SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડાસમા વંશ ઃ ૧ તેણે “પુત્રકામનાથી પાટડીના ઝાલા ભીમની પુત્રી ઉમાદે સાથે લગ્ન કર્યાં, માંડલિકે પ્રજાને પ્રેમ પ્રાપ્ત કર્યો અને એક ન્યાયી, વીર અને વિદ્વાન રાજા તરીકે નામના મેળવી. ઈ. સ. ૧૯૫૭માં ગુજરાતની ગાદીએ મહમૂદ બેગડા બેઠા. “મૂર્તિ પૂજકને દેશ સૌરાષ્ટ્ર જીતી લેવા સ્વપ્નમાં હઝરત મહમદ પેગ ંબરસાહેબે આપેલી અજ્ઞનુપાર અપાર શસ્ત્રસામગ્રી એકત્ર કરી સંપૂર્ણ પ્રબંધ કરી'' ઈ. સ. ૧૪૬૮માં તેણે જૂનાગઢ ઉપર ચડાઈ કરી. મહમૂદે માંડલિકને ઈસ્લામ સ્વીકારવા અથવા પેાતાની તાખેદારો સ્વીકારવા એલાન માકલ્યું. ત્યારે રાહે તેના અસ્વીકાર કરી યુદ્ધ માટે તૈયારી કરી. “સેારડના સંદર દેશ જીતી લેવા તથા કુફ્ફારને અંત લાવી ત્યાં ઈસ્લામનું રાજય સ્થાપવા” મહેમૂદે પ્રબળ સૌન્ય જૂનાગઢના દ્વારે ઉપસ્થિત કયુ ર બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. મહમૂદના સૈન્યના પ્રબળ આક્રમણ સામે માંડલિકના સૈનિકા ટકી શકયા નહિ તેથી માંઢલિક ઉપરાટમાં ભરાઈ ગયા. મહમૂદ તેના બળવાન હાથ ચારે તરફ પ્રસારી સારઠના રાજ્યના પ્રદેશ વેરાન બનાવી દીધા પરિણામે કિલ્લામાં ક્રેઈપણ જાતના પુરવઠા પહેાંચી શકે તેવું રહ્યું નહિ અને માંડલિકને શરણાગતિ કે સવ નાશમાંથી એક પસંદ કરવાના સમય આવી ગયા ત્યારે તેણે મહમૂદને પુષ્કળ દ્રવ્ય હીરા માતી, સુવર્ણ આદિ આપી સુલેહ કરી અને મહમૂદ આ ધન સ્વીકારી પા ચાલ્યા ગયેા. "3 વળતે વરસે મહમૂદે ફરીથી જૂનાગઢ ઉપર ચડ!ઇ કરી રાહે મહમૂદને પૂછ્યું` કે આપને નજરાણા ધર્માં છતાં ફરી આવવાનું શું કારણ છે ? ત્યારે મહમૂદે ઉત્તર આપ્યા કે છત્રપતિ રા હું છં છતાં તમે સુવર્ણ છત્ર ધરાવી ગિરનાર જાએ છે તે મારુ' અપમાન છે.” માંડલિકે તરત જ પોતાનું રાજછત્ર અને રાજચિહ્નો મહમૂદને સ્વાધીન કર્યા તથા પુનઃ મેટા નજરાણા આપી તેને પા વાળ્યો. પણ મહમૂદને તો જૂનાગઢ અને સેરઠ ઉપર સ*પૂર્ણ અધિક ર જમાવવાની પ્રબળ ઈચ્છા હતી. સેારડનું બળવાન હિન્દુ રાજ્ય જડમૂળમાંથી ઉખેડી નાખવા તે કૃતનિશ્ચયી બન્યા હત!. ઈ. સ. ૧૪૬૯માં તેથી તેણે ફરીથી ચડાઈ કુરી, રાહે તેની પાસે જઈને પ્રશ્ન કર્યો કે “મારી હવે કઈ કસૂર ?'' ત્યારે મહમૂદે કહ્યું કે “કારથી ખીજી કઈ મેાટી કસૂર છે?” આ ઉત્તર સાંભળી માંડલિક ઊભા થઈ ચુપચાપ ચાલ્યા ગયા. તેણે કૈસરિયાં કરી રાજપૂતાના
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy