________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૦૩
સુંદરજી નારણજીની સહાયથી સુલતાના પાસેથી વેરાવળ પડાવી લીધું.'
નવાબે વેરાવળ ઉપર ચડવા વિચાર કર્યો પણ આરબના પગાર ચૂકવેલા નહિ તેમ ચૂકવવા માટે ખજાનામાંથી એક રાતી પાઈ પણ ન હતી તેમ તેની પાસે કઈ કુશળ સેનાપતિ કે બુદ્ધિશાળી મંત્રી ન હતા કે તેને સહાય કરે કે સલાહ આપે. વિશેષમાં પિતાના કુર અને વિચિત્ર સ્વભાવ તથા આળસુ અને વિલાસી જીવનથી તે દરબારીઓમાં અપ્રિય થઈ પડેલા એટલે તેને સહાય કરવા કેઈ ખુશી ન હતું. આમ, એકલવાયો, નિસહાય અને નિર્ધન નવાબ વેરાવળ ઉપર ચડી શકે નહિ. આરબમાં તેમના નિયમ મુજબ તેને કેદ પકડી ઉપરકેટને કબજે કરી લીધે. અમરજી.
નવાબ પાસે કંઈ ન હતું પણ તેનાં ભાગ્ય પ્રબળ હતાં. ગાયકવાડ, ગોંડલ. જવામર્દખાન, શેરઝમાનખાન, સુલતાન, શેખમિયા જેવા શત્રુઓ સામે આંતરિક સહાય કે બળ વગરને નવાબ માત્ર ભાગ્યના બળે જ ટકી રહ્યો હતો. , ,
જયારે તેને કોઈ મદદ કરવા ન આવ્યું ત્યારે પોરબંદરના આરબ જમાદાર સાલમીનના વકીલ અમરછ કુંવરજી નાણાવટીએ નવાબ પાસે જઈ આરબોને મહાત કરવાનું બીડું ઝડપ્યું. નવાબે તેને વચન આપ્યું કે જે તે આરબોને ઉપરકેટમાંથી કાઢશે તો તેને નોકરીમાં રાખશે.
અમરજી આ સમયે માત્ર અઢાર વર્ષના હતા પરંતુ જન્મથી નેતૃત્વના ગુણ લઈ ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલા આ દીર્ધદષ્ટા અને વીર યુવાને પિરબંદર જઈ જમાદાર સલમીન તથા તેના માણસોને લઈ આવી વાગીશ્વરી દરવાજે સર કરી ઉપરકોટ ઉપર આક્રમણ કર્યું. અમરછના પ્રબળ પ્રયાસથી અંદર આશ્રય લઈ રહેલા આરબોને નમવું પડયું. તેઓ શરણે આવ્યા અને નવાબે અમરજીને તેનું પરાક્રમ જોઈ સેનાધ્યક્ષનું પદ આપ્યું. આ સમયે સેનાપતિ તે રાજક્ત જ હતું અને તેના સૈન્યના વાસ્તવિક ઉપરીને હોદો સૈન્યના વહીવટી ફરજદાર જે હતો છતાં અમરજીને સૈન્ય વિષયમાં સર્વ સત્તા આપવામાં આવી. વેરાવળને ઘેરે
અમરજીએ તે પછી આરબના પગાર ચૂકવી લશ્કરી તંત્ર વ્યવસ્થિત કરી
1 વિગતો માટે જુઓ પિતૃતર્પણ, શં. હ. દેશાઈ,