SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ જૂનાગઢ નગરમાં અને નગર બહાર ઇતિહાસ પુરાવિદ્યા, ધર્મ અને સ્થાપત્યની દષ્ટિએ નોંધપાત્ર ગણાય અને એવા અનેક સ્થાના છે. પણ તે પ્રત્યેની નોંધ આ પુસ્તકમાં લેવાનું શકય નથી તેથી વાયકાની માહિતી માટે અમુક સવિશેષ અગત્યનાં સ્થાનની સક્ષિપ્ત નોંધ આ પરિશિષ્ટમાં લેવામાં આવી છે.? પર્વતીય લેખા જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગ ઉપર અરોકના શિલાલેખથી જાણીતા થયેલા ત્રણ લેખો છે. તેમાં પ્રથમ લેખ મૌય" સમ્રાટ અશકે તેના રાજ્યારાહણુના ૧૨મા વર્ષમાં એટલે છૅ. સ. પૂર્વે ૨૫૬ લગભગ ઢાતરાવી પોતાની રાજ્યાના પ્રસિદ્ધ કરી છે. આ લેખ ૭૫ ફીટના પરિધના છે. તે લગભગ ૧૦૦ ફીટના વિસ્તારમાં ૧૪ વિભાગામાં શાસના લખી પ્રજાને હિંસાથી દૂર રહેવા, ઔષધિ મળે તેવી વનસ્પતિએ રોપાવવા, બ્રાહ્મણુ તથા શ્રમણને સરખા ગણવા, સંયમ નિયમનું પાલન કરવા, માંગલિક મૃત્યા કરવા, ભિક્ષુકાને દાન આપવા, સર્વ સંપ્રદાયાને અનુસરનાઆને અરસપરસ સૌંપ કેળવવા રાજ્યના આપી છે. તે ઉપરાંત તેના અધિકારીઓને સ્ત્રીઓ, યાત્રિકા, આદિનું ધ્યાન રાખવા તથા ધમ મહામાત્રાને જ્ઞાનને પ્રચાર કરવા, ઉપદેશ 1 જુનાગઢ નગરનાં અને નગર બહારનાં સ્થાનાની નોંધ તથા વિગતા માટે જુએ જૂનાગઢ અને ગિરનાર, (ગુજરાતી) અથવા ‘જુનાગઢ એન્ડ ગિરનાર (અંગ્રેજી) —શ, હ, દેશાઇ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy