________________
૧૭૪ : જૂનાગઢ અને ગિરનાર
રઘુનાથજીને નિશ્ચય અને મક્કમ નિરધાર તેમજ ભૂતકાળની પ્રતિષ્ઠા અને શક્તિને વિચાર કરી કેપ્ટન કોં કે સમાધાનને સંદેશો મોકલ્યો અને ગાયકવાડની વારસા નજરાણાની માગણી પાછી ખેંચાવી લીધી.
આ સમયે દીવાન વિઠ્ઠલરાવ દેવાજીની પુત્રીના લગ્ન અમરેલી મુકામે નિર્ધારિત થયાં. તેમાં ઉપસ્થિત થવા તેણે ગાયકવાડના મંત્રી ગંગાધર શાસ્ત્રીને દીવાન રઘુનાથજી પાસે મોકલ્યા અને અમરેલી આવવા આમંત્રણ પાઠવ્યું. આ આમંત્રણને માન આપી દીવાનજી ત્યાં ગયા. પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે, જમાદર ઉમર મુખાસને ગાયકવાડની મદદ માગેલી ત્યારે અમરેલી અને કેડીનાર પરગણુને અર્ધો ભાગ લખી આપેલ. તેને પાકે અમલ કરવા વિઠ્ઠલરાવ દેવાજીએ પ્રસ્તાવ મૂક્યો. દીવાન રઘુનાથજીએ આ કરાર નવાબે નહિ પણ નવાબની અસહાય સ્થિતિમાં તેની સમ્મતિ વગર મુખાસને કર્યો છે તે રદ ગણવે જોઈએ એમ દલીલ કરી વાટાઘાટે લંબાવતા હતા ત્યાં જૂનાગઢથી નવાબ અને રાજમાતાના ગંગાધર શાસ્ત્રી અને વિઠ્ઠલરાવ દેવાજી ઉપરના પત્રો લઈને ખાસ કાસદ આવ્યા. આ પત્રમાં જણાવેલું કે આ પ્રશ્નની ચર્ચા રઘુનાથજી સાથે વાત કરવી નહિ અને નવાબ તે માટે વિચાર કરી પછીથી વિઠ્ઠલરાવ કહેશે તે નિર્ણય લઈ તે કહેશે તેમ કરી આપશે.
આ પત્ર વાંચી દીવાન રઘુનાથજીને ઘણું જ માઠું લાગ્યું અને તરત જ જૂનાગઢ આવી રાજમાતાને મળી તેમને ક્રોધ વ્યકત કર્યો. રાજમાતાએ ગાયકવાડને રોકડ રકમ આપવા વિચાર દર્શાવ્યો પણ તે પ્રશ્નનું નિરાકરણ આવે તે પૂર્વે જમાદાર ઉમર મુખાસને પાકા કરાર ઉપર નવાબની સહી કરાવી લીધી. આમ જૂનાગઢના રાજ્યમાંથી અમરેલી અને કોડીનાર જેવાં પગરણ નીકળી ગયાં.
આ પ્રસંગે કંપની સરકાર અને ગાયકવાડની સમ્મતિથી નવાબે દીવાન રઘુનાથજીને, વડાસાડા, મેસવાણ ખાગેશ્રી અને ઈશ્વરિયા વંશપરંપરા ઈનામમાં આપ્યાં. કુદરતી આફતો
ઈ. સ. ૧૮૧૧માં ચાર માસ સુધી આકાશમાં ધૂમકેતુ દેખાયો. તેની પૂંછડી ઊંધા રાખેલા સાવરણ જેવી હતી અને તેની લંબાઈ પૃથ્વી ઉપરથી આઠ હાથ જેટલી જણાતી હતી.
ઈ. સ. ૧૮૧૨–૧૮૧૩માં ભયંકર દુષ્કાળ પડે. અનાજ અને ઘાસ ચારાના અભાવે અસંખ્ય મનુષ્યો અને પશુઓ મરણશરણ થયાં.