SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ હું જૂનાગઢ અને ગિરનાર અને અન્ય નાગરિકને મળ્યા તેઓએ તેમને બહુમાન આપ્યું. રણુછેાડજી, માત્ર અંબાજી, બેચરાજી વગેરે સ્થળે રહ્યા અને રઘુનાથજી પાછા વળ્યા ત્યારે તેની સાથે જોડાઈ ગયા. તેઓ જૂનાગઢ પાછા ફર્યાં ત્યાં ઉમર મુખાસન બળવાન થઈ ગયા હતા અને તુ ંના સુંદરજી શિવજી સેાદાગર, કેપ્ટન ખેલેન્ટાઈનની કૃપા પ્રાપ્ત કરી, કેપનીના પ્રતિનિધિ થઈ ગયા હતા. તેની સલાહ અને સહાયથી નવાબે દીવાન રઘુનાથજીને તેનાં લહેણાં બદલ કુતિયાણા માંડી આપેલું. તે છીનવી લીધું. રઘુનાથજીને આશા હતી કે કેપ્ટન ખેલેન્ટાઈન તેને કણિયાણા પાછું લેવામાં સહાય કરશે પણ તે આશા ઠગારી નીવડી. આથમતા સૂર્યને નમસ્કાર કરવાનું અંગ્રેજ અધિકારીને યોગ્ય જણાયું નહિ. દીવાન ભાઈઓમાં નિરાશા વ્યાપ્ત થઈ પરંતુ તેથી હિમ્મત ન હારતાં શાંત ચિત્તે પરિસ્થિતિ ઉપર નજર રાખતા બેસી રહ્યા. આ દિવસેામાં રઘુનાથજીના નાના ભાઈ દલપતરામના પુત્ર શંભુપ્રસાદનાં લગ્ન અવલરામ અંબાવીદાસની પુત્રી વેરે થયાં. તેમાં દીવાન ભાઈઓએ ખૂબ ધામધૂમ કરી. તે સમયમાં મેાટાં કુટુ ખેામાં ઉજવાતાં લગ્નપ્રસંગ અને તેમાં કરવામાં આવતાં સુશાલતના ખ્યાલ તારીખે સેારમાં કરવામાં આવેલા વર્ણન ઉપરથી આવે છે. તેમાં લખ્યુ છે કે આ લગ્નપ્રસ`ગે ‘–સ્ત્રી અને પુરુષ નતા, ગવૈયાઓ અને ઉસ્તાદાના જુદા જુદા પ્રયોગા કરવામાં આવ્યા અને કાચ, અભરખ તથા રંગીન કાગળાના હારા દીવાઓથી શણગાર કરવામાં આવે. તેનાથી દિવસના રાત્રી જેવું લાગતું હતુ. અને રાત્રીના દિવસ જેવું લાગતું હતું. વરઘેાડામાં હારા સશસ્ત્ર સૈનિક, અશ્વારોહી સિપાઈઓ, રથા, ગાડાઓ અને હાથીઓ હતા.” આ પ્રસગે કૅપ્ટન ખેલેન્ટાઇન તથા વિઠ્ઠલરાવ દેવાજી આવવાના હતા પણુ આવ્યા નડે. નવાબ બહાદુરખાન કેદ નવાબાને આરા વગર ચાલતુ” નહિ અને આરા નવાબને કે ન કરે તે તેના અર્થ સરતા નહિ. આ ક્રમ વર્ષોથી ચાલ્યા આવતા હતા પરંતુ આ પ્રસંગે જમાદાર, ઉમર મુખાસને સશસ્ત્ર આરબ સૈનિકા સાથે રંગમહેલમાં પ્રવેશ કરી નવાબ બહાદરખાન બેઠા હતા તેને બથ ધાલી પકડી લીધા અને ખીજ આરખે તલવાર ખેંચી અને તેને ધાત કરવા વાર કર્યો પણ તે પ્રસંગે જમાદાર સાલમ બીન હમીદ તથા હસન અમુખકર હાજર હતા તેણે
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy