________________
૨૯૬ઃ જૂનાગઢ અને ગિરનાર અને ભક્તિના રંગે રંગાયેલા મહાત્માઓના સત્સંગમાં સવિશેષ રસ લેતા. તે સંસારી હતા, છતાં વિરક્ત હતા. - તેઓ ગાદીએ આવ્યા ત્યારે તેમના બે પત્નીઓ અમનબતું અને કેશરબાઈ હતાં. અમનબતેને પુત્ર શેરઝમાનખાન તથા પુત્રી સુહાનાબતે હતાં. કેશરબાઈને એક જ પુત્રી જાનબખ્ત હતાં. અમનાબખતે તારીખ ૧૪-૧૧-૧૮૮૫ ના રોજ અને કેશરબાઈ તારીખ ૨૯-૪-૧૮૯૮ ના રોજ ગુજરી ગયાં. રસુલખાને તે પછી તેષકચી મહમદખાન ફરીદખાનનાં પુત્રી આશા કે આયશાબીબી સાથે ઈ. સ. ૧૮૮૯ માં લગ્ન કર્યા. તેનાથી તેને બે કુંવરો અને એક કુંવરી થયાં. મોટા કુંવર મહાબતખાનને જન તા. ૨-૮-૧૯૦૦ ના રોજ તથા નાના કુંવર બહાદરખાનને જન્મ તા. ૭-૪-૧૯૦૨ ના રોજ થયો હતો. કુંવરીને જન્મ તા. ૩-૧૧-૧૯૦૩ ના રોજ થયે હતે. તે તથા બહાદરખાન બાલ્યવયમાં મૃત્યુ પામ્યાં. નવાબ રસુલખાનના મૃત્યુ વખત એક માત્ર કુંવર મહાબતખાન હતાં તેથી તે ગાદીએ બેઠા.
આ ખેલદિલ, પરોપકારી, પરદુઃખભંજન અને વિશાળ હૃદયના રાજવી, સૌરાષ્ટ્રની જૂની પેઢીના રાજકર્તાઓ પૈકીના હતા. એમ કહેવાય છે કે, તેની કુમારાવસ્થામાં તેને શિકારને છંદ લાગેલ. પરંતુ ઈન્વેશ્વરના મહંતના ઉપદેશથી તેણે પાપ કમ ત્યાગી એક અલ્લાહની ઈબાદતમાં ચિત્ત લગાડયું. તેના હૃદયમાં ભક્તિ અને વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ. તેઓ બહુધા જમાલવાડી નામના સ્થાનમાં રહેતા અને ફકીરેની સાથે તેને સમય વ્યતિત કરતા. મુસલમાન છતાં હિન્દુ ધર્મ ઉપર તેમની સારી આસ્થા હતી. ફકીર સાથે સાધુઓને પણ નાનપણમાં સહવાસ થયેલ અને ઈન્ટેશ્વર મહાદેવની રમણીય જગા શાંત, દૂર ગિરનારની તળેટીમાં આવેલી છે ત્યાં તેઓ અવારનવાર ગયેલા. તે વેળા ત્યાંના મહારાજે કાંઈ ભવિષ્ય ભાખ્યું હતું કે આપકું રાજગાદી મિલ જાયેગી. આ વાત સાચી હોય કે બેટી પણ જ્યારે પિતે તખ્તનશીન થયા ત્યારે આ બાવાએ મહારી મારફત પોતાના આશીર્વાદ હઝરને મોકલ્યા અને ઉપરની વાત યાદ કરાવી તે ઉપરથી એમના સંસ્કાર જાગૃત થયા અને બાવાજીને કુરનસ માટે આવવાની રજા આપી હતી. એ સ્થળે પાણીનું સ્વચ્છ ઝરણું નિરંતર વહે છે તેથી ગાયો વગેરે જાનવરો ત્યાં પાણી પીવા આવે છે. તેની સાથે વખતે સિંહ આદિ ભયાનક પશુઓ પણ આવી ચડે છે. તે નિર્દોષ ગાયના જાન લે છે. તેથી બાવાનો વિચાર એકાદ ગૌશાળા બંધાવવાને હતા.
1
શ્રી છગનલાલ હ. પંડયા,