SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ઃ જૂનાગઢ અને ગિરનાર એવી છે કે રાહ આઇ નાગબાઇને જનેતા તુલ્ય મનતિ અને તેને પુત્ર નાગાજણ તેને દરબારી અને મિત્ર હતા. એકવાર રાહને કેઈએ કહ્યું કે નાગાજણની પત્ની મીણબાઈ અતિ સ્વરૂપવાન છે. તેથી તે મણિયા ગયે અને જ્યારે મીણબાઈ તેને વધાવવા આવી ત્યારે મોઢું ફેરવતો ગયો. મીણબાઈએ કહ્યું કે “આઈ રાહ ફરે છે” ત્યારે આઈ નાગબાઈએ કહ્યું કે રાહ નહિ પણ રાહને દિવસ ફરે છે. તે પછી માંડલિકના અપવિત્ર વિચાર આઈએ જાણી લેતાં તેને શાપ આપે. વાર્તાકારે વિશ્વાસપૂર્વક કહે છે કે રાહને આઈએ શાપ આપતાં કહ્યું કે, કાને અકેટ હસબશે અંગે કાપડું હોય, પાના પડામાંથ તને નર નચવશે માંડલિક. આ ઉપરથી ચારણ વિદ્વાને માને છે કે માંડલિકે જે ગુને કર્યો તેવી સજા નાગબાઈએ કરી. માંડાલક પાવૈને વેશમાં સેરઠમાં તેના પતન પછી ફરતો રહ્યો અને ગત રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરતો રહ્યો. કેટલાક વાર્તાકારે આ વાર્તામાં વિવિધ પ્રકારનું મિશ્રણ કરી કચેરીમાં રસ જમાવવા જુદા જુદા પાડફેર કરી માંડલિકના પતન માટે આઈ નાગબાઈ સામે તેણે કરેલા અયોગ્ય વર્તન, તેનું કરેલું અપમાન જમીયલશાહ દાતારની શિખામણ વગેરે વાર્તા કરે છે પરંતુ આ બધા પાક માત્ર વાર્તા સ્વરૂપના ' રહે અંતિમ યુદ્ધ પૂર્ણ વિરતાથી ખેલ્યું. જ્યારે વિશળે તેને ધર્માતર કરી રાજ્ય ન ગુમાવવા સલાહ આપી ત્યારે તેણે કહ્યું કે મારું જીવન હું સુધારી ન શકો પણ મરણ તે જરૂરી સુધારીશ માંડલિક જયારે મહમૂદને મળવા ગયો અને જયારે મહમૂદે કહ્યું કે કફફારથી બીજે કઈ ગુને મેટ નથી ત્યારે રાહે ઉત્તર આપ્યો કે “તમે ધર્મભ્રષ્ટ રાજપૂત આમ પેટ ખાતર તમારી બહેન દીકરીઓને મુસ્લિમેને પરણાવી આ સ્થાને પહોંચ્યા છે, હુ શુદ્ધ યદુવંશીય ક્ષત્રિય છું, પ્રાણત તે શું પણ સર્વસ્વને નાશ થાય તો પણ હું ઈસ્લામ સ્વીકારીશ નહિ. મહમૂદે આ બવિષ્ટ વચન સાંભળી તેના અંગરક્ષકને માંડલિકને પકડી લેવા આજ્ઞા આપી અને કહ્યું કે આ અભિમાની રાજાના મુખમાં હું ઘૂંકી તેને મુસ્લિમ બનાવીશ. માંડલિકે તલવાર ખેંચી ત્યારે તેનું રૂદ્ર રૂપ જોઈ મહમૂદે તેને જવા દીધો. સમરભૂમિમાં માંડલિકે અતુલ 1 આ બધી વાર્તાઓ માટે જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ”. શ. હ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy