SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : જૂનાગઢ અને ગિરનાર અ વગેરેથી નહિ પણ દ્રવ્યથી મારા. આ કરાર રાણીઓએ વચ્ચે પડીને કરાવેલ હોવા છતાં નવઘણને તેના) વિશાળ મકાનમાંથી બહાર ખેંચી કાઢી દ્રવ્ય રાખવાનાં વાસણથી જ મારીને મારી નાખ્યું અને તેને દ્રવ્યથી જ માર્યો છે એ પ્રમાણે તેની રાણીઓને શબ્દછળથી સમજવી. આર્ય રાજાને યોગ્ય નહિ એવા છળકપટથી, આ નિર્દય, કામી કુર રાજાએ એક પરિણીત સ્ત્રીને પિતાના અંતઃપુરમાં લઈ જવા રાહ ખેંગારને મારી જીદુર્ગ ઉપર પિતાને અધિકાર સ્થાપો.” સિધરાજને અમલ રાહ ખેંગારનું મૃત્યુ થતાં સિદ્ધરાજે સારડને ગુજરાતના ખાલસા પ્રદેશેમાં જોડી દીધું અને ત્યાંના તંત્રવહન માટે સ જન કે સજજનને દંડાધિપતિ પદે નિયુકત કર્યો. સાજને સિદ્ધરાજની આજ્ઞા કે અનુમતિ લીધા સિવાય સેરઠ દેશની ત્રણ વર્ષની ઊપજ ગિરનાર પર્વત ઉપર નેમિનાથનું કાષ્ઠ મંદિર હતું તેને સ્થળે પાષાણનું મંદિર ચણાવવામાં વ્યય કરી નાખી. સિદ્ધરાજે જયારે તેને ખુલાસો પૂછ્યું ત્યારે સાજને ત્રણ વર્ષની ઊપજની રકમ થાય એટલું દ્રવ્ય સિદ્ધરાજ પાસે મૂકીને કહ્યું કે “કાં તો આ દ્રવ્ય સ્વીકારે અને કાં તે જીર્ણોદ્ધારનું પુણ્ય લે.” સિદ્ધરાજે પુણ્ય લીધું અને સાજનને સોરઠના દંડવિપતિપદે રહેવા દીધે. આ પ્રશ્નને જૈન લેખકેમાં એક વાકયતા નથી. કુમારપાળ પ્રબંધ પ્રમાણે આ જીર્ણોદ્ધાર સિદ્ધરાજના પિતા કર્ણના સમયમાં સાજને કર્યો હતો અને અને સિદ્ધરાજને દ્રવ્ય કે પુણ્ય લેવાને પ્રસ્તાવ સાજનના મૃત્યુ પછી તેના પુત્ર પરશુરામે કર્યો હતે. પ્રભાવક ચરિત્ર કહે છે કે સાજને શ્રી નેમિનાથના દહેરાને જીર્ણોદ્ધાર કરવામાં સત્તાવીશ લાખ ક્રમ ખર્યા હતા. આ રેવંતગિરિ રાજુમાં આ જીર્ણોદ્ધાર 1 પ્રબંધ ચિંતામણિ – શ્રી. દુ. કે. શાસ્ત્રી, જૈન ગ્રંથમાં ખેંગાર અને નવઘણનાં નામની સેળભેળ કરવામાં આવી છે. 2 દાહોદના ઈ. સ. ૧૫૪૦-વિ. સં. ૧૧૯૬ના લેખમાં લખ્યું છે કે श्री जयसिंह देवोस्ति भूपो गुजरमडले येन कारागृहे क्षिप्ती सुराष्ट्र मालवेश्वरी ગુર્જર રાજા જ્યસિંહ દેવે સુરાષ્ટ્ર અને માલવાના રાજાઓને કારાગૃહમાં પૂર્યા. આ વિધાન ઇતિહાસના પ્રમાણેથી વિરુદ્ધ છે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy