SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૪૭ દ્વારા મહેસૂલ લેવાનું ધોરણ દાખલ કર્યું. ઈ. સ. ૧૮૯૦માં, વજે ભાગની અસમાનતા દૂર કરી, રોકડિયા પાકમાં ભાગને બદલે રોકડ વઘેટી લેવાનું ધરણ દાખલ કરવામાં આવ્યું. પોલીસ મધ્યકાલિન, જમાદાર પધ્ધતિ આ સમય સુધી અસ્તિત્વમાં હતી. આ જમાદારો પિોલીસની ફરજે તેમના માણસે દ્વારા બજાવતા અને તેના બદલામાં તેઓને જમીન જાગીર મળતી તેને ઉપભોગ કરતા. આ જમાદારોનાં થાણુઓને કારખાનાં કહેતા. પ્રત્યેક કારખાનામાં દશથી બાર સિપાઈઓ રહેતા તેને જમાદારો પગાર આપતા. આ સિપાઈઓ વારંવાર બખેડા પણ કરતા. ઈ. સ. ૧૮૮૮–૧૮૯૭ના ગાળામાં આ પધ્ધતિને અંત આવ્યો. હથિયારબંદ, સિપાઈવર્ગના અભણ અને અઝડ માણસોને છૂટા કરવાનું કાર્ય સરળ ન હતું તેમ છતાં કુનેહથી અને સમજાવટથી તે પાર પાડવામાં આવ્યું. તે સાથે પ્રજાના જાન માલના રક્ષણ માટે પોલીસ દળને વિકાસ કર્યો. ઈ. સ૧૮૯૦ માં ડીસ્ટ્રીકટ પિલીસ એક્ટ અને વિલેજ પોલીસ એકટ અમલમાં આવ્યા. તે અનુસાર ગ્રામ રક્ષણની જવાબદારી પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી. સર્વે ઈ. સ. ૧૮૯ભાં સર્વે ખાતું ખોલવામાં આવ્યું અને ખાલસા ગામની મોજણી કરવાનું કાર્ય શરૂ થયું. . લાન્સર્સ | બ્રિટિશ સત્તાનું સાર્વભૌમત્વ સ્વીકારવામાં આવ્યું ત્યારે રાજય સૈન્ય રાખે નહિ તેવું નક્કી થયેલું. પણ ઈ. સ. ૧૮૯૦ માં જૂનાગઢ રાજ્યની વિનંતી સવીકારી બ્રિટિશ સરકારે તેને એક લાસસ, તાજના રક્ષણાર્થે રાખવા પરવાનગી આપી. માર્ગો ' બહાદરખાનજીના સમયમાં, વેરાવળથી જૂનાગઢ અને ત્યાંથી જેતલસર સુધીના માર્ગો પાકા બાંધવામાં આવ્યા અને તાલુકા તથા ગામડાંઓના માર્ગો સુધારવામાં આવ્યા. વીજળી આ સમયમાં વીજળીને પ્રકાશ જૂનાગઢના માર્ગો ઉપર પાથરવાની એક
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy