________________
ચુડાસમા વંશ : ૯૫
પરાક્રમ બતાવ્યું. તેણે મહમુદને % માટે આહવાન આપ્યું. મહમૂદના સેનાપતિ આલમખાન ફારૂકીને તેણે ઠાર માર્યો અને મહમદ ઉપર ધસે તે પહેલાં મહમૂદની આજ્ઞાથી તેના અંગરક્ષકેએ તેને ઘેરી લઈ પીઠમાં ઘા મારી પાડી દીધો મહમૂદની પ્રતિજ્ઞા પાળવા સૈનિકે કોઈ પકડાયેલા યોદ્ધાને તેની પાસે લઈ ગયા અને મહમૂદે તેની પ્રતિજ્ઞા પૂરી કરી.
મુસ્લિમોએ માન્યું કે માંડલિક મૃત્યુ પામે છે પણ તેને અસાધવ સ્થિતિમાં પડેલે જોઈ રાજપૂત સનિકો તેને ગિરનારના પર્વતમાં રહેતા કઈ કાપડી સાધુ પાસે લઈ ગયા અને ત્યાંથી તેના ઘાવ રૂઝાયા પછી તે કાપડી વેશે સેરઠમાં ફરતે રહી ગુમાવેલું રાજય પુનઃ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરતો રહ્યો.
મુસ્લિમ તવારીખનવીસેનાં વિધાને પરસ્પર વિરોધાભાસી છે. મિરાતે સિકંદરી એક વાર કહે છે કે શરણ થઈને તરત જ રહે ઈશલામ અંગીકાર કર્યો. બીજી વાર કહે છે કે શાહઆલમને હાથે મુસલમાન થે. યુદ્ધનાં વર્ણને પણ તારીખે ફરિસ્તા તથા તારીખે સિકંદરી જુદાં જુદાં આપે છે. આ ઈતિહાસકારોએ આપેલાં વૃત્તાંત અને કરેલાં વિધાને વિચારતાં એ પ્રશ્ન થાય છે કે જે મહમૂદે માંડલિકને ખાન જહાન જે ઊંચે ખિતાબ આપે તે શા માટે તેની પાસે સોરઠનું રાજય રહેવા દીધું નહિ ? મહમૂદે માંડલિક એકલાને મુસ્લિમ બનાવી શા માટે સંતેષ લીધો ? તેના પુત્રોને શા માટે ઈસ્લામની દીક્ષા ન આપી અને તેને સેરઠને મુલ્કી વહીવટ સોંપ્યો ? આ પ્રશ્નોના ઉત્તર એ જ છે કે માંડલિકે ઈસ્લામ અંગીકાર કર્યો ન હતો અને યુદ્ધભૂમિમાંથી ઘાયલ સ્થિતિમાં સુરક્ષિત
સ્થાને તેને લઈ જવામાં આવ્યો. ત્યાંથી બે વર્ષ પર્યત ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા તે પ્રવૃત્તિ કરતો રહ્યો હશે અને તે પ્રવૃત્તિ અંતર્ગત, કાપડી વેશે, પાવે વેશે કે અન્ય વેશે તે ફરતો રહ્યો હશે.
બીજી એક એવી પણ વાર્તા ચારણ વાર્તાકારો કહે છે કે, માંડલિકને શાપ આપી મહમૂદનાં ધર્મસ્થાને અને પ્રજા ઉપરના જુલ્મ જોઈ તે સહન ન થવાથી આઈ નાગબાઈ હિમાલયમાં ગળવા ગયાં. રાહ તેની પાછળ ગયે અને બગસરા પાસે સાંતલી નદીમાં તેના ગાડાને પકડી લીધું. તેણે આઈની માફી માગી આશિષ માગ્યા ત્યારે આઈએ ગાડાના માફામાંથી કહ્યું કે હું તારું મોઢું જોવા માગતી નથી. રાહે તેથી તેનું મસ્તક ગાડાના પૈડામાં પછાડી તેના લેહીથી પૈડું ભીંજવ્યું. તેના પ્રાણ ત્યાં જ ઊડી ગયા. આજ પણ સાંતરલીમાં તેની ખાંભી છે.
આઈ ત્યાંથી ઉત્તરમાં ગયાં. અમદાવાદ પાસે તેજપુર ગામમાં તે જયાં