SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ : જૂનાગઢ અને ગિરનાર તેણે આ જગ્યાને ચાર્જ તારીખ રર-૯ ૧૯૧૩ના રોજ લીધે અને તરત જ પિતાની યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા કામગીરી શરૂ કરી. તેણે જગલના બે વિભાગ પાડી ધન જંગલને રક્ષિત વન તરીકે વિકસાવ્યું તથા શુષ્ક જંગલની જમીન ખેડવા માટે લાયક બનાવી હાલાર, ગોંડલ અને અન્ય પ્રદેશમાંથી પ્રજાને લાવી વસાવી. રક્ષિત વન માટે ધારાને મુસદ્દો ઘડી દીવાનને મોકલતાં તા. ૧૬-૩-૧૯૦૮થી તે અમલમાં આવ્યો. શ્રી હરપ્રસાદ દેશાઈએ, જંગલખાતાના પોતે ઘડેલા નિયમોને ધારાના સ્વરૂપમાં, દીવાન દફતર જાવક નં. ૫/૬ તારીખ ૧૭-૧૦-૧૯૧૪ના હુકમથી ફેરેસ્ટ ધારે પસાર કરાવ્યો. ભયાનક અને વિકરાળ વનમાં તેણે બે વર્ષના ટૂંકા ગાળામાં એકવીસ નવાં ગામ વસાવ્યાં અને ઉજજડ પડેલાં સોળ ગામો ફરીથી આબાદ કર્યા. તેમ કરી રાજયને વાર્ષિક રૂા. ચાર લાખની આમદાની કરી આપી અને ત્રીસ હજાર માણસની વસતી વધારી આપી. તેના કાર્યથી પ્રસન્ન થઈ દીવાન બહેચરદાસ વિહારીદાસે તેના જાવક નં. ૧૫૧૨ તારીખ ૩૦-૧૧-૧૯૦૪થી. નવાબને નિવેદન કરી શ્રી હરિપ્રસાદે કરેલા આ ભગીરથ કાર્ય કરવા બદલ શાબાશી આપવા તથા કદર કરવા અનુરોધ કર્યો. ઇ. સ. ૧૯૦૪ તથા ઈ. સ. ૧૮૦૫માં તેમના કાર્યની રાજ્ય પ્રશંસા કરી અને રાજકર્તાએ કદર કરી. શ્રી હરપ્રસાદ દેશાઈએ ગિરની સેમ્પલ સર્વે કરી. વન પ્રાણીઓ અને પક્ષીઓની ખાસિયત વગેરેને પણ અભ્યાસ કર્યો અને સિંહોની પ્રથમવાર ગણતરી કરી. ચોરવાડને વિકાસ ચોરવાડના પ્રસિદ્ધ બાગે વેરાન થઈ ગયા હતા. આંબા, કેળ અને ફળઝાડની વિપુલતા ભૂતકાળની કહાની થઈ ગઈ હતી. પાનને તે સદંતર નાશ થઈ ગયા હતા. દીવાન હરિદાસ વિહારીદાસે ઈ. સ. ૧૮૮૭ લગભગ તેના નવનિર્માણ માટે પ્રયોગ કરેલે પણ તે નિષ્ફળતામાં પરિણમ્યો હતો. એમ છતાં રાજયની ઈચછા રવાડના બાગો તથ વાડીએ આબાદ કરવાની હતી, તેથી ગિરની આબાદીમાં શતપ્રતિશત ટકા સફળતા મેળવી ચૂકેલા શ્રી હરપ્રસાદ - ઉદયશંકર દેશાઈની ચરવામાં નિમણુક કરવામાં આવી ત્યાં તેણે એકવીસ નવી * પાનવાડીઓ, છ હજાર કલમી આંબાઓ અને ચાર હજાર બીજાં ફલાઉ ઝાડ વિવરાવ્યાં. બાગાયત પાક આપતી વાડીઓની સંખ્યા, “કૂવાઓ” નવા બનાવી જૂના કૂવાઓ “સમરાવી વધારી. ચારવાડ પાસે મંગળ નદીમાંથી તેણે કેનલા
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy