________________
૨૪૬ : જૂનાગઢ અને ગિરનાર
આ પ્રશ્ન પરદેશી સત્તાને લગતા હેવાથી બ્રિટિશ સરકારને, જૂનાગઢ રાજ્ય નિવેદન કર્યું તે ઉપરથી મિ. એચ. આર. હીલ નામને અંગ્રેજ અધિકારી તપાસ માટે આવ્યો. તેણે તપાસ કરી એવો નિર્ણય આવે કે જૂનાગઢ રાજયને વાધે યથાસ્થિત છે અને દીવના સત્તાવાળાઓએ જૂનાગઢ રાજ્યને નુકસાનીના વળતરના રૂપિયા ૯૫ ૬ આપવા. પોર્ટુગીઝ ગવર્નરે આ રકમ ભરી આપી પણ તે સાથે તેણે દીવની સરહદ, પાણીને હક્ક અને જકાતને પ્રશ્ન પુનઃ વિચારવા જૂનાગઢ રાજ્ય સાથે વાટાઘાટ શરૂ કરી પણ તે નિષ્ફળતામાં પરિણમી. રાજતંત્ર
મહાબતખાનના મૃત્યુ સમયે દીવાનપદે સાલેહ હિન્દી હતા તે બહાદરખાન ગાદીએ બેઠા પછી ચાલુ રહ્યા પણ ઈ. સ. ૧૮૮૨માં મૈયાઓની કતલ થયા પછી તેને પદભ્રષ્ટ થવું પડયું અને નાયબ દીવાન બાપાલાલ માણેકલાલને પણ વિદાય લેવી પડી. નાયબ દીવાનના સ્થાને નવાબના ખાનગી કારભારી શ્રી પુરુષોત્તમરાય સંદરજી ઝાલાની ઈ. સ. ૧૮૮૩માં નીમણુંક કરવામાં આવી તથા તેમના સૂચનથી' નડીયાદના દેશાઈ રા. બ. હરિદાસ વિહારીદાસની દીવાન પદે નિયુક્તિ થઈ. ખા. બ. અરદેશર પેસ્તનજી કામદીનની સ્પેશ્યલ દીવાન તરીકે નિમણુંક કરવામાં આવી.
દીવાન હરિદાસે, આ પૂર્વે ભાવનગર રાજ્યના વરિષ્ઠ ન્યાયાધીશ, વઢવાણ તથા વાંકાનેર રાજ્યોના મેનેજર અને ઈડરના દીવાન તરીકે સારી નામના મેળવી હતી. તેમણે તારીખ ૧૨-૨-૧૮૮૩ના રોજ દીવાનપદ સંભાળ્યું.
આમ રાજયના સદ્દભાગે બે અનુભવી દીવાને, બુદ્ધિશાળી નાયબ દીવાન અને પીઢ વજીર બહાઉદીનભાઈની સેવાઓ નવાબ બહાદુરખાનને સાંપડી. તેમણે પણ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી તંત્રથી વાકેફગાર હતા; તેથી તંત્રમાં ઝડપી ફેરફાર થયા.
રેવન્યુ
અત્યાર સુધી ગામડાંઓની મહેસૂલના ઈજારા અપાતા અને ઈજારદારો બને એટલી રકમ વસૂલ કરતા. રાયે આ પદ્ધતિ નાબૂદ કરી અને તલાટીઓ
1 શ્રી મંત્રીશ્વર રાયજી સાહેબશ્રી જ. પુ જેથીપુરા