SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડાસમા વંશ : ૯૭ વર્ષમાં થયો હતો તે અને વિદ્વાનમાં જુદા જુદા મત પ્રવર્તે છે. સદ્ગત સાક્ષર શ્રી જયસુખલાલ જોશીપુરાના મતે તેમને જન્મ વિ. સં. ૧૪૬૯માં થયા હતા જયારે શ્રી નયનસુખલાલ વિનોદરાય મજમુદાર વિ. સં. ૧૪૬૫-૭૦માં થયે હેવાનું કહે છે. શ્રી નરસિંહ મહેતા ચેરા કમિટીના સં. ૧૯૭૧ના રિપોર્ટમાં તે વર્ષ વિ. સં. ૧૪૭૦નું આપવામાં આવ્યું છે. શ્રી જગજીવનરામ નરભેરામ બધેકાના સંશોધન પ્રમાણે નરસિંહ મહેતા વિ. સં. ૧૪પમાં જનમ્યા હતા.~+ નરસિંહ મહેતાની જન્મભૂમિ માટે પણ ભિન્ન ભિન્ન મંતવ્ય પ્રવર્તે છે. એક મત પ્રમાણે તેના પિતા કૃષ્ણ દામોદર અને તેના ભાઈ પર્વત વા પરબત મહેતા તળાજાના નિવાસી હતા અને ત્યાંથી કંઈ કારણસર માંગરોળમાં આવી વસેલા. બીજા મત પ્રમાણે કણ દામોદર વંથળીની લડાઈમાં રાહ મેલિંગદેવ નીચે લડતાં મરાઈ ગયા અને પરબત મહેતા માંગરોળ ગયા જયાં શેખ મલેકના કામદાર થયા. પરબત મહેતા શ્રીકૃષ્ણના પરમ ભકત હતા અને પ્રતિવર્ષ હાથમાં તુલસી વાવી દ્વારકા જતા. વૃદ્ધાવસ્થા થઈ અને પ્રવાસ કરવાનું મુશ્કેલ બન્યું ત્યારે એકવાર ભગવાને તેને સ્વપ્નમાં આવી માર્ગમાંથી પાછા વળી જવા આજ્ઞા કરી અને પોતે માંગરોળમાં તેના ઘર પાસે સોઢલી વાવમાં પ્રકટ થશે એવું વચન આપ્યું અને વિ. સં. ૧૫૦૧ના માર્ગશીર્ષ શુકલા ૬ ના રોજ શ્રીનું સ્વરૂપ પાણીમાં પ્રગટયું, જે મૂર્તિ હાલ જૂનાગઢના રણછોડજી મંદિરમાં છે. - નરસિંહ મહેતાનું જીવન અને કવન જૂનાગઢ કે સોરઠમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આ પરમ વિદ્વાન, વીતરાગી અને ભકત કવિનું જીવનચરિત્ર તેનાં જ કાવ્યોમાંથી મેળવવા વિદ્વાનોએ પ્રયાસ કર્યો 1 લાઇફ એન્ડ ટીચિંસ ઓફ નરસિંહ મહેતા, શ્રી જ. પુ. શીપુરા 2 નરસિંહ મહેતાના સમયને નિર્ણય, શ્રી ન. વિ. મજમુદાર 3 નરસિંહ મહેતા અને મીઠો કવિ, શ્રી. જ. ન. બધેકા, વિ. સં. ૧૮૧ને દીપોત્સવી અંક, ગુજરાતી” 4 વડનગરનું સાચું સ્થળ કયું? શ્રી. હ. પ્ર. શાસ્ત્રી, ગુજરાતી, તા. ૧૪-૧-૧૯૩૪. 5 ત્યારે શેખ હતા જ નહિ, લેખકો જોગિ-૧૩
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy