________________
૯૦ : જૂનાગઢ અને ગિરનાર તેનું કૌશલ્ય બતાવ્યું અને પરલે સમુદ્રના સાંગણ વાઘેલાને જીત્યો. - આ પ્રસંગે અમદાવાદના સુલતાને મહિપાલને એવો સંદેશો પાઠવ્યો કે માંડલિકના શ્વસુર અર્જુનસિંહને ભાઈ દુદે ગોહિલ ભૂમિ દબાવતા જાય છે માટે તેને દૂર કરે. મહિપાલે મંત્રીઓની સલાહ સ્વીકારી સુલતાનને લખ્યું કે તમારે શત્રુ તે મારે શત્રુ છે, હું તેને અંકુશમાં લાવીશ. માંડલિકે દુદા ઉપર આક્રમણ કરી તેને હરાવી મારી નાખ્યો અને અપિલા ઉજજડ કર્યું.
માંડલિકનાં પરાક્રમ જોઈ ઈ. સ. ૧૪૫૧માં રાહ મહિપાલે તેને રાજ્યભિષેક કરી પોતે ગાદીત્યાગ કરી તીર્થાટન કરવા ચાલ્યો ગયો. માંડલિક ૩ જો
માંડલિક ત્રીજાએ ગાદીએ બેસતાં જ જૂનાગઢના તને અમુક દિવસમાં શિકાર ન કરવા અને હિંસાથી દૂર રહેવા આજ્ઞા કરી, તેને એક શિલાલેખ પણ યોગ્ય સ્થળે જડાવ્યો. તેમાં લખ્યું છે કે,
પંચમી (અષ્ટમી ) તથા ચતુર્દશીને દિવસે ખંભાતનિવાસી સા. દેવના પુત્ર હમની સમક્ષ રાજયાભિષેકને દિવસે કેઈ જીવતી હિંસા ન કરવા શ્રી માંડલિક રાજાએ ફરમાવ્યું છે. અગાઉ પણ એકાદશી અને બીજના દિવસે પાળવામાં આવતા. હવે શ્રી માંડલિક પ્રભુ આજ્ઞા કરે છે કે પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી તથા બીજના દિવસે કેઈએ જીવહિંસા કરવી નહિ કઈ પણ પ્રાણીઓને જીવ લેવો નહિ..શિકારીએ શિકાર ન કરે. ચીડીમારોએ ચકલી કે.. મારવા બાજ લઈ જવાં નહિ; મેર ન મારવા. બાબર ખાંટ અને તુર્કોએ આ દિવસમાં એક પણ પ્રાણીની હત્યા ન કરવી. જે કરશે તેને બંદીવાસ મળશે. કુંભારે પાંચ દિવસમાં નોંભાડે ન કર. વગેરે.”
આ શિલાલેખમાં માંડલિકને આદર્શ રાજા અને સ્મૃતિ, શ્રુતિ, પુરાણ આદિને જ્ઞાતા કહ્યો છે.
માંડલિકે રાજયાસને બેસી તરત જ ગિરનાર ઉપના અંબાજીના મંદિરન અને પ્રભાસપાટણના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. તેણે મુસ્લિમ થાણુઓને ઉઠાડી મૂક્યાં અને શંખોદ્ધારના સાંગણ વાઘેલાને તેમજ અન્ય રાજાઓને હરાવી ચુડાસમાઓની ગત પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી.
1 માંડલિક કાવ્ય. 2 અનપબ્લિડ ઈસ્ક્રિપ્શન્સ ઇન જુનાગઢ સ્ટેટ-ઉપરકોટ ઈસ્ક્રિશન ઓફ માંડલિક છે.
એન. બી. પુરોહિત-આકોલેજિક્ત સોસાયટી -જુનાગઢ, જરનલ-નવેમ્બર, ૧૯૩૭.