SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડાસમા વંશ : ૮૫ જૂનાગઢમાં રાહને આવે રહ્યો છે તેવી બાતમી મળતાં ઈ. સ. ૧૩૪૯માં તે જૂનાગઢ ઉપર ચડી આવ્યો. ખેંગારે ઉપરકોટમાં રહી રક્ષણાત્મક યુદ્ધ આપ્યું. મહમદે તાઘીને સોંપી દેવા મોકલેલા કહેણને રાહે ક્ષત્રિયચિત ઉત્તર આપે અને જ્યારે ઘેર વધુ વખત ચાલશે તો ટકી નહિ શકાય એમ જણાયું ત્યારે તેણે ઠારે ખેલી કેસરિયાં કર્યા, તુમુલ યુદ્ધ જામ્યું. તેમાં રાહને સેનાપતિ વીરસિંહ વાઘેલે મરાય પરંતુ યુવરાજ જયસિંહે પ્રબળ પ્રતિ આક્રમણ કરી સુલતાનના હાથીઓની હરોળ તેર શત્રુન્યને છિન્નભિન્ન કરી નાખ્યું.' આ યુદ્ધ ચાલતું હતું ત્યાં તાઘી દુર્ગ છોડી નાસી ગયે તેથી મહમદ તઘલગે યુદ્ધવિરામ કરી રાહ સાથે સુલેહ કરી. રાહે મહમદને નજરાણે મે કહ્યું અને તેના બદલામાં સૌરાષ્ટ્રનાં અન્ય રજા ઉપર ન ચડવા વચન મેળવ્યું. મહમદ જીર્ણદુર્ગથી ગોંડલ ગ. એમ કહેવાય છે કે જ્યારે મહમદે જીર્ણદુર્ગ ઉપર ઘેરો ઘાલ્યો ત્યારે ગિરનારના ઈજારદાર ખાંટ મેર જેસલે તેને ગુપ્ત માર્ગો અને દ્વારે બતાવેલાં તેથી મહમદે તેને ગિરનાર પર્વત અને બીલખા ચોવીસી જાગીરમાં આપેલી. આ વિધાન કેવળ વાર્તા જ હેવાનું જણાય છે. જયસિંહ જે રાહ ખેંગાર ઈ. સ. ૧૩૫રમાં ગુજરી ગયા અને તેને યુવરાજ જયસિંહ તેની ગાદીએ આવ્યો. મહમદ તઘલગ ઈ. સ. ૧૪૫૧માં સિંધમાં ગુજરી ગયે અને તેને અનુગામી ફિરોઝ, સિંધનાં યુદ્ધોમાં રોકાયેલા હો ત્યારે જયસિંહે મુસિલમોનાં થાણુઓ ઉડાડી મૂક્યાં અને ઈસ્લામને પ્રચાર કરતાં મુલ્લાઓ, મૌલવીએ અને કાઝીઓને કાઢી મૂકયા. ગુજરાતમાં પિતાની સત્તા સ્થિર કરી સુલતાનને સૂબે ઝફરખાન ઈ.સ. ૧૩૬૯માં જૂનાગઢ ઉપર ચડી આવ્યો. રાહ જયસિંહે તેનું વીરચિત સ્વાગત કર્યું અને ઝફરખાનને સોરઠી શૌર્યને પરિચય આપ્યો. મુસ્લિમ સેનાને કચ્ચરઘાણ વળી ગયો અને ઝફરખાનને પાછા વળી જવા સિવાય અન્ય માર્ગ હતે નહિ ત્યારે તેણે સુલેહનું કહેણ મોકલ્યું અને રાહને મિત્રભાવે પિતાની છાવણીમાં આવા આમંત્રણ આપ્યું. રાતે જ્યારે ઝફરખાનના તંબુમાં પ્રવેશ १ तस्या भूपतनय श्रीमान जयसिह ईतिश्रुत ન જાવનન થા વિપરિતા તેન: માંડલિક કાવ્ય
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy