________________
બાબી વંશ-પૂર્વાર્ધ : ૧૩૧
ઝાલાને કોઈ પણ કારણ વગર ઘ ત કરવા તેના સીદી ગુલામ બીલાલને આજ્ઞા કરી. ગાયક્વાડનું સૈન્ય જૂનાગઢ ઉપર ધસી આવ્યું છે તેની સામે જૂનાગઢનું રક્ષણ કરવા મજેવડી દરવાજા પાસે જગન્નાથ છાવણી નાખી પડેલા અને પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યા હતા ત્યારે બીલાલે તેનું ખૂન કર્યું.
આવા સ્વામીભકત અને વીર મુત્સદ્દીનું કરપીણ ખૂન થતાં જૂનાગઢમાં હાહાકાર થઈ ગયે. નવાબે એટલેથી ન અટકતાં જગન્નાથના ભાઈ રૂદ્રજી તથા બીજ કુટુંબીઓને કેદ કરી તેનાં મકાનો લૂંટાવી દીધાં. મહાબતખાન તેનાં અવિચારી પગલાંથી બેસતી હકૂમત ગુમાવી દેશે એ બીકે તેના પીરઝાદા સૈયદ ખલફશાહમીયાં, જમાદાર રદવખાન રેન ધોળકિયા અને અન્ય અમીરોએ ગોંડલ ઠાકોર કુંભાજીને જૂનાગઢ બેલાવ્યા અને તેની દરમ્યાનગીરીથી મહાબતખાને આ મધ્યસ્થીઓને તેના જામીન લઈ, રૂદ્રજી ઝાલાને મુક્ત કરતાં તે તેના કુટુંબીઓ સાથે પિોરબંદર ચાલ્યા ગયા. સમજી જીકાર
મહાબતખાને સોમજી જીકાર નામના નાગર ગૃહસ્થને દીવાનગીરી આપી અને તેને કાંઈ પણ કરવાની તક આપ્યા વગર જ થ્યા કરી દયાળ શેઠને દીવાનપદ આપ્યું. બીબી સાહેબા સુલતાના
- નવાબના કુટુંબમાં પણ મહાબતખાનના વર્તનથી અસંતોષ અને ઉગ્રતા વ્યાપ્યાં. શેરખાનની બહેન બીબી સાહેબા સુલતાના તેના ભાઈ જેવાં જ મહત્ત્વાકાંક્ષી અને મુત્સદ્દી હતાં. તેણે મહાબતખાનની નિર્બળતાને લાભ લઈ તેના મર્દમ પતિ સામતખાનને મળેલી જાગીરથી સંતોષ ન પામતાં જૂનાગઢ સર કરવા વિચાર્યું. સુલતાનને પુત્ર જાફરખાન, તેની હયાતીમાં મુઝફફરખાન અને ફતેહયાબખાન નામના બે પુત્રોને મૂકી ગુજરી ગયેલા. સુલતાનાએ જનાગઢમાં સૌને ફોડી, આરબ જમાદાર સુલેમાનની મદદથી નવાબ મહાબતખાનને કેદ કરી ઉપરકોટમાં મોકલી આપ્યા અને પોતાના પૌત્ર મુઝફફરખાનની જૂનાગઢના નવાબ તરીકે આણ ફેરવી. રાધનપુરની ચડાઈ
આ પરિસ્થિતિને લાભ લેવા રાધનપુરના નવાબ કમાલુદીન કે જે જવામર્દખાનના નામથી જાણતા હતા તેણે મહાબતખાનને છોડાવવાના વિષે
1 શેરખાનના ભત્રીજા મહમદ ઝફરે જૂનાગઢ સામે બંડ કરેલું પણ જવાંમર્દખાને તેને
સમજાવી તેનું સમાધાન કરાવ્યું, તે પછી કોઈ કારણસર જવાંમર્દખાને આ ચડાઈ કરેલી. મહમદઝફરના બંડની નેંધ માત્ર મિરા અહેમદી લે છે.