________________
બાબી વંશને-અંત ઃ ૩૪૭
તેવી માહિતી પણ ઉપલબ્ધ નથી, તેમજ તેની વિગત જૂનાગઢના સાંસ્કૃતિક ઈતિહાસમાં સમાવિષ્ટ કરવી સવિશેષ યોગ્ય છે તેમ છતાં ઉલ્લેખનીય વ્યક્તિઓની સંક્ષિસ નોંધ લેવાનું ઉચિત છે. '
વેરવાડના શ્રી અમૃતલાલ સુંદરજી પઢીયારે, તેમના નિબંધ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તક લખીને, શ્રી હરિલાલ માધવજી ભટે રાજ્ય બંધારણ અને અન્ય વિષયોનાં પુસ્તક લખીને પ્રખ્યાતી મેળવી છે. “લલિત' ઉપનામથી શ્રી જન્મશંકર મહાશંકર બૂચે, પ્રભાસપાટણના શ્રી જનાર્દને ન્હાનાભાઈ પ્રભાસકરે, શ્રી મણિલાલ કેશવલાલ નાણાવટીએ, તેમની કાવ્ય કૃતિઓથી જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે. બાલાગામના શ્રી ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરાએ નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો અને કથાઓ લખી તથા લેકસાહિત્યના ક્ષેત્રે સંશોધન કરી અમર નામના મેળવી છે. રંગભૂમિના ક્ષેત્રમાં તેમના રસપૂર્ણ અને વિદ્વતાભર્યા નાટ લખી બેરીસ્ટર શ્રી નરસિંહદાસ વિભાકરે નાટય લેખકોમાં અનોખું સ્થાન મેળવ્યું છે.
દેલવાડાના શ્રી ગોપાલજી કલ્યાણજી દેલવાડાકરે નવલે, કાવ્યો અને નિબંધ લખીને તેમજ કીન્ડર ગાર્ટન પદ્ધતિ પ્રચલિત કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. જૂનાગઢને મિરાતે મુસ્તુફાબાદ નામને ઉર્દૂ ઈતિહાસ લખીને શ્રી. જી. એ. શેખ, અને કાઝી અહમદમિયાં અખ્તર, ઈતિહાસના વિષય ઉપર વિવિધ લેખો લખી નામ કમાયા છે. પ્રત્યેક વિષય ઉપર જેમનું પ્રભુત્વ હતું તે સાક્ષર શ્રી જયસુખલાલ પુરુષોત્તમરાય જોશીપુરાએ જટિલ અને સંશોધન માગી લે તેવા વિષયો ઉપર લેખે અને પુસ્તકે લખીને, તેમજ જીવનચરિત્ર અને અન્ય વિષયો ઉપર શ્રી બાપુભાઈ જાદવરાય વૈશવે અને વિનોદરાય જેસુખલાલ મજમુદાર તથા નયનસુખરાય વિનોદરાય મજમુદારે સાહિત્યની અનુપમ સેવો કરી છે. ફારસી, અરબી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપરના પ્રભુત્વ અને ઈતિહાસ, મર્ધ શાસ્ત્રો અને અર્થશાસ્ત્રના અગાધ જ્ઞાનથી પ્રભાસપાટણના શ્રી શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ ઈતિહાસ અને સાહિત્યના ક્ષેત્રે વિદ્વાનોની પ્રશંસા પ્રાપ્ત કરી છે. સંસ્કૃત ભાષાના પરમ વિદ્વાન દેલવાડાના શ્રી રેવાશંકર મેઘજી શાસ્ત્રી, અને શ્રી ગિરધર શર્માએ, અપૂર્વ કાતિ સંપાદન કરી છે. પિતાને પગલે ચાલી શ્રી ગિરજાશંકર વલભજી આચાર્ય હિસ્ટોરિકલ ઈસક્રીપ્શન્સ ઓફ ગુજરાતના ત્રણ ગ્રંથ પ્રસિદ્ધ કરી અભિલેખશાસ્ત્ર અને ઈતિહાસના વિદ્વાન ધન્યવાદ મેળવ્યા છે. શ્રી મોતીલાલ રવિશંકર ઠાએ વેદનાં ભાષ્ય લખી અમર નામના મેળવી છે.
આ સમયમાં જૂનાગઢના ગિરનાર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા અને પિતાના