________________
બાબી વંશ-પૂર્વાધ ૧૯૫
કરાવવા બાંહેધરી લીધી હતી તે છતાં ઈ. સ. ૧૮૩૭માં દેલવાડા પાસે ગુપ્ત પ્રયાગમાં મુંબઈના એક ભાટિયા બાઈ સતી થયેલાં. આ માટે એજન્સીએ તાકીદ કરતાં નવાબે માફી માગી તા. ૩-૧-૧૮૩૮ના હુકમથી સતી થવા ઉપર સખ્ત પ્રતિબંધ મૂક્યો. રાજતંત્ર
આ નવાબના સમયમાં દીવાન અનંતજી અમરચંદના પ્રયાસથી રાજતંત્રની જની પદ્ધતિમાં ઘણે ફેરફાર કરવામાં આવ્યો. લેખિત હુકમો આપવાનું ધોરણ હતું નહિ અને પત્રવ્યવહાર ખાનગી પત્રો લખાય તે હતા તેને બદલે તમાર પદ્ધતિ શરૂ કરવામાં આવી. તે સાથે ન્યાય અને નાણાં ખાતું નવાબ અને દીવાનની મુન્સફી પર ચાલતાં તેને બદલે જુદા જુદા અમલદારો નીચે ખાતાઓ ઉંઘાડવામાં આવ્યાં. અરજદારોને સાંભળવા તથા તેમને જવાબ આપવા માટે દફતર અને સમય મુકરર થયાં. ખર્ચ અને ઊપજના વ્યવસ્થિત હિસાબો રાખવાની પદ્ધતિ પણ અપનાવવામાં આવી.
રાજતંત્રનું આધુનિકરણ તે હામદખાનના મૃત્યુ પછી મહાબતખાન બીજાના સમયમાં કરવામાં આવ્યું પણ તેને પ્રારંભ નવાબ હામદખાનના અંતિમ વર્ષોમાં થઈ ગયા હતા. કુદરતી આફત
ઈ. સ. ૧૮૪૬ માં અને ઈ. સ. ૧૮૪૯ માં અતિવૃષ્ટિ થતાં ભીનને દુકાળ, પ. નદીઓમાં આવેલાં છેટાં પૂરોએ જાનમાલની મેટી ખુવારી કરી. આ પ્રસંગે દીવાન અનંતજીએ કુદરતી આપત્તિના ભેગ બનેલા લેને મફત અથવા સસ્તા દરે અનાજ આપ્યું અને મકાને બાંધી લેવા તગાવી આપી અને તે સાથે કરવેરામાં રાહત આપી ગ્રામપ્રજાને બચાવી લીધી હામદખાન રજાનું મૃત્યુ
ઈ. સ. ૧૮૫૧ના જૂન માસની ૧૬મી તારીખે નવાબ હમેદખાન ર૩ વર્ષની વયે ૧૧ વર્ષ રાજ કરી ક્ષયની બીમારીમાં અપુત્ર ગુજરી ગયા. આ નવાબ યુવાન હતા છતાં સમજદાર અને ગંભીર પ્રકૃતિના હતા. તેની ન્યાયવૃત્તિ અને નીતિરીતિથી તે લોકપ્રિય થયા હતા. પ્રકીર્ણ
ઈ. સ. ૧૭૪૭ માં બાબી વંશની સ્થાપના થઈ ત્યારથી ઈ. સ. ૧૮૨ સુધીમાં રાજદરબારની ખટપટ અને કાવાદાવા અને તેમાં ભાગ લેતા રાજપુરુષોની