SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાધ : ૧૩૮ ગયો પરંતુ દીવાનજી ઉપર પિતાનું વેર લેવા તેણે જૂનાગઢ આવી દવાનજીની હવેલીમાં ચૂપચાપ પ્રવેશ કરી તેના પુત્ર તથા અન્ય વિદ્યાર્થીઓ ફારસી અભ્યાસ કરતા હતા ત્યાં ખુલ્લી તલવારે હુમલો કર્યો તેમાં કુંવરજી ગુલાબરાયા સોમનાથ અને બીજે કિશોર મરાઈ ગયા. કાલુ, આરબ જમાદાર અમરાન તથા આલમખાન બલુચની મદદથી ભાગી છૂટ અને પિશાત્રામાં ભરાઈ રહેલે જયાં મરાઈ ગયો. જૂનાગઢના કાળવા દરવાજાનું નામ કાલુ ઉપરથી પડયું છે. એવી એક લેકવાર્તા પ્રચલિત થઈ ગઈ છે પણ કાળવા નામ કાલિન્દીનું અપભ્રંશ છે અને પ્રભાસ ખંડ પ્રમાણે કાળયવનના પર્વતમાંથી તે નીકળે છે માટે કાળવાહ કહેવાય છે. કાલ મેર સાથે તેને કોઈ સંબંધ નથી. અમરજીના વિજ અમરજીએ પોરબંદરના રાણા સરતાનજીને હરાવ્યા અને ગોંડલના પ્રદેશને લૂંટી ખાતા દેવડાના મલુક મામદ નામના સંધીને હરાવી દેવડાને કિલો લીધો. તેણે કંડોરણા તથા મેવાસાના કિલાઓ પણ જીતી લીધા. આમ તેણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢની સત્તા સર્વોપરી બનાવી. રાજપૂત સંગઠ્ઠન મુસ્લિમ રાજ્યને બળવાન બનાવી રાજપૂત રાજાઓનું જેર તેડવા [1 ભગવાનલાલ જોશીપુરાનું જીવનચરિત્ર. 2 મહેર-જવામ-શ્રી માલદેવજી રાણા તથા સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તાઓ, ભા.-૩ 3 આ પ્રસંગની એક સુંદર લોકવાર્તા છે. મલુક એટલો બળવાન થઈ ગયેલો કે કુંભાજી તેને પહોંચી શક્તા નહિ. તે અમરજી પાસે ગયા અને “ડળ પળકે કુંભ રોયો” અને અને કહ્યું મલુક કહે છે કે “આઉં તે ડરાં અલ્લાસે કાં અમરેશ” માટે આપ ચડે અને તેને પારપત કરે. દીવાન અમરજી તેથી દેવડા ઉપર ચડયા અને મલુકને મારી દેવડા લીધું. આ સામે જાડેજાના ઈતિહાસમાં (શ્રી જીવરામ કાલિદાસ શાસ્ત્રી) આ પ્રસંગ વિ. સ. ૧૮૩૬ (ઈ. સ. ૧૭૮૦)માં બન્યો હોવાનું તથા તેને કુંભાજીએ છો હતો તેમ જણાવ્યું છે. દેવડા ફતેહ કરી કુંભાજીએ નવાબને તે સેંપી દીધું પણ સુપેડી, ગણદ વગેરેમાં નવાબના હકકે તેણે લખાવી લીધા. દેવડાના ઘેરા નામનું ચારણી કાવ્ય અમરજીએ દેવડા કર્યું હતું તેમ સ્પષ્ટ કહે છે. “દેવડાનો ઘેરે” ઈતિહાસ દર્શન, ભા. ૪, શં. હ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy