SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાગઢ અને ગિરનાર હતું. તેણે ઈ. સ. ૧૮૪૬માં ભાંગરાળના દરબારગઢ લૂંટયા અને ઈાવાળા મકરાણી વલીમહમદે પેટલાદ સુધી તેના પીછો પકડી ત્યાં માર્યાં. ઈણાજના સુધિયાન બહારવટે નીકળેલા તને પણ વલીમહમદે મારી નાખ્યા. રાબડાના સધી તૈયબ, કેટાલના સૈયદા, લાખા જત, ઘુમલીના પટેલ પૂ ંજો, પીઠા હાટી, વીરા રબારી, ઘુડવદરના બલેચ, ઉના પરગણાના ગે!હિલા, માણાના સંધી, બાબરિયાવાડના સામા વરૂ રાજ્ય સામે તથા શીલના સેાની મૂળજી, આદરીના સેાની કરસન સામે બહારવટે ચડયા. ૧૨૪ મકરાણી અને સંધીએ બચ્ચે વીસાવદરમાં વેર બંધાયું અને બન્ને પક્ષા વાર વાર ધિંગાણાં કરતા રહ્યા. ઈ. સ. ૧૮૪૭માં વીસાવદર તાબાનું ગામ માંગનાથ પીપળી જૂનાગઢની શીદીએ લૂ ટપુ અને મહુત સુખલાલગરની ફરિયાદ ઉપરથી એજન્સીએ દરમ્યાનગીરી કરી મહતને તથા પ્રજાજનાનેં પૂરતું વળતર અપાવ્યું. નવાબ હામદખાનના શાખ નવાબ હામદખાનને શિકારના શાખ હતા અને એટલેા જ તીવ્ર શેખ સંગીતના હતા. એક વાર ખડિયાની સીમમાં સિંહ છે તેવી બાતમી મળતાં ઈ. સ. ૧૮૪૫માં હાથી ઉપર બેસી શિકાર કરવા ગયા. ત્યાં સિદ્ધે હાથી ઉપર હલ્લે કર્યા. નવાના જાન જોખમમાં છે તે જોઈ સાલેહ હિન્દી ત્યાં હાજર હતા તેણે શીસકાન મારી સિંહને ઢેઢા પાડયા અને પછી તેને મારી નાખવામાં આવ્યો. આ સમયે હવેલીના મહારાજશ્રી ત્રંજનાથજી કે વ્રજરત્નલાલજી સંગીતના નિષ્ણાત હતા તેમ તેની પાસે ગાયનું વૃંદ રહેતું. નવાબ હામેદખાન તેના અનુસ ઞીઓને લઇ હવેલીમાં જતા જયાં તેના માટે જુદી બેઠક કરાવવામાં આવતી અને રાત આખી તે સાંભળતા, ગાતા અને વાદ્યો વગાડતા. કહેવાય છે કે મહારાજશ્રીને સિતાર ઉપર અજબ કાબૂ હતા. નવાબ તેની સાથે તબલામાં સંગત કરતાં સસ્તી વિ. સં. ૧૮૪૭ના શ્રાવણ સુદ ૯ના રાજ જૂનાગઢના પ્રશ્નારાનાગર કમળાકર નાનાભાઈનાં મા પૂતળીબાઈ નીચી બારી પાસે તેના ધરમાં સતી થયાં હેવાના બનાવ બનેલા. તે પછી એજન્સીએ નવાબ પાસેથી આ ચાલ ભૂધ 3 1-2 હસ્તલિખિત ઐતિહાસિક પ્રસંગાની નેાંધ-શ્રી મેાતીલાલ જીવણજી છાયા ૩ માહિતી-શ્રી શંભુપ્રસાદ હ. જોશી
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy