________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૮૧
યાદીથી લખાણ કરવાની છૂટ આપવામાં આવી, તેમાં ગોરખમઢી તથા કેયલીન મહંતશ્રીઓ, નાથદ્વારાના ભંડારીજી, ધણફુલિયાના ખલીફા, બડી મેડી, મકાનદાર, હઝરત શાહના મકાનદાર, રાણપુર ભાયાત, ખાનશ્રી સુલતાન મહમદખાનજી, મહમદખાં ફરીદખાં, પીરઝાદા ખલફશાહમીયાં તથા ખડીયા ખાનશ્રીને સમાવેશ કરવામાં આવ્યો. ગિરની આબાદી
ઈ. સ. ૧૯૦૧ સુધી ગિરનું જંગલ અગોચર અને અગમ્ય ગણાતું. પ્રતિવર્ષ, જંગલ અધિકારી, બે ચાર સિંહનાં બચ્ચાંઓ, સિંહની ચરબી, દીપડાનાં ચામડાં કે નખ, મધના શીશા, અરીઠા અને યણેઠી, નવાબની હઝરમાં આવી ધરતા અને ગરનું રક્ષણ કરવાનું કપરું કામ કરવા બદલ મોટાં ઈનામ લઈને પાછા જતા. રાજવંશી મહેમાને, અંગ્રેજ અમલદારો કે અતિ અગત્યની
વ્યક્તિઓ અહીં શિકાર અર્થે આવતા ત્યારે ગિરનું મહત્વ વધતું. પરંતુ તે વનની વનસંપત્તિ કે વન પ્રાણીઓના રક્ષણ માટે કદી પણ કોઈ વ્યવસ્થિત યોજના થઈ ન હતી. શિકાર પ્રસંગે, વનમાં નેસડાઓ વસવા દેવામાં આવતા . અને તેના માલધારીઓ, કડિયારાઓ કે સીદીઓને, શિકાર વગેરે પ્રસંગે બેલાવી લેવામાં આવતા.
ગિરના મહાલનું મુખ્ય મથક છેલણ હતું, જે પાછળથી સાસણ કરવામાં આવ્યું. ગિરના અધિકારી ચિસ્તી મકબુલમીયાં ફેઝીનમાયાં જગલની આબાદી માટે તથા ઉત્પન્ન વધારવા માટે વારંવાર વિચારતા પણ તેને સમય બહુધા હઝરમાં જતો, તેથી તે સક્રિય રીતે કાંઈ કરી શકયા નહિ. પરંતુ તેણે રસુલખાનને તે માટે વારંવાર વિનંતી કરેલી. ગિરમાં વહીવટદાર પણ નીમવામાં આવેલા, પરંતુ ગમે તે કારણે ગિર, શિકારગાહ અને બહારવટિયાના આશ્રયસ્થાન માટે જ પ્રદેશ રહ્યો. આ દરમ્યાન વારંવાર હઝરમાં જતાં આસિસ્ટન્ટ પોલીસ સુપરિટેન્ડેન્ટને શ્રી હરિપ્રસાદ ઉદયશંકર દેશાઈને જૂનાગઢના પિોલીસ સુપરિટેન્ડેટના પદ ઉપર બઢતી આપવા માટે નવાબે બોલાવ્યા ત્યાં અકસ્માત ગિરની વાત નીકળી. ફકીરમહમદના બહારવટામાં ગિરના ખૂણે ખૂણા ખૂંદી નાખનાર આ અમલદારે તેની વિગત આપી તથા વિકાસની યેજના પણ મૂકી, નવાબ રસુલખાને તેથી તેને ગિર આબાદી અધિકારી તરીકે, દીવાની, ફોજદારી મેજીસ્ટ્રેટની સત્તાઓ, મહેસૂલની અસાધારણ સત્તાઓ તથા સમગ્ર જંગલખાતાની સંપૂર્ણ સત્તાઓ આપી નિમણૂક કરી. જ. ગિ.-૬