________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૮૫
કરવાની અનુમતિ મેળવી નવાબે તેને ઈ. સ. ૧૮૯૫ના જૂન માસમાં જ મુકત કયો.
શ્રી શ્યામજી કૃષ્ણવર્માના સાળા કરશનદાસ બેરિસ્ટરને સદર અદાલતના જજ તરીકે નીમેલા. તેણે પણ શ્યામજીને તેની વિદાય સમયે કાંઈ સુવિધા આપી નહિ અને અપમાનિત સ્થિતિમાં તે જૂનાગઢ છોડી ગયા. તેઓ ત્યાંથી ઈગ્લાંડ ગયા અને ત્યાં પણ રહેવાનું યોગ્ય ન જણાતાં તે સ્વીટઝરલેન્ડમાં રહેવા ગયા. ત્યાં તેણે તેનું શેષ જીવન, એક ક્રાન્તિકારી તરીકે વિતાવી ઈ. સ. ૧૯૪૮માં ગુજરી ગયા. જૂનાગઢની ગ્રામ જનતા કરછથી કજાડો એક ઉતર્યો એનું સામજી કરશન નામ રે' એ રાસડાથી તેને જાણે અજાણ્યે હજી યાદ કરે છે.
શ્રી શ્યામજી કૃષ્ણવર્મા પાછા જતાં દીવનપદ માટે સુયોગ્ય વ્યક્તિનું સંશોધન શરૂ થયું. તે દરમ્યાન નાયબ દીવાન શ્રી પુરુષોતમરાય ઝાલાને કાર્યવાહક દીવાન તરીકે નીમવામાં આવ્યા. ત્યાં તેને ગમે તે કારણે કાયમ કરવામાં આવ્યા નહિ. પરંતુ ઈ. સ. ૧૮૯૫માં પરલકવાસી થયેલા ભૂતપૂર્વ દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના ભાઈ રાવબહાદુર બહેચરદાસ વિહારીદાસને કાર્યવાહક દીવાન તરીકે નીમવામાં આવ્યા. તેઓ ઈ. સ. ૧૮૮૯ના અંતમાં નિવૃત્ત થયા અને તેને સ્થાને એજન્સીની અનુમતિ મેળવી શ્રી ચુનીલાલ સારાભાઈ હઝરતને પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા. શ્રી ચુનીલાલ સારાભાઈ
શ્રી ચુનીલાલ સારાભાઈ, ઈ. સ. ૧૮૯૩માં દીવાનપદે હતા. તે પૂર્વે તેઓ એજન્સીમાં ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ હતા, તેમજ સૌરાષ્ટ્રના વાંકાનેર વગેરે રાજ્યમાં વરિષ્ઠ પદ ભોગવી ચૂકેલા હતા. કચ્છમાં તેઓ નાયબ દીવાન હતા અને તેથી તેને વહીવટી કામને વિશાળ અનુભવ હતો. તેઓ નિમકહલાલ, વફાદાર અને નિડર નાગર મુત્સદીઓની પરંપરામાં ઉછરેલા હતા. બ્રિટિશ સરકારના નોકર હોવા છતાં તેઓ જે રાજ્યની નોકરી કરતા તે રાજ્યના હિત કે હક્કને જોખમાવતા એજન્સીના કે સરકારના હુકમોને સહેજ પણ સંકોચ વગર પડકાર કરતા. તેઓ આ દિવસ ઓફિસમાં બેસી અરજદારોને નિયમિત રીતે સાંભળી પ્રજાજનેની ફરિયાદ દૂર કરતા. તે તેના સમયમાં નાયબ દીવાનપદે ઈ. સ. ૧૮૮૩થી શ્રી પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા હતા. શ્રી ચુનીલાલને રાજખટપટના કારણે ઈ. સ. ૧૯૦૩માં રાજીનામું આપવું પડયું અને તે તારીખ ૧-૮-૧૯૦૩ના રોજ છૂટા થઈ