SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ખાખી વંશ-ઉત્તરા : ૨૦૫ પેોલિટિક્સ એજન્ટ કૅપ્ટન ઈલિયટને જૂનાગઢ મોકલ્યા તે આવતાં જ કાલેરાના ભાગ બન્યા અને તેનું તરત જ ... મૃત્યુ થયું. તે પછી એજન્સીએ આસિસ્ટઢ પોલિટિકલ એજન્ટ મિ. કાલસનને મોકલ્યા. તેણે વથળા મુકામ કરી તપાસ શરૂ કરી. # આ પ્રસંગે શ્રી ભગવાનલાલ મદનજી જોશીપુરા તથા શ્રી પ્રભુદાસ કહાનદાસ જોશીપુરા પણ વંથળી મુકામ નાખી પડેલા અને નાજુીખી વતી ચાંપતી તપાસ રાખતા.' મહાબતખાન મિ. કાલસનને ન મળે તેની નજીખીખીએ પૂરતી તકેદારિ રાખી અને તેના ઉપર ચાકી ગોઠવી પણ જમાદાર શેખ બહાઉદ્દીનભાઈ, જમાદાર જમાલખાન, જમાદાર ઉમર અબુ ૫ચ અને જમાદાર્ મહમદ ભીન લેડ નવાબને મદદ કરવા તૈયાર થયા. જમાદાર સાલેહ ભીન સાથે અગાઉથી વથળી ગય! અને મિ. કાલસનને સત્ય હકીકતથી વાકેફ કર્યાં. પાછળથી નાજુબીબીની નજર ચૂકવી નવાબ મહાબતખાનને લઈ બહાઉદ્દીનભાઈ ઈ. સ. ૧૮૬૨ના જૂનની પમી તારીખે નાસી છૂટ્યા. તેઓએ વથળી પહેાંચી બ્રિટિશ સરકારનું રક્ષણ માગ્યું. મિ. કાલસને તને પાતા પાસે રાખી પોલિટિકલ એજન્ટને નિવેદન કરતાં ત્યાંથી જનાનાની ભાઈઓને દૂર કરી નવાબને સંપૂગ. અધિકાર સાંપી દેવાના પ્રબંધ કરવા મિ. લસનને આજ્ઞા મળી. તે તરત જ જૂનાગઢ આવ્યા અને રાજમાતાને બીજા મહેલમાં ખસેડી ઉપર ચેકીપહેશ મૂકયા અને ચાઈતીજી તથા તેના પતિ રાણેખાનને હદપાર કરતાં તેઓ ધેારાજી ચાલ્યા ગયા. નવાબ મહાબતખાન સાચા અર્થમાં સ્વતંત્ર થયા. કેશવજી-વીરજી કેદમાં ડુઇંગરશી શેડ ઉપર કામ ચાલ્યું ત્યારે તેમાં હાથ આવેલા કેટલાક ખાનગી કાગળામાં કેશવજીએ લખેલા કેટલાક પત્રા પકડાયા તે ઉપરથી તેણે પણ વાઘેરેને સહાય કરી છે તેમજ ડાસા પારેખના ખૂનમાં તેના હાથ છે તેમ પણ જણાતાં એજન્સીના હુકમથી કેશવજી, વીરજી, મિયાં ામેદ એન્ડ્રુપ તથા નુરખાં મૌલવીને કેદ કરવામાં આવ્યા. તે સાથે કેશવજીએ એક લાખ અને ચાલીસ હાર કારીની ઉચાપત કરી છે તેવા આક્ષેપ મૂકી તેનાં ધરબાર ખાલસા કરવામાં આવ્યાં અને મિલકત દરબારમાં દાખલ કરવામાં આવી, 1. ભગવાનલાલ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ નવાબને સ્વતંત્ર કરવાની પ્રવૃત્તિ કરતા, કારણ કે વિ. સ. ૧૯૧૪માં ભગવાનને રાજ્યસેવામાંથી વિમુખ” થવું પડેલું.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy