SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ઃ જૂનાગઢ અને ગિરનાર ભારત સરકારે તેને સ્વીકાર કર્યો. સર શાહનવાઝ તારીખ -૧૧-૧૯૪૭ના ગેઝેટમાં એક પ્રેસ કોમ્યુનીક પ્રસિધ્ધ કરી તેમાં જણાવ્યું કે “છેલ્લા થોડાક દિવસોથી બહારથી કામ કરતાં અવ્યવસ્થિત લોએ જે પરિસ્થિતિ ઉપસ્થિત કરી છે અને જે હવે જાનમાલને નાશ કરવા તથા ખુ. નેકનામદાર નવાબ સાહેબની યિતને ગંભીર મુશ્કેલીઓ પહોંચાડવા કોશિશ કરે છે તે તરફ જૂનાગઢની સરકાર ચિંતાની લાગણીથી જુએ. છે. કરાંચીથી મળેલા એક સંદેશામાં. ખુ. નેકનામદાર નવાબ સાહેબ બહાદુરે દીવાનને જણાવી પિતાની ખાસ ઈચ્છા પ્રદર્શિત કરી છે કે તેની વહાલી પ્રજાની તમામ ખુનામરકી થતી અટકાવવી.” ગઈ કાલે સાંજે દીવાનને બંગલે સભા ભરેલી તેમાં પણ જૂનાગઢની આમ પ્રજાને પરિસ્થિતિ સમજાવવામાં આવી હતી અને જૂનાગઢના જોડાણ સંબંધમાં જે મુદાઓ રહેલા છે તેનું માનભર્યું સમાધાન થતાં સુધી જૂનાગઢની સરકારે કાયદે અને વ્યવસ્થા જાળવવામાં ઈન્ડિયન સ્ટેટસ ડીપાર્ટમેન્ટની મદદ માગવી એવું મંજૂર રાખવામાં આવ્યું હતું. આથી રિજીનલ કમિશનરને ઉપર પ્રમાણે ગોઠવણ કરવા માટે કહેવામાં આવ્યું છે.' આ કેમ્યુનીક બહાર પાડી સર શાહનવાઝ ભુટા, કેશોદ એરેડ્રોમ ઉપરથી કોઈને પણ જાણ કર્યા વગર કરાંચી રવાના થઈ ગયા. તે દિવસે સાંજે ૫ વાગે ભારતનાં અછત અને અજય સૈન્ય મજેવડી દરવાજામાં પ્રવેશ્યાં અને ઉપરકોટના ઐતિહાસિક કિલ્લા ઉપર અમર અને ઉનત ત્રિરંગો લહેરાયો અને તે જ દિવસે રિજીયોનલ કમિશનર શ્રી નીલમભાઈ બચે. જનાગઢના ગેઝેટમાં એક ઢઢરે પ્રસિદ્ધ કરી તારીખ ૯-૧૧-૧૯૪૭ના સાંજે છ વાગ્યાથી હિન્દી સંધિ વતી તે જુનાગઢને કબજે લે છે તેમ જાહેર ભારતની સરકારે જૂનાગઢ રાજ્ય સેવાધીન કરતાં આરઝી હકૂમતનું વિસર્જન થયું પરંતુ આઝાદીની આ સશસ્ત્ર લડતમાં, સૌરાષ્ટ્રના રાજાઓ, તાલુકદાર, દરબાર, ધનિક, વ્યાપારીઓ, ખેડૂતે, વગેરે પ્રજાના પ્રત્યેક વર્ગો સહકાર સહાય અને સક્રિય સાથ આપ્યો. જૂનાગઢની હવેલીના મહારાજશ્રી, ગોલોકવાસી પૂજય પુરુષોતમલાલજી મહારાજે જૂનાગઢમાં જ રહી અનેક જોખમ ખેડીને પ્રગટ રીતે સ્વાધીનતાના સંગ્રામમાં સહાય કરી. કબીર પંથની જૂનાગઢની જગ્યાના મહંત શ્રી. વિજયદાસજીએ તે હાથમાં શસે ઉપાડી તેમના સેવને રણ મોરચે દર્યા. કેટડાના મેર ભાઈઓ, રામ સામત મોઢા તથા કરસન સામત મેઢાએ અને પોરબંદરના મેર આગેવાન વૃદ્ધ છતાં જુસ્સામાં જુવાન સ્વ. માલ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy