SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાર્ધ ઃ ૧૭૫ ઈ. સ. ૧૮૧ માં ફરીથી ધૂમકેતુ દેખાયો.” ઈ. સ. ૧૮૧૪માં મહામારી આવી. અગણિત મનુષ્ય તેનાં ભેગ બન્યાં. જાહેર માર્ગો મૃતદેહથી છવાઈ ગયા. જૂનાગઢ શહેરમાં એટલે ઉગ્ર પ્રક્ષેપ હતા કે નગર લગભગ ઉજજડ થઈ ગયું. - ઈ. સ. ૧૮૧૯માં જેઠ માસમાં ભયંકર ધરતીકંપ થશે. મેટાં મોટાં મકાને ધરાશાયી થયાં અને જમીન ફાટી તેમાંથી પાણી નીકળી આવ્યું. ધરતીકંપના આંચકા બે દિવસ સુધી આવ્યા કર્યા. ઈ. સ ૧૮૨૫માં ભીષણ દુષ્કાળ પડે. તેમાં પણ હજારોની સંખ્યામાં માણસ અને પશુઓ મૃત્યુ પામ્યાં. જમાદાર ઉમર મુખાસન રઘુનાથજી અને રણછોડજીની કારકિર્દીની સંધ્યાકાળે જૂનાગઢની કચેરીમાં ઉમર મુખાસન રૂપી નવા તારકને ઉદય થયો. આ વગદાર અને દુરંદેશી સરદારે ગાયકવાડને અમરેલી તથા કેડીનારનો અર્ધો હિસ્સો આપતાં ખતમાં, રઘુનાથજીના વિરોધ છતાં નવાબની સહી કરાવી વિઠ્ઠલરાવ દેવાજીની પ્રતિ પ્રાપ્ત કરી. તેણે જમાદાર હસન અબુબકર, સાલેહ બીન અબુદ, સાલમ બીન હમીદ અને બીજા આરબ સરદારોને પણ સહકાર મેળવી લીધે. વિઠ્ઠલરાવ દેવાજીની ઈચ્છા જૂનાગઢની નવાબી સદાને માટે મિટાવી પિત સેઠને સ્વ મી બને તે જોવાની હતી. તેણે જમાદાર ઉમરને હાથમાં રાખી જૂનાગઢના રાજતંત્રમાં હસ્તક્ષેપ કરવા માંડયો અને યુવાન નવાબ તેની ગંભીરતા કે પરિણામ સમજી શકે નહિ. દીવાન ભાઈઓ આવી પરિસ્થિતિમાં દીવાન ભાઈઓને જૂનાગઢમાં વિશેષ સમય રહેવાનું ગ્ય જણાયું નહિ. ઈ. સ. ૧૮૧૪માં તેના સહુથી નાના ભાઈ દલપતરામ ગુજરી ગયા હતા અને પિતાની પણ વય થઈ હતી તેથી બંને ભાઈઓ એક મોટો સંઘ કાઢી જૂનાગઢ છેડી યાત્રાએ ચાલ્યા ગયા. રઘુનાથજી નામિક ગયા અને તે પ્રવાસ દરમ્યાન રાજાઓ, સરદાર, અંગ્રેજ અમલદાર, વ્યાપારીઓ 1 આ ધૂમકેતુ ઈ. સ. ૧૮૧૩માં બીજી વાર દેખાય કે કેમ તે સ્પષ્ટ થતું નથી. તારીખે સોરઠની એક પ્રતમાં સં. ૧૮૬૭ અને બીજીમાં સં. ૧૮૬૯ લખ્યું છે. કદાચ બીજીવાર દેખા હોય !
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy