SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશન–અંત : ૩૩૯ સરકારી મકાને જે બંધાયાં હતાં તે સિવાય આવશ્યક્તા પ્રમાણેતાલુકાઓ અને ગામડાંઓમાં થોડાં મકાનો કે ઉતારાઓ બંધાયા હતા, તેમ છતાં તે મકાનનું પ્રમાણ ઓછું હતું અને કક્ષા ઉતરતી હતી. નવાબે જૂનાગઢમાં પિતા માટે, અમન મંઝિલ (શાંતિ સદન', ગુલામમહમદ મંઝિલ (ગિરિ વિહાર) રસુલ ગુલઝાર (રસિક નિવ સ) ને નવો બંગલે, દાતાર મંઝિલનાં મકાન, સરદારબાગના જૂના મહેલ સિવાયના મહેલે, અને ચેકી, દેવડા, વેરાવળ, ચોરવાડ, કાથરેટા, શાહપુર વગેરે સ્થળે રાજમહેલ બંધાવ્યા. જૂનાગઢ શહેરમાં કાળવાના પુલ ઉતાર કઈ પણ ખાનગી વ્યક્તિને મકાન બાંધવા માટે જમીને આપવામાં આવતી નહિ અને એકાદ બે અપવાદ સિવાય આ વિસ્તારમાં કોઈ ખાનગી મકાન ન હતાં. બીજા વિગ્રહ પશ્ચાદ પુનર્જનના કાર્યક્રમમાં જુનાગઢને વિસ્તાર વધારવા જોશીપુરા લેટસ, મજેવડી દરવાજા લેટસ, દુબરી લોટસ, કાળવાના કાંઠાના લેટસ જાહેર પ્રજાને વેચવાની યોજના કરવામાં આવેલી. જૂનાગઢ શહેરમાં હેસ્પિટલ પાસે થોડી વારમાં ડામરને રસ્તે હતું, તે પછી ઈ. સ. ૧૯૪૫માં યુવરાજનાં લગ્ન પ્રસંગે સ્ટેશનથી સરદાર બાગ સુધીને ડામરને રસ્તે થયેલ. પ્રજાના આનંદ પ્રમોદ માટે, કાળવા પુલ ઉતાર ત્રિકોણબાગમાં દર શુક્રવારે બે વાગતું અને ડેમ ગાર્ડન, મોતીબાગ, સક્કરબાગ વગેરે જનતા માટે ખુલ્લા રહેતા. એરેડીમ - બીજા યુધ્ધ પશ્ચાદ્ જૂનાગઢમાં એરોડ્રોમ કરવાનું નકકી થતાં, ગિરનારના સામીપે હવાઈ વિમાને ઉતરી ન શકે તેથી તે કેયલીમાં કરવાનો નિર્ણય લેવાય પરંતુ ત્યાં જમીન બહુ પિચી લેવાથી ઈ. સ. ૧૯૪૪-૧૯૪૫ માં કેશોદમાં એમ થયું. આ પૂર્વે નવાબનું પોતાનું એક લેન હતું પણ તેઓ તેમાં બેસતા નહિ. બંદરે જૂનાગઢ રાજયમાં વેરાવળનું બંદર મુખ્ય હતું. ત્યાં દેશી તેમજ વિદેશી સ્ટીમર નાંગરતી. એશિયા અને આફ્રિકાના બંદરે સાથે માલની અવરજવર કરતાં વહાણે પણ આવતાં જતાં, એટલું જ નહિ પણ ત્યાં જહાજે બાંધવાને મેટો ઉદ્યોગ ચાલતો. વેરાવળના બંદરમાં સૂકી ગાદી બાંધવા રાજ્ય બહુ શ્રમ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy