________________
ચુડાસમા વંશ : ૮૯
ઈસ્લામને પ્રચાર જોરશોરથી થતા, મંદિરના વંસ થતા અને હિન્દુઓનું બળાત્કારે ધર્માતર થતું તેમ છતાં રાહ કે અન્ય રાજપૂત કાંઈ બોલી શકતા નહિ. આવા પ્રતિકૂળ સંજોગે તેવા છતાં ઈ. સ. ૧૪૧૭માં દામોદર કુંડ ઉપર નરસિંહદેવના પુત્ર દામોદરે એક મઠ બંધાવ્યો તેને શિલાલેખ ઉપલબ્ધ છે. આ મઠ હાલમાં શ્રી મહાપ્રભુજીની બેઠકના નામે ઓળખાય છે મહિપાલ દઢો - ઈ. સ. ૧૪૪માં રાહ મહિપાલ ગાદીએ આવ્યું. તે પછી બે વર્ષ વ્યતીત થતાં અહમદશાહ ગુજરી ગયે અને ગુજરાતની સલતનત નિર્બળ થઈ ગઈ તેથી રાહને અમદાવાદને ભય રહ્યો નહિં પરંતુ મુસ્લિમોનાં દિનપ્રતિદિન ઉગ્ર થતાં જતાં આક્રમણ સામે ટકવાની તેનામાં તાકાત પણ હતી નહિ. તેને ધ કોષ સર્વથા ખાલી થઈ ગયો હતો. નિરંતર થતાં રહેતાં યુદ્ધોના કારણે યુવાને કપાઈ ગયા હતા કે ધર્માતર કરી શત્રુસૈન્યમાં જોડાયા હતા. પ્રજા પાયમાલ થઈ ગઈ હતી અને નૈતિક બળ નામશેષ થઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં મહિપાલ કાંઈ પણ કરી શકે તેમ હતું નહિ.
પૂર્વજન્મના સંસ્કાર કે સમય સંયોગાનુસાર વિપરીત થતી જતી પરિસ્થિતિના કારણે મહિપાલ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળી ગયો. પ્રજાના જીવનમાંથી વિદાય લઈ ગયેલી શાંતિ પુનઃસ્થાપિત કરવા અને પ્રજાને વિવિધ પ્રકારે જીવિત રાખવાના માર્ગો તે સદૈવ વિચારતા. તેણે પ્રભાસથી દ્વારકા જવાના માર્ગે અન્નક્ષેત્ર સ્થાપ્યાં, દેવમંદિરના નિર્વાહ માટે યોગ્ય પ્રબંધ કર્યા અને તેવાં કાર્યો કરીને લેકમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિના જલનું સિંચન કર્યું.
તેની વય મોટી થઈ ગઈ છતાં તેને પુત્ર-સંતતિ ન હતી તેથી તેણે દામોદરરાયની માનતા માની અને તે ફળી ત્યારે તેણે પુત્રનું નામ માંડલિક પાડયું. આ માનતા માનતી વખતે તેણે પ્રણ કરેલું કે જે તેને ત્યાં પુત્ર થશે તે તે એ પુત્ર રાજ્ય કાર્યભાર સંભાળી શકે તેવી વયમાં આવશે ત્યારે તેને રાજ્ય સોંપી પોતે તર્થસ્થાનમાં ચાલ્યો જશે.
માંડલિક યુવાન થયો ત્યારે તેનાં લગ્ન અર્થિલાના અર્જુનસિંહ ગોહિલની પુત્રી કુંતા વેરે કરવામાં આવ્યાં. માંડલિકે રાજકાજમાં અને યુદ્ધભૂમિમાં જગિ-ર