ત આચાર્ય, ડે. અમીદાસ મનજી, કલ્યાણરાય માસ્તર, રેવાશંકર માસ્તર, સુંદરજી મહેતાજી, લલ્લુભાઈ મહેતાજી, અમરજી આણંદજી કચ્છી, વિજયશંકર, જીવાભાઈ, માધવરાય કીકાણ તથા રાજારામ બુચ તેમાં સહકાર આપે તેવી પણ ભાવના વ્યક્ત કરેલી. નગર નિશાળ
શ્રી નરસિંહપ્રસાદે નાગરે તેમનાં બાળકોને ઉચ્ચ કેળવણી માટે પ્રારંભિક ભૂમિકા તૈયાર થાય અને વિશિષ્ટ સંસ્કારનું બાળકોમાં સિંચન થાય તે માટે ઈ. સ. ૧૮૮૦માં એક નાગર નિશાળની સ્થાપના કરી. ઉદ્દઘાટન પ્રસંગે તેમાં ૪૮ બાળકેએ પ્રવેશ મેળવેલે. પ્રિન્સ ઓફ વેલ્સ
ગંભીર માંદગીમાંથી પ્રિન્સ ઓફ વેલસ એઠવર્ડ બચી જતાં નવાબે પ્રભુને પાઠ માનવા સર્વે ધર્મોના લેકે એ પિત પિતાના ધર્મ સ્થાનમાં પ્રાર્થનાસભા
જવા આજ્ઞા કરતાં તા ૪-૮-૧૮૭૨ના રોજ આવી પ્રાર્થનાઓ કરવામાં આવી. કુદરતી આફત - ઈ. સ. ૧૮૫૭ તથા ઈ. સ. ૧૮૬૧ એ બે વર્ષે દુકાળનાં હતાં ઈ. સ. ૧૮૬૯ના ઓકટોબરમાં પ્રથમ વખત તીડોનાં ટોળાંએ પુષ્કળ નુકસાન કર્યું. તે જ વર્ષે દીવાળીના ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પવનનાં તેફાને ઘણું નુકસાન કર્યું. જૂનાગઢ શહેરના ઘણુ ભામાં પાણી ફરી વળ્યું.
Page #234
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-ઉત્તરાર્ધ : ૨૩૩
ઈ. સ. ૧૮૭૧ના ડીસેમ્બરથી ઈ. સ. ૧૮૭૨ના માર્ચ સુધી રંગીલુ ખીલુ' નામના ભય ́કર રાગના પ્રદેાપથી અનેક મનુષ્યા મૃત્યુ પામ્યા.
ઇસ ૧૮૭૫માં અનાવૃષ્ટિ હોવાથી જાહેર પ્રાથના ચાજી દાન ખેરાત કરવામાં આવ્યાં.
ઈ. સ. ૧૮૭૭માં ચેાત્રીસા નામે જાણીતા થયેલા મહાદુકાળ પડયા અને તે અધૂરું હોય તેમ તીડા પણ આવ્યાં.
ઈ. સ. ૧૮૭૯માં જૂન માસની દરામી તારીખે ભૂક પ થયા અને તેમાં ઘણાં મનુષ્યા મૃત્યુ પામ્યાં અને મકાનો પડી ગયાં.
ઈ. સ. ૧૮૮૨માં અતિ પ્રકાશિત ભયપ્રદ ધૂમકેતુ દેખાયા.
નવાબ મહાબતખાનને માન
સાવ ભૌમ સત્તાએ નવાબ મહાબતખાનને ઈ. સ. ૧૮૭૧માં કે સી. એસ. આઈ. ના ચંદ્રક આપ્યા તથા જૂનાગઢના રાજકર્તાને ૧૧ તાપનું માન હતું તે બધારી ૧૩ તાપાનું અને નવાબને અંગત ૧૯ તાપાનું માન આપ્યું. તેમને જી. સી. આઈ ઈ.ના ચંદ્રક આપતાં તા. ૨૦-૧૧-૧૮૯ના રોજ રાજકોટમાં ગવર્નરે ખાસ દરબાર ભરેલા.2
1 તા. ૩૦-૮-૧૮૭૫ના રાજ આવી એક પ્રાર્થના સભા હાટકેશ્વરમાં યાાયેલી, તેમાં પ્રમુખ સ્થાનેથી શ્રી મણિશંકર કીકાણીએ ઉધન કર્યું. તે ઉપરાંત સર્વશ્રી પાડક ગેારાભાઇ રામજી, પ્રતાપરાય વસ'તરાય, શાસ્રી હરિદા વિરૂણારા કર, વલ્લભજી વિ હરિદ્વત્તા, શુકલ નર્મદાાકર ભુધરજી, જયા કર હરજીવન વારા, ઇશ્વરજી વિ. અમરજી, તુલાશ’કર વિ. વાશકર, પંડયા દુર્ગાશંકર મણિધર, આચાર્ય વિશ્વભર વિ. હિટ્ટા, લાશ કર રામજીએ પ્રવચનો કરેલાં. બ્રાહ્માએ ઉપમન્યુ કૃત શિવસ્તોત્રા, શ્રી ભાગવતની વેદસ્તુતિ તથા વેદ માચ્ચાર કરેલા.
તે જ વર્ષોંમાં તે પછી ભાદરવા વદ અમાસના રાજ ખીજી સભા થયેલી; તેમાં પણ સ શ્રી છેઠાલાલ વિ. જાદવરાય, વેણીશંકર ભવાનીશંકર, પ્રતાપરાય વસંતરાય તથા ગેારધનદાસ ઇંદ્રજીએ સ્વરચિત પ્રાર્થના કવિતા ગાઈ હતી. સભામાં ૧૦૦૦ કોરીનો ફાળા કરી તે રકમ શ્રી નરસિંહ મહેતા ચારામાં મરામત કામમાં વાપરી. બીજે દિવસે ચેડા વરસાદ આવ્યા–સૌરાષ્ટ્ર દર્પણ ાન્યુ. ૧૯૭૬,
2 નવાબ આ સમાર‘ભમાં ભાગ લેવા તા. ૧૩-૧૧-૧૮૯૦ના રોજ સ્પેશ્યલ ટ્રેનમાં રાજકાટ ગયેલા ત્યારે પણ શ્રી કાશીનાથ જોશીને સાથે રાખેલા.
8. 11-30
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૩૪ : જૂનાગઢ અને ગિરનાર
નવાબને વાઈસરેયે આમંંત્રણ આપતાં ઈ. સ. ૧૮૭૦, ૧૮૭૨, ૧૮૭૬ અને ૧૮૭૭માં દિલ્હી દરબારમાં હાજરી આપી.
બેગમા-સતાના
નવાબ મહાબતખાનનાં પ્રથમ લગ્ન રાધનપુર નવાબ જોરાવરખાનજીનાં કુંવરી કમાલ બખ્ત સાથે થયેલાં. તના કુંવર અમદખાન હતા. તે બનાવટી છે તેમ નવાબે જાહેર કરી સાબિતી આપતાં કમાલબતે તને સાથે લઈ રાધનપુર ચાલ્યાં ગયાં.
ખીજા લગ્ન જમાદાર બહાઉદ્દીનભાઈ શેખનાં બહેન લાડડી ખીખી સાથે થયેલાં. તેના કુંવર બહાદરખાન હતા.
ત્રીજા લગ્ન રાણપુરના બાબી સામતખાનનાં પુત્રી સરદારબખ્ત સાથે થયેલાં. તને કાંઈ સંતતિ હતી નહિ.
ચેાથાં લગ્ન જૂનાગઢના નુરજી સાથે થયેલાં. તેના કુંવર રસુલખાન હતા. પાંચમા લગ્ન જૂનાગઢનાં છેટીજી સાથે થયેલાં. તેના કુ`વર એદલખાન હતા. છઠ્ઠાં લગ્ન જૂનાગઢનાં નાનીજી સાથે થયેલાં. તેના કુંવરી તાજબખ્ત હતા. નવાબ મહાબતખાનનું મૃત્યુ
ઈ. સ. ૧૮૮૨ના સપ્ટેમ્બરની ૨૯મી તારીખે ૩૦ વર્ષ રાજ કરી ૪૫ વર્ષની વયે નવાબ મહાબતખાન ગુજરી ગયા.
જૂના યુગના અંતમાં અને નવાના પ્રારંભમાં સગીર વયે રાજપદ પ્રાપ્ત કરી આ નવાબે અંગ્રેજી શિક્ષણ લીધુ હતુ. અને અંગ્રેજ અધિકારીના સૌંપક માં આવી રાજકર્તાની ફરજો અને જવાબદારીએ શુ છે તે સમજી શ`લા. તેણે અનુભવી, પીઢ અને સનિષ્ઠ દીવાના દ્વારા રાજતંત્રને સુવ્યવસ્થિત અને આધુનિક પધ્ધતિસરનું કરવાના પ્રયત્નો કરેલા. નગર વિકાસ અને રાજ્યની આબાદી માટે આ દીવાનાએ કરેલા પ્રયત્નામાં હસ્તક્ષેપ કર્યાં નહિ અને પરિણામે જૂની મધ્યકાલિન પધ્ધતિએ ચાલતા રાજતંત્રનું આધુનિકરણ થયુ. અને રાજ્યની આવક, આબાદી અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ. નવાબ મહાબતખાને જૂનાગઢમાં સુ ંદર મકાના, સુરોાભિત રાજમાર્ગ, ઉદ્યાના બનાવી શહેરની શાભા વધારી અને તે સાથે કલા, સાહિત્ય, શિક્ષણ અને વ્યાપારને ઉત્તેજન આપ્યું.
બહાદૂરખાન ૩ જા
બહાદરખાનના જન્મ તા. ૨૨-૧-૧૮૫૬ ના રાજ થયા હતા. નવાખ મહાબતખાન ખીજાના મૃત્યુ પછી ઈ. સ. ૧૮૮૨માં તે માત્ર ૨૬ વર્ષની વયે
Page #236
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૩૫
જૂનાગઢના નવાબ થયા. તેમને રાજયાભિષેક પરંપરાગત ચાલતી આવતી પ્રથા અનુસાર રંગમહેલને ઉતર દરવાજે છે ત્યાંથી પૂર્વમાં સાત હવેલીને મકાન પાસે આમલીવાળા ઓટા ઉપર કરવામાં આવ્યું.
બહાદરખાને રાજ કેટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ગાદીએ આવ્યા પહેલાં ભારતને પ્રવાસ પણ કર્યો હતો. તેણે તેના પિતાની હયાતીમાં, પોલીસખાતું સંભાળેલું અને તેની પ્રવાસ દરમ્યાનની ગેરહાજરીમાં ઈ. સ. ૧૮૭૭માં રાજતંત્રની જવાબદારી પણ અદા કરેલી. ગાદીવારસને પ્રશ્ન
નવાબ મહાબતખાનના પ્રથમ બેગમ કમાલબૉના પુત્ર અહમદખાને; મહાબતખાનના મૃત્યુ પછી તરત જ જૂનાગઢની ગાદી ઉપર પિતાને દાવો રજૂ કર્યો. મમ નવાબની હયાતીમાં, અહમદખાન રાજપુત્ર નથી તેવો નિર્ણય બ્રિટિશ સરકારના સેક્રેટરી ઓફ સ્ટેટ તરફથી લેવાઈ ગયેલ હોવાથી તેને અંતિમ ગણી એજન્સીએ તે રદ કર્યો અને બહાઉદ્દીનભાઈનાં બહેન લાડડી બીબીના પુત્ર બહાદરખાનને નવાબ તરીકે સ્વીકૃતિ આપી. * ; , મૈયાઓનું રિસામણું
જૂનાગઢ રાજ્યના કેદ મહાલના કણેરી, શેરગઢ, અજાબ, તરસિંગડા વગેરે ગામોમાં વસતા મૈયા જાતિના ગીરાસદારો જૂનાગઢ રાજયની સ્થાપના પૂર્વના સમયથી તેઓ ગીરાસ ભોગવતા હેવા છતાં રાજ્ય તેમને ચાકરીયાતની નીચી કક્ષામાં ગણતાં ઈ. સ. ૧૮૭૭માં કેટલીક લેત્રીઓ લાગુ પાડી. મૈયાઓએ, રાજય સત્તાધીશોને કરેલી કેટલીક અરજીઓ નામંજૂર થઈ એટલે તેઓએ એજન્સીમાં અરજી કરી ન્યાય માગ્યો પણ ત્યાંથી પણ દાદ મળી નહિ. તેથી ઈ. સ. ૧૮૮૨ ના ડીસેમ્બર માસની ૨૭ મી તારીખે, તેઓ કેશોદ પાસે આવેલા કનડા ડુંગર ઉપર ધારણે બેઠા, આગેવાનોએ આખી જ્ઞાતિને ઘેર ઘેરથી એક એક પુરુષને મોકલવા આજ્ઞા કરતાં મોટી સંખ્યામાં મૈયાઓ એકત્ર થયા અને નિઃશસ્ત્ર થઈ સત્યાગ્રહીઓની રીતે શાંત અને મૂક ધારણું શરૂ કર્યું. તેઓ ર૯ દિવસો પયત સમાધાનની આશાએ અહીં બેઠા રહ્યા. તેમને કહેવામાં આવેલું કે રાજકોટથી બ્રિટિશ અમલદારે વિષ્ટિ લઈને આવે છે પણ કેઈ આવ્યું ,
1 પ્રથમ નવાબ બહાદરખાનને રાજ્યાભિષેક આ ઓટા ઉપર થયેલે, તેથી નવાબે ગાદીએ
બેસતાં પહેલાં તે સ્થળે બેસી અભિષેક કરાવતા.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૩૬ : જૂનાગઢ અને ગિરનાર
નહિ. ઈ. સ. ૧૮૮૩ ના જાન્યુઆરીની ૨૫ મી તારીખે, જૂનાગઢથી જમાદાર સુલેમાન ઉંમર તથા ચીસ્તી મકબુલમીયાં ફેઝદીનમીયાંની સરદારી નીચે રાજ્યની શબંદી આવી પહોંચી અને તેણે આ શાંત અને નિઃશસ્ત્ર મૈયાઓ ઉપર સશસ્ત્ર આક્રમણ કર્યું. સિપાઈઓની તલવારની ધાર નીચે અને તેમની બંદુમાંથી આડેધડ રૂટતી ગોળીઓને શિકાર થઈ ૮૫ મૈયાઓ સખત રીતે ઘવાયા જેમાંના ઘણાં પાછળથી મૃત્યુ પામ્યા અને ૧૧૦ મૈયાઓને શીબંદીના સરદારે પકડી, બાંધી, ઢસડીને માર મારતા જૂનાગઢ લઈ આવ્યા. મરાઈ ગયેલા મૈયાઓનાં શબેનાં માથાં કાપી ગાડીઓમાં ભરી જુનાગઢ લાવતા હતા પણ મેજર ઑાટે વચમાં પડી તેને પલાંસવા ગામ પાસે દટાવી દીધાં. આગેવાનો શબાને જૂનાગઢ લઈ આવે ઈન્કવેસ્ટ ભરી.
- આ ક્રર અને નિર્દય કતલમાં તરસીંગડાનો માત્ર ૧૨ વર્ષને મુખી તેના ઘરમાં પુખ્ત વયનું કેઈ ન હોવાથી આવેલે. તેની સાથે આવેલી તેની મોટી બહેને સિપાઈઓને, તેના ભાઈનું રક્ષણ કરવા આજીજી કરી ખોળો પાથર્યો પણ તેની વિનતી વ્યર્થ ગઈ અને તલવારનો ઘા કરતા સૈનિક આડે આ બહેને પિતાની કાયા ધરી દઈ ભાઈનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો. તેના ભાઈ ઉપર પણ ઘા થયે અને ભાઈને પ્રાણ પરવર્યો તે પહેલાં આ બહેનનું પ્રાણ પંખીડું ઊડી ગયું.'
આ હત્યાકાંડના સમાચારથી દેશભરમાં હાહાકાર મચી ગયે. મુંબઈનાં તત્કાલિન વર્તમાન પત્રો અને આગેવાનોએ આ પ્રશ્ન ઉપાડી લીધો અને મધ્યકાલિન રાજ્યોમાં થતે તે જુલમ બ્રિટિશ તંત્રના આશ્રયે નિર્ભય થયેલા જૂનાગઢ રાજ્યમાં થાય તેનું સમગ્ર ઉત્તરદાયિત્વ બ્રિટિશ સત્તાનું છે તે સૂર નીકળ્યો. પરિણામે સાર્વભૌમ સત્તાએ દીવાન સાલેહ હિન્દી, નાયબ દીવાન બાપ લાલ માણેકલાલને તથા પેલીસ ઉપરી જમાદાર સુલેમાન ઉંમરને રાજી નામા આપવા ફરજ પાડી. પ્રજાને અવાજ તેથી પણ શાંત થયો નહિ તેથી સરકારે, મિ. એસ. હેમીકના પ્રમુખપણ નીચે એક તપાસ પંચ નમ્યું. તેમાં વાંકાનેર રાજના મેનેજર શ્રી ચુનીલાલ સારાભાઈ હઝરત તથા ચૂડા કારભારી શ્રી રતીલાલ છોટાલાલ સભ્ય હતા. આ કમિશનરે મૈયાઓના હક્કો અને કક્ષાની તપાસ કરી એક નિવેદન રજૂ કર્યું, જે વિચારણામાં લઈ મુંબઈ સરકારે આજ્ઞા કરી કે મૈયાઓ ચાકરીયાત છવાઈદાર હતા. મૈયાઓએ આ નોકરીની
1 આ કરુણ પ્રસંગની સંપૂર્ણ વિગતો માટે જુઓ કનડાને કેર શં. હ. દેસાઈ
Page #238
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ = ૨૩૭
શર્તમાંથી મુક્ત થવા માગણી કરતાં, જૂનાગઢ રાજ્ય, સ્પેશિયલ દીવાન ખાનબહાદુર અરદેશર જમશેદજી તથા ખાનગી કારભારી શ્રી અમરજી આણંદજી કરછીની નિમણૂક કરી અને તેઓએ યાઓની અમુક જમીને રાજય દાખલ કરી તેમને ને કરીમાંથી માફી આપી
આ ભયંકર હત્યાકાંડની જવાબદારી નવાબની નથી અને તેને તેની માહિતી પણ ન હતી તેમ કહી સમગ્ર દેષ પિતાના શીરે દીવાન સાલેહ હિન્દીએ લઈ લીધો છતાં રાજ્યનું ઉજવલ નામ અને નવાબ બહાદરખાનની શરૂ થતી કારકીદ કલંકિત થયાં. સાલેહ બીન સાલમ હિન્દી
જામનગર રાજ્યના જેડીયા ગામેથી ઈ. સ. ૧૮૩૯માં ૧૮ વર્ષની વયે કરી શોધવા આવેલા આ આરબ યુવાને તેની બુદ્ધિ, શક્તિ, નીતિ અને વફાદારીથી ભાગ્ય બળે આગળ વધી જૂનાગઢના દીવાનનું પદ પ્રાપ્ત કર્યું તેણે નવાબ મહાબતખાન બીજાને જાન અને માન બચાવી તેની કૃપા સંપાદન કરી અને વાઘેરોના બહારવટાં પ્રસંગે રાજની શબંદીને ઉપરી તરીકે, કૌશલ્ય અને વીરતાથી અંગ્રેજ લશ્કરી અમલદારોની પણ પ્રશંસા મેળવી. તે લગભગ નિરક્ષર હોવા છતાં, હૈયા ઉકલત અને કુદરતી સમજથી રાજતંત્રમાં પણ તેણે એક કુશળ વહીવટકર્તા તરીકે પ્રતિષ્ઠા અને નામના મેળવ્યાં. બ્રિટિશ સરકારે તેને ઈ. સ. ૧૮૭૭માં ખાનબહાદુરને અને ઈ. સ. ૧૮૭૮માં સી. આઈ ઈ. ના ચંદ્રક આપ્યા. નવાબે તેને હાંડલા અને વાંદરવડ નામનાં ગામો ઈનામમાં આપ્યાં.
જમાદાર સાલેહ હિન્દી, સાલેભાઈના નામે જાણીતા થયા હતા. તેમના આગલા દિવસોમાં પ્રભાસપાટણના સોમપુરા બ્રાહ્મણ કરશનજી જાની નીચે તેણે નોકરી કરેલી તથા મામલભાઈ ઉફે જશવંતરાય વસાવડા તેની સાથે નોકરીમાં હતા તેમને તે દીવાનપદે પહોંચ્યા પછી પણ જે રીતે તેઓ પૂર્વજીવનમાં વર્તાવ કરતા તે જ માન અને પ્રેમ ભર્યો વર્તાવ કરતા. મામલભાઈ તો સાલેહ હિન્દી દીવાનપદે આવ્યા પછી તેના પર વિશ્વાસુ મિત્ર અને સલાહકાર હતા. તેઓ વાસ્તવિક દીવાન હતા અને આજે પણ ઘણે સ્થળે “સાલેહ બીન સાલમ હિન્દીની સહી દ. મામલ' વાંચવામાં આવે છે. - સાલેહ હિન્દી ગંભીર, નિષ્પક્ષપાતી અને સ્વભાવની સમતુલા જાળવી
1 તેના પૌત્ર આજ પણ જુનાગઢમાં વિદ્યમાન છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૮ : જૂનાગઢ અને ગિરનાર
શકે એવા મુત્સદી અને મહારથી હતા. જૂનાગઢના નગર વિકાસ અને આ જનને યશ તેમને ફાળે જાય છે. નવા યુગના પ્રારંભમાં તેમણે જૂના વિચારોથી પર જઈ, ધાર્મિક સહિષ્ણુતા, શિક્ષણ પ્રેમ, ન્યાયવૃત્તિ વગેરે ગુણે કેળવી એક તંદુરસ્ત પ્રણાલિકા પાડી.
સાલેહ હિન્દી ઈ. સ. ૧૮૮૭ના ફેબ્રુઆરીની ર૪મી તારીખે ગુજરી ગયા. કાદુ મકરાણી
પ્રભાસપાટણમાં નવાબ નામનો મકરાણી રહે . તેને જૂનાગઢના નવાબ હામેદખાન પહેલાએ પાટણ તાલુકાનું ઈણજ ગામ ઈનામમાં આપેલું. ઈ. સ. ૧૮૨૪ લગભગ મકરાણના મંદ જિલ્લાને વલીદદ નામને મકરાણી પ્રભાસપાટણ આવ્યા અને નવાબના પુત્ર મહમદના પુત્ર ઈસ્માઈલ જમાદારના કારખાના એટલે થાણામાં નોકરીએ રહ્યો. ઈજ ઉજજડ પડેલું અને વસતી રહેવા આવતી નહિ તેથી ઈસ્માઈલે માળીયા હાટીના)ના મકરાણી દસ્તમહમદના પુત્ર મધીયાનને ઈજ ગામે પસાયતા તરીકે રાખ્યું. પણ તેણે કઈ “ફિતુર કરવાથી તેને દૂર કરી ત્યાં વલીદાદને એક સાંતી જમીનનું પળત આપી પસાયતા તરીકે રાખે.
વલીદાદ તેની મરદાનગીથી આ પ્રદેશમાં મશર થઈ ગયો અને તેણે ઈ. સ. ૧૮૪૬માં માંગરોળના શેખને ગઢ લૂંટી ભાગેલા શકર જમાદારની ટાળીને પીછે પકડી પેટલાદની બજારમાં ધીંગાણું કરી તેને ઠાર માર્યો. દરમ્યાનમાં મધીયાને, ઇણાજમાં તેને ભાગ છે એવો દાવો કર્યો અને તેને દાદ મળી નહિ ત્યારે તે બહારવટે ચડ્યો. વલીદાદે તેને પણ મારી નાખે. આ વીરતાથી પ્રસન્ન થઈ ઈસ્માઈલ જમાદાર, જૂનાગઢ રાજ્યની પરવાનગી લઈ તેને ઈણજ ગામમાં એથે ભાગ આપ્યો.
વલીદાદ સાથે ઈસ્માઈલ જમાદારે તેની બહેનનાં લગ્ન કરી આપ્યાં અને તે ઈણાજમાં સ્થિર થયા. તે પછી તેણે મકરાણમાંથી તેના ભાઈ ઉંમર, નુરમહમદ તથા ઓમાનને લાવ્યા. નુરમહમદને અમરાપુર થાણે પસાયતું મળ્યું અને ઓસ્માન, સનવાવ થાળે રહ્યો, ઉંમર પ્રભાસપાટણમાં વલીદાદ સાથે રહ્યો.
- ઈસ્માઈલ જમાદારની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી તેથી વલીદાદે ઈશુજને બાકીને ભાગ, મોટી રકમો ધીરી તેની પાસેથી લખાવી લીધે, અને ઈશુજ અંગત કરી લીધું.
વલીદાભે ફતેહ મહમદ નામને એક જ પુત્ર હતા અને ત્રણ પુત્રીઓ
Page #240
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૩૯
હતી. તેમાં એક પુત્રીની પુત્રી બેગમ, વલીદાદના ભાઈ નુરમહમદના પુત્ર કદરબક્ષને પરણાવેલી. નુરમહમદ અમરાપુર થાણે રહેતા. તેને દશ માણસના કારખાના સાથે એક સાંતીની જમીન મળેલી, તેથી કાદરબક્ષ તથા તેને ભાઈ અબુબકર ત્યાં રહી સરકારી નોકરી કરતા તથા આવ્યા ગયા પ્રભાસપાટણ રહેતા. સિંહનાં બચ્ચાંઓ પકડી નુરમહમદે નવાબને નજર કરતાં તેને એક સાંતીને ચાલીશ વીઘા વિશેષ જમીન ઈનામમાં મળેલી.
જમાદાર ઉંમરનું કારખાનું કેડીનારમાં હતું પણ તે પ્રદેશ ઉપરથી નવાબની હકુમત ઊડી જતાં, તે બંધ પડયું અને તેથી તેના પુત્રો અલીમહમદ અને વલીમહમદ પ્રભાસપાટણમાં રહેવા આવ્યા અને ઈજને વહીવટ કરવા લાગ્યા. ધીમે ધીમે તેઓ એટલા બળવાન થઈ ગયા કે ઇણાજના મૂળ માલિકે, જમાદાર ઈસ્માઈલના પુત્ર અબ્દલા વગેરેના હક્કોને ઈન્કાર કર્યો, તેથી અબ્દલાએ તેમને ઈણાજમાંથી દૂર કરવા જુનાગઢ રાજય સરકારની સહાય માગી.
તે ઉપરથી ઈ. સ. ૧૮૭૭માં દીવાન ગોકુલજીએ, પ્રભાસ પાટણ વહીવટદાર ઉનાના શ્રી ગોકળદાસ તાપીદાસ દ્વારા ઇણાજ ઉપર જપતી મૂકી તેને વહીવટ પ્રભાસપાટણના દેશાઈ વલભજી મોરારજીને સેવ્યો. ગામની ખાલાવાડ તૈયાર થઈ અને વલ્લભજી દેશાઈ ખળાં ભરવા ગયા એ સમયે અલીમહમદ તથા વલીમહમદે “તૂફાન કરી” ખળાં ભરવા દીધાં નહિ અને હવાલદાર એભા રબારીને બંદુક બતાવી બહાર કાઢી મૂકો. પ્રતિવર્ષ તેઓ સરકારના હુકમોને અનાદર કરતા રહ્યા. ઈ. સ. ૧૮૮૧માં વસતી ગણત્રીના અને વિરોધ કર્યો અને ઈ. સ. ૧૮૮૩માં વહીવટદારને ઈણાજમાં પ્રવેશ પણ કરવા દીધે નહિ.
આ કૃત્ય સામે સરકાર સખત પગલાં લેશે એવી આ ભાઈઓને બીક લાગતાં તેમણે સોળ મણ જેટલો દારૂ અને છ મણ જેટલું સીસું એકત્ર કરી સરકાર સામે લડવા તૈયારી કરી. તેઓનું કૃત્ય ગેરકાયદેસરનું હોવા છતાં, સરકારે સમાધાન માટે શકય એટલા પ્રયત્ન કર્યો પણ તે બધા વ્યર્થ ગયા ત્યારે દીવાન હરિદાસ વિહારીદાસે વેરાવળના મુસદ્દી શ્રી અંબારામ સુંદરજી છાયાને શીબંદી લઈ જઈ ઈશુજનો કબજો લેવા તથા મકરાણી ભાઈઓને પરહેજ કરવા હુકમ કર્યો.
1 માજી પોલીસ કમિશ્નર શ્રી ધીરૂભાઈ છાયાના પિતાશ્રી.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૪૦ : જૂનાગઢ અને ગિરનાર
ઈ. સ. ૧૮૮૪ના ઓગસ્ટ માસની ૪થી તારીખે, રાજ્યના મિલિટરી સલાહકાર મેજર ઓટને મુકામ ભીડીયા મહાદેવ પાસે પ્રભાસપાટણમાં પડેલે તેને સાથે લઈ શ્રી અંબારામ છાયા, ૬૦ સવાર અને પાયદળ લઈ ઈશુજ ઉપર ચડયા. તેમણે બે તે પણ બળદ જોડાવી સાથે લીધી. મકરાણીઓની ફારસી ભાષા, તેમના રિવાજો અને તેમની પદ્ધતિથી પૂરેપૂરા પરિચિત તેમજ તે સહુને વ્યક્તિગત ઓળખતા તેમજ બંદુકબાજી, શરીરબલ, વિદ્વતા, વાજૂ ચાતુર્યથી પ્રસિદ્ધ થયેલા પ્રભાસપાટણના યુવાન દેશાઈ હરપ્રસાદ ઉદયશંકર કે, જે તે સમયે ન્યાયખાતામાં પ્રોબેશનર હતા તેમને પણ સાથે રહેવા બેલાવવામાં આવ્યા.
નવાબનું સૈન્ય. ઇણાજ ઉપર પહોંચ્યું ત્યારે અંતિમ વિષ્ટિ કરવા હરપ્રસાદે સૂચન કર્યું. આ સૂચન સ્વીકારી મેજર એ, એજન્સી દફેદાર જમાદાર મહમદ જંગીને તથા દીલમુરાદને વલીમહમદ તથા અલીમહમદને સમજાવવા માટે જવા હુકમ આપ્યો. આ પ્રયાસ નિષ્ફળ ગયા અને વિશેષ વિચાર કરવામાં આવે તે પહેલાં, ઇણાજ ગામ ફરતા ચણી લીધેલા માટીના કેટની એથે રહી, મકરાણીઓએ ગોળીબાર શરૂ કર્યો. આ ઉપરથી અંબારામ છાયાએ હુમલે કરવા આજ્ઞા કરી. નાયબ હાશમખાં શુજતખાં નામના તાપખાનાના અધિકારીએ તાપ દાગી માટીના કેટ ઉપર ગોળાઓ છેડયા અને બંદુકદારોએ ગોળીબાર શરૂ કર્યો. મેજર કે ટ, અંબારામ છાયા તથા હરપ્રસાદ દેશાઈએ જુદી જુદી દિશાએથી માર્ગદર્શન આપ્યું. ઘેડા જ કલાકેમાં સંખ્યાબળ અને શસ્ત્રબળ આગળ મરણએ મહાત થયા. અલીમહમદ તથા તેને પુત્ર વજીરમહમદ તથા વલીમહમદ ભરાઈ ગયા. અલીમહમદનો બીજો પુત્ર અબ્દરેમાન, જમાદાર ઓસ્માનના ભાઈ સાબીરના પુત્ર સાબદાદના પુત્ર ગુલમહમદ પકડાઈ ગયા. રાજ્ય પક્ષે, પ્રભાસપાટણના ચિસ્તી બડામીયાં ફઝદીનમાં મરણ તેના માથા બદલ રાજયે તેના વારસોને ગલીયાવાડ ગામ ઈનામમાં આપ્યું.
ધીંગાણ પૂર્વે, અલીમહમદ તથા વલીમહમદે, નમાઝ પઢી કેસરીયાં કર્યા. ગામની પ્રજાની માફામાફી કરી તેમને ગામ છોડી જવા વિનંતી કરી ત્યારે કરસન ગામોટ નામને બ્રાહ્મણ, હરિજન બે તથા કીસો અને લુહાણ બાઈ ફૂલી ડોસીએ આફતને સમયે જન્મભૂમિ ત્યાગવા કરતાં તેની માટીમાં મળવાનું પસંદ કરી ઊડતી ગોળીઓ સામે ઊભા રહી મૃત્યુને ભેટયાં.
આ ધીંગાણું વખતે અલીમહમદના કાકા નુરમામદને પુત્ર કાદરબસ હાજર ન હતું. તેને જ્યારે ખબર પડી કે અલીમહમદ-વલીમહમદના કુટુંબની
Page #242
--------------------------------------------------------------------------
________________
ખાખી વ‘શ-ઉત્તરાધ : ૨૪૧
મકરાણુ નાસી જતાં હતાં ત્યાં ક્રમેક્રમ પાછળ પડી તેને પ્રભાસપાટણ આવ્યા અને જુલમ સામે હું સવારથી કરવા આવ્યા છું. દેશાઈ
આ
સ્ત્રીઓ તથા બાળ દીવના માર્ગેથી તે રાજ્ય પેાલીસે પકડી લીધાં છે ત્યારે તે પ્રાંસલીથી છાડાવવા ગયા પણ ઘણા મેાડા પડયા. તે ત્યાંથી રાત્રે દેશાઈ હરપ્રસાદ ઉદયશંકરને મળી કહ્યું કે રાજ્ય સામે બહારવટે ચડુ' છું, તેથી અલ્લાબેલી હરપ્રસાદ, પ્રભાસપાટણ મહેસામાં કાદરબક્ષના સહાધ્ય!યી હતા. બન્ને ફ્રારસી ભાષામાં પરસ્પર વાર્તાલાપ કરતા. કુસ્તી. બંદુકભાજી, પજાબાજીમાં બન્ને એક બીજાના પ્રતિસ્પર્ધી આ હતા અને કાદરબક્ષ પ્રભાસપાટણમાં હાય ત્યારે બહુધા તેની પાસે જ રહેતા. તેથી તેણે કહ્યું કે હરડે ખા ફૌલાદ ભાડુ પંજા ક, સાયેદે સીમીને ખુદરા ર્જે કદ' ચાંદીના કાંડાવાળા, પોલાદના કાંડાવાળા સાથે પ‘જો મેળવે તા પેાતાનું જ માંડુ ખેડવે એ ન્યાયે તમે રાજ્ય સામે પહેાંચી નહિ શકે! અને પાયમાલ થઈ જશેા. આખી રાત્રી ચર્ચા વિચારણા થતી રહી. અંતે ક!દરબક્ષે કહ્યું કે જો કાલે બહારવટે નહિ ચડું તેા રૂબરૂ આવીશ, ન આવું તા માનો કે ગઈ કાલના નવાબના નિમકહલાલ નાકર કાદરભક્ષ આજથી તેના ભયંકર બહારવટીએ છે.' હરપ્રસાદે ત્યારે ઉત્તર આપ્યા ૐ ‘ખુદા તમને સન્મતિ આપે. પણ જો તમે બહારવટે ચડશે! અને મને હુકમ થયે હું સામે ચડીશ અને મુકાબલા થાય તેમાં નિમકની શતે મારી બંદુક તમારી છાતીનું નિશાન લે કે તમારી ગાળી મારી છાતીમાં પડે તે આપણે માઠું ન લગાડવું જોઈએ, તે યાદ રાખી લેવું જરૂરી છે.' કાદરબક્ષ, હાથ મેળવી ખુદાહાફીઝ કરી અંધારામાં ઊતરી ગયેા.
ઈ. સ. ૧૮૮૫ના પ્રારભમાં કાદરશ્ને પ્રભાસપાટણ તાબાના બીજ ગામે નવાખી રિસાલાના જમાદા૨ા ખીરખાન તથા હુસેનમીયાંને ઠાર મારી બહારવટાના આર`ભ કર્યો.
કાદરખક્ષનું સક્ષિપ્ત નામ કાદું હતું તેથી આ બહારવટુ કાદુના બહારવટા તરીકે મશહૂર થયું. તેની ટાળીમાં તેના ભાઈ અણુભાર, ભાણેજો અલાદાદ અને દીનમહમદ, શેરમહમદ, હાજી વિલાયતી અને વસુ વિલાયતી ભળ્યા અને આ ટાળીએ બહારવટુ' ખેડયુ..
અલીમહમદના નેવીએ પીરમહમદ તથા લશ્કરાનને, રાજ્યે મનામણુ કરવા માકલ્યા પણ કાદુએ શત મૂકી કે ઈણાજ પાછું સેપે તથા મકરાણી સ્ત્રીઓ, પુરુષા તથા બાળકાને કેદમાંથી મુક્ત કરે અને રાજ્ય વચન પાળે તે જૂ. ગિ.-૩૧
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૪ર : જૂનાગઢ અને ગિરનાર
માટે જમાદાર અબ્દલા મુબારક જામીન થાય. રાજયને આ શર્તા સ્વીકાર્ય ન
હતી...
* કાના કુટુંબીઓ જૂનાગઢમાં મકરાણી નજરમહમદના મકાનમાં કેદ હતાં ત્યાંથી તેને કોઇએ નસાડી મૂક્યાં. તેને પકડવા પાછળ પડેલા સરકારી સવારોને કાદુએ ઠાર માર્યા.
ગામે ગામ ભાંગતી અને માર્ગોમાં જતા આવતા પ્રવાસીઓને લૂંટી તેના નાક, કાન કાપી લેતી આ ટોળીને ત્રાસ એટલો વ્યાપક થયો કે માર્ગો ઉપર વટેમાર્ગુઓ જતા આવતા બંધ થઈ ગયા. ગામડાંઓ ઉજજડ દેખાવા લાગ્યાં અને ખેડૂતોએ પીતોલ કરવાનું બંધ કર્યું. લગ્ન અને ઉત્સવો પણ બંધ થઈ ગયા પણ આ બધે જુલમ કાદુને પસંદ ન હતો. તેણે જેલમાં, હરપ્રસાદ દેશાઈ પાસે કબૂલ કરેલું તેમ જે પ્રજા સાથે પોતે જીવ્યો અને મોટો થયે તને વિના કારણે ત્રાસ આપવાથી તેને પિતાને બહુ દુઃખ થતું, પણ બહારવટું અધવચ મૂકાય નહિ તે અરસામાં વેરાવળ, પાટણ વચ્ચે સમુદ્ર તીરે પિલિટિકલ એજન્ટ મેજર સ્કેટ અને અમરેલીના આસિ. રેસીડેન્ટ મેજર જેકસન નાતાલની રજાઓ ગાળવા કેમ્પ નાખીને પડેલા. તેઓને મળી સમાધાન કરાવવા કાદુએ એક હિમ્મત ભર્યો પ્રયાસ કર્યો. તેણે પ્રભાસપાટણ-વેરાવળના ધોરી , માર્ગ ઉપર હાજી મંગરાળી શાહ પીરની જગ્યા પાસે ઊભા રહી, આ સાહેબ, ઘેડાગાડીમાં ફરવા નીકળે ત્યારે તેને આંતરી લેવા વિચાર્યું. કમ ભાગ્યે તે દિવસે મેજર જેકસન એકલે જ ફરવા નીકળ્યો. તેને કાદુએ રોકી દીધો. કાદની વાત સાંભળી તેણે કહ્યું કે પોતે તે મહેમાન છે પણ કાદુને સંદેશો તે કર્નલ વેસ્ટને પહેચાડી દેશે. કાદુએ જવાબની માગણી કરતાં તેણે નિયત સ્થાને બીજે દિવસે જવાબ આપવાનું વચન આપ્યું અને આ મર્દ અને એક્વચની અંગ્રેજ વગર શસ્ત્ર, નિયત સમયે અને સ્થાને બહારવટીયાને મળી કહી આવ્યા કે, કર્નલ વેસ્ટ, કાદુનું સમાધાન કરાવી નહિ આપે.
કાદુને જેર કરવામાં જૂનાગઢ રાજયના સત્તાવાળાઓ નિષ્ફળ નિવડયા છે એમ કહી મુંબઈ સરકારે મેજર હંટર નામના અંગ્રેજ અધિકારીને રાજ્યના સલાહકાર તરીકે નીમણૂક કરી. આ નીમણુક કરવાથી જૂનાગઢ રાજયના આંતરિક વહીવટમાં અનાવશ્યક હસ્તક્ષેપ થાય છે તેમ કહી રાજ્ય કાઉન્સીલર, શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને મુંબઈ મેકલી વિરોધ દર્શાવતાં મેજર હંટરની નીમણુક રદ થઈ. પણું જૂનાગઢ રાજયે તેની નેકરી ઉછીની માગી અને તે મળતાં તેની નીમણૂક કરી. થોડા દિવસમાં મેજર હંટર ગયા અને તેને સ્થાને મેજર હંફી આવ્યા.
Page #244
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૪૩
કાદુ ઉપર એ પછી એવી ભીંસ થઈ કે, તે તથા તેના સાથીઓ કરાંચી માર્ગ મકરાણ તરફ નાસી જવા એક પછી એક નીકળી ગયા. અલાદાદ સિંધના રણમાંથી નાઘેરના કેળીઓ, હિંગળાજ પરસવા જતા હતા તેની સાથે ભળી ગયેલો ત્યાંથી પકડવામાં આવ્યો. દીનમહમદ મુંબઈના સ્ટેશન ઉપર ગોળના માટલામાં સોના ચાંદીના સિક્કા ભરી ઉતર્યો પણ માટલું પડી જતાં પોલીસે વેરાઈ ગયેલી ગીનીઓ અને રૂપિયાઓ સાથે પકડી લીધો. કાદુ કચ્છની સરહદ ઓળંગી, એક ઊંટ ભાડે કરી મકરાણ તરફ નીકળે. કરાંચીમાં, જનાગઢથી થયેલા તારના આધારે કાદુને કેઈ પકડી લેશે કે પકડાવી દેશે તેને ઈનામ મળશે તેવા ભીંતપત્રો ચડેલા. તે આજ કાદુ હશે તેવી ઊંટવાહકને શંકા જતાં તેણે કરાંચીમાં પિલીસ સ્ટેશન પાસે ઊંટ ઝુકાવી અંદર જઈ ખબર આપ્યા. કાદુ બેખબર બેઠો બેઠે આસપાસ જોતા હતા ત્યાં પોલીસ પાર્ટીએ તેને ઘેરી લીધો તે પણ તેણે ઉમેદઅલી નામના કેન્સટેબલને ઠાર કર્યો. ખેયરમહમદ નામના પોલીસ જમાદારે તેને પાછળથી બથ નાખી પકડી લીધે.
કાદરબક્ષની ઉપર કરાંચીમાં જ કેસ ચલાવવાનું નક્કી થયું તેથી અલાદાદને જૂનાગઢ લઈ આવવા અને કાદુને ઓળખી લઈ આવવા હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ તથા અંબારામ સુંદરજી છાયા કરાંચી ગયા. ત્યાંથી અલાદાદને સ્ટીમર દ્વારા વેરાવળ લઈ આવ્યા. કાદુએ કરાંચીમાં પોલીસ કોન્સટેબલનું ખૂન કરેલું તેથી તેને કેશ ત્યાં જ ચલાવી ફાંસી દેવાનું નક્કી થતાં તે ત્યાં જ રહ્યો. તેને કરાંચીમાં તારીખ ૫-૬-૧૮૮૭ ના રોજ ફાંસી આપવામાં આવી. અલાદાદ તથા દીનમહમદને જૂનાગઢમાં તારીખ ૨૮-૬-૧૮૮૭ ના રોજ આજે જ્યાં જીમખાના ગ્રાઉન્ડ છે ત્યાં જાહેરમાં ફાંસી આપવામાં આવી. અબુબકર એક ધીંગાણામાં, ચીસ્તી મકબુલમીયાં ફેઝદીનમીયાં તથા જમાદાર અબ્દલાના હાથે મરાઈ ગયા હતા. ગુલમહમદ શાબદાદ પકડાઈ ગયેલા ત્યારે તેનું વય માત્ર ૧૬ વર્ષનું હતું. તેમને ચેડાં વર્ષો પછી મુક્ત કરવામાં આવ્યા અને રાજની
1 કાદુ બહારવટિયાનું વૃત્તાંત સ્વ. શ્રી. ઝવેરચંદ મેઘાણીએ સોરઠી બહારવટિયામાં સુંદર
અને સરસ રીતે આલેખ્યા પછી તેના આધારે નાટક, ફિલ્મો અને વાર્તાઓ ઘણા ફેરફાર અને કલ્પિત પ્રસંગે સાથે લખવામાં આવ્યાં છે અને તેનાથી જાહેર પ્રજામાં ઘણી ખોટી માન્યતાઓ પ્રચલિત થઈ છે. તેથી આ પ્રસંગને આ પુસ્તકમાં આપવું જોઈએ તેના કરતાં વિશેષ વિસ્તૃત સ્વરૂપે આપ્યું છે. તેની બાથી પણ વિશેષ વિગતો માટે જુઓ પિતૃતર્પણ-શં. હ. દેશાઈ.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૪૪ : જૂનાગઢ અને ગિરનાર
નાકરીમાં દાખલ કરવામાં આવ્યા. તેએ ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસરના પદ ઉપર પહેાંગી નિવૃત્ત થયા.
કાદુનું બહારવટું તારીખ ૧૬-૧-૧૮૮૫ થી શરૂ થયુ અને તારીખ ૨૦-૪-૧૮૮૭ ના રાજ તેના અંત આવ્યા. આ સવા બે વર્ષ ના હંગામાના રાજ્યને રૂપિયા ૩,૯૩,૭૨ ના ખર્ચે થયા. 2
કાદુને એક જ પુત્રી કૃતિમા હતી. તેના એક પુત્ર અલીમહમદ અબ્દુલા હમણાં જ ગુજરી ગયા છે. ખીજા પુત્ર વલીમમદ જંગલ ખાતામાં નાકર હતા. હવે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે.
સથી લૂંટારાઓ
ઈ. સ. ૧૮૮૮માં ખૂન અને લૂંટના ગુના માટે જન્મટીપની સજા ભાગવતા સંધી પુના જુમા અને તેના સાથી, વારાને મારી ગાંડલની જેલમાંથી નાસી છૂટયા. તે સમયે હાલારમાં મઢીને ચારણુ બહારવટિયા, રાયદે ભાયા જીચડ જમજાળ મહારવટુ ખેડતા તેની સાથે તેઓ મળી ગયા. આ ટોળી સોરઠમાં ઉતરી આવી અને જૂનાગઢની પેાલીસે તેમને મેંદરડા પાસે આંતરી ધીંગાણું કર્યું. તેમાં જૂનાગઢના આસિસ્ટન્ટ પોલિસ સુપ્રિટેન્ડેન્ટ જમાદાર ઉમર્ હાનાઅે તારીખ ૨૫-૮-૧૮૮૮ ના રાજ ઉંમર સેઢાને મારો નાખ્યા. તે પછી જમાદાર સુલેમાન ઉંમરે, પુના, કાસમ, રાણા, ઝીંદા, અભરામ, કાસમ શરાફ અને ખમીસા વંડારીને, સમળવી કૅનલ હફી પાસે રજૂ કરી
દીધા.
કેદીના બળવા
ઈ. સ. ૧૮૮૮માં જૂનાગઢ સે.ટ્રલ જેલના સેાળ કેદીએ સાંજે ચાર વાગે વારાને મારી, હથિયારો લઇને નાસી છૂટયા. તેની પાછળ પડેલી જેલ પેાલીસે, તેમને ધારાગઢ દરવાજા પાસે પકડી પાડી ધી...ગાણું કરતાં તેમાં નવ કૈદીએ અને બે પોલીસ કૈાન્સ્ટેબલે માર્યા ગયા. બીજા કેદીએ! શરણ થયા.
1 શ્રી. ગુલમહમદ શાખદાદના પુત્ર અખ્તરહેમાન, વેસ્ટર્ન રેલવેમાં ગાર્ડ છે. શ્રી ઝવેરચંદ્ન મેઘાણીને કાદુની હકીકત શ્રી ગુલમહમદભાઇએ આપેલી.
2 આ બહારવટીઓ લેાકાનાં નાક ફાન કાપતા. તત્કાલિન ચીફ મેડીક્લ ઓફિસર ડી. ત્રિભાવનદાસ મેાતીચંદ શાહે સ્વયંસ્ફૂરણાથી પ્લાસ્ટીક સર્જરીથી કપાયેલાં નાક પાછાં જોડયાં તેમનું નામ આજ પણ પ્લાસ્ટીક સર્જરીમાં પાયાનિયર તરીકે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૪૫
માંગરેળ કમિશન
માંગરોળ તથા જૂનાગઢ રાજયનાં કેટલાંક ગામો મજમું હતાં. આ ગામોની ઉપજને ભાગ પાડવામાં આવતા અને ખર્ચ પણ ભાગે પડતે થતા. આ વ્યવસ્થા મુશ્કેલીવાળી હતી, તેથી માંગરોળે અમુક ગામો સુવાંગ કરી આપવા માગણી કરતાં એજન્સાની સુચનાથી ઈ. સ. ૧૮૮૪માં મેજર હંટરના પ્રમુખપણ નીચે એક કમિશન નીમવામાં આવ્યું. આ કમિશને તેનું નિવેદન ઈ. સ. ૧૮૮૬ના સપ્ટેમ્બર માસમાં રાજ્ય સરકારને સુપ્રત કર્યું. પણ તેને અમલ કરવામાં પુષ્કળ દ્રવ્ય અને શક્તિને વ્યય થાય તેમ હતું. તેથી જૂનાગઢ રાજ્ય અને માંગરોળ ઘર મેળે સમાધાન કરી માંગરોળને રા ગામે સુવાંગ કરી આપ્યાં. તેની મહેસૂલ માંગરોળ લે પણ હકૂમત જૂનાગઢ રાજ્યની રહી.
આ કમિશન પાસે રાજ્યને કેસ ખા. બ. અરદેશર, જમશેદજી કામદીન, શ્રી ત્રિકમજી ન ભેરામ વૈશ્નવ તથા શ્રી નંદલાલ મદનરાય મુનશીએ રજૂ કરેલ. ગિરની સરહદ
વડોદરા રાજ્ય આ સમયમાં ગિર સરહદને પતી ગયેલ પ્રશ્ન ફરીથી તાજો કર્યો. પરંતુ તેને નિર્ણય એકવાર સેક્રેટરી ઓફ સ્ટેટ કરી આપેલ હેવાથી તે પ્રશ્ન ફરી ઉખેળી શકાય નહિ એ નિર્ણય ઈ. સ. ૧૮૮૭માં સાર્વભૌમ સત્તાએ આપી વડોદરાને વિવાદ રદ કર્યો. રેલવેની હદ
જૂનાગઢ રાજ્યની હદમાંથી રેલવે લાઈન, જેટલી જમીનમાંથી પસાર થાય તેની હકૂમત જૂનાગઢ રાયે બ્રિટિશ સરકારને ઈ. સ. ૧૮૮૬માં સુપ્રત કરી.
દીવ
દીવના પર્ટુગીઝ ગવર્નરે ઈ. સ. ૧૮૯૧માં દીવ ઘઘલામાં વલસાડ અને સુરતના સમુદ્રકાંઠેથી શિયાળાની ઋતુમાં લોધ કરવા આવતા મચ્છીમારોને જૂનાગઢની હદમાંથી પસાર થતી ચાસી નદીમાંથી પાણી લેવા દેવામાં હરક્ત ન કરવા ઉના વહીવટદારને લખ્યું, પરંતુ તેણે આવી રજા ઈ. સ. ૧૮૫૯માં થયેલી તહની શર્તોથી વિરૂદ્ધ છે એમ કહી આપી નહિ, તેથી દીવના ગવર્નરે જબરજસ્તીથી પાણી લેવા પ્રયત્ન કર્યો અને ઉના વહીવટદાર શ્રી રાજારામ મોતીરામ બૂચે તેટલા જ બળથી તેને પ્રતિકાર કર્યો. તે સાથે દીવમાં જતા અને ત્યાંથી આવતા માલની હેરફેર ઉપર પણ અંકુશ મૂકો.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૬ : જૂનાગઢ અને ગિરનાર
આ પ્રશ્ન પરદેશી સત્તાને લગતા હેવાથી બ્રિટિશ સરકારને, જૂનાગઢ રાજ્ય નિવેદન કર્યું તે ઉપરથી મિ. એચ. આર. હીલ નામને અંગ્રેજ અધિકારી તપાસ માટે આવ્યો. તેણે તપાસ કરી એવો નિર્ણય આવે કે જૂનાગઢ રાજયને વાધે યથાસ્થિત છે અને દીવના સત્તાવાળાઓએ જૂનાગઢ રાજ્યને નુકસાનીના વળતરના રૂપિયા ૯૫ ૬ આપવા. પોર્ટુગીઝ ગવર્નરે આ રકમ ભરી આપી પણ તે સાથે તેણે દીવની સરહદ, પાણીને હક્ક અને જકાતને પ્રશ્ન પુનઃ વિચારવા જૂનાગઢ રાજ્ય સાથે વાટાઘાટ શરૂ કરી પણ તે નિષ્ફળતામાં પરિણમી. રાજતંત્ર
મહાબતખાનના મૃત્યુ સમયે દીવાનપદે સાલેહ હિન્દી હતા તે બહાદરખાન ગાદીએ બેઠા પછી ચાલુ રહ્યા પણ ઈ. સ. ૧૮૮૨માં મૈયાઓની કતલ થયા પછી તેને પદભ્રષ્ટ થવું પડયું અને નાયબ દીવાન બાપાલાલ માણેકલાલને પણ વિદાય લેવી પડી. નાયબ દીવાનના સ્થાને નવાબના ખાનગી કારભારી શ્રી પુરુષોત્તમરાય સંદરજી ઝાલાની ઈ. સ. ૧૮૮૩માં નીમણુંક કરવામાં આવી તથા તેમના સૂચનથી' નડીયાદના દેશાઈ રા. બ. હરિદાસ વિહારીદાસની દીવાન પદે નિયુક્તિ થઈ. ખા. બ. અરદેશર પેસ્તનજી કામદીનની સ્પેશ્યલ દીવાન તરીકે નિમણુંક કરવામાં આવી.
દીવાન હરિદાસે, આ પૂર્વે ભાવનગર રાજ્યના વરિષ્ઠ ન્યાયાધીશ, વઢવાણ તથા વાંકાનેર રાજ્યોના મેનેજર અને ઈડરના દીવાન તરીકે સારી નામના મેળવી હતી. તેમણે તારીખ ૧૨-૨-૧૮૮૩ના રોજ દીવાનપદ સંભાળ્યું.
આમ રાજયના સદ્દભાગે બે અનુભવી દીવાને, બુદ્ધિશાળી નાયબ દીવાન અને પીઢ વજીર બહાઉદીનભાઈની સેવાઓ નવાબ બહાદુરખાનને સાંપડી. તેમણે પણ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી તંત્રથી વાકેફગાર હતા; તેથી તંત્રમાં ઝડપી ફેરફાર થયા.
રેવન્યુ
અત્યાર સુધી ગામડાંઓની મહેસૂલના ઈજારા અપાતા અને ઈજારદારો બને એટલી રકમ વસૂલ કરતા. રાયે આ પદ્ધતિ નાબૂદ કરી અને તલાટીઓ
1 શ્રી મંત્રીશ્વર રાયજી સાહેબશ્રી જ. પુ જેથીપુરા
Page #248
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૪૭
દ્વારા મહેસૂલ લેવાનું ધોરણ દાખલ કર્યું. ઈ. સ. ૧૮૯૦માં, વજે ભાગની અસમાનતા દૂર કરી, રોકડિયા પાકમાં ભાગને બદલે રોકડ વઘેટી લેવાનું ધરણ દાખલ કરવામાં આવ્યું. પોલીસ
મધ્યકાલિન, જમાદાર પધ્ધતિ આ સમય સુધી અસ્તિત્વમાં હતી. આ જમાદારો પિોલીસની ફરજે તેમના માણસે દ્વારા બજાવતા અને તેના બદલામાં તેઓને જમીન જાગીર મળતી તેને ઉપભોગ કરતા. આ જમાદારોનાં થાણુઓને કારખાનાં કહેતા. પ્રત્યેક કારખાનામાં દશથી બાર સિપાઈઓ રહેતા તેને જમાદારો પગાર આપતા. આ સિપાઈઓ વારંવાર બખેડા પણ કરતા. ઈ. સ. ૧૮૮૮–૧૮૯૭ના ગાળામાં આ પધ્ધતિને અંત આવ્યો. હથિયારબંદ, સિપાઈવર્ગના અભણ અને અઝડ માણસોને છૂટા કરવાનું કાર્ય સરળ ન હતું તેમ છતાં કુનેહથી અને સમજાવટથી તે પાર પાડવામાં આવ્યું. તે સાથે પ્રજાના જાન માલના રક્ષણ માટે પોલીસ દળને વિકાસ કર્યો.
ઈ. સ૧૮૯૦ માં ડીસ્ટ્રીકટ પિલીસ એક્ટ અને વિલેજ પોલીસ એકટ અમલમાં આવ્યા. તે અનુસાર ગ્રામ રક્ષણની જવાબદારી પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી. સર્વે
ઈ. સ. ૧૮૯ભાં સર્વે ખાતું ખોલવામાં આવ્યું અને ખાલસા ગામની મોજણી કરવાનું કાર્ય શરૂ થયું. . લાન્સર્સ
| બ્રિટિશ સત્તાનું સાર્વભૌમત્વ સ્વીકારવામાં આવ્યું ત્યારે રાજય સૈન્ય રાખે નહિ તેવું નક્કી થયેલું. પણ ઈ. સ. ૧૮૯૦ માં જૂનાગઢ રાજ્યની વિનંતી સવીકારી બ્રિટિશ સરકારે તેને એક લાસસ, તાજના રક્ષણાર્થે રાખવા પરવાનગી આપી. માર્ગો ' બહાદરખાનજીના સમયમાં, વેરાવળથી જૂનાગઢ અને ત્યાંથી જેતલસર સુધીના માર્ગો પાકા બાંધવામાં આવ્યા અને તાલુકા તથા ગામડાંઓના માર્ગો સુધારવામાં આવ્યા. વીજળી
આ સમયમાં વીજળીને પ્રકાશ જૂનાગઢના માર્ગો ઉપર પાથરવાની એક
Page #249
--------------------------------------------------------------------------
________________
ર૪૮ : જૂનાગઢ અને ગિરનાર
જતા સ્વામાં આવી પણ કોઈ કારણસર તે પડતી મૂકવામાં આવી.
નવાબ મહાબતખાનના સમયમાં, ધોરાજી સુધી આવી ગયેલી રેલવે લાઈન જૂનાગઢ સુધી લંબાવવા, ઈ. સ. ૧૮૬૭માં નિર્ણય લેવામાં આવેલો. તેની પૂર્વભૂમિકા તરીકે, ધેરાજી, જૂનાગઢ માગ પણ બંધાયો અને તારની લાઈન પણ રાજય ખ ધોરાજીથી જૂનાગઢ સુધી લાવવામાં આવી. પરંતુ ભાવનગરધોરાજી લાઈન થતાં, તે યોજના પડતી મૂકવામાં આવી અને જેતલસરથી જૂનાગઢ પિતાને ખર્ચે રેલવે લાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યું.
વેરાવળ બંદરના એન્જિનિયર મિ. બેલીયલ સ્કોટ, ધોરાજી-જૂનાગઢ લાઈનની સર્વે કરેલી અને મિ. ડબલ્યુ ફલેરડીએ જૂનાગઢ-વેરાવળ લાઇનની સર્વે કરેલી તે રદ કરી, જૂનાગઢ રાજ્ય ભાવનગર-ગોંડલ રેલવેના એન્જિનિયરે મિ. ડેગર ફીલ્ડ અને મિ. નેકસને આ કામ સોંપતાં તેઓએ સંતોષકારક રીતે સર્વે સંપૂર્ણ કરી. - ઈ. સ. ૧૮૮૬ના ડિસેમ્બરની ૧૧મી તારીખે, રેલવેનું ખાત મુહૂર્ત મુંબઈના ગવર્નર લેઈ ના હાથે કરવામાં આવ્યું. અને ઈ. સ. ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જેતલસરથી ઉપડેલી પ્રથમ ટ્રેન ચેકીને સ્ટેશનમાં આવી ત્યારે તેને મંગલ પ્રવેશ પણ લોર્ડ રે ના હાથે કરવાનું ભવ્ય સમારંભ ચાકી સ્ટેશને જવામાં આવ્યું. - ઈ. સ. ૧૮૮૮ના જાન્યુઆરીની ૧૯મી તારીખે જૂનાગઢના સ્ટેશનમાં રેલવે ટ્રેનને પ્રથમ પ્રવેશ થયે તે પ્રસંગને યાદગાર બનાવવા કેપ્ટન કેનેડીના હાથે સ્ટેશન પાસે પોલિટિકલ એજન્ટ કર્નલ વુડ હાઉસ નામનું પરૂં વસાવવાનું ખાતમુદ્દત થયું. વજીર બહાઉદ્દીનભાઈએ ત્યાં નવા મૂકેલા રે ગેઈટની દક્ષિણે મકાન બાંધ્યાં અને ઉત્તર તરફ રાયે બાંધ્યાં. આજ આ પરૂં પ્લેટના નામે ઓળખાય છે. રે ગેટ ઉપર ટાવર બનાવી ત્યાં ઘડિયાળ મૂકવામાં આવેલું પણ તે હાલમાં બંધ પડેલું છે.
આ રેલવે લાઈનના બાંધકામને ખર્ચ રૂપિયા ૩૮,૧૮,૭૮૮ થ હતા, જયારે પ્રથમ રેલવે ટ્રેને જૂનાગઢ સ્ટેશનમાં પ્રવેશ કર્યો ત્યારે રાજકર્તાઓ અને પ્રજાજનોએ તેનું સ્વાગત કર્યું અને ત્યાંથી ભવ્ય સવારી કાઢી રાજમાર્ગો ઉપર નવાબ ફર્યા. લેકેએ પણ નગરને સુંદર રીતે શણગાયું હતું.
વેરાવળથી બંદર સુધીની . ૮૭ માઈલની ડેક એસ્ટેટ રેલવે પણ છે સ. ૧૮૯૦ માં સંપૂર્ણ થઈ.
Page #250
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધઃ ૨૪૯
રાજ્યનું વર્ષ
નવાબીની સ્થાપનાથી રાજ્યનું બેસતું વર્ષ નક્કી થયેલું તેના પ્રથમ દિનને ગુમહેર કહેતા. ઈ. સ. ૧૮૮૪માં રાજ્ય જોશી કાશીનાથે એવું મંતવ્ય રજૂ કર્યું કે પ્રતિવર્ષ ૩૬૫ દિવસ અને ૧૫ ઘડીનું થવું જોઈએ પણ ઘડી લક્ષ્યમાં લેવાતી નથી, પરિણામે એક શતક વિત્યે ૨૬ દિવસને ફેર પડે છે. આ મંતવ્ય રાજ્ય વિચારણામાં લઈ દીવાન ફતર જા. નં. ૭૨ તા. ૩-૮–૧૮૮૪ના વટહુકમથી અંગ્રેજી તારીખ ૧ લી સપ્ટેમ્બરથી ગુરમહેર ગણવા ઠરાવ કર્યો કેળવણી - કેળવણીમાં મુસ્લિમો પછાત છે તેથી તેમને ઉરોજનની જરૂર છે એમ વિચારી વજીર બહાઉદ્દીનભાઈએ મહાબત મદ્રસા નામની સંસ્થા સ્થાપી. તેનું મુહર્ત તા. ૨૨-૧૧-૧૮૮૪ના રોજ મુંબઈના ગવર્નર સર જેઈમ્સ ફરગ્યુનના હાથે તથા ઉદ્દઘાટન તા. ૨૦-૧૦-૧૮૮૭ના રોજ ગવર્નર લેડ રે ના હાથે થયું.
બહાદરખાનજી હાઈસ્કૂલમાં ઈ. સ. ૧૮૮૭માં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦ની થઈ ગઈ અને તે પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં પણ સંખ્યા વધી ગઈ.
ગુજરાત કોલેજમાં બી. એ. ની પરીક્ષામાં સહુથી વિશેષ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર મુસ્લિમ વિદ્યાર્થીને ફેલે નિમવા માટે મહાબત ફેલોશીપ જૂનાગઢ રાજ્ય આપી અને તેના માટે મુંબઈ યુનિવર્સિટીને રૂપિયા ૩૦,૦૦૦ની રકમ પ્રદાન કરી. બહાઉદીન કેલેજ થયા પછી આ ફેલોશીપને તે કોલેજમાં ફેરવી નાખી.
ઈ. સ. ૧૮૮૯માં ૨૧ વર્ષની વયે મુંબઈની એલફીસ્ટન કોલેજમાંથી બી. એ. થઈ. ઈ. સ. ૧૮૯૧માં એલ. એલ. બી. થયેલા જૂનાગઢના પ્રથમ
1 માહિતી મૂળ કાગળ સહ-શ્રી શંભુપ્રસાદ જોશી. જ. ગિ.-૩૨
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જૂનાગઢ અને ગિરનાર
ડબલ ગ્રેજ્યુએટ મણિરાય ત્રિકમરાય નામના નાગર ગૃહસ્થને નવાબ બહાદરખાને કચેરીમાં બોલાવી પોતાની ખુશી વ્યકત કરી ઈનામ અને પોશાક આયે.
રાજ્યમાં કેળવણી માટે કોઈ ફી લેવામાં આવતી નહિ, એટલું જ નહિ પણ ઈ. સ. ૧૮૮૫માં રાજ્ય ઈગ્લાંડ જઈ, મેડીકલ, એન્જિનીયરીંગ, કાયદા આદિ વિષયોમાં વિશેષ શિક્ષણ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે માસિક રૂા. ૨૫૦ની શિષ્યવૃતિઓ પણ સ્થાપેલી. આવી એક શિષ્યવૃતિ વજીર બહાઉદ્દીનભાઈએ પણ સ્થાપેલી “
રાજ્ય અન્ય વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે માટે રાજય બહારની શિક્ષણ સંસ્થાઓને દાન આપેલું. રાજકેટની આફ્રેડ હાઈસ્કૂલ તથા બાર્ટન ફીમેલ ટ્રેનીંગ કોલેજ, અમદાવાદની ગુજરાત કેલેજ, પૂનાની ફરગ્યુસન કેલેજ, મુંબઈની વિલસન કેલેજ, વઢવાણની ગરાસિયા કેલેજ તેમાં મુખ્ય છે. તે સાથે તે ઉપરાંત માણેકવાડા છાવણીમાં સ્કૂલ માટે એક મકાન બાંધી આપી તેનું નામ વજીર બહાઉદ્દીનભાઈના નામ ઉપરથી બહાઉદીન બિલ્ડીંગ આપવામાં આવેલું. અન્ય ફડે
રાજ્ય તેની ઉદાર નીતિને અનુરૂપ રહી રાજકોટની સિવિલ હોસ્પિટલ, જ્યુબિલી બાગનાં મકાને, કોનેટ હેલ, રાજકેટ વોટર વર્કસ, ઝંડુ ભટજીનું દવાખાનું વગેરે મકાનોનાં બાંધકામમાં અનુદાન આપેલું.
દીવાન ગોકુલજી ઝાલા સ્મારક ફંડ, વૈદ કરૂણાશંકર પંડ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ સ્મારક ફંડ, પંડિત ભગવાનલાલ ઇંદ્રજી સ્મારક ફંડ, લેડી ડફરીન
1 માહિતી શ્રી. વિનોદરાય જોશીપુરા. 2 શ્રી. મણિરાય, જૂનાગઢના એક કાલે પ્રસિદ્ધ રાજપુરુષ હતા, તે ગુલાબરાય અંબાશંકર
જોશીપુરાના પૌત્ર અને તેવાજ પ્રસિદ્ધ મજમુદાર વૃજલાલ રંગીલદાસ વૈશ્નવના દોહિત્ર • હતા તેઓ વડોદરા રાજ્યની સેવામાં રહેલા અને સુબા પદે પહોંચી ઈ. સ. ૧૯૨૩માં
નિવૃત્ત થયા અને તે જ વર્ષમાં ગુજરી ગયા. 3 જુનાગઢના પ્રસિદ્ધ ડે. નરેમદાસ ઈદ્રજી વૈશ્નવ આ શિષ્યવૃતિ લઈ ઈગ્લાંડમાં
અભ્યાસ કરી આવેલા. 4 આ શિષ્યવૃતિ મેળવી જુનાગઢના મુનશી ગુલામમહમદ બાવામિયાં બેરિસ્ટર-એટ-લે
થયેલા.
Page #252
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૫૧
હોસ્પિટલ, ડોકટર કલ્યાણ ફંડ, વગેરે ફંડ તથા મહાભારતના ભાષાંતર માટે બાબુ પ્રતાપચંદ્રને તેમજ તાપીના પુરથી જેમને નુકસાન થયું હતું તેવા માણસને પણ આર્થિક સહાય આપેલી. આ રકમને સરવાળે રૂપિયા ૨,૬૪૦૦૦ જેટલો થાય છે. ફરગ્યુસન પુલ
જાનાગઢને વિસ્તાર શહેરથી દક્ષિણ તરફ વધી શકે તેમજ ખડીયા, વંથલી વગેરે વિસ્તારમાંથી જૂનાગઢ આવતી પ્રજાને સુવિધા થાય તે માટે કાળવાના
કળા ઉપર રાજ્ય એક “શે ભાયમાન” પુલ બાંધવાને નિર્ણય લીધે. આ પુલને પાયે મુંબઈના ગવર્નર સર જેઈમ્સ ફરગ્યુસને ઈ. સ. ૧૮૮૫ના નવેમ્બર માસની ૨૨ મી ના રોજ નાખ્યો. અને તે જ દિવસે મહાબત મદ્રસાને પણ પાયો નાખવામાં આવેલ. આ પ્રસંગે નવાબે ભવ્ય સવારી કાઢી અને પ્રજાજનોએ નગરને રેશની અને ધજાપતાકાથી શણગાયું. તે સમયના વૃત્તાંત નિવેદક નેધે છે કે ઢાલ રોડ ઉપર નગરશેઠ માધવજી કાનજી રાજા તથા વોરા જાફરભાઈની દુકાને રંગબેરંગી ફાનસેથી સુંદર રીતે શણગારી હતી. શેઠ માધવજી કાનજીએ તેની દુકાનમાં બીલેરી કાચનાં ઝાડ અને તખ્તાઓ મૂકી સુશોભન કર્યું હતું.' લેપર એસાયલમ
જૂનાગઢમાં જમીયલશાહ દાતારની જગ્યામાં રક્તપતિયાઓને દર્દ મટે છે તેવી શ્રદ્ધાથી સેંકડે દર્દીઓ ત્યાં પડયાં રહેતાં. તેથી રાજ્ય ઈ. સ. ૧૮૯માં ત્યાં લેપર એસાયલમ બાંધવાનો નિર્ણય લઈ પ્રિન્સ ઓફ વેસ આલબર્ટીવિકટર ગિરમાં સિંહના શિકારે આવતાં તેના હાથે દાતારની નીચેની જગ્યા પાસે લેપર એસાયલમનું શિલારોપણ કરવામાં આવ્યું. આજે પણ આ સંસ્થા અનેક રોગીઓને રાહત આપી રહી છે. ગિરનાર લોટરી
ગિરનાર ઉપર ચડવાનાં પગથિયાં, આડા અવળાં, ઊંચાં નીચાં, ભાંગેલ
1 આ પુલને વિસ્તૃત કરતાં તેનું ઉદ્ઘાટન તા. ૧૭-૫-૧૯૭૨ના રોજ ગુજરાત રાજ્યના ' મંત્રી શ્રી રતુભાઈ અદાણીના સાનિધ્યે થયું. 2 શ્રી ચિરંજન (બચુભાઈ) રાજાના પિતામહ, 3 સૌરાષ્ટ્ર દર્પણ ડીસેમ્બર ૧૮૮૪.
Page #253
--------------------------------------------------------------------------
________________
ર૫ર : જૂનાગઢ અને ગિરનાર
તૂટેલ અને અણઘડ હતાં તેથી યાત્રિકોને અપાર તકલીફ પડતી. તે નિવારવા દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ ડો. ત્રિભોવનદાસ મોતીચંદ શાહના સહકારથી ગિરનાર લેટરી કાઢી, તેમાંથી રૂપિયા સાડા ત્રણ લાખ જેટલી રકમ મેળવી. તેમાંથી ગિરનાર ઉપર જવાનાં પગથિયાં ઈ. સ. ૧૮૮માં બંધાવ્યાં. શાહપુરને કિલ્લે
‘નવાબને ગમે તે કારણે શાહપુર બહુ પ્રિય હતું, તેથી ત્યાં ગામ ફરતે કિલે બંધાવ્યું. આ કિલ્લાનું ખાતમુહૂર્ત તા. ૧૭-૫-૧૮૮૭ના રોજ કરવામાં આવેલું. પથ્થરના સિંહે
ગિરનારના પથ્થરે કારીગીરી માટે નામા છે એ અભિપ્રાય નિષ્ણાતોએ આપતાં વજીર બહાઉદ્દીનભાઈએ, ગિરનારના જુદા જુદા પથ્થરોને ઈગ્લાંઠ અને અમેરીકાની પ્રયોગશાળાઓમાં મોકલી જુદા જુદા નમૂનાઓ તૈયાર કરાવ્યા અને તેમાંથી મોટા પાયા ઉપર “હુન્નર ઉદ્યોગ” કરવા વિચાર્યું. તેમણે દામોદર કુંડ પાસે સનરખના ડુંગરની પાળીમાંથી ગ્રેનાઈટ પથ્થરને મોટો. ટુકડા કઢાવી રાજકોટની હુન્નર શાળાના સુપ્રીન્ટેન્ડેન્ટ મિ. સાઈકસને બતાવી તેની હુનર શાળામાં ચાર સિંહે તૈયાર કરાવ્યા. આ સિંહે પ્રથમ લેલા નદીને બાર્ટન બ્રીજ થયો ત્યાં ઈ. સ. ૧૮૮૦માં મુકાવેલા પણ પછી રેલવે સ્ટેશનના સિંહ દ્વાર પાસે ઈ. સ. ૧૮૮૮માં મૂકાવ્યા. બીજા વેરાવળના રેલવે સ્ટેશનના દ્વારે મૂકાવ્યા. વોટર વર્કસ
જૂનાગઢ શહેરને નળ દ્વારા પીવાનું પાણી આપવાની યોજના રાજ્ય વિચારી. પ્રથમ કાળવાને સજીવન કરવા તપાસણી કરી પણ તે શકય ન જણાતાં ઈ. સ. ૧૮૭૬માં દાદર કુંડ પાસે સોનરખ નદીમાં બંધ બાંધવા મોજણી શરૂ કરી. આ મોજણી થતી હતી ત્યાં વિ. સં. ૧૯૩૩ના ચૈત્ર વદી ૧૧ સેમવારની તારીખથી એક અરજી, પાંચસોથી અધિક હિન્દુ નાગરિકોની સહીથી વકીલ રેવાશંકર મયાશંકર તથા વકીલ ભવાનીશંકર ઉમિયાશંકરે આપી. દામોદર કુંડ પાસે વર્કસ થાય તો તીર્થસ્થાનોને અડચણ પડે તે વાંધો ઊઠાવ્યો. તે ઉપરથી એજન્સી એન્જિનીયર તથા ગેહલ રાજ્યના ચીફ એન્જિનીયર
1 વિગતે માટે જુઓ પ્રકરણ ૮મું.
Page #254
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૫૩
રાવ બહાદુર ગણેશ ગોવિંદને તેમજ પાછળથી ઈ. સ. ૧૮૮૧માં મુંબઈ સરકારના જાહેર બાંધકામ ખાતાના સચિવ અને કનસલ્ટીંગ સર્વેયર જનરલ હે કાકને જૂનાગઢ બેલાવી અભિપ્રાય લીધે પણ કોઈએ, એક પણ માર્ગ દર્શાવ્યો નહિ એટલે એ સમયે આ યોજના પડતી મૂકવામાં આવી. ફરતો માર્ગ
જૂનાગઢ શહેર ફરતી ખાઈ હતી. આ ખાઈને ઉપયોગ રહ્યો નહિ તેથી ત્યાં સુંદર માર્ગ બાંધવાનો નિર્ણય લઈ ખાઈ પૂરાવી ફરતે પાકે રસ્તા . સ. ૧૮૮૧માં બાંધવામાં આવ્યો તથા તે સાથે ગિરનાર સુધીને રસ્તે પણ સુધાર્યો પ્રાણી સંગ્રહસ્થાન
ઈ. સ. ૧૮૬માં સૌરાષ્ટ્રનાં અને સવિશેષ શિરમાં થતાં પ્રાણીઓનું પ્રજજને નિરીક્ષણ કરી શકે માટે સકકરબાગમાં એક પ્રાણી સંગ્રહસ્થાન
સ્થાપવામાં આવ્યું. જેમાં સિંહ, દીપડા વગેરે પ્રાણીઓને રાખવામાં આવ્યાં. સિંહોની સંખ્યા
બિરમાં આ સમયમાં સિંહની સંખ્યા લગભગ નહિવત થઈ ગઈ હતી. ઈ. સ. ૧૮૯૦માં ડયુક ઓફ કેનેટ શિકારે આવ્યું ત્યારે એક પણ સિંહ મળે નહિ તેથી સાર્વભૌમ સત્તાએ સિંહની સંખ્યા વધે તેવા ઉપાય જવા રાજયને અનુરોધ કર્યો. દાતાર
જમીયલશાહ દાતાર ઉપર જવાનાં પગથિયાં તથા ત્યાં સુધી પહેચવાને માર્ગ બાંધવાનું કાર્ય ઇ. સ. ૧૮૯૧માં શરૂ કરવામાં આવ્યું અને ઈ. સ. ૧૮૯૪માં સંપૂર્ણ થતાં મુંબઈના ગવર્નર લે હેરિસના હાથે તેનું ઉદ્ધાટન થયું.
1 વિગતો માટે જુઓ પરિશિષ્ટ. 2 આ સંગ્રહસ્થાન થોડા સમય માટે સરદાર બાગમાં રાખેલું પણ પાછળથી ફરી પાછું
સક્કરબાગમાં લઈ જવામાં આવ્યું. 3 સિંહની સંખ્યા આ પ્રમાણે હતી. ઈ. સ. ૧૫૫-૨૯૦, ૧૯૬૩-૨૮૫, ૧૯૭૦-૧૭૭,
૧૯૭૪-૧૮૦ તેમાં ૫૫ નર, ૭૭ માદા તથા બચ્ચાંઓ.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૫૪ : જૂનાગઢ અને ગિરનાર
ઉપરકોટ-મારદેવી
નિપ્રતિદિન જર્જરિત થતા જતા ઐતિહાસિક ઉપરક્રાટની દીવાલે તથા નવધણું કૂવા અને અડીચડીવાવનું સમારકામ દીાન હરિદાસ વિહારીદાસના પ્રયાસથી રાજ્યે કરાવ્યુ .
સ્પેશ્યલ આસિસ્ટ’ટ દીવાન અરદેશર જમશેદજી યામીને સુદર્શન તળાવના સ્થાનનું ઈ. સ. ૧૮૮૮માં સશોધન કરી તેના નિણૅય કર્યા તથા ખારદેવીના બૌદ્ધ સ્તૂપા શેાધી કાઢયા. આ કાર્ય તેણે મિ. જે. કેમ્પબેલ તથા મિ. ઓ. કારડી`ગ્ટનના સહકારથી કર્યુ.
ગળીનું કારખાનું
દીવાન હરિદાસ દેસાઈએ દાતપુરા પાસે ગળાનું કારખાનું ૬૦૦ એકર જમીનમાં રાજ્ય તરફથી નાખ્યું, પરંતુ પાછળથી ખધ કરવામાં આવ્યું.
તાપ
જૂનાગઢની પ્રજાને સમય જાણવાનું અનુકૂળ થાય તે માટે તા. ૩-૨-૧૮૮૯ ના દિવસથી પારે બાર વાગે તાપ ફોડવાના નિણુ ય લેવાતાં પ્રતિદિન બાર વાગે ઉપરકાટ ઉપરથી તાપ ફોડવામાં આવતી. આ તાપ ફાડવાના ક્રમ જૂનાગઢનું સૌરાષ્ટ્રમાં વિલિનીકરણ થયું ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યો.
ચારવાડની આબાદી
ચારવાડની પ્રસિદ્ધ પાનવાડીએ અને બગીચા યુધ્ધો દરમ્યાન નાશ પામેલા અને લેાકાની દુબČળ સ્થિતિના કારણે તેઓ તેને આબાદ કરવામાં અસમર્થ હતા. તેમાં પાનવાડીએ વાવતા વેલારીએ અને કાળી વચ્ચે પાનવાડી કાળાએ વાવે તે પ્રશ્નને વાંધા પડતાં કાળીઆના વેલારીઓએ બહિષ્કાર કર્યા તથા પોતે વાવેતર બંધ કર્યું, તેથી રાજ્યે વચમાં પડી કાળીએને સમજાવ્યા અને વેલારીઓને પાનવાડી વાવવા અને ત વાવે તે જમીન છેડાવી લેવામાં આવશે તેવી આજ્ઞા દી. ૬. નં. ૮૭૯ તા. ૩-૧૨-૧૯૮૮થી આપી. પરંતુ તેનું ધાર્યું પરિણામ આવ્યું નહિ અને આબાદી માટે રાજયે ઘડેલી યોજના પડતી મૂકવામાં આવી,
૧ ચારવાડની આબાદી માટે જુએ આ પ્રકરણમાં રસુલખાનજીને સમય,
Page #256
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૫૫ સાંસ્કૃતિક પ્રવૃતિ શ્રી. મણિશંકર કીકાણી
આ સમયમાં જૂનાગઢમાં મણિશંકર કીકાણી નામના એક પ્રખર વિદ્વાન વસતા. તેમને જન્મ ઈ. સ. ૧૮૨૨માં થયેલ અને ઈ. સ. ૧૮૩૪થી ઈ. સ. ૧૮૭૪ સુધી એજન્સીમાં નોકરી કરી નિવૃત્ત થઈ જૂનાગઢમાં રહેતા હતા. આ બહુશ્રુત અને પ્રકાંડ પંડિત તે સમયમાં પ્રવર્તતા ધાર્મિક, સામાજિક અને રાજકીય વિચારોથી ઘણું આગળ જઈ મૂર્તિપૂજ, સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા આદિ માન્યતાઓનું નિર્ભય પણે ખંડન કરી, જનતાને મધ્યયુગના અંધારામાંથી પ્રકાશમાં લાવવા પ્રયત્ન કર્યો. તેણે ઈ. સ. ૧૮૬૪ માં જૂનાગઢમાં જ્ઞાન ગ્રાહક સભા, બુદ્ધિવર્ધક સભા તથા સુપંથ પ્રવર્તક મંડળી સ્થાપી, જે પાછળથી સૌરાષ્ટ્ર નાગર મંડળી થઈ ગઈ. જ્ઞાન ગ્રાહક સભાના ઉપક્રમે ઈ. સ. ૧૮૬૪માં તેમણે સૌરાષ્ટ્ર દર્પણ નામનું માસિક શરૂ કર્યું. તેનું તંત્રીપદ વેદમતિ આચાર્ય વલભજી હરિદો સંભાળ્યું અને તેનું પ્રકાશન બંધ પડતાં ઈ. સ. ૧૮૭૯માં તેનું પુનઃ પ્રકાશન શ્રી રૂદ્રજી સુંદરજી રાણુના તંત્રીપદ નીચે શરૂ થયું.
શ્રી. મણિશંકર કવિ હતા, સમાજ સુધારક હતા, સંસ્કૃત અને ફારસી ભાષાના પરમ વિદ્વાન હતા. તેમણે કલા અને વિજ્ઞાન, વેદાંત અને અર્થશાસ્ત્ર તથા કાવ્ય અને સાહિત્ય ઉપર પુષ્કળ લખ્યું છે. કમભાગ્યે તેના કોઈ પુસ્તક કે લેખો ઉપલબ્ધ નથી.'
શ્રી. મણિશંકર કીકાણીનું નિવાસસ્થાન વિદ્વાનોના મિલન સ્થાન જેવું થઈ ગયું. ડે. ભગવાનલાલ ઇંદ્રજી અને આચાર્ય વલ્લભજી હરિદત્ત જેવા પુરાતત્ત્વવિદે, ભગવાનલાલ સંપત્તરામ છત્રપતિ તથા કૃપાશંકર ઉમિયાશંકર વસાવડા જેવા ઈતિહાસકારે, વેદશાસ્ત્ર પારંગત, ગોરાભાઈ રામજી પાઠક તથા શાસ્ત્રી હરિદા કરૂણાશંકર, વોરા જટાશંકર હરજીવન, જીવાભાઈ કીકાણી જેવા વિદ્વાનોએ તેમની વિદ્વતાથી અને તેમનાં કાર્યોથી ગુજરાતી સાહિત્ય અને ઈતિહાસનાં ક્ષેત્રોમાં જૂનાગઢનું નામ ઉજજવલ કર્યું છે.'
શ્રી. મણિશંકરે, ઈતિહાસ, લેકવાર્તા. ખોળ, ભૂગોળ, આરોગ્ય, આયુ- ', વેદ, ભાષાશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, વેદાંત, સમાજની સમસ્યાઓ આદિ અનેક
1 મણિશંકર કીકાણી (જીવન ચરિત્ર) શ્રી. જ. પુ. જોશીપુરા. 2 શ્રી. લાધાભાઈ મણિશંકર કીકાણના પિતામહ.
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૫૬ઃ જૂનાગઢ અને ગિરનાર
વિષ ઉપર, તત્ત્વપ્રકાશ, બુદ્ધિ પ્રકાશ, કાઠિયાવાડ સમાચાર, અમદાવાદ સમાચાર, ચાબૂક, સમશેર બહાદુર, ખેડા સમાચાર, રાસ્તગુફતાર વગેરે સામાયિકે અને વર્તમાન પત્રોમાં વિદ્વતાપૂર્ણ અનેક લેખો લખ્યા. તેની વિદ્વતા જોઈ કવિ દલપતરામે લખ્યું છે કે,
વેદ તણે બહુ ભેદ વિચક્ષણ શુદ્ધ ચિત્ત ચતુરાઈ •
ભાંગી શકે ભવ ભેદ ભયંકર શંકર કે મણિશંકરભાઈ તેમણે તારીખે સેરના ફારસી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું હતું, પણ કમભાગ્યે તે પ્રત કયાંય મળતી નથી.
આ બહુશ્રુત અને પ્રકાંડ વિદ્વાન અને રાજપુરુષને તા. ૧૦મી નવેમ્બર ૧૮૮૪ના રોજ દેહ વિલય થયે.
શ્રી. મણિશંકરના મંડલના વેદમૂર્તિ શ્રી ગોરાભાઈ રામજીએ સ્કંદપુરાણના નગરખંડ અને પ્રભાતખંડનો ગુજરાતી અનુવાદ કર્યો અને બીજા પુસ્તક અને લેખો લખ્યા. શ્રી ત્રિકમરાય ઉદયશંકર માંકડે ઈ. સ. ૧૮૮૧માં ન્યાત પ્રકાશ અને શ્રી મથુરદાસ અમૃતલાલ વસાવડાએ “વેદાર્થ પ્રકાશ' નામનાં માસિક શરૂ કર્યા અને તેમાં જૂનાગઢના નવદિત લેખકેના લેખો પ્રગટ કરી સાહિત્ય પ્રવૃતિને વેગ આપ્યો. ઈ. સ. ૧૮૮૯માં વિજ્ઞાનને પરિચય આપતાં “મધમાખ” તથા “જ્ઞાન દીપક' નામનાં માસિકે પણ પ્રકાશિત થયાં શ્રી ભગવાનલાલ ઇદ્રિજી
જૂનાગઢના ગૌરવ જેવા આ મહાપુરુષને જન્મ, જૂનાગઢમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં તા. ૭-૧-૧૮૬૯ના રોજ થયે હતો. એ કાલે જે અજ્ઞાત કે અલ્પજ્ઞાત હતી તેવી પુરાતત્વ વિદ્યામાં તેમણે રૂચિ કેળવી કોઈપણ પ્રકારની તાલીમ કે શિક્ષણ વગર આપમેળે અશોકના લેખના રબો લીધાં અને તે વાંચવા પ્રયાસ કર્યો જૂનાગઢ એક કાળે ગિરિનગર કહેવાનું અને તેની સમીપે સુદર્શન નામનું તળાવ હતું તેની તેણે જગતને પ્રથમ જાણ કરી. જૂનાગઢ રાજ્ય તેને માસિક ૩૦૦ને પગાર આપ્યો તથા પ્રસિદ્ધ વિદ્વાન અને પુરાવિદ્ ડે. ભાઉ દાજીની
1 સ્વ. રા. બ. શિવદતરાય માંડના પિતાશ્રી. [2 સ્વ શ્રી કનકરાય મહાસુખરાય તથા ડો. અશ્વિનભાઈ વસાવડાના પિતામહ 3 આ માસિકના તંત્રીઓના નામો મળ્યાં નથી..
Page #258
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૫૭
ભલામણથી તેમને ભારતના જુદા જુદા સ્થળે જવા સંશોધન અર્થે મોકલવામાં આવ્યા.1
ઈ. સ. ૧૮૭૭માં તેઓ રોયલ એશિયાટિક સોસાયટીના માનદ સભ્ય તરીકે ચૂંટાયા. ઈ. સ. ૧૮૮૩માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો થયા. ઈ. સ. ૧૮૮૩માં નેધરલેન્ડઝની રોયલ ઈન્સ્ટીટયુટે શબ્દશાસ્ત્ર, ભૂગોળવિદ્યા તથા માનવશરીશાસ્ત્ર વિભાગના માનદ સભ્ય (રેન મેમ્બર) બનાવ્યા. ઈ. સ. ૧૮૮૪માં તેમને જર્મનીની લીડન યુનિવર્સિટીએ પી એચ. ડી. ની માનદ પદવી આપી.
આ મહાન વિદ્વાનને ઈ. સ. ૧૮૮૪ના માર્ચની ૧૮મી તારીખે દેહાન્ત
થયો.
અન્ય પંડિત
ભગવાનલાલના ભાઈએ રઘુનાથજી ઈદ્રજી ઉર્ફ ક્તા ભટ અને કરૂણાશંકર ઈદ્રજી પણ પ્રખર વિદ્વાન હતા. તેમણે જમીન વિદ્વાન ડે. બુહરને વેદના જટિલ શબ્દ પ્રયોગોના અર્થો સમજાવેલા.
રઘુનાથજીએ આયુર્વેદને “નિઘંટું સંગ્રહ’ નામનો ગ્રંથ લખી અમર નામના મેળવી છે. તેઓ સંસ્કૃત અને ગુજરાતીમાં શીઘ્ર કવિતા રચતા.
આ સમયમાં કાશીનાથ કમલાકર જોશી પણ જૂનાગઢમાં એક બહુ માન્ય તિષી થઈ ગયા. તેમને જન્મ ઈ. સ. ૧૮૧૬માં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હત અને ઈ. સ. ૧૯૦૬માં તે સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર હરિદત્ત પણ પિતા જેવાજ પ્રકાંડ પંડિત અને જ્યોતિષવિદ્દ હતા. ઈ. સ. ૧૯૦૫માં લોકમાન્ય બાલગંગાધર તિલકે મુંબઈમાં બોલાવેલી તિષશાસ્ત્રીઓની પંચાગ શંશોધન સભાની પરિષદમાં તેણે તા. ૨-૧-૧૯૦૫ના રોજ સ્ટાન્ડર્ડ ટાઈમ કયાં હોઈ શકે તે અને તેનાં વક્તવ્યથી સર્વે વિદ્વાનોને પ્રભાવિત કરેલા અને
1 તેમણે ભારતના જુદા જુદા નગરમાંથી તેના પ્રવાસનાં વર્ણને તથા અવલોકનના
નિવેદને નવાબને મોકલ્યાં છે. “સૌરાષ્ટ્ર દર્પણ”-જુલાઈ ૧૮૭ર થી જાન્યુઆરી ૧૮૭૪ સુધીના અંકે. તા. ૨૬-૨-૧૮૯હ્ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જે. એમ. કેમ્પબેલે લખ્યું કે વસઈ પાસે
પારામાં તેણે તથા ભગવાનલાલે સફળ ઉત્પનત કરેલું ત્યારે તેણે ગિરનાર પાસે એક રીં જોયો હતો તે વાત કરેલી તે ગુજરી ગયા પછી ત્યાં ઉપન્ન કરતાં ઘણું મળ્યું. જૂ. ગિ –૩૩
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૮ : જૂનાગઢ અને ગિરનાર
અંતે તેમને જ અભિપ્રાય સર્વસ્વીકૃત થયો હતે." આચાર્ય વલ્લભજી હરિદત
આચાર્ય વલભજી હરિદત્તને જન્મ ઈ. સ. ૧૮૯૬માં જૂનાગઢમાં થયો હતા. તે સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન, ઈતિહાસકાર અને પુરાતત્ત્વવિદ્ હતા. તેઓએ અનેક શિલાલેખો, મૂતિઓ, તામ્રપત્રો વગેરે શોધી કાઢી આ પ્રદેશના ઇતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાડ્યો છેઈતિહાસનું સંશોધન કરતા વિદ્વાનો માટે તેણે પાડેલી કેડી ઉપર ચાલી અનેક વિદ્વાને આગળ વધ્યા છે. કીતિ" કૌમુદી, નિઘંટુંકોષ, પ્રબોધ ચંદ્રોદય, રામાયણને સમલકી અનુવાદ અને સંસ્કૃત સાહિત્યના અન્ય ગ્રંથમાં તેણે વિદ્વતાપૂર્ણ ભાષાંતર કર્યા છે. વર્તમાન જૂનાગઢ મ્યુઝિયમની સ્થાપનાને યશ પણ તેને ફાળે જાય છે. શ્રી વલભજી ઈ. સ. ૧૮૮૮માં રાજ કેટ બિલી મ્યુઝિયમન અને ઈ. સ. ૧૮૯૨માં ટસન મ્યુઝિયમના કયુરેકટર હતા. તેમને દેહાંત તા. ૭-૧-૧૯૧૧ના રોજ થ.
તેમના પુત્ર સ્વ. ગિરજાશંકર આચાર્ય મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના કયુરેટર હતા. તેમણે ગુજરાતના શિલાલેખ, ભાષાંતર અને ટિકા સાથે પ્રસિદ્ધ કરી ઈતિહાસ વિદ્વાન ઉપર ઉપકાર કર્યો છે. ભગવાનલાલ સંપત્તરામ છત્રપતિ
શ્રી ભગવાનલાલ સંપત્તરામ છત્રપતિ, જૂનાગઢના બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમણે સૌરાષ્ટ્ર દેશને ઈતિહાસ લખે તથા વેકર રિપેટનું ભાષાંતર કર્યું. તેણે તથા શ્રી કૃપાશંકર ઉમિયાશંકર વસાવડાએ ઈતિહાસના ક્ષેત્રમાં પુષ્કળ સંશોધન અને સંકલન કરી જૂનાગઢને અગત્યનું સ્થાન અપાવ્યું છે. શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા
જૂનાગઢમાં બાલુભાઈના નામથી જાણીતા શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા, જૂનાગઢ પ્રિન્ટીંગ પ્રેસમાં માત્ર સોળ વર્ષની કુમળી વયે નોકરી અર્થે આવ્યા. ડી કેળવણી લીધી હેવા છતાં બુદ્ધિ અને પ્રતિભા, કામ અને વાચનથી આ
1 માહિતી. શ્રી શંભુપ્રસાદ હરિદત જેશી. 2 વલ્લભજી આચાર્યો લખેલા અનેક લેખો ઉપરાંત ૨૪ જેટલી મૌલિક કૃતિઓ કે ભાષાંતરે
ગદ્ય તેમજ પદ્યમાં લખ્યાં છે. સાચી.... એપ્રિલ-જૂન ૧૯૮૫ શ્રી જયેન્દ્ર નાણાવટી
Page #260
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૫૯ યુવાને જોતજોતામાં જૂનાગઢના સાંસ્કૃતિ ક્ષેત્રમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. તેણે ઈસ. ૧૮૮માં જૂનાગઢમાં અવેતન કલાકારોને એકત્ર કરી, સ્વરચિત રાણકદેવી-રા'ખેંગારનું નાટક, વડીલોના વાંધા અને વિરોધ વચ્ચે ભજવ્યું. શ્રીરંગધર મૂળશંકર માંકડ નામના કવિ મિત્રના સહગ અને સહકારથી તેમજ શ્રી ગિરધરલાલ માધવલાલ ધોળકિયા જેવા પ્રખર રાજપુરુષના ઉત્તેજનથી તેણે જૂનાગઢમાં સાહિત્ય પ્રવૃત્તિ વિકસાવી નવાબ મહાબતખાનજી ગુજરી ગયા ત્યારે મહાબત વિરહનું દીર્ઘ કાવ્ય લખ્યું. થોડાં વર્ષો પછી તેઓ કવિ કલાપીના કવિ દરબારમાં સ્થાન પામ્યા અને સંચિત ઉપનામથી કાવ્યો લખતા થયા. તે પછી તે બગસરા, પોરબંદર વગેરે તાલુકાઓ અને રાજ્યોમાં સલાહકાર પદે રહ્યા અને માત્ર હૈયા ઉકલતથી યાંત્રિક કૃષિ પધ્ધતિનું જ્ઞાન સાધ્ય કરી બેરિંગ નિષ્ણાંત થયા. ઉત્તરાવસ્થામાં તે મોરબી મહારાજા લખધીરજી પાસે રહેતા અને ઈ. સ. ૧૯૩૨માં ગુજરી ગયા. પંડિત ગદુલાલ
મૂળ વારાણસીના વાસી પરંતુ જૂનાગઢ આવી વસેલા એક તેલંગી બ્રાહ્મણને ત્યાં વિ. સ ૧૮૦૧ના પિોષ વદી ૧૨ ના રોજ આ વિભૂતિને જન્મ થયું. તેમનું મૂળ નામ ગોવર્ધન હતું. બાલ્યવયમાં અદ્દભુત પ્રતિભા બતાવી માતાપિતા અને શિક્ષકે ને આશ્ચર્યચક્તિ કરનાર આ બાળકની આ શીતળાના રોગમાં નવ વર્ષની વયે સદાને માટે ચાલી ગઈ, પણ પ્રજ્ઞાચક્ષુ પંડિત ગટુલાલે માત્ર ચૌદ વર્ષની વયે, યમુનાલહરી, રૂકમણી ચંપૂ, ચિંતામણિ, મારૂત શક્તિ વગેરે ગ્રંથ લખ્યા અને લક્ષમણગિરિના પ્રશ્નોનું સન્સિધાંત માર્તડ નામે ખંડન લખ્યું. તેમને જોધપુર મહારાજની કચેરીમાં કંસવધનું શીધ્ર સંસ્કૃત કાવ્ય રચતાં, શીઘ્રકવિની ઉપાધિ મળી. તેઓએ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી કાવ્યો લખ્યાં છે તેને સંગ્રહ “સુભાષિત લડરી' નામથી જાણીતા છે. તેઓ સંગીતકાર, વક્તા, શતાવધાની અને ગણિતશાસ્ત્રી હતા. તેઓ પુષ્ટિમાર્ગીય હતા અને બહુધા મુંબઈમાં રહેતા. તેમને ભારત ધર્મ મહામંડલે ભારત માર્તડની પદવી આપી બહુમાન કરેલું. તેમનું વિ. સ. ૧૯૫૪ ના માર્ગશીર્ષ શુકલ અષ્ટમીના રોજ અવસાન થયું. શ્રી અનંતપ્રસાદ વૈષ્ણવ
પરબત મહેતાના વંશમાં, વૈષણવ કુળમાં શ્રી અનંતપ્રસાદ ત્રિકમરાય
1 સદુપદેશ માર્તડ-વિદ્યા વિલાસ પરિષદૂ-જનાગઢ. ના આબારે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૬૦ : જૂનાગઢ અને ગિરનાર
વૈષ્ણવ જન્મ જૂનાગઢમાં ઈ. સ. ૧૮૬૧ માં થયે હતા. તેના પિતામહ કહાનજી બક્ષીના નામે ઓળખાતા. એ સમયમાં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતે. ઈસ. ૧૮૭૯માં તેમણે તેની પ્રથમ કૃતિ “હિમ્મત વિજય’ નાટક રચી. તે પછી. “જોરાવર વિનોદ, નાટક લખ્યું. “યાત્રા વિલાસ' નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક અને “રાણકદેવી,’ ‘ત્રિદંપતી,” “વિદ્યાલમ' નામની નવલકથાઓ લખી. પરંતુ સર્વથી શ્રેષ્ઠ કૃતિ તેમનું પદ્ય મહાભારત છે, જેમાં તેની કવિત્વ શક્તિને પરિચય થાય છે. શ્રી અનંતપ્રસાદ, રામાનુજ સંપ્રદાયના અનુયાયી હતા અને દક્ષિણ ભારતમાં વારંવાર જતા. તેઓ રાધનપુર સ્ટેટમાં રેવન્યુ કમિશ્નર હતા. નિવૃત્ત થઈ તેમણે ધર્મ પ્રચારનું કાર્ય સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. તે પ્રવાસ અંતર્ગત ઈ. સ. ૧૯૫૭માં તેમનું અવસાન થયું. મનહર સ્વામી
ઈ. સ. ૧૮૩૮માં ભાવનગરમાં સસ્ત દીક્ષા લઈ ત્યાં જ વસી જનાર મનહર સચ્ચિદાનંદ સ્વામી, જૂનાગઢના નાગર ગૃહસ્થ હતા. તેના મામા વસાવડના પ્રસિદ્ધ કવિ કાલીદાસે ધ્રુવાખ્યાન આદિ આખ્યાને લખ્યાં તેની મનહર ઉપર છાપ હતી. એમને જન્મ ઈ. સ. ૧૭૮૮માં થયો હતો અને સંસ્કૃત, વૃજ અને ગુજરાતી ભાષા ઉપરનું તેનું પ્રભુત્વ જોઈ ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝાએ તેમને ભાવનગર બેલાવેલા અને તેણે ત્યાં રહી “મનહર' અને “સચ્ચિદાનંદ' નામથી સુંદર પદ રચ્યાં છે. આદિત્યરામ વ્યાસ - ઈ. સ. ૧૮૫૧ થી જામનગરમાં વસવાટ કરી ગોસ્વામી વ્રજરત્નલાલજી કે વ્રજનાથજી મહારાજની હવેલીમાં રહેતા પ્રસિદ્ધ સંગીતાચાર્ય આદિત્યરામ વ્યાસ જૂનાગઢના પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં જન્મેલા તેમના સંગીત ઉપરના અભુત સ્વામીત્વથી તે તત્કાલિન સંગીત શાસ્ત્રીઓનાં શિરમોડ ગણાયા હતા. તેમના પિતા વૈકુંઠરામ શાસ્ત્રી પ્રખર વિદ્વાન હતા. તેણે આદિત્યરામને શાસ્ત્રો અને પુરાણે શિખવેલાં અને નવાબના દરબારી ગાયક, ઉસ્તાદ અનુખાન પાસે તેમણે સંગીતનું જ્ઞાન મેળવેલું. તેમને નવાબની કચેરીમાં પણ અગ્રસ્થાન મળેલું પરંતુ જામનગરની હવેલીના મહારાજશ્રી યાત્રામાં મળી જતાં તેના આગ્રહથી તેઓ જામનગર ગયા. વિ. સ. ૧૯૩૭ ના મહા સુદ ૧૪ ના રોજ તેમનો દેહાન્ત . સુધારકે
પ્રખર વિદ્વાન અને વેદધારક મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીને સદ્
Page #262
--------------------------------------------------------------------------
________________
ભાખી વંશ–ઉત્તરાર્ધ ઃ ૨૬૧
ઉપદેશ વિચારી તથા કવિ નમદાશંકર લાલશંકર અને કરસનદાસ મૂળજી જેવા સુધારકેનાં વ્યાખ્યાના વાંચી આ સમયે જૂનાગઢમાં એક સુધારક માઁડળ અસ્તિત્વમાં આવેલું. આ મંડળમાં સ`શ્રી પ્રતાપરાય વસંતરાય સૌરાષ્ટ્રકર, રૂદ્રજી સુંદરજી રાણા, મથુરાદાસ અમૃતલાલ વસાવા', અંબારામ સુંદરજી છાયા, ત્ર્યંબકરાય મજમુદાર, બાપુભાઈ મજમુદાર, દામેાદરદાસ હીરજી જગઢ, ગિરનારા બ્રાહ્મણ અંબાશંકર વલ્લભજી, પ્રભાસપાટણના હરપ્રસાદ ઉદયશ કર દેશાઈ વગેરે યુવાના હતા. શ્રી પ્રતાપરાયે, દેશભક્તિના અને ધામિર્માંક અંધશ્રધા વિરૂદ્ધનાં કાવ્યો અને નાટકો રચ્યાં. શ્રી મથુરાદાસ અમૃતલાલ વસાવડાએ વેદધમ નાં મૂળ તત્ત્વ! અને સિદ્ધાંતાના બેાધ તના માસિક વૈદ ધમ પ્રકાશ દ્વારા આપ્યા. હરપ્રસાદ ઉદયશ કર દેશાઈએ પ્રભાસપાટણમાં પ્રભાસ આર્યાદ્ઘ ક સભા સ્થાપેલી. તએ વાર વાર જૂનાગઢ આવી, વેદધમ અને પૌરાણિક ધમ' ઉપર ભાષા આપતા. શ્રી રૂદ્રજી સુંદરજી રાણાએ તે સમયે જ્ઞાતિમાં અને સમાજમાં પ્રવેશેલી કુરૂઢીઓ અને કુરિવાજો સામે, લેખા, સંવાદો, નાટકા અને વાર્તા લખી વડીલોના વિરાધ વહોરી લઈને પણ તેણે જનતાને સાચી દેારવણી આપી.
આ ઉપરાંત જૂનાગઢના વેદમૂતિ વારા જટાશંકર હરજીવન, પાઠક ગારાભાઈ રામજી, ભાનુશ’કર રણછેડજી (ઉત્તરકાળમાં સ્વામી ભાસ્કરાનંદજી,) છેોટાલાલ જાદવરાય મજમુદાર વગેરે સંસ્કૃતના પ્રકાંડ પંડિતા તથા જીવાભાઈ કીકાણી, આણુંદલાલ વ્રુજદાસ વસાવડા, નભુભાઈ દયાળજી, જયાશંકર જટાશંકર છકાર વગેરે કવિ અને લેખકા આ સુવર્ણ યુગની નામાકિત વ્યકિતએ તરીકે ઉલ્લેખનીય છે.
ડોક્ટરો
જૂનાગઢ રાજ્યના વૈજ્કીય ખાતાના મુખ્ય પદે વર્ષો સુધી રહેલા ડેા. ત્રિભાવનદાસ મેાતીચંદ શાહે તેમની ફરજ બજાવવા ઉપરાંત તે કાળે પ્રવત તી કેટલીક રૂઢિઓ અને માન્યતાઓ સામે આરેાગ્યશાસ્ત્રની દૃષ્ટિએ લેખા અને પુસ્તકા લખી તે સમયમાં જે વિચારા હજી જનમ્યા ન હતા તેનું પ્રાને જ્ઞાન
1 આ સમયના કવિએ લેખકા વગેરેની નામાવલિ બહુ મોટી થાય છે, તે સના જીવન કે કવનની નોંધ વિસ્તાર ભયે લેવાનું શક્ય નથી, તે જુનાગઢના સાંસ્કૃતિક ઇતિહાસના વિષય છે અને તે જ્યારે લખાશે ત્યારે સર્વેની નેાંધ લેવામાં આવશે, તેમ છતાં કોઇ ઉલ્લેખનીય વ્યક્તિને નિર્દેરા કરવાનું રહી જતુ હોય તેા સંબંધકર્તા વાચક મને સૂચન કરવા કૃપા કરે અને તે ક્ષતિ માટે માફ કરે. લેખક,
Page #263
--------------------------------------------------------------------------
________________
ર૬૨ ઃ જૂનાગઢ અને ગિરનાર આપ્યું. ડે. ત્રિભોવનદાસ શાહે પ્લાસ્ટીક સર્જરીની શોધ કરી જગતભરમાં નામના પ્રાપ્ત કરી. - ડોકટર નરોતમદાસ ઈદ્રજી વૈશ્નવ કે જે ગનુભાઈન્મ લેકપ્રિય નામે પ્રખ્યાત છે; તેમણે ઈ. સ. ૧૮૮૭માં માત્ર ૨૨ વર્ષની વયે મુંબઈની ગ્રાન્ટ મેડીકલ કોલેજમાંથી ડમી મેળવી અને જે સમયે સમુદ્રયાન કરવાની જ્ઞાતિને પ્રતિબંધ હતા ત્યારે ઈગ્લાંડ જઈ રહામ યુનિવર્સિટીમાંથી એમ. બી. બી. એસ.ની ઉપાધિ મેળવી. જૂનાગઢ રાયે જુદી ડીસ્પેન્સરીની સ્થાપના કરી તેમને ત્યાં નિયુક્ત કર્યા. આજ પણ ઉપરકેટ ડીસ્પેન્સરી ગનુભાઈના દવાખાના તરીકે ઓળખાય છે. એ સમયે સૌરાષ્ટ્રમાં લેબોરેટરી ન હતી ત્યારે રાજ્યના પ્રોત્સાહનથી તેઓ ઈ. સ. ૧૮૯૭માં મુંબઈ તથા આગ્રા ગયા અને ત્યાં તાલીમ લઈ જૂનાગઢમાં પ્રથમ કેમીકલ લેબોરેટરી સ્થાપી ઇ. સ. ૧૮૯૮માં કુતિયાણામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તેમણે રસી બનાવી, કરનટાઈનની પ્રથા પ્રથમ વાર અપનાવી લેગને નાબૂદ કર્યો. કમભાગે તે ઈ. સ. ૧૯૦૦માં માત્ર ૩૫ વર્ષની વયે પરલેકવાસી થયા.. કુદરતી આફતે
તા. ૨૨-૬-૧૮૮૪ના રોજ જૂનાગઢ અને ગિરનાર ઉપર અતિ ભારે વૃષ્ટિ થઈ. વીજળી અને કડાકા ધડાકાએ માઝા મૂકી. ગિરનાર ઉપરના અંબાજીના મંદિર ઉપર તથા માંડવી ચોકમાં મસીદના મિનારા ઉપર વીજળી પડી. માંડવી ચોકમાં ચાર વ્યકિતઓનાં મૃત્યુ થયાં અને કાળવાના ચોકમાં છાતીપુર પાણી ચાલ્યું. એક રાતમાં ૧૩ ઈંચ પાણ પડતાં ઘણું ખરાબી થઈ.2 સ્વામી વિવેકાનંદ-એની બેસન્ટ
દીવાન હરિદાસ વિહારીદાસ, ફરાસખાનામાં રહેતા ત્યારે જગત પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ ઈ. સ. ૧૮૯૨માં જૂનાગઢ આવેલા અને તેમને ત્યાં ઉતરેલા પ્રસિદ્ધ દેશભક્ત આંગ્લ મહિલા મિસીસ એની બીસાન્ટ પણ જૂનાગઢ આવેલાં.
1 ડે. નરેતમદાસ વૈશ્નવનું જીવનચરિત્ર. શ્રી કીર્તિકુમાર હેગ્નનવ. 2 સૌરાષ્ટ્ર દર્પણ-જુલાઈ ૧૮૮૪, 3 એમ કહેવાય છે કે તે પ્રથમ કાળવાને કાંઠે પ્રકાશપુરીમાં ઉતરેલા. ત્યાંથી દીવાન હરિદાસ તેમને પોતાને ત્યાં લઈ ગયેલા.
વિવેકાનંદજીની પ્રતિમાની પ્રતિષ્ઠા દાતાર રોડ ઉપર તા. ૧૫-૮-૧૯૭૫ના રોજ થઈ
Page #264
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ–ઉત્તરાર્ધ : ૨૬૩
વજીર બહાઉદ્દીનભાઈ
વજીર શેખ બહાઉદ્દીનભાઈએ રાજીનામું આપ્યું, પરંતુ નવાબ બહાદુર ખાને તારીખ ૨૮-૫-૧૮૯૧ના ફરમાનથી તે નામંજૂર કર્યું. નવાબ બહાદરખાન
નવાબ બહાદરખાને, અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજી બોલી શકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિની તેના ઉપર અસર હતી. તેની રહેણીકહેણી પર્વાત્ય પદ્ધતિની હતી.
તેમનાં લગ્ન તેમના પિતાની હયાતીમાં થયેલાં. પ્રથમ લગ્ન બાટવાના બાબી શેરબુલંદખાનનાં પુત્રી ઉમરાવબખ્ત સાથે ઈ. સ. ૧૮૭૩માં અને બીજો લગ્ન રાણપુરના બાબી જવામર્દખાનની પુત્રી અમીરબખ્ત સાથે તે જ વર્ષમાં થયેલાં. ઈ. સ. ૧૮૭૫માં તેમનાં ત્રીજું લગ્ન વાડાસિનોરના બાબી મનવરખાનની પુત્રી લાલબતે સાથે અને ચોથાં લગ્ન ધ્રાંગધ્રાના ગામ માલવણના પંજાજી ઝાલાની પુત્રી રૂપાળીબાઈ સાથે તથા પાંચમા લગ્ન ઈ. સ. ૧૮૯૧માં ધોળકાના કસબાતી હયાતખાનનાં પુત્રી સરદારબખ્ત સાથે થયેલાં. તેમાંથી કેઈને કાંઈ સંતતિ હતી નહિ.
નવાબ બહાદરખાનને શાહપુરમાં રહેવાનું બહુ પસંદ હતું, તેથી તેણે ત્યાં બહાદરબાગ તથા બંગલે બનાવ્યો અને રેલવે લાઈન પણ વંથળી પાસેથી ન લઈ જતાં શાહપુર પાસેથી લઈ ગયા. તેઓ સ્વભાવે રંગીલા અને મોજી હતા. - બ્રિટિશ સરકારે તેમને ઈ. સ. ૧૮૯૦માં જી. સી. આઈ. ઈ. ને ખિતાબ આપે. નવાબ બહાદરખાનનું મૃત્યુ
તેઓ ઈ. સ. ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૧મી તારીખે અપુત્ર ગુજરી ગયા. ગાદીના વારસે
નવાબ બહાદરખાન અપુત્ર ગુજરી જતાં ગાદી કોને મળે તે પ્રશ્ન ઉપસ્થિત થયે. તેનાથી નાના ભાઈ રસુલખાન હતા અને તેનાથી નાના એદલખાન હતા.
મમ નવાબ મહાબતખાનનાં પ્રથમ બેગમના પુત્ર અહમદખાનને દા મહાબતખાનની હયાતીમાં જ નામંજુર થયો હતો. બહાદરખાનજી ગાદીએ આવ્યા ત્યારે પણ તેણે તેને દાવ આગળ કરતાં ફરીવાર તે રદ કરવામાં આવ્યો
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૬૪ : જૂનાગઢ અને ગિરનાર
હતા તેણે ફરીથી નવાબ બહાદરખાનના મરણુ વખતે દાવા આગળ ધર્યાં પણ આ પ્રસંગે પણ બ્રિટિશ સત્તાએ તે સ્વીકાર્યા નહિ.
મહાબતખાનનાં છેટીજી નામનાં એક બેગમ હતાં. તેના કુ"વર એદલખાન, રાજકાટની રાજકુમાર કાલેજમાં ભણ્યા હતા અને નવાબ મહાબતખાન અને બહાદરખાન સાથે કેમ જાણે તે તેના અનુગામી થવાના હોય તેમ દરબાગ અને એજન્સીની કચેરીમાં જતા અગ્રેજ અધિકારીએ સાથે તેને ઘાટા સંબંધ હતા અને તેથી જ્યારે બહાદરખાનજી અપુત્ર ગુજરી ગયા ત્યારે તેના વારસ તરીકે આગળ આવ્યા અને સત્તાધીશ અંગ્રેજ અમલદારાએ તેને જૂનાગઢના નવાબ તરીકે સ્વીકારવાના નિષ્ણુય લીધા.
મમ નવાબનાં નુરજ્જુ નામનાં એક બીજા પત્ની હતાં. રસુલખાન તેના પુત્ર હતા. તે સંસારી હેાવા છતાં વિરક્ત જેવા હતા. તેનેા સમગ્ર સમય સહતા, ફકીરા અને સાધુના સત્સંગમાં જતા. તેઓ બહુધા જમાલવાડી નામના સ્થાનમાં પીરની દરગાહ છે ત્યાં રહેતા અને તેમને જે છવાઇ મળતી તેના ખેરાતમાં વ્યય કરી નાખતા. તેમના અભ્યાસ પશુ નહિવત્ હતા છતાં તેની સાદાઈ, ગૃહસ્થાઈ, અમીરાત અને સખી સ્વભાવથી તે અતિશય લોકપ્રિય અને આદરણીય રાજકુવર હતા. તેમના જન્મ તા ૩૦-૭-૧૮૫૮ના રાજ થયા હતા.
એદલખાનના જન્મ તા. ૨૪-૧૧-૧૮૬૫ના રાજ થયા હતા. તેથી રસુલખાન વયમાં તેનાથી મેાટા હતા છતાં રાજગાદી એદલખાનને મળે તે જૂત:ગઢના મુત્સદ્દી, ભાયાતા અને અગ્રેસરને યોગ્ય લાગ્યું નહિ, તથી વજીર શેખ બહાઉદ્દીનભાઈ, નાયબ દીવાન પુરુષોતમરાય સુંદરજી ઝાલા અને અન્ય અમીરાએ, રસુલખાનજી જયેષ્ટ છે અને તેને એક પુત્ર છે તેમ કહી તેને ગાદીતરિાન કરવાના નિણ ય લીધે અને તેને અમલી પણુ બનાવ્યા.
આ કૃત્યથી જૂનાગઢમાં ગાદી વારસના પ્રને મેાટા વિવાદ ઉપસ્થિત થયા, પક્ષ્ા બધાયા અને એજન્સી અધિકારીઓને આ પ્રશ્નના ઉકેલ માટે માટી મૂંઝવણ થઈ.
તાત્કાલિન પોલિટિકલ એજન્ટ સર ચાર્લ્સ એલીવન્ટને એજન્સીની સ્પષ્ટ સન્મતિ વગર રસુલખ'નને ગાદીએ બેસાડી દેવાનું કૃત્ય અયાગ્ય જણાયું તેથી તેણે દીવાન હરિદાસ વિહારીદાસને રાજકુટુંબની અને રાજની તમામ મિલકતો જપ્તીમાં લઈ રાજયના વહીવટ એજન્સી વતી ચલાવવા આજ્ઞ આપી સર ચાર્લ્સ એલીવન્ટે એવા મુદ્દો ઉપસ્થિત કર્યાં કે રસુલખાન રાજપુત્ર
Page #266
--------------------------------------------------------------------------
________________
ખાખી વશ-ઉત્તરાધ : ૨૬૫
નથી, નિરક્ષર છે અને ફકીર થઇ ગયા છે માટે તે રાજકર્તા થવા યોગ્ય નથશે. તેણે મુંબઈ સરકારમાં નિવેદન કરતાં તેના જવાબમાં જૂનાગઢના અધિકારીએએ, રાજ જ્યાતિષી કાશીનાથ કમળાકર જોશીએ સ્વહસ્તે કરેલી જન્મકુંડળ રજૂ કરી તેના રાજપુત્ર તરીકે સ્વીકાર થયા છે, એવા પુરાવા રજૂ કરી લખ્યું કે તેમને અંગ્રેજીનું જ્ઞાન નથી તેના અર્થ એ થા નિરક્ષર છે અને એક રાજપુત્ર, સાધુ સંતા કે ફકીરેશના સત્સ ંગમાં આનંદ ખેતા હોય તા તે ફકીર થઈ ગયા કહેવામ નિહ. 1
ઘટે કે તે
મુંબઈ સરકારે આ પ્રશ્નના નિણ્ય કરતાં ઠરાવ્યું કે, ઈ. સ. ૧૮૬૬માં નવાબ મહાબતખાને, તેના વારસ તરીકે, બડાદરખાનને નીમવાના પ્રને જણાવેલું કે, રસુલખાન તથા એલ્ખાન અને અનૌરસ છે. તે પછી ઈ. સ. ૧૮૭૩ ૭૪ના પોલિનિકલ રિલેશન્સ સ્ટેટમેન્ટમાં એલખાનના સાહેબઝાદા અને રસુલખાનના ભાયાત તરીકે ઉલ્લેખ છે, પર`તુ ઇ. સ. ૧૮૭૫-૭૬ના સ્ટેટમેન્ટમાં બન્નેને સાહેબઝાદા તરીકે વર્ણવ્યા છે. રસુલખાન વયમાં મેાટા છે અને જૂનાગઢના લોકો તેને ઈચ્છે છે. તેમજ કેળવણી સિવાય ખીજું કોઈ તત્ત્વ તેની વિદ્ધમાં નથી, તેથી તેને ગાદી આપવામાં કાંઈ અયુક્ત નથી. અનૌરસપણાને પ્રશ્ન ચર્ચાયાજ નહિ અને બન્ને દાવેદારો એક જ કક્ષાના હોવાથી, રસુલખાન યમાં મેઢા હતા તે લાયક્રાત ઉપર તેમના નવાબ તરીકે સ્વીકાર કરવામાં આવ્યા.
નવાબ રસુલખાન
ઈ. સ. ૧૮૯૨ના જૂન માસની ૨૦મી તારીખે, પાંચ માસ સુધી અનિશ્રિત પરિસ્થિતિ રહ્યા પછી, નવાબ રસુલખાનને ગાદીશિન કરવામાં આવ્યા. સર ચાર્લ્સ . ઈ. એલીવ2 દરબાર ભરી તેને `સાર્વભૌમ સત્તાના ખરીતા આપ્યા. તે સમયે તેના હઝુર સેક્રેટરી તરીકે શ્રી. છે.ટાલાલ મથુરાદાસ બક્ષીની નિમણૂક કરવામાં આવી
પ્રવાસ
એજન્સીની સૂચનાથી નવામ રસુલખાન, કૅપ્ટન હાઇડ ક્રેઈટસ, નાયબ
1 શ્રી મંત્રીશ્વર રામજી સાહેબ, શ્રી. જ. પુ. જોશીપુરા.
2 પાલિટિકલ પ્રેકટીસ ઇન કાઠિયાવાડ એ. ડબલ્યુ. ટી. લેખ, ૪. ગિ.-૩૪
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૬૬ : જૂનાગઢ અને ગિરનાર
દીવાન પુરુષોતમરાય ઝાલા તથા અન્ય અમીર અને અમલદારોને સાથે લઈ ઈ. સ. ૧૮૯૩ના જાન્યુઆરી માસની ૨૧મી તારીખે ઉત્તર ભારતના પ્રવાસે ગયા અને માર્ચ માસની ૨૩મી એ પાછા ફર્યા. તે પછી ખાનગી કારભારી, શ્રી અમરજી આણંદજી કચ્છી, હઝુર સેક્રેટરી શ્રી છોટાલાલ મથુરાદાસ બક્ષી” ડો. નરોતમદાસ ઈદ્રજી વૈષ્ણવ તથા કેપ્ટન હાઈડ કેઈટસ સાથે ઈ. સ. ૧૮૯૩ના એપ્રિલ માસની ૧૦મી તારીખે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા અને જૂન માસની ૧૪મી તારીખે પાછા ફર્યા. તેમને યુરોપના પ્રવાસે જવા માટે આગ્રહ કરવામાં આવ્યા હતા. પણ રસુલખાને તે માટે અનિચ્છા બતાવતા, પ્રવાસ યોજના પડતી મૂકવામાં આવી એમનાથ ઉપર હકૂમત ' ઈ. સ. ૧૮૮માં વડેદરા રાજ્યની સરકારે એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, પ્રભાસપાટણમાં આવેલા સેમિનાથના મંદિર, પ્રાચીમાં આવેલા પ્રાચીકુંડ તથા અન્ય મંદિર ઉપર ગાયકવાડ સરકારની હકૂમત છે અને તેથી વડોદરા રાજ્યના અધિકારીઓ કે પ્રજાજને પ્રાચીકુંડમાં સ્નાનાથે કે યાત્રાર્થે જાય તેની પાસેથી જુનાગઢ રાજ્ય કર માગી શકે નહિ. એટલું તે નહિ પણ તે સમયે વસતી ગણતરીનું કાર્ય ચાલતું તે કાર્ય સોમનાથની હદમાં રહેતા ગાયકવાડના પૂજારી અને અન્ય કર્મચારીઓ, કરે અને તે મંદિરની હદ તથા અન્ય મંદિરોની હદ ગાયકવાડની ગણાય તેવો પણ દાવો કર્યો. જૂનાગઢ રાજ્ય સરકારે તે માટે બ્રિટિશ સરકારમાં વધે ઉપસ્થિત કરી રજૂઆત કરતાં મુંબઈ સરકારના ઠરાવ નં. ૫૭૦ તારીખ ૨૭-૧-૧૮૯૧થી વડોદરા રાજ્યને દા નામંજૂર કરવામાં આવ્યું, તેથી તેણે અપીલ કરતાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ડિયાએ આ મંદિર અને પવિત્ર સ્થાને જૂનાગઢની હકૂમતમાં છે અને તેના ઉપરનો સર્વ પ્રકારને અંકુશ જાનાગઢ રાજ્યને છે તે નિર્ણય આપે. પ્રભાસપાટણમાં અશાંતિ ' પ્રભાસપાટણનાં પવિત્ર તીર્થસ્થાનની અમર્યાદ થતી રહેતી અને વારંવાર કામી ઉપદ્રવ થતા અને હિન્દુ પ્રજાની લાગણી દુઃખાય એવા પ્રસંગે બનતા, તેથી બ્રિટિશ સત્તાના આદેશથી તે પ્રશ્નોને અંતિમ નિર્ણય કરવા માટે કર્નલ જે. એમ. હંટરના પ્રમુખપણું નીચે એક કમિશન નીમવામાં આવ્યું.
1 શ્રી. બાબુરાય તથા શ્રી. શ્રીનિવાસ બક્ષીના પિતામહ.
Page #268
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-ઉત્તરાધ ઃ ૨૬૭
નીમવામાં આવ્યું. તેમાં મિરઝા અબ્બાસ ખલી બૅગ અને શ્રી રણછેડલાલ કપુરચંદ દેસાઈ સભ્યો નીમાયા. આ કમિશને તેના રિપોર્ટ ઇ. સ. ૧૮૯૩ના મે માસની ૨ જી તારીખે રાજ્ય સરકારને સુપ્રત કર્યાં.
રાજ્ય સરકારે, આ રિપોટ થાડ! ઘણા ફેરફારા સાથે સ્વીકારી કેટલાક હુકમ કર્યા છતાં ઈ. સ. ૧૮૯૪ના જુલાઈ માસની ૨૫મી તારીખે પ્રભાસપાટણમાં તાજીયા દફન કરવાના પ્રસ ંગે હુલ્લડે કરી કેટલાક મુસ્લિમે એ, સાધુઓ, બ્રાહ્મણા અને સરકારી નાકરાની હત્યા કરી અને મદિરાને આગ આંપી.
જ્યારે હુલ્લડ પરાકાષ્ટાએ પહેાંચેલુ ત્યારે પ્રભાસપાટણના જ વતની પોલીસ અમલદાર હરપ્રસાદ ઉદયશંકર દેસાઈ સુત્રાપાડાથી આવી પહેાંચ્યા અને હુલ્લડખેારેશને અંકુશમાં લઈ તેના આગેવાનાને પરહેજ કર્યાં.
આ ભયંકર હત્યાકાંડના સમાચારથી સમગ્ર ભારતમાં રાષની લાગણી વ્યાપી થઈ મુંબઈની જનતાએ તે માટે મોટું આંદલન કરી મુ ંબઈ સરકાર પાસે કડક પગલાં ભરવાની અને ન્યાય આપવાની માગણી કરી.
હુલ્લડખારા ઉપર કેસ ચલાવવામાં આવ્યા ત્યારે તહોમતદારાના બચાવ માટે રાજ્ય સરકારે બેરિસ્ટર બ્રેનસનને રોકયા અને પ્રેાસીકયુશન માટે બેરિસ્ટર જે. જારડાઈન, શ્રી માણેકશાહ જહાંગીર તલ્યારખાન અને ગોકુલદાસ કહાનદાસ પારેખને શકયા.
આ સમયે સુપ્રસિદ્ધ દેશભક્ત સર ફીઝશાહ મહેતા જૂનાગઢ રાજ્યમાં હઝુર કાઉન્સીલર હતા. તેમના પ્રમુખપણા નીચે હુલ્લડ કેંસમાં અપીલ સાંભળવા ખાસ ટ્રિબ્યુનલ નીમવામાં આવી તેમાં શ્રી આર. એસ. ટિપનીસ તથા સૈયદ નુરદીન સભ્યા હતા.
આ ટ્રિબ્યુનલે સર્વાનુમતે હર તહેામતદારોમાંથી ૧૮ સખ્સોને જુદા જુદા સમયની સજા કરી.
1. આ હત્યાકાંડમાં સામપુરા બ્રાહ્મણ ત્રવાડી વલ્લભજી રતનજી, જાની જેશંકર રણછેડ, સાધુએ સુમિત્રાદાસ, ખલિરામ, કૃષ્ણદાસ, ડૉ. મનેાહરદાસ, તેના કમપાઉન્ડર, પટાવાળેલ માલી દયાળ, વેકસીનેટર તથા તેના પટાવાળા મરાઈ ગયા.
2 આ પ્રસ`ગ અને તે પછીની વિગતે માટે જીએ પ્રભાસ અને સામનાથ રશ', હ, દેશાઈ,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૮ : જૂનાગઢ અને ગિરનાર
ઈ. સ. ૧૮૯૬માં બને કેમો વચ્ચે કાયમી કડવાશ દૂર થાય તેવા હેતુથી પ્રભાસપાટણના હિન્દુ અગ્રેસર આચાર્ય રણછોડ વિષ્ણુ તથા સૈયદ જનામીયાં અકબરીયાંના પ્રયાસથી એક સમાધાન થયું. રાયે આ સમાધાન, દીવાન દફતર જાવક નંબર ૧૫૪૦ તારીખ ર૯-૪-૧૮૯૬ થી મંજૂર રાખ્યું. તે અન્વયે સજા ભોગવતા અઢારે આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા અને સમાધાનને મૂર્ત સ્વરૂપ આપવા માટે ઈ. સ. ૧૮૯૬ ના એપ્રિલ માસની ૩૦ મી તારીખે, વજીર બહાઉદ્દીનભાઈ, નાયબ દીવાન પુરુષેતમરાય ઝાલા, પેશ્યલ દિવાન બેજનજી મેરવાનજી, ગાંડલ દીવાન શ્રી તરખડ વગેરેની ઉપસ્થિતિમાં પ્રભાસપાટણ મુકામે એક સભા ભરવામાં આવી ' આ હત્યાકાંડ અને તે પછીના પ્રસંગોમાં જુનાગઢના પ્રતિષ્ઠિત, ધર્માનુરાગી અને સેવાભાવી વકીલ જટાશંકર જીવણજી છાયાએ, પ્રજાની અપૂર્વ સેવા કરી રાજ્ય અને પ્રજાની પ્રીતિ મેળવી. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર
આ પ્રસંગે દેહત્સર્ગ ઘાટ ઉપર આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને હુલ્લડખોરોએ નુકસાન કરેલું, તેથી તેને પુનરેદ્ધાર કરવામાં આવ્યું. તેનું શિલારોપણ વજીર બહાઉદ્દીનભાઈને હાથે થયું અને રાજ્ય તે મંદિર નવેસરથી બાંધવા. દીવાન દફતર જાવક નંબર ૨૮૧૫ તારીખ ૧૪-૮-૧૮૯૭થી મંજૂરી પણ આપી. આ મંદિર બંધાઈ ગયું અને જ્યારે પ્રતિષ્ઠા ઉત્સવ ચાલતા હતા ત્યારે તારીખ ૪-૩-૧૯૦૭ના રોજ પ્રભાસપાટણના મેજીસ્ટ્રેટ શ્રી અનંતરાય નાનાલાલે તે, કામ ન કરવા મનાઈ હુકમ આપ્યો અને ઉત્સવ બંધ કરાવ્યા. આ હુકમ શા માટે કરવામાં આવ્યો છે તેના કારણે પણ દર્શાવવામાં ન આવ્યાં. - ઈ. સ. ૧૯૦૭થી ઈ. સ. ૧૯૪૭ સુધી અવિરત પણે હિંદુ આગેવાને તેના માટે અરજ અહેવાલ કરતા રહ્યા પણ તેનું કાંઈ પરિણામ આવ્યું નહિ. દીવાન સર પેટ્રિક કેટલે અમુક શર્તે તે સેપવા આજ્ઞા કરેલી પણ તેને અમલ
[1 આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિ અને એખલાસ પ્રસ્થાપિત કરવા
હિંદુ ન હોય કે મુસલમાન ન હોય તેવા અધિકારીને પ્રભાસમાં મૂકવા નિર્ણય લેવાયો. તે પ્રમાણે શ્રી પી. ઝેડ. વાઝ નામના ક્રિશ્ચિયન ગૃહસ્થની ત્યાં નિમણુક થઈ, પરંતુ તે થોડા જ દિવસોમાં ચાલ્યા ગયા તેથી રાજ્ય પ્રભાસપાટણના વતની શ્રી હરપ્રસાદ ઉદયશંકર દેશાઈની ત્યાં વિશેષ સત્તાઓ સાથે આસિ. પોલીસ સુપ્રિ. તરીકે નિમણુક કરી. તેણે શાંતિ અને સલામતી પુનઃ સ્થાપી બન્ને કોમો વચ્ચેના સમાધાનની ભૂમિકા તૈયાર કરી. જુઓ “પ્રભાસ અને સોમનાથ” શંહ. દેશાઈ.
Page #270
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૬૦
થશે નહિ. આ મંદિર હિન્દી સંધના અજીત સેએ જૂનાગઢને કજો લીધો તેને બીજે દિવસે એટલે તા. ૧૦મી નવેમ્બર ૧૯૪૭ના રોજ ખોલી નાખવામાં આવ્યું, ફકીરમહમદ મકરાણી - ઈશુજના ધીંગાણામાં માર્યા ગયેલા મકરાણી અલીમહમદની બહેન એમના પુત્ર ફકીરમહમદ લશ્કરાન અસામાજિક પ્રવૃત્તિ કરતે. તેણે પ્રભાસપાટણનાં કંકા ડોશી નામનાં ધનિક વૃધ્ધાના ઘરમાં ખાતર પાડતાં આસિ. સુપ્રિ. ઓફ પિોલીસ શ્રી હરપ્રસાદ ઉદયશંકર દેશાઈએ પકડી જેલવાસી કરેલ. ત્યાંથી મુકત થતાં તેણે ઈ. સ. ૧૮૯૫ના ડીસેમ્બરમાં ચોરવાડ પાસેના કડાયા ગામના પટેલ પબાને બાન પકડી મોટી રકમ પડાવી. આ ગુનાસર પકડવા ગયેલી પોલીસ પાર્ટીને તેણે કહેવરાવ્યું કે તે બહારવટે છે.
કહેવાય છે કે ફકીરમહમદની મા એમના તથા બહેને છરના અને રહીમાએ તેને રાજય સામે ચડવા ઉશ્કેરણી કરેલી. ફકીર મહમદની ટેળામાં કાદુને ભાણેજે નથુ જહાંગીર અને અલ્લાદાદ જહાંગીર ભળી ગયા. કાળાં સંદેસ નામને મકરાણી, કેટલાક બલેચ અને સંધીઓ પણ જોડાયા અને મેંદરડા સામે બહારવટું ખેડતા ઝિણું મૈયાને તેને સહકાર મળે. "
આ બહારવટિયા પાછળ ચિસ્તી મકબુલમીયાં, જુદી-મીયાં, હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ તથા દામોદરદાસ હીરજી જગટ ગીતો ફેરવી તેને ચારેકોરથી ભીડાવ્યો. આ અધિકારીઓના પરિશ્રમથી તેને વિશેષ સમય ટકવાનું મુશ્કેલ બન્યું. એવામાં ગીતે તા. ૫-૪-૧૮૯૬ ના રોજ ધારી પાસે કરમદડી ગામે બહારવટીઆઓને આંતરી ધીંગાણું કર્યું તેમાં ગીસ્તને સવાર ગજસિંહ કહાનસિંહ મરાઈ ગયો અને ગીતે બહારવટિયા ટોળીના તેથી તથા ગજને ઠાર કર્યા.
1 પાછળથી અલ્લાદાદ પકડાઈ જતાં સજા થઇ હતી પણ રાજ્ય માછી આપી તેની પોલીસ
ખાતામાં નિમણુક કરેલી 2 દામોદરદાસ હીરજી જગડ જુનાગઢ રાજ્યમાં આસિ. સુપ્રિ. ઓફ પિોલીસ હતા. તેમણે
દીર્ધકાળ પર્યત જુનાગઢ રાજ્યમાં ઊંચા પદ ઉપર નોકરી કરી. નિવૃત્ત થયા પછી પન્ના સ્ટેટમાં પોલીસ સુપિ હતા. ત્યાં ચંબલ ખીણના ડાકુઓ સામે છેડા ઉપાડી ધીંગાણાઓ કરી ડાકુઓને પાપિત કરેલા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૭૦ : જૂનાગઢ અને ગિરનાર
તે પછી સમઢિયાળા ગામે ધીંગાણું થયું, તેમાં નથુ જહાંગીર ભરાઈ ગયો અને ફકીરમહમદે ઝેર પીને આત્મહત્યા કરતાં તેના મૃતદેહને તેના સાથીઓ જામવાળા પાસે ઝાંતરડી નદીમાં નાખી દઈ ભાગતા હતા ત્યાં ગીશ્વ ઓફિસર હરપ્રસાદ ઉદયશંકર દેશાઈને હાથે પકડાઈ ગયા. તેમાં કાળા મદેશ મુખ્ય હતું. આ હરામખોરોને તેણે પ્રાચી મુકામ રાખી પડેલા નાયબ દીવાન પુત્તમરાય સુંદરજી ઝાલા પાસે રજૂ કર્યા અને તે સાથે બહારવટને અંત આવ્યો.
એલીએનેશન સેટલમેન્ટ
- જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના થયા પૂર્વે, હિન્દુ રાજાએ, દિલ્હીના સુલતાને, ગુજરાતના સુલતાને અને મુગલ પાદશાહના સમયથી કેટલાક ગીરદારે જુદા જુદા પ્રકારની જમીનને ઉપભગ લેતા. નવાબેએ પણ ઘણા માણસોને જાગીર આપી હતી, પરંતુ તેનું કેઈ પધ્ધતિસરનું દફતર ન હતું કે તેના વારસા હિસા માટે નિયમો પણ ન હતા. તેથી સમગ્ર જાગીરદારોના હક્કો, પ્રક રે, વિસ્તાર અને ઉધડલેત્રી વગેરેને કાયમ નિકાલ કરવા દીવાન હરિદાસ દેસાઈએ સેટલમેન્ટ કરવા વિચાર્યું, પરંતુ તે કાંઈ સક્રિય કાર્ય કરે તે પહેલાં તે નિવૃત્ત થયા. તેણે આ કાર્ય માટે, મિ. એ. એફ. મેકોનેકી નામના સનંદી અમલદારની નિમણૂક કરેલી. પણ તેને તથા હરિહાસના અનુગામી દીવાન શામજી કૃષ્ણવર્મા વચ્ચે મતભેદ પડતાં આ કાર્ય સ્થગિત થઈ ગયું. શામજી કૃષ્ણવર્મા પાછા જતાં ર. બ. બહેચરદાસ વિહારીદાસ દેશાઈ દીવાનપદે આવ્યા ત્યાં મિ. મેકેનેકી બ્રિટિશ હિન્દમાં પાછી ફર્યા અને તેના સ્થાને સુયોગ્ય વ્યક્તિની નિમણૂક કરવાને પ્રશ્ન ઉપસ્થિત થયે. ઘણું પત્રવ્યવહારને અંતે મુંબઈ સરકારે મહીકાંઠાના પિલિટીકલ એજન્ટ કર્નલ સી. ડબલ્યુ. સીલીની નેકરી જૂનાગઢ રાજને ઈ. સ. ૧૮૯૬ના ડીસેમ્બરમાં ઉછીની આપી અને તેણે ઈ. સ. ૧૮૯૭ના માર્ચ માસમાં તેના સેટલમેન્ટ કમિશનરના હેદાને ચાર્જ સંભાળી કામ શરૂ કર્યું. | સેટલમેન્ટ કમિશનર પાસે રાજ્ય તરફથી કામ ચલાવવા સર્વશ્રી ત્રિકમજી
1 ફકીરમામાના બહારવયની વિગતો માટે જુઓ “પિ તર્પણ-શં. હદેસાઈ
Page #272
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ર૭૧
નરભેરામ વૈષ્ણવ, શ્રી ત્રિભોવનરાય દુલેરાય રાણા અને પાછળથી મગનલાલ સુંદરજી કીકાણને નીમવામાં આવ્યા. આ અધિકારીઓને દરબાર એજન્ટના હેદા આપવામાં આવ્યા. કનલ સીલી, ન્યાયપ્રિય અંગ્રેજ અધિકારી છે અને જાગીરદારોને તેમના હક્કો સાબિત કરવા પૂરતી તક આપે છે અને તેમના રૂકાઓનો ઝીણવટથી અભ્યાસ કરે છે તેથી રાજયને મોટું નુકસાન જશે અને જાગીરદારની જમીને પાછી ખેંચી લેવાની ધારણું ફલિભૂત નહિ થાય અને પરિણામે, રાજયને મોટું નુકસાન જશે એવી ભીતિ નાયબ દિવાન પુરુષેતમરાય ઝાલાને થઈ, અને તેણે “ઘરમેળે સમાધાન'ની ફેરચુલા ઊભી કરી. આ રમ્યુલા અવયે વજીર બહાઉદીનભાઈ તથા નાયબ દીવાન શ્રી ઝાલાએ જાગીરદારોને રૂબરૂ બોલાવી, સામ, દામ, દંડ અને ભેદની નીતિ અજમાવી, ઘણાખરા જાગીરદારોના હકકો લખાવી લીધા અથવા જમીનનાં રાજીનામાં લઈ લીધાં. જેઓ સમાધાનની નીતિને વશ ન થાય તેમના ઉપર મોટી મોટી લેત્રીઓ લાગુ કરી. કર્નલ સીલી કેસોની તારીખો નાખી કેસો ચલાવ્યા કર્યા અને બીજી બાજુથી આ રાજ્ય સ્થંભએ ઘણું જાગીરદારોનું “ઘરમેળે સમાધાન કરી નાખ્યું. જૂના જાગીરદારોની કક્ષામાં શેર કરવામાં આવ્યું, કેટલાં ગામો અને જમીન ખાલસા કરવામાં આવી. તે સાથે કેટલાક કપ પાત્રોને હક્ક ન હેવા છતાં જમીને મળી અને જેમની પાસે હતી તેમને સવિશેષ હકકો મળ્યા.
કર્નલ સીલીએ જ્યારે ૫૬ આખા ગામની ૮૪,૩૪૮ એકર ૭ ગુંઠા જમીન તથા ૩૬,૨૪૮ એકમ ૨૯ ગૂઠા છુટક જમીનનું સેટલમેન્ટ કર્યું ત્યારે “ધરમેળે સમાધાન'ની પદ્ધતિથી વજીર તથા નાયબ દીવાને, ૧૫૦ આખા ગામોની ૨,૩૨૦૬૮ એકર ૨૪ ગુંઠા જમીન તથા ર૭,૫૬૧ એકર ૨૬ ગૂઠા છુટક જમીનનું સેટલમેન્ટ કર્યું.
સેટલમેન્ટ સંપૂર્ણ થતાં જમીન જાગીરના હક્ક, હિસ્સા, વારસા, લેરી વગેરેના નિયમો ઘડવામાં આવ્યા અને જાગીરોની નોંધણીનાં રજીસ્ટર અને સનંદે કે હક્કપત્રકે તૈયાર કરવામાં આવ્યાં.
1 શ્રી ભૂપતરાય ત્રિકમજીના પિતાશ્રી 2 રા. બ. ટી. ડી. રાણું-પાછળથી દીવાન થયા તે. 3 શ્રી મનુભાઈ કીકાણુ તથા શ્રી બળવંતરાય કીકાણીના પિતાશ્રી અને શ્રી હરસુખરાય
કીકાણીના. (રાજકોટવાળા) ના પિતામહ.
Page #273
--------------------------------------------------------------------------
________________
ર૭૨ : જૂનાગઢ અને ગિરનાર
જાગીરના પ્રકાર - જૂનાગઢ રાજ્યમાં,નવાબના વંશમાંથી ઉતરેલા બાબાઓ ભાયાત કહેવાતા. જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના થઈ તે પૂર્વે જેઓ ગીરાસ ધરાવતા તેઓ મૂળ ગીરાસિયા કહેવાતા. તેઓના હક્કો અન્ય જાગીરદારેથી સવિશેષ હતા અને એજન્સીએ તેમને રાજય સામે રક્ષણ આપવાનું સ્વીકારેલું. તેઓ રાજયને જે રકમ ભરતા તે સુધારા વરાડ કહેવાતી. તે પછીની કક્ષા બારખલીદારોની હતી, તેઓને જમીન ઉપર સંપૂર્ણ મહેસુલી અધિકારી હતા, પરંતુ તેમને એજન્સીનું રક્ષણ ન હતું, તેમની જમીને ઉપરની લેત્રીઓ પણ વધારે હતી. અને તે સેટલ સલામી કહેવાતી. બારખલીમાં ચાકરીયાત અને ઈનામી (પસાયતાં) એવા બે પ્રકાર હતા. ચાકરીયાત ઉપર અમુક નેકરી આપવાની ફરજ હતી. સેટલમેટ વખતે આ બારખલીદારો પાસેથી અમુક જમીન કે રોકડ રકમ લઈ નેકરીની માફી આપવામાં આવેલી. ઈનામી જમીન ખાનારાઓ ઉપર કોઈ ફરજ હતી નહિ. તે પછીના વર્ગમાં ધર્માદા બારખલીદારોની જાગીર હતી. જુનાગઢમાં આવાં પચાસથી વિશેષ આખાં ગામ તથા બીજી છુટક જમીન હતી. તેમાં બે પ્રકાર હતા. પ્રથમ પ્રકાર સદાવ્રત ધર્માદાને તથા બીજે પ્રકાર જત ખેરાતને હતા. સદાવ્રત ધર્માદા જાગીરનો વારસો સરકારની મરજી પ્રમાણે ઉતરતો, પરંતુ જે સંપ્રદાય કે ધર્મની જાગીર હોય તે જ સંપ્રદાયમાં અને બનતાં સુધી મરનાર ગાદીપતિના શિષ્યને વારસો આપવામાં આવતો. કેટલાંક ગામો ધર્માદા પ્રકારનાં હતાં તેમના વારસા પ્રસંગે રાજ્ય હસ્તક્ષેપ કરતું નહિ. - જૂનાગઢ રાજ્યનું ક્ષેત્રફળ ૨૦,૦૬,૯૩૩ એકર ૩૧ ગુંઠા હતું. તેમાંથી ૧૪,૧૪,૪૭૫ એકર ૨૫ ગૂઠા ખાલસા અને ૬,૭૨,૪૫૮ એકર પ4 ગુંઠા ભાયાતે મૂલ ગરાસિયા તથા બારખલીદાર હસ્તકની જમીનનું ક્ષેત્રફળ હતું, માંગળ ઉપર મેનેજમેન્ટ
તા. ૨૧-૯-૧૯૦૭ના રોજ માંગરોળના શેખ હુસનમાયાં અપુત્ર ગુજરી જતાં જૂનાગઢ રાજ્ય પેશ્યલ દીવાન શ્રી અરદેશર જમશેદજીને મેનેજર તરીકે નિયુક્ત કરી વહીવટ સ્વાધીને લીધે અને મહૂમ શેખના ભાઈ જહાંગીરમીયાને શેખ તરીકે સ્વીકૃતિ આપી ત્યાં સુધી મેનેજમેન્ટ ચાલુ રહ્યું. નાણાકીય વર્ષ
રાજયનું નાણાંકીય વર્ષ તા. ૧લી સપ્ટેમ્બરથી શરૂ થાય તેવી રાજ્યાશા ઈ. સ. ૧૯૦૭માં પ્રસિદ્ધ થઈ. આ વર્ષને પ્રથમ દિવસ ગુરમહેર કહેવાતો..
Page #274
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ર૭૩
ન્યાય ખાતું
મુંબઈના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને નિડર નેતા સર ફિરોઝશાહ મહેતાની જૂનાગઢ રાજ્યના ઉપરી પદે નિમણૂક કરવામાં આવી. તેઓ મુંબઈ રહેતા અને અમુક દિવસે જ જૂનાગઢ આવતા. તેમની બેન્ચમાં શ્રી જમિયતરામ નાનાભાઈ તથા શ્રી. (પાછળથી સર) ચિમનલાલ સેતલવડ બેસતા. સદર અદાલતના જજ શ્રી ડોસાભાઈ ખરશેદજી ગાંધી હતા. ન્યાય ખાતાના ઉપરીપદે તે પછી શ્રી ગુલાબદાસ લાલદાસ નાણાવટી અને પાછલાં વર્ષોમાં શ્રી એમ. એ. ફકીડ હતા. કેળવણી ખાતું
દેશી રાજ્યનાં કેળવણી ખાતાં, એજન્સીના અંકુશ નીચે હતાં પણ ઈ. સ. ૧૮૯૩માં અંશતઃ અને ઈ. સ. ૧૮૯૯માં રાજપને સંપૂર્ણ રીતે આ ખાતું સેંપી દેવામાં આવ્યું.
ઈ. સ. ૧૯૦૫થી રાજપના કેળવણી ખાતાએ સૌરાષ્ટ્ર પ્રાથમિક શાળા પત્રિકા નામનું સામાયિક પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. બજેટ
વિશાળ અનુભવવાળા દીવાને હેવા છતાં રાજ્યમાં બજેટ તૈયાર થતું નહિ. ઈ. સ. ૧૮૯૭માં બજેટ કરવાની પદ્ધતિ દાખલ થઈ. ઉતારા
ફેરણીમાં જતા અમલદારોને મહાલના મુખ્ય મથકમાં ઉતરવા માટે ઉતારા હતા. સ્થાનિક અમલદારો પણ ઘણીવાર તેમાં રહેતા. ત્યાં દરબારી રસોડાં ચાલતાં. તેમાં ભેજન રાજ્ય તરફથી મળતું અને જ્યાં ઉતારા ન હોય
ત્યાં પટિયાં મળતાં. અમલદારોને ભથ્થુ મળતું નહિ. ઈ. સ. ૧૮૯૭માં આ પદ્ધતિને અંત લાવી ભાડા ભથ્થાં પદ્ધતિ દાખલ કરવામાં આવી. સૌરાષ્ટ્ર પિસ્ટ
ઈ. સ. ૧૮૬૫માં અસ્તિત્વમાં આવેલી સૌરાષ્ટ્ર પિસ્ટની સંસ્થાને આ સમયમાં વિકસિત કરી અને રૈયતને વિશેષ સગવડ મળે તે માટે મહાલે મહાલે સૌરાષ્ટ્ર
1 ખાતામાં વારંવાર બદલીઓ થતી રહેતી તેથી સર્વેનાં નામો આપવાનું શક્ય નથી. જ. ગિ–૩૫
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૭૪ : જૂનાગઢ અને ગિતાર
પોસ્ટ ઓફિસ સ્થાપવામાં આવી. આ વ્યવસ્થા ઈ. સ. ૧૯૪૮ સુધી ચાલી. કહેવાય છે કે ઈ. સ. ૧૯૦૪માં તત્કાલિન દીવાન સર અબ્બાસ અલી મેગે સૌરાષ્ટ્ર પાસ્ટની સ્ટેમ્પ્સ ઉપર માત્ર મોનાગ્રામ છપાતુ. તેને બદલે નવાબની મુખાકૃતિ મૂકવા પ્રસ્તાવ કરેલા, પણ મુસ્લિમ રાજ્યના રાજકર્તાની પ્રતિકૃતિ ન મૂકી શકાય તે કારણે તે પ્રસ્તાવ પડતા મૂકાયો. પરંતુ નવાખ મહાબતખાન ત્રીજાના સમયમાં જુદા જુદા દરાની સૌરાષ્ટ્ર પાસ્ટની સ્ટેમ્પ્સ ઉપર રાજકર્તાની મુખાકૃતિ છાપવામાં આવેલી.
વાટર વર્કસ
જૂના સમયથી જૂનાગઢ શહેરમાં લત્તો લો પીવાના પાણીના કૂવાએ કે વાવે। હતી. દીવાન રણછેાડજીએ આવા અનેક કૂવાએ સ્વ ખર્ચે કે રાજ્ય ખચે કરાવેલા. આ કૂવા એંસીથી સૌ ફીટ કે અધિક ઊંડ હતા અને તેથી લેાકાને પાણી મેળવવા માટે અપાર ત્રાસ ભગવવા પડતા. રા. ખ. બહેચરદાસ વિહારીદાસ દીવાનપદે આવ્યા ત્યારે તેણે એજન્સી એન્જિનિયર મિ. જે. ઈ. વ્હીટી*ગની સલાહ લઈ રૂપિયા સાત લાખને! ખર્ચ થાય તેવું એસ્ટીમેઈટ તૈયાર કર્યુ. તે અનુસાર ઈ. સ. ૧૮૯૭ના માર્ચ માસની ૨૨મી તારીખે, પોલિટિકલ એજન્ટ ક લ જે. એમ. હ`ટરના હાથે બહાઉદ્દીન વેાટર વકસના પાયેા નાખવામાં આવ્યા. આ જંગી રકમના વ્યય થયા છતાં પાણી પૂરતું થયું નહિ. આ યાજના ખાડીયાર ડેમ નામે જાણીતી થઈ. તેની નિષ્ફળતા સ્વીકારી રાજ્યે ઉપરકોટમાં ટાંકીઓ બાંધી તેમાં પવ તાનું પાણી લઈ આવવાનું કાર્યાં હાથ ધર્યું અને તે વોટર વર્કસ સાથે નવાબ રસુલખાનનું નામ જોડવામાં આવ્યું. તેનું ખાતમુત ઈ. સ. ૧૯૦૬ના ડીસેમ્બર માસની ૨૫મી તારીખે મુંબઈના ગવર્નર લેડ લેમી ગ્ટનના હાથે કરવામાં આવ્યું. બહાઉદ્દીન કોલેજ
વજીર બહાઉદ્દીનભાઈને ઈ. સ. ૧૮૯૭માં સાઠ વર્ષ પૂરાં થતાં તેના શુભેચ્છાએ રૂપિયા સાડ઼ હજારનું એક ક્ડ કરી તેનું સ્મારક રચવા વિચાયુ``` બહાઉદ્દીનભાઈએ તેમાં પેાતા તરફથી રૂપિયા વીરા હાર આપી રાજ્યને ધરતાં રાજ્યે તેમાં રૂપિયા એક લાખ, પચાસ હજર ઉમેરી રૂપિયા બે લાખ ત્રીસ હજારના ખર્ચે જૂનાગઢમાં બહાઉદ્દીન ાલેજનું મકાન બાંધવા નિણૅય લીધા.
આ ફ્ડ વજ્રર બહાઉદ્દીનભાઇને સી. આઇ. ઇ.ને ચંદ્રક મળ્યા ત્યારે થયુ હતુ. તેમ એક હૈખકે નોંધ્યુ છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ર૭૫
તેનું ખાતમુહૂર્ત ઈ. સ. ૧૮૯૭ના માર્ચ માસની ૨૫મી તારીખે પોલિટિકલ એજન્ટ કર્નલ જે. એમ. હંટરના હાથે થયું અને તેનું ઉદઘાટન હિન્દના વાઈસરોય અને ગવર્નર જનરલ લેડ કર્ઝનના હાથે ઈ. સ. ૧૯૦૦ ના નવેમ્બર માસની ૩ જી તારીખે થયું.
આ કોલેજનું આલીશાન મકાન તૈયાર થવા આવ્યું પણ તેના ઉપર છાપરું કરવાના પ્રશ્નને સ્થપતિઓ અને રાજયના અધિકારીઓ વચ્ચે મતભેદ પડે. આ કોલેજના મધ્યસ્થખંડ ઉપર સો ફીટ લાંબું અને આઠ ફીટ પહોળું છાપરૂં થંભાવલી વગર રહી શકે નહિ તેવો સ્થપતિઓને અભિપ્રાય હતા, જ્યારે નાયબ દીવાન પુરુષોતમરાય ઝાલા અને અન્ય અધિકારીઓ સ્થભાવલી થાય તે આવા સુંદર મકાનની શોભા નષ્ટ થાય તેમ માનતા હતા. આ પ્રશ્ન જૂનાગઢમાં અને જૂનાગઢ બહાર મોટી ચર્ચા ઉપસ્થિત થઈ. મુંબઈના અંગ્રેજી દૈનિક પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ અમલદારશાહીના હઠાગ્રહ ઉપર પ્રહારો પણ કર્યા, પરંતુ નાયબ દીવાન શ્રી ઝાલાએ. તેને નિશ્ચય ફેરવ્યું નહિ. તે સમયે રાજ્યના માપણી અધિકારી ભાવનગરના નાગર ગૃહસ્થ શ્રી વેણીશંકર ગોવિંદરાય હતા. તેણે આ કાર્ય કરવાનું બીડું ઝડપ્યું. જૂનાગઢના નાગર એન્જિનિયર,શ્રી રૂદ્રજી સુંદરજી રાણા, જૂનાગઢના મિસ્ત્રી જેઠા ભગાને આ કાર્ય કરતા ભૂમિતિ અને સ્થાપત્યના સિધ્ધાંતોને સમજ આપી, સમજાવી શકયા, પરિણામે સ્થાની આવશ્યકતા વગર છાપરું થઈ ગયું. તેના ઉપર નળિયાં ચડાવવાનું મુશ્કેલ અને કપરૂં કામ જૂનાગઢના મેવાડા સુતાર શામજી કલ્યાણજીએ કર્યું. તેને પવનના ઝપાટામાં અધર ઉભા રહી નળિયાં ગોઠવતા જોઈ નવાબ રસુલખાને તેને એકથી વધારે ઈનામો પણ આપ્યાં.
કેલેજનું મકાન થઈ ગયું પણ તેમાં સીડીઓ મૂકવી ભુલાઈ ગઈ, તેથી તેની બંને બાજુએ સીડીઓ મૂક્વામાં આવી છે તેવી પ્રચલિત લોકવાયકા છે. એમ પણ કહેવાય છે કે કેલેજમાં જતા આવતા વિદ્યાથીઓને લેકે જોઈ શકે તે માટે સીડીઓ બહાર મૂકી છે. પરંતુ સાચી વાત એ છે કે આ સીડી મધ્યસ્થ ખંડમાં મૂકવાની એજના હતી તે પાછળથી ખંડની વિશાળતા ન બગડે તેથી બહાર મૂકી
1 શ્રી રાજેન્દ્રભાઈ રાણા તથા મહેન્દ્રભાઈ રાણાના પિતાશ્રી. [2 મિસ્ત્રી શામજીના પુત્ર મેરારજી, જુનાગઢ સંઘાડીયા બજારમાં રહે છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૭૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
આ કોલેજનું મકાન સંપૂર્ણ થાય તે પહેલાં પટાંગણમાં ઝૂંપડી બાંધી તેમાં વર્ગો શરૂ કરવા માં આવેલા. લેજના પ્રથમ પ્રિન્સિપાલ મિ. હેઢેથ હતા તે પછી મિ. સ્કોટ આવ્યા.
આ કોલેજના બાંધકામમાં કુલ ખર્ચ રૂા. ર,૦૩,૫૪૪નો થયો.
પી. એન્ડ એ. કંપનીની પોરબંદરના બારામાં ડૂબી ગયેલી અને ભંગાર થઈ ગયેલી સ્ટીમર દિવને ઘંટ કોલેજમાં મૂકવામાં આવ્યો. હેસ્પિટલ
જૂનાગઢની હેસ્પિટલનું ભવ્ય મકાન બાંધવાનું નક્કી થતાં પંચેશ્વર પાસે પસંદ કરેલા રથાનમાં, ઈ. સ. ૧૮૯૭ના ડિસેમ્બર માસની રજી તારીખે મુંબઈના ગવર્નર લેડ સેન્ડહસ્ટના હાથે તેનું શિલારોપણ થયું. અહીંમકાન બંધાય તે પહેલાં, છપ્પનિયા દુકાળ પડે અને તે પછીના વરસોમાં આવેલી કુદરતી આફતના કારણે, આ કામમાં વિલંબ થયે, દરમ્યાનમાં પંચેશ્વરમાં હેસ્પિટલ થાય તો જનતાને તે દૂર પડે એ પ્રજામત પ્રચલિત થતાં અત્યારે હોસ્પિટલ છે તે સ્થળે નવું મકાન બાંધવાનો નિર્ણય લેવાયો. દરમ્યાન સર અબ્બાસઅલી બેગ દીવાન પદે આવ્યા અને તેણે વર્તમાન શાક બજાર છે અને માર્કેટનું મકાન છે ત્યાં હોસ્પિટલ બાંધવાનું સૂચન કર્યું, પરંતુ જે સ્થળે ગવર્નરે પાયે નાખે છે તેના બદલે અન્યત્ર મકાન બંધાય કે કેમ તે પ્રશ્ન ઉગ્ર બને અને મકાન થઈ શકયું નહિ. હેસ્પિટલ છે ત્યાં એક જૂનું મકાન હતું તેમાં રાખવામાં આવી અને ઈ. સ. ૧૯૧૧માં, નવાબ રસુલખાનજીના મૃત્યુ પછી, બ્રિટિશ એડમિનીસ્ટ્રેટર મિ. એચ. ડી. રેન્ડોલે, વર્તમાન હેસ્પિટલ ત્યાં રસુલખાનજી હોસ્પિટલ તથા તેની સામે જનાના હેસ્પિટલનાં મકાને બાંધ્યાં. પંચેશ્વરમાં લઈ સેન્ડસ્ટે પાયો નાખ્યો તે શિલાલેખ એક મકાનમાં હજી તે પ્રસંગની યાદી આપતા જોવામાં આવે છે.
આ હેપિટલના મુખ્ય અધિકારી પદે ઈ. સ. ૧૮૮૫થી ડો. ત્રિભુવનદાસ મેતીચંદ શાહ હતા. જૂનાગઢના આ સપુત, બહારવટાં દરમ્યાન કાદુ, લેકના
1 કોલેજના પ્રારંભના પ્રથમ વર્ષે ઝુંપડીમાં બેસી ભણનારા વિદ્યાથીઓમાં સદગતું
સાક્ષર શ્રી બાપુભાઈ જાદવરાય વૈષ્ણવની બહાઉદીન કોલેજના સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાથીઓમાં સવિશેષ જયેષ્ટ હોવાના કારણે પ્રમુખ સ્થાને વરણી થઈ હતી. તે પછીના વિઘાથી સ્વ. રા. બ. ડો. નરસિંહપ્રસાદ બાપુભાઈ મજમુદાર હતા.
Page #278
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાધ ઃ ૨૭૭
નાક કાપતા તેને રાહિના પ્લાસ્ટીક સર્જરીથી કરી સાંધવાના કરેલા પ્રયાગે જગતના સર્જનાને ચકિત કર્યાં અને આજ પણ આ પધ્ધતિ તેની શેષ હેવાનું વિદેશી લેખા સ્વીકારે છે. તે ઈ. સ. ૧૯૦૭માં નિવૃત્ત થયા અને થાડા જ માસમાં ગુજરી ગયા. તેઓ અમદાવાદની મેડીકલ સ્કૂલમાં સર્જરી અને પ્રસુતિ શાસ્ત્ર (માઈને કાલાજીના) શિક્ષક હતા તથા વૈદકીય વિષયા ઉપર કેટલાંયે પુસ્તકા તેણે લખ્યાં છે.
લેબોરેટરી
જૂનાગઢમાં વસતા નાગર ગૃઽસ્થ શ્રી ઈંદ્રજી વૈષ્ણવ, સંગીતના નિષ્ણાત હતા તથા આયુવે દના પ્રખર વિદ્વાન હતા. તેના સૂચન અને શ્રમથી જૂનાગઢમાં બેર્ટનીકલ ગાર્ડન, આયુર્વેદિક ફાર્માંસી, રસાયણશાળા તથા પ્રયોગશાળાલેખેરેટરીની સ્થાપના કરવામાં આવી. તેના સુપુત્ર ડે. નરોત્તમદાસ કે જે ગનુભાઈના નામથી મશહૂર છે તેમણે તે સમયમાં ઈગ્લાંડ જઈ એમ.બી.ખી. એસ.ની ડરડામ યુનિવર્સિ ટી (ઈગ્લાંડ)ની ડીગ્રી મેળવી સ્વદેશમાં આવી લેરી પાશ્ચાત્ય પદ્ધતિએ વિકસાવી,
હામિયાપથી
આ સમયમાં હામિયેપથી પદ્ધતિના પ્રચાર થયા. સાહેબઝાદા એલખાનના અને જામ જસાજીના યુટર તેમજ વઢવાણુનાં રેવન્યુ કમિશ્નર પદે રહેલા શ્રી મથુરદાસ અમૃતલાલ વસાવડાએ, હોમિયોપથીનું ખાનગી દવાખાનું ઉધાડી દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવાનું કાર્ય સ્વેચ્છાએ સ્વીકાર્યું...... તેણે નિધન અને રિદ્ર જનતાની વિના શુલ્ક કે વેતને સેવા કરી. તેના સુપુત્ર શ્રી મહાસુખરાય વસાવડા, ન્યાયખાતામાં જજ હતા અને પછીથી સદર અદા લતના જજ થયા હતા. તેણે અને તેના સુપુત્ર શ્રી કનકરાય, મામલતદાર હતા. તેણે પણ આ પ્રથા ચાલુ રાખી હતી. જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાને શ્રી કનકરાયની દવાથી ફ્રાયદો થતાં તેણે બહુ માટી રકમ ફી તરીકે માકલા વેલી પણ તે દવા મત કરવાની વડીલેાની આજ્ઞા છે અને નવાબ, જૂનાગઢના રાજકર્તા છે પણ અત્યારે તેના દ્વાખાનાના દ્દી છે એમ કહી તેણે સાદર આ નાદર રકમ નકારેલી.
બહાદરખાનજી લાયબ્રેરી-મ્યુઝિયમ
ઈ. સ. ૧૮૯૭માં શહેરના મધ્ય ભાગમાં, બહાદરખાનજી . લાયબ્રેરી અને રસુલખાનજી મ્યુઝિયમનાં મકાના બાંધવાના રાજ્યે નિષ્ણુય લીધેા અને તે જ વ ના ડીસેમ્બર માસની ૨ જી તારીખે, મુંબઈના ગવનર્લેસેન્ટહ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૮ : જૂનાગઢ અને ગિરનાર
તેનું શિલારોપણ કર્યું. તેના અનુગામી લેર્ડ નેલ્થકેટે ઈ. સ. ૧૯૦૧ના ડીસેમ્બર માસની ૫ મી તારીખે આ બન્ને મકાનનું ઉદ્દઘાન કર્યું.
આ પુસ્તકાલયમાં, અષ્ટદેણ વાચનાલયમાં અઘતન પદ્ધતિનાં સાધનો અને બહુમૂલ્ય પુસ્તકો વસાવવામાં આવ્યાં. તેના ઉપર વાચકને પૂર્ણ પ્રકાશ આપે તેવું કાચનું સળંગ છાપરૂં પણ કરવામાં આવ્યું.
મ્યુઝિયમમાં સ્થાનિક કારીગીરીના નમૂનાઓ ઉપરાંત એતિહાસિક સ્થાને માંથી ઉખનન દ્વારા પ્રાપ્ત થયેલી અને અન્ય ઉપયોગી અને અગત્યની વસ્તુઓ મુકવામાં આવી. તેના પ્રથમ કયુરેકટર તરીકે સુરતના શ્રી સારાભાઈ તુલસીદાસને નીમવામાં આવ્યા.'
આજે લાયબ્રેરી છે ત્યાંની ત્યાં જ છે પણ મ્યુઝિયમને સ્થાને જૂનાગઢ રાજ્યના સમયમાં શહેર સુધરાઈની ઓફિસ ફેરવી, મ્યુઝિયમને સક્કરબાગમાં લઈ જવામાં આવ્યું. શહેર સુધરાઇ, સ્વાતંત્ર્ય પછી ફરાસખાનામાં લઈ જવામાં આવતાં, મ્યુઝિયમના મકાનમાં આજે ખાદી ગ્રામોદ્યોગ બેઠની દુકાન તથા રેસ્ટોરન્ટ છે. સુધરાઈ
સરકારી અધિકારીઓ દ્વારા સંચાલિત શહેર સુધરાઈ આ સમયે અસ્તિત્વમાં આવી. તેમાં પ્રજાને પ્રતિનિધિત્વ ન હતું. '
પેડેક
કાઠી ઓલાદના સારા છેડાઓ ઉછેરવા પેડોકની સ્થાપના કરવામાં આવેલી. તેમાં પાછળથી જૂનાગઢના ડો. મૂળચંદ કેશવલાલ દેસાઈ અશ્વ ઉછેર અને પશુ ચિકિત્સક તરીકે નિમાયેલા. કેકાર-ઘાસવારે
જૂના જમાનામાં દુષ્કાળ પ્રસંગે લેકેને અન્ન પૂરું પાડવા અનાજને અને ખાસ કરીને જુવારને સંગ્રહ કરવા ખાણ કરવામાં આવતી તે બંધ થઈ પણ જૂનાગઢમાં આ સમય સુધી કેકાર' અને ધાસના સંગ્રહ માટે ઘાસવાડો' અસ્તિત્વમાં હતા...
1 વિશેષ વિગતે માટે જુઓ પરિશિષ્ઠ,
Page #280
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૭૯
સર્વજનિક કાર્યો - ઈ. સ. ૧૮૯૧માં દાતારને માર્ગ તથા સોપાનમાર્ગ કરવાનું શરૂ થયેલું કાર્ય ઈ. સ. ૧૮૯૪માં સંપૂર્ણ થતાં મુંબઈના ગવર્નર લોર્ડ હેરીસના હાથે નવેમ્બર માસમાં તેનું ઉદ્દઘાટન થયું. અશોકના શિલાલેખ
અશોકને ઐતિહાસિક શિલાલેખ જેવા યુપીય વિદ્વાને વારંવાર આવતા અને તેની દુર્દશા જોઈ ખેદ વ્યકત કરતા. પોલિટિકલ એજન્ટ સર ચાર્લ્સ ઓલીવટની સૂચનાથી તેની ઉપર એક ઘુમ્મટ બાંધવાને રાયે નિર્ણય લેતાં ઈ. સ. ૧૯૦૦ના જૂન માસમાં કર્નલ સીલીના હાથે તેનું શિલારોપણ કરવામાં આવ્યું અને આ લેખનું વારંવાર વાચન કરતા અને રબીંગ લેતા વિદ્વાનેને ના પાડી શકાય નહિ અને લેખ બગડે તેથી તેની સમીપે તેની પ્રતિકૃતિ પણ કરાવવાનું શરૂ કર્યું પણ તે અપૂર્ણ રહી. કુવારે
ઈ. સ. ૧૮૯રમાં દીવાન હરિદાસ વિહારીદાસે, મમ નવાબ બહાદરખાનના સ્મરણાર્થે સ્વખર્ચે, તેના મકબરા સામે એક કુવારે બંધાવી તેને બહાદરખાનજી કુવારે નામ આપ્યું. દામોદર પુલ - દીવાન હરિદાસ વિહારીદાસે, ઈ. સ. ૧૮૮૯માં તેનાં માતુશ્રી હેતાબા તથા પિતાશ્રી વિહારીદાસ ઉફે ભાઉ સાહેબના પુણ્યાર્થે અને તેમની ગિરનાર યાત્રાનું સ્મરણ રહે તે માટે સ્વખર્ચે દામોદર કુંડ પાસે પુલ બંધાવ્યું. ચલણ
રાજ્યમાં “કંપની” રૂપિયા ચાલતા છતાં રાજ્યનું ચલણ કેરીનું હતું. રાજ્યની ટંકશાળમાં કેરીઓ છપાતી. ૧૦૦ કેરીની કિંમત સાર્વભૌમ સત્તાના રૂપિયા ૨૩-૨-૨ થતી. એક કેરીના ૩૬ દેકડા થતા. ઈ. સ. ૧૯૦૯માં કેરીના ચલણ માટે કુશંકાઓ થતી તેથી દી. ૬. નં. ૧૯૦૧ તા. ૧૨-૧-૧૯૦૯થી કિરીનું ચલણ કાયદેસરનું છે તેવી જાહેરાત કરવામાં આવી તથા ફરીથી મુકી જા. નં. ૧૪૩૩ તા. ૧૪-૧-૧૯૦૯થી તેવી જ જાહેરાત કરી એક રૂપિયાની ચાર કરી મુકરર કરવામાં આવી.
ઈ. સ. ૧૯૦૭ માં નવા દોકડા પાડવાને નિર્ણય લેવાતાં હઝુર ઓફિસ જાવક નં. ૨૯૪/૬૪ તા. ૭-૧૨-૧૯૦૭ના હુકમથી જૂના અને જાડા દેકડા
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૮૦ : જૂનાગઢ અને ગિરનાર
ચલણમાંથી પાછા ખેંચી લીધા તથા નવા પાતળા, દોકડા પાડવામાં આવ્યા. તેના ભાવ એક કારીના ૪૦ મુકરર કરી તા. ૧-૧-૧૯૦૮થી ચલણમાં મૂકયા. જૂના દોકડા એક કારીના ૨૪ લેખે તા. ૩૧-૧-૧૯૦૮ સુધી રાજ્ય ટ્રેઝરીએ સ્વીકાર્યાં.
કાવત્રુ
રસુલખાનજી, પોતાના હક્ક મારીને ગાદી ઉપર બેઠા તેમ માનીને તેના પ્રત્યે વેરવૃત્તિ દાખવી એદલખાને તેની તથા યુવરાજ શેરમાનખાનની હત્યા કરવાનું એક કાવત્રુ કયુ· હેાવાના આક્ષેપ એલખાન ઉપર ઇ. સ. ૧૮૯૭ માં મૂકવામાં આવ્યો. તેની તપાસ શરૂ થઈ તે દરમ્યાન ઈ. સ. ૧૯૦૧માં તેણે પશ્ચાતાપ જાહેર કરી નવાબની માફી માગતાં, તેણે તેના તારીખ ૨૩-૪-૧૯૦૧નાં ફરમાનથી માફી આપી.
બદનક્ષી
ઈ સ. ૧૯૦૯માં મહીકાંઠા ગેઝેટ નામના સાપ્તાહિક પત્રમાં તારીખ ૧૯-૧૨-૧૯૦૭ના અંકમાં એક લેખ પ્રગટ થયા, તેમાં નવાબ રસુલખાનની દિનચર્યા ઉપર બદનક્ષી ભરેલુ લખાણ હતું. રાજ્યે તેથી ભાઈશંકર સેાલીસીટર દ્વારા મુંબઈની કાટ માં તેના ઉપર ફરિયાદ નોંધાવી. મહીકાંઠા ગેઝેટના તત્રીએ ત લેખ માટેની સમગ્ર જવાબદારી સ્વીકારી લીધી તેમ છતાં જૂનાગઢના નાગર બ્રાહ્મણ શ્રી ગુલાબશ’કર વેારા ઉપર દોષારોપણ કરી તેની તથા તે કામમાં તેને મદદ કરવાના આક્ષેપ સહ સવ શ્રી સારાભાઈ ગિરજાશ"કર વસાવડા, ગોવિંદજી નાનજી બ્રુકસેલર, મહાસુખરાય ભવાનીદાસનાણાવટી, સૂર્યશંકર બજીભાઈ વૈદ વગેરેની ધરપકડ કરવામાં આવી. રાજ્યના આ ક્રમનકારી પગલાં માટે મુ`બઈના વર્તમાન પત્રાએ મોટા ઉહાપાહ કર્યાં. ઈન્દુ પ્રકાશે' તેના તારીખ ૧૩-૧૧૯૦૮ ના અંકમાં તેના માટે એક લેખ પણ છાપ્યા. આ કેસમાં મહીકાંઠા ગેઝેટના તંત્રીના રૂપિયા બસોના દડે થયા. અને રાજ્યે પકડાયેલા ગૃહસ્થાને મુક્ત કર્યાં.
યાદી
રાજ્યની સન્માનનીય વ્યક્તિઓને દી ૬. ન. ૨૧૦૫ તા. ૪-૭-૧૯૦૧થી
1 સ્વ. શ્રી સારાભાઈ રાજ્યમાં નાકર હતા. યુવાન વયમાં તે એક કુસ્તીમાજ અને અખાડીમલ હતા. તેમણે ઉત્તર ભારતમાંથી આવીને ચેલેન્જ ફેક્તા લીંબુજી નામના મલ્લને મહાત કરેલા, તે શ્રી દિનકરરાય વસાડાનાં પિતાશ્રી,
Page #282
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૮૧
યાદીથી લખાણ કરવાની છૂટ આપવામાં આવી, તેમાં ગોરખમઢી તથા કેયલીન મહંતશ્રીઓ, નાથદ્વારાના ભંડારીજી, ધણફુલિયાના ખલીફા, બડી મેડી, મકાનદાર, હઝરત શાહના મકાનદાર, રાણપુર ભાયાત, ખાનશ્રી સુલતાન મહમદખાનજી, મહમદખાં ફરીદખાં, પીરઝાદા ખલફશાહમીયાં તથા ખડીયા ખાનશ્રીને સમાવેશ કરવામાં આવ્યો. ગિરની આબાદી
ઈ. સ. ૧૯૦૧ સુધી ગિરનું જંગલ અગોચર અને અગમ્ય ગણાતું. પ્રતિવર્ષ, જંગલ અધિકારી, બે ચાર સિંહનાં બચ્ચાંઓ, સિંહની ચરબી, દીપડાનાં ચામડાં કે નખ, મધના શીશા, અરીઠા અને યણેઠી, નવાબની હઝરમાં આવી ધરતા અને ગરનું રક્ષણ કરવાનું કપરું કામ કરવા બદલ મોટાં ઈનામ લઈને પાછા જતા. રાજવંશી મહેમાને, અંગ્રેજ અમલદારો કે અતિ અગત્યની
વ્યક્તિઓ અહીં શિકાર અર્થે આવતા ત્યારે ગિરનું મહત્વ વધતું. પરંતુ તે વનની વનસંપત્તિ કે વન પ્રાણીઓના રક્ષણ માટે કદી પણ કોઈ વ્યવસ્થિત યોજના થઈ ન હતી. શિકાર પ્રસંગે, વનમાં નેસડાઓ વસવા દેવામાં આવતા . અને તેના માલધારીઓ, કડિયારાઓ કે સીદીઓને, શિકાર વગેરે પ્રસંગે બેલાવી લેવામાં આવતા.
ગિરના મહાલનું મુખ્ય મથક છેલણ હતું, જે પાછળથી સાસણ કરવામાં આવ્યું. ગિરના અધિકારી ચિસ્તી મકબુલમીયાં ફેઝીનમાયાં જગલની આબાદી માટે તથા ઉત્પન્ન વધારવા માટે વારંવાર વિચારતા પણ તેને સમય બહુધા હઝરમાં જતો, તેથી તે સક્રિય રીતે કાંઈ કરી શકયા નહિ. પરંતુ તેણે રસુલખાનને તે માટે વારંવાર વિનંતી કરેલી. ગિરમાં વહીવટદાર પણ નીમવામાં આવેલા, પરંતુ ગમે તે કારણે ગિર, શિકારગાહ અને બહારવટિયાના આશ્રયસ્થાન માટે જ પ્રદેશ રહ્યો. આ દરમ્યાન વારંવાર હઝરમાં જતાં આસિસ્ટન્ટ પોલીસ સુપરિટેન્ડેન્ટને શ્રી હરિપ્રસાદ ઉદયશંકર દેશાઈને જૂનાગઢના પિોલીસ સુપરિટેન્ડેટના પદ ઉપર બઢતી આપવા માટે નવાબે બોલાવ્યા ત્યાં અકસ્માત ગિરની વાત નીકળી. ફકીરમહમદના બહારવટામાં ગિરના ખૂણે ખૂણા ખૂંદી નાખનાર આ અમલદારે તેની વિગત આપી તથા વિકાસની યેજના પણ મૂકી, નવાબ રસુલખાને તેથી તેને ગિર આબાદી અધિકારી તરીકે, દીવાની, ફોજદારી મેજીસ્ટ્રેટની સત્તાઓ, મહેસૂલની અસાધારણ સત્તાઓ તથા સમગ્ર જંગલખાતાની સંપૂર્ણ સત્તાઓ આપી નિમણૂક કરી. જ. ગિ.-૬
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૮૨ : જૂનાગઢ અને ગિરનાર
તેણે આ જગ્યાને ચાર્જ તારીખ રર-૯ ૧૯૧૩ના રોજ લીધે અને તરત જ પિતાની યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા કામગીરી શરૂ કરી. તેણે જગલના બે વિભાગ પાડી ધન જંગલને રક્ષિત વન તરીકે વિકસાવ્યું તથા શુષ્ક જંગલની જમીન ખેડવા માટે લાયક બનાવી હાલાર, ગોંડલ અને અન્ય પ્રદેશમાંથી પ્રજાને લાવી વસાવી. રક્ષિત વન માટે ધારાને મુસદ્દો ઘડી દીવાનને મોકલતાં તા. ૧૬-૩-૧૯૦૮થી તે અમલમાં આવ્યો. શ્રી હરપ્રસાદ દેશાઈએ, જંગલખાતાના પોતે ઘડેલા નિયમોને ધારાના સ્વરૂપમાં, દીવાન દફતર જાવક નં. ૫/૬ તારીખ ૧૭-૧૦-૧૯૧૪ના હુકમથી ફેરેસ્ટ ધારે પસાર કરાવ્યો.
ભયાનક અને વિકરાળ વનમાં તેણે બે વર્ષના ટૂંકા ગાળામાં એકવીસ નવાં ગામ વસાવ્યાં અને ઉજજડ પડેલાં સોળ ગામો ફરીથી આબાદ કર્યા. તેમ કરી રાજયને વાર્ષિક રૂા. ચાર લાખની આમદાની કરી આપી અને ત્રીસ હજાર માણસની વસતી વધારી આપી. તેના કાર્યથી પ્રસન્ન થઈ દીવાન બહેચરદાસ વિહારીદાસે તેના જાવક નં. ૧૫૧૨ તારીખ ૩૦-૧૧-૧૯૦૪થી. નવાબને નિવેદન કરી શ્રી હરિપ્રસાદે કરેલા આ ભગીરથ કાર્ય કરવા બદલ શાબાશી આપવા તથા કદર કરવા અનુરોધ કર્યો. ઇ. સ. ૧૯૦૪ તથા ઈ. સ. ૧૮૦૫માં તેમના કાર્યની રાજ્ય પ્રશંસા કરી અને રાજકર્તાએ કદર કરી.
શ્રી હરપ્રસાદ દેશાઈએ ગિરની સેમ્પલ સર્વે કરી. વન પ્રાણીઓ અને પક્ષીઓની ખાસિયત વગેરેને પણ અભ્યાસ કર્યો અને સિંહોની પ્રથમવાર ગણતરી કરી. ચોરવાડને વિકાસ
ચોરવાડના પ્રસિદ્ધ બાગે વેરાન થઈ ગયા હતા. આંબા, કેળ અને ફળઝાડની વિપુલતા ભૂતકાળની કહાની થઈ ગઈ હતી. પાનને તે સદંતર નાશ થઈ ગયા હતા. દીવાન હરિદાસ વિહારીદાસે ઈ. સ. ૧૮૮૭ લગભગ તેના નવનિર્માણ માટે પ્રયોગ કરેલે પણ તે નિષ્ફળતામાં પરિણમ્યો હતો. એમ છતાં રાજયની ઈચછા રવાડના બાગો તથ વાડીએ આબાદ કરવાની હતી, તેથી ગિરની આબાદીમાં શતપ્રતિશત ટકા સફળતા મેળવી ચૂકેલા શ્રી હરપ્રસાદ - ઉદયશંકર દેશાઈની ચરવામાં નિમણુક કરવામાં આવી ત્યાં તેણે એકવીસ નવી * પાનવાડીઓ, છ હજાર કલમી આંબાઓ અને ચાર હજાર બીજાં ફલાઉ ઝાડ વિવરાવ્યાં. બાગાયત પાક આપતી વાડીઓની સંખ્યા, “કૂવાઓ” નવા બનાવી જૂના કૂવાઓ “સમરાવી વધારી. ચારવાડ પાસે મંગળ નદીમાંથી તેણે કેનલા
Page #284
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૮૩
કાઢી કેનાલ ઉપર વાડીઓ કરાવી. શ્રી હરપ્રસાદ દેશાઈની કામગીરી માટે રાજ્ય દીવાન દફતર જાવક નં. ૧૩૧૧ તારીખ ૨૮-૩-૧૯૦૯, નં. ૧૧૭૧ તારીખ ૧૪ ૭-૧૯૦૯, નં. ૬૦૬ તારીખ ૧-૬-૧૯૧૦ માં તેની અપ્રતિમ વ્યવસ્થા શક્તિ, સિદ્ધિ અને સફળતા માટે પ્રશંસાનાં પુપે વર્યા છે તથા તેને શ્રેષ્ઠ અમલદાર તરીકે વર્ણવ્યા છે.
આજે કેશર નામથી જાણતી કરી ત્યારે સાલેભાઇની આંબડી કહેવાતી, તેની કલમો તૈયાર કરાવી તેને પ્રચાર કરવાને યશ પણ તેને ફાળે જાય છે.' દીવાને
શ્રી. હરિદાસ વિહારીદાસ દેસાઈ
નવાબ બહાદરખાનના સમયમાં, ઈ. સ. ૧૮૮૩માં દીવાનપદે આવેલા દેસાઈ હરિદાસ વિહારીદાસ, નવાબ રસુલખાન ગાદીએ આવ્યા પછી પણ ચાલુ રહ્યા. ઈ. સ. ૧૮૯૩માં તેમણે નિવૃત્ત થવા માટે નિવૃત્તિ પૂર્વેની ચાર માસની રજા માગી અને તે મંજૂર થતાં તારીખ ૨૮-૫-૧૮૯૩ના રોજ નડીયાદ જવા રવાના થયા.
શ્રી. ચુનીભાઈ સારાભાઈ છે તેના સ્થાને નીમાયેલા દીવાન ચુનીભાઈ સારાભાઈ હઝરત અમદાવાદના નાગર ગૃહસ્થ હતા. તેઓ જૂનાગઢથી તેમજ દેશી રાજ્યોના રાજકારણથી અપરિચિત ન હતા. તેમ છતાં, રાજસ્થાનિક કેટે તેના કાર્યક્ષેત્રની બહાર જઈ રહી છે અને તેનાથી રાજ્યના અધિકાર અને હકકોને વિપરિત અસર પહેચે છે. તેથી તે નાબૂદ થવી જોઈએ. અને સૌરાષ્ટ્રની રેલવે ઉપર એજન્સીને અંકુશ હતા તે ઉઠાવી લઈ જે તે રાજ્યને રેલવે સેંપી દેવી જોઈએ એ પ્રશ્નો પરવે તે એજન્સી અધિકારીઓ સાથે ઘર્ષણમાં આવ્યા. દરમ્યાનમાં ઈ. સ.
ગિરની આબાદી તથા ચોરવાડને વિકાસ તે શ્રી હરપ્રસાદ ઉદયશંકર દેશાઈના પુરુષાર્થ, બુધ્ધિ, શક્તિ, પ્રતિભા અને શ્રમનું પરિણામ છે. (તેની વિસ્તૃત વિગતો “પિતૃતર્પણમાં આપવામાં આવી છે.) એક લેખક મહાશયે આ વિષયની વિગત સરકારી દફતર જોવા સિવાય વિકૃત સ્વરૂપે આપી હોવાથી આ સ્થળે તેની વિસ્તૃત માહિતી આપવાનું આવશ્યક બન્યું છે સદગત હરપ્રસાદ દેશાઈ લેખકના પિતાશ્રી હેવાથી આ ચર્ચા કઈક અંશે અંગત થઈ જતી જણાય છે, પરંતુ તે અનિવાર્ય છે. શ્રી હરપ્રસાદ દેશાઈની કાર્યશક્તિ, સિધ્ધિ, વગેરે માટે જુઓ પિતૃતર્પણ–- હ. દેસાઈ )
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૮૪ઃ જૂનાગઢ અને ગિરનાર
૧૮૯૩માં પ્રભાસપાટણમાં કોમી ઉપદ્રવ થશે અને એજન્સીને હસ્તક્ષેપ કરવાનું
ગ્ય કારણ મળી જતાં, શ્રી. ચુનીલાલને બ્રિટિશ સેવામાં પાછા બોલાવી લેવામાં આવ્યા અને રાજ્ય શ્રી. હરિદાસ વિહારીદાસને બેલ વી પુનઃ દીવાનગીરી સંપી. - શ્રી. હરિદાસ, વયના કારણે સંપૂર્ણ નિવૃત્તિ ઈચ્છતા હતા તેથી તેણે મુક્ત થવા માટે પુનઃ વિનંતી કરી અને તેને સ્વીકાર થતાં તારીખ ૧૬-૧૧૮૯૫ના રોજ તેમણે જૂનાગઢ રાજ્યની દીવાનગીરી છોડી દીધી. ' શ્રી. શ્યામજી કૃષ્ણવર્મા
આ સમયે એજન્સીના અમુક વરિષ્ઠ અધિકારીઓને અભિપ્રાય એ હતા કે મુસ્લિમ રાજયને દીવાન મુસ્લિમ જ હોવો જોઈએ. તેથી રાજ્ય શ્રી બદરૂદીન તૈયબજી અથવા અબ્દલા મહેરઅલી ધરમશીને દીવાનપદે લઈ આવવા વિચાર્યું. પણ પોલિટિકલ એજન્ટ કર્નલ હે કે કે તેમને પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. દરમ્યાન રાજ્યના સલાહકાર શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીની સૂચ નાથી કચ્છના ભણશાલી શ્રી શ્યામજી કૃષ્ણવર્માની નવાબ સાહેબે દીવાન તરીકે, નિમણૂક કરી દીધી. એજન્સીએ પણ ગમે તે કારણે વાંધો લીધે નહિ.
શ્રી શ્યામજી કૃષ્ણવર્મા, મુંબઈના શેઠ છબીલદાસના જમાઈ થતા અને છબીલદાસ શ્રી મનસુખરામના મિત્ર હતા. શ્યામજી મૂળ કચછ માંડવીના વતની હતા અને ઈગ્લાંડ જઈ બેરિસ્ટર થઈ આવેલા. તેઓ ઓકસફર્ડ યુનિવર્સિટીના એમ. એ. પણ હતા અને થોડા સમય ઓકસફર્ડની એક કોલેજમાં સંસ્કૃત અને મરાઠીના અધ્યાપક પણ હતા. ભારતમાં આવી રતલામ અને ઉદયપુર રાજોનાં મંત્રી મંડલમાં તેમણે કામ કરેલું. તેથી શ્રી બહાઉદ્દીનભાઈની સમ્મતિથી શ્રી મનસુખરામે દીવાનપદ માટે તેમના નામનું સૂચન કરેલું.
શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ તેની જગ્યાને ચાર્જ તારીખ ૧૬-૧-૧૮૯૫ના રોજ લીધો અને થોડા જ દિવસમાં વજીર બહ ઉદ્દીનભાઈ તથા નાયબ દીવાન પુરુષોત્તમરાય ઝાલા સાથે ઘર્ષણમાં આવ્યા. તેને સ્વભાવ પણ ઉગ્ર અને ઉતાવળીઓ હતા, તેથી વરિષ્ઠ અધિકારીઓનું અપમાન કરવાના પણ ઘણા પ્રસંગે ઉપસ્થિત થયા અને તેની વિચિત્ર રીતભાતના કારણે પ્રજા પણ ત્રાસી ગઈ. - આ સમયે રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અને રાજપુરુષ શ્રી કલ્યાણરાય જેઠાભાઈ બક્ષી, પ્રતિમાસ અમુક દિવસ માટે હઝુર અદાલતના સભાસદ તરીકે જજૂનાગઢ આવતા, તેના દ્વારા પોલિટિકલ એજન્ટને શ્રી શ્યામજી કૃષ્ણવર્માની અનિચ્છનીય પ્રવૃત્તિ અને ઉદ્ધત સ્વભાવની જાણ કરી. તેને છૂટા
Page #286
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૮૫
કરવાની અનુમતિ મેળવી નવાબે તેને ઈ. સ. ૧૮૯૫ના જૂન માસમાં જ મુકત કયો.
શ્રી શ્યામજી કૃષ્ણવર્માના સાળા કરશનદાસ બેરિસ્ટરને સદર અદાલતના જજ તરીકે નીમેલા. તેણે પણ શ્યામજીને તેની વિદાય સમયે કાંઈ સુવિધા આપી નહિ અને અપમાનિત સ્થિતિમાં તે જૂનાગઢ છોડી ગયા. તેઓ ત્યાંથી ઈગ્લાંડ ગયા અને ત્યાં પણ રહેવાનું યોગ્ય ન જણાતાં તે સ્વીટઝરલેન્ડમાં રહેવા ગયા. ત્યાં તેણે તેનું શેષ જીવન, એક ક્રાન્તિકારી તરીકે વિતાવી ઈ. સ. ૧૯૪૮માં ગુજરી ગયા. જૂનાગઢની ગ્રામ જનતા કરછથી કજાડો એક ઉતર્યો એનું સામજી કરશન નામ રે' એ રાસડાથી તેને જાણે અજાણ્યે હજી યાદ કરે છે.
શ્રી શ્યામજી કૃષ્ણવર્મા પાછા જતાં દીવનપદ માટે સુયોગ્ય વ્યક્તિનું સંશોધન શરૂ થયું. તે દરમ્યાન નાયબ દીવાન શ્રી પુરુષોતમરાય ઝાલાને કાર્યવાહક દીવાન તરીકે નીમવામાં આવ્યા. ત્યાં તેને ગમે તે કારણે કાયમ કરવામાં આવ્યા નહિ. પરંતુ ઈ. સ. ૧૮૯૫માં પરલકવાસી થયેલા ભૂતપૂર્વ દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના ભાઈ રાવબહાદુર બહેચરદાસ વિહારીદાસને કાર્યવાહક દીવાન તરીકે નીમવામાં આવ્યા. તેઓ ઈ. સ. ૧૮૮૯ના અંતમાં નિવૃત્ત થયા અને તેને સ્થાને એજન્સીની અનુમતિ મેળવી શ્રી ચુનીલાલ સારાભાઈ હઝરતને પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા. શ્રી ચુનીલાલ સારાભાઈ
શ્રી ચુનીલાલ સારાભાઈ, ઈ. સ. ૧૮૯૩માં દીવાનપદે હતા. તે પૂર્વે તેઓ એજન્સીમાં ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ હતા, તેમજ સૌરાષ્ટ્રના વાંકાનેર વગેરે રાજ્યમાં વરિષ્ઠ પદ ભોગવી ચૂકેલા હતા. કચ્છમાં તેઓ નાયબ દીવાન હતા અને તેથી તેને વહીવટી કામને વિશાળ અનુભવ હતો. તેઓ નિમકહલાલ, વફાદાર અને નિડર નાગર મુત્સદીઓની પરંપરામાં ઉછરેલા હતા. બ્રિટિશ સરકારના નોકર હોવા છતાં તેઓ જે રાજ્યની નોકરી કરતા તે રાજ્યના હિત કે હક્કને જોખમાવતા એજન્સીના કે સરકારના હુકમોને સહેજ પણ સંકોચ વગર પડકાર કરતા. તેઓ આ દિવસ ઓફિસમાં બેસી અરજદારોને નિયમિત રીતે સાંભળી પ્રજાજનેની ફરિયાદ દૂર કરતા. તે તેના સમયમાં નાયબ દીવાનપદે ઈ. સ. ૧૮૮૩થી શ્રી પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા હતા. શ્રી ચુનીલાલને રાજખટપટના કારણે ઈ. સ. ૧૯૦૩માં રાજીનામું આપવું પડયું અને તે તારીખ ૧-૮-૧૯૦૩ના રોજ છૂટા થઈ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮૬ : જૂનાગઢ અને ગિરનાર
ચાલ્યા ગયા.' શ્રી પુરુષોત્તમરાય ઝાલા
બાબી વંશના સ્થાપક શેરખાનના મંત્રી જગન્નાથ ઝાલાના ભાઈ રૂદ્રજીના પુત્ર અમરજીના ત્રણ પુત્રો હતા. તેમાં ગેવિંદજી તથા ઈદ્રજી જૂનાગઢમાં દવાન પદે આવેલા. ત્રીજા ભાઈ વલ્લભજીના પુત્ર સુંદરછ હતા તે નવાબ મહાબતખાન બીજાના રહસ્ય મંત્રી હતા. નવાબ ઈ. સ. ૧૮૭૭માં દિલ્હી દરબારમાં જવાના હતા ત્યારે સુંદરજી વેરાવળ બંદરે એકાએક બીમાર થઈ જતાં નવાબે તેની અવજી તેના માત્ર પંદર વર્ષની વયના પુત્ર પુરુષોત્તમરાયને સાથે લીધા. નવાબ દિલ્હી હતા ત્યાં જ સુંદરજીને દેહાન્ત થયાના સમાચાર મળ્યા તેથી તેણે ત્યાં જ પુરુષોત્તમરાયને તેના પિતા રહસ્ય મંત્રી હતા તે પદ ઉપર નિયુક્ત કર્યા. - ઈ. સ. ૧૮૮૩માં તે હઝુર આસિસ્ટંટ થયા અને તે જ વર્ષમાં દીવાન સાલેહ હિન્દી છૂટા થતાં તેને નાયબ દીવાનને પદે નીમવામાં આવ્યા. આ રીતે તેણે ઈ. સ. ૧૮૮૩ થી ઈ. સ. ૧૯૦૩ સુધી વીસ વર્ષો પર્યત જૂનાગઢ રાજ્યમાં એક ધારો અધિકાર ભોગવ્યું અને ત્રણ રાજકર્તાઓની સેવા કરી. શ્રી ઝાલાએ તેની કારકીર્દિ દરમ્યાન, રસુલખાનને ગાદી અપાવવામાં, દીવાનોની પસંદગી કરવામાં, બહારવટિયાઓને પારપત કરવામાં રાજ્યમાં અનેક પ્રકારના વહીવટી સુધારાઓ કરવામાં અગત્યને ભાગ ભજવ્યો. વજીર બહાઉદ્દીનભાઈ સાથે સારો મેળ રાખી, રાજ્યમાં અને રાજ્ય બહાર નામના અને કીતિ મળે તેવાં રાજ્યહિતનાં કાર્યો કર્યા.
જૂનાગઢ રાજ્યને વિસ્તાર દીવાન અમરજી અને તેના પુત્રો રઘુનાથજી અને રણછોડજીએ તલવારના બળથી વધાર્યો, ત્યારે શ્રી ઝાલાએ તેના બુદ્ધિબળા કુનેહ અને રાજનીતિથી ગીરાસદારો પાસેથી ઘણું જમીને મેળવી તે કાર્ય કર્યું. આ મહાન મુત્સદ્દીએ, તેની પ્રતિભા, વિચક્ષણતા અને કુશળતાથી જૂનાગઢ રાજ્યને તત્કાલિન રાજ્યમાં અગ્રિમ સ્થાન અપાવ્યું. પરંતુ રાજ્યહિત કરવાના અદમ્ય ઉત્સાહમાં તેણે પ્રજાના એક વર્ગને દ્વેષ અને અંગ્રેજ અધિકારીઓને વિરોધ વહેરી લીધે.
વજીર બહાઉદ્દીનભાઈ વૃદ્ધ થયા હતા અને તેની લાગવગ રાજ દરબારમાં જૂન થઈ ગઈ હતી. યુવરાજ શેરઝમાનખાન વયમાં આવતાં રાજ્યવહીવટમાં
1 તેઓ તે પછી કચ્છના મુખ્ય દીવાનપદે નીમાયેલા.
Page #288
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૮૭
અયોગ્ય રીતે હસ્તક્ષેપ કરતા હતા અને તેને તેમ કરતા અટકાવી શકે તેવી વ્યકિતઓ વજીર અને નાયબ દીવાન હતા, તેથી તેઓ તેને કાંટારૂપ જણાતા હતા. આવતી ઉપાધિનાં એંધાણ અગાઉથી પામી જઈ શ્રી પુરુષેતમરાય ઈ. સ. ૧૮૯૭માં લાંબી રજા લઈ તેમની જાગીરના ગામ બહાદરપુરમાં રહેવા ચાલ્યા ગયા. દરમ્યાન યુવરાજના પાસવાને અને હઝુરીયાઓ પૈકી કેટલાકને એજન્સીની ભલામણથી નવાબ રસુલખાને હદપાર કર્યા અને આ કૃત્ય નાયબ દિવાનની ખટપટથી થયું છે તેમ માની લઈ યુવરાજની તેના પ્રત્યે વક્રદષ્ટિ થઈ. શ્રી પુરુષોત્તમરાયે બે વર્ષની રજા માગી, પરંતુ તે પણ નામંજૂર થઈ. તે પછી યુવરાજનો પક્ષ અને અન્ય વિરોધીઓ ખટપટ કરતા રહ્યા અને અંતે નવાબ રસુલખાનને પણ શ્રી પુરુષોત્તમરાય પ્રતિ અવજ્ઞા થતાં તારીખ ૧-૮-૧૯૦૩ ના રોજ તે રાજીનામું આપી જૂનાગઢમાં રહ્યા, પરંતુ તેને ત્યાં કોઈએ જવું નહિ તેવી રાખ્યાજ્ઞા થઈ. આ આજ્ઞા દીવાન ચુનીલાલને અગ્ય અને અન્યાયી જણાતાં તેને જપૂનાગઢમાં વિશેષ સમય રહેવાનું અનુચિત જણાતાં તેમણે પણ રાજીનામું આપ્યું અને તેની સાથે વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશ શ્રી ગુલાબદાસ લાલદાસ નાણાવટી પણ છૂટા થઈ તારીખ ર૭–૧૦–૧૯૭૩ ના રોજ જૂનાગઢ છેડી ગયા. તે પછી શ્રી પુરુષોત્તમરાયની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન થયાં પણ આ ચાણકય બુદ્ધિ રાજપુરુષને તેની ગંધ આવી જતાં બીજે દિવસે તે પણ જૂનાગઢ ડી ગયા.
તેમના જૂનાગઢ છોડી જવાના થોડા દિવસ પૂર્વે શ્રી પુરુષોત્તમયે, બાબી રૂલ ઓફ સોરઠી વીથ એ શર્ટ એકાઉન્ટ ઓફ ધેઅર એડમિનીસ્ટ્રેશન” અને એ સિનેસીસ ઓફ ધી ઓફિસીસ એન્ડ ડીપાર્ટમેન્ટસ ઈન ધી એડમિનીસ્ટ્રેશન ઓફ બાબી રૂલર્સ ઓફ જૂનાગઢ સ્ટેટ' નામનાં બે અંગ્રેજી પુસ્તકે, રાજય પ્રકાશન તરીકે બહાર પાડયાં. કહેવાય છે કે આ બંને પુસ્તકે, શ્રી ગુલાબદાસ લાલદાસે બહુજ ઘેડ દિવસમાં લખેલાં. આ ગ્રંથ સંક્ષિપ્તમાં ઘણુ માહિતી પૂરી પાડે છે.
શ્રી પુરુષોત્તમરાય ઝાલાએ તેના અમલ દરમ્યાન ઈ. સ. ૧૮૯૨માં રૂ. ૧,૫૩૦૦૦ની ઉચાપત કરી છે તેવો આક્ષેપ મૂકી રાજ્ય તેની તપાસ કરવા એક કમિશન નિમ્યું. તેમાં સર્વશ્રી ગુલામ મહમદ બાવાનીયાં મુનશી, ડોસાભાઈ ખરશેદજી ગાંધી અને માણેકલાલ ધારણુજીની નિમણૂક કરી. શ્રી પુરુષોત્તમયે, શ્રી ગુલામ મહમદ તથા શ્રી માણેકલાલ તેમના અંગત વિરોધી અને ઠપી છે તે વધે લેતાં તેના અવજી સર્વશ્રી જે. જે. ગઝદર અને મહમદ અમીન ફકીહની નિમણૂક કરવામાં આવી.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૮ : જૂનાગઢ અને ગિરનાર
આ કમિશને તારીખ ૮-૧૦-૧૯૦૬ થી તારીખ ૧૭-૧૦-૧૯૦૬ સુધી તપાસ કરી તેમનું નિવેદન તારીખ ૧૮-૧૦-૧૯૦૬ના રોજ રાજય સરકારને માકલી આપ્યું; તે અનુસાર દીવાને તેને રાજ્ય પીનલ કોડની કલમ ૪૦૬ નીચે ગુનેગાર ઠરાવી રૂપિયા ૧,૫૩૦૦૦ જેટલી જ કિંમતની શ્રી ઝાલાની સ્થાવર મિલકત ખાલસા કરવા તથા રૂપિયા ૨૦,૦૦૦નો દંડ વસૂલ લેવાનો ઠરાવ કર્યાં, આ ઠરાવના આધારે શ્રી પુરુષોત્તમરાયનાં જૂનાગઢનાં મકાનો, બહાદરપુર ગામ તથા ગાંગેચાની તેની પાટી ખાલસા કરવામાં આવ્યાં.
શ્રી પુરુષોત્તમરાયના અંગત માસેા જેવા ગણાતા શ્રી જાદવરાય હરિશ’કર વસાવડા,' ભૂપતરાય ત્રિકમજી વૈષ્ણવ, રવિશંકર જીવણુજી ઘેાડા;૩ અને ખીર્ઝા અનેક અધિકારીઓને બરતરફી મળી. શ્રી જરાય તથા શ્રી ભૂપતરાયની જાગીરી પણ ખાલસા થઈ.
શ્રી પુરુષોત્તમરાયે રાજ્યના આ અન્યાયી ઠરાવ સામે અપીલ કરવા વ્યર્થ' પ્રયત્ના કર્યાં, પરંતુ રસુલખાનના મૃત્યુ પછી તેણે કરેલા પ્રયાસમાં સફળતા મળી અને હિન્દી સરકારની આજ્ઞાથી બ્રિટિશ એડમિનીસ્ટ્રેટર મિરૅન્ડલે, મિ. હાલાંડ નામના ન્યાયાધીશની નિમણૂક કરી. તેણે ફરીથી કેસ ચલાવી તારીખ ૨૫-૨-૧૯૧૮ના રાજ તનું નિવેદન મુ ંબઈ સરકારને માકલ્યું અને ત્યાંથી તારીખ ૨૨-૯-૧૯૧૮ના ઠરાવથી શ્રી. પુરુષોત્તમરાયને તેમની ખાલસા થયેલી મિલકતના બદલામાં રેાકડ રકમ આપી દેવાના ઠરાવ થયા છતાં તેને જૂનાગઢમાં પ્રવેશ કરવા સામે પ્રતિબંધ હતા તે ચાલુ રહ્યો.
ગુજરાતમાં પુરુષાત્તમદાસને ‘દાસ' અને પુરુષોત્તમરાયને ‘રાયજી’ના ટૂંકા નામથી ખેાલાવવાની પધ્ધતિ છે તે અનુસાર દીવાન હિરદાસ તેમને રાયજી કહેતા તેથી તેનું પ્રસિધ્ધ નામ રાયજી સાહેબ થઇ ગયુ
તેમનું ઇ. સ. ૧૯૩૩ના મે માસની ૮મી તારીખે મુબઈમાં અવસાન થયું,“ દીવાન ચુનીલાલ સારાભાઈની વિદાય પછી રા. બ બહેચરદાસ વિહારીદાસ ઈ. સ. ૧૯૦૩માં ચાર વર્ષીની ગેરહાજરી પછી પુન: દીવાનપદે આવ્યા. તેમના નાના ભાઈ શ્રી ગેાપાલદાસ ઉર્ફે" નાના સાહેબ, યુવરાજના મત્રીપદે નિયુકત
1 શ્રી પુંજાભાઇ તથા ઇન્દુભાઇ વસાવડાના પિતાશ્રી.
2 શ્રી પ્રમાદરાય, શ્રી જશવંતરાય, શ્રી છેટુભાઈ વૈશ્નવના પિતાશ્રી.
3 શ્રી લક્ષ્મીરાય તથા શ્રી મહેન્દ્રરાય મેાતીલાલ ધાડાના પિતામહ,
4 શ્રી. પુરુષ।ામરાયના જવનના પ્રસંગેા માટે જુઓ મંત્રીશ્વર શ્રી, રાયજી સાહેબ શ્રી. જ. પુ. જોશીપુરા.
Page #290
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-ઉત્તરાધ : ૨૮૯
થયા અને નડીયાના પાટીદાર શ્રી. ગેકુલભાઈ બેરિસ્ટર, ન્યાય ખાતામાં સદર અદાલતના જજ તરીકે આવ્યા. તે સાથે ખીજા નાના મેાટા અધિકારીની પણ આયાત કરવામાં આવી.1
જૂનાગઢમાં સ્થાનિક અધિકારીઓનું નિ`ળ છતાં ગણનાપાત્ર જૂથ જુદું પડી ગયું. આ જૂથની નેતાગીરી, નવાબના અંગત મંત્રી શ્રી છેટાલાલ મથુરાદાસ બક્ષીએ સભાળી તે સાથે સર્વોચ્ચ ન્યાયાધીશ કી. કલ્યાણુરાય બક્ષી રાજય સેવાના ત્યાગ કરી ગયા.
શ્રી. છેટાલાલ બક્ષી
નવાબ રસુલખાનના રહસ્ય મંત્રી શ્રી છેટાલાલ બક્ષી તે કાલના એક ભદ્ર અને પ્રતિષ્ઠિત રાજપુરુષ હતા. તેઓ ઈ. સ. ૧૮૮૧ માં જૂનાગઢ રાજ્યના વરિષ્ટ ન્યાયાધીશના પદે નીમાયા અને ઈ. સ. ૧૮૯૨માં તેમને નવાબના હુઝુર સેક્રેટરી પદે નીમવામાં આવ્યા જ્યાંથી તેઓ નવાબના મૃત્યુ પછી ઇ. સ. ૧૯૧૧ માં નિવૃત્ત થયા. તેમને નવાબે તળીયાધર ગામ આપેલુ..
તેમના પિતા મથુરાદાસ બક્ષી જૂનાગઢ રાજયના મુખ્ય મહેસૂલી અધિકારી હતા, અને તે પૂર્વે દફતરો અને. બક્ષી દફતરના અધિકારી હતા. જ્યારે નવાબ મહાબતખાન બીજા સામે મેટા ભય ઉત્પન્ન થયા ત્યારે નવાબના ખાનગી તાશાખાના, જમદારખાના વગેરેની તેણે મેટા જોખમે રક્ષા કરેલી. તેના પિતામહ કહાનદાસ બક્ષી પણ એક ભદ્ર પુરુષ હતા. તેમણે રાજપીપળા, નંદરબાર, પાટણ, વડાદરા, પોરબંદર વગેરે સ્થળે મુલ્કી તેમજ ફૌજી નાકરી કરેલી. તેના પિતા તાપીદાસ વડેાદરા રાજ્યના દીવાન હતા. કહાનદાસને નવાબ હામેદખાને પોતાના રહસ્ય સચિવ અને બક્ષી પદે નીમેલા અને તેની નાકરીની કદર કરી વાડાસીમડી ગામ ઈનામ આપેલું. તેણે પેાતાના સમયના ઈતિહાસ આલેખતું આત્મચરિત્ર લખ્યુ છે. તાપીદાસ પણ પ્રખર રાજપુરુષ હતા. તેના ભાઈ ત્રિકમદાસ ગાયકવાડની સેવામાં હતા ત્યાં તેમણે જાગીરા અને વતન મેળવેલાં. તેના વશો આજ પણ મજમુદારા તરીકે જાણીતા છે.
1 શ્રી ગેાપાલદાસની કારકીર્દિના કેટલાક પ્રસંગો માટે જુએ ‘પિતૃતર્પણ’ શં. હ. દેશાઇ. 2 રાજકોટના આ વિખ્યાત રાજપુષ, રાજ્યકીય પરિષદના પ્રથમ પ્રમુખ, પારખ દર રાજ્યના એડમિનીસ્ટ્રેટર અને ઇડરના દીવાન હતા. કલ્યાણરાય જેઠાબક્ષીનું જીવન ચરિત્ર. ૩ અપ્રગટ.
જુ. ગિ.-૩૭
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૯૦ : જૂનાગઢ અને ગિરનાર
તાપીદાસના પિતા ભવાનીદાસ એક યુદ્ધવીર અને મુત્સદ્દી હતા. કહાનદાસના ખીજા પુત્ર દ્વારકાંદાસના વંશજો પણ આજ બક્ષી સંજ્ઞાથી એળખાય છે.
શ્રી છેાટાલાલ બક્ષીના પુત્ર વૈકુંઠરાય બક્ષી પણ શાહઝાદાના અંગત સચિવ હતા. આમ બક્ષી કુટુંબે એ સમયની રાજરમતમાં અગત્યનું સ્થાન ભોગવ્યું.
ખટપટ
રાજ્યમાં નાગરો અને ગુજરાતીઆના બે પક્ષા પડયા, પરંતુ રાજકર્તા અને યુવરાજ ગુજરાતી પક્ષની પીઠ પાછળ હોવાથી તેના વિરૂદ્ધ કંઇ પણ કાર્યવાહી કરવાનું શકય ન હતું. દરબાર ગેાપાલદાસે તથા શ્રી ગેાકુલજભાઈએ એજન્સીના અધિકારીએ સમક્ષ, રાજકર્તા અને તેના સલાહકારો સમક્ષ અને અન્ય પ્રજા સમક્ષ નાગરા નિમકહરામ છે અને અનીતિને માગે ધન ઉપાઈન કરે છે એમ પ્રત્યક્ષ રીતે દર્શાવવા, જૂનાગઢમાં આવેલી ‘મેટી વાંકાનેર નાટક કંપની' પાસે ભક્ત કવિ નરસિંહ મહેતાનું એક નાટક ભજવવાની યોજના કરી, આ નાટક બહાઉદ્દીન કાલેજના મધ્યખ ́ડમાં ભજવવાનું હતુ. અને તેમાં એજન્સીના અધિકારીએ ઉપસ્થિત થવાના હતા, તેથી એક અંગ્રેજી પુસ્તિકા .છપાવી તેમાં નાગરા ઉપર ટીકા કરવામાં આવેલી. નાટકમાં નરસિંહ મહેતાનું પાત્ર ભજવતા નટ ત્ર્યંબકલાલ ત્રવાડીના મુખમાં નાગા માટેના અધિટત શબ્દોનું ઉચ્ચારણ થયું ત્યારે ખ`ડમાં મેાટી ધાંધલ મચી ગઈ. પેૉલિટિકલ એજન્ટ તથા યુવરાજને ખડમાંથી ઊઠી જવું પડયુ અને પ્રયાગ બંધ કરવાની ફરજ પડી. આ પ્રશ્ન કાર્ડિયાવાડ ટાઈમ્સ તથા સૌરાષ્ટ્રની જનતાએ ઉપાડી લીધે!. પ્રામાં એટલી ઉગ્રતા વ્યાપી ગઈં ૐ શ્રી ગેાકુલભાઈને રાજ્ય સેવાના ત્યાગ કરવાનું અનિવાર્ય બન્યુ... અને બરબાર ગેાપાલદાસે માફામાફી કરી મામલે શાંત પડયેા.૩
1જીએ પ્રકરણ ૪થું પાનું ૧૦૫
2 શ્રી બાબુરાય તથા શ્રીનિવાસ બક્ષીના પિતાશ્રી.
ૐ ઘણાં વર્ષો પૂર્વેની આ પ્રકારની ખટપટની યથાર્થતા માટે ચર્ચા કરવાનું આવશ્યક છે. તે કાલે ભદ્ર પુરુષાની શક્તિને આવી જ રાજરમતામાં વ્યય થતા. તે સમયની સ્થિતિ, સંજોગા પ્રમાણે સહુએ પેાત પાતાના ભાગ ભજવ્યેા હશે, તેના ગુણદોષની ચર્ચા કરવાનું અનુચિત છે-લેખક
Page #292
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ-ઉત્તરાધ ઃ ૨૯૧
દીવાન સર અબ્બાસઅલી બેગ
ઈ. સ. ૧૯૦૬ના ડીસેમ્બરમાં રા. બ. બહેચરદાસે પણ રાજીનામું આપ્યું અને તને સ્થાને સિકંદરાબાદના સર અબ્બાસઅલી બેગની નિમણૂક કરવામાં આવી. શાળા નિરીક્ષકના પદથી નોકરીના પ્રારંભ કરી જ જીરાના દીવાનનું અને મુંબઇ સરકારના એરીએન્ટલ ટ્રાન્સલેટરનું પદ પ્રાપ્ત કરેલા સર અબ્બાસ જૂનાગઢના દીવાન પદે આવતાં પ્રજામાં નવી આશાએ અને આકાંક્ષા જન્મી, પરંતુ તે પણ સ્થાનિક ખટપટમાં એતપ્રેત થઈ ગયા.
સર અબ્બાસઅલી મેગની નિમણૂક ઇ. સ. ૧૯૧૦માં ઈન્ડિયા કાઉન્સીલમાં થતાં તેઓ ઈંગ્લાંડ ગયા અને તેની અવજી કાય વાહક દીવાન તરી કે અમદા વાદના શ્રી કુરેશી જે અહિં નાયબ દીવાન હતા તે નીમાયા.
સર્ અબ્બાસની ઈચ્છા તેને દીવાનપદે કાયમ કરવાની હતી, જ્યારે નવાબની ઈચ્છા તેના સસરા મહમદખાન ફરીદખાનને દીવાન પદ આપવાની હતી. નવાબને તેના પ્રયાસમાં સફળતા મળી નહિ, પરંતુ તે પત્રવ્યવહારના પરિણામે શ્રી કુરેશી કાયમ થઈ શકયા નહિ અને તે માટે કાંઈ વિશેષ પ્રવૃત્તિ થાય તે પહેલાં નવ:ખ રસુલખાન ગુજરી ગયું .
શેરઝમાનખાન
નવાબ રસુલખાનના વલીબેહદ શાહઝાદા-યુવરાજ-ના જન્મ ઈ. સ. ૧૮૮૧ના માર્ચ માસની થી તારીખે થયા હતા. પ્રાથમિક કેળવણી, ખાતાના શિક્ષકા પાસે જૂનાગઢમાં લીધા પછી. ઈ. સ. ૧૮૯૧થી ઈ. સ. ૧૮૯૯ સુધી તેણે રાજકાટની રાજકુમાર કાલેજમાં અભ્યાસ કર્યાં, ત્યાંથી આવી તેણે શ્રી પુરુષોત્તમરાય ભગવતીદાસ નાણાવટી પાસે સાહિત્ય અને ભાષાના તથા કલ સી. ડબલ્યુ. એચ. સીલી પાસે કાયદા અને વહીવટનું જ્ઞાન લીધું. ઈ. સ. ૧૯૦૩માં મિ. હેલ્થ, મિ. સીલીની અવજી તેના ટયુટર થયા. થાડા જ સમયમાં તે ધ્રુલેજના પ્રિન્સિપાલ તરીકે નીમાતાં તેની જગ્યાએ કેપ્ટન એચ. જી કાર્ને`ગીની અને નેટીવ ટ્યુટર્સ' તરીકે ખા બ. (પાછળથી સર) મહેષુખમીયાં ઈમામબક્ષ કાદરી, તથા અલીગઢના પ્રોફેસર ગુરગાનીની નિમણૂક થઇ.
શાહઝાદાએ આ શિક્ષક મડલ સાથે ભારતની એકથી વિશેષ મુસાફરીએ કરી. તેમની સાથે અગ્રેજ અધિકારીઓએ સવિશેષ સહવાસ કેળવ્યા અને
1. તે ઇ. સ. ૧૯૨૯--૧૯૩૧માં જૂનાગઢના વરિષ્ટ ન્યાયાધીશ હતા.
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૯૨ : જૂનાગઢ અને ગિરનાર
પરિણામે શાહઝાદા, પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે સંપૂર્ણ રંગાઈ ગયા અને કેટલાંક દુર્બસના ભોગ બન્યા. - કેપ્ટન કાર્નેગીએ જૂનાગઢમાં આવી, શાહઝાદાને શિક્ષણ આપવાની કામગીરી કરતાં જૂનાગઢની ખટપટમાં સવિશેષ રસ લેવા માંડે અને પરિણામે શાહઝાદા અને રાજ્યના ભે જેવા દીવાન પુરુષોત્તમરાય અને વજીર બહાઉદીનભાઈ વચ્ચે મોટું અંતર પાડી દીધું.
કહેવાય છે તે પ્રમાણે કેપ્ટન કાર્નેગીને બંગલે અમુક માણસ મળવા માંડયા અને નવાબ રસુલખાનને પદભ્રષ્ટ કરી શાહઝાદાને ગાદીએ બેસાડવા માટે જુદા જુદા ઉપાયે વિચારતા રહ્યા. દરમ્યાન મુંબઈના ગવર્નર લઈ લેમીંગ્ટન ગિરમાં સિંહના શિકારે આવતાં તે તકને લાભ લઈ તેના કાનમાં નવાબ વિરૂદ્ધ ઝેર રેડવા અને તેને ગાદી ત્યાગ કરવાની ગવર્નર સલાહ આપે તે કેસ કરવા કેપ્ટન કાર્નેગીએ તૈયારી કરી, પરંતુ ગિરમાં શિકાર ડયુટી ઉપર રહેલા અધિકારીઓને આ વાતની જાણ થઈ જતાં તે કાંઈ કરી શક્યા નહિ અને જયારે આ વાત શાહઝાદાને જાણવામાં આવી ત્યારે તેણે તેના શુભેચ્છકેને ઠપકે આયે. કેપ્ટન કાર્નેગી
તા. ૯-૩-૧૯૦૫ના રોજ લોર્ડ લેમીંગ્ટન બીજી વખત શિકારે આવ્યા ત્યારે શિકારમાં ઘાયલ થયેલા વિકરાળ સિંહની પાછળ કેપ્ટન કાર્નેગીના કહેવાથી ગવર્નર, તેના સચિવ ચાઈ. કયુબેલ વગેરે જવા તૈયાર થયા ત્યારે કેમ્પ ઓફિસર શ્રી હર પ્રસાદ દેશાઈએ તેમને શિકારના નિયમથી વિરૂદ્ધ ઘાયલ સિંહની પાછળ ન જવા સમજાવ્યા પણ કેપ્ટન કાર્નેગી એકના બે ના થયા. ગવર્નર મંડલ ત્રણ વિભાગમાં વહેચાઈ ગયું અને ઊંચા ઊગેલા ઘાસમાં કેડી ઉપર. આગળ વધવા માંડયું. શ્રી હરપ્રસાદ તથા ખેડા નામનો શિકારી અને કેપ્ટન કાર્નેગી ત્રીજા વિભાગમાં હતા, તે કેપ્ટન કાર્નેગીને સમજાવતા હતા કે ગવર્નર જેવી સવિશેષ અગત્યની વ્યકિતને જાન જોખમમાં મૂક્યાનું હિતાવહ નથી. તેઓ એક ઝાડ પાસે આવ્યા ત્યાં ઊંચા ઘાસમાં ઉમા રહી કાર્નેગીએ ખેડાને ઝાડ ઉપર ચડી જોવા કહ્યું. ખોડો ઝાડ ઉપર ચડે ત્યાં તેના થડ પાછળ જ બેઠેલા સિંહે એકાએક બહાર આવી તરાપ મારી કેપ્ટન કાનેગીનું માથું તેના જડબામાં પકડી લીધું. હરપ્રસાદે ગોળી મારી સિંહને ઠાર કર્યો. કેપ્ટન કાર્નેગીના મૃતદેહને ચિત્રાવડના સુતાર ભગવાને તૈયાર કરેલા
Page #294
--------------------------------------------------------------------------
________________
. બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૯૩.
'કાફીનમાં રાખી રાજકોટ લઈ ગયા, જ્યાં આજ તેની સ્મૃતિમાં નવી હેસ્પિટલ પાસે કાર્નેગી ફાઉન્ટન ઊભે છે.
શાહઝાદા શેરઝમાનખાનનાં પ્રથમ લગ્ન, તા. ૧૫-૪-૧૮૯૪ના રોજ રાધનપુરના નવાબ બીસ્મીલાહખાનનાં કુંવરી મુબારકબખ્ત સાથે થયાં. તે પછી બીજાં લગ્ન તા. ૬-૫-૧૮૯૯ના રોજ બાટવાના બાબી દરબાર શેરબુલંદખાનની પુત્રી રહીમબખ્ત સાથે થયાં તથા ત્રીજાં લગ્ન વછરબેગમ સાથે થયાં. તેમને પ્રથમ લગ્નથી એક કુંવરી થઈ જે બાલ્યાવસ્થામાં મૃત્યુ પામી. બીજી કુંવરી લાલબખ્તનાં લગ્ન સુખપુર દરબાર ખાનશ્રી એદલખાનજી વેરે તથા ત્રછ કુંવરી સુન્હાનબન્નેનાં લગ્ન વાડાસિનોરના જમીયતખાનજી વેરે થયેલાં.
| રઝમાનખાન કે જે શેરજીમાંખાન કે બાપુ સાહેબને નામે જાણતા હતા તે તા. ૧૫મી ઓગસ્ટ ૧૯૦૮ના રોજ ગુજરી ગયા. કુદરતી આફતો
નવાબ રસુલખાનના સમયમાં ઈ. સ. ૧૮૯૦માં મુંબઈમાં ભયંકર લેગ આવ્યું. તેને ચેપ પોરબંદરમાં આવ્યો અને ત્યાંથી તેણે કુતિયાણામાં પ્રવેશ કરી માનવ સંહારનું તાંડવ શરૂ કર્યું. આ પ્રસંગે ડો. નરોત્તમદાસ ઈજી વૈષ્ણવ તથા આસિસ્ટંટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસે શ્રી હરિપ્રસાદ ઉદયશંકર દેસાઈએ રાતદિવસ જહેમત ઉઠાવી, કરન્ટાઈન કરી, અનેક પ્રકારના ઉપાયથી તૈયતના જાનમાલનું રક્ષણ કરી કુતિયાણાને મહા વિનાશમાંથી ઉગારી લીધું. .
ઈ. સ. ૧૮૯૮માં તેને પુનઃઉપદ્રવ થયો. ત્યારે રસી મૂકવાનું કાર્ય પ્રથમવાર હાથ ઉપર લેવાયું. તેમ છતાં રાજયમાં રોગ જુદે જુદે સ્થળે પ્રસરી ગયો પણ ડોકટરે, અધિકારીઓ અને અન્ય નાગરિકેની પ્રશંસનીય કામગીરીના કારણે
1 કેપ્ટન કાર્નેગીના મૃત્યુ બાબતમાં મિ. એસ. ડબલ્યુ. એડવર્ડઝ અને મિ. એલ. જી.
રેઝર લિખિત “ફલીંગ પ્રિન્સીસ ઓફ ઈન્ડિયા-જુનાગઢ”માં જણાવ્યું છે કે જ્યારે કાર્નેગીને સિહે પકડ્યા ત્યારે સિંહ ઉપર તાસીરે થયો તેમાં સાતથી આઠ ગોળીઓ નેટીએ મારી, કેપ્ટન ફલ જામ્બેએ પણ એક ઘા કર્યો” તે વિશેષમાં ઉમેરે છે કે નેટીવાની હિંમત પ્રશંસનીય હતી.” બધું સારું થાય તે અંગ્રેજો જ કરે તેવી માન્યતા, મનવૃત્તિ અને પૂર્વગ્રહથી ગ્રસિત થયેલા આ અંગ્રેજ લેખકે લખતા નથી છતાં તે વખતે નેટીમાં શ્રી હરપ્રસાદ દેશાઈ એક્લા જ હતા. ખેડા શિકારી પાસે બંદુક જ ન હતી. માહિતી ખા. શ્રી. ગુલામરસુલખાન બાબી.
Page #295
--------------------------------------------------------------------------
________________
ર૮૪ઃ જૂનાગઢ અને ગિરનાર ઈ. સ. ૧૯૦૦માં તે સંપૂર્ણ અંકુશ નીચે આવી ગયો.. - ઈ. સ. ૧૮૯૯માં વરસાદ આવ્યો જ નહિ અને ઈ. સ. ૧૯૦૦ના પ્રારંભમાં દુષ્કાળના ઓળા સોરઠ ઉપર ઉતર્યા. છપ્પાનેયા નામથી જાણીતા થયેલા આ ભયંકર દુષ્કાળમાં, અન્ય પ્રાન્તના લકે સોરઠમાં ઉતરી પડ્યા. પરંતુ અહીંની સ્થિતિ પણ વિષમ હતી તેથી રાજય સરકારના ભગીરથ પુરુષાર્થ અને પરિશ્રમ છતાં અસંખ્ય પશુઓ અને મનુષ્યો મૃત્યુના મુખમાં કોળીયો થઈ ગયાં.
આ દુષ્કાળ પ્રસંગે રાહત કાર્યો અને સહાય પાછળ રાયે રૂપિયા ૧૯૭૧૦૯ને ખર્ચ કર્યો. પ્રજાએ રૂપિયા ૭૮,૨૪૭ જેટલી રકમનું ફંડ કરી રાજયને આપ્યું. તે ઉપરાંત વ્યકિતગત, ગામાયત અને સંસ્થાગત જે ખર્ચ થયો તેની માત્ર કલ્પનાજ કરવાની રહે છે. પ્રકીર્ણ :
નવાબ રસુલખાનના સમયમાં પ્રજાકીય જાગૃતિ ન હતી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ થતી રહેતી સભાઓ થતી પણ તે કઈ ગવર્નર કે વાઈરેયના હાથે ઉદ્દઘાટન કે, શિલારોપણ વિધિ હેય, કે રાજકર્તાને ચંદ્રક મળે કે વજીર કે દીવાનની વિદાય વખતે કે કઈ રાજપુરુષના મૃત્યુ વખતે જ આ સભાઓમાં રાજ્યના અમલદારો ભાષણ કરતા અને પસંદગી પામેલા પ્રજાના આગેવાનો બેલી શકતા. તેમ છતાં પ્રજને કેળવાયેલે વર્ગ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગર રોકટોક કરી શકત. આ સમયે, કોલેજના વિદ્યાર્થીઓએ, યુનિયન કલમ નામની એક કલબ સ્થાપી હતી. તેમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર ચર્ચા વિચારણા થતી. રમતગમત અને મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવતા. ઈ. સ. ૧૯૦૫માં કેલેજના વિવાથીઓએ, ભક્ત નરસિંહ મહેતાના નાટય પ્રયોગમાં રજૂ થતા સંવાદ સામે વાંધો લઈ મેટું તેફાન કરી સરઘસ કાઢેલું તથા ઈ. સ. ૧૯૦૮માં લોકમાન્ય તિલક મહારાજને બ્રિટિશ સરકારે છ વર્ષની સજા કરી દેશ નિકાલ કર્યા તે પ્રસંગે પણ કેલેજના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસની હડતાલ પાડેલી. ધાર્મિક પ્રવૃત્તિ ઉભય કેમની વગર અંતરાયે ફાલીફૂલી રહેતી. કથાઓ, પ્રવચન અને -ઉત્સવ પૂર્ણ સ્વાતંત્ર્યથી અને ઉલ્લાસથી થતા. મિસીસ એની બીસાંટ જુનાગઢ આવેલાં ત્યારે તેની પાસેથી પ્રેરણા મેળવી થીઓસેફિકલ સોસાયટીની પણ સ્થાપના થઈ. અમુક ગૃહસ્થાએ દ્રથ સકીંગ સોસાયટી-સત્ય શોધક મંડલની સ્થાપના કરી તેના ઉપક્રમે વાર્તાલાપ અને વ્યાખ્યાને જયાં. શ્રી. લાભશંકર લક્ષમીદાસ વણજે, “જીવદયા બેધક મંડલી' શરૂ કરી જેની પ્રવૃત્તિ સમસ્ત
Page #296
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશ–ઉત્તરાર્ધ : ૨૯૫
સવિશેષ વિકસિત સ્વરૂપમાં સમયમાં સ્થાપના થઈ. આ પણ કામ કરતાં.
ભારતમાં પ્રપુરી ગઇ અને આજ પણ તે પ્રવૃત્તિ મુંબઈમાં જીવિત છે. પુરાવેત્તા મંડલની પણ આ સિવાય ખીન રાજકીય મ`ડલા અને સભાએ મનરંજન મણિમાળ નામનું કાવ્યાનું એક માસિક શ્રી ઇંગનલાલ લક્ષ્મીદાસ બૂચ પ્રસિદ્ધ કરતા. સૌરાષ્ટ્ર દર્પણુ માસિકનું પણ પ્રકાશન ઈ. સ. ૧૮૯૨ થી ૧૯૦૭ સુધી ચાલું હતું.
રાજ્ય તરફથી દીપોત્સવી, દશેરા, છંદ, મહારમ વગેરે પ્રસંગેા ઉજવાતા અને તેમાં પ્રજાજના ભાગ લેતા મુસ્લિમ રાજકર્તા હેાવા છતાં દીપોત્સવી પ્રસંગે રાજમહેલે ઉપર રાશની થતી, શારદા પૂજન થતુ, દશેરાની સવારી ચડતી, ઈતી સવારી પણ ચઢતી અને મહેારમના તાજીયા દફ્નના દિવસે, સરકારી તાજીયા પણ નીકળતા. આ તહેવારામાં હિન્દુ, મુસલમાન સાથે મળી ભાગ લેતા, સવારીમાં હાથી, ઘેાડા, મેના, પાલખી, શીબદી, આરખા વગેરે રાજમાર્ગ ઉપર પૂરતા ઠાઠથી નીકળતા. રાજ્યમાં, હાથીએ રાખવામાં આવતા. તેમની અગડ સેન્ટ્રલ જેલ પાસે હતી. જે આજ હાથીખાના નામથી જાણુતી છે. પ્રત્યેક હાથીને નામ આપવામાં આવેલું. તેમાં મહાદરગજ અને મકના પ્રજાપ્રિય અનેં મશહૂર હતા. ગેંડાની અગડમાં ગેંડા રહેતા અને ચિત્તાખાનામાં, ચિત્તા રહેતા. સિંહે। અને દીપડાએ સરદારબાગમાં રહેતા. આ જ ગલી પ્રાણીઓની તથા હાથીઓની સાઠમારીના ઉત્સવા યોજાતા અને ઘણીવાર પ્રજાને તે જોવાના લાભ મળતા. તે ઉપરાંત કુકડાઓની લડાઈએ થતી. મલ્લા, કુસ્તીઓ કરતા તથા વ્યાયામનું શિક્ષણ આપતા.
નાટક કંપનીઓને રાજ્ય તરફથી ઉત્તેજન મળતુ. રાજમહેલમાં આ કંપનીએ નાટકા ભજવતી. તે ઉપરાંત ગવૈયાઓ, ઉસ્તાદે, કલાકારા દરબારમાં આવ્યા ગયા કરતા. રસુલખાનના દરબારમાં ન કીઓને સ્થાન ન હતુ..
નવાબના કે યુવરાજના જન્મ દિવસે, છંદ કે અન્ય ખુશાલીના પ્રસ ંગે જેલના કેદીઓને, લંગરમાં ખાનારાઓને, રક્તપિત્તીમાં હોસ્પિટલના દર્દીઓને મિષ્ટાન્ન મળતું,
દીવાન ચાકમાં પહેરે પહેારનાં ચેાઘડીયાં વાગતાં. બારામાં લાલ રસાલા તથા પીળા રસાલાના સવારા સુંદર ગણવેશમાં સજ્જ થઈ ઘેડાએ ઉપર ફરતા રહેતા.
નવાબ રસુલખાનનું મૃત્યુ
નવાબ રસુલખાન કુંવર પદે હતા ત્યારથી જ સતા, સાધુએ, ફ્લા
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯૬ઃ જૂનાગઢ અને ગિરનાર અને ભક્તિના રંગે રંગાયેલા મહાત્માઓના સત્સંગમાં સવિશેષ રસ લેતા. તે સંસારી હતા, છતાં વિરક્ત હતા. - તેઓ ગાદીએ આવ્યા ત્યારે તેમના બે પત્નીઓ અમનબતું અને કેશરબાઈ હતાં. અમનબતેને પુત્ર શેરઝમાનખાન તથા પુત્રી સુહાનાબતે હતાં. કેશરબાઈને એક જ પુત્રી જાનબખ્ત હતાં. અમનાબખતે તારીખ ૧૪-૧૧-૧૮૮૫ ના રોજ અને કેશરબાઈ તારીખ ૨૯-૪-૧૮૯૮ ના રોજ ગુજરી ગયાં. રસુલખાને તે પછી તેષકચી મહમદખાન ફરીદખાનનાં પુત્રી આશા કે આયશાબીબી સાથે ઈ. સ. ૧૮૮૯ માં લગ્ન કર્યા. તેનાથી તેને બે કુંવરો અને એક કુંવરી થયાં. મોટા કુંવર મહાબતખાનને જન તા. ૨-૮-૧૯૦૦ ના રોજ તથા નાના કુંવર બહાદરખાનને જન્મ તા. ૭-૪-૧૯૦૨ ના રોજ થયો હતો. કુંવરીને જન્મ તા. ૩-૧૧-૧૯૦૩ ના રોજ થયે હતે. તે તથા બહાદરખાન બાલ્યવયમાં મૃત્યુ પામ્યાં. નવાબ રસુલખાનના મૃત્યુ વખત એક માત્ર કુંવર મહાબતખાન હતાં તેથી તે ગાદીએ બેઠા.
આ ખેલદિલ, પરોપકારી, પરદુઃખભંજન અને વિશાળ હૃદયના રાજવી, સૌરાષ્ટ્રની જૂની પેઢીના રાજકર્તાઓ પૈકીના હતા. એમ કહેવાય છે કે, તેની કુમારાવસ્થામાં તેને શિકારને છંદ લાગેલ. પરંતુ ઈન્વેશ્વરના મહંતના ઉપદેશથી તેણે પાપ કમ ત્યાગી એક અલ્લાહની ઈબાદતમાં ચિત્ત લગાડયું. તેના હૃદયમાં ભક્તિ અને વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ. તેઓ બહુધા જમાલવાડી નામના સ્થાનમાં રહેતા અને ફકીરેની સાથે તેને સમય વ્યતિત કરતા. મુસલમાન છતાં હિન્દુ ધર્મ ઉપર તેમની સારી આસ્થા હતી. ફકીર સાથે સાધુઓને પણ નાનપણમાં સહવાસ થયેલ અને ઈન્ટેશ્વર મહાદેવની રમણીય જગા શાંત, દૂર ગિરનારની તળેટીમાં આવેલી છે ત્યાં તેઓ અવારનવાર ગયેલા. તે વેળા ત્યાંના મહારાજે કાંઈ ભવિષ્ય ભાખ્યું હતું કે આપકું રાજગાદી મિલ જાયેગી. આ વાત સાચી હોય કે બેટી પણ જ્યારે પિતે તખ્તનશીન થયા ત્યારે આ બાવાએ મહારી મારફત પોતાના આશીર્વાદ હઝરને મોકલ્યા અને ઉપરની વાત યાદ કરાવી તે ઉપરથી એમના સંસ્કાર જાગૃત થયા અને બાવાજીને કુરનસ માટે આવવાની રજા આપી હતી. એ સ્થળે પાણીનું સ્વચ્છ ઝરણું નિરંતર વહે છે તેથી ગાયો વગેરે જાનવરો ત્યાં પાણી પીવા આવે છે. તેની સાથે વખતે સિંહ આદિ ભયાનક પશુઓ પણ આવી ચડે છે. તે નિર્દોષ ગાયના જાન લે છે. તેથી બાવાનો વિચાર એકાદ ગૌશાળા બંધાવવાને હતા.
1
શ્રી છગનલાલ હ. પંડયા,
Page #298
--------------------------------------------------------------------------
________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ર૯૭ આ વાત હઝુરીને જાહેર કરી કે તુરત જ પોતે પિતાને ખર્ચે ત્યાં તેવી ગૌશાળા બંધાવી દેવા મંજૂરી આપી.” 1
બાવા સાધુઓ તેની પાસે આવતા અને જે માગતા તે યોગ્યતાનાં પ્રમાણુમાં મેળવી જતા. હિન્દુ અમલદારની માન્યતાને માન આપી તેમનેં અદબ જાળવતા. અધિકારીઓને તેઓ વારંવાર કહેતા કે રાજાને કેઈ ધર્મને પક્ષપાત ન હાય રેયતને તેને ધર્મ વગર રોકટેકે પાળવા દેવો જોઈએ. રાજાને અને અમલદારોને ધર્મ તે એ છે કે, અન્યાય અને જુલમને કારણે રયત તને શાપ ન આપે તે ધ્યાનમાં રાખી ચાલવું.
તેઓ પ્રતિદિન દુખી ગરીબોને દાન આપતા. તેના દરબારમાંથી કઈ પણ નિરાશ થઈને જ નહિ. તેની સખાવત, દયા, અનુકંપા, ઈન્સાફ અને સાગર દિલના અનેક પ્રસંગો આજ પણ જૂનાગઢમાં લેકહાએ અમર બન્યા છે. જેલવાસી કેદીઓને મુક્ત કરવાની, ગુનેગારોને માફી આપી સુધારવાની, નિરાધાર, નિરાશ્રિત અને નિસહાય મ ણુને ધન, ધરા કે આજીવિકા આપી બચાવી લીધાને ઘણા પ્રસંગે આજપણ જીવિત છે. અલાહને તે સદા યાદ કરતા રહેતા અને પાપથી ડરતા રહેતા. તે કહેતા કે રાજયને કે રાજકર્તાને ભલે મોટું નુકસાન થઈ જાય પણ પ્રજાને નુકસાન કે અન્યાય ન થવાં જોઈએ. પ્રાચી મહંત મહાદેવગિરિનાં ગામો સેટલમેન્ટમાં ખાલસા થયેલાં અને મહંતે તે માટે અન્ન છેડી દીધેલું, તે વાત પ્રાચી મુકામે તેના દયાન ઉપર મૂકતાં પતિ પ્રતિજ્ઞા કરી કે મહંત પારણું કરે પછી જ પોતે જમશે. ત્યાં જ મહંતને ગામો સોંપી આપવા હુકમ કર્યો અને તપાસ કરાવી કે મને કદુઆ મળે તેવા આવાં જેટલાં કામો છે તેની વિગતે રજુ કરો.
સરકારી નેકની બહાલી બરતરફથી તેમણે પિતાના હાથમાં રાખેલી. હિઝુર ફરમાન નં. ૭/૬૦ તા ૨૧-૧૨-૧૯૦૩થી તેણે આજ્ઞા કરેલી કે કોઈ પણું નેકરને નિમતી વખતે અને છૂટો ફરતી વખતે તેની પાસે રજૂ કરવો. તે પ્રસંગે કાઈને એક માસને પગારે એડવાન્સ આપતા તે બરતરફ કે નિવૃત્ત થયેલાને બીજી કરી કે મદદ આપતા.
જૂનાગઢમાં પ્રતિદિન બહારથી આવતા કે શહેરમાં રહેતા ગરીબ માણસોને લંગરખાનામાં કોઈ ભેદભાવ વગર જમવાનું મળતું.
1 મારાં જૂનાગઢનાં સંસ્મરણે “ગુજરાતી, સાપ્તાહિક-તારીખ ૨૦-૩-૧૯૩૨ લેખક
શ્રી. છગનલાલ હરિલાલ પંડયા. જ. ગિ.-૩૮ :
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૮ : જૂનાગઢ અને ગિરનાર
તેમણે જૂનાગઢ શહેરમાં દારૂબંધી અને વેશ્યાવૃત્તિની સખત અને સંપૂર્ણ બંધી કરેલી. તેમની કચેરીમાં ઉરસવ પ્રસંગે શૃંગારિક ગાયને ગવાતાં નહિ કે નાચ મુજરા થતા નહિ. - તેઓ અંગ્રેજી ભણેલા ન હતા છતાં તેમનામાં ઊંડી સૂઝ અને જ્ઞાન હતું. તેમનું મન વિશાળ અને હૃદય ઉદાર હતું. તેઓ તેમની નીતિ, રીતિ, દાન, દયા, ન્યાય અને પરોપકારથી “ઓલિયા નવાબ”નું બીરૂદ પામ્યા.' - સાર્વભૌમ સરકારે તેમને ઈ. સ. ૧૮૯૯માં કેસી. એસ. આઈ. અને ઈ. સ. ૧૯૦૮માં છે. સી. એસ. આઈ. ના ચંદ્રક આપ્યા.
યુવરાજ શેરઝમાનખાન તેની હયાતીમાં ઈ. સ. ૧૯૮માં ગુજરી ગયા તે કારી ઘા તેના હૃદયને કેરી ખાતા હતા અને તેના જીવનમાંથી આનંદ વિદાય લીધી હતી. * ઈ. સ. ૧૯૧૧માં ભાવનગર મહારાજા ભાવસિંહજી ગિરમાં શિકારે આવેલા અને તા. ૨૨-૧-૧૯૧૧ના રોજ તાલાળા કેમ્પ કરી શિકાર ગોઠવાયો હતે. તે જ દિવસે નવાબ રસુલખાન જન્નતનસીન થયા.
પ્રજા જીવન (ઇ. સ. ૧૮૮૨-૧૯૧૦) - મધ્યકાલિન યુગમાં લેકેની જે રહેણી કરણી હતી તેમાં આ સમયમાં ઘણે ફેરફાર થયો. લેકે માત્ર દેવદર્શન કરવા શહેર બહાર જતા પણ ફરવા જવાને ચાલ ન હતા. શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ઈ. સ. ૧૮૮૬માં નેધે છે કે જયારે અમો બહારથી આવેલા ગૃહસ્થ સાંજે ફરવા જતા ત્યારે જૂની રૂઢિના લેકને આશ્ચર્ય થતું, પણ ક્રમે ક્રમે તેઓ પણ તેમને અનુસરતા થયા. તે સમય પૂર્વે જાહેર સભાઓ પણ થતી નહિ. દરબાર કે કચેરીમાં અથવા ધાર્મિક સંમેલનમાં લેકે ભાગ લેતા પણ સભા થાય તેમાં સભાપતિ હયા અને ભાષણ થાય તે પાશ્ચાત્ય પદ્ધતિની સભાઓની આ સમયમાં શરૂઆત થઈ. તેમાં પણ પ્રારંભનાં વર્ષોમાં ભાષણને બદલે કઈ શિષ્ટ પુસ્તકમાંથી કે ધર્મ પુસ્તકમાંથી વાચન કરવામાં આવતું તેમાં કેટલીક સભાઓના અહેવાલ ઉપરથી જણાય છે. જાહેર મકાને કે સ્થળનાં ખાતમુર્હત અને ઉદ્દઘાટન આ સમય પહેલાં ધાર્મિક વિધિ પૂરતાં પરિમિત હતાં તેને બદલે જાહેર સમારંભમાં કઈ વિશેષ વ્યક્તિના હાથે તે કરવાની પ્રથા જૂનાગઢમાં શરૂ થઈ. "
1 નવાબ રસુલખાનની ઉદારતા અને વિશાળ મનના પ્રસંગે માટે વાંચો “એલિ
નવાબ” પ્રકાશ અને પરિચય. શં. હ. દેશાઈ.
Page #300
--------------------------------------------------------------------------
________________
ભાખી વશ–ઉત્તરા : ૨૯૯
પહેરવેશ તે લગભગ જૂના જ રહ્યો. જે ભદ્ર પુરુષોને રાજદરબારમાં જવા આવવાનું થતુ. તેઓ પગની પાની સુધીનાં અંગરખાં અને સુરવાલ અક્ષ્ા ધોતિયું પહેરતા, કમરે ભેટ પણ બાંધતા, મુત્સદ્દી વર્ગના ગૃહસ્થે ખભે ખેસ નાખતા, લડાયક કામના પુરુષા ભેટમાં જમૈયા ભરાવતા તથા જંગલમાં એક ફાળિયું અને તલવાર રાખતા. તલવારના પટામાં કેરીએ જડવામાં આવતી તથા તેની મૂડ ચાંદીની કે સેાનાની રાખવામાં આવતી. જે અમીને અધિકાર હાય તે પગમાં તાડા પહેરતા. માથા ઉપર પણ વિવિધ પ્રકારની પાધડીએ પહેરવામાં આવતી. નાગરા બાંધેલી પાઘડી પહેરતા અથવા અમુક પ્રકારના ફેટ બાંધતા. મુસ્લિમ અમીરા બત્તી ભાંધતા. બ્રાહ્મણ, વાણિયા, લાહાણા વગેરે પોતપાતાની પધ્ધતિની પાઘડી પહેરતા.
ચા અને ખીડીના પ્રચાર આજ જેટલા હતા નિહ. નાગરા અને બ્રાહ્મણેા તમાકુ પી શકતા નહિ, બીન ઢાકા પીતા અને જમીનદાર વર્ગના લેક અફીણુ પણ લેતા.
હિં'દુએ, મુસ્લિમા સાથે છૂટથી હળતા ભળતા અને મુસ્લિમા પણ હિંદુ સાથે ઘાટા સંબંધો ધરાવતા. ધાર્મિ ક ડિષ્ણુતા એટલી હદ સુધી હતી કે બંને કામના માણસા એક બીજાના ધાર્મિ ક અને સામાજિક પ્રસંગેામાં કાઈ પણ જાતના ભેદભાવ વગર ભાગ લેતા. જૂના જમાનાનાં ઝેર વેર સમી ગયાં હતાં અને દાઈના મનમાં તેના વિચાર પણ ન હતા.
નવાબ મુસ્લિમ રાજકર્તા હૈાવા છતાં આ સમયમાં હિંદુ દેવસ્થાન, સતા, મહ તા અને સાધુએને રાજ્ય તરફથી કાઈ નડગત તા થતી નહિ પણ ઉલટાની તેમને આર્થિ ક સહાય મળતી. ધાર્મિ ક ઉત્સવો કાઈપણ બંધન * મર્યાદા વગર ઉજવવામાં આવતા.
કેળવણીનું પ્રમાણ વધતાં તેમજ મુબઈ અને અમદાવાદનાં વર્તમાનપત્રા અને સામાયિકા વંચાતાં થયાં તેથી તથા સ્વામી દયાનંદ સરસ્વતી અને કવિ નર્મદાશંકરનાં ભાષા અને લેખા, સ્વદેશી ચળવળ વગેરેએ જૂનાગઢની પ્રજાના એક વગ ઉપર અસર કરી અને લેાકેાના જૂના વિચારામાં માટુ પરિવર્તન આવ્યુ. સુધારાની ચળવળ શરૂ થઈ અને લગ્ન અને મૃત્યુ પછીના કુરિવાજો, કન્યા ડેળવણી, ભાળ લગ્ન વગેરે વિષયામાં ભૂતકાળની માન્યતાએનું સ્થાન નવીન ધારાએ લીધુ.
આમ મધ્યકાલિન જૂનાગઢમાં ઈ. સ. ૧૮૫૧ લગભગ નૂતન યુગના આરંભ થયો અને અંગ્રેજી સત્તાના અકુશ નીચે રહેતા નવાબના અંગત
Page #301
--------------------------------------------------------------------------
________________
૩૦૦ : જૂનાગઢ અને ગિરનાર
જીવન ઉપર નિય ંત્રણ આવતાં અને રાજતંત્ર પણ આધુનિક પદ્ધતિએ લઈ જવાડી વાર વાર તે તરફથી થતી આજ્ઞાઓના અમલ થતાં રાજકર્તા અને રાજ્યતંત્રમાં જે જૂનવાણી પદ્ધતિ અને સિદ્ધાંતા હતા તેમાં ધરખમ પરિવત ન આવતાં રાજદરબારની ખૂની ખટપટા અને કાવાદાવાના અંશતઃ અંત આવ્યો અને તેનું સ્થાન જુદા પ્રકારની ખટપટે લીધું. સમાજમાં પણ શિક્ષણ, સ`સ્કાર, વ્યવસ્થા અને કાયદાની કાર્ટા અને નિયમા પ્રમાણે ચાલતા ખાતાંઓની કામ ગીરીના પરિણામે જાગૃતિ આવી. પ્રજાની જે શકિત અવળે માગે" જતી હતી તે રચનાત્મક માર્ગે વળી. રાજ્યને પણ ગત યુગમાં યુદ્ધોના પ માંથી વિકામ માટે ખચ કરવા ધન બચતું નહિ અને સમય રહેતા નહિ તેના બદલે રાજ્યની આવક વધારવા ખેતી, ઉદ્યોગ તથા વ્યાપારના વિકાસ પ્રત્યે ધ્યાન આપવાના સમય મળ્યા. અને ઈ. સ. ૧૯૧૧ માં મધ્યકાલિન જૂનાગઢ, ભારતનાં ખીજા રાજ્યોની હરાળમાં ઊભુ` રહી શકવા સમર્થ થયું.
નવાબ રસુલખાનના મૃત્યુ સાથે મધ્યકાલિન યુગના રહ્યા સવા અવશેષો અદૃષ્ય થયા અને નવા યુગના આરંભ થયા. જૂનાગઢના રાજ્યમાં એજન્સીએ પ્રસ ંગેાપાત હસ્તક્ષેપ કરેલો પણ તંત્ર હસ્તગત કરવાના ઈ. સ. ૧૯૧૧માં પ્રથમ પ્રસંગ ઉર્જાસ્થત થયા અને તે સાથે બ્રિટિશ એડમિનીસ્ટ્રેટ, રાજ્ય તંત્રને બ્રિટિશ પદ્ધતિ ઉપર મૂકયુ. તેણે બ્રિટિશ હિન્દમાંથી અમલદારોને બોલાવી નિયુક્ત કર્યાં અને ત્યાંના કેટલાક કાયદા, નિયમા અને કાર્ય પદ્ધતિ જૂનાગઢ રાજ્યમાં દાખલ કરી તંત્રનું માળખું ફેરવી નાખ્યું. એ સમયે જૂના અધિકારીઓ, કમ ચારીઓ, આગેવાના અને પ્રજાજનોને આ પરિવત ન અણગમતુ અને અકારૂ" લાગેલું, પર ંતુ એ સ્વીકારવું રહ્યું કે પાછળના વર્ષામાં જૂનાગઢના રાજ્યત ંત્રે એક કાર્યક્ષમ તંત્ર તરીકે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તે આ ફેરફારને આભારી હતી
Page #302
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને અંત
એડમિનીસ્ટ્રેશન
નવાબ રસુલખાનના મૃત્યુ વખતે મહાબતખાન સગીર હતા, તેથી બ્રિટિશ સાર્વભૌમ સત્તાએ જુનાગઢને વહીવટ પિતાના હાથમાં લીધે. રાજકોટથી મેજર સ્ટ્રોંગ, ઈમ્પીરીયલ લાસના કેપ્ટન કે નામના મિલિટરી અધિકારીને લઈને જૂનાગઢ આવ્યા અને રાજ્યના તાપખાના, રાજમહેલના ખજાના, અન્ય કિંમતી વસ્તુઓ, રાજ્યનાં રેકર્ડો વગેરે ઉપર જપ્તી મૂકી તેને સીલ કરી દીધાં.
તે પછી રાજકોટના જ્યુડીશિયલ આસિસ્ટ૮ મિ. એચ. ડી. રેન્ડલ આઈ સી. એસ.ની જૂનાગઢ રાજ્યના એડમિનીસ્ટ્રેટર તરીકે નિમણૂક થઈ અને બ્રિટિશ સેવાના શ્રી અનંત સદાશિવ તાબે તેના આસિસ્ટન્ટ તરીકે નીમાયા.
આ અધિકારીઓએ મમ નવાબના માણસોને એક પછી એક હિસાબ લેવા માંડયો. અમીરે, વરિષ્ટ અમલદારે તથા હઝુરમાં રહેતા રાજપુની મિલકતની નોંધણી અને તપાસણી શરૂ કરવામાં આવી વજીર બહાઉદ્દીનભાઈ તેની વૃદ્ધાવસ્થા ગુજારી રહ્યા હતા ત્યાં તેને ઓચિંતા દબાવી દેવામાં આવ્યા અને હવેલી ઉપર સીલ કરી મિલકત ઉપર જતી મૂકી તથા તેના ઉપર મિલિટરીના પહેરા ચડાવી દેવામાં આવ્યા. તેના ખાનગી કારભારી શેડ નથુભાઈ ક્રિપારામની પ્રવૃત્તિઓ ઉપર પણ કડક અંકુશ મૂકવામાં આવ્યો. વજીર
Page #303
--------------------------------------------------------------------------
________________
૩૦૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
બહાઉદીનભાઈએ મુંબઈના પ્રખ્યાત ધારાશાસ્ત્રી સર ફિરોઝશાહ મહેતાને તથા રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી માધવરાય જેઠાભાઈ બક્ષીને રેકી મિ. રેન્ડેલની રજૂઆત માગી પણ આ બ્રિટિશ અધિકારીએ તેને સાંભળવાની પણ ના પાડી. ઘણી દલીલ અને વિનંતીઓ પછી વજીર તેના અંગત માણસે દ્વારા તેની મિલકતની નોંધ કરાવી એડમિનીસ્ટ્રેશનને સેપે તથા તેની મિલકત પોતાના પૈસામાંથી બંધાવી છે એમ સાબિત કરી આપે એવી આજ્ઞા થઈ. વજીર બહાઉદ્દીનભાઈએ આવી નોંધ રજૂ કરી તથા તેની હવેલી બાંધવા માટે નવાબે આપેલી લોન તેણે આના પાઈ ભરપાઈ કરી દીધી છે તેમ નવાબના હસ્તાક્ષર વાળી પહેચે બતાવી સાબિત કરી આપતાં જપ્તી ઉઠાડી લેવામાં આવી.
નવાબના રહસ્ય સચિવ શ્રી છોટાલાલ મથુરાદાસ બક્ષી ઉપર પણ અનુમાનિક આક્ષેપ મૂકી તેની પાસેથી મર્દમ નવાબની દસ્તખર્ચા (પ્રીવી પર્સ) ની રકમને હિસાબ માગવામાં આવ્યું. વર્ષો સુધી નવાબના અંગત સચિવ તરીકે સ્વચ્છ અને પ્રમાણિક કાર્યભાર કરીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર વ્યક્તિને માત્ર રૂપિયા એંસી હજારના હિસાબ માટે જવાબદાર ગણવામાં આવ્યા. તેનાથી પ્રજામાં પણ રોષની લાગણી પ્રસરી શ્રી છોટાલાલ બક્ષીને જૂનાગઢના પોતાના મકાનમાં રહેવા તથા જૂનાગઢ ન છોડવા હુકમ કરવામાં આવ્યું. પિતે સ્વચ્છ હતા અને હિસાબ નિયમિત છે તેને તેને વિશ્વાસ હતો તેથી તે ખાતાકીય તપાસ સ્વીકારી અને હિસાબ સાબિત કરી આપ્યો. તેમ છતાં બંધ બારણે આ તપાસ એક તરફી રીતે કરી તેમને રૂપિયા એસી હજાર દંડ કર્યો. પાછળથી નવાબ મહાબતખાનના સમયમાં આ કેસ ફરી તપાસમાં લેતાં શ્રી બક્ષીને આ જવાબદારીમાંથી નિર્દોષ ગણ મુક્ત ગણવામાં આવ્યા પણ ભરેલે દંડ પાછા આપવામાં આવ્યું નહિ.
નવાબના ખાનગી કારભારી શ્રી અમરજી આણંદજી કચ્છી ઉપર પણ માનસિક ત્રાસ આપવામાં આવ્યું, પરંતુ આ પ્રમાણિક અને પ્રભુપરાયણ અમલદારની વિરૂદ્ધ કંઈ થઈ શકયું નહિ.
આ ઉપરાંત નવાબના હજુરીઓ, મહમદ પતંગિયા, જાખરીભાઈ વગેરે ઉપર પણ તવાઈ ઊતરી અને દમનનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં. મર્દમ નવાબના સસરા શ્રી મહમદખાન ફરીદખાન પ્રત્યે પણ ત્રાસદાયક વતન કરવામાં આવ્યું, પરંતુ તેઓએ બધું સહન કરી આર્થિક નુકસાન વડી લીધું.
મિ. રેન્ડોલે મુંબઈના સેલિસીટર શ્રી ભાઈશંકર નાનાભાઈ ભટ્ટને જૂનાગઢ રાજ્યને છેલા ચાલીસ વર્ષને હિસાબ તપાસી જવા માટે ખાસ
Page #304
--------------------------------------------------------------------------
________________
ખાખી વશના-અંત : ૩૦૩
નિમણૂક આપી. તેમણે દશ માસ પર્યંત હિસાબે તપાસ્યા છતાં તેમાં કાંઈ વાંધા ભરેલું નીકળ્યું નહિ.
વજીર બહાઉદ્દીનભાઈના ખાનગી કારભારી અને સરકારી શ્રોફ શેઠ નથુભાઈ ક્રિપારામ ઉપર એડમિનીસ્ટ્રેટરે સખત દબાણ કરી તેની પાસેથી કેટલાંક નિવેદનો મેળવવા પ્રયત્ન કર્યાં. પર ંતુ આ નિમકહલાલ અને વાદાર કારભારીએ તેમ કરવા ના પાડી તેથી મિલકતા ઉપર પણુ જપ્તી કરવામાં આવી. શેડ નથુભાઈના પિતાશ્રી પણુ વજીરના કારભારી હતા અને વજીરની મિલકત ઉ૫જ, ખય વગેરેની તેને રજે રજની માહિતી હતી, તેથી તે જો એવું નિવેદન આપે કે વજીરે રાજ્યની મિલકત ઓળવી છે તા તે નિવેદન વજીરને પાયમાલ કરવાના કાર્યમાં ઘણું જ મહત્ત્વના દસ્તાવેજ થઈ શકે જ્યારે શેઠ નથુભાઈને અસહ્ય ભીંસ કરવામાં આવી ત્યારે તેણે મુંબઈના સેાલિસીટર ગુલાબચ'ને રોકી લડત આપી અને અંતે રૂપિયા ૩૭૦૦૦ના દંડ આપી મુકિત મેળવી,3
શ્રી પુરુષોત્તમરાય સુંદરજી ઝાલાના આપ્તજન શ્રી રવિશંકર જીવણરામ ઘેાડા ઉપર પણ સખ્તાઈ કરવામાં આવી અને તેને જૂનાગઢ શહેર ભહાર રહેવાની ફરજ પાડવામાં આવી.4
બ્રિટિશ ન્યાયને કલ"કિત કરતાં આ ત્રાસવાદી પગલાંએના પરિણામે જૂતાગઢમાં અને બહાર મોટા ઉહાપેાહ થયા. શ્રી રૅડાલની આ કાર્ય પદ્ધતિ માટે દેશના ખૂણે ખૂણામાંથી ટીકાઓની ઝડી વરસી રહી અને તેથી તે લાંબી રજા ઉપર ઉતરી સ્વદેશ ચાલ્યા ગયા. મુંબઈ સરકારે તેની જગ્યાએ જનરલ એડમિનીસ્ટ્રેશન ખાતાના સચિવ સિ. એલ. રેખ`સનની નિમણૂક કરી. સ્વદેશી ચળવળ
મિ. રેડાલની જોહુકમીને કારણે કે અંગ્રેજો પ્રત્યેના અણુગમાને કારણે કેટલાક દેશભકતાએ તેના સામે આંદાલન કરવા ઈ. સ. ૧૯૧૨માં એક મડળ
1 માહિતી. શ્રી. ખાજુરાય વૈકુંઠરાય બક્ષી,
2 શ્રી પરમસુખરાય કચ્છીના પિતાશ્રી. તેમને નવાબે દુધાળા ગામ ઈનામમાં આપેલું,
૩ મંત્રીશ્વર શ્રી રાયજી સાહેબ”—શ્રી. જ. પુ. જોશીપુરા.
4 આવા ધણા રાજ્ય સેવકાને તથા પ્રતિષ્ઠિત નાગરિકાને ત્રાસ આપવામાં આવેલે હરશે, પણ તેની આધારભૂત નોંધ ઉપલબ્ધ નથી-મંત્રીશ્વર શ્રી. રાયજી સાહેબ શ્રી, જ. પુ. જોશીપુરા
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૦૪ : જૂનાગઢ અને ગિરનાર
સ્થાપ્યું. અને તે કાંઈ પણ પ્રગતિ કરે તે પૂર્વે રાજ્યે એડ. આ. ન. ૪૪૫/૧૨ ના હુકમથી આવી ચળવળમાં લાને ઉશ્કેરાવા કારણ ન મળે તે માટે સૂચના આપી તથા પોલીસને તે ચળવળ ઉપર ચાંપતી નજર રાખવા આજ્ઞા આપી. આ ‘ચળવળ’ની અન્ય વિગતા મળતી નથી પણ એમ જણાય છે કે તે આ હુકમ પછી બંધ પડી હશે.
ઇ. સ. ૧૯૧૩માં જૂનાગઢના શ્રી ધનશંકર પ્રભાશંકર શર્માએ ગિરનાર પત્રિકા' નામનું માસિક શરૂ કર્યું અને તે પણ થોડા જ સમયમાં બંધ થઈ ગયુ..
મિ. એચ. ડી. રેન્ડાલ
ઈ. સ, ૧૯૧૩ના ફેબ્રુઆરી માસમાં, મિ. રૅન્ડલ રજા ઉપરથી પાછા ફરતાં મિ રાખટસન તેની મૂળ જગ્યાએ પાછા ફર્યાં. મિ રૅન્ડેલ, રજા ઉપર ગયા. ત્યારે તેના વિરૂદ્ધ જે ઉહાપાડ થયા .હતા તે શાંત પડી ગયેલા અને તેણે પણ તે પછી અમલદારો કે અમીરને વિશેષ કનડગત કરવાનું પણ બંધ કરેલુ.
વજીર બહાઉદ્દીનભાઈ -
ઈ. સ. ૧૯૧૪માં જૂનાગઢના માજી વજીર બહાઉદ્દીનભાઈ ગુજરી ગયા. તેમના જન્મ ઇ. સ. ૧૮૩૫માં થયા હતા તેમનાં બહેનનાં લગ્ન નવાબ મહાબતખાન ખીા સાથે કરવામાં આવ્યા, પછી તે લાલરિસાલાના જમાદાર હતા ત્યાંથી બઢતી આપી તેમને ઈ. સ. ૧૮૬૨માં વજીર પદ આપવામાં આવેલું'.'
તેમણે લગભગ પાંચ દાયકા સુધી રાજકર્તાના અંગત સલાહકાર અને વજીરનું પદ ભાગવી ત્રણ નવાબેાની સેવા કરી, નામના અને કીતિ સંપાદન કર્યાં તે લગભગ નિરક્ષર છતાં વિદ્યાપ્રેમી હતા. અશિક્ષિત છતાં શિક્ષણના હિમાયતી હતા અને સામાન્ય કુટુંબમાં જન્મેલા છતાં સ`સ્કારી હતા. આ ભાગ્યશાળી પુરુષ, રાજકર્તા અને પદાધિકારીએ વચ્ચે, રાજ અને રૈયત વચ્ચે તટસ્થ રહી, રાજ્યના અટપટા પ્રશ્નો, તેની ધીર ગંભીર અને શાંત પ્રકૃતિના કારણે સરળતાથી ઉકેલી ઉભયની પ્રીતિ સંપાદન કરેલી. વજીર બહાઉદ્દીનભાઈ, સાહિત્ય, કાવ્ય અને કલાના પ્રેમી હતા. જગતની ખજાશમાં ન મળતા હોય એવા દુર્લભ અને અપ્રાપ્ય કલાના નમૂનાઓ તે માં માગી કિંમતે ખરીદ
1 વજીર એટલે રાજકર્તાના અંગત મ`ત્રી, રિયાસતના મ`ત્રી તે દીવાન,
Page #306
--------------------------------------------------------------------------
________________
ખાખી વશના-અંત
કરી લેતા અને તેમ કરી દેશી વિદેશી કલાકારોની કદર કરતા. સાહિત્યકાર), કવિ અને લેખકને ઉત્તેજન આપતા. તેના દાનથી કે પ્રાત્સાહનથી ઘણાં પુસ્તકા પ્રકાશિત થયાં છે. તે દાનશ્વરી હતા અને તેના સખી સ્વભાવથી પિરિચત એવા કેટલાયે, સાધુ, ફકીશ અને દીન દુ:ખીએ તેની દાનગ ંગામાં સ્નાન કરેલું, જૂનાગઢનું લેપર એસાયલમ, દાતારના સે!પાન માર્ગ, મહામત મદ્રોસા, વગેરે મકાના તેના મુસ્લિમા તથા ઈસ્લામ પ્રત્યેના અનુરાગનાં પ્રતિ છે, તેઓ મુસ્લિમ વિદ્યાથી ઓને શિષ્યવૃત્તિ અને સહાય આપવામાં પણ અગ્રસ્થાને હતા.1
૩૦૫
તેમને જૂનાગઢ રાજ્યે મદારૂલ મહામના ઈલ્કાબ આપેલે અને શાહી સત્તાએ ઈ. સ. ૧૮૯૬માં સી આઈ. ઈ. બનાવેલા. નવાબે તેમને અગતરાય અને ભાષાળ ગામા ઈનામમાં આપેલાં. તેના મૃત્યુ પછી એડમિનીસ્ટ્રેટ, ગામા તથા હવેલી ખાલસા કરી, તેના અપ્રતિમ કલાના નમૂના દરબાર દાખલ કરવામાં આવ્યા અથવા હરરાજ કરી નાખવામાં આવ્યા. તેની હવેલીમાં આજે સરકારી આફ્રિસો બેસે છે, માત્ર તેના નામના શિલાલેખ તેની યાદી આપતા વાંચી શકાય છે.
રાજત ત્ર
એડમિનીસ્ટ્રેટરને અેસેથે' સ્થિતિમાં તંત્રનું વહન કરવાનું હતું. તેમ છતાં તે સમયની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે દેશી રાજ્યો ઉપર એજન્સીના વ્હીવટ થાય ત્યારે બ્રિટિશ પદ્ધતિનું ત ંત્ર સ્થાપવાનું અનિવાય હતુ. તેથી મિ. રૅન્ડલે, જૂના અમલદારાને નિભ્રુત્ત કરીને, છૂટા કરીને કે અન્ય સ્થાનાએ બદલી ખાતાના ઉપરી અધિકારીની જગ્યાઓ ઉપર બ્રિટિશ સેવાના અમલદારેાની આયાત કરી, હિસાબી દફતરના અધિકારી તરીકે રા. ભ. મણિશંકર રાજારામ ત્રિવેદીન નિયુક્ત કરવામાં આવ્યા, આ વિદ્વાન અને વિચારશીલ અમલદારે એકાઉન્ટ ક્રાડ તૈયાર કરી અમલમાં મૂકયા. મહેસૂલ ખાતાના ઉપરી પદે રા. . કેશવલાલ ગિરધરલાલ ત્રિવેદીને નીમવામાં આવ્યા. તેમણે લેન્ડ રેવન્યુ ડેડ અને મેન્યુઅલ તૈયાર કરાવ્યાં. જાહેર બાંધકામ ખાતાના વરિષ્ટ અધિકારી તરીકે મિ. ઇ. બુકફેકસ, પોલીસ ખાતાના ઉપરી પદે મિ. આઈ. સી. ખાઈડ વગેરે અ ંગ્રેજ
1 શેખ બહાઉદ્દીનભાઇ નિધન હતા, કઠિયારા હતા એવી વાર્તાઓ સથા ખાટી છે. તેમનું કુટુંબ પ્રથમથી જ રાજકુટુંબ સાથે તેની સ્થિતિ સુખી હતી.
જૂ. ગિ.-૩૫
પ્રચલિત થઈ છે તે સકળાયેલું" હતુ અને
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૦૬ : જૂનાગઢ અને ગિરનાર
અમલદારો આવ્યા. .
જૂનાગઢ રાજ્યમાં, ખેડૂત પાસેથી રાજભાગ, ભાગબટાઈના ઘરણે લેવાતે તે ધરણું બંધ કરી વાટીનું ધોરણ દાખલ કરવામાં આવ્યું. રાજ્યનું ભરણું ટંકશાળમાં થતું તેને બદલે તાલુકાઓમાં અને પાટનગરમાં સબ ટ્રેઝરીઓ અને મુખ્ય ટ્રેઝરી કરવામાં આવી. નાણાં ખાતું અને હિસાબી ખાતાં એક હતાં તેને જુદા પાડવામાં આવ્યાં.
જૂનાગઢ રાજ્યને કરી અને દેકડા પિતાની ટંકશાળમાં પાડવાને અધિકાર અંગ્રેજ સરકારે માન્ય કરેલે, તેમાં સમ્રાટના નામની પણ બીજા રાજ્યના સિક્કાઓ ઉપર છાપ પડતી તેમ પાડવા જરૂર હતી નહિ. એડમિનીસ્ટ્રેશન મોટિફીકેશન, નં. ૧૧/૧૯૧૨ તા. ૧૫-૧૧-૧૯૧૨ થી તા. ૧૪-૨-૧૯૧૩ના દિવસથી ચલણમાંથી કોરી ખેંચી લીધી અને સો રૂપિયાની ૪૦૫ કોરી ગણી તે પ્રમાણે ચુકાદ કર્યો. દેકડા તે પછી ઈ. સ. ૧૯૭૧ સુધી ચાલતા રહ્યા. '
રાજ્યના કરોને પેન્શન આપવાનું એક સરખું ધોરણ હતું નહિ તેને બદલે ૧/૩ પગારનું પૂરી કરીએ પેનશન આપવાનું ધારણ કરવામાં આવ્યું. નિવૃત્તિની વય મર્યાદા ૫૫ વર્ષની કરવામાં આવી.
મુખ્ય એન્જિનિયર મિ. ઈ. બુકફેકસે, જુનાગઢમાં આજે છે તે બને હેસ્પિટલે, બહાદરખાનજી હાઈસ્કૂલ (વર્તમાન વિવેકાનંદ વિનય મંદિર), ત્રિકોણ બાગ અને તેની વચ્ચેનું બેન્ડ સ્ટેન્ડ, મહિલાબાગની ટાંકી, જીમખાના કલબ વગેરે સુંદર અને આકર્ષક મકાને તેની દેખરેખ નીચે બંધાવ્યાં.
બંદરખાતાના એન્જિનિયર મિ. પ્રેકટર સીમ્સ, વેરાવળ બંદરમાં બ્રેક વેટરની દીવાલ તથા ડ્રાયડોકનું કામ હાથ ઉપર લીધું. જો કે તે સંપૂર્ણ થયું નહિ છતાં તેનાથી પ્રવાસીઓને તથા માલની હેરફેર કરનારાઓને ઘણી સુવિધા થઈ. બંદર અધિકારી તરીકે શ્રી કૃષ્ણલાલ ધ્રુવ હતા. આ જોકપ્રિય અને કાર્યદક્ષ અમલદાર તે જગ્યા ઉપર ઈ. સ. ૧૯૭૫ સુધી રહ્યા.
કેળવણીને એડમિનીસ્ટેશનમાં ઘણું ઉત્તેજન મળ્યું. ઘણી નવી સ્કૂલો અને મિડલ સ્કૂલો ખોલવામાં આવી. વિદ્યાધિકારી પદે શ્રી છગનલાલ હરિલાલ પડયાની નિમણૂક થઈ. આ સાક્ષર અને સહૃદયી અધિકારીએ, મહૂમ નવાબના રહસ્ય સચિવ તરીકે તથા દીવાન ઓફિસના મેનેજર તરીકે કાર્ય કરેલું, તેથી . તેની વહીવટી કાર્યક્ષમતા અને વિદ્વતાથી તે લોકપ્રિય અધિકારી ગણાયા.
ઈ. સ. ૧૯૧રમાં જૂનાગઢથી બીલખાની રેલવે લાઈન લંબાવવામાં
[1 તેઓ અમદાવાદના નાગર ગૃહસ્થ હતા.
Page #308
--------------------------------------------------------------------------
________________
ખાખી વશને-અંત = ૩૦૭
આવી. ઈ. ૧૯૧૩માં ડુઇંગરપુરથી પથ્થરખાણુ સુધી તેમજ ઈ. સ. ૧૯૧૫માં બાટવાથી સરાડિયા અને ઈ. સ. ૧૯૧૮માં વેરાવળથી તાલાળા સુધીની રેલવે લાઈન ચાલુ થઈ.
પેાલીસખાતાને, પેાલીસ કમિશનર મિ. આઇ સી. મેાઈડે જિલ્લાની ક્ષાએ મૂકયુ. જં ગલ ખાતામાં પણ મિ. વેલીંજર, મિ રત્નાકર અને મિ. દેશાઈ જેવા નિષ્ણાતા એક પછી એક વનાધિકારીએ નીમાયા.
આકીઆલાજીકલ સસાયટી
ઈ. સ. ૧૯૧૫માં મિ. પ્રુફીકસના પ્રયાસથી ઈતિહ'સ અને પુરાતત્ત્વની ખાણ જેવા જૂનાગઢમાં, આકી આલેાજીકલ સોસાયટીની સ્થ પના થઈ. રાજ્યે તેને વાર્ષિક રૂપિયા ૧૦૦૦નું અનુદાન આપ્યું. તેમાંથી કિંમતી પુસ્તકે ખરીદી આકી એ લેાજીકલ પુસ્તકાલય સ્થ પવામાં આવ્યું અને હસ્તલિખિત પ્રતા શિલાલેખે લાકસાહિત્ય વગેરે એકત્ર કરવામાં આવ્યાં. આ સેાસાયટીના મંત્રી રાજ્યના મુખ્ય ઇજનેર મિ. ઈ ખ્રુફીકસ હતા. પ્રેા એસ. એચ. હાડીવાળા તથા હિંમાખી દફતર અધિકારી રાવ બહાદુર મણિશંકર ' રાજારામ ત્રિવેદી' તેના સક્રિય સભ્યો હતા. શ્રી જી. કે વારા સભ્ય અને કારકુન હતા.
નવાબ મહાબતખાન સત્તા ઉપર આવતાં આ સેાસાયટીનું કાય સ્થગિત થઈ ગયું પરંતુ પાછલાં વર્ષામાં સર પેટ્રીક કેડલ દીવાન પદે આવ્યા ત્યારે તેણે સં. ૧૯૯૮ના એન્સ્ટન્ટ મેન્યુમેન્ટસ પ્રીઝર્વેશન એકટ બહાર પાડયા અને આ સાસાયટી કામ કરતી થઈ. ઈ. સ. ૧૯૪૭ પછી તેનું આપોઆપ સમાપન થયુ.
એડમિનીસ્ટ્રેશનમાં રાજ્યતંત્ર શાંતિપૂર્વક ચાલતુ રહ્યું. કાઈ કામી તોફાન થયાં નહિ કે કાઈ આંદોલના થયાં નહિ. પણ જૂના પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં ઘણા ફેરફાર થયો તેથી લોકાને ઘેાડી મુંઝવણ થઈ પણ શનૈઃ શનૈઃ આ ફેરફાર સારા માટે હતા તેમ પ્રતીતિ થઈ. જૂનાગઢની છેટી મુગલાઈ ની જાહેાજલાલી ભેદભરમા, કાવાદાવા, ખટપટ, રાજમહેલની રાજરમતા વગેરે અદશ્ય થયાં અને તે સાથે જૂના નવાના સમય જેવા રાજતંત્રની સ્થાપના થઈ.
↑ રા. અ. મણિશંકર રાજારામ ત્રિવેદી સરકારી અધિકારી તેા હતા પણ તે સાથે ઇતિહાસ, ધર્મશાસ્ત્રી અને સાહિત્યના પ્રકાંડ પ`ડિત અને બહુશ્રુત વિદ્વાન હતા.
2 આ ધારી પ્રભાસ ઇતિહાસ સંશાધન સભાના પ્રયાસથી પસાર થયેલા.
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૮ : જૂનાગઢ અને ગિરનાર
નવાબ મહાબતખાન ૩ જા. મહાબતખાને સગીર અવસ્થા પૂરી કરી હોવા છતાં તેને રાજ્યસત્તાનાં સૂત્રેા સોંપવાનું વિલંબમાં પડયુ' અને લેામાં અનેક શકા કુશકાઓ જન્મી. ખાંમ્બે ક્રાનિકલના કટાર લેખક અને નિડર વર્તમાન પત્રકાર જૂનાગઢના શ્રી છગનલાલ પરમાણુ દદાસ નાણાવટીએ, ખેામ્બે ક્રેાનિકલ અને અન્ય પત્રામાં તે માટે લેખા લખ્યા અને પરિણામે ઈ. સ. ૧૯૨૦ના માર્ચ માસની ૩૧મી તારીખે એજન્ટ ટુ ધી ગવનર મિ. મેક્રેનેકીએ જૂનાગઢની બહાઉદ્દીન કાલેજના મધ્ય ખડમાં કચેરી ભરી નવાબ મહાબતખાનને ગાદીનશન કર્યા.
મિ. મેક્રેનેકીએ આ પ્રસંગે, આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ, સેારડ પ્રાંત મિ. લેઇંગ તથા અન્ય આમત્રિત મહેમાના સમક્ષ રિતા સોંપતી વખતે એડમિનીસ્ટ્રેશન સમયમાં રાજ્યે કરેલી પ્રગતિનું વર્ણન કરી તેમને તે ચીલા ઉપર ચાલવા અનુગ્રહ કર્યાં. નવાબે આભાર માનતી વખતે તેની રૈયત પ્રત્યે તે ન્યાયપૂર્વક વર્તાશે એવી ખાત્રી આપી.
પ્રારભિક સુધારા
નવામ મહાબતખાને સત્તાનાં સૂત્રેા સભાળી, તારીખ ૨૫-૭-૧૯૨૦ના રાજ એક ફરમાન બહાર પાડી ગામડાંઓમાં રેવન્યુ પટેલા રાજ્ય નિયુક્ત કરતુ તેને બદલે ચૂંટાયેલા પટેલા અને ગ્રામ પાઁચ સ્થાપવાની અને તેને મહેસૂલી અને દીવાની કામના અધિકારા તેમજ મર્યાતિ ફોજદારી કામના અધિકારાની સત્તા આપી. તે સાથે પ્રતિવષ, ફેબ્રુઆરી માસમાં આ ગ્રામ પંચાયતાના પ્રતિનિધિઓના દરબાર ભરી પોતે તેમની મુશ્કેલીઓ સાંભળી નિર્ણાય કરશે અને આ પ્રતિનિધિએ જૂનાગઢમાં આવે ત્યારે તેના મહેમાન થશે તેમ પણ જાહેર કર્યુ”.
..
તે પછી આ જ અરસામાં, સુધરાઈને વિસ્તૃત કરી જૂનાગઢ સ્ટેટ મ્યુનિસિપાલ એકટ બહાર પાડી, તે અન્વય સુધરાઈના વહીવટ પ્રજાકીય પણ રાજ્ય નિયુક્ત સભ્યોને સોંપ્યા. આ પ્રસંગે નગરજાએ તેમને આપેલા માનપત્રના ઉત્તરમાં નવાબે જાહેર કર્યું કે, જૂનાગઢ રાજયમાં વિદ્યાથી ઓને પ્રાથમિક કેળવણી તથા અંગ્રેજી પાંચમા (એટલે આજના નવમા) ધોરણ સુધી માધ્યમિક કેળવણી વગર શુ આપવામાં આવશે. તેમણે તે સાથે કન્યાચે:રી નામના લગ્ન વેરા અને દામે દર્ કુંડમાં સ્નાન કરનારા યાત્રિકા પાસેથી અર્ધા આતાના કર લેવાતા તથા ગિરનાર જતા લેાકેા પાસેથી એક આનાના કર લેવાતા તે કરા રદ કર્યાં.
Page #310
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત : ૩૯
સરકારી નોકરને મળતી મેંઘવારી પગારમાં ભેળવી દેવાની, નિવૃત્ત વેતન ૧/૩ હતું તેને બદલે ૧/૨ કરવાની અને નિવૃત્ત વયની મર્યાદા ૬૦ વર્ષની કરવાની પણ જાહેરાત કરી.
ઈ. સ. ૧૯૨૨ના જૂન માસની ૨૩મી તારીખે, યુવરાજ દીલાવરખાનજીને જન્મ થયે તેની ખુશાલીમાં નવાબે, ખેડૂત ઉપરનાં જૂનાં લહેણું માંડી વાળવાની, શિક્ષકને પેનશન આપવાની, પ્રોવિડન્ટ ફંડમાં રાજ્ય ઉમેરેલી રકમ પાછી રીફંડ ન લેવાની, તથા કેટલાક પરચુરણ વેરાઓ કાઢી નાખવાની પણ આજ્ઞા કરી. આ જાહેરાત કરતાં તેણે કહ્યું કે “પ્રજાના હિત માટેની યોજના કરવાનું અમે અમારી ફરજ સમજીએ છીએ.” દીવાને [ઇ. સ. ૧૨૦-ઈ. સ. ૧૯૨૪]
નવાબ મહાબતખાન ગાદીએ બેઠા ત્યારે મુંબઈ સરકારે પસંદ કરેલા દીવાન બહાદુર ટી. છજુરામે તારીખ ૩૧-૩-૧૯૨૦ ના રે જ ચાર્જ સંભાળ્યો તે પૂર્વ તેઓ રાજસ્થાનમાં જુદા જુદા રાજ્યમાં દીવાન પદે રહ્યા હતા એટલે વયેવૃદ્ધ અને પૂર્ણ અનુભવી હતા. તેની સાથે જ વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશ શ્રી. મહમદઅમીન ફકીહને નાયબ દીવાન પદે નીમવામાં આવ્યા.
ટી. છજજુરામ, પીઢ અને ગંભીર રાજપુરુષ હતા. તેને યુવાન નવાબ સાથે કામ કરવાનું કેટલાંક કારણસર અયોગ્ય લાગ્યું અને તેથી તેઓ રાજીનામું આપી ચાલ્યા ગયા નવા દીવાનની પસંદગી થાય ત્યાં સુધી આસિસ્ટંટ એડમિનીસ્ટેર હતા તે શ્રી. અનંત સદાશિવ તાબેએ તારીખ ૧૨-૫-૧૯૨૦ ના રેજ દીવાનપદ સંભાળ્યું.
નવાબની ઈચ્છા, જૂનાગઢના જ વતની હોય તેવા દીવાનને રાખવાની હતી. તેથી તેમણે સરકારી વકીલને હેદો ભોગવતા શ્રી. પાછળથી રાવબહાદુર ત્રિભોવનરાય દુલેરાય રાણીની નિમણૂક કરતાં તેમણે તારીખ ૨૫-૪-૧૯૨૧ ના રોજ દીવાન પદ સંભાળ્યું. તેમને પણ રાજ્યદ્વારી કારણસર ઈ. સ. ૧૯૨૩ના
1 તે સાથે મહેસૂલ અધિકારી પદે શ્રી મોતીલાલ ઝવેરચંદ વસાવડા, પોલીસ વડાને પદે
શ્રી ધીરજરાય અંબારામ છાયા, હિસાબી દફતરના અધિકારી પદે શ્રી મણિલાલ કેશવલાલ નાણાવટી, જંગલખાતાના અધિકારી તરીકે શ્રી જયંતિલાલ હરિલાલ વસાવડા, કેળવણીખાતાના વડા તરીકે પ્રથમ શ્રી છગનલાલ હરિલાલ પંડયા તથા તે પછી શ્રી પુરુષોતમરાય ભગવતીદાસ નાણાવટી અને શ્રી મતિશંકર સદાશંકર દેશાઈ, દીવાન ઓફિસ મેનેજર તરીકે શ્રી દોલતરાય ઝાલા વગેરે સ્થાનિક અધિકારીઓની નિમણૂક પણ કરી. આ નીતિ અલ્પજીવી હતી.
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૧૦ : જૂનાગઢ અને ગિરનાર
ઓકટોબરમાં છૂટા થવું પડયુ. અને તેનું રાજીનામુ‘ મજૂર થતાં, બગસરા દરબાર શ્રી વીરાવાળા દીવાનપદે નીમાયા. તેમણે તા. ૧૫-૧૦-૧૯૨૩ના રાજ ચા લીધા અને માત્ર નવ માસ આ પદ ભોગવી રાજીનામુ આપી દીધું. નવાખે તે પછી પોતાના મિત્ર અને વજીર શેખ મહમદભાઈ અબ્દુલાભાઈને દીવાનપદ માટે પસંદ કરી એજન્સીની અનુમતિ મેળવી. આમ મહાબતખાનના સમવયસ્ક શેખ મહમદભાઈએ માત્ર ચાવીસ વર્ષની યુવાન વયે તારીખ ૪-૯૧૯૨૪ના રાજ જૂનાગઢના દીવાનની જગ્યા સંભાળી.
દીવાન મહમદુભાઇ (ઇ. સ. ૧૯૨૩-ઇ. સ. ૧૯૩૨)
ઈ. સ. ૧૯૦ થી ઈ. સ. ૧૯૨૪ સુધીના સમયમાં માત્ર ત્રણ દીવાનાની ફેર બદલી સિવાય કાઈ નોંધપાત્ર પ્રસ`ગ ઉપસ્થિત થયો નહિ. એડમિનીસ્ટ્રેશનમાં દાખલ થયેલા ધારણા અને અમલમાં આવેલા કાયદાએ તથા પાડેલી પ્રણાલિકાએમાં દેશકાળ અને પ્રજાને અનુરૂપ ફેરફારા માત્ર રાજયના હિતની ષ્ટિએ કરવામાં આવ્યા, પરંતુ નવાએ રાજત ંત્રમાં સીધી દખલ ન કરવાના સ્ક્રુિત અપનાવી સમગ્ર વહીવટ દીવાનાને સોંપી દેતાં તેની અને પ્રજા વચ્ચે મેટુ અંતર પડી ગયુ. આ પગલુ" જેટલે અ ́શે હિતકારી હતુ. અને ચેન્ગ્યુ હતુ... તેટલે જ અંશે, રાજકર્તા માટે જોખમી અને પ્રા માટે નિરાશાજનક નિવડયું. ગુપ્ત પ્રયાગ
ઉના-દેલવાડા પાસે ગુપ્ત પ્રયાગ નામનું હિન્દુશ્માનું પુરાણ પ્રસિધ્ધ તીય છે. આ તીમાં, શ્રી. મહાપ્રભુજીની બેઠક, શ્રી. સ્વામીનારાયણનાં પગલાં, શકની સાત દેરીએ, શુ ́ગાલેશ્વર, સિધ્ધેશ્વર, ગધવેશ્વર, ઉરગેશ્વર વગેરે મહાદેવે તેમજ ગંગાકુંડ, બ્રહ્મકુંડ, વિષ્ણુ, મહેશકુ ડ વગેરે પવિત્ર કુંડ છે. અહીં સુંદર અને વિશાળ હિન્દુ ધમ શાળા પણ છે. આ ધમ શાળાઓ પૈકી એક ધ શાળા વિ. સં. ૧૮૩૭માં દીવના શેઠ મૂળજી રઘુનાથે બંધાવી છે, તે દેવચંદ શેઠવાળી ધમ શાળા કહેવાય છે.
આ ધમ શાળા પેાતાની મસ્જિદ છે તેમ કહી ગુપ્ત પ્રયાગ પાસે આવેલા નાળીયા માંઢવી નામના ગામઢાના સુસ્લિમાએ, ઉના દેલવાડાના કેટલાક મુસ્લિમ આગેવાનાની ઉશ્કેરણીથી તેના કબ્જો લેવા માટે તકરાર ઉઠાવી. સુલેહના ભ“ગ થશે તેમ માનીને રાજ્યે ધમ શાળા રાજ્ય હસ્તક લઈ લીધી.
ઈ. સ. ૧૯૨૮માં રાજ્યમાં પ્રવેશ પામી ચૂકેલા કામવાદના કીડાએ, તેનું ક્લેવર ખાવા માંડયું અને તેના પગરણ ગુપ્ત પ્રયાગથી થયાં. નાળીયા માંડવીના મુસ્લિમોએ, તીથ માં પ્રવેશી કુંડાને ભ્રષ્ટ કર્યાં... અને તીર્થોની અમર્યાદ થતાં
Page #312
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ઃ ૩૧૧ ઉના દેલવાડાના હિન્દુઓ એ તેના વિરોધમાં હડતાલ પાડી, પણ રાજ્ય વચમાં પડી માફ્રામાફી કરાવી મામલો થાળે પાડ્યો.
એ પછી આ પ્રશ્ન શાંત પડવાને બદલે સવિશેષ ઉગ્ર બને. આ તીર્થમાં એક સાધુની સમાધિ હતી તે મુસ્લિમ સંતની કબર છે તે દાવ આગળ કરી ત્યાં મુસ્લિમોને ફાતિહા પડવાને અધિકાર છે એમ કહી વિ. સ. ૧૯૮૫ના શ્રાવણ માસની વદી ૧૪ના રોજ મુસ્લિમોએ ત્યાં મોટી સંખ્યામાં જઈ તીર્થની અમર્યાદ કરી. આથી વળી પાછો આ પ્રશ્ન સવિશેષ જટિલ થયો. હિંદુ પ્રજાએ હડતાલ પાડી અને હિન્દુઓને થતા અન્યાય અને અપમાનને જવાબ માગવા આ દેલનનું આયલાન થયું.
રાજ્યને મળેલી ફરિયાદ ઉપરથી, દીવાન મહમદભાઈએ, મિલિટરી સેક્રેટરી કેપ્ટન એફ. બી. એન. ટીલે, ચીફ જ્યુડીશિયલ ઓફિસર ખા. બ. [પાછળથી સર] મહેબુબીયાં કાદરી, તથા શ્રી. [પાછળથી રા. બ] શિવદત્તરાય ત્રિકમરાયા માંકડને જાત તપાસ માટે ગુપ્ત પ્રયાગ મોકલ્યા.
આ અધિકારીઓએ સ્થળ જોયા પછી જવાબદાર શખસને પૂછપરછ કરી અને તે પછી તત્કાલિન દીવાન ઓફિસના મેનેજર અને ઉનાના માજી વહીવટદાર શ્રી. માનસિ હ મંગલજી, તત્કાલિન રેવન્યુ કમિશ્નર અને ઉનાના માજી વહીવટદાર શ્રી. જે. એસ. સિકવેરા, તત્કાલિન સરન્યાયાધીશ અને ઉનાના માજી મુન્સફ શ્રી. મહાસુખરાય મથુરાદાસ વસાવડા વગેરેની જુબાનીઓ લીધી. તેઓનાં નિવેદનથી ધાર્યું પરિણામ નહિ આવે એમ માની ખા. બ. મહેબુબમીયાં કાદરીએ આ પ્રસંગે યોજાયેલી સભામાં, એમ કહ્યું કે હિન્દુ, મુસ્લિમ આગેવાને, નામદાર દીવાન સાહેબ જે ફેંસલે કરે તે સ્વીકારશે કે કેમ ? કહેવાય છે કે આ પ્રસંગે હિન્દુ આગેવાનોને દબાવીને હા પાડાવવામાં આવી.
આ સભા થયા પછી હિન્દુઓ, ન્યાય મળશે તે વિશ્વાસે રાહ જોઈ રહ્યા હતા ત્યાં તારીખ ૧૩-૧૦-૧૯૨૯ના રોજ દીવાને એવો ઠરાવ આપ્યો કે ગુપ્ત પ્રયાગના તીર્થમાં દીવાલ ચણી લઈ મુસ્લિમોને ભાગ જુદો પાડી આપ. આ ઠરાવ બહાર પડતાં જૂનાગઢ રાજ્યમાં અને રાજ્ય બહાર વ્યાપક વિરોધ થયે અને મુંબઈમાં ગુપ્ત પ્રયાગ સંરક્ષણ સમિતિની સ્થાપના કરવામાં આવી. આ સમિતિના ઉપક્રમે, પરસોત્તમદાસ ઠાકોરદાસની આગેવાની નીચે સર્વશ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, તંત્રી સૌરાષ્ટ્ર', વામન મુકાદમ, રાજા બહાદુર નારાયણલાલ બંસીલાલ પિત્તિ, પંડિત આનંદપ્રિયજી વગેરેનું બનેલું એક ડેપ્યુટેશન જૂનાગઢ આવ્યું. દીવાને આ ગૃહસ્થોને સાંભળી તેમને આશ્વાસન આપ્યું. તે પછી તારીખ ૨૯-૧૧-૧૯૨૯ના રોજ મુંબઈના સર ઈબ્રાહીમ હારૂન જાફરની
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૧૨ : જૂનાગઢ અને ગિરનાર
આગેવાની નીચે સર્વશ્રી મૌલવી મહમદ દાઉદી, ખા બ હાજી અબ્દલા હાસમ, સૈયદ મુર્તઝામીયા વગેરેનું બનેલું એક મુસ્લિમ ડેપ્યુટેશન દીવાન મહમદભાઈને મળ્યું, - આ પ્રશ્ન દીવાન મહામભાઈ વિચારતા રહ્યા અને જેમ જેમ સમય જતે ગયો તેમ તેમ તેના ઉપર વિવિધ પ્રકારનું દબાણ થતું રહ્યું. અંતે તેણે તારીખ ૧૨-૭-૧૯૩૦ના રોજ એક ઠરાવ બહાર પાડયો જેમાં મુસ્લિમોને ફતેહા પડવા જવાના હક્કને સ્વીકાર કરવામાં આવ્યો.
આ સમયે બ્રિટિશ ભારતમાં સત્યાગ્રહની ઐતિહાસિક લડત પૂરજોશમાં ચાલતી હતી, એટલે ત્યાંથી તે માટે કોઈ આગેવાને આવી શકે એમ હતું નહિ. તેથી તે હુકમ સામે ધાર્યા એટલે વિરોધ થયો નહિ, પરંતુ તેમને મળેલા હકકથી સંતોષ ન માનતાં તારીખ ૧૮-૨-૧૮૩૦ના રોજ ઉનાના કેટલાક મુસ્લિમોએ ઉનાની બજારમાં હુલ્લડ કરી, હિંદુઓની દુકાને લૂંટી અને કેટલાક માણસને માર માર્યો. પોલીસ ઈન્સ્પેકટર શ્રી ગિજુભાઈ છાયાએ તરત જ મામલે કાબૂમાં લીધો અને રાજ્ય ત્યાં લશ્કર મેકલી માશલા લે જાહેર કર્યો.
મુસ્લિમ કહેવાતી કબર પાસે ફાતિહા પડવા જવાના મહમદભાઈએ બક્ષેલા હક્કનું પ્રતિપાદન કરવા પ્રયત્ન કર્યા પણ રાજ્યના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી છેલશંકર દવેની હિંમત અને કૂનેહથી શાંતિ જળવાઈ રહી.
આમ રાજયમાં, કાયદો અને વ્યવસ્થા ભયમાં આવી પડ્યાં. વિસાવદર, કેશોદ, માળિયા વગેરે સ્થળોએ પણ નાના મોટા બનાવો બનતા રહ્યા અને દીવાન, નિષ્પક્ષપાત નીતિ અને ન્યાયના સિદ્ધાંત અનુસાર સમતોલપણું જાળવી
શકયા નહિ..
વેરાવળ
ગુપ્ત પ્રયાગને પ્રશ્ન હજી સળગતા હતા ત્યાં તારીખ ૧-૧૦-૧૩૦ના રેજ વેરાવળમાં નુરમહમદ ઈબ્રાહીમ નામના આઠ વર્ષના મુસ્લિમ બાળકને મૃતદેહ મળી આવ્યું. આ બાળકને હિન્દુઓએ દેવીને ભેગ ચઠાવ્યો છે તેમ માની પોલીસે ૧૭ હિન્દુઓને પકડી તેના ઉપર ખૂનને આરોપ મૂકી કેસ કર્યો. નીચેની અદાલત, રબારી પુજા છવા તથા રબારી કાના જવાને નિર્દોષ ગણ છોડી મૂક્યા, પણ સેશન્સ અદાલતના જજ શ્રી કરીમ મહમદ માસ્તરે, બાવા શામદાસ રામદાસને ફાંસીની તથા સેની વસનજી ત્રિકમજી, વિપ્ર હીરજી કુરજી તથા ભાટ વસનજી લાલાને જન્મટીપની સજા કરી.
આ ચુકાદાથી હિન્દુ જનતા કી ઊઠી. ગણનામાં ન લઈ શકાય તેવા
Page #314
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને–અંત ઃ ૩૧૩
બનાવટી અને નિર્માલ્ય પુરાઓના આધારે પોલીસે કરેલ કેસ સાબિત માનવામાં આવ્યો તે પાછળ કોમવાદી માનસ છે તેમ માની જૂનાગઢ અને અન્ય નગરો અને ગામોની પ્રજા એક સાથે ઊડી. તારીખ ૩-૪-૧૯૩૧ના રોજ આખા રાજયમાં હડતાલ પડી અને પ્રજાનાં ઉગ્ર રોષને વાચા આપવા જૂનાગઢમાં, ભાટીયા ધર્મશાળામાં વકીલ નરસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટીના પ્રમુખ સ્થાને એક સભા યોજવામાં આવી અને તેમાં લેવાયેલા નિર્ણય અનુસાર તારીખ ૬-૪-૧૯૩૧ના રોજ એક ડેપ્યુટેશન દીવાન મહમદભાઈને મળવા ગયું અને તેને આ ફેંસલા ઉપરની અપીલ સાંભળવા નિષ્પક્ષપાત ન્યાયાધીશ નીમવાની માગણી કરી. મહમદભાઈએ ડેપ્યુટેશનને શાંતિપૂર્વક સાંભળી, આ વિષયમાં નવાબને પૂછી તે જરૂર યોગ્ય કરશે તેવી ખાત્રી આપી.
ચીફ જ્યુડીશિયલ ઓફિસર સર મહેબુબીયાં કાદરી ઈ. સ. ૧૯૩૦માં રાજયની સેવાને ત્યાગ કરી ચાલ્યા ગયા હતા અને તે જગ્યા ખાલી હતી, તેને ચાજ પણ શ્રી કરીમ મહમદ માસ્તર પાસે હતા. તે આ કેસની અપીલ ચલાવી શકે નહિ તેથી નવીન નિમણુક આવશ્યક હતી. દીવાન મહમદભાઈએ તે જગ્યા ઉપર રાજકોટના બેરીસ્ટર મસુરકરની નિમણૂક કરી. પણ વેરાવળ ખૂન કેસની અપીલ તે ન હિંદુ હોય કે ન મુસલમાન હોય એવા જજ સાંભળે એવી ડેપ્યુટેશનની માગણી હતી. તેથી રાજય સરકારે તારીખ ૨-૫-૧૯૩૧ના હુકમ નંબર ૮/૧૯૩થી એજન્સીના અંગ્રેજ જયુડીશિયલ કમિશનર મિ. એચ. પી. એચ. જાલીની નિમણૂક કરી.
મિ. જોલીએ આ કેસની અપીલ સાંભળી, તારીખ ૩૧-૫-૯૩૧ન રે જ ઠરાવ આપી સર્વે આરોપીઓને નિર્દોષ ગણી છેડી મૂક્યા.
શ્રી મયુરેકરને પણ જાસાઓ મળતાં તે પણ રાજ્ય સેવા ત્યાગી રાજકેટ ચાલ્યા ગયા.
આ સમય દરમ્યાન દીવાન મહમદભાઈને સી. આઈ. ઈ. ને ચંદ્રક મળતાં તેમજ વેરાવળ કેસમાં ન્યાય મળ્યો હતો તેથી તેને પ્રજા તરફથી માનપત્રો એનાયત કરવામાં આવ્યાં ઈ. સ. ૧૯૩૧ને આખા જૂન માસ માનપત્રો લેવામાં જ દીવાને વિતાવ્યો અને લેક લાગણી શાંત થઈ ગઈ છે તેને અનુભવ કર્યો, પણ તેના ભાગ્યમાં શાંતિ હતી નહિ તારીખ ૧૮-૭-૧૯૩૧ના રોજ વેરાવળમાં, ઉમ્ર બનેલી મુસ્લિમ પ્રવૃત્તિના ફલ સ્વરૂપે. ત્યાંના હિન્દુ આગેવાને ડો. ગોરધનદાસ ખંઢેરીયા, શેઠ ગોવિંદજી ખુશાલ, શ્રી જમનાદાસ કાલીદાસ તંબોળી, શ્રી છોટાલાલ નારણજી તથા શ્રી રામજી પ્રેમજી સોનાં જ. ગિ-૪
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૧૪ઃ જૂનાગઢ અને ગિરનાર ધોળે દિવસે વ્યવસ્થિત રીતિ ખૂને કરવામાં આવ્યાં તથા શ્રી લક્ષ્મીચંદ માણેકચંદ, શ્રી છોટાલાલ રાયચંદ, શ્રી ખારવા દામજી, શ્રી હરખચંદ ખુશાલ, શ્રી પ્રેમજી ગોવિંદજી તથા શ્રી ભઈ ભવાન વગેરેને સખત ઘાયલ કરવામાં આવ્યા.
- અચાનક થયેલા આ અત્યાચારના સમાચારથી દેશભરમાં રોષની લાગણી પ્રસરી ગઈ. કેમવાદના ભયંકર રાક્ષસે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક ભીષણ દાવાનલ પ્રજ્વલિત કરી તેમાં શાંતિ અને સલામતિને ભસ્મિભૂત કર્યા હતાં. ચંકી ઊઠેલી હિન્દુ પ્રજા ભયભીત થઈ ગઈ, વેરાવળમાં હડતાલ પડી અને નગરજને એ હિજરત શરૂ કરી. જૂનાગઢ અને રાજ્યના અન્ય નગરોએ પણ સભાઓ અને હડતાલને રાહ લીધો.
આ સમાચાર સાંભળી ટ્રેનમાં જૂનાગઢથી વેરાવળ જઈ પહોંચેલા દીવાન મહમદભાઈ, ડે. ગોરધનદાસના પત્ની શ્રીમતી મણિબહેનને શાંત્વન આપવા ગયા ત્યારે તેણે અશુપૂર્ણ નેત્રે અને ગળગળતા પણ મક્કમ સ્વરે તેની વ્યથા ઠાલવી તેને થયેલા આઘાતને જવાબ માગે. મહમદભાઈ તેને શાંત્વન આપી શકયા નહિ પણ તેને શાપ અંતરમાં ભરી ચાલ્યા ગયા.
આ સમયે પિલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી. છેલશંકર દવે હતા. આ અનુભવી અને નિડર અમલદારે, હિમ્મતપૂર્વક, ખૂનીઓને પકડી લીધા અને વેરાવળમાં કડક પોલીસ બંદોબસ્ત કરી, અસામાજિક તને તેની ગોઝારી પ્રવૃત્તિ કરતા અટકાવી દીધા. કેપ્ટન છે. બી. વિલિયમ્સ પણ ત્યાં થાણું નાખી અરાજક્તા અને અશાંતિને દૂર કરવા પ્રયત્ન કર્યા.
આ હત્યાકાંડના પ્રત્યાઘાત રૂપે જૂનાગઢમાં શ્રી. નરસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટીની આગેવાની નીચે હિન્દુઓનું પ્રચંડ સરઘસ નવાબ પાસે ગયું અને દાદ માગી. વેરાવળ અને બીજાં શહેરમાં જ્યાં સુધી હિન્દુઓને તેમના જાનમાલની સલામતિની ખાત્રી નહિ મળે ત્યાં સુધી વ્યાપાર ધંધા બંધ રહેશે એ પણ સમસ્ત રાજ્યના આગેવાનોની મળેલી સભાએ નિર્ણય લીધે.
દરમ્યાનમાં પંડિત આનંદપ્રિયજી, “સૌરાષ્ટ્રના તંત્રી શ્રી અમૃતલાલા દલપતભાઈ શેઠ, શ્રી. છગનલાલ પ્રભુદાસ વગેરે આવી પહોંચ્યા અને કેપ્ટન છ બી. વિલિયમ્સ, પિલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી. છેલશંકર વ્યાસ વગેરેના પ્રયાસેથી તારીખ ૨૨-૮-૧૯૩૧ના રોજ હડતાલ ખોલી નાખવામાં આવી.
હડતાલ ખેલાવતી વખતે કેપ્ટન વિલિયમ્સ, પ્રદર્શિત કરેલી દિલગીરી અને ન્યાય માટે આપેલી ખાત્રીથી મુસ્લિમોના હિત જોખમાય છે તેમ કહી
Page #316
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને અંત ઃ ૩૧૫
જૂનાગઢના મુસ્લિમોએ, શ્રી ઈસ્માઈલ અબ્રેહાનીના નેતૃત્વ નીચે તારીખ ૧ર-૧૧-૧૯૩૧ના રોજ નવાબના રાજમહેલના દ્વારે જઈ, જ્યાં સુધી તેમની માગણી ન સંતોષાય ત્યાં સુધી સત્યાગ્રહ કરશે એમ જાહેર કરી મોટી સંખ્યામાં સરદારબાગ પાસે બેઠા. તેમણે જે માગણીઓ મૂકી તે રાજ્ય ઉતાવળે સ્વીકારી શકે એમ હતું નહિ. નવાબ, સરદારબ ગ છોડી રસુલગુલઝાર [વર્તમાન રસિક નિવાસ] ચાલ્યા ગયા તે સત્યાગ્રહીઓ ત્યાં ગયાં. હિન્દુ આગેવાનેએ આ માગણી ઓ સામે બીજી માગણીઓ મૂકી અને જૂનાગઢનું તંત્ર સર્વથા શિથિલ થઈ ગયું અને રાજયમાં, વ્યવસ્થા ભાંગી પડવાની સ્થિતિમાં આવી ગઈ. અંધાધૂંધી
સૌરાષ્ટ્રના પ્રથમ વર્ગના રાજ્યના પાટનગરમાં આવી અવ્યવસ્થા થાય તે ચલાવી લેવા એજન્સી તૈયાર ન હતી. બ્રિટિશ હિન્દમાં જ્યારે સત્યાગ્રહની લડત ચાલી રહી હતી ત્યારે સૌરાષ્ટ્રમાં અશાંતિ ફેલાય તે બ્રિટિશ શાસકેને પિસાય નહિ તેવું હતું, તેથી રાજ્ય ઉપર એજન્સીનું દબાણ દિનપ્રતિદિન વધતું ગયું. નવાબની મૂંઝવણ વધી ગઈ. દીવાન શેખ મહમદભાઈ જે કાંઈ પણ જવાબ આપતા કે જે પગલાં લેતા તેમાં નવાબના નામને ઉપયોગ કરતા અને આ ભયંકર પરિસ્થિતિમાં ગુંચવાઈ ગયેલા રાજયના તંત્રની જવાબદારી સ્વીકારવા તે તૈયાર ન હતા. તેથી નવાબે એજન્સીની સલાહથી રાજ્ય કાઉન્સીલની સ્થાપના કરી તેના પ્રમુખ પોત થયા, દીવાન ઉપપ્રમુખ થયા અને રા. બ. શિવદત્તરાય માંકડ તથા કેપ્ટન છે. બી. વિલિયમ્સ સભ્ય થયા. અને શ્રી. એ. કે. વાય. અહાની તેના સચિવ થયા. નવાબે પિતાની સમગ્ર સત્તા ઉપપ્રમુખને આપી. આ કાઉન્સીલ ઈ. સ. ૧૯૩૧ના ઓકટોબરથી અસ્તિત્વમાં આવી.
મુસ્લિમોએ તેમના સત્યાગ્રહનું આંદોલન સવિશેષ વ્યવસ્થિત અને દઢ બનાવ્યું. સરદારબાગ પાસે ઈદગાહ છે ત્યાં હજારે મુસ્લિમો ધારણે બેઠા. રાજ્યના જુદા જુદા ગામના મુસિલમે આ જેહાદમાં જોડાયા. પર રાજ્યો અને પ્રાન્તામાંથી ફકીરે, પીરો, દરવેશો, મૌલવીઓ અને ઉલેમાઓ આવ્યા અને ઠેર ઠેર ગરમ ગરમ ભાષણ થવા લાગ્યાં. કેમવાદી વર્તમાન પત્રે એ જોરશોરથી લેબ લખવા માંડયા અને રાજ્યની પરિસ્થિતિ વિષમ થઈ ગઈ. અજન્સી પણ ચિંતાતુર થઈ ગઈ. રાજકેટથી દીવાન મહમદ ભાઈને, એજન્ટ ટુ ધી ગવર્નર જનરલનું તેડું આવ્યું અને તે મિ. સીમ્સ તથા
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૧૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
કાઉન્સીલના સભ્યોને લઇને તે રાજકોટ ગયા અને એજન્ટે તેની પાસેથી માહિતી મેળવી. તારીખ ૧૭–૧-૧૯૩૧ના રોજ પોતે જૂનાગઢ આવ્યા.
નવાબે એજન્ટ ટુ ધી ગવર્નર જનરલને પિતાની નિસહાય સ્થિતિનું - વર્ણન કરી પિત દેવડા ચાલ્યા ગયા. મહમદભાઈએ તેના ગુરુ શામી પીર અને શ્રી. ઈસ્માઈલ અડાની સાથે ચર્ચા વિચારણું કરી મુસ્લિમોની માગણી સંતોષવામાં આવશે એવું વચન આપતાં તારીખ ર૦-૧૧-૧૯૭૫ના રોજ મુસ્લિમોએ સત્યાગ્રહ પાછા ખેંચી લીધો. - રાજતંત્ર લગભગ ખેરવાઈ ગયું હતું. એક વર્તમાન પત્રે લખેલું કે જુલાઈ માસથી રાજ્યનાં તમામ ખાતાંઓનું કામ ઝકડાઈ ગયું છે. બધા અમલદારે, મહમદભાઈથી માંડીને હવાલદાર સુધીના જાણે નિષ્ક્રિય બની ગયા છે. મહાલેના અગત્યના કાગળે ને કોઈ જવાબ પણ નથી વાળતું. પોલીસ ખાતાની અતિ જરૂરી ટપાલને દિવસ સુધી કોઈ નિર્ણય નથી આપતું. સરદારબાગમાં, પિતપોતાની જગ્યા સાચવવાની ચિંતાના વિચારો અને વાટાઘાટો સિવાય લાખો પ્રજાજનોનાં હિત, સલામતી કે સગવડ અગવડને કોઈ વિચાર જ નથી કરતું.” : આવા વાતાવરણમાં મહમદભાઈએ રાજતંત્ર ઉપરથી તેને કાબૂ ગુમાવી દીધો. રાજ્યનાં અન્ય નગરે અને ગામોમાં કોમવાદી પ્રવૃત્તિ મર્યાદા ઓળંગી ગઈ. તારીખ ૨૮--૧૯૩ના રોજ જૂનાગઢથી માત્ર નવ માઈલ દૂર આવેલા વંથળીમાં ભારે હુલ્લડ થયું. કેશોદમાં ધૂળેટીના દિવસે જ કેમવાદી તેફાને થયાં. માળિયા તથા વિસાવદરમાં પણ નાનાં નાનાં છમકલાં થયાં. અરાજકતા વ્યાપ્ત થઈ ગઈ અને વાના દર્દની જેમ એક સ્થળે શાંતિ થાય ત્યાં બીજા સ્થળે અશાંતિ ઉત્પન્ન થતી ગઈ. મહમદભાઇની બરતરફી
સાર્વભૌમ સત્તા આ પરિસ્થિતિ વિશેષ સમય ચલાવી લે તેમ હતું નહિ. નવાબ મહાબતખાનને તથા દીવાન મહમદભાઈને ગવર્નર જનરલે દિલ્હી બોલાવ્યા. ત્યાં ગમે તે બન્યું હોય પણ પરિણામ એ આવ્યું કે દિલ્હીથી પાછા આવી નવાબે તેના પ્રિય મિત્ર અને સખા મહમદભાઈની દીવાનગીરી મોકુફ કરી તેની સાથે મિ. (પાછળથી સર) પેટ્રીક કેલની દીવાનપદે નિમણુક કરી તેને સર્વ
1 “સૌરાષ્ટ્ર” તારીખ ૧૨-૧૨-૧૯૩૧
Page #318
--------------------------------------------------------------------------
________________
બાબી વંશના-અત્ત ઃ ૩૧૭
સત્તા સેાંપો નવાબ બ્રિટિશ સરકારની આજ્ઞાનુસાર છ માસ માટે જામનગર રાજ્યના ભાલાચડી ગામે રહેવા ચાલ્યા ગયા.
મહમદભાઈ પ્રથમ રા ઉપર ઉતર્યાં અને તે સાથે નવાબે ઔપચારિક રીતે તા. ૨૧-૨-૧૯૩૨ના રાજ નં. ૧૧૬/૩૨નું ફરમાન -બહાર પાડી તેની નાકરીની કદર કરી, પણ તરત જ નં. ૧૧૭/૩રનું ફરમાન તારીખ ૨૯-૨૧૯૩૨ના રાજ બહાર પાડી આંગલા ફરમાન ઉપર પાણી ફેરવી દીધું. તેમાં જણાવ્યું કે, મહંમદભાઈની રજા પૂરી થયે તે રાજ્યની સેવામાંથી નિવૃત્ત થાય અને તે રાજ્યના દીવાન અને વજીર હતા તે વખતે તે ભાગવતા તેવા કાઈ. અધિકાર તેની પાસે નહિ રહે અને તે માત્ર અમીર તરીકે જ ચાલુ રહેશ.
મહમદભાઇ તે પછી તેની જાગીરના ગામ અગતરાયમાં રહેવા ચાલ્યા ગયા. ઈ. સ. ૧૯૩૪માં નવાબે તેની જાગીર તથા મિલકત ખાલસા કરી તેને જૂનાગઢની હદ છેાડી જવા ફરમાન કર્યું. મહમદભાઈ મુંબઈ ગયા જ્યાં તેમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ અને કરજદાર સ્થિતિનાંથી બચવા તેણે અફીણ ખાઈ તા. ૭ મી ડીસેમ્બર ૧૯૩૯'ના રાજ આપધાત કર્યાં, તેના મૃતદેહને વજીર બહુ ઉદ્દીનભાઈના મકબરામાં દફન કરવા રેલવે રસ્તે લાવવામાં આવ્યા પણ નવાબે તેના શબને પણ જૂનાગઢમાં લાવવા મનાઇ કરી, અંતે તેના આપ્તજાની વિનંતી સ્વીકારી અગતરાયના આમ કબ્રસ્તાનમાં તેને દફન કરવા રજા આપી.
મહંમદભાઈના પિતા અબ્દલાભાઈ, વજીર બહાઉદ્દીનભાઈના ભાઈ નથુભાઈના પુત્ર હતા. બાલ્યવયથી તે મહાબતખાનના સહચર હતા તેઓએ અભ્યાસ પણ સાથે જ કરેલા અને ઈંગ્લાંડ પણ સાથે ગયેલા. તેમને વજીર પદ મળ્યુ પણ તેનાથી સ ંતોષ ન પામતાં તે યુવાન વયમાં દીવાનપદે આવ્યા. જૂનાગઢ જેવા પ્રથમ વર્ગના રાજ્ય માટે, જ્યાં રાજકર્તા મુસ્લિમ અને પ્રાના ૮૨ ટકા ભાગ હિન્દુ હોય, જ્યાં નવાબ યુવાન હેાય અને જ્યાંના પ્રશ્નો અન્ય રાજ્યાના પ્રશ્નો કરતાં નિરાળા હોય ત્યાં અપરિપકવ બુદ્ધિ અને અનુભવ રહિત એક યુવાન અમીરના હાથમાં તંત્રના સ્વતંત્ર ાર આપતાં
1 મહમદભાઈના મૃત્યુની ચાકકસ તારીખ મળી નથી પણ પૂર્વે તેણે કેટલાક કાગળા લખ્યા છે તેમાંના છેલ્લા પત્ર તા. ૬ ઠ્ઠી ડીસેમ્બર ૧૯૩૯ને છે તેના ઉપરથી આ તારીખ લીધી છે. આ પત્રા કરૂણ અને હૃદયદ્રાવક છે, તેમાં તેની નિ:સહાયતાનું સચાટ વર્ણન છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૮ જૂનાગઢ અને ગિરનાર તેનું જે પરિણામ આવે તે આવ્યું અને મહમદભાઇને અંતે વિષ પ્રયોગ કરી જીવનને અંત આણવો પડે.
મહમભાઈ સ્વભાવે આનંદી, મેછલા અને ઉદાર હતા. તેઓ ખેરાત અને ઈનામ, બક્ષિસ કે મદદ આપવામાં સખી હતા. કામ પણ ઘણું કરતા, કલમ ઉપર કાબૂ પણ સારે છે. પરંતુ તેની યુવાન વયને લાભ લેવામાં આવ્યો અને તેને ગ્ય માર્ગદર્શન તેના સલાહકાર તરફથી મળ્યું નહિ અને સ્વતંત્ર નિર્ણય લેવામાં કેટલાંક ત અવરોધક થયાં, પરિણામે તેનું પતન થયું. દીવાન મિ. પી. આર. કેડલ (ઇ. સ. ૧૯ર-ઇ સ. ૧૯૩૫)
મિ. પી. આર. કેડલે તારીખ ૨-૨-૧૯૩૨ના રોજ દીવાન પદ સંભાળ્યું. રાજયમાં ફેલાયેલી અંધાધૂંધી અને કેમવાદી અશાંતિ વખતે જેવા કડક અને નિડર દીવાનની જરૂર હતી તેવા આ અંગ્રેજ અધિકારીએ, શેઠા જ દિવસોમાં, તોફાની તત્તને ચૂપ કરી દીધાં અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપી, શાંતિ અને સલામતી જે ઘણા વખતથી વિદાઈ લઈ ગયેલાં તેને સ્થિર કર્યા.
ન્યાય ખાતું નિષ્પક્ષપાત અને નિર્મળ હેવું જોઈએ તેવી ભાવનાથી તેણે ચીફ જયુડિશ્યલ ઓફિસરની જગ્યાએ શ્રી બી. એન. સંજાણ નામના પારસી ન્યાયાધીશની નિમણૂક કરી. વેરાવળ ખૂન કેસના આરોપીઓ સેશન્સ કમિટ થતાં શ્રી. સંજાણાએ સેશન્સ જજ તરીકે કામ કર્યું અને સર્વે આરોપીઓને ફાંસીની સજા કરી. તેના ઉપર હાઈર્ટ તરીકે રાજ્ય અંગ્રેજ ન્યાયાધીશ મિ. એચ. પી. એચ. જેલીને નીમ્યા અને તેણે આ સજા કાયમ રાખી રાજ્ય અપરાધીઓની માગણે નારી અને ફાંસીની સજાઓને અમલ કરવામાં આવ્યો.
ગુપ્ત પ્રયાગનાં તેફાને વખતે અને વેરાવળના ખૂન પ્રસંગે જૂનાગઢ રાજ્યના તત્કાલિન પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી છેલશંકર જ્યકૃષ્ણ દવેએ અપૂર્વ કુનેહ, અપ્રતિમ હિમ્મત અને સંપૂર્ણપણે તટસ્થ રહી જે પ્રકારે કામગીરી બજાવી તે માટે બંને કેમેરામાં તે કપ્રિય થયા અને તે પછી મિ. કેડલને પૂર્ણ સહયોગ આપી કોમવાદના હિંસક તાંડવને નષ્ટ કરવામાં તેણે અગ્ર ભાગ ભજવ્યું. વિઘોટી
વિટીની આકારણી નિયમ મુજબ દર વીશ વર્ષે થાય તેમ છતાં દીવાન
Page #320
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ઃ ૩૧૯
મહમદભાઈએ તે નિયમની ઉપેક્ષા કરી વાટીને દર હતા તે કરતાં સવા કરે. મિ. કેડલે, વિશેષ ચડાવેલ દર રદ કર્યો. ત્રણ રાહત ધારો
ખેડૂત ઉપર શાહુકારોનું મોટું લહેણું હતું અને ખેડૂત દિનપ્રતિદિન અણના બેજમાં દબાતા જતા હતા. તેથી ભાવનગર રાજયે અમલમાં મૂકેલાં ઋણ રાહત ધારા જે એક ધારે જૂનાગઢ રાજ્યમાં લાગુ પાડવામાં આવ્યો. કાપા૫
આગલા સમયમાં વહીવટી ખર્ચ બેફામ વધે અને જૂની પદ્ધતિ વધુ ખર્ચાળ છે એ માન્યતાએ મિ. કેલે, મુંબઈ સરકારના મિ. કાપડીયાને નિમણુક આપી કાપકુપી માટે સૂચને માગ્યાં. મિ. કાપડીયાનાં સૂચનોને સંપૂર્ણ અમલ થયો નહિ. ગીતા મંદિર
જૂનાગઢ શહેરમાં સુખનાથ ચેકમાં સુખનાથ મહાદેવનું પુરાતન મંદિર છે, તેના મહંત મેસગર મહારાજે આ સ્થાનને ભવ્ય અને સમૃદ્ધ બનાવ્યું હતું. પણ તેના મૃત્યુ પછી તેની ચોથી પેઢી બે આવેલા મહંત ગુલાબગિરિએ આ જગ્યાનાં મકાને પરધર્મીઓને વેચી નાખ્યાં છે અને મંદિર પણ વેચવાનું સાટું કર્યું છે એવી શંકા શ્રો સુંદરજી પઢીયાર નામના આગેવાનને મળતાં, તેણે અનેક આપત્તિઓ અને અવરોધોને સામનો કરી ગિરનાર ઉપર જટાશંકર ધર્મશાળા, આ સમયમાં નિર્માણ કરનાર પૂ. રામાનંદજી મહારાજના સહગથી આ મંદિર ખરીદી લીધું. આ પ્રશ્ન હિત ધરાવતા કેટલાક માણસેએ ઉપાધિ ઊભી કરવા ધારેલું પણ કાયદે હાથમાં ન લેતાં રાજ્યની અદાલતને આ મામલે સંપતાં બધી પ્રવૃત્તિઓ શાંત થઈ ગઈ. - મિ. પરીક કેલને, જૂનાગઢની દીવાનગીરી દરમ્યાન બ્રિટિશ સરકારે નાઈટહુડ આપ્યું. તેઓ તારીખ ૯-૪-૧૯૩૪થી રજા ભોગવવા સ્વદેશ ગયા. તેની ગેરહાજરીમાં કાર્યવાહક દીવાન તરીકે મુંબઈ ઈલાકાના ઉત્તર વિભાગના કમિશનર મિ. જે. એમ. એન્ટીથ આવ્યા. સર પેટ્રીક રજા ઉપરથી પાછા ફર્યા ત્યારે મિ. મેટીય મૂળ સ્થાને પાછા ગયા.
સર પેટી કે તેના મંત્રી મંડલમાં ખા. બ. અબ્દુલકાદર મહમદહુસેન નામના સિંધી ગૃહસ્થની નાયબ દીવાનપદે નિમણૂક કરી. તેમણે તેમની જગ્યાને ચાર્જ તારીખ ૧-૨-૧૯૩૫ના રોજ લીધો.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૨૦ઃ જૂનાગઢ અને ગિરનાર
રાજ્ય કાઉન્સીલમાં, નાયબ દીવાન અબ્દુલકાદર ઉપરાંત રા.બ. શિવદત્તરાય ત્રિકમરાય માંકડ ચાલુ રહ્યા અને તારીખ ૧-૬-૧૯૩૫થી રેવન્યુ કમિશનર મિ. જે. એસ. સિકવેરાને, રેવન્યુ મેમ્બર તરીકે કાઉન્સીલમાં નીમવામાં આવ્યા. રેલવે મેનેજર મિ. જી. ડબલ્યુ. એન. રોઝ વધારાના સભ્ય પદે રહ્યા.
સર પેટ્રીક કેડલે, તેની કડક રાજનીતિ, સખત કામ અને ન્યાયવૃત્તિથી રાજ્યમાં શાંતિ સ્થાપી ઘણા જૂના પ્રશ્નોને નિકાલ કર્યો અને વર્ષોથી જામેલા દેશી રાજ્યના ઠંડા વાતાવરણમાં મુક્તિની ઉષ્મા આપી. પરંતુ તે આખરે એક દેશી રાજ્યના દીવાન હતા અને તેને મર્યાદા હતી, તેના કેટલાક હુકમો કાગળ ઉપર જ રહ્યા અને સર પરીક તે જાણ્યા છતાં કાંઈ કરી શકયા નહિ. પ્રભાસપાટણમાં દેહત્સર્ગ ઘાટ ઉપરના શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના પ્રશ્નને, રાજ્ય જોહુકમીથી તે મંદિર ઉપર ગેરકાયદેસરની જપ્તી કરી છે તેમ માની તેણે લંબાણ ચર્ચાને અંતે તે હિન્દુઓને સોંપી આપવા હુકમ કર્યો પણ તેને અમલ તે કરાવી શકયા નહિ. દીવાન મિ. જે. એમ. મોન્ટીથ (ઇ. સ. ૧૯૯૫-ઇ. સ. ૧૯૮) - સર પેટ્રીક ફેડલ તેમના હેદાને ત્યાગ કરી તારીખ ૫-૪-૧૯૩૫ના રોજ સ્વદેશ ગયા અને તેને સ્થાને મિ. જે. એમ. મોન્ટીથ નીમાયા. તેણે તેને હેને ચાર્જ તે જ તારીખે સંભાળે.
ખા. બ. અબ્દુલકાદરે, જાસા ચિઠ્ઠી કેસ” નામથી જાણીતા થયેલા કેસમાં વેરાવળના પ્રતિષ્ઠિત વકીલ અને અગ્રગણ્ય નાગરિક શ્રી જમનાદાસ છગનલાલ રાઠોડ તથા શ્રી બુઢઢુભાઈ નામના ગૃહસ્થની ધરપકડ કરી, તેઓ નાગરિકે ઉપર જાસા ચિઠ્ઠી ઓ લખે છે એવું તહેમત મૂકયું. આ કેસનું પરિણામ શૂન્યમાં આવ્યું. આ પગલાંથી શાંત થયેલી લાગણીઓ પુનઃ ઉગ્ર થઈ પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહિ ખા. બ. અબ્દુલકાદર તે પછી રાજ્ય સેવાને ત્યાગ કરી ચાલ્યા ગયા. તેની જગ્યાએ ટોકના સાહેબઝાદા સરદારમહમદખાન તારીખ ૨૯-૫-૧૯૩૬થી નીમાયા. મિ. મેન્ટીથી રજા ઉપર સ્વદેશ જતાં શ્રી. સરદારમહમદખાન તારીખ ૨-૭-૧૯૩૬થી તારીખ પ-૧૨-૧૯૩૬ સુધી કાર્યવાહક દીવાન તરીકે રહ્યા.
મિ. જે. એમ. એન્ટીથી મોટા દિલના અને કાર્યક્ષમ દીવાન હતા, પરંતુ સર પરીક જેટલી ધગશ તેનામાં ન હતી. તેમની દીવાનગીરીના સમયમાં જૂનાગઢ રાજ્ય પ્રજા મંડલની લડતને પ્રારંભ થયે. મિ. જે એમ. મોન્ટીથ તા. ૧-૮-૧૯૩૮ના રોજ બ્રિટિશ ભારતમાં પાછા ફર્યા અને તે જ તારીખે
Page #322
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત : ૩૨૧
ટેકના સાહેબઝાદા સરદારમહમદખાને દીવાન પદ સંભાળ્યું.' - તા. ૩૧-૭-૧૯૪ન્ના દિવસે જૂનાગઢમાં સૌરાષ્ટ્રના રાજાઓની પરિષદ થઈ. નવાબ મહાબતખાને તેમનું સ્વાગત કર્યું. રાજાએ એ બીજા વિશ્વ વિગ્રહમાં બ્રિટીશ સરકારને સહાય આપવા ઠરાવ કર્યો. જૂનાગઢ રાજ્ય પ્રજામંડલ
જૂનાગઢ રાજયમાં વારંવાર થતા કેમી ઉપદ્ર સામે રક્ષણ મેળવવા અને હિન્દુઓને સંગતિ કરવા ઈ. સ. ૧૯૩૦માં હિન્દુ પ્રજામંડલ નામની એક સંસ્થા સ્થાપવામાં આવી. વેરાવળ હત્યાકાંડ પ્રસંગે અને અન્ય પ્રસંગે આ પ્રજામંડલે સુંદર કાર્ય કર્યું પરંતુ રાષ્ટ્રીય ગ્રેસની નીતિ કેમવદી ન હતી, તેથી આ પ્રજામંડલને કેંગ્રેસને ટેકે મળ્યો નહિ. કેંગ્રેસના ટેકા વગર દેશી રાજ્યમાં કઈ મંડલ કાંઈ અસરકારક કામ કરી શકે નહિ તેથી ઈ. સ. ૧૯૭૨માં રાજકેટમાં મળેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનમાં તેના પ્રમુખ સ્થાનેથી પંડિત જવાહરલાલજીએ આપેલા પ્રેરક પ્રવચન ઉપરથી પ્રેરણા મેળવી, જૂનાગઢના અગ્રગણ્ય નાગરિ કેએ રાજ્ય પ્રજામંડલ સ્થાપવાને વિચાર કર્યો, પરંતુ સંજોગો અનુકૂળ ન હોવાથી તે વિચાર જ્યાં જનમ્યો હતો ત્યાં જ વિરમે.
ઈ. સ. ૧૯૩૭માં બ્રિટિશ ભારતમાં કેમ પ્રધાન મંડલે કામ કરતાં થયાં અને ઈ સ. ૧૯૩૮માં કાઠિયાવાડ રાજકીય પરિષદે રાજકોટમાં જવાબદાર રાજતંત્રની માગણી કરી, તેનો અસ્વીકાર થતાં આ દેલન શરૂ કર્યું. જૂનાગઢના નેતાઓએ આ તક ઝડપી લીધી અને પ્રજામંડલની સ્થાપના કરી જૂનાગઢના રાજકર્તા પાસે જવાબદાર રાજતંત્રની માગણું મૂકી. • પ્રજામંડલના કાર્યકર્તાઓ રાજ્યના તાલુકાઓમાં ઘૂમી વળ્યા અને પ્રજાને જાગૃત કરી. પ્રત્યેક વર્ગના, કેમના અને ધર્મના પ્રજાજને પ્રજામંડલમાં જોડાયા. જૂનાગઢમાં કદી ન જોયેલી કે ન કપેલી જાગૃતિની ઉષા પ્રકાશ પાથરી
રહી.
રાયે પણ આ જાગૃતિને કારણે ઉપસ્થિત થયેલા આંદોલનને કચડી નાખવા, બળ અને બુદ્ધિને ઉપયોગ કરવાને મક્કમ નિર્ધાર કરી, મુસ્લિમોને તેમાંથી જુદા પાડવા પ્રયત્નો કર્યા. તેમને કહેવામાં આવ્યું કે જે જવાબદાર રાજતંત્ર આવશે તો જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ રહેશે અને મુસ્લિમો
1 રાજવીઓની પરિષદ જ. ગિ –
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૨૨ : જૂનાગઢ અને ગિરનાર
લઘુમતીમાં હાવાથી તેમના અવાજ રાજતંત્રમાં ન રહે. મુસ્લિમોને ગળે
આ દલીલ ઉતરી, પરંતુ વ ચળીના શ્રી અબ્દુર્રમાન પટેલ, જૂનાગઢના શ્રા અયુબખાન ખલીલ વગેરે રાષ્ટ્રવાદી માનસ ધરાવતા આગેવાનેા ચલિત થયા નહિં.
રાજ્યના વરિષ્ટ અવિકારીઓએ જવાબદાર રાજતત્રની માગણી સ‘તાષવાને બદલે ખેડૂતા અને વ્યાપારીઓની પરચુરણ માગણીઓ સ ંતાષી તેમને જુદા પાડવાનું વિચાયું. તારીખ ૧૧-૧૨-૧૯૩૮ના એક ફરમાનથી નવાખે, રાજાના ખેડૂતોને કલાઉઝાડ વાવે તા જમીનના વેચાણ હક્ક આપવાની, ગામડાંઓમાં ચાની હાટલા બંધ કરવાની, પટેલા સરકારી કામે જૂનાગઢ આવે તા સરકારી મહેમાન તરીકે ગણવાની, ખારઢાવાડાના પત્રકા આધારભૂત ન ગણવાની અને સમરી વેશ રદ કરવાની જાહેરાત કરી. તારીખ ૨૯-૧૨-૧૯૩૮ ના ફરમાનથી આ જાહેરાતાને કાયદાનું સ્વરૂપ આપ્યુ. આ હાસ્યાસ્પદ નવાજેશ અપૂર્ણ જણાવાથી, દીવાન દફતર ઠરાવ ન. ૧૮૦૨ તારીખ ૨-૧-૧૯૩૯ થી ખેડૂતાના મરી ગયેલા ખળાનાં ચામડાં ખેડૂતોને આપવાની, વીધેાટીમાં દર રૂપિયે એ આના ઘટાડા કરવાની, ખેતીના ઉપયોગ માટે જ ગલમાંથી લાવવામાં આવતાં લાકડાંની રૂપિયા ખેની ફી ઘટાડી રૂિપયા એક કરવાની જાહેરાત કરી.
રાજ્યાસને બેઠેલા નવાબને અને તેના તંત્રને ટકાવી રાખનારા મ`ત્રીઓને લાગ્યું કે આ જાહેરાતાથી પ્રજામ`ડલમાં ભાગલા પડશે અને આંદોલન બંધ થઈ જશે પણ તેમ ન થતાં તેનાથી વિરૂદ્ધ અસર થઈ.
પ્રજામ ડેલની વધતી જતી લેાકપ્રિયતા અને મહત્તાથી તંત્રવાહકે ચિંતિત થયા. તે સાથે જમિયતુલ મુસ્લિમ નામની એક સ`સ્થાની સ્થાપના થઈ અને તેના નેતાઓએ મુસલમાનાને, પ્રજામાંડલની ચળવળમાં ભાગ ન લેવા આજ્ઞા કરી.
પ્રજામ`ડલના પ્રમુખ શ્રી નરસિ’પ્રસાદ નાણાવટી અને કારામારીના સભ્યોએ તારીખ ૮-૧-૧૯૩૯ના રાજ દીવાન તથા કાઉન્સીલના સભ્યાને મળી તેમનું દ્રષ્ટિખી દુ સમાવ્યું. દીવાને જવાબદાર રાજ્યતંત્ર આપવાની દિશામાં આગળ કદમ ભરવા એક સુધારા સમિતિ નીમવાનું સ્વીકાયુ તથા તેમાં જનસંખ્યાના ધારણે કે પ્રજાનું પ્રતિનિત્વ ધરાવતા ાય તેવા સભ્યાને નહિં પણુ રાજ્યના કૃપાપાત્રા કે લઘુમતીના સભ્યોને નીમવામાં આવ્યા.
રાજ્યે વચનભાગ કરી પ્રજામ`ડલની હાંસી કરી છે એમ કહી 'પ્રજામ ડલે તારીખ ૧૩-૧-૧૯૩૯ના રાજ હડતાલ, સભા, અને સરધસના કાર્યક્રમ યાયા.
Page #324
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ૩ર૩
રાજ્ય પણ તારીખ ૯-૧-૧૯૩૯ની જાહેરાતથી આવી પ્રવૃત્તિને ગેરકાયદેસર કરાવી અને હઝર ફરમાન નંબર ૨૦૩ તારીખ ૧૦-૧-૧૯૩૯થી નવાબે આવી પ્રવૃત્તિ સામે નાપસંદગી દર્શાવી, પરંતુ તે માટે હવે બહુ મોડું થઈ ગયું હતું. પ્રજામંડલે વિશેષ વાટાઘાટો કરવાને બદલે સીધી લડતમાં ઉતરવાને નિર્ણય લીધે.
પ્રજામંડલની કારોબારીમાં આ નિર્ણયે વિસંવાદ ઊભો કર્યો સર્વશ્રી દયાશંકર ત્રિકમજી દવે, જેઠાલાલ રૂપાણી, મગનલાલ ગાથા વગેરે વકીલોએ આ લડત બંધારણુંય હેવી જોઈએ એમ કહી રાજીનામાં આપ્યાં.
પ્રજામંડલનો હડતાલ, સભા, સરઘસને કાર્યક્રમ અમલમાં મૂકાય તે પહેલાં રાજ્ય, પ્રજામંડલના મવડીઓ સર્વશ્રી નરોત્તમદાસ લાલજી શેઠ, નૌતમલાલ વ્યાસ, પ્રભુદાસ વખારીયા, ડો. મણિલાલ વૈશ્નવ, રતીલાલ કાનજી દવે, ડો. મહાશંકર, વિઠ્ઠલદાસ, જીવાભાઈ પટેલ વગેરેને પકડી લીધા.
કારાવાસમાં રાખેલા નેતાઓ ઉપર જુલ્મની ઝડી વરસી અને પ્રજામાં દમનને દેર છૂટો મૂકાયો આ લડત વિશેષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પૂ. ગાંધીજીએ, રાજકોટની લડત સંકેલી લેવા આજ્ઞા આપી અને તેથી પ્રજામ ડલે પણ લડત બંધ કરી. તારીખ ૧૩-૨-૧૯૦૯ના રોજ સર્વે જેલવાસી નેતાઓને મુક્ત કરવામાં આવ્યા. પ્રજામંડલની લડત આ પ્રમાણે ભાંગી પડી અને તે સાથે પ્રજામંડલ પણ ભાંગી ગયું
પ્રજામંડલની લડત પડી ભાંગી તેની પાછળ નેતાઓમાં પડેલા તીવ્ર મતભેદ મહદ્ અંશે જવાબદાર હતા. એક પક્ષ, બ્રિટિશ ભારતમાં જે રીતે સત્યાગ્રહની લડત ચાલતી હતી તે ધોરણે સભા, સરઘસ, હડતાલ, સત્યાગ્રહ અને કાનૂનભંગને કાર્યક્રમ વગર વિલંબે અપનાવવાના મતને હતા, જ્યારે બીજો પક્ષ દેશી રાજ્યોની કહાયેલી પ્રજા માટે આ અભિનવ પ્રયોગ કરતાં પહેલાં પ્રજાને તૈયાર કરવા અને તે પછી ઉદ્દામવાદી પગલાં લેવાના મતને હતા. પ્રજા લડત માટે તૈયાર ન હતી. જ્યારે લડતનું અલાન અપાયું ત્યારે પ્રજામંડલની સભામાં, જવાબદાર રાજતંત્રને બદલે, વ્યાપારમાં અને ખેતીમાં લાભદાયક થાય એવી છુટછાટો માગવામાં આવી. રાજ્યની વિરૂદ્ધ બોલવાથી કે ચળવળ કરવાથી સર્વનાશ નેતર પડશે એવી ભીતિ પણ ઘર કરી ગયેલી. શ્રીમંતે, રાજ્ય શ્રિત વ્યાપારીઓ, ઈજારદારો અને કેન્ટાકટર જેવાં કામોમાંથી કમાણી કરતા ગૃહસ્થો, જાગીરદારો અને સરકારી કરો કે તેના આસજને, રાજયને વફાદાર રહેવાની શર્ત જમીને ખાતા બારખલીદાર, મહંત, સંતા વગેરે રાજયની સામે ઉઘાડા ઊડવા તૈયાર ન હતા. ખેત પણ રાજ્યની
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૨૪ : જૂનાગઢ અને ગિરનાર
મર સુધીના ગણેતિયા હતા અને તેઓ પણ આવી લડતમાં જોડાવા માટે અચકાતા હતા. તે સાથે વિશ્વવિગ્રહનાં નગારાં યુરોપ એશિયામાં ગાજતાં થયાં, સોરઠમાં દુષ્કાળ પડ્યો અને રાજકેટની લડત નિષ્ફળ ગઈ. એ બધાંની અસર પ્રજામંડલની લડતને થઈ અને અંતે તે સંકેલાઈ ગઈ.
તેમ છતાં આંદોલન સર્વથા નિષ્ફળ ગવું નહિ તેમ તે પછીના ઇતિહાસથી સ્પષ્ટ જણાશે. એટેડ એરિયા જના
ઈ. સ. ૧૯૪૭માં સાર્વભૌમ સત્તાએ તેનું ભાવિ સ્પષ્ટપણે જોઈ લીધું. તેથી સૌરાષ્ટ્રનાં નાનાં રાજ્યો અને તાલુકાઓ ઉપર એજન્સીની સીધી દેખરેખ હતી અને વહીવટ ઉપર અંકુશ હતા તેવાં રાજ્યને પ્રથમ વર્ગના રાજ્ય નીચે મૂકી દેવા ઘડેલી યોજના પ્રમાણે એજન્સી નેટિફીકેશન નં. ૮૭ તારીખ ૮-૬-૧૯૪૩ થી તારીખ ૧૪--૪૭ના દિવસથી નીચેના તાલુકાઓ જૂનાગઢ રાજયના અંકુશ નીચે મૂકવામાં આવ્યા.
૧ બાટવા બેઠા મજમુ ૨ બાટવા છેટા મજમુ ૩ સરદારગઢ ૪ સૂર્યપ્રતાપગઢ ૫ અનિડા ૬ નડાલા ૭ સનાળા ૮ ભાયાવદર ૯ માનપુર ૧૦ માયાપાદર ૧૧ ખીજડિયા ૧૨ આલીધરા ૧૩ અકાળા ૧૪ સરદારપુર.
તે ઉપરાંત હમત વગરના નીચેના તાલુકાઓ પણ જૂનાગઢ રાજ્ય નીચે મૂકવામાં આવ્યા. * ૧ અમરાપુર ૨ લુણાગિરિ ૩ કુબા ૪ વીછાવ.
તે પછી એજન્સીને ટિફીકેશન નંબર ૧૯૨ તારીખ ૩૦-૧૧-૧૯૪૦થી માણાવદર, થાણાદેવળી અને જેતપુરનાં રાજયો પણ તારીખ ૭-૧૨-૧૯૪૭થી જૂનાગઢ રાજ્ય નીચે મૂકવામાં આવ્યાં.
આ જોડાણથી જાનાગઢ રાજ્યના વિસ્તારમાં ૬૮૦ ચેરસ માઈલને વિધારે થયે અને ૧,૪,૬૨૫ની વસતી વધી. .
આ રાજ્યોને વહીવટ કરવા સ્પેશિયલ ઓફિસર તરીકે કેપ્ટન હાર્વે જેન્સ તથા આસિસ્ટંટ સ્પેશિયલ ઓફિસર તરીકે શ્રી સી. એન. મોદી અને તે પછી શ્રી જે. એમ પંડયા નીમાયા. જૂનાગઢ રાજ્ય આ રાજ્ય અને
1 જુનાગઢ રાજ્ય તરફથી આ યોજનામાં પ્રારંભિક કાર્ય આ લેખકે અને શ્રી બદ્રભાઈ
ખરે કરેલું. શ્રી બુટુભાઈ અંત સુધી તેમાં કાર્ય કરતા રહ્યા.
Page #326
--------------------------------------------------------------------------
________________
બાખી વશન-અંત : ૩૨૫
તાલુકાઓ પાસેથી લેવાતી જોરતલબીની રકમ માફ કરી અને ન્યાય માટે જૂનાગઢમાં હાઈ કોર્ટ ની સ્થાપના કરવામાં આવી. દીવાના (ઇ. સ. ૧૯૩૮-ઇ. સ. ૧૯૪૭)
મિ. જે. એમ. મેન્ડીથ ગયા પછી ટાંકના સાહેબઝાદા સરદારમહમદખાન દીવાન થયા. તેના સમયમાં પ્રજામ`ડલની ચળવળ, ખીજો વિશ્વવિગ્રહ, સં. ૧૯૯૬ના દુકાળ વગેરે રાજ્યને ઉપાધિમાં મૂકનારા પ્રસંગા આવ્યા. તે સાથે નાનાં રાજ્યો અને તાલુકાઓને જૂનાગઢ રાજ્યમાં જોડવાની પ્રવૃત્તિ પણ કરવાની જવાબદારી તેની હતી. તેમણે બધાં કાર્યો પાર પાડયાં પણ રાજ્યમાં તેની બહુ સારી છાપ પડી નિહ, રાજવંશી અને બ્રિટિશ રાજ્યમાં ઊંચા અધિકાર પ્રાસ કરી શકેલા આ દીવાન ઈ. સ. ૧૯૪૨માં ગયા અને ખા. બ. અબ્દુલકાદર મહમદહુસેને તારીખ ૨૮-૮-૧૯૪૨ના રાજ જૂનાગઢના દીવાનનું પ સંભાળ્યું.
આ શક્તિશાળી, હુશિયાર અને વહીવટી તંત્રના નિષ્ણાત દીવાને ઘણીજ ખાહેાશીથી રાજતંત્ર ચલાવ્યું. પરંતુ તેના પુરાગામી દીવાને, રાજ્યની નાકરીમાં મુસ્લિમેાનું પ્રમાણ વિશેષ હેવું જોઈએ તે માટે ખાતાંઓ ઉપર મેાકલેલા ગુપ્ત પરિષત્રને બદલે ઉધાડી રીતે રાજ્યની નીતિ જાહેર કરી અને રાજ્યના દરેક ખાતામાં મુસ્લિમ અધિકારીઓને હક્ક ન હ્રાય છતાં બઢતી આપવામાં આવી. કમ ચારીઓની ભરતીમાં યોગ્ય લાયકાતવાળા સ્થાનિક મુસ્લિમો ન મળે તા પર પ્રાન્તમાંથી મુસ્લિમાને ખેલાવી નિમણૂક આપવામાં આવી. આમ જૂનાગઢ રાજ્યમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ ન હતા તેનું પ્રગટ રીતે સર્જન થયું. અને બે સદી જૂની રાજનીતિમાં પલ્ટા આવ્યા.
જ્યારે દેશના ભાગલા પડયા ત્યારે ખા. બ. અબ્દુલકાદર મુસ્લિમ હતા અને સિંધના હતા, છતાં તેણે જૂનાગઢ ભારતમાં જોડાય એવા અભિપ્રાય આપ્યા પણ એ જ સમયે તેને હૃદયરોગના હુમલા થતાં અમેરિકા ગયા અને તેના સ્થાને જૂનાગઢનું રાજ્ય ગુમાવવા સર શાહનવાઝ ભુટાને મૂકતા ગયા. સર શાહનવાઝે તેની જગ્યાના ચાજ તારીખ ૩૦-૫-૧૯૪૭ ના રાજ લીધા. રાજ્યતંત્ર
ઈ. સ. ૧૯૧૧માં નવાબ રસુલખાનજી ગુજરી ગયા અને બ્રિટિશ એડમિનીસ્ટ્રેશન થયું ત્યારથી બ્રિટિશ હિન્દુસ્થાનમાં જે વહીવટી પહિત હતી તે રાજ્યના પ્રત્યેક ખાતામાં દાખલ કરવામાં આવી. ઈ. સ. ૧૯૨૦માં મહાબતખાનજીએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં પછી પણ તે જ પતિએ વહીવટ ચાલતા રહ્યો પરંતુ તે પછી પ્રજાની અને વહીવટની મુશ્કેલીએ સમય, સજોગ
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૨૬ : જૂનાગઢ અને ગિરનાર
અને પરિસ્થિતિ ધ્યાનમાં લઈ, અહીં તહીં ફેરફાર થયા, પરંતુ તેનું મૂળ માળખુ તા તેનું તે જ રહ્યું. રેવન્યુ ખાતામાં લેન્ડ રેવન્યુ કાઢ, અને તે અ ંગેના નિયમા અને વટહુકમા પ્રસિદ્ધ કરવામાં આવ્યા. હિસાબની પદ્ધતિ પણ બ્રિટિશ જિલ્લાની પદ્ધતિએ નિમિ ત થઈ. રાજ્યું, તેના એકાઉન્ટ કાઢ પણ તૈયાર કર્યાં. પેાલીસ ખાતામાં, જાહેર બાંધકામ ખાતામાં, કેળવણી ખાતામાં, હિમાખી અને નાણાં ખાતામાં, થોડા ફેરફાર સાથે બ્રિટિશ વહીવટી પતિ અપનાવવામાં આવી અને જયાં દ્વિધા કે વિવાદ ઉત્પન્ન થાય ત્યાં તે પદ્ધતિ અન્વય સ્થ પિત થયેલા ધેારણનું અનુસરણ થતું. ન્યાયખતુ કારોબારીથી સ્વત ંત્ર હતુ અને તેની પ્રમાણિકતાની પ્રણાલિકા, અન્ય રાજ્યા કરતાં અવશ્ય ઊંચી હતી. ન્યાય તંત્રમાં રાજકર્તા કે દીવાન હસ્તક્ષેપ કરતા નહિ.
પ્રત્યેક ખાતા ઉપર અનુભવી અને પીઢ અધિકારીએ નીમવામાં આવતા અને દી ાનને મદદ કરવા માટે કાઉન્સીલ હતી. તેના પ્રમુખ નવાબ પાતે હતા છતાં તેઓ કાઉન્સીલની મિટીગામાં કવચિત આવતા પરંતુ નીતિ વિષયક પ્રશ્નો, એજન્સી સાથેના સંબધા વગેરે અગત્યની બાબતાના નિર્ણય નવાબની અનુમતિ અને આજ્ઞાનુસાર જ લેવાતા. નવાબ પાતે રાજ્યના પ્રત્યેક પ્રશ્નથી સંપૂર્ણપણે વાકેફ્ રહેતા પરંતુ રાજતંત્રમાં સીધા હસ્તક્ષેપ કરતા નહિ. તેના કૃપાપાત્રા કે અંગત સુધી માની બાબતા માટે પણ તે ‘યોગ્ય દ્વાર જ' નિર્ણય થવા જોઈએ તેવે! આગ્રહ રાખતા. પાછળથી તેમણે પ્રમુખની સત્તા તથા હૈદો દીવાનને આપેલે.
સભ્યા
કાઉન્સીલમાં ઈ. સ. ૧૯૩૧ થી ઈ. સ. ૧૯૪૭ સુધી જૂનાગઢના શ્રી શિવદત્તરાય ત્રિકમરાય માંકડ વષ્ટિ સભ્ય પદે રહ્યા. તેમને બ્રિટિશ સરકારે રાવ બહાદુરના ચંદ્રક આપેલા. આ મુત્સદી, પ્રતિભાશાળી અને પીઢ રાજપુરુષે છ દીવાના સાથે કાઉન્સીલમાં રહી. રાજ્યની એકધારી સેવા કરી, નવાબની પણ કૃપા અને વિશ્વાસ મેળવી તેણે તટસ્થ અને ન્યાયપરાયણ રહી પ્રજાના ચાહુ અને રાજકર્તાની પ્રીતિ સ્પાન કરી. જૂનાગઢ રાજ્યે પાકીસ્તાન સાથે જોડાવા નિર્ધાર કર્યો ત્યારે તે તેમાં સહમત ન થઈ શકતાં ઈસ. ૧૯૬૭ માં નિવૃત્ત થઈ ગયા અને થાડા સમયમાં તેમના દેહાંત થયા.
ઈ. સ. ૧૯૩૫માં, રેવન્યુ કમિશ્નર પદે દશ વર્ષથી અધિક સમય રહેલા શ્રી જે. એકસ સિકવેરાને 'ઉન્સિલના સભ્ય પદે નિયુક્ત કરવામાં આવ્યા. આ ગાવાનીઝ ક્રિશ્ચિયન ગૃઽસ્થ યુવાન વયે જૂનાગઢ ૨ જ્યની સેવામાં જોડાયેલા. વિશાળ વ્યવસ્થા શક્તિ, પૂર્ન અને વહીવટી કાર્ય ક્ષમતાના કારણે તે
Page #328
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને–અંત :
૭
નવાબના પ્રીતિપાત્ર થયા. તેઓ પ્રાઈવેટ સેક્રેટરી પદે પણ રહ્યા. ઇ. સ. ૧૯૩૮માં તેઓ રજા ઉપર ગયા અને પાછળથી દીવાન સાહેબઝાદા સરદારમહમદખાને તેમના વિરૂધ્ધ તપાસ કરી તેમને બરતરફ કર્યા તે પછી થોડા જ માસમાં તે ગુજરી ગયા
તેમને ગયા પછી. મુંબઈના માજી કલેકટર ઓફ કસ્ટમ્સ રાવબહાદુર માણેકલાલ લલ્લુભાઈ રેવન્યુ મેમ્બર થઈને આવ્યા અને તેમની ગૃહસ્થાઈ, નિષ્પક્ષપાત નીતિ અને કાર્યક્ષમતાથી તે પ્રજાપ્રિય થયા. તેઓ ઈ. સ. ૧૯૪૨ માં છુટા થયા. સિંધના નિવૃત કલેકટર રા. બ. ધરમદાસ હીરાનંદાણુ ઈ. સ. ૧૯૪રમાં, ડાયરેકટર ઓફ સિવિલ સપ્લાઈઝ થઈને આવેલા અને તે પછી રેવન્યુ કમિશનર પણ નીમાયેલા. તે ઈ. સ. ૧૯૪૫માં રેવન્યુ મેમ્બર થયા. આ બાહેશ, વિચારશીલ, કાર્યક્ષમ કૂનેહબાજ અને અતિ અનુભવી અમલદારે તેની શાંત, ગંભીર અને નિડર પ્રકૃતિથી રેવન્યુ ખાતાનું માળખું ફેરવી નાખ્યું. તેણે નવા ગ્રેજ્યુએટને અધિકારી પદે અને મુખ્ય કચેરીમાં રાખી, ખાતાનું આધુનિકરણ કરી કેટલીક ઉચ્ચ પ્રણાલિઓ પાડી. તેઓ પણ જૂનાગઢનું પાકીસ્તાન સાથે જોડાણ કરવાના ઠરાવમાં કાઉન્સિલ સભ્ય તરીકે સહમત ન થતાં વિરોધ કરી રાજીનામું આપી છૂટા થઈ ગયા.
ખા. બ. અબ્દુલમજીદખાન ઈ. સ. ૧૯૪૧થી ઈ. સ. ૧૯૪૭ સુધી કાયદા સભ્ય રહ્યા. - ઈ. સ. ૧૯૪૭માં રાજ્યના અંતિમ દિવસે માં શ્રી. એ. કે. વાવ અષે. હાનીને સભ્ય પદે લેવામાં આવ્યા પરંતુ તેમના ગયા પછી થોડા જ દિવસોમાં જૂનાગઢ રાજયમાં નવાબીને અંત આવ્યું.
આ ઉપરાંત કાઉન્સીલમાં, મિ. રેઝ, કેપ્ટન વિલિયમ્સ, કેપ્ટન એફ. બી. એન. ટીલે, મિ. બેઈડ વગેરે અંગ્રેજ સભ્યો વારંવાર લેવાયા હતા. કેપ્ટન હાર્વે જેન્સ છેલ્લી કાઉન્સિલના સભ્ય હતા.
- ઈ. સ. ૧૯૩૧માં મુંબઈ રાજયની સેવામાંથી આવેલા શ્રી. એસ. પી. ઘીવાલા પ્રથમ દીવાન ઓફિસના મેનેજર અને પછીથી ચીફ સેક્રેટરી પદે ઈ. સ. ૧૯૪૭ના નવેમ્બર સુધી રહ્યા. અતિ સખત કામ અને પરિશ્રમ કરનારા આ પારસી ગૃહસ્થ સોળ વર્ષ સુધી જૂનાગઢના વહીવટી તંત્રમાં અગત્યનું સ્થાન ભોગવ્યું. રાજ્યનાં જુદાં જુદાં ખાતાંઓ
બધાં રાજયોની જેમજ રાજ્યમાં રેવન્યુ. પિોલીસ આદિ જુદાં જુદાં ખાતાં હતાં. પરંતુ અમુક ખાતાંઓમાં કેટલીક વિશિષ્ટતા હતી અને કેટલાંક
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૮ : જૂનાગઢ અને ગિરનાર
વિશિષ્ટ ખાતાં હતાં જેની માંધ લેવાનું આવશ્યક છે. કેળવણી
જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિના શુÝ આપવામાં આવતું, જોકે પ્રાથમિક કેળવણી ફરજીયાત ન હતી. લેજમાં ફી લેવાતી પરંતુ સ્થાનિક કે પર પ્રાંતીય મુસ્લિમ વિદ્યાથી ઓને સાવ માફી હતી એટલું તા નહિ પણ તેમને મફત પુસ્તક આપવામાં આવતાં, હાર્ટલમાં મફત ભોજન આપવામાં આવતું અને સ્થાનિક મુસ્લિમ વિદ્યાથી ઓને તેમજ બહારના કૈટલાક મુસ્લિમ વિદ્યાથી ઓને સ્ક્રેાલરશીપ પણ આપવામાં આવતી.
બહાઉદ્દીન કાલેજમાં મહાબત ફૈલેશીપ હતી તે પણ માત્ર મુસ્લિમાને જ અપાતી. મુસ્લિમોને ધંધાકીય તાલીમ આપવા ઈ. સ. ૧૯૩૫માં ટેકનિકલ સ્કૂલ પણ સ્થાપવામાં આવેલી
મુસ્લિમ વિદ્યાથી ઓને મહાબત મ`સામાં પણ મફત શિક્ષણ આપવામાં આવતું.
બહાઉદ્દીન કૉલેજમાંથી સાયન્સના બુધ થયેલા વર્ગો ઈ સ ૧૯૪૩માં ચાલુ કરવામાં આવ્યા. તા. ૧૧૭–૧૯૪૩ના રાજ અબ્દુલકાદર સાયન્સ બ્લોકનું યુવરાજના હાથે ઉદ્ઘાટન થયું..2
આરોગ્ય
જૂનાગઢમાં એક જનરલ હોસ્પિટલ તથા એક ઝનાના હોસ્પિટલ હતી.
1
દા ત. જુનાગઢ શહેરમાં દીવાન ચાકમાં દરેક પ્રહરનાં ચાડિયાં વાગતાં અને તેના
માટે નક્કાર ખાતુ' ચાલતુ, ઉપરકોટમાં ખપેારે બાર વાગે તાપ ફોડવામાં આવતી, ગરીબ લાકોને મત ભાજન આપતુ' લંગરખાનું હતું. તે ઉપરાંત હથિયારા રહેતાં તે શસ્ત્રાગાર સીલેખાનું તથા કીમતી ઝવેરાતા રહેતાં તે તાષાખા, સવારીમાં ચડવાના જ ઉપયોગના કાતલ ધાડા, રથા અને સીગરામાનું રથખાનું, ગાડીખાનું, મેટરખાનું વગેરે ખાતાં હતાં તે સાથે ધરવેણી, સૌરાષ્ટ્ર પાસ્ટ, જેવાં ખાતાં હતાં અને ખીજા ખાતાંમાં ખીન્ન રાજ્યા કરતાં કંઇક જુદી પદ્ધતિ હતી તેને અનુલક્ષીને અહિ સક્ષિપ્ત વિગતા લેવામાં આવી છે.
2 કેળવણી ખાતાના ઉપરી પદે સ્વ. છગનલાલ પડયા શ્રી પુરુષાતમરાય નાણાવટી શ્રી. શ્રી મતિશ કર દેશાઇ, શ્રી લાખાણી, શ્રી. બદૃલમાન કાઝી તથા શ્રી ઇસ્માઇલ અગ્રેહાની વગેરે ઉતરાત્તર આવેલા. કૉલેજ, કેળવણી અધિકારી નીચે ન હતી પ્રિન્સિ પાલ પદે શ્રી હાડીવાળા, શ્રી માધવજી ભટ્ટ, શ્રી નવાખઅલી, શ્રી સહ્યાના અને શ્રી અહુરૂદ્દીનઅહમદ ઉતાર હતા.
Page #330
--------------------------------------------------------------------------
________________
બાબી વંશન-અંત ઃ ૨૯
-
તેના ઉપરી પદે પ્રિન્સિપાલ મેડીકલ ઓફિસર હતા. રાજ્યનાં દવાખાનાંઓના ઉપરી ચીફ મેડીકલ ઓફિસર હતા સીલ્વર જ્યુબિલી ઉત્સવ પ્રસંગે જે ફંડ થયું તેમાં જે જે મહાલનું જેટલું ફંડ થાય તેટલી રકમ રાજયે ઉમેરી તેમાંથી કેઈપણ સાર્વજનિક દવાખાના કરવાનો રાજ્ય નિર્ણય લીધું હતું. તે ઉપરાંત મહાલનાં કેન્દ્રોમાં તથા અન્ય મોટાં ગામોમાં દવાખાનાં હતાં.
ઈ. સ. ૧૯૩૫માં ત્યજી દેવાયેલાં બાળકો માટે ફાઉનડલિંગ હેમની સ્થાપના કરવામાં આવી તે સાથે બાલ આરોગ્ય કેન્દ્ર તથા રેડક્રોસ સંસ્થા પણ કાર્ય કરતી. દિલ્હીની રેડક્રોસ સંસ્થાની મુખ્ય કચેરીનું મકાન જૂનાગઢ રાજયે બંધાવી આપેલું અને તેની શાખા જૂનાગઢમાં હતી. નવાબે ચીલ્ડ્રન વેલફેર સોસાયટી સ્થાપી હતી. તેનું ઉદ્દઘાટન તેના હાથે તારીખ ૧૭-૧ર-૧૯૩૩ ના રોજ થયું હતું,
લેપરએસાયલમમાં રક્તપીતના દર્દીઓની વિના શકે સારવાર થતી.
આયુર્વેદિક અને યુનાની દવાખાનાંઓ અને ફરતાં દવાખાનાઓ પણ દરેક મહલનાં અગત્યનાં ગામડાંઓમાં ચાલતાં.
સંસ્થાઓ સ્થાપિત અને સંચાલિત દવાખાનાંઓને અનુદાન મળતું. મહેસૂલ
રાજપની જમીન ફળદ્રુપ હતી. પણ ખેડૂતે ગણેતિયા હતા. તેમને જમીન ઉપર માલીકી કે કન્ના હકક હતા નહિ, પરંતુ વારસાના નિયમો ઉદાર હતા, પુત્રના અભાવે પુત્રીઓને વાર મળતા. દત્તક લેવાની છૂટ હતી. ખેડૂતનું મૃત્યુ થાય, પુત્ર ન હોય અને પુત્રીઓ સગીર કે અવિવાહિત હેય તે, અથવા વિધવા હેાય કે અપંગ આશ્રિતા હોય તે જમીન બીજાને સંથાય તે સાથે મૂળ ખેડૂતનાં આશ્રિતને ખોરાકી પોશાકી આપવામાં આવતી. વિધવા ધણીના હક્કમાં રહે ત્યાં સુધી ખાતું પણ તેના નામે ચાલતું. ખેડૂતોના વારસા હિસ્સા, વહેચણ વગેરે સર્વ પ્રશ્નો મહેસૂલ ખાતું જ પતાવતું. તેમને વકીલો રેકવા કે કોર્ટે જવાપણું હતું નહિ. લહેણું કારણ ખાતું છૂટી જાય તે ખેડૂતને રહેવા માટે મકાન આપવામાં આવતું. '
૧ ઈ. સ. ૧૯૩૭ થી ૧૯૪૭ સુધી ચીફ મેડિક્લ ઓફિસર પદે કેપ્ટન પી. ટી. મજમુદાર તથા ઇ. સ. ૧૯૩૪ સુધી પ્રિન્સિપાલ મેડીક્લ ઓફિસર ડે. માટીન્સ હતા, તે પૂર્વે
ડો. નરસિંહદાસ તથા ડે. કોઠારી આરોગ્ય ખાતાના ઉપરી હતા. જ. ગિ-૪ર
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૩૦ : જૂનાગઢ અને ગિરનાર
પાછળનાં વર્ષોમાં, બગીચાઓની જમીન વેચાણ હક્કો મેળવવા તથા ઉભડ હનાં મકાના પણ વેચાણ હક્કો મેળવવા મંજૂરી આપવામાં આવતી. ખેતીની સુધારણા માટે ખેતીવાડી ખાતું હતુ પરંતુ તેનું ક્ષેત્ર મર્યાક્તિ હતુ. ખેડૂતા તથા ઉભડા પાસેથી વેઠ લેવાતી પણ તે માત્ર સરકારી કામ માટે લેવાતી. વેઠ કરનારને ભથ્થું આપવા ધારણ હતું. નવાબ પાતે વેઠ લેવાની વિરૂદ્ધ હતા પણ તે ધારણ નાબૂદ કરી શકયા નહિ.
ખેડૂતા ઉપર કરજના ખાજો વધી જતાં ઈ. સ. ૧૯૩૪-૫ માં ઋણુ રાહત ધારો અમલમાં લાવવામાં આવ્યા અને તેને પરિણામે ઘણા ખેડૂતા ઋણ
મુક્ત થયા
ખેડૂતાને બળદ, ક્રાસ, બીયારણ વગેરેની તગાવી અપાતી. જમીન મહેસૂલ બે હડૂતાથી વસૂલ થતી. બધાં ખાલસા ગામામાં સર્વે થઈ ગઈ હતી અને ઘણાં ખરાં ભાયાતી, ગીરાસદારી અને બારખલી ગામામાં પણ સર્વે થઈ ગઈ હતી. અછત કે દુષ્કાળનાં વર્ષામાં માફી મુકાણુ આંખને અડસઠે નુકસાનના અંદાજ બાંધી, આપવામાં આવતાં.
એડમિનીસ્ટ્રેશનમાં રા. બુ. કેશવલાલ ગિરધરલાલ ત્રિવેદી, ચીફ રેવન્યુ ઓફિસર હતા. નવાબ ગાદીએ બેઠા પછી જૂનાગઢના શ્રી મેાતીલાલ ઝવેરચંદ વસાવડા તે પછી નિમાયા. ઇ. સ. ૧૯૨૫-૨૬ થી મિ જે. એસ. સિકવેરા રેવન્યુ કમિશનર પદે ઈ. સ. ૧૯૩૫ સુધી રહ્યા. તએ! કાઉન્સીલમાં મેમ્બર પદે નિમાતાં તે જગ્યાએ ચીફ રેવન્યુ આફ્રિમરના હાદાથી શ્રી બાબુ પરશુરામ પુરાણિક નીમાયા. તેના અવજી શ્રી યુસુફજી પટેલ આવ્યા તે પછી રા. બ. ધરમદાસ હીરાનંદાણી રેવન્યુ કમિશનર થયા અને તે ઈ. સ. ૧૯૪૫ માં રેવન્યુ મેમ્બર પદે જતાં ખાનશ્રી મુ ઝાખાનજી મહેસૂલ ખાતાના વડા થયા. તા. ૧લી નવેમ્બરે તે જગ્યાએ અબ્દુલસમદ બીનહમીદ નીમાયા અને હમી નવેમ્બરે જૂનાગઢ રાજ્યમાં રાજાશાહીના અંત આવ્યા.
ઘરભેણી
રાજ્યમાં ઘરભેણી ખાતા નામનું એક ખાતું હતું. તે ઘરભેણી નિયમે અનુસાર કામ કરતું. આ નિયમા, જૂનાગઢ અને ખીજા નવું નગરાને લાગુ હતા. તે અન્વયે મકાન માલિકને, જે જમીન ઉપર મકાન છે તે જમીન રાજ્ય પાસેથી કયારે વેચાણ લીધી છે તે બતાવવા કહેવામાં આવતું અને જો તેવા પુરાવા રજૂ કરી ન શકે તેા જુદા જુદા સમયના જુદા જુદા દરની કીંમત વસૂલ લેવામાં આવતી. આ અન્યાયી અને ત્રાસદાયક નિયમા સામે પ્રજાએ વારંવાર અવાજ
Page #332
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ઃ ૩૩૧
ઉઠાવ્યો પણ કોઈ સંતોષકારક પરિણામ આવ્યું નહિ !
નગરમાં મકાન બાંધવા માટેની જમીને વેચાણ હક્કથી મળતી તેના ઉપર કિરાયો કે અન્ય કોઈ વેરે કે ટેકસ લેવાતા નહિ ગીરાસ
ગરાસિયાઓ તથા બારખલીદારો પ્રત્યે પણ રાજ્યની નીતિ ઉદાર હતી. તેમની પાસેથી મુકરર થયેલા સુધારા વરાડ કે સેટલ સલામી ઉપરાંત કેઈ રકમ લેવાતી નહિ. સગીર ગીરાસદારની જાગીર ઉપર જપ્તી રહેતી અને તેને વહીવટ રાજ્ય કરતું કે જનરલ વાલી નીમવામાં આવતા. જાગીર ઉપર કરજ થાય તે કરજ નિકાલ ખાતું, વહીવટ કરી જાગીર ઋણ મુક્ત થાય તેવી યોજના કરતું. આવશ્યક પ્રસંગે ગીરાસદારોને લોન પણ આપવામાં આવતી. બીજાં રાજ્યોમાં ગીરાસદારોને ધીરધાર કરી તેની જાગીરે લખાવી લેવામાં આવતી, તેમ અહીં થતું નહિ.
ધર્માદા, દેવસ્થાને, પીરસ્થાને ની જાગીરે પ્રત્યે પણ ઘણું જ ઉદાર નીતિ હતી. ધર્માદા સંસ્થાના મહંત ગુજરી જાય ત્યારે રાજયને મહંત નીમવાને અધિકાર હતા. પરંતુ, જે સંપ્રદાયની જગ્યા હોય તે જ સંપ્રદાયના અને બનતાં સુધી મહૂમ મહંતના શિષ્યને ગાદી આપવામાં આવતી, મહું તેને સંસારી થવાની પણ છૂટ આપવામાં આવેલી.
બારખલી ખાતું, રેવન્યુ કમિશનર નીચે અને ઈ. સ. ૧૯૩૫થી રેવન્યુ મેમ્બર નીચે હતું. તેના દ્વારા જપ્તી જાગીરે, સંગીની જાગીરે, અરજદારની જાગીર તથા ખફગાનની જાગીરોનો વહીવટ પણે થતા.2 ફળ ઝાડ ઉછેર
કરીને વિપુલ પાક થાય તે માટે ખરાબાની જમીનમાં પ્રજાને આંબા વાવવાની છૂટ હતી. આવી રીતે વાવેલા આંબાએ ફળાઉ થાય ત્યારે દર ઝાડે
1 ઘરભેણી ઓફિસર તરીકે, સર્વશ્રી છેલશંકર રાણા, જયંતિલાલ વસાવડા, લાલભાઈ
દેશાઈ, બી. પી. પુરાણિક, વજુભાઈ કોઠારી, મનુભાઈ કીકાણી, અ. બીનહમીદ તથા
શં, હ. દેશાઈ ઉતરેતર હતા. 2 બારખલી આસિસ્ટંટના પદે સર્વશ્રી, મુગટરાય કલ્યાણ, જોરાવરસિંહજી, વજુભાઈ
કોઠારી તથા સી. પી. ભટ હતા. તે પછી બારખલી ઓફિસરની જગ્યા થતાં તેના ઉપર સર્વશ્રી સી. પી. ભટ, બીનહમીદ, કાસમ વીશલ અને જી. એસ. તહેરાની ઉત્તરાર હતા.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૩૨ : જૂનાગઢ અને ગિરનાર
માત્ર ચાર આનાની દસ્તૂરી લેવાતી. તે રીતે નાળીયેરીના વાવેતરની પણ છૂટ હતી અને તેના ઉપર દર ઝાંડે માત્ર બે આના દસ્તૂરી લેવાતી.
ફળાઉ ઝાડના બગીચાઓની જમીન વેંચાણુ હક્કથી આપવામાં આવતી.
ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી. એ. એસ. કે. આયંગરના પુરુષાય અને પિરશ્રમથી જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ૫૦૦ એકર જમીન જંગલખાતા પાસેથી લઈ તેમાં દુધેશ્વર પ્લાન્ટેશન નામનું અ ભવન બન્યુ છે તેમાં ખાનગી ગૃડસ્થાનાં આંબાવાડિયાં છે. આ અંબવતમાં કેસર તથા અન્ય ઉમદા પ્રકારની કેરીએ થાય છે. તે જ અધિકારીએ ઉના પાસે વાસેાજમાં નાળીયેરનું પણ સુંદર પ્લાન્ટેશન બનાવ્યુ છે જે સૌરાષ્ટ્ર સરકારે, સોમનાથ ટ્રસ્ટને આપી દીધુ છે.
રાજ્યમાં સરકારી છે ભાગાં જૂનાગઢમાં અને છ ભાગેા મડાલામાં હતા. ગેસ વધ ન
નવાબ મહાબતખાનને ગાયા પ્રત્યે અનહદ અનુરાગ હતા. તેના વિલિંગ્ડન ફામ'માં ઊંચી ગિર ઓલાદની ગાયો ખૂટા રાખેલાં. આ ગાયાનાં નામો પણ ગંગા, ગાદવારી વગેરે હતાં. તેઓ તેના ઉપર અંગત ધ્યાન આપતા અને પેાત ઘણી વાર ગાય દેહી પણ લેતા. આ ગાયેા શુષ્ક થઈ જાય તે પછી પણુ પાળવામાં આવતી. કોઈપણ સ’જોગામાં ગાયા કતલખાને મોકલાતી નહિ.
આ ફાર્માંના ધણખૂટાએ અખિલ ભારત પ્રદશનામાં અનેકવાર પ્રથમ ચંદ્રા છત્યા હતા. ગેાવંશ સુધારણા માટે આ ચંદ્ર વિજેતા ધણખૂર્યને મડાલેામાં રાખવામાં આવતા.
સરકારી ડબામાં આવતી રખડતી ગાયેાને હરરાજ ન કરતાં પાંજરાપેાળમાં મેકલવામાં આવતી અને તેની હરરાજી કરવાનું જરૂરી જણાય તા મુસલમાંનની માગણી લેવાતી નહિ કે મુસલમાનને ગાય વેચાતી અપાતી નહિ.
પાંજરાપોળને જમીન, વીડીઓ અને અનુદાન અપાતાં.
પ્રભાસપાટણમાં ગૌવધના પ્રતિબંધ હતા અને રાજ્યના ખીજા ભાગામાં પણ જાહેરમાં પશુવધ કરવા એ ગુનેા હતા.
પશુ સવ ન
ગાયા ઉપરાંત, ઊંચી જતની ભેંસ, બકરાં, ઘેટાં અને ઘેાડાએ ના ઉછેર માટે પણ નવાબ પાત ધ્યાન આપતા. રાજ્યની ઘેાડારમાં ઊંચી જાતનાં અરખી, કાઠિયાવાડી અને અન્ય જાતના વાડાઓ રહેતા. કાઠી જાતની ઘેાડીએ
Page #334
--------------------------------------------------------------------------
________________
બાબી વંશન–અંત : ૩૩૩
પણ રહેતી. મહાલોનાં કેન્દ્રોમાં વાલી ઘોડાઓ રાખવામાં આવતા. જૂનાગઢમાં, સવારી પ્રસંગે નીકળતા કતલ ધેડાએ પણ હતા.
જૂનાગઢમાં પશુ ચિકિત્સાલય હતું અને નિષ્ણાત પશુ સજેને પણ સેવામાં હતાં પણ તે જૂનાગઢ શહેરમાં જ રહેતા. આ સર્જનો મુખ્યત્વે રાજયના ઢેર અને ઘડાઓ માટે જ હતા, છતાં ખાનગી માલીકીનાં પશુઓને ઈલાજ કરતા. રાજયના તાલુકાઓમાં સરકારી ઘોડા કે ધણખૂટના ઈલાજ માટે અથવા ઢેરમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય તે જ જતા.
વેરાવળમાં “એગમા ઘીની લેબોરેટરી હતી તથા આ ઘીની મુંબઈ વગેરે સ્થળે નિકાસ થતી. રાજ્યમાં વનસ્પતિનું જમાવેલું તેલ (વેજીટેબલ ઘીની આયાત અને વેચાણ ઉપર પ્રતિબંધ હતા, જે પાછળના વર્ષમાં અંશત ઊડી ગયેલે. વન પ્રાણીઓ
જંગલ પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ હતા. સિંહ અને દીપડાઓના શિકાર માટે નવાબની પિતાની મંજૂરી અવશ્યક હતી. અન્ય વન પ્રાણીઓની હત્યા માટે મર્યાદિત સંખ્યામાં પરવાના મળતા અને ચેરીછુપીથી શિકાર કરનારને શિક્ષા કરવામાં આવતી. દુષ્કાળ કે અનાવૃષ્ટિના સમયે વન પશુઓને પીવાના પાણી માટે જગલમાં બંધે કે હવાડા બાંધી પાણી પૂરું પાડવામાં આવતું. મેર અને વાંદરા મારવાનું કૃત્ય ગુનાહિત ગણાતું અને રાજ્ય પીનલ કેડમાં તેની શિક્ષા માટે જોગવાઈ હતી.
સિંહ, ખેડૂતના બળદે મારી નાખે તે ખેડૂતોને વળતર આપવામાં આવતું.
વન પ્રાણીઓના સંરક્ષણ માટે શિકારીઓ-પીઓ રહેતા. વન સંરક્ષણ
જંગલના સંરક્ષણ માટે તેને બે મુખ્ય વિભાગોમાં વહેચી નાખવામાં આવેલું', રક્ષિત જંગલ અને મહેસુલી જંગલ. રક્ષિત જંગલના પાંચ વિભાગો હતા. તેમાં ૩૧૪ માઈલના કાચા રસ્તાઓ બાંધવામાં આવેલા. તેના ઉપર વાહન વ્યવહારની મર્યાદિત છૂટ હતી. તે માર્ગો ઉપર જતી મેટરમાં શિકાર ન થાય તે માટે બંદૂક લઈ જવાની મનાઈ હતી.
જંગલ ખાતાની એક નર્સરી જામવાળામાં હતી. જંગલમાં ઝાડ કાપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કુ કપાતા તથા ત્યાં નવાં વૃક્ષ વાવવા માટે જનાબદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવતી.
Page #335
--------------------------------------------------------------------------
________________
1.
* * *
૩૩૪ ઃ જૂનાગઢ અને ગિરનાર ખાનગી ખાતું
નવાબે પોતાના અંગત ખર્ચ સારૂ પિવી પર્સ સ્વીકારેલી. આ રકમ વાર્ષિક રૂપિયા નવ લાખ જેટલી હતી, તેમ છતાં તેને કેટલેક અંગત ખર્ચ રાજ્યના જે તે ખાતા ઉપર પણ પડતા.
નવાબનું પ્રાઈવેટ ડીપાર્ટમેન્ટ જુદું હતું. તેમાં, મિ. બ્લેઈડન, શ્રી મોતીલાલ વસાવડા, શ્રી મહમદભાઈ, શ્રી જે. એકસ સિકવેરા, લેફ. કર્નલ અબ્દુલગફાર ખાન, શ્રી ઈસ્માઈલ અબ્રેહાની વગેરે પ્રાઈવેટ સેક્રેટરીએ ઉત્તરોત્તર હતા.
હાઉસહેલ્ડ કે ટ્રેલરની જગ્યા હતી. તેના ઉપર છેલલાં વર્ષોમાં નવાબના મામાના પુત્ર અને જમાઈ શ્રી યાસીનખાન હતા.
લાન્સર્સ કમાન્ડન્ટ, મિલીટરી સેક્રેટરી હતા છતાં ઈ. સ. ૧૯૩ર-૧૯૩૮ વચ્ચે કર્નલ સરદારસિંહજી ગોહિલ તે પદે આવેલા ન્યાયખાતું
એટ૭ એરિયા યોજના નીચે તાલુકાઓ રાજ્યના અંકુશ નીચે આવ્યા તે પછી જૂનાગઢને હાઈ કોર્ટ મળી. તે પૂર્વે વરિષ્ઠ ન્યાયાધીશ. ચીફ જયુડીશીયલ ઓફિસર' કહેવાતા તથા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સદર અદાલતના જજ કહેવાતા. તે ઉપરાંત રાજપ્રકરણી કેર્ટ હતી તેના જજને ડીસ્ટ્રીકટ
ને અધિકાર હતા. દરેક તાલુકે અદાલત હતી. કારોબારી અને ન્યાયખાતું નિરાળાં હતાં. ન્યાયાધીશો કાયદાના સ્નાતકે હતા. સુધરાઈ
જૂનાગઢ રાજ્યમાં, નવાબના સમયમાં પ્રજાકીય, ચૂંટાયેલી સુધરાઈ ન હતી. ઈ. સ. ૧૯૬૦ માં સુધરાઈના વહીવટમાં નિયુક્ત નાગરિકોને સ્થાન આપવામાં આવ્યું. આ બેઈમાં ૧૪ સભ્યો હતા, તેમાં ૩ મુસ્લિમ પ્રજાકીય સભ્યો રે મુસ્લિમ નિયુક્ત સભ્ય, ૩ બીન મુસ્લિમ નિયુક્ત સભ્યો હતા. મુસ્લિમનું વસતીનું પ્રમાણ ૧૮ ટકા હતું તે છતાં તેમને પ૦ ટકા જેટલું પ્રતિનિધિત્વ આપવામાં આવેલું.
1 આ પદ ઉપર શ્રી રૂબેન, સર મહેબુબીયાં કાદરી, શ્રી મસુરીકર, શ્રી સંજાના અને શ્રી
અ. ગફાર હાઈ કોર્ટ સ્થપાયા પૂર્વે કરાર આવેલા. હાઈકોર્ટ થયા પછી ચીફ જસ્ટીસ તરીકે શ્રી. એમ. એ શેખ તથા શ્રી પૃથુલાલ વસાવડા ઉતરોતર આવેલા.
Page #336
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને અંત : ૩૩૫
આ પ્રકારની સુધરાઈ તારીખ ૧-૯-૧૯૩૪ થી વેરાવળને આપવામાં આવી. તેમાં ૧૨ સભ્યો હતા. પ્રતિનિધિત્વ જૂનાગઢના ધોરણે જ હતું.
મહાલના મુખ્ય મથકમાં વહીવટદારના પ્રમુખપણ નીચે ચાર નિયુકત સભ્યોની સુધરાઈ હતી, તેમાં ૨ સભ્યો મુસ્લિીમ અને બે બીન મુસ્લિમ હતા. આ સભ્ય માત્ર સલાહકાર હતા. જકાત
ઈ. સ૧૯૩૪ પહેલાં રાજ્યમાં ખુઠ્ઠી (લેન્ડ) જકાત માત્ર બે જ દરમાં લેવાતી. પરદેશી માલના પાંચ ટકા અને દેશી માલના એક રૂપિયાની કીંમત જૂને એક પૈસે ઈ. સ. ૧૯૩૪થી રાજ્ય બ્રિટિશ ટેરીફ દર સ્વીકારી વીરમગામની જકાતમાંથી છૂટછાટ મેળવી તે પછી તરી જકાત (સી કસ્ટમ) તથા ખુશ્કી જકાત (લેન્ડ કસ્ટમ) ટેરીફ ધરણે લેવાતી. બંદરે આવતા માલ ઉપર ! રિબેટ આપવામાં આવતું નહિ. ઉદ્યોગ
રાજ્યમાં ઉદ્યોગોની ખિલવણી માટે કાંઈ પ્રવૃત્તિ થતી નહિ. ડાં ઓઈલ એકસપેલ, જીનીંગ ફેકટરીઓ અને કોટન પ્રેસે સિવાય કોઈ ઉદ્યોગો હતા નહિ. ,
તત્કાલીન દીવાન જે. એમ. એન્ટીથના હસ્તે તા. ૧૭-૧૨-૧૯૩૭ ના રોજ જૂનાગઢના શ્રી છગનલાલ પરમાણંદદાસ નાણાવટીના પ્રયાસથી વેરાવળમાં મહાબતખાન ટેકસટાઈલ મીલ્સનો પાયો નાખવામાં આવ્યું અને તે વિધિ સાથે મીલનું ઈતિશ્રી થઈ ગયું.
ઈ. સ. ૧૯૪૪માં ચોરવાડમાં દીલાવર સીડીકેટ તથા કાઠિયાવાડ ઈન્ડસ્ટ્રીઝનાં કારખાનાં નાખવામાં આવ્યાં. ઇલેકિટસીટી
જૂનાગઢના નગરશેઠ શ્રી રઘુનાથ માધવજી રાજાએ ઈ. સ. ૧૯૩૮માં શેખ મહમદ ઈલેકિટ્રક પાવરહાઉસની સ્થાપના કરી. તેનું ખાતમુહૂત તારીખ ૨-૮-૧૯૨૮ના રોજ કરવામાં આવ્યું અને તેનું ઉદ્દઘાટન તારીખ ૨૬-૮-૧૯૨૯ ના રોજ પોલિટિકલ એજન્ટ કલ કીઝના હાથે થયું. ઈ. સ. ૧૯૩૨માં આ પાવરહાઉસ રાજ્ય સંભાળી લીધું.
1 શ્રી ચિતરંજન (બચુભાઈ) રાજાના પિતાશ્રી
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૩૬ : જૂનાગઢ અને ગિરનાર
બેન્ક
- તારીખ ર૦-૧૯૩૪ના રોજ વેરાવસમાં જૂનાગઢ સ્ટેટ બેન્કની સ્થાપના કરવામાં આવી. તેની એક શાખા જૂનાગઢમાં તારીખ ૨-૪-૧૯૩૫ના રોજ ખેલવામાં આવી આ બે તારીખ ૧-૧૧-૧૯૪૪ થી બેન્ક ઓફ ઈન્ડિયાની જૂનાગઢમાં શાખા ખુલતાં તેમાં ભળી ગઈ. પિલીસ
પોલીસદળમાં બહુ ભણેલા કે તાલીમ પામેલા અધિકારીઓ ન હતા, તેમ છતાં કાયદે અને વ્યવસ્થાની જાળવણી ઘણી સારી રીતે થતી. આ અમલદ તેમના કાર્યમાં અને ફરજમાં પૂરા વાકેફગાર અને ખબરદાર હતા. ઈ. સ. ૧૯૪૫-૧૯૪૬માં પોલીસદળ ૯૯૨નું હતું તેમાં ૭૦૮ મુસ્લિમ અને ૨૮૪ હિન્દુઓ હતા. તેમાંના ૬ર૭ ભણેલા અને ૩૬૫ અભણ હતા. પિલી સખાતાના વરિષ્ઠ અધિકારી પ્રથમ કમિશનર કહેવાતા. ૧૯૭૧થી તે જગ્યા સુપ્રિન્ટેન્ડેન્ટની થઈ અને ૧૯૪૩થી ફરીથી કમિશનરની થઈ. રીન્ય
રાજ્યની લાન્સર્સમાં ૧૭૩ સવાર હતા, તેના કમાન્ડન્ટ, બ્રિટિશ સેનામાંથી આવતા. ઈન્ફન્ટ્રીમાં ૨૧ જવાન હતા, તેના વડા રાજ્યસેવાના પણ તાલીમ પામેલા હતા. આ બધા સૈનિકે મુસ્લિમો હતા. લાન્સસના અને ઇ-ટ્રીના અમલદારોને તાલીમ માટે બ્રિટિશ સેનાની છાવણીઓ તથા શાળાઓમાં મોકલવામાં આવતા. બીજા વિશ્વવિગ્રહમાં લાન્સસના ૮૬ અને ઈન્ફન્ટ્રીના ૧ માણસે લડવા ગયેલા. જોરતલબી-ખંડણી
જૂનાગઢ રાજ્યને ૧૩૪ રાજ્યો પાસેથી રૂપિયા ૯૨,૪૨૧ની રકમ પ્રતિવર્ષ જોરતલબી તરીકે મળતી. તે સામે સાર્વભૌમ સત્તાને રૂપિયા ૨૮,૩૯૪ તથા ગાયકવાડ સરકારને રૂપિયા ૩૭,૨૧૦ની ખંડણી ભરવી પડતી. આ રકમ વસુલ કરી આપવા માટે સાર્વભૌમ સત્તાને ૫ ટકા કમીશન પણ આપવું પડતું.
1 આ બેન્કના જનરલ મેનેજર મિ. ફ્રેઝર હતા. 2 પિલીસખાતાના કમિશનર પદે શ્રી ધીરજરાય અંબારામ છાયા હતા. તે પછી સર્વશ્રી
સદરૂદ્દીન, છેલશંકર દવે, આઈ. સી. બેઈડ આંટીયા તથા ખા. સા. ફતેહમામદ, સુપ્રિટેન્ડેન્ટ હતા. ઈ. સ૧૯૪૩થી ખા. બ. મહમદહુસેનશાહ નવી કમિશનર હતા.
Page #338
--------------------------------------------------------------------------
________________
ખાખી વશના અંતે ઃ ૩૩૭
જ છરા રાજ્યના રાબાદ તાલુકાને પ્રતિવર્ષ ૩૬૦ રીઆલ એટલે અંદાજે રૂપિયા ૧૦૮૦ આપવા પડતા. આ રકમ રીઆલના સિક્કામાં જ લેવા જંજીરા આગ્રહ રાખતું,
જૂનાગઢ રાજ્યમાં જોડાયેલાં રાજ્ય તથા તાલુકાએ ઉપરની જોરતલખી ઈ. સ. ૧૯૪૩થી માફ કરવામાં આવેલી.
પોસ્ટ ઓફિસ
જૂનાગઢ રાજ્યની પેાસ્ટ, સૌરાષ્ટ્ર પાસ્ટ કહેવાતી. તેની મુખ્ય કચેરી જૂનાગઢમાં હતી. તેની નીચે ૩૪ પેટા પેસ્ટ એફ્રિસા હતી. પેસ્ટની જુદા જુદા દરની સરકારી અને રૈયતી સ્ટેમ્પ્સ બહાર પડતી, તેના ઉપર નવાબની મુખાકૃતિ છે.પવામાં આવતી. અમુક દરના સ્ટેમ્પસ ઉપર કાઠી ઘેાડા છાપવામાં આ વેલા.
જુનાગઢ રેલવે ખી. જી. જે. પી માંથી જુદી પાડી જૂનાગઢ રેલવે થઈ તે પછી તેના વિશ્વાસ થયેા.
જૂનાગઢ રાજ્યના ગોંડલ-રાજકટ સેકશનમાં છ આની ભાગ તથા વહીવટના અધિકાર હતા. નીચે પ્રમાણેની લાઈના જૂનાગઢ રેલવેની સ્વાતંત્ર
હતી.
થાઈન
જેતલસર-જૂનાગઢ જૂનાગઢ-વેરાવળ
શાહપુર-માણાવદર
માણાવદર-બાંટવા
જૂનાગઢ-બીલખા
ડુંગરપુર-ખાણુ
ખીલખા-વીસાવદર
બાટવા–સરાડીયા
વેરાવળ-તાલાળા
તાલાળા–જ પુર
જ જીર–પ્રાચીરાડ વીસાવદર-ધારી
૪. ગિ.-૪૩
માઈલ
૧-૦૦
૧૧-૫૩
૧૫-૮૬
૩-૪૧
૧૩-૬૪
--૭૩
૧૨-૨
..-૧
૧૪-૭૦
x-t
૭-૬૪
૧૯-૪૯
શરૂ તારીખ
1-6-1222
૧-૨-૧૮૮૭
૧૫-૨-૧૯૧૦
૨૫-૧૨-૧૯૧૦
૨૦-૫-૧૯૧૨
૧૦-૧૨-૧૯૧૨ ૧૫-૨-૧૯૧૩
૧૫-૫-૧૯૧૧
૨-૪-૧૯૧૮
૧૭-૩-૧૯૨૦
૧૩–૧૧–૧૯૨૮
૧૫-૧૨-૧૯૭૨
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૮ : જૂનાગઢ અને ગિરનાર
પ્રાચીડ-જામવાળા
૭-૦૫
૧૮-૪-૧૯૩૨ જમવાળા-દેલવાડા
૨૪-૨૨
૧૦-૧-૧૯૩૫ ૧૯૯-૦૯ રેલવે લાઈન તથા તેની હદ ઉપર ફેજદારી હકૂમત એજન્સીની હતી. આઉટ એજન્સી
રેલવે લાઈન ઉપરાંત જૂનાગઢ રેલવે, સરાડીયા-કુતિયાણા, ચેરવાડ રેડ-ચોરવાડ, વેરાવળ-પ્રાચીપ્રાંસલીની આઉટ એજન્સી મોટર સર્વિસ ચલાવતી. બસ સર્વિસ
ગામડાઓને જોતા કેટલાક માર્ગો ઉપર ખાનગી વ્યક્તિઓ કે કંપનીએ તરફથી બસો ચાલતી. ઈ. સ. ૧૯૪૫ પછી જૂનાગઢ રેલવે તરફથી આવી કેટલીક સર્વિસ ચલાવવાનું શરૂ કરેલું અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની યોજના સંપૂર્ણ થયે રાજયના ગામે ગામને બસ સર્વિસથી આવરી લેવા વિચારેલું. જાહેર બાંધકામ ખાતું
એડમિનીસ્ટ્રેશનના સમયમાં પદ્ધતિસરનું જાહેર બાંધકામ ખાતું કામ કરતું થયું.'
નવાબ મહાબતખાનના સમયમાં, વિલિંગ્ડન ડેમને બાદ કરતાં કે ઈ મેટાં અને નોંધપાત્ર પ્રજોપયોગી જાહેર બાંધકામ થયાં નથી એમ કહી શકાય. આ સમયમાં સરાડીયા કુતિયાણું વચ્ચે પુલથી નાને અને કોઝવેથી મે એ એક પુલ ભાદર નદી ઉપર, ચોરવાડ રોડ સ્ટેશન અને વેરાવળ વચ્ચે ખરેડાને. કેઝ, વેરાવળ–પ્રભાસપાટણ વચ્ચે ખાડી ઉપરને ફરતે પુલ અને અત્યારે ભંગાર સ્થિતિમાં પડ્યા છે તે ચોકી પાસે ઉબેણને પુલ, જેવાં સામાન્ય અને સાધારણ કહી શકાય એવાં કામો થયાં. રાજ્યના ધોરી માર્ગોની સ્થિતિ પણ સારી ન હતી. જૂનાગઢ વેરાવળ વચ્ચેને માર્ગ મેટલ રોડ હતો તે વારંવાર રિપેર કરવામાં આવતો પણ તે સિવાયના માર્ગોની સ્થિતિ ઘણુ ખરાબ હતી. ઓઝત, હિરણ, મછુંકી જેવી નદીઓ ઉપર પુલે પણ હતા નહિ અને ગામડા એને જોડતા માર્ગો તે ગાડા કેડા જ હતા.
1
આ ખાતાના ઉપરી પદે આ સમયમાં, રા. બ. ઠાકરશી ઘીયા, ખાનસાહેબ, રા. બ. ગાંધી, શ્રી દલવી, શ્રી મહમદ મુસા, શ્રી કેશવાણી વગેરે ઉત્તરોતર આવ્યા.
Page #340
--------------------------------------------------------------------------
________________
બાબી વંશન–અંત : ૩૩૯
સરકારી મકાને જે બંધાયાં હતાં તે સિવાય આવશ્યક્તા પ્રમાણેતાલુકાઓ અને ગામડાંઓમાં થોડાં મકાનો કે ઉતારાઓ બંધાયા હતા, તેમ છતાં તે મકાનનું પ્રમાણ ઓછું હતું અને કક્ષા ઉતરતી હતી.
નવાબે જૂનાગઢમાં પિતા માટે, અમન મંઝિલ (શાંતિ સદન', ગુલામમહમદ મંઝિલ (ગિરિ વિહાર) રસુલ ગુલઝાર (રસિક નિવ સ) ને નવો બંગલે, દાતાર મંઝિલનાં મકાન, સરદારબાગના જૂના મહેલ સિવાયના મહેલે, અને ચેકી, દેવડા, વેરાવળ, ચોરવાડ, કાથરેટા, શાહપુર વગેરે સ્થળે રાજમહેલ બંધાવ્યા.
જૂનાગઢ શહેરમાં કાળવાના પુલ ઉતાર કઈ પણ ખાનગી વ્યક્તિને મકાન બાંધવા માટે જમીને આપવામાં આવતી નહિ અને એકાદ બે અપવાદ સિવાય આ વિસ્તારમાં કોઈ ખાનગી મકાન ન હતાં. બીજા વિગ્રહ પશ્ચાદ પુનર્જનના કાર્યક્રમમાં જુનાગઢને વિસ્તાર વધારવા જોશીપુરા લેટસ, મજેવડી દરવાજા લેટસ, દુબરી લોટસ, કાળવાના કાંઠાના લેટસ જાહેર પ્રજાને વેચવાની યોજના કરવામાં આવેલી. જૂનાગઢ શહેરમાં હેસ્પિટલ પાસે થોડી વારમાં ડામરને રસ્તે હતું, તે પછી ઈ. સ. ૧૯૪૫માં યુવરાજનાં લગ્ન પ્રસંગે સ્ટેશનથી સરદાર બાગ સુધીને ડામરને રસ્તે થયેલ. પ્રજાના આનંદ પ્રમોદ માટે, કાળવા પુલ ઉતાર ત્રિકોણબાગમાં દર શુક્રવારે બે વાગતું અને ડેમ ગાર્ડન, મોતીબાગ, સક્કરબાગ વગેરે જનતા માટે ખુલ્લા રહેતા. એરેડીમ
- બીજા યુધ્ધ પશ્ચાદ્ જૂનાગઢમાં એરોડ્રોમ કરવાનું નકકી થતાં, ગિરનારના સામીપે હવાઈ વિમાને ઉતરી ન શકે તેથી તે કેયલીમાં કરવાનો નિર્ણય લેવાય પરંતુ ત્યાં જમીન બહુ પિચી લેવાથી ઈ. સ. ૧૯૪૪-૧૯૪૫ માં કેશોદમાં એમ થયું. આ પૂર્વે નવાબનું પોતાનું એક લેન હતું પણ તેઓ તેમાં બેસતા નહિ. બંદરે
જૂનાગઢ રાજયમાં વેરાવળનું બંદર મુખ્ય હતું. ત્યાં દેશી તેમજ વિદેશી સ્ટીમર નાંગરતી. એશિયા અને આફ્રિકાના બંદરે સાથે માલની અવરજવર કરતાં વહાણે પણ આવતાં જતાં, એટલું જ નહિ પણ ત્યાં જહાજે બાંધવાને મેટો ઉદ્યોગ ચાલતો. વેરાવળના બંદરમાં સૂકી ગાદી બાંધવા રાજ્ય બહુ શ્રમ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૪૦ : જૂનાગઢ અને ગિરનાર
કર્યો અને પુષ્કળ દ્રવ્ય ખર્યું તો તેમાં ધારી સફળતા મળી નહિ. - વેરાવળ ઉપરાંત તાબાના માંગરોળ બંદરે અને ઉના પાસેના નવાબંદરે પણ સ્ટીમરે નાંગરતી અને માલની આયાત નિકાસ થતી. આ બંદરે ઉપરાંત ભેરાઈ, ચાંચુડા ધારા બંદર, સુત્રાપાડા, હીરાકટ, ચોરવાડ અને શીલ જેવાં આઠ બંદર હતાં. આ બંદર ઉપર માછીમારો પિતાની હેડીઓથી લેધ કરતા. શિયાળામાં દક્ષિણ ગુજરાતના માછીઓ અહિં આવતા, તેમને રાજ તરફથી સુવિધા મળતી. મત્સ્ય ઉદ્યોગ આજે છે તેટલે વિકસિત હતા નહિ છતાં એ સમયના પ્રમાણમાં તેને સારો વિકાસ થયો હતે.
એ પ્રમાણે ભેરાઈ અને ધામળેજમાં મીઠા ઉદ્યોગ જૂના ધોરણે ચાલતા, ત્યાં અગરીયા મીઠું પકવતા. ઇ. સ. ૧૯૩૮-૧૯૩૯ માં રાજયે તેને ઈજા આપવાનું શરૂ કર્યું. સરકારી વકીલ
કાયદાની બાબતમાં રાજ્યને સલાહ આપવા સરકારી વકીલ રહેતા અને તે સાથે એજન્સી સાથેના વ્યવહાર ઉપર દષ્ટિ રાખવા રાજકેટ ખાતે સ્ટેટ વકીલ રહેતા. પરવરશી
રાજ્ય કર્મચારીઓની વિધવાઓ અને સગીર કે અનાથ બાળકે અને અન્ય નિધન અને નિરાધાર વિધવાઓ કે અપંગ માટે પરવરશી આપવામાં આવતી. ઈ. સ૧૯૩૫માં આવા પરવશીદારોની સંખ્યા ૪૮૯ની હતી અને તેમની વચ્ચે રૂપિયા ૩૫૧૨૩ ની રકમ વહેંચવામાં આવતી. ઈ. સ. ૧૯૪૪૧૮૪૫માં આ સંખ્યા વધીને ૧૧૭૩ની થઈ ગઈ અને રકમ રૂપિયા ૨,૮૩૮ની વધી ગઈ. બેરાત
જૂનાગઢમાં લંગર નામનું અન્નક્ષેત્ર ચાલતું, જ્યાં ગરીબ માણસને ભજન
1 પાર્ટ કમિશનર પદે શ્રી કૃષ્ણલાલ ધ્રુવ દીર્ધકાળ રહયા તે પછી મિ. ડીથ નામના
અંગ્રેજ અધિકારી ઇ. સ. ૧૯૩૩ થી ઇ. સ. ૧૯૪૭ સુધી આ જગ્યા ઉપર રહ્ય. 2 સરકારી વકીલના પદ ઉપર શ્રી ત્રિભોવનરાય રાણે, શ્રી શિવદતરાય માંકડ, શ્રી
લાલભાઈ દેસાઈ અને શ્રી દેવીપ્રસાદ દેસાઈ આ સમય દરમ્યાન ઉત્તરોત્તર આવેલા. તે પ્રમાણે સ્ટેટ વકીલના પદે શ્રી પુરુષોતમરાય નાણાવટી, શ્રી મતિશંકર દેશાઈ, શ્રી બુખારી, શ્રી લાખાણી, શ્રી તહેરાની વગેરે આવેલા
Page #342
--------------------------------------------------------------------------
________________
માખી વશના—અંત ઃ ૩૪૧
મળતું. તે ઉપરાંત ધર્માદા દેવસ્થાનાને તથા જે રાંધેલુ અનાજ ન લે તેમને કાઠારેથી પેટિયાં મળતાં.
મુસ્લિમ અનાથા માટે રાજ્યનું એક યતીમખાનું પણ હતું. અતિવૃષ્ટિના કારણે ગિરનારનાં જંગલેામાં જે કિયારાએ જઈ ન શકતા તેમને ભારે વરસાદના દિવસેા પૂરતું પેટિયુ પણ મળતું,
માફી-મદદ
રાજ્ય 'ચારીઓનાં સંતાનાનાં લગ્ન પ્રસંગે કે માતા પિતાની ઉત્તર ક્રિયા પ્રસંગે રાજ્ય પાસે રેકડ રકમની મદદ માગે તા મદદ આપવામાં આવતી. આવી મદદ અનાથેા, સાધુ સતા કે ફકીરાને પણ મળતી.
જેમની પાસેથી રાજ્યને લેત્રી લેવાની હાય તેની સ્થિતિ દુઃખ*ળ થાય તા આવી લેત્રીઓ માફ કરવામાં આવતી.
દુષ્કાળ કે અછત પ્રસંગે રાજ્યના ખેડૂતા પાસેથી પણ લેવાતી રકમમાં અંશતઃ મૂકાણુ થતુ કે માફી મળતી.
ગેઝેટ
જૂનાગઢ રાજ્યે ઈ. સ. ૧૮૮૬ માં શરૂ કરેલું ગેઝેટ દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢ' દર મહિને એકવાર પ્રસિદ્ધ થતું. પણ ઈ. સ. ૧૯૩૬ ના એપ્રિલથી તેને પાક્ષિક કરવામાં આવ્યું. તેમાં અંગ્રેજી અને ગુજરાતીમાં રાયાનાઓ છપાતી. આ ગેઝેટની ઉપર જૂનાગઢ રાજ્યની મુદ્રા છપાતી.
મેસ
રાજ્યનું પાતાનું પ્રિન્ટીંગ પ્રેસ હતું. તેમાં ગુજરાતો, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, ફારસી અને અર્ખ્ખી દાઇપેા રહેતા અને દરેક પ્રકારનું કામ થતુ.
રાજ્યભાષા
રાજની સ્વીકૃત રાજભાષા ગુજરાતી હતી. તમામ પત્ર વ્યવહાર ગુજરાતીમાં અને ઊંચ કક્ષાએ અંગ્રેજીમાં થતા. વહીવટના પારિભાષિક શબ્દો, અઘરા લાગે એવા કિલ નહિ છતાં સ્થાનિક લેકે સમજી શકે તેવા હતા. રાજ્યસ
રાજ્યનું મહેસૂલી વર્ષે ૧ લી સપ્ટેમ્બરથી ૩૧ મી એગષ્ટ સુધીનું હતુ,
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૪૨ : જૂનાગઢ અને ગિરનાર
પરંતુ ઈ. સ. ૧૯૨૬ થી તે વર્ષ ૧ લી સુધીનું કરવામાં આવ્યું. તેના પ્રથમ દિવસ વિક્રમ સંવતનું તેમજ ઈસવી સન અને હતાં.
રાજગીત
નવેમ્બરથી ૩૧ મી ઓકટામ્બર ગુર્રમહેર કહેવાતા. કેલેન્ડર વર્ષ
જૂનાગઢ રાજ્યનું એક રાજગીત પાછળનાં વર્ષોમાં રચાયેલુ અને નિશાશમાં ગવાતું પણ પાછળથી તે બંધ કરવામાં આવેલુ..1
રાજ્યનું ક્ષેત્રફળ
જૂનાગઢ રાજ્યનું ક્ષેત્રકંળ ૩૦૪૯ ચારસ માઈલનું હતું. તેની નીચે માંગરાળના ૧૪૪ ચારસ માઈલના તથા સ`કલિત રાજ્યેા અને તાલુકાએના વિસ્તાર ૮૦ ચેારસ માઈલના મળતાં ઈ. સ. ૧૯૪૭માં કુલ વિસ્તાર ૩૮૭૩ ચારસ માઈલના હતા.
વસતી
જૂનાગઢ રાજ્યમાં ઈ. સ. ૧૯૪૭ માં નવાખીના અંત આવ્યે ત્યારે ઈ. સ. ૧૯૪૧ ની વસતી ગણત્રી પ્રમાણે જન સ`ખ્યા ૭,૩૬૦૧૯ ની હતી તેમાંથી મૂળ જૂનાગઢ રાજ્યની ૬,૭૦૭૧૯ ની હતી. જૂનાગઢ રાજ્યની પ્રજામાંથી ૫,૩૪૩૨૧ હિન્દુ, ૧,૨૭૮૧૪ મુસલમાન, ૮૦૭૩ જૈન, ૨૮૨ ક્રિશ્ચિયન, (૬ પારસી, ૩૬ શિખ, ૧૪ યહુદી, ૧ બૌદ્ધ અને ૧૧૨ ખીજાએ હતા.
મહાલા
વહીવટી વ્યવસ્થા માટે રાજ્યને બાર વિભાગેામાં વહેંચી નાખવામાં આવેલું. પ્રત્યેક વિભાગને મહાલ કહેવામાં આવતા. આવા ભાર મહાલ હતા તેમાં ઉનામાં, ઉના તેમજ ગઢડા એમ બે મહાલેાનાં હેડકવાર રહેતાં અને
1 આ રાજગીત નનેાખના ખાનગી ખાતામાં અધિકારી પદે રહેલા, શ્રી મણિશંકર પાપટલાલ રાજગારે લખેલું. સાંભળવા પ્રમાણે તેના માટે એજન્સીએ વાધે લેતાં તે બંધ કરવામાં આવેલુ. તે આ પ્રમાણે હતું.
રાગ સારઃ—
દીર્ઘાયુ રહે। વિજયવંત અમ સારના સરકાર
ખાખી વશના છત્ર ભૂપતિ નિમ`ળ ન્યાય નીતિ—અમ સારઠના સરકાર (વધુ માટે જુએ પાનુ ૩૪૩)
Page #344
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને અંત : ૩૪૩
બને એક બીજાથી અલગ છતાં મહાલ ઉના મહાલ કહેવાતે. મહાલના રેવન્યુ અધિકારી વહીવટદાર કહેવાતા. બાબરિયાવાડ મહાલમાં બે અર્ધા ગામો અને ત્રણ આખાં ગામો બાદ કરતાં બીજાં બધાં ગામો ગીરાસદારી હેવાથી તેને અધિકારી થાણદાર કહેવાતા. બાબરિયાવાડ મહાલ સાથે ગાધકડા, રામગઢ અને મહુવા પાસેનું પાદરગઢ ગામ જોડી દેવામાં આવેલાં, વેરાવળ શહેર માળિયા મહાલમાં હતું પણ પાછળથી જુદો મહાલ બનાવવામાં આવેલ છતાં પાટણ મહાલને જેમને તેમ રહેવા દીધેલો.'
દરેક મહાલના મુખ્ય મથકમાં, સરકારી દવાખાનું, પોલીસ થાણું તાલુકા સ્કૂલ વગેરે હતાં, તે સિવાયનાં કેટલાંક ગામોમાં પોલીસ થાણું કે દવાખાનાં, તે ગામો મુખ્ય મથક ન લેવા છતાં વહીવટી કે પ્રજાહિતની દ્રષ્ટિએ રાખવામાં આવેલાં, રમતગમત
રાજ્ય તરફથી રમતગમતના વિકાસ માટે તથા નિભાવ માટે ઉત્તેજન મળતું. પ્રત્યેક માધ્યમિક શાળામાં, ક્રિકેટ, હેડકી, ફૂટબોલ આદિ રમત માટે ખર્ચ કરવામાં આવત. માધ્યમિક શાળાઓમાં ક્રિકેટની સ્પર્ધા માટે હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ સિનિયર ક્રિકેટ શિલ્ડ તથા હલ શિલ્ડ ટુનામેન્ટ રમાતાં. જૂનાગઢના ક્રિકેટના ખેલાડીઓ તથા પોલો રમનારાઓએ અખિલ ભારત હરીફાઈમાં નામના મેળવેલી.
(૩૪રમાં પાનાનું ચાલુ)
જ્યાં ગર ગિરનાર ગિર છે સર સરિતા વળી સાગર તીર છે
છાંય દાતાર તણી શિર છે – અમ સોરઠના સરકાર સાખી–શેર નિપજતા ગિરમાં ગઢમાં નિપજે શૂર
સાગર મોતી નિપજે ઘેડ ધાન્ય ભરપૂર કુદરતની રચના આવી સોરઠમાં સર્વ સજાવી
આપે અધિક દીપાવી–અમ સોરઠના સરકાર સાખી–રસ ભીને સોરઠ સદા ભાવ ભીના નરનાર
પ્રેમ ભીની પૂરણ પ્રજા ન્યાય ભીના સરકાર ભાવિક ઉરના ઉદ્દગારો સ્નેહે સરકાર સ્વીકારે
જયજયકાર પ્રસાર – અમ સેરઠના સરકાર 1 ઈ. સ. ૧૯ સુધી રાજ્યના ૧૬ મહાલો અને ૧૬ પિટા મહાલો હતા. તાલાળા
મહાલ ન થતાં તથા જેતપુરનાં મજમું ગામો સુવાંગ થઈ જતાં પુનરચના કરવામાં આવી અને તે અનુસાર ૧૨ મહોલે કરવામાં આવ્યા.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૪૪ઃ જૂનાગઢ અને ગિરનાર
લાન્સ અને પોલીસદળની ટીમોએ, હેકી, પિલે વગેરે રમતમાં, અખિલ ભારત સ્પર્ધામાં ભાગ લઈ પારિતોષિ કે પ્રાપ્ત કરેલાં. તે ઉપરાંત પ્રસંગે પાત આ દળોના જૂનાગઢમાં પેટસ તથા પરેડ થતાં. જૂનાગઢનું પોલીસ બેન્ડ ભારતભરમાં પ્રખ્યાત હતું. ઉત્સવ
જૂનાગઢ રાજ્યના રાજકર્તા મુસ્લિમ હોવા છતાં હિંદુ ધર્મના પ્રત્યેક તહેવાર રાજ્ય તરફથી ઉજવાતા. દીવાળીની રાત્રે સરકારી ચોપડાઓની પૂજા થતી. શારદાપૂજન તથા લક્ષ્મીપૂજન થતું. દશેરાને દિવસે શમીપૂજનની સવારી દરેક તાલુકામાં રાજ્ય તરફથી ચડતી અને શસ્ત્ર તથા શમીનું પૂજન થતું. શ્રાવણ સુદ પૂનમના દિવસે રાજ્ય તરફથી દરેક બંદરે સમુદ્રપૂજન થતું તથા તે પ્રસંગે એક નૌકાયુદ્ધ પણ આનંદ ખાતર થતું.
જૂનાગઢમાં તથા તાલુકાઓમાં મુસ્લિમોની ઇદની સવારી ચડતી અને તાઝિયાના સરઘસ નીકળતાં તેમ હિંદુઓ હેળીને ઉત્સવ અને નવરાત્રી મોત્સવ પૂર્ણ આનંદથી વગર રોકટોકે ઉજવતા.
અનાવૃષ્ટિ, બીમારી કે એવા દુઃખદ પ્રસંગે અથવા વિત્સવ જેવા પ્રસંગે સર્વ ધર્મના દેવસ્થાનેમાં રાજ્ય તરફથી પ્રાર્થનાનું આયોજન થતું. સહિષ્ણુતા
જૂનાગઢ રાજ્યની નીતિ ધાર્મિક સહિષ્ણુતાની હતી. રાજ્યમાં ર૭ જેટલાં આખાં ગામો અને સામટી જમીન હિંદુ ધર્મસ્થાની હતી. ધર્માચાર્યોને તથા સંત સાધુઓને યોગ્ય માન અપાતું. રાજની નોકરીમાં પણ ઇ. સ. ૧૯૩૯માં રાજનીતિએ પાસું બદલ્યું તે પૂર્વે હિંદુઓનું પ્રમાણ મિલીટરી પિોલીસ, જંગલ તથા ખાનગી ખાતું બાદ કરતાં મુસ્લિમોથી વધારે હતું. બહારવટિયા
ઈ. સ. ૧૯૧૧ થી ઈ. સ. ૧૯૪૭ સુધીમાં નાનાં મોટાં બહારવટ થયાં પણ તે બહારવટિયાઓ બહાર પડયા પછી બહુ ટકી શકયા નહિ.
એડમિનીસ્ટ્રેશન દરમ્યાન અમરેલી તાબાના વાવડી ગામને કાઠી રામવાળા ગાયકવાડની સરકાર સામે બહારવટે ચડેલે. તેને જૂનાગઢ પાસે બેરીયા
1 માહિતી-જુનાગઢ સ્ટેટ એડમિનીસ્ટેશન રિપોર્ટ-૧૯૧૨થી ૧૯૪૭
Page #346
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત : ૩૪૫
ગાળામાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ધીરૂભાઈ અંબારામ છાયાએ ઠાર કર્યો..
તે પછી હરસુર અને ગોલણ નામના ભેસાણ મહાલના બે કાઠીઓ બહાર નીકળ્યા તેમણે ભયંકર બહારવટું ખેડયું પણ મોરૂકા પાસે તેઓને મકરાણ દાદમહમદે મારી નાખ્યા અને તે પણ મરાઈ ગયે.
નુરમહમદ નામનો જંગલખાતાનો એક યુવાન કર્મચારી પણ બહારવટે ચડશે, પણ તે નાની ધારી ગામે આલાવાળા નામે કાઠીને હાથે જીવતા પકડાઈ જતાં તેને ફાંસીની સજા થઈ. તેના સાથીદારો શંભુ તથા ભોજ કાઠી પણ માર્યા ગયા.
લાખો કે લાખલા નામને જંગલખાતાને કર્મચારી પણ બહારવટે ચડે અને તે પણ ભરાઈ ગયે. માનસંગ વીરા નામને બહારવટિયો પણ થોડા જ સમયમાં પા૨પત થયે.
આ બહારવટાં ઈ. સ. ૧૯૧૧ થી ઈ. સ. ૧૯૦૦ વચમાં થયાં. ઈ. સ. ૧૯૨૫ થી રાજ્યમાં બહારવટું કહેવાય એવા દેઈ બહારવટિયા હતા નહિ. દાદાગીરીના છેડા પ્રસંગ બન્યા પરંતુ તે નેધપાત્ર કહી શકાય નહિ. આ સમયમાં વડાલા-સોઢાણ વગેરે ગામોના સંધીઓ ટોળી બાંધી લૂંટફાટ કરતા પણ બધી ટાળીઓ પારપત કરી દેવામાં આવી.
સુલતાનખાન બલોચ, હબીબ ખોજા, ભાણું સીદી કળી, જુમા અબ્દલા અને બીજાઓની ટોળીએ ઈ. સ. ૧૯૪૪માં મોટું બહારવટું શરૂ કર્યું. જુમો ભાવનગર રાજયની હદમાં પકડાઈ ગયો. ભાણે અને ભાડે અમરેલીના નગડલા ગામે ધીંગાણામાં તારીખ ૮-૬-૧૯૪૫ ના રોજ મરાઈ ગયા.
ટપુ ઉર્ફે રણછોડ નામને એક સખસ બહારવટે નીકળેલો, તેને તાડગોળા નેસના રબારીઓએ મારી નાખે.
મામદ કાસમ નામના બહારવટિયાને તાલાળા તાબાના જંગર ગામેથી પકડી લેવામાં આવ્યું અને સંધી મુગર ઈસાક પોલીસને શરણ થયે.
વડાલાને સંધી પિલા જમ્મા ઈ. સ. ૧૯૩૭માં બહરવટે ચડ્યો પણ વેકરીના ધીંગાણામાં પોલીસ ઈન્સપેકટર કાલેખાં શિકારી તથા ફોજદાર દેલતસિંહે તેને ઘાયલ કરી પકડી લીધે. - કુતિયાણા તાબે હેલાબેલીને કોળી ઝિણા માવા, ગેવિંદ સીધા અને ટપુ નાથા પણ બહાર નીકળ્યા. ઝિણાનું માથું તેના સાથીદારે કાપી નાખી જનાગઢમાં રજૂ કર્યું અને બીજા બે શરણ થયા તે ટાળીને બેચર બીજલ અને જ. એ-૪૪
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
મેર નેભા દેવા પણ પકડાઈ ગયા.
રહેમતખાન ઉર્ફે યારખાન બલોચ ઈ. સ. ૧૯૪૦માં બહારવટે નીકળે. તેને પણ જૂનાગઢના માજી પિલીમ સુપ્રિટેન્ડેન્ટ અને તત્કાલિન ભાવનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સ્વ. છેલશંકર દવેએ ધીંગાણામાં ઠાર કર્યો. વર્તમાન પત્રો-સામાયિક
આ નવાબના સમયમાં જૂનાગઢ રાજ્યમાંથી કઈ વર્તમાન પત્ર પ્રસિદ્ધ થતાં નહિ. - ઈ. સ. ૧૯૦૭થી શરૂ થયેલું “મનરંજન મણિમાળ” નામનું માસિક શ્રી છગનલાલ લકમીશંકર બૂચ સંપાદિત કરતા તે ઈ. સ. ૧૯૧૯ લગભગ બંધ થઈ ગયું. નાગર ભા મંડલે લીટરરી લેબર ઓફ લવ નામનું સામાયિક ઈ. સ. ૧૯૨૧-૧૯૨૩ આસપાસ પ્રસિદ્ધ કરેલું તે પણ થોડાં વર્ષોમાં જ બંધ થયું. તે પછી શ્રી મંગલજી, ઉદ્ધવજી શાસ્ત્રીએ વિશ્વમંગલ અને શ્રી છગનલાલ પરમાણંદદાસ નાણાવટીએ અરૂણ ઈ. સ. ૧૯૩૨–૧૯૩૩માં સંપાદિત કરેલાં પણ તે બનેનું જૂનાગઢમાંથી થતું પ્રકાશન બંધ થઈ ગયું. શ્રી ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા, ચોરવાડમાંથી શારદા પ્રસિદ્ધ કરતા તે પણ થોડાં વર્ષો પછી વડોદરા ગયા અને ત્યાંથી શારદા પ્રસિદ્ધ થતું રહ્યું.
રાજ્યનાં અંતિમ વર્ષોમાં કુતિયાણાથી પાકિસ્તાન તરફી મુજાહિદ નામનું સાપ્તાહિક પ્રસિદ્ધ થયેલું પણ તે ઈ. સ. ૧૯૪૭ના નવેમ્બરમાં બંધ પડયું. તેની માહિતી ઉપલબ્ધ નથી. ' નામાંકિત વ્યક્તિએ
નવાબ મહાબતખાન ત્રીજાના સમયમાં એટલે ઈ. સ. ૧૯૧૧થી ઈ. સ. ૧૯૪૭ સુધીમાં જૂનાગઢમાં અને જૂનાગઢ રાજ્યમાં અનેક વિદ્વાનો, કવિઓ,
આ સિવાય કઈ જ્ઞાતિ કે કેમનાં સામાયિકે પ્રસિદ્ધ થતાં હશે પણ લેખકે, વિવેચક, વકતાઓ આદિ થઈ ગયા તે સર્વેનાં જીવન અને કાર્યોની નોંધ લેવાનું શકય નથી તેમજ આવી સર્વે વ્યક્તિઓની સર્વાશે સંપૂર્ણ હેય
1 મળેલી માહિતી પ્રમાણે અરૂણના સહતંત્રી શ્રી રસિક વિદી તથા શ્રી સર જુનાગઢી
હતા તથા મેનેજર મુઝમિલ મરિષ્ઠ હતા. 2 આ સામાયિકો પૂરતી માહિતી પ્રાપ્ત છે, સંભવ છે કે કોઈ બીજા સામાયિકો પ્રસિધ્ધ
થયાં હશે, તેની માહિતી કોઈ વાંચક મને પૂરી પાડશે તો ઉપકૃત થઈશ-લેખક
Page #348
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ઃ ૩૪૭
તેવી માહિતી પણ ઉપલબ્ધ નથી, તેમજ તેની વિગત જૂનાગઢના સાંસ્કૃતિક ઈતિહાસમાં સમાવિષ્ટ કરવી સવિશેષ યોગ્ય છે તેમ છતાં ઉલ્લેખનીય વ્યક્તિઓની સંક્ષિસ નોંધ લેવાનું ઉચિત છે. '
વેરવાડના શ્રી અમૃતલાલ સુંદરજી પઢીયારે, તેમના નિબંધ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તક લખીને, શ્રી હરિલાલ માધવજી ભટે રાજ્ય બંધારણ અને અન્ય વિષયોનાં પુસ્તક લખીને પ્રખ્યાતી મેળવી છે. “લલિત' ઉપનામથી શ્રી જન્મશંકર મહાશંકર બૂચે, પ્રભાસપાટણના શ્રી જનાર્દને ન્હાનાભાઈ પ્રભાસકરે, શ્રી મણિલાલ કેશવલાલ નાણાવટીએ, તેમની કાવ્ય કૃતિઓથી જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે. બાલાગામના શ્રી ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરાએ નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો અને કથાઓ લખી તથા લેકસાહિત્યના ક્ષેત્રે સંશોધન કરી અમર નામના મેળવી છે. રંગભૂમિના ક્ષેત્રમાં તેમના રસપૂર્ણ અને વિદ્વતાભર્યા નાટ લખી બેરીસ્ટર શ્રી નરસિંહદાસ વિભાકરે નાટય લેખકોમાં અનોખું સ્થાન મેળવ્યું છે.
દેલવાડાના શ્રી ગોપાલજી કલ્યાણજી દેલવાડાકરે નવલે, કાવ્યો અને નિબંધ લખીને તેમજ કીન્ડર ગાર્ટન પદ્ધતિ પ્રચલિત કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. જૂનાગઢને મિરાતે મુસ્તુફાબાદ નામને ઉર્દૂ ઈતિહાસ લખીને શ્રી. જી. એ. શેખ, અને કાઝી અહમદમિયાં અખ્તર, ઈતિહાસના વિષય ઉપર વિવિધ લેખો લખી નામ કમાયા છે. પ્રત્યેક વિષય ઉપર જેમનું પ્રભુત્વ હતું તે સાક્ષર શ્રી જયસુખલાલ પુરુષોત્તમરાય જોશીપુરાએ જટિલ અને સંશોધન માગી લે તેવા વિષયો ઉપર લેખે અને પુસ્તકે લખીને, તેમજ જીવનચરિત્ર અને અન્ય વિષયો ઉપર શ્રી બાપુભાઈ જાદવરાય વૈશવે અને વિનોદરાય જેસુખલાલ મજમુદાર તથા નયનસુખરાય વિનોદરાય મજમુદારે સાહિત્યની અનુપમ સેવો કરી છે. ફારસી, અરબી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપરના પ્રભુત્વ અને ઈતિહાસ, મર્ધ શાસ્ત્રો અને અર્થશાસ્ત્રના અગાધ જ્ઞાનથી પ્રભાસપાટણના શ્રી શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ ઈતિહાસ અને સાહિત્યના ક્ષેત્રે વિદ્વાનોની પ્રશંસા પ્રાપ્ત કરી છે. સંસ્કૃત ભાષાના પરમ વિદ્વાન દેલવાડાના શ્રી રેવાશંકર મેઘજી શાસ્ત્રી, અને શ્રી ગિરધર શર્માએ, અપૂર્વ કાતિ સંપાદન કરી છે. પિતાને પગલે ચાલી શ્રી ગિરજાશંકર વલભજી આચાર્ય હિસ્ટોરિકલ ઈસક્રીપ્શન્સ ઓફ ગુજરાતના ત્રણ ગ્રંથ પ્રસિદ્ધ કરી અભિલેખશાસ્ત્ર અને ઈતિહાસના વિદ્વાન ધન્યવાદ મેળવ્યા છે. શ્રી મોતીલાલ રવિશંકર ઠાએ વેદનાં ભાષ્ય લખી અમર નામના મેળવી છે.
આ સમયમાં જૂનાગઢના ગિરનાર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા અને પિતાના
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૮ : જૂનાગઢ અને ગિરનાર
વૈદિક ધર્મના સંસ્કાર ઝીલી પિતાની વિદ્વતાથી ભારતમાં તેમજ આફ્રિકામાં વૈદિક ધર્મના પ્રચારક વક્તા, કવિ, નાટયકાર, વિવેચક, શિક્ષણ શાસ્ત્રી અને સુધારક વિદ્વાન મહારાણશંકર અંબાશંકર શર્મા અને તેમનાં વિદુષી ધર્મપત્ની શ્રીમતી ઈચ્છાદેવી તેમજ પંજાબ આર્યસમાજ અને અમદાવાદ આર્ય સમાજના ઉપદેશક, પ્રભાસપાટણ નિવાસી પંડિત મહાશંકર ઈશ્વરજી તથા પૂર્વાશ્રમના પ્રભાસપાટણના શાસ્ત્રી કરૂણાશંકર રત્નજી ભટ્ટ સન્યસ્ત લીધા પછી હરદ્વાર પ્રદેશમાં પૂજનીય મહાત્મા તરીકે અતિ આદર પામેલા તે સ્વામી સેમેશ્વરાનંદ તીર્થ ઉલ્લેખનીય વ્યક્તિઓ છે.
પત્રકારિત્વના ક્ષેત્રે બેખે ક્રોનિકલના સહતંત્રી અને નિડર પત્રકાર શ્રી છગનલાલ પરમાણુંદદાસ નાણાવટી, સયાજી વિજય-વડોદરાના તંત્રી શ્રી હરિરાય ભગવંતરાય બૂચ, માતૃભૂમિ-અમદાવાદ–ને તંત્રી શ્રી શંકરપ્રસાદ નાણાવટી, વિશ્વમંગલના તંત્રી શ્રી મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રી, ટાંગાનીકા ટાઈમ્સ–આફ્રિકા અને પાછળથી સાધના–રાજકોટ–ના તંત્રી શ્રી ઉછરંગરાય કેશવરાય ઓઝા, ઈન્ડિયન ઓપીનિયન-આફ્રિકા-અને યુનાઈટેડ બર્મા-રંગુનના તંત્રી શ્રી મદનજીત વોરા, વંદેમાતરમ–મુંબઈના તંત્રી શ્રી સામળદાસ ગાંધી, શારદાના તંત્રી શ્રી ગોકુલદાસ રાયચુરા તથા અનેક વર્તમાન પત્રોમાં નિરંતર લેખ લખતા જીવદયાના હિમાયતી શ્રી લાભશંકર લહમીદાસ અવશ્ય ઉલ્લેખનીય છે. -
જૂનાગઢમાં આ સમયમાં સંગીતને રાજદરબાર તરફથી ઉત્તેજન મળ્યું નહિ છતાં જૂનાગઢના સેવક ઘરાણાના ત્રિકમલાલ દયાળજી સેવકે અને શાંતિલાલ દયાળજી સેવકે તેમની પરંપરા જાળવી સંગીતના ક્ષેત્રે જૂનાગઢનું નામ ઉજજવલ
1 શ્રી સામળદાસ ગાંધી, પૂ. ગાંધીજીના ભાઈ લક્ષ્મીદાસના પુત્ર હતા. પૂ. ગાંધીજી મૂળ
કુતિયાણાના રહીશ હતા. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર ગયા પછી ત્યાં સ્થાયી થયા તેમ છતાં તેમનાં મકાને કુતિયાણામાં છે. તેમને કુતિયાણામાં એલી. સેટલમેન્ટ કેસ નં. ૧૧૨૪ સનંદ નં. ૧૨૩૯ વાળી બારખલી જમીન ૬ એકર ૭ ગુંઠા હતી. તેના ચોથા ભાગના ચોથા ભાગ એટલે લગભગ ૦ એકર ૧૫ ગુંઠા (આશરે ૧ વીઘો) જમીનના પૂ. ગધીજી બારખલીદાર હતા. ઈ. સ. ૧૫૦ માં બારખલી નાબૂદી ધાર
આવ્યો ત્યારે આ જમીન ગણોતિયાને મળી. [2 અત્રે એ નેંધવું આવશ્યક છે કે આ ધમાં માહિતી મળી નથી એવી કોઈ વ્યક્તિઓને
ઉલ્લેખ રહી જતો હશે તે પ્રત્યે જેમને માહિતી હોય તે મારું ધ્યાન ખેંચવા કૃપા કરે અને મારી ક્ષતિ માટે માફ કરે. લેખક,
Page #350
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ઃ ૩૪૮
રાખ્યું. જૂનાગઢના પણ અમદાવાદ અને પછીથી દિલ્હીમાં વસતા શ્રી નરેન્દ્ર નવલશંકર શુકલનું નામ સંગીત સ્વામી તરીકે ભારતમાં મશહુર થયું છે. જૂનાગઢમાં આ સમયમાં સેનિયા ઘાણાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ અને કીરાણા ઘરાણાના ઉસ્તાદ અબ્દુલકરીમખાં રહેતા, જેમનો ઉલ્લેખ પણ આવશ્યક છે.
જૂનાગઢના માંડણજી ઉફે મદનજીત વેરાએ બર્માને ગાંધીજીનું બીરૂદ મેળવી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીવનની આહુતિ આપી જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે.
જૂનાગઢના રાજદ્વારી ક્ષેત્રમાં પ્રત્યક્ષ ન હોવા છતાં એક પ્રખર રાજપુરુષ તરીકે નામના પામેલા શ્રી ગિરધરલાલ માધવલાલ ધોળકિયા કાઠી રાજ્યોના કારભારી પદેથી નિવૃત્ત થઈ જૂનાગઢમાં વસતા. તેઓ એક મહાન મુત્સદ્દી તરીકે રાજ્યકાજમાં સલાહ સૂચન માટે આદર પામેલા.
જૂનાગઢના રાજકારણમાં પ્રજાકીય નેતૃત્વ માટે શ્રી નૃસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટી, શ્રી ઈદુલાલ જાદવરાય વસાવડા, શ્રી નરોત્તમદાસ લાલજી શેઠ. શ્રી પ્રભુદાસ નાગજી વખારીયા, શ્રી સુંદરજી શામજી પરમાર વગેરે વ્યક્તિઓ ઉલ્લેખનીય છે. શેઠ અબ્દુલહુસેન મુલાં છવાજી, શ્રી જેઠાલાલ રૂપાણી, શ્રી વેણીલાલ નાણાવટી, શ્રી પ્રભુદાસ બળીયા વગેરે નેતાઓ પણ પ્રજાના પ્રના ઉકેલમાં અગ્રીમ ભાગ લેતા.
1 આ ઘરાણામાં આજે શ્રી અરૂણ સેવકે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યા છે અને પરંપરા સજીવન રાખી છે, એ જ રીતિક લાના ક્ષેત્રમાં શ્રી વૃંદાવન
સોલંકીએ જૂનાગઢનું નામ ઉજજવલ કર્યું છે. 2 જાનાગઢમાં ઈ. સ. ૧૮૬૦માં જન્મેલા માંડણજી ઉર્ફે મદનજીત મયાશંકર વોરા ગાંધીજીની
સાથે આફ્રિકામાં રહી ઈન્ડિયન ઓપીનિયન નામના પત્રનું સંપાદન કરતા, ત્યાંથી સ્વદેશ પાછા ફરી બર્મા ગયા અને ત્યાં યુનાઈટેડ બર્મા નામનું પત્ર પ્રકાશિત કરી હિન્દીઓના પ્રશ્નોની ચર્ચા કરતા અને ત્યાંની સરકારની ખફગી વહોરી કારાવાસ વેઠેલો. ત્યાંથી જુનાગઢ આવી ઈ. સ. ૧૯૩૨માં એક શાળા શરૂ કરેલી પણ વિશેષ સમય રહેવું યોગ્ય ન લાગતાં તે પુનઃ બર્મા ગયા અને બ્રિટિશ શાસન વિરોધી ચળવળમાં ભાગ લઈ જેલમાં ગયા અને જેલવાસ દરમ્યાન ઈ. સ. ૧૯૩૨માં તેને દેહાંત થયો. જુનાગઢના આ સપુને બર્માના ગાંધીનું બીરૂદ મેળવી જૂનાગઢનું નામ ઉજ્જવલ કર્યું છે,
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૫૦ : જૂનાગઢ અને ગિરનાર
સમાજ સેવા અને ધર્મ સેવા માટે “બાપાના લોકપ્રિય નામે પ્રસિદ્ધ થયેલા સંત પુરુષ શ્રી મૂળશંકર વ્યાસ તથા આજીવન દરિદ્રનારાયણની સેવા કરી આપત્તિકાળે અતુલ આત્મભોગ આપનાર પૂ. મયારામદાસજી, ગીતામંદિરના નિર્માતા અને ગિરનાર ઉપર અનેક અંતરાય અને અવરોધ વચ્ચે જટાશંકરી ધર્મશાળા બંધાવનાર, પૂ. રામાનંદજી મહારાજ તથા ગોરખધૂણના મહંત સ્વ. ભાગીરથીનાથજી ઉલેખનીય વ્યકિતઓ છે.
મુસ્લિમ સમાજની વર્ષો સુધી આગેવાની જેણે કરી હતી અને સરદારના ઉપનામથી જાણીતા થયેલા ઈસ્માઈલ અહાની, કાઝી અહમદમીયાં અખ્તર, સૈયદ મહમદ પીરઝાદા તથા અબા મહમદ બાજુદ મુસ્લિમ સમાજમાં અતિ આદરણીય વ્યકિતઓ તરીકે ખ્યાતિ પામેલા.
પૂ. ગાંધીજીના પ્રથમવારના પરદેશ ગમન સમયે તેમના સહપ્રવાસી અને માર્ગદર્શક શ્રી ચંબકરાય મજમુદાર, તેમના પુત્ર કેપ્ટન પી. ટી. મજમુદાર, ડો. નૃસિંહપ્રસાદ મજમુદાર, શ્રી મણિલાલ કેશવલાલ નાણાવટી, શ્રી લતરાય ઝાલા વગેરે પ્રતિષ્ઠિત રાજપુરુષ હતા.
દેશી રાજ્યમાં જ્યારે સ્વદેશી વસ્તુઓ કે ખાદીના ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નહિ ત્યારે તેને સક્રિય પ્રચાર કરી ગામે ગામ ખાદીને પ્રચાર કરવા રેંટિયાને નાદ ગાજતો કરનારા શ્રી દુર્લભદાસ રામજી તથા તન, મન, ધનથી દેશની, દેશબાંધવની અને દરિદ્રનારાયણની અનેક પ્રકારે સેવા કરનાર ચોરવાડના શ્રી જીવનલાલ મેતીચંદ શાહ અને શ્રી હરખચંદ મોતીચંદ શાહે અમર કીતિ અને યશ પ્રાપ્ત કર્યા છે. - જૂનાગઢની ગરીબ અને પછાત વર્ગની પ્રજાની રાત દિવસ જોયા વગર નિઃસ્વાર્થ અને નિ:શુલ્ક વિશ્કીય સાસ્વાર આપી, મૂક સેવા કરનાર ડો. મુગટરાય રાણાએ એક વિરલ સમાજ સેવક તરીકે અમર નામના મેળવી છે. પુનર્સર્જન
• બીજા વિશ્વ વિગ્રહના અંતે યુદ્ધ પશ્ચાદ પુનરંજનને કાર્યક્રમ, એજન્સીની સૂચનાથી જૂનાગઢ રાજ્ય પણ ઘડેલે તે પ્રમાણે નવા માર્ગો બાંધવાની, એમ બાંધવાની, મે, તળાવો અને નહેરે બાધવાની, કેઝ, પુલે અને નાળાઓ બાંધવાની, બંદર અને રેલવેનો વિકાસ કરવાની, ઈલેકિટ્રસીટી અને ટેલિનની સુવિધા વધારવાની, પ્રાથમિક શાળાઓની સંખ્યા વધારવાની, શિક્ષકે માટેની તાલીમ શાળાઓ સ્થાપવાની, કૅલેજમાં સાયન્સના વર્ગો બી. એસ. સી. સુધી કરવાની, અખની અને દાંતની હોસ્પિટલ સ્થાપવાની, વેરાવળમાં
Page #352
--------------------------------------------------------------------------
________________
ખાખી વ ́શના–અંત : ૩૫૧
મેાટી હાસ્પિટલ બાંધવાની, મેટાં નગરામાં, વાટર વર્કસ કરવાની, પશુવંશ વૃદ્ધિ કેન્દ્રો કરવાની, પશુ ચિકિત્સાલયા ઉધાડવાની, બીયારણ વૃદ્ધિ કેન્દ્રો સ્થાપવાની, સુધારેલું બીયારણ તથા કૃત્રિમ ખાતર પૂરુ· પાડવાના પ્રબુધ કરવાની જમીન સંરક્ષણ કાર્યક્રમ દાખલ કરવાની, ગ્રામ જનતાને સિનેમ સ્લાઈડેાથી શિક્ષણ આપવાની, પૂરથી થતાં ધોવાણ અટકાવવાની, મત્સ્ય ઉદ્યોગ ખિલવવાની, ભારે ઉદ્યોગ સ્થાપવાની અને વિકસાવવાની યાજનામુ ખ્ય
હતી. 1
આ ચેાંજનાઓને અમલી બનાવવા એક કમિટી પણ સ્થાપવામાં આવેલી. કમિટીએ આ યાજનાને મૂર્તિમ ંત સ્વરૂપ આપવું હાય તા સાડાચાર કરોડ રૂપિયાના ખર્ચ થશે તેવા અંદાજ મૂકી પંદર વર્ષના પ્લાન પણ ઘડી કાઢેલા, પરંતુ આ પ્લાનના પ્રારંભ થાય તે પહેલાં જૂનાગઢના રાજ્યના અંત આવ્યો.
આવ
જૂનાગઢ રાજ્યની આવક ઈ. સ. ૧૯૧૧માં રૂપિયા ૩૦ લાખની હતી તે ઈ. સ. ૧૯૪૫માં રૂપિયા, ૧,૪૦ લાખ થઈ અને તે પ્રમાણમાં વિકાસના અને વહીવટી ખર્ચ વધી ગયા. -
પ્રકી
નવાબ મહાબતખાન ત્રીજાના સમયમાં એટલે ઈ. સ. ૧૯૧૧થી ઈ. સ. ૧૯૪૭ સુધીમાં જૂનવાણી રૂઢીઓ અને રિવાજોમાં ધરખમ પરિવર્તન આવ્યુ નવાબની કચેરી જે પ્રથમ લગભગ રાજ · ભરાતી તે ભરાવી બંધ થઈ, માત્ર ખાસ પ્રસંગે કચેરી ભરાતી અને તેમાં સમાન વિધિ કે પ્રસગાપાત જે વિધિ થવી ઘટે તે થતી.કચેરીના નાચ મુજરા વગેરે બધ થયું. નવાબે પોતાના શીરે બત્તીને બધલે સાફા પરિધાન કર્યાં અને મુસ્લિમ અમીરા જે દેશી મુગલાઈ પાઘડી બાંધતા તે પણ સાફા બાંધતા થયા. અગ્રેજી પોશાકની છૂટ થઈ ગઈ અને માત્ર જનાનામાં કામ કરતા માણસા સિવાય કાઈને કમરે ભેટ બાંધવાનું રહ્યું નહિ. તા પણ કચેરીમાં લાંબા અચકા અથવા જોધપુરી બ્રિચીસ અને હન્ટીઇંગ ક્રેટ પહેરવામાં આવતા. સરકારી ઓફિસામાં પણ ઈ. સ. ૧૯૪૦ સુધી તા લાંબા કાટ, ખેસ અને ફેટ! પહેરતા કમ ચારીએ હતા.
1 સેારડ સાશ્યલ સર્વિસ લીગ નામની એક યેાજના આજની વિકાસ યાજનાને મળતી, આ લેખકે તૈયાર કરી ગ્રામ પ્રશ્નનાં કલ્યાણ અને ઉ થાન માટે રાજ્યને આપેલી, તેમાં વગર ખર્ચે વિકાસ થાય તેવી યેાજના હતી.
Page #353
--------------------------------------------------------------------------
________________
પર : જૂનાગઢ અને ગિરનાર
અમલદારા કાં તા સારે। અને પાઘડી કે લાંબા કાટ પહેરતા અને કાંતા અંગ્રેજી પોશાક પહેરતા. પરંતુ કાઈને કાઈ પોશાક પહેરવાનું ફરજિયાત ન હતું.
રાજ્યમાં અમુક વ્યક્તિગત પ્રસગે। બાદ કરતાં સામાન્ય રીતે ધાર્મિ ક સહિષ્ણુતા હતી. ધાર્મિ ક તહેવારા અને ઉત્સવામાં હિન્દુઓને કાઈ રાકટાક કે અવરોધ થતા નહિ. રાજ્યમાં પણ હિંદુ કમ ચારીઓની બહુમતી હતી.
શિક્ષણના પ્રચાર થતાં તથા ભારતના અન્ય પ્રદેશ અને પરદેશા સાથેના સધને કારણે સ્થાનિક પ્રજામાં જાગૃતિ અને ચેતનાના પ્રવેશ થયા મધ્યકાલિન રૂઢી, રિવાજો માન્યતાએ અને મંતવ્યામાં પણ ઘણા ફેર થયા અને સમાજ જીવનનું માળખુ બદલી ગયું.
પ્રથમ વિશ્વવિગ્રહ પછી સ્થાનિક વ્યાપાર વધ્યા. બદરી વ્યાપારમાં પણ સારા પ્રમાણમાં વૃદ્ધિ થઈ. બીજા વિશ્વવિહ સમયે ભારતના અન્ય પ્રદેશાની જેમ અહિ. પણ વ્યાપારના વિકાસ થયા. રાજ્યે પણ ખાનગી રીતે તેમાં રસ લીધા અને મોટા મેાટા વ્યાપારીઓને આકષી રાજ્યમાં વ્યાપાર કરવા સવલતા આપી પણ કાઈ ઉદ્યોગ સ્થપાયા નહિ. ટેકસટાઈલ મીલ કરવાના પ્રયત્ના શૂન્યમાં પરિણમ્યા. ચારવાડ પાસે ગડુમાં કાઠિયાવાડ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના થઈ પણ તે કાંઈ કરે તે પહેલાં નવાબીના અત આવ્યા.
બ્રિટિશ હિન્દમાં ચાલતી રાજ્યદ્વારી ચળવળ રાજ્યમાં ન પ્રવેશે તે માટે તંત્ર સદા અગૃત રહેતુ. ખાદીધારીએ, વર્તમાનપત્રાના પ્રતિનિધિએ અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિએ પ્રત્યે શકાની નજરે જોવામાં આવતુ'. છતાં રાજ્યમાં ખીજા દેશી રાજ્યાની જેમ છાપાંઓ ઉપર પ્રતિબધ ન હતા તેમજ ખાદી પ્રવૃતિ કે પોશાક માટે વાંધા લેવ માં ન આવતા. હરિજનાના કલ્યાણ માટે બજેટમાં રકમ મંજૂર થતી અને જ્યાં સુધી હરિજન પ્રવૃત્તિ રાયદ્દારી ન થાય ત્યાં સુધી તેના માટે તત્રને ટાઈ વાંધા ન હતા.
નવાબ મહાબતખાનનું અંગત જીવન
નવાબ રસુલખાનનાં બેગમ આયશા કે આશાખીખીના બીજા પુત્ર મહાબતખાનનો જન્મ તારીખ ૨-૮-૧૯૦૦ના રાજ થયા હતા. નવાબ રસુલખાન તારીખ ૨-૧-૧૯૧૧ના રાજ ગુજરી જતાં, તેના એક માત્ર હયાત પુત્ર મહાબતખાન હતા તેથી તે ગાદીએ આવ્યા પશુ તેની સગીર અવસ્થા હતી તેથી સાભૌમ સત્તાએ મિ. એચ. ડી. રેન્ડેલને એડમિનીસ્ટ્રેટર તરીકે નીમ્યા. તારીખ ૩૧-૩-૧૯૨૦ના રાજ નવામ મહાબતખાનને સત્તાનાં સૂત્રેા સેાપાયાં.
Page #354
--------------------------------------------------------------------------
________________
બાબી વંશન-અંત : ૩૫૩
લગ્ન-સંતાને
તેમનાં પ્રથમ લગ્ન તારીખ ૩-૪-૧૯૨૧ના રોજ ભોપાલના શ્રી સાતમહમદખાનનાં પુત્રી મુનવરજહાં સાથે થયાં. વલીએહદ-યુવરાજ-દીલાવરખાન તેના પ્રથમ સંતાન હતા. તેમને જન્મ તારીખ ૨૩-૬-૧૯૨૨ના રોજ થયે હતું. તે પછી આ બેગમને તાજબખ્ત (તા. ૧૯-૬-૧૯૭૨) અને ઉમરાવ બબ્બે (તા. ૨-૧૧-૧૯૨૫) નામની પુત્રીઓ થઈ. આ બેગમ ભોપાળવાળાં બેગમ તરીકે ઓળખાતાં.
તેમનાં બીજાં લગ્ન જૂનાગઢના શેખ અબ્દલાભાઈનાં પુત્રી એમનાબેગમ સાથે થયાં. તેઓ જૂનાગઢવાળાં બેગમ તરીકે ઓળખાતાં. તેમને હિમતખાન (તા. ૧૬-૨-૧૯૨૪), સખાવતખાન (તા. ૧૮-૧૧-૧૯૩૧) યુસુફખાન (તા. ૧૮ ૭–૧૯૩૪) અને અનવરખાન (તા. ૧૦-૬-૧૯૩૫)નામના પુત્ર તથા રાહતબખ (તા. ૧૭-૪-૧૯૨૮) નામનાં પુત્રી થયાં.
ત્રીજાં લગ્ન જમાદાર સરૂર નામના સીદી ગૃહસ્થની પુત્રી મોતીબુ વેરે થયાં અને ચોથાં લગ્ન કુતિયાણાના કાઝી હુસેનમીયાંની પુત્રી સકીનાબુ વેરે થયાં તે બન્નેને તલાક આપવામાં આવી.
નવાબ મહાબતખાનના પાંચમાં લગ્ન જૂનાગઢના આરબ અબા હામેદ- * ભાઈના પુત્રી ગદુમા સાથે થયાં. તેમને પણ કાંઈ સંતતિ હતી નહિ. છઠ્ઠાં લગ્ન કુતિયાણાના હબીબખાન સરવાણના પુત્રી અમનબુ સાથે થયાં. તે કુતિયાણાવાળા બેગમ સાહેબ તરીકે જાણીતાં હતાં. તેનાથી ઈનાયાબતે (તા. ૧૭ ૯૧૯૨૭) નુરબખ્ત (તા. ૪-૮-૧૯૩૦), સુલતાનબત્ત (તા. ૧૦–૩–૧૯૩૩). નામની પુત્રી થઈ.
સાતમા લગ્ન માહેલકાજહાં નામનાં એક બાઈ સાથે થયા. તેમને કુલસુમબખ્ત (તા. ૧૯-૧૧-૧૯૨૯) નામે પુત્રી થઈ અને થોડાજ માસમાં આ બેગમ ગુજરી ગયાં.
આઠમાં લગ્ન કુતિયાણાના હબીબખાન સરવાણીના બીજા પુત્ર દાદબુ સાથે થયાં જે રાણી સાહેબ અથવા મહાબતપરાવાળાં બેગમ સાહેબ તરીકે ઓળખાતાં. તેમને ગુલામમહમદખાન (તા. ૨૯-૯-૧૯૩૩), સાદીકમહમદખાન (તા. ૩-૪-૧૯૪૩) નામના પુત્રો તથા મુબારકબખતે (તા. ૧૦-૬-૧૯ ૫) ફાતિમાડરા બખતે (તા. ૨૦–૮–૧૯૪૧) અને ઈકબાલબતે તા. ૧૪-૧૧૧૯૪૪) નામની પુત્રીઓ થઈ. જ. ગિ -૪૫
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૫૪ = જાવાગઢ અને ગિરનાર
નવમા અને અંતિમ લગ્ન કુતિયાણાના હબીબખાન સરવાણીના પુત્ર અને પિતાના સાળા બહાદરખાનની પુત્રી સદા સુલતાના કે જે હઝુર બેગમ તરીકે ઓળખાતાં તેની સાથે થયાં. તેને ગુલામ સૈયદ અલીખાન (તા. ૨૮-૧૧૯૪૭) નામે પુત્ર થયો - આ ઉપરાંત છ–સાત બાળકે બાલ્યવયમાં ગુજરી ગયેલાં એટલે તેઓ ઈ. સ. ૧૯૪૭માં કરાંચી નાસી ગયા ત્યારે ૮ પુત્રો અને ૧૦ પુત્રીઓ તેમની સાથે ગયાં. ત્યાં ગયા પછીની વિગત ઉપલબ્ધ નથી. સંતાનેનાં લગ્ન
નવાબનાં મોટાં કુંવરી તાજબન્નેનાં લગ્ન ઈ. સ. ૧૯૪૦માં ભોપાલના એક ગૃહસ્થ સાથે થયેલાં પણ તેમને તલાક થતાં બીજાં લગ્ન પાછળથી નવાબના મામાના દીકરા યાસીનખાન સાથે કરવામાં આવેલાં. નવાબનાં બજ કુંવરી ઈનાયતખ્તનાં લગ્ન તા. ૧૧-૧૧-૧૯૪પના રેજ બાટવા દરબાર શેરખાનના પુત્ર ગુલામમોશુદીનખાન સાથે તથા ત્રીજાં કુવરી નુરબખ્તનાં લગ્ન તેજ તારીખે સરદારગઢ દરબાર ગુલામમોહ્યુદીનખાન વેરે થયેલાં.
નવાબના યુવરાજ દિલાવરખાનનાં લગ્ન તા. ૩-૧ર-૧૯૪૫ના રોજ ભોપાલના શફાક્ત અલીખાનનાં પુત્રી શફીકજહાન વેરે થયેલાં. તેમાં પણ પાછળથી તલાક આપવામાં આવેલી.
પાકીસ્તાન ગયા પછી આ કુટુંબમાં થયેલા લગ્ન આદિની કોઈ માહિતી મળી નથી. રાજમાતા
નવાબ મહાબતખાનના માતા આશ્માબીબી તા. ૧-૬-૧૯૨૭ના રોજ તથા નવાબનાં બહેન લાલબતે તા. ૧૩–૧૦–૧૯૨૪ના રોજ જન્નત નસીન
થયાં.
દકિબ-માન
નવાબ મહાબતખાનને, સાર્વભૌમ સત્તાએ તા. ૧-૧-૧૯૨૬ના રોજ કે. સી. એસ. આઈ. અને તા. ૧-૧-૧૯૩૧ના રોજ જી. સી. આઈ. ઈ. ના ચંદ્રક આપેલા.
તે ઉપરાંત ઈ. સ. ૧૯૩૭માં તેમને બ્રિટિશ સેનાના માનદ્દ કેપ્ટન તથા ઈ. સ. ૧૯૪રમાં માનદ્ મેજરના હેદાઓ પણ પ્રદાન કરેલા.
જૂનાગઢના નવાબને ૧૩ તેનું માન હતું પણ નવાબ મહબતખાનને
Page #356
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને–અંત : ૩૫૫
અંગત ૧૫ તેપનું માન આપવામાં આવેલું.
તેઓ ઇન્ડિયન રેડક્રેસ સે સાયટીના માનદ્ ઉપપ્રમુખ અને ઈ. સ. ૧૯૪૪-૪પમાં ચેમ્બર ઓફ પ્રિન્સીસની સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય હતા. રજત જયંતી
ઈ. સ. ૧૯૪૫માં નવાબ મહાબતખાનને સત્તાનાં સૂત્રો સંભાળે ૨૫ વર્ષ પૂરાં થતાં, પ્રજના અગ્રેસર અને અધિકારીઓની એક સીલ્વર જ્યુબિલી કમિટી નીમવામાં આવી. આ કમિટીએ રૂપિયા છ લાખનું ભંડોળ એકત્ર કરી નવાબને નજરાણા રૂપે ધવું. તારીખ ૩૧-૩-૧૯૪પના રોજ નવાબ ચાંદી સામે
ખાયા અને આ ચાંદી ધર્માર્થ કાર્ય માટે આપી દેવાની જાહેરાત કરી. આ પ્રસંગે પ્રા તરફથી આપવામાં આવેલા માનપત્રના જવાબમાં નવાબે નવાજેશો કરી તેમાં પ્રજામંડલે મૂકેલી કેટલીક માગણીઓ સ્વીકારવામાં આવી તથા કાર્ય કર્તાઓને બીન શરતે માફી આપી અને જેમના ઉપર કેસો કરવામાં આવેલા તેમની સામેના કેસ પાછા ખેંચી લઈ મુક્ત કરવામાં આવ્યા. ગામડાંઓમાં પંચાયતની સ્થાપના કરી તેને કેટલાક અધિકાર આપવાની અને સુધરાઈઓમાં પ્રજાકીય સભ્યોને સવિશેષ અધિકાર આપવાની પણ ઘેરણા કરી.
સીવર જયુબિલી પ્રસંગે પ્રત્યેક મહાલમાંથી જે ફંડની રકમ એકત્ર થઈ તે ફંડની રકમ જેટલી જ રકમ રાજ્ય ઉમેરી જે તે મહાલમાં જે કાંઈ સાર્વજનિક કાર્ય કરવામાં આવે તેમાં વાપરવાની પણ જાહેરાત કરવામાં આવી. અંગત શોખ - નવાબ મહાબતખાનને કેઈ બંધાણ હતું નહિ તેઓ સીગારેટ પીતા નહિ કે તમાકુ પણ ખાતા નહિ દારૂ માટે તે તેમને સખત નફરત હતી. તેઓ નિયમિત રીતે ફરવા જતા અને ખોરાક પણ સાદા અને નિયત સમયે લેતા.
તેઓ સારા નિશાનબાજ અને ઘોડેસવાર હતા. પોલની રમત તેમની યુવાનીમાં બહુ સારી રમત. શિકારને તેમને શોખ હતો પરંતુ તેઓ કવચિત શિકારે જતા. શિકારમાં રોઝ, હરણ, સાબર વગેરે પશુઓ પાછળ કૂતરાઓ છોડી તેને બહુ દુર રીતે શિકાર કરતા. ગિરના સિંહ, દીપડાઓ આદિ પ્રાણીએના શિકાર ઉપર પિતે અંકુશ મૂકેલો.
પતિ મેટર ચલાવતા હોય કે પોતે બેઠા હોય ત્યારે મોટર પાંચથી સાત
[1 આ જાહેરાત, જાહેરાત જ રહી તેને સર્વાશે અમલ થયો નહિ.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૫૬ : જૂનાગઢ અને ગિરનાર
માઈલની ઝડપે શહેરમાં ચાલતી, પગે ચાલતા લેકોને તકલીફ ન પડે તે માટે ધ્યાન રાખતા.
તેઓ નિમાજ પડતા પણ ઈદની નિમાજમાં બહુ જતા નહિ. દર સોમવારે અને ગુસ્વારે નીચેના દાતારની જગ્યામાં ફાતેહા માટે જતા. એકવાર મીરાંદાતાર, એકવાર ઉનાના હઝરતશાહ તથા એકવાર આમરણના દાવલશાહ પીરની જગ્યાઓ ઉપર માનતા ઉતારવા ગયેલા.
તેમના અંગત સ્ટાફમા હિંદુ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ હતા. તેમના અંગત ડોકટરે પણ હિંદુઓ હતા. તેમની ધાર્મિક લાગણી ન દુઃખાય તે માટે તે બહુ તકેદારી રાખતા.
મુસ્લિમ હોવા છતાં હિન્દુ દેવસ્થાનેને તે આદર કરતા તથા તેના મહંત, સંત સાધુઓ કે ભક્તોને ઉપદ્રવ કરતા નહિ તેમ કઈ તેવો ઉપદ્રવ ન કરે તેની તકેદારી રાખતા. હિન્દુ ધર્મસ્થાનોને તથા ગ્યાધારીઓને ધર્માર્થ દાન કરતા અને ધર્મની જગ્યાના પૈસા પોતે લેતા નહિ. હિન્દુ સંતપુરુષને તેઓ વંતા.
તેમને ગાય, ભેંસ, બકરાં વગેરે દુધાળાં પશુઓ પાળવાને શોખ હતો. ગાયોને તે તે મા' કહીને જ બોલાવતા. કપિલા અને જાનકી તેની માનીતી ગાને સાથે જ રાખતા. તેના ખાનગી ફાર્મમાં ગિર જાતની બહુમૂલ્ય ગાયે રહેતી. તેમને પશુ પ્રેમ તેમને કુમાર વયથી જ હતું. તેઓ ગાદી નશિન થયા ત્યારે સર ચાર્લ્સ ઓલીવને તેને ઉદેશીને તેના વક્તવ્યમાં કહેલું કે, આપનાં પશુઓનાં ધણ, આપના તબેલાઓ, વાડાઓ, અને ખેતરમાં આપ મસ્કુલ રહ્યા છે...” “રાજકર્તા (નવાબ) કાઠી ઘોડાનાં લક્ષણે જાણે છે અને ગુણોની પ્રસંસા કરે છે... “પિત સ્થાનિક ઢરનું ધણ વસાવ્યું છે.'
આ શખ તેમને છેવટ સુધી રહ્યો. તેમના ફાર્મમાં આવેલા ખૂટએ અને ગાયોએ અખિલ ભારત સ્પર્ધામાં અનેકવાર પ્રથમ ચંદ્રક મેળવેલા. બહેરામ, પ્રિન્સ અને બ્રાઉનબોય નામના ખૂટોએ પ્રથમ પારિતોષિક મેળવેલાં.
નવાબને પશુઓ કરતાં કૂતરાઓને શેખ સવિશેષ હતો. જગતના દરેક દેશનાં વંશજ્ઞાત બહુમૂલ્ય ધાને ખરીદ કરી તેની શ્વાનશાળામાં રાખેલા. આ
1 ડે. હરિશંકર પ્રાગજી, ડે. દિલસુખરાય વસાવડા, ડે. ઝવેરીલાલ વસાવડા, ડે.
મગનલાલ માધવજી, ડો. ચંદ્રકાન્ત છાયા વગેરે તેમના ખાસ ડોકટરો હતા. શ્રી મણિશંકર રાજગર, શ્રી રતીભાઈ ભટ (ફેટોગ્રાફર) શ્રી નંદલાલ વગેરે અંતેવાસીઓ હતા.
Page #358
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત : ૩૫૭
કૂતરાઓને શિકાર માટે, ચોકી માટે, રમતો માટે, અને કસરત માટે કેળવવામાં આવતા. કૂતરાઓ મરી જાય ત્યારે તેમને ખાસ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવતા. કેઈ કૂતરો બગડી જાય તે બંદૂકની ગોળીથી તેને પ્રાણ લેવામાં આવતે 1
નવાબે કૂતરા કૂતરીનાં લગ્ન કર્યા હતાં તેવી એક વાર્તા બહુ વર્ષોથી પ્રચલિત છે. ઈ. સ. ૧૯રમાં પિતાનાં પ્રથમ લગ્ન થવાનાં હતાં તે પ્રસંગે, રાજકુળોમાં રિવાજ હોય છે તેમ લગ્ન પૂર્વે નજર કાઢવા કેઈ પ્રાણીનાં કે ગુલામનાં લગ્ન કરવાને વહેમ છે, “આ વહેમ અનુસાર વૃદ્ધ માણસોએ આ પ્રમાણે નજર કાઢેલી તેને વર્તમાન પત્રોએ અપૂર્વ પ્રસિદ્ધિ આપી તે વાર્તાને ફેલાવો કર્યો. વાસ્તવિક રીતે રાજકુટુંબમાં પ્રત્યેક શુભ પ્રસંગે આવાં લગ્ન કરાવવામાં આવતાં.
નવાબ મહાબતખાનને નાટક સિનેમાનો કે નાચ મુજરા કે સંગીતને શેખ ન હતા પણ પાછળથી નાટકને શોખ એટલે જ તીવ્ર બન્યું. તેણે પોતાની ખાનગી નાટકશાળા બંધાવેલી અને પોતે પસંદ કરેલાં પ્રેક્ષકેની રૂબરૂમાં શ્રી મણિશંકર પિપટલાલ રાજગોર, શ્રી નંદલાલ, શ્રી અમૃતલાલ વગેરે કલાકારોએ ખાસ તૈયાર કરેલાં નાટકે પોતે ભજવતા. તેમાં પ્રજાની કોઈ વ્યક્તિને કે અધિકારીને પ્રવેશ મળતા નહિ.
પાલિતાણું ભક્તિ પ્રદર્શક નાટક મંડલીના માલીક શ્રી મણિશંકર ભટ્ટ માત્ર ભક્તિ પ્રધાન નાટક ભજવતા તેથી તેના ઉપર નવાબ મહાબતખાનની કૃપા હતી. ઈ. સ. ૧૯૩૭ માં ભાયાવદરમાં થીએટરમાં આગ લાગતાં ફરીથી ઊભી ન થઈ શકે એવું નાટક મંડળીને નુકસાન થતાં નવાબે શ્રી મણિશંકર ભટને જૂનાગઢ બોલાવી રહેવા માટે મકાન આપ્યું તથા માસિક પેન્શન બાંધી આપી પિતાને કલાપ્રેમ અને કદરદાની પ્રદર્શિત કર્યા.
1 જે કૂતરાઓ મૃત્યુ પામે કે મારી નાખવામાં આવે તેને દફન કરવામાં આવતા. આવું
એક કબ્રસ્તાન જન સેક્રેટરીયેટ પાસે જોવામાં આવે છે. [2 નવાબે કૂતરા કૂતરીનાં લગ્ન કર્યા તે પ્રસંગની કાલ્પનિક નેંધ શ્રી જમનાદાસ નામના
પંજાબી રાજપુરુષે તેના મહારાજા નામનાં પુસ્તકમાં લીધી છે, તેમાં જે નામો આપ્યાં
છે તથા જે વર્ણન આપ્યું તે સર્વથા કાલ્પનિક અને અંધાધૂન ખોટું છે. 3 શ્રી મણિશંકર રાજગોર પાછળથી ખાનગી ખાતામાં અધિકારી હતા.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૫૮ : જૂનાગઢ અને ગિરનાર
ખીજ રાજાઓની જેમ તેઓ યુરાપના દેશના પ્રવાસે જતા નહિ. વિદ્યાથી" અવસ્થામાં ઈગ્લાંડ ગયેલા તે પછી ભારતમાં પણ કાઈ પ્રવાસ કરેલેા નહિ. પ્રસંગાપ ત ધાર્મિ ક કે સામાજિક કારણેાસર, રાધનપુર, મીરાંદ તાર, મુંબઈ કે દિલ્હી ગયેલા. ઈ. સ. ૧૯૩૧માં જ્યારે સા`ભૌમ સત્તાએ જૂનાગઢ રાજ્યમાં થયેલાં તાફાનાને કારણે રાજ્ય બહાર રહેવા ફરજ પાડેલી ત્યારે છ માસ માટે જામનગર પાસે બાલાચડી રહેવા ગયેલા.
તે
શિયાળામાં કુશાદ, ઉનાળામાં ચારવાડ કે વેરાવળ અને ચૈમાસામાં ચાકી કે જૂનાગઢ રહેતા. કવચિત દેવડા જતા.
કે
તેમનાં અતેવાસી, અધિકારી અને આપ્તજના પાસેથી જાણવા મળતી માહિતી ઉપરથી એમ જણાય છે તેમના ખાનગી જીવનમાં તે એક માયાળુ અને શુધ્ધ ગૃઽસ્થ હતા. તેમની ન્યાયવૃત્તિ પણ ઉમદા હતી પરંતુ તેમનામાં માનસિક નિબ ળતા હતી. તેએ પ્રજાની વચમાં આવી શકતા નહિ અનિવાય પ્રસંગેા સિવાય તે કઈ માટી કચેરી કે સભામાં ઉપસ્થિત થતા નહિ. પોતાના અંગત પ્રસંગેામાં પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ગેરહાજર રહેતા. તેમના અંગ્રેજ શિક્ષાના આદેશથી કે તેમની ભીતાથી તેમણે કદી પણ રાજત'ત્રમાં હસ્તક્ષેપ કર્યો નહિ. એક રીતે આ નીતિ સારી હતી પણ તેનું વિપરિત પરિણામ એ આવ્યુ કે દીવાના સર્વ સત્તાધીશ થઈ ગયા અને જ્યારે પાકીસ્તાનમાં જોડાવાના પ્રશ્ન પેાતાને નિણૅય કરવાના પ્રસ ંગ આવ્યો ત્યારે તેની અસીમ નિષ્ક્રિયતા, અક્ષમ્ય ઉપેક્ષા અને નિણય લેવાની અશકિત તેમજ અસ્થિરતાના કારણે, સ્વત ંત્ર નિષ્ણુય લઈ શકયા નહિ અને ટૂંકી દ્રષ્ટિ અને માંદલું" માનસ ધરાવતી વ્યક્તિઓનાં મ ંતવ્યાને અનુસરી પેાતાના પ્રતાપી પૂર્વજો, બાબી કુળની પર પરા, સેારની પ્રજાના તેમના માટેના પ્રેમ અને આત્મભાગ, પોતાની પ્રિય જન્મભૂમિ આદિ સર્વ વિસરી જઈ તેને જૂનાગઢ રાજ્યનું પાકીસ્તાન સાથે અકુદરતી જોડાણ કરી સેારનું સિંહાસન તે ગુમાવ્યુ પણ આપત્તિની વેળાએ પેાતાની પ્રજાને પરદેશી દીવાનની દયા ઉપર છેડી કરાંચી નાસી જઈ એક ઉમદા રાજવીને ન છાજે એવી વર્તણૂક બતાવી, તેએ જે પ્રીતિ, લાકપ્રિયતા, યશ અને શુભ નામ કમાયા હતા તે સર્વે` તે સાથે ગુમાવી દીધું.
તેઓ તારીખ ૭-૧૧-૧૯૫૯ ના રોજ કરાંચીમાં ગુજરી ગયા. સર શાહનવાઝ ભુટા
સિધના જમીનદાર તથા જૂના મુંબઈ રાજ્યની કાઉન્સીલના ધારાસભ્ય
Page #360
--------------------------------------------------------------------------
________________
બાબી વંશન–અંત ઃ ૩પ૯
સર શાહનવાઝ ભુટોએ જૂનાગઢના દીવાનનું પદ તા. ૩૦-૫-૧૯૪૭ ના રોજ ગ્રહણ કર્યું અને તે સાથે રાજતંત્રમાં ધ્યાન આપવાને બદલે પાકીસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ થાય તે અને તેણે તેની સમગ્ર શકિત કેન્દ્રિત કરી, પરિણામે તંત્રની ક્ષમતા નિમ્ન કક્ષાએ પહોંચી અને ખાતાંઓમાં શિથિલતા આવી ગઈ. પાકીસ્તાન સાથે જોડાણ
ઈ. સ. ૧૯૪૭ ને જૂન માસમાં ભારતના ભાગલા પાડવાનું નિશ્ચિત થઈ ગયું અને વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને રાજાઓને બેમાંથી એક દેશમાં જવા અથવા સ્વતંત્ર થવા માટે ત્વરિત નિર્ણય લઈ લેવા આજ્ઞા કરી.
ગુજરાત-સૌરાષ્ટ્રનાં સર્વે રાજ્ય અને પાલનપુર, રાધનપુર, ખંભાત, વાડાસિનોર, સચિન, બજાણા, વણોદ, દમાડા જેવાં રાજ્યો કે જ્યાં રાજકર્તાઓ મુસ્લિમ હતા તેવાં નાનાં મેટાં રાજ્યોએ હિન્દી સંધ સાથે જોડાવા નિર્ણય લીધે. - સૌરાષ્ટ્રમાં માંગરોળનું સ્વતંત્ર રાજય ન હતું. તેની સ્થાપનાથી તે જૂનાગઢને આધીન હતું. છતાં તેના શેખ નાસરીયાએ, જે તેને જૂનાગઢથી સ્વતંત્ર ગણવામાં આવે તે હિન્દી સંધમાં સામેલ થવા અરજી કરી. માણાવદર પણ જૂનાગઢ નીચેનું અને સ્વતંત્ર નિર્ણય લેવાની કાયદેસરની શક્તિ ધરાવતું રાજય ન હતું તેમ છતાં તેમણે પાકીસ્તાનમાં ભળવા ઈચછા પ્રદર્શિત કરી. બાટવા અને સરદારગઢ પણ તેનાથી નિમ્ન કક્ષાનાં નાનાં રાજો હતાં, તેમણે પણ પાકીસ્તાનમાં ભળવા વિચાર્યું, તે ઉપરથી માંગરોળના શેખ પણ ફરી
બેઠા.
જૂનાગઢના દીવાન સર શાહનવાઝ ભુટોએ, દીવાન અબ્દુલકાદરે લીધેલ
સર શાહનવાઝ જુનાગઢના જ હતા, ત્યાં ઘણાં વર્ષોથી દીવાન હતા, તેના પુત્ર ઝુલિકારઅલી જુનાગઢમાં ભણેલા એવી વાહિયાત વાતો બહુ પ્રચલિત થઈ છે. સર શાહનવાઝ સિંધના લારખાના ગામના રહીશ હતા અને જૂનાગઢમાં દીવાન થઈને આવ્યા ત્યાં સુધી તેને ત્યાં કોઈ ઓળખતું પણ નહિ. ભારતનું અછત સૈન્ય તા. ૯-૧૧-૧૯૪૭ ના રોજ જુનાગઢમાં પ્રવેશ્ય તે પૂર્વે તે કેશોદ એરોડોમ પહોંચી ત્યાંથી નાસી ગયેલા. આમ તેઓ માત્ર ૧૮૨ દિવસ જૂનાગઢમાં રહયા. તેઓ બહુધા તેમના નિવાસસ્થાન અમન મંઝિલ (વર્તમાન અધ્યાપન મંદિર) માં જ ઓફિસ ચલાવતા.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૬૦ : જૂનાગઢ અને ગિરનાર
નિર્ણય અને રાજદ્વારી સલાહકાર ખા. બ. નબીબક્ષની સલાહને અવગણી પાકીસ્તાન સાથેનું જોડાણ સ્વીકારવા નિર્ણય લીધો. આ સમયે તેણે જુદા જુદા અમલદારને દિલ્હી મોકલ્યા અને આવે અણીને સમયે પણ જાતે જવાની તસ્દી લીધી નહિ. તે સાથે પાકીસ્તાન તરફી વલણના સલાહકારોએ તેમને પાકીસ્તાનમાં ભળવા સલાહ આપી. આ દિવસોમાં નવાબે એકાંતવાસ સેવવા માંડ અને કોઈને પણ મુલાકાત આપવાને તેણે સ્પષ્ટ ઈનકાર કર્યો.
જૂનાગઢ રાજ્યની પ્રજામાં ૮૨ ટકા હિંદુઓ હતા. જૂનાગઢ રાજ્ય ભૌગોલિક રીતે ભારતને અવિભાજ્ય ભાગ હતો. પાકીસ્તાન સાથે તેને કેઈપણ પ્રકારે સીધે સંબંધ રહી શકે એમ હતું નહિ. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અસમાનતા હતી ત્યાં બાબી વંશની સ્થાપનામાં, જૂનાગઢ રાજ્યના વિકાસમાં અને ઉત્કર્ષમાં હિન્દુઓને ફાળે હતા તે બધું વીસરી જઈ પાકીસ્તાનમાં ન ભળવા, જે રાજાએ સદા નવાબના મિત્રો હતા અને તેના સુખ દુઃખમાં સાથે રહ્યા હતા તેમણે સલાહ આપી. પરંતુ નવાબ મહાબતખાનનું ભાવિ તેને ભુલાવી. રહ્યું હતું, તેથી તેણે કેઈની પણ સલાહ માની નહિ.
દરમ્યાન કાઠિયાવાડ રાજકીય પરિષદે આ કૃત્રિમ જોડાણને વિરોધ કર્યો અને નવાબ સમજી જશે એ વિશ્વાસ રાખી પરિષદે શ્રી ઉછરંગરાય ઢેબરને જૂનાગઢ મોકલ્યા પણ નવાબે તેમને મુલાકાત આપી નહિ. - ઈ. સ. ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખે રાજ્યની સરકારે જૂનાગઢ રાજયે પાકીસ્તાન સાથેનું જોડાણ સ્વીકાર્યું છે એવી જાહેરાત કરી અને તે સાથે માણાવદર, સરદારગઢ, બાટવા અને માંગરે છે પણ પાકીસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી, એક પાજોદ દરબારે હિન્દી સંઘમાં જોડાવા તેની ઈચ્છા પ્રદર્શિત કરી.
જૂનાગઢની પ્રજા ભયભીત થઈ ગઈ. તેને કોઈ દોરવણી આપનાર પ્રગટ નેતા ન હતા. સર્વે પિતપોતાની રીતે, નવાબના આત્મઘાતી પગલાંથી જૂનાગઢને સર્વનાશ થશે અને તેમાંથી કેમ બચવું તેને વિચાર કરી રહ્યા હતા, પરંતુ બંધારણીય રીતે તેને કોઈ ઉકેલ દ્રષ્ટિગોચર થતા ન હતે.
રાજ્યની કાઉન્સીલમાં જ્યારે આ ઠરાવ ઉપર મંજૂરીની ઓપચારિક મહોર મારવાની હતી ત્યારે કાઉન્સીલના એક માત્ર હિન્દુ સભ્ય રા. બ. ધરમદાસ હીરાનંદાણીએ આ કૃત્રિમ, અસ્વાભાવિક અને આત્મઘાતી જોડાણને વિરોધ કર્યો અને તે વિરોધના કારણે તેને રાજીનામું ધરી દેવું પડયું અને તા ૧૭મી ઓગસ્ટે જૂનાગઢ છોડી ચૂપચાપ ચાલ્યું જવું પડ્યું. કાઉન્સીલના સહુથી જૂના
Page #362
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ઃ ૩૬૧
સભ્ય રા. બ. શિવદત્તરાય માંકડે તે પ્રથમથી જ વિરોધ વ્યક્ત કરી નિવૃત્તિ લઈ લીધી હતી. નવાબના વિશ્વાસ અને પ્રખર રાજપુરુષ કેપ્ટન ડો. પ્રેમરાય મજમુદારને દિલ્હી મોકલેલા. તેણે આવીને ત્યાંનું વાતાવરણ તથા ત્યાંના રાજપુરુષોની લાગણીની વાત કરી હિન્દી સંધમાં જોડાવા મત આપતાં તેના માટે પણ રાજમહેલનાં દ્વાર બંધ થયાં.
દીવાન અલકારે, હિન્દી સંધમાં જૂનાગઢ જોડાવું જોઈએ તે અભિપ્રાય આપેલ અને તે તથા તેના ભાઈ રાજ્યના રાજદ્વારી સલાહકાર ખા બ. નબીબશે, ભારત સરકારના મેવડીઓને મળી જૂનાગઢનું સ્થાન નક્કી કરેલું તે ગુનાસર કે ગમે તે કારણે સર શાહનવાઝ ભુટોએ તેના બંગલાને સીલ કરી દીધાં. ખા. બ. અબ્દુલકાદર અમેરિકા હતા તેથી તેને કંઈ થઈ શકે તેમ હતું નહિ તેથી તેના ભાઈને નોકરીમાંથી દૂર કર્યા. દરમ્યાન કરાંચીથી મહમદ ઝફરલાહ જુનાગઢ આયા અને તેની તથા નવાબની મુલાકાત કરાવી તેની પાસે નવાબને નિર્ણય ઇષ્ટ છે તેવી ખાત્રી આપવી.
જૂનાગઢમાં જમીયતુલ મુસ્લીમીને પાછી જાગૃત થઈ અને શ્રી ઈસ્માઈલ અબ્રેડાની, કાઝી મહમદમીયાં અખ્તર, શ્રી અબા મહમદ બાજુદ વગેરે આગેવાને સર શાહનવાઝને સહાય કરવા બહાર પડયા.
આ સંક્રાંતિ કાળને ઈતિહાસ ગુપ્ત વાતાથી ભરેલો છે અને તેની વિગતો ઉપલબ્ધ છે છતાં તેનું પ્રકાશન હિતાવહ નથી તેમ આવશ્યક નથી પરંતુ તે સર્વે વણનેને સારાંશ એ છે કે, નવાબને તેના સલાહકારો તરફથી એવું કહેવામાં આવ્યું હોવાનું કહેવાય છે કે હિન્દી સંધ સાથેનું જોડાણ જે તેઓ સ્વીકારશે તે તેના વારસાને, ધર્મને તથા મોભાને વિપરીત અસર થશે. જુનાગઢ રેલવેના મેનેજર શ્રી જે. એમ. પંડયા તથા કાઠિયાવાડ ઈન્ડસ્ટ્રિઝના મેનેજીંગ ડીરેકટર શ્રી મુસા ઉમર દરબાન દિલ્હી તથા કરાંચી જઈ આવ્યા પણ ત્યાં તેઓ શું કરી આવ્યા તે પ્રગટ થયું નહિ.
સર શાહનવાઝે, મહાલેના આગેવાનોને જૂનાગઢ આમંચ્યા અને તેઓની પાસે, પાકીસ્તાન સાથેના જોડાણને સ્વીકાર કરાવવા કોશિશ કરી પરંતુ જૂનાગઢના આગેવાનોને આ સમાચાર મળી જતાં આ તાલુકા આગેવાનોને વાસ્તવિક હકીકત સમજાવી તેથી તેઓએ એક નિવેદન તૈયાર કર્યું અને તેમાં જણાવ્યું કે જૂનાગઢનું જોડાણ હિન્દી સંધમાં જ થવું જોઈએ. આ નિવેદન સ્વ. શ્રી દયાશંકર દવેએ દીવાનને રજૂ કર્યું. જ. મિ-૪૬
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૬૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
પિતાના દાવ ધૂળમાં મળે છે અને પ્રજા તેનો મંતવ્યને નહિ સ્વીકારે એમ માની દીવાને કેટલાક અમલદારોને બેલાવી તેમને ગામડાંઓમાં જઈ ખેડૂતે અને ગ્રામ જનતાની સહીઓ મેળવવા આજ્ઞા કરી. હિન્દુ અમલદારોએ સર, શાહનવાઝને સ્પષ્ટ ના કહી અને મુસ્લિમ અમલદારોને આ સાહસ કરવાનું યોગ્ય જણાયું નહિ. સર શાહનવાઝે તે પછી કેટલાક અમીર અને મુસ્લિમ અમલદારને નાગર આગેવાન પાસે મોકલી કહેવરાવ્યું કે તમે રાજ્યને વફાદાર રહ્યા છે અને રાજ્ય ઉપર આપત્તિ છે ત્યારે તમે રાજયની સાથે ઊભા રહેશે અને પાકીસ્તાન સાથેનું જોડાણ સ્વીકારશે તે બીજી કેમ તમને અનુસરશે. આ સમયે નાગર આગેવાનોએ તેઓને સાફ શબ્દોમાં સુણાવી દીધું કે અમારી વફાદારીની પ્રણાલિકાને ખાતર જ અમે નવાબને આવું આત્મઘાતી પગલું ન લેવા માટે કહીયે છીએ, અમે પ્રથમ ભારતીય છીએ અને પાછી જૂનાગઢના અને તે પછી નાગર છીએ. જૂનાગઢ ભારતનું અવિભાજય અભેદ્ય અંગ છે અને રહે તેમ અમે માનીએ છીએ.
આ પછી સર શાહનવાઝના ધમપછાડા વધી ગયા અને જ્યારે તેને પ્રતીતિ થઈ કે, નવાબ પ્રજાવત્સલ છે અને કદાચ પ્રજાના આગેવાને તેને મળી જઈ તેનું માનસ ફેરવી નાખશે તે તેની બાજી ધૂળમાં મળશે. તેથી કહેવાય છે તે પ્રમાણે તેણે નવાબને કરાંચી જઈ મિ. મહમદઅલી ઝિણને મળી સ્પષ્ટતા કરી આવવા સલાહ આપી, તેથી તારીખ ૧૭-૧૦-૧૯૪૭ના રોજ નવાબ, તેની બેગમે, બાળકે, હઝરી, અંગત ડોકટર, ડો. ઝવેરીલાલ ઉમિયાશંકર વસાવડા, ડે. દલસુખરાય વસાવડા, વેટરનરી ડોકટર કાન્તિલાલ બી. વ્યાસ અને અન્ય સ્ટાફ સાથે એકાએક એડ્રેમથી કરાંચી જવા ઉપડી ગયા. એવી પ્રચલિત માન્યતા છે કે, તેઓ બીજે કે ત્રીજે દિવસે પાછા આવવાના હતા પણ સર શાહનવાઝના સંકેતથી ત્યાંના સત્ત વાળાઓએ તેમને ત્યાં રેકી દીધા. તેમની અંગત વસ્તુઓ, ઝવેરાત, રોકડ નાણું વગેરે પાછળથી મોકલી આપવામાં આવ્યું. રાજ્યની તીજુરીઓ ખાલી કરાવી લગભગ રૂપિયા વિશ લાખ જેટલી રકમ તેને મોકલવામાં આવી. કહેવાય છે તે પ્રમાણે તેની પાસે તે સિવાય રૂપિયા પીસતાલીસ લાખ જેટલી રકમ હતી અને મોટી રકમનું સેનું રૂપું તથા ઝવેરાત હતાં. તેના પૂર્વજોના સમયને એક બહુમૂલ્ય રત્નજઠિત કમરપટ્ટો એક જ રૂપિયા બાર લાખની કિમતને હતો તે રાજ્યના ટ્રેઝરી ખાતાના એક મુસ્લિમ અમલદાર પાછળથી તેને આપી આવ્યા. રાજયની પ્રેમીસરી નોટો હતી તે ટ્રાન્સફર કરાવી નાખવા સર શાહનવ:ઝની ધારણું હતી તે ફલીભૂત થઈ નહિ.
Page #364
--------------------------------------------------------------------------
________________
માખી વશના-અંત ઃ ૩૬૩
જૂનાગઢવાળાં બેગમ નવાબ સાથે કરાંચી ગયેલાં નહિ, તે તથા તેના પુત્રા જૂનાગઢમાં રહી ગયા હતા. તેના કુમાર હિંમ્મતખાન નવાબના દ્વિતીય પુત્ર હતા અને નવાબની સાથે યુવરાજ પણ નસી ગયેલા એટલે ગાદીના વારસદાર હિમ્મતખાન હતા. જે તે હિન્દ સધ સાથેનું જોડાણ સ્વીકારે તા તેને નવાબ તરીકે જાહેર કરવા પ્રના એક વગદાર વગે` પ્રવૃત્તિ કરી. તા- વિચાર આકાર લે તે પહેલાં આ વાત ફૂટી ગઈ અને સર શાહનવાઝ ભુટ્ટોએ, આ બેગમ તથા તેના પુત્રા અને પુત્રીને રાતારાત કરાંચી રવાના કરી દીધાં.
દીવાને રાજત ંત્રમાં પણ આવશ્યક ફેરફારા કર્યાં. ચીફ એકાઉન્ટસ ફ્રિસર શ્રી એ. કે. વાયુ. અગ્રેહાનીને કાઉન્સીલમાં સભ્યપદે લીધા. રેવન્યુ કમિશનર ખાનથી મુત'ઝાખાનજીને ચીફ એકાઉન્ટસ એફિસર પદે મૂકયા અને ડેપ્યુટી રેવન્યુ કમિશનર શ્રી બીનહમીદને રેવન્યુ કમિશનર બનાવ્યા. નેકરીમાંથી લાંબી રજા ઉપર ઉતરેલા. શ્રી ફરીદખાખરને ડેપ્યુટી રેવન્યુ કમિશનર બનાવ્યા. પેાલીસ કમિશનર ખા. બ. મહમદહુસેનશાહ નકવીએ પણ તેના ખાતામાં મુસ્લિમ એ સિરાને જવાબદાર સ્થાને મૂકયા.
જેમ જેમ એગસ્ટ માસ આગળ વધતા ગયા તેમ તેમ પ્રજામાં ભય વધતા ગયેા. સિંધ અને પંજાબમાં, કામવાદનાં પ્રચંડ તાંડવના પ્રારંભ થયા છે, ત્યાં શાતિની સરિતાએ વહી રહી છે, સ્ત્રીઓનાં અપહરણા થઈ રહ્યાં છે અને મિલકતા લૂંટાઈ રહી છે, તેવા સમાચારા વર્તમાન પત્રામાં વાંચી, જૂનાગઢમાં તેમ થશે તા શુ થશે વિચારે, કેાઈના પણ માર્ગ દર્શન વગર કાઈના પણ પ્રગટ નેતૃત્વ વગર હિન્દુ પ્રજાએ સામુદાયિક સ્થળાંતર શરૂ કર્યુ. પોતાના વહાલા વતન, ઘરબાર, રાચરચીલું. સ્નેહાળ સંભારણાં વગેરે બધુ... મૂકી તે ભારતના અન્ય પ્રદેશામાં જવા માંડી. જુનાગઢ રાજ્યની સરકારે પણ હિજરત કરતી પ્રજા ઉપર અમાનુષી જુલમ અને ત્રાસ ગુજારવામાં બાકી રાખી નહિ. સ્ટેશન ઉપર પોલીસ, કસ્ટમના કમ ચારીએ અને જમીયતુલ મુસ્લમીનનાં
સ્વયં સેવાના પહેરા ચડયા. બહાર જતા પ્રજાજનેાના સામાના ચૂંથાવા લાગ્યા અને સેાના રૂપા કે દર દાગીના પડાવી લેવામાં આવ્યાં. તેની પહોંચ પણ આપવામાં આવી નિહ. કપડાં અને પછીથી તા ભાતું પણ લઈ લેવામાં આવતું. એટલાથી સ ંતાષ ન પામતાં, તેમની અંગ ઝડતી પણ લેવાનું શરૂ થયું. એક ભાઈએ તેની પત્નીની અંગ ઝડતી એક પુરુષ સ્વયંસેવકે કરવા જતાં તેણે વાંધા લીધેા ત માટે તેને મરણુતાલ માર મારવામાં આવ્યા. આવા અનેક કિસ્સાઓ કાઈ પણ દફતરે નોંધાયા વગરના લાક॰ન્હાએ પ્રચલિત થયેલા છે. બાવા સાધુઓને તા નજરે જોઈ ન શકાય તેવા માર મારવામાં આવતા.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૬૪ જૂનાગઢ અને ગિરનાર
જુનાગઢ શહેરમાં એકશન કાઉન્સીલ નામની એક ગુપ્ત મંડલની રચના થઈ. તેમાં મુસ્લિમ અધિકારીઓની દોરવણી નીચે રોજ એક “ઓર્ડર ઓફ ધી!' બહાર પડતા તેમાં કઈ રીતે, હિન્દુ પ્રજા ઉપર દમન કરવાનું છે તેની સુચનાઓ અપાતી. જેઓ પોલીસ દફતરે ભયંકર ચોર, ડાકુ અને ખૂની તરીકે નેધાયેલા તવા સોઢાણા, વડાળા, રઘડા, ભડુલા, નવી બાલચ વગેરે ગામોના સંધીઓને રાજ્ય બેલાવી તેમને હથિયારે આપી છૂટા મૂકી દીધા. તેઓનાં કેળાં દિવસે જૂનાગઢના હિન્દુ લત્તાઓમાં ગમે તેમ બેલતાં, અશિષ્ટ વર્તન કરતાં ઘુમવા લાગ્યાં. એકશન કાઉન્સીલ અને જમીયતુલ મુસ્લમીન, ખા. બ. મહમદહુસેનશાહ નકવીની દેરવણી નીચે, જૂનાગઢની ધીગતીધરા કરશે એવી ભીતિ સમજુ અને વિચારશીલ મુસ્લિમોને લાગતાં તેઓ પૈકીના ઘણે ગૃહસ્થ એ. તેમના કુટુંબોને હિન્દુસ્તાનમાં મોકલી આપ્યાં. પરંતુ આ ભયંકર યોજના આકાર લે તે પહેલાં, રાજકેટમાં નામદાર મહૂમ જામ સાહેબે તેની સામે કડક, શબ્દમાં ચેતવણી ઉચ્ચારી અને નવાબ મહાબતખાને કરાંચીથી દીવાન ઉપર સંદેશા મોકલી તેની યતનું લોહી ન રેડાય તે માટે કાળજી રાખવા આજ્ઞા આપી. પૂ ગાંધીજી
પૂજ્ય ગાંધીજીએ આ વાતો સાંભળીને, જજૂનાગઢના નવાબે લીધેલા આત્મઘાતી પગલાં માટે તેના એક ભાષણમાં કહ્યું કે, “કાઠિયાવાડમેં તે વેરાવળભી , લેકિન વહ તે જૂનાગઢમેં હૈ ઔર જુનાગઢ તે પાકીસ્તાનમેં ચલા ગયા. જૂનાગઢમેં પાકીસ્તાન કિસ રીતસે બન સકતા હૈ? આસપાસકી સભી રિયાસત હિન્દુ રિયાસત હૈ ઔર જૂનાગઢ રિયાસતકી આબાદીકા હિસ્સાભી હિન્દુઓકા છે, તેભી જૂનાગઢ પાકીસ્તાનમેં દાખલ હુઆ યહ બડી ગજબનાક બાત હૈ. જૂનાગઢ સે પાકીસ્તાન જાનહી ચાહીયે.”
નિષ્પક્ષપાતી અને તટસ્થ એવા રાષ્ટ્રપિતાને અભિપ્રાય પણ મળી ગયે, પરંતુ જૂનાગઢને પાકીસ્તાનમાંથી પાછું વળવાને કઈ માર્ગ રાજપુરુ પાસે ન હતે. બંધારણીય રીતે ભારત સુધાં પગલાં લઈ શકે નહિ અને લે તે તેનું પરિણામ યુદ્ધમાં જ આવે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના પ્રારંભમાં જ આ પ્રકારનું પગલું લેવું વાસ્તવિક કે હિતાવહ હતું કે નહિ તેને વિચાર પણ જવાબદાર નેતાઓને કરવાને હતિ. પાકીસ્તાને ભારતમાં જોડાયેલા કાશ્મીર ઉપર બળાત્કારે આક્રમણ કરી કેટલોક ભાગ બળજબરીથી દબાવી દેવા કોશિશ કરેલી પણ ભારતની સરકાર જૂનાગઢ માટે શું કરવું તેને ઉકેલ શોધતી રહી.
Page #366
--------------------------------------------------------------------------
________________
બાબી વંશન-અંત : ૩૬૫
આરઝી હકૂમત
તે સાથે જૂનાગઢની પ્રજાના પ્રાણ અકળાતા હતા. તેમની દ્રષ્ટિ સમક્ષ સર્વનાશ અને સંપૂર્ણ વિનાશ હતે. કાં હમણું કાં હરગીઝ નહિ એ ન્યાયે તરત જ નિર્ણય લેવાય તે આવશ્યક અને અનિવાર્ય હતું. આ અનિષ્ટને ઉપાય શોધો જ રહ્યો. ભારત સરકાર તે માટે કંઈ કરી શકે તેમ હતું નહિ અને જ્યાં સુધી ભારત સરકાર તે માટે સક્રિય પગલાં ન લે ત્યાં સુધી કાંઈ પણ કરવાનું સાહસ પણ શકય ન હતું. તેમ છતાં કાઠિયાવાડ રાજકીય પરિષદ તારીખ ૨૫-૪-૧૯૪૭ના રોજ રાજકોટ મુકામે આ પ્રશ્નનો વિચાર કરવા એક સભા બોલાવી. શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, શ્રી સામળદાસ ગાંધી અને અન્ય આગેવાનોએ ચર્ચા વિચારણા કરી. શ્રી રસીકભાઈ પરીખ, શ્રી રતુભાઈ અદાણી અને શ્રી જેઠાલાલ જોશીની બનેલી, સંરક્ષણ સમિતિની રચના કરી. બંધારણીય રીતે આ લડત જૂનાગઢ રાજ્યના પ્રજાજનેએ જ કરવાની હતી. તેથી તારીખ ૨૫-૯-૧૯૪૭ ના રોજ મુંબઈના માધવબાગમાં મળેલી વિરાટ સભામાં જૂનાગઢ રાજ્યના પ્રજાજનોએ, જૂનાગઢમાંથી પાકીસ્તાન રક્ષિત સરકાર ઉથલાવી નાખવા નિર્ણય લીધો. કુતિયાણામાં બારખલી જમીન ધરાવતા, પ્રખર પત્રકાર અને તેજસ્વી વક્તા શ્રી સામળદાસ ગાંધીના પ્રમુખપણું નીચે આ સભાએ જૂનાગઢની આરઝી હકૂમતની સ્થાપના કરી. તેમાં સર્વશ્રી દુર્લભજી ખેતાણું, ભવાનીશંકર આત્મારામ ઓઝા, નરેન્દ્રભાઈ પ્રાગજીભાઈ નથવાણી અને મણિલાલ સુંદરજી દેશી પ્રધાને નીમાયા. બાબરીયાવાડના શ્રી સુરગભાઈ કાળુભાઈ વરૂ અને શ્રીમતી પુષ્પાબહેન મહેતા આ પ્રધાનમંડળમાં પાછળથી જોડાયાં.
આરઝી હકૂમતની સ્થાપના થયા પછી, સંરક્ષણને બદલે યુદધને કાર્યક્રમ મુખ્ય થયો. તેથી સર્વશ્રી સામળદાસ ગાંધી, રસિકભાઈ પરીખ, રતુભાઈ અદાણી, જેઠાલાલ જોશી અને ગોકલદાસ ગગલાણીની બનેલી સંગ્રામ સમિતિ રચવામાં આવી, અને તેને સર્વશ્રી ચીમનલાલ ચકુભાઈ, મોહનલાલ મહેતા અને અન્ય કાર્યકર્તાઓની સક્રિય સહાય મળી.
આરઝી હકૂમતને હવે યુધ્ધમાં ચડવાની ઘડી આવી હતી. માંગરોળ, માણાવદર, બાટવા અને સરદારગઢ હિન્દી સંઘમાં આવી ગયાં હતાં એટલે સમગ્ર ધ્યાન જૂનાગઢ ઉપર કેન્દ્રિત કરવાનું હતું. જૂનાગઢ રાજ્ય પાસે ૧૭૭ લાન્સર્સ
1 આરઝી હકૂમતમાં પુષ્પાબહેનને “બહિષ્કાર નું ખાતું સેંપવામાં આવેલું. વંદેમાતરમ્
તા. ૪-૧૦-૧૯૪૭
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૬૬ ૪ જૂનાગઢ અને ગિરનાર
અને ૨૪૦ પાયદળનું તાલીમ પામેલું સશસ્ત્ર અને સુસજજીત સૈન્ય હતું. ૧૦૭૧નું સશસ્ત્ર પિલીસકળ હતું અને બીજા વિશ્વયુદ્ધમાં શાહી માં રહી લડેલા અને તાલીમ પામેલા અનુભવી અમલદારો હતા. રાજ્ય પાસે દારૂગેળા અને સુરંગે હતાં અને સેંકડોની સંખ્યામાં લડે તેવા અનિયમિત માણસો હતા. તે સાથે કેશોદનું એરોડ્રોમ તેના કબજામાં હતું. વર્ષાઋતુ હતી એટલે સમુદ્ર માર્ગ બંધ હતે પણ હવાઈ માર્ગે કરાંચીથી લશ્કરી સહાય આવી પડે તેવી પૂરતી શકયતા હતી. આવા સાધન સંપન્ન રાજય સામે બાથ ભીડવાનું સાહસ કરવાનું જોખમ જેવું તેવું ન હતું તેમ છતાં આરઝી સેનાના સરસેનાપતિ શ્રી. રતુભાઈ અદાણીએ નિયમિત અને અનિયમિત સૈનિકોને વ્યવસ્થિત તાલીમ આપી જૂનાગઢ રાજ્યની સરહદ ઉપર “કરંગે યા મરેંગે” એવા નિશ્ચય સાથે ચડાઈ કરી.
તા. ૩૦-૯-૧૯૪૭ના રોજ આરઝીની સેનાએ રાજકોટમાં આવેલ જૂનાગઢ રાજ્યને આલીશાન ઉતારે “જજૂનાગઢ હાઉસ” કબજે કર્યો અને દશેરાના દિવસે ભેસાણ મહાલ તાબાના અમરાપર વગેરે ગામ લઈ ત્યાંથી ગાધડકા કબજે કરી નવાગઢ સર કર્યું. નવાગઢ કિલાવાળું ગામ છે તથા તેના કિલા ઉપર આરઝીએ આક્રમણ કરી તે જીત્યું તે સમાચાર દીવાન ભુટને વ્યથિત કરી દીધા અને તેણે તેના અંગત માણસોને ખાનગી રીત આરઝાની તાકાત જેવા અને માપવા મોકલ્યા. આરઝીની સેના કુતિયાણા ઉપર ચડી. અને તેની સાથે બાબરીયાવાડ મહાલનાં ૩૪ જેટલાં ગામોના ગીરાસદારોએ. તેમને નિર્ણય હિદી સંધમાં જોડાવાને જાહેર કરી, નવાબની હકૂમત ફગાવી દઈ હિન્દી સંધનું શરણ શોધતાં તારીખ ૧-૧૧-૧૯૪૭ના રોજ હિન્દી સૈન્ય નાગેશ્રી મુકામે બાબરીયાવાડને કબજે લીધે. - આ દરમ્યાનમાં, સર શાહનવાઝે, પાકીસ્તાનથી સો મગાવવા મરણિયા પ્રયાસ કર્યો. તેણે ઉપરકેટમાં દારૂગોળે ધરખે અને જૂનાગઢથી વડાલ અને એકી સુધીના માર્ગો ઉપર સ્ફોટક અવરોધ ઊભા કર્યા. પોલીસ કમિશનર મહમદહુસેનશાહ નકવી, પાકીસ્તાનથી લશ્કરી સહાય લઈ આવવાને બહાને નાસી ગયા. પાકીસ્તાનથી નકવી પાછા આવ્યા નહિ કે અન્ય આવ્યું નહિ.
જૂનાગઢ ઉજજડ થઈ ગયું. ધૂળે દિવસે માર્ગો વેરાન થઈ ગયા. ભય,
1 આ પ્રસંગે જે બે ભાઇઓ નવાગઢ ગયા હતા તેમણે મને તેમની તથા સર શાહનવાઝ વચ્ચે શું વાત થઈ અને તેને શું પ્રત્યાઘાત હતો તે કહેલું. તેને સારાંશ એ છે કે આ બધું સાંભળી તેની મોરાલ તૂટી ગઈ હતી.-લેખક.
Page #368
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત ઃ ૩૬૭
શંકા અને ભાતિનાં અમંગલ ચિહ્નો દેખાવા લાગ્યાં. સમજુ અને વતનપ્રેમી મુસ્લિમો, આ પારેસિસ્થતિમાંથી ઉગરવા માટે સર શાહનવાઝ ઉપર દબાણ કરવા લાગ્યા પણ તેને હઠાગ્રહ જેટલું તે દબાણ હતું તેટલે જ દઢ રહો. કુતિયાણને ઘેરે - કુતિયાણા ઉપર આરઝી હકૂમતનાં સૈન્ય હલ્લે લઈ ગયાં ત્યારે ત્યાંના શ્રીમંત મેમણ વ્યાપારીઓએ, સંધીઓને રોકી, રાજ્યના પોલીસ દળના સહકારથી તેને સામને કર્યો. કુતિયાણા પંથકના મેર જવાને, મરડાના શ્રી. રામ સામત તથા શ્રી. કરસન સામત મેઢાની આગેવાની નીચે આવી પહોંચ્યા. પોરબંદરથી વયેવૃદ્ધ આગેવાન માલદેવજી રાણું પણ મેર જવાનેને લઈ આરઝી હકૂમતની સેનાને આવી મળ્યા. પોરબંદર તથા જામનગરના ગીરાસીયા જવાને પણ આવી પહોંચ્યા. તેમના વીરતાપૂર્વક કરેલા આક્રમણ સામે દુર્ગરક્ષકે ટકી શકયા નહી. આરઝીના સનિ કિલ્લાની દીવાલ ઉપર ચડી ગયા અને કુતિયાણા સર કર્યું. કુતિયાણાના ઘેરેમાં ગુમાનસિંહ નામને આરઝીને એક સૈનિક મરાણ તથા ડે. રસિકલાલ જીવણલાલ વ્યાસ નામના યુવાન ડોકટરે પણ પ્રાણની આહુતી આપી. કુતિયાણા પડયા પછી ત્યાંના ડો. મુકુંદરાય નાણાવટીએ પ્રજાનું નેતૃત્વ લીધું અને તેમના સાથીદારોએ વિજેતા સૈનિકેનું સ્વાગત કર્યું. શરણાગતિ
ભુટાને ચારે કેમર ભુતાવળ ભાસવા માંડી, તેને શ્વાસ અધ્ધર થઈ ગયો. તેણે નવાબને પરિસ્થિતિની જાણ કરતાં કરાંચીથી તેણે જવાબ આપો કે “ખુનામરકી થાય નહિ તેથી હિન્દી સંઘનું શરણ શોધવું” આ ઉપરથી સર શાહનવાઝ ભુટાએ, કાઉન્સીલના અંગ્રેજ સભ્ય કેપ્ટન હાર્વે જેને તારીખ ૭-૧૧-૧૯૪૭ના રોજ રાજકેટના રિજીયોનલ કમિશનર શ્રી. નીલમભાઈ બૂચ પાસે મેકલી હિન્દી સંધની શરણાગતિ યચી. i: ભુટો ન તે જૂનાગઢના રાજકર્તા હતા કે ન તે પ્રજાના પ્રતિનિધ, તેથી શ્રી નીલમભાઈએ તેના પત્ર ઉપર કાંઈ પણ કરવાની અશક્તિ દર્શાવતાં કેપ્ટન હાર્વે જેન્સ પાછા જૂનાગઢ ગયા. ભુટોએ તેથી જૂનાગઢમાં જે પ્રજાજને હતા તેમના અગ્રણીઓને બેલાવી પિતાની અસહાયતાનું વર્ણન કરી તેમની ઈચ્છા શું છે તે પૂછતાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ સર્વાનુમતે ભારત સરકારની શરણાગતિ સ્વીકારી લેવા ભુટાને આગ્રહ કર્યો અને પ્રજાના પ્રતિનિધિઓએ કરેલ ઠરાવ લઈ કેપ્ટન હાર્વે જેન્સ તારીખ ૯-૧-૧૯૪૭ના રોજ પાછા રાજકોટ ગયા અને રિજીનલ કમિશનરને ફરી નિવેદન રજૂ કરતાં
Page #369
--------------------------------------------------------------------------
________________
૬૮ઃ જૂનાગઢ અને ગિરનાર ભારત સરકારે તેને સ્વીકાર કર્યો.
સર શાહનવાઝ તારીખ -૧૧-૧૯૪૭ના ગેઝેટમાં એક પ્રેસ કોમ્યુનીક પ્રસિધ્ધ કરી તેમાં જણાવ્યું કે “છેલ્લા થોડાક દિવસોથી બહારથી કામ કરતાં અવ્યવસ્થિત લોએ જે પરિસ્થિતિ ઉપસ્થિત કરી છે અને જે હવે જાનમાલને નાશ કરવા તથા ખુ. નેકનામદાર નવાબ સાહેબની યિતને ગંભીર મુશ્કેલીઓ પહોંચાડવા કોશિશ કરે છે તે તરફ જૂનાગઢની સરકાર ચિંતાની લાગણીથી જુએ. છે. કરાંચીથી મળેલા એક સંદેશામાં. ખુ. નેકનામદાર નવાબ સાહેબ બહાદુરે દીવાનને જણાવી પિતાની ખાસ ઈચ્છા પ્રદર્શિત કરી છે કે તેની વહાલી પ્રજાની તમામ ખુનામરકી થતી અટકાવવી.”
ગઈ કાલે સાંજે દીવાનને બંગલે સભા ભરેલી તેમાં પણ જૂનાગઢની આમ પ્રજાને પરિસ્થિતિ સમજાવવામાં આવી હતી અને જૂનાગઢના જોડાણ સંબંધમાં જે મુદાઓ રહેલા છે તેનું માનભર્યું સમાધાન થતાં સુધી જૂનાગઢની સરકારે કાયદે અને વ્યવસ્થા જાળવવામાં ઈન્ડિયન સ્ટેટસ ડીપાર્ટમેન્ટની મદદ માગવી એવું મંજૂર રાખવામાં આવ્યું હતું. આથી રિજીનલ કમિશનરને ઉપર પ્રમાણે ગોઠવણ કરવા માટે કહેવામાં આવ્યું છે.'
આ કેમ્યુનીક બહાર પાડી સર શાહનવાઝ ભુટા, કેશોદ એરેડ્રોમ ઉપરથી કોઈને પણ જાણ કર્યા વગર કરાંચી રવાના થઈ ગયા.
તે દિવસે સાંજે ૫ વાગે ભારતનાં અછત અને અજય સૈન્ય મજેવડી દરવાજામાં પ્રવેશ્યાં અને ઉપરકોટના ઐતિહાસિક કિલ્લા ઉપર અમર અને ઉનત ત્રિરંગો લહેરાયો અને તે જ દિવસે રિજીયોનલ કમિશનર શ્રી નીલમભાઈ બચે. જનાગઢના ગેઝેટમાં એક ઢઢરે પ્રસિદ્ધ કરી તારીખ ૯-૧૧-૧૯૪૭ના સાંજે છ વાગ્યાથી હિન્દી સંધિ વતી તે જુનાગઢને કબજે લે છે તેમ જાહેર
ભારતની સરકારે જૂનાગઢ રાજ્ય સેવાધીન કરતાં આરઝી હકૂમતનું વિસર્જન થયું પરંતુ આઝાદીની આ સશસ્ત્ર લડતમાં, સૌરાષ્ટ્રના રાજાઓ, તાલુકદાર, દરબાર, ધનિક, વ્યાપારીઓ, ખેડૂતે, વગેરે પ્રજાના પ્રત્યેક વર્ગો સહકાર સહાય અને સક્રિય સાથ આપ્યો. જૂનાગઢની હવેલીના મહારાજશ્રી, ગોલોકવાસી પૂજય પુરુષોતમલાલજી મહારાજે જૂનાગઢમાં જ રહી અનેક જોખમ ખેડીને પ્રગટ રીતે સ્વાધીનતાના સંગ્રામમાં સહાય કરી. કબીર પંથની જૂનાગઢની જગ્યાના મહંત શ્રી. વિજયદાસજીએ તે હાથમાં શસે ઉપાડી તેમના સેવને રણ મોરચે દર્યા. કેટડાના મેર ભાઈઓ, રામ સામત મોઢા તથા કરસન સામત મેઢાએ અને પોરબંદરના મેર આગેવાન વૃદ્ધ છતાં જુસ્સામાં જુવાન સ્વ. માલ
Page #370
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને અંત ઃ ૩૬૮
દેવજી રાણાએ મેર જુવાનોને, યુધ્ધમાં ચડવા પ્રેરણા આપી. મહંત મોતીગિરજી, છોટુભારથી, ભાડવા દરબાર સ્વ. શ્રી. ચંદ્રસિંહજી, વાઘણીયા દરબાર
સ્વ. શ્રી અમરાવાળા, વસાવડ દરબાર શ્રી માર્કન્ડરાય દેશાઈ વગેરે જે વીર પુરુષોએ સક્રિય સાથ આપ્યો તે સર્વે આ સાહસની સફળતાના યશભાગી છે.
આ ભાઈઓ ઉપરંત આર્થિક સહાય, માર્ગદર્શન, ગુપ્ત માહિતી વગેરે પૂરાં પાડનાર કેટલાક ભાઈઓનાં નામ અપ્રગટ રહ્યાં છે અને કેટલાક ભાઈ. ઓનાં નામે પ્રગટ કરવાનું હિતાવહ નથી.' બાબી વંશને અંત
આમ ઈ. સ. ૧૭૪૭-૧૭૪૮માં શેરખાન ઉર્ફે બહાદરખાન બાબીએ સ્થાપેલું જુનાગઢનું રાજ્ય સદાને માટે ઈ. સ૧૯૪૭માં નષ્ટ થયું. બસો વર્ષો પર્યત સોરઠની ભૂમિ ઉપર લહેરાત બાબી વંશને વજ સંકેલાઈ ગયો અને ઈસવી સન પૂર્વે જે પ્રકારનું તંત્ર હતું તેવું પ્રજાનું તંત્ર પુનઃ અસ્તિત્વમાં આવ્યું. આગમ જૂનાગઢ વિસ્તારમાં વર્ષોથી પ્રચલિત થયેલું આઈ નાગબાઈનું આગમ *
“વીશ શત વિક્રમ વિતશે આળસશે અસરાણા”
“ચડશે ધજાઉં ધરમની નહિ રહે નેજાને નિશાણ” સાચું પડયું. વિક્રમનાં બે હજાર વર્ષ વ્યતિત થયા પછી વિ. સં. ૨૦૦૩ માં મુસ્લિમ સત્તાને અંત આવ્યો. એક બીજું પણ પ્રચલિત કથન હતું કે “બાર બાબી, નવ નવાબ, તેરમી ટેપી તે પ્રમાણે પણ નવમાં નવાબના સમયમાં
નવાબીને અંત આવ્યો.
આરઝી હકુમતને તન, મન અથવા ધનથી સહાય આપનારા તથા આ રાજ્ય ક્રાન્તિના સમયે અંદર અને બહાર રહી કામ કરનારા અધિકારીઓ, વ્યાપારીઓ, વગેરે દેશભક્ત ભાઈ બહેન નામની નામાવલિ એવડી મેટી થાય છે કે તે વિસ્તારભયે આપી શકાય તેમ નથી. જનાગઢ અવશ્ય તે સહુનું ઋણ છે. જેમનાં નામો આપી શકાયાં નથી તેઓ મને ક્ષમા કરે. વળી આરઝી હકુમત સ્વયં એક સ્વતંત્ર પુસ્તકનો વિષય છે એટલે આ પુસ્તકમાં જેટલી વિગતો આવરી શકાય તેટલી જ લીધી છે તેની ધ પણ વાચકો
લેવા કૃપા કરે. લેખક. 2 આગમ માટે જુઓ નાગાઈ પુરાણ- શ્રી કાનજીભાઈ લાંગડીયા. જ. ગિ-૭
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૭૧
જૂનાગઢ અને ગિરનાર
એ પણ નોંધવું રસપ્રદ થઈ પડશે કે મહાબતખાન નવમા નવાબ હતા. તેને નવ બેંગમો થઈ હતી અને તેના અમલમાં નવ દીવાને થયા. મહાજને - નવાબી સમયમાં જૂનાગઢની પ્રજાનું નેતૃત્વ લઈ તેના પ્રશ્નો રાજા પાસે રજૂ કરી પ્રજાને સહાય અને માર્ગદર્શન આપતા પ્રતિષ્ઠિત મહાજનેમાં સ્વ. શેઠ રૂઘનાથ માધવજી રાજા, સ્વ. શેઠ પ્રભુદાસ કરશનદાસ બળીયા, સ્વ. શેઠ અબ્દુલહુસેન મુલાં છવાઇ, સ્વ. વકીલ શ્રી નૃસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટી, સ્વ. વકીલ શ્રી જેઠાલાલ રૂપાણી વગેરે ગૃહસ્થો ઉલ્લેખનીય છે. સ્વાધીનતા પશ્ચાદ્દ - તા. ૮મી નવેમ્બર ૧૯૪૭ના રોજ જૂનાગઢને કબજે ભારતનાં સૈન્યએ લીધે કે તરત જ બ્રીગેડીયર ગુરૂદયાલસિંહે શહેરમાં અને રાજ્યના જુદા જુદા ભાગમાં થાણાઓ ગોઠવી દીધાં અને સેંટ્રલ રિઝર્વ પોલીસનું દળ કેપ્ટન વરિયામસિંહની સરદારી નીચે પણ જુદે જુદે સ્થળે ગોઠવાઈ ગયું અને અરાજકતા ફેલાવતાં તને અંકુશમાં લીધાં. સરદારનું આગમન
ઐતિહાસિક ઉપરટ ઉપર ત્રિરંગો લહેરાવે છે તે સમાચાર ભારતના અગ્રિમ નેતા અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને મળતાં તે તરત જ જૂનાગઢ આવ્યા. બહાઉદીન કેલેજને વિશાળ પટ્ટાંગણમાં તારીખ ૧૩-૯૧૯૪૮ના રોજ તેણે વિરાટ માનવ મેદનીને સંબોધી, મુરિલમને શાંતિ અને સલામતીની ખાત્રી આપી ત્યાંથી તેઓ પ્રભાસપાટણ ગયા અને સોમનાથના ધ્વસિત મંદિરના પુનર્નિમણિની ઘોષણા કરી યોગાનુયોગ આ સમયે દીવાળીના દિવસે હતા તેથી પ્રજાએ આઝાદીનું પર્વ અપૂર્વ અને અભૂતપૂર્વ ઉત્સાહથી ઉજવ્યું.
. વહીવટી તંત્ર
જૂનાગઢ રાજ્યને હિન્દી સંધની સરકારે પિતાના સીધા વહીવટ નીચે
જુનાગઢ નગરપાલિકાએ સરદારની સ્મૃતિ છવંત રાખવા કાળવા પુલના દક્ષિણ છેડે ચિમાં તેની વિરાટ પ્રતિમા મૂકી છે. તેનું પ્રસ્થાપન શ્રી મોરારજી દેશાઈના હસ્તે તા.
૧૨-૧૧-૧૯૬૧ના રોજ થયું ત્યારથી આ ચોક સરદાર ચોક કહેવાય છે. 2 વિગતો માટે જુઓ “પ્રભાસ અને સોમનાથ શં, હ. દેશાઈ.
Page #372
--------------------------------------------------------------------------
________________
ખાખી વંશના-અંત ઃ ૩૧
લીધું અને રિજીયોનલ કમિશનર શ્રી નીલમભાઈ ખૂચે ખીજે હુકમ થતાં સુધી’ એજન્સીના રાવસાહેબ તારાચંદ એલ. શાહની એડમિસ્ટ્રેટર તરીકે તારીખ ૧૦-૧૧-૧૯૪૭ના ઠરાવથી નિમણૂક કરી અને સેંટ્રલ રિઝવ પોલીસના શ્રી એસ. આઈ. એલીવેરાની પેાલીસ કમિશનર તરીકે નિમણૂક કરી.
તે પછી તરત જ ભારતીય સનંદી સેવાના શ્રી એસ. ડબલ્યુ. શિવેશ્વરકરની એડમિનીટ્રેટર તરીકે કાયમી નિમણૂક યઇ અને રા. સાં. તારાચંદ શાહ જોઈન્ટ એડમિનીસ્ટ્રેટર થયા. શ્રી એલીવેરા પાછા જતાં પોલીસ કમિશનર પદે, ખા. ખ. દારાશા લાહેરને નિયુક્ત કરવામાં આવ્યા. રાજ્યના કેટલાક મુસ્લિમ અમલદાર। સ્વેચ્છાથી ચાલ્યા ગયા હતા તેમને સ્થાને યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. તે સાથે રાજ્યના જૂના હિન્દુ મુસ્લિમ અમલદારાને વગર હરકત ચાલુ રાખવુ માં આવ્યા.
છેલ્લા ત્રણુ માસમાં રાજ્યતંત્ર ભાંગી પડયુ હતું. કાયદા અને વ્યવસ્થા શિથિલ થઈ ગયાં હતાં. ધણા કમ ચારીઓ ઘર પકડી બેસી ગયા હતા. એડમિનીસ્ટ્રેટ૨ે તે માટે જે અધિકારી ઓ અને કર્મચારીએ નેકરીએ ચડવા માગતા હેાય તેમને ચડી જવા આદેશ આપ્યો. જે જગ્યાએ ખાલી રહી તે પૂરી દીધી અને કાયદો હાથમા લઈ ભાંગફોડની પ્રવૃત્તિ કરતા અસાજિક અને અનિચ્છનીય તત્ત્વને કડક હાથે અંકુશમાં લીધા પ્રશ્નમાં ભયની લાગણી ન રહે તે માટે મુંબઇ રાજ્યના અનુભવી પોલીસ અધિકારીને જુદે જુદે સ્થળે નિયુક્ત કરી કાયદો અને વ્યવસ્થા સ્થાપવાના કાર્યને વેગ આપ્યા
;
મિલીટરી, સેંટ્રલ રિઝવ પોલીસ, તથા સ્થાનિક પોલીસની સતત જાગૃતિ હોવા છતાં કુતિયાણા, કેશૈદ, વેરાવળ-પ્રભાસપાટણ વગેરે નગરામાં મુસ્લિમેની વિશેષ વસતી હતી ત્યાં હિસક તાકાના ફાટી નીકળ્યાં. આગ, લૂંટ અને અશાંતિથી અતૃપ્ત વૃત્તિ તૃપ્ત કરવા કેટલાંક તત્ત્વો કા રત થયા. જૂનાગઢમાં પણ અમુક દુકાન લૂંટવામાં આવી અને ફ્ાન કરવા પ્રયત્ન કરવામાં આવ્યા પણ તેને તરત જ દાબી દેવામાં આવ્યે।. કુતિયાણાના શ્રીમત મેમણુ વ્યા પારીએ પરદેશમાં વસતા અને માટા વ્યાપાર ખેડતા. તેની સહાય અને પ્રેરણાથી કે આપ મરજીથી કેટલાક સધી લેાાએ સેંટ્રલ રિઝવ પેાલીસના છ જવાનોને ઠાર માર્યા અને કુતિયાણામાં સાફાન શરૂ થયાં. મિલીટરીએ આ તાકાના અંકુશમાં લીધાં પણ ત્યાં કાયમ શાંતિ સ્થાપવાનું આવશ્યક હતું. તેથી શ્રી ડાલરરાય છેલશકર માંકડને એડમિનીસ્ટ્રેટીવ આફ્રિસર તરીકે નીમવામાં આવ્યા. તે પ્રમાણે શાદની સ્થિતિ પણ અચેાક્કસ અને સ્ફોટક હતી તેથી ત્યાં શ્રી માધવલાલ કાલીદાસ પરીખને, ઉનામાં શ્રી જયશંકર રેવાશંકર જાનીને
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૭ર : જૂનાગઢ અને ગિરનાર
,
તથા પ્રભાસપાટણ-તાલાળામાં શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઇને વિશાળ સત્તાઓથી એડમિનીસ્ટ્રેટીવ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા.
આ અધિકારીઓએ, રાજ્યતંત્રની પુનઃ સ્થાપના કરી અને કાયદે તથા વ્યવસ્થા સ્થાપી, અસામાજિક અને અનિચ્છનીય તત્તવે અને કેમવાદી માનસ ધરાવતા અથવા ઉપદ્રવ કરતા માણસોને શાંત કર્યા.
જૂનાગઢ રાજ્ય હિન્દી સંધમાં જોડાય કે પાકીસ્તાનમાં તે પ્રશ્ન લેકમત જાણવા તટસ્થ નિરીક્ષણ નીચે તારીખ ૨૦-ર-૧૯૪૮ના રોજ ગુપ્ત મતદાન યોજવામાં આવ્યું. તેમાં પુખ્ત વયનાં સર્વ સ્ત્રી પુરુષોને મત આપવાને અધિકાર હતું તે પ્રમાણે મત આપી શકે તે માટે જુદાં જુદાં કેન્દ્રો મુકરર કરવામાં આવ્યાં આ મતદાનનું પરિણામ તારીખ ૧-૩-૧૯૪૮ના રોજ જાહેર કરવામાં આવ્યું, તે પ્રમાણે ૧,૯૦૭૭૯ મતે ભારત સાથે રહેવા માટે અને માત્ર ૯ મતે પાકીસ્તાનમાં ભળવા માટેની ઈચ્છા પ્રદર્શિત કરતા મત પેટીઓમાં પડેલા. . સિંધીઓનું આગમન
ભારતના ભાગલા પડતાં પાકીસ્તાનમાં લઘુમતીમાં આવી ગયેલા હિન્દુઓ ઉપર અસહ્ય ત્રાસ અને જુલમ ગુજારવામાં આવ્યો અને તેમને સિંધમાં વિશેષ સમય રહી શકવાનું અશકય લાગ્યું તેથી તેઓ તેમનાં વહાલાં વતનને અંતિમ વંદન કરી, તેમનાં ઘરબાર, જમીન, જાગીર, વેપાર ધંધો અને તેમનાં સંભારણ મૂકી ભારત સરકારની પ્રજા સ્થળાંતરની યોજના અન્વયે ભારતમાં આવ્યા. આવા લેકે જુદા જુદા સમહમાં કરાંચીથી રવાના થઈ વેરાવળ બંદરે ઉતરી ભારતમાં જુદા જુદા સ્થળે વસવા જાય તે કાર્યક્રમ ઘડવામાં આવ્યો અને તમાં અમુક સંખ્યા જૂનાગઢ રાજયમાં સમાવી લેવાનો પણ આદેશ મળે. "
કુતિયાણામાં મુસ્લિમોની સંખ્યા મેટી હતી. તેમને મેટો ભાગ શ્રીમંત મેમણોને હતા. તેમને વ્યાપાર સીન, જાપાન, આફ્રિકા વગેરે દેશોમાં હતા અને પાકીસ્તાનને વિચાર પ્રસર્યો તે સાથે તે પૈકીના મોટા ભાગના મેમણ શ્રીમતિએ કરાંચીમાં મિલકત ખરીદ કરી લીધેલી અને દુકાને અને પેઢીઓ પણ શરૂ કરી દીધેલી. અહિ તે તેમનાં મકાને હતાં. તેઓએ આરઝી સામે મોરચો પણ બાંધેલ. અને જ્યારે તેમણે ત્રિરંગો લહેરાતે જે ત્યારે સ્વેચ્છાએ કુતિયાણા છોડી પિતાનું લઈ જઈ શકાય એવું અને એટલું રાચરચીલું લઈ પાકીસ્તાન ચાલ્યા ગયા. એવી જ સ્થિતિ બાટવાની હતી અને તે સિવાય
Page #374
--------------------------------------------------------------------------
________________
માખી વશના–અંત : ૩૭૩
જૂનાગઢ રાજ્યમાં જુદે જુદે સ્થળેથી આવા શ્રીમત મુસ્લિમા ચાલ્યા ગયેલાં તેમનાં મકાના ખાલી પડયાં હતાં એટલે સિધી ભાઈઓને વસાવવા કુતિયાણા અને બાટવાના બે મુખ્ય કેમ્પા ખેલવામાં આવ્યા.
આ કૅમ્પેામાં વીસ વીસ હજારનાં સમૂહેાને આવતા જાય તેમ વસાવવાના હતા. ભાટવા તે સમયે રાજકોટ નીચે‘હતુ એટલે જૂનાગઢ રાજ્યે માત્ર કુતિયાણાની વ્યવસ્થા વિચારવાની હતી. તારીખ ૨૮-૨-૧૯૪૮ના રાજ વીસ હજારના પ્રથમ સમૂહ વેરાવળ બંદરે ઉતરી સ્પેશ્યલ ટ્રેન દ્વારા સરાડીયા ઊતર્યાં અને ત્યાંથી સાત માઈલ દૂર કુતિયાણામાં ઊભા કરેલા કેમ્પમાં તેમના સત્કાર
કરવામાં આવ્યા.
.
આ
આ પ્રસ ંગે આ ભાઈએ અને બહેના, ભારતની દયા ઉપર નિભર છે, નિરાશ્રિત છે અને અણગમતા છે એવા તેમને જરા જેટલા પણ સંશય ન આવે તે માટે અધિકારીઓએ પૂરતી કાળજી રાખી સર્વેનું પ્રેમ અને ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યું". ત્રણ દિવસમ ાંજ તમને રહેવાનાં મકાના આપવામાં આવ્યાં. અને થડા દિવસેામાં, સાઢાણા ઉજજડ પડેલું તેની પાસે સિંધુપુર નામનું નવું ગામ વસાવી ત્યાં ચાલીસ ખેડૂતાને ખેતી આપી, કેટલાને દુકાના, કેટલાને નાકરી અને જુદા જુદા ધંધાએ લગાડી આપવામાં આવ્યા. તે સાથે તેના આગમન પછી થાડાજ દિવસેામાં, એક પ્રાથમિક શાળા, એક માધ્યમિક શાળા તથા એક કન્યાશાળા ખેાલવામાં આવ્યાં તેમાં જેમ બાળા સિધી હતાં તેમ તેના શિક્ષા અને શિક્ષિકાએ પણ આવેલા સમૂહ પૈકીના જ હતા.
આ સિ'ધીભાઇએ તે પછી જૂનાગઢ રાજ્યના જુદા જુદા નગરા અને ગામામાં, જ્યાં જ્યાં જેને જે જે ધે! ફાવ્યા ત્યાં ત્યાં તે તે સ્થિર થયા. ધંધામાં વ્યાપારની ફાવટ અને સાહસિક વૃત્ત તેમજ હિંમ્મતને કારણે સવે" જુદા જુદા સ્થળે જુદા જુદા ધંધામાં પ્રવૃત્ત થઈ ગયા અને અડિંના સમાજમાં જેમ દૂધમાં સાકર સમાઈ જાય તેમ સમાઈ ગયા.
1 સિંધીએ આ દેશમાં આવ્યા ત્યારે શ્રી જે. એમ. પંડયા, પ્રિન્સીપાલ રેફ્યુજી આફિસર હતા. અને હું રેફ્યુજી એફિસર હતા તે પછી શ્રી પડચા સેક્રેટરી પદે નીમાતાં હું પ્રિન્સીપાલ રેફ્યુજી એફીસર થયા. આ સિધીભાઇએના આગમનથી લઇને પુનઃવસવાટની સમગ્ર કામગીરી મારે કરવાની હતી. તેની સફળતાને ચશ એડમિનીસ્ટ્રેટર શ્રી શિવેશ્વરકરનું પ્રાત્સાહન. શ્રી પડયાનું ઉત્તેજન અને પ્રથમ કેન્દ્ર સરકારના અને પછીથી મારા સહાયક અને મિત્ર સ્ત્ર, તાતારામ વાલેચાને અપૂર્વ સહકાર, તેમજ રાત દિવસ વધુ માટે જુએ પાનું ૩૭૪
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૭૪ : જૂનાગઢ અને ગિરનાર
કાઉન્સીલ
એડમિનીસ્ટ્રેશન સ્થિર થયા પછી અને વ્યવસ્થા સંપૂર્ણ પણે પ્રસ્થ પિત થઈ ગયા પછી ભારત સરકારે એડમિનીસ્ટ્રેટરને સહાય કરવા તા. ૧-૬-૧૯૪૮થી એક કાઉન્સીલની રચના કરી તેમાં સ્વ શ્રી સામળદાસ ગાંધી, શ્રીમતી પુષ્પાબહેન મહેતા તથા સ્વ. શ્રી દયાશંકર ત્રિકમજી દવે સભ્ય તરીકે નીમાયા. આ સભ્યાને જુદાં જુદાં ખાતાં સાપવામાં આવ્યાં
પરિવત ન
પરાધીનતાનાં ઘેરાં અંધારાં, સદીઓ પછી સ્વાધીનતાના સૂર્ય ઉલેચ્યાં અને પ્રજાતંત્રનું સ્થાપન થતાં લેઢામાં અદમ્ય ઉત્સાહ અને આશાના સંચાર થયો. તાલુકે તાલુકે પ્રજામ`ડલે સ્થપ યાં અને વિવિધ પ્રશ્ન કન્યાણની પ્રવૃત્તિ પાંગરી, પ્રભાસપાટણમાં ઈ. સ. ૧૯૪૬ના ડીસેમ્બરમાં જેના પ્રારંભ કરવામાં આવેલા તે હેામગાઢની રાજ્ય વ્યાપી પ્રવૃતિ નલ બિશનસિંહની રાહબરી નીચે વિકસી. વિશિષ્ટતા તા એ હતી કે તેમાં હેનાની પણ એક ટુકડી તૈયાર કરવામાં આવેલી જૂનાગઢ જિલ્લામાં તેની વિધિવત્ સ્થાપના તા. ૧-૨-૧૯૪૮
(૩૭૩માં પાનાનું ચાલુ)
મારી સાથે ખભેખભા મિલાવી કામ કરનાર મારા સ્ટાફના ભાઇઓને ભાગે જાયછે, આ વિષયની રસપ્રદ અને જાણવા જેવી વિગતા મારા અંગત જીવનની છે તથા આ પુસ્તકમાં તેને સમાવેશ થઈ રાકે નહિ તેથી સક્ષિપ્તમાં માત્ર આવશ્યક માહિતી આપવાનું ઉચિત માન્યું છે. લેખક.
1 સ્વ.. શ્રી યાશંકર દવે જૂનાગઢના પ્રતિષ્ઠિત વકીલ હતા. તે પાછળથી સૌરાષ્ટ્ર ધારાસભાના સ્પીકર હતા અને પછીથી મંત્રી પણ હતા.
શ્રી પુષ્પાબેન મહેતા, પ્રભાસપાટણનાં હતાં તેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ સામાજિક કાર્યકર હતાં. તેમણે ઇ. સ. ૧૯૪૨ની લડતમાં સક્રિય ભાગ લીધેલા, આરઝી હકુમતમાં તે પ્રધાન હતાં. તેઓ સૌરાષ્ટ્રનાં પ્રથમ દ્મ ભૂષણ છે. વર્ષોં સુધી વિધાનસભાના સભ્ય, રાજ સભાના સભ્ય અને એ. આઇ. સી. સી. ના સભ્ય પદે રહ્યાં છે. તેઓ મુંબઇ રાજ્યનાં તથા પછીથી ગુજરાત રાજ્યનાં સાચલ વેલફેર બોર્ડનાં ચેરમેન હતાં. વિકાસગૃહ, શિશુમ ́ગલ આદિ સ્રીઓ અને બાળફાની સસ્થાઓના તેઓ સ્થાપક અને સ'ચાલક હતા. પેાતે એમ. એ. હતા અને શિક્ષણ ક્ષેત્રે પણ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ નોંધ માગી લે છે. તેમનું તા. ૨-૪-૧૯૮૮ ના રાજ અમદાવાદ મુકામે અવસાન થયુ
Page #376
--------------------------------------------------------------------------
________________
માખી વંશના-અંત ઃ ૩૭૫
થી થઈ.
આ સમય દરમ્યાન ઓઝત નદી ઉપર એક મોટા પુલ બાંધવામાં આવ્યા અને સરકારી મકાનેાનાં નવા સમયનાં નામેા હતાં તે ફેરવી નાખવામાં આવ્યાં. કામવાદી સ`સ્થાએ, કડા, સમિતિઓ આદિનાં વિસર્જન કરવામાં આવ્યાં અને પ્રાની લડત સમયે દાખલ કરવામાં આવેલા કેટલાક કાનૂના અને નિયમા રદ કરવામાં આવ્યા,
જે મુસ્લિમ પ્રજજનાં કે અધિકારીએ સ્વેચ્છાએ પાકીસ્તાન જવા ઈચ્છતા હતા તેમને વગર હરકતે જવા દેવામાં આવ્યા તથા જે અહિ રહેવા માગતા હતા તેમને તેમની સલામતીની ખાત્રી આપી રહેવા દીધા. ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેરાન શ્રી ક. મા. મુનશીના પ્રમુખપદે તા. ૧૪ તથા ૧૫ જાન્યુઆરી ૧૯૪૯નાં રાજ જૂનાગઢમાં ભર યુ. વિલિનિકરણ
ઈ. સ. ૧૯૪૮ના માર્ચ માસમાં, સૌરાષ્ટ્રના રાજ્યની સ્થાપના થઈ અને જૂનાગઢ રાજ્યે તેમાં જોડાવું કે નહિ તે માટે લેાકમત લેવાના પ્રશ્ન ઉપસ્થિત થતાં, રાજ્યની જન સખ્યાના ધોરણે સાત સભ્યોની સામાન્ય ચૂંટણી કરવામાં આવી અને આ સભ્યોએ જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યરાં જોડાઈ જાય એવા નિણું ય લેતાં ઈ. સ. ૧૯૪૯ના જાન્યુઆરી માસની ૨૦મી તારીખથી જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્રના રાજ્યમાં વિલિન થઈ ગયું.
કાઉન્સીલ વિખરાઈ ગઈ શ્રી શિવેશ્વરકર, ભારત સરકારમાં પાછા ગયા અને ર. સા. તારાચંદ શાહ 'સ્પેશીયલ ઓફિસર તરીકે ચાલુ રહ્યા. શ્રી સામળદાસ ગાંધી, સૌરાષ્ટ્રના પ્રધાનમંડવમાં સ્થાન પામ્યા અને શ્રી દયાશ કર
દવે સ્પીકર થયા. એડમિનીસ્ટ્રેશન
તારીખ ૧૫-૮-૪૭થી તારીખ ૯-૧૧-૪૭ સુધી ૮૫ દિવસે પાકીસ્તાનમાં ભળેલા જૂનાગઢમાં,અસ્થિરતા અને અશાંતિ રહી. રાજ્યપટા અને ક્રાન્તિમાંથી પ્રા પસાર થઈ તે સમયે, ભારત સરકારે શ્રી શિવશ્વરકરને વહીવટ કરવા
1 સીવીલ ગાર્ડના જૂનાગઢ ઉપરાંત ખીજા' પાંચ કેન્દ્રો હતાં તેમાં કુલ ૭૪ બહેનેા તથા ૭૬૧ જીવાનેએ તાલીમ લઇ જુદા જુદા પ્રસંગે સેવા આપી.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૭૬ જુનાગઢ અને ગિરનાર પસંદ કર્યા આ નિડર, નિષ્પક્ષપાતી, બહેશ, કર્યક્ષમ અને કુશળ વહીવટકર્તાએ, રાજ્યમાં શાંતિ, સલામતી, કાયદો અને વ્યવસ્થા સ્થાપ, પ્રજાને ચાહ મેળવ્યું. તેને ભારત સરકારને આધીન રહેવું પડતું અને તે સાથે વર્ષોની નિદ્રામાંથી જાગૃત થયેલી પ્રજાના અરમાન અને અભિલાષાઓને પિષવા માટે પણ તત્પર રહેવું પડતું. શ્રી નીલમભાઈ બૂચ જેવા સૌરાષ્ટ્રના એક મહાન સપુતના સતત માર્ગદર્શન, સહાય અને સહાનુભૂતિથી જૂનાગઢ રાયે કાતિ અને પરિવર્તનને અજોડ ઈતિહાસ સજર્યો અને તેનું દષ્ટાંત, અન્ય રાજાઓને તેના હકકો અને અધિકારીને ત્યાગ કરી ભારત વિશાળમાં તેમનાં રાજ સેપી દેવા માટે માર્ગદર્શક થયું. સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના રાજ્ય જૂનાગઢ રાજ્યનાં ખાતાં ધીરે ધીરે સંભાળ્યાં. નવા કાયદાઓ લાગુ કર્યા અને જુનાગઢ શહેરને, સોરઠ જિલ્લાનું મુખ્ય મથક બનાવી ત્યાં કલેકટરની નિમણૂક કરી. સોરઠના પ્રથમ કલેકટર સ્વ. કુ. શ્રી બનેસિંહજી એમ.એ. (કેમ્બ્રીજ) એ. બી. ઈ. એ તારીખ ૧૦-૧૦-૧૯૪૯) રોજ ચાર્જ લીધો અને રા. સા. તારાચંદ પાછા ગયા. પાટનગર કમિટી
સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર કયાં થવું જોઈએ તે મને વિચાર કરી અભિપ્રાય આપવા ભારત સરકારે શ્રી ભગુભાઈ આર. પટેલ આઈ. સી. એસ. ના પ્રમુખપણું નીચે એક કમિટી નીમી. આ કમિટી તા. ૧૮-૭-૧૯૪૮ના રોજ જૂનાગઢ આવી ત્યારે શ્રી સામળદાસ ગાંધીએ જૂનાગઢ સૌરાષ્ટ્રનું પાટનગર થવા સ રીતે એગ્ય છે તે મતલબનું નિવેદન આપ્યું' પણ કમિટીએ રાજકોટ પસંદ કર્યું અને જૂનાગઢનું મહત્ત્વ અને અગત્ય ઓછાં ગણ્યાં. ચૂંટણી
ઈ. સ. ૧૯૫૧માં સામાન્ય ચૂંટણી થઈ તે પહેલાં અંગત મતભેદના કારણે શ્રી સામળદાસ સૌરાષ્ટ્ર મંત્રી મંડલમાંથી છૂટા થઈ ગયેલા. તેઓ આ ચૂંટણીમાં ઊભા રહ્યા. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા અને થોડા સમય પછી ગુજરી ગયા.
જૂનાગઢના નવાબને અને તેની ભુટા અધિક્ષિત સરકારને સોરઠમાંથી,
1
આ નિવેદનને મુસદ્દો મારે ઘડેલ હત-લેખક.
Page #378
--------------------------------------------------------------------------
________________
બાબી વંશને-અંત : ૩૭૭
વાક્યાતુર્ય, હિમ્મત અને નિશ્ચયથી ઉથલાવી નાખી પાકીસ્તાનના જડબામાંથી સોરઠને પાછું ખેંચી લાવનાર આ વીર પુરુષની હયાતી નથી છતાં તેનું અજોડ કાય ઈતિહાસનાં પાનાં ઉપર તેને અમર કરી ગયું. મુંબઈ રાજ્ય - ઈ. સ. ૧૮પમાં સૌરાષ્ટ્ર રાજ્યનું મુંબઈના દ્વિભાષી રાજ્યમાં વિલિનિકરણ થતાં જૂનાગઢ તે રાજ્યના સોરઠા જિલ્લાનું મુખ્ય મથક થયું અને
ડાજ દિવસમાં મુંબઈ સરકારે સોરઠ જિલ્લાનું નામ નષ્ટ કરી તેને જૂનાગઢ જીલે એવું નામ આપી સદીઓ જૂના ઐતિહાસિક સે રઠ નામને મિટાવી દીધું. ગુજરાત રાજ્ય
ઈ. સ. ૧૯૬માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત જુદું પડતાં જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક રહ્યું. ઉપસંહાર
આમ સૌરાષ્ટ્રના અતિ પ્રાચીન અને ઐતિહાસિક નગરને પ્રાગૈતિહાસિક કાળથી ઈસુની વીસમી સદીના પૂર્વાર્ધ સુધીને ઈતિહાસ પૂર્ણ થાય છે. તે પછીના સ્વતંત્ર ભારતના જૂનાગઢનો ઈતિહાસ આલેખવાનું કાર્ય ભવિષ્યના કઈ વિદ્વાન લેખકને કરવાનું રહેશે.'
શૂરવીરની કર્મભૂમિ અને તપસ્વીઓની તપોભૂમિ એવી સોરઠની ધરતી ઉપર અનેક નામી અનામી વીર પુરુષોએ સ્વધર્મ અને સ્વદેશના રક્ષણે પિતાનાં સર્વસ્વનાં સ્વાર્પણ કર્યા. સોરઠના સિંહાસન ઉપર પિતાનું સ્વામીત્વ સ્થિર કરવા અનેક રણુશરા રાજવીઓએ એ ભૂમિને રક્તથી રંગી અને અનેક રાજનીતિકૂટ રાજપુરુષોએ તેમના અધિકારને અટલ રાખવા પ્રપંચ અને છલકપટની શેતરંજ ખેલી. આ તપોભૂમિમાં અનેક મહાન યોગીઓ અને સિદ્ધોએ અનંતની ઉપાસના કરી તેમની અદભૂત સિદ્ધિથી કરોડોનું કલ્યાણ અને શ્રેય કર્યું અને અનેક સંતો અને ભક્તોએ નિરંતર થતા રક્તપાતથી ત્રાસી ગયેલી જનતામાં ભક્તિ રસની પ્રેરણાથી શ્રદ્ધા અને આશાનાં સિંચન કર્યા–તે ભૂમિમાં અડગ,
11
આ ઈતિહાસ ઈ. સ. ૧૯૪૮ના અંત સાથે પૂરો થાય છે. તે પછીના આવશ્યક પ્રસંગે રસક્ષતિ ન થાય તે માટે બહુ જ સંક્ષિપ્તમાં આપ્યા છે.
જ. ગિ.-૪૮
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૭૮ : જૂનાગઢ અને ગિરનાર
અટલ અને અચલ ઊભેલા ગિરિવર ગિરનારની ગોદમાં આવેલું આ નગર, ગિરિનગર જીર્ણદુર્ગ, જૂનાગઢ આદિ વિવિધ નામે ઓળખાયું અને ચડતી પડતીના ચમકારા અને સુખ દુઃખના તડકા છાયા જોઈ તે જેમનું તેમ જેવું ને તેવું આજ પણ અડગ, અણનમ અને અચળ રહ્યું છે. સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયા પછી પણ પા સદી વ્યતિત થઈ છતાં તેના સમકક્ષ નગરોએ જે વિકાસ સાધ્યો છે અને જે પ્રગતિ કરી છે તે જુનાગઢ કદાચ કરી શકયું નથી અને યથાનામા તથા ગુણ એ ન્યાયે જૂનું જ રહ્યું છે. પરંતુ કુદરતે પ્રફુલ્લિત થઈ મુદિત મને તેને જે અપાર નૈસર્ગિક સૌંદર્ય પ્રદાન કર્યું છે અને સંતની પદરજે પુનિત થયેલ અને દેવના નિવાસથી પવિત્ર થયેલે ગરવો ગિરનાર તેની સમીપે સદેવ ઊભે છે તેનાથી સકારણ ગર્વ અને ગૌરવ લેતું જૂનાગઢ સાંપ્રતકાળમાં સર્વતોમુખી પરિવર્તનના પ્રબળ ઝંઝાવાતમાં પણ તેની વિશિષ્ટ સંસ્કૃતિ અને અસ્મિતા, યુગ યુગ જાની પ્રણાલિ અને પરંપરા, તેનું સ્થાન અને માન જાળવી રહ્યું છે તે જ તેની મહત્તા અને પ્રભુતા છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
ગિરનાર
જૂનાગઢ નગરની પૂર્વે, કટના વાઘેશ્વરી દરવાજાથી બે માઈલ અને બે ફર્લાગ દૂર ગિરનાર પર્વત છે. સામાન્ય રીતે તે ગિરનારની ગિરિમાળા, નગરના દુર્ગથી બે ફર્લા ગથી જ શરૂ થઈ જાય છે. બન્ને બાજુએ જુદા જુદા નામોથી ઓળખાતી પર્વતીઓ વચ્ચેથી પસાર થતો માગ, લક્ષમણ ટેકરી અને અશોકના શિલાલેખ પાસે પુલ ઉતરી, દામોદર કુંડને કાંઠે થઈ ભવનાથ તળેટીમાં પહોંચે છે અને ત્યાંથી જેને જૂનાં પુસ્તકમાં, શિલાલેખોમાં અને મહામાં ઉજજયંત કહ્યો છે અને જેને આજે લોકે ગિરનાર તરીકે ઓળખે છે, ત્યાં આવી પહોંચે છે. પર્વતે
ગિરનારની ગિરિમાળામાં પર્વતોને એક સમૂહ છે. તેમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતાં બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબર, કનૈયે, ગધાટ, લામધાર અને તટાકીયો નામના ડુંગરે છે. તે ઉપરાંત ભેંસલે, જોગણીને પહાડ અશ્વત્થામાને ડુંગર, લક્ષમણ ટેકરી, દાતાર વગેરે પર્વતોથી ઉજજયંતી ઘેરાયેલો છે. શિખરે
ઉપરકેટ બાદ કરતાં ગિરનારનાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય અને કાલિકા એમ પાંચ મુખ્ય શિખરે છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૮૦ : જૂનાગઢ અને ગિરનાર
ઊંચાઈ
ગિરનારની ઊંચાઈ. સમુદ્રની સપાટીથી ૩૦૦૦ ફીટથી વિશેષ છે. ગેરખનાથનું શિખર સહુથી ઊંચું છે. તે ૩૬૬૬ ફીટ છે. દત્તાત્રયનું શિખર ૩૨૮૫ ફિટ, અંબાજીનું ક૭૩૦ ફીટ તથા ગોમુખી ગંગા છે તે શિખર ૩૧૦૦ ફીટ છે. ગિરનારનું માળી પરબ ૧૮૮૦ ફીટ છે.* ક્ષેત્રફળ
ગિરનારનું ક્ષેત્રફળ ૭૦ ચોરસ માઈલ એટલે ૪૫૦૭૫ એકર અને ૩૭ ગુઠા છે. ગાળાઓ
ગિરનારમાં, હસનાપુર, સૂરજકું, બેરી અને માળવેલા નામના બાળાઓ (ધા) છે. નાકાઓ
જંગલ ખાતાએ, ગિરનારની પર્વતમાળા આસપાસ સ્થાપેલાં નાકાઓમાં મુખ્ય નાક, કાલવા, પાજ, દેલતપરા, જાંબુડી, પાતરાણું, પાટવડ, રણશીવાવ, કાળા ગડબા, ડુંગરપુર, પાદરીયા, તેરણીયા, બીલખા, લામડીધાર તથા રામનાથ છે. વિશેષ સ્થાને
ગિરનારમાં, પિલે આંબે, વેલાવન, માળવેલે સાતપુડા, ઝિણું બાવાની મઢી, જાંબુવાનની ગુફા, બેરદેવી, ઈટવા, ચામુદ્રી, ખેડીયાર, ફાટેલ ખેડીયાર વગેરે વિશેષ જાણીતાં સ્થાને છે. નદીઓ
ગિરનારમાંથી, લલ, સોનરખ, ગુડાજલી, હેમાજલી, ઢેઢી કળા, કાળવા કળા અને બીજી અનેક નાની નદીઓ, કળા કે નાળાં નીકળે છે. તળા
ભવનાથ તળેટી પાસે એક તળાવ છે જે બહુ જૂનું નથી. ઈ. સ. ૧૮૯૭માં
1 આ માપમાં જુદા જુદા માપણી કરનારાઓ થોડો થોડો ફેર બતાવે પણ તે ૧૦ ફીટથી
વધતો ઘટતો નથી.
Page #382
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ઃ ૩૮૧ વોટર વર્કસ બનાવ્યું ત્યારે આ તળાવ બાંધ્યું છે. આ સ્થળે એક તળાવ હતું એવી માન્યતા છે. પણ તેને પુષ્ટિ આપતાં પ્રમાણે મળ્યાં નથી.
દાતારના પહાડની દક્ષિણે ખેડીયારનું તળાવ પણ વેટર વર્કસ માટે ઈ. સ. ૧૮૯૭ માં બાંધવામાં આવ્યું છે.
વિલિંગ્ડન ડેમ છે ત્યાં એક નાનું તળાવ હતું તે સ્થળે ઈ. સ. ૧૯૩૬માં ડેમ બાંધવામાં આવ્યા છે.
હસનાપુર પાસે પણ ઈ. સ. ૧૯૬૩ માં એક ડેમ બાંધવામાં આવ્યો છે. વૃક્ષો
ગિરનારમાં નીચેની જાતિનાં વૃક્ષે જોવામાં આવે છે?
સાગ, સાજડ, બાવળ, હરણે બાવળ, હળદર, આસુંદર, આંકેલ માટે, ગરમાળે, ટીંબરવો, સિસમ, આંબળા, ધામણ, મોવડી–મોલેડી, બી, શેમલે, બહે, બોરડી, રહેણ, અરીઠ, મરખનકટી, કડા, ઉજલ-કુસુમ, ખાખરે, સાલેડી, રાયણ, કલમ, સરગવે, બેરડી, કાળે શિરિષ, પીપળે, સારસ, લીમડો, આલ-રંગારી, જાંબુ, કરંજ, સાવન, રાયણ, રાવણે, કરમદી, ગુલર અને બીજાં સામાન્ય અનેક પ્રકારનાં જંગલી ઝાડે. છોડવાઓ
ગિરનારમાં અનેક જાતના છોડ થાય છે તેમાં મુખ્ય નીચેના છે?
દુધલે, લેહરી, ખેર, મછડ, કાંટાળે થર, વિકળે, અંગારી, ગજેડી, કાળખડા, માલણ, નેવરી, શિયાળ, મરડાસિંગી, આવલ, વાંસ, પાંદડી, વાળ વગેરે. વનસ્પતિ
નીચેની વનસ્પતિ ખાવામાં કામમાં લેવાય તેવી થાય છે?
અક્કલકરે, રાડારડી, કેટલાં, વાસેટી, સાડી, કડલી, ઈદરજ. જડીબુટ્ટીઓ
ગિરનારમાં દરેક પ્રકારની જડીબુટ્ટીઓ જેવામાં આવે છે. હિમાલયના શીત પ્રદેશમાં થતી હોય તેવી જડીબુટ્ટીઓ અહિં થતી નથી.'
1 જડીબુટ્ટીઓની ધ બહુ મોટી થાય છે. તેથી વિસ્તાર
તે લેવામાં આવી નથી.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૮૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
પશુઓ-પક્ષીઓ
ગિરનારમાં નીચેની જાતનાં રાની પશુઓ જોવામાં આવે છે?
દીપડા, રેઝ, જંગલી ભૂંડ, સાબર, હરણ, શિયાળ, ઘેરદીયા, શાહુડી, નાર વગેરે. સિંહે કવચિત ચોમાસામાં આવી ચડે છે.'
તે ઉપરાંત કાળા મુખવાળાં વાનરે પણ પુષ્કળ જેવામાં આવે છે.
સામાન્ય પક્ષીઓ ઉપરાંત ગિરનારમાં ગીધ વિશેષ જોવામાં આવે છે. ભૂસ્તર
ગિરનારનો પહાડ ડેકેરાઈટ અથવા બેસાઈટ પથ્થરોના પ્રકાર છે. ઉપરનાં શિખરે ગ્રેનાઈટનાં છે, તેમાં કવાટ હોવાથી જ્યારે ગિરનાર જવાળામુખી થયો હશે ત્યારે લાવાને ત્યાં પથરાવા ન દેતાં કોઈ પણ અસર ન કરવા દઈ નીચે વહી જવા દીધે હશે. ગિરનારની નીચેના ભાગમાં અને તળેટીમાં લાઈમસ્ટોન મીલીલાઈટ છે જેને વિપુલ પ્રમાણમાં ઈમારતી કામ માટે ઉપવેગ થાય છે.
ઈ. સ. ૧૮૯૩ માં ડો. જે. ડબલ્યુ ઈવાન્સ નામના ભૂસ્તરશાસ્ત્રીએ ગિરનારની મોજણી કરી એમ જણાવ્યું છે કે ગિરનારમાં કાળે ગારનેટ અને ગ્રેનાઈટ પ્રકારને પાષાણ થર છે. અહિં ત્રાંબુ પણ પ્રાપ્ત થઈ શકે તેવી શકયતા છે. ગિરનારમાં અબરખ પણ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે તેને એકત્ર કરી શુદ્ધ કરવાનો ખર્ચ ન પોસાય તે થાય તેમ છે. આ અભિપ્રાય વિજ્ઞાનના વિકાસના ઉષાકાળને છે વર્તમાન સમયમાં આ સ્થાનની મોજણી થાય તે ત્રાં, અબરખ કે અન્ય ખનીજ મળી શકે તેમ છે કે નહિ તેની ખાત્રી થઈ શકે.
1 જનાગઢ પ્રાણી સંગ્રહસ્થાનમાં પુરેલા સિંહોની ડણક ઉપર જંગલમાંથી વારંવાર સિંહો
સક્કરબાગમાં આવી ચડે છે. શહેરમાં પણ કાળવા બહાર કવચિત સિંહ દેખાય છે. ઈ. સ. ૧૮૬લ્માં મેજર સેલે ગિરનારમાં સિંહને મારેલો. ઇ. સ. ૧૯૪લ્માં એડમિનીસ્ટ્રેટરના બંગલા પાસેથી પસાર થયેલા સિંહને શ્રી કનુભાઈ મજમુદારે સક્કરબાગ પાસે રાજ્યાજ્ઞાથી ગોળીએ દીધો હતો. ઈ. સ. ૧૯૪લ્માં એક સિંહણું સક્કરબાગમાં ચડી આવેલી તેને પકડી લેવામાં આવી. તે દિવસે પૂનમ હતી એટલે તેનું નામ પૂર્ણિમા પાડેલું. ૧૯૭૪માં બેટીયામાં સિંહો આવેલા. ૧૮ના માર્ચમાં બે સિંહો સકકરબાગમાં ત્યાંના સિંહને મળવા આવેલા.
Page #384
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૩૮૩
ગિરનાર પર્વત
પુરાણકારોએ, કવિઓ, લેખકેએ, અને પ્રવાસીઓએ જેનાં ક્ષણે ક્ષણે બદલાતા સૌંદર્યની અસીમ પ્રશંસા કરી છે, વનસ્પતિ શાસ્ત્રીઓએ જેનાં વૃક્ષે અને વનસ્પતિની વિપુલતા અને વિશિષ્ટતા ઉપર વર્ણને લખ્યાં છે. પુરાતત્ત્વવિદ્દોએ કલાના પ્રતિક જેવાં મંદિર અને શિલાલેખોની અપાર સ્તુતિ કરી છે, જેના ઉપર અનેક મહાન અને પવિત્ર યોગીઓ, સંત, સાધુઓ, સિધ્ધો અને સંન્યાસીઓ વસી ગયા છે અને વસી રહ્યા છે, જેની ભેદી ગુફાઓ અને ગેબની વાત, વાર્તાઓ નથી પણ વાસ્તવિકતા છે એમ સિધ્ધ થઈ ગયું છે. તે ફળફૂલથી લચી રહેલો, નિર્મળ જળના અસંખ્ય સ્રોતથી પલળતે ગિરિવર ગિરનાર સોરઠની શોભા અને સૌરાષ્ટ્રનું ગૌરવ છે.
એક અંગ્રેજ લેખક કહે છે તેમ “આ મહાન પ્રાચીન પર્વતને બુદ્ધિપૂર્વક જેમને તેમ રહેવા દીધું છે (તે ગ્ય જ છે) અને તે જેને તે રહે ! (તવી અભિલાષા). જે તેના ઉપર વિશેષ મકાન બાંધવામાં આવશે કે (આધુનિક) સભ્યતા ત્યાં લઈ જવામાં આવશે તે આપણે જરૂર દિલગીર થશું..
જુગ જુગ જના, મહા તપસ્વી જેવ, આ વિરાટ પર્વત એક મહાન યોગી સમો જૂનાગઢની પૃષ્ઠ ઊભા રહી તેને શક્તિ, પ્રેરણા અને બળ રહ્યું છે. રંવત-ઉજજયંત
ગિરનાર પર્વતને પૂર્વ કાલમાં રેવત કહેતા તેના એક પર્વતને ઉજજયંત પણ કહેતા. આ ઉપરથી ઘણું લેખકેએ ગિરનાર, રૈવત, ઉજજયંત વગેરેને એક માની લીધા છે.
, વિષ્ણુપુરાણ વગેરે ગ્રંથેનાં વણને ઉપરથી જણાય છે કે રૈવતક, રૈવત, રેવત, દ્વારકા સમીપ હતા. અને દ્વારકા સમુદ્રમાં વિલિન થયું ત્યારે તે પણ સાગરનાં જળ નીચે ગયો. એ પ્રસંગે, જૂનાગઢ પાસેના પર્વતના એક ભાગનું નામ રૈવત હોય અથવા દ્વારકાના લુપ્ત થયેલા રેવતનું સ્મારક, આ
1 કર્નલ ટોડ, મિસીસ પોસ્ટન, જનરલ સર લી. ગ્રાન્ડ જેકબ, જે. ફેબ્સ જે. બજેસ
વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોએ ગિરનારની અપાર પ્રસંસા કરી છે. 2 સૌરાષ્ટ્ર એન્ડ ધી હીલ ઓફ સોરઠ –સી. એમ.-કલકરો રિવ્યુ ઇ. સ. ૧૮૭૭,
ગિરનારના વિકાસ માટે ઘણાં વર્ષોથી સમિતિ નીમાય છે, ચર્ચા થાય છે અને યોજનાઓ ઘડાય છે, તા ૧૨-૧-૧૯૭૬ ના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીએ મિટીંગ બોલાવેલી. પછી ઘણી મીટીંગ થઈ પણ હજી સુધી કોઈ પરિણામ નથી.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૮૪ : જૂનાગઢ અને ગિરનાર
પર્વતનું નામ વિત પાડી કરવામાં આવ્યું હોય ! દ્વારકા પાસે રેવત હતા અને ગિરનાર સમૂહના એક પર્વતનું નામ પણ રેવત છે, તેથી કેટલાક વિદ્વાને શ્રી કૃષ્ણનું દ્વારકા જૂનાગઢ પાસે હતું એવા ભ્રમમાં છે અને જુદા જુદા પ્રકારે ત કરી તે સિદ્ધ કરવા મિથ્યા પ્રયાસ કરે છે. દ્વારકાને રેવત તે દ્વારકાની સાથે સમુદ્રમાં પ્લાવિત થઈ ગયો અને તેનું નામો નિશાન પણ રહ્યું નહિ.
એક જ નામની ભારતમાં ઘણું નદીઓ છે, એક જ નામનાં ઘણું નગરે છે એમ - એક જ નામના એકથી વધારે પર્વત કેમ સંભવે નહિ?
સ્કંદપુરાણ અંતર્ગત પ્રભાસખંડના ૭૭મા અધ્યાયમાં, ગિરનાર મહામ્ય આપ્યું છે, તેમાં “ગિરિનારમાં રેવત, કુમુદ અને ઉજજયંત નામના ત્રણ પર્વતે હેવાનું કહેવામાં આવ્યું છે. પુરાણકાર વિશેષમાં કહે છે કે, “પૃથ્વીના પશ્ચિમ ભાગમાં સમુદ્રની પાસે રેવતાચળ વગેરે પર્વતે છે તે જગ્યાએ ગિરનાર ક્ષેત્ર આવેલું છે. ત્યાં દામોદર નામનું તીર્થ છે.ભવનાથ મહાદેવ છે. તેની પાસે ઉજજયંત નામને મોટા પર્વત છે, તે જગ્યાએ સુવર્ણરેખા નામની નદી છે” આજ મહામ્યમાં (પ્રભાસખંડના ૯૦માં અધ્યાયમાં) કહેવામાં આવ્યું છે કે “રેવતાચળના ઘાટા વનમાં થઈ ભવનાથ જવાય છે અને ત્યાંથી ઉજજયંત પર્વત દષ્ટિગોચર થાય છે તેના નૈઋત્યે બેરદેવી છે અને વાયવ્ય સરોવર છે.” પ્રભાસખંડ રેવતાચળની સ્પષ્ટતા કરતાં કહે છે કે “રેવતાચળ વસ્ત્રાપથ ક્ષેત્રમાં લાંબો થઈ ઘણી જગ્યામાં પડેલ છે અને ઉજજયંત તથા કુમુદ નિર્ણત સીમામાં છે,
દ્વારકાના રેવત સાથે રેવત રાજાની વાર્તા જોડી દેવામાં આવી છે, જ્યારે પ્રભાસખંડમાં વાર્તા છે કે કતવા નામના ઋષિએ, રેવતી નક્ષત્રમાં જન્મેલો તેને પુત્ર દુષ્ટ થયો તેથી તેણે રેવતી નક્ષત્રને આકાશમાંથી ખરી પડવાને શાપ આપ્યો અને તેના પરિણામે રેવતી નક્ષત્ર આકાશમાંથી ખરી પડયું અને કુમુદ પર્વત ઉપર પડ્યું. આમ નક્ષત્રપાત થવાથી કુમુદ પર્વત બળવા લાગ્યો પણ હિમાલયના પુત્ર ઉજજયંતે તેના દાહનું શમન કરી દીધું અને પછી પોતે પાછો હિમાલયમાં ન જતાં ત્યાં જ રહી ગયે. રેવતી નક્ષત્ર જેટલા ભાગ ઉપર પડયું તે પર્વત રૈવત નામે પ્રસિદ્ધ થયે. ઉત્તરનો કુમુદ,
1 આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા માટે જુઓ “શ્રી કૃષ્ણનું દ્વારકા. શં. હ. દેશાઈ. 2 પ્રભાસખંડ-ભાષાંતર-વેદમૂર્તિ પાઠક ગોરાભાઈ રામજી. ૩ રવત રાજની વાર્તા માટે જુઓ આ પુસ્તકમાં પાનું ૩૪
Page #386
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૩૮૫
દક્ષિણને રૈવત અને મધ્યને ઉજજયંત કહેવાય. તેના ઉપર મંદિર છે. વગેરે”
સ્કંદપુરાણ ઈસુની છઠ્ઠીથી આઠમી સદીની વચમાં લખાયું છે તેમવિદ્વાને નિઃશંક માને છે. તેથી જ્યારે આ મહાસ્ય લખાયું ત્યારે જે પર્વત ઉપર મંદિર છે તે પર્વત ઉજજયંત કહેવા અને રૈવત તેની ઉત્તર દિશામાં હતું. તેની સમીપે દામોદર કુંડ હતા. રેવત, મુચકુંદેશ્વરથી ઉજજયંત સુધીના વસ્ત્રાપથના અંતક્ષેત્રમાં હતા.
સ્કંદપુરાણનું વર્ણન વાંચતાં એ પણ ફલિત થાય છે કે તે એક લેખકે એક સાથે લખ્યું નથી અથવા તેમાં કેટલાક ભાગ ક્ષેપક છે. દ્વારકા પાસેના રેવતકને સંદિગ્ધ ઉલલેખ કરીને કહેવામાં આવ્યું છે કે સમુદ્ર પાસે રૈવતાચળ વગેરે પર્વત છે અને ત્યાં ગિરનાર ક્ષેત્ર છે, ત્યાં દામોદરનું તીર્થ છે. આ વિધાન અવશ્ય ક્ષેપક હેવાનું માનવામાં બાધ નથી અથવા પુરાણકાર બને રેવતનાં જુદાં જુદાં નામો હતાં તેમ કહેવાને બદલે બન્નેને સેળભેળ કરી નાખવામાં અચકાયા નથી તેમ પણ માનવામાં હરત નથી પુરાણકારે, હરિવંશના વિધાનમાં ફેરફાર કર્યો છે અને સાચું શું છે તેમાં તે સ્વયં શંકામાં છે એટલે જેમ પ્રભાસખંડના, પ્રભાસક્ષેત્ર મહામ્યમાં તેણે તેનાં વિધાને વારંવાર બદલ્યાં છે તેમ આ વિષયમાં પણ બન્યું હોવાનું જણાય છે. - - જૈન ધર્મગ્રંથમાં ગિરનાર મહાય આપેલું છે. તેમાં આપેલી કથાઓમાં જણાવ્યું છે કે રેવંત નામે ગિરિપ્રવર જયવંત પ્રવર્તે છે. વિશેષમાં ગિરનારને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે આ “ઉજયંત ઉર્તીધર ઉપર...” ગિરનાર મહાત્મના અંબિકા ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે “સૌરાષ્ટ્ર દેશના પર્વત પુરંદર શ્રી રેવતાચળની દક્ષિણ દિશાએ ઋદ્ધિમાં કુબેરપુર કલ્પ અને ન્યાયવાન નરનારીઓથી નિવાસિત કુબેરનગર છે, ત્યાં યક્ષા નામની નદી છે. વરદત વ્યાખ્યાનમાં બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના ગણધરે રેવતાચળે કમ ખપાવી શાશ્વત શિવરાજનું પરમપદ પ્રાપ્ત કર્યાની કથા છે, તેમાં ગિરનારને રેવતાચલ કહ્યો છે. આ વ્યાખ્યાનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શ્રી નેમિનાથજીની પ્રતિમા દ્વારકામાં હતી. દ્વારકાનું અસ્તિત્વ રહ્યું ત્યાં સુધી તેની પૂજા થઈ તે પછી શ્રી નેમિશ્વર ભગવાનના નિર્વાણથી બે સહસ્ત્ર
1 પ્રભાવક ચરિત્ર-વિવિધ તીર્થકલ્પ. જ. ગિ–૪૮
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૮૬ : જૂનાગઢ અને ગિરનાર
વર્ષો વીત્યા પછી રત્નસાર નામના વણિકે તેને વ્યવહારક ગુફામાંથી લાવી રેવતાચળમાં એક મંદિર બાંધી તેમાં પધરાવી.
આ મહાસ્ય પણ સેંકડે વર્ષો પૂર્વે લખાયું છે. પ્રભાસખંડનું મહાત્મ્ય તથા જૈન ગ્રંથોનું મહામ્ય અને કથાઓ વાંચતાં એમ જણાય છે કે, જૂનાગઢ પાસેથી શરૂ થતી પર્વતમાળા સમુદ્ર પર્યત પહેચતી અને ગિરની ધારેને આવરી લેતી અને તે ગિરિમાળા રેવત નામે ઓળખાતી. જૈન મહાજ્યમાં
સ્પષ્ટ કહ્યું છે કે “સૌરાષ્ટ્ર દેશના પર્વત પુરંદર શ્રી રેવતાચળના દક્ષિણ દિશાએઋદ્ધિમાં કુબેરનગર અર્થાત કેડીનાર છે.” પ્રભાસખંડ કહે છે કે પૃથ્વીના પશ્ચિમ ભાગમાં સમુદ્રની પાસે રેવતાચળ વગેરે પર્વતે છે. એટલે જૂનાગઢથી શરૂ થઈ સમુદ્ર પાસે અંતિત થઈ ચિંરિમાળા રેવત નામે ઓળખાતી હેય, એમ માનવું પડે અને જે તેમ ન માનીએ તે આ બન્ને મહાભ્યના વિધાને શંકાસ્પદ ગણાય. જૂનાગઢ પાસે રેવતાચળ હતા તેમ માનીએ તે અને દ્વારકા પાસે હતા તેમ પણ માનીએ તે, અને દ્વારકા સમુદ્ર પાસે હતું તેમ સ્પષ્ટ છે તે શ્રી કૃષ્ણના સમયમાં સમુદ્ર જુનાગઢ સુધી હતા એમ માનવું પડે. ભૂસ્તરશાસ્ત્રીઓ, જુનાગઢ અને સમુદ્ર વચ્ચેને ભાગ અતિ પુરાણ છે એમ કહે છે. અને જે પુરાણોને આપણે આધાર લઈ, આ સિદ્ધાંત સિદ્ધ થયે માનીએ છીએ તે જ પુરાણે. જૂનાગઢ અને સમુદ્રની વચ્ચેના પ્રદેશમાં આવેલાં તીર્થો, અતિ પુરાતન અને પુરાણકાળ પૂર્વેનાં હેવાનું કહે છે. એટલે જે રૈવત દ્વારકા પાસે હતે તે અને જે જૂનાગઢ પાસે છે તે બને રેવત સપષ્ટપણે જુદા છે, અથવા ગિરિમાળાના બે છેડાના પર્વતે રૈવત કહેવાતા હશે તેમ માનવું રહ્યું. બૃહત્સંહિતામાં રૈવતકને દેશનામ તરીકે ઉલ્લેખ છે તેથી ઉપરોક્ત વિધાનને સમર્થન મળે છે.
જેન મંદિરના શિલાલેખ, ઈતિહાસ અને અન્ય ગ્રંથમાં ગિરનારના જે પર્વત ઉપર મંદિર છે તેને ઉજજયંત કહ્યો છે, તે વિધાન એતિહાસિક ઉલલેખો અને ભાડા અનુસાર યથાસ્થિત હેવાનું જણાય છે. તેમાં વારંવાર જણાવ્યું છે કે “પૈવતક આડો પડે છે. એટલે અત્યારે જે પર્વતની તળેટીમાં રેવતીકુંડ છે તથા દામોદરરાયનું મંદિર છે તે પર્વત પુરાણકારના મંતવ્ય પ્રમાણે રેવત છે તેમાં સંશય નથી.
પ્રભાસખંડ કહે છે કે કુમુદ પર્વતમાંથી રેવત જુદો પડે. કુમુદ ઉપરના ભાગમાં હતા વગેરે. તેનું વર્ણન વાંચતાં સ્પષ્ટ પ્રતીત થાય છે કે કુમુદ પર્વત તે અત્યારે જોગણીને પહાડ કહેવાય છે તે પર્વત. વિશેષ વિચારતાં એમ પણ જણાય છે કે પુરાણકાર બને પવતે જુદા પડયાની આખ્યાયિકામાં એ સમયની
Page #388
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૩૮૯
લેખન પદ્ધતિ પ્રમાણે ચમત્કારની વાત લખી પણ ઉજ્જયંત ઉપર ગિનિષરની દિશામાંથી જવા માટે પહાડ તાડીને મગ કરવામાં આવ્યા હશે અને તેથી બન્ને પતા જુદા પડયા હશે.
ઈ. સ. ૬૪૦માં સૌરાષ્ટ્રમાં આવેલા ચીની પ્રવાસી હ્યુ-એન સાંગે નાંધ્યું છે કે નગરથી ઘેાડે દૂર યુ-શેત-તા નામના પર્યંત છે. તેના શિખર ઉપર એક મડ છે, તેના કક્ષા અને પ્રદક્ષિણા માત્ર પર્વતમાં કારી કાઢેલા છે. આ પત ઉપર ઘાટુ વન છે અને ચારે તરફ ઝરણાંઓ વહે છે'' હ્યુ-એન સાંગ ગિરનારને ઉજયંત કહે છે. તેના ઉપર ખડકમાં કાતરેલું કાઈ સ્થાન અત્યારે જોવામાં આવતું નથી,
તેનાથી પૂર્વે ઈ. સ. ૧૫૦ ના રાક ક્ષત્રપ રૂદ્રદામાના સમયમાં કોતરવામાં આવેવા પવ'તીય લેખમાં પણ જે પ`તમાંથી સુવર્ણ સિકતા વગેરે સરિતાએ નીકળતી તેને ઉત્ કહ્યો છે.
ગિરનાર
શિલાલેખા અને ધર્મ પ્રથામાં ગિરનારના ઉલ્લેખ ઉજયંત તરીકે કરવામાં આવ્યો છે અને તેથી ગિરનાર નામ અર્વાચીન છે તેવી કેટલાક વિદ્યાનાની માન્યતા છે. એક વિદ્વાન લેખક તા એમ પણ જણાવે છે કે ગિરિનગર ઉપરથી ગિરનાર શબ્દની યોજના થઇ.૩
સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આપેલા ગિરનાર મહાત્મ્યમાં ગિરિનાર મહેદય' શબ્દો આ પવિત્ર પત માટે વાપર્યા છે. પ્રભાસખંડ ઈસુની આડમી સદીમાં કે તે પૂર્વે લખાયા ત્યારે ગિરદ્વાર નામ સ્વીકૃત થઈ ગયું હતું. તેમ જણાય છે. તેના ઉલ્લેખ ગિરિનારાયણ તરીકે પણ કરવામાં આવ્યા છે.
ઈ. સ. ૧૧૭૬ ના શ્રી વિજયસેનસૂરીએ રચેલા રૈવતગિરિ રાજુમાં તે લખે છે કે,
જિમ જિમ ચાઈ તર્ક કણિ ગિરનારહ,
તિમ તિમ ઉડાઈ જણુ ભવ! સંસાર. (કડવું ખીજુ)
1 ટ્રાવેલ્સ ઓફ હ્યુ-એન સાંગ,
2 હીસ્ટોરિકલ ઇન્સક્રીપ્શન્સ ઓફ ગુજરાત, વેા. ૨. શ્રી, ગિ. વ. આચાય
૩ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૫મા જુનાગઢ અધિવેરાન ( ઇ. સ. ૧૯૬૯)ની પ્રાચીન ઇતિહાસ – ડા. હરિપ્રસાદ શાસ્ત્રીને લેખક
સ્મારિકામાં જુનાગઢ
-
Page #389
--------------------------------------------------------------------------
________________
૮૮ જૂનાગઢ અને ગિરનાર અર્થાત જેમ જેમ જન ગિરનારને ઢોળાવ અને ટુંક ચડે છે તેમ તેમ તે સંસાર ભ્રમણમાંથી મુક્ત થાય છે.
દશ દિતિએ નેમિ કુમારિ આરોહી અવલેઈ(ય)ઉએ, '
દીજઈએ તહિ ગિરનારિ ગયણંગણું અવલોણુ સિહ (કડવું એથે) અર્થાત ગિરનારમાં નેમિકુમારે (જ્યાં) આરહણ કરીને દશે દિશાએ ગગનાંગણ અવલકયું ત્યાં અવલોકન શિખર નામ દેવાય છે.'
ઈ. સ. ૭૦ કે ઈ. સ. ૧૨ માં શ્રી વિનયચંદ્ર લખેલા નેમિનાથ ચતુષ્પાદિકા નામના કાવ્યમાં તે લખે છે કે,
મિ કુમરૂ સુમરવિ ગિરનારી સિધ્ધિ રાજલકન કુમારી' અર્થાત નેમિકુમારને સ્મરીને કુમારી રાજકન્યા ગિરનારમાં સિદ્ધ થઈ.
આવી અનેક પંક્તિઓમાં ગિરનાર શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેથી સિદ્ધ થાય છે કે, ઈસુની આઠમી સદી પછીથી ગિરનાર નામ કૃત અને પ્રચલિત થઈ ચૂક્યું હતું, છતાં વિદ્વાને તેને ઉજજયંત કે રેવત પણ કહેતા હશે. ઈ. સ. ૧૪૫૧-૧૪૫૫ લગભગ લખાયેલા માલિક કાવ્યમાં પણ તેને ગિરિનારાયણ કહ્યો છે.
ગિરિનગરમાંથી ગિરનાર થયાને તર્કઅસંબદ્ધ નથી (ગિરિનગર=ગિરિ નઅર) ડો. હરિપ્રસાદ શાસ્ત્રી પણ એ જ અનુમાન કરે છે. પણ ગિરિનાર કે ગિરનાર નામ ગિરિનારાયણમાંથી આવ્યું હોવાનું વિશેષ સંભવિત છે. .
ગિરનારમાં ઉજજયંત, રેવત, કુમુદ પર્વતને સમાવેશ થતો અને આજે પણ થાય છે. લેકેએ આજ્ઞાનતાથી કે ભકિતભાવથી તેને ઉજજયંત કે રેવતક રહ્યું હોય છતાં તે ગિરનારજ હતો અને ગિરનારજ રહ્યો. ગિરનાર
જૂનાગઢનું નામ ગિરિનગર અને પછી જીર્ણદુર્ગ હતું તથા તેની સમીપે
1 ડો. હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સંપાદિત રેવંતગિરિરાસુ, 2 એ જ લેખક સંપાદિત નેમિનાથ ચતુષ્પાદિકા, 3 કવિ ગંગાધર, 4 શ્રી હરિવલ્લભ ચૂ. ભાયાણી, રેવતગિરિરાસુ - નેમિનાથ ચતુષ્પાદકો, . 5 ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, જુનાગઢ - પ્રાચીન ઈતિહાસ, ગુ. સા પરિષદના ઇ, સ,
૧૯૬૯ અધિવેશનની સ્મારકાને લેખ
Page #390
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ઃ ૩૮૯
ગિરનાર પર્વત હતા અને સેલંકી યુગમાં ગિરિનગર અને ગિરનારને સાથે ગણવામાં આવતાં તેથી મુસ્લીમ શાસકેએ પણ નગરને તેમજ પર્વતને ગિરનાર નામ આપ્યું. જીર્ણદુર્ગને ઉચ્ચાર કરવા કરતાં ગિરનારનો ઉચ્ચાર સહેલે પણ હતિ તેથી તેને “કિલ્લાએ ગિરનાર'' કે કિલએ ગિરનાલ”? કહ્યો મિરાતે સિકંદરી, તારીખે ફરિસ્તા, તારીખે રિઝશાહી વગેરે ફારસી ઇતિહાસમાં ગિરનાલ કે કિરનાલ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.' ગિરનાર મહાવ્ય (જૈન)
પ્રતિવર્ષ, જૈન ધર્માવલંબી યાત્રિકે મોટી સંખ્યામાં ગિરનાર ઉપરનાં મંદિરમાં દર્શનાર્થે આવે છે. ગિરનાર મૂર્તિપૂજક વેતાંબર અને દીગમ્બરેનું અતિ પવિત્ર તીર્થ છે. અને ગિરનાર ઉપરનાં વિશાળ, સુંદર અને કળામય મંદિર જેનેનું જ નહિ જૈનેત્તર પ્રવાસીઓનું પણ અનેરું આકર્ષણ છે.
જૈન ગ્રંથ અનુસાર, ગિરનાર-ઉજજયંત-અલૌકિક અને દેવી પ્રકૃતિવાળું પવિત્ર સ્થાન છે. ગિરનાર મહામ્ય પ્રમાણે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને ત્યાં વસી અનેક પાપીઓને ઉદ્ધાર કર્યો અને પિતે ત્યાં જ મેક્ષ
પામ્યા.
શ્રી નેમિનાથ ભગવાનના જન્મની કથા છે કે, કૌશાંબી નગરમાં સુમુખ રાજાએ, કુવિંદની પત્ની વનમાળાનું હરણ કર્યું. કુવિંદની દુર્દશા થઈ. એક વાર તે સુમુખના રાજ મંદિર પાસે આવ્યા ત્યારે વીજળીના પ્રપાતથી સુમુખ અને વનમાલા મૃત્યુ પામ્યાં. આ દંપતી હરિવર્ષમાં હરી અને હરિણે નામે જમ્યાં. કાળે કરીને હરિને ચંપાનગરીનું રાજ્ય પ્રાપ્ત થયું અને તેને વંશ હરિવંશ કહેવાયો.
આ વંશમાં યદુ થયે તે મથુરાના રાજા થયો અને તેના વંશ
1 ઇ. સ. ૧૪૧૩ને માંગરોળને શિલાલેખ. જુઓ અરેબીક એન્ડ પસીયન ઇન્સ્ટી.
ઓફ સૌરાષ્ટ્ર. શં. હ. દેશાઈ 2 ઇ. સ. ૧૪૭૨ ને જનાગઢ બોરવાડ મસ્જિદ શિલાલેખ. એજન. 3 ફારસી ભાષામાં ગાફનો ગ થાય છે અને કાફને ક થાય છે તેમાં માત્ર એક માત્રાને
ફેર છે. હસ્તલિખિત ગ્રંથોમાં ગાફને બદલે કાફ લખવાનો રિવાજ હતો તે સાથે “ર” ને “લ લખવાની ભૂલ પણ ઘણી હસ્તપ્રતોમાં જોવામાં આવી છે. તેથી ગિરનારને બદલે કિરનાલ વંચાયું હોવાનું જણાય છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૯૦ : જૂનાગઢ અને ગિરનાર
યાદવે કહેવાયા. યદુના પુત્ર શરીના બે પુત્રો શૌર અને સુવીર થયા. શૌરે મથુરાનું રાજ્ય સુવીરને આપી પિતે કુશાવર્તામાં આવી શૌર્યપુર નામનું નગર વસાવ્યું છે
* શૌર્યના પુત્ર અંધક વૃષ્ણિને તેની રાણી સુભદ્રાથી દશ પુરો થયા. તેઓ દશારહ કે દશરથ કહેવાયા. તેમને કુંતિ અને મુદ્દી નામની બહેન હતી. કુંતિ પાંડુ રાજાને પરણું તેનાથી તેને પાંચ પાંડ થયા. મુદ્દીને પુત્ર શિશુપાલ થયો.
સુવીરે, સિંધુ સરિતાના તીરે સુવીરપુર વસાવ્યું. તેના પુત્ર ભેજવૃષ્ણિના પુત્ર દેવક અને ઉગ્રસેન થયા. દેવકને પિલાસપુરનું રાજ્ય મળ્યું અને ઉગ્રસેન મથુરામાં જ રહ્યું. ઉગ્રસેનની રાણી ધારિણીને પુત્ર જન્મ થતાં તે પુત્રને કાંસાની પેટીમાં પૂરી યમુનામાં નાખી દીધો. દૈવયોગે તે સુભદ્ર નામના વણિકને પ્રાપ્ત થયું. આ પુત્રે વયમાં આવી સિંહરથને હરાવી, મગધના રાજા જરાસંઘની પુત્રી છવયશા સાથે લગ્ન કર્યા અને તે પછી તેના પિતા ઉગ્રસેનને કેદ કરી તેને કાષ્ટ પીંજરમાં પૂરી પિત ગાદીપતિ થશે. કંસે તેના કાકા દેવાની પુત્રી દેવકીને સાતમો પુત્ર તેની હત્યા કરશે એવી ભવિષ્યવાણું તેના ભાઈ અમંતા મુનીએ ભાખેલી ને ઉપરથી દેવકીને પણ કેદમાં પૂરી, તેને સાતમે પુત્ર થતાં દેવકીના પતિ વાસુદેવ તેને ગોકુલમાં લઈ ગયા. - આ પુત્ર કૃણે કંસને મારી ઉગ્રસેનને રાસને બેસાડયા. તે પછી કંસની રાણી પિતૃગૃહે ચાલી ગઈ. તેના પિતા જરાસંઘે કંસના વાતનું વેર લેવા મથુરા ઉપર ચડાઈ કરી પણ કૃણે તેને હરાવ્યું. તે પછી જરાસંઘને પુત્ર કાળકુંવર મથુરા ઉપર ચડે. તેનાથી ડરીને, અઢાર કેટી યાદવ સમુદ્રની દિશામાં નાસી છુટયા. કૃષ્ણને કહેવામાં આવેલું કે ઉગ્રસેનની પુત્રી સત્યભામા કે જે કૃષ્ણની પત્ની હતી તેને જે સ્થળે બેલડાં બાળકો અવતરે ત્યાં સ્થિર થવું તેથી માર્ગમાં જ્યાં ભામ અને ભાન નામના જેકા પુત્રોને સત્યભામાએ જન્મ આપે ત્યાં યાદવો રોકાઈ ગયા.
તે પછી કૃષ્ણ અક્રમનું તપ કરી સ્વસ્તિક ગામે, સમુદ્રાધિપતિને આરા. તેણે અઠ્ઠમની ત્રીજી રાતેજ સમુદ્રને ખસેડી ત્યાં બાર યોજન લાંબી અને નવા
જન પહોળી રત્નમય દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું પણ કાળકુંવર તે પાછળ જ હતો.
કાળકુંવરને રોકવા સારૂ અધ ભારતની અધિષ્ઠાયક દેવીએ માયા રૂપ ધરી એક ચિતા સળગાવી. કૃણની બહેનનું સ્વરૂપ લઈ તેની પાસે રેતી બેઠી. કાળકુંવર પાસે આવ્યું ત્યારે તેણે તેને કહ્યું કે વાદ ચિંતામાં પડયા છે તેથી
Page #392
--------------------------------------------------------------------------
________________
ગિરનાર - ૩૯૧ કાળકુંવર ચિતામાં કૂદી પડ્યો અને શીઘ ભશ્મિભૂત થઈ ગએ, જરાએ જાવું કે યાદવોનો નાશ થઈ ગયો એટલે તેણે વિશેષ પ્રયાસ કર્યો નહિ.
એવામાં એક વ્યાપારી છવયશા પાસે રત્નકાંબળ લઈ વેચવા આવ્યો. તેણે જીવયશાને યાદવોના દ્વારિકાની સમૃદ્ધિની વાત કહી. કૃષ્ણ પણ જીવિત છે અને યાદ સબળ થયા છે એમ જયારે છવયશાએ જાણ્યું ત્યારે તેણે તેના પિતા જરાસંધને ઉશ્કેરી દ્વારિકા ઉપર મોકલ્યો પરંતુ કૃણે તેને પંચાસરના યુદ્ધમાં પરાજીત કર્યો તેથી ત્યાં શંખેશ્વર પાર્શ્વનાથનું તીર્થ થયું.
શૌર્યપુરમાં, અંધકવૃણિના દશ પુત્રો પૈકીને છ પુત્ર સમુદ્રવિજય અને તેની રાણી શિવાદેવીને ત્યાં એક દૈવી પુત્રને જન્મ થયો. તેનું નામ અરિષ્ટનેમિ પાડવામાં આવ્યું. એકવાર તેઓ રમતા રમતા કૃષ્ણની આયુધશાળામાં ગયા. ત્યાં સુદર્શન ચક્ર આદિ આયુધ પડેલાં હતાં. તેમાં પાંચજન્ય શંખ પણ હતો. નેમિનાથજીએ તે હાથમાં લઈ ફંક અને તેને નાદ સાંભળી કૃષ્ણ ત્યાં દેડી આવ્યા. તેણે તેને બળવાન બાહુ નેમિનાથજી પ્રતિ પ્રસાર્યો પણ તેણે તેને કમળની દાંડી વાળે તેમ વાળી નાખ્યો. પછી તેણે પિતાની ભુજા કૃષ્ણ તરફ પ્રસારી તે પકડવા કહ્યું. કૃષ્ણ તેને પકડી પણ તે વાળી શકયા નહિ. એ સમયે દેવવાણી થઈ કે નેમિશ્વર બાવીસમાં તીર્થકર છે, તે સંસાર કરશે નહિ અને રાજય પણ ભોગવશે નહિ,
કૃષ્ણ તેમ છતાં ઉગ્રસેન પાસે તેની પુત્રી રામતીનું નેમિનાથજી માટે માગું નાખ્યું. ઉગ્રસેને તેને સ્વીકાર કરી શીધ્ર લગ્ન કરી નાખવા આજ્ઞા આપી. નેમિનાથજી લગ્ન કરવા ગયા પણ તેણેથી પાછા ફર્યા અને એક વર્ષ પછી દીક્ષા ગ્રહણ કરી ગિરનાર પર્વત ઉપર આવ્યા. રાજીમતી કે રાજુલા અવિવાહિત રહી અને તેણે પણ ગિરનાર ઉપર આવી દીક્ષા લઈ એક્ષપદ પ્રાપ્ત
કયુ.
મહામ કહે છે કે શ્રી નેમિનાથજી લગ્ન કરવા ગયા ત્યારે તેનું વય ૧૨૫ વર્ષનું તથા રામતીનું વય તેનાથી ૧૭૫ વર્ષ વધારે હતું. રામતી ૧૦૦૬ વર્ષની વયે અને શ્રી નેમિનાથજી ૧૦૦૦ વર્ષની વયે મોક્ષ પામ્યાં. શ્રી નેમિનાથજીએ દીક્ષા દીધી ત્યારે તેનું વય ૩૦૦ વર્ષનું હતું. અંબિકા - જૈન મહામ પ્રમાણે સોમભટ નામના બ્રાહ્મણની પત્ની અંબિકાએ, તેના પતિની ગેરહાજરીમાં, બે જૈન સાધુઓને ભિક્ષા આપતાં, પતિએ તેને ઘરબહાર કાઢી મૂકી તેથી તે અંબર અને શંબર નામના બે પુત્રોને લઈને
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૯૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
વનમાં ગઈ. પાછળથી તેમભટને તથા તેની માને પશ્ચાત્તાપ થયો કારણ કે સાધુઓને આપેલી ભિક્ષાના પ્રતાપે તેના ગૃહમાં રિદ્ધિ સિદ્ધિએ વાસ કર્યો. સોમવાર તેજી માના આગ્રહથી અંબિકને શોધવા તેની પાછળ ગયે. જયારે અંબિકાએ પતિને આવતા જોયો ત્યારે તે તેને મારશે એ બીકે તેણે પુત્ર સહિત કુવામાં પડી આપઘાત કર્યો અને આ દુઃખ સહન ન થવાથી સોમભટે પણ આપઘાત કર્યો. અંબિકા સ્વપુણ્ય બલે, સુવર્ણ સમાન કાંતિવાળા દેવી થયાં. સેમભટ તેનું વાહન સિંહ કે. અંબિકાએ શ્રી નેમિનાથની અદેશના લીધી અને ગિરનારના પવિત્ર તીર્થનાં અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થપાયાં. ગમેઘ
સુમામ નગરમાં મૌતમ ગોત્રને ગામે નમને બ્રાહ્મણ રહેતા. તેણે અનેક યજ્ઞ કરેલા તેથી અત્યંત પાપ ઉપાર્જન કરેલું અને પરિણામે તેને સમગ્ર પરિવાર નાશ પામ્ય અને પતિ કુષ્ટરોગથી ગ્રસિત થયો. ગમેઘને કઈ મુનીએ સર્વ ક્રિયાઓ ત્યાગી શ્રી નેમિનાથજીનું સ્મરણ કરવા શિક્ષા આપી. આ શિક્ષા માની તે શ્રી નેમિશ્વરનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામ્યા અને ક્ષણ માત્રમાં તે છ હાથે અને ત્રણ મસ્તકે વાળો ગોમેધ યક્ષેશ્વર થયો. તે શ્રી નેમિનાથજીને નમતિ ભજત ગિરનાર ઉપર સ્થિર થઈને રહ્યો. ' વશિષ્ટ
મુનિ સુવ્રત સ્વામીના શાસનકાળમાં લક્ષમણ નામને એક રાજા હતા. તેના સમયમાં ગંગા તીરે વિશિષ્ટ નામને તાપસ રહેતા તે વિદ્વાન હતો છતાં કપટી, પાપી અને સ્વાથી હોતે તથા કંદમૂળને અહાર કરતે, વિશિષ્ટ એકવાર એક સગર્ભા મૃગલીને લાકડીને પ્રહાર કરતાં મૃગલી મરી ગઈ. આ કૃત્યથી લેક નિંદા થશે તે ભયથી તેણે તીર્થાટન કર્યું. તીર્થાટન પૂરું થતાં પોતે પાપ વિમુક્ત થયે છે એમ માની રહેતા હતા ત્યાં કોઈ મુનિએ તેને કહ્યું કે માત્ર તીર્થાટનથી પાપ વિમુક્ત થવાતું નથી. મુનિએ તેને રેવતાચળ જવાની શિક્ષા આપી તેથી વશિષ્ટ રેવતાચળ ગયે અને શ્રી અરિષ્ટનેમિની આરાધના કરી મૃગલીની હત્યાના પાપથી મુક્ત થયા. ઉમા-સાંભુ ,
શ્રી કૃષ્ણને કોઈ મુનિએ કહેલું કે ઉજજયંત પર્વત, ઉમા-શંભુ નામે ઓળખાશે. ત્યાં શંભુ પિતાના દુઃખનું મૂળ ઉમા છે તેમ સમજી તેને ત્યાગ કરશે અને નેમિધરનું ધ્યાન ધરશે. ઉમા પણ તપશ્ચર્યા કરશે અને તે શંભુને ચલાયમાન કરી તેને સાથે લઈ જશે.
Page #394
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૩૯૩
શ્રી કૃષ્ણ
ગિરનાર મહાત્મ્યમાં કૃષ્ણે ગિરનારના ઉદ્ધાર કર્યો હતા, દ્વારકાના દ્વિપાયુને અગ્નિથી દાહ કર્યા હતા અને તે પછી વાસુદેવ અને જરા રાણીના પુત્ર જરાકુમારે શ્રી કૃષ્ણને; વધ કર્યાં હતા તેથી કથાઓ પણ આપી છે. શ્રી નેમિનાયજીનું નિર્વાણુ
એક સહસ્ર વર્ષ નું આયુષ્ય ભાગવી, અષાડ સુદી ૮ના રોજ શ્રી નેમિનાથજી રૈવત પ ́ત ઉપર નિર્વાણ પામ્યા અને તેની સાથે તેના ભાઈઓ, કૃષ્ણ વાસુદેવની પટરાણીએ, રાજુલ આદિ પણ મેક્ષ પામ્યાં તેમ પણુ મહાત્મ્ય કહે છે.
વાપય ક્ષેત્ર
- જે ક્ષેત્રમાં શ્રી નેમિનાથજીએ દીક્ષા લઈ વચ્ચેાના ત્યાગ કર્યો ત્યાં વસ્ત્રાપથ નામે ક્ષેત્ર વિસ્તર્યુ. તેના ક્ષેત્રપાળ કાળમેલ છે.
ગિરનાર મહાત્મ્ય (સ્કંદપુરાણું)
ક દપુરાણના પ્રભાસખંડમાં અધ્યાય ૭૭ થી અધ્યાય ૧૦૩ સુધીના અધ્યાયેામાં ગિરનાર મહાત્મ્ય આપેલુ છે. તેના સવિશેષ ભાગ મૃગીકુંડ, વામનસ્થળીને સ ંબધકર્તા તથા અન્ય આખ્યાયિકાઓના છે.
વસાય ક્ષેત્ર
પ્રભાસખંડ અનુસાર ગિરનાર ક્ષેત્રનું નામ વપથ ક્ષેત્ર છે અને તે ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્ર અંતગત છે. આ ક્ષેત્રમાં શંકરનું દીવ્ય વસ્ત્ર પડી ગયેલુ તથા તે વસ્ત્રાપથ ક્ષેત્ર કહેવાયુ..
વસ્ત્રાપથ ક્ષેત્રનું ક્ષેત્રફળ ગિરનાર મહાત્મ્યમાં ત્રણ સ્થ, આપવામાં આવ્યુ છે. અધ્યાય ૭૯માં કહ્યું છે કે આ ગિરનાર ક્ષેત્ર દ્વરા દશ ગાઉની પરિધના પ્રમાણવાળું છે. દક્ષિણે ખલીનુ સ્થાન ખીલેશ્વર મહાદેવ સુધી, પશ્ચિમમાં વામનપુરી સુધી, ઉત્તરમાં ભદ્રાવતી નદી સુધી અને પૂર્વમાં આઠ ગાઉ સૂર્ય કુંડ સુધીનું છે. તેના મધ્યભાગમાં વિશિષ્ટ તીથ (ત્રવેણી) થી માંડીને કાલિકાનુ
1 ગિરનાર મહાત્મ્ય શ્રી, દેશ. પુ. ખરાડીયા.
2 સરખાવેશ જૈન ગિરનાર મહાત્મ્યમાં વસ્ત્રાપથ ક્ષેત્ર.
જુ. ગિ.-૫૦
Page #395
--------------------------------------------------------------------------
________________
૧૯૪ઃ જૂનાગઢ અને ગિરનાર સ્થાન જે ગિરનારમાં છે ત્યાં સુધી અંતર્ગહી કહેવાય છે.
અધ્યાય ૮માં પુરાણકાર કર્થ છે કે, “વસ્ત્રાપથ ક્ષેત્રની ચતુઃસીમાનું એટલું પ્રમાણ છે કે ઉત્તરમાં ભદ્રાવતી નદી અને પૂર્વમાં બે જન (આઠ ગાઉ), પશ્ચિમમાં વામનપુરી (વંથળી), દક્ષિણમાં બીલેશ્વર (બીલખા) અને તે ક્ષેત્રના મધ્ય ભાગમાં ઉજજયંત મહાન પર્વત છે. આ ક્ષેત્ર વિસ્તાર પરિઘ ચાર જન (સેળ ગાઉ) છે. - અધ્યાય ૯માં જણાવ્યું છે કે, ક્ષેત્રના પર્વતમાં પાંચ યોજનાને વિસ્તાર છે તે ક્ષેત્ર વસ્ત્રાપથ ક્ષેત્ર નામે ઓળખાય છે.''
વસ્ત્રાપથ ક્ષેત્રમાં સાક્ષાત વિષ્ણુ સ્વયં વસે છે. આ ક્ષેત્ર ત્રિલેકને પાવન કરનારું છે. તેમાં સુંદર સરિતાઓ, વૃક્ષો અને અનેક તીર્થો આવેલાં છે. આ તીર્થમાં મહા પાપ કરનારા, વિશ્વાસઘાત કરનારા, સ્ત્રી અને બાલ હત્યા કરનારા, મદ્યપાન કરનારા પતિને વસ્ત્રાપથ ક્ષેત્રના પ્રભાવથી પવિત્ર થાય છે કારણ કે ત્યાં સાક્ષાત શંકર ભવાની સહિત બીરાજે છે. વસ્ત્રાપથ ક્ષેત્રમાં જેના પ્રાણ જાય છે તે સ્વર્ગમાં જાય છે અને આ ક્ષેત્રની ભૂમિમાં જે જન્મ લે છે તે પિતાના કર્મના બંધનથી મુક્તિ પામે છે. પર્વતે
વસ્ત્રાપથ ક્ષેત્રમાં વત, કુમુદ અને ઉજજયંત નામના પર્વતે આવેલા છે તેમાં સર્વ દેવે વાસ કરે છે. આ ત્રણે પર્વતા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપે રહેલા છે. ત્યાં સુવર્ણરેખા નામની સરિતા વહે છે.
પુરાણકાર ઉજજયંતની ઉત્પતિ માટે કહે છે કે, પૂર્વે પર્વતને પાંખે હતી. પરંતુ મેરૂ, મંદરાચળ અને કેલા સ્થિર હતા. એકવાર કુમુદ પર્વત ઉપર વસતા વિષ્ણુને મળવા શંકર આવ્યા ત્યારે કુમુદ પર્વતે શંકરને નમન કરીને કહ્યું કે આજે પાર્વતીજી સાથે આપ મારે ત્યાં પધાર્યા તેથી હું ધન્ય થયો છું. શંકરે પ્રસન્ન થઈ તેને વર માગવા કહ્યું ત્યારે કુમુદે કહ્યું કે “ભગવાન, આપ જયાં નિવાસ કરી રહે ત્યાં મારે નિવાસ રહે શંકરે કહ્યું કે હે ! કુમુદ ! હું જે ક્ષેત્રમાં રહું તે ક્ષેત્રમાં તારે બ્રહ્માના સે વર્ષ સુધી રહેવું. '
1 વાસ્તવમાં વસ્ત્રાપથ ક્ષેત્ર ગિરનારથી જૂનાગઢ સુધીનું છે. તેની બન્ને બાજુએ ગિરિ
કંદરા છે અને તેથી તે ભૂમી જેમ વસ્ત્ર પાથર્યું હોય તેમ “પાઘડી પરે છે તેથી તે ક્ષેત્ર વસ્ત્રાપથ કહેવાયું હશે (વસ્ત્ર કપડું અને પથમા)
Page #396
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૩૯૫
ઋતવાદ્ ઋષિના પુત્ર રૈવત્યંત ગઢાત યોગમાં જન્મ્યો તેથી તે દુઃઋદ્ધિ થયો. તેણે . ગર્ગાચાય ને તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે તારા પુત્ર રૈવતી નક્ષત્રમાં જન્મ્યા છે અને તે નક્ષત્રમાં જન્મેલા માણસા એવા જ હાય છે. આથી ઋતવા ઢાપાયમાન થયા અને તેના પુત્ર દુખ઼ુદ્ધિ થયા છે. તે રેવતી નક્ષત્રમાં તના થયેલા જન્મને કારણે છે એમ માની રેવતી નક્ષત્રને શાપ આપ્યા કે તે પૃથ્વી ઉપર ખરી પડા, રેવતી નક્ષત્ર પૃથ્વી ઉપર ખરી પડતાં તે કુમુદ પર્વત ઉપર આવી પડયુ. કુમુદ તેના પ્રતાપથી બળવા લાગ્યો ત્યારે કુમુદના મિત્ર અને હિમાચલના પુત્ર ઉજ્જય તે આવી તેના દાહનું શમન કર્યુ અને ત્યાં જ નિવાસ કર્યાં. તે પછી દેવાએ પણ ત્યાં જ નિવાસ કર્યાં.”
અન્યત્ર પુરાણકાર કથે છે કે શંકરનાં ઉમા સાથે લગ્ન થયાં ત્યારે ઉમાના ભાઈ ઉજય તે શંકરની આગતા સ્વાગતા કરી તેથી પ્રસન્ન થઈ શકેરે તેને વરદાન આપ્યું મારા પ્રસાથી તુ ગિરિરાજ ગિરિ કહેવાઈશ.’
ૐ
ગિરનાર મહાત્મ્યમાં, ગિરનાર મહેાદયકલો છે, કોઈ સ્થળે ગિરિનારાયણ પણ કહ્યો છે. પુરાણકાર ઉજ્જતની સ્પષ્ટતા કરે છે અને રેવતાચળ પવ તના જુદાં જુદાં શ્`ગેાની વિગતા પણ આપે છે.
ગિરનારમાં, તેના પ્રમાણે આનંદ, કાલરાધ સનક, વ્રુક્ષ, નીલ, કુ ંભ, ગૌતમ, કૃષ્ણ, રૂદ્ર, કુંજર, કાલમેધ વગેરે અનેક પુણ્ય સ્થળા અને વિવરા છે. ઉજ્જય ત પ ત, શિવરૂપ અને શિવ લિ'ગાકાર છે, અને ભૈરવ, ગજપદ, રામાનંદ, ગંગાખ્ય, ખપ`રામ્ય, મહાશૃંગ, અબિકા, ગૌતમાખ્ય, ગુરુશિખર, કાલિકા શિખર, અધેારાખ્ય, શ્રીચક્ર વગેરે શિખરા છે. કુમુદ પર્વતના, સિંહ, વિજય, કમળ, નિલેાચન, અશ્વસ્થાત્મા, કુબેર મહામાદ વગેરે શૃગા છે.
પ્રભાસ ખંડ કહે છે કે જ્યારે ગિરનાર ઉપર જવું હૈાય ત્યારે પુત્ર, કલા, જ્ઞાતિ બાંધવા વગેરે સાથે ગીત, વાદ્ય, વૈઘાષ થાય તેમ ઉત્સવની જેમ જવું. ત્યાં દશ કોડ તીર્થં રહેલાં છે તેથી તે અપવિત્ર થાય નહિ તે માટે ઉપર ઘણું રહેવું નહિ.
ગિરનાર ક્ષેત્રમાં, પાંચ રકાર, ‘રેવતીકુંડ, રશૈવતાચલ, રવીવાર, રેવતી અને રાધા દામેાદર' દુલભ છે.
1 રેવતીની કથા અન્યત્ર આપી છે.
2 અન્ય તીર્થોની વિગતા આગળ આપી છે.
૩ પ્રભાસખંડ ભાષાંતર-વેદમૂર્તિ પાઠક ગોરાભાઈ રામજીના આધારે.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૯૬ જનાગઢ અને ગિરનાર સકંદપુરાણમાં ગિરનારનાં તીર્થો
સ્કંદપુરાણના પ્રભાસખંડના અધ્યાય ૮૮ થી અધ્યાય ૧૦રમાં ગિરનાર પર્વત ઉપરનાં તથા નગરથી તળેટી સુધીના તેમજ વંથળી અને બીલખા સુધીનાં તીર્થોનું વર્ણન, કમ અને મહામ આપવામાં આવ્યાં છે. તે પ્રમાણે ભવનાથ મહાદેવ પાસે ઉજજયંત નામને પર્વત છે તથા તેની પાસે શૈવતાચળ પર્વત છે. ત્યાં સ્વર્ણરેખા નામની સરિતા વહે છે.
વર્ણરેખા નદીના મધ્ય ભાગમાં દામોદર કુંડ છે, તેની પાસે પશ્ચિમ દિશામાં રેવત રાજાની પુત્રી રેવતીએ બંધાવેલે રેવતીકંડ છે.
ગિરનાર ક્ષેત્રની સીમા ચાર ચાર યોજના પરિઘમાં છે. તેની ઉત્તરમાં ભદ્રાવતી ગંગા (ભાદર), દક્ષિણમાં બેલીસ્થાન-બિલેશ્વર મહાદેવ (બીલખા), પૂર્વે સૂર્યકુંડ અને પશ્ચિમે વામનપુરી (વંથળી) છે. આ ક્ષેત્રના મધ્યભાગમાં, વિશિષ્ટ તીર્થ (ત્રિવેણી) થી લઈને ગિરનારના અંતિમ શિખર સુધીનું વસ્ત્રાપથ ક્ષેત્ર કહેવાય છે ?
વસ્ત્રાપથ ક્ષેત્રનાં તીર્થો અને સ્થાનની યાત્રાને પુરાણકાર વિશિષ્ટ તીર્થથી પ્રારંભ કરે છે. ત્યાં વિશિષ્ટશ્વર મહાદેવ તથા સરસ્વતીકુંડ છે. ત્યાંથી આગળ જતાં વાગીશ્વરી દેવી છે. વાગીશ્વરી પાસે વામનેશ્વરનું શિવાલય છે. આ શિવાલય જે પર્વતમાં છે તેનું નામ મંગલ પર્વત છે. તેના પશ્ચિમ ભાગમાં ત્રિવેણી પાસે સિધેિશ્વર મહાદેવ તથા વિશિષ્ટ તીર્થ છે. તેની પશ્ચિમે માતૃકા (નવદુર્ગા માત્રી) તથા લેકેશ્વર મહાદેવ છે. ત્યાંથી આગળ ચાલતાં વીરભદ્ર પર્વતમાં ઈશ્વર મહાદેવ તથા ઈકુંડ છે.”
વસ્ત્રાપથ ક્ષેત્રમાં પાછા ફરતાં ત્યાં સૌભાગ્યહદ તીર્થમાં આવેલા બાણેશ્વર મહાદેવ તથા બાણગંગા નદી છે. ત્યાં તિલેશ્વર તથા મુચકુંદેશ્વર મહાદેવ છે. તેની પાસે જ રેવતીકુંડ છે. તેની પાસે દામોદરનું મંદિર અને બ્રહ્મદેશ્વર મહાદેવ છે. આગળ ચાલતાં વીરહદ તીર્થમાં સેમેશ્વર મહાદેવ તથા આગળ જતાં દુગ્ધગંગાને તીરે દુધેશ્વર મહાદેવ છે. ત્યાં લોકેશ્વર મહાદેવ છે. તથા આગળ ચાલતાં જટાશંકર મહાદેવ તરફ ચડવાનું આવે છે.”
જટાશંકરથી ઉતરી પાછા પૂર્વમાં જતાં ભવેશ્વર તથા મૃગીકુંડ આવે છે. ત્યાં કાળમેઘ નામના ક્ષેત્રપાળ છે તથા ભૈરવકુંડ છે.”
1 અન્યત્ર આ જ અધ્યાયમાં આ સીમા દર્શાવતાં પુરાણકાર લખે છે કે પૂર્વમાં પોટેશ્વર,
પશ્ચિમે વામનાસ્થળી, ઉત્તર રામનાથ તથા દક્ષિણે બિલનાથ છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ઃ ૩૯૭ વસ્ત્રાપથ ક્ષેત્રના વાયુકેમાં એક દિવ્ય સરોવર છે. પશ્ચિમ દિશામાં બિલ્વપત્રની ઝાડીમાં એક શંકરનું મંદિર છે. ભવનાથના નૈઋત્ય કોણમાં હેરંબ નામના ગણપતિ છે અને યમરાજાનાં સ્થાપેલાં બેરદેવીનું સ્થાન છે. વસ્ત્રાપથની દક્ષિણ દિશામાં બિલ્વેશ્વર મહાદેવ અને બિલ્વમંગા છે. તેના પૂર્વ ભાગમાં રૂદ્રગંગા નામની નદી, પોટેશ્વર મહાદેવ અને સૂર્યકુંડ છે. ઉત્તર ભાગમાં રામગંગા તથા હનુમાન ધારા છે તથા ચિત્રગુપ્તશ્વર મહાદેવ છે” ગિરનાર
ગિરનાર ચડતાં પ્રથમ પંચેશ્વર આવે છે. ત્યાંથી મણિકુંડ. ગજપાલ તથા રસકૂપ આવે છે. આગળ ચાલતાં ભીમકુંડ તથા ભીમેશ્વર મહાદેવ છે. આગળ ગૌમુખી ગંગા તથા ગંગર મહાદેવ છે. ત્યાં સુરા નામે બટુક ભૈરવ છે તથા તેની પાસે જ રામાનંદ અને કાળ ભૈરવ પણ છે. ઉપરના શિખરે અંબાજી છે. ત્યાંથી આગળ ચાલતાં કમંડલુ નામે તીર્થ છે અને દતાત્રયનું સ્થાન છે. ત્યાંથી આગળ ચાલતાં કાલિકાનું શિખર છે. શિખરે
પ્રભાસખંડના ત્રીજા ભાગમાં પ્રત્યેક સ્થાનના મહામની વાર્તાઓ છે. તે ઉપરાંત તેમાં કેટલીક ઉગયેગી માહિતી પણ આપવામાં આવી છે. તેના પ્રમાણે ગિરનારના મુખ્ય ત્રણ પર્વતે, રેવત, ઉજજયંત અને કુમુદ ઉપરાંત મંગળ, વીરભદ્ર વગેરે ઉપપર્વ તે પણ છે. આ પુરાણ પ્રમાણે પ્રત્યેક પર્વતનાં જુદાં જુદાં શૃંગાના જુદાં જુદાં નામો પણ હતાં. કુમુદનાં ઈંગ–સિંહ, વિજય, કમલ, ત્રિલેચન, અશ્વત્થાત્મા, કુબેર
અને મહામોદ. વતનાં અંગે–આનંદ, કાલઘ, સનક, વૃષ, નીલ, કુંભ, ગૌતમ,
કૃષ્ણ, રૂદ, કુંજર અને કાલમેઘ. ઉજજયંતનાં જંગે–ભૈરવ, ગજપદ, રામાનંદ, ગંગાખ્ય, સુ ખ,
અંબિકા, ગૌતમાખ્ય, ગુરૂશિખર, કાલિકા,
અરાખ્યા અને શ્રીચક. વૃક્ષો
પુરાણકાર કહે છે કે ગિરનારના વનમાં ખાખરા, પીપળા, લીમડા, વાર, સમી, કદંબ, બીજોરાં દાડમ, બેરડી, સેમળા, જાંબુ, ખેર, આ કેલ, પનસ, સરખડા, ખજૂર, મહુડા, ટીંબરવા, લેધર, હરડાં, બેડાં, આંબળા, અરીઠા,
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૯૮ : જૂનાગઢ અને ગિરનાર
આંબલી, પાટલા, નગડ અને મી ઢળ થાય છે. પ્રાંણા
શુદ્ધા, માધવા અને ચાતુરા બ્રાહ્મણા પૈકી શુદ્ધા ગિરનારમાં રહ્યા તેથી ગિરનારા બ્રહ્મણ કહેવાયા. માધવા માધવપુર ગયા તથા ચાતુરાને, શિવરાત્રિની પૂજા કરી ચંદ્રકેતુ રાજાએ ૧૪ ગામે આપ્યાં.
સ્કંદપુરાણુની ભીન્ન ભીન્ન હસ્તલિખિત પ્રતઃ પ્રાપ્ત થઈ છે તેમાં ગિરિનારા બ્રાહ્મણા માટે કરવામાં આવેલા ઉલ્લેખામાં એકવાકયતા નથી.
વેંકટેશ પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્કંદપુરાણમાં ગિરનારનું વર્ણન કરી ત્યાં બ્રાહ્મણા હતા તેમ કહેવામાં આવ્યુ છે. શ્રી વકીલ ઈશ્વરજી કચ્છીએ વિ. સ’. ૧૯૪૪માં પ્રસિદ્ધ કરેલા ગિરનાર મહાત્મ્યના ભાષાંતરમાં, ગિરિનારાયણના બ્રાહ્મણાની કોષ્ઠના દીધ પ્રમાણમાં વણવી છે. શ્રી ગેરભાઈ રામજી પાઠકના ભાષાંતરમાં પણ ગિરિનારાયણુ અને બ્રાહ્મણો માટે વિવેચન કરવામાં આવ્યું છે. આ બધા પ્રમાણા વિચારી શ્રી ગિરિનારાયણ જ્ઞાતિની ઉત્પતિ'ના લેખક શ્રી શુકલ જીવરામ દુર્લભજી લખે છે કે, ‘પુરાણમાની કથાને વધારીને વિશેષ મહામ્યવાળી બનાવવાને માટે જ એક શ્લોક પાછળ નવા પાંચ-છ લેાક વધારવા માટે જ તે શ્રમ કાઈએ લીધેલા લાગે છે.’ અર્થાત આ મહાત્મ્ય ક્ષેપક છે તેમ છતાં ગિરનારમાં વસતા બ્રાહ્મણા ગિરિનારાયણુ કહેવાતા તે નિઃશંક છે. શ્રી જીવરામ દુ ભજી શુક્લ, શાસ્ત્રી કાલીદાસ ગાવિ`દજીએ લખેલી રેવાભાઈ ધમ શિક્ષણ માળામાંથી નીચેના એક પુરાવા ઉષ્કૃત કરે છે. ‘જેવા રજપૂતાની રાજધાની ધુમલી જયારે આબાદ હતી ત્યારે તેમાં લખાયેલું વ્રતની કથાનું એક પુસ્તક જામનગરના શાસ્ત્રી કાલીદાસ ગોવિંદજીના ઘરમાં છે. એ કથાના છેલ્લા પાનામાં તથા તેની પાછળ લખેલુ' છે કે 'સ'વત ૧૧૫૧ વર્ષે શ્રાવણ શુદ્ધિ ૨ ભૃત્તિને લખિતંગ માહનજી સુત વલ્લભે ગિરિનારાયણ જ્ઞાતિએ લખતંગ ઠાકર મોહનજી સુત વલ્લભજીએ નાગર શામજીને ઘરે બેઠા લખ્યું છે. શ્રી ધુમલી મધે શ્રી ગણેશ ફલીઆમાં લખું છે !! ૧૫ લખીનગ ગરનારાયણુ જ્ઞાતિય જેસિ દિવેચા માધવજી કાનજીના છ વાંચે તેને પ્રણામ છે રહે છે હાથી ચકલામાં સવંત ૧૧૫૨ના શ્રી ગણેશાય નમઃ'T
1 સ્કંદપુરાણના આદિત્યખડમાં ‘શ્રી દામાદર મહાત્મ્ય નિરૂપણના પ્રસ’ગમાં અધ્યાય ૩૨ થી અધ્યાય ૩પમાં ગિરિનારા બ્રાહ્મણ જ્ઞાતિની ઉત્પતિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યે છે. (વધુ માટે જુએ પાનું ૩૯૯)
Page #400
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૩૯૯
સોપાન માર્ગ
ગિરનારના પર્વમાં અપવાદ બાદ કરતાં મંદિર મધ્ય પર્વત ઉપર છે. આ પર્વતને ધર્મગ્રંથોમાં ઉજજયંત કહેવામાં આવ્યું છે. તેના ઉપર જવાને સપન માર્ગ છે.
ગિરનાર ઉપર જવાને માર્ગ પ્રથમ તેની પૂર્વ—ઉત્તર તરફથી હશે એમ જુદા જુદા પ્રમાણેથી જણાય છે. આજે પણ તે તરફ ઉતરવાને એક માગ છે. બીજો ભાગ પણ ભવનાથ તળેટી પાસેથી ઉત્તર તરફ વળી જટાશંકર મહાદેવ પાસેથી, હનુમાન ધારા થઈ પથ્થર ચટ્ટી જાય છે. આ માર્ગો અત્યારે બહુ ઉપગમાં નથી.
એમ પણ જણાય છે કે વર્તમાન માર્ગ, ગિરિનગરનું નિર્માણ થયા પછી પર્વતમાળા કાપી તેમાંથી કાઢવામાં આવ્યો હશે અથવા સરિતાઓને નાથી પડખેથી માર્ગ કાઢવામાં આવ્યું હશે. ' ઉપર કથિત જટાશંકરવાળા માગે આજ પણ ભાંગેલાં તૂટેલાં પગથિયાં દેખાય છે. તેથી તે માગ જૂના સમયમાં ઉપયોગમાં લેવાતા અને અત્યારે જ્યાં પગથિયાં છે તે પાછળથી બંધાયા છે તેમ સ્પષ્ટ જણાય છે.
ગિરનાર ઉપરનો સોપાન માર્ગ પ્રથમ કોણે બાંધ્યો તેનું સ્પષ્ટ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ ઈતિહાસનાં પૃષ્ઠો ઉપર અંકિત થયેલા કેટલાક પ્રસંગે તે માટે થોડી માહિતી પૂરી પાડે છે. '
મેરૂતુંગાચાર્ય રચિત પ્રબંધ ચિંતામણિમાં' કથા છે કે ગુર્જર નરેશ કુમારપાળ ઈ. સ. ૧૫૫ માં જુનાગઢ જીતી યાત્રા ગિરનાર જવા નીકળે ત્યારે ગિરનાર સમીપે જતાં અકાએક ભૂકંપ થયો અને એક અદ્ધર શિલા ધ્રુજી ઊઠી. આ જોઈ હેમચંદ્રાચાર્ય સાથે હતા તેણે કહ્યું કે વૃધો એવી વાત કરતા
(૩૯૮ માં પાનાનું ચાલુ)
આ અધ્યાયમાં બરાઈ, આજકીયા, માધવીયા વગેરે વિભાગોનું પણ વર્ણન છે. આ વિભાગે સં. ૧૬૮૨ પછી પડ્યા હોવાનું પણ કેટલાક વિદ્વાને માને છે. ગિરનાર મહાભ્યના અધ્યાય ૧૦૨માં પણ તે પ્રકારનું વર્ણન છે.
સદીઓથી તીર્થનું રક્ષણ કરી તેની અગત્ય જાળવી રાખનારી આ ઐતિહાસિક જ્ઞાતિમાં અનેક વિદ્વાનો થયા હશે પરંતુ મારા અપાર પરિશ્રમ છતાં મને કોઈ ગિરનારા ભાઈ તરફથી કોઈ માહિતી મળી નથી. હજી પણ એ ફ્રાતિના કોઈ ભાઈ તે માટે
પ્રયત્ન કરે તેમ હું ઇચ્છું છું.–લેખક. 1 પ્રબંધ ચિંતામણિ ભાષાંતર–શ્રી દુ. કે. શાસ્ત્રી
Page #401
--------------------------------------------------------------------------
________________
૪૦ : જૂનાગઢ અને ગિરનાર
કે જે કઈ બે પુણ્યશાળી પુરુષો સાથે મળી અહિં આવે તે આ અધ્ધર શિલા તેની ઉપર પડે અને તે વાત સાચી પડે તે આપણે બને માર્યા જઈએ, માટે આપણે જુદા પડી જઈએ અને આપ ઉપર જાઓ. કુમારપાળે આગ્રહ કરી : હેમચંદ્રાચાર્યને ઉપર મોકલ્યા અને પોતે અદ્ધ શિલાને માર્ગ છે ડી જૂના કિલાની બાજુમાં બીજે ઠેકાણે નવાં પગથિયા બાંધવા માટે શ્રી વાભદેવને આજ્ઞા કરી. તેણે બન્ને બાજુએ ૬૩ લાખને ખર્ચ કરી પગથિયાં કરાવ્યાં
આ કથા પ્રભાવક ચરિત્રમાં પણ છે. પરંતુ સેમ પ્રભાચાર્ય વિરચિત કુમારપાલ પ્રતિબોધમાં, જયસિંહસરીના “કુમારપાલ ચરિત'માં અને જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધ'માં, આ સંપાન માર્ગ સુરાષ્ટ્રના અધિકારી રાણીગના પુત્ર આકે આમડે બંધાવ્યો હોવાનું લખ્યું છે. આ કથનને કબૂતરી ખાણને વિ. સ. ૧રરરને શિલાલેખ પુષ્ટી આપે છે. આ ગ્રંથમાં કરેલા કથનાનુસાર કુમારપાળના સમયમાં આ કાર્ય થયું પરંતુ કુમારપાળ પ્રતિબંધ વિશેષમાં ઉમેરે છે કે, જ્યારે ગિરનાર પર્વત ઉપર રાજ ચડી શકો નહિ ત્યારે તેણે સોપાન માર્ગ બાંધવા શ્રીપાલના પુત્ર સિદ્ધપલની સુચનાથી આમ્રને આજ્ઞા કરી.
રાજા કુમારપાળ ઈસ. ૧૧૪૬માં ગુજરી ગયો જ્યારે આ પગથિયાં શિલાલેખ પ્રમાણે ઇ. સ. ૧૧૬૬માં બંધાયાં છે. આ શિલાલેખ સિવાય વિ. સ ૧૨૫૩ના એક બીજા શિલાલેખમાં પણ તેનો ઉલ્લેખ છે. આ ગ્રંથ અને શિલાલેખનાં વિધાને સમગ્ર રીતે વિચારતાં એટલું સ્પષ્ટ થાય છે કે પ્રથમ સપાન માર્ગ હતું છતાં બીજી દિશાએ રાજા કુમારપાળે પાન માર્ગ બાંધવા આજ્ઞા કરી અને તે કાર્ય તેના મૃત્યુ પછી બંધ પડતા અધૂરું કાર્ય વિશ વર્ષ પછી પૂરું થયું. આમ કે આમડ કુમારપાળના રાજયમાં એક અધિકારી હતા ઇસ. ૧૧૬૬માં પગથિયાં બંધાવનાર શ્રીમાળી આંબક, રાહિંગને પુત્ર હતા, તે બને એક ન હતા.
વસ્તુપાલ તેજપાલે ઈ. સ. ૧૨૩૨ લગભગ ગિરનાર ઉપરનાં ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ કર્યા તેની વિપુલ વિગતે ઉપલબ્ધ છે પરંતુ તેઓએ સોપાન માર્ગ બંધાવ્યાને કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવતા નથી. થોડા જ વર્ષો પહેલાં બંધાયેલાં પગથિયાં સંપૂર્ણ હશે તેથી ફરીથી બાંધવાની આવશ્યક્તા જણાઈ નહિ હોય !
તે પછી વિ. સં. ૧૬૮ના કાતિક વદી ૬ અને સમવારે શ્રી ગિર
1 હિસ્ટોરિકલ ઇસ્ક્રીપ્શન્સ ઓફ ગુજરાત-શ્રી, ગિ. વ. આચાર્ય પુ રહ્યું. '
Page #402
--------------------------------------------------------------------------
________________
ગિરનાર = ૪૦૧
નારની પાજને ઉદ્ધાર થી દીવના સંઘે પુરૂષા નિમિત્ત શ્રીમાલ જ્ઞાતીય...ના સિંધછ મેવજીએ કરાવ્યું તેનો રિલાલેખ હાથી પાણા પાસે છે. એ ઉપરથી પ્રતીત થાય છે કે આ પાન માર્ગને જીર્ણોદ્ધાર ઈ. સ. ૧૬૨માં થયે.
ઈસુની પંદરમી, સોળમી અને સત્તરમી સદીના અંત સુધી મુસ્લિમ શાસનમાં મંદિરના ખંડનને કાર્યક્રમ એ રાજનીતિ હતી તેથી સોપાન માર્ગ પણ ખંડિત થયું હશે અને ઈ. સ. ૧૯૨૭માં એટલે શાહજહાન ગાદીએ બેઠે તે વર્ષમાં સોપાનમાગને ઉધાર થયો. પણ તેના રાજઅમલના અંત સાથે ધાર્મિક સહિષ્ણુતાની નીતિને અંત આવ્યો તેથી તેના જીર્ણોધ્ધારને પ્રશ્ન રહ્યો નહિ. .
ઇ. સ. ૧૮૮૯માં તળેટીથી માળી પરબ સુધીનાં પગથિયાં સાવ નાબૂદ થઈ ગયાં હતાં અને માળી પરબથી કોટ સુધીનાં પગથિયાં ધેળા ભુખરા પથ્થરનાં હતાં તે ઘણું જીણું થઈ જઈને ઘસાઈ ગણાં હતાં. અંબાજીથી તે આગળ પગથિયાં રહો જ ન હતાં. તે સમયે જૂનાગઢ રાજ્યના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ રાજ્ય તરફથી તેનું સમારકામ કરવા વિચાર્યું પરંતુ કહેવાય છે તેમ તેને પ્રસ્તાવ સ્વીકાર્ય ન થતાં તેણે તત્કાલિન ચીફ મેડીકલ ડે ત્રિભવનદાસ મોતીચંદ શાહના જહકારથી ગિરનાર લેટરી કાઢી. ગિરનાર લેટરી
ગિરનાર લેટરીની એક કમિટી, દીવાન હરિદાસ દેશાઈના પ્રમુખપણા નીચે સ્થાપવામાં આવી. તેમાં સર્વશ્રી પુરુષોતમરાય સુંદરજી ઝાલા, શેઠ આણુંદજી કલ્યાણજી, શેઠ જેસિંગભાઈ હઠીસિંગ, શેઠ દેવચંદ લમીચંદ, ખા. બ. અરદેશ જમશેદજી નાયબ દીવાન, ડે. ત્રિભોવનદાસ મેતીચંદ શાહ, નરસિંહપ્રસાદ હરિપ્રસાદ, છોટાલાલ મથુરાદાસ બક્ષી, મુનશી ગુલામ મહમદ બાવાભીમાં બેરિસ્ટર, મૌલવી અશરફઅલી એમ. એ, કેવળરામ માવજી દવે વકીલ, ચોકસી નાથાલાલ દેવચંદ, ઠાર માધવજી કાનજી રાજા, મોતીચંદ તુલસીદાસ (રાજકોટ) તથા હુમડના કારખાનાની પેઢીને સભ્ય તરીકે લેવામાં આવ્યા. ડે. સદાશિવ શિવરામ સહસ્ત્રબુધે, શ્રી ભવાનીશંકર ગિરજાશંકર (વઢવાણ) તથા છગનલાલ હરિલાલ પંડયા એકાઉન્ટન્ટ અને સેક્રેટરી પદે રહ્યા.
તેમાં પ્રથમ ઈનામ રૂપિયા ૪,૦૦૦નું હતું. બે ઈનામ પ્રત્યેક રૂપિયા ૧૦,”નાં હતાં. ૪ ઈનામો રૂપિયા ૫૦૦૦નાં, ૧૦ ઇનામે રૂપિયા ૧૦૦નાં, ૨૦ ઇનામો રૂપિયા ૫૦૦નાં, ૨૫૦ ઈનામો રૂપિયા ૨૦ નાં ૫૦૦ ઈનામો જ. ગિ-૫
Page #403
--------------------------------------------------------------------------
________________
૪૦૨ : જૂનાગઢ અને ગિરનાર
રૂપિયા ૨૦ નાં અને ૧,૫૦૦ નાં ઇનામા કાઢવામાં આવેલાં.
આ લેટરીના ટ્રા તારીખ ૮-૮-૧૮૮૯ ના રાજ હતા. તેમાંથી ઈનામા સાઇ જતાં રૂપિયા સાડાત્રણ લાખ અય્યા. તેમાંથી તળેટીથી અબાજી સુધીનાં કાળા પથ્થરનાં પાકાં પગથિયાં બંધાવ્યાં. એક સ્થાયી કમિટી હાલ આ પગ ચિયાંના સમારકામની કાળજી રાખે છે.
૧૦૦૦ ઈનામાં રૂપિયા ૫ ના હતાં. એમ કુલ રૂપિયા
તળેટીથા ઉપરકોટ, અભાજી, ગોરખનાથના ધુણા તથા દત્તાત્રય સુધીનાં ૧૨૦૦૦ જેટલાં પગથિયાં છે. તારીખે સેારકમાં જણાવ્યુ` છે કે તળેટીથી શ્રી ગિરનાર માતા સુધી ૧૦૬૯ અને ગૌમુખીથી હનુમાનધારા સુધી ૯૬૮ પગથિયાં છે. આ ઉપરથી જણાય છે કે જૂનાં પગથિયાં ઊંચાં અને મોટા માપનાં હશે. ઉર્ધ્વ ગામી યાત્રા
*****!
સાપાન માતા સિંહ કાર આગળ દુકાન, હાટલા વગેરે હેવાને કારણે તથા પ્રવાસીઓની ભારે અવર જવરને કારણે ઘણી ગંદકી રહે છે તેમ ગિરનાર તળેટી સુધરાઈ.હસ્તક ન વાથી તેની સફાઈ માટે કાઈ પ્રબંધ હતા નહિં. પણ ઈ. સ. થી ગિરનાર તળાટી ગ્રામ પ`ચાયતની સ્થાપના થતાં આવાં કાર્યા ઉપર ધ્યાન દેવાય છે.
ગિરનાર ઉપર રોપવે કરવાની એક યાજના રાજરત્ન શેઠશ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાએ સ્વખર્ચે કરવાની ૧૯૬૭માં યાજના કરેલી પણ થઈ શકી નહિ. હવે સરકાર વિચારે છે.
ચડાની વાવ છે ત્યાંથી ઉધ્વગામી યાત્રા શરૂ થાય છે. સોપાન ભાગની માજુ ઉપર, પાંડવ ડેરી, રાડીયા હનુમાન, વાસુની આંખૂલી, ધોળી ડેરી, કાળી ડેરી વગેરે સ્થાને તથા વીસામા છે. આગળ ચાલતાં શ્રી નથુજી દલીયાના સંચાલન નીચેની, નાથ સપ્રદાયની ભરથરીની ગુફા આવે છે. અને થાડે જ આગળ માળી પરબ કે માડી પરંમ નામે ઓળખાતી જગ્યા છે. અહિં શ્રી રામજીનું મદિર છે અને તેની પાસે કુદરતી ઝરણાંને બાંધી એક મિષ્ટ અને શીતળ જળના કુંડ બનાવ્યા છે. અહિં એક છૂટા લેખ છે તેમાં વિ. સ. ૧૨૪૪માં શ્રી પ્રભાનદ સૂરીના ઉપદેશથી આ કુંડ બાંધવામાં આવ્યા હૈાવાના ઉલ્લેખ છે.' ત્યાંથી આગળ વધતાં કાઉસગ્ગીઆ તથા હાર્યા પાષાણ આવે છે. કિવ દંતી છે કે જયારે રાણકદેવીને સિધ્ધરાજે બળાત્કારે નીચે ઉતારી ત્યારે આ શિલા પડવા લાગેલી તે જોઈ રાણકદેવીએ કહેલું કે ‘મ પડ મુજ આધાર, ચૈાસલ ક્રાણુ ચડાવશે---' તેનાથી થોડે જ આગળ કબૂતરી કે ખબુતરી ખણુ સુવાવડીનાં
*
*
Page #404
--------------------------------------------------------------------------
________________
ગિરનાર = ૪૦ પગલાં અને એક વિસામો આવે છે. અહિંથી આગળ જતાં જમણી તરફ માર્ગખંડન કરી વળતાં પંચેશ્વર મહાદેવનું મંદિર આવે છે તથા પુનઃ માગે ચડી આગળ વધતાં કોટ કે ઉપરકેટની ટૂંકમાં પ્રવેશ થાય છે. કેટ
કેટમાં મંદિરે હેવાથી તે દેવકેટ કહેવાય છે. લે છે તેને ઉપરકેટ પણ કહે છે. તેના સિંહાકાર ઉપરના માઢમાં તથા તેની બાજુએ જૂનાગઢ રાજ્યને સરકારી ઉતારી હતા. તેમાં અમુક ભાગ જ હવે સરકાર હસ્તક છે - ત્યાં દુકાને છે તથા તેની સમીપે જૈનમંદિર તથા ધર્મ શંળાં છે. શ્રી. નેમિનાથજી
આ મંદિરમાં મુખ્ય મંદિર શ્રી નેમિનાથજીનું છે. તેમાં ભૂલ નેયકને ચેક ૧૦૦ ફીટ૧૭૦ ફીટ તથા રંગમંડપ જે ફીટ૮૪ ફીટે છે. શ્રી નેમીનાથજીની પ્રતિમ શ્યામ એને અબોહર છે. આ મંદિરની મિતીમાં યક્ષ, પક્ષિણ, સમેત શિખર, નદીશ્વર આદિ ૫. ગમંડપમા અને ગર્ભાગારમાં ૫ મળી કુલ ૨૧૮ જેટલી મૂતિઓ છે.” મારે .' - બહાને રંગમંડપ ૩૮ ફટક ૨૨ ફીટ છે. તેમાં એક ગોળ એટલા ઉપર વિ. સ. ૧૬૮૪ના શૈદ વદી ૨ના રેજે સ્થપાયેલા ગણધરના ૨૨૦ જેડી પગલાં છે અને તેટલાં જ પગંલાં બીજે ઓટલા ઉપર છે ' દેરાસર વિ. સ. ૬૯માં કાશ્મીર વાસી રત્નાશા નામના શ્રાવકે બંધાવેલું તેથી તે રત્નાશા ઓસવાળનું કહેવું કહેવાય છે. તે પછી રાજા સિદ્ધરાજ જયસિંહને રાજ્ય અમલમાં ના મંત્રી સજજન કે સાજણે સેરઠ દેશની એક વર્ષની સમગ્ર આવક ખરચી તેને જીર્ણોદ્ધાર વિ. સ. ૧૮પમાં કરાવ્યું.
1. ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખે-સ્વાધ્યાય વસંત પંચમી ઈ. સ. ૧૯૬૮-લેખક
શ્રી. છે. મ. અત્રિ. આ લેખ ૧ર૭પ૪૨૪ સેન્ટીમીટર છે. તેમાં ૯ લીટીઓ છે તથા
શ્રી પ્રભાનંદસૂરીની પ્રતિમા કંડારેલી છે. 2 આ પાનમાર્ગને અમુક ભાગ છર્ણ થઈ જતાં ઈ. સ. ૧૯૭૪માં અકસ્માત સર્જાયેલ છે તે પરથી વાલકેશ્વર મહાદેવ ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ શ્રી મહત ગોપાલાનંદજી હસ્તક
જીણોધ્ધાર થયો, તેનું ખાત મુહૂર્ત તા ૮-૧૯૭૫ ના રોજ થયું. 3 આ પ્રસંગની વિગત માટે જુઓ પ્રકરણ ત્રીજું પાનું ૭૬
Page #405
--------------------------------------------------------------------------
________________
૪૦૪ઃ જૂનાગઢ અને ગિરનાર
આ મંદિરના ઉત્તર દ્વારથી અદબદજીના મંદિર તરફ જતાં નાના દરવાજા પાસે ભીંતમાં વિ. સ. ૧૨૨૫ના ચૈત્ર સુદી ૮ને એક લેખ છે તેમાં જણાવ્યા પ્રમાણે, ઠાકુર સાલવાહણની અનુમતિથી શિપી જહઠ અને સાવદેવે સમસ્ત પ્રતિમાઓ પરિપૂર્ણ કરી છે તથા નાગજરિસિરાજ હથીકુંડ ફરતી દીવાલ કરી છે તથા તેના ઉપર મૂર્તિઓ અને મંડલ રચ્યાં છે.
શ્રી નેમિનાથના મંદિરના ઉત્તર દ્વાર પાસે પૂર્વ સ્તંભમાં વિ. સ. ૧૩૩૯ના જયેષ્ટ સુદી ૮ અને બુધવારે પ્રાગ્વાટ જ્ઞાતિને છરધરના પુત્ર પુનસિંહની પાની ગુનસિરિના શ્રેયાર્થે ત્રણસો દ્રમ નિત્ય પૂજા માટે આપ્યા તેને શિલાલેખ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમાંથી ૩૦૫ પુષ્પો જ પૂજામાં વાપરવાં.
.વિ. સં. ૧૩૩૫ના વૈશાખ સુદી ૮ અને ગુરુવારે ધવલ્લક (ધોળકા)ના શ્રીમાળી વણિકે શ્રી નેમિનાથજીની પૂજા માટે, વિ. સં. ૧૩૩૭ના જયેષ્ઠ વદી ૧૪ અને મંગળવારે શ્રી. જનપ્રબોધ સુરીના ઉપદેશથી ઉચ્ચાપુરીના આસપાસના પુત્ર હરિપાલે તેની માતા હરિલાયાના કોપાર્થે, શ્રી નેમિનાથની નિત્ય પૂજાને ખર્ચ માટે બસો ક્રમ આપ્યા તેને શિલાલેખ છે. તેમાં જણાવ્યું છે કે આ રકમના વ્યાજમાંથી ૨૦૦૦ પુપથી નિત્ય પૂજા કરવી. આ પુણો દેવનાં પચે ભેળાં કરેલાં પુષ્પમાંથી વાપરવાં. - રંગમંડપના પૂર્વ તરફના સ્તંભમાં એક નાને લેખ છે તે પ્રમાણે વિ. સ. ૧૧૧૩ના જયેષ્ટની ચૌદમી તારીખે, જિનાલય કર્યાને અને બીજા સ્તંભમાં વિ. સ. ૧૧૫ને તથા ત્રીજા સ્તંભમાં વિ. સ. ૧ર૬માં જીર્ણોદ્ધાર કર્યાને લેખ છે. ' - મંદિરના સિંહદ્વારની બાજુમાં એક શિલાલેખ છે. તેમાં રાહ માંડલિકે, શ્રી નેમિનાથજીનું મંદિર સુવર્ણનાં પતરાંથી ચણાવ્યું હોવાનો ઉલ્લેખ છે. આ શિલાલેખમાં વર્ષ આપ્યું નથી પણ વિ. સ. ૧૫૦૭ સુધીને ઉલ્લેખ છે.
આ લેખ વિ. સં. ૧૧૧૫ને છે તેમ પણ કહેવાય છે, પણ તેમ હોવાને કાઈ સંભવ નથી. રાહ માંડલિક ત્રીજો ઈ. સ. ૧૪૭ માં પરાજિત થયો અને ઈ. સ. ૧૪૫ સુધીના પ્રસંગોની તેમાં નોંધ છે તેથી તે વિ. સ. ૧૫૧ હશે.”
1 હીસ્ટોરિકલ ઈસ્ક્રીપ્શન્સ ઓફ ગુજરાત પુ. ૨ જું–શ્રી ગિ. વ. આચાર્ય 2 આ શિલાલેખ રાયલ એશિયાટીક સાસાયટી (ખે) પુસ્તક ૧ માં છપાયો છે તેમાં
વર્ષ નથી પણ તે લેખ વિ. સં. ૧૧૧૫ને છે તેમ તેના સંપાદક મિ. જેકબે જણાવ્યું છે. આ પ્રગટ ભૂલ છે તે વિ. સં. ૧૫૧૧ જોઈએ. શ્રી દો. પુ. બરડીયા તેવિ. સં. ૧૧૧૫ને હોવાનું જણાવે છે, મને લાગે છે કે તે મુદ્રણ દોષ છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
ગિરનાર = ૪૦૫
આ બધા શિલાલેખમાં ભાત પાડતો લેખ ગણધરના મંડપની ઉત્તર દીવાલને વિ. સં. ૧૩૩ના વૈશાખ સુદી ૧૫ અને રવિવારને છે. તેમાં જણાવ્યા પ્રમાણે અર્જુનદેવ વાઘેલાના રાજકાળમાં સૌરાષ્ટ્રના અવિકારી શ્રી પાલહે, ઉદયપ્રભસરી અને મહેતા ધાંધના પ્રમુખપણું નીચે નીમાયેલા પંચકુલે, મેવાડા જ્ઞાતિના સુત્રધાર (સુતાર) ગાંગના પુત્ર હરિપાલને, ઉજજયંત મહાજામ ઉપરનાં શ્રી નેમિનાથનાં મંદિર સહિતનાં સર્વ મંદિરમાં લેખો કેતરવાને હક વંશપરંપરા આપ્યો છે. જગમાલ ગોરધનનું દહેરું
શ્રી નેમિનાથનાં દહેરાં પાછળ પિરવાડ જગમાલ ગોરધનનું દહેરે છે. તેમાં પાંચ પ્રતિમા છે. મૂલ નાયક આદિશ્વર ભગવાન છે. આ દહેસમાં એક લેખ છે તે પ્રમાણે તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૪૮ના વૈશાખ વદી- ૬ શુક્રવારે શ્રી વિજયજીનેન્દ્રસૂરીએ કરી છે.
જગમાલ ગોરધન, ગિરનારનાં જૈન દેરાસરાના મુનીમ હતા. તેનું કાર્ય દેરાસરોનું સંરક્ષણ કરવાનું હતું. તેણે આ દેરાસર બંધાવ્યું છે. જૂનાગઢના જગમાલ ચેકનું નામ તેના નામ ઉપરથી પડયું છે. અમીઝરા પાર્શ્વનાથ
શ્રી નેમિનાથજીના મુખ્ય મંદિરની ભમતીના ભૂગર્ભમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. જેને ગ્રંથમાં જણાવ્યું છે કે, આ પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની છે. તેની હડપચી ઉપર અમૃતનાં ટીપાં જોવામાં આવે છે તેથી તે અમીઝરા પાર્શ્વનાથ કહેવાય છે. આ અમૃત બિંદુઓ માત્ર પવિત્ર પુરુષ જ જોઈ શકે છે. કર્નલ વોટસન તેના સ્ટેટિસિટીકલ એકાઉન્ટ ઓફ જૂનાગઢમાં લખે છે કે “મેં આ મૂતિ વારંવાર નિહાળી છે પણ કોઈવાર મૂર્તિની દાઢીમાંથી નીતરતું ટીપું જોયું નથી. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે છેલ્લાં વર્ષોમાં વરસાદ છે હતિ.” આ વિદેશી વિદ્વાને કરેલું વિધાન ચર્ચાથી પર છે. ભારતીયની ધર્મશ્રદ્ધા અને આધ્યાત્મિક દષ્ટિ શું છે, તેની તેને કલ્પના પણ ન આવે ત્યાં તેને શી રીતે આ ચમત્કાર દેખાય ? જીવતી પેઢીના અનેક યાત્રીઓ અને પ્રવાસીઓએ, આ પ્રતિમાજીની હડપચીમાંથી
1 ધાંધ નાગર હતો અને શ્રી. અર્જુનદેવને મંત્રી હતે. 2 જુનાગઢમાં મેવાડા સુતારની મેટી સંખ્યા છે પણ હરિપાલ ગાંગજીના કોણ વિરાજો છે તે માહિતી મળી નથી.
Page #407
--------------------------------------------------------------------------
________________
૪૬ઃ જૂનાગઢ અને ગિરનાર નીતરતાં ટીપાં જોયાં છે.
હાબી તરફ શ્રી નેમિનાથજીની પ્રાચીન પ્રતિમા છે. તેના ઉપર વિ. સં. ૧૧ના એક લેખ છે તે વાંચતાં જણાય છે કે, તે પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી ઇનચંદ્રરિએ કરી હતી. શ્રી નેમિનાથજીની ટૂંકમાં વિશાળ ચેકમાં તથા પ્રદક્ષિણ ભાગમાં કુલ ૧૩૩ પ્રતિમાજીઓ અને ૧૮ જેડી પગલાંઓ છે. દક્ષિણ દ્વારની બહાર જમણી તરફ અંબિકા દેવીની મૂર્તિ છે. આ અંબિકા, નેમિનાથઇ ટ્રકની અધિષ્ઠાયક દેવી છે. અદબદજી
શ્રી નેમિનાથજીની ટૂંકમાં ઉત્તર તરફનાં દ્વારની ઓસરીમાં શ્રી ભરિએ રેવત પર્વત ઉપર પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. - આ દ્વારમાંથી નીચે ઉતરતાં ઋષભદેવની, પદ્માસનમાં બેફેલી વિરાટકાય પ્રતિમા છે. આ મતિમાં ઋષભનું લાંછન છે. જેને તેને અદબદજી દાદા કહે છે અને જેને તેને ભીમપુત્ર ધટેન્કચની મૂર્તિ કહે છે. કેટલાંક લે કે તેને ઘડી ઘટ્ટ કહે છે. તેના આસન પાસે ૨૪ તીર્થકરોની પ્રતિમાઓ છે તથા પીત પાષાણમાં વિ. સં. ૧૪૬૮ને પ્રતિષ્ઠા લેખ છે." મેરવી
અદબદજીના ડાબી તરફના દ્વારમાંથી મેરકવશીના દેરાસરમાં જવાય છે. આ દેરાસરજીના મૂલ નાયક શ્રી પાર્શ્વનાથજી છે. આ પ્રતિમા ઉપર સહસ્ત્રફણી લાંછન છે અને તેના નીચે લેખ છે તે પ્રમાણે વિ. સં. ૧૮૫૯ માં, અમદાવાદના વીશા શ્રીમાળી વિલભુશાખાને શા. ઈરજીના પુત્ર શા. કાશીદાસે આ બિંબ તૈયાર કરાવી શ્રી વિજયેન્દ્રસરીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી છે. * 'પાનાથજી ફરતી ૭ પ્રતિમાઓ છે. પ્રદક્ષિણ ભાગમાં પ૮ પ્રતિમાઓ છે. દક્ષિણ દિશાની ઓસરીમાં અષ્ટાપદ પર્વત અને ૨૪ પ્રતિમાઓ છે. ઉત્તર દિશાની ઓસરીમાં મુખીનું કહે છે.
* * - મેરકવરીનું દેરાસર, સિધ્ધરાજના સુબા સાજણે કે સજજને સોરઠ દેશની ઉપજમાંથી કરાવ્યું હોવાનું કહેવાય છે. આ એક એવી પણ માન્યતા છે કે, મેલાશા નામે કંઈ શ્રાવકે, આ દેશસર બંધાવ્યું છે જયારે કેટલાક એમ માને છે કે વસતી પાસેથી ફાળો કરી તે બંધાવ્યું છે. માટે તે મેલક વસ્તીનું
1 જ પ્રકરણ ૩ નું પા. ૭૦ 2 ગિરનાર મહાભ્ય. શ્રી દે. પુ. બરડીયા.
Page #408
--------------------------------------------------------------------------
________________
ચાર : ૪૦૭
રેરાસર કહેવાય છે. એમ પણ કહેવાય છે કે જૂનાગઢના રાહ મેલો આ દેરાસર બધાવ્યું છે અને તેથી જ આ ફ્રેંકને રાજાની પણ કહેવામાં આવે છે. મેરકવશીના દેરાસરની કાતરણી ધણી બારિક અને કલામય છે આ ટૂંકમાં સમસ્ત જૈન સ ́ધે વિ. સ. ૧૮૫૪માં શાંતિનાથનું ભિખ કરાવી તેની પ્રતિષ્ઠા શ્રી વિજયજિનેન્દ્રશ્ર્વરીના હાથે કરાવ્યાના એક લેખ પશુ છે.
સગરામ સેસનીની દૂક
→
વઢિયાર પ્રદેશમાં ખેાલડ ગામમાં, પંદરમા સૈકામાં, સગરામ સેાની નામના એક શ્રીમત હતા. તેણે શ્રી પાર્શ્વનાથજીનું આ સુંદર મદિર માંધ્યું છે. એક મત પ્રમાણે તે સિધ્ધપુરના હતા અને તેણે શ્રી ભગવતી સુત્રના ૩૬૦૦૦ પ્રશ્નોની ૩૬૦૦૦ સુવર્ણ મુદ્રા જ્ઞાન ખાતે આપી સુવણુ' અક્ષરે કલ્પસૂત્ર લખાવેલુ". જેમ્સ બજે સ માને છે કે તે સાળમા સૈકામાં થયા. એવી પણ માન્યતા છે કે શહેનશાહ અકબર સાથે તેને ધનિષ્ટ સંબંધ હતા અને અકબર તેને મામા' કહેતા.૩
મૂલ નાયકજીની કરતી ૨૫. પ્રતિમા છે. તેની ભ્રમતીમાં પણ ત્રગુ દેરાસરા છે. તેમાં બેમાં ત્રણ ત્રણ અને ઉત્તર દિશાના દેરાસરમાં પાંચ પ્રતિમાઓ તથા એક પાષાણની ચાવીસી પણ છે.
!
શ્રી પાર્શ્વનાથજીના આસત નીચે એક લેખ છે, વિ. સ. ૧૮૫૬ના જેઠ સુદી ૭ અને ગુરુવારે, સમસ્ત શ્રી વિજયજિનેન્દ્રસૂરીના હસ્તે. તેની પ્રતિષ્ઠા કરાવી છે. નિવાસી વેારા પરસેતમ ગેડીદાસે કરાવ્યાં છે.
*.
તેમાં જણાવ્યા પ્રમાણે
સદ્યું. બિંભ કરાવી, બીજા બિા માંગરાળ
અહિં વિં સ. ૧૮૭૫માં શ્રી વિજયનેિન્દ્રસૂરીએ પ્રતિષ્ઠિત કરેલી શ્રી અજીતનાથજીની મૂર્તિ પણ છે. પશ્ચિમની ડેરીમાં વિ. સ. ૧૮૬૨માં પ્રતિષ્ઠિત કરેલી આદિનાથજીની પણ પ્રતિમા છે.
આ મંદિરની નકશી અને તરણી સુંદર અને કલાત્મક છે.
1. જુનાગઢતા સહ મેલક ઈસ. ૧૪૦૦ માં ગાદીએ આવ્યા. તે વીર રાા હતા. તેણે મુસ્લિમોનાં થાણાએ ઉડાડી મૂકી સ્વતંત્ર શાસન શરૂ કર્યું. જુએ પ્રકરણ ૩ પાનું ૭૦, વિગતા માટે જુએ. સૌરાષ્ટ્રનેા ઇતિહાસ-શ. હ. દેશાઇ,
2 જૈન તીર્થોનું વન-શ્રી કનવિજયજી ગણી,
૩ ગિરનાર મહાત્મ્ય-શ્રી દે। પુ, ખરેડીયા.
Page #409
--------------------------------------------------------------------------
________________
૪૦૮ : જૂનાગઢ અને ગિરનાર
માનસંગ જરાજની ટૂંક - શ્રી નેમિનાથજીના દેરાસરના દ્વાર સામે કચ્છ માંડવીના વિશા ઓસવાળ શા. માનસંગે બંધાવેલાં અને પાછળથી સુધારેલાં કે વધારેલાં આ દેરાસરના મૂલ નાયક શ્રી સંભવનાથ છે.
- આ ટૂંક પાસે સૂર્યકુંડ નામને કુંડ છે. ત્યાં જૂનું સૂર્ય મંદિર હતું એમ કહેવાય છે. અહિં જૂનાગઢના રાહના સમયના મહેલોના અવશેષે પણ જેવામાં આવે છે. રાણકદેવીને મહેલ
તારીખે સેરમાં જણાવ્યું છે કે અર્ડિ રાહ ખેંગારે પાકા પથ્થરને કિલ્લે બનાવ્યો છે. આ મહેલને લેકે રાણકદેવીને મહેલ તરીકે ઓળખે છે. સંપ્રતિ રાજાનું મંદિર તે આ મહેલને એક ભાગમાં છે તેમ પુરાતત્ત્વવિદ્દો માને છે. કુમારપાળની ટૂંક - ગુજરાતના રાજા કુમારપાળે વિ. સ. ૧૯૭થી વિ સં. ૧૧૧૮ની વચમાં તેના શાસન કાળમાં આ દેરાસર બંધાવ્યું હોવાનું કહેવાય છે. તેના મૂલ નાયક, ચોથા તીર્થકર અભિનંદન છે. વિ. સં. ૧૮૭૫ના વૈશાખ સુદી ૭ અને શનિવારે શા. અણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રી અભિનંદન બિંબ કરાવ્યાને તથા શ્રી વિજય જિનેન્દ્રસૂરીના હાથે માંગરોળના શા. નાનજી કરશે પ્રતિષ્ઠા કરાવ્યાને એક લેખ પણ છે. વિ. સં. ૧૮૮૧ વૈશાખ સુદી ૭ સોમવારને એક બીજો લેખ છે તેમાં મંગ હંસરાજ જેઠા બખાઈએ બિંબ પ્રવેશ કરાવ્યાને તથા પંડિત રાજસાગરજીએ પરિવા સ્થાપ્યાને ઉલ્લેખ છે.
અહિં એક વાવ છે જે દેડકી વાવ કહેવાય છે. નંદીશ્વર
સગરામ નીના મંદિરથી વાયવ્યમાં નદીશ્વરની મૂર્તિ છે. તેના ગોખલા
1 ગિરનાર ઉપરનાં ધર્મસ્થાનોની માલીકી કે કન્ના ભગવટાની તકરારમાં આ પુસ્તકને
પ્રમાણભૂત ગણવાનું નથી. મળેલી માહિતી અને જુદા જુદા ગ્રંથમાંથી કરેલા તારણ ઉપરથી આ વિગતે લેવામાં આવી છે. ગિરનારનાં મંદિર ઉપરના કાયદેસરના હકકો કે વાદવિવાદ સાથે લેખકને સંબંધ નથી. લેખક
Page #410
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૪૯
ની બન્ને બાજુએ વિ. સં. ૧૨૫૬ના જયેષ્ટ સુદી ૧૩ને એક લેખ છે, તેમાં જણાવ્યા પ્રમાણે કુમારપાળના દંડનાયકનો પુત્ર અભયદ હતું. તેને પુત્ર વસંતપાળ હતું. તેણે તેના માતા પિતાના કોયાથે ઉજજયન્ત ઉપર નંદીશ્વરની મૂર્તિ પધરાવી તેની પ્રતિષ્ઠા શ્રી. દેવેન્દ્રસરીને હાથે કરાવી હતી.' વસ્તુપાલ-તેજપાલનાં મંદિર
- ઈસુની તેરમી સદીમાં ગુજરાતના રાજાના મંત્રીશ્વરે વસ્તુપાલ તથા તેજપાલે ઈ સ. ૧ થી ઈસ. ૧ર૪રની વચ્ચે ગિરનાર ઉપર મંદિર બંધાવ્યાં છે. અહિ ત્રણ દેરાસરો છે. તેના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથજી છે. આ બિબ શ્યામ આરસનું છે તેથી તે શામળા પાર્શ્વનાથજી પણ કહેવાય છે. મંદિરને રંગમંડપ પ૩ ફીટ x ર૦ ફીટ છે. કેટલાક વિદ્વાને આ પ્રતિમા ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથની હેવાનું માને છે.
શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાના આસન નીચે વિ. સં. ૧૩૦૫ના વૈશાખ સુદી ૭ શનિવારને એક લેખ છે. તે પ્રમાણે આ પ્રતિમા પાટણ નિવાસી ઠક્કુર વાહડ અને મહામંત્રી સલખણસિંહે પિતાના માતાપિતાના શ્રેયાર્થે પ્રતિષ્ઠિત કરી હતી. વાહડ અને સલખણુસહ, મંત્રી ઉદાના પુત્રો હતા.
આ મંદિરમાં છ શિલાલેખો વિ. સં. ૧૨૮૮ના ફાગણ સુદી ૧૦ અને બુધવારના છે. તે પૈકીના ચાર શિલાલેખમાં વસ્તુપાલે ઉજજયંત પર્વત ઉપર અછતનાથજી આદિ મંદિરે તેની પત્ની લલીતાદેવીના શ્રેયાર્થે બંધાવ્યા અને બે મંદિરે બીજી પત્ની સોબુકાદેવીના શ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે. સાતમે શિલાલેખ વિ. સં. ૧૨૯૯ના ફાગણ સુદી છે. તેમાં ઉજજયંતમાં શ્રી નેમિનાથજીનું બિંબ, શેત્રુંજયમાં શ્રી આદીનાથજીનું બિંબ, અને અન્ય તીર્થોમાં જુદા જુદા તીર્થકરોનાં બિબે કરાવ્યાને ઉલ્લેખ છે.*
1 હીસ્ટોરિકલ ઈન્સીપાન્સ ઓફ ગુજરાત પુ. ૩ જું–શ્રી. ગિ. વ. આચાર્ય. શ્રી.
આચાર્ય આ તિથિ માટે શંકા કરે છે. 2 ગુજરાતી સાહિત્ય પરિષદ - સ્મારિકા-૧૯૬લ્માં લેખ. જનાગઢ જિલ્લાના ઐતિહાસિક
સ્થળ. શ્રી પુષ્પકાંત ધોળકીયા. 3 હીસ્ટરીક્લ ઈસ્કીપશન્સ ઓફ ગુજરાત પુ. ૨ જે શ્રી. ગિ. વ. આચાર્ય. 4 હીસ્ટોરિકલ ઇસ્ક્રીન્સ ઓફ ગુજરાત પુ. ૨. શ્રી. ગિ. વ. આચાર્ય. ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો. શ્રી. છે. મ. અત્રિ-સ્વાધ્યાય, વસંતપંચમી
અંકે ઈ. સ. ૧૯૬૮ જ. ગિ.-પર
Page #411
--------------------------------------------------------------------------
________________
૪૧૦ : જૂનાગઢ અને ગિરનાર
આ શિલાલેખા વસ્તુપાલના જ સમયમાં કાતર.યા છે કે પાછળથી તે માટે કેટલાક વિદ્વાનાએ શ`કા કરી છે. પરંતુ તેમાંથી ઘણી જાણવા જોગ માહિતી પ્રાપ્ત થાય છે. .
આ મશિના સમૂહને વસ્તુપાલવિહાર પણ કહેવામાં આવે છે.
આ મદિરા પૈકીના મધ્યસ્થ મદિરમાં પાર્શ્વનાથજીના આસન નીચે વિ. સ. ૧૩૦૯ ના વૈશાખ સુદી ૩ અને શનિવારના લેખ છે તેમાં આ પ્રતિમાની પ્રતિષ્ઠા તે તિથિએ થઈ હોવાના ઉલ્લેખ છે. તેની ડાબી તરફના દહેરામાં સમવસરણુ ચામુખની શ્રી પાર્શ્વનાથજીની ત્રણ પ્રતિમાએ તથા એક પ્રતિમા શ્રી ચંદ્રપ્રભ પ્રભુની છે. શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાઓના આસન નીચે વિ. સ. ૧૫૫૬ માં અને શ્રી ચંદ્રપ્રભ પ્રભુના આસન નીચે વિ. સં. ૧૪૮૫માં પ્રતિષ્ઠા કર્યાના લેખા છે. મધ્યસ્થ મદિરની જમણી તરફના દહેરાનાં ચામુખમાં પૂર્વ સ્વસ્તિક લાંછનવાળી અને તેની પશ્ચિમે પણ તેવી જ મૂતિ છે. ઉત્તરે શખ ચિહ્નવાળી અને દક્ષિણે શ્રી ચંદ્રપ્રભ પ્રભુની એમ ચાર મૂર્તિ છે. પ્રથમની ત્રણ પ્રતિમાઓના આસના નીચે વિ. સં. ૧૫૪૬માં તેની પ્રતિષ્ઠા થઈ હોવાના ઉલ્લેખ છે.
આ મંદિર પાછળ વસ્તુપાળની માતાનું કહેરૂં છે તેમાં શ્રી સ ંભવનાથજીની પ્રતિમા છે.
મુસ્લિમ શાસનકાળમાં આ દિશને અને સ્મૃતિ"આને શું નુકસાન પહેાંચ્યુ હાવાનું જણાય છે અને તે કારણે તના જીર્ણોદ્ધાર કરવાનું આવશ્યક બન્યુ હશે તેથી વિ. સ. ૧૯૩૨માં કચ્છના શેઠ નરસી કેશવજીએ કુમારપાળની ફૂંક, વસ્તુપાલની ટૂંક તથા સ ંપ્રતિ રાજાની ટ્રંક ક્રૂરતા કુટ બધાવ્યા અને દેરાસરો સમરાવ્યાં હોવાનો એક લેખ મુખ્ય દ્વારમાં પ્રવેશતાં જ જોવામાં આવે છે.
સ‘પ્રતિ રાજાની ટૂક
વસ્તુપાલના મંદિશ પાસે જ સૌંપ્રતિ રાજાનું મંદિર છે. આ રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ના વ`શમાં થયા હતા અને વિ. સં. ૨૨૬ આસપાસ ઉજ્જૈનમાં રાજ કરતા તેમ જૈન ગ્રંથ કહે છે. આ દહેરાના મૂલ નાયક શ્રી નેમિનાથજી છે. તેના રંગ મંડપમાં ચક્રેશ્વરી દેવી તથા ગણુ કાઉસ્સગીએ છે. જેમાંના એક ૫૪ ઈંચ ઊંચે અને બીજા મે ૧૩-૧૩ ઈંચ ઊંચા છે. રંગ મ`ડપમાં વિમલનાથજીની પણ લગભગ ૪ ફીટ ઊંચી પ્રતિમા છે. તે બિંબ સુરતના ખેતા ઝાંઝર્ગુ કરાવી. શ્રી રત્નસિ' સૂરીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવ્યાના
Page #412
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ઃ ૪૧૧
ઉોખ છે. આ સ્થળે ઉખનન કરતાં એક ધાતુનું પરિકર નીકળ્યું છે. તેના ઉપર પણ વિ. સં. ૧૫૨૩માં શ્રી રત્નસિંહ સૂરી અને ભટ્ટાર ઉદયવલ્લભ સૂરીના ઉપદેશથી સંઘે આ પરિકર બનાવ્યું અને તે સમયે પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનસાગરસુરીએ કરાવી લેવાને ઉલ્લેખ છે.* શ્રી ચંદ્રપ્રભ પ્રભુ .
કુમારપાળની ટૂંક પાસેથી શ્રી ચંદ્રપ્રભ પ્રભુના દહેરામાં જવાય છે. તેના મલ નાયક પણ તે જ છે. આ પ્રતિમા વિ. સં. ૧૭૦૧માં પ્રતિષ્ઠિત કરી હેવાને ત્યાં લેખ છે. તેની સામે કોઈ દેવીની મૂર્તિ છે. હાથી કુડ
અહિં હાથી પગલાંના નવા જૂના કુંડે છે. જૂના કુંડમાં હસ્તીપાદ છે. કુંડની ફરતી દીવાલ બાંધી તેમાં અંબિકાની અને અન્ય મૂર્તિઓ મૂકયાને ઉલ્લેખ વિ. સં. ૧૨ાપના શિલાલેખમાં છે. નવોડ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીએ બંધાવ્યો છે.
જૈનોના ગિરનાર મહાત્મ અનુસાર ભરત ચક્રવતી, ગિરનાર ઉપર આવેલા ત્યારે ઈદ્ર પણ આવ્યા હતા. તેના ઐરાવત હાથીનું પગલું અહિં પડતાં તે ગજકુંડ કહેવાય. આ કુંડ નાગેન્દ્ર તથા ચમરે કરાવ્યો છે. -
એવી પણ માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રેગે નષ્ટ થાય છે. આ સ્થાનમાં એક નાગી બાવી રહેતી. કેટ બહારનાં જન મંદિર
વસ્તુપાલની ટૂંક પૂરી થતાં જ કેટ પણ પૂરે થાય છે. ત્યાં કિલ્લાની મજબૂત દીવાલના અવશેષો છે. ત્યાંથી આગળ ચડતાં શ્રી શાંતિનાથજીનું દેવાલય આવે છે તેને લેકે ખાડાનું દેરાસર કહે છે. તેમાં નવ પ્રતિમાજીઓ છે. ત્યાં જવાના સોપાનેની બીજી બાજુએ મલનું કહેવું છે, તેમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમા છે. રાજુલ ગુફા
આ દહેરા પાસેથી નીચે ઉતરતાં શ્રી નેમિનાથનાં પત્ની રામતી કે
1 ગિરનાર મહાભ્યશ્રી દે. પુ. બોડીયા, 2 એજન. 3 એજન.
Page #413
--------------------------------------------------------------------------
________________
૪૧૨ : જુનાગઢ અને ગિરનાર
રાજુલની ગુફા છે, તેમાં તેની ઊભેલી પ્રતિમા છે. તેની બાજુમાં રહેનેમિની લઘુ *દની પ્રતિમા છે.
રાજુલ કે વૈજલવા વિંજુલની ગુફાની પૂર્વીમાં એક ખડક ઉપર વિ. સ. ૧૨૮૯ ના આસે વદી અમાસ અને સામવારના એક શિલાલેખ છે. તે પ્રમાણે વસ્તુપાલે પશ્ચિમમાં કપદી યક્ષનું અને શ્રી આદિનાથજીનું એમ બે મદિરા આત્મશ્રેયાર્થ અને સુવણ શિખરવાળું, વીશ જીનાથી શેાભીતુ મદિર પોતાની સહધમ ચારિણી લલિતાદેવીના તથા ચેાથુ મંદિર ખીજી પત્ની સાખુકા દેવીના શ્રેયાથે બંધાવ્યાં હતાં, 1 દિગબરી મદિરા
મૂર્તિ પૂજક શ્વેતાંબરાનાં દેિશ પૂરાં થયા પછી ગભરાનાં દેરાસર આવે છે. દિગંબરાને હુમડ પણ કહેવામાં આવે છે. આ સ્થળે બે દેરાસરો છે તેમાં મોટા દેરાસરમાં મૂલ નાયક શ્રી નેમિનાથજી છે તથા ૧૧ જુદાં જુદાં બિખા છે. નાના દેરાસરમાં પશુ શ્રી નેમિનાથજીની પ્રતિમા છે, તેની ઉભય પક્ષે શ્રી પાર્શ્વનાથજી છે. તેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૭૪૫ માં ભટ્ટારક જીવરાજજી એ કરી હાવાના લેખ પણ છે. તેની પાસે શ્રી શીતળનાથજીનું હેરૂ છે.
હુમઢના વડામાં એક ચેારસ બેઠક છે. તેમાં સિંહ સંવત ૫૮ (ઈ. સ. ૧૧૭૨)ના એક લેખ છે. તેમાં લખ્યુ છે કે સવત ૫૮ ચૈત્ર વદી ખીજ સેમવાર, ધારાગજમાં નમિચંદના શિષ્ય પંચાણુચંદની મૂતિ 22
ભીમકુંડ
અહિ એક ભીમકુ’ડ નામના કુંડ છે. જૈના કહે છે કે જયારે સાજણે, સેારડની એક વર્ષની ઉપજ દેરાસર બાંધવા અને ખીજાના જીર્ણોધ્ધાર કરવા વાપરી નાખી અને સિધ્ધરાજે તે પાછી માગી ત્યારે થાણાદેવળીના ભીમા કુંડળીયા નાંમના શ્રાવકે તે રકમ ભરી આપવા તત્પરતા બતાવી. સિધ્ધરાજે જ્યારે આ રકમ ન લેતાં ધર્માંકાનું પુણ્ય લીધું ત્યારે ભીમાએ આ રકમ ગિરનાર ઉપર વાપરી તેમાં આ કુંડ કરાવ્યા તેથી ભીમકુંડ કહેવાય છે. હિન્દુઓ એમ માને છે કે પ્રભાસખઢના ગિરનાર માત્મ્યમાં દર્શાવ્યા પ્રમાણે અ‘િ ભીમનાથ મહાદેવનું મંદિર તથા સિધ્ધનાંથની પાદુકા હતી અને ત્યાં ભીમકુંડ
1 હીસ્ટારિકલ ઇન્સ્કીપ્શન એફ ગુજરાત વે। ૐ શ્રી ગિ, વ, આચાર્ય, 2 એજન.
Page #414
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૪૧૩ હતા. ભીમે અહિં પર્વતના પાષાણમાં પ્રહાર કરી આ કુંડ ઉત્પન્ન કર્યો હતે. આ પ્રશ્ન જેને તથા હિન્દુઓ વચ્ચે વિવાદ પણ થયેલ." સાતપુડા
ત્યાંથી સાતપુડાની ગુફાઓ તરફ જવાય છે. ત્યાં જૂનાગઢના ભૂતપૂર્વ દીવન ર. બ. બહેચરદાસ વિહારીદાસ દેશાઈએ કુંડ બંધાવ્યું છે. . જટારાં કરી ધર્મશાળા
ગિરનાર ઉપર રાતવાસે કરવા માટે જેનેની ધર્મશાળાઓ છે. પણ જૈનેતર માટે અપૂર્ણ સુવિધા હેવાથી, ગીતા મંદિર તથ જટાશંકર મહાદેવવાળા પૂ. બ્રહ્મચારી શ્રી રામાનંદજી મહારાજે, અપારશ્રમ અને પુરુષાર્થ કરી આ સુંદર ધર્મશાળા ઈ. સ. ૧૯૩૪-૩૫માં બંધાવી છે. ગૌમુખી ગંગા
ત્યાંથી પાન માર્ગે ચડી ડાબી બાજુએ વળતાં, ગૌમુખી ગંગાનું સુંદર, પવિત્ર અને પુરાતન સ્થાન આવે છે. ગિરનાર મહાત્મ્ય અનુસાર નાગરાજના કહેવાથી ગંગાજી અહિ પાતાળમાંથી આવ્યાં છે અને તેની સ્થાપના નારદજીને હાથે થઈ છે. ગંગાના પ્રવાહ આગળ એક ગૌમુખ છે તેમાથી અવિરત જલ ધારા વહે છે તેથી આ જગ્યા ગૌમુખી ગંગા કહેવાય છે. અહિં એક સ્વચ્છ પાણીને શું છે અને તેની બાજુમાં ગંગેશ્વર મહાદેવ, બટુક ભૈરવ, નીલકંઠ મહાદેવ અને અન્નપૂર્ણાનાં મંદિરે છે. તે ઉપરાંત ગૌશાળા, નાને કંઇ તથા પાણીને ઢાંકે છે. જૂનાગઢના સ્વ. શ્રી ગિરધરલાલ માધવલાલ ધોળકિયા દ્વારા બંધાયેલી ધર્મશાળા તથા સ્વ. ડે. માણેકલાલ ધેડાએ બંધાવેલે એક એરડે યાત્રિક્રેને સુવિધા પૂરી પાડે છે.
ગૌમુખી ગંગામાં ભૈરવાનંદજી નામના પ્રસિદ્ધ મહેત થતાં વર્ષો પૂર્વે થઈ ગયા. તેઓ પ્રખર ગી હતા. વર્તમાન સ્થાનને વિકાસ તેની યોગ
1 ગિરનાર ઉપરનાં જૈનેનાં અને હિંદુઓનાં કેટલાંક થાને પસંવેના હકકો બાબતમાં
ભૂતકાળમાં વાદવિવાદ થયા છે તે પ્રમાણે વેતાંબર અને દિગંબર જૈન વચ્ચે પણ વાંધાઓ ઉપસ્થિત થયા છે. આ પુસ્તકમાં આવા હકકો કે અધિકારની ચર્ચા કરવાનું અનાવશ્યક અને અનુચિત છે. કાયદાના, હકના અને ઉપભોગના પ્રશ્નો સાથે આ પુસ્તકના વિષયને કાંઈ સંબંધ નથી, પુસ્તકો અને મળેલી માહિતી ઉપરથી વર્ણનાત્મક વિગતે લેવામાં આવી છે. ભવિષ્યમાં આવા કોઈ વાદવિવાદ ઉપસ્થિત થાય તે આ પુસ્તકનાં કોઈ વિધાનને કે માહિતીને પ્રમાણભૂત ન ગણવા વિનંતી છે. લેખક
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૪ જગઢ અને રિનાર સિદ્ધિ અને તપશ્ચર્યાનું પરિણામ લેવાનું માનવામાં આવે છે. પથ્થર ચટ્ટી
ત્યાંથી આગળ વધતાં રામાનુજ સંપ્રદાયનું મંદિર છે. ઈ. સ ૧૮૮૬ના જલાઈ માસની દશમી તારીખે તે સ્થળે પથ્થરોને પ્રપાત થતાં તેમાં મહંતશ્રી નરસિંહપ્રપન્નછ તથા અન્ય માણસો દટાઈ ગયા. આ પ્રસંગે સેવાદાસજીની જગ્યામાં રહેતા તેના શિષ્ય સંતદાસજી દેડીને બચાવવા ગયા પણ તે પૂર્વે તેઓ નિપ્રાણ થઈ ગયા હતા. આ અકસ્માત પછી આ મંદિર પુનઃ બંધાયું અહિં શ્રી બાલાજી ભગવાનનું તથા ભૂતપૂર્વ આચાર્યોની પ્રતિમાઓ છે. સેવાદાસજીની જગ્યા
ગૌમુખીથી આગળ ચાલતાં સેવાદાસની જગ્યાના નામથી પ્રસિદ્ધ થયેલી જગ્યા છે. આ જગ્યા બાંધનાર મહંતશ્રી સેવાદાસજી સીમલા પાસે આવેલા સબાહુ કે સપાટુ ગામના રઘુવંશીય ક્ષત્રિય રામસિંહના પુત્ર હતા. તેમને જન્મ ઈ. સ. ૧૭૮૪માં થયેલો. તેઓ માત્ર તેર વર્ષની વયે ગૃહત્યાગ કરી સાધુ થઈ ગયા. ઈ. સ. ૧૮૨૪માં તેઓ ગિરનારમાં આવ્યા અને જુદે જુદે સ્થળે આસન રાખી અતે ગૌમુખી પાસે જાંબુડાની કે જાંબુવાનની ગુફામાં રહ્યા અને ત્યાંથી ભૈરવજપ પાસે પિતાની જગ્યા બાંધી આ મહાત્માના ચમત્કારની અનેક વાતે પ્રચલિત છે. તેઓ ઈ. સ. ૧૮૮૩ના ડીસેમ્બરની પાંચમી તારીખે સાતવાસી થયા.' '
છો સેવાદાસજી મિષ્ટભાષી, નિરાભિમાની અને તપસ્વી પુરુષ હતા. તેમ અંગ્રેજ પ્રવાસીઓએ તેમના લેખમાં નેપ્યું છે.'
સેવાદાસની જગ્યામાં જૂનાગઢના સ્વ. જાદવરાય હરિશંકર વસાવડાએ ધર્મશાળા બંધાવી છે.
1 સૌરાષ્ટ્ર દર્પણ-જુલાઈ ૧૮૮૬ 2 સૌરાષ્ટ્ર દર્પણ-જાન્યુઆરી ૧૮૮૪ 3 બ્લેક વડ મેગેઝીન-ઈ. સ. ૧૮૩ અનામી અંગ્રેજ લેખને હોખ, .
કલો રીવ્યુ ઈ. સ. ૧૮૭૭માં લેખ, સૌરાષ્ટ્ર એન્ડ હીલ ઓફ સેકનોખક સી. એમ. એન્ટીકવીટિઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ એકટ્રેકટસ ઇ. સ. ૧૮૬-જે. બરસ,
Page #416
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ઃ ૪૧૫
ૌરવજપ ' સેવાદાસજીની જગ્યા પાછળ પશ્ચિમ દિશામાં નીચેની ખીણ ઉપર ઝુક્તિ ભૈરવજપને ખડક છે. તેના ઉપર ભૈરવનું સ્થાન છે. આ વિકરાળ અને વિકટ ખડક ભૈરવજપ નામથી જાણીતા છે. પૂર્વે એવી માન્યતા પ્રચલિત હતી કે તેના ઉપર ચડી નીચે પડતું મૂકી મૃત્યુને ભેટે તે બીજે ભવ રાજપતિ થાય. આ એક આત્મઘાતને બનાવ ઈ. સ. ૧૮૭માં બનતાં જૂનાગઢ રાજ્યે ત્યાં આવા કાર્ય માટે કઈ જાય નહિ તેનો પ્રબંધ કર્યો અને વિ. સં. ૧૯૨૮ના, માગસર વદી રની તિથિની એક જાહેરાત રાજ્ય ગેઝેટમાં પ્રસિદ્ધ કરી કે આ માન્યતા ખોટી છે અને ધાર્મિક દષ્ટિએ પણ તેમ કરવું બરાબર નથી.
વૈરવજપ ઉપર જવું અને પડવું એટલું વિષમ છે કે આજે પણ કોઈ કઠિન અને અસંભવ કામ કરવાનું હોય તે કહેવત છે કે “આ તે ભૈરવજપ ખાવા જેવું છે.' શેષાવન
ભૈરવજપ પાસેથી આગળ વધતા ભાંગેલાં તૂટેલાં પગથિયાં ઉપરના ગિરનારના જૂના માર્ગે આગળ જતાં ત્યાં શેષાવનનું રમણીય સ્થાન આવે છે. અહિં સતી સીતાજીનું મંદિર છે તથા સાધુઓને રહેવાના ઓરડાઓ છે. આ જગ્યામાં ખાખી સાધુઓ રહે છે." ભરતવન
ત્યાંથી આગળ ચાલતાં ભરતવનનું અતિ રમણીય સ્થાન આપે છે. આ . શાંત, સુંદર અને મનેરખ્ય સ્થાનમાં શ્રી રામ તથા ભારતમાં મંદિરે છે અને મહંત શ્રી નરસિંહદાસજીના પ્રયત્નોથી બંધાયેલી ધર્મશાળા અને આશ્રમનાં મકાને છે.
અહિંથી ડેરવાણુના નાકા પાસે જતા માર્ગ ઉતરે છે. ગિરનારને આ મૂળ મા હતા અને સવિશેષ અવર જવર આ માગે થતી. યુધ્ધ કાળમાં શત્રુઓ પણ આ માર્ગે જ ચડી આવતા અને જે પશ્ચિમ તરફથી આક્રમણ થયું હોય તે ગિરવાસીઓ અહિંથી નીચે ઉતરી જતાં. અહિં સોપાન માગ હતા જે હવે અમુક ભાગમાં જ રહ્યો છે. બીજે સર્વથા નષ્ટ થયો છે.”
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
?
1 અહિં તા. ૧૨-૪-૧૯૮૪ના રોજ નેમિનાથ પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા થઈ 2 જુઓ આ પ્રકરણમાં “સોપાન માર્ગ પાનું ૩૯૯
Page #417
--------------------------------------------------------------------------
________________
1 જૂનાગઢ અને ગિરનાર હનુમાન ધાણા
શેષાવન જવાના માર્ગમાં હનુમાનધારાની જગ્યા આવે છે તેને હનુમાન દ્વાર' પણ કહે છે. ત્યાં હનુમાનજીનું મંદિર છે. અહિંથી જટાશંકર મહાદેવની જગ્યા તરફ ઉતરાય છે અને ત્યાંથી ગિરનારની પશ્ચિમ તળેટીમાં જવાય છે. એવી પ્રબળ માન્યતા છે કે ગિરનાર ઉપર, પશ્ચિમ તરફથી ચડવાનો મૂળ માર્ગ આ હતો અને હનુમાન દ્વાર આગળ તેનું પ્રવેશ દ્વાર હતું. રાજા કુમારપાળના સમયમાં જેન મંદિરમાં સીધા જવાય તે માટે પશ્ચિમના (વર્તમાન) માને સવિશેષ અગત્ય મળતાં હનુમાન દ્વારને માગ બંધ પડશે. આજે આ માગને ગેબી રસ્તો પણ કહેવામાં આવે છે.
અહિં હનુમાનજીના મુખમાંથી પાણીને પ્રવાહ વહે છે તેથી તેનું નામ હનુમાન ધારા થઈ ગયું છે. સીતા મહી
અહિં એક દહેરીમાં સતી સીતાજીનાં ચરણે છે. સાચા કાકા
હનુમાનધારાથી પુનઃ સેવાદાસની જગ્યા, ગૌમુખી ગંગા પાછા આવ્યા પછી અંબાજીની કે જવાને માર્ગ શરૂ થાય છે. આ જગ્યામાં સત્યનારાયણનું મંદિર છે તેથી લેકેએ પ્રેમથી તેનું નામ સાચા કાકા આપ્યું છે. સત્યનારાયણનાં મંદિર સામે શ્રી દત્ત પ્રભુનું મંદિર પણ છે. અહિં કાલિકા માતાની પણ મૂર્તિ પ્રતિષ્ઠિત છે , શેષશાયી ભગવાન
ખાડાના દેરાસરનાં પાસે શેષશાયી ભગવાનનું મંદિર છે. ત્યાં માતાજીની પણ પ્રતિમા છે. આ જગ્યા સેવાદાસની જગ્યા નીચે છે. અંબાજી
ઉપર ચડતાં અંબાજીનું પ્રસિધ, પુરાતન અને પવિત્ર મંદિર આવે છે. અહિં માતાજીનું મુખાવિક છે. પુરાતત્વવિદો માને છે કે આ મંદિર ગુપ્ત કાલમાં બંધાયેલું છે.
1 એજન,
Page #418
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૪૧૭
ગિરનાર મહાત્મ્ય અનુસાર ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અહિં અંબાજીની સ્તુતિ કરેલી ગિરનારમાં જેમ પાંચ રકાર ગણાવ્યા છે તેમ પાંચ રતને, ગિરિ, ગિરિ, ગિરજા, ગંગા અને ગુરૂ કહેવાય છે તે પૈકી ગિરજાનું આ મંદિર છે. જો કે તેને ગિરનારી માતા પણ કહે છે.
ગિરનાર મહાઓ એમ પણ કહે છે કે બ્રહ્માએ શંકરને પ્રસન્ન કરી વર માગે કે મેં સચરાચર શૈલેય ઉત્પન્ન કર્યું છે તે આપ પણ ભાવ રૂપે આ મૂર્તિ ત્યાગ કરી ઉત્પન્ન થાઓ' શંકરે તેથી ગિરનાર ઉપર વાસ કર્યો. પાર્વતીએ જયારે શંકરને ન જોયા ત્યારે દેવતાઓ ઉપર ક્રેપ કર્યો અને શંકર કયાં છે તે કહેવા અનુરોધ કર્યો. દેવતાઓને ખબર ન હતી કે શંકર કયાં છે તેથી તેમણે પુષ્કળ શોધખોળ કરી અને તેઓને શંકર, ભવનાથ સ્વરૂપે ગિરનારમાં છે તેવા સમાચાર મળ્યા, પાર્વતીને તે ખબર આપતાં તે કાર્તિકેય તથા ગણપતિ સાથે અહિં આવીને વસ્યાં,
આ મંદિર ઉપર ઈ. સ. ૧૮૮૪ના જૂન માસની ૨૨ મી તારીખે વીજળી પડતાં ડું નુક્સાન થયેલું પણ તેનું તરત જ સમારકામ કરાવી લેવામાં આવ્યું. - શ્રી અંબાજી મંદિરમાં નીજ મંદિરના દ્વારમાં જૂનાગઢના સ્વ. ગુલાબરાય અંબાશંકર જોશીપુરાએ વિ. સં. ૧૯૦૮ માં રૂપાનાં કમાડ ચડાવી માતાજીને અર્પણ કર્યા છે. જૂનાગઢના તત્કાલીને દીવાન ગોકુલજી ઝાલાએ મંદિરની દક્ષિણે એક ધર્મશાળા પણ બંધાવી છે.
શ્રી અંબાજીના મંદિરની દક્ષિણ તરફ ખપ્પર નામથી ઓળખાતી જગ્યામાં પાણીને ચો છે. તથા પાસે એક બેરડી છે તેના જાળાં ઉપર માનતાના ચીંથરાં ચડે છે તે ચીંથર બોરડી કહેવાય છે. શ્રી ગેરખનાથ
અંબાજીથી દક્ષિણ દિશામાં આગળ ચાલતાં ગુરુ ગોરખનાથની ટૂંક આવે છે. તે ગિરનારની ટૂંકમાં સહુથી ઊંચી છે. અહિં ગોરખનાથ જન ધૂણે તથા પાદુકા છે. આ જગ્યા નાથ સંપ્રદાયની છે અને તે સાથેની બીજી જગ્યા શ્રી નાથજીને દલી નગરમાં છે. એઇડ
ત્યાંથી આગળ ચાલતાં ઓઘડની ટૂંક છે નાથ સંપ્રદાયના લેગીઓ કાનમાં ચીરે લીધા પૂર્વે એવઠ કહેવાય છે. તેઓનું આ ટૂંક ઉપર સ્થાન હશે. જ. મિ–૫૩
Page #419
--------------------------------------------------------------------------
________________
:
:
.
a નાગઢ અને ગિરનાર અવેરી સંપ્રદાયના અવધૂતો પણ ઓઘડ કહેવાય છે. કાશીમાં થઈ ગયેલા પ્રસિદ્ધ ઓઘડ કનિરામજી ગિરનારમાં આ સ્થળે, રહેલા અને ત્યાં તેમને ગુરુ, દત્તાત્રયનો સાક્ષાત્કાર થયે હતા એમ પણ કહેવાય છે.' કમંડલ કુંડ ,
અહિંથી હું માર્ગ ખંડન કરી નીચે ઉતરતાં જમણાં હાથ ઉપરના સોપાન મા કમંડલ કુંડની રમણીય જગ્યામાં જવાય છે. ગિરનાર મહાત્મા કહે છે કે તેની સમીપે નંદીશ્વર મહાદેવ છે. અહિં રત્નવાડી અર્થાત રતન બાગ નામનું સ્થાન છે.
ત્યાં દતાત્રયને ધૂણે છે. પાંડવ ગુફા
કમંડલ કુંડ પાસે છ માણસે બેસી શકે એવી એક ગુફા છે તેથી તે પાંડવ ગુફા કહેવાય છે. અનસયા
અહિં થોડે આગળ જતાં અનસુયાની ટેકરી છે અને ત્યાં ગુફામાં અનસુયાની મૂર્તિ છે. કાલિકા
પાંડવ ગુફાની દક્ષિણે કાલિકાની ટૂક આવે છે, ત્યાં જવા માટે પગથિયાં નથી. કેડી દ્વારા જેવાય છે. અહિં માતાજીનું માત્ર મુખાવિંદ છે, જેની પૂજા
થાય છે.
દતાત્રેય
ત્યાંથી પાછા ઉપર આવી આગળ વધતાં ઊંચા અને અદ્ધર ઊભેલા
1 ગુલાબરાય ચરિત્ર, લેખક શ્રી જટાશંકર હરજીવન વોરા,
શ્રી ગુલાબરાય જુનાગઢના નાગર ગૃહસ્થ હતા તથા એજન્સીમાં અમલદાર હતા, તેમને જન્મ ઇ. સ. ૧૮લ્માં થયેલા અને મૃત્યુ ઇ. સ. ૧૮૫માં થયું. તેમણે વાગીશ્વરી પદમાવતી, હાટકેશ્વર, હિંગળાજ, કનકાઈ, બ્રહમપોળનાં અંબાજી આદિ મંદિરમાં પણ રૂપાનાં દ્વારા થડાવેલાં તથા બીજા દેવસ્થાનમાં ધર્મશાળાઓ બંધાવેલી ઇન્દુલાલ દુર્લભજી ભુવા ટ્રસ્ટ તરફથી અહિ એકધર્મશાળા બાંધવામાં આવી છે. તેનું ઉદ્દઘાટન તા. ૧૦-૧૧-૧૮૭ના રોજ થયું. 2 ઓઘડ ભગવાન રામ (હિન્દી) લેખક છે. યશનારાયણ ચાતુર્વેદી.
Page #420
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ગુરુદત્તના શિખરે જવાય છે. ત્યાં ગુરુ દત્તાત્રેયનું નાનું પણ સુંદર સ્થાન છે. અન્ય પ્રચલિત વાર્તાઓથી જુદા સ્વરૂપની દત્ત જન્મની વાર્તા પ્રભાસખંડનું ગિરનાર મહાઓ આપે છે. તે પ્રમાણે અત્રિ ઋષિએ બાર હજાર વર્ષ તપશ્ચર્યા કરી દેવ પાસેથી પુત્ર જન્મનું વેર માંગતાં ગુરુ દત્તાત્રય તેને ત્યાં અવતર્યા.
નાથ સંપ્રદાયના આદિ ગુરુઓના પણ ગુરુ દત્ત ગુરુ છે. અહિં પ્રતિ પૂર્ણિમાને દિવસે અનેક ભક્તો દર્શને આવે છે.'
આ ટેકરીમાં પશ્ચિમ તરફ શ્રી આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમા પણ પ્રતિષ્ઠિત છે." ગબર - અહિંથી ગબરના પર્વતમાં જવાય છે. તેને ગધેસિંડને ડુંગર પણ કહે છે. અહિંથી ગધેમાં નામના સિક્કાઓ મળતા. સાધુઓ માને છે કે આ પર્વતમાં આજ પણ નિઃશરીર યોગીઓ વસે છે. અન્ય સ્થાને
ગિરનાર પર્વતની તળેટીમાં કેટલાંક રમ્ય અને પવિત્ર સ્થાને આવેલાં છે, જે પૈકીનાં નીચેનાં મુખ્ય છે. બોરદેવી
ગિરનારની તળેટીમાં બેરીયા ગળા નામે ઓળખાતી જગ્યા પાસે આ સુંદર સ્થાન છે. ત્યાં બેરડીનું ઝાડ હતું તે માટે તે બેરદેવી કહેવાય છે તેવી પ્રયલિત માન્યતા છે. ત્યાં બેરદેવીનું મંદિર છે તથા લાખા મેડી નામનું જૂનું ખંડીયેર છે. અહિંથી કેટલાક અવશેષો મળી આવ્યા છે, તેમાં એક સ્તૂપ છે, જેની પાસેથી એક માટીના પાત્રમાં ત્રાંબાનું પાત્ર, તેમાં ચાંદીનું પાત્ર અને તેમાંથી સોનાની એક ડબી પણ મળી છે. મળી આવેલી એક મુદ્રામાં “મહારાજા રૂદ્રસેન વિહારે ભિક્ષ સંઘસ્ય’ શબ્દ લખેલા છે. * *
ઈટવા
મિરનારની તળેટીમાં ઈવા નામના સ્થળે ઈ. સ. ૧૯૪૯માં ઉખનન
1 ધર્મ સ્થાનોની માલીકી, ઉપયોગ કે હક અધિકાર વિષયમાં આગળના પાનાંઓની
ફૂટનોટમાં જણાવ્યા પ્રમાણે આ પ્રકારના હક અધિકારના વાદવિવાદ માટે આ
પુસ્તકને આધાર લેવો નહિ. –લેખક.' 2 વિગતો માટે જુઓ પ્રકરણ ૨જુ પા, ૫૪
Page #421
--------------------------------------------------------------------------
________________
કર૦ઃ જૂનાગઢ અને ગિરનાર કરતાં ત્યાંથી ૪૭૫ ફિટ લાંબો અને ૧૫૦ ફીટ પહેળે બુદ્ધ વિહારને પાયે મળ્યો છે. ત્યાંથી મળી આવેલી ઈટ ઉપરથી જણાય છે કે આ વિહાર ૧૮ ઈંચ લાંબી, ૧૨ ઈંચ પહોળી અને ૩ ઈંચ જાડી ઈ ટોથી બાંધવામાં આવ્યું હશે, આ ઉપરાંત ત્યાંથી પ્રાર્થના ખંડની ફરશ અને ૧૦ ફીટ લાંબા અને ૧૦ ફીટ પહેલા એવા ૬ અને ૨૬ ફીટ લાંબો અને ૧૦ ફીટ પહેબે એ ૧ ખંડ પણ મળી આવ્યો છે.
પશ્ચિમ તરફ એક લાંબી પરસાળ પણ દેખાય છે. આ ખંડ ફરતી ૫ ફિટ ૧૦ ઈંચ પહેલી ઓસરી પણ હશે તેમ જણાય છે. પૂર્વમાં ૩૬૦ ફીટ અને દક્ષિણે ૭૦ ફીટ દૂર, ૪૦ ફીટ લાંબી અને ૪૦ ફીટ પહેળી એવી ઈમારતનાં અવશેષો જોવામાં આવે છે.
ઈટવાના ઉખનનમાંથી ક્ષત્રપ રાજાની મુદ્રા, તેલ માપ, ચટણી વાટવાને પથ્થર અને માટીનાં વાસણ પણ નીકળ્યાં છે.' જટાશંકર
ગિરનારના ગેબી રસ્તા ઉપરથી હનુમાનધારા પાસેથી ઉતરતા માર્ગમાં જટાશંકર મહાદેવનું સ્થાન આવે છે. જટાશંકરનું લિંગ એક ગુફામાં છે. તેના ઉપરથી સતત જલ પ્રવાહ વહે છે. અહિં એક ધર્મશાળા પણ છે. * ચામુદ્રી
ગિરનારની તળેટીમાં આ સુંદર સ્થાન આવેલું છે. અહિં તુલસી અને રામતુલસીનાં વન છે.. માળવેલો
ગિરનારની ગોદમાં આવેલા આ મનોરમ્ય સ્થાનમાં, મહાદેવનું મંદિર તથા રહેવા માટેના ઓરડાઓ છે. ઝિણ બાવાની મઢી
* ઝિણ બાવા નામના પવિત્ર યોગીએ બાંધેલી આ જગ્યા પણ રમણીય અને સુંદર છે. ગિરનારની પરકમ્માના પ્રવાસીઓ અહિં રાત્રી વ્યતિત કરે છે. ઝિણુ બાવાના અનેક ચમત્કારની વાત માં પ્રચલિત છે. લાલહેરી
ગિરનારની તળેટીમાં દુધેશ્વર મહાદેવનું સ્થાન છે. ત્યાં જૂનાગઢ રાજ્યના
[1
એજન,
Page #422
--------------------------------------------------------------------------
________________
ગિરનાર
૪૨૧
સમયમાં કલમી આંબાઓ વાવવા માટે ખાનગી વ્યક્તિઓને આપેલા પોટેમાં પુષ્કળ ઊંચી જાતના કલમી આંબાઓનું વન છે. તેનાથી થોડે દૂર લાલઢેરી નામનું અતિ સુંદર અને આકર્ષક સ્થાન છે. ત્યાં આજે રૂપાયતન નામની સંસ્થા તથા શ્રી રતુભાઈ અદાણીના માર્ગદર્શન નીચે એક હાઈસ્કૂલ ચાલે છે અહિ સુરમ્પ અને નૈસર્ગિક વાતાવરણમાં રહેતા અને વસતા છાત્ર વિદ્યાભ્યાસ કરે છે. દામોદર કુંડ
જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગમાં સનરખ નદીમાં આ પવિત્ર અને પ્રખ્યાત કંડ છે. તેને કાંઠે દામે દરરાયજીનું મંદિર છે. સ્કંદગુપ્તના સુબા ચક્રપાલિત, ઈ. સ. ૪૫૭-૪૫૮માં ચભૂત વિષ્ણુનું મંદિર બંધાવ્યાને પર્વતીય શિલાલેખમાં ઉલ્લેખ છે તે આ મંદિર હેવું જોઈએ તેમ વિદ્વાનો માને છે. કેઈ કાળમાં તે ખંડિત થયું હશે તેથી તેના શિખરો ભાગ તથા પૂર્વની દીવાલને જીર્ણોદ્ધાર થયો હોવાનું જણાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર શ્રી કૃષ્ણના પૌત્ર વજાથે બંધાવ્યું છે.
ભક્ત કવિ નરસિંહ મહેતા અહિં દર્શને આવતા અને રાહ માંડલિકે જયારે તેની કસોટી કરી ત્યારે દામોદરરાયે અહિંથી જ હાર આપેલો એમ કહેવાય છે. ગિરનાર મહામમાં, આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વસે છે તેવી વાર્તા છે. એવી પણ પ્રચલિત માન્યતા છે કે આ કુંડના પાણીમાં હાડકાં આપ; મેળે ઓગળી જાય છે અને તેમાં ચિતાભસ્મ નાખવામાં આવે છે તે છતાં પણ શુદ્ધ રહે છે.
અહિં વિ. સં. ૧૪૭૩ ના વર્ષને એક શિલાલેખ છે, તેમાં જણાવ્યા પ્રમાણે દામોદર નામના કેઈ પરોપકારી સજજને, યાત્રાળુઓ માટે બંધાવેલ મઠ છે. શ્રી મહાપ્રભુજીની બેઠક પણ ત્યાં જ છે. - ઈ. સ. ૧૮૨૬ માં દીવના વ્યાપારી સંઘજીએ વાગશ્વરી દરવાજાથી ગિરનાર સુધીને માર્ગ બંધાવ્યો અને એનરખ ઉપર પાજ તથા ઈ. સ. ૧૮૮૯ માં દીવાન હરિદાસ વિહારીદાસે તેનાં માતુશ્રી હેતાબાના સ્મરણાર્થ મંદિરમાં જવાને પુલ બંધાવ્યું.'
1 આ પુલ અને પાજ સુંદરજી શિવજીએ બંધાવ્યાં અથવા ધોરાજીના સુંદરજીએ બંધાવ્યાં
તેવી માન્યતાઓ છે પણ દીવાન રણછોડજી તારીખે સોરઠમાં સ્પષ્ટ લખે છે કે માર્ગ બંધાવનાર સંઘજી દિવાન હતો.
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૨ જૂનાગઢ અને ગિરનાર
*,
;
*
*
.
*
* આ કુંડની લંબાઈ ર૭૫ ફીટ અને પહોળાઈ ૫૦ ફીટ છે તથા ફરતે ઘાટ છે. અહિં સ્મશાન છે. જે હમણાં થોડા સમય પૂર્વે નવું સ્મશાન થતાં બંધ થયું છે. સુચકલેશ્વર
' દાદર કુંડ પાસે મુકંદની ગુફા તથા મુચકુંદેશ્વર મહાદેવ છે. એમ કહેવાય છે કે આ લિંગની કઈ અજ્ઞાત વ્યક્તિ પ્રત્યેક દિવસે પ્રાત કાળમાં પૂજા કરી જાય છે. તેને હજી સુધી કોઈ જોઈ શક્યું નથી કે જાણી શકાયું નથી. બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માએ આ ગુફામાં નિવાસ કરે. રેવતી કુંડ
અહિ રેવતી કુંડ નામને માને છતાં સુંદર કુંડ છે. વાગી કરી
અહિંથી છેડે આગળ ચાલતાં જેને સામાન્ય રીતે વાઘેશ્વરી કહેવામાં આવે છે તે વાગીશ્વરી માતાનું મંદિર છે તેની પાસે છેડે ઊંચે માતાજીનું બીજુ મંદિર છે જ્યાં ચડવા માટે જૂનાગઢના શ્રી હેમતલાલ વેરી નામના ગૃહસ્થ પગથિયાં બંધાવી આપ્યાં છે. -
વાગીશ્વરીથી જરા નીચે વામનેશ્વરનું મંદિર છે. લક્ષમણ ટેકરી
ગિરનારથી શહેરમાં જવાના માર્ગ ઉપર એક ટેકરી ઉપર લક્ષ્મણજીની પાદુકા તથા ડેરી છે. આ ટેકરી લમણ ટેકરી કહેવાય છે.
આ ઉપરાંત આ માર્ગમાં એટલે વસ્ત્રાપથ ક્ષેત્રમાં પ્રાચીન અર્વાચીન નાનાં મેટાં મંદિર અને આશ્રમે છે. ઈન્દોર '
ગિરનારની ઉત્તરે જોગણીના પહાડમાં ઈન્વેશ્વરનું રમણીય સ્થાન છે. ગિરનાર મહાગ્ય પ્રમાણે આ મંદિર વીરભદ્ર નામના પર્વતમાં આવેલું છે તે માટે પુરાણુકર માત્ર એટલું જ કહે છે કે વીરભદ્ર નામનો પર્વત છે તથા તેમાં ઈન્ડેશ્વર મહાદેવનું મંદિર છે. મહામ્ય વિશેષમાં કહે છે કે ઈન્દ્ર, પરસ્ત્રી ગમનનું પાપ કરેલું પણ એક પારધીની સલાહથી વીરભદ્રમાં અપૂજ પડેલા એક લિંગની પૂજા કરી પાપમાંથી મુક્તિ મેળવી તેથી તેનું નામ ઈન્ડેશ્વર થયું.
એવી પણ કિવદંતિ છે કે નરસિંહ મહેતા જે મહાદેવને પ્રસન્ન કરી
Page #424
--------------------------------------------------------------------------
________________
પૈઠમાં ગયા તે આ ઈન્દ્રેશ્વર મહાદેવ.
અડિ` સં. ૧૯૫૦ (ઈ. સ. ૧૮૯૪)ના એક શિલાલેખ છે. એમાં જણાવ્યા પ્રમાણે દીવાન કુટુંબના છેોટાલાલ ભવાનીદાસનાં પત્ની જવલકુવર ત્રિકમજીએ સ્વ ચંપર્ક તથા કુમકની સ્મૃતિમાં શિવાલય બાંધ્યું છે.
ઈ. સ. ૧૯૦૬-૧૯૦૭માં મુંબઈના કંઈ ભાટિયા ગૃડસ્થે ત્યાં શિખરઅંધી મંદિર બધાવ્યુ અને તત્કાલિન નવાબ રસુલખાને સક્કરબાગથી ત્યાં સુધીના પાર્કા રસ્તા બંધાવી આપ્યા. એમ પણ કહેવાય છે કે નવાબ રસુલખાન ગાદી ઉપર આવ્યું. તે પૂર્વે આ જગ્યામાં જતા આવતા અને ત્યાંનાં મહત તેને તે રાજકર્તા થશે તેવા આશિષ આપેલા તે ફળીભૂત થતાં નવાબે આ રસ્તા કરાવી આપેલા.
એવી પણ એક માન્યતા છે કે આ શિવાલય પાસે શ્વેત રૂવાટા અને વાળ વાળા એક વૃદ્ધ મહા સપ` રહે છે અને ઘણી વાર લિંગ કરતા આંટા લઈને બેઠેલા જોવામાં આવે છે.
આ શિવાલયમાં જૂનું લિંગ હતુ. તે ફાટી ભાજુમાં ખીજું લિંગ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે.
ગિરનાર : ૪૨૩
રામેશ્વર
અહિં શ્રી ગુલાબરાય જોશીપુરાએ નાની ધમ શાળા બધાવી છે. 1
જતાં ત્યાં મૂળ લિંગની
ગિરનારની દક્ષિણે ખીલખા પાસે રામેશ્વરનું સ્થાન છે. આ પવિત્ર અને પુરાતન સ્થાન સુંદર અને આકર્ષીક છે.
વ્રતાર
ગિરનાર પર્વતની દક્ષિણે દાતારના પહાડ છે. તેમાં જમિયલશાહ દાતારની પવિત્ર અને પ્રખ્યાત જગ્યા છે.
ગુલાબરાય ચરિત્ર-લેખક શ્રી જાાર હરજીવન વાસ.
દાતારના પહાડ સમુદ્રની સપાટીથી ૨,૭૭૯ ફીટ ઊંચા છે. ત્યાં જમિયલશાહ પીરના ચિલ્લા છે. જમિયલશાહની તુરત તા સિધના નગરઠઠ્ઠામાં છે પરંતુ તેઓ અહિ વસેલા તેથી તેના ચિલ્લા કહેવાય છે. જમિયલશાહ ધરાનના તુસ શહેર કૈં જ્યાં પ્રખ્યાત કવિ દ્વીરદાસી જન્મેલા ત્યાંના હતા. બાલ્ય વયમાં તેઓએ તેમની અસાધારણ દૈવી શક્તિના પરિચય આપ્યા. સાત વર્ષોંની વયે તા તેમણે કુરાન શરીફ્ કંઠસ્થ કર્યું અને પંદર વર્ષની વયે હુંજ પડી
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૨૪ : જૂનાગઢ અને ગિરનાર આવી છેડે સમય વ્યતિત કરી, સિંધના નગરઠઠ્ઠા શહેરમાં આવી વસ્યા. અહિ તેમણે અલાહની મહેરબાની, કુદરતી બક્ષિસ અને ઈબાદતથી અનેક ચમત્કારે કરી બતાવ્યા. ત્યાંથી તેઓ રાહ માંડલિકના સમયમાં એટલે ઈ. સ. ૧૪૭૦ ની આસપાસ સૌરાષ્ટ્રમાં આવ્યા.
આ સમયે જૂનાગઢના પહાડોમાં, ભૂત, પ્રેત, પિશાચ અને એવા અવગત પામેલા આત્માઓ વસતા અને નિર્દોષ માણસોને ત્રાસ આપતા. પીર જમિયલશાહે તેમને વશ કરી તેમનું અસ્તિત્વ નષ્ટ કર્યું. તેણે જનતાને પણ આણમાં લીધા.
કિવદંતી છે કે જ્યારે નાગબાઈને રાહ માંડલિકે સંતાપ્યાં ત્યારે જમિયલશાહ પીર રાહને સમજાવવા ગયેલા. તેમણે રાહને આઈની માફી માગવા સલાહ આપી પણ રાહ મા નહિ ત્યારે તેમણે મહમૂદ બેગડાને જૂનાગઢ આવી સોરઠ જીતી લેવા આમંત્રણ આપ્યું.
આ પવિત્ર, પ્રતાપી અને ઈશ્વરને પ્રારા ઓલિયાના જીવન અને ચમત્કારેની અનેક વાતે પ્રચલિત છે. જે સમગ્રનું આલેખન શકય નથી, પરંતુ તેમાંથી એક તાત્પર્ય નીકળે છે કે, તેમનામાં પ્રાણી માત્ર પ્રત્યે દયા અને અનુકંપા હતી. તેમનામાં ધમ ધપણું ન હતું અને તેઓ હિન્દુઓ અને મુસ્લિમોને સમાન ગણતા અને તેથી આજ પણ તેના ચિલ્લા પાસે હિન્દુઓ અને મુસ્લિમ સમાન ભાવે ઊભા રહી તેની વંદના કરે છે અને તેની માનતા માને છે.
દાતાર પર્વત ઉપર આ સુંદર સ્થાનમાં, ફકીરે અને મુસાફરોને રહેવાનાં મકાને છે. ચિલ્લા પાસે હર સંધ્યાકાળે, નગારાં અને નેબતના નાદમાં મશાલ અને લબાન થાય છે
ઈ. સ. ૧૮૯૧માં દાતાર જવાને માર્ગ બાંધવામાં આવ્યો અને તે જ વર્ષમાં ઉપર જવાનાં પગથિયાં પણ બાંધવાનું શરૂ થયું. ઈ. સ. ૧૮૯૪માં આ કાર્ય સંપૂર્ણ થતાં તેનું ઉદ્દઘાટન મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસના હાથે કરવામાં આવ્યું.
આ સોપાન માર્ગ બંધાવતી વખતે, વિઝિર બહાઉદીનભાઇએ પહાડ ઉપર એક મસ્જિદ બંધાવી તથા માર્ગમાં આવતા કેયલા વઝિર નામના સ્થાનમાં વિશ્રામ ગૃહ અને પાણીનું ટાકું પણ બંધાવ્યું. જૂનાગઢ રાજ્ય, સક્કર કુઈ પાસે રસ્તા અને કાળવા ઉપર પુલ બંધાવ્યો.
દાતારને એક ચિલો જૂનાગઢ શહેર અને દાતારના પહાડની વચ્ચે છે. તેને નીચલા દાતાર કહે છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : કર૫ પ્રભાસખંડમાં દાતારના પહાડને કાલમેઘને પર્વત કહ્યો છે. તેનું વિસ્તૃત વર્ણને તેમાં જોવામાં આવતું નથી તેથી સંભવ છે કે જે સમયે પ્રભાસખંડ લખાય ત્યારે ત્યાં કંઈ નહિ હે ! પરંતુ અધ્યાય ૯૭માં પુરાણકાર લખે છે કે, જ્યારે કાળયવન, મુચકુંદની નેત્ર જવાલ માં ભસિમભૂત થયે ત્યારે શ્રી કૃષ્ણ મુચકંદને વર માગવા કહ્યું. મુચકદે ત્યારે કહ્યું કે કાળયવનને કાંઈક વર આપ. ત્યારે શ્રીકૃષ્ણ વર આપતાં કહ્યું કે “કાળયવન બળીને ભસ્મ થયે તેની યવને પૂજા કરશે.' પ્રભાસખંડના વિદ્વાન ભાષાંતરકાર વેદમૂર્તિ પાઠક ગોરાભાઈ રામજી તેના ઉપર ટિપ્પણ કરતાં નેધે છે કે કાળયવન જયાં ભસ્મ થયો તે
સ્થાને દાતારની જગ્યા થઈ હશે. આ ભાગ અનુમાન છે. તેના માટે કાંઈ આધાર નથી. શ્રી કૃષ્ણ તેના શત્રુને વર આપે અને તે પણ મુચકંદના કહેવાથી તે સંભવિત નથી. આ વાર્તા અવશ્ય ક્ષેપક હેવાનું જણાય છે. પવિત્રતા
ગિરનાર એક પવિત્ર પર્વત તરીકે ઓળખાય છે અને પૂજાય છે. તેને આકાર શિવ લિંગ જેવો હોવાથી તેને સંકર સ્વરૂપ માનવામાં આવે છે. પ્રભાસખંડ કહે છે કે તેમાં દશ કરોડ તીર્થો સમાયેલાં હેવાથી તે અપવિત્ર થાય નહિ માટે ઉપર ઘણું રહેવું નહિ. સિદ્ધરાજ જ્યારે ગિરનાર ચડવા ગયે ત્યારે બ્રાહ્મણેએ તેને કહ્યું કે ગિરનાર શિવ લિંગ આકારને છે તેથી ઉપર જવું યોગ્ય નથી.
ગિરનારને પરમ પવિત્ર માની તેની પ્રતિ વર્ષ પરકમ્મા કરવામાં આવે છે અને જયારે યાત્રાળુઓ ઉપર ચડે છે ત્યારે તેના પ્રથમ સોપાનને વંદન કરી પછીજ ઉપર જાય છે. ઘણું તે પગથિયે પગથિયે વંદન કરતા ચડે છે. જેન યાત્રિકે ઉપવાસ કરીને ચડે છે અને ઉતરે છે. ઘણું યાત્રાળુઓ “જય ગિરનારી ધજધારી શિખર પર બે ખબર લે હમારી'ના નાદ પણ ગજવે છે.
ગિરનારને દેવ તરીકે ગણું તેની પૂજા પણ થતી વિ. સં. ૧૩૪૬ (ઈ. સ. ૧૨૯૯)ના વંથળીના એક શિલાલેખને પ્રારંભ “ નમઃ રેવંતાયથી કરવામાં આવ્યો છે. પરકમ્મા
પ્રતિવર્ષ દેવદીવાળીના દિવસે ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની પરિક્રમા કરનાર યાત્રિકોને મેળે થાય છે. ત્યાં તેઓ રાત રહે છે અને ત્યાંથી બીજે દિવસે સાવારે ઉપડી, ચરખડીયા, હનુમાન, જ. ગિ-૫૪
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૨૬ઃ જૂનાગઢ અને ગિરનાર
સુરજકુંડ, પાટનાથ થઈ રાત્રે માળવેલા જઈ પહોંચે છે. ત્યાંથી સવારે ઉપડી શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજળીયા કુંડ થઈ રાત્રે બળદેવી માતાની જગ્યામાં રાત રહે છે તથા ત્રીજે દિવસે બોરદેવી થઈ ભવનાથ પહોંચે છે. પરકમ્માને ચાલ બહુ પુરાતન સમયમાં હતા પણ મધ્યકાળમાં તે અનેક કારણે વશાત બંધ પડેલ. પરંતુ ઈ. સ. ૧૮૬૪માં જૂનાગઢના દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ તે પાછો પ્રચલિત કર્યો હેવાનું કહેવાય છે તેમણે જ્યેષ્ઠ માસમાં સંઘ કાઢી પરકમ્મા કરેલી પણ તે પછી પ્રતિવર્ષ કાર્તિક માસમાં પરકમ્મા કરવામાં આવે છે. મળે - પ્રતિવર્ષ શિવરાત્રીના પવિત્ર દિવસે ભવનાથના મંદિર પાસે ભવ્ય મેળે ભરાય છે તેમાં સૌરાષ્ટ્રના અને પરપ્રાન્તના અનેક યાંત્રિકે અને જુદા જુદા સંપ્રદાયના સંત સાધુઓ આવે છે.'
એક એવી પ્રબળ માન્યતા છે કે આ મેળામાં સર્વે સિધ્ધ અને સંતોને જયાં હોય ત્યાંથી એક વાર આવવું આવશ્યક છે. ગેબમાં રહેતા અને અપ્રગટ વસતા અરીઓ પણ આ મેળામાં ભવનાથનાં દર્શને અને મૃગીકુંડમાં શિવરાત્રીનું સ્નાન કરવા આવે છે. પર્વતની કથાઓ
ગિરનારના પર્વતેમાં અનેક સંતે, સિધ્ધો, યોગીઓ અને મહાત્માઓ વસી ગયા છે અને તે વિશ્વાસપૂર્વક માને છે કે તેવી વિભૂતિઓ હજી પણ ત્યાં વસે છે. જેને મહમ્ય અને એ ગ્રંથમાં પણ ત્યાં યક્ષે વસે છે તેમ કહેવામાં આવ્યું છેમુસ્લિમ પણ માને છે કે પહાડની અડખે પડખે સારા અને કૅધી એવા બે પ્રકારના છનાતા રહે છે.'
આ સંતો અને સિંધેની, યક્ષેની અને નાતિની અનેક વાર્તાઓ અને ચમત્કારની વાતે લોક છાએ સજીવન રહી છે. નાથ સંપ્રદાયના સાધુઓ માને છે કે ગુરુદત્તાત્રેય તેમના આદિ ગુરુ છે અને તેથી પ્રત્યેક સાધુને ત્યાં દશને જવું જરૂરી છે. એટલું નહિ પણ ત્યાં અનેક સિહજી પણ નિઃશરીર વસે છે અને કવચિત કે ઈ ભાગ્યશાળી પુરુષો તેમના દર્શન પણ કરે છે. અઘેરી
ગિરનાર કેલ્પ તરુ નામને એક પ્રાચીન ગ્રંથ હેવાનું કહેવાય છે. પણ મને જે મળ્યો છે તે માત્ર ૧૫૦ લીટીઓમાં છે. તેમાં ગિરનારનાં તીર્થસ્થાનનાં મહાભ્ય તથા યાત્રા કમ છે. લેખક. .
Page #428
--------------------------------------------------------------------------
________________
ગિરનાર : ૪૨૭
સંપ્રદાયના સાધુએ પણ તેમનું આદિસ્થાન ગિરનાર હેાવાનું માને છે. જૈન મહાત્મ્ય અનુસાર ગિરનારમાં અધારીઓ વસતા. વરદની શિખરના અધિષ્ઠાયક દેવે, હરનાથગર નામના અધારીએ એક બ્રાહ્મણના પુત્રના ભક્ષ્ય કરતાં તેને લાકડી મારી લંગડા કર્યાં. તે પછી બધા અધારીએ ગિરનાર છેાડી ચાલ્યા ગયા. અધારી સ`પ્રદાયના સાધુઓ માને છે કે હજી પણ ગિરનારની ગુફામાં અધેારીએ વસે છે અને પ્રત્યેક શિવરાત્રીએ ભવનાથના દર્શને નીચે ઉતરે છે. તેઓના નામ કે સ્થાનની કોઈને માહિતી નથી. માત્ર જાણકાર સાધુએ જ તેમનાં દન કરે છે. નાથ સપ્રદાય અને અન્ય સપ્રદાયના ચેાગી માને છે કે આધડની ટૂંક પાસે અમુક નિયત ર.ત્રીએ, અમુક પ્રકારના નાદ થાય છે અને આ ટ્રેક જાગૃત થાય છે.
આ સિધ્ધના ચમત્કારોની અનેક વાર્તાઓ નોંધાયેલી છે. ગધેસિંહ ડુંગરમાંથી પ્રાપ્ત થતા ગધૈયાં નામના સિક્કાએ લઈ કેટલાક માણસેએ મારદેવીમાં કાઈ સાધુના પ્રતિકાર કરતાં તેઓ આપત્તિના ભાગ બન્યા એવી એક વાર્તા પ્રચલિત છે.
ઈ. સ. ૧૮૮૯–૧૮૯૬ માં વંથળી તાલુકાના સેલરા ગામના એક આહિર
કિશારને તેના ખેતરમાંથી એક સાધુએ આકાશ માર્ગે પેાતા પાછળ ઉડાડી ગિરનાર ઉપર લઈ જઈ એક ગુફામાં ત્રણ દિવસ રાખેલા તેની પોલીસ તપાસ થતી હતી ત્યાં મર્હુમ નવાબ રસુલખાને, કિશર સહિસલામત છે. આવી ગમે હેવાથી સાધુઓની શોધ કરી આ પ્રશ્નમાં વિશેષ ઊંડા ઉતરવાનું આવશ્યક નથી એમ કહી તપાસ અધ કરવા આજ્ઞા કરેલી.
ઈ. સ. ૧૯૫૨-૧૯૫૩ માં પણુ આવા જ કિસ્સો બનેલ. તેમાં પણ ગિરનારમાં ગુમ થયેલા કિશાર સકુશળ પાછા આવેલા અને વિશેષ કઈ માહિતી મળી નહિ.
ગિરનાર ચેારાસી સ તાનું બેસણુ કહેવાય છે. તેમાં અધારી, નાથ, અતીત, ખાખી, કાપડી આદિ સર્વ સંપ્રદાયના સાધુએ એક યા ખીન્ન સમયે થઈ ગયા ડાવાનું કહેવાય છે. તેમાં મહાન યોગી લક્કડભારથી કે જેણે, કલકત્તાના અંગ્રેજ ગવરતરને, તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા છતાં બળતા અગ્નિમાંથી બહાર નીકળી આશ્રય'માં નાખી દીધેલા તે, જ્ઞાનસાગરજી જેમણે
1 જ્ઞાનસાગરજી પૂર્વાશ્રમમાં પ્રભાસપાટણના ત્રવાડી અવઢકના સામપુરા બ્રાહ્મણ હતા, સારઠના સિધ્ધા શ્રી કાલીદાસ મહારાજ,
Page #429
--------------------------------------------------------------------------
________________
૨૮ : જૂનાગઢ અને ગિરનાર
નાથ સંપ્રદાયના સાધુઓને તેમની શક્તિને પરચે આપેલે. સિધ્ધ મેકરણ જેણે કચ્છમાં તેમના પરચા બતાવેલા, પારેરામજી, ઝિણા બાવા, કન્નીરામજી રૂખડ બાવ' સામગરજી, માતાછ હીરાંગિરજી વગેરે કે જેમણે તેમની અપૂર્વ ચમત્કારિક સિદ્ધિઓ પ્રદર્શિત કરી હતી તે સર્વે આજ પણ લેક સ્મૃતિમાં એ જ આદર, અને એ જ સન્માનથી જીવિત છે અને આજે પણ આવા યોગીઓ ગિરનારમાં વસી રહ્યા છે તે હકીકત છે. ગિરનાર ઉપર અશ્વત્થામા અને માર્કડેય વસે છે તેમ પણ લેકે માને છે. સાહિત્યમાં ગિરનાર
સાહિત્યકારોએ, કવિઓ, લેખકેએ, વૈજ્ઞાનિકોએ અને પ્રવાસીઓ એ ગિરનારનાં સૌંદર્ય અને સમૃદ્ધિથી પ્રભાવિત થઈ, મહાભારત કાળથી આજ દિવસ સુધીમાં ગિરનારને કેન્દ્રમાં રાખી અનેક વાર્તાઓ, નવલે, નાટક, કાવ્યો, નિબંધ આદિ લખ્યાં છે જે સમગ્ર ઉલ્લેખ એક જુદા જ પુસ્તકને વિષય હોઈ અત્રે કરી શકાય તેમ નથી.
પૂ. નથુરામ શર્માએ કવિવર નાનાલાલે શ્રી ગજેન્દ્ર બૂચ, શ્રી મનસુખલાલ ઝવેરીએ, શ્રી ઈન્દુલાલ ગાંધીએ અને બીજા અનેક કવિઓએ અને લેખકે એ તેમના હૃદયના ભાવે રેડી ગિરનારનું ગૌરવ વધાર્યું છે. લેક સાહિત્યમાં અને
1 રૂખડ બાવાને રાસ ગરવાને માથે શરૂખડ બાવો ઝળુંબી....” 2 જૂન રે જોગી જનાણે જાગી રે જાગતાં સુણી એણે એલાઉંની વાતરે સામગરની સવારી – 3 ઈ. સ. ૧૯૪૩ માં ગિરનાર ઉપર મને એક મહાત્મા મળેલા તેમણે તેમની ગુફાનું
પષાણુ શિલાનું દ્વાર ઉઘાડી મને અંદર લઈ ગયેલા, તે પછી ઘણીવાર આસ્થાને જઈ તે દ્વારની તપાસ કરતાં ત્યાં ખડકજ જોવામાં આવ્યા છે, આ મહાત્માની અનુમતિ હું લઈ શક્યો નથી એટલે તેનું પવિત્ર નામ અને વર્તમાન સ્થાન પ્રગટ કરી શકવાનું હિતાવહ નથી.-લેખક. કનીરામજી અઘાર સંપ્રદાયના મહાન સિધ્ધ હતા તેમનું સ્થાન કાશીમાં છે. દિલ્હીમાં મંજુ ટીલામાં વસતા અઘોરી સંપ્રદાયના મહાન સંત ભૂતનાથજીનું જન્મ સ્થાન જુનાગઢ તથા ગુરુ સ્થાન ગિરનાર છે. –એ ઘડ ભગવાન રામ–શ્રી યજ્ઞનારાયણ ચતુર્વેદી, સૌરાષ્ટ્ર દર્પણ-ઇ. સ. ૧૮૮૪ના નવેમ્બર અંકમાં પૂ શ્રી નથુરામ પિ રાવલનું કાવ્ય ગિરનાર, 6 ગિરનારના ચરણેઊગ્યું પ્રભાત સુખરૂપ સખી અને
યાત્રા હજ સફલ એ અમ ઉર્ધ્વગામી.
Page #430
--------------------------------------------------------------------------
________________
ગિરનારઃ ૪ર૮
ચારણી સાહિત્યમાં તે ગિરનારના વિપુલ ઉલલેખે છે. પરંતુ સર્વોત્તમ અને સવીઠ પંક્તિઓ મહાકવિ માઘે તેના શિશુપાલ વધ નામના કાવ્યમાં લખી છે!
द्रप्टोऽपि शैल स मुहुमुहारेर पूर्व वद्विस्मय माततान . क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूप रमणीयतामः જાણે ન જે કદી હેય પૂર્વે વિસ્મિત મુરારી શિલ એમ નિરખે ક્ષણે ક્ષણે નૂતનતા ધરે જે તે શુદ્ધ રૂપ છે રમણીયતાનું
સદ્દગત આચાર્ય વલભજી હરિદત્તે લખેલા એક સુંદર શ્લેકમાં તેણે ગિરનારને પ્રવાસીઓને આવકારતે કો છે. અને તેની સાથે આ વર્ણન પણ વિરમે છે. ૨-૩
एषोपि गुण्य गिरिमारगिरि शिरोभि
दुर्णापटेन हरितेन च वेष्टितांग सिहस्वनेन परमाहृयतीव युष्मान. ॥
[1 આ વર્ણન દ્વારકા પાસેના સમુદ્રમાં લુપ્ત થયેલા રવતકનું છે પણ તે ગિરનાર માટે
એટલું જ સાચું હોવાથી પ્રચલિત થઈ ગયું છે. 2 સૌરાષ્ટ્ર દર્પણ ઈ. સ. ૧૮૭ીને જાન્યુઆરી અંક. 3 રાજકોટના દૈનિક વર્તમાન પત્રના ઉપક્રમે ઈ. સ. ૧૯૭૦થી ઇ. સ. ૧૯૭૯ સુધી
ગિરનાર આરોહણ સ્પર્ધા યોજવામાં આવેલી અનેક યુવાને તેમાં ભાગ લેતા.
Page #431
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
જૂનાગઢ નગરમાં અને નગર બહાર ઇતિહાસ પુરાવિદ્યા, ધર્મ અને સ્થાપત્યની દષ્ટિએ નોંધપાત્ર ગણાય અને એવા અનેક સ્થાના છે. પણ તે પ્રત્યેની નોંધ આ પુસ્તકમાં લેવાનું શકય નથી તેથી વાયકાની માહિતી માટે અમુક સવિશેષ અગત્યનાં સ્થાનની સક્ષિપ્ત નોંધ આ પરિશિષ્ટમાં લેવામાં આવી છે.? પર્વતીય લેખા
જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગ ઉપર અરોકના શિલાલેખથી જાણીતા થયેલા ત્રણ લેખો છે. તેમાં પ્રથમ લેખ મૌય" સમ્રાટ અશકે તેના રાજ્યારાહણુના ૧૨મા વર્ષમાં એટલે છૅ. સ. પૂર્વે ૨૫૬ લગભગ ઢાતરાવી પોતાની રાજ્યાના પ્રસિદ્ધ કરી છે. આ લેખ ૭૫ ફીટના પરિધના છે. તે લગભગ ૧૦૦ ફીટના વિસ્તારમાં ૧૪ વિભાગામાં શાસના લખી પ્રજાને હિંસાથી દૂર રહેવા, ઔષધિ મળે તેવી વનસ્પતિએ રોપાવવા, બ્રાહ્મણુ તથા શ્રમણને સરખા ગણવા, સંયમ નિયમનું પાલન કરવા, માંગલિક મૃત્યા કરવા, ભિક્ષુકાને દાન આપવા, સર્વ સંપ્રદાયાને અનુસરનાઆને અરસપરસ સૌંપ કેળવવા રાજ્યના આપી છે. તે ઉપરાંત તેના અધિકારીઓને સ્ત્રીઓ, યાત્રિકા, આદિનું ધ્યાન રાખવા તથા ધમ મહામાત્રાને જ્ઞાનને પ્રચાર કરવા, ઉપદેશ
1 જુનાગઢ નગરનાં અને નગર બહારનાં સ્થાનાની નોંધ તથા વિગતા માટે જુએ જૂનાગઢ અને ગિરનાર, (ગુજરાતી) અથવા ‘જુનાગઢ એન્ડ ગિરનાર (અંગ્રેજી) —શ, હ, દેશાઇ.
Page #432
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૩૫.
*
*
*
આપવાની સૂચના આપી છે. | તેજ ખડક ઉપર ઉક્ત લેખની બાજુમાં શક સંવત ૭૨ (ઈ. સ. ૧પ)માં ભારે વર્ષા અને વાવાઝોડાના કારણે મેર્યકાળમાં બાંધેલા સુદર્શન તળાવની પાળ ફાટી ત્યારે તત્કાલિન મહાક્ષત્રપ રુદ્રદામાએ પ્રજા પાસેથી કેઈપણ જાતને ખર્ચ ન લેતાં તે પાળ સમરાવી. આ કાર્ય તેના અધિકારી સુવિશાખે સંપૂર્ણ કર્યું, તેની ધ ઓ લેખમાં લેવામાં આવી છે.
ગુપ્ત વર્ષ ૧ર૬ (ઈ. સ. ૪૫૬)માં ફરીથી આ તળાવ ફાટયું ત્યારે સમ્રાટ સ્કંદગુપ્તના અધિકારી ચક્રપાલિત તેનું સમારકામ કરાવ્યું તેને લેખ તે જ ખડક ઉપર કોતરવામાં આવ્યો છે.' સુદર્શન તળાવ
અશોકના શિલાલેખો પાસે સુદર્શન નામનું એક સુંદર તળાવ હતું. આ તળાવે મૌર્ય સમયમાં બાંધવામાં આવ્યું હતું તેમ શક અને ગુપ્ત સમયના લેખે ઉપરથી જણાય છે. આ શિલાલેખો ઈ.સ. ૧૮૮માં વાંચવામાં આવ્યા ત્યારે સુદર્શન તળાવ આ સ્થળે હતું તેમ જાણવા મળ્યું. આ પ્રશ્ન ઉપર ડોકટર ભગવાનલાલ ઈ-દ્રજી, શ્રી અરદેશર જમશેદજી, ડોકટર એ. કેરડીંગ્ટન, શ્રી છોટુભાઈ અત્રિ વગેરે અનેક વિદ્વાનોએ તેના સ્થાનની ચર્ચા કરી છે અને , અનેક પ્રમાણેથી સિદ્ધ કરવામાં આવ્યું છે કે આ તળાવ વર્તમાન શિલાલે ખેની પૂર્વથી શરૂ થઈને સાંપ્રત સમયના જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજાની અંદર ખાપરા-કેઢિયાના ભોંયરાં અને ઉપરકેટની દીવાલને અડીને ત્રિવેણી સુધી ફેલાયું હશે અને તેથી જ તેનાં કાંઠા ઉપર તેનું સમારકામ કર્યાની નેધ લેવામાં આવી છે. ઉપરકેટ
જૂનાગઢ શહેરની ઉત્તર પૂર્વમાં ઇતિહાસ પ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લો છે તેનું ક્ષેત્રફળ ૨૭૨૪૯૭ ચોરસ વાર છે.
આ કિલે કેણે બાંધ્યો તે પ્રમાણભૂત રીતે જાણવા મળતું નથી. એક માન્યતા પ્રમાણે ઉગ્રસેન યાદવે આ કિલે બંધાવ્યું છે. બીજી માન્યતા પ્રમાણે આ કિલ્લે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો છે.
1 જુએ પ્રકરણ રજું પાનું. ૧૯-૨૦-૨૧. 2 વિગતો માટે જુઓ આ પુસ્તકમાં પાનાં “૨૧ તથા ૨૫” તથા સુદર્શન તળાવની - વિગત માટે જુઓ ઈતિહાસ દર્શન તા. ૨ સં, હ. દેસાઈ
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૩૨ ઃ જૂનાગઢ અને ગિરનાર - ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. તે ઈ. સ. ૭૦૦ લગભગ ઉજજડ પડેલે અને રાહ પ્રહારે કે તેના અનુગામીઓએ ઈ. સ. ૯૪૦થી ઈ. સ. ૮૭૫ સુધીમાં તેની માફસુફી કરી તેનું સમારકામ કરાવી તેને યુદ્ધ સમયે રક્ષણ આપી શકે તે બનાવ્યો. રાહ નવઘણ અને તેના પુત્ર રાહ ખેંગારે ઇ. સ. ૧૦૨૫ થી ઇ. સ. ૧૦૬૭ની વચમાં તેમાં અડીચડીવાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીના પુરવઠાની યોજના કરી. રાહ માંડલિકે ઈ. સ. ૧૪૫૦માં તેને જીર્ણોદ્ધાર કર્યો. અને તે પછી મુસ્લિમ કાળમાં પણ તેનું સમારકામ વારંવાર થતું રહ્યું.
જુનાગઢ રાજ્ય તેના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના પ્રયાસથી ઉપરકેટને જીર્ણોદ્ધાર ઈ. સ. ૧૮૯૩-૧૪માં કરાવે. ગયા વર્ષે જ સરકારના પુરાતત્વ ખાતાએ ત્યાં ઉખનન તથા સફાઈ કામ કરાવેલું છે.
ઉપરકેટ ઉપર અનેક ઘેરાઓ થયા અને અનેક આક્રમકેએ તેના ઉપર વિજય ધ્વજ ફરકાવવા યુધ્ધ ખેલ્યાં. ઉપરકેટ ઉપરને પ્રથમ ઘેરે ઇ. સ. ૯૭૫માં થયું હોવાનું જણાય છે. તે પછી ૧૬ નેધપાત્ર ઘેરાઓ થયા હોવાનું ઇતિહાસમાં ગંધાયું છે.'
૧૭૯૪
૧ નીચેના મુખ્ય ઘેરાઓ નોંધાયા છે. આ વર્ષ રક્ષક
ઘેરે ઘાલનાર ઈ. સ. ૯૭૫ રાહુ ગ્રહાર
મૂળરાજ સોલંકી , , ૧૦૧૦
રાહ યાસ દુર્લભસેન સોલંકી , ૧૧૧૩૧૨૫ રાહ ખેંગાર જે સિદ્ધરાજ જયસિંહ છ ૧૩૪૯/૧૩૫૦ રાહ ખેંગાર ૪ મહમદ તઘલગ
રાહ મોકલસિંહ મુઝફફરખાન ૧૪૧૪ રાહ મેલિંગદેવ અહમદશાહ
૧૪૬૮ રાહ માંડલિક જે મહમૂદ બેગડો , , ૧૪૬૮
રાડ માંડલિક જે મહમૂદ બેગડો ૧૪૭ર રાહ માંડલિક ૩જે મહમૂદ બેગડો ૧૫૯૧ અમીનખાન ગોરી મીરઝાંખાન ૧૭૮ વસંતરાય પુરબી દીવાન દલપતરામ
૧૭૫૪ . આરબ અબદલી ઝુબૈદી દીવાન રૂદ્રજી ઝાલા છે " ૧૭૫૮/૧૭૬૦ મહાબત ખાન ૧લી જવામખાન બાબી
છ છ ૧૭૫૮/૧૭૬ર સાહેબા સુલતાના ઠાકોર કુંભાજી ૧૫ છે કે ૧૭૮૦ સદ સાલમ વગેરે નવાબ હા મેદખાન ૧લા ૧૬ ઇ . ૧૭૮૦
દીવાન ગોવિંદજી વગેરે નવાબ હાકેદખાન ૧લા
Page #434
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : ૪૩૩
ઉપરકોટનું સિંહ દ્વારા પશ્ચિમાભિમુખ છે. તેના તારણ ઉપરના નાગદત્તા (ડાઢા) એટલા બધા અંદર લઈ લેવામાં આવ્યા છે કે, તેની વચમાં એક ફૂટ જેટલી પણ જગ્યા રહેતી નથી તેથી તેરણ ત્રિકોણાકારનું દેખાય છે. ગુફાઓ
આગળ જતાં ખડકમાં કેરી કાઢેલી બે માળ વાળી ગુફાઓ છે. પહેલે માળે આશરે અગિયાર ચોરસ ફીટ એક કુક છે. તેની ફરતી ઓસરી છે અને તેની બાજુમાં છ સ્તંભ વાળ કક્ષ છે. ઓસરીમાં ચૈત્ય ગવાક્ષ છે. નીચેના માળે પણ તે પ્રમાણે છે. સ્તંભ ઉપર સી-પુરુષોની આકૃતિઓ અને કુંભીઓ ઉપર પુષ્પ કંડારેલાં છે. આ ગુફામાં આછા ભાસ્કમાં વેદિકા આકૃતિઓ છે.
ઓસરીમાંથી ગુફાની તળભૂમિ સ્પષ્ટ દેખાય છે અને તેની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ બાજુમાં ગોખે છે જેની નીચે એટલાઓ કેરી કાઢવામાં આવ્યા છે. ઈશાન ખૂણામાં એક નાની ગુફા છે જેની છતમાં હવા આવવા માટેનું છિદ્ર છે. નીચેના ભાગમાં એક બેઠક કંડારેલી છે. અને તેની દક્ષિણે ચાર સ્તંભે ઉપર નિર્ધારિત મંડપને આકાર છે. આ મંડપ ઉપર કોઈ અવલંબન ન હોવાથી સંપૂર્ણ પણે પ્રકાશિત છે. તેની પશ્ચિમે બે ગુફાઓ છે. જેમાં દક્ષિણ તરફથી ગુફા નાની છે અને ઉત્તર તરફની મોટી છે. ગુફાની ત્રણ દિશાઓમાં ઓટલાઓ છે. તેની ઉપર ગોખો છે. ગોખો ઉપર ચિત્યગવાક્ષ કોતરેલા છે તેમાં સ્ત્રીઓનાં અને સ્ત્રી-પુરુષોનાં જોડકાં છે.
આ ગુફાઓ સાધુઓને સાધના કરવા માટે કંડારેલી છે કે કોઈ અન્ય ઉપયોગ માટે છે તે કહેવું મુશ્કેલ છે ગુફામાં કંડારેલી આકૃતિઓ અને તેની રચના ઉપર વિદ્વાન એવું અનુમાન કરે છે કે આ ગુફા ઉપરકોટમાં રહેતા રાજપુના મનોરંજન માટે નિર્માણ કરેલું રંગભવન વા પ્રમદભવન હતું.
આ ગુફાઓ કયા વર્ષમાં કોતરવામાં આવી કે કયા સમયની છે તેને નિર્ણય થઇ શક નથીપુરાતત્વવિદે માને છે કે, તેનું મૂળ નિર્માણ ઈસુની પ્રથમ સદીમાં થયું હશે અને બેઠકો ગવાક્ષે ઈત્યાદિ સાતમી સદીમાં છેતરાયા હશે.
- ઈ. સ. ૬૪૦ માં હ્યુ-એન-સાંગે લખેલા વૃત્તાંતમાં જૂનાગઢના ખડકો ઉપર તેણે જોયેલા મઠનું જે વર્ણન છે તે આ ગુફાનું હશે તેમ વિદ્વાને માને છે.
1 શ્રી ટુભાઈ અત્રિ, શ્રી કાન્તિલાલ સોમપુરા વગેરે જ. ગિ-પપ
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૩૪ઃ જૂનાગઢ અને ગિરનાર
નવઘણ કુવો
અડીચડીવાવ ને નવઘણ કુ, ન જોયો તે જીવતે મો–એ પ્રસિદ્ધ લોકક્તિમાં જે નવઘણ કૂવાનો ઉલ્લેખ છે તે કુ રા'નવઘણે (ઈ. સ. ૧૦૨૫ ૧૪૪) અથવા તેના પુત્ર રાખેંગારે (૧૦૪૩-૧૦૬૭) માં બાંધ્યા હોવાનું કહેવાય છે. આ કૂવે ૩૧-૬” ઉત્તર-દક્ષિણ અને ૩ર- પૂર્વ-પશ્ચિમ છે. તે ૧૭૧ ફીટ ઊંડે છે. સપાટીથી પ૭ ફીટની ઊંડાઈયે દક્ષિણ દીવાલમાં એક વિવર છે. તેમાંથી આશરે ૨૬ ફીટના અંતરે ખાઈમાં જવાને માર્ગ છે. નવઘણ કૂવામાં કેરી કાઢેલા ૧૩૬ ગેખલાઓ છે. મુખ્ય કુપ ૨૦ ફીટ ઊંડે ૩૨–૬” લાંબે અને ૧૯-૦” પહેળે છે. તેમાં અષ્ટકેણાકારની આઠ ફિટના વ્યાસની એક કુંડી છે. તેમાં ઉતરવાને રસ્તે કાપીને કાઢવામાં આવ્યું છે. કૂવાના તળિયે પહે ચવા માટે ૧૯૧ પગથિયાં ઉતરવાં પડે છે. પાન માગ ૧૨ ફીટ પહેળે અને ૮ ફીટ ઊંચે છે. તેમાં વચ્ચે-વચ્ચે હવા-ઉજાસ માટે જાળિયાંઓ મૂકવામાં આવ્યાં છે. આવાં દશમાં જાળિયાં પાસે દક્ષિણ દિવાલમાં કૂવાના તળિયે પહેચવાનું દ્વાર છે. કુવા અને માર્ગ વચ્ચેની દીવાલ ર–૯ જાડી છે. અડીચડીવાવ
આ વાવ પૂર્વ-પશ્ચિમ ૩૧૦ ફીટ લાંબી અને ઉત્તર-દક્ષિણ ૧૦–૬ ફીટ પહેલી છે. તેના કાંઠાનો વ્યાસ ૪૬ ફીટ અને ઊંડાઈ ૧૨૩૬ ફીટ છે. પાણીની સરેરાશ ઊંડાઈ ૧૫ ફીટ હેવાનું કહેવાય છે. વાવને સપન માર્ગ ૬૦ ફીટ લાખે છે અને તેમાં ૧૭ પગથિયાં ઉતરીને નીચે પહેચાય છે. પાન માર્ગની બંને બાજુએ બેઠકે, વિસામાઓ અને ગાળીઓ કેરી કાઢવામાં આવી છે.
કિંવદંતી છે કે, આ વાવ રા'નવઘણની દાસીઓ અડી અને ચડીને નામે રાહે બંધાવી છે. બીજા મકાન
અહિં એક જગ્યા કોઠારના નામથી ઓળખાય છે ત્યાં જમીનમાં બેદી કાઢેલી મોટી ખાણ છે. તેમાં બ્રાહ્મી લિપિમાં ૩૦-૧૦૦-૭૦-૭-૬ એવા કે કતરેલા છે.
* અહિં એક વેરાન મસ્જિદ અને રાહને રાજમહેલ પણ છે. 1 આ વેરાન અને ન વપરાતી મરિજદ મહમૂદ બેગડાએ જના રાહના મહાલય અથવા
મંદિરમાં બનાવી છે અથવા કર્નલ ટેડ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડિયામાં નેધે છે તે પ્રમાણે મંદિર પાડી તેના પથ્થરોમાંથી બનાવી છે, કલકત્તા રિવ્યુ ઈ. સ. ૧૮૭૭માં સી. એમ. નામને અંગ્રેજ લેખક તેને સમર્થન આપે છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટઃ ૪૩૫ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડવા માટે બંધાયેલા વોટર વર્કસની ટાંકીઓ પણ અહિં છે.
પૂર્વ દીવાલમાં ધક્કાબારી નામે ઓળખાતી જગ્યા છે. કહેવાય છે તે પ્રમાણે ગુનેગારોને અહિંથી ધક્કો મારી દેહાંત દંડ આપવામાં આવતા. તે
ઉપરકોટમાં બે તે છેઆ તપ દીવના પર્ટુગીઝ ઉપર નૌકાસૈન્ય લઈ ચડાઈ કરવા આવેલે ઈજિપ્તને સુલેમાન પાશા દીવમાં મૂકી ગયેલો. ત્યાંથી જૂનાગઢના થાણદાર મુજાહિદખાન બહેલીમે લઈ આવી અહિં રાખી છે. આ તે પૈકીની એક તપ નીલમ કહેવાય છે. તેના ઉપર કતરેલા અરબી લેખ પ્રમાણે “આજમ (ઈરાન) અને અરબના શાહ સલીમખાનના પુત્ર સુલતાન સુલેમાને આ તપ ખુદાના કામ માટે હીજરી સન ૯૭૭માં બનાવવા ફરમાન કર્યું હતું. રાજ્યના અને દીનના દુશ્મને કાફીર પોર્ટુગીઝે કે જેઓ હિન્દમાં આવવા માગે છે તેને તાબે કરવામાં તે વિજયી નિવડે. આ હમજાના પુત્ર મહમદે બનાવી છે.'
આ તોપ ૧૭ ફીટ લાંબી છે અને તેને પરિધ '-” છે. મુખ આગળ ૯૭ ઈચ છે.
બીજી તપને કડાનાળ અથવા ચૂડાનાળ કહે છે. તેના ઉપર અરબી અક્ષરોમાં માત્ર “અલીબીન હમઝા લખ્યું છે. આ તપ ૩ ફીટ લાંબી છે અને તેના મુખનો વ્યાસ -ર” છે. બાવા પારાની ગુફા - ઉપરકોટની પાછળ ત્રણ હારમાળામાં આ ગુફાઓ ખડકમાંથી કતરી કાઢવામાં આવી છે. પ્રથમ હારમાળો ઉત્તરમાં છે. બીજી હારમાળા પ્રથમ હારમાળાની પૂર્વ છેડે દક્ષિણ તરફ જાય છે અને ત્રીજી હારમાળા આ ગુફાની પાછળ પશ્ચિમ અને વાયવ્ય દિશામાં છે. આ ગુફાના મુખ્ય દ્વાર ઉપર લત્તા કે વેલની આકૃતિઓ કોતરેલી છે.
આ ગુફાઓમાં ચિત્ય નથી છતાં તેના આકાર ઉપરથી એમ સ્પષ્ટ પણે જણાય છે કે આ ગુફામાં પ્રદક્ષિણ કરી શકાય તે સ્તૂપ હશે. એ યુગમાં પધતિ હતી તેવું તેના ઉપર સપાટ છાપરૂં છે. આ ગુફાનો છેડો અર્ધ ગોળાકાર છે. બીજી ગુફાઓ ચોરસ અથવા લંબચોરસ છે, તેમાં એક ચૈત્વ ગવાક્ષ સિવાય અલંકરણ નથી. આ ગુફાઓ બૌદ્ધ સાધુઓને રહેવાની હશે તેમ પુરાતત્ત્વવિદે માને છે. આ સિવાયના ગવાક્ષે સાદા છે. તેના સ્તંભો પણ બહુ પુરાણ
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૩૬ઃ જૂનાગઢ અને ગિરનાર
ગુફાઓમાં હોય છે તેવા છે. કેટલાક સ્તંભને શિરભાગ વિશાળ ઘંટ જેવો છે અને તેની ઉપર ઘેટાં બેસાડવામાં આવ્યાં છે. આ ગુફાઓને મુખ ભાગ ઉપરકેટની ગુફાઓના મુખ ભાગ લે છે. આ ગુફાની પહેળાઈ ૨૦ ફીટની અને ઊંચાઈ ૨૬ ફીટ છે. તેની આગળ ૫ ફીટ પહોળું દ્વાર છે.
આ ગુફાના મુખ્ય ભાગ ઉપરના અર્ધ સ્તંભેમાં અને મુખ ભાગના તારણ ઉપરના નાગદ (ડઢાઓ)માં સિંહની આકૃતિઓ છે તે ઉપરથી પુરાતત્વવિદો. માને છે કે એક કાળે અહિં બૌદધોનું ધર્મસ્થાન હશે.
આ ગુફામાંથી ક્ષત્રપાળને એક શિલાલેખ પણ મળી આવ્યું છે. તેમાં ચસ્ટન અને જયદામનનાં નામે વાંચી શકાયાં છે. આ લેખ ક્ષત્રપ જયદામનના પૌત્રને છે એટલે કદાચ પાછળથી ત્યાં મુકવામાં આવ્યો છે, પણ ગુફામાં સ્વસ્તિક, ભદ્રાસન, નંદીપાદ, મીનયુગલ, કલશ વગેરે આકૃતિઓ કંડારેલી છે. આવી આકૃતિઓ જેન મંદિરમાં હોય છે. વળી તેમાંથી મળી આવેલા એક
ટા શિલાલેખના ટુકડામાં કેવલજ્ઞાન શબ્દ વંચાય છે અને આ શબ્દ જેને દશનની તાંત્રિક શબ્દાવલિને છે તેથી આ ગુફા જેન હેવાનું કેટલાક વિદ્વાને માને છે. આ શિલાલેખ આ ગુફાને નથી અને પાછળથી કેઈએ મૂકે છે તેથી આ માન્યતા નિરાધાર છે એમ પણ બીજા વિદ્વાને કહે છે.
આ ગુફાઓ જુદે જુદે સમયે કેતરાણી હશે એમ પણ જણાય છે. પ્રથમની ગુફાઓ ઈસુની પ્રથમ સદીમાં અને બીજી ગુફાઓ બીજી કે ત્રીજી સદીમાં થઈ હશે.
આ ગુફાઓની પૂર્વ દિશામાં એક જગ્યા છે તે બાવા યારાની જગ્યા કહેવાય છે. અને કદાચ તેના સાંનિધ્યના કારણે આ ગુફાઓ બાવા યારાની ગુફાઓ કહેવાય છે. પરંતુ બાવા યારાના મઠ તરીકે ઓળખાતી જગ્યા સાથે ગુફાઓને વાસ્તવમાં કાંઈ સંબંધ નથી. બાવા યારા સામાન્ય રીતે સિધ્ધ પ્યારેરામજીનું સંક્ષિપ્ત નામ હતું તેમ માનવામાં આવે છે. તે કયારે થઈ ગયા તેના માટે કોઈ સ્પષ્ટ આધાર નથી, પરંતુ તે દીવાન અમરજીના (ઈ. સ. ૧૦૪-૧૭૮૪)ના સમકાલિન હેવાનું કહેવાય છે'
એમ કહેવાય છે કે તેઓ પૂર્વાશ્રમમાં મારવાડ પ્રદેશના પ્રખ્યાત લૂંટારા હતા અને કઈ કુકૃત્ય કર્યા પછી વૈરાગ્ય આવતાં બિહારીદાસ નામના સંત પાસે દીક્ષા લઈ જૂનાગઢમાં આવી વસ્યા. તેણે દિગંબરી નિરવાણ અખાડાની
1 સેરઠના સિધ્ધ-શ્રી કાલીદાસ મહારાજ
Page #438
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : ૪૩૭
એક સાધી નવસ્ત્ર ફરતી તેને બંધ આપી વસ્ત્ર ધારણ કરાવેલાં.
બીજી વાર્તા પ્રમાણે બાદશાહી સમયમાં મારા બાવા થઈ ગયા. તેણે ગંગારામ ભૂતને સાથે કરેલ અને તેની સહાયથી શાહી કચેરીમાં વગર ખભે ચડાવે તેની કાવઠ ઘેર ઘેર ફરી ભિક્ષા લઈ આવી. આ ચમત્કાર જોઈ માતાજી હિરાગિરિજીને ભૂતવિદ્યાના આશ્રયે મારા બાવા ચમત્કાર કરે છે તે અયોગ્ય જણાતાં તેણે કડવઠને આંતરી ભૂમિશાયી કરી અને પિતાની લાકડીમાં એ જ કાવડ યોગ વિલાના બળે નગરમાં ફેરવી, રામ રેટી મેળવી. મારા બાવાએ ગંગારામને તે પછી મુક્ત કર્યા. ખાપરા-કેઢિયાની ગુફાઓ
ઉપરકેટની-ઉત્તરે ખડકમાં કરી કાઢેલી આ ગુફાઓ ખાપરા કેઢિયાની ગુફાના નામે ઓળખાય છે. આ ગુફાઓ ર૫૦ ફૂટ લાંબી છે અને તેની વધુમાં વધુ પહોળાઈ, ૮૦ ફીટની છે. આ ગુફાના પશ્ચિમ તરફની કક્ષની મધ્યમાં કુંડ છે, તેના ચારે તરફ ખૂણે ખૂણે સંભ છે. પૂર્વ તરફની ગુફાની મધ્યમાં પણ ચાર ચોરસ કુડે છે અને દરેક ખૂણે સ્તંભ છે. આમ કુલ ૧૬ સ્તંભે છતને આધાર બની રહે છે. આ કુંડો ફરતી એક ઓસરી છે અને તેમાં ભીંતને અડીને ફરતો એટલો છે. આ કુંડવાળા કક્ષની બાજુમાં બીજે વિશાળ ખંડ છે પણ તેને ઘણે ભાગ નાશ પામ્યો છે.
'આ ગુફાઓ સાવ સાદી છે. તેમાં કેતરણી કે શિલ્પ નથી. તેને રચના કાળ ઈસુની પહેલી સદીથી બીજી સદીને હેવાનું મનાય છે.
કર્નલ ટોડે આ સ્થાનની ઈ. સ૧૮૨૨ માં મુલાકાત લીધી ત્યારે તેને કેઈએ કહેલું કે તે ખેંગાર મહેલ કહેવાય છે પરંતુ સામાન્ય રીતે તે ખાપરા કઢિયાની ગુફાઓ તરીકે જાણીતી છે. ખાપર કેઢિયે પ્રસિધ્ધ ચોર હતા, તેની લેક સાહિત્યમાં વાર્તાઓ કહેવાય છે તેઓ કયારે થયા તે કઈ જાણતું નથી. તેઓ કદાચ આ ગુફાઓ તેમના ઉપયોગમાં લેતા હશે, માઈ ગઢેચી
જૂનાગઢ શહેરના ઉત્તર ભાગમાં ધારાગઢ દરવાજા પાસે માઈ ગઢેચીનું
1 જેમને પીપળી ગામ મળ્યું તે માતાજી. 2 સૌરાષ્ટ્રના સંત મહત અને ઇસ્લામી ઓલિયાઓ- શ્રી ઈચ્છાશંકર દવે. 3 કચ્છમાં પણ લખપત તાલુકાના પારગઢ ગામે ગુફાઓ છે તે પણ ખાપરા કેઢિયાતી
ગુફાઓ કહેવાય છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૩૮ : જુનાગઢ અને ગિરનાર
સુંદર સ્થાન આવેલું છે. તે સુદર્શન તળાવના કાંઠાથી બહુ દૂર નહિ હાય. અહિં અત્યારે એક મસ્જિદ છે જે સ્પષ્ટ રીતે મદિર હાવાનું જણાય છે. તેનાં તારા અને સ્તંભો તેમજ અધ સ્ત ભા ઉપરથી સ્મૃતિ એ ખોદી નાખવામાં આવી છે. તેના મહેરાબના સ્ત ંભો પણ સ્પષ્ટપણે હિન્દુ મંદિર્ગના છે. તેના ઉપર કાઈ નાના પરિકરના મધ્ય ભાગ મૂકવામાં આવ્યા છે. મુકાનની સ્ત ભાવલીમાં પણ વેલી, પુષ્પો અને સ્મૃતિએ કડારેલી હરી. તેના ધણા ભાગ નષ્ટ થયા છે.
1
આ મસ્જિદના મધ્ય દ્વાર ઉપર બે લીટીમાં અરખી ભાષાનેા શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે સુર સન ૬૮૫ (ઈ. સ. ૧૨૮૪)માં ઈમાદ-ઉલ-હજ વ ઉલ-હરમઈન અફ્રોફ-ઉદ-દૂનિયા અખ઼લ કાશીમ ખીન અલી અલ અખરાહીએ આ મસ્જિદ બનાવી છે.’2 આ શિલાલેખના ખરાપણા માટે શંકા ઉપસ્થિત કરવામાં આવી છે, કારણ કે હી. ૭૪૫ પહેલાં આ વિભાગમાં સુર સનના ઉપયોગ થતા નહિ અને ઈ.સ. ૧૨૮૪માં જૂનાગઢમાં મુસ્લિમા આવેલા નહિ. વળી આ શિલાલેખ પણ મુખ્ય દ્વારની ભીંતમાં અનિયમિત રીતે તરાયો છે. આ પ્રદેશમાં કેટલીક મજા અને દરગાહેામાં પાછળથી શિલાલેખા મૂકાયા છે કે ઊતરાયા છે તેવા આ શિલાલેખ કદાચ હશે.
આ જગ્યા પણું ગુફ્રા ઉપર બાંધેલી છે. મુખ્ય ગુફા ૨૬ ફીટ લાંબી અને ૧૩ ફીટ પહાળી છે. તેની અંદર ૮ ફીટ લાંબી અને ૬ ફીટ પહેાળી એક નાની ગુફા છે. ગુફા ઉપરની ઈમારત આગળ ૩૦ ફ્રીટ લાંં અને ૧૬ ફીટ પહોળુ
પ્રાજેક્શન છે.
આ ઈમારત અશકના પૌત્ર સ`પ્રતિ રાજાએ બધાવેલુ" પારસનાથનું જૈન મંદિર હતું. એમ જૈના કહે છે અને હિંદુએ દુર્ગાનું મદિર હતું તેમ માને છે. આ મસ્જિથી ઉત્તર તરફ, ચૌલુકય યુગમાં મદિરના દ્વાર પાસે ખેડકા રાખવામાં આવતી તેવી ઘુમ્મટવાળી સુંદર બેઠક છે તથા તેમાંથી સાપાન માગે નીચે જવાય છે. ત્યાં માઈ ગઢેચીની દરગાહ છે.
આ દરગાહમાં જે ખર છે તે દીવાલની લગાલગ છે તથા મં મદિર ઉપર હિન્દુ પધ્ધતિના ઘુમ્મટ છે. માઈ ગઢેચીને મુસ્લિમા ઉપરાંત કૈટલાક હિન્દુ
1 સ્ટેટીસટીક્સ એકાઉન્ટ ઓફ જૂનાગઢ.
2 થેામસ પ્રિન્સેપ વેશ. ૨ પા. ૧૭૧,
આકી આલાજીલ સર્વે ઓફ ઇન્ડિયાના ઇ. સ. ૧૯૫૪-૧૯૫૫ના વાર્ષિ ક રિપોર્ટમાં પા, ૮૭ ઉપર કરેલી નોંધ પ્રમાણે આ લેખનું વર્ષ હીજરી ૬૮૫ એટલે ઇ. સ. ૧૨૮૬-૮૭ છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ઃ ૪૩૯
પણ માતા તરીકે માને છે. ખત્રી જ્ઞાતિના કેટલાક કુટુંબા તેને કુળદેવી માને છે અને લગ્ન પછીના કર કરાદા અહિ કરે છે. વિ. સ. ૧૯૯૦ના ભાદરવા સુદી ૮૯ સેામવારના રાજ માંગાળના બ્રહ્મક્ષત્રી મેાહનલાલ અમરશી તથા દુલ ભજી અમરશીએ અહિં લાદીએ પણ જડાવ્યાના લેખ છે.
શુસ્લિમા અનુસાર માઈ ગઢેચી હિન્દુ દેવી હતાં. તેને દાતારે કલમા પઢાવેલા તે પછી તે ભૂમિમાં સમાઇ ગયાં અને રાજ એક હાથ ભુહાર કાઢી ગરીબોને ફાટલા આપતાં. કાઈ નાસ્તિકે એક વાર આ હાથ પકડયા ત્યારે બીજો હાથ નીકળ્યા; તે હાથ પણ નાસ્તિકે પકડતાં તેણે તેને પથ્થર બનાવી દીધા જે પથ્થર આજ પણ બતાવવામાં આવે છે. અહિં દાતારના તથા ખેડાપીરના ચિલ્લા પણ છે.
ચારણોની માન્યતા પ્રમાણે માઈ ગઢેચી દુ રક્ષક ચારણ કુટુંબનાં હતાં અને જ્યારે મહમદ બેગડાએ રાહ માંડલિકને જીત્યું ત્યારે આ ગઢવી કુટુંબ યુધ્ધમાં માથું ગયું' અને તેનાં એક બાઈ દૈવી આત્મા હતાં તેણે સતી થવા વિચાયુ`. પણ વિજેતાઓએ તેને સતી થવા દીધાં નહિ અને કહ્યું કે તમે ચમત્કાર બતાવે ત્યારે તે પોતે ભૂમિમાં સમાઈ ગયાં અને કહેતાં ગયાં કે જૂનાગઢમાં રાજ કરવું ાય તા મારી પૂજા કરો.
'
સાચુ શું છે તે માટે નિર્ણયાત્મક રીતે કાંઈ કહી શકાય નહિ, પરંતુ આ જગ્યા જૂની હિન્દુ મારિની છે તેમ અવસ્ત્ર જોઈ શકાય છે. પ્રભાસખંડના ગિરનાર મહાત્મ્યમાં આપેલાં દેવસ્થાનાના ક્રમ જોતાં આ સ્થાન માતૃકા–નવદૂર્ગામાત્રીનું સ્થાન હોવાનું જણાય છે.
શ્રીજી ગુફાઓ
જૂનાગઢની આસપસ પથ્થરની ખાણા હેાવાથી નાની મોટી કેટલીક ગુફાએ છે જે પાણિયાએએ કારી કાઢી દેવાનું જણાય છે. છતાં પચેશ્વર પાસેની ગુડ્ડાઓ અને ખાવા પ્યારની ગુફા પાસે માત્રીની ગુફ્રા અલ્પાંશે અગત્યની ગણાય. પરંતુ ત્યાં કાંઈ વિશિષ્ટ શિલ્પ કે તરકામ નથી. બારાંશહીદ
ધારાગઢ દરવાજા પાસે ખારાશહીદ નામથી ઓળખાતી જગ્યા છે. ત્યાં માર ખરે છે. ઈ. સ. ૧૩.૬૯માં પાઢણુના સૂબા ઝક્રૂરખાને ચડાઈ કરી ત્યારે રા' જયસિદ્ધે તેના સામના કર્યાં, ઝફરખાનની સેના . વેરવિખેર થઈ ગઈ ત્યારે તેણે રાહને મિત્ર ભાવે મળવા ખાલાવી તેને દગાથી પકડી લેવા ક્રેાશિશ કરી એ વખતે રા' જયસિહે સૂબાના ભાર સરદારાને કાપી નાખ્યા. દીવાન રણછેડછ
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૪૦ : જૂનાગઢ અને વિરનાર
તારીખે સેરઠમાં આ બાર સરદાર ઝફરખાન રાહને દગો ન કરે તે માટે જમીન થયેલા અને સુબાએ દગો કરતાં વચન પાલન માટે ભરાઈ ગયા તેમ જણાવે છે. આ જગ્યામાં નવાબ મહાબતખાન બીજાના માતા નાજબીબીને સુંદર મકબર પણ છે. નરસિંહ મહેતાને ચોરે
જૂનાગઢના ઉત્તર ભાગમાં, મજેવડી દરવાજા પાસે આદિ કવિ અને ભક્ત શિરોમણી નરસિંહ મહેતાને ચોરે છે. નરસિંહ મહેતા ઈ. સ. ૧૪૭૦માં હયાત હતા અને તેઓ આ સ્થાને વસતા અને તેમનાં ભજન કીર્તન કરતા. મહેતાજીના મૃત્યુ પછી આ સ્થાન કાલે કરીને ઉજજડ પડયું, પરંતુ નરસિંહ મહેતાના કાકા પરબત મહેતાનાં વંશજ અને મુગલ-મરાઠા સમયના દીવાન અને સેનાની ભવાનીદાસ મજમુદારના પુત્ર ત્રિકમદાસને વિ. સં. ૧૮૩૫-ઈ. સ. ૧૯૭૯માં સ્વપ્નમાં ભાસ થતાં તેણે નરસિંહ મહેતાના નિવાસ સ્થાનની મળેલા સંકેત પ્રમાણે શોધ કરી અને સુખનાથ મહાદેવ તથા હિમજા માતાના સ્થાન પાસેથી તેમને રાસ ચોર નામે ઓળખાતી જગ્યા મળી આવી.
આ ચરાની વચમાં એક ગોળાકાર ઓટો છે જ્યાં નરસિંહ મહેતા ભજન કીર્તન કરતા. આજે આ ઓટાને સુરક્ષિત કરવામાં આવ્યો છે અને ચારાની જગ્યામાં નરસિંહ મહેતાની મૂતિ, ગેપનાથની દહેરી તથા દામોદરરાયજીનું
સ્વરૂપ છે. કિવદંતિ છે કે જ્યારે કોઈની મુંઝવણ વધે અને કેાઈ માર્ગ ન સૂઝે ત્યારે આ ઓટા ઉપર બેસી વિચારે તે માર્ગદર્શન મળે છે. કવિ દલપતરામે ઈ. સ. ૧૮૭૫માં આ એ જોઈ લખ્યું છે કે,
છત્ર નથી, શિર છાપરું છે નહિ, છે છતમાં પણ છેક જ છોટે તે પણ છે ત્રણ લોક પ્રસિદ્ધ, સુમેરૂ થકી મહિમા અતિ મેરે તત્વ અનેકનું તત્વ જહીંથી પ્રગટે મહત્ત્વ તણે પરપેટે આ મહેતા નરસિંહ તણે અધ નાશક પુણ્ય પ્રકાશક ટે.
આ જગ્યા નાગર જ્ઞાતિ હસ્તક છે અને તેને વહીવટ ચેરા કમિટી કરે છે. પ્રસિદ્ધ કીર્તનાચાર્યની પ્રેરણા તથા પરિશ્રમથી ગિરનાર દરવાજે તારીખ ર૬-૧-૧૯૮૬ના રોજ નરસિંહ મહેતાની પ્રતિમાનું અનાવરણ થયું. રણછોડજીનું મંદિર
જૂનાગઢના નાગરવાડામાં રણછોડજીનું પ્રસિદ્ધ મંદિર છે. તેના મહાસ્ય અનુસાર, નરસિંહ મહેતાના કાકા પરબત મહેતા પ્રતિ વર્ષ હાથમાં તુલસી
Page #442
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : જવ
વાવી દ્વારકા જતા. વૃદ્ધાવસ્થા થતાં પ્રવાસ કરવાનું મુશ્કેલ બન્યુ તેમ છતાં નિયમ અખ`ડિત રાખી કષ્ટ વેઠીને પણ દ્વારકા જતા રહ્યા. એકવાર માર્ગોમાં શ્રી કૃષ્ણે સ્વપ્ન આવી પાછા જવા આજ્ઞા આપી અને પોતે તેના ઘર પાસેની ગંગાવાવમાં પ્રગટ થશે તેવું વચન આપ્યું.. પરબત. મહેતા માંગરાળમાં રહેતા ત્યાં, આપેલાં વચન પ્રમાણે વિ. સ’. ૧૫૦૧ના માગસર સુદ પાંચમને બુધવારે વમાં પાણી ઉભરાયું અને સ્વરૂપ ઉપર આવ્યું. વિ. સ. ૧૮૩૫માં માંગ રાળમાં ક્રીતુરની ખીક લાગતાં સેવક માંડણુજી રાતારાત પરબત કુલપતિ શ્ર રણછેડરાયજીને ભેટમાં છુપાવી ત્રિકમદાસ પાસે શીલ નાસી આવ્યા. ત્રિકમદાસે ઘેાડા વખત શ્રીને ત્યાં રાખી પછી જૂનાગઢમાં સેવક માટે ધર તથા શ્રી સારુ મંદિરના પાતાથી ગૂંદાભસ્ત કરી રણછેડરાયજીને જૂનાગઢ લઈ જઈ તેમાં પધરાવ્યા.''
છઠ્ઠો ધર
નાગરવાડામાં નીચીબારી પાસે શ્રી અદ્રેશ્વરનું મંદિર છે. બાદશાહ ફરૂખ શીયરે, તેના દીવાન રાજા છમ્મીલારામને, એક નીલમ આપેલું આ નીલમે જયદ્રથના બાહુમાં હતું અને મહાભારતના યુદ્ધમાં તેને બાહુ છેદાયે, તેનાં અસ્થિમાંથી મળેલુ” રાજા બહાદુર છબીન્નારામ પાસેથી તે નીલમ રાજા બહાદુર પાસે આવ્યુ અને તેની પાસેથી તેની પુત્રીના પુત્ર દીવાન અમરજી પાસે આવ્યું. તેના પુત્ર દીવાન રઘુનાથજી તથા રછેાડજીએ તેની શાસ્ત્રોક્ત વિધિવત્ લિંગ તરીકે સ્થાપના કરી. આ લિંગ મહાદેવનું હાવા છતાં તેના ભાગ ભારતી વગેરે વૈષ્ણવ સપ્રદાયની પદ્ધતિ અનુસાર થાય છે. પુષ્ટિમાર્ગીય હવેલી
પાઁચહાટડી પાસે હવેલી ગલીના નામથી જાણીત્તા પ્રસિદ્ધ સ્થાનમાં પુષ્ટિ ભાગીય વૈષ્ણવ મદિર આવેલુ છે. આ વિશાળ અને વૈભવશાળી મદિરની સ્થાપના ઈ. સ. ૧૭૮ માં જામનગર હવેલીના ગાસ્વામી મહારાજ ગોવધ નેરાજીના લાલજી માધવરાયજીએ કરી હતી.
શ્રી માધવરાયજી ચિત્તલ રહેતા હતા અને ત્યાં સ્થિર થયાં હતા, પરંતુ જૂનાગઢના યુધ્ધવીર દીવાન અમરજીએ તેમને આમત્રણ આપી જૂનાગઢમાં
1 કાઠિયાવાડમાં સાર્વભૌમ સત્તા અને ગાયકવાડ મજમુદારા. શ્રી ન. વી. મજમુદાર, 2 . વિગતા માટે જુએ તારીખે સારડ-દીવાન રણછેાડછ, ભાષાંતર રા. હ. દેશાઈ ૧. ગિ.-૫૬
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૪૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
હવેલી બાંધવા તથા શ્રી સ્વરૂપને પધરાવવા વિનંતી કરી તેથી તેઓ શ્રી હે..
સં. ૧૭૮૦માં જૂનાગઢ આવ્યા. તેમને નવાબ મહાબતખાનજીની સૂચનાથી "પંચહાટડીમાં સરકારી ડેલે હતા તેમાં પધરાવ્યા. આ ડેલામાં એક ભયંકર સર્પ રહે તેથી ડેલે ઉજઠ પડેલ. શ્રી માધવરાયજીએ તેના ચરણસ્પર્શથી તેને ઉદ્ધાર કર્યો. તે વાત નવાબના કાને જતાં પોતે આવી દર્શન કર્યા તથા તે ડેલો, મઘરવાડા ગામ તથા જાંબુવાડી અને માટી બાગ મહારાજશ્રીને ભેટ ધર્યા. આ સ્થળે શ્રી માધવરાયજી મંદિર બંધાવી શ્રી મદન મોહનલાલનું સ્વરૂપ પધરાવ્યું. આ સ્વરૂપ મૂળ દયા ભવાયા નામના વણવની પૂજામાં હતું. તે પછી ઇ. સ. ૧૮૦૦માં એક ગિરનારા બ્રાહ્મણના ઘરના કૂવામાંથી સ્વપ્નમાં થયેલા આદેશ અનુસાર શ્રી દામોદરજીનું સ્વરૂપ પ્રાપ્ત થતાં તે પણ હવેલીમાં પધરાવ્યું.
શ્રી માધવરાયજી લીલા વિસ્તારી ગયા પછી તેની ગાદીએ વ્રજવલભજી મહારાજ આવ્યા. તેઓશ્રી પછી શ્રી ગોકુલેશજી, શ્રી વ્રજવલ્લભજી, શ્રી રઘુનાથલાલજી તથા શ્રી પુરુષોત્તમલાલજી અનુક્રમે આવ્યા. શ્રી. પુરુષોત્તમલાલજીએ જૂનાગઢ રાજ્ય પાકીસ્તાનમાં જોડાયું ત્યારે નવાબ મહાબતખાનને તેમ ન કરવા જાતે જઈને સલાહ આપેલી અને જ્યારે તેણે તેઓશ્રીની સલાહને ઉવેખી ત્યારે મોટા જોખમે રાજકેટ જઈ શ્રી સામળદાસ ગાંધીને મળ, પ્રજાકીય લડતને સક્રિય સહાય કરેલી. આ વિદ્વાન, પવિત્ર અને લેકના અતિપ્રિય અને આદરણીય ધર્મગુરુ સંવત ૨૦૨૦ના ભાદરવા વદી ૯ના રોજ ગેલેકવાસી થયા.
આ હવેલીમાં ઈ. સ. ૧૯૨૫માં નવું મંદિર બાંધવામાં આવ્યું છે તેમાં હાલ જુદાં જુદાં નવ સ્વરૂપનાં દર્શન થાય છે. શ્રી સ્વામીનારાયણ મંદિર
જૂનાગઢનાં મંદિરમાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર જુદી ભાત પાડે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તક શ્રી. સહજાનંદજી મહારાજ વર્ણ (બ્રહ્મચારી) સ્વરૂપે સોરઠ દેશમાં ઈ. સ. ૧૮૦૦ લગભગ આવ્યા અને માંગરેળ પાસેના જ ગામમાં રહેતા રામાનંદજી મહારાજ પાસે દીક્ષા લીધી. બાલાગામ પાસેના પંચાળા ગામના દરબાર હિમ્મતસિંહ ઉર્ફે ઝિણાભાઈ તથા તેના ભાઈ જમનાવડના દરબાર સૂરજસિંહ ઉર્ફે દાદાભાઈ શ્રીજીના પરમ સેવકે હતા. શ્રી સહજાનંદજી મહારાજને સોરઠ દેશ અને જૂનાગઢ નગર અતિ પ્રિય હતાં તેથી તેઓશો જૂનાગઢમાં ૨૩ વાર પધાર્યા હતા અને દામોદર કુંડ, રેવતીકુંડ વગેરે તીર્થોમાં સ્નાન કરી ગિરનાર ઉપર પરિભ્રમણ કરી નારાયણ
Page #444
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : ૪૪૩
ધરા પાસે રાકાયા હતા. પંચાળા દરબાર શ્રી. ઝિણાભાઈની ઈચ્છા જૂનાગઢમાં તેની વાડીમાં મ ́દિર માંધવાની હતી તે પરિપૂર્ણ કરવા તેના મૃત્યુ પછી તેના ભાઈ સૂરજિસંહે તેના ભાગની વાડી શ્રીજીને અપણુ કરતાં ત્યાં વિ. સ. ૧૮૮૨ના માગસર માસમાં શ્રી બ્રહ્માનદ્ સ્વામી તથા શ્રી ગેાપાલાનંદ સ્વામીને માછલી ભવ્ય અને સુંદર મંદિર ધાવ્યું.. આ મંદિર વિ. સ. ૧૮૮૪માં સંપૂર્ણ થતાં તે જ વર્ષના વૈશાખ વદી ખીજના દિવસે, શ્રી. સહજાનંદજી મહારાજના વરદ હસ્તે મૂર્ત્તિ આની પ્રતિષ્ઠા કરી.
આ મંદિરમાં ત્રણ શિખરો પૈકી પૂર્વ તરફના શિખરમાં હરિકૃષ્ણ મહારાજ તથા રાધારમણ દેવની મૂર્તિ આ છે. વચલા શિખરમાં રણુછેડજી તથા ત્રિકમરાયની મૂર્તિ આ છે. પશ્ચિમ તરફના શિખરમાં સિધ્ધેશ્વર મહાદેવ અને પા તીજી તથા ગણપતિ છે, પાળીમાં હનુમાનજી તથા ગરૂપજી છે. આ મૂર્તિ એ પૈકી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૧૬ના ફાગણ વદી રના રોજ આચાય રઘુવીરજી મહારાજને હસ્તે થઈ છે. ખીજી બધી મૂતિ આની પ્રતિષ્ઠા શ્રી સહજાન જી મહારાજે પોતે કરી છે.
મરિના વચલા અને મોટા શિખરની ઊંચાઈ ધરતીથી ૭૭ ફ્રીટ છે, ત્રણ શિખરાની આસપાસ પ્રદક્ષિણાના ઘેરાવા ૨૭૮ ફ્રીટ છે.
અન્ય જોવા લાયક સ્થાન
સક્કરબાગ મ્યુઝિયમ
જૂનાગઢની ઉત્તરે રાજકોટ માર્ગ ઉપર સક્કરબાગમાં જૂનાગઢ મ્યુઝિયમ નામે હાલમાં ઓળખાતું નાનું પણું તમનેદાર સંગ્રહસ્થાન છે. આ સૌંગ્રહસ્થાન પહેલાં રસુલખાનજી મ્યુઝિયમ કહેવાતુ અને તેનું ઉદ્ઘાટન મુબઇના ગવર્નર લેડે" ના કાર્ટ તા. ૫-૧૧-૧૯૦૧ના રાજ કરેલું.
આ મ્યુઝિયમમાં શિલ્પ અને પુરાતત્ત્વમાં અવશેષો, શિલાલેખા, ચાંદીની કારીગરી, કાચના વિવિધ નમૂનાઓ, પક્ષીઓ, પ્રાણીઓના મસાલા ભરેલાં શરીશ, કાષ્ટ અને ધાતુનાં કાતરકામા, લોકકળા અને ગ્રામ વિસ્તારની કળાના નમૂનાઆ આદિ વસ્તુઓ પ્રદર્શિત કરી છે. તે ઉપરાંત એક નાની સરખી લાયબ્રેરી પશુ છે. તા. ૨૦-૪–૧૯૭૮ના રાજ મ્યુઝિયમના અમૃત મહે!ત્સવ ખાતા તરફથી ઉજવાયા.
મ્યુઝિયમમાં તામ્રપત્રો, શિલાલેખા, આયુષ આદિ ઐતિહાસિક અગત્યની વસ્તુ નોંધ પાત્ર છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
જે૪૪ઃ જૂનાગઢ અને ગિરનાર કચેરી-દરબારહોલ મ્યુઝિયમ જ નવાબના જૂના રાજમહેલમાં જ્યાં તેની કચેરી ભરાતી ત્યાં જ છે. ચાંદીની ખુરશીઓ, કટગ્લાસનાં ઝુમ્મરે, આયનાઓ આદિ ત્યાં જોવા મળે છે. તેનું સ્વતંત્ર મ્યુઝિયમાં રૂપાંતર કરી પુનરચના થતાં તેનું ઉદ્ધાટન તા. ૨૧-૧૧૯૭૭ ના રોજ શિક્ષણ મંત્રી નવલભાઈ શાહને હાથે થયું.
જૂનાગઢનું ઝૂ અર્થાત પ્રાણી સંગ્રહસ્થાન પણ સક્કરબાગમાં છે. તેની સ્થાપના ઈ. સ. ૧૮૬૦માં જૂનાગઢના નવાબ મહાબતખાન બીજાએ કરી હતી અને તેથી તે ગુજરાત રાજયનું જૂનામાં જૂનું ઝૂ છે.
આ ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવે છે અને ઉછેરવામાં પણ આવે છે. તેની સંખ્યા વારંવાર વધતી ઘટતી રહે છે. તેમાં સિંહે, સિંહણ, વાઘ, દીપડા, મગરે, વાંદરાં, રીંછ, રેઝ, જંગલી ગધેડાં, હરણ, પશુડા, ઘુટડા, અજગર, સસલાં, પોપટ, મેર આદિને રાખવામાં આવ્યાં છે. ગિરના સિંહેનું અહિં ઉછેર કેન્દ્ર પણ છે. પુસ્તકાલય
સ્વાતંત્ર્ય પૂર્વે બહાદુરખાન લાયબ્રેરી નામે ઓળખાતું જૂનાગઢ પુસ્તકાલય પણ જોવા લાયક છે. આ પુસ્તકાલયનું શિલારોપણ તા. ૨-૧૨૧૮૯૦ ના રોજ અને ઉર્ધાટન તા. ૫-૧૨-૧૯૯૧ ના રોજ થયું. જૂનાગઢમાં આ પૂર્વે રાજ્યનું પુસ્તકાલય કે લાયબ્રેરી હેવાનું જણાતું નથી. જૂનાં અને અપ્રાપ્ય પુસ્તકોને અહિં સંભાળપૂર્વક રાખેલે સંગ્રહ છે. રાજમહેલો
શહેરમાં સીટી રાજમહેલથી ઓળખાતા જૂના રાજમહેલમેટા વિસ્તારમાં પથરાયેલા પડ્યા છે. હાલમાં તેમાં કલેકટર ઓફિસ, જિલ્લા પંચાયત ઓફિસ, બેન્ક ઓફ ઈન્ડિયા, ડી. એસ. પી. ઓફિસ, ડીસ્ટ્રીકટ રેકર્ડ, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર અને બીજી ઘણું ઓફિસે બેસે છે. ૬ નવાબને નગર બહારના રાજમહેલ, સરદારબાગ, રસુલગુલઝાર (વર્તમાન
1 એક વર્તમાન પત્રમાં પ્રથમ પુસ્તકાલય આ પૂર્વે કરવામાં આવેલું એમ લખવામાં
આવ્યું છે, પરંતુ પ્રથમ પુસ્તકાલય જૂનાગઢના શ્રી નૃસિંહપ્રસાદ બૂચે સ્વખર્ચે પોતાના મકાનમાં ઈ. સ. ૧૮૭૧માં સ્થાપ્યું, ત્યારે સરકારી લાયબ્રેરી હતી નહિ,
Page #446
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટઃ ૪૪૫ રસિક નિવાસ) અમન મહેલ (વર્તમાન શાંતિ સદન-અધ્યાપન મંદિર) વગેરે પણું જેવા યોગ્ય છે. મોતીબાગ
વંથળી રોડ ઉપર આવેલ સુંદર બાગ છે. જ્યાં હાલમાં બેટનીકલ ગાર્ડન બનાવેલું છે. પરિતળાવ
વસંત વિહાર માટે બંધાવેલું તળાવ. વિલિંગ્ડ ડેમ
જૂનાગઢનું એક અતિ સુંદર સ્થાન. અહિં દાતાર અને પડખેની ટેકરીઓ આડો ડેમ બાંધી લેવામાં આવ્યું છે તથા પાસે સુંદર ઉદ્યાન છે. '
આ ડેમની યોજના ઈ. સ. ૧૯૨૮માં તૈયાર થઈ પણ તેની પાસે તા. ૧૧-૫-૧૯૨૯ના રોજ નવાબ મહાબતખાનજીને હાથે નાખવામાં આવ્યો અને તેનું ઉદ્ધાટન તા. ૧૦-૧-૧૯૩૬ના રોજ કરવામાં આવ્યું.
તેને કેચમેન્ટ એરિયા ૧૬ ચે. માઈલને છે તથા તેની ઊંચાઈ ૪૪ ફીટની છે. તેના તળિયાથી પહોળાઈ ૪૫ ફીટ તથા ઉપરથી ૧૦ ફીટની છે. આ ડેમને વેઈસ્ટ વેર રર ફિટ લાંબે છે, ડેમ ૮૫૦ ફીટ લાંબે છે અને તેની કેપેસીટી ૧૦૦૦૦૦૦૦૦ ગેલનની છે. મહાબત મકબરા
જૂનાગઢની જોવાલાયક ઈમારતમાં મહાબત મકબરા એક આકર્ષક અને કલાત્મક ઈમારત છે. આ મકબરાનું બાંધકામ ઈ. સ. ૧૮૮૦ માં નવાબ મહાબતખાન બીજાએ શરૂ કરાવેલું પણ તે પૂર્ણ થાય તે પહેલાં તે જન્નતનશીન થયા; તેમ છતાં તેમને ત્યાં દફન કરેલા છે. આ મકબરામાં નવાબ બહાદરખાન ત્રીજા તથા નવાબ રસુલખાનની કબરે છે. તેની બાજુમાં વિઝિર બહાઉદ્દીનભાઈને મકબરો તથા મકબરાની દક્ષિણે મે મસ્જિદ છે. બીજા સ્થાને
જૂનાગઢ શહેરમાં ૬૦ થી વધારે હિન્દુઓનાં દેવસ્થાને છે તથા લગભગ એટલી જ મસિજદે અને દરગાહે છે. જેનાં પણ મંદિરે અને ઉપાડ્યો અને ક્રિશ્ચિયનેનાં બે ચર્ચા છે.
તે ઉપરાંત વિશાળ અને ભવ્ય સરકારી જાહેર મકાને, નવાબના
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૪૬ઃ જૂનાગઢ અને ગિરનાર રાજમહેલ અને જાહેર સંસ્થાઓ છે. - જૂનાગઢ શહેર બહાર નગર ઉદ્યાન હતા. જેને ઘણું લેકે લાભ લેતા તે ટાઉન હેલનું નિર્માણ થયું. તેનું ઉદ્દઘાટન તા. ૧-૧૦-૧૯૭૯ ના રોજ થયું તથા ફુવારાનું ઉદ્દઘાટન તા. ૨૬-૧-૧૯૮૬ ના રોજ તથા ત્યાં એક સ્વીમિંગ પુલનું ખાત મુહૂર્ત તા. ૧૫-૨-૧૮૮૭ના રોજ કરવામાં આવ્યું. તા. ૧૮૫-૧૯૮૬ના રોજ તરફથી પદ્માગોરી હાલનું ઉદ્ઘાટન થયું
" પાન કાર ચામ જાય અને વિસ્તાર મા ના
1 આ સર્વ સ્થાનેની નોંધ માટે જુઓ “જુનાગઢ અને ગિરનાર” અથવા “જુનાગઢ એન્ડ
ગિરનાર–શું. હ. દેશાઈ.
Page #448
--------------------------------------------------------------------------
________________
સકૃત ામ વિજય કાવ્ય પાદતાડીતક્રમ
પ્રશાસ ખંડ
ભક્તિ દર્પણુ
માંડલિક કાવ્ય
રમ રત્નાકાર
વાક્સ હિતા પાણિનીય શિક્ષા શિશુપાલ વધ
હરિવંશ પુરાણુ
`ફારસી
તારીખે સારડ
તારીખે ક્રીસ્તા
તારીખે ફ્રીરાઝશાહી
તારીખે ફ્રીઝશાહી મીરાતે અહેમદી મીરાતે સિકંદરી
၆
મીરાત મુસ્તફાબાદ
હિન્દી
મહાશિવ રત્નાકર શિવ રહસ્ય
આધડ ભગવાન રામ
સંદર્ભ સૂચિ
(સ્કંદ પુરાણુ)
(નાગાજુ ન-યાધર) (પ્રતિકૃતિ–ઉપસંહાર)
(ફરિશ્તા) (સમ્જ અક્ીફી) (ઝિયાઉદ્દીન ભારતી) (અલી મહમદખાન) (સિકંદર ખીત મંજુ)
ભા=ભાષાંતર
વેણીનાથ યામિલક
ભા. ગારાભાઇ રામજી ગાવિંદ સ્વામી ગંગાધર વિ
ભા. જીવરામ શાસ્ત્રી
કવિ માઘ
દીવાન રણછેડજી. ભા. બ્રિગ્સ .
ભા. ઈલીયટ
ભા. ઈલીયટ
ભ. રૃ. મા, ઝવેરી ભા. આ. મે!. દીવાન
એ. જી. શેખ
દીવાન રણછેડજી દીત્રાન રણછેડજી . યજ્ઞ નારાયણ ચતુર્વેદી
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૪૮ : જુનાગઢ અને ગિરનાર..
અગ્રેજી
એ ન્યુ હીસ્ટ્રી ઓફ ઈન્ડિયન પીપલ રિપેટ ઓન એન્ટીકવીટિઝ એફ કાઠિયાવાડ એન્ડ્રે કચ્છ
Indiche Alterthum Skande
એકટ્રેકટસ ફ્રોમ ધી એન્ટીકવીટિઝ એક્ કાઠિયાવાડ એન્ડ કચ્છ
ટ્રાવેલ્સ ઓફ હ્યુએન સાંગ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા તારીખે સાર નાનક પ્રકાશ પત્રિકા (૧૯૭૦) પાલીટિકલ પ્રેકટીસ ઈન વ્રુસ્ટન ઈન્ડિયા
(દીવાન રણછેડજી)
પારટ્રેટ ગેલેરી એક્ વેસ્ટર્ન ઈન્ડિયા પ્રાટેકટેડ પ્રિન્સીસ એફ ઇન્ડિયા ખાખી ફલસ``એક્ સાર મેસેકર એફ મહીયાઝ
લીગ પ્રિન્સીસ ઓફ ઈન્ડિયા જૂનાગઢ લાઈફ્ એન્ડ ટીચીઇંગ્સ એફ નરસિંહ મહેતા લાઈફ એન્ડ એકસપ્લાઈટસ એક રાજા રાયસિ ંહ વિઝર બહાઉદ્દીનભાઈ
વેસ્ટર્ન ઇન્ડિયા
સ્ટેટિસટીકલ એકાઉન્ટ ઓફ જૂનાગઢ . હીસ્ટ્રી ઓફ ગુજરાત
ગુજરાતી
કાઠિયાવાડ સાભૌમ સત્તા અને મજમુદારા
કાઠિયાવાડ ગેઝેટીયર ગિરનાર મહાત્મ્ય ગિરિનારાયણુ જ્ઞાતિની ઉત્પત્તિ ગુજરાત ગેઝેટીયર
આર. સી. મજમુદાર જે. ભરજેસ
Lassen
જે. ખરસ સેમ્યુઅલ ખીલ * લ ટાડ
ભા. જે. ભરજેસ
ડા. કીરપાલસી ગ
એ. ડબલ્યુ વેબ
આર. એ. જલભાઈ
ડબલ્યુ. બી. વારનર
એડવર્ડઝ એન્ડ ફ્રોઝર જે. પી. જોશીપુરા અલકધારી
સર થી ગ્રાન્ડ જેકબ
મેજર વાટસન એમ. એસ. કૈામીસેરીયેટ
ન. વિ. મજમુદાર મેજર વેટસન
દા. પુ. ખાડીયા
જીવરામ દુ. શુકલ
Page #450
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટઃ ૪૪૯
(અ. ૪. નદવી)
ગુજરાત રાજસ્થાન ગુજરાતનો ઈતિહાસ ગુલાબરાય ચરિત્ર ગેકુલજી ઝાલાનું જીવનચરિત્ર
કાલીદાસ જે. પંડયા ભા. છોટુભાઈ નાયક જટાશંકર હ. વોરા મનસુખલાલ સૂર્યરામ ત્રિપાઠી કીર્તિકુમાર વૈશવ
ડે. નરોત્તમદાસ વિશ્વવનું જીવનચરિત્ર જમાદાર સાલેહ હિન્દીના ટેસ્ટીમોનીઅલસ જાડેજાને ઈતિહાસ - જૂનાગઢનો ઈતિહાસ દલપત કાવ્ય દીવાન અનંતજી અમરચં નું જીવનચરિત્ર દીવાન અનંતજીનું જીવનચરિત્ર નરસિંહ મહેતાના સમયને નિર્ણય
નાગઈ પુરાણ પરમ ભાગવત નરસિંહનું સાચું દર્શન
પિતૃ તર્પણ પુરુષોત્તમ પ્રતિભા
જીવરામ શાસ્ત્રી ગુલાબશંકર વોરા કવિ દલપતરામ ભવાનીશંકર નરસિંહરામ સુરતરાય અં. વસાવડા વિ. જ. મજમુદાર-ન. વિ. મજમુદાર કાનજીભાઈ લાંગડીયા શાંતિલાલ વૈશ્નવ અને વસરામ રામજી પટેલ શંભુપ્રસાદ હ. દેસાઈ પ્રેમલાલ ગ. મેવા, ભક્તિપ્રિય શંભુપ્રસાદ હ. દેશાઈ શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી ભાગીરથી બહેન અમૃતલાલ જી. શાહ જી. એ. શેખ જ, પુ. જેથીપુરા જ. પુ. જોશીપુરા માલદેવજી રાણ શંભુપ્રસાદ ભ. નાણાવટી કલ્યાણરાય જેઠાભાઈ બક્ષી જ. પુ. શીપુરા
પ્રભાસ અને સોમનાથ ભક્ત શિરામણ ઠાકર ઝિણાભાઈ ભગવાનલાલ જોશીપુરાનું જીવનચરિત્ર ભારત રાજ્ય મંડલ મહાબત આલબમ મણિશંકર કીકાણી મંત્રીશ્વર રાયજી સાહેબ ભાગ -૨ મહેર જવાંમર્દો માંગરોળને ઈતિહાસ માંગરોળને ઈતિહાસ યુધવીર દીવાન અમરજી જ. ગિ–૫૭
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૫૦ઃ જૂનાગઢ અને ગિરનાર
રેવાબાઈ ધર્મશિક્ષણ માળા સદુઉપદેશે માત સૌરાષ્ટ્રનો હૃતિહાસ સૌરાષ્ટ્ર સંત હતા અને ઇસ્લામી ઓલિયાઓ. સોરઠના સિધે. સેરઠી બહારવટિયા. શ્રી કૃષ્ણનું દ્વારકા, હિસ્ટોરિકલ ઈંસ્કશન્સ ઓફ ગુજરાત. હિંદુસ્તાનનાં રક્ષિત રાજ. જૂનાગઢ,
કાલીદાસ ગોવિંદ અનામી શંભુપ્રસાદ હ. દેશા ઈચ્છાશંકર દવે કાલીદાસ મહારાજ ઝવેરચંદ મેઘાણી શંભુપ્રસાદ હ. દેસાઈ ગિરજાશંકર વ. આચાર્ય દુર્લભજી ધ વદ શ્રી ક. લા. ઠાકર
જૈન ગ્રંથ
કીતિ કૌમુદી (સેમેશ્વર) કુમારપાળ ચરિત. કુમારપાળ પ્રબંધું. કુમારેપાળ પ્રતિબંધ કુમારપાળ ચરિત્ર. ચૈત્ય પરિપાટી સ્તવનજૈન તીર્થોને ઈતિહાસ જૈન તીર્થોનું વેણુન: દ્વાશ્રય. નાભીનંદન નેધર પ્રબંધ નેમીનાથ ચતુંપાદિકા. પ્રબંધ ચિંતામણિ (મેરતંગાચાર્ય) પ્રભાવ ચરિત્ર રેવંતગિરિ રમું (વિજયસેન સૂરી) રેવંતગિરિ ક૫ (વિજયસેન સૂરી) વસ્તુપાલે ચિરિત્ર. વિવિધ તીર્થ કલ્પ. તીર્થમાળા સ્તવન.
ભા. વલ્લભજી હા આચાર્ય જયસિંહ સૂરી જિનમંડન ગણું સોમપ્રભાચાર્ય જયસિંહ સરી જિનતિલક સૂરી ન્યાયવિજયજી કનકવિજયજી પણ હેમચંદ્રાચાર્ય કક્ક સૂરી વિનયચંદ્રજી ભા. દુ. કે. શાસ્ત્રી શ્રી પ્રભાચંદ્ર સુરી ભા. હ. યુ. ભાયાણી ભા. હ. યુ. ભાયાણું જિનહર્ષ
શ્રી જિનપ્રભ સુરી વિજયપ્રભ સુરી
Page #452
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટઃ ૪૫
અપ્રગટ ગ્રંથ અરેબીક એન્ડ પર્શિયન ઈન્સસ્કીન્સ ઓફ સૌરાષ્ટ્ર. શંભુપ્રસાદ હ. દેસાઈ કહાનદાસ તાપીદાસ બક્ષીનું આત્મ ચરિત્ર. જૂનાગઢની નોંધ.
અનામી જૂનાગઢની ટૂંકી નોંધ.
મોતીલાલ જીવણલાલ છાયા રિપેર્ટ એન્યુઅલ રિપેર્ટ ઓફ આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા. ૧૯૫૪-૧૯૫૫ એડમિનીસ્ટ્રેશન રિપોર્ટ ઓફ જૂનાગઢ સ્ટેટ ૧૯૩૦-૧૯૩૧ થી ૧૯૪૫-૧૯૪૬ કાઠીયાવાડ-રિપટ ન.
કર્નલ કરે રિપોર્ટ ઓફ રિયલ એશિયાટિક સોસાયટી બોમ્બે પુસ્તક ૧ અને બોમ્બે પુસ્તક ૧૮ સેન્સસ રિપોર્ટ ૧૯૦૧ થી ૧૭૧ ઈન્ડિયન એન્ટીકવેટી–પુસ્તક ૮ એપ્રોગ્રાફિકા ઈન્ડિકા પુસ્તક ૮ સામાયિક કલકત્તા રિવ્યુ. ઈ. સ. ૧૮૭૭ ગુજરાતી તા. ૧૪-૧૦-૧૯૧૯ ગુજરાતી. દીપેત્સવી અંક સં. ૧૯૮૧ ગુજરાતી. તા. ૧૪-૧-૧૯૩૪ જરનલ ઓફ આક. સંસાયટી-જૂનાગઢ-નવે. ૧૯૩૭ જૈન સત્ય પ્રકાશ. તા. ૧૫-૧૦-૧૯પ૧ પયિક જુલાઈ ૧૯૬૮
એપ્રિલ ૧૯૬૯
જુન ૧૯૬૯ ત્રિમાસિક ચૈત્ર સં. ૧૯૬૪
બ્લેકવુડ મેગેઝીન ઈ. સ. ૧૯૧૧ ભાવનગર સમાચાર. દીપોત્સવી અંક ઈ. સ. ૧૯૭૨ વાફ માર્ચ ૧૯૬૭ શારદા ડીસેમ્બર ૧૯૩૫
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૫ર : જૂનાગઢ અને ગિરનાર
સૌરાષ્ટ્ર દર્પણ
જુલાઈ ૧૮૭૨ થી ૧૮૭૪ જાન્યુઆરી ૧૮૭૬ જાન્યુઆરી ૧૮૮૪ નવેમ્બર ૧૮૮૪ ડીસેમ્બર ૧૮૮૪
જુલાઈ ૧૮૮૭ સ્મારિક ગુ. સા. પરિપદ. ૨૬-૧૨-૧૯૬૯ માહિતી જૂનાગઢ મ્યુઝિયમ – પત્રિકા. જૂનાગઢ જૂ - પત્રિકા. રૂબરૂ માહિતી સ્વ. શ્રી. કુંદનલાલ મોતીલાલ છાયા
શ્રી. નથુભાઈ લાલભાઈ શ્રી. શ્રીનિવાસ વૈકુંઠરાય બક્ષી શ્રી. બાબુરાય વૈકુંઠરાય બક્ષી શ્રી. શંભુપ્રસાદ હરિદત્ત જોશી
શ્રી. દિનકરરાય સારાભાઈ ખા.શ્રી. ગુલામ રસુલખાનજી બાબી
શ્રી. વિનેદ ય જોશીપુરા
Page #454
--------------------------------------------------------------------------
________________
સૂચિ
અ
અઝિમ કેકલતાશ ૧૧ર-૧૧–૧૧૪ અનંત સદાશિવ તાબે ૩૦૧-૩૦૯ અનંતજી અમરચંદ દીવાન ૧૮૫-૧૯૨ ૧૯૫–૧૯૮ ૨૦૦ થી ૨૨-૨૦૧૭
૨૧૧-૨૧૪-૨૨૦-૨૨૭–૪૨૬ અનંતરાય નાનાલાલ-૨૬૮ અનંતપ્રસાદ વૈષ્ણવ ૨૫૦-૨૬૦ અબાસાલમ ૨૧૩ ' ' અબ્બાસઅલી બેગ ૨૬૭-ર૭૪–૨૯૧ અબ્દુલ ગફાર ૩૩૪ અબ્દુલકાદર મહમદ હુસેન ૩૧૦
૨૦-૩૫-૩૫૯ અબ્દુલ હુસેન જીવાજી ૩૪૯-૩૦૦ અબ્દુલ મજીદખાન ૩૨૭ અબદુલ ગફારખાન ૩૩૪ અબદુલ ઝફર નદવી ૪૯ અમન બન્ને ૨૯૬ - - અમરછ કછી ર૨૪-૨૩૨–૨૭-૩૦૨ અમરજી ઝાલા ૧૭૮-૨૮૬ - અમરજી દિવાન ૧૨-૧૩૩ થી ૧૪૬
૧૫-૧૬૮-૧૮૯-૪૪૧ '' ' અમરૂલ્લાહ ૧૭૮ અમીન જમાદાર ૧૬. . અમીનખાન ગોરી ૧૧૧-૧૧-૪૩૨ અમીદાસ મનજી ૨૨૪-૨૩૨ અમીર બખતે ૨૬૩ અમીર બેગમ ૧૯૦ અમૃતલાલ અમરચંદ ૧૮૫ અમૃતલાલ જી. શાહ ૧૨૫ અમૃતલાલ પઢીયાર ઉ૪૭
અમૃતલાલ શેઠ ૩૧૧-૧૪-૩૬૫ અરદેશર જમશેદજી ૨૩૭-૨૪૫-૨૪૬
૨૫૪-૨૭-૪૦૧-૪૧ અરૂણ સેવક ૩૪૯ અલકધારી ૧૧૫ અલી બીન હમઝા ૪૩૫ અશોક ૩૫-૩૭-૫૬-૫૭-૬૫-૪૩૧ અહમદમીયાં અખ્તર ૩૪૭–૩૫૦-૩૬૧ અહમદમીયાં સ ૧૯૮-૧૯૯-૨૦૦ અહમદખાન બાબી ૨૩૪-૩૫-૨૬૩ અહમદ શાહ પીર ૧૮૩-૧૮૪ અહમદશાહ સુલતાન ૮૭–૪૮-૪૩૨ આજમબેગ ચેલા ૧૬-૧૬૫-૧૬૭
૧૭૧ આબા સેલુરકર ૧૬૦ આશા બેગમ ૯૬ આસ્ટન ૨૧૬ ઈગલીગ ૬૫ ઈચ્છાશંકર દવે ૪૩૭ ઈરાદેવી ૩૪૮ ઈદુલાલ ગાંધી ૪ર૮ ઈદુભાઈ વસાવડા ૨૮૮-૩૪૯ ઈદુછ બુચ ૧૯૦ અંદુછ વૈષ્ણવ ૨૭૭ ઈયાનુતુલલાહ ૧૧૬ ઈશ્વરજી અમરજી ૨૩૩ ઈશ્વરજી બુચ ૧૨૭–૧૨૮ ઈસ્માઈલ અબ્રેહાની ૩૧૫-૨૭–૩૫૦
ઈસ્માઈલબેગ ચેલા. ૧૮૩ ઈસબખાન ૧૮૩ " ઈસા ખાન પર
Page #455
--------------------------------------------------------------------------
________________
ઈસારતખાન પર-૧૧૬ ઉગાવાળા ૪૧-૪૬-૭ ઉગાવાળે (ઢાક) ૮૨-૮૩ ઉછરંગરાય ઓઝા ૩૪૮ ઉત્તમરામ ઘેડા ૧૫૪ ઉમર અબુ પંચ ૨૦૫ ઉમર મુખાસન ૧૬૭–૧૭૧ થી ૧૭૭ ઉમરાવ બખ્ત ૨૬ ઉમર હેનાક ૨૪૪ ઉમિયાશંકર દેસાઈ ૧૬૮-૧૫-૧૬
૧૬૬–૧૭૧ ઉષવદાત ૫૮ એડવર્ડ એસ. ડબલ્યુ ૧૯૩ એલખાને ૧૩૮ એદલખાન શાહઝાદ ૨૩૪-૨૬૩-૨૬૪
૨૬૫-૨૮૯ : અદેલખાન (સુખપર) ૨૦ એ.કે. વાય. અબ્રેડાની ૩૫-૩ર૭૬૩ એસ્ટન ૧૭૭ ઓલીવન્ટ સર ચાસ ૨૬૪ એલર્વરા એસ. આઈ ૩૭૧ અંબારામ છાયા ૨૪૦–૨૪૩-૬૧ અંબાલાલ જાની ૯૮ અંબાશંકર બુચ ૨૩૦ અંબાશંકર વભજી ૨૬૧
કનૈયાલાલ મુનશી ૯૮ ૧૫ કમાલબતે ૧૭૭ કમાલ બખ્ત ૨૩૪-૩૫ કર્નાક કર્નલ ૧૭૧-૧૭૩-૧૭૪ કરમચંદ ગાંધી ૨૦૦-૨૧-૩૪૮ કરસન સામત ૩૬૭-૬૮ કલ્યાણગિરિ ૧૮૪ કલ્યાણરાય બક્ષી ૨૮૪-૨૮૮ કલ્યાણ શેઠ ૧૫૫ થી ૧૫ કવાટ રાહ ૪-૪૪-૭ કવાટ બીજે ૭-૮ કહાનદાસ વૈષ્ણવ ૧૩૭-૧૩૮-૧૫૦
૧૫-૧૫-૧૬૬- ૧૬૮ - ૧૭૦
૧૭૧-૧૭ર-૧૭૩-૨૮૯-૯૦ કાદુમકરાણી ૨૩૮ થી ૪૪ કાંતિલાલ સોમપુરા 13 કાંન્તિલાલ વ્યાસ ૩ - કાર્નેગી કેપ્ટન ૨૮૨–૧૯૩ કાનજીભાઈ લાંગડીયા ૩૬૯ કાલીદાસ મહારાજ ૪ર૭-૪૩૬ કાલીદાસ શાસ્ત્રી ૩૯૮ ફાલુમેર ૧૩૮-૩૯૫ કાશીનાથ જોશી ૨૧૯-ર૩૩-૨૪૦
૨૪૭-૨૬૫ કીટીંગ્સ કર્નલ ૨૮-૧૦-ર૦ કુંભાજી ત૭થી ૧ર-૧૩ થી ૪૦
૧૫ર-૧૫૩–૪૩ર . કુમારપાળ ૭૬-૦૮-૨૯૯-૪૦૦-૦૮
૪૧૬ કે. કેપ્ટન ૩૧ કે. કા. શાસ્ત્રો ૬૪-૯૮ હેડલ સરપેટીક રપ-૩૫૬ થી ૩૦
ફલકસુરી ૪૫ કતા ભરે ૨૫૭ કનકરાય વસાવડા ર૭-ર૭૭ કનક વિજયજી ગણિ ૦૭. કની રામજી ૧૮-૪૨૮
8ડેલ છે
?
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૫૫
કેનેડી કેપ્ટન ૨૪૮ કમ્પબેલ ર૫૪ કેવળરામ બુચ ૧૬૩ કેશવજી ૨૦૩-૨૦૫ કેસરબાઈ (કરછ) ૧:૧ કેસરબાઈ (બેગમ) ૨૮૬, કેમી સેરીયેટ એમ. એસ. ૪૭–૧૯ કેલસન કેપ્ટન ૨૦૫ કેરડીંગ્ટન ૨૫૪-૪૩૧ કુમારગિરિ ૧૭૮ કૃષ્ણલાલ ધ્રુવ ૩૦-૩૪૦ ક્રીપારામ શેઠ ૩૮૩
ખ
ખલફશાહ મીયાં ૩૬ ખલફશાહમીયાં (બીજા) ૨૧૯-૨૮ ખલીલખાને ૧૦૬-૧૦૭ ખેંગાર કુંવર ૪૪ ખેંગારકુંવર (બ) ૪૪-૭૮ ખેંગાર રાહ ૭૩-૪૪૪) ખેંગાર ૨ જે ૭-૪ ખેંગાર ૩ જે ૮૨ ખેંગાર ૩ થે ૮૪-૪૩૨ ખેંગાર રાયજાદે ૧૧૩ ખેતશી વોરા ૨૦૧ ખુશાલ ચમનરાય i૮૩ "
૬૦-૮૩ ૨૫૮-૩૪૭-૩૮૭-૪૦ ૦
૪૦૪-૪૦૯-૪૧૨ ગાંધીજી ૩૨૩-૩૪૮ ગિરધરલાલ ધોળકીયા ૩૪૯-૪૧૩ ગિરિધર શર્મા ૩૪૭ ગુરૂદયાલસિંહ ૩૭૦ ગુલમહમદ શાબદાદ ૨૪૦-૨૪૪ ગુલાબદાસ લાલદાસ ૨૭૩-૨૮૭ ગુલાબરાય જોશીપુરા ૧૩૬-૫૦
૨૫૦-૪૮-૪૩૩ ગુલાબશંકર વોરા ૧૨૧-૨૮૦ ગુલામ અલી કામીલ ૩૪૯ ગુલામ મહમદ બાવામીયાં ૨૫૦-૨૮૭ . ગુલામ રસુલખાન બાબી ૨૯૪ ગોકળભાઈ બેરિસ્ટર ૨૮૯-૯૦ ગોકળદાસ ગગલાણી ૩૬૫ ગોકુલજી ઝાલા ૨૦૭–૨૦-૨૨૪
૨૨૭ થી ૨૭૦-૨૩૯-૨૫૦. ગોકલદાસ તાપીદાસ ૨૩૯ ગોકલદાસ પારેખ ૨૬૭ ગોકળદાસ રાયચુરા ૩૪૭-૩૪૮ ગોદડ ખવડ ૧૬૧ ગોપાલાનંદજી ૧૮૯ ગોપાલજી દેલવાડાકર ૨૪૭ ગોપાલદાસ દેસાઈ ૨૮૮-૨૮૯ ગોરધનદાસ ઈદ્રજી ૨૭૩ ગોરધનદાસ ખંઢેરીયા ૩૧૩-૧૪ ગરાભાઈ રામજી ૬૭-૨૩૩-૨૫૫–
૨૬૧-૩૮૪-૪૨૫ ગોવિંદજી દીવાન ૧૦૬-૧૪૯-૧૫૩
૧૫૪-૪૩૨ ગંગાધર કવિ ૫-૮૫-૮૦-૯૩-૩૮૮
ગજેન્દ્ર બુચ ૪૨૮ ગટુલાલજી ૨૫૯ \ ગિરજાશંકર ઝાલા ૨૦૭ ગિરજાશંકર આચાર્ય ૩૮-૪૪–૧૭
Page #457
--------------------------------------------------------------------------
________________
-
૪૫૬
પ્રહાર રાહુ ૪૩-૭૦-૭૧-૪૩૨
ઘીવાલા એસ.પી. ૩૨૭ ઘેલાભાઈ વસાવડા ૨૧૩
છોટાલાલ બક્ષી ૨૬-૨૮૮-ર
૪૦૧ છોટી બુ ૨૩૪–૨૬૪ છોટુભાઈ અત્રિ ૬૭–૪૦૩-૦૯
૪૩૩. છોટુભાઈ નાયક ૪૯ છોટુભારથી ૩૬૮
ચક્રપાણિત ૩૬-૪૨૧-૪૩૧ ચમનલાલ ચકુભાઈ ૩૬૫ ચસ્ટન ૫૯ ચિત્તરંજન રાજા ૩૩૫ ચિમનલાલ સેતલવાડ ર૩ ચુડામણિ છ૯-૮૩ ચુનીલાલ સારાભાઈ ર૩૬-૨૮૩૨૮૪
૨૮૫ ચન્દ્રગુપ્ત મૈય ૩૫-૩૭-પ-૬૫. ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય ૬૩. ચન્દ્રચૂડ ૭૦ ચન્દ્રસિંહજી ભાડવા ૩૬૯ ચાંદ પટણી ૧૯૬
જગતસિંહ ૮૩ જગજીવનરામ બધેકા ૯૭-૯૮ જગન્નાથ ઝાલા ૧૨૯-૧૦૧૩૧
૨૮૬ જગમાલ ગોરધન ૪૫ જટાશંકર છાયા ૨૬૮ જટાશંકર હરજીવન ૨૩૩-૨૫૫
૨૬-૪૨૩ જન્મરાંકર બુચ ૩૪૭ જનાર્દન પ્રભાશંકર ૩૪૭ જનમીયાં કાઝી ૨૬૮ જમ્બર શેઠ ૧૯૧–૧૯૨-૧૯૩-૨૦૧ જમાલખાન બલોચ ૧૭૯ જયદામન ૫૯ જયમલ ૭૮ જયાશંકર જીકાર ૨૬૧ જયસુખલાલ જોશીપુરા ૯૭-૧૮૮-૨૫૫
૨૬૫-૩૦૩-૩૪૭ જયસિંહ ૧ લે ૭૮ જયસિંહ ૨ જે ૮૫ જયસિંહ કે જે ૮૮ જયસિંહ સૂરી ૪૦૦ જયેન્દ્રરાય નાણાવટી 1
છગનલાલ નાણાવટી ૩૦૮–૩૩૫-૩૪૬
૩૪૮ છગનલાલ પ્રભુદાસ ૩૧૪ ગનલાલ પંડયા ૨૯-૦૬-૩૦૦
૩૨૮ છગનલાલ બુચ ૨૯૫-૩૪૬ * છેલશંકર દવે ૩૧૨–૩૧૪-૩૧૮-૩૩૬
૩૪૬ છોટમલાલ નાગર ૧૫૮
૫
Page #458
--------------------------------------------------------------------------
________________
જીવાભાઈ કીકાણી ૨૩૨-૨૫૫-૨૬૧
જીવાભાઈ પટેલ ૩૨૩
જેઠસુર ખૂમાણુ ૨૧૬ જેઠાલાલ જોશી ૩ ૪ ૫ જેઠાલાલ રૂપાણી ૩૨૪-૩૪૯-૩૭૦ જે. એમ. પડયાં ૩૬૧-૩૭૩ જોથી એચ. પી. ૩૧૩-૩૧૮
ઝ
ઝફરખાન ૮૫
ઝફરખાન ૪૩૯
ઝવેરચ૬ ૧૩૪
ઝવેરચંદ મેઘાણી ૨૧૨-૨૪૩ ઝવેરીલાલ વસાવડા ૩૫૬–૩૬૨ ઝિણાભાઈ દરબાર ૧૭૦-૧૮૯-૪૪૨ ઝિણાબાવા ૪૨૦-૪૨૮ ઝિણા મહેતા ૧૭૨-૧૭૨-૧૭૮ ઝિયાઉદ્દીન ભારની ૪૮
૪૫૭
ટિલે કેપ્ટન ૩૨૦
રાડ મલિ ૫૦–૧૦૫-૧૭૦-૩૮૨૭
૪૩૭
*
ઠાકરશી ઘીયા ૩૩૮ ૩૫૪ ૪૪
ડીથ ૩૪૦ જ. ગિ.-૫૮
ડુંગરશી દેવશી ૨૦૦ થી ૨૦૪–૨૨૭ ડાસાભાઈ ખરદેશજી ૨૭૩ ડાસા પારેખ ૨૦૪-૨૦૧
ડેાસીયુ ૧૭૨-૧૭૩
ઢેબર ઉછરંગ રાય ૩૬૦
ત
તાપીદ!સ વૈષ્ણવ ૧૪૮–૨૮૯ તારાચંદ શાહ ૩૭૧-૩૭૫ તાલ્યરખાન ૨૬૭
તુષાt ૫૬-૫૭-૬૫
તેજપાલ ૪૧-૮૦-૮૧-૮૨-૪૦૯ તાતારામ વલેયા ૩૭, ત્રિકમજી નરભેરામ ૨૪૫–૨૭૦ ત્રિકમદાસ વૈષ્ણવ ૨૮૨=૪૪૦ ત્રિમાસ સેવક ૩૪૮ ત્રિભાવનદાસ તુલસીદાસ ૨૧૬ ત્રિભાવનદાસ મેાતીચંદ્ર ૨૫૨-૨૭૬
૪૦૧
ત્રિભુવનરાય રાણા ૨૭૧-૩૪૦
ન્યુ બકરાય મજમુદાર ૨૬૧-૩૫૦
થ
થામસ પ્રિન્સેપ ૪૩૮
Page #459
--------------------------------------------------------------------------
________________
n
h
દલપતરામ કવિ ૨૩૧-૨૫૦-૨૫૬ દલપતરામ દીવાન ૧૨૫ થી ૧૨૧૭૬–૪૩૨
દાસ રાહ ૮૧-૪૩૨
દયાળજી ૧૫૫-૧૬૪
દેયાશ કર દવે ૩૭૪-૩૭૫
દાઉજી જેવા ૧૫૩
દાગેાજી રાયજાદા ૧પર દાદીજી બેગમ ૧૯૦-૧૯૧–૧૯૨ દામેાદરદસ જગડ ૨૬૧-૨૬૯ દામેાદર નરસિંહ ૮૯-૪૨૧ દીન મહમદ જમાદાર ૨૧૨-૨૧૩ દીલસુખરાય વસાવડા ૩૫૬-૩૬૨ દીલાવરખાન ૨૦૭–૩૨૯ દુર્ગાશંકર શાસ્ત્રી ૭૬–૩૯૯ દુલ ભજી ખેતાણી ૩૬૫ દુલ ભ દીવાન ૧૩૬-૧૪૯-૧૫૨
૧૫૩
દુલ ભદાસ રામજી ૩૫૦ દુલ ભસેન ૭૧-૪૩૨ દેવેન્દ્ર સૂરી ૪૦૯
દેવચંદ લક્ષ્મીચંદ ૪૦૧–૪૧૧ દેવશી સુદરજી ૧૮૩ દેવાયત બાદર ૭૧
. પુ. ભરાડીયા છ૭-૩૯૩-૪૦૪
૪૦૬-૪૦૭-૪૧૧
દાલતરાય ઝાલા ૩૦-૩૫૦ દોલતસિંહ રાયજાદા ૩૪૫
૪૫૮
ધ
ધાંધ ૪૦૫ ધીરજરાય છાયા ૩૩૬
ધ્રુવસેન ૨ જો ક
ન
નટવરલાલ દેસાઈ ૯૮ નથુખાન સરવાણી ૧૭૩-૧૯૮૧-૧૯૨ નથુભાઈ ક્રીપારામ ૩૦૧-૩૦૩ નથુરામ અમરજી ૧૮૫ નથુરામ શર્મા ૪૨૨-૪૨૮ નન્નામીયાં પીરજાદા ૧૯૯ નબીબક્ષ ખા. બ. ૩૬૧ નયનસુખલાલ મજમુદાર, ૯૭-૧૪૧
-૧૪૪૧
નરસિંહ મહેતા ૪૩-૯૬ થી ૧૦૪
૨૯૦-૨૯૪–૪૨૧-૪૨૨-૪૪૦
નરસિ’હદાસ ડેાકટર ૩૨૯ નરસિહદાસ વિભાકર ૨૪૭
નરસિંહદાસ સતાકરામ ૨૦૭ નરસિ’હદાસ કહનદાસ ૩૧૩–૩ ૧૪–
૩૨૨૩૪૯-૩૭૦
નરસિ‘હપ્રસાદ પ્રુચ ૧૯૩-૨૦૭–૨૦૮
૨૧૬-૨૨૦-૨૨૬-૨૩૨-૪૦૧
નરસિંહપ્રસાદ મજમુદાર ૨૭૬-૩૫૦ નરભેરામ વૈદ્ય ૧૮૮
નરભેશર ૨૧૬
નરેન્દ્ર શુકલ ૩૪૮ નરેન્દ્ર નથવાણી ૩૬૫
Page #460
--------------------------------------------------------------------------
________________
-
૪૫૯
નરોત્તમદાસ વૈષ્ણવ ૨૫-૨૬૨૦-૨૬૬
-૨૭૭-૨૯૩ નરોત્તમદાસ શેઠ ૩૨૩-૩૪૯ નવઘણ ૧ ૭૨–૭૦-૮૩-૪૩૩
૪૩૪ નવઘણ જે ૧૩-૭૩-૮૩ - નવઘણ ૩જે ૭૪–૮૩ નવઘણ ૪ ૮૪ નવરંગખાન ૧૧૫ નાગબાઈ ૯૩ થી ૦૬-૪૨૪ નાગબાઈ બીજાં ૨૧૭ નાથાલાલ દેવચંદ ૪૦૧ 1 નાથાલાલ કવિ ૪૨૮ નાનીબુ ૨૩૪ નીલમભાઈ બુચ ૩૬૭-૩૬૮-૩૭૬ નુરખાં મૌલવી ૨૦૬ નુરબુ ૨૩૪ નાથે કેટ લેર્ડ ૨૭૮-૪૪૩ નૌતમદાસ વ્યાસ ૩૨૩ નંદલાલ મુનશી ૨૭–૨૪૫ ન્યાલચંદ રૂપશંકર ૨૦૭
૨૭૦-૨૭૧-ર૭૫–૨૮૪ થી ૨૮૮
૩૦૦-૪૦૧ પુરુષોત્તમરાય નાણાવટી ૨૯-૩૦ - ૩૨૨-૩૪૦ પુષ્કર ચંદવાકર ૫૦ પુષ્પકાન્ત ધોળકીયા ૪૯ પુષ્પાબહેન મહેતા ૪૬૫-૩૭૪ પુષમિત્ર શુગ ૫૮ પોપટ પારેખ ૧૩૪ પ્રતાપરાય વસંતરાય ૨૩૩-૨૬૧ પ્રભાશંકર વસાવડા ૧૪૮-૧૪૯-૧૫૩
-૧૫-૧૫-૧૬૪–૧૯૬ પ્રભુદાસ જોશીપુરા ૨૦૫ - પ્રભુદાસ બળીયા ૩૪૯ પ્રભુદાસ બક્ષી ૧૯૯ પ્રભુદાસ વખારીયા ૩૨૩ પ્રભુદાસ વસાવડા ૧૬૪–૧૭૯ પ્રાણલાલ શંભુલાલ ૨૦૭ - પ્રેમજી દામાણે ૧૫૦ પ્રેમરાય મજમુદાર ૩૨૮-૩૫-૩૬૧ પૃથુલાલ વસાવડા ૩૩૪ - મારે રામજી ૪ર૮-૪૩પ-૪૩૬-૪૩૭
પર્ણદત ૩૬ પરમસુખરાય કરછી ૩૦૩ પરમાણુદાસ મહેતા ૨૦૧ પરમાણુદાસ વૃંદાવનદાસ ૨૦૭ પલ સર જે. બા. ૨૧૬ પુંજાભાઈ વસાવડા ૧૩૮–૧૪૦–૨૮૮ પુરુષોત્તમ લાલજી ગોસ્વામી ૩૬૮
૪૪૨ પુરુષોત્તમરાય ઝાલા ૨૧૯-૨૪૬-૨૬૪
ફકીહ એમ. એ. ૨૬-૨૭૦ ફખરૂદૌલા ૧૨૫ ફોહખાન ૧૮૩ ફોહખાન સરવાણી ૧૧૧ ફહયાબખાન ૧૪૦ ફરૌહયાબખાન (દેવગામ) ૧૮૬ ફરગ્યુસન સર જે. ૨૪૯ ફરિસ્તા ૪૮
Page #461
--------------------------------------------------------------------------
________________
ફીટસ જીરાલ્ડ ૨૨૪–૨૨૯ ફીરાજશાહ મહેતા ૨૬૭–૨૭૩-૩૦૨ ફીલીપ્સ મેજર ૨૧૬ ફ્રાન્સ એ. કે. ૨૦૦
.
મ
બદરૂદીન કાઝી ૧૫૬ નૈસિહજી ઝાલા ૩૭૬ મરજેસ જે. ૩૮૩ બહાઉદ્દીનભાઈ ૨૦૫-૨૧૬-૨૨૦૨૨૪-૨૨૭–૨૨૮૨૩૪૨૪૮
૨૪૯-૨૫૦૨૫૨૨૬૩-૨૬૪-૨૬૮
૨૭૧-૨૭૪૨૯૨-૩૦૧-૩૦૪
-૩૦૫-૩૧૭-૪૨૪-૪૪૫
બહાદુરખાન ૧લા ૧૯૯ થી ૧૩૦
૨૧૦-૩૬૯
બહાદરખાન રા ૧૬૫-૧૦૧થી ૧૬૮ બહાદરખાન જા ૨૨૪-૨૨૯-૨૩૪૨૪૬ થી ૨૬૩-૪૪૫
બહારવટીયા ૧૯૩–૧૯૪–૨૧૦ થી ૨૧૫-૨૩૮થી૨૪૪-૨૬-૨૭૦
-૩૪૪-૩૪૫-૩૪૬
બહેચરદાસ દેસાઈ ૨૭૦-૧૭૪–૨૮૨
૨૮૫-૪૧૩
બળવ'તરાય મુનશી ૧૯૨-૧૯૩-૨૦૩ બાપુભાઈ વૈષ્ણવ ૨૭૬–૩૪૭
બાબાજી ૧૬૨-૧૪૫-૧૬૬
બાજીરાય બક્ષી ૨૬૬-૨૯૦-૩૦૩ બામણીયાજી રાયજાદા ૧૩પ
બાવાવાળા ૧૮૨
બાવા પ્યારા ૪૨૮-૪૩૫-૪૩-૪૩૭
મિશનસિહ ન લ ૩૭૪
બુઠ્ઠુભાઈ ખેખર ૩૨૪ મેજનજી મેરવાનજી ૨૬૮ ખાઈ આઈ. સી. ૩૦૧-૩૦૭ લેડન ૩૩૪
યુક ફ્રાઇસ ૩
ભ
ભગવાનલાલ ઈંદ્રજી ૫૭-૨૫૦-૨૫૫ ૨૫૬-૨૫૭-૪૩૧ ભગવાનભાઈ છત્રપતિ ૧૪૬–૨૫૫–
૨૫૮
ભગવાનલાલ જોશીપુરા ૧૩૯૮-૧૯૧
૨૦૫-૨૩૩
ભગવાનલાલ મદનજી ૧૯૯
ભગુભાઈ પટેલ ૩૭૬ ભવાનીદાસ મહેતા ૨૨૯ ભવાનીદાસ મુનશી ૧૮૨ ભવાનીદાસ વૈષ્ણવ ૧૧૯-૪૪૦ ભવાનીશ કર ઓઝા ૩૬૫ ભવાનીશંકર નરસિંહરામ ૨૦૨ ભાઈશંકર સેાલીસીટર ૨૮૦-૩૦૨ ભાગીરથીનાથજી ૩૫૦
ભાણજી પ્રભુદાસ ૨૦૭ ભીમ ખાજો ૧૩૭–૧૫૦ ભૂપતરાય દેસાઈ ૧૮૩ ભૂપતરાય ત્રિકમજી ૨૭૧-૨૮૮ ભૂપતસિંહ ૧૦૬ ભૈરવાન જી ૪૩૧
મ
મચ્છુલમીયાં ચીશ્તી ૨૩૬૨ ૬૯-૨૦૧ મખ્દુમમીયાં ચીશ્તી ૧૮૩
Page #462
--------------------------------------------------------------------------
________________
મગનલાલ કીકાણી ૨૦૧
મગનલાલ ગાથા ૩૨૩ મજમુદાર આર. સી. ૬૪ મણિભાઈ જશભાઈ, ૨૨૪ મણિભાઈ ત્રિકમરાય ૨૫૦ મણિલાલ દેાશી ૩૫૬ મણિલાલ નાણાવટી ૩૦૯-૩૪૭-૩૫૦ મણિલાલ વૈષ્ણવ ૩૨૩ મણિશંકર કીકાણી ૨૩૩-૨૫૫-૨૫૬ મણિશંકર રાજગાર :૫૬-૩૫૭ મણિશંકર રાજારામ, ૩૦૧-૩૦૭ મણિશ‘કર વૈદ્ય ૧૯૯-૨૧૧ મતિશ કર દેસાઈ -૦૯-૩૨૮-૩૪૦ મથુરદાસ વસાવડા ૨૫૬-૨૬૧-૨૭ મદનજીત વારા ૩૪૯
મધુરાય ખુશાલરાય ૧૫૫-૧૫૮ થી ૧૬ર
મનસુખલાલ ઝવેરી ૪૨૮ મનસુખરામ સૂર્યરામ ૨૨૦-૨૩૩
૨૮૪–૨૯૫
મનેાહરાસ કાર ૧૪૮
મનેાહરદાસ વૈષ્ણવ ૧૪૧
મનાહર સ્વામી ૨૬૦
૪૧
માામજી ૩૫૦ મયાશ કર દેસાઇ ૨૦૮
મહમદ તઘલકે ૪૮-૮૪-૪૩૨
મહમદ બાજુદ ૩૫૦-૩૬૧ મહમદખાન બાબી ૧૯૮ મહમદ બીન હસન ૪૩૫ મહમદભાઈ શેખ ૩૧૦ થી ૩૧૯–
૩૩૪
મહમૂદ બેગડો ૪૨-૪૬-૫૧-૯૧ થી
૧૦૦-૪૩૨
મહમૂદ ૨ ૧૦૭ મહમૂદ એ ૧૧૦
મહાબતખાન ૧લા
૧૪૪-૪૩૨
મહાબતખાત રજા ૧૯૦-૧૯૨-૧૯૯ -૨૨૦-૨૨૭થી ૨૩૫-૨૪૬-૩૫૯ –૨૬૩–૨ ૬૪–૨૬૫-૨૮૬-૪૪૪
૪૪૫ મહાબતખાતરા ૨૭૪–૨૭૭૨૯૧ -૨૯૨-૩૦૨-૩૦૮ થી 336૩૪૨-૩૪૩-૩૪૪-૩૫૧ થી ૩૬૪૪૬૭-૩૬૮-૪૪૨
મહાદેવ જાગેશ્વર ૨૨૩ મહારાણીશંકર શર્મા ૩૪૮ મહાશકર "ડિત ૩૪૮
મહિધર ૮૨
મહિપાલ લેા (જુઓ યાસ) મહિપાલ રજો ૭૯
મહિપાલ ૩જો ૭૯
મહિપાલ ૪મા ૮૪
મહિપાલ પ્રમા ૮૬
૧૩૦ થી ૧૩૭–
મહિપાલ કા ૮૯૦-૯૨-૯૩ મહેબૂબમી યા કાદરી ર૯૧-૭૧૧
૩૧૩-૩૩૪
માધ કવિ ૪૨૮
માધવરાયજી ૪૪૨
માણુશીયા ખાંટ ૧૨૬
માણેકલાલ લલ્લુભાઈ ૩૨૭
માધવજી કાનજી રાજી ૨૫૧-૪૦૧ માંડલિક લા ૮૩
માંડલિક ૨જો ૮૬-૮૭
માંડલિક ૩જે ૪૫-૫૧-૯૦ થી ૯૬
૪૦૪૪૨૪-૪૩૨
Page #463
--------------------------------------------------------------------------
________________
४९२
મોતીલાલ રામજી ૨૦૮ મેતીલાલ વસાવડા ૩૦૯-૩૩૦-૩૩૪ મોન્ટીથ જે. એમ. ૩૧૯-૩૦-૩૨૫ મોરારજી દેસાઈ ૩૭૦ મોરારજી દીવાન ૧૫૪-૧૫૫–૧૫૬
૧૫૭ મોરારીરાવ ગાયકવાડ ૧૪૨ મોહનલાલ મહેતા ૩૬૫ મંગલજી ઉધ્ધવજી ૩૪૬-૩૪૮ મંગલજી ગૌરીશંકર ૨૦૭ મંગલ દીવાન ૧૫૭
ય
યશોધર ૭૨ યજ્ઞ નારાયણ ચતુર્વેદી ૧૮-૪ર૮
માંહણજી ૪૪૧ મામલભાઈ વસાવડા ૨૩૭ મામાભાઈ કીકાણ ૧૨૭ માર્કન્ડરાય દેસાઈ ૩૬૯ માલદેવજી રાણું ૧૩-૩૭-૩૬૮ - મિરઝાંખાન ૧૧૧-૪૩૨ મુકુંદરાય નાણાવટી ૩૬૭ મુખ્તારખાન બાબી ૧૩૮–૧૫-૬૩ મુગટરામ બક્ષી ૧૭૮ મુજાહિદખાન બહેલીમ - ૧૯-૧૦
૪૩૫ મુઝફફર ૧લે ૮૦-૯૦-૪૩૨ મુઝફફર રજે ૧૦૭ મુઝફફર ૩ ૧૧૦–૧૧૧-૧૨-૧૩ મુઝફફરખાન બાબી ૧૪૦ . મુબારક બને ૨૯૭ મુબારિઝખાન ૨૧૬ મુસા દરબાન ૩૬ મૂળરાજ રાહ ૭૦-૭૧ મૂળરાજ સોલંકી ૪૭–૭૧-૪૩૨) મૂળરાજ (બાળ) ૭૮-૭૯ મૂળશંકર વ્યાસ ૩૫૭. મેકરણ સિદ્ધ ૪૨૮ મેકાનેકી ૩૦૦ મેગેનીઝ ૬૨ - મેરૂ ખવાસ ૧૩૮-૧૬-૧૬૨ - મેરૂતુંગસુરી ૪–૩૯૯ મેલીંગદેવ ૪૬-૮૭-૮૮-૪૦૭–૪૩૨ મોકલસિંહ ૬-૪૨ મકાઇ ૧૫ મોતીલાલ ઘેડા ૩૪૭ મોતાલાલ છાયા ૧૯
રઘુનાથ ઈંદ્રજી ૨૫૭ રઘુનાથજી દીવાન ૧૪-૧૪૩-૧૪૮
થી ૧૬૮- ૧૭૦ થી ૧૮૦-૧૮૩ ૨૮૬ રતનશી જેઠા ૧૮૧ રતીલાલ છોટાલાલ ૨૩૬ રતીભાઈ ભટ ૩૫૬ રતુભાઈ અદાણી ૨૫૧-૫-૭
I૧-૨૬૫-૩૬૬
રણછોડ આચાર્ય ૨૬૮ રણછોડલાલ દેસાઈ ૨૦ રણછોડજી દીવાન ૪૦-૪૧-૫૨–૧ર
૮૧–૧૧૩-૧૧૫-૧૧૮-૧૨૩-૧૩૮
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૬૩
લ
છે. *
*
લકકડભારથી ૪ર૭ લક્ષ્મીચંદ કલ્યાણ ૧૬૪ - લક્ષ્મીચંદ માણેકચંદ ૩૧૪ લક્ષ્મીદાસ શેઠ ૧૮૩ લાડડીબીબી ૨૩૪ લાભશંકર લહમીદાસ ૨૮૪–૩૪૮ લાલબખતે ૨૯૩. લેમીંગ્ટન લેડ ૨૭૪-૨૮૨ લેંગ કરલ ૧૯૮-ર૦૩-૩૦૮ લી ગ્રાન્ડ જેકબ ૬૫-૧૮૨–૧૯૦- ૩૮૩ લી. વોરનર ડબલ્યુ. ૨૦
૧૪૨–૧૪૩- ૧૪૪–૧૪૬–૧૪૯૧૫૬-૧૫૭-૧૫૯-૧૬૨–૧૬૮૧૭૦–૧૭૩-૧૭૫ થી ૧૭૮-૧૮૨ ૧૮૩–૧૮૪-૧૮૬ થી ૧૮૮-૧૯૬
૨૮૬-૪૨૧-૪૪૧ રણછોડજી મયાશંકર ૨૧૬ રવીશંકર ઘોડા ૨૮૮-૩૦૩ રસુલખાન નવાબ ર૦૨-૨૩૪-૩૫
-૨૬૪-૬૫ થી ૩૦૧-૪૨૩
૪ર૭-૪૪૫ રહીમ બખતે ૨૯૨ રહીમબખ્ત ૧૮૬ રાજકુંવર ૧૭૨
રાણકદેવી ૭૪ રાખાન ૧૯૦-૧૯૧ રામસામત ૩૬૭–૩૬૮ રામાનંદજી ૩૫૦ રાયસિંહ રાહ ૭૯ રૂખડ બાવો કરે છે. રૂગનાથ માધવજી રાજા ૩૩૫-૩૭ રૂદ્રજી છાયા ૧૩૫-૧૪૦ રૂદ્રજી ઝાલા ૧૨૯-૧૧-૧૬૫–૨૮૬
૪૩૨ રૂદ્રજી રાણા ૨૫૫-૨૬૧-૨૭૫ રૂદ્રદામાં ૩૮-૫૬-૬૨-૪૩૧ રૂસેન ૬૧-૬૨ રૂપશંકર ઓઝા ૨૨૩-૨૫૮ રે લેર્ડ ૨૪૮–૨૪૯ રેન્ડલ એચડી. ૨૮૮-૩૦૧-૩૦૪ રેવાશંકર મજમુદાર ૧૬-૧૭ રેવાશંકર શાસ્ત્રી ૩૪૭ રોબર્ટસન એલ. ૩૦૪
વજીર બેમગ રહે વત્સરાજ ૭૯ વિલભજી આચાર્ય ૮૧-૨૨૪-૨૦૧૫
૩૩૨-૨૩૩-૨૫૫–૨૫૮-૪૨૯ વલભજી દેસાઈ ૨૩૯ વલ્લભભાઈ પટેલ ૩૭૦ વસરામ પટેલ ૯૮ વસંતરાય પુરબીયાં ર૬-૧ર૭-૧૨૯ - ૧૩૦-૪૩૨ વસ્તુપાલ૮૦-૮૧-૮૨-૪૦૦થી ૪૧૨ વાંધછ દેશાઈ ૧૫૭-૧૫૮-૧૬૬- ૧૭૧-૧૭૨–૧૭૩ વાહડ ૭૮ કિંજલ વાજે ૮૬ વિજયસેન સુરી ૩૮૭ વિનયચંદ્ર સૂરી ૪૭–૩૮૮
Page #465
--------------------------------------------------------------------------
________________
વિજયજીનેન્દ્ર સુરી ૪૦૫ થી ૪૦૮ વિહરાય જોશીપુરા ૨૫૦ વિમાદરાય મજમુદાર ૯૮ વિવેકાનંદ ૨૬૨ વિશ્વભર આચાર્ય ૨૩૩ વિશ્વસેન ૬૩. વિશ્વવલ ૮૦ વિરજી ૨૦૩-૨૦૦૫ વુડહાઉસ ૨૪૮ વેણીલાલ નાણાવટી ૩૪૮ વેણીશંકર ગોવિંદરામ ર૫ વૈકુંઠલાલ બક્ષી ૨૯૦ વૃજનાથજી ૧૯૪. વૃજરનલાલજી ૧૯૪-૪૪૨ હીટીંગ ર૭૪.
૧૯૬ શેરખાન (જુઓ બહાદરખાન ૧લા) શેર ઝમાનખાન (બાટવા) ૧૩૨-૧૩
૧૩૪ શેર ઝમાનખાન (યુવરાજ) ૨૮૬
૨૮૭–૨૦૦ થી ૨૯-૦૬-૨૮૮ શેરબુલંદખાન (બાટવા) ૧૯૮ શેરબુલંદખાન (બાટવા બીજા) ૨૬૩ શેરબુલંદખાન (બાટવા ત્રીજા) ૨૯૩ શોટ કેપ્ટન ૨૦૦ શંકરપ્રસાદ દેશાઈ ૩૪૭ શંકર પ્રસાદ દીવાન ૧૮૮ શંકરપ્રસાદ નાણાવટી ૩૪૮ શંભુપ્રસાદ દેસાઈ ૫૫-૫૯-૬-૭ર
૭૫-૭૮-૮૨-૮૩-૮૩-૮૪–૯૯૧૦૬-૧૦૭-૦૮-૧૧ -૧૧૩૧૧૪-૧૨૪-૧૧૧૧૮-૧ - ૧૩૪-૧૩૫–૧૩-૧૪-૧૫૮ -૧૫૯-૧૬૦–૧૬૩-૧૬૬-૧૭ ૧૬૮-૧૭-૧૭-૧૭૨–૧૮૧૮૩-૧૮૬-૨૬૭–૨૬૮-૨૭૦૨૮૩–૨૮૮-૨૯૮-૩ર૪-૩૩૧૩૫-૩૬૬-૩૭૦-૭૨-૭૩૩૭૬-૩૮૪-૬૦૭-૪૩૦-૪૩૧
૪૪૧-૪૪૬ શંભુપ્રસાદ દીવાન ૧૭૬૧૮૧ શંભુપ્રસાદ જોશી ૧૯૪-૨૧૯૨૫૮ શંભુપ્રસાદ લક્ષ્મીલાલ ૨૧૬ શ્રી કૃષ્ણ ૫૫-૨૧-૪૪ શ્રી નિવાસ બક્ષી ૨૬૬૨૯૦ શ્રી રંગધર માંકડ ૨૫૯
શામળજી માંકડ ૧૪૮-૧૫૩ શ્યામજી કૃષ્ણવર્મા ર૭૦-૨૮૪-૨૮૫ શ્યાલિક ૬૩ શાંતિલાલ વૈષ્ણવ ૯૮ શાહનવાઝ ભુટ ક૨૫-૩૫૮ થી ૩૬૩
- ૬૬-૩૬૭-૩૬૮ શાહબુદ્દીન અહમદખાન ૧૧૧ શાહવદખાન ૧૧૭ શિવદત્તરાય માંકડ ૨૫-૦૧૫-૩૨૦
-૩૨૬-૩૪-૩૬૧ શિવદાસ પંડયા ૧૩ર-૧૫૦ શિવેશ્વરકર ૩૭૧–૩૭૩ શેખ એ. જી. ૧૨૧ શેખ એમ એ. ૩૩૪ શેખ મીયાં ૧૩૩-૧૩૪–૧૬-૧૫૮-
સદાશિવરાવ દીવાન ૧૮-૧૮૫-૧૯૧
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૬૫
સરતાનજી રાણ ૧૩૮–૧૩૯ : સરદાનખાન ૧૧૬-૧૭ સરદાર બખતે ૨૩૪ સરદાર મહમદખાન દીવાન ૩૨૦-૩૫
૩૨૭ સલાબતખાન ૧૭૧ સલાબતખાન (બીજા) ૧૯૦ સહજાનંદ મહારાજ ૧૬૦-૧૮૯
૪૪૨-૪૪૩ સાઈકસ ઉપર સાંગણ ૭૬ સાજન ૭૬-૪૦૩-૪૧૨ સામતખાન બાબી ૧૭૯-૧૯૧-૨૩૪ સામળદાસ ગાંધી ૩૪૮-૩૬૫-૩૭૪
૩૭૫-૩૭૬-૪૪૨ સારંગધર દેસાઈ ૧૧૪ સાલમ બીન હમીદ ૧૭૩ થી ૧૭૬ સાલેહ હિન્દી ૧૯૫-૧૯૪–૨૦૫
૨૦૭–૨૧-૨૨૦-૨૨૨-૨૨૭૨૨૮-૨૭-૨૭૮-૨૪૬-૨૮૬ સારાભાઈ વસાવડા ૨૮૦ સાહેબા સુલતાના ૧૩૫-૧૩ર-૪૩૨) સિકવેરા જે. એકસ. ૩૨૦-૩ર
૩૩૦-૩૩૪ સિકંદર બીન મંજુ ૪૮-૯ર સિદ્ધરાજ જયસિંહ ૭૩ થી ૭૭
૪૦-૪૦૩-૪૧-૪૩૨ સી. એમ. ૫-૪૪-૪૩૪ સીલી કનલ ૨૦૭–૭૧-ર૦૧ સુજાનકુંવર ૧૩૬-૧૩૮-૨૭૩ સુંદરજી દેશાઈ ૧૩૩-૧૩૪ સુંદરજી શિવજી ૧૭૬-૧૭–૧૭૮૧૮૧-૨૨-૪૨૧
સુન્હાન અખ્ત ર૦૬ સુન્ડાનકુંવર ૧૩૬-૧૩૮-ર૪૩ સુરગભાઈ વરૂ ૩૬૫ સુલેમાન પાશા ૧૧-૪૩૫ સુલેમાન જમાદાર ૨૩૬ સેન્ડડસ્ટ લોર્ડ ૨૭૬-૨૭૭ સેવકરામ જથ્થળ ૧૬૩ સેવકમ વૈદ ૧૬૩ સેવાદાસજી ૪૧૪ સોમાજી કોર ૧૭૧ સેમિનારાયણ ૧૯૯ સોમ પ્રભાચાય” ૪૦૦ સોમેશ્વર ૪૭ સિંધજી મેઘજી ૪૦૧ સ્કંદગુપ્ત ૩૮-૬૪-૬૮-૪૨૧ સ્ટેટ ૨૨૧-૨૪૮ સ્કેટ મેજર ૨૪૦-૨૪૨ સ્ટ્રોંગ મેજર ૩૧
હદ કેપ્ટન ૧૯૦ હબીબખામ સરવાણી ૧-૧-૧૯૨
૧૯૮ હમજ બીન મહમદ ૪૩૫ હરખચંદ મોતીચંદ ૩૫૦ હરપ્રસાદ દેસાઈ ૧૫૦-૨૪૦ થી ૨૪૩
૨૬૧-૨૬૭-૬૯-૨૮૧-૨૮૩
૨૮૨–૨૮૩ હરિદાસ દેશાઈ ૨૨-૨૨૨-૨૩૯૨૪૬-૨૫૨-૨૫૪-૨૨૨૬૪-૨૭૦-૨૭૮-૨૮૩–૨૮૪૪૧-૪૨૧-૪૩૨ હરિપ્રસાદ બુચ ૨૩૦
Page #467
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન સાગર ૪૭ જ્ઞાન સાગર સુરી ૪૧૧
[૨]
અશોક શિલાલેખ ૩૭-પ-ર૭૯
હરિપ્રસાદ શાસ્ત્રી ૧૮૭–૩૮૮ હરિલાલ ભટ ૩૪૭ હરિવલ્લભ ભાયાણું ૮૦-૩૮૮ હરિશંકર શાસ્ત્રી ૯૭ ૯૮ હસનમીયાં પીર ૧૮૩-૧૮૪ હામીદ જમાદાર ૧૫૪-૧૫૫-૧૯૬ હા મેદ એમ ૨૦૫-૨૦૬ હામદખામ ૧લા ૧૩થી ૧૪૨-૧૪૬
થી ૧૭૦-૪૩૨-૪૪૨ હામદખાન ર ા ૧૯૦ થી ૧૫
૨૦૩-૨૦૪-૨૨૯ હાર્મદમીયાં ૨૦૭ હવે જેન્સ કેપ્ટન ૩૨૭-૩૬૭ હાલેજ ૧૨૭-૧૨૮ હિમ્મતખાન (કુંવર) ૩૬૩ હુસેનમીયાં દીવાન ૧૮૩ હ્યુ-એન-સાંગ ૩૬-૩૯-૬૮-૬૯-૪૩૩ હે કેક કનલ ૨૪૪ હેમતરામ કાકાભાઈ ૧૬૭ હેમતલાલ વોરા ૪૨૨ હેમતખાન બાબી ૧૦૦ હેમચંદ્રાચાર્ય ૩૯૯ હેમીક ૨૬ હેરીસ લોર્ડ ૨૫૩-૭૯-૪૨૪ હેડીવાળા ૩૦૭–૩૨૮ હેનર મેજર ૨૧૧ હેલાંડ ૨૮૮ હંટર જે. એમ. ૨૭૪-૨૭૫ હંટર મેજર ૨૪૨ હફી ૨૧૩-૨૪૨-૨૪૪ હંસરાજ જેઠા ૧૮૧-૧૮૨
ઉપરકોટ ૪૦-૭૩-૪૩૧ કુંવર સરોવર ૮૦ ગિર ૨૪૫–૨૮૧ ગિરનાર ૩૭૯-૩૮૯ ગિરિનગર બીજાં નામો ૪૦ થી ૫ ગુપ્ત પ્રયાગ ૩૧૦ એરવાડ ૨૫૪-૨૮૨ જાહેર મકાન વગેરે ૨૨થી ૨૨૬
ર૫૧- થી ર૫૪–૨૩ થી ૨૭૮
-૪૪૧ થી ૪૪ જામે મસ્જિદ ૧૦૭-૪૪ જુનાગઢને કિલ્લે ૫૧ તેજલપુર ૮૦ દીવ ૧૦૯-૨૪૫ પ્રભાસપાટણ ૫૮-૭૨–૭૮–૧૫૬
૧૫૮-૧૬૬-૬૬ બુઢેશ્વર ૧૮૭ માંગરોળ ૧૯૧-૨૧-૨૪૫૨૭૨ વેરાવળ ૧૩૨-૧૩૩-૧૫૩-૩૧૨ સુદર્શન સરોવર ૫૯-૬૫ સોશન માર્ગ ૩૯૯
સ્વામિનારાયણ મંદિર ૧૮૯-૪૪૨ હવેલી ૪૪૧
Page #468
--------------------------------------------------------------------------
________________
४१७
આરઝી હકૂમત ૩૬૫ થી ૩૬૯ એટેડ એરિયા યોજના ૩૨૪ એલીએનેશન સેટલમેન્ટ ર૭૦ કુદરતી આફતો ૧૭૪–૧૯૫-૨૩ - ૨૯૩
જોરતલબી ૧૪-૩૩૬ પાકિસ્તાન સાથે જોડાણ ૩૫૯ પ્રજા જીવન ૧૯૫-૨૯૮-૩૫૧ પ્રજા મંડલ ૩૨૧ મૈયાઓનું રિસામણું ૨૩૫ સુધારા-રાજતંત્ર ૨૧૯-૨૪૬-૨૪૯ ૨૭૧-૩૦૫-૩૫ થી ૩૪૧-૭૦
Page #469
--------------------------------------------------------------------------
________________
માનવ જીવનને ઉન્નત બનાવે તેવા ગ્રંથ
૨૫૦-૦૦
| ૦ ૦ ૦
૯૫-૦૦
૯૦-૦૦
૯૦-૦૦
૧૦૦-૦૦
૫૧-૦૦
૭૫-૦૦
૦
૦ ૦
૭૫-૦૦
૮૫-૦૦
ચંદ્રકાંત ભાગ ૧-૨-૩ ઈચ્છારામ સૂ. દેસાઈ શ્રી તુલસી કૃત રામાયણ૧૨ તુલસીદાસજી શ્રી શિવ મહાપુરાણ ૧-૨ વેદવ્યાસ શ્રીમદ્ ભાગવત ૧-૨ શ્રી મહાભારત પદ્મ પુરાણ ગણેશ પુરાણ માર્કંડેય પુરાણ વિશ્વકર્મા પુરાણ શ્રીમદ્દ દેવી ભાગવત છે મહાબલિ હનુમાન 'સ્વામી યોગાનંદ ભારતનાં નારી રને ૧-૪ શાંતિલાલ જાની મહાપ્રભુજીની ૮૪ બેઠકજીનું ચરિત્ર પ્રાચીન વ્રતરાજ પંડિત દેવજ્ઞ શર્મા શ્રીમદ્ ભગવદ ગીતા (અસલ મોટો ગ્રંથ) અમર સંત દેવીદાસ ૧-૨ હરસુર ગઢવી ધર્મસિંધુ
કર્મકાંડને મહાન ગ્રંથ ભક્તિનો માર્ગ
જે. એફ. મિસ્ત્રી પ્રાચીન ભૃગુસંહિતા મહર્ષિ ભૃગુ બૃહદ સંહિતા
વરાહમિહિર સારાવલી
પંડિત કલ્યાણ વર્મા સૂર્ય જ્યોતિષ
શૈલેન્દ્ર ઠાકુર પ્રવાસી ભારતી (પ્રવાસ માટે ઉપયોગી ગ્રંથ) કલાપીને કેકારવ કલાપી
૬૫-૦૦ ૨૧૫-૦૦ ૭૫-૦૦ ૧૨૫-૦૦ ૧૦૦-૦૦ ૯૦-૦૦
૨૦૦-૦૦
૨૦૦-૦૦
૧૫૦-૦૦
૧૬૦-૦૦ ૧૬૦૦૦૦ ૧૧૦-૦૦ ૬૫-૦૦
પ્રવીણ પ્રકાશ ન - રા જ કો ટ.
Page #470
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ પાનાં 816 કિંમત રૂા. 200/ ગુજરાતને કડીબદ્ધ ઈતિહાસ હજી સુધી આપણને મળ્યા નથી.... છતાં “સૌરાષ્ટ્રના ઇતિહાસ” આ પુસ્તકમાં ગુજરાતના ઈતિહાસની આગવી વિશિષ્ટતાની સામાન્ય ઝાંખી પ્રાપ્ત થાય છે....લેખકે...સંશાધનાત્મક દૃષ્ટિએ તપાસી એની સરળ અને ભાવવાહી શૈલીમાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સળંગ કડીબદ્ધ આલેખન કર્યું છે. આ દષ્ટિએ આ પુસ્તક આવકારદાયક છે... સૌરાષ્ટ્રના ઇતિહાસ ફક્ત તવારીખ અને રાજ્યપલટાને એકલે ઈતિહાસ નથી એમાં તો લોકજીવનનું સાંસ્કૃતિક દર્શન પણ છે....આ બધાં પૂરક તત્ત્વોથી સૌરાષ્ટ્રના કડીબદ્ધ ઇતિહાસની આલોચના કરવાની લેખકની મહામૂલી મહેનત સફળ થયેલી ત્યારે ગણાય કે જ્યારે સૌરાષ્ટ્રની જનતા પોતાની આગવી વિશિષ્ટતાએથી સ્વતંત્ર ભારતની પ્રગતિમાં પોતાને સાથ આપે.. તા. 8-9-1969 મુંબઈ સમાચાર ... આ ઈતિહાસ 0 થની એક મોટામાં મોટી વિશિષ્ટતા તો એના લેખક શ્રી શંભુપ્રસાદ દેશાઈની પૂર્વગ્રહ કે અભિગ્રહ વિનાની તટસ્થ અને ખરી ઈતિહાસ દષ્ટિનું દર્શન થાય છે તે છે. તેમણે અસંખ્ય ગ્રંથનું પરિશીલન કરી શિલાલેખો, અભિલેખો તથા સિક્કાઓ વગેરેને આધાર લઇ....પરિબળાના સંદર્ભમાં આલેખે છે....ધ્યાનાર્હ વિશિષ્ટતા એ છે કે એના સ્થાનિક ઈતિહાસ, ઈતિહાસમાં અપાર વૈવિધ્ય છે.. આ ઈતિહાસ ગ્રંથ ભવિષ્યના ઈતિહાસકારોને યથાર્થ દર્શન અર્થે ઘણી બધી સામગ્રી પૂરી પાડે એવે છે એ દષ્ટિએ આ ગ્રંથ પાછળ લેખકને શ્રમ, ખંત અને ચીવટ સાર્થક લેખાય. તા. ર૭-૫-૧૯૬૯ જન્મભૂમિ ". આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે તેવા આ પ્રકાશનના નિવૃત્ત I A. S. શ્રી શંભુપ્રસાદ દેશાઈ લેખક છે.” તે “ઈતિહાસના ઊંડા અભ્યાસી છે...સૌરાષ્ટ્રના ઈતિહાસને લાગેવળગે ત્યાં સુધી એક જ પુસ્તકમાં આધાર સહિતની આટલી સામગ્રી હજી સુધી કેઈએ ૨જૂ કરી નથી. ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’ નામનું દળદાર પ્રકાશન દાદ માગી લે છે.” વૈષ્ણવજન પ્રવીણ પ્રકાશન–રાજકોટ.