SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ : જૂનાગઢ અને ગિરનાર નવાબ મહાબતખાન ૩ જા. મહાબતખાને સગીર અવસ્થા પૂરી કરી હોવા છતાં તેને રાજ્યસત્તાનાં સૂત્રેા સોંપવાનું વિલંબમાં પડયુ' અને લેામાં અનેક શકા કુશકાઓ જન્મી. ખાંમ્બે ક્રાનિકલના કટાર લેખક અને નિડર વર્તમાન પત્રકાર જૂનાગઢના શ્રી છગનલાલ પરમાણુ દદાસ નાણાવટીએ, ખેામ્બે ક્રેાનિકલ અને અન્ય પત્રામાં તે માટે લેખા લખ્યા અને પરિણામે ઈ. સ. ૧૯૨૦ના માર્ચ માસની ૩૧મી તારીખે એજન્ટ ટુ ધી ગવનર મિ. મેક્રેનેકીએ જૂનાગઢની બહાઉદ્દીન કાલેજના મધ્ય ખડમાં કચેરી ભરી નવાબ મહાબતખાનને ગાદીનશન કર્યા. મિ. મેક્રેનેકીએ આ પ્રસંગે, આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ, સેારડ પ્રાંત મિ. લેઇંગ તથા અન્ય આમત્રિત મહેમાના સમક્ષ રિતા સોંપતી વખતે એડમિનીસ્ટ્રેશન સમયમાં રાજ્યે કરેલી પ્રગતિનું વર્ણન કરી તેમને તે ચીલા ઉપર ચાલવા અનુગ્રહ કર્યાં. નવાબે આભાર માનતી વખતે તેની રૈયત પ્રત્યે તે ન્યાયપૂર્વક વર્તાશે એવી ખાત્રી આપી. પ્રારભિક સુધારા નવામ મહાબતખાને સત્તાનાં સૂત્રેા સભાળી, તારીખ ૨૫-૭-૧૯૨૦ના રાજ એક ફરમાન બહાર પાડી ગામડાંઓમાં રેવન્યુ પટેલા રાજ્ય નિયુક્ત કરતુ તેને બદલે ચૂંટાયેલા પટેલા અને ગ્રામ પાઁચ સ્થાપવાની અને તેને મહેસૂલી અને દીવાની કામના અધિકારા તેમજ મર્યાતિ ફોજદારી કામના અધિકારાની સત્તા આપી. તે સાથે પ્રતિવષ, ફેબ્રુઆરી માસમાં આ ગ્રામ પંચાયતાના પ્રતિનિધિઓના દરબાર ભરી પોતે તેમની મુશ્કેલીઓ સાંભળી નિર્ણાય કરશે અને આ પ્રતિનિધિએ જૂનાગઢમાં આવે ત્યારે તેના મહેમાન થશે તેમ પણ જાહેર કર્યુ”. .. તે પછી આ જ અરસામાં, સુધરાઈને વિસ્તૃત કરી જૂનાગઢ સ્ટેટ મ્યુનિસિપાલ એકટ બહાર પાડી, તે અન્વય સુધરાઈના વહીવટ પ્રજાકીય પણ રાજ્ય નિયુક્ત સભ્યોને સોંપ્યા. આ પ્રસંગે નગરજાએ તેમને આપેલા માનપત્રના ઉત્તરમાં નવાબે જાહેર કર્યું કે, જૂનાગઢ રાજયમાં વિદ્યાથી ઓને પ્રાથમિક કેળવણી તથા અંગ્રેજી પાંચમા (એટલે આજના નવમા) ધોરણ સુધી માધ્યમિક કેળવણી વગર શુ આપવામાં આવશે. તેમણે તે સાથે કન્યાચે:રી નામના લગ્ન વેરા અને દામે દર્ કુંડમાં સ્નાન કરનારા યાત્રિકા પાસેથી અર્ધા આતાના કર લેવાતા તથા ગિરનાર જતા લેાકેા પાસેથી એક આનાના કર લેવાતા તે કરા રદ કર્યાં.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy