________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૪૫
માંગરેળ કમિશન
માંગરોળ તથા જૂનાગઢ રાજયનાં કેટલાંક ગામો મજમું હતાં. આ ગામોની ઉપજને ભાગ પાડવામાં આવતા અને ખર્ચ પણ ભાગે પડતે થતા. આ વ્યવસ્થા મુશ્કેલીવાળી હતી, તેથી માંગરોળે અમુક ગામો સુવાંગ કરી આપવા માગણી કરતાં એજન્સાની સુચનાથી ઈ. સ. ૧૮૮૪માં મેજર હંટરના પ્રમુખપણ નીચે એક કમિશન નીમવામાં આવ્યું. આ કમિશને તેનું નિવેદન ઈ. સ. ૧૮૮૬ના સપ્ટેમ્બર માસમાં રાજ્ય સરકારને સુપ્રત કર્યું. પણ તેને અમલ કરવામાં પુષ્કળ દ્રવ્ય અને શક્તિને વ્યય થાય તેમ હતું. તેથી જૂનાગઢ રાજ્ય અને માંગરોળ ઘર મેળે સમાધાન કરી માંગરોળને રા ગામે સુવાંગ કરી આપ્યાં. તેની મહેસૂલ માંગરોળ લે પણ હકૂમત જૂનાગઢ રાજ્યની રહી.
આ કમિશન પાસે રાજ્યને કેસ ખા. બ. અરદેશર, જમશેદજી કામદીન, શ્રી ત્રિકમજી ન ભેરામ વૈશ્નવ તથા શ્રી નંદલાલ મદનરાય મુનશીએ રજૂ કરેલ. ગિરની સરહદ
વડોદરા રાજ્ય આ સમયમાં ગિર સરહદને પતી ગયેલ પ્રશ્ન ફરીથી તાજો કર્યો. પરંતુ તેને નિર્ણય એકવાર સેક્રેટરી ઓફ સ્ટેટ કરી આપેલ હેવાથી તે પ્રશ્ન ફરી ઉખેળી શકાય નહિ એ નિર્ણય ઈ. સ. ૧૮૮૭માં સાર્વભૌમ સત્તાએ આપી વડોદરાને વિવાદ રદ કર્યો. રેલવેની હદ
જૂનાગઢ રાજ્યની હદમાંથી રેલવે લાઈન, જેટલી જમીનમાંથી પસાર થાય તેની હકૂમત જૂનાગઢ રાયે બ્રિટિશ સરકારને ઈ. સ. ૧૮૮૬માં સુપ્રત કરી.
દીવ
દીવના પર્ટુગીઝ ગવર્નરે ઈ. સ. ૧૮૯૧માં દીવ ઘઘલામાં વલસાડ અને સુરતના સમુદ્રકાંઠેથી શિયાળાની ઋતુમાં લોધ કરવા આવતા મચ્છીમારોને જૂનાગઢની હદમાંથી પસાર થતી ચાસી નદીમાંથી પાણી લેવા દેવામાં હરક્ત ન કરવા ઉના વહીવટદારને લખ્યું, પરંતુ તેણે આવી રજા ઈ. સ. ૧૮૫૯માં થયેલી તહની શર્તોથી વિરૂદ્ધ છે એમ કહી આપી નહિ, તેથી દીવના ગવર્નરે જબરજસ્તીથી પાણી લેવા પ્રયત્ન કર્યો અને ઉના વહીવટદાર શ્રી રાજારામ મોતીરામ બૂચે તેટલા જ બળથી તેને પ્રતિકાર કર્યો. તે સાથે દીવમાં જતા અને ત્યાંથી આવતા માલની હેરફેર ઉપર પણ અંકુશ મૂકો.